________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્થાનની ઉપર તિલ છે, તેને કલેમ કહે છે અને તે તૃષાનું સ્થાન છે, એટલે તૃષા ત્યાંથી ઉત્પન્ન થાય છે. કેટલાક આચાર્યોને એ મત છે કે તિલની ઉપર જળ છે, અર્થાત્ અગ્નિની ઉપર પાણીનું સ્થાન છે અને પાણી ઉપર અન્નને રહેવાનું સ્થાન છે અને અગ્નિની નીચે પવન સ્થિર રહીને અગ્નિને કૂકે છે. એવી રીતે વાયુએ પ્રદીપ્ત કરેલ અગ્નિ, ઉપરના જળને ગરમ કરે છે તેથી ઉષ્ણ જળને લીધે અને સારી રીતે પરિપાક થાય છે. અગ્નિના સ્થાનની નીચે જે પવનનું સ્થાન છે, તે પવનનું નામ સમાન વાયુ કહે. વાય છે. તે પવનના સ્થાનની નીચે મળાશય એટલે મળનું સ્થાન છે અને તેને જ પક્વાશય કહે છે, જે ડાબા ભાગમાં રહે છે. લૌકિકભાષામાં તેને ઉંદુક કહે છે અને કેટલાક તેને ક્િલક કહે છે. આ ક્િલક-ઉંદુકથી પકવાશય જુદું છે, પરંતુ ચરકે પુરીષ ધરા એટલે અંત્ર શબ્દથી તેને ઉંદુક કહ્યો છે અને તેની પાસેજ જરાક નીચેથી ડાબી બાજુ પર ચામડાની થેલીના આકારને મૂત્રાશય છે, જેને બસ્તી કહેવામાં આવે છે. જીવને ધારણ કરનારું જીવના જેવું રક્ત છે, તેનું સ્થાન ઉરમાં છે. એ સાત આશય એટલે સ્થાન જાણવાં, પરંતુ પુરુષના કરતાં સ્ત્રીઓમાં ત્રણ આશય વધારે છે, એટલે, એક ગર્ભાશય અને બે સ્તન્યાશય. અર્થાત્ સ્તન સંબંધી દૂધ રહેવાનાં સ્થાન છે. ગર્ભાશય, પિત્ત અને પકવાશયની મધ્યમાં આવેલું છે એમ જાણવું.
રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા અને શુક્ર એ સાત ધાતુઓ પિત્તના તેજથી પાચન થઈ ક્રમે કમે એકથી એક ઉત્પન્ન થાય છે. જેમકે રસથી રુધિર, રુધિરથી માંસ, માંસથી મેદ, મેદથી અસ્થિ, અસ્થિથી મજા અને મજજાથી શુક ઉત્પન્ન થાય છે.
એ સાત ધાતુઓના સાત મળે છે જેમકે જીભનું જળ, નેત્રનું
For Private and Personal Use Only