________________
પરેશાન થઈ ગયા છે એટલે વિચાર કરે છે કે જે ગામ આવે અને કંઈક એશ જેવી ઉંચી જગ્યા આવે તે માથેથી ભાર ઉતારું અને વિસામો લઉં. જે જમીન પર ભાર ઉતારૂં અને ચઢાવનાર ન હોય તે માટે ભારે ચઢાવો મુકેલ થાય. તાપ ને થાકથી આકુળ વ્યાકુળ થયેલ માછ ચાલ્યાં જાય છે. માર્ગમાં તીર્થકર દેવનું સમોસરણ આવ્યું. થાકેલા અને દુખિત થયેલા આત્માને શાંતિ મળે એવી તીર્થકર દેવ એક ધારી મીઠી દેશનાને ધધ વહાવે છે. પ્રમુની વાણીને રણકાર સાંભળી માજી સ્થિર થઈ જાય છે.” અહે! કેવી સુંદર વાણું છે! આવું તે મેં કહી સાંભળ્યું નથી.” સાંભળવામાં એવી લીનતા આવી ગઈ છે કે સવા કલાક દેશના સાંભળી, છતાં પોતાના માથે લાકડાને ભારો છે એ પણ ભૂલી ગયા. ત્યારે સાંભળવામાં આત્માનું જોડાણ થાય છે ત્યારે બાહા લક્ષ છૂટી જાય છે.
બંધુઓ! તમે ઘર છોડી અહીં આવીને બેઠા છે તે તમને પણ તમારું ઘર ભૂલાઈ ગયું હશેને! કે મનમાં બાણ ઉપાધિની કચરાપટી ભરીને બેઠા છે? કંઈકને ઘેર શાકભાજી મોડી લાવવાનો રિવાજ હોય છે. એવા કંઇક અહીં બેઠા હોય ને મનમાં એવા વિચારે રમતા હોય કે અહીંથી ઉઠીને શાકમારકીટે જવું છે. અને આજે ભીંડા ને શેળી ખરીદવા છે, અમુકને વેર ઉઘરાણી જવું છે, આવા વિચારે ચાલતા હોય. અહીં આવીને કલાક બેસે ત્યાં સુધી મનને સ્થિર છે. સ્થિરતા કેળવે. જ્ઞાનીઓ કહે છે,
હું જગત ખવાય ત્યાં, સાચું જગત ઉષ થતું, I\ પણ આત્માને જાણ્યા પછી, સહુ સહુમાં શમી જતું. ||
જ્યાં જ છોડયું ત્યાં સાચું સમજાય છે. પણ મુખ્ય વાત જ એ છે કે જીવને રસ પેદા થ જોઈએ. જ્યાં રસ હોય છે ત્યાં કોઈ જાતની વિષમતા લાગતી નથી. બહેને પાણી ભરવા ગઈ હોય, મારે પાણીની હેલ ભરી હોય પણ જે કઈ વાત કરનારી સખી મળી ગઈ તે અડધે કલાક ઉભા રહેતાં થાક લાગતું નથી. પણ જે રસ્તામાં ગાડું મળ્યું, બળદને વાળવા પડે તેમ છે. અને જે ગાડાવાળાને વાળતાં વાર લાગે તે, કહેશે કે ભાઈ! જહદી વાળને ! માથે પાણી ભરેલું બેડું છે. માથું તપી ગયું છે. જે અહીં વ્યાખ્યાન મોડું ઉઠ તે એમ થાય કે ઓફીસે જવાનું મોડું થાય છે. પણ જે કેઈ મિત્ર મળી ગયા અને તેની સાથે વાત કરવા રોકાયા તે ત્યાં મોડું થયું એમ નથી લાગતું. ત્યાં એફીસ ભૂલાઈ ગઈ. સવારે સાત વાગે ગરમાગરમ ચાનો કપ જોઈએ જ, એના વિના તે ચાલે જ નહિ. કેઈ દિવસ નવકારશી પણ કરી શકતાં નથી. પણ એજ ટાણે કે ઘરાક આવી ગયે ને દુકાને જવું પડ્યું. અને માલ આપતાં નવ વાગી ગયાં, ત્યાં પેલું પેટી ભૂલાઈ ગયું. અહીં જ સમજાય છે કે તમને ભૌતિક સુખેમાં કેટલે બધે રસ છે? આત્મામાં આટલે રસ આવે તે બેડ પાર થઈ જાય, આ ઈહુકાર નગરીમાં પુણ્યવાન છો વસે છે. સમકિતી અને માર્ગાનુસારી છે ત્યાં વસે છે. ત્યાં