________________
લપાઈને બેઠે છે. શેઠ દાદરમાંથી નીચે ઉતરે છે ત્યારે એક પત્ની ઉપરથી બાવડા ખેંચે છે, જ્યારે બીજી પત્ની નીચેથી ખેંચે છે. શેઠ બનેની વચમાં અધવચ ટીંગાઈ રહ્યા છે. ચાર વિચાર કરે છે, કે આજે મારે ચેરી નથી કરવી. આવું નાટક જેવાને અવસર ફરી ફરીને ક્યાં મળશે? ( હસાહસ) બંને પત્નીએ ખેંચતાણ કરે છે. અઢી વાગ્યા સુધી ઝઘડો ચાલ્યો. માંડ ત્રણ વાગે ઝઘડે પત્યે ને શેઠ નીચે આવ્યા. ત્યાં પલંગ નીચે ચાર દીઠે, એટલે પિોલિસને બોલાવ્યું. ચોરને પિલિસને હવાલે કરવામાં આવ્યો. ચાર પકડાઈ ગયે. હાથમાં બેડી પહેરાવી પણ ચાર તે હસે છે. બીજે દિવસે સવાર પડતાં શેઠને બોલાવવામાં આવ્યા. ફોજદાર પૂછે છે ભાઈ ! તેં શેઠના ઘરમાં શી ચોરી કરી ? ચાર કહે છે સાહેબ! હું શેઠના ઘરમાં ગયે અને ચેરી પણ કરી છે. કેજદાર પૂછે છે ભાઈ ! તે શેની ચોરી કરી છે? ચેર કહે છે, હીરા, માણેક, મોતી આદિ મૂલ્યવાન વસ્તુઓ આપતાં પણ જે જોવા ન મળે એવી ચોરી કરી છે. સાહેબ ! હું આપને એ જ કહું છું કે મેં ચોરી કરી છે. તેથી આપને જે શિક્ષા કરવી હોય તે કરે. પરંતુ બે બાયડીને ધણી બનવાની શિક્ષા ન કરશે. ફેજદાર પૂછે છે, કે તું શું કહેવા માગે છે? ત્યારે ચાર કહે છે કે, આ શેઠને પૂછી જુઓ કે તેમની કેવી કરુણ પરિસ્થિતિ છે! ઉપરથી ગમે તેવા સુખી શ્રીમાન દેખાય છે, પણ રાત્રે તે એમની સ્થિતિ જોવા જેવી હતી. તેમની નવી પત્ની ઉપર ખેંચતી અને જુની પત્ની નીચે ખેંચતી. અઢી કલાક સુધી મેં આ નાટક જોયું. બીજી કોઈ ચોરી કરી નથી. માટે કહું છું કે સાહેબ! બધી શિક્ષા કરજે પણ બે બાયડીને ધણી બનવાની શિક્ષા ન કરશે.
બંધુઓ ! આ જગતમાં એકેક જીવની પરિસ્થિતિ કેવી વિચિત્ર છે! આત્મા વાસનાઓની વૃત્તિઓથી, વિકારોથી, કર્મથી અને પરિગ્રહના સંગ્રહથી ભરેલું હોય તે આધ્યાત્મિક દ્રષ્ટિએ એની કિંમત ઓછી થતી જાય છે. દુનિયા કેની કિંમત આંકે છે, તે તમે ન જશો. પણ આધ્યાત્મિક જગતમાં તે જે વાસનાથી અપૂર્ણ છે તે જ પૂર્ણ છે. તેનાથી અપૂર્ણ? કર્મથી અપૂર્ણ. જેના કર્મો ખરી ગયા તે શુદ્ધ બની ગયા અને તેઓ પૂર્ણતાને પામી ગયા.
ભગવતી સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવંત! આ આત્મા ભરેલો હોય ત્યારે ડૂબી જાય અને ખાલી હોય ત્યારે તરી જાય તેનું શું કારણ? ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે હે ગૌતમ ! જેમ એક તુંબડું હોય, એના પર માટીને એક થર લગાવીને તેને સુકવ્યું, એના પર બીજો થર કર્યો, તેને સૂકવીને તેના ઉપર ત્રીજે થર કર્યો. એમ આઠ થર લગાવીને અંદર પણ કાંકરા આદિ ભરીને સૂકવ્યા પછી તુંબડાને પાણીમાં મૂકવામાં આવે તો શું થાય? તરવાના સ્વભાવવાળું તુંબડું ડૂબી જાય છે, કારણ કે માટીના થરોથી તે ભારે બન્યું છે,