________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૩૭ સંપૂર્ણ જગતમાં દશ ઇંદ્રિયે, મન અને પંચમહાભૂત એ સેળ વિકાર સર્વત્ર વ્યાપક છે.
૧. અવ્યક્ત, ૨. મહાન, ૩, અહંકાર, ૪. શબ્દતન્માત્રા, ૫, સ્પર્શત માત્રા, ૬. રૂપતિ-માત્રા, ૭. રસતન્માત્રા, ૮. ગંધતમાત્રા, ૯. શ્રીવ્રતમાત્રા, (કાન) ૧૦. કૂ (ચામડી), ૧૧. ચક્ષુ (નેત્ર), ૧૨, ઘાણ (નાક), ૧૩, (રસના) જીભ, ૧૪. વાક (વાણી), ૧૫. હાથ, ૧૬. પગ, ૧૭. ઉપસ્થ લિંગ અને નિ), ૧૮. પાયુ (ગુદા, ૧૯. મન, ૨૦. પૃથ્વી, ૨૧. પાણું, ૨૨. તેજ, ૨૩. વાયુ અને ૨૪. આકાશ. એ પ્રકારે ૨૪ ત થયાં. એમાંથી નિર્માણ થયેલા શરીરરૂપ ઘરમાં રપમે પુરુષ એટલે આત્મા સર્વકાળે રહે છે. તેને જીવાત્મા કહે છે; મન તેને દૂત છે. એ જીવાત્મા મહદાદિકૃત સૂક્ષ્મ લિંગશરીરમાં રહે છે, એટલા માટે તે દેહી કહેવાય છે અને તે પાપ, પુણ્ય તથા સુખદુઃખથી યુક્ત છે અને વર્તમાન કાર્યવાહી મનના વેગથી તે કર્મબંધનથી બંધાયેલે છે. તે મનના યેગે ઈચ્છા, દ્વેષ, પ્રયન, પ્રાણ, અપાન, ઉમેષ, બુદ્ધિ, સંકલ્પ વિચાર, મૃતિ, વિજ્ઞાન, અધ્યવસાય, વિષય, ઉપલબ્ધિ ઈત્યાદિ કમને કરવાવાળી સૂમ પ્રકૃતિથી બંધાયેલ છે.
કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, દશ ઈદ્રિય અને બુદ્ધિ એ જીવના બંધનરૂપ છે, તેનાં લક્ષણ નીચે પ્રમાણે કહેવામાં આવે છે –
કામ-પુરુષને સ્ત્રીઓમાં અને સ્ત્રીઓને પુરુષોમાં પરસ્પર પ્રીતિ કરાવે છે, જેથી ભાગ્ય અને ભક્તાના હકકો સ્થાપિત થાય, તેને કામ કહે છે.
કો-એક વખતે મનુષ્ય શરીરના હૃદયમાંથી ગરમી ઉત્પન્ન થઈને, અન્ય મનુષ્યને દુઃખ ઉત્પન્ન કરવાવાળી વાણીથી ચિત્તને કલેશ ઉત્પન્ન કરે છે તેને કોઇ કહે છે,
For Private and Personal Use Only