________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને અનુરારીરની રચના ૪૧
જળ,કપાળતુ જળ, એ રસધાતુના મળ જાણવા, રજકપિત્ત એટલે રુધિરને રળવાવાળુ પિત્ત, રુધિરના મળ છે. કાનના મેલ એ માંસના મળ છે. જીભ, દાંત, કાખ અને ઉપસ્થ ઇંદ્રિયના મેલ તે મેદ ધાતુના મળ છે. નખ, હાડકાંના મળ છે. તેમ વાળ, અને રૂવાડાં એ પણ હાડકાંના મળ છે, આંખને મેલ, તથા મેઢા ઉપરની ચીકાશ એ મજા ધાતુના મળ છે; મુખ ઉપરની કાળી ફાલ્લીએ તથા દાઢી, મૂછ અને ગુપ્ત ભાગના વાળ, એ શુક ધાતુના મળ છે.
સ્તનમાં ઉત્પન્ન થતું દૂધ રસધાતુની ઉપધાતુ છે અને રજ અર્થાત્ સ્ત્રીઆને માસિક રુધિર આવે છે તે રુધિર ધાતુની ઉપધાતુ છે. એ બેઉ ઉપધાતુ સ્રીએમાં કાળવિશેષે કરીને પ્રગટ થાય છે અને કાળવિશેષે નષ્ટ થાય છે. શુદ્ધ માંસથી ઉત્પન્ન થયેલી ઉપધાતુને વસા કહેતાં ચરબી કહે છે. મેદ ધાતુની ઉપધાતુ પરસેવે છે. અસ્થિ ધાતુની ઉપધાતુ, દાંત અને નખ છે; કેશ એ મજજા ધાતુની ઉપધાતુ છે અને એજસ એ શુક્ર ધાતુની ઉપધાતુ છે. એવી રીતે સાત ધાતુથી ઉત્પન્ન થયેલી સાત ઉપધાતુ જાણવી.
ચામડીનાં સાત પડે પૈકી પહેલા પડનું નામ અવભાષિની છે. તેમાં સિમ નામના કાઢ પેદા થાય છે. બીજા પડનું નામ લેાહિતા છે તે તિલ અને કાળા કાઢની જન્મભૂમિ છે. ત્રીજા પડનું નામ શ્વેતા છે. તે ચ`દળ નામના કુષ્ઠ રોગની જન્મભૂમિ છે. ચેાથા પડનું નામ તામ્રા છે, તે પડમાં કિલાસ નામના કુષ્ઠ ઉત્પન્ન થાય છે. પાંચમા પડનુ’ નામ વેર્દિની છે, તે સપૂર્ણ કુષ્ઠની જન્મભૂમિ છે, છઠ્ઠા પડનું નામ રેહિણી છે, તે ગાંઠ, ગડમાળ, અપચે તથા અખુદરાગને પેદા થવાનુ સ્થાન છે. સાતમા પડનુ” નામ સ્થૂલા છે તે વિદ્રધી, અશ, ભગંદર, આદિ રોગ થવાની જગ્યા છે. અને એ સાતે પડનું એકંદર માપ એ ત્રિહી જેટલુ છે, એટલે કે તેની જાડાઈ ભાતનાં એ છાલાં જેટલી છે.
For Private and Personal Use Only