Book Title: Satso Mahaniti
Author(s): Shrimad Rajchandra, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009139/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર પ્રણીત સાતસો મહાનીતિ વિવેચન ચંદ્ર શ્રીમદ્ મણીન શ્રીમદ્ રા સાતસો મહાનીતિ વિવેચન Page #2 -------------------------------------------------------------------------- ________________ CLC ધક Seeeeeeee COCO શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત સાતસો મહાનીતિ (વિવેચન સહિત) CUO “વચન સપ્તશતી (સાતસો મહાનીતિ) પુનઃ પુનઃ સ્મરણમાં રાખો” - શ્રીમદ્ રાજચંદ્ર C O COCO સંયોજક પારસભાઈ જૈન GOGOGGEGOOOOOOOOOOOOOOO પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણિયા ceeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિનું નિવેદન આ ગ્રંથ, શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ‘સાતસો મહાનીતિ'નું વિવેચન છે. આ સાતસો મહાનીતિમાંની ૨૦૩ મહાનીતિ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ કોઈને સમજાવવા વિવેચન કર્યું હોય અને તે મુમુક્ષુએ તેની નોંઘ કરી હોય એમ જણાય છે. કારણ કે મહાનીતિના ૧૪૦મા વાક્યના વિવેચનમાં એવી વાત આવે છે કે મને (પૂ.શ્રી બ્રહ્મચારીજીને) પૂ.શ્રી મોહનલાલજી મહારાજે જ્યારે હું સૌ પ્રથમ પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં રહ્યો ત્યારે કહેલું કે પ.પૂ.પ્રભુશ્રીજીનું સેવાકાર્ય બહુ લક્ષપૂર્વક કરવું, યાદ રાખવું, સામાન્ય ન કરી નાખવું; એ વાક્યના આધારે એમ લાગે છે કે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ૨૦૩ મહાનીતિ સુધી કોઈને સમજાવેલ છે. આપણને ૨૦૩ વાક્યોનું જ વિવેચન હાથ લાગ્યું છે, તે વિવેચનને છપાવવા યોગ્ય બનાવવા તેમાં સુધારા વધારા કરી તૈયાર કર્યું છે. અગાસ આશ્રમના સભામંડપમાં ૨૦૩ વાક્ય સુધીનું વિવેચન વાંચતા લાગ્યું કે બધાનું વિવેચન થાય તો સારું, પણ પૂજ્યશ્રીના જેવું વિવેચન તો કોણ કરી શકે. તેથી વિચારતાં જણાયું કે મહાનીતિ વાક્ય ૨૦૪થી ૭૦૦ સુધી તે તે વાક્યોને અનુસરતો બોથ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, ઉપદેશામૃત, બોઘામૃત તથા બીજા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં હોય ત્યાંથી લેવો. અને તે તે વાક્યોનો ભાવ સમજવામાં સરળતા રહે તેવાં દૃષ્ટાંતો પણ આમાં ઉમેરવાં. કારણ કે પરમકૃપાળુદેવ દ્વારા રચિત આ સાતસો મહાનીતિની એક એક લીટી તે તો સૂત્ર સમાન છે. એમાં ઘણું રહસ્ય ભરેલું છે. “સત્પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એનો વાસ્તવિક અર્થ તો જ્ઞાનીપુરુષના હૃદયમાં છે. માટે એમના જ વચનોથી યથાશક્તિ એ માનીતિઓનો ભાવાર્થ સમજવા અહીં પ્રયત્ન કરેલ છે. જેથી કિંચિત્ તેમનો અંતર આશય આપણને હૃદયગત થાય. અગાસ આશ્રમના સભામંડપમાં આનું વિવેચન પૂરું થયું ત્યારે મુમુક્ષુ ભાઈબહેનોએ જણાવ્યું કે આ મહાનીતિઓ વાંચી જઈએ છીએ પણ ઘણા વાક્યોનો ભાવ સમજાતો નથી. માટે જો આ છપાવવામાં આવે તો ઘણા મુમુક્ષુઓને મદદરૂપ થાય. તેથી છપાવવાનો વિચાર કરી આ કાર્ય પૂર્ણ કર્યું છે. સાતસો મહાનીતિ વાક્યોનો ભાવ વધારે સ્પષ્ટ કરવા લગભગ ૮૫ પુસ્તકોનો આધાર આમાં લીધો છે, તથા ૪૬૦ પૃષ્ટાંત કથાઓ વાક્યને અનુરૂપ ઉમેરવામાં આવી છે. જેની નોંધ આગળ આપવામાં આવેલ છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પૃષ્ઠ ૧૯૧ ઉપર પરમકૃપાળુદેવે પ્રસંગોપાત જણાવેલ છે કે “આ સ્થળે બહુ દૃષ્ટાંતોથી કહેવાની મારી ઇચ્છા હતી; પણ ઘાર્યા કરતાં કહેવું વધી ગયું છે.’’ તેમ અહીં પણ મહાનીતિ વાક્યોના ભાવ સરળતાથી સમજાય તે માટે આ દૃષ્ટાંતો ઉમેરેલ છે. આ દૃષ્ટાંતો તથા વાક્યોને અનુરૂપ લખાણ અન્ય પુસ્તકોમાંથી શોધવાનું કામ શ્રી ભાવનાબેને કરેલ છે. આ ગ્રંથમાં ૪૮ રંગીન ચિત્રો તથા ૭પ રેખાચિત્રો મુકવામાં આવ્યા છે. આ ચિત્રો બનાવવામાં લગભગ બે વર્ષનો સમય વ્યતીત થયો હતો. અવતરણ નીચે લખેલ સંક્ષેપમાં અક્ષર આ પ્રમાણે સમજવા (૩) Page #4 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.) વ.કવચનામૃત, પૃ.=પૃષ્ઠ. ઉ.=ઉપદેશામૃત. બો.૧,૨,૩=બોઘામૃત ૧,૨,૩. પરમકૃપાળુદેવે આ ગ્રંથની માત્ર સાતસો લીટી લખીને મુનિ, ઉપાસક, બ્રહ્મચારી, ઉત્તમ - ગૃહસ્થ, સ્ત્રી તથા બાળક આદિ સર્વને પરમાર્થ સાથે ઉત્તમ પ્રકારની વ્યવહારિક શિક્ષા આપવાનો બોઘ કર્યો છે. વ્યવહારશુદ્ધિ હોય તો જ પરમાર્થશુદ્ધિ પામી શકાય. માટે આરાધકોએ એક વાર આ ગ્રંથનું પઠન, મનન કરી ઉત્તમ પ્રકારની આ મહાનીતિઓને જીવનમાં અપનાવી આ દુર્લભ માનવદેહ સફળ કરવા યોગ્ય છે. આ ગ્રંથ સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને આત્મહિત સાધવામાં સહાયરૂપ થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. એજ –આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન આ ગ્રંથના સંયોજનમાં નીચે લખેલ પુસ્તકોની સહાય લેવામાં આવી છે :(૧) શ્રીમદ્ રાજચંદ્ર, (૨) દિવ્ય જીવનના પગલે પગલે, (૩) નિત્યનિયમાદિ પાઠ, (૪) બોઘામૃત ભાગ-૩ (૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ=૨, (૬) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧, (૭) ઉપદેશમાળા (૮) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૧, (૯) નવજીવન, (૧૦) સન્મતિ સંદેશ, (૧૧) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩, (૧૨) પ્રવેશિકા, (૧૩) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ (૧૪) જ્ઞાનમંજરી, (૧૫) શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી ગ્રંથ, (૧૬) પ્રજ્ઞાવબોઘ, (૧૭) શ્રી જૈન હિતોપદેશ ભાગ-ર, (૧૮) મોક્ષમાળા વિવેચન, (૧૯) ચોસઠ પ્રકારી પૂજા, (૨૦) ઉપદેશામૃત, (૨૧) આઠ યોગ દ્રષ્ટિની સઝાયના અર્થ, (૨૨) શ્રી યશોવિજયજીનું જીવનચરિત્ર, (૨૩) સુયગડાંગસૂત્ર, (૨૪) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૪, (૨૫) કલ્પસૂત્ર, (૨૬) પંચ પ્રતિક્રમણ સૂત્ર, (૨૭) નિત્યક્રમ, (૨૮) આલોચનાદિ પદ સંગ્રહ, (૨૯) શીલોપદેશમાળા, (૩૦) સાદી શિખામણ, (૩૧) બોઘામૃત ભાગ-૨, (૩૨) સમાધિસોપાન, (૩૩) ઘર્મામૃત, (૩૪) શ્રી ગચ્છાચાર પન્ના, (૩૫) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, (૩૬) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી-પ્રકાશ, (૩૭) પુરુષાર્થસિદ્ધિ ઉપાય, (૩૮) પૂજા સંચય, (૩૯) ઋષભદેવ ભગવાનનું ચરિત્ર “દિગંબર', (૪૦) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩, (૪૧) યોગશાસ્ત્ર ભાષાંતર, (૪૨) સહજસુખ સાધન, (૪૩) મોક્ષશાસ્ત્ર, (૪૪) ગ્રંથયુગલ, (૪૫) શ્રીપાલરાજાનો રાસ, (૪૬) દ્રષ્ટાંત શતક, (૪૭) હિતશિક્ષાના રાસનું રહસ્ય, (૪૮) શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સઝાય, (૪૯) સ્ત્રીનીતિબોધક, (૫૦) મોહનીય કર્મની પૂજાના અર્થ, (૫૧) સમરાદિત્યકેવળી, (૫૨) નીતિવિચાર રત્નમાળા, (૫૩) ગૌતમ પૃચ્છા, (૫૪) શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થ, (૫૫) ઇન્દ્રિય પરાજય દિગ્દર્શન, (૫૬) ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, (૫૭) જૈનહિતોપદેશ ભાગ-૧, (૫૮) ક્રિયાકોષ, (૫૯) સમયસાર નાટક, (૬૦) જીવનકળા, (૬૧) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ખ (૬૨) પુષ્પમાળા વિવેચન, (૬૩) સુબોધ કથાસાગર, (૬૪) શ્રી જ્ઞાતાસૂત્રની કથાઓ, (૬૫) પૂ.શ્રી બ્રહ્મચારીજી હસ્તલિખિત બોઘની નોટ, (૬૬) શ્રી આચારાંગસૂત્ર ભાગ-૧, (૬૭) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, (૬૮) શ્રી ચંદરાજાનો રાસ, (૬૯) શ્રી આનંદઘનજીનું જીવનચરિત્ર, (૭૦) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ક, (૭૧) પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મશતાબ્દી ગ્રંથ, (૭૨) અંતરાય કર્મની પૂજાના અર્થ, (૭૩) મોક્ષમાર્ગ પ્રકાશક, (૭૪) શ્રી આત્મસિદ્ધિ વિવેચન, (૭૫) શ્રી જૈનકથાસાગર ભાગ-ર, (૭૬) શ્રી જૈન કથાસાગર ભાગ-૩, (૭૭) વીશ સ્થાનક તપ આરાઘના વિધિ, (૭૮) બોઘામૃત ભાગ-૧, (૭૯) વિક્રમાદિત્ય, (૮૦) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ૫, (૮૧) શ્રી પર્યુષણાદિ પર્વોની કથા, (૮૨) શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા, (૮૩) ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૨, (૮૪) શ્રી ઠાણાંગ સૂત્ર, (૮૫) શ્રીમદ્ રાજચંદ્ર સાથે બનેલ મુમુક્ષુઓના પ્રસંગો. Page #5 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ 'K o 5 = o U o 6 \ = P = \ P p 2 o = = 0 6 ૧૬૯ છે 5 સાતસો મહાનીતિમાં આવેલ ૪૬૦ દ્રષ્ટાંતોની સૂચિ દ્રષ્ટાંત | પૃષ્ઠ | દૃષ્ટાંત |પૃષ્ઠ | દૃષ્ટાંત દૃષ્ટાંત અનંતમતિનું દ્રષ્ટાંત | ૧૨એકલવ્યનું દ્રષ્ટાંત ૨૫૮ કર્ણરાજાનું દ્રષ્ટાંત ૨૩૨ ગુણમંજરીની કથા ૯૮ અકબર બીરબલનું દ્રષ્ટાંત ૧૮ એક ખેડુતનું દ્રષ્ટાંત ૪૦૮| કઠિયારામુનિનું દ્રષ્ટાંત ૩૨૬ ગુરુ નાનકનું દ્રષ્ટાંત ૪૭૭ અવંતિસુકુમાળનું દ્રષ્ટાંત ૩૨ એક ગોવાળનું દ્રષ્ટાંત ૩૮૧| કઠિયારાનું દ્રષ્ટાંત ૩૨૭ ગુરુશિષ્યનું દ્રષ્ટાંત અભયકુમારનું દ્રષ્ટાંત | ૭૫ એક ગૃહસ્થનું દ્રષ્ટાંત ૪૧૩ કહેવાતા ત્યાગીનું દ્રષ્ટાંત ૪૩૯| ગુરુશિષ્યનું દ્રષ્ટાંત અનંગદેવનું દ્રષ્ટાંત ૧૦૪એક છોકરાનું દ્રષ્ટાંત | ૮૦| કાલિકાચાર્યનું દ્રષ્ટાંત | ૨૩ ગુરુશિષ્યનું દ્રષ્ટાંત અષાઢાભૂતિ મુનિનું કૅ|૧૨૪ એક નવવધૂનું દ્રષ્ટાંત ૨૭૧| કાજીનું દૃષ્ટાંત ૮૦| ગુરુશિષ્યનું દ્રષ્ટાંત ૪૨૬ અચેલ પરિષહ ઉપર | એક નિર્ધન મનુષ્યનું હૃ૦ ૪િ૭૩| કામવિજેતા સ્થૂલિભદ્રો ગુણસેનકુમારનું દૃષ્ટાંત સોમદેવ ઋષિની કથા ૧૨૮ એક દરિદ્રીનું દ્રષ્ટાંત ૩૬૨ મુનિનું દ્રષ્ટાંત છે ૨૧૭ ગોપાળદાસનું દ્રષ્ટાંત અરતિ પરિષહ ઉપરો | એક પુત્રનું દ્રષ્ટાંત ૫ | કાષ્ટના ગોળા જેવા |. ગોપવતીનું દૃષ્ટાંત પુરોહિત પુત્રની કથા ૧૨૮|એક બાઈનું દ્રષ્ટાંત ૫૮| જીવનું દ્રષ્ટાંત છે. |૨૫૪ | ગોશાળાનું દ્રષ્ટાંત | અલાભ પરિષહ ઉપરો] એક બાળકનું દ્રષ્ટાંત ૧૩૭) કામદેવ શ્રાવકનું દ્રષ્ટાંત |૪૪ર ગૌતમબુદ્ધનું દ્રષ્ટાંત ઢંઢણકુમારની કથા ST૧૩૦ એક બાળકનું દ્રષ્ટાંત ૨૦૪ કાગડા અને હંસનું દ્રષ્ટાંત ૪૯૮ ગૌતમબુદ્ધનું દ્રષ્ટાંત ૪૭૬ અજ્ઞાન પરિષહ ઉપરો] એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત ૨૪૬ કિરણરાણીનું દ્રષ્ટાંત | ૧૫ ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત આભીર સાઘુની કથા||૧૩૩ એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત ૪િ૭૯ કીર્તિઘરરાજાની રાણીની] | ગંગાચાર્યનું દ્રષ્ટાંત અરવિંદ રાજાનું દ્રષ્ટાંત ૨૮૯એક ભરવાડનું દ્રષ્ટાંત ૩૧૨ દૃષ્ટાંત | ૭૧ ઘડાનું દ્રષ્ટાંત અચંકારીભટ્ટાનું દ્રષ્ટાંત ૨૯૨ એક ભક્તમંડળનું દ્રષ્ટાંત ૩૨૧] કુલવાલક મુનિનું દ્રષ્ટાંત | ૩૯ ઘેબરીયા સાધુનું દ્રષ્ટાંત ૧૨૩ અહંન્નયનું દ્રષ્ટાંત ૩િ૬૩|એક મશ્કરા માણસનું કૅ| ૮૦| કુમારપાળનું દૃષ્ટાંત | ૫૮ચર્યા પરિષહ ઉપર) અચ્છેદક પાખંડીનું દ્ર૩િ૮૭એક મૂર્ખ શેઠનું દ્રષ્ટાંત ૨૨૨ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત | ૪૪ સંગમાચાર્યની કથા |૧૨૯ અકબર બાદશાહનું દ્ર૪િ૪૫ એક મુનિનું દ્રષ્ટાંત ૨૮૦ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૭૭ ચારુદત્તનું દ્રષ્ટાંત અભયદેવસૂરિનું દ્રષ્ટાંત ૪૫૩ એક મુનિનું દ્રષ્ટાંત ૪િ૩૯| | કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૨૪૨| ચાર મિત્રોનું દ્રષ્ટાંત ૨૩૫ અહમદ બાદશાહ | એક મુસાફરનું દ્રષ્ટાંત કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૨૬ર ચાર મિત્રોનું દ્રષ્ટાંત ૩૨૯ અને દાસીનું દ્રષ્ટાંત ૫૦૬(એક મુમુક્ષુનું દ્રષ્ટાંત ૪૫૨ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૩૧૪ ચિત્ર અને સંભૂતિનું દ્રષ્ટાંત ૧૭ આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત ૯૭ એક રાજાનું દ્રષ્ટાંત કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૪૦૨ ચિત્રસેન અને પદ્માવતીની આક્રોશ પરિષહ ઉપર | એક રાજાનું દ્રષ્ટાંત ૩૪૨ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૪િ૦૪|દ્રષ્ટાંત | ૨૬૦ અર્જુનમાળી મુનિની કથા|૧૨૯એક રાજાનું દ્રષ્ટાંત ર૬૨ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૪૩૪ ચૂલણીનું દ્રષ્ટાંત આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત ૧૬૮ એક વણિકનું દ્રષ્ટાંત ૨૨૪ કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ૪૭૮| ચોરોનું દ્રષ્ટાંત આભિરીવંચક વણિનું ૨૩૭ એક વણિકનું દ્રષ્ટાંત ૪િ૧૦૧ કુમારપાળ રાજાના | | | ચોરના સમભાવનું દ્રષ્ટાંત આનંદ શ્રાવકનું દ્રષ્ટાંત ૨૭૬એક વયોવૃદ્ધ ભાઈનું દ્ર- ૩૬૧ વાત્સલ્યભાવનું દ્રષ્ટાંત | ૯૬ ચોખાનું દ્રષ્ટાંત ૧૯૩ આદ્રકુમારના ) એક વિધવા સ્ત્રીનું દૃ૦ ૧૦૯ કુરુડ અને ઉકુરુડી ચંદ્રા અને પુત્ર સર્ગનું દ્રષ્ટાંત ૧૩ પૂર્વભવનું દ્રષ્ટાંત ૨૮૪|એક વ્યક્તિનું દ્રષ્ટાંત |૩૦૮| મુનિનું દ્રષ્ટાંત છે ૪૯૩ ચંપકશેઠનું દ્રષ્ટાંત આÁકમુનિ અને એક શિથિલ પરિણામી | કુરુદત્ત સાધુની કથા |૧૨| ચંડ માતંગનું દ્રષ્ટાંત ગોશાળાનું દ્રષ્ટાંત ૩૭૯ વણિકનું દ્રષ્ટાંત ૧૬૧| | કુર્માપુત્ર કેવળીનું દ્રષ્ટાંત | ૫૦| ચંડદ્રાચાર્યનું દ્રષ્ટાંત ૧૭૦ આમરાજાનું દ્રષ્ટાંત ||૪૩૨એક શેઠનું દ્રષ્ટાંત ૧૯૨ કંજાલ શેઠનું દ્રષ્ટાંત | |૧૪૭| ચંડાળનું દ્રષ્ટાંત આભડશેઠનું દ્રષ્ટાંત ૪૭૩એક શેઠનું દ્રષ્ટાંત ૨૯૭ કૃતપુણ્યનું દ્રષ્ટાંત ર૧૬| ચંદ્રસિંહરાજાનું દ્રષ્ટાંત ઇન્દ્રભૂતિગૌતમનું દ્રષ્ટાંત ૨૬૪|એક શેઠનું દ્રષ્ટાંત ૪૩૫ કૃપાળુદેવનું દ્રષ્ટાંત ૩૮૮છ દર્શન ઉપર દૃષ્ટાંત ૩૫૯ ઇલાચીકુમારનું દ્રષ્ટાંત ૨૮૫ એક શેઠનું દ્રષ્ટાંત ગજસુકુમારના પૂર્વભવનું | | છ લેશ્યાવાળા પુરુષનું દ્ર ૪૬૧ ઇચ્છુકાર રાજાનું દ્રષ્ટાંત ૩૨૪એક શિષ્યનું દ્રષ્ટાંત ૧૯૭ વૃષ્ટાંત ૨૦૮છ ઘાડપાડુઓનું દ્રષ્ટાંત ઉષ્ણ પરિષહ ઉપર | એક શિષ્યનું દ્રષ્ટાંત ૪૫o| ગજસુકુમારનું દ્રષ્ટાંત ૩૫૨ જનક વિદેહીનું દૃષ્ટાંત અરહ#ક મુનિની કથા |૧૨૭એક સાધુનું દ્રષ્ટાંત ગરીબ બાળકનું દ્રષ્ટાંત ૩૩૧| જગડુશાહનું દ્રષ્ટાંત ૩૩૮ ઉદયન રાજાનું દ્રષ્ટાંત ૧૬૬એક સ્થાનકવાસી) ગામના પટેલનું દ્રષ્ટાંત |૨૧૯ જમાલિનું દ્રષ્ટાંત ૩૮૦ ઉંદરનું દ્રષ્ટાંત ૨૦૪ મુનિનું દ્રષ્ટાંત | ગાંધારીનું દ્રષ્ટાંત ૧૯૬| જિનેન્દ્રભક્તનું દ્રષ્ટાંત ઊંટડીનું દ્રષ્ટાંત | ૨૧ ગાંધીજીનું દ્રષ્ટાંત ૩૭૧| જિનદાસ શ્રાવકનું દ્રષ્ટાંત ૨૫૮ એક આચાર્યનું દ્રષ્ટાંત ૧૭૮ કપિલનું દ્રષ્ટાંત ૧૨ ગાંધીજીનું દ્રષ્ટાંત ૩૭૨ જિનદાસ, સૌભાગ્યદેવીનું). | એક આચાર્યનું દ્રષ્ટાંત /૩૧૮ કપિલાદાસીનું દ્રષ્ટાંત | ૬૨ ગાંધીજીનું દ્રષ્ટાંત ૪૯૨ દ્રષ્ટાંત ||૩૯૬ ૨૮૯ ૫ ૧ ૪૬૮ પ૦ ર૫ ૨૩૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિમાં આવેલ ૪૬૦ પૃષ્ટાંતોની સૂચિ પૃષ્ઠ દૃષ્ટાંત ૨૫૧ પેથડ શ્રાવકનું દૃષ્ટાંત ૨૬૮ પૃથ્વીચંદ્ર અને ૩૦૪ ગુણસાગરનું દૃષ્ટાંત ૩૧૩ પૃથ્વીરાજ ચૌહાણનું દૃષ્ટાંત ૩૫૪ ૫.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત ૩૫૬ ૫.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત ૪૩૭ પ્રજ્ઞા પરિષહ ઉપર | ૪૮૨ સાગરાચાર્યની કથા દૃષ્ટાંત પૃષ્ઠ નમુચિમંત્રીનું દૃષ્ટાંત ૧૩૨ નયશીલ આચાર્યનું દૃષ્ટાંત જીરણશેઠનું દૃષ્ટાંત ૧૭૭ ઘણી ઘણીયાણીનું દૃષ્ટાંત જેસીંગભાઈનો પ્રસંગ ૪૫૫ ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત જેઠાલાલ ભાવસારનું ૪૫૦ ધનદત્તનું દૃષ્ટાંત જંબુકુમારનું દૃષ્ટાંત ૨૪૪ ઘનાભદ્રનું દૃષ્ટાંત જંબુસરના પૂર્વભવનું જ ૨૮૪ ધારોઠનું હાંત ઠાકરશીભાઈનું દૃષ્ટાંત ૫૧ ઘનપાળ કવિનું દૃષ્ટાંત ઢીમરનું દૃષ્ટાંત ૨૩૯ ધર્મબુદ્ધિ સાધુનું દૃષ્ટાંત તરવારનું વૃષ્ટત ૬૫ પૂર્તતાપસનું દૃષ્ટાંત તપસ્વીમુનિનું દૃષ્ટાંત ૧૧૧ ધર્મબુદ્ધિ તથા તત્વજ્ઞ સેવકનું દૃષ્ટાંત ૪૩૬ પાપબુદ્ધિનું દૃષ્ટાંત તામલી તાપસનું દૃષ્ટાંત ૩૧૧ ધર્મરાજાનું દૃષ્ટાંત તિષ્યગુપ્ત નિહ્નવનું દૃષ્ટાંત ૧૮૯ ધર્મરુચિમુનિનું દૃષ્ટાંત ત્રિપુષ્ટ વાસુદેવનું દૃષ્ટાંત ૧૨૦ ધોબી અને સાધુનું તૃષા પરિષ ઉપર નાગદત્ત શેઠનું દૃષ્ટાંત ઘનશર્મા સાધુની કથા ૧૨૭ નયસારનું દૃષ્ટાંત |તૃણસ્પર્શ પરિષહ ઉપર) ભદ્રર્ષિની કથા સુલેશ્યાવાળા નાગદત્ત શેઠનું દૃષ્ટાંત તાપસનું દૃષ્ટાંત ૨૯૨ નાના બાળકનું દૃષ્ટાંત તંદુલ મત્સ્યનું દૃષ્ટાંત ૧૩ નારદમુનિનું દૃષ્ટાંત થાવચ્ચા પુત્રનું દૃષ્ટાંત ૨૭૩ નિર્મોહી કુટુંબનું દૃષ્ટાંત દમદંત મુનિનું દૃષ્ટાંત ૫૫ નિર્નામિકાનું દૃષ્ટાંત દયાનંદ સરસ્વતીનું હૃ॰ ૧૦૧ નૈષેથિકી પરિષહ ઉપર) દર્શન પરિષહ ઉપર || નંદિણમુનિનું દૃષ્ટાંત / આર્ય આષાઢસૂરિની થા ૧૩૪ નંદનઋષિનું દૃષ્ટાંત દરિદ્રીપુરુષનું વૃષ્ટાંત ૪૩૭ નંદમલિકારનું પુન દરિદ્ર બનેલ શેઠનું દૃષ્ટાંત ૩૩૧ ૫.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત દાસીપુત્ર કપિલનું દૃષ્ટાંત ૨૬૮ પરમકૃપાળુદેવનું દૃષ્ટાંત દામાજી પંતનું દૃષ્ટાંત ૩૩૭ પરદેશી માણસોનું દૃષ્ટાંત દામનક શેઠપુત્રનું દૃષ્ટાંત ૩૪૦ ૫.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત દુર્ગંધારાણીનું મૃત ૨૮૫૫.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત દુર્યોધનનું દૃષ્ટાંત ૪૬૫ પાંચ આંઘળાનું દૃષ્ટાંત દેવા અને જસાનું દૃષ્ટાંત ૧૧૫ પ્રિયંકર રાજાનું દૃષ્ટાંત દેવરતિરાજાનું દૃષ્ટાંત ૧૨૦ પ્રીતિકર શેઠનું દૃષ્ટાંત દ્રૌપદીનું દૃષ્ટાંત ૭૯ પુરુષોત્તમરાજાનું દૃષ્ટાંત દ્રૌપદીનું દૃષ્ટાંત ૩૯૭ પુરોક્તિનું દૃષ્ટાંત દંશમશક પરિષહ ઉપર|| પુણ્યકારનું પાંત શ્રવણમુનિની ક્યા ||૧૨૮ પુનિયા શ્રાવનું દૃષ્ટાંત દૃઢપ્રહારી ચોરનું દૃષ્ટાંત ૪૦૬ પુષ્પચૂલાનું દૃષ્ટાંત પશ્ચિમારનું દ્રષ્ટાંત ૧૧ પુરંદરકુમારનું વૃષ્ટાંત ઘનપાળ કવિનું દૃષ્ટાંત ૪૧ પુરંદર રાજાનું દૃષ્ટાંત ધન્યકુમારનું દૃષ્ટાંત ૬૦ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું ૦ ધવલોકનું દ્રષ્ટાંત ૧૮૬ પૂ.શ્રી બ્રહ્મચારીજીનું ‰ ધનવાનનું દૃષ્ટાંત ૨૦૧ પ.પૂ.પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત પ્રમાદીઓના દૃષ્ટાંતો ૪૯૦ પ્રદ્યુમ્નના પૂર્વભવનું દૃષ્ટાંત ૫૦૨ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત ૨૧૫ પ્રદ્યુમ્નકુમારનું દૃષ્ટાંત ૪૫૮ ફકીરનું દૃષ્ટાંત ૩૮૨ બગલાનું દૃષ્ટાંત ૨૩૦ બગલા ઉડાવનાર ૩૪૭ પુરુષનું દૃષ્ટાંત ૪૪૦ બનારસીદાસનું દૃષ્ટાંત ૩૮૨ બનારસીદાસનું દૃષ્ટાંત ૩૫૦ બળરામ મુનિનું દૃષ્ટાંત ૩૬૫ બાદશાહનું દૃષ્ટાંત ૩૯૧ બાબરાભૂતનું દૃષ્ટાંત ૪૧૬ બાહુબલિજીનું દૃષ્ટાંત ‰ બાદશાહ અને ઊંટનું હૃ॰ ૩૧૧ બે કાચબાનું દૃષ્ટાંત ૫૦૪ બે બ્રાહ્મણભાઈઓનું રૃ ૩૨ બંગડીના વેપારીનું દૃષ્ટાંત ૫૨ બ્રહ્માનું દૃષ્ટાંત ૧૭૪ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું ૧૭૬ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત ૨૭૮ બ્રાહ્મણનું દૃષ્ટાંત ૪૬૪ બ્રાહ્મણનું દૃષ્ટાંત ૩૨૧ બ્રાહ્મણનું દૃષ્ટાંત ૪૬૦ બ્રાહ્મણીનું દૃષ્ટાંત ૩૪ ભરતના પુત્રોનું દૃષ્ટાંત ૧૧૪ ભરતેશ્વરનું દૃષ્ટાંત ૧૪૪ ભગવાન મહાવીરનું દૃષ્ટાંત ૨૩૨ ભરતરાજાનું દૃષ્ટાંત ૩૬ ભદ્રિક નોકરનું દૃષ્ટાંત ૩૬૦ ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત ૩૮૬ ભાનુદત્ત પૂર્વઘરનું દૃષ્ટાંત ૪૫૩ ભાવનગરના રાજાનું દૃષ્ટાંત ૩૬૬ ભારવાહકનું દૃષ્ટાંત ૪૮૫ ભિખારીના ખેદનું દૃષ્ટાંત ૪૬૪ ભીમ સોનીનું દૃષ્ટાંત (૬) પૃષ્ઠ દૃષ્ટાંત ૪૦૦ ભીલોનું દૃષ્ટાંત ભૂંડ અને સિંહનું દૃષ્ટાંત ૨ ભોજરાજાનું પત ૨૪૪ ભોજરાજાનું દૃષ્ટાંત ૧૮ ભોસાનું રૂપાંત ૩૦ ભોજરાજાનું દૃષ્ટાંત મહેશ્વર વણિકનું દૃષ્ટાંત ૧૩૩ મલ્લિનાથ ભગવાનનું ૨૦૭ મરિચિનું દૃષ્ટાંત ૨૯૦ મમ્મણશેઠનું દૃષ્ટાંત ૨૯૫ મહણસિંહનું દૃષ્ટાંત ૩૮૬|મલ પરિષહ ઉપર ૭૮ સુનંદ શ્રાવકની કથા ૪૦ મચ્છીમાર ચોરનું દૃષ્ટાંત નબાનું વાંત પૃષ્ઠ |૪૧૩ ૩૭૦ ૫૦૬ મૂર્ખનું દૃષ્ટાંત ૧૭૩ મૂળદેવનું દૃષ્ટાંત ૨૨૩ મૃગાપુત્રનું દૃષ્ટાંત ૩૮૪ મૃગસુંદરીનું દૃષ્ટાંત ૧પ૭ કૈપકુમારનું દૃષ્ટાંત ૪૮ મેતાર્યમુનિનું દૃષ્ટાંત ૨૫૦ મેઘરાજાનું દૃષ્ટાંત ૩૫ મંત્ર આચાર્યનું દૃષ્ટાંત ૨૦૪ યશોબ્રહ્મરાજાનું દૃષ્ટાંત ૭૪ વીઘરરાજાનું દુષ્ટાંત ૧૮૯ યાચના પરિષહ ઉપર ૧૬ બળભદ્રમુનિની કથા ૪૬ યાજ્ઞવલ્કયનું દૃષ્ટાંત ૯૨ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત ૨૨૧ રત્નાકરસૂરિનું ક્યાંત ૨૩૪ રામાખીનું પુરાંત ૪૨૬ રાવણનું દૃષ્ટાંત ૫૫ રાજા અને મંત્રીનું દૃષ્ટાંત ૩૦૦ રાજા અને સાળાનું દૃષ્ટાંત ૩૦૯ રાજા પ્રજાનું દૃષ્ટાંત ૩૦૮ રામદાસ સંતનું દૃષ્ટાંત ૧૯૬ રાષ્ટ્રકૂટનું દૃષ્ટાંત ૧૩૦૦ ૧૩૩૦ ૩૫૮ ૩૭૨ ૧૪ ૨૭ ૨૯ ૬૨ ૧૧૩ ૧૩૨ ૨૩૮ ૨૭૧ ૩૨૪ ૪૨૨ ૨૭૨ મલ્લિકુમારીનું દૃષ્ટાંત ૨૫૬ મદાલસાનું દૃષ્ટાંત ૩૯૭ મરુભૂતિનું દૃષ્ટાંત ૪૪૮ માસખમણવાળા મુનિનું ॰ ૩૧૧ ૫૨ મારીકડીસીનું દૃષ્ટાંત ૪૯૨ ૩૧૩ ૧૦૧ માના ગોળા જેવા) ૨૫૪ ૩૯૯ ૪૨૮ ૩૩૫ ૩૯૪ ૨૮૬ |૩૩૯ ૪૨૧ |૧૪૮ ૨૦૯ ૩૬૨ા ૧૩૦ ૩૦૬ ૪૧૮ ૪૦ ૨૨૮ ૩૭ ૭૬ ૭૯ ૧૪૦ ૨૪૫ ૨૮૨ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮૮ (૨૮ - ૩૬૮ દ્રષ્ટાંત ૧0૫ ૩૪૧ ૧૧૩) સાતસો મહાનીતિમાં આવેલ ૪૬૦ દ્રષ્ટાંતોની સૂચિ દ્રષ્ટાંત | પૃષ્ઠ | દૃષ્ટાંત | પૃષ્ઠ | દ્રષ્ટાંત | પૃષ્ઠ દ્રષ્ટાંત | પૃષ્ઠ | રામકૃષ્ણના શિષ્યનું ૩૦૬|શિવાજીનું દ્રષ્ટાંત ૧૧|સુભૂમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત ર૦૦| શ્રી દંડવીર્યનું દ્રષ્ટાંત રાજા ચિત્રસેનનું દ્રષ્ટાંત ૩૭૦'શીલવતીનું દ્રષ્ટાંત | ૧૯ સુઘનશેઠનું દ્રષ્ટાંત ર૦૨| શ્રીઘરનું દૃષ્ટાંત રાજકુમારીનું દ્રષ્ટાંત ઉ૫૩ શીલવતીનું દૃષ્ટાંત ૨૫૩ સુલસનું દૃષ્ટાંત ૨૦૮ શ્રી પોપટભાઈનું દ્રષ્ટાંત ૬૮ રિપુપ્રતિ શત્રુરાજાનું દ્ર- ૩૮૪ શીત પરિષહ ઉપર સુબુદ્ધિશેઠનું દ્રષ્ટાંત ૨૪૦| શ્રી પોપટભાઈ ને રોગ પરિષહ ઉપર | ભદ્રબાહુ સ્વામીના સુધર્મા શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૩૦૭મહોકમચંદનો પ્રસંગ પ૦૨ કાળવૈશિકમુનિની કથા|૧૩૧|શિષ્યોની કથા ) |૧૨૭ સુજાત શેઠનું દ્રષ્ટાંત ૩૩૬| શ્રીભૂતિ પુરોહિતનું દૃષ્ટાંત ૨૬૭ રોહિણીનું દ્રષ્ટાંત | |૧૯૫શીતળદાસ બાવાનું દ્રવ |૧૫ ૧|સુદર્શનાનું દ્રષ્ટાંત ૩૩૮| શ્રીમતીનું દ્રષ્ટાંત રોહગુણનું દ્રષ્ટાંત ૨૯૩| શુભંકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત | ૪૫|સુરસુંદરીનું દ્રષ્ટાંત ૩૮૫ શ્રીમતીનું દ્રષ્ટાંત રોઢમુનિનું દ્રષ્ટાંત ૩૯૩|શભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૨૯૬|સૂબાનું દ્રષ્ટાંત | ૪૪| શ્રી મનસુખભાઈ લાખના ગોળા જેવા શુભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૪૮૧|સૂર અને ચંદ્રનું દ્રષ્ટાંત ર ૧૯| કિરતચંદનો પ્રસંગ જીવનું દ્રષ્ટાંત છે ૨૫૪ શૂરસેન અને મહિસેનનું સેવીયા સાધુનું દ્રષ્ટાંત ૧૨૪ શ્રી યશોવિજયજીનું દ્રષ્ટાંત |૨૭૮ લીલાવતીનું દ્રષ્ટાંત U૪૯૫ ડુકવિપ્રનું દૃષ્ટાંત ૪૫૪| શ્રી યશોવિજયજી અને લુથરનું દ્રષ્ટાંત ૨ શ્વેતાંગુલિ પુરુષનું દ્રષ્ટાંત ૨૭૨ સોમાસતીનું દ્રષ્ટાંત | ૨૯| શ્રીનયવિજયજીનું દૃષ્ટાંત લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૪૨ શેઠ શેઠાણીનું દ્રષ્ટાંત |૩૯૮|સોમિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત ર૧૪| શ્રી રતનબેનનું દ્રષ્ટાંત વનમાળાનું દ્રષ્ટાંત "સતી સીતાનું દૃષ્ટાંત | ૨૨ સોમશ્રીનું દ્રષ્ટાંત ૩૯૫ શ્રી રામનું દ્રષ્ટાંત ૨૦૯ વરદત્તની કથા સગર રાજાનું દ્રષ્ટાંત | ૪૭|સંગમદેવનું દ્રષ્ટાંત ૮૭| શ્રી રાયચંદ રતનશીનું વ્રુવ ઘનગિરિનું દૃષ્ટાંત ૨૪૨| *સતી થવા તૈયાર થયેલો| સંન્યાસીનું દ્રષ્ટાંત ૧૮૫ શ્રી શય્યભવસૂરિનું દ્રષ્ટાંત ૨૫૯ વજસ્વામીનું દ્રષ્ટાંત બાઈનું દ્રષ્ટાંત | ૯૯|સંપ્રતિરાજાનું દ્રષ્ટાંત ૪૨૮| શ્રી શુભચંદ્રાચાર્ય અને વજસ્વામીનું દ્રષ્ટાંત 'સત્કાર પરિષહ ઉપર સંસારદર્શન (મધુબિંદુ)નું દ્ર. ૨૮૯ ભર્તુહરિનું દ્રષ્ટાંત છે |૧૮૬ વસુભૂતિનું દૃષ્ટાંત સાધુ તથા શ્રાવકની કથા|૧૩૨સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત ૮૧| શ્રી સાકરબેનનું દ્રષ્ટાંત વથ પરિષહ ઉપર સ્કંદકાચાર્યની કથા સરસ્વતીચંદ્રનું દ્રષ્ટાંત ૨૩૫સ્થૂિલિભદ્રનું દ્રષ્ટાંત ૨૯૧| શ્રી સોભાગભાઈનું દ્રષ્ટાંત ||૧૩૦ વસુરાજાનું દ્રષ્ટાંત સતી અંજનાનું દ્રષ્ટાંત ૩૯૫ સ્ત્રી પરિષહ ઉપર | શ્રી સંભવનાથ પ્રભુનું દ્રવ સતી સુલસાનું દૃષ્ટાંત વસુદેવનું દ્રષ્ટાંત ૪૩૧|સ્થૂલિભદ્રમુનિની કથા ૩૪૩ ૧૨૯| શ્રી હરિભદ્રસૂરિનું દ્રષ્ટાંત વઢકણી રાણીનું દ્રષ્ટાંત સનતકુમાર ચક્રવર્તીનું | |હિંસા ન કરવા માટેનું હૃ૦ ર૬૩ શ્રી હરિભદ્રસૂરિનું દ્રષ્ટાંત વસિષ્ઠ ઋષિનું દ્રષ્ટાંત દ્રષ્ટાંત / ૪૧૯ ૪૬૬ હોળીકાનું દ્રષ્ટાંત ૪૭૫ શ્રેણિકરાજાનું દ્રષ્ટાંત વસ્તુપાલ તેજપાલનું વૃ૦ ૪૮૯| સાવદ્યાચાર્યનું દ્રષ્ટાંત | ૬૬ હંસનું દ્રષ્ટાંત ૧૧૮ શ્રેણિકરાજાના ભીલભવની વારિષણનું દ્રષ્ટાંત સાથ્વી અવિચલશ્રીનું | હંસરાજાનું દ્રષ્ટાંત ર૧૨ દ્રષ્ટાંત વાનર સુગરીનું દૃષ્ટાંત ૩૭રદ્રિષ્ટાંત છે ૨૮૯| હંસ અને કેશવનું દ્રષ્ટાંત ર૭૫| ક્ષમા રાખનાર શેઠની વિવેકાનંદનું દ્રષ્ટાંત | ૧૬૨ સાગર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૨૯૮ હંસ અને ઘુવડનું દ્રષ્ટાંત ૪૦૭ દ્રષ્ટાંત વિશ્વનંદીનું દ્રષ્ટાંત | ૩૧ સિકંદરનું દ્રષ્ટાંત ૨૩૫ શ્રવણેન્દ્રિના બળનું દ્રષ્ટાંત ર ૧૮| સુધા પરિષહ ઉપર વિનયરત્નનું દ્રષ્ટાંત | ૭૪/સિદ્ધસેન દિવાકર) શ્રી અમરચંદજીનું દૃષ્ટાંત ૪૧૪| હસ્તીભૂતની કથા છે વિદ્યાપતિશેઠનું દ્રષ્ટાંત ર૪૦મુનિનું દૃષ્ટાંત ૩૨૫ શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત ૪૮૫ મર્ષિ મુનિનું દ્રષ્ટાંત વિક્રમાદિત્યનું દ્રષ્ટાંત ૪૩૩|સિહ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૯૧ શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત ૩૪૪| ઋષભદેવ ભગવાનનું વિક્રમાદિત્યનું દ્રષ્ટાંત ૪૩૩|સિંહ કેસરીયા મુનિનું | શ્રી જેસીંગભાઈ શેઠનું દ્ર૪૯૭ી દ્રષ્ટાંત શ્રી જેસીંગભાઈ શેઠન ૮ ૯ ઈ. વેગવતીનું દ્રષ્ટાંત ૧૯૪|દ્રષ્ટાંત ઈ |૧૨૪ શ્રી જેસીંગભાઈનું દ્રષ્ટાંત | ૬૮ શ્રી ઋષભદેવ, ભરત,) વંકચૂળનું દ્રષ્ટાંત ૧૧૬ સિંહ ગુફાવાસી મુનિનું | | શ્રીકાંત શેઠનું દ્રષ્ટાંત ર૬૫] બાહુબલી આદિના વંચક શેઠનું દ્રષ્ટાંત ૪૮૬/ડ્રષ્ટાંત ઈરિ ૧૭| શ્રી કૃષણનું દ્રષ્ટાંત ૪૧૮|પૂર્વભવનું દ્રષ્ટાંત શધ્યા પરિષહ ઉપર || સિંહ સસલાનું દ્રષ્ટાંત ૪૧૪ શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત ૪૪૯| શ્રી ઋષભપ્રભુના સોમદત્ત અને સોમદેવ | સુમતી અને નાગિલનું | શ્રી કૃષ્ણ અને પુત્રીઓનું | |પૂર્વભવનું દ્રષ્ટાંત મુનિની કથા |૧૨|ડ્રષ્ટાંત છે ૧૩ દ્રષ્ટાંત | ૯૪ શ્રી ઋષભદત્ત શ્રેષ્ઠીની શાંતિનાથ ભગવાનનું દ્ર/૧૭૪|સુમિત્રમંત્રીનું દ્રષ્ટાંત | ૮ | શ્રી ઠાકરશીભાઈનો પ્રસંગ ૪૯|દ્રષ્ટાંત શાલિભદ્રનું દ્રષ્ટાંત ૩૩ સુદર્શન શેઠનું દ્રષ્ટાંત |૧૦| શ્રી દામજીભાઈ શાલિભદ્રનું દ્રષ્ટાંત ૩૩૪|સુભદ્રાનું દ્રષ્ટાંત ૧૧૦મુંબઈવાળાનો પ્રસંગ ૪૯૭ શાલિભદ્ર કુમારનું દ્રષ્ટાંત ૩૨૫ સુભદ્રા સતીનું દ્રષ્ટાંત ૨૨૬ શ્રી દુલ્લભજીનું દૃષ્ટાંત ૩૪૩ |૨૧૧ - 9 S Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧૦. ૫૦, ક્રમાંક મહાનીતિ | પૃષ્ઠ | ક્રમાંક | મહાનીતિ | સત્ય પણ કરુણામય બોલવું. ૪૧ દંપતીસહવાસ લેવું નહીં. ૨| નિર્દોષ સ્થિતિ રાખવી. ૪૨ મોહનીય સ્થાનકમાં રહું નહીં. ૩વૈરાગી હૃદય રાખવું. એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા ૪| દર્શન પણ વૈરાગી રાખવું. પ્રયત્ની છું. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. ૪૪] લોકનિંદાથી ડરું નહીં. ૬] બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. ૪૫| રાજ્યભયથી ત્રાસું નહીં. | આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ. ને ૪૬ અસત્ય ઉપદેશ આપું નહીં. વશ કરવાં. ૪૭| ક્રિયા સદોષી કરું નહીં. | સંસારની ઉપાથિથી જેમ બને તેમ વિરક્ત થવું. અહંપદ રાખું કે ભાખું નહીં. ૯| સર્વ-સંગઉપાથિ ત્યાગવી. ૪૯| સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. | ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. | નિઃસ્વાર્થપણે વિહાર કરું. તત્ત્વધર્મ સર્વજ્ઞતાવડે પ્રણીત કરવો. ૫૧| અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. પર ઘર્માનુરક્ત દર્શનથી વિચરું. | સઘળી સ્થિતિ તેમજ. ૫૩ | સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. | વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. ક્રોથી વચન ભાખું નહીં. | સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. પાપી વચન ભાખું નહીં. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. | અસત્ય આજ્ઞા ભાખું નહીં. ૧૭| સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. | અપથ્ય પ્રતિજ્ઞા આપું નહીં. | શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. | સૃષ્ટિસૌંદર્યમાં મોહ રાખું નહીં. ૧૯| શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૫૯| સુખ દુઃખ પર સમભાવ કરું. | મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ.| ૬૦| રાત્રિભોજન કરું નહીં. | વેશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ. ૬૧ જેમાંથી નશો, તે સેવું નહીં. ૨૨ | મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૬૨ પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાડું નહીં. ૨૩ | નિરીક્ષણ કરું નહીં. ૬૩| અતિથિનું સન્માન કરું. ૨૪ | હાવભાવથી મોહ પામું નહીં. ૬૪| પરમાત્માની ભક્તિ કરું. ૨૫ | વાતચીત કરું નહીં. ૬૫ પ્રત્યેક સ્વયંબુઘને ભગવાન માનું. ૨૬| એકાંતે રહું નહીં. ૬૬ તેને દિન પ્રતિ પૂજ. | સ્તુતિ કરું નહીં. ૬૭| વિદ્વાનોને સન્માન આપું. | ચિંતવન કરું નહીં. ૬૮| વિદ્વાનોથી માયા કરું નહીં. શૃંગાર વાંચું નહીં. માયાવીને વિદ્વાન કર્યું નહીં. ૩૦ |વિશેષ પ્રસાદ લઉં નહીં. ૭૦| કોઈ દર્શનને નિંદું નહીં. | સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. ૭૧] અથર્મની સ્તુતિ કરું નહીં. | સુગંધી દ્રવ્ય વાપરું નહીં. એકપક્ષી મતભેદ બાંધું નહીં. | સ્નાન મંજન કરું નહીં. ૭૩| અજ્ઞાન પક્ષને આરાધું નહીં. ૩૪ |(આ સ્થાને વાક્ય નથી). ૭૪ | આત્મપ્રશંસા ઇચ્છું નહીં. ૩૫ | કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. ૭૫ પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. ૩૬ ] વીર્યનો વ્યાઘાત કરું નહીં. ૭૬ માંસાદિક આહાર કરું નહીં. ૩૭] વધારે જળપાન કરું નહીં. ૭૭ તૃષ્ણાને શમાવું. ૩૮ | કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. ૭૮ તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. ૩૯ | હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી). ૭૯| તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. ૪૦ | શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. ૮૦| યોગવડે હૃદયને શુક્લ કરવું. ૨૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૯૦) ૯૧ | ક્રમાંક| મહાનીતિ ૮૧ અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. ૮૨) અસંભવિત કલ્પના કરું નહીં. ૮૩| લોક અહિત પ્રણીત કરું નહીં. ૮૪ | જ્ઞાનીની નિંદા કરું નહીં. ૮૫| વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. વૈરભાવ કોઈથી રાખું નહીં. ૮૭| માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. ૮૮| રૂડી વાટે તેમનો બદલો આપું. ૮૯ તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. | સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તુ. (આ સ્થાને વાક્ય નથી). ૯૨| ઉતાવળો ચાલું નહીં. ૯૩| જોસભેર ચાલું નહીં. ૯૪ મરોડથી ચાલું નહીં. ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં. ૯૬ વસ્ત્રનું અભિમાન કરું નહીં. ૯૭ વઘારે વાળ રાખું નહીં. | ચપોચપ વસ્ત્ર સજા નહીં. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. | ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. ૧૦૨] શાંત ચાલથી ચાલું. ૧૦૩| ખોટો ભપકો કરું નહીં. ૧૦૪] ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. ૧૦૫ િષમાત્રનો ત્યાગ કરું. ૧૦૬] રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. ૧૦૭| વૈરીના સત્ય વચનને માન આપું. ૧૦૮|(૧૦૮ થી ૧૧૫ સુઘી વાક્ય નથી). ૧૧૬| વાળ રાખું નહીં. (ગૃ૦) ૧૧૭ | કચરો રાખું નહીં. | ગારો કરું નહીં–આંગણા પાસે. ૧૧૯ ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. (સાધુ) | ફાટેલ કપડાં રાખું નહીં. (સાધુ) | અણગળ પાણી પીઉં નહીં. ૧૨૨ પાપી જળું નાણું નહીં. ૧૨૩ વઘારે જળ ઢોળું નહીં. ૧૨૪ વનસ્પતિને દુઃખ આપું નહીં. ૧૨૫] અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬ પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. ૧૨૭|રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. ૧૨૮| રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. | પૃષ્ઠ | ક્રમાંક| મહાનીતિ | પૃષ્ઠ 2 ૧૨૯| વિષયનું ઔષઘ ખાઉં નહીં. ૧૩૦| ખોટી ઉદારતા સેવું નહીં. ૧૩૧| કૃપણ થાઉં નહીં. આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. ૧૩૩| આજીવિકા માટે ઘર્મ બોક્યુ નહીં. ૧૩૪ વખતનો અનુપયોગ કરું નહીં. ૧૩૫| નિયમ વગર કૃત સેવું નહીં. ૧૩૬] પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. ૧૩૭| સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. ૧૩૮] | તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં. ૧૩૯] તત્ત્વ આરાધતાં લોકનિંદાથી ડરું નહીં. ૧૪૦] | તત્ત્વ આપતાં માયા કરું નહીં. ૧૪૧ સ્વાર્થને ઘર્મ ભાખું નહીં. ૧૪૨ ચારે વર્ગને મંડન કરું. ૧૪૩| ઘર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ૧૪૪| | ઘર્મ વડે અર્થ પેદા કરું. ૧૪૫| જડતા જોઈને આક્રોશ પામું નહીં. ૧૪૬| ખેદની સ્મૃતિ આણું નહીં. ૧૪૭ મિથ્યાત્વને વિસર્જન કરું. ૧૪૮| અસત્યને સત્ય કહ્યું નહીં. ૧૪૯| શૃંગારને ઉત્તેજન આપું નહીં. ૧૫૦| હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. ૧૫૧| સૃષ્ટિનો ખેદ વઘારું નહીં. પપ ૧૫૨| ખોટી મોહિની પેદા કરું નહીં. ૧૫૩| વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. ૧૫૪| વિનયને આરાધી રહ્યું. ૧૫૫ માયાવિનયનો ત્યાગ કરું. અદત્તાદાન લઉં નહીં. ૧૫૭ ક્લેશ કરું નહીં. ૧૫૮] દત્તા અનીતિ લઉં નહીં. ૧૫૯| દુઃખી કરીને ઘન લઉં નહીં. ૧૬૦| ખોટો તોલ તોળું નહીં. ૧૬૧| ખોટી સાક્ષી પૂરું નહીં. ૧૬૨| ખોટા સોગન ખાઉં નહીં. ૧૬૩| હાંસી કરું નહીં. ૧૬૪| સમભાવથી મૃત્યુને જોઉં. ૧૬૫| મોતથી હર્ષ માનવો. ૧૬૬] કોઈના મોતથી હસવું નહીં. | ૧૬૭| વિદેહી હૃદયને કરતો જઉં. | ૧૬૮| વિદ્યાનું અભિમાન કરું નહીં. ૬૧ | ૧૬૯| ગુરુનો ગુરુ બનું નહીં. ૫૫ ૧૨૦ ( ૯) Page #10 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક મહાનીતિ ૧૭૦ અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. ૧૭૧ | ખોટું અપમાન તેને આપું નહીં. ૧૭૨ | અકરણીય વ્યાપાર કરું નહીં. |૧૭૩ ૨૪ વગરનું વાતૃત્વ સેવું નહીં. ૧૭૪ | તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. ૧૭૫ શાસ્ત્ર વાંચું. ૧૭૬ પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. ૧૭૭ સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ૧૭૮ | સંતોષની પ્રયાચના કરું, ૧૭૯ | સ્વાત્મભક્તિ કરું. ૧૮૦ | સામાન્ય ભક્તિ કરું.૮૫ ૧૮૧ | અનુપાસક થાઉં. ૧૮૨ નિરભિમાની થાઉં. ૧૮૩ | મનુષ્ય જાતિનો ભેદ ન ગણું. ૧૮૪ જડની દયા ખાઉં. ૧૮૫ | વિશેષથી નયન ઠંડા કરું. ૧૮૬ | સામાન્યથી મિત્ર ભાવ રાખું. ૧૮૭ પ્રત્યેક વસ્તુનો નિયમ કરું, ૧૮૮ | સાદા પોશાકને ચાહ્યું.૯૦ ૧૮૯ | મધુરી વાણી ભાખું. ૧૯૦ મનોવીરત્વની વૃદ્ધિ કરું. ૧૯૧ | પ્રત્યેક પરિષહ સહન કરું. ૧૯૨ | આત્માને પરમેશ્વર માનું. ૧૯૩ | પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે). 33 ૧૯૪ | ખોટાં લાડ લડાવું નહીં. ૧૯૫ | મલિન રાખું નહીં. ૧૯૬ | અવળી વાતથી સ્તુતિ કરું નહીં. '' 33 ૧૯૭ મોહિનીભાવે નીરખું નહીં. ૧૯૮ | પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. '' ૧૯૯ | સમવય જોઉં. ૨૦૫ સુવાસી માજ માં નથી. ૨૦૬ ધર્મકથા કરું. ૨૦૭ | નવરી રહ્યું નહીં. ૨૦૮ | તુચ્છ વિચાર પર જઉં નહીં. 33 ૨૦૦ સમગુણ જોઉં. ૨૦૧ | તારો સિદ્ઘાંત ત્રુટે તેમ સંસારવ્યવહાર "" ન ચલાવું. ૨૦૨ | પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. ૨૦૩ | તત્ત્વથી કંટાળું નહીં. ૨૦૪ વિધવા છું. તારા ઘર્મને અંગીકૃત કરું. (વિધવા ઇચ્છા કરે છે) અનુક્રમણિકા ક્રમાંક મહાનીતિ ૨૦૯ | સુખની અદેખાઈ કરું નહીં. ૨૧૦ | સંસારને અનિત્ય માનું. ૨૧૧ શુદ્ધ ચર્ષનું સેવન કર્યું. પરઘેર જઉં નહીં. પૃષ્ઠ ૮૨ ૮૩ ૮૩ ૮૪ ૮૪ ૮૫ ૮૫ ૮૫ ૮૫ ૮૫ જગ ૨ ૩ ૪ ૮૭ 99333 33 3 3 3 3 3 ૯૦ ૯૨ ૯૨ ૯૩ ૯૩ ૯૩ ૯૪ ૯૪ ૯૫ ૯૫ ૐ ” છુ ૯૯ ૯૯ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૨૧૨ ૨૧૩ ૨૧૪ ચંચળતાથી માથું નથી. ૨૧૫| તાળી દઈ વાત કરું નહીં. કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. ૨૧૬ | પુરુષલક્ષણ રાખું નહીં. ૨૧૭ કોઈના કહ્યાથી રોષ આણું નહીં. ૨૧૮ | ત્રિદંડથી ખેદ માનું નહીં. ૨૧૯ મોવૃષ્ટિથી વસ્તુ નીરખું નહીં. ૨૨૦ હ્રદયથી બીજું રૂપ રાખું નહીં. ૨૨૧ સેવ્યની શુદ્ધ ભક્તિ કરું. (સામાન્ય) ૨૨૨ નીતિથી ચાલું. ૨૨૩ તારી આજ્ઞા તોડું નહીં. ૨૨૪ અવિનય કરું નહીં. ૨૨૫ ગળ્યા વિના દૂધ પીઉં નહીં. ૨૨૬ તેં ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. ૨૨૭ પાપથી જય કરી આનંદ માનું નહીં. ૨૨૮ ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. ૨૨૯ નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં. ૨૩૦ ગુસ્સોર્યની વૃદ્ધિ કરું. ૨૩૧ | સારાં સ્થાનની ઇચ્છા ન કરું. ૨૩૨ | અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વ ભાવ) ૨૩૩ | કેશલોચન કરું. ૨૩૪ પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૩૫ | તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. ૨૩૬ કંદમૂળનું ભક્ષણ ન કરું. ૨૩૭ કોઈ વસ્તુ જોઈ રાચું નહીં. ૨૩૮ | આજીવિકા માટે ઉપદેશક થાઉં નહીં. (૨) ૨૩૯ | તારા નિયમને તોડું નહીં. ૨૪૦ | શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. ૨૪૧ | તારા નિયમનું મંડન કરું. ૨૪૨ | ૨સગારવ થઉં નહીં. ૨૪૩| કષાય ધારું નહીં. ૨૪૪ બંધન રાખું નહીં. ૨૪૫ | અબ્રહ્મચર્ય સેવું નહીં. ૨૪૬ આત્મ પરાત્મ સમાન માનું. (૨) ૨૪૭ લીધો ત્યાગ ત્યાગું નહીં. ૨૪૮ | પૃષા ઇ૰ ભાષણ કરું નહીં. ૨૪૯ | કોઈ પાપ સેવું નહીં. (૧૦) પૃષ્ઠ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૬ ૧૨૬ ૧૩૫ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૫ ૧૪૭ ૧૪૯ ૧૫૫ ૧૫૬ ૧૬૦ ૧૬૦ ૧૬૨ ૧૬૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ ૧૯૬ ૧૯૭ ૧૬૫ ૧૯૮ ૨૫૩ ૧૬૯ રહો ૧૭૧ | ૧૯૮ ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૧૭૩ ૨૦૧ ૨૦૪ ૨૦૪ ૨૦૭ ૨૦૮ ૨૬૪ ૧૭૬ ૨૧૦ ૨૧૧ ૦ فی ૦ ف ૦ ક ف ૦ ન | ક્રમાંક| મહાનીતિ પૃષ્ઠ | ક્રમાંક | મહાનીતિ ૨૫૦ અબંઘ પાપ ક્ષમાવું. ૧૬૪ ૨૮૯| અસત્યથી રાચું નહીં. (૨) ૨૫૧ | ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ સામાન્ય) | ૨૯૦| ખડખડ હસું નહીં. (સ્ત્રી) ૨૫૨ | ગુરુના ઉપદેશને તોડું નહીં. ૧૬૭ ૨૯૧| કારણ વિના મોં મલકાવું નહીં. | ગુરુનો અવિનય કરું નહીં. ર૯૨| કોઈ વેળા હસું નહીં. ૨૫૪ | ગુરુને આસને બેસું નહીં. ૨૯૩| મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. ૨૫૫ | કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. ૧૭૧ ૨૯૪| સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ) ૨૫૬ | તેથી શુ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. ૧૭૧] ૨૯૫ સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃ૦મુ૦) ૨૫૭| મનને સ્થિતિસ્થાપક રાખું. ૨૯૬| સ્થિતિનો ખેદ કરું નહીં. ૨૫૮ વચનને રામબાણ રાખું. ૧૭૩ ૨૯૭| ખોટો ઉદ્યમ કરું નહીં. ૨૫૯| કાયાને કૂર્મરૂપ રાખું. ૧૭૩ ૨૯૮| અનુદ્યમી રહ્યું નહીં. | હૃદયને ભ્રમરરૂપ રાખું. ૧૭૪ ૨૯૯| ખોટી સલાહ આપે નહીં. (ગૃ૦) ૨૬૧ | હૃદયને કમળરૂપ રાખું. ૧૭૪ ૩૦૦] પાપી સલાહ આપે નહીં. ૨૬૨ હૃદયને પથ્થરરૂપ રાખું. ૧૭૫ ૩૦૧, ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) ૨૬૩ | હૃદયને લીંબુરૂપ રાખું. ૧૭૫ ૩૦૨] ખોટી આશા કોઈને આપું નહીં. હૃદયને જળરૂપ રાખું. (ગૃ૦ મુઇબ્રન્ટ ઉ૦) ૨૬૫ હૃદયને તેલરૂપ રાખું. ૧૭૬ ૩૦૩ અસત્ય વચન આપું નહીં. હૃદયને અગ્નિરૂપ રાખું. ૧૭૭ ૩૦૪| સત્ય વચન ભંગ કરું નહીં. ૨૬૭ હૃદયને આદર્શરૂપ રાખું. ૧૭૭ ૩૦૫] પાંચ સમિતિને ઘારણ કરું. (મુ) ૨૬૮ હૃદયને સમુદ્રરૂપ રાખું. ૧૭૮ ૩૦૬| અવિનયથી બેસું નહીં. ૨૬૯] વચનને અમૃતરૂપ રાખું. ૧૭૮ | ૩૦૭ ખોટા મંડળમાં જઉં નહીં. (ગુમુ) ૨૭૦ વચનને નિદ્રારૂપ રાખું. ૧૭૮ ૩૦૮| વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. ૨૭૧ વચનને તૃષારૂપ રાખું. ૧૭૯ ૩૦૯| એનાં વચન શ્રવણ કરું નહીં. ૨૭૨ | વચનને સ્વાવીનરૂપ રાખું. ૧૭૯ ૩૧૦| વાજિંત્ર સાંભળ્યું નહીં. ૨૭૩ કાયાને કમાનરૂપ રાખું. ૧૮૦ ૩૧૧| વિવાહવિધિ પૂછું નહીં. ૨૭૪ | કાયાને ચંચળરૂપ રાખું. ૩૧૨| એને વખાણું નહીં. ૨૭૫ | કાયાને નિરપરાધી રાખું. ૩૧૩| મનોરમ્યમાં મોહ માનું નહીં. ૨૭૬ કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) ૩૧૪| કર્માઘર્મી કરું નહીં. (ગૃ૦) ૨૭૭ | તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. ૩૧૫ | સ્વાર્થે કોઈની આજીવિકા તોડું નહીં. (ગૃ૦) (તપસ્વીની ઇચ્છા) ૩૧૬] વઘબંધનની શિક્ષા કરું નહીં. ૨૭૮ શીતળ છાયા લઉં છું. ૩૧૭| ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા.) ૨૭૯ | સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. ૧૮૩ ૩૧૮] | નિયમ વગર વિહાર કરું નહીં. (મુ) ૨૮૦ માયાથી દૂર રહું છું. ૩૧૯ વિષયની સ્મૃતિએ ધ્યાન ઘર્યા વિના ૨૮૧ પ્રપંચને ત્યાગું છું. રહું નહીં. (મુગૃધ્ર ઉ૦) ૨૮૨ | સર્વ ત્યાગવસ્તુને જાણું છું. ૧૮૭ ૩૨૦| વિષયની વિસ્મૃતિ જ કરું. (મુક ગૃધ્ર ઉ૦) ૨૮૩ખોટી પ્રશંસા કરું નહીં. ૩૨૧| સર્વ પ્રકારની નીતિ શીખું. (મુ. ગૃધ્ર ઉ૦) (મુ.