________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના રૂપ
દિવસમાં એક ફેરા ફરતી હતી. તે તેને હાલમાં સૂર્યની આસપાસ ફરતાં ૩૬પ દિવસ અને કંઈક ઘડી વધારે જેટલી વાર લાગે છે. અર્થાત્ સાર એ નીકળે છે કે, પૃથ્વી જેમ જેમ ભારે થતી જાય છે તેમ તેમ સૂર્યના આકર્ષણથી છૂટી થઈ દૂર જતી જાય છે. એટલે જેટલે દૂર તે ગયેલી હોય તે પ્રમાણમાં તેને ફરવાને માર્ગ લંબાય છે અને તેથી જ પૃથ્વીનું વજન વધ્યું છે એમ સાબિત થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, બીજરૂપ વનસ્પતિ અથવા બીજરૂપ પ્રાણીમાત્ર પિતાને બીજમાં રહેલા કર્મ પ્રમાણે આકાશમાંથી પંચભૂતાત્મક દ્રવ્યોને આકષી, પિતાને મળતા સજાતીય દ્રવ્યનું આકાશમાંથી આકર્ષણ કરી, પિતાનું સ્વરૂપ ખડું કરે છે. તે સ્વરૂપની રચના કે કે પ્રકારે થાય છે અને તે તે પ્રકારેને તે તે રૂપમાં ગોઠવાયા પછી તેને ક્યા નામથી ઓળખવામાં આવે છે, તેનું વર્ણન કરવું આ સ્થળે આવશ્યક છે.
જગતની ઉત્પત્તિના કારણભૂત જે પ્રકૃતિ છે, તે પ્રકૃતિ ઈચ્છામયી એટલે સત્ત્વ, રજ અને તમે ગુણના સ્વભાવવાળી હોવાથી બુદ્ધિને ઉત્પન્ન કરે છે, અને બુદ્ધિથી અહંકાર ઉત્પન્ન થાય છે, તે અહંકાર રાજસ, તામસ અને સત્વગુણના ભેદથી ત્રણ પ્રકારને ગણાય છે. અર્થાત્ વિકારવાળે સત્ત્વગુણી, જ્યારે તેજસ એવા રોગુણી અને ભૂતાદિરૂપમાં આવે છે ત્યારે તે તમે ગુણ ગણાય છે. હવે જે પ્રકૃતિમાં સહાયક ગુણ હોય અને તમે ગુણ તેમાં મિશ્રિત થયો હોય તે સાત્ત્વિક અહંકાર કહેવાય છે અને એ સાત્વિક અહેકારથી કાન, ચામડી, આંખ, જીભ, નાક, પગ, હાથ, વાણી, લિંગ, ભગ, ગુદા મને મન એ ૧૧ ઇંદ્રિયે ઉત્પન્ન થાય છે. તેમાં પ્રથમની પાંચ ઈદ્રિયોને બુદ્ધિને આશય હોવાથી, તે જ્ઞાનેન્દ્રિય કહેવાય છે અને બાકીની પાંચ દિને કર્મ (કિયાને) આશ્રય હેવાથી તે કઢિયે કહેવાય છે. આ મન એ બુદ્ધિ અને કર્મના ભેગા વ્યવ
For Private and Personal Use Only