________________
પર
ભેદ છે અને વિશેષ પ્રકારે સત્તાવન ભેદ છે. તેમાં બાવન બજાર રહેલાં છે. જેમાં ઠગાવાની કે છેતરાવાની વાત નથી. આ બાવન બજાર કઈ છે? પાંચ સમિતિ, સણું ગુપ્તિ, દશ યતિધર્મ, બાવીસ પરિષહ અને બાર ભાવના કુલ બાવન, આ બાવન બજાર છે. જેમાં પાંચ પ્રકારના ચારિત્રરૂપી પાંચ પ્રકારને માલ વેચાય છે. તે પાંચ ચારિત્ર ક્યા છે? (૧) સામાયિક (૨) દેપસ્થાપનીય (3) પરિહારવિશુદ્ધ (૪) સુહમસં૫રાય (૫) યથાખ્યાત ચારિત્ર. છેલ્લું ચારિત્ર તે અગ્યારમાથી ચૌદમા ગુણસ્થાનકે જ હોય છે. આ પાંચ પ્રકારને માલ છે. હવે તમારે કયે માલ ખરીદ છે?
મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ઉપર જે વિજય મેળવે તે આત્મા ઉંચામાં ઊંચે યથાખ્યાત ચારિત્રરૂપી માલ ખરીદી શકે છે. કેઈને માટે પ્રતિબંધ નથી. આ બજાર માં છેતરાવાને ભય નથી. રાજગૃહી જેવી રાજકેટ નગરીના શ્રાવકે અહીં આવીને સામાયિક વગર બેસે છે. સામાયિક એ પણ અંશથી ચારિત્ર છે. તમે જ્યારે આ સંવરના બજારમાં આવશે ત્યારે માલ ખરીદી શકશે. જેમ આહાર વિના શરીર ટકી શકતું નથી, તેથી શરીરને ખેરાક આપે છે, તેમ તમારા આત્માને પણ ખેરાક આપ જ જોઈએ,
આ બજારમાંથી કયે માલ ખરીદવે છે તે તમે નક્કી કરી લે છે. ચોર્યાશી લક્ષ છવાનીરૂપી ચોર્યાસી ચીટા છે. ચોટામાં હરાજીને માલ વેચાય છે, હરીફાઈ થાય છે અને હરરાજીના માલમાં કયારેક છેતરાઈ જવાનો ભય રહે છે તેમ ચોર્યાસી લક્ષ છવાયોનીરૂપી ચૌટામાં ભૂલા ન પડે. આત્મા અનંતકાળ લક્ષ ચોર્યાસીમાં લખ્યો છે ને ચોટામાં મૂલ્ય છે. હવે જે ન જમવું હોય તે સત્ય સ્વરૂપની પિછાણુ કરે.
જેમાં આવા બાવન બજાર અને ચોર્યાશી ચાટ રહેલાં છે એવી ઈષકાર નગરીમાં કેવા પવિત્ર આત્માઓ ઉત્પન્ન થયા તે બધી વાત અવસરે.
વ્યાખ્યાન નં-૯
[ અષાઢ વદ ૭ ને શનિવાર તા. ૨૫-૭-૭૦ ]
| ત્રિલેકીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના છના કલ્યાણને માટે, જગતના જીવે ઉપર મહાન અનુકંપા કરીને પરમ પાવનકારી, અમૃતમય વાણીનાં ઝરણાં વહાવ્યાં. એ વીર પ્રભુની વાણી આપત્તિને ભેદનારી, સંપત્તિને આપનારી, ત્રિવિધ તાપને હરનારી અને ઇચ્છિત સુખને આપનારી કલ્પવૃક્ષ સમાન છે. આ વાણીનું શુદ્ધ ભાવપૂર્વક શ્રવણ કરવાથી આપણે આ લેક અને પરલોક સુખી થાય છે પણ તેમાં શ્રદ્ધા જોઈએ.