બ્ર. ઉ૦ ગૃહ સામાન્ય) ૩૨૨| ભયભાષા ભાખું નહીં. ૨૮૪ | ખોટું આળ આપું નહીં. ૩૨૩| અપશબ્દ બોલું નહીં. ૨૮૫ | ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. ૧૮૯ ૩૨૪| કોઈને શિખડાવું નહીં. ૨૮૬ | કુટુંબફ્લેશ કરું નહીં. (ગૃહ ઉ૦) ૧૯૧ ૩૨૫| અસત્ય મર્મ ભાષા ભાખું નહીં. ૨૮૭| અભ્યાખ્યાન ઘારું નહીં. (સા) ૧૯૩ ૩૨૬ લીધેલો નિયમ કર્ણોપકર્ણ રીતે તોડું નહીં. ૨૮૮| પિજીન થઉં નહીં. ૧૯૪| ૩૨૭, પૂંઠચૌર્ય કરું નહીં. ૦ ત م م ૦ છે ૦ \ م ૧૮૦ | ૦ \ ૧૮૦ ૦ \ م ૦ 6 ف ૦ 6 ૨૨૦ ૦ o ૨૨૧ ૨૨૧ نهم ૧૮૭ ૨૨૨ ૨૨૨ ૨૨૪ ૧૮૭ ૦ ૦ ૦ niin 22 ૦ ૦ ૨૨૯ (૧૧) Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક મહાનીતિ પૃષ્ઠ ૨૨૯ ૨૩૨ ૩૨૮ અતિધિનો તિરસ્કાર કરું નહીં. (ટ્ટ) ૩૨૯ | ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ૰ઉ) ૩૩૦ | પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં. ૩૩૧ વિના ઉપયોગે દ્રવ્ય રળું નહીં. (ગૃ॰ ઉમ્ર) | ૨૩૪ ૨૩૪ ૨૩૬ ૩૩૨ અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦) ૩૩૩ વધારે વ્યાજ લઉં નહીં. ૩૩૪ હિસાબમાં ભુલાવું નહીં. ૩૩૫ સ્કૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. ૩૩૬ દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. ૩૩૭ નાસ્તિકતાનો ઉપદેશ આપું નહીં. (ઉ) ૩૩૮ | વયમાં પરણું નહીં. (ગૃ૦) ૩૩૯ | વય પછી પરણું નહીં. ૩૪૦ વય પછી સ્ત્રી ભોગવું નહીં. |૩૪૧ વચમાં સ્ત્રી ભૌગવું નહીં. ૩૪૨ કુમાર૫નીને બોલાવું નહીં, ૩૪૩ પરણીય પ૨ અભાવ લાવું નહીં. ૩૪૪ | વૈરાગી અભાવ મળ્યું નથી. (મૃતમ્) ૩૪૫ | કડવું વચન કહ્યું નહીં. |૩૪૬ | હાથ ઉગામું નહીં. ૩૪૭ | અયોગ્ય સ્પર્શ કરું નહીં. ૩૪૮ | બાર દિવસ સ્પર્શ કરું નહીં. ૩૪૯ અયોગ્ય ઠપકો આપું નહીં. ૩૫૦ | રજસ્વલામાં ભોગવું નહીં. ૩૫૧ | ઋતુદાનમાં અભાવ આણું નહીં. ૩૫૨ | શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩ સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું. ૩૫૪ નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. ૩૫૫ ખોટી રીતે ચઢાવું નહીં. ૩૫૬ દિવસે ભોગ ભોગવું નહીં. ૩૫૭ દિવસે સ્પર્શ કરું નહીં. ૩૫૮ | અવભાષાએ બોલાવું નહીં. ૩૫૯ કોઈનું વ્રત ખેંચાયું નહીં. અનુક્રમણિકા ક્રમાંક ૩૬૯| છળ કરું નહીં. ૩૭૦ નગ્ન સુઉં નહીં. ૩૭૧ | નગ્ન નાઠું નહીં. ૩૭૨ | આછાં લૂગડાં પહેરું નહીં. ૩૭૩| ઝાઝા અલંકાર પહેરું નહીં. ૩૬૦ ઝાઝે સ્થળે ભટકું નહીં. ૩૬૧ | સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. ૩૬૨ ક્રિયાશાળીને નિં નહીં. ૩૬૩ | નગ્ન ચિત્ર નિહાળું નહીં. ૩૬૪ પ્રતિમાને નિંદુ નહીં. ૩૬૫ | પ્રતિમાને નીરખું નહીં. ૩૬ પ્રતિમાને પૂછ્યું. વિળ વૃધ્ધ સ્થિતિમાં) ૩૬૭ પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) ૩૬૮ | સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) મહાનીતિ ૩૮૭ વઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. ૩૮૮ દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. ૨૩૬ ૩૭૪ | અમર્યાદાથી ચાલુ નહીં. ૩૭૫| ઉતાવળે સાદે બોલું નહીં. ૨૩૭ ૨૩૮ ૩૭૬ | પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) ૩૭૭ તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ॰ઉ) ૨૩૯ ૨૪૧ ૩૭૮ | ખેદમાં ભોગ ભોગવવો નહીં. ૨૪૨ ૩૭૯| સાંયકાળે ભોગ ભોગવવો નહીં. ૩૮૦ સાંયકાળે જમવું નહીં. ૨૪૨ ૨૪૩ ૨૪૪ ૩૮૧| અરુણોદયે ભોગ ભોગવવો નહીં. ૩૮૨ ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. ૨૪૫ ૩૮૩ ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. ૨૪૫ ૨૪૫ ૩૮૪ શૌચક્રિયા પહેલા કોઈ ક્રિયા કરવી નહીં. ૩૮૫ ક્રિયાની કાંઈ જરૂર નથી. (પરમહંસ) ૩૮૬ | ધ્યાન વિના એકાંતે રઠું નહીં. ૨૪૬ ૨૪૬ (મુ^>*૫* ) ૨૪૬ ૨૪૬ ૨૮૦ ૨૪૭ ૩૮૯ નું ઝનુના શરીરધર્મ સાચવું (ગૃહ ૨૮૧ ૨૪૭ ૩૯૦ | આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. (મુ॰) ૨૮૧ ૨૪૯ ૩૯૧ અયોગ્ય માર, બંધન કરું નહીં. ૨૪૯ ૩૨ આત્મવતંત્રતા બીઉં નહીં. બુ) ૨૮૨ ૨૮૨ ૨૪૯ ૨૪૯ ૨૮૩ ૩૯૩ બંઘનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા॰) | ૨૮૩ ૩૯૪ પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુ॰ગૃ૦) ૩૯૫ અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુ॰ગૃ‰ઉ) | ૨૮૪ ૨૫૦ ૩૯૬ બોલ્યું પણ નહીં. ૨૫૦ ૨૮૪ ૨૫૧ ૩૯૭| વણ ખપની વસ્તુ લઉં નહીં. ૨૮૫ ૨૫૧ ૩૯૮ | નાઠું નહીં. (મુ૦) ૨૮૫ ૨૫૧ ૩૯૯| દાતણ કરું નહીં. ૨૮૬ ૨૫૩ ૪૦૦ સંસારસુખ કાઈ નહીં. ૨૮૭ ૨૯૦ ૨૫૪ ૪૦૧ નીતિ વિના સંસાર ભોગવું નહીં. (ગુરુ) ૪૨ પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (1=) ૨૫૫ ૨૫૬ ૨૯૧ ૨૫૬ ૪૩ વિરુધ ગૂંથું નહીં. (મુક ગૃ૰lo) ૨૯૨ ૨૬૦ ૪૦૪ અગ્ય ઉપમા આપું નહીં. બુ બુ) | ૨૨ ૪૦૫ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુ॰ગૃ૦) ૨૬૦ ૨૯૨ ૨૬૩ ૪૦૬ | વાદયશ પ્રાપ્ત કરું નહીં. (ઉ) ૨૯૩ ૨૬૪ ૪૦૭ અપવાદથી ખેદ કરું નહીં. ૨૯૫ (૧૨) પૃષ્ઠ ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૬૯ ૨૬૯ ૨૬૯ ૨૭૦ ૨૭૦ ૨૭૨ ૨૭૫ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૬ ૨૭૭ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ به به એ به به છે به ૩૦૮ به به = = به قلم જી هی به = જી هی به 7 6 به هی 5 به هی જી به જી هی به هی જી ૩૧૫ به هی فی به فی به હં له به જે لم به له له જે અનુક્રમણિકા ક્રમાંક મહાનીતિ પૃષ્ઠ | ક્રમાંક મહાનીતિ ૪૦૮| ઘર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (ગૃ૦) ર૯૬] ૪૪૯) આદર્શમાં જોઈ હસું નહીં. ૪૦૯ દશાંશ કે–ઘર્મમાં કાઢું. (ગૃ૦) ૪૫૦| પ્રવાહી પદાર્થમાં મોટું જોઉં નહીં. ૪૧૦ સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) ૩૦૪ | ૪૫૧| છબી પડાવું નહીં. ૪૧૧| તારો બોધેલો મારો ઘર્મ વિસારું નહીં. (સર્વ) ૪૫૨] અયોગ્ય છબી પડાવું નહીં. ૪૧૨| સ્વપ્નાનંદખેદ કરું નહીં. ૪૫૩| અઘિકારનો ગેરઉપયોગ કરું નહીં. ૪૧૩ આજીવિક વિદ્યા એવું નહીં. (મુ) ૩૧૦] ૪૫૪| ખોટી હા કહ્યું નહીં. ૪૧૪ તપને વેચું નહીં. (ગૃ૦ બ્રહ) ૪૫૫] ક્લેશને ઉત્તેજન આપું નહીં. ૪૧૫ બે વખતથી વધારે જમું નહીં. (ગૃહમુહબ્રક ઉ૦) ૪૫૬| નિંદા કરું નહીં. ૪૧૬) સ્ત્રી ભેળો જમું નહીં. (ગૃ૦ ઉ૦) ૩૧૨| ૪૫૭| કર્તવ્ય નિયમ ચૂકું નહીં. ૪૧૭] કોઈ સાથે જમું નહીં. (સ) ૩૧૨| ૪૫૮| દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. ૪૧૮| પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (૩૦) ૪૫૯] ઉત્તમ શક્તિને સાધ્ય કરું. ૪૧૯| વઘારે ઓછું પથ્ય સાઘન કરું નહીં. (૩૦) ૪૬૦| શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. ૪૨૦| નીરાગીના વચનોને પૂજ્યભાવે માન આપું. ૪૬૧| દેશકાળાદિને ઓળખું. ૪૨૧| નીરાગી ગ્રંથો વાંચું. ૪૬૨| કૃત્યનું પરિણામ જોઉં. | તત્ત્વને જ ગ્રહણ કરું. ૩૧૭ ૪૬૩| કોઈનો ઉપકાર ઓળવું નહીં. ૪૨૩] નિર્માલ્ય અધ્યયન કરું નહીં. ૩૧૯| ૪૬૪| | મિથ્યા સ્તુતિ કરું નહીં. ૪૨૪| વિચારશક્તિને ખીલવું. ૩૨૦] ૪૬૫ ખોટા દેવ સ્થાપે નહીં. ૪૨૫ જ્ઞાન વિના તારો ઘર્મ અંગીકૃત કરું નહીં. ૪૬૬| કલ્પિત ઘર્મ ચલાવું નહીં. ૪૨૬| એકાંતવાદ લઉં નહીં. ૪૬૭] સૃષ્ટિસ્વભાવને અધર્મ કહ્યું નહીં. ૪૨૭ નીરાગી અધ્યયનો મુખે કરું. ૩૨૨) ૪૬૮| સર્વ શ્રેષ્ઠ તત્ત્વ લોચનદાયક માનું. ૪૨૮| ઘર્મકથા શ્રવણ કરું. ૪૬૯| માનતા માનું નહીં. ૪૨૯| નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. ૪૭૦] અયોગ્ય પૂજન કરું નહીં. ૪૩૦ અપરાઘશિક્ષા તોડું નહીં. ૪૭૧ રાત્રે શીતળ જળથી નાઠું નહીં. ૪૩૧| યાચકની હાંસી કરું નહીં. ૩૨૬ ૪૭૨| દિવસે ત્રણ વખત નાઠું નહીં. ૪૩૨ સત્પાત્રે દાન આપું. ૪૭૩| માનની અભિલાષા રાખું નહીં. ૪૩૩| દીનની દયા ખાઉં. ૪૭૪| આલાપાદિ સેવું નહીં. ૪૩૪| દુઃખીની હાંસી કરું નહીં. ૪૭૫ બીજા પાસે વાત કરું નહીં. ૪૩૫] ક્ષમાપના વગર શયન કરું નહીં. ૩૩૨ ૪૭૬ ટૂંકું લક્ષ રાખું નહીં. ૪૩૬| આળસને ઉત્તેજન આપું નહીં. ૩૩૩ ૪૭૭ ઉન્માદ સેવું નહીં. ૪૩૭ સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. ૩૩૪ ૪૭૮ રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં. ૪૩૮| સ્ત્રીશધ્યાનો ત્યાગ કરું. ૩૩૪ | ૪૭૯ | શાંત રસને નિંદુ નહીં. ૪૩૯| નિવૃત્તિ સાઘન એ વિના સઘળું ત્યાગું છું. ૪૮૦| સત્કર્મમાં આડો આવું નહીં. (મુગૃ૦) ૪૪૦ મર્મલેખ કરું નહીં. ૩૩૬ ૪૮૧| પાછો પાડવા પ્રયત્ન કરું નહીં. ૪૪૧| પર દુઃખે દાઝું. ૪૮૨| મિથ્યા હઠ લઉં નહીં. ૪૪૨) | અપરાધી પર પણ ક્ષમા કરું. ૩૩૯ ૪૮૩| અવાચકને દુઃખ આપું નહીં. ૪૪૩| અયોગ્ય લેખ લખું નહીં. उ४० ૪૮૪| ખોડીલોની સુખશાંતિ વઘારું. ૪૪૪| આશુપ્રજ્ઞનો વિનય જાળવું. ૩૪૧ ૪૮૫] નીતિશાસ્ત્રને માન આપું. ૪૪૫| ઘર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ૩૪૨ | ૪૮૬ હિંસક ઘર્મને વળગું નહીં. ૪૪૬| નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું. ૪૮૭ી અનાચારી ઘર્મને વળગું નહીં. ૪૪૭| પરમહંસની હાંસી કરું નહીં. ૩૪૪| ૪૮૮| મિથ્યાવાદીને વળગું નહીં. ૪૪૮) આદર્શ જોઉં નહીં. ૩૪૬] ૪૮૯| શૃંગારી ઘર્મને વળગું નહીં. له له . 8 له له જી له له . ઈ જી لم له . ૨ જી ل له ૩૨૭| له . ૨ لم له له ) لي له છે لي له 8 ૧ لي له 8 છે لي له 8 છે لي له 8 છે لي જે له $ \ لي له $ 6 لي لي $ 0 જે لي لي $ 2 لي $ 2 لي $ 0 لي $ لي 9 لي ૩૭૫ (૧૩) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૩૭૬ હકક ૪૦૬ ૩૭૮ ૪૦૯ છે 6 ૩૮૧ - - ૩૮૬ ૫૪ર - ૦ - = e w - ૩૯૧ w - છે. - જ અનુક્રમણિકા ક્રમાંક મહાનીતિ પૃષ્ઠ | ક્રમાંક મહાનીતિ પૃષ્ઠ ૪૯૦ | અજ્ઞાન ઘર્મને વળગું નહીં. | પ૩૧| સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં. ૪૦૬ ૪૯૧ કેવળ બ્રહ્મને વળગું નહીં. | પ૩૨| ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. ૪૦૬ ૪૯૨ કેવળ ઉપાસના સેવું નહીં. પ૩૩| કંઠ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. ૪૯૩| નિયતવાદ સેવું નહીં. પ૩૪| કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. ૪૯૪ | ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. ૩૭૯ પ૩૫તમાકુ સેવવી નહીં. ૪૯૫ દ્રવ્ય સૃષ્ટિ સાદિસંત કહ્યું નહીં. ૩૭૯ ૫૩૬| સોપારી બે વખત ખાવી. ૪૯૬ પુરુષાર્થને નિંદું નહીં. ૩૮૦ પ૩૭] ગોળ કૂપમાં નાહવા પડું નહીં. ૪૯૭ | નિષ્પાપીને ચંચળતાથી છલું નહીં. ૩૮૧ પ૩૮ | નિરાશ્રિતને આશ્રય આપું. ૪૯૮ શરીરનો ભરૂસો કરું નહીં. પ૩૯] સમય વિના વ્યવહાર બોલવો નહીં. ૪૧૦ ૪૯૯] અયોગ્ય વચને બોલાવું નહીં. ૩૮૪ ૫૪૦] પુત્ર લગ્ન કરું. ૫૦૦ | આજીવિકા અર્થે નાટક કરું નહીં. ૩૮૫ પ૪૧] પુત્રી લગ્ન કરું. ૫૦૧ | મા, બહેનથી એકાંતે રહું નહીં. | પુનર્લગ્ન કરું નહીં. ૫૦૨] પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. ૩૮૮ | ૫૪૩| પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. ૫૦૩ | તત્ત્વધર્મનિંદક પર પણ રોષ ઘરવો નહીં.. ૩૮૮ ૫૪૪ | સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું. ૫૦૪ | ધીરજ મૂકવી નહીં. ૩૮૮ ૫૪૫] તેઓને ઘર્મપાઠ શિખડાવું. ૫૦૫ | ચરિત્રને અદ્ભુત કરવું. ૫૪૬ | પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. ૫૦૬ | વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. ૫૪૭| ઉપદેશકને સન્માન આપું. ૫૦૭] કોઈનો ઘરસંસાર તોડવો નહીં. ૫૪૮) અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. ૫૦૮ | અંતરાય નાખવી નહીં. પ૪૯| કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી ૫૦૯ | શુક્લ ઘર્મ ખંડવો નહીં. દુઃખ જશે એમ માનું. ૪૧૨ ૫૧૦ | નિષ્કામ શીલ આરાઘવું. | ૫૫૦| દુઃખ અને ખેદ ભ્રમણા છે. ૪૧૩ ૫૧૧| ત્વરિત ભાષા બોલવી નહીં. ૩૯૭ ૫૫૧ માણસ ચાહે તે કરી શકે. ૪૧૪ ૫૧૨ | પાપગ્રંથ ગૂંથું નહીં. ૩૯૭ | ૫૫૨, શૌર્ય, બુદ્ધિ ઇ.નો સુખદ ઉપયોગ કરું. ૪૧૪ ૫૧૩] ક્ષૌર સમય મૌન રહું. ૩૯૭ | ૫૫૩| કોઈ કાળે મને દુઃખી માનું નહીં. ૫૧૪ | વિષય સમય મૌન રહું. ૩૯૮ પપ૪ | સૃષ્ટિનાં દુઃખ પ્રનાશન કરું. ૫૧૫ | ક્લેશ સમય મૌન રહું. ૩૯૮ ૫૫૫| સર્વ સાધ્ય મનોરથ ઘારણ કરું. ૫૧૬ | જળ પીતાં મૌન રહું. ૩૯૯ ૫૫૬| પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. ૫૧૭| જમતાં મૌન રહું. ૩૯૯ પપ૭| પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. ૫૧૮| પશુપદ્ધતિ જળપાન કરું નહીં. ૩૯૯ ૫૫૮] પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. ૪૧૯ ૫૧૯ કૂદકો મારી જળમાં પડું નહીં. ૩૯૯ ૫૫૯| કુટુંબને સ્વર્ગ બનાવું. પ૨૦| સ્મશાને વસ્તુમાત્ર ચાખું નહીં. ૩૯૯ ૫૬૦| સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. પર૧] ઊંધું શયન કરું નહીં. ૪૦૦ ૫૬૧તત્ત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અપુ. | ૪૨૩ પ૨૨| બે પુરુષ સાથે સૂવું નહીં. ૪૦૦. | પર સૃષ્ટિના પ્રત્યેક (–)ગુણની વૃદ્ધિ કરું. ૪૨૪ પ૨૩ બે સ્ત્રીઓ સાથે સૂવું નહીં. ૪૦૦] ૫૬૩| સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય પર૪] શાસ્ત્રની આશાતના કરું નહીં. ૪૦૦ | છે એમ માનું. ૪૨૪ પર૫ ગુરુ આદિકની તેમજ. ૪૦૧ ૫૬૪ | એ સિદ્ધાંત તત્ત્વઘર્મનો છે; નાસ્તિકતાનો પ૨૬] સ્વાર્થે યોગ, તપ સાથું નહીં. ૪૦૨ | નથી એમ માનું. પર૭ | દેશાટન કરું. ૪૦૩ | પ૬૫ હૃદય શોકિત કરું નહીં. પ૨૮ | દેશાટન કરું નહીં. ૪૦૩ | પ૬૬| વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. પ૨૯ | ચોમાસે સ્થિરતા કરું. ૪૦૪ | પ૬૭| તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. પ૩૦] સભામાં પાન ખાઉં નહીં, ૪૦૫ | પ૬૮] શંકા ન કરું; ઉથાપે નહીં; મંડન કરું. ૩૯૬ પળ ܩ܂ ܩ܂ ܩ܂ ܩ܂ ૪૧૮ ૪૨૦ ૪૨૧ હૈ હે ૦ ૦ ૦ (૧૪) Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક મહાનીતિ ૫૬૯ રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. ૫૭૦ | પાપીને અપમાન આપ્યું. ૫૧ ન્યાયને ચાહું, વ, ૫૭૨ | ગુણનિધિને માન આપું. ૫૭૩ | તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું. ૫૭૪ ધર્માલય સ્થાપું. ૫૭૫ વિદ્યાલય સ્થાપું. |૫૭૬ | નગર સ્વચ્છ રાખું. ૫૭૭ વધારે કર નાખું નહીં. ૫૭૮ | પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. ૫૭૯ | કોઈ વ્યસન સેવું નહીં. ૫૮૦ બે સ્ત્રી પરણું નહીં. ૫૮૧ તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. ૫૮૨ | બે ( ) પર સમભાવે જોઉં. ૫૮૩ સેવક તત્ત્વજ્ઞ રાખું. ૨૫૮૪ | અજ્ઞાન ક્રિયા તજી દઉં. ૫૮૫ | જ્ઞાન ક્રિયા સેવવા માટે, ૫૮૬ કપટને પણ જાણવું. પટક | અસૂયા એવું નહીં. ૫૮૮ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ૫૮૯ | સદ્ગતિ ધર્મને જ સેવીશ. ૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ૫૯૧ | ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. ૫૯૨ | જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. ૫૯૩ | ભિક્ષાચરી યાચના સેવું છું. જ ૫૯૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. ૫૯૫ | જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. ૫૯૬ | દેહઘાત કરું નહીં. ૫૯૭ વ્યાયામાદિ સેવીશ. ૫૯૮ | પૌષધાદિક વ્રત સેવું છું. |૫૯૯ | બાંધેલો આશ્રમ સેવું છું. ૬૦૦ અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. ૬૦૧ | પાપ વ્યવહારના નિયમ બાંધુ નહીં. ૬૦૨ દ્યુતરમણ કરું નહીં. ૬૦૩ રાત્રે ક્ષૌરકર્મ કરાવું નહીં. ૬૦૪ | ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. ૬૦૫ અોગ્ય જાગૃતિ ભોગવું નહીં. ૬૦૬ | રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. ૬૦૭ એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. અનુક્રમણિકા ક્રમાંક ૬૦૮ | અનેક દેવ પૂજું નહીં. ૬૦૯ | ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૧૧૦ સદગુણોનું અનુકરણ કરું ૬૧૧| શૃંગારી શાતા પ્રભુ માનું નહીં. ૬૧૨|સાગર પ્રવાસ કરું નહીં. પૃષ્ઠ ૪૨૮ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૨ ૪૩૨ ૪૩૩ ૪૩૩ ૪૩૪ ૪૩૫ મહાનીતિ પૃષ્ઠ ૪૫૫ ૪૫૭ ૪૫૮ ૪૫૮ ૪૫૯ ૪૫૯ ૪૬૦ ४५० ૪૬૦ ४५० ૬૧૮ | સમ્યક્ સમયમાં અપધ્યાનનો ત્યાગ કરુ છું. ૪૬૨ ૬૧૯| નામભક્તિ સેવીશ નહીં. ૪૬૨ ૪૬૩ ૪૬૩ ૪૬૪ ૪૬૪ ૪૬૪ ૪૬૪ ૪૬૫ ૪૬૫ ૪૬૬ ૪૬૬ ૪૬૬ ૪૬૭ ૪૬૭ ૪૬૭ ४५७ ૪૬૭ ૪૬૭ ૪૬૭ ૪૬૭ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૬૯ ૪૭૦ ૪૭૧ ૪૭૨ ૬૧૩ | આશ્રમ નિયમોને જાણું. ૬૧૪ | ક્ષૌરકર્મ નિયમિત રાખવું. ૬૧૫ જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. ૬૧૬ | જળમાં ડૂબકી મારવી નહીં. ૬૧૭ કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું. ૬૨૦| ઊભા ઊભા પાણી પીઉં નહીં. ૬૨૧| આહાર અંતે પાણી પીઉં નહીં. ૬૨૨ | ચાલતાં પાણી પીઉં નહીં. ૬૨૩| રાત્રે ગળ્યા વિના પાણી પીઉં નહીં. ૪૩૫ ૪૩૫ ૪૩૫ ૪૩૬ ૬૨૪ મિથ્યા ભાષણ કરું નહીં. ૬૨૫ સશબ્દોને સન્માન આપું. ૪૩૯ ૬૨૬ અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં. ૪૩૮ ૪૪૦ ૪૪૦ ૬૨૭ અયોગ્ય વચન ભાખું નહીં. ૬૨૮ ઉઘાડે શિરે બેસું નહીં. ૬૨૯ વારંવાર અવયવો નીરખું નહીં. ૬૩૦ | સ્વરૂપની પ્રશંસા કરું નહીં. ૪૪૨ ૪૪૩ ૪૪૫ ૬૩૧ કાયા પર ગૃષ્ઠભાવે રાચું નહીં. ૪૪૭ ૬૩૨ | ભારે ભોજન કરું નહીં. ૪૪૮ ૪૪૯ ૬૩૩ | તીવ્ર હૃદય રાખું નહીં. ૬૩૪ માનાર્થે કૃત્ય કરું નહીં. ૬૩૫ કીર્ત્યર્થે પુણ્ય કરું નહીં. ૪૪૯ ૬૩૬ ક્ષિન ક્યાાંત અન્ય કે નહીં. ૬૩૭| અજાણી વાટે રાત્રે ચાલું નહીં. ૬૩૮ | શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. ૪૫૦ ૪૫૦ ૪૫૦ ૬૩૯ | સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. ૪૫૧ ૬૪૦ વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. ૪૫૧ ૬૪૧ | અકૃતથન લઉં નહીં. ૪૫૨ ૬૪૨ | વળદાર પાઘડી બાંધું નહીં. ૪૫૨ ૬૪૩| વળદાર ચલોઠો પહેરું નહીં. ૬૪૪| મલિન વસ્ત્ર પહેરું. ૪૫૩ ૪૫૩ ૬૪૫| મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં. ૪૫૩ ૬૪૬ વ્યાખ્યાનશક્તિને આરાધું. ૪૫૩ ૪૫૫ ૬૪૭ ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. ૬૪૮ તારા ઘર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. (૧૫) Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પદ કમાંડ પૃષ્ઠ = V * = V * ૪૭૨ ૪૭૨ ૪૭૨ ४७४ ૪૭૫ = V * = V V = V W = V US ૪૭૫ ૪૭૫ ૪૮૯ ૪૮૯ ૪૭૫ ૪૭૬ ૪૭૬ ૪૮૯ ૪૯૦ ૪૯૧ હ | ક્રમાંક મહાનીતિ ૬૪૯ | બને ત્યાં સુધી રાજદ્વારે ચઢે નહીં. ૬૫૦| શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. ૬૫૧ | નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. ૬૫ર | પરદુ:ખે હર્ષ ઘરું નહીં. ૬૫૩| જેમ બને તેમ ઘવળ વસ્ત્ર સજું. ૬૫૪| દિવસે તેલ નાખું નહીં. ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. ૬૫૬ પાપપર્વ એવું નહીં. ઘર્મી, સુયશી એક કૃત્ય કરવાનો | મનોરથ ઘરાવું છું. ૬૫૮ | ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. ૬૫૯ | શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. ૬૬૦ | સર્વ ઘાક મેળાપમાં જઉં નહીં. ૬૬૧ | | ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ઐક્ય નિયમને તોડું નહીં. ૬૬૪ | તન, મન, ધન, વચન અને આત્મસમર્પણ કરું છું. ૬૬૫ | મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. ૬૬૬ | અયોગ્ય શયન ત્યાગું છું. ૬૬૭] અયોગ્ય દાન ત્યાગું છું. ૬૬૮] બુદ્ધિની વૃદ્ધિના નિયમો તવું નહીં. ૬૬૯| દાસત્વ–પરમ—લાભ ત્યાગું છું. ૬૭૦ | ઘર્મઘૂર્તતા ત્યાગું છું. ૬૭૧ | માયાથી નિવત્ છું. ૬૭૨ | પાપમુક્ત મનોરથ મૃત કરું છું. ૬૭૩| વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં. ૪૭૭ મહાનીતિ ૬૭૫| અજાણ્યાને રસ્તો બતાવું. ૬૭૬| બે ભાવ રાખું નહીં. ૬૭૭ી વસ્તુમાં સેળભેળ કરું નહીં. ૬૭૮| જીવહિંસક વ્યાપાર કરું નહીં. ૬૭૯| ના કહેલાં અથાણાદિક એવું નહીં. ૬૮૦] એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. ૬૮૧ સામા પક્ષનાં સગાં સ્વઘર્મી જ ખોળીશ. ૬૮૨| ઘર્મર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. ૬૮૩) આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. ૬૮૪| ઘર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૮૫| ચતુર્વર્તી ઘર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. ૬૮૬| સત્યવાદીને સહાયભૂત થઈશ. ૬૮૭] ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ૬૮૮| પ્રાણી પર કોપ કરવો નહીં. ૬૮૯| વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. ૬૯૧] અનર્થ પાપ કરું નહીં. ૬૯૨| આરંભોપાધિ ત્યાગું છું. ૬૯૩| કુસંગ ત્યાગું છું. ૬૯૪| મોહ ત્યાગું છું. ૬૯૫| દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. ૬૯૬| પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. ૬૯૭| સઘળાં કરતાં થર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮| તારો ઘર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રસાદ નહીં કરું. ૬૯૯ (આ સ્થાને વાક્ય નથી). ૭૦૦ |(આ સ્થાને વાક્ય નથી). ૪૯ર ૬૬૨ ૪૭૮ ४७८ ૪૯૨ ૪૯૩ ૪૯૪ P ४७८ ४७८ ૪૯૬ M ૪૭૯ ૪૭૯ ૪૮૧ ૪૮૧ ૪૮૨ ૪૮૪ ૫૦૦ ૫૦૩ ૫૦૫ ૪૮૪ ૫૦૭ ૫૦૭ ૫૦૭ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. ભાદરવા સુદ ૬, સં.૨૦૦૭ “પ્રશ્નકૃપાળુદેવે વચનામૃતમાં કહ્યું છે કે – “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો” આનો અર્થ શો હશે? પૂજ્યશ્રી કહે-તત્ત્વજ્ઞાનમાં કૃપાળુદેવે મહાનીતિના સાતસો વચનો (વચન સપ્તશતી) લખ્યાં છે તેનું અવલોકન કરવું. તેમાં સ્ત્રીને કેમ વર્તવું? પુરુષને કેમ વર્તવું ? મુનિ આદિને કેમ વર્તવું? એ બધું છે. તે વિચારવું.” -પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત નોટ-૧ (પૃ.૧૧૭) (૧૬) Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ આવોક વ્યકિતાવી હિતાર્થે સાતસી વોહીનીતિનું ભાર્કની ક૨તી શ્રીગણ્ રજિસ્થત શ્રીમદ રાજચંદ્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧. સત્ય પણ કરુણામય બોલવું. કૃપાળુદેવે આ સૂત્રો લખ્યા છે, તેના ઉપર કોઈ ટીકા લખે તો વિસ્તાર થાય. જેમાં સ્વહિત અને પરહિત સમાયેલું હોય એવું સત્ય બોલવું, પણ તે કરુણામય બોલવું. જેમ કોઈ કાણો હોય, તેને તું કાણો છે એમ કહેવું તે કરુણામય સત્ય નથી. તેમ કહેવાથી તે જીવની પર્યાય દૃષ્ટિ હોવાથી તેના આત્મામાં દુઃખ થાય, તેની લાગણી દુભાય. માટે કહેવું તો એમ કહેવું કે આંખ શાથી ગઈ? કે આંખે શું થયું? વગેરે કરુણામય સત્ય કહેવું. વનમાં કોઈ દિશામાં હરણો ગયાની જાણ હોય અને શિકારી આવી પૂછે કે હરણાં કઈ દિશામાં ગયા? ત્યાં પોતે સત્ય દિશા બતાવે તો તે અસત્ય છે. કારણ કે તે દિશામાં જઈ તેને તે નક્કી મારી નાખે. માટે સત્ય પણ કરુણામય બોલવું. કર્મનો ગ્રંથ આપણા આશય સાથે છે. જેમ એક બીજ વાવ્યું હોય અને છોડ ઊગે, તેની રક્ષા માટે વાડ કરે તેમ અહિંસારૂપ છોડ ઉછેરવા માટે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ ચાર વાડો છે. સમતિનાં પાંચ લક્ષણો કૃપાળુદેવે લખ્યા છે. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા (કણા). સમકિત પ્રગટાવવા પોતાના આત્માની પણ કરુણા રાખી સત્ય બોલવું. જેમકે જેટલા ક્રોધાદિ કષાય પોતે ન કરે પણ શમાવે તેટલો શમ અને જેટલી અહિંસા કે અનુકંપા-કરુણા રાખી તેટલી પોતાના આત્માની દયા ખાધી ગણાય. એમ વિચારે કે ‘ ક્રોધાદિથી કર્મ બંધાત તો મારો આત્મા રીબાત.’’ કારણ કે આત્માના સ્વભાવને ભૂલવો તે ભાવમરણ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો ?'' કમદ રાજદ્ર ક્રોધાદિ થાય ત્યારે આત્માનું માહાત્મ્ય ભૂલી જવાય છે અને દેહ તે હું એમ પરનું માહાત્મ્ય જીવને થઈ જાય છે. તે વખતે એમ વિચારવું કે ક્રોધાદિ પર વસ્તુ છે, તે મારો સ્વભાવ નથી. હું તો માત્ર તેનો જાણનાર જ્ઞાતા દ્રષ્ટારૂપે છું. એમ તટસ્થ રહે તો કષાય ન થાય. એમ આત્મામાં રહે તો આત્માને હિંસાથી બચાવી તેની દયા ખાધી ગણાય. આત્મસિદ્ધિમાં – “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.’’શ્રીમદ્ રાજચંદ્ર આખી આત્મસિદ્ધિ કરુણામય સત્યનું દૃષ્ટાંત છે. જીવોની કરુણા ઊપજવાથી પરમકૃપાળુદેવે આ સત્ય પ્રકાશ્યું છે. ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨. નિર્દોષ સ્થિતિ રાખવી. પુષ્પમાળાના ૧૦૭ પુષ્પમાં ‘દોષને ઓળખી દોષને ટાળવા’- એમ કહ્યું તેના ફળરૂપે આ સૂત્ર કહ્યું કે ‘નિર્દોષ સ્થિતિ રાખવી’. નિર્દોષ સ્થિતિ રાખવી હોય તો પહેલાં દોષો ઓળખવા પડે અને પોતાનામાં હોય એટલા ટાળવા પડે. દોષ ટાળવાનો ક્રમ હાથ ઘર્યો હોય તો તેનું ફળ નિર્દોષ સ્થિતિ આવે. કર્મોને લઈને અનંત દોષો છે. અનંત પ્રકારના કર્મોમાંથી મુખ્ય આઠ પ્રકારના કર્મ કહ્યાં. તેમાં મોહનીય કર્મ મુખ્ય કહ્યું. જેને દોષો ટાળવાનો ઉપાય કરવો છે તેણે મોહનીય કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. તેમાં પહેલો દર્શનમોહ ટાળવો જોઈએ. તે ટાળવા માટે પહેલાં સત્પુરુષનાં બોધની જરૂર છે. પ્રભુશ્રીજી કહેતા-‘શ્રવળે નાણે વિન્નાને’. શ્રવણથી જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. માટે પ્રથમ શ્રવણ કરે એટલે સાંભળે. સાંભળવાથી હિત અહિત શું છે તેનું ભાન થાય. પછી સદ્ગુરુ કે જેમને ભેદજ્ઞાન છે તેમણે પોતાના અનુભવ દ્વારા દેહને આત્મા ભિન્ન છે એમ જણાવ્યું. તેનો ખૂબ ઊંડો વારંવાર વિચાર કરે તો એને પોતાને પણ પોતાના આત્માની ઓળખાણ થાય. તે વિજ્ઞાન અથવા સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાનથી જ જીવને નિર્દોષ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૩. વૈરાગી હૃદય રાખવું. હૃદયમાં ઊંડામાં ઊંડુ શું છે? વૈરાગ્ય. પ્રભુશ્રીજીએ હૃદય ચોખ્ખું કરી રાખ્યું છે. અંદરમાં હૃદય હથેલી જેવું ચોખ્ખું કરી મૂક્યું છે. હથેળીની બીજી બાજુ વાળ ઊગે પણ અંદર બાજુ રોમ માત્ર પણ ઊગે નહીં. તેમ ઉદયાધીન બહાર ગમે તેમ દેખાય, લેવું, દેવું, વ્યવહાર, વેપાર વગેરે; પણ અંદરથી ખારી જમીન જેવું કરી દેવું કે જેથી જગતની વસ્તુઓ પ્રત્યે મોહ કે વિષય વિકારના ભાવો ઊગે નહીં. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહો.’’ (વ.પૃ.૧૯૪) એમ આત્માનો શીતલીભૂત સ્વભાવ, પાણી જેમ ઠંડુ હોય તેવો છે, તેમ રહેવું. બાહ્યમાં વર્તતા છતાં ગમે તેવા નિમિત્ત આવે તો પણ અંત૨માં શીતલીભૂત રહેવું. ગૃહસ્થવેશમાં વર્તવું પડતું હોય ત્યારે જેમ ઢોંગી લોકો ઉપરથી ઉદાસીનતા બતાવે તેમ આપણે અંતરંગમાં નિઃસ્નેહપણું કે વૈરાગી હૃદય રાખવું. જેથી ઉપરથી તો સંસારી કે વહેવારી દેખાય અને ધર્મનો ડોળ ન થાય, તથા અંદર ધર્મ છે તેની ખબર ન પડે. ઘરના સ્નેહીઓ વગેરે આપણી અંતરંગ વૈરાગ્યદશા જાણે તો તે બાહ્યદૃષ્ટિવાળા હોવાને લીધે ખેદ કરે અથવા તો મોહમાં ખેંચવાનો પ્રયત્ન કરે. જેથી પોતાને કરવું છે તેમાં વિઘ્ન આવે. માટે ગુપ્ત આચરણ અંતરમાં રાખવું. જો કે તે ભયંકર દશા છે, ઘણું મુશ્કેલ કામ છે. “વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે” શ્રીમદ્ રાજચંદ્ર. (વ.પૃ.૪૪૯) પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું દૃષ્ટાંત – અયોધ્યાના રાજા હરસિંહના પુત્ર પૃથ્વીચંદ્ર હતા. તે બાળપણથી જ વૈરાગી હતા. છતાં માતાપિતાના આગ્રહથી સોળ કન્યા સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પણ મન જળકમળવત્ હતું. પુત્રને સંસારમાં મોહ થાય માટે રાજા રાજગાદી આપે છે. એક દિવસ સિંહાસન પર બેસી પૃથ્વીચંદ્ર ચિંતનમાં ડૂબ્યા છે. ત્યાં એક સુધન નામનો વ્યાપારી આવ્યો. તેમણે એક અદ્ભુત Page #21 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કૌતુક જોયું. તેનું વર્ણન તે પૃથ્વીચંદ્ર પાસે કરતાં જણાવે છે કે ગજપુર ગામમાં રત્નસંચય નામના શેઠને ગુણસાગર નામનો પુત્ર છે. બાળપણથી ઉચ્ચ સંસ્કારી છે. સંસાર પ્રત્યે ઉદાસીન રહે છે. માતાપિતા લગ્નની વાત મૂકતા તે કહેજો લગ્ન કરીશ તો પણ બીજે દિવસે દીક્ષા લઈશ. કન્યાઓએ તે જાણ્યું છતાં તેની સાથે પરણવા તૈયાર થઈ. ચોરીમાં લગ્ન વિધિ ચાલી રહી છે, ત્યાંજ ગુણસાગરનો આત્મા ચિંતન કરતો ક્ષપકશ્રેણી માંડે છે અને કેવળજ્ઞાન પામે છે. આવા ઉત્તમ પતિને પામી આઠેય કન્યાઓ પણ શુભ ભાવ ભાવતાં કેવળજ્ઞાનને પામી. સુઘનના મુખથી આવું મંગળમય વૃત્તાંત સાંભળતા પૃથ્વીચંદ્ર પણ ચિંતનમાં પડી જઈ કેવળજ્ઞાનને પામે છે. (દિવ્ય જીવનના પગલે પગલેમાંથી) | માટે અંતરમાં વૈરાગ્ય હૃદય રાખવું એમ પરમ * કૃપાળુદેવ જણાવે છે. ૪. દર્શન પણ વૈરાગી રાખવું. ત્યાગ દશા આબે સાધુ થાય ત્યારે સંસારી સંબંઘ છૂટી જવાથી સંસારી ફરજોથી મુક્ત થયા. માટે હવે જેવું હૃદયમાં હોય તેવું જ ઉપર રાખવું. જેથી બીજાને પણ એનાં દર્શન કરતાં વૈરાગ્યની છાપ પડે. ૫. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાઘવો. એકાંત સ્થાનમાં પરમાત્મા સાથેનો યોગ એટલે જોડાણ કરવું; અર્થાત જગત ભૂલી પ્રભુમાં તન્મય થવું. બહિરાત્મપણું મૂકી અંતરાત્મા થઈ પરમાત્મામાં તન્મયપણું સાધવું તે યોગ છે. પહેલાં હું દેહ છું, તેને આધારે દેહને સુખે સુખી ને દેહને દુઃખે દુઃખી એમ પોતાને માનતો હતો; તે બહિરાત્મપણું મૂકીને હવે જ્ઞાતાદ્રષ્ટા એવો હું આત્મા છું એમ અંતરાત્મા થયો. અંતરાત્માની ભૂમિકામાં જીવનું લક્ષ ક્યાં છે? તો કે પરમાનન્દમય - પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં. માટે તેમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. જ્યારે આત્મા નિર્વિકલ્પ પરમાનંદભાવમાં રહે છે ત્યારે તેને જ તે સુખ માને છે. પહેલાં દેહના આઘારે સુખી દુઃખી થતો હતો તે પલટાઈ ગયું. હવે તો પરમાનંદમય આત્મભાવ છૂટી જાય ત્યારે એને ગમે નહીં. પ્રભશ્રીજી કહે - આ બઘાને કેમ ગમતું હશે? એમને તો જેમ બને તેમ ત્વરાથી એ આત્માના સ્વરૂપમાં જવા ઇચ્છા થાય છે. પણ બીજાને દેહભાવમાં ગમ્મત પડતી હોય ત્યાં સુધી પોતાના આત્માના સુખસ્વરૂપમાં જવાની ઉતાવળ ક્યાંથી થાય? પ્રભુશ્રીજી ઉપર કપાળદેવે લખેલા પત્રમાં, ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાય કરવો અને ફરી પાછું ધ્યાનમાં ચાલ્યા જવું; એમ યોગ સાધવાનો ઉપદેશ છે. ૬. બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. સુદ અને વદની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ,પૂનમ અને અમાસ, મહિનામાં એ બાર દિવસ ગૃહસ્થ બ્રહ્મચર્ય પાળવાની શરૂઆત કરવી. પવિત્ર દિવસોએ બ્રહ્મચર્યની Page #22 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભાવના પોષવા યોગ્ય છે. પ્રમાદી જીવો જે નિરંતર ઘર્મ ન કરી શકે તેને જગાડવા માટે આ બાર તિથિઓએ તો ઘર્મ કરવો જ. જો કે ઘર્મ તો નિરંતર કરવા યોગ્ય છે. મુનિઓને તો બઘા દિવસ ઘર્મ માટે જ છે. “નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે.” (વ.પૃ.૪૫૧) બબ્બે દિવસને આંતરે બીજ, પાંચમ, આઠમ વગેરે મૂક્યાં છે. સંસારના કામ પતાવીને ઘર્મની ભાવના રાખે કે આ તિથિ આવવાની છે. સારી રીતે તિથિ ગાળી હોય તો એની અસર એક દિવસ પણ રહે. બીજા એક દિવસ પછી બીજી તિથિ પાંચમ આવવાની છે, તેથી બીજે દિવસે વળી ભાવના રહે કે તે દિવસ શી રીતે ગાળીશું. એમ બીજો દિવસ પણ ઘર્મધ્યાનમાં જાય. ઘર્મના સંસ્કાર નિરંતર ચાલુ રહે તે માટે આ બાર તિથિઓ રાખી છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે – “એક વિષયને જીતતાં જીત્યો સહુ સંસાર.” એક સ્પર્શેન્દ્રિયને જીતતાં બધી ઇન્દ્રિયો જિતાય છે. ઇન્દ્રિયો મન બઘાને વશ રાખવાની જરૂર છે. “ઉપમિતિ ભવ પ્રપંચ'' ગ્રંથમાં સ્પર્શેન્દ્રિયને વશ જીવોને કેટલાં બધાં દુઃખ ભોગવવા પડ્યા તેનું વર્ણન છે; તે સ્પર્શેન્દ્રિયને જીતવા માટે કહ્યું છે. ૭. આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ. ને વશ કરવાં. આહાર સૌથી પહેલો અલ્પ કરવો. આહારની અસર શરીર તથા મન પર થાય છે. વઘારે ખાધું હોય તો પચાવવા માટે ફરવું પડે; નહિં તો આળસ થાય કે નિદ્રા આવે. માટે પહેલાં આહાર સાચવવો જોઈએ. પછી વિહાર કહ્યો. વિહાર પણ વઘારે કરે તો થાકી જાય અને બહુ ઊંઘ આવે. જેને કામ ન હોય અને આળસ હોય તો ઊંઘ પહેલી આવે છે. કામ લઈને બેસે અને આળસ ન હોય તેની પાસેથી ઊંઘને ખસવું પડે. જેમ વૃદ્ધાવસ્થા મરણની આગાહી છે તેમ આળસ, બગાસા ઊંઘના આગાહી છે. નિદ્રા આદિને આપણે વશ થઈ જઈએ છીએ. તેને બદલે આપણને વશ તે રહે તેમ કરવાની જરૂર છે. જરૂર પડે તો આખી રાત જાગી શકાય. પોતાને વશ આહાર, વિહાર, આળસ, નિદ્રાદિ કર્યા હોય તો પોતાની ઇચ્છા પ્રમાણે વર્તી શકાય. પછી તે વિઘ્ન ન કરે. જેમ આસનનો જય જેને થયો હોય તે બેઠો હોય તો તેની તે સ્થિતિમાં આખી રાત કે કલાકોના કલાકો બેસી શકે કે ઊભો હોય તો ઊભો રહી શકે. તેને આસનફેર કરવાની જરૂર ન પડે. એવી ટેવ પડી ગઈ હોય તેને શરીરની ચિંતા મનમાં પ્રવેશ કરતી નથી. એવા જીવો કાઉસ્સગ્ન કરે તો ચિત્ત, શરીરને કારણે ચંચળ રહેતું નથી પણ સ્થિર રહે છે. આહાર– ઉપવાસ વગેરે આહાર જય કરવા માટે છે. આહાર ન મળ્યો હોય તો પણ રોજની પેઠે તેનો નિયમિત કાળ જાય. ક્ષુધા (ભૂખ) તેને વિઘ્ન ન કરે. મુનિઓ મહિનાઓ સુધી કે આખું ચોમાસું આહાર લેતા નથી અને ઘર્મધ્યાનમાં લીન હોય છે, કારણ એવો અભ્યાસ કરેલ છે. મહાવીર ભગવાન અનાર્ય-પ્લેચ્છ ભૂમિમાં ગયેલા. ત્યાં અચિત્ત, નિર્દોષ આહાર ન મળે એટલે આહાર વિના એમ ને એમ ચલાવતા અને ઉપસર્ગો પણ વધારે પડતા, કારણ કે તે અનાર્ય લોકો નિર્દયી હતા. વિહાર - વિહાર પણ વશ જોઈએ. ચાલવું હોય તો ગમે એટલું ચાલી શકાય અને સ્થિર રહેવું હોય તો સ્થિર રહી શકે, શરીર અકડાઈ ન જાય. કેટલાકને એમ હોય છે કે ફર્યા વિના ચાલે નહીં. પણ જ્યારે સ્થિતિ કે વિહાર કોઈ વિદ્ગકારક ન થઈ શકે ત્યારે એ વશ થયા કહેવાય. આળસ – કરવા યોગ્ય કામમાં અનાદર થાય તે આળસ; પણ આત્મજાગૃતિ રહે તો તે આળસ એટલે પ્રમાદનો જય કર્યો કહેવાય. પરમકૃપાળુદેવે કહ્યું – “હે શિથિલતા!(પ્રમાદ) તમે શા માટે અંતરાય "હવા હતા. Page #23 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ.” (વ.પૃ.૮૨૩) એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જે ઉત્સુકતા છે તેને બદલે વિષયભોગોમાં શિથિલતા આવો અને ઘર્મના કાર્યમાં હાલ શિથિલતા છે ત્યાં જાગૃત થાઓ. આત્મજાગૃતિ આવે તો એમ થાય કે બહુ ખાધું, બહુ પીધું, બહુ જોયું, બહુ ભોગવ્યું, હવે કોણ એની ઇચ્છા કરે! એવી કોઈ મનમાં વિષયોની વૃત્તિ ઊઠે તો થાય કે જવા દે હવે, કોણ એ પંચાતમાં પડે. વિષયકષાય પ્રત્યે આવી શિથિલતા આવે તો તે કામની છે. જેને એ આવે, તેને ઉનો પવન આવતો હોય તો કોણ બારણું વાસવા જાય, થોડું સહન જ કરી લેવા દે, એમ થાય. નિદ્રા - વ્યવહારમાં ઊંધવુ અને પરમાર્થમાં જાગ્રત રહેવું. “વ્યવહાર સૂતો મૂકે, તો જાગે આત્મકાર્યમાં; ચિંતવે વ્યવહારો છે, તે ઊંઘે આત્મકાર્યમાં;” -શ્રી સમાધિશતક કેવળજ્ઞાનીઓ જેમના ચારેય ઘાતિ કર્મનો ક્ષય થયો છે તે ઊંઘતા નથી. જેને જેને એ દર્શનાવરણીય વગેરે કર્મનો ક્ષય કરવો છે તે પણ નિદ્રાની સામે પડે છે. નિશદિન નયનમેં નીંદ ન આવે, તબ નરહી નારાયણ પાવે.” સાઘક શું કરે છે? જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે “અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે; અલ્પ આહાર આસન દઢ ઘરે, નયન થકી નિદ્રા પરહરે.” -શ્રી ચિદાનંદજી (‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં' તેના જેવું છે. જોગાના=યોગરૂપ અગ્નિ) અર્થ - રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપ અગ્નિ જે કર્મને બાળી દેનાર છે તેને ઘટમાં જગાવે. હવે તેને સહાયક એવા સાઘન બોઘે છે – થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. પ, વીર, સિદ્ધ કે ગમે તેવું આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગ શબ્દથી દેશપરિત્યાગ સમજાવ્યો છે. મન, વચન, કાયાના યોગની સ્થિરતામાં જે નિદ્રાથી બાઘ થાય છે તે નિદ્રા અર્થાતુ પ્રમત્તપણાનું કારણ એવી દર્શનાવરણીય કર્મથી ઉત્પન્ન થતી નિદ્રા અથવા અકાલિક નિદ્રા એટલે ગમે ત્યારે ઊંઘ આવી જાય છે તેનો ત્યાગ કરે. પહેલી જરૂર પ્રમાદ ઓછો કરવાની છે. પ્રમાદના પંદર ભેદ છે – ૫ વિષય, ૪ કષાય, ૪ વિકથા, ૧ સ્નેહ અને ૧ નિદ્રા. આ પ્રમાદ ઓછો કરવો જ છે એટલું રહે તો વિચાર સ્ફરે. માટે આત્મહિત ઇચ્છનારે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવાં. ૮. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. - ગૃહસ્થ અવસ્થામાં પણ વેપારાદિકની ઉપાથિથી જેમ બને તેમ નિવૃત્તિ મેળવવી, એને નિવૃત્તિની ભાવના કહે છે. કૃપાળુદેવના પત્રમાં અનેકવાર આવે છે કે સર્વસંગ પરિત્યાગ ન બને તો વેપારરૂપ પ્રવૃત્તિથી તો નિવૃત્ત થવું અને સત્સંગ કરવો. “જેમ જેમ ઉપાથિનો ત્યાગ થાય તેમ તેમ સમાથિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાથિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.” (વ. પૃ. ૪૫૨) “તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર; પરિહર પરિહર મોહ તું, કર કર આત્મવિચાર. Page #24 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નિષ્કારણ કરુણા કરી, સંત કરે પોકાર; અગ્નિ આરંભ–પરિગ્રહ, બળી મરશો, નિર્ધાર.’’ –પૂ. શ્રી બ્રહ્મચારીજી ૯. સર્વ- સંગ ઉપાધિ ત્યાગવી. સર્વ સંગ ઉપાધિને ત્યાગી સાધુ થવું. બાહ્યાયંતર નિગ્રંથ થવું. “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંઘનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?” અપૂર્વ અર્થ – અપૂર્વ સમકિત થતાં પહેલાં, પ્રથમ કોઈ કાળે નહીં થયેલો એવો ભાવ આવે તે. બાહ્ય અને અત્યંતર ગ્રંથિ, બાહ્ય સગાં સંબંધી ઘનઘાન્ય આદિ; અત્યંતર એટલે અંતરની મિથ્યા માન્યતા, વાસના, કષાય વગેરે. તે બધાને તપાસી મિથ્યાત્વજનિત મૂળ સહિત સૂક્ષ્મ વાસના ક્યારે કઢાશે? મહાપુરુષોનો માર્ગ – સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ – મોક્ષપંથ; વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ માને, જાણે અને પોતાના સ્વભાવમાં સ્થિર થાય, એ માર્ગે ક્યારે ચલાશે? (નિત્યનિયમાદિ પાઠ પૃ.૬૭) ૧૦. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ગૃહસ્થાશ્રમમાં રહેવું પડે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમની મર્યાદામાં રહેવું. બીજા સગૃહસ્થો વર્તતા હોય તેમ વર્તવું. ભીખ માગીને ગૃહસ્થ ન ખાય, પણ સાધુ ભીક્ષા લે. ગૃહસ્થાશ્રમ તે મુનિધર્મની યોગ્યતા પ્રાપ્ત કરવાનો આશ્રમ છે. તેમાં મુખ્યપણે જ્ઞાની પુરુષોના ઉપદેશ અનુસાર ગૃહસ્થાશ્રમને યોગ્ય વર્તન કરવું. માયા કપટ કરવા નહીં. જેવું અંતરમાં હોય તેવું બહાર રાખવું. મુંબઈમાં કૃપાળુદેવને કોઈએ પૂછ્યું કે શ્રાવકોની નીતિ કેવી હોય ? ત્યારે સામે રાજાબાઈ ટાવર દેખાતો હતો તે બતાવીને કૃપાળુદેવે કહ્યું કે – આ ન્યાયાધીશના કરેલા ફેંસલા પર લોકોને જેવો વિશ્વાસ હોય તેવો ઓછામાં ઓછો વિશ્વાસ લોકોને શ્રાવકો પર હોવો જોઈએ. શ્રાવક અનીતિમાં ન જ પ્રર્વતે એવું પ્રત્યેકના હૃદયમાં હોવું જોઈએ. જેમ ન્યાયાઘીશ કાયદાને લઈને નીતિ પાળે તેમ સમજી શ્રાવક ધર્માત્મા હોય, તે પોતાનું કરેલું પોતાને જ ભોગવવું પડશે એમ યથાર્થ જાણતો હોવાથી અન્યાયમાં કદી પ્રવર્તે નહીં, પણ ગૃહસ્થાશ્રમના આચાર પ્રમાણે વર્તે. આવો શ્રાવકનો ગૃહસ્થાશ્રમ વિવેકી હોવો જોઈએ. ૧૧. તત્ત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત ક૨વો. સર્વજ્ઞને આધારે સર્વ તત્ત્વધર્મ એટલે તત્ત્વનું સ્વરૂપ નિર્ણય કરીને કહેવા યોગ્ય છે. પોતાની બુદ્ધિથી નિર્ણય કરેલા પદાર્થો બુદ્ધિ ફરતાં જુદા રૂપે ભાસે છે. પણ સર્વજ્ઞના આધારે વસ્તુનું સ્વરૂપ જણાયું હોય તો વસ્તુનો જે સ્વભાવ ત્રણે કાળ રહેવાવાળો છે તેવો જ જણાય છે, તેથી ભૂલ રહેતી નથી. માટે આત્માદિ તત્ત્વોનો ધર્મ સર્વજ્ઞ પ્રણીત એટલે તેમના કહેલા સ્યાદ્વાદ વડે જ સમજવા યોગ્ય છે. ૧૨. