________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળે
લેભ-પારકું ધન, પારકો ભાગ કે પારકું સામર્થ્ય જોઈને અથવા સાંભળીને તેથી મનુષ્યના ચિત્તમાં જે તૃષ્ણ ઉત્પન્ન થાય છે, તેને લોભ કહે છે.
મેહ-અકલ્યાણકારી અથવા કલ્યાણકારી વિષયોમાં બુદ્ધિના બ્રમથી જેને સંશય ઉત્પન્ન થાય છે અને જેને હિતકારી વસ્તુમાં અહિત દેખાય છે અને અહિતકારીમાં હિત દેખાય છે, તેને મેહ કહેવામાં આવે છે.
અહંકાર-જે પ્રાણી કાર્ય-કારણયુક્ત થઈને આ કાર્ય હું જ કરું છું એવા અભિમાન સાથે કઈ પણ કિયામાં પ્રવેશ કરે છે, તેને અહંકાર કહે છે.
પ્રાણીમાત્ર અજ્ઞાનને લીધે કલેશાદિક બંધનને પ્રાપ્ત કરે છે અને જ્ઞાનરૂપ વિચારથી એ બંધનથી છૂટે છે. જે શરીર શરીરી કહેતાં જીવાત્માને જે દુઃખ ઉત્પન્ન કરે છે તે વ્યાધિ કહેવાય છે અને જે શરીર જીવાત્માને સુખ ઉત્પન્ન કરે છે તે આરોગ્ય કહેવાય છે. દુઃખ જીવાત્માને સ્વભાવથી પ્રતિકૂળ છે અને સુખ પ્રાણીમાત્રને સ્વભાવથી રમનુકૂળ છે. પરંતુ હવશ અને વિષયની લેલુપતા તથા અજ્ઞાનને લીધે સુખની અભિલાષા છતાં, દુઃખરૂપ રોગને પોતે પિતાની મેળે ઉત્પન્ન કરી કરેલાં કમનાં ફળ ભોગવે છે.
હવે અહીંથી મનુષ્યના સ્થલ શરીરના બંધારણનું વિવેચન કરવામાં આવે છે.
મનુષ્ય શરીરમાં રસાદિ ધાતુઓને રહેવાનાં જે સ્થાન છે તેની મર્યાદાભૂત એવી સાત કળા છે. તે કળાને રહેવાને માટે તેના સાત આશય એટલે સ્થાન છે. રસ, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજા અને શુક. એ સાત ધાતુ છે તથા એ ધાતુઓના સાત મળે છે. ધાતુ
For Private and Personal Use Only