________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૩૩
કર્મો. એ ચાર વસ્તુ મળીને આપણને આ જગત દષ્ટિગોચર થાય છે. જેમ દીવાની પાસે બેઠા વિના અને સૂર્યના તેજ વિના આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ નહિ, તેમ ઈશ્વરના સાન્નિધ્ય વિના આપણા જગતને વ્યવહાર ચાલી શકે નહિ. જેમ દી કે સૂર્યનાં કિરણમાં રહીને આપણે સારું કે માઠું કામ કરીએ, તે દીવાને કે સૂર્યને બંધનકર્તા નથી અથવા દી કે સૂર્ય તેને અટકાવી શકો નથી; તેમ ઈશ્વરના સાન્નિધ્યમાં આપણે જે કર્મ કરીએ તે ઈશ્વરને બંધનકર્તા નથી તેમજ તે કામ કરતાં ઈશ્વર આપણને અટકાવતે નથી. પરંતુ જગતની વ્યાવહારીક રચના એવી છે કે, આપણે જે જાતના સંકલ્પવિકલ્પ કરીએ તેને અનુકૂળ કર્મનાં પરમાણુઓ આપણા તરફ ખેંચાઈ આવી આત્માની આસપાસ વીંટાય છે, તે કર્માનુસાર શરીર પિતાને વ્યવહાર ચલાવે છે. જ્યારે જગતને ઉત્કાન્તિકાળ હોય છે, ત્યારે દરેક આત્માને પિતાના શરીરની વૃદ્ધિ થતી માલૂમ પડે છે અને જ્યારે અવકાન્તિને કાળ હોય છે ત્યારે દરેક વસ્તુ દિન પર દિન નાના રૂપમાં દેખાતી જાય છે. એટલે દરેક પ્રાણી સૂમરૂપને પામતાં પામતાં પ્રકૃતિભાવને પામે છે, જેને આપણે મહાપ્રલય કહીએ છીએ. પરંતુ પ્રકૃતિભાવમાં રહેલા આત્માઓ તે સ્થિતિમાં પણ નવું કર્મ ઉપાર્જન કરે છે અને જૂનાને ભેગવે છે અથવા ખપાવે છે. એ પ્રમાણે અવકાતિકાળ વીત્યા પછી ઉત્ક્રાન્તિકાળમાં પાછું એ પ્રકૃતિપ જગત વૃદ્ધિને પામતું જાય છે. એ ઉપરથી આ જગતમાં રહેલા આત્માઓ અને તેમનાં કર્મો અનાદિ છે એમ માનવું પડે છે અને એટલાજ માટે ઈશ્વરને જો કે તે કર્તા નથી તે પણ કર્તાનું આરોપણ કરવું પડે છે. ઈશ્વરને કર્તા, અકર્તા, દાતા-ભક્તા, કતુંમ-અકર્તમ, અન્યથા કર્તમ, સમર્થ વગેરે કહેવાન, માનવાને અને મનાવવાને વિષય ઘણે તકરારી અને તકને છે. વળી આ વિષય સાથે
આ. ૨
For Private and Personal Use Only