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. ત્રીજું વાક્ય “વૈરાગી હૃદય રાખવું” અને ચોથું વાક્ય ‘દર્શન પણ વૈરાગી રાખવું”. હવે આ બારમું વાક્ય વૈરાગ્ય સાથે ગંભીરભાવ રાખવા જણાવ્યું. કોઈ ઉત્તમ બોધનો હૃદયમાં પ્રવેશ થવાથી હૃદયમાં પ્રથમ વૈરાગ્ય આવે છે. તે ઉત્તરોત્તર આગળ વઘી ગંભીરતા પ્રગટાવે છે. જેમકે પ્રથમ શ્રદ્ધા કે માન્યતા જીવને થાય તે હૃદયમાં રહે છે. પછી તે પ્રમાણે આચરણ થાય ત્યારે તે શ્રદ્ધા પ્રદર્શિત થાય છે ૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ અને વિશેષ અભ્યાસના ફળસ્વરૂપ ઉત્તમ આચરણ જેમ જેમ થાય છે તેમ તેમ સહેજે બેસતાં, ઊતાં, ફરતાં પણ એ જ વૈરાગ્યમય દશા રહે છે અને પછી ગંભીરતા આવે છે. વૈરાગ્યથી બેસવું – સામાન્ય રીતે વૈરાગ્યથી બેસવું એટલે કોઈ આવીને બેસે, ત્યારે કોઈ તેને કહે કે આ આસન પર બેસો. તો કહે, ના, હું તો આટલું કહેવા જ આવ્યો હતો, મારે તો જવું છે; એટલે એનો કહેવાનો ભાવ એમ છે કે મારે અહીં બેસી રહેવું નથી. તડકે કે ગમે ત્યાં બેઠો હોય પણ આટલું કામ પતાવીને મારે તો જતું રહેવું છે એમ તેના મનમાં હોય. તેમ જેને આ જિંદગીમાં મોક્ષનું જ કામ કરી લેવું છે એમ રહેતું હોય તે પછી બીજાં ગમે તેવું ખાવાપીવાનું હોય કે અનુકૂળતા પ્રતિકૂળતા કે હોય તેના તરફ લક્ષ આપતા નથી. માત્ર મોક્ષને અર્થે જ હું તો જન્મ્યો છું, એમ જેને ભાવ રહેતો હોય તે વૈરાગ્યથી બેઠો છે એમ કહેવાય. એને જન્મમરણ થાય એવા સંસારમાં બેસી રહેવું નથી પણ મોક્ષે જવું છે. ગંભીરભાવથી બેસવું - ઉપર કહેલ વૈરાગ્યમાં મોક્ષે જવાની ઉતાવળ છે જયારે ગંભીરતામાં વિચાર છે, સહનશીલતા છે. ગંભીરતા હોય તો કશું કામ બગડે નહીં. વૈરાગ્ય હોય તેની સાથે ઉતાવળીયો સ્વભાવ હોય, ગંભીરતા ન હોય તો કંઈક ભૂલ કરી બેસે અને મોક્ષ લેવાને બદલે સંસાર વધારે, એમ થઈ જાય. જેમકે કોઈને ઉપલક વૈરાગ્ય આવ્યો હોય અને દીક્ષા લેવાનું મન થઈ ગયું હોય, ત્યારે તેમાં જે જે વિઘ્નરૂપ લાગતો હોય એવો છોકરો કે સ્ત્રી વગેરે મરી જાય કે ઘન હોય તે લૂંટાઈ જાય એવી ઇચ્છા કરે તો પાપ બાંધે અને નરકે જાય. માટે સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઈએ. તે વૈરાગ્ય હોય પણ જો સાથે ગંભીરતા ન હોય તો વખતે આર્તધ્યાન થઈ જાય, વિઘ્ન કરતી વસ્તુઓનો વારંવાર વિચાર આવે અને ક્લેશિત પરિણામ થાય. પણ ગંભીરતા છે તે મૂળ વસ્તુ સમજાવનાર છે કે મેં પોતે જ બાંધેલા આ કર્મ છે. તે મારે પોતાને જ ભોગવવાના છે. ભોગવ્યા વિના છૂટે નહીં. એમ ગંભીરતા હોય તો વિચાર આવે અને સહન કરે. નહીં તો સંસારથી કંટાળેલો હોય અને કોઈ કંઈ કહી જાય તો તરત છંછેડાઈ જાય. જેમકે કોઈને ન ઉતાવળું કામ હોય અને કંઈ પૂછવા આવે, સલાહ લેવા આવે તો એને લાગે કે આ બઘા મારો જીવ ખાય છે. પણ ગંભીર સ્વભાવ હોય તો જેવો પ્રસંગ આવી પડે ત્યાં કેમ વર્તવું તે સમજે છે અને તેનો ઉકેલ લાવે છે, પણ મુંઝાય નહીં અને એમ જાણે કે આ તો મારા જ પૂર્વ કર્મનો દોષ છે. તેનું અત્યારે આ ફળ આવ્યું છે. પણ ફરી નવો સંબંધ રાગ, દ્વેષ, આસક્તિ કરીને ન જોડીએ તો ફરી એવાં કર્મ ઉદયમાં આવે નહીં. માટે વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવા માટેની યોગ્યતા કેળવું. ૧૩. સઘળી સ્થિતિ તેમજ. ઉપર કહેલી દશા પ્રાપ્ત થાય તો બધું હરવું, ફરવું, બોલવું વગેરે વૈરાગ્ય એટલે આસક્તિ રહિત અને ગંભીરતા સહિત થાય. જેમ નોકર શેઠનું બધું કામ કરે, વિચાર કરે, બઘી યોજનાઓ ઘડી આપે પણ તેને પોતાપણું કશામાં લાગતું નથી, શેઠે પૈસા ક્યાં રોક્યા છે એ બધું જાણે છે છતાં એ મારા નથી એમ અને અંતરમાં રહેલું છે, તેથી કોઈ વાતની ભારે ચિંતા ફીકર કે હર્ષ શોક તેને થતા નથી. તેમ જેને સાચો વૈરાગ્ય હોય તેની સઘળી સ્થિતિ તેમજ હોય છે. ૧૪. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. વચન કેવું હોવું જોઈએ તે સંબંધી કહે છે. વિવેકી — વિવેકી એટલે વચન બોલતાં પહેલાં તેથી પોતાનું કે બીજાનું હિત થશે કે અતિ થશે ૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તેનો વિચાર કરી પછી બોલવું તે વિવેકી વચન. વિનયી – માન ત્યજીને બોલે તે નમ્રતાવાળું વચન બધાને રુચે છે, પણ આગ્રહ હોય તો ખેંચે છે. - પ્રિય - પ્રિય એટલે કર્ણપ્રિય. જે વડે બીજાની લાગણી ન દુભાય પણ સદ્ભાવ પ્રગટ કરે તેવું વચન તે પ્રિય વચન. પણ મર્યાદિત બોલવું - જયાં જેમ ઘટે તેમ મર્યાદામાં રહીને બોલવું. જેમકે સ્ત્રી પતિને કહેતી હોય તો તે રીત જુદી અને પિતા પુત્રને કહેતો હોય તે રીત જુદી. એક જ વસ્તુ કહેવાની હોય પણ કહેવાની પદ્ધતિમાં ફેર હોય છે, કારણકે દરેકની અવસ્થા જુદી જુદી છે. તે પ્રકારે કહેવાય તો તે ગ્રાહ્ય થાય છે. મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યાં સાચી વાત પણ મારી જાય છે. પ્રભુશ્રીજીએ કહ્યું કે કૂવા પર જઈને પાણી માંગતી વખતે પુત્ર પોતાની માને કહે કે “માજી, પાણી પાવ.” તો ખુશીથી પાણી પાય; પણ “મારા બાપની બૈરી પાણી પાએમ કહે તો ગમે નહીં. એને જોઈએ છે પાણી,પણ વિનય કે અવિનયને લઈને તેનું ફળ સવળું કે અવળું આવે છે. મર્યાદિતનો બીજો અર્થ–જોઈએ તેટલું જ; તેથી વઘારે બોલ બોલ કરવાની જરૂર નથી. કૃપાળુદેવે કહ્યું કે- “અલ્યભાષી થવું.” થોડું બોલીને હિત ઘણું કરે એવો ભગવાનનો ગુણ છે. સ્તવનમાં આવે છે કે “સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે, ગુણરસીયા” -શ્રી યશોવિજયજી માટે વચન વિવેકી, વિનયી અને પ્રિય બોલવું પણ મર્યાદિત બોલવું. ૧૫. સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. સાહસના કામમાં ઘનનો કે કીર્તિ મેળવવાનો કે આઠ મદમાંથી કોઈનો આશય છે? કે કોઈની પ્રેરણાથી આ સાહસ કરીએ છીએ તે પહેલાં વિચારવું. એ કામ પૂરું કરવા જેટલી આપણી શક્તિ છે? કે આમાં કેટલો સમય આપી શકીશું? કે એનું શું પરિણામ આવશે? વગેરે પ્રથમ વિચારીને પગલું ભરવું. પુષ્પમાળાના પુષ્પ-૩૪માં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે – “આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ઘારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” કોઈ પણ કામ માટે સાહસ કરીએ તે પહેલા જ વિચારી લેવું, જેથી પાછળ પસ્તાવું ન પડે. ૧૬. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. જે જે કારણોથી પ્રમાદ થાય તે કારણો તપાસીને દૂર કરવાં. મુખ્યત્વે આત્માને ભૂલી જવું તે પ્રમાદ છે. સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક છે. ત્યાં પ્રમાદ નથી; કારણ ત્યાં નિરંતર આત્માનો ઉપયોગ છે. આઠમા ગુણસ્થાનકથી જીવી શ્રેણી માંડે છે, પછી કેવળજ્ઞાન થાય છે.. પ્રમાદના લક્ષણ – મોક્ષમાળામાં “પ્રમાદ’નામના પાઠમાં પરમકૃપાળુદેવ જણાવે છે – “(૧) ઘર્મની અનાદરતા (૨) ઉન્માદ (ઉન્મત્તપણું) (૩) આળસ અને (૪) કષાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે.” પ્રમાદને શ્રી તીર્થકર કર્મ કહે છે. પ્રમાદના આઠ ભેદો :- (૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યય (૪) રાગ (૫) દ્વેષ (૬) સ્મૃતિભ્રંશ (૭) યોગ પ્રવૃત્તિની અસાવઘાનતા અને (૮) ઘર્મની અનાદરતા. પ્રમાદના બીજી રીતે પંદર ભેદો - ૫ વિષય, ૪ કષાય, ૪ વિકથા, ૧ નિદ્રા, ૧ સ્નેહ (રાગ). Page #27 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રમાદને તીર્થકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજાં એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે”. -શ્રીમદ રાજચંદ્ર (વ.પૃ.૩૯૧) “ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે.” (વ.પૃ.૩૬૧) મારે પ્રમાદ ઓછો કરવો છે એ પહેલાં નિર્ણય કરી આખા દિવસમાં તેનું લક્ષ રાખ્યા કરે કે પ્રમાદ ઓછો થાય છે કે નહીં એમ ઘડીએ ઘડીએ તપાસતો રહે. જે નિર્ણય કર્યો તેની વારંવાર સ્મૃતિ થવાથી તે પ્રમાણે વર્તાય છે. “એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (વ.પૃ.૩૬૧) તાત્પર્ય એ કે આત્મામાં લીનતા હોય, આત્માની વિસ્મૃતિ ન થાય, સ્મૃતિમાં બીજી વાત ન રાખે, તેમ વર્તવાથી પ્રમાદ દૂર થાય છે. “આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દ્યો ચિરકાળ ના; આત્માર્થે વાણી-કાયાથી, વર્તે તન્મયતા વિના.” -શ્રી સમાધિશતક એમ કોઈપણ રીતે પ્રમાદને દૂર કરવો, કારણ એના જેવો જીવનો કોઈ બીજો શત્રુ નથી. ૧૭. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે - “નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૧૫૫) ગમે એટલું કામ હોય પણ ક્રમે ક્રમે, થોડું થોડું થતું હોય તો ભાર લાગે નહીં. કાંકરે કાંકરે પાળ બંઘાય. શરૂઆતમાં અઘરું લાગતું હોય પણ જો રોજ કરવાની ટેવ પડી જાય તો પછી સહજ થઈ જાય છે. અશક્ય લાગે એવા કામો પણ નિયમિત કાર્ય કરનારાઓ કરી શકે છે. ૩૩ વર્ષની ઉંમરમાં કૃપાળુદેવે કેટલાં બધાં કામો કર્યા છે. કેટલા વિચારો કર્યા છે, કેટલાં લખાણો કર્યા છે. હજારેક પરમાર્થ સંબંધી પત્રો લખ્યા છે અને કેવી આત્માની સિદ્ધિ કરી!સાથે કેટલાં કામો-સંસાર, સગાં, કુટુંબના કરવા પડ્યા. કેટલાય કામો તો વૈરાગ્યની વૃત્તિ હોવાથી પત્રો લખવા વગેરેના પડ્યા રહેતા! એવી કામની ભીડ વચ્ચે પણ કેવા અભુત કામો કર્યા છે! ૧૮. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. “પુષ્પમાળા' ૧૦૪મું પુષ્પ – “સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરુ છું.” શુક્તભાવથી એટલે જે ભાવથી બીજાને તમારા પ્રત્યે મોહ થવાને બદલે તેના હૃદયમાં પવિત્રતા વધે તે શુક્લભાવ. શ્રીબાહુ જિનના સ્તવનમાં પણ કહ્યું છે કે – “રૂપ અનુત્તર દેવથી, અનંતગણ અભિરામ; પ્રભુજી જોતાં પણ જગી જંતુને, ન વધે વિષય વિરામ. પ્રભુજી” બાહુo -શ્રી દેવચંદજી અરિહંતનું રૂપ સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં પણ સુંદર છે. છતાં તેથી વિષય વધે નહીં પણ ઊલટા વિરામ પામે છે. “કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ઘર્મ સહાય; પ્રભુજી નામાદિ સંભારતા, મિથ્યાદોષ વિલાય, પ્રભુજી” બાહુ –શ્રી દેવચંદજી Page #28 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શુદ્ધ આત્મા જેના અંદર છે, જેનું હૃદય ધર્મભાવનાથી શુક્લ એટલે પવિત્ર છે; તેના પ્રત્યે જેનો ભાવ વળે છે તે ઘર્મ અર્થે થાય છે. કારણ કે તે ભગવાન તો વિષયને પોષનાર હોતા નથી; પણ વિષયનું વિરેચન કરાવનારા છે. સારાંશ કે એવા સારા શુદ્ધ ભાવ રાખવા, લોહચુંબક જેવા. પોતાના સારા ભાવથી બીજા જીવો પણ આકર્ષાઈ ઘર્મમાર્ગમાં જોડાય, તે રૂપ થાય. પુરુષનું સ્વરૂપ કેવું હોય છે, સપુરુષ કેવા હોય છે તે ટૂંકમાં કહ્યું કે તે શુક્લભાવથી ભરેલા હોય છે. જેમ દીવો કરીએ છીએ ત્યાં બીજા જીવડાંઓ ખેંચાઈને આવે છે, તેમ જ્ઞાનજ્યોતિ જયાં પ્રગટ હોય ત્યાં બીજા અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારમાંથી આકર્ષાઈને જ્ઞાની પ્રત્યે આવે છે અને સુખી થાય છે. તે જીવડાઓ તો દીવાની જ્યોતમાં મરી જાય છે. તેમ “આખો લોક ત્રિવિઘ તાપથી બળતો છે.” પણ તેમાં સત્પરુષનાં વચન શીતળતા આપનારાં છે. માટે તે વચનો વડે અંતઃકરણને શુક્લ કરવું. ૧૯. શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. “ઘર્મ અર્થે બહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં ઘર્મ; પ્રાણ અર્થે સંકટ પડેછે, જાઓ એ દ્રષ્ટિનો મર્મ.” મનમોહન -શ્રી યશોવિજયજી દેહ તજવો પડે તો ઘર્મ કે પ્રતિજ્ઞા અર્થે તજવો સારો છે, કેમ કે દેહ તો ફરી મળશે પણ ઘર્મને જતો કર્યો તો ઘર્મ મળશે કે નહીં તે નક્કી નથી. હાથીના દાંત જેમ બહાર નીકળ્યા પછી પાછા અંદર પેસતા નથી, તેમ એક વખત સત્પરુષને જે વચન આપ્યું, પ્રતિજ્ઞા લીધી તે પ્રાણ જતાં પણ તોડવી નહીં. “પ્રાણ જતાં પણ ન કરું ન્યારું હે પ્રભુ! મારી શ્રદ્ધા વધે એમ જરૂર કંઈ કરશો. તમારે શરણે આવ્યો છું, તમે મને પાળતા રહ્યા છો અને અંત સમયે તો જરૂર મારું રક્ષણ કરવા કૃપા કરજો. સરુમાં મારી શ્રદ્ધા છે તેનું ફળ નિર્ભયતા આવે કે હવે મરણ આવે તો પણ કંઈ હરકત નથી અથવા મરણ આવવાનું જ નથી – હું મરી શકું એમ જ નથી; હું અવિનાશી આત્મા છું એમ મને રહે. મરણ એ તો એક પર્યાય છે, પર્યાયો તો ક્ષણે ક્ષણે પલટાય છે. એમ પર્યાયવૃષ્ટિ છૂટીને દ્રવ્યદ્રષ્ટિ એટલે હું આત્મા છું એ ભાવ દ્રઢ થાય એવી માગણી કરું છું તથા અંત સમય ઉપકારી વહેલા આવજો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું. પ્રતિજ્ઞા જેટલી પળે તે પ્રમાણમાં જ લેવી. લઈને તોડવાથી ઘણું નુકશાન થાય છે. જેમકે સરોવરની પાળ હોય અને એક જગાએથી તોડી હોય તો પાણી બધું જતું રહે છે; તેમ કોઈ પણ એક પ્રતિજ્ઞા તોડવાથી આત્મબળને હાનિ પહોંચે છે, ઘક્કો લાગે છે કે જેથી બીજી પ્રતિજ્ઞા પાળવાનું પણ બળ રહેવું મુશ્કેલ બને, ડગમગ થાય. માટે વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી, અને તેને પ્રાણના જોખમે પણ પાળવી. કોઈ ઉપવાસનું પચખાણ (પ્રતિજ્ઞા) લે અને એક દાણો પણ મોઢાંમાં નાખે તો વ્રત તોડવાનું પાપ લાગે, અને કોઈ એકાસણાનું વ્રત લઈને એકવાર ઘરાઈને ખાય તો પણ એને ઘર્મ થાય. એમ વ્રતભંગનું મહાપાપ કહ્યું છે. માટે શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. ૨૦. મન વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. કાયા છે તે પણ પર વસ્તુ છે. તે પરપત્ની જેવી છે. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવાં; નિગ્રંથનો પંથ ભવ - અંતનો ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૧૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૦માં વાક્યમાં “ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો” એમ કહ્યું તેમાં પરપત્નીનો ત્યાગ એ ગૃહસ્થ જીવનમાં મુખ્ય છે. ગૃહસ્થ - અવસ્થામાં આદર્શરૂપ શ્રી રામ અને સીતા ગણાય છે. તે એક પત્નીવ્રતથી અને સતીપણાને લઈને છે. બધી પરવસ્તુઓમાં કાયા એ વિશેષ મોહ ઉપજાવનારી વસ્તુ છે. તેથી જ્ઞાનીએ પોતાની કાયા કે પરની કાયામાં આસક્તિ નહીં રાખવા માટે વારંવાર કહ્યું છે. તુલસીદાસે પણ કહ્યું કે પરઘન પત્થર માનવું, પરસ્ત્રી માત સમાન; ઇતના કિયે જો હરિન મિલે, તો તુલસીદાસ જમાન.” જમાન=જામીન, જવાબદાર, જોખમ લેનાર છે. દેહાધ્યાસ ઘટાડવા માટે આટલું કહ્યું. કાયા એ પરવસ્તુ છે. દેહાધ્યાસ હોય ત્યાં સુધી સ્વ કે પર કાયા પ્રત્યે આકર્ષણ થયા કરે છે. માટે સાતમું પરસ્ત્રી ત્યાગ વ્યસન કહ્યું. તે પહેલું ત્યાગવા યોગ્ય છે. સામાન્ય સગૃહસ્થને આટલું તો હોય જ. જેની વૃત્તિ કાબૂમાં આવી છે તે ઘારે તે કરી શકે. માટે પરસ્ત્રીનો ત્યાગ મન, વચન અને કાયા ત્રણે યોગ વડે સેવવો. “સ્ત્રીને જોઈને સંસારી વિષયલંપટી જીવને મોહ થાય, તે ગાઢ કર્મ બાંધે; ત્યાં જ્ઞાનીને તે જોઈને વૈરાગ્ય થાય છે.” (બો.૩ પૃ.૧૫૬) શિવાજીનું દ્રષ્ટાંત – પરસ્ત્રી માત સમાન. “શિવાજી છત્રપતિ મહારાષ્ટ્રના ભક્તરાજા વિષે કહેવાય છે કે એક વખતે લૂંટમાં ઘનમાલ, ઘોડા તથા સ્ત્રીઓ વગેરે જે પકડાયાં હતાં તે કચેરીમાં હાજર કર્યા. ત્યારે એક રૂપવંતી બાઈ પકડાઈ હતી. તેના સામું શિવાજી થોડીવાર જોઈ રહ્યા પછી બોલ્યા કે મારી મા જીજીબાઈ પણ આવી જ હતી. તે સાંભળી સર્વ સામંતો આશ્ચર્ય પામી બોલી ઊઠ્યા કે અહો! આપણાં ઘનભાગ્ય છે કે આવા પવિત્ર નાયક આપણે માથે છે. મોગલ રાજાઓને હાથે આવું સ્ત્રીરત્ન ચડ્યું હોય તો તે જનાનામાં મોકલી રાણી બનાવત અને ભોગમાં મગ્ન થાત. પણ શિવાજીએ તેને તેના પતિને ત્યાં ભેટ સાથે પાછી મોકલાવી, એમ કહેવાય છેજી. આ દ્રષ્ટાંત ઉપરથી સત્પરુષના શિષ્યને ઘણું વિચારવાનું છે કે બંઘન કરાવે તેવાં જગતનાં કારણો તો ચારે બાજુ ઘેરીને રહ્યાં છે, તેમાંથી બચવાનું સાધન એક સપુરુષે કરેલી આજ્ઞા, સ્મરણ, વૈરાગ્ય, બોઘની સ્મૃતિ આદિ છે. તે સાઘનને જીવ જો પ્રમાદને લઈને ન વાપરે તો કર્મબંઘ થતાં વાર ન લાગે તેવા સંજોગો આ કાળમાં જીવની ચારે બાજુ ગોઠવાયેલા છે.” (બો.૩ પૃ. ૧૫૬) ૨૧. વેશ્યા, કુમારી, વિઘવાનો તેમજ ત્યાગ. ઉપરના વાક્યોની પૂર્તિરૂપ આ વાક્ય છે. પરસ્ત્રી તે પારકી માલિકીની વસ્તુ ગણાય છે. જયારે વેશ્યા, કુમારી, વિઘવા પરની ગણાતી નથી, તો પણ વિષયાધિનને તો પોતાની વૃત્તિ બગડવાથી તે જ દોષ લાગે છે. ૨૦માં વાક્યમાં પરપત્નીથી પોતાના આત્મગુણનો ઘાત થાય છે તથા બીજાની લાગણી દુભાય છે, જેની પત્ની હોય તેને આઘાત લાગે છે; એમ બે દોષ થાય છે. ૨૧માં આ વાક્યમાં પણ પહેલો દોષ આત્મગુણનો ઘાત ગણાવ્યો તે તો છે જ, તેમજ બીજો દોષ કુમારી, વિઘવાના જે નિકટના સગાં હોય તેમને પણ આઘાત લાગે છે. માટે જેને ઘર્મ કરવો હોય તેને તો આ સર્વે તજવા યોગ્ય જ છે. ઘમ્મિલકુમારનું દ્રષ્ટાંત – વેશ્યામાં લુબ્ધ. ઘમ્મિલકુમાર શેઠ પુત્ર જન્મથી વૈરાગી હતો. નિરંતર ઘર્મધ્યાન કરતો. બીજા શેઠની પુત્રી યશોમતિ સાથે તેના લગ્ન થયાં છતાં તેની પાસે જાય નહીં; ૧૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પણ ઘર્મધ્યાન કર્યા કરે. તેથી માતાએ પિતાને કહ્યું, એને વ્યસનીઓ સાથે સંગ કરાવો તો એ ઠેકાણે આવશે. શેઠે કહ્યું પુત્ર હાથમાંથી જશે. છતાં શેઠાણીના હઠથી વ્યસની છોકરાઓ સાથે મિત્રતા કરાવી. તેથી ઘીમે ઘીમે તે વેશ્યાને ત્યાં જવા લાગ્યો. પછી વેશ્યાને ત્યાં જ રહેવા લાગ્યો. એ જે પૈસા મંગાવે તે મોકલવા લાગ્યા. પિતા બિમાર થયા તો ય આવ્યો નહીં. મરી ગયા તોય આવ્યો નહીં. પછી માતા પણ મરી ગઈ. પૈસો બધો પૂરો થવાથી છેલ્લે પોતાની સ્ત્રીના ગળે પહેરેલ મંગળસૂત્ર વેશ્યાની અક્કા પાસે આવ્યું. તેથી હવે તેને સાવ નિર્ધન થયેલો જાણી ખૂબ દારૂ પીવડાવી, મૂર્શિત અવસ્થામાં જંગલમાં મૂકાવી દીધો. પછી પરદેશ ગયો ત્યાં ઘણી કન્યાઓ પરણ્યો. પાછો પોતાના નગરે આવ્યો રાજાએ નગરશેઠની પદવી આપી. અંતે પુણ્યબળે ફરીથી ઘર્મધ્યાન કરી દીક્ષા લઈ સ્વર્ગે ગયો. કુસંગથી કેવી ભયંકર સ્થિતિ થાય છે તે જાણી માતાપિતાએ બાળકોની પૂરી સંભાળ રાખવી. અનંતમતિનું દ્રષ્ટાંત – કુમારી કન્યામાં લુબ્ધ. ચંપાનગરીમાં પ્રિયદત્ત શેઠ તથા શેઠાણી અંગવતીએ એકવાર આચાર્ય ભગવંત પાસે આઠ દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેતાં પુત્રી અનંતમતિને પણ હાથ જોડવા કહ્યું. તેણે મનથી આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. એક દિવસ બગીચામાં સખીઓ સાથે તે હીંચકા ઉપર બેઠી હતી. તેને જોઈ વિદ્યાઘર મોહ પામ્યો. તેથી તેને ઊંચકી પોતાના વિમાનમાં બેસાડી લઈ જતાં સામેથી પોતાની સ્ત્રીને આવતાં જોઈ અનંતમતિને જંગલમાં મૂકી દીધી. ત્યાં ભીલરાજ તેના ઉપર બળાત્કાર કરતાં તેના શીલના પ્રભાવે વનદેવતા ભીલને મારવા માંડ્યો. તેથી ભીલે તેને એક વ્યાપારીને આપી. તેણે પણ પોતાની સ્ત્રી કરવા પ્રયત્ન કરતાં, નહીં માનવાથી વેશ્યાને આપી. વેશ્યા બનવાનું ના પાડતા તેણીએ રાજાને આપી. રાજા બળાત્કાર કરવા જતાં નગરદેવતાએ રાજાને ઉપસર્ગ કર્યો, તેથી ભય પામી તેને ઘરની બહાર છોડી દીધી. ત્યાં કમલશ્રી સાઘવીએ જોઈ તેને પોતાની પાસે રાખી. માતાપિતા અયોધ્યાની યાત્રાએ આવતાં અનંતમતિનું ફરીથી મિલન થયું. આવા કષ્ટો વેઠીને પણ પોતાના શીલની રક્ષા કરી. જે કુમારી કન્યામાં મોહ કરે તેને પાપના દંડ ભોગવવા પડે; માટે તેવા પાપ કરવા નહીં. કપિલનું દ્રષ્ટાંત - વિઘવામાં લુબ્ધ. કપિલ વિદ્યા પ્રાપ્ત કરવા જતાં વિધવા સ્ત્રીમાં મોહ પામ્યો. તેથી તૃષ્ણાના પુરમાં ગળકા ખાવા લાગ્યો. જ્યારે વિચાર કરી પાછો ફર્યો તો તૃષ્ણાનું શમન થયું અને કેવળજ્ઞાન પામ્યો. આવા મોહના ફંદમાં ફસાવાથી વ્યવહારમાં તે નિંદાને પાત્ર થાય છે તથા પરભવમાં દુર્ગતિએ જાય છે. માટે આવા નિમિત્તોથી સદા દૂર રહેવું યોગ્ય છે. મોક્ષમાળા પાઠ ૪૬, ૪૭, ૪૮માં આ કથા છે. ૨૨. મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. મન -મનથી આ રૌદ્ર ધ્યાન થયા કરે છે. તે સહજ થઈ ગયું છે. જીવ ટેવાઈ ગયો છે. એને માટે પુરુષાર્થ કરવો પડતો નથી. વગર વિચારે જ એટલે અવિચારે એમ થયા કરે છે. જેમ નીક ન બાંધી હોય તો જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ચાલ્યું જાય છે, તેમ મનનો ઢાળ નીચો છે; તેને ઉચ્ચ વિચાર કરીને નીકની જેમ મર્યાદા બાંધી વશમાં રાખવા યોગ્ય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાગદ્વેષ કરનાર તો મન છે. તેને જીતવું હોય તો “તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દ સ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં.” –શ્રીમદ્ રાજચંદ્ર ૧૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ b * તંદુલમસ્યનું દ્રષ્ટાંત - તંદુલમસ્ય મોટા મસ્સના આંખની પાંપણ ઉપર ઉત્પન્ન થાય છે. તેનું શરીર ચોખાના દાણા જેટલું જ હોય છે. તેનું વજ8ષભનારી સંઘયણ હોય છે. મોટા માછલાના મુખમાંથી કેટલાક - નાના માછલાઓ આવ જાવ કરતા જોઈ તંદુલમસ્ય 0 38ી . રીતે હું વિચારે છે ? - વિચારે છે કે હું એ જગ્યાએ હોઉં તો એક પણ માછલાને જીવતો જવા દઉં નહીં, બઘા ખાઈ જઉં. પોતે નાનો હોવાથી ખાઈ શકતો નથી પણ આવા મનના ભાવથી મરીને સાતમી નરકે જાય છે. (ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ રના આધારે) વચન – અવિચારી વચન બોલવાથી પાછળ પસ્તાવું પડે. વેર બંધાઈ જાય તો ભવોભવ પાછું દુઃખ ઊભું થાય અને ભટકવું પડે છે. માટે વિચાર કરીને બોલવાની ટેવ રાખવા યોગ્ય છે. ચંદ્રા અને પુત્ર સર્ગનું દ્રષ્ટાંત - ચંદ્રા અને તેનો પુત્ર સર્ગ હતો. તે બહારથી ઘેર આવ્યો. ભૂખ બહુ લાગેલી હતી અને મા પણ કામ કરવા બહાર ગયેલી હોવાથી જ્યારે તે ઘેર આવી ત્યારે પુત્રે ક્રોધથી કહ્યું- શું તને કોઈએ ફાંસીએ ચઢાવી હતી? ત્યારે માએ પણ ગુસ્સામાં કહ્યું - શું તારા હાથ ભાંગી ગયા હતા કે શીકામાંથી ખાવાનું પણ ન લેવાય? આયુષ્ય પૂર્ણ થયે બન્ને મૃત્યુ પામ્યા. બીજા ભવમાં એકના હાથ કપાયા અને એકને શૂળીએ ચઢવું પડ્યું. બન્નેને અવધિજ્ઞાની ગુરુ મળવાથી તેમનો પૂર્વ ભવ કહ્યો તેથી જાતિસ્મરણજ્ઞાન પામ્યા. પછી અનશન ગ્રહણ કરી દેહ છોડી બન્ને સ્વર્ગે ગયાં. (ઉ.