________________
ધર્મ છે જળને કુંડ, બ્રહ્મચર્ય સુતીર્થ છે,
તેમાં ના જશે દે, શાંતિને શુદ્ધિ પામશે.” સાધક સહચરી જેમ નગરમાં બગીચા, જળાશ આદિ હોય તે જ તેની શોભા છે. રાજા પાસે ચતુરંગી સેના હોય તે રાજા શેભે છે. આ ધર્મ સ્થાનક પણ કયારે શેલે? સાપુ, સાવી અને શ્રાવક-શ્રાવિકાઓથી શોભે છે, જ્યાં જેની જરૂર હોય ત્યાં વસ્તુ શેભે છે.
ગધેન હિન કુસુમ ન ભાતિ, તે ન હિન વદને ન ભાતિ સત્યેન હિનં વચન ન જાતિ, પુયેન હિને પુરૂષ ન ભાતિ પ્રજ્ઞા પ્રકાશ.
સુંદરમાં સુંદર દેખાતું ગુલાબનું ફૂલ તમે હાથમાં લીધું પણ જો તેમાં સુગંધ ન હોય તે શાભા શા કામની? મેઢામાંથી દાંત પડી ગયા તે મોટું રાંદલમાના ગોખલા જેવું દેખાય છે. બેટી માન્યતાથી બધા ગોખલામાં દેવ-દેવી બેસાડેલા હેય, પણ રાંદલમાના ગેખલામાં કાંઈ જ ન હોય. તેથી રાંદલમાને ગોખલે કહેવાય છે. વાણીમાં ગમે તેટલી મધુરતા હોય પણ જે સત્ય ન હોય તે વચનની કંઈ કિંમત નથી. માણસ ગમે તેટલે સારો અને સ્વરૂપવાન હય, પણ જે તેનામાં સદાચાર નથી તે આ સંસારમાં તેની કંઈ કિંમત નથી.
બંધુઓ! કમની બેડીમાં જકડાયેલે આત્મા અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. કે અનાદિ કાળથી આત્માની સાથે હતાં અને છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે આત્માને કર્મ લાગ્યા તે લાગતાં પહેલાં આત્મા કે હતે? અને શુદ્ધ આત્માને કર્મો કેવી રીતે લાગ્યા ! આત્મા જે નિર્મળ અને શુદ્ધ હવે તે આત્માને કર્મ લાગવાની શી જરૂર પડી ! અને આ વાત સ્વીકારીએ તે મોક્ષ ગયા પછી, શુદ્ધ થયા પછી પણ આત્માને કર્મો કેમ નહિ લાગે?
વાસ્તવિક રીતે સમજીએ તે વિભાવ દશાથી કર્મો બાંધે છે અને સ્વભાવમાં સ્થિર થાય ત્યારે આત્મા કર્મને તેડે છે. તમે સોનાની ખાણમાં જાઓ તે ત્યાંથી નીકળતી, ચમકતી ૨જ જોઈને તમને એમ નહિ લાગે કે આ સેનું છે. પણ આ ધૂળ સારી છે, ઘરે વાસણ માંજવા કામ લાગશે. લાવે, થાડી લઈ જઈએ. પણ તે ખાણને અધિકારી કહેશે કે ભાઈ! આ ધૂળ નથી પણ સેનું છે. પણ અત્યારે તે ધૂળની અવસ્થામાં છે. હવે કોઈ પૂછે કે સેનું ધૂળની સાથે કયારે મળ્યું? કેટલા હજાર વર્ષો પહેલાં મળ્યું? કોણે મેળવ્યું અને શા માટે મેળવ્યું તે ઉત્તર મળશે? તેનું અનાદિ કાળથી ધૂળની સાથે મળેલું જ હતું. તેના સમયની મર્યાદા જ ન આપી શકાય. જેવી રીતે સોનું ધૂળની સાથે મળેલું છે તેમ આત્મા કર્મની સાથે મળે છે.
ઈ કહે કે આત્માની ઉત્પત્તિ કયારે થઈ? આત્માની ફિલસુફીની અજ્ઞાનીને કયાંથી ખબર પડે? વિજ્ઞાનને એક સિદ્ધાંત છે કે જેને જન્મ થયે તેનું મૃત્યુ તે