________________
પાછો એ જ જગ્યામાં અનંતા ભવ ભમતે ચૌદ રાજકના બધા પ્રદેશો પૂરા કરે ત્યારે એક પુદગલ પરાવર્તનનું ચય પુરૂં થાય. કોઈ જીવ ઉગ્ર સાધના કરે તે ત્રીજે ભવે અથવા પંદરમે ભવે મોક્ષે જાય નહિ તે અર્ધ પુદગલ પરાવર્તન જેટલા કાળમાં જરૂર મેક્ષના સુખ માણી શકે.
આવું સમ્યકત્વ જેને થાય તે શકલપક્ષી કહેવાય, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવની દશા જ જુદી હોય છે. તે સમયે ન હતું ત્યાં સુધી પુદ્ગલની મમતા હતી. હવે આત્માની સમજણ શરૂ થઈ. આત્માની સમજણ એટલે બધા પુદ્ગલ મૂકી દે એવું નથી, કારણ કે જ્યારે બધાં કર્મો પૂરા થાય ત્યારે આત્મા પુદગલની પકડમાંથી છૂટી શકે છે. તે આત્મા જગતમાં જુદી જ દષ્ટિથી રહે છે.
સમકિત દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાળ,
આ રીતે સમક્તિી આત્મા જીવન જીવે છે. પછી તેને સારું કે હું કાંઈ જ રહેતું નથી. તેને ઠંડું પાણી આપ કે સામાન્ય ઠંડું આપે, પણ તેને માત્ર તરસ છીપાવવાનું જ લક્ષ હોય છે. ભેજન પણ દેહ ટકાવવા માટે જ કરે. એક વખત તાલા વેલી લાગવી જોઇએ. મિથ્યાત્વના તિમિર ટાળી સમ્યકત્વની જોત જગાવે. સમ્યકત્વની પ્રાપ્તિથી શો લાભ થાય છે એ તે તમને હવે સમજાવું છું.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનની વાત ચાલે છે. તે એ ઉગ્ર સાધના કરી હતી. એવા પુણ્યવાન છ ઈષકાર નગરીમાં ઉત્પન્ન થયાં. તે નગરી પુરાણી (ની) છે. નગરી કેને કહેવાય? જેમાં બાવન બજાર અને ચોરાશી ચૌટા હોય તેને નગરી કહેવાય. હવે બજાર અને ચાટું, તેમાં બજાર કોને કહેવાય અને ચૌટું કોને કહેવાય? તે વાત કાલ કરીશું. તમારા બજાર અને આ બજાર જુદાં છે. તમારા બજારમાં જ્યાં એકલાં કાપડની દુકાન હોય તે કાપડબજાર કહેવાય, જ્યાં ત્રાંબા પિતળના વાસણ મળે તેને કંસારા. બજાર કહેવાય, દાગીના મળે તે સેના-બજાર, એકલા કરિયાણાની દુકાને હોય તેને કરીથાણું બજાર કહે છે. આ દ્રવ્યબજાર છે. એવી જ રીતે ભાવ બજાર અને ચોટ પણ રહેલાં છે.
આ ઈષકાર નગરી પુણ્યવાન છે. ત્યાં ભાગ્યવાન છે આવીને ઉત્પન્ન થાય છે. જે નગરીમાં ન્યાય-નીતિસંપન્ન છ વસતા હોય તે નગરીમાં જન્મ પામનારને સત્ય, નીતિ, સદાચાર શીખવાડવા પડતાં નથી. એ તે સહજ રીતે આવી જાય છે. જે ગામમાં ધર્મ છે ત્યાં જન્મ થ તે પુર્યોદય છે. જે ગામમાં ધર્મનું નામ નિશાન નથી તે ગામમાં જન્મ થ પાદિય છે. સુલભબધી જીવને સહજ રીતે નિમિત્ત મળી જાય છે. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ અરસપરસ સંકળાયેલાં હોય છે.
એક વૃદ્ધ માજી લાકડાને ભારે માથે લઈને જંગલમાં આવી રહ્યાં હતાં. લાકડાનો ભારે માથે વજનદાર છે. ઉનાળાને દિવસ હવાથી માથું તપી ગયું છે, ખૂબ થાકથી