________________
યા નિશા સર્વભૂતાનાં, તસ્યાં જાગતિ સંચમી યસ્યાં જાગૃતિ ભૂતાનિ, સા નિશા પશ્યતે મુનેઃ ” બધા લોકોને માટે જે રાત છે તેમાં સંયમી પુરૂષે જાગે છે અને જયારે સમસ્ત પ્રાણીઓ જાગે છે ત્યારે જ્ઞાનીઓને રાત દેખાય છે. ભાવનિદ્રાથી સૂતેલે પ્રાણ તીવ્ર નરકાદિના દુઃખને પ્રાપ્ત કરે છે. અને જે વિવેક સંપન્ન થઈને સદા જાગૃત દશાને અનુભવ કરે છે તે કલ્યાણને ભાગી બને છે. જે સૂવે છે તેનું શ્રત પણ સૂઈ જાય છે અને જે જાગે છે તેનું શ્રુતજ્ઞાન પણ સ્થિર હોય છે. જયંતિ શ્રાવિકાને પૂછવાથી ભગવાને આ પ્રમાણે કહ્યું હતું કે, ધમ પુરૂષ જાગતા ભલા અને અધમ સૂતા ભલા. જ્ઞાની પુરૂષ દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લેતા હોય પણ દર્શનમેહનીય રૂ૫ મહાનિદ્રા ચાલી જવાથી તે સદા જાગ્રત હોય છે. અને અજ્ઞાની મનુષ્યો દ્રવ્ય નિદ્રાથી જાગતાં હોવા છતાં પણ દર્શન મેહનીય રૂ૫ ગાઢ અંધકારમાં સૂતેલા હોવાથી સદા સૂતેલા જ છે. માટે જ જ્ઞાની પુરૂષ કહે છે કે મોહ નિદ્રામાંથી જાગૃત બન્યા સિવાય કયારેય પણ ઉદ્ધાર થવાનું નથી,
- હવે આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં છ : જીની વાત આવે છે. એ આત્માએ દેવકમાંથી ચવીને જુનામાં જુની ઈષકાર નગરીમાં ઉત્પન્ન થયા. તે નગરી કેવી છે તેનું વર્ણન ચાલે છે. તે નગરી કેવી છે. “ સુરલૅગ રમે પ્રખ્યાત છે, સમૃદ્ધ છે અને દેવલોક જેવી રમણીય છે. તે નગરીમાં શું શું રહેલું છે.
નગરી સોહંતી જલ વૃક્ષ ભાગા, રાજા સોહંતા ચતુરંગી સેના |
નારી સોહંતી પરપુરૂષ ત્યાગી, સાધુ સહંતા નિરવદ્ય વાણી છે” - જે નગરીમાં જળના જલાશ હોય, દેહની શાંતિ માટે બગીચાઓ હોય, પશુ-પક્ષી– એને કિલેલ કરવા માટે ઘટાદાર વૃક્ષ હેય, તેવી તે નગરી શોભે છે. જેમ તમે દેહની શાંતિ માટે બગીચામાં ફરવા જાય છે, તેમ સાધુને ફરવા માટે પણ બાગ હોય છે. હું સ્પષ્ટીકરણ ન કરૂં તે તમને થશે કે સાધુને વળી બાગમાં ફરવા જવાનું હોય? તમારે અને અમારે બાગ જુદો છે.
ધર્મ બાગે ફરે ભિક્ષુ, ધીર ને ધર્મ સારથી,
ધર્મમાં રક્ત દંતાત્મા, બ્રહ્મચર્ય સમાહિત. (સાધક સહચરી) દેહના રાગમાં આસક્ત બનેલા, ઇન્દ્રિયોના વિષયમાં આનંદ માનનારા એવા આત્માઓને બગીચે જુદે છે. સાધુ તે ધર્મ રૂપી બગીચામાં ફરે છે. ધર્મ શબ્દ અઢી અક્ષરનો છે. અને દ્વીપ પણ અઢી છે. જબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપ, કુલ અઢી દ્વીપ છે. મનુષ્ય ક્ષેત્ર પણ અઢી દ્વીપ પ્રમાણ છે. તેમાં વિચરતા સંતે ધર્મબાગમાં બેસી આત્માની શાંતિ મેળવે છે. તમે જેમ સ્નાન કરે છે તેમ સંતે પણ બ્રહ્મચર્યના કુંડમાં સ્નાન કરે છે.