________________
પ
અવશ્ય થવાનું જ, આપણે તે માનીએ છીએ કે આત્મા અમર છે, તે પછી આત્માના જન્મ કે મરણું ક્યાંથી હોઈ શકે ? આમાને કેઈએ ઉત્પન્ન કર્યો નથી, જ્યાં આત્માની ઉત્પત્તિ સ્વીકારી ત્યાં એને અંત સમજી લેવાને. જેનું સર્જન થાય છે તેનું વિસર્જન તો થવાનું જ છે. એ એક વસ્તુના બે છેડા જ છે. જેનું સર્જન કોઈએ કર્યું જ નથી તે તેને વિનાશ ક્યાંથી હોય? પણ પર્યાય બદલાય છે.
પણ આ આત્માની સાથે કર્મનું મિશ્રણ હેવાથી માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ આ જીવને વિવિધ પ્રકારના નાચ નચાવે છે. તેનું કારણ આત્મા ઉપર કર્મની અસર છે. દરેક કર્મનું ફળ જુદી જુદી રીતે ભેગવવું પડે છે. દરેક કર્મ પિતાના ઉદય પ્રમાણે મનને નચાવે છે. તમે કર્મની જંજીરમાં જકડાઈ ગયા પછી કર્મના ઈશારા પ્રમાણે તમારે ચાલવું પડે છે. તમે કોઈ એક વાહનની selection (સીલેકશન) પસંદગી કરી. પછી તમે તે વાહનના હાથમાં આવી જાવ છે એટલે છૂટવું મુશ્કેલ થઈ જાય છે. દા. ત. ટેઈનમાં તમે બેસી ગયા અને અધવચ્ચે જ તમને વિચાર આવે કે હવે સ્ટેશન આવતાં પહેલાં જ મારે ટેઈનમાંથી ઉતરી જવું છે તે તમે નહિ ઉતરી શકે. બીજા ટેશન સુધી તે તમારે જવું જ પડશે. કારણ કે અધવચ્ચે ગાડી ઉભી ન રહે. જે તમે એમ કહે કે મારા મનમાં થયું કે અધવચ વગડામાં ઉતરી જાઉં માટે મેં સાંકળ ખેંચી તે દંડ ભર પડે અને કાં તે તમે ગાંડામાં ખપી જાવ. અને તમારે હેસ્પિતાલમાં દાખલ થવું પડે. તમારી મનસુબી પ્રમાણે મન ફાવે ત્યાં ન ઉતરી જવાય! કારણ કે એ વાહન બંધન છે.
બીજા દાખલા આપે. તમે પ્લેનમાં બેઠા. પલેન આકાશમાં ઉડવા લાગ્યું. પછી તમને એમ થાય કે મને હવે પ્લેનમાં ગમતું નથી, મારે ઉતરી જવું છે, તે ત્યાં તમારું ધાર્યું નહિં થાય. તમારા એકના માટે પ્લેન નીચે ઉતરશે નહિ. જુઓ! પ્લેન તમે પસંદ કર્યું. ટિકીટના પૈસા તમે ખર્ચા પણ તમે બેઠા પછી એને આધીન બની ગયા. એટલે તમારૂં કંઈ જ ચાલતું નથી.
બંધુઓ! અહીં આપણે એ જ વાત સમજવાની છે કે આ જીવાત્મા પણ કર્મ રૂપી વાહનને આધીન બની ગયું છે. એટલે તે કર્મ રૂપી વાહનમાં બેસી ગયો છે તેથી તેને કર્મ પ્રમાણે ઉડયન કરવું પડે છે. તમે કહેશે કે મારે આમ નહિ ચાલે તે ત્યાં કંઈ જ ચાલશે નહિ. તમારે કર્મ પ્રમાણે જ ચાલવું પડશે. આઠ કર્મો પ્રકૃતિએ ભિન્ન ભિન્ન છે. અને તેની પરિણતિઓ પણ ભિન્ન ભિન્ન છે. અને એ પરિણતિઓ પ્રમાણે જીવન નાવ ચાલતું હોય છે. આ કર્મવાદ જે સમજાઈ જાય તે આત્મા કેણે બનાવ્યું, પહેલાં કે હતે આદિ પ્રશ્નો તમારે નહિ થાય. અને આત્માના અસ્તિત્વને અનુભવ થાય. કેઈ માણસ અજ્ઞાન હોય તે સમજવું કે આમાં જ્ઞાાનવરણીય કર્મને ઉલ્ય છે, ભૂખ લાગે ત્યારે સમજવું કે વેદનીય કર્મને ઉદય છે, અને વાસનાઓમાં મન