પ્રા.ભા.રના આધારે) ઉત્સુત્ર પ્રરૂપણા – એ વચનનો મોટો દોષ ગણાય છે. ભગવાનના વચનથી વિરુદ્ધ કહેવું તે ઉસૂત્ર પ્રરૂપણા છે. જેમકે પોતાને ગમતો અર્થ કરવો અથવા પોતાની શિથિલતા પોષવા માટે શાસ્ત્રના વચનને મરડીને પોતાના વર્તનને અનુકૂળ દર્શાવવું. પણ ભવભીરુ હોય તે તો પોતાની અશક્તિ દર્શાવે છે કે ભગવાને તો આમ કહ્યું છે પણ મારાથી તે પળાતું નથી; એમ પોતાના દોષ કહી સત્ય વાત કહે. જ્યારે ઉત્સુત્ર પ્રરૂપણા કરનાર તો ભગવાનના વચનોને પણ ફેરવી નાખે અને કહે કે ભગવાનના કહેલાં વચન પ્રમાણે જ અમે વર્તીએ છીએ. સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત – મગધ દેશમાં કુશસ્થલ નામના નગરમાં જીવાજીવાદિક તત્ત્વોને જાણનારા સુમતિ અને નાગિલ નામના બે ઘનાઢ્ય ભાઈ રહેતા હતા. કેટલેક કાળે કોઈ પાપકર્મના ઉદયથી તેઓ નિર્ધન થયાં. ત્યારે તે બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે “આપણે દ્રવ્યરહિત થયા છીએ, તેથી ઘન ઉપાર્જન કરવા માટે પરદેશ જઈએ.” એમ વિચારીને તેઓ શુભ દિવસે નીકળ્યા. માર્ગે ચાલતાં એક દિવસ તેમણે એક શ્રાવક સાથે પાંચ સાધુઓને જતા જોયા. સારો સંગાથ મળ્યો જાણીને તેઓ તેમની સાથે ચાલ્યા. કેટલેક દિવસે તે સાધુઓની ચેષ્ટા તથા વાણી ઉપરથી તેમને કુશીલીયા જાણી નાગિલે સુમતિને કહ્યું કે “આપણે આ સાધુઓ સાથે ચાલવું યોગ્ય નથી; કેમકે મેં શ્રી નેમિનાથના મુખથી એકવાર એમ સાંભળ્યું હતું કે “મેવવિદે ડખર અવંતિ તે સીજે, તે વિક્રિો વિ નિgિવો ન ખંતિ - એવા પ્રકારના સાઘુઓ વેષઘારી હોય છે, તેઓને કુશીલીયા જાણવા; તેઓ દ્રષ્ટિથી પણ જોવા યોગ્ય નથી. માટે ૧૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ - વાત હે ભાઈ! આપણે આ કુદ્રષ્ટિ (મિથ્યાદ્રષ્ટિ) ઓને છોડી આગળ જઈએ.” તે સાંભળીને સુમતિએ કહ્યું કે “હે નાગિલ! તું વક્ર દ્રષ્ટિએ દોષ જોનારો દેખાય છે. આ સાધુઓ સાથે વાતો કરવી તથા ગમન કરવું મને તો યોગ્ય લાગે છે.’ નાગિલે જવાબ આપ્યો કે “હે ભાઈ! હું મનથી પણ સાધુના દોષને ગ્રહણ કરતો નથી, પરંતુ મેં ભગવાન તીર્થંકરની પાસે કુશીલીયાને નહીં જોવાનો નિશ્ચય કર્યો છે.” સુમતિ બોલ્યો “જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવા તીર્થકર પણ હશે કે જેણે તને આવો નિષેઘ કર્યો.” એ પ્રમાણે બોલતા સુમતિના મુખને નાગિલે પોતાના હાથવડે બંધ કર્યું અને કહ્યું કે “હે બંધુ! અનંત સંસારના કારણરૂપ આવું વાક્ય તું ન બોલ. તીર્થકરની આશાતના તું ન કર. આ સાઘુઓમાં બાળતપસ્વીપણું જણાય છે, કેમકે તેઓ અનેક ગુણ વિષયાદિ દોષોથી દૂષિત છે, માટે હું તો તેમનો સંગ મૂકીને જાઉં છું.” સુમતિ બોલ્યો કે “હું તો પ્રાણાંત થતાં સુધી પણ એમનો સંગ છોડવાનો નથી.” તે સાંભળીને નાગિલ એકલો જુદો પડ્યો. પછી સુમતિએ તે સાઘુઓ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પાંચ સાઘુઓમાંથી ચારસાધુઓ તો અનેક ભવમાં પરિભ્રમણ કરી છેવટે મોક્ષપદને પામશે અને પાંચમો તો અભવ્ય હોવાથી અનંત સંસાર ભટકશે. શ્રી ગૌતમ ગણઘરે જિનેશ્વરને પૂછ્યું કે “હે ભગવાન! સુમતિ ભવ્ય છે કે અભવ્ય?” ભગવાન બોલ્યા “હે ગૌતમ! સુમતિનો જીવ ભવ્ય છે.” ગૌતમે પૂછ્યું “ત્યારે તે હાલ કઈ ગતિમાં છે?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! કુશીલીયાની પ્રશંસા તથા જિનેશ્વરની આશાતના કરવાથી તે પરમાઘાર્મિક દેવપણે ઉત્પન્ન થયો છે. ત્યાંથી ચ્યવીને તે અંડગોલિક મનુષ્ય થશે. તેની અંડગોલી લેવા માટે વેપારીઓ રસ્તામાં માંસ અને મદીરા મૂકતા મૂકતા તેને મોટી દળવાની ઘંટી ઉપર લાવી દેશે. તે ઘંટીનું પડીકું પહેલાથી ઊંચુ રાખશે. તે આવ્યા પછી તેના ઉપર તે નાખી દઈ તેને પીલશે. બાર મહિના સુધી તે ઘંટીમાં પીડાતા તેના પ્રાણ છુટશે. આવા ભયંકર દુઃખોને તે ભોગવશે. ત્યાંથી મરી-ફરી પરમાઘાર્મિક દેવ થશે. તથા ફરી અંડગોલિક મનુષ્ય થશે. એ રીતે સાત ભવ અંડગોલિકના કર્યા પછી અનુક્રમે વ્યંતર, વૃક્ષ, પક્ષી, સ્ત્રી, છઠ્ઠી નરકે નારકી અને કુષ્ટી મનુષ્ય એવા ભવોમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરીને છેવટે કર્મનો ક્ષય થતાં ચક્રવર્તી પદ પામી દીક્ષા ગ્રહણ કરી મુક્તિ મેળવશે. જ્યારે નાગિલ તો તે જ ભવમાં બાવીશમાં તીર્થંકર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈ મુક્તિને પામ્યો. (આ પ્રબંધ વિસ્તારથી મહાનિશિથસૂત્રના ચોથા અધ્યયનમાંથી જાણવો.) સુમતિના અવિચારે વચન બોલવાનું આવું ફળ જાણી ભવ્યોએ કુશીલીયાની પ્રશંસા કરવી નહીં. (ઉ.પ્રા. ભા.૧ના આધારે) કાયા- પુષ્પમાળામાં “પગ મૂકતા પાપ છે.” અવિચારે એટલે અયત્નાથી પાપનો વિચાર કર્યા વિના એમને એમ વર્તે તો પાપના ઘણા કાર્યો થાય છે. જેમકે લેવામાં, મૂકવામાં, બેસવા, ઊઠવા, ફરવાહરવામાં, નાહવામાં – એમાં જો વિચારપૂર્વક વર્તે તો ઘણાં પાપ અટકી જાય એવાં છે. તેથી અવિચારે કાયા પણ વાપરવી નહીં એક કહ્યું. જેમ તલવાર હોય અને વગર વિચારે ફેરવે તો પોતાને વાગી જાય, તેમ પોતાની કાયા પણ વગર વિચાર્યે વાપરે તો તે જ પોતાને પરિભ્રમણનું કારણ થાય છે. તરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે તે કર્મ બાંધવા માટે થઈ પડે. મહેશ્વર વણિકનું દ્રષ્ટાંત – મહેશ્વર નામના કોઈ વણિકે જૂ ને હાથમાં લઈ મારી નાખી. તેથી કુમારપાળે તેને શિક્ષા કરી અને કહ્યું – પરભવનો ભય ન લાગ્યો પણ મારો ભય પણ ન લાગ્યો કે મને રાજા શિક્ષા કરશે. મહેશ્વરે જીવિતની ભિક્ષા માગી ત્યારે કુમારપાળે કહ્યું – તારું સર્વ ઘન ખર્ચીને ૧૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ સુમતિ અને નાગિલ નાગિલ અંડગોલિક મનુષ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ યુકાવિહાર નામનું પ્રાસાદ કરાવ; જેને જોઈ બીજા જીવો પણ જીવ વઘ ન કરે. (ઉ.પ્રા.ભાષાંતર ભાગ-રના આધારે) માટે મન, વચન, કાયા અવિચારે વાપરું નહીં. ૨૩. નિરીક્ષણ કરું નહીં. મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૯માં બ્રહ્મચર્યની નવ વાડ લખી છે. તેમાં અંગોપાંગનું નિરીક્ષણ ન કરવું એમ જે લખ્યું તે ભાવાર્થનું આ વાક્ય છે. અંગોપાંગનું નિરીક્ષણ વિકારનું કારણ હોવાથી રોકવા માટે આ વાક્ય કહ્યું. હવે વાક્ય ૨૩થી ૪૩ સુધીમાં બ્રહ્મચર્યની રક્ષા સંબંધી વાડોનું વર્ણન કરે છે. “સ્ત્રીમાં એવી મોહિની છે કે પ્રથમ જીવને તેને નીરખવાનું મન થાય છે; પછી તેની સાથે વાતચીત કરવાનું મન થાય છે, પછી પોતાનાં યશ, કીર્તિ હોય તેને ઘૂળમાં મેળવવા નિર્લજ્જ બને છે, પછી ભ્રષ્ટ થઈ આ લોક, પરલોક બન્ને બગાડે છે. માટે જે મનુષ્ય આત્મહિત કરવું હોય તેણે સ્ત્રી તરફ દ્રષ્ટિ પણ ન કરવી, તેના અંગોનું નિરીક્ષણ ન કરવું અને તેના સંસર્ગમાં કદી આવવું નહીં. સ્ત્રીઓની કથાવાર્તા સાંભળવી નહીં. નિર્વિકારી પુરુષોનો સંગ કરવો. જેવા પુરુષોનો ભંગ કર્યો હોય તેવા ગુણો પ્રાપ્ત થાય છે.” (બોઘામૃત ભાગ-૧ પૃ.૧૪) કિરણરાણીનું દ્રષ્ટાંત – ઉદયપુરના મહારાણા પ્રતાપના ભાઈ સત્યસિંહની કિરણ નામની પુત્રી હતી. તેને પૃથ્વીરાજ ચૌહાણને પરણાવી હતી. દિલ્હીમાં મીનાર નામની બજાર હતી. ત્યાં સ્ત્રીઓ સિવાય કોઈ આવી શકે નહીં. સ્ત્રીઓ જ વેપાર કરે. અકબરની રાણીઓ વગેરે પણ ત્યાં વસ્તુ ખરીદવા આવે. એક વખત અકબર બાદશાહે કિરણ બહુ સુંદર છે એમ સાંભળેલુ. તેથી એક દુતીને તૈયાર કરી રાણી કિરણ પાસે મોકલી. અને કહ્યું કે મીનાર બજારમાં તેને લાવી મને સોંપીને તું જજે. તું જે માગીશ તે હું આપીશ. તેથી તે દૂતીએ કિરણ પાસે આવીને કહ્યું –મીનારમાં બહુ સુંદર વસ્તુઓ આવેલી છે, ચાલો આપણે ત્યાં જઈએ. તેથી કિરણરાણી તે દુતી સાથે મીનારમાં આવી. બાદશાહ પણ સ્ત્રીનો વેષ લઈ ત્યાં આવ્યો. તેને આપીને તે દુતી ત્યાંથી ચાલી ગઈ. કિરણે જોયું તો તે દુતી મળે નહીં. બાદશાહ સ્ત્રી રૂપમાં તેની પાસે આવ્યો. તેણે જોયું તો તે પુરુષ છે. પછી એને ખબર પડી કે આ તો બાદશાહ છે. તરત જ તેને નીચે પાડી દઈ તેની છાતી ઉપર ચઢી બેઠી. અને તલવાર કાઢીને બતાવી કહ્યું–આવા કામો કરે છે. હમણા મારી નાખીશ. બાદશાહે મોઢામાં દશે આંગળીઓ ઘાલી દીધી. તેથી તે બોલી કે આજથી જ આ મીનાબજાર બંઘ કર તો જ તને છોડું; નહિ તો નહીં. આવી સતી સ્ત્રીઓ પણ હોય છે. સતી સ્ત્રીમાં માનસિક બળ હોય છે. દુરાચારીની શક્તિ નાશ પામે છે. શીલ તે જ તેની શોભા અને શણગાર છે. ૨૪. હાવભાવથી મોહ પામું નહીં. ઉપરના વાક્યમાં પોતાની ઇચ્છાથી બીજાને જાએ છે, તે વિકારી વૃત્તિ પોતાની છે અને આ વાક્યમાં પોતાને વિકાર નથી, અથવા પોતે ધ્યાનમાં બેઠો છે એટલે વિકાર અવસ્થામાં નથી પણ તે દશા ટકાવી રાખવા માટે કહ્યું કે કોઈ ઉપસર્ગ, હાવભાવવડે દેવ કે મનુષ્ય ચળાવવા ઇચ્છે તો પણ વિકારને આધીન ન થાઉં, એવી પ્રતિજ્ઞા તે કરે છે. ૧ ૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ / Tી ૨૫. વાતચીત કરું નહીં. નિરીક્ષણ કરે, હાવભાવથી મોહ પામે એ બે વાડ કદાપિ તૂટે તો ત્રીજી વાડ, વાતચીત ના કરું નહીં, કેમકે તે મોહ વધવાનું કારણ છે. વાતચીતમાં એકબીજાને પ્રસન્ન કરવાનો લક્ષ હોય છે. એ વાગબાણ કહેવાય છે; જે હૃદયમાં વાગે છે. જેમકે કોઈએ દ્વેષથી ગાળ ભાંડી હોય તે પછીથી પણ સાંભર સાંભર થાય છે. તેમ રાગ કે મોહરૂપ વિષવાળું વચન હોય તો એનું પણ ઝેર ચઢે છે. મારા પ્રત્યે એને રાગ છે એમ લાગે એટલે એ પણ તેને પોષવા માટે વચન, ક્રિયા, ઘન વગેરે વાપરીને રાગની વૃદ્ધિ કરવા ઇચ્છે છે. પણ તે કર્તવ્યરૂપ નથી. - વિવેકાનંદનું દ્રષ્ટાંત – વિવેકાનંદ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમની બુદ્ધિ ઔત્પાતિક બુદ્ધિ હતી. માસ્તર જે ભણાવે તે એમને વગર લખે મોઢે થઈ જાય. એક દિવસ એક છોકરી સ્કૂલમાં કંઈ લખી શકી નહીં. તેથી સ્કૂલ છૂટી ત્યારે ગેટ આગળ આવીને ઊભી રહી. જ્યારે વિવેકાનંદ આવ્યા ત્યારે તેણીએ કહ્યું –ભાઈ, આજે માસ્તરે જે લેકચર આપ્યું તે હું લખી શકી નથી, તેથી ચાલતા ચાલતા મને થોડું સમજાવી દોને. તેથી વિવેકાનંદે રસ્તામાં ચાલતા ચાલતા તે સમજાવી દીધું. બન્નેના ઘરના રસ્તા જાદા હોવાથી તે છુટા પડ્યાં. પણ વિવેકાનંદને તેથી અત્યંત વિકાર થયો. પણ પાછો વિચાર કર્યો કે આમ કેમ થયું? પછી ઘરે આવી માતાને કહ્યું લાલ મરચા લાવ. તે લઈને આંખમાં ઘાલી દીધા. પછી માએ પૂછ્યું–આમ કેમ કરે છે? ત્યારે તેણે પોતાની બઘી બનેલી હકીકત કહી. ત્યારપછી બ્રહ્મચર્યમાં તેઓ બહુ વૃઢતાવાળા થયા. એક અંગ્રેજ લેડીએ વિવેકાનંદનું મજબૂત શરીર જોઈને કહ્યું કે આપકે જૈસા મુઝે લડકા ચાહિએ. ત્યારે વિવેકાનંદે જવાબમાં કહ્યું–મા! મેં આપકા હી લડકા હૈં ઐસા માન લિજીએ. ૨૬. એકાંતે રહું નહીં. અજ્ઞાની માણસોને એકાંત એ બહુ બૂરી ચીજ છે. લોકલાજથી જે નીતિ પાળતો હોય તે પણ એકાંતમાં નિરંકુશ બને છે અને ગમે તેવું અકાર્ય કરી બેસે છે. આ બધી બ્રહ્મચર્ય સંબંધી વાતો છે. સ્ત્રી, પુરુષ સાથે કે પુરુષ સ્ત્રી સાથે એકાંત સેવે તે અનર્થકારી છે. એમ જણાવવા માટે આ કહ્યું છે. વિકાર પોષે તેવી વસ્તુઓનો નિષેઘ કર્યો છે. ૨૭. સ્તુતિ કરું નહીં. જેની સ્તુતિ કરવાથી વિકાર વધે તેની સ્તુતિ કરું નહીં. જેમ યજ્ઞમાં ઘી હોમવાથી ભડકો થાય તેમ જેના પર રાગ હોય તેની સ્તુતિ કરવાથી રાગ વૃદ્ધિ પામે છે. ભગવાન પર રાગ હોય અને તેમની સ્તુતિ કરે તો ભગવાન પ્રત્યે રાગ વધે છે. સૌઘર્મેન્દ્ર અનેક તીર્થકરોની પોતાના એક જ ભવમાં સ્તુતિ કરે છે. એનો ઘર્મરાગ એટલો બધો વધ્યો હોય છે કે પાંચે કલ્યાણકમાં તે પહેલો ચેતે છે. કુબેર પાસે તીર્થકરોના જન્મ થતાં પહેલાં છ મહિનાથી રત્નસૃષ્ટિ કરાવે છે. જન્મ થયા પછી ભગવાન સાથે રમવા દેવોને એ જ ઇન્દ્ર મૂકે છે. આ પ્રમાણે ભક્તિના અનેક પ્રકાર તે કરે છે. પોતાનું આયુષ્ય પુરું થતાં મનુષ્યભવ મળે છે અને તે જ ભવમાં ઘણો પુરુષાર્થ કરી મોક્ષે જાય છે. ભારતના પુત્રોનું વૃષ્ટાંત – આપણને પણ ભક્તિ ગમે છે, આત્માની વાત ગમે છે, તે સપુરુષની કપાનું ફળ છે. ભગવાનની દર્શન સ્તુતિ કરવા જતાં ભારતના હાથી નીચે કચરાઈ ગયેલા ૧૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મખમલ જેવા ઇન્દ્રગોપ=ગોકળગાય તે મનુષ્યભવ પામી ભરતના પુત્રો થઈ ઋષભદેવ પાસે દીક્ષા લીધી અને ઘરમાં હતા ત્યારે પણ મનુષ્યભવમાં એટલો વૈરાગ્ય હતો કે બોલે નહીં. ત્યારે ભારતે ઋષભદેવને પૂછ્યું કે આ છોકરાઓ કેમ બોલતા નથી? ઋષભદેવે કહ્યું કે એ બધા આ ભવે મોક્ષે જવાના છે. મોક્ષગામી જીવ નવા કર્મ શું કરવા બાંઘે? ભગવાનની દર્શન સ્તુતિ કરવા જનાર એવા સત્પરુષ ભરતરાજાના હાથીના પગ નીચે આ જીવો દબાઈ જવાથી સીધા મનુષ્યભવ પામી મોક્ષે ગયા. માટે સાંસારિક રાગ વધે એવી સ્તુતિ કરું નહીં. પણ જેથી અંતે રાગનો નાશ થાય એવા પ્રભુની સ્તુતિ કરું. ૨૮. ચિંતવન કરું નહીં. ચિંતવનથી એકાગ્રતા થાય છે; તેથી આત્મા બળવાન થાય છે. પણ તે બળને મોહાથીન જીવો મોહ વધારવામાં વાપરે છે. સ્ત્રી આદિનું ચિંતવન આર્ત - રૌદ્રધ્યાન થવાનું કારણ છે. તે પ્રત્યે મોહની કલ્પનાઓ કરી કરીને જીવ કર્મ બાંધે છે. માટે તેવું ચિંતવન કરું નહીં. ચિત્ર અને સંભૂતિનું દ્રષ્ટાંત - ચિત્ર અને સંભૂતિ બેય ચંડાળના પુત્રો હતા. મુનિ ભગવંતના ઉપદેશથી વૈરાગ્ય પામી બન્નેએ દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરતાં હસ્તિનાપુર આવ્યા. સનસ્કુમાર ચક્રવર્તીની પટરાણી તેમના દર્શન કરવા આવી ત્યારે વંદન કરતાં રાણીનો ચોટલો સંભૂતિમુનિને પગે અડી ગયો. તેથી મુનિ ચિંતવવા લાગ્યા કે જો મારા તપનું ફળ હોય તો આવું સ્ત્રીરત્ન મને પ્રાપ્ત થાઓ એવું નિયાણું કર્યું. પુણ્યરૂપી ઘડો ઢોળી નાખી પાપનો ઘડો ભર્યો. ચિત્રમુનિએ સંભૂતિમુનિને સમજાવ્યા છતાં માન્યું નહીં. અહિંથી દેહ છોડી દેવલોકે ગયાં. પછી સંભૂતિનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી સાતમી નરકે ગયો. સાતમી નરકે તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીનું સાતસો વર્ષનું પાંચ ઇન્દ્રિયનું સુખ શું ભાવ પડ્યું? તો કે એક શ્વાસોશ્વાસના બદલામાં ૧૧લાખ ૫૮ હજાર પલ્યોપમનું લગભગ દુઃખ ભોગવવાનું આવ્યું, તે પણ સાતમી નરકનું. ૨૯. શૃંગાર વાંચુ નહીં. શૃંગારરસના વર્ણનવાળા પુસ્તકો વાંચુ નહીં. કેમકે તે મોહને પોષે છે. થોડી કલ્પનાને પણ વઘારી દે છે. રાજા મહારાજાઓને પણ ન મળે એવી કાલ્પનિક વસ્તુઓનું વર્ણન એમાં હોય છે. આ બધી વસ્તુઓનું નિષેઘ કરવાનું કારણ કે આમાં પડી જાય તો આત્મહિત એને સૂઝે નહીં અને વખતે આત્મહિત કરતો હોય તો ચૂકી પણ જાય; અનાદિનો જીવને અભ્યાસ છે તેથી તેમાં ચિત્ત રમ્યા કરે. ૩૦. વિશેષ પ્રસાદ લઉં નહીં. જરૂર કરતાં વઘારે આહાર લઉં નહીં. નવ વાડમાં સાદો આહાર પણ વિશેષ ન લેવો એમ કહ્યું છે. વિશેષ આહાર બ્રહ્મચર્યને બાધક છે અને ઊંઘને પ્રેરક છે. મિતાહાર એટલે માપસર જોઈએ એટલો જ આહાર લેવો. “મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો.” (પુષ્પમાળા-૫૮) ૧૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૩૧. સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં. અકબર બી૨બલનું દૃષ્ટાંત – અકબરે બીરબલને પૂછ્યું કે માણસનો આહાર કેટલો હોય? બીરબલે કહ્યું ‘બશેર.’ અકબર બાદશાહને આ માનવામાં ન આવ્યું. ત્યારે બીરબલે કહ્યું ‘કોઈક દિવસ આપને બતાવીશ.' એક દિવસે બીરબલે ઘણી જુદી જુદી ખાવાની વાનગીઓ પોતાને ઘેર તૈયાર કરાવી. પછી તે રાજાને ત્યાં લઈ આવ્યો. રાજા જમીને ઊઠયો ત્યારે જુદી જુદી વાનગીઓના બધા ધાળ રાજાની આગળ મૂક્યા. રાજાએ કહ્યું મેં તો જમી લીધું છે. ત્યારે બીરબલે કહ્યું ઘણા દિવસથી આ બધું તૈયાર કરતા હતા જેથી મોડું થઈ ગયું, હવે જરી જરી દરેકમાંથી ચાખવાની કૃપા કરો. ૫૦-૬૦ થાળ હતા. એમાંથી ચમચો ચમચો આપતો ગયો, તે રાજાને ખબર પડી નહીં. પછી બીરબલે કહ્યું આ બધા થાળો ઘેરથી તોલીને આણ્યા છે અને અહીં ફરી તોલવા છે. તોળ્યું તો બશેર ઓછું થયું. ત્યારે રાજાને બીરબલે કહ્યું કે તમે જમ્યા ઉપરાંત બશેર ખાઈ ગયા. પ્રભુશ્રીજીનું દૃષ્ટાંત = સ્વાદિષ્ટ ભોજન જીવને લલચાવનાર છે. કેટલો આહાર લીધો એની ખબર પડે નહીં. બધી ઇન્દ્રિયોને વશ કરવી હોય તો ૨સના ઇન્દ્રિયને પહેલી જીતવાની જરૂર છે. પરમકૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું એકાંતરે ઉપવાસ કરવા કરતાં નીરસ આહાર લેવો. ગમે તેવો આહાર લેવા બેઠા હોઈએ તેમાં આપણને ગમતું આવ્યું હોય તો ચેતી જવું. દાળ સારી લાગી હોય તો તેમાં પાણી નાખવું, શાક તો શાકમાં. જેને રસ રોકવો છે તેણે જે બહુ સારુ લાગે તે ન ખાવું. પાણી નાખીને નીરસ ખાવું. પાણી નાખીને રસ વિનાનું ન ભાવતું ખાવું તે સારુ ખાવાનું પડતું મૂકવા કરતાં પણ વધારે અઘરુ છે. મુનિ જીવનમાં ટાઢું, લુખ્ખું, સુકું બધું મળી આવે ત્યાં સ્વાદિષ્ટ ભોજન ત્યાગનો અભ્યાસ કરવો હોય તો સહેજે થાય છે. કૃપાળુદેવે કહ્યું કે આખા છ ખંડને જીતવા સહેલા છે પણ રસના ઇન્દ્રિય અને ઉપસ્થ (સ્પર્શ) ઇન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. ઉપસ્થ=ઉપ એટલે પાસે. જે મળ ઇન્દ્રિયની પાસે છે તે કામેન્દ્રિય. ૩૨, સુગંધી દ્રવ્ય વાપરું નહીં. કુલ અત્તર વગેરે સુગંધી દ્રવ્ય વાપરું નહીં. પ્રાણ ઇન્દ્રિયને આવા દ્રવ્ય આપવાથી મન ચંચળ થાય છે અને કામની ઇચ્છા કરે છે. તેથી બધી ઇન્દ્રિયોમાં ઉન્મત્તતા આવે છે. માટે જ્ઞાનીઓએ તેનો નિષેધ કર્યો છે. જેને વિષયભોગની કે બીજાના ચિત્તને આકર્ષણ કરવાની ઇચ્છા છે તે આવા પદાર્થોનો ઉપયોગ કરે છે. તેવું સંસારમાં દેખાય છે પણ જેને કામને જીતવો હોય તેણે આવા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. ૧૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૩૩. સ્નાન મંજન કરું નહીં. શરીરની શોભા કરું નહીં. એ બ્રહ્મચર્યની નવમી વાડ છે. સ્નાન મંજન એ શરીરને સારું દેખાડવાનો એક પ્રકાર છે. પ્રભુશ્રીજી કહેતા કે મેલ છે તે સાધુનું ઘરેણું (શોભા) છે. જે ગૃહસ્થ અવસ્થામાં સુંદર ગણાય છે તે મુનિ અવસ્થામાં શિથિલતા કે કલંકરૂપ ગણાય છે. ગૃહસ્થને જે લજ્જારૂપ લાગે તે મુનિને અલંકારરૂપ છે. ગૃહસ્થ ચીંથરા પહેર્યા હોય કે મેલ શરીર ઉપર હોય તો તે અશોભ્ય ગણાય છે અને તે જ મુનિની શોભા છે. જમીન ઉપર સૂવું, નાહવું નહીં, ભૂખ્યા રહેવું તે મુનિને માટે શોભા છે. જે સંસારીને શોભે નહીં, તે જ મુનિને માટે પ્રશંસા યોગ્ય ગણાય. કારણ કે સંસારનો નાશ કરનાર મુનિઘર્મ છે. ગૃહસ્થ અવસ્થામાં સંસાર પોષાય છે. ૩૪. ..............