________________
પર:
વસનારા બધા જ છે સમકિતી હતાં એવું નથી, પણ મોટા ભાગે ધર્મિષ્ઠ 9 હતા. ખુદ તીર્થકર દે મહાવિદેહમાં બિરાજે છે, ત્યાં પણ નરકે જનારા જી-આત્માએ હોય છે, છતાં આત્માની જાગૃતિવાળા છ વધુ હોય છે. આ નગરીમાં ઉત્પન્ન થનારા જીને કેવા છે તે ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮
અષાઢ વદ ૬ ને શુક્રવાર તા. ૨૪-૭-૭૦
શાસકાર ભગવંત ત્રિલોકીનાથે આ જગતના જીવને જગાડવા માટે પડકાર કરી ને કહ્યું કે હે ભવ્ય જ! મેહની નિદ્રામાં અનંત કાળ પસાર કર્યો. હવે તો જાગો ! એહ નિદ્રાથી જાગૃત બન્યા સિવાય ત્રણે કાળમાં તમારી સિદ્ધિ થવાની નથી. ભગવંતે આચારંગ સૂત્રના ત્રીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં કહ્યું છે કે
સુત્તા અમુણ મુણિણે સયા જાગતિ ” આચારાંગ સૂત્ર. અજ્ઞાની માનવ, દ્રવ્યથી નિદ્રા રહિત હોવા છતાં પણ તે સૂતેલા જ છે. અને જ્ઞાની પુરૂ દ્રવ્યથી સૂતેલા હોવા છતાં પણ તે સદા જાગૃત જ છે.
મહાન પુરૂષોએ નિદ્રા બે પ્રકારની બતાવી છે. (૧) દ્રવ્ય નિદ્રા અને (૨) ભાવ નિદ્રા. દેહ અને ઇન્દ્રિઓના થાકને દૂર કરવા માટેની નિદ્રા તે દ્રવ્ય નિદ્રા છે. આ નિદ્રા માં સૂતેલા પ્રાણી જલ્દી જાગૃત થઈ જાય છે. પરંતુ જે મેહ રૂપી ભાવ નિદ્રામાં સૂતેલા છે તે તે જાગતાં દેખાવા છતાં પણ સૂતેલા જ છે. મિથ્યાત્વ, અજ્ઞાન તથા મેહ રૂપ નિદ્રામાં સૂતેલા સંસારી પ્રાણી સત્-અસતના વિવેથી રહિત હોવાથી તે ભાવનિદ્રાથી સૂતેલા છે. એનાથી વિપરીત કેાઈ વિરલ વિભૂતિ અજ્ઞાન રૂપી અંધકારને દૂર થવાથી તથા મોક્ષમાર્ગમાં સતત પ્રવૃત્તિ કરવાથી સદા જાગૃત રહે છે, તેવા આત્મા કદાચ દ્રવ્ય નિદ્રાથી યુક્ત હોવા છતાં સદા જાગૃત જ છે.
સંસારનાં બીજા પ્રાણું દ્રવ્ય નિદ્રાથી જાગૃત હોવા છતાં પણ ભાવ નિદ્રાથી સૂતેલા જ છે, તેથી જ તેઓ સંસારમાં થતાં જન્મ–જરા-મરણ–રેગ-દુઃખ-સંકટ આદિ નાટકને જોતાં થકાં પણ તે જોઈ શકતા નથી, આંખે ખુલ્લી હોવા છતાં પણ તેમને અજ્ઞાનને પડદે એ પડી ગયો છે કે જેવા ગ્ય વસ્તુને તેઓ જોઈ શકતાં નથી, અને તેથી જ તે ભાવ નિદ્રા છે. ગીતામાં પણ કહ્યું છે કે