________________
દર
જ છે, પણુ અમારી વાત તમને રૂચે નહિ ત્યાં સુધી તમને આ જેલ છે એવું નહિં થાય. એક વાર અનુભવ થવા જોઇએ. નાના બાળક અંગારાને ચમકતા જોઈ હાથમાં પકડી લે પણ હાથ દાઝી જાય એટલે ફરીને એ અંગારાને પકડવા નહિ જાય. કારણ કે તેને અનુભવ થઈ ગયે કે આને પકડવાથી દઝાય છે. તમને પશુ આ સાંસારનાં ઘણાં અનુભવા થયા હશે પણ જ્યારે થાય ત્યારે થાય, ઘડી પછી સત્કાર સન્માન મળે, કે પાછા હતા તેવા ને તેવા. સંસાર એ સ ધાતુથી બનેલો છે. સુ એટલે સરકવુ. ખસતું. તેમાંથી સમજીને સરકી જાય તે ડાહ્યા ને સજ્જન છે. અજ્ઞાનીને તેની ખબર પડતી નથી. ડાહ્યા માણસે તેમાંથી સરકી ગયા. પણ અજ્ઞાની હોય છે તે જ ચક્કરમાં ભમે છે. ભગવાન મહાવીર ત્રીસ વર્ષી ગૃહસ્થાવાસમાં રહ્યા, ત્યાં સુધી કાઈ જ દુ:ખ પડયું નહિ. ત્યાં તે સુખ અને સગવડતાની છેાળા ઉછળતી હતી, પણ જે દિવસે દીક્ષા લીધી તે જ રાતથી ઉપદ્રવા શરૂ થયાં. સાડા ખાર વર્ષોં ને પંદર દિવસ સુધી આકરી કસેાટી થઈ અને અંતે નિમળ બની ગયા, શુદ્ધ અન્યા અને દુઃખને બદલે આનઃરૂપમની ગયા.
ક્રમને નહિ સમજનારા એક ડોશીમા શું કહે છે? કે બિચારા મહાવીર તે દીક્ષા લઈને દુઃખી દુઃખી થઈ ગયા. ત્રીશ વર્ષ ઘરમાં જ રહ્યાં ત્યાં સુધી કઇ જ નહિ. સાધુ થયા એટલે દુઃખી, દુ:ખી ને દુઃખી. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમણે નાકરના કાનમાં સીસુ રેડાવ્યુ હતુ, તે કમ ઝમકીને ઉદયમાં આવ્યું, “ કે આજે હું તારા કાનમાં ખીલા નાંખુ, ” તીર્થંકર જેવા ચરમ શરીરી આત્માને પણ કમે છેડયાં નથી તે આપણા જેવાની તે વાત જ કયાં રહી! આ સમયે ભગવાન સમતા રાખે છે. લે, તું પણ લઈ જા. તું મારા કાનમાં ખીલા નથી મારતા પણ દેવામાંથી મને મુક્ત કરે છે. તેવું જ ચૂકવવાનું હતુ ખાકી કાંઇ નહિ. મનમાં ન દ્વેષ-ધિક્કાર કે તિરસ્કાર. બંધુઓ ! આ જગ્યાએ આપણે કેટલી સમતા રાખી શકીએ !
અરે! આપણને તે એક કીડી ચટકા ભરે તે ઉંચા નીચા થઇ જઇએ છીએ. એક કાઉસગ્ગ કર્યો હાય અને મચ્છર કરર્ડ તેા કાઉસગ્ગ પણ પૂરા કરી શકશે નહિ. ત્યાં તે “ નમા અરિહંતાણું ” એટલી અધૂરા કાઉસ્સગ પાળીને ઉભા થઈ જાવ. ઘેાડા ટાઈમ માટે પણ આપણને ધીરજ રહેતી નથી. પ્રભુ તા કઠોર સાધના કરી જેમ જેમ ક થી ખાલી થતા ગયા તેમ તેમ પૂર્ણ અનતા ગયા. પૂર્ણતા એટલે અંદર ભરેલા ક રૂપી કચરા સંપૂર્ણ ખાલી કરી આત્મજ્ઞાનથી પૂર્ણ થવુ તેનુ નામ પૂણતા છે.
આવા પૂર્ણ સ્વરૂપ ભગવાન પાસે શા માટે જઈએ છીએ ! એમના જેવું પૂ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ને! સુખ અને દુઃખમાં પ્રભુએ સમતાભાવ રાખીને કર્મના દેણાં ચૂકવી દીધા. તમારા સંસારમાં પણ જ્યારે કોઈ માણસની પેઢી હૂલવાની તૈયારીમાં હાય છે. તે સમયે જો દેવાદાર શાહુકાર હશે તે તે ભાગી નહિ જાય, પણ એ જાહેરાત