(આ સ્થાને વાક્ય નથી). આ બધું સ્વાદિષ્ટ ભોજનાદિ ન કરે અને ઉપરથી બઘા નિયમો પાળે. પણ જો બ્રહ્મચર્યનો ભંગ કરે તો બધા નિયમો પાળેલા નકામા છે. “ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા” જેવું થાય. સાપ કે એવું કંઈ ન પેસે એના માટે નાના નાના કાણાઓ બંઘ કરે પણ દરવાજા તો ખુલ્લા એટલે ચોર વગેરે બઘાં પેસે, તો પછી સાપ વીંછી કેમ ન પેસે. ૩૫. કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. કામ વિકારને લલિતભાવે એટલે પ્રિયભાવે સારા જાણી અન્ય પાસે યાચું નહીં. આ ગૃહસ્થ અવસ્થા વિષે વાત છે. વિવાહિત જીવન હોય તેણે અન્યના આગ્રહને વશ થવું નહીં. પૌલિક સુખોની ઇચ્છા કરવી નહીં. કામ વિષયને યાચવામાં વિશેષ મોહભાવની જાગૃતિ છે. તેથી બીજાને પણ એ દિશામાં દોરવાનું થાય છે. સમજુ હોય તે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજે છે. તેથી પૌદ્ગલિક વસ્તુને લલિતભાવે એટલે આસક્તિપૂર્વક યાચતો નથી. શીલવતીનું દ્રષ્ટાંત – શિયળનું અખંડ પાલન. જંબુદ્વીપને વિષે નંદન નામના નગરમાં અજિતસેન નામે શેઠ રહેતો હતો. તેને શીલવતી નામે સ્ત્રી હતી. તે શીલવતી શકુનશાસ્ત્ર અને પશુઓની ભાષા વગેરે જાણતી હતી. અજિતસેન પણ બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો. એક વખત રાજાએ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં મંત્રીને સાથે આવવા કહ્યું. મંત્રીએ શીલવતીને કહ્યું હું રાજા સાથે જાઉં છું તો તું તારા શીલની રક્ષા કેવી રીતે કરીશ? કારણ પતિ ઘેર ન હોય ત્યારે સ્ત્રીઓ સ્વેચ્છાએ ક્રીડા કરે છે. પતિના આવા વચન સાંભળી નેત્રમાં આંસુ લાવી શીલવતીએ શીલની પરીક્ષાને બતાવનારી પોતાના હાથે પુષ્પની માળા બનાવી પતિના ગળામાં પહેરાવી અને કહ્યું કે જ્યારે આ માળા કરમાય ત્યારે સમજજો કે મારા શીલનું ખંડન થયું. અજિતસેન રાજા સાથે રવાના થયો. બીજા મંત્રી, રાજા વગેરે, અજિતસેનના ગળામાં પુષ્પની માળા કેમ કરમાતી નથી? તે પાસે રહેલા માણસોને પુછ્યું; ત્યારે તેઓએ તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. એ સાંભળી રાજાએ હાસ્યમાં સભા મધ્યે અજિતસેનની સ્ત્રી સતી છે તે સંબંધી વાત કરી. તે સાંભળી અશોકનામનો મંત્રી કહે હું તેને ચળાવી આપું. તેથી અર્ધ લાખ દ્રવ્ય આપી તેને શીલવતી પાસે મોકલ્યો. ૧૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ અશોમંત્રીએ માળણને મળી કહ્યું કે તું શીલવતીને કહે કે સૌભાગ્યવાન પુષ તને મળવા ઇચ્છે છે. શીલવતીએ કહ્યું અર્થ લાખ દ્રવ્ય લાવ. તે તેણે આપ્યું. અને અમુક દિવસ નક્કી કર્યા પ્રમાણે તેને મળવા માટે અશોકમંત્રી આવ્યો. શીલવતીએ વિચાર્યું કે એને એના પાપના ફળ દેખાડું. તેને અંદર ઓરડામાં લઈ ગઈ અને પાટી વગરના માચા ઉપર સુંદર પથારી પાથરેલી હતી ત્યાં બેસવા કહ્યું. જેવો બેઠો કે તરત જ ખાડાની અંદર પડી ગયો. એમ થોડા દિવસોની અંદર બીજા ત્રણ મંત્રીઓ પણ આવ્યા. બધાને તે ખાડામાં નાખી દીધા, અનુક્રમે સિંહરાજા શત્રુનો ય કરી પાછો આવ્યો. એક દિવસે તે ચારે મંત્રી શીલવતીને કહેવા લાગ્યા કે અમે પાપના ફળ ભોગવી લીધાં; હવે અમને બહાર કાઢો. ત્યારે તેણીએ કહ્યું કે હું જયારે ‘ભવતુ’ (થાઓ) કહું ત્યારે તમારે પણ બધાએ ‘ભવતુ' એમ કહેવું. પછી શીલવતીએ પોતાના પતિને બધી વાત કરી. રાજાને જમવા બોલાવ્યા. રસોઈ કંઈ બહાર દેખાઈ નહીં. તેથી ઓ૨ડામાં જઈ શીલવતી બોલી નાના પ્રકારના પકવાન તૈયાર થઈ જાઓ, ત્યારે અંદરથી અવાજ આવ્યો ‘ભવતુ’. રાજાના પૂછવાથી અજિતસેન શેઠ કહે કે અમારે ઘેર ચાર યક્ષ છે. તેથી જે જોઈએ તે મળે. રાજા કહે આ યક્ષો માટે જોઈએ. પછી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી બહાર કાઢી સારા મોટા કરંડિયામાં નાખ્યા અને સારા વસ્ત્રથી તેને ઢાંકી રાજાને અર્પણ કર્યાં. રાજા રથમાં વાજતે ગાજતે પોતાના મહેલમાં લઈ ગયો. પછી બપોરે જમવાનો સમય થયો ત્યારે રાજાએ કહ્યું પકવાન વગેરે બધું આપો. ત્યારે ચારે જણે ‘ભવતુ” એમ કહ્યું પણ કંઈ થયું નહીં. તેથી કરડિયા ખોલીને જોયું તો ચારે મંત્રી નીકળ્યા. રાજાએ બધી વાત જાણી, આશ્ચર્ય પામી તેની બુદ્ધિની તેમજ શીલની બહુ પ્રશંસા કરી. અનુક્રમે ચારિત્ર પાળી પાંચમા દેવલોકમાં બન્ને શેઠ શેઠાણી દેવ થયાં. ત્યાંથી મનુષ્ય અવતાર લઈ મોક્ષને પામશે. માટે કામ વિષયને લલિત ભાવે યાચું નહીં. નહીં તો એવા બુરા હાલ થશે. (ઉ.પ્રા. ભા.૨ના આધારે) ૩૬. વીર્યનો વ્યાઘાત કરું નહીં. યુવાનોમાં કેટલીક ખરાબ ટેવો હોય છે. હસ્તક્રિયા વગેરે વિકારને વશ થઈને નકામી ચેષ્ટા કરે; તેથી શરીર નિર્બળ, રોગી થઈ જાય. માટે એવું કદી કરું નહીં. ૩૭. વધારે જળપાન કરું નહીં. આઝારની પેઠે વિશેષ જળપાન કરવાથી અજીર્ણ થાય છે. વિકારનું કારણ પણ થાય છે. મુનિઓને તો નિયમિત જળપાન કહ્યું છે. દિગંબરી મુનિઓ તો એકવાર આહાર લે તેની સાથે જ પાણી પીએ છે, પછી પીતા નથી. જળપાનનો નિયમ કેટલાક રાખે છે. બે કે ત્રણવાર જ પાણી પીએ. ચાર પ્રકારના ૨૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આહારમાં જળ એ પણ આહાર ગણાય છે. આહાર વિહારની જેટલી જરૂરિયાત ઓછી તેટલો વખત આત્મધ્યાનમાં વિશેષ ગળાય. તે અર્થે બઘો સંયમ છે. ૩૮. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં. મોહિનીભાવ વિચાર અઘીન થઈ, ના નીરખું નયને પરનારી” -શ્રીમદ્ રાજચંદ્ર એજ ભાવ અહીં કહેવો છે. મોહ ઉપજાવે તેવી રીતે ત્રાંસુ જોવું તે કટાક્ષ દ્રષ્ટિ. એ શબ્દ બે અર્થમાં વપરાય છે. પુષ્પમાળામાં પુષ્પ ૯૬માં કહ્યું – “તે ઘર આપણી કટાક્ષવૃષ્ટિની રેખા છે.” ત્યાં અભાવવાળી દ્રષ્ટિ કે તિરસ્કારની દ્રષ્ટિ છે જે અણગમો દર્શાવે છે. જ્યારે અહીં આ સૂત્રમાં કટાક્ષ દ્રષ્ટિ એટલે મોહવાળી દ્રષ્ટિ અર્થાત્ મોહભાવે સ્ત્રીને નીરખું નહીં. “સ્ત્રીનાં નેત્રોમાં શીતળતા માનવામાં આવે છે. પરંતુ તેના કટાક્ષ મનુષ્યને અગ્નિની જ્વાળા માફક બાળનાર છે. તેનું બોલવું મધુર લાગે પરંતુ તે વિષતુલ્ય છે. તેનો સમાગમ મૃત્યુ સમાન દુઃખદાયી છે”. (બોથામૃત-ભાગ-૧ પૃ.૧૪) ૩૯. હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી) હાસ્ય પ્રકૃતિ સમ્યગદ્રષ્ટિને પણ હોય. તે ચારિત્રમોહની પ્રકૃતિ છે. તેનો ક્ષય ક્ષપકશ્રેણી ચઢતાં આઠમા ગુણસ્થાનકમાં થાય છે. હાસ્ય છે તેટલો અસંયમભાવ છે. બીજાને શંકાનું કારણ થાય. જેને એ ટેવ પડી ગઈ હોય તે અસભ્ય વચનોવડે પાપ કરીને પણ બીજાને હસાવે. એ રીતે બીજાને પણ હસાવી પાપમાં દોરે છે. હાસ્યથી વૈર પણ બંઘાઈ જાય; દ્રૌપદીની પેઠે તેનું આકરું ફળ આવે છે. અસંયમ ભાવથી વિકારના ઉદયમાં હાસ્ય વડે કોઈને આકર્ષવામાં વૃત્તિ જાય છે. અહીં તો બ્રહ્મચર્યની રક્ષાનો લક્ષ રાખીને વાક્ય લખ્યું છે. કોઈ હસીને વાત કરે તો સામા વ્યક્તિ ઉપર એવી છાપ પડે કે મારા ઉપર એને આસક્તિ છે, રાગ છે. માટે સ્ત્રીથી હસીને વાત કરું નહીં. ૪૦. શૃંગારી વસ્ત્ર નીરખું નહીં. આંખને આકર્ષણ કરે તેવા કપડાં પહેરનાર ઉપર લોકોની દ્રષ્ટિ પડે છે. તે ઉપરથી તેના અંગોપાંગનો ચિતાર હૃદયમાં આવે છે અને મોહ થાય છે. જેમ વસ્ત્ર તેમ અલંકાર વગેરે પણ ચિત્તને છે કિ અત્યંત આકર્ષણ કરે છે. એના વિના જીવી શકું નહીં એમ કેટલાકને થઈ જાય છે. અંજનચોરનું દ્રષ્ટાંત – અંજનચોરની કથામાં આવે છે કે એક વેશ્યા બાગમાં ફરવા ગઈ. ત્યાં એણે એક રાજાની રાણીના ગળામાં સુંદર હાર જોયો એટલે એને થયું કે આવો હાર જો મને પહેરવાને ન મળે તો મારું જીવન નકામું છે. જ્યારે અંજનચોર તે વેશ્યાને ઘેર આવ્યો ત્યારે તેણીએ તેને તે રાણીનો હાર ચોરી લાવવા કહ્યું. અંજનચોર પોતાની આંખમાં એક જાતનું અંજન આંજતો જેથી તેને કોઈ જોઈ શકતું નહીં. અંજનચોર તે હાર ચોરી લઈ જતો હતો ત્યારે તે હારના રત્નનો પ્રકાશ ઘણો હોવાથી કોટવાળના જોવામાં આવ્યો તેથી તે તેની પાછળ પડ્યો. અંજને જાણ્યું કે કોટવાળ મારી પાછળ પડ્યો છે તેથી ગલી ગૂંચીમાં થઈ સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં સ્મશાનમાં એક બાગનો માળી આકાશગામિની 'ક જ થઈ જાય છે. ૨૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિદ્યા સાધ્ય કરવા ડરનો માર્યો સીકા ઉપર ચઢ ઊતર કરતો હતો. તેની હિમ્મત ન ચાલવાથી તેણે બતાવેલ મંત્ર બોલી અંજનચોરે બથી દોરડીઓ એકસાથે કાપી નાખી જેથી વિદ્યા સિદ્ધ થઈ. વિદ્યાને, જ્યાં મૂળ મંત્ર આપનાર શેઠ છે ત્યાં લઈ જવા કહ્યું. શેઠ શાશ્વતા સુદર્શન મેરુના ચૈત્યાલયમાં પૂજા કરતા હતા. ત્યાં વિદ્યા તેને લઈ ગઈ. ત્યાં ચારણમુનિ મળ્યા. તેમનો ઉપદેશ સાંભળી દીક્ષા લઈ મોક્ષે ગયો. પણ વેશ્યા તો માત્ર હાર ન મળવાથી દુઃખી જ થઈ. ૪૧. દંપતી સહવાસ લેવું નહીં. ભીંત કે પડદાના અંતરે કોઈ દંપતી સૂતા હોય તો તે ભણી ચિત્ત દઉં નહીં. કારણ તેવાં નિમિત્ત ચિત્તને વિકારી બનાવનાર છે. સહવાસ એટલે એવા લોકો સાથે રહેવાથી, એવી વાતચીત કે ચેષ્ટાઓ કે અવાજો મનને ભ્રષ્ટ કરે છે. માટે દંપતી સહવાસ લેવું નહીં. ૪૨. મોહનીય સ્થાનકમાં રહું નહીં. મોક્ષમાળામાં બ્રહ્મચર્યની પહેલી વાડ વસતિ નામે છે. તેમાં સ્ત્રી, પશુ કે નપુસંક જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં રહું નહીં. જેથી મોહ ઉત્પન્ન થાય તેવા મોહનીય સ્થાનકમાં રહું નહીં. ૪૩. એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું. બ્રહ્મચર્ય સંબંધી બઘા વાક્યો કહ્યા. તે મહાપુરુષોએ પાળવા યોગ્ય છે. મહાપુરુષ થવામાં બ્રહ્મચર્ય એ એક પરમ સાધન છે. પરમકૃપાળુદેવે પોતાની ભાવના પ્રગટ કરી કે તે વાડો પાળવાનો હું પ્રયત્ની છું અને મહાપુરુષોએ પણ તેમ પાળવું. નાનપણમાં કપાળુદેવ વવાણિયામાં સાધ્વીઓના કહેવાથી ઉપાસરે તેમની પાસે જતા ત્યારે પણ સાથે પોપટલાલને લઈ જતા હતા. ત્યાં મોક્ષમાળાના પાઠો સમજાવતા તથા શાસ્ત્રોના પરમાર્થ જણાવતા હતા. ૪૪. લોક નિંદાથી ડરું નહીં. ઘર્મકાર્યમાં લોકલાજનો અંતરાય જીવ ગણે છે, તે અનંતાનુબંધી કષાયનું કારણ છે. ઘર્મ પામવા ન દે એવી લોકલાજ છે. લોકલાજ મનમાં હોય તો જાણે કે મને કોઈ કહેશે તો, અથવા કોઈ દેખી જશે તો મારી નિંદા કરશે, એમ મનમાં ભય રહ્યા કરે છે. લોકનિંદા થતી હોય તેમાં ટકી રહેવું એ બહુ મુશ્કેલ છે. ઘર્મમાં કેવી પકડ થઈ છે તેની એ કસોટી છે. રામ જાણતા હતા કે સીતા નિર્દોષ છે છતાં લોકનિંદાથી ડરીને સગર્ભા સીતાને ભયંકર જંગલમાં તજી દીઘી. લોકો આપણને સારા કહેવાથી સારા થઈ જતા નથી, અને લોકો ખોટા કહે તેથી આપણે કંઈ પાપી થઈ જતા નથી. ઊલટો જે લોકનિંદાનો ડર રાખે તે આત્મહિત કરવાનું ચૂકી જાય છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૧૯૪માં ચાર પ્રતિબંઘ કહ્યાં છે – “લોકસંબંઘી બંઘન, સ્વજનકુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન” સ્વચ્છંદ રોકે તો પણ આ ચાર પ્રતિબંઘ ઓળંગ્યા સિવાય જીવનું કલ્યાણ થતું નથી. “ ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંઘ”. - શ્રીમદ્ રાજચંદ્ર સતી સીતાનું દ્રષ્ટાંત – રાવણના ઘેર સીતા રહેવાના કારણે લોકનિંદાથી શ્રી રામે ગર્ભવતી સતી સીતાને જંગલમાં મૂકાવી. ત્યાં સીતા સેનાપતિ પ્રત્યે બોલ્યા કે રામ લોકાપવાદથી ભય પામ્યા હતા તો તેમણે મારી પરીક્ષા દિવ્ય વગેરેથી કરવી હતી. ફરી રામને કહેજો કે લોકાપવાદથી મારો ત્યાગ કર્યો તેમ મિથ્યાદ્રષ્ટિલોકોની વાણીથી શ્રી જિનભાષિત ઘર્મને છોડશો નહીં. સેનાપતિ સીતાને પ્રણામ કરી માંડ ૨૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ - સીતાજીની જૈધાલમાં મૂકતી, સીતાજીની અગ્નિ પંચના સીdIછત્રી વૈરાગ્ય, રામને પૂરી સીતાજીની દીક્ષા @gણીના બગીચામાં સીતાજી Page #43 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માંડ ત્યાંથી પાછો ફર્યો. સીતા જંગલમાં એકલી આમતેમ ફરવા લાગી. વાજંઘ નામે રાજા સૈન્યસહિત જંગલમાં આવ્યો. તે સીતાને જોઈ તેની પાસે આવ્યો. સીતાને ભય લાગ્યો. ત્યાં સુમતિ નામે મંત્રી બોલ્યો કે આ રાજા પરનારીના સહોદર છે માટે તમે નિર્ભય રહો. પછી રાજાએ કહ્યું મને તમારા ભાઈ ભામંડલ જેવા ગણી મારા ઘરે ચાલો. પછી રાજાએ પોતાને ઘેર રાખી. ત્યાં લવકુશનો જન્મ થયો. રામ લક્ષ્મણની સાથે યુદ્ધ કરતાં લવકુશનો જય થયો. પછી લોકોને સીતાના સતીત્વની પ્રતીતિ કરાવવા માટે અગ્નિમાં પ્રવેશ કરાવ્યો. ત્યારે વિશાળ અગ્નિકુંડ તે સતીત્વના પ્રભાવથી જળનો કુંડ બની ગયો. તેના મધ્યે સુવર્ણકમળ ઉપર સીતાજી વિરાજમાન થયા. પછી રામે કહ્યું હવે ઘરે ચાલો. ત્યારે સીતાજી કહે – જગતના આવા પ્રપંચથી હું વૈરાગ્ય પામી છું. માટે હવે હું દીક્ષા લઈશ. દીક્ષા માટે સીતાજીને કેશલોચ કરતાં જોઈ શ્રી રામને મૂર્છા આવી ગઈ. પછી સીતાજી શ્રી ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી તપ સંયમ આરાધી બારમા દેવલોકમાં ઇન્દ્રની પદવીને પામ્યા. ૪૫. રાજ્યભયથી ત્રાસું નહીં. કોઈ નિયમ અમુક વખત સુધી લે છે. તેમાં આગાર એટલે છૂટ. રાજા કે લૂંટારા વગેરેથી વ્રત વિરુદ્ધ વર્તવું પડે તો તેમાં મારે આગાર એટલે છૂટ છે, તેથી વ્રતભંગ ન થાય. તેમાં રાજભય એક આગાર છે, પણ એ સામાન્ય મનુષ્યો માટે છે. મહાપુરુષો તો નિર્ભય હોય છે. તેથી કહ્યું કે “રાજ્યભયથી ત્રાસું નહીં.” એટલે રાજાના ભયથી ડરીને સત્યને છોડું નહીં. સમ્યદ્રષ્ટિના વર્ણન વિષે સમયસારમાં કહ્યું કે ત્રણ લોકમાં ક્ષોભ થાય તેવો કોઈ અકસ્માત થાય તો પણ સમ્યવૃષ્ટિનું રોમ ફરકે નહીં. તે જાણે છે કે આત્મા મરતો નથી. બહુ થાય તો દેહ જે પર્યાયરૂપ છે તે છૂટી જાય. તે તો ગમે ત્યારે છૂટવાનો જ છે. એક વખત મરણ તો અવશ્ય આવવાનું છે. તેની શંકા રાખીને આખી જીંદગી ડર્યા કરવું, એ વિચારવાન જીવનું કર્તવ્ય નથી. “લાખો વર્ષો તક જીઉં યા મૃત્યુ આજ હી આ જાવે” એવા ભાવમાં વર્તવા યોગ્ય છે. કાલિકાચાર્યનું દ્રષ્ટાંત – નિડરપણે સત્ય કહેવું. દત્ત રાજા મિથ્યાત્વી હતો. પશુઓને યજ્ઞમાં હોમી ઘર્મ માનતો. એકદા કાલિકાચાર્ય ત્યાં પધાર્યા. ભદ્રા માતાના આગ્રહથી દત્ત રાજા વંદન કરવા આવ્યો. ગુરુમહારાજે તેને ઘર્મદેશના આપી. તે સાંભળી દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યુંઃ જયાં હિંસા હોય ત્યાં ઘર્મ નથી. ફરી પૂછ્યું ત્યારે કહેઃ હિંસા દુર્ગતિનું કારણ છે. દત્ત કહે યજ્ઞનું ફળ જેવું હોય તે સત્ય કહો. ત્યારે આચાર્યે વિચાર્યું કે આ રાજા છે, યજ્ઞમાં પ્રીતિવાળો છે, છતાં નિડરપણે સત્ય જ કહ્યું કે હે દત્ત! હું નિશ્ચયપૂર્વક કહું છું કે આ હિંસામય યજ્ઞનું ફળ નરકગતિ છે. દત્તે કહ્યું : “એ કેવી રીતે જણાય? ગુરુએ કહ્યું: આજથી સાતમે દિવસે ઘોડાના પગથી ઉડેલી વિષ્ટા તારા મુખમાં પડશે. પછી તું લોઢાની કોઠીમાં પૂરાઈશ. પછી નરકગતિ પામીશ. દત્તે કહ્યું તમારી શી ગતિ થશે? ગુરુએ કહ્યું : થર્મના પ્રભાવથી સ્વર્ગે જઈશ. તે સાંભળી ગુરુની આસપાસ સિપાઈઓ ગોઠવી દત્ત રાજા મહેલમાં ગયો. સાત દિવસ સુધી બહાર નીકળવું નહીં એમ ઘારી મહેલમાં રહ્યો. પણ કર્માનુસાર સાતમાં દિવસને આઠમો દિવસ જાણી ગુરુને મારવા માટે બહાર નીકળ્યો. ત્યાં રસ્તામાં માળીને હાજત થવાથી વિષ્ટા કરી તેના પર ફલનો ઢગલો કર્યો હતો. તેના ઉપર દત્તના ઘોડાનો પગ પડતાં વિષ્ટા ઊછળીને તેના મોઢામાં પડી. ગુરુના વચન ઉપર વિશ્વાસ આવવાથી તે દત્ત રાજા પાછો ફર્યો. પણ જીતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો. પછી ૨૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ લોઢાની કોઠીમાં નાખી પકાવ્યો. અહીં પણ નરકની વેદના ભોગવીને સાતમી નરકે ગયો. ઉદેશમાળા) એમ કાલિકાચાર્યની જેમ સત્ય ઉપદેશ આપું. પણ ડરનો માર્યો કદી અસત્ય ઉપદેશ આપું નહીં. ૪૬. અસત્ય ઉપદેશ આપું નહીં. અસત્ય ઉપદેશ એટલે ઉત્સૂત્ર પ્રરૂપણા. એ મોટો દોષ છે. કેટલાક રાજ્યના ત્રાસ કે ભયથી કે લાલચથી પોતાની માન્યતાની વિરુદ્ધ ઉપદેશ આપે છે; તે પોતાનું અંતઃકરણ વેચ્યા જેવું છે. રાજાના ડરથી કોઈને પ્રસન્ન કરવા અસત્ય કહેવું તે ન્યાય નથી. સાચું હોય તે નિર્ભયપણે જણાવવું જોઈએ. મૌન રહેવું પણ અસત્યનો ઉપદેશ તો ન જ આપવો. સત્ય પર જેને વિશ્વાસ છે તે ડરતો નથી. અસત્ય પક્ષનો ને દાસ થતો નથી. લુથરનું દૃષ્ટાંત – સુથર નામનો અંગ્રેજ એક વખત પોપ અને યુરોપના બધા ધર્માચાર્યોની સામે એક્લે હાથે લડ્યો. તેણે બધા માણસો પોતાના પક્ષમાં હોય તો અસત્યની સામું થવું એવો વિચાર કર્યો નહીં; પણ પોતે સત્ય હોવાથી એના પક્ષમાં પછી આખું યુરોપ આવી ગયું, ૪૭. ક્રિયા સદોષી કરું નહીં. દોષ ટાળવા માટે ક્રિયા છે, અને ક્રિયા દોષ સહિત કરવાથી તે દોષ કાયમ રહે છે. કેટલાક એમ કહે છે કે ગમે તેવી દોષવાળી ક્રિયા પણ લોકો કરતા રહેશે તો ધર્મ ટકશે. તેના ઉત્તરમાં સામા પક્ષવાળાએ કહ્યું કે દોષવાળી ક્રિયા તે જ ઘર્મનો પાયો ડગાવનાર છે. કલ્યાન્ન તો સત્પુરુષ કે ભગવાનના વચનથી છે. તેમાં દોષ ઉમેરવા એટલે કે દોષવાળી ક્રિયા કરવી તે ઉત્તમ રસોઈમાં ઝેર નાખવા જેવું છે. થોડું કરવું પણ સારું કરવું, દોષરહિત કરવું એમ બીજા પક્ષવાળાનું માનવું છે. ભાવ સહિત ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ – જેમ આકાશમાં તારા ઘણા હોય પણ પ્રકાશ પડતો નથી. જયારે ચંદ્ર કે સૂર્ય એક હોય તો પણ પ્રકાશ આપે છે. માટે ધર્મમાં સંખ્યાની જરૂર નથી. ઘણી સંખ્યા હોય તેથી મોટો કે સારો ધર્મ ગણાય નહીં. પ્રભુશ્રીજી કહેતા કે સાચી અગ્નિની એક ચિનગારી હોય તે પણ કરોડો મણ રૂને બાળી નાખે; પણ કાગળ પર કરોડો વાર અગ્નિ શબ્દ લખી તે કાગળ રૂમાં નાખે તેથી એક પૂણી સરખી પણ બળે નહીં. તેમ સાચા ભાવરૂપ અગ્નિ સહિતની ક્રિયા જો ધોડી પણ હશે તો તે ઘણા કર્મને બાળી નાખશે અને ઉત્કૃષ્ટ ફળ આપશે. પહેલા પક્ષવાળા કહે છે કે સદોષવાળી પણ સામાયિક, પ્રતિક્રમણ કરવાની ટેવ રાખી હશે તો કોઈક વખતે સાચી સામાયિકાદિ ક્રિયા કરશે. કોઈ પક્ષ એકાંતે ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ બનતાં સુધી સદોષી ક્રિયા થતી હોય તો પણ દોષ ટાળવાની બુદ્ધિ રાખવા યોગ્ય છે. બને તો દોષ રહિત ક્રિયા કરવી. મહાપુરુષોનો સ્વભાવ તો એવો હોય છે કે કોઈ ક્રિયા કરવા જેટલી પોતાનામાં શક્તિ ન હોય ત્યાં સુઘી તે કરવાની ઉતાવળ કરતા નથી. જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીય કે પ્રત્યાખ્યાનાવરણીય કાયનો ઉદય હોય ત્યાં સુધી દેશવ્રત કે મહાવ્રત લેતા નથી, પણ તે વ્રતોની ભાવના રાખીને કષાય ટાળવાનો પુરુષાર્થ કરે છે. કોઈએ વ્રત ન લેવું એમ એકાંતે કહેવું નથી. પણ જેને પોતાના કષાયની ખબર છે તે કષાય ટાળવા પહેલો પ્રયત્ન કરે છે. વ્રતને માટે ઉતાવળ કરતાં નથી. કષાયના અભાવે વ્રત સહેજે પ્રાપ્ત થશે. એ વિષે ૨૪ Page #45 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પરમકૃપાળુદેવ જણાવે છે – “ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત તો કરે છે, તેનો નિષેઘ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સાસ્વઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેઘ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારાં પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેઘ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ. ૬૫૩) ૪૮. અહંપદ રાખું કે ભાખું નહીં. ઉપરના વાક્યમાં સદોષ ક્રિયા કહી તેનું કારણ ક્રિયાની વિધિનું અજ્ઞાન હોય અથવા જાણતો હોય છતાં અશક્તિને લઈને દોષ થઈ જાય તેને માટે કહ્યું છે. પણ ક્રિયા કરી તેનું અભિમાન રાખવું તે મોટો દોષ છે. મેં કર્યું, મેં કેવું સારું કર્યું, મારા જેવું કોઈ કરી શકે નહીં વગેરે અહંપણાનો દોષ રાખું નહીં કે ભાખું નહીં એટલે કહી બતાવું નહીં. સારા માણસો સારા કામ કરે છે પણ ગુપ્ત રાખે છે. બીજાના ગુણો પ્રગટ કરવા અને પોતાના ગુણો ઢાંકવા એ સજ્જન પુરુષના લક્ષણ છે. જેના અંતરમાં અહંભાવ નથી તેના વચનમાં વખતે કારણસર સત્યવાત જણાવે તો પણ આ અહંકાર કરવા બોલે છે એમ જણાતું નથી. પણ જેના અંતરમાં અહંભાવ છે તે વાણીમાં અહંભાવના શબ્દો ન આવવા દે તો પણ બીજાના અંતરમાં તેના અહંકારની છાપ પડ્યા વિના રહેતી નથી. ચીપી ચીપીને બોલતો હોય પણ એના શબ્દો જ એનો ભાવ બતાવી આપે છે. મનોમન સાક્ષી છે. જેમકે એક ઘોડેસ્વારે ડોશીમાને કહ્યું – “લાવો ડોશીમા, તમારું પોટલું લઈ જાઉં.” ડોશીમાએ કહ્યું “ના બા મને ખબર પડી ગઈ. તને કહી ગયો તે મને પણ કહી ગયો;” અર્થાત્ મને ખબર પડી ગઈ કે તારે પોટલું લઈને નાસી જવું છે. સામાનું મન તેના વચન પરથી પરખાઈ જાય છે. માટે અહંપદ રાખું નહીં કે ભાખું નહીં. ૪૯. સમ્યક્ પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું. જગત આત્મારૂપ માનવામાં આવે” -શ્રીમદ્ રાજચંદ્ર. “સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” -શ્રીમદ્ રાજચંદ્ર. પરમકૃપાળુદેવના હૃદયમાં વિશ્વ ભણી કેવી સમતાદ્રષ્ટિ છે તે જણાવે છે – “જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ.” (વ.પૃ.૩૮૪) ઉપરના વાક્યોમાં જ્ઞાની પુરુષોને કેવા સમ્યક ભાવ હોય તેનું વર્ણન છે. જ્યારે મિથ્યાવૃષ્ટિ ૨૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જગતવાસી જીવોની સમ્યફદ્રષ્ટિ નથી ત્યાં નહીં જેવી વસ્તુને માહાસ્ય આપી મોટી માનવામાં આવે છે. જેમકે ઘરમાં ફાનસ જેવી નાની વસ્તુ હોય તો તે કેવી સારી છે, કોઈની એવી નથી વગેરે વિકલ્પ થાય છે. તે ઘણી ટૂંકી દ્રષ્ટિ છે. પણ જો વિચારે તો ચંદ્ર, સૂર્ય કે આખા ચૌદ રાજલોક આગળ એ શા હિસાબમાં છે. આ વિષયને સ્પષ્ટ કરતા પરમકૃપાળુદેવ જણાવે છે કે મોટા આશ્ચર્ય પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દ્રષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહંવ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ-અનાદિકાળનો-મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો.” (વ.પૃ.૩૩૬) પ્રભુશ્રીજી કહે – એક લપડાક માગે છે. લપડાક વાગે તો મોટું વાંકુ હોય તે સીધું થઈ જાય; તેમ બોઘથી અંતરદ્રષ્ટિ થાય પછી ઘરનું, શરીરનું માહાસ્ય નીકળી જાય. પછી તો જેમ ઉંદર, ચાંચડને રહેવાનું ઘર છે તેમ મારું પણ છે. તેમાં મારું મારું ખોટું શું કામ કહેવું. આખા વિશ્વનો વિચાર આવે તો મારું મારું ન કરે. ત્રણે કાળનો વિચાર આવે તો આવી સાંકડી મર્યાદાવાળી ક્ષણિક વસ્તુઓનો મોહ દૂર થાય અને સ્વપ્ન જેવું બધું લાગે. ૫૦. નિઃસ્વાર્થપણે વિહાર કરું. “વિચરવું ઉદયાથીન પણ વીતલોભ જો”- અપૂર્વ અવસરમાં આવી ભાવના પરમકૃપાળુદેવે નાનપણમાં કરેલ. વિહાર કરવાનું કારણ અપ્રતિબદ્ધ રહેવા માટે છે કે જેથી કોઈ ઠેકાણે પ્રતિબંઘ ન થાય. પણ કોઈ સ્વાર્થથી વિહાર કરે કે મને ફલાણું જોવા મળશે વગેરે, ત્યાં પહેલો સ્વાર્થ આવ્યો. સ્વાર્થ છે તે જ પ્રતિબદ્ધતાનું કારણ છે. વિહારમાં જે ઘાર્યું હોય તે મળે તો એને ગમે, રાગ થાય, પ્રતિબંઘ થાય માટે નિઃસ્વાર્થપણે વિહાર કરું. વીતલોભ અને નિઃસ્વાર્થપણું એક જ છે. સ્વાર્થ એ લોભ છે. વીતરાગી કે નિઃસ્પૃહી પુરૂષો ગમે ત્યાં સુખી છે. કેમકે તેમને બીજી કોઈ ઇચ્છા હોય નહીં, માટે દુઃખ પણ થાય નહીં. ઋષભદેવ ભગવાનનું દ્રષ્ટાંત – ઋષભદેવ ભગવાન વિહાર કરતાં કરતાં બાહુબલીજીની નગરી તક્ષશિલાપુરી નામે છે ત્યાં સાંજના સમયે આવી ઉદ્યાનમાં કાયોત્સર્ગ રહ્યાં. ઉદ્યાનપાલકે બાહુબલીજીને પ્રભુ પધાર્યાની વાત કરી. તેથી બાહુબલીજીએ વિચાર્યું કે સવારમાં બધા મળીને પ્રભુના દર્શન કરવા જઈશું. ભાવથી ભગવાનની પૂજા કરીશું. તેથી આખા શહેરમાં તૈયારી કરાવી. રાત્રિ બહુ લાંબી લાગવા લાગી. પ્રભાત થતાં બાહુબલીજી પરિવાર સહિત વાંદવા આવ્યા. ત્યાં ઉદ્યાનપાલકને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? તેણે કહ્યું ભગવાન પ્રભાત થતા વિહાર કરી ગયા. તે સાંભળીને બાહુબલીજી રડવા બેઠા કે મેં ભગવાનના ચરણના દર્શન કર્યા નહીં. ત્યારે મંત્રીએ સમજાવ્યા કે ભગવાનના જ્યાં પગલાં પડ્યા છે તે પગલાંના દર્શન કરો. પછી બાહબલીજીએ તેનાં દર્શન કર્યા. તે પગલાં ઉપર રત્નમય ઘર્મચક્ર સ્થાપન કર્યું. ભગવાન અહો! કેવા નિઃસ્વાર્થપણે વિચરે છે. (ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રના આધારે) ૨૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૫૧. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. કોઈપણ મારા નિમિત્તે મોહમાં ન ફસાય એવી ભાવના કરવી તે દયા છે. સજ્જન પુરુષો બીજાનું દિલ દુભાય તેમ વર્તતા નથી. તેમ વિવેકી પુરુષો મોહને દુઃખ દેનાર જાણે છે. તેથી બીજા જીવોને મોહ ઊપજે એવો દેખાવ પણ કરતા નથી. જેમ દીવાથી અંજાઈને પતંગીયા દીવામાં આવીને પડે છે અને દુઃખી થાય છે. તે અટકાવવા દયાળુ પુરુષો દીવા પર કંઈ ઢાંકણ રાખે છે. તેમ જગતના જીવોને મોહનું દુઃખ પોતાના નિમિત્તે ન થાઓ એમ સજ્જન પુરુષો ઇચ્છે છે. મોહી જીવોને અજ્ઞાન દશાને લીધે સારું જોવાનું, સારું ખાવાનું, સારું સાંભળવાનું મળે ત્યારે તાત્કાલિક સારું લાગે છે અને તેમાં મોહ પામે છે. પણ તે વખતે રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે. તે દુઃખનું કારણ છે એમ તે જાણતા નથી. પણ મોહના કાર્યમાં જ સુખની અનાદિની કલ્પના હોવાથી પોતાને તેથી સુખ થાય છે એમ માને છે અને બીજાને પણ સુખી કરવાનો એ જ ઉપાય છે એમ સમજે છે. તેથી જેના હૃદયમાં મોહ છે તે બીજાને પણ મોહ ઉપજાવે તેવા દેખાવો, ચેષ્ટા, વચનના ઉચ્ચાર વગેરે કરે છે. મનમાં ચિંતવના પણ એ જ પ્રકારની રહે છે કે મારા પ્રત્યે બીજા જીવો આકર્ષાય તો સારું. ત્યાં એવી ભાવના કરનારને અને તેના પ્રત્યે જે આકર્ષાય તે બન્નેને એ કર્મબંઘના કારણ છે. પણ તે તેના લક્ષમાં રહેતું નથી. માટે અન્યને મોહ ઉપજાવે એવો દેખાવ કરું નહીં. પર. ઘર્માનુરક્ત દર્શનથી વિચરું. વાક્ય ૫૦, ૫૧ અને પરને સંબંધ છે. ઘર્માનુરક્ત એટલે જેને ઘર્મ પ્રત્યે પ્રેમ છે. તે કારણે વિહાર કરું જેથી ઘર્મનો પ્રચાર થાય. દર્શન શબ્દ અહીં દેખાવ માટે વાપર્યો છે. દર્શન એટલે દેખાવ, ચેષ્ટા વગેરે પણ ઘર્મને પ્રેરે તેવી વૈરાગ્યવાળી રાખું. ચેષ્ટા એટલે ઘર્મક્રિયા, તે પણ વૈરાગ્યસહિત કરું; કે જેથી લોકોને થાય કે અમારે પણ આ કરવું છે. અર્થાતુ ઘર્મમાં તલ્લીનભાવે વૈરાગ્યપૂર્ણ દેખાવથી વિહાર કરું. જે સંસારથી ત્રાસ પામેલા વૈરાગી હોય તેને સંસારની વાતો કે સમાચારો વગેરે ન ગમે તે ગંભીરભાવવાળા હોય. ગંભીરભાવ એટલે જેના અંતરમાં સુંદર વિચારણા ચાલતી હોય. તેમના એવા ઉદાસીનભાવ એમની મુખમુદ્રા પરથી પણ જણાય. એવી ચેષ્ટાઓવાળા ઘર્માનુરક્ત પુરુષો હોય. તે કહો તે પૂછો સૌને, તે ઇચ્છો તન્મય રહો; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહો.— સમાધિશતક ૫૩. સર્વ પ્રાણીમા સમભાવ રાખું. પરમકૃપાળુદેવે પુષ્પમાળા વાક્ય ૧૧માં “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ’ એમ કહી ઘર્મનું મૂળતત્ત્વ દર્શાવ્યું. તથા મહાનીતિના વાક્ય ૪૯માં “સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરું” એમ કહી જગત ભણી કેમ જોવું તે જણાવ્યું. પણ આ પ૩માં વાક્યમાં તો ઉપસર્ગ કે અણગમતી વસ્તુઓ આવી પડે તો પણ સમભાવ રાખું. સમભાવ રાખવાની જાણે પ્રતિજ્ઞા કરી હોય એવું આ વાક્ય છે. સમભાવ એ મોક્ષનું કારણ છે. મલ્લિનાથ ભગવાનનું દ્રષ્ટાંત – મલ્લિનાથ ભગવાને દીક્ષા લીધી તે જ દિવસે સમભાવથી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અને દેશના પણ સમભાવ-સમતા વિષે આપી. દીક્ષા વખતે ભાવ ચઢીયાતા હોય. તેના પરિણામે દરેક તીર્થકરને દીક્ષા સાથે મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. મલ્લિનાથ ભગવાને તે ભાવોને વિશેષ ચઢિયાતા રાખ્યા, પડવા દીધા નહીં અને શ્રેણી માંડીને તે જ દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. થોડો ૨૭ Page #48 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રમાદ થયો હશે, કારણ પ્રમાદ સાથે લડતાં લડતાં સાંજ પડી ગઈ. જયારે કેવળજ્ઞાન તો બે ઘડીમાં જ થઈ જાય છે. = ઋષભદેવ ભગવાન ૧૦૦૦ વર્ષ દીક્ષા પર્યાયમાં વિચર્યા પછી કેવળજ્ઞાન પ્રગટ્ય. કર્મ પ્રમાણે મુશ્કેલીઓ તો આવે. જેમકે ખળખળતું પાણી હોય તેને શાંત થતા વાર લાગે, તેમ મનના વિકલ્પોને સમભાવથી રોકતાં થોડો વખત પણ લાગે. “રાગ દ્વેષાદિ મોજાંથી, હાલે જો ના મનોજળ; તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અને નિષ્ફળ.”-સમાધિશતક મન સ્થિર થયું હોય ત્યાં બીજા કોઈ નિમિત્ત મળી આવે કે પૂર્વનું કંઈક સાંભરી આવે અથવા ઉપસર્ગ થાય તેથી ફરી મન રાગદ્વેષવાળું કે રતિઅરતિ પરિણામવાળું થઈ જાય છે અને આત્મસ્થિરતા જતી રહે છે. કારણ માયા દુરંત છે. રાગ દ્વેષથી જ્યારે ખળભળાટ વિશેષ થઈ જાય ત્યારે જનકરાજા પણ પોતાના ગુરુ અષ્ટાવક્રનું શરણ લેતા હતા. આ વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૩૨૧માં જણાવે છે – વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તારી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” (વ.પૃ.૩૧૩) ૫૪. ક્રોધી વચન ભાખું નહીં. ઉપર જે સમભાવ કહ્યો તેને વિઘ્ન કરનાર ક્રોઘ છે. જેમ ઈઘણ, કોલસા કે લાકડામાં સત્તારૂપે રહેલો અગ્નિ દેખાતો નથી પણ જ્યારે સળગે છે ત્યારે તે અગ્નિ દેખાય છે અને તેને અડતાં ગરમ લાગે છે. તેમ ક્રોધરૂપ આત્માનો ભાવ અરૂપી છે પણ શબ્દ વડે તે વ્યક્ત થાય છે. ક્રોઘના શબ્દ સંભળાય છે ત્યાં જીવ દાઝી ઊઠે છે. કષાયભાવથી કહેવાયેલાં વચનો સામા જીવના કષાયને જાગ્રત કરે છે. ભલે સભ્ય વચનોમાં કહ્યું હોય, જેમકે રૂમાં વીંટીને અગ્નિ કોઈના ઘરમાં નાખ્યો હોય તો પણ એ લાગી ઊઠે છે. તેમ કષાયથી ભરેલા સભ્ય વચનો પણ બીજાના ભાવ ક્રોઘવાળા કરે છે. કોઈ નોકર વગેરે હોય તે ભલે અસમર્થતાને કારણે અત્યારે ક્રોઘ ન બતાવે પણ વેરની લાગણી અંતરમાં સાચવી રાખે છે. માટે સ્વપરને અહિતકારી એવા ક્રોથી વચનો કહ્યું નહીં. શ્રીમતીનું દૃષ્ટાંત – સમભાવથી સર્વનું કલ્યાણ. પોતનપુર નગરમાં " . સુવ્રત સુવ્રત નામે એક શેઠ રહેતા હતા. તેમની પુત્રી શ્રીમતીનું જીવન ઘર્મમય હતું. નિરંતર ' એ સ્મરણમંત્રની રટણામાં તે નિમગ્ન રહેતી. તેથી તેના સાસુ સસરાએ જો શ્રીમતી ઘર્મકરણીનો ત્યાગ ન કરે તો તેને કષ્ટ આપવું એમ વિચાર્યું. એક દિવસ સસરાએ માટીના ઘડામાં સર્પ લાવી રાખ્યો. શ્રીમતી તંબુરા સાથે ભક્તિ સ્મરણમંત્ર કરતી હતી ત્યારે તેના પતિએ તેને મારવાના આશયથી કહ્યું : ઘડામાંથી પુષ્પહાર લઈ આવ. એ મંત્રસ્મરણ કરતી ઘડા પાસે જઈ ઘડામાં હાથ નાખ્યો કે સર્પને બદલે ફૂલની માળા હાથમાં આવી. Page #49 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ તે જોઈ સાસુ સસરા તથા તેનો પતિ આશ્ચર્ય પામ્યા અને બધાનાં અંતરમાં ધર્મ પ્રત્યે શ્રા ઉત્પન્ન થઈ. આવા અનેક કષ્ટો આપ્યા છતાં શ્રીમતીએ કોઈ પ્રત્યે ક્રોધથી કાંઈ વચન ભાખ્યું નહીં; પણ સમતા રાખી બધું સહન કર્યું. તેમ સ્વપરને અહિતકારી એવું ક્રોધી વચન કદી ભાખું નહીં. (‘નવજીવન’ પુસ્તિકામાંથી) ૫૫. પાપી વચન ભાખ્યું નહીં. ઉપરના વાક્યમાં ક્રોધને વિષે કહ્યું તે પ્રમાણે પાપ પણ ચેપી રોગ સમાન છે. હૃદયમાં પાપ હોય તો વચન પણ પાપને પોષનારા નીકળે છે. તે વચન જે સાંભળે તેને પણ પાપનો ચેપ લાગે છે. માટે પાપ પ્રેરક વચનો બોલું નહીં. હિંસા, જાઇ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પ્રકારના અવ્રત તે મુખ્ય પાપ છે. તેને પોષનાર પાપી વચન બોલું નહીં. સોમા સતીનું દૃષ્ટાંત – સોમા હંમેશાં ભક્તિમાં લીન રહેતી. સાસુ તથા પતિ તેને રાત્રિભોજન કરાવવા માટે પ્રયત્ન કરવા છતાં તે કરતી નહોતી. તેથી તેના પ્રત્યે એનો પતિ ચારિત્રનો દોષ લગાવી કરે તારે ચાર દિવાલની બહાર જવું નહીં. છતાં એણે કોઈ પ્રત્યે ક્રોધ કર્યો નહીં. તેમજ ધર્મ પ્રત્યે પણ એની રુચિ પટી નહીં. એક દિવસ સોમાને મારી નાખવા એના પતિએ એક સર્પને લાવી ઘડામાં મૂકી ઉપર કપડું બાંધી રાખ્યું. સવારમાં એના પતિએ કહ્યું સોમા તું પેલા ઘડામાંથી હાર કાઢીને પહેરી મને બતાવ. સોમાએ ઘડામાં હાથ નાખ્યો કે સર્પનો હાર થઈ ગયો, અને પોતે તે હાર પહેરી પતિને બતાવ્યો. પછી સોમાએ કહ્યું તમે આ હાર પહેરો જેથી હું તમારી શોભાને જોઉં. એમ કહી પતિને પહેરાવ્યો કે તે સર્પ બની ગયો અને ડંખ માર્યો. તે ચીસ પાડીને પડી ગયો. તેનું શરીર લીલું પડી ગયું. પણ સતીના પ્રભાવે તે સ્વસ્થ થઈ ગયો. માટે પાપી વચન કદી ભાખું નહીં. (સન્મતિ સંદેશમાંથી) ૫૬. અસત્ય આજ્ઞા ભાગું નહીં. અસત્ય આજ્ઞા એ ઉપરના પાપી વચનને પોષનાર છે. ભગવાને તો પાપ તજવાનું કહ્યું તેને બદલે કોઈપણ પાપ, ભગવાને કરવાનું કહ્યું છે એમ કદી કહ્યું નહીં. પોતાની વાત કોઈ માને નહીં; પણ ભગવાનના નામે કહે તો ઘણા માણસો ભોળવાઈને પાપમાં પણ પ્રવર્તે. માટે ભગવાનને નામે પાપ કરવું કે કરાવવું એ મહાદોષ છે. ઘણો દુષ્ટ સ્વભાવ હોય તો જ એને એવું સૂઝે. મરિચિનું દૃષ્ટાંત – ઉત્સૂત્ર પ્રરૂપણાથી મરિચિના જીવને ઘણા ભવ કરવા પડ્યા. ઋષભદેવના પૌત્ર હતા ત્યાંથી લગાવીને લગભગ એક કોડાકોડી સાગરોપમ સુઘી ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડ્યું. નહિં તો ઋષભદેવના વખતે બીજા ઘણાય મોક્ષે ગયા. તે વખતે ઉત્તમ જોગવાઈ હતી,પણ ઉત્સૂત્રપ્રરૂપણાથી નિષ્ફળ ગઈ; અને મિરિયને અસંખ્યાતા એકેન્દ્રિયના ભવ લેવા પડ્યા. માટે સત્યને તો સત્ય જ રહેવા દઉં. અસત્યને સત્ય સમાન જણાવું નહીં તો તેથી વિશેષ ચઢિયાતું તો કેમ ? ૨૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૭. અપથ્ય પ્રતિજ્ઞ એના બે અર્થ થાય છે. પહેલો અર્થ પ્રતિજ્ઞા એટલે વચન આપવું. કોઈને વચન આપીને તે કામ કરી શકાય નહીં તો તેના પ્રત્યેનો વિશ્વાસ ઊઠી જાય અને સામાને પણ નુકસાન થાય. આમ સ્વપરને દુઃખનું કારણ થાય. બીજો પ્રતિજ્ઞાનો અર્થ વ્રત થાય છે. કોઈ વ્રત પાળી શકે નહીં અને પરિણામે તેને તે અહિતકર્તા થાય એવી વ્રતની પ્રતિજ્ઞા આપું નહીં કે અપાવું નહીં. પરમકૃપાળુદેવ પત્રાંક ૯૪૧માં જણાવે છે કે “જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુઘી આજ્ઞા કરવી ભયંકર છે.... નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય”? -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૬૫૪) ૫૮. સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં. સૃષ્ટિ સૌંદર્ય એટલે પ્રાકૃતિક સૌંદર્ય. જેમાં પાંચ ઇન્દ્રિયોને પોષે એવી સુંદર સામગ્રી હોય. જેમકે કાનને ગમે એવા અવાજો, આંખને ગમે એવા રંગબેરંગી ફૂલો, નાકને ગમે એવી પુષ્પોની સુગંધ, જીભને ગમે એવા મધુર ફળો અને સ્પર્શેન્દ્રિયને ગમે એવો ઠંડો પવન વગેરે હોય. આ બધી વસ્તુઓ જેને મન વશ કરવું છે તેને વિધ્વરૂપ છે, કારણ કે તે મનને આકર્ષે છે. કાશ્મીર વગેરે સૃષ્ટિ સૌંદર્ય માટે જે પ્રદેશો વખણાય છે, ત્યાં પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ સામગ્રી હોય છે. લોકો ઘર્મધ્યાનને માટે એવી અનુકૂળ વસ્તુઓ કે ક્ષેત્રો પસંદ કરે છે. પણ મોહને લીધે તેમાં રાગ ઉત્પન્ન થતાં ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય છે; પછી ઘર્મ તો નામનો જ રહે છે અને ઇન્દ્રિયો પોષાય એવું વર્તન થઈ જાય છે. મોક્ષમાળા શિક્ષાપાઠ ૬૮ “જિતેન્દ્રિયતામાં આ વિષે ખુલાસો કર્યો છે : “જ્યાં સુઘી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુઘી નાસિકા સુગંથી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુઘી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુથી ત્વચા સુગંથીલેપન ચાહે છે ત્યાં સુઘી તે મનુષ્ય નીરાગી, નિગ્રંથ, નિપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૦૭) અહીં કહેવું છે કે પૂર્વના પ્રારબ્ધને લીધે અનુકૂળ સામગ્રી મળી આવી હોય તો પણ તેમાં મોહન કરવો, તો પછી પ્રયત્ન કરીને એવાં મોહનાં કારણો ઊભા કરવા તે આત્માને અહિતકારી છે. જ્ઞાની પુરુષો તો સહનશીલતા વધારવા પ્રતિકૂળતાઓ ઊભી કરે છે. બહુ સ્વાદ આવતો હોય તેમાં પાણી પણ રેડે. પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજી પહેલાં જંગલમાં મુનિઓ સાથે જતાં ત્યારે બીજા મુનિઓ આગળ જઈને કોઈ સારી છાયાવાળી જગ્યામાં પ્રભુશ્રીજીનું આસન બિછાવતા અને પોતાને માટે પણ તેવી સરસ છાંયાવાળી જગ્યા જોઈને બેસે. પ્રભુશ્રીજી આવે એટલે જોઈ લે કે બઘાએ ઠીક જગ્યા શોધી લીધી છે, એટલે પોતાનું બિછાનું ઉઠાવીને અડઘો છાંયડો હોય તેવી જગ્યામાં નાખે, એટલે બધા પોતાનું આસન ફેરવે. આર્ત પરિણામ ન થાય તેવા પ્રકારની સાદી બાહ્ય સામગ્રી રાખી, મુખ્ય લક્ષ આત્મ-શાંતિ તરફ રાખવાની જરૂર છે. નહીં તો ઇન્દ્રિયોના સંતોષને આત્મ-શાંતિ માનવાની ભ્રાંતિ થઈ આવે છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૫૪માં લખે છે કે “મુમુક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણો પણ ૩૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કેટલીક વાર પ્રિય લાગે છે ! અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; / Tી જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૯) સમકિત પામવા માટેની યોગ્યતા રોકાઈ જાય છે અને સૃષ્ટિસૌંદર્યમાં આકર્ષણ છે કે મોહ થાય છે. તેના પરિણામે આત્મા ઉપર પ્રેમ રહેતો નથી. જે વૈરાગ્ય કે ઉદાસીનતા પરપદાર્થમાં રાખવી જોઈએ તેને બદલે પરવસ્તુમાં મોહ થાય છે. જેમકે હાથી, ઘોડા, ગાડી વગેરે સારા મોહક પદાર્થોનું જીવ અભિમાન કરે છે તેમજ બાગ બગીચા વગેરે પદાર્થોમાં પણ પોતાની મોટાઈ માને છે. “ઉપદેશામૃત'માંથી – “જગામાં અંત વખતે જીવ રહે તો ઘરોળાં કે જીવડાં થવું પડે; સ્ત્રી-પુત્ર કે ચેલા-ચેલીમાં જીવ રહે તો તેને પેટે અવતાર લેવો પડે; મહેલ-મકાનમાં કે બાગ બગીચામાં જીવ રહે તો દેડકાં કે અળશિયાં થવું પડે અને ખેતર કે જમીનમાં વૃત્તિ રહે તો ઘાતુ કે પથ્થરમાં ઉત્પન્ન થવું પડે.” (પૃ.૩૨૦) વિશ્વનંદીનું દ્રષ્ટાંત – મહાવીર સ્વામીના આગલા વિશ્વનંદીના ભાવમાં પોતાના પિતાશ્રીએ દીક્ષા લીધી અને પોતે નાના હોવાથી રાજ્ય કાકાને સોંપ્યું હતું. વિશ્વનંદીનો બાગ બહુ સુંદર હતો. તે કાકાના દીકરાએ પોતાના પિતા જે હાલમાં રાજા છે તેમની પાસે માગ્યો એટલે વિશ્વનંદીને ખોટું બહાનું કાઢી પરદેશ બળવો સમાવવા માટેનું કહી લડવા મોકલ્યો, અને બાગ પોતાના દીકરાને આપ્યો. ત્યાં પરદેશમાં તોફાન કે બળવો કંઈ નહીં હોવાથી તે પાછો આવ્યો અને પોતાનો બાગ કાકાના દીકરાને E0% DATE સ્વાધીન દીઠો. વિશ્વનંદી બાગમાં ગયો ત્યાં કાકાનો આSONG દીકરો પત્થરના થાંભલા પાછળ ડરનો માર્યો સંતાઈ ગયો. વિશ્વનંદીએ થાંભલાને મુષ્ટિથી તોડી નાખ્યો. તે જોઈ કાકાનો દીકરો દીન બની ગયો કે જાણે મને પણ મારી નાખશે. તે ઉપરથી વિશ્વનંદીને વૈરાગ્ય પ્રગટ્યો કે બળ્યો આ બાગ કે જેના માટે લડવું પડે. બાગ તો એનો એ હતો પણ તે પ્રત્યેના પોતાના ભાવ પલટાઈ ગયા અને વિચારવા લાગ્યા કે બાગમાં વિલાસ કરતા કાકાના દીકરાને આ બાગ અત્યારે બચાવતો નથી; તેમ હું પણ બાગને માટે તકરાર કરી એને મારી નાખી બાગમાં વિલાસ કરું, પણ આ બાગ મને પણ મરણ વખતે બચાવનાર નથી; એમ વિચારી દીક્ષા લઈ લીધી. ઘણું તપ કરી શરીર ક્ષીણ કરી નાખ્યું. એકવાર ગાયના ઘક્કાથી રસ્તામાં પડી ગયા. તે જોઈ કાકાના દીકરાએ મશ્કરી કરી કે ત્યારે તો થાંભલો તોડી નાખ્યો હતો, હવે તે બળ ક્યાં ગયું? તે સાંભળી વિશ્વનંદીએ મુનિ અવસ્થામાં (0ડો. હજી / V. નિયાણું કર્યું કે હું એને મારનારો થાઉં. ત્યાંથી ભરી દેવલોકે જઈ પછી ત્રિપુષ્ટ વાસુદેવ થયા અને કાકાનો દીકરો તે ભવમાં સિંહ થયો. તેને બે હાથથી ફાડી નાખ્યો. ત્યાંથી મરી નરકે ગયા. માટે દુઃખના કારણ એવા સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં. IિNS જોવી કયાં ગયું? તે સાંભળી ૩૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ નંદમણિકારનું દૃષ્ટાંત – નંદ મણિકારે શ્રેણિક રાજાની આજ્ઞા લઈ ચાર મુખવાળી એક નંદવાપિકા નામની વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર બગીચા બનાવ્યા. લોકો તેનું સૌંદર્ય જોઈ પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી શેઠ ઘણો આનંદ પામતા. કાળક્રમે શ્રેષ્ઠીના શરીરમાં સોળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. ઉપચાર કરવા છતાં તે રોગો મટ્યા નહીં. છેવટે મૃત્યુ પામી પોતે બનાવેલ વાવના સૌંદર્યમાં મોહ રાખવાથી તે વાવમાંજ ગર્ભજ દેડકારૂપે જન્મ્યો. લોકોના મુખથી તે વાવના સૌંદર્યનું વર્ણન સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પોતાની વર્તમાન દેડકાની સ્થિતિ વિચારી આત્મનિંદા કરવા લાગ્યો. તથા તે દિવસથી છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યા કરવાનો ભાવથી નિયમ ગ્રહણ કર્યો. એક દિવસ લોકોના મુખથી ભગવાન મહાવીરનું આગમન સાંભળી તેમના દર્શન તથા પૂજન અર્થે મુખમાં પુષ્પ લઈ ચાલ્યો. રસ્તામાં શ્રેણિક રાજાના અશ્વના પગ નીચે દબાઈ મરણ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ભગવાનની પૂજા કરવા આવ્યો. ભગવાનના દર્શન, પૂજન કરવાના ભાવે ઉત્તમ ગતિ અપાવી, પણ મૃત્યુ સમયે બાગનું સૌંદર્ય તેને શરણરૂપ થયું નહીં; પણ મનુષ્યમાંથી તિર્યંચનો અવતાર આવ્યો. માટે સૃષ્ટિ સૌંદર્યમાં મોહ રાખું નહીં; પણ ભગવાનની ભક્તિ અથવા દર્શન, પૂજન, સ્મરણમાં ચિત્તને જોડી રાખું, (ઉ.પ્રા.ભા.ભા.૭ના આધારે) ૫૯. સુખ દુઃખ પર સમભાવ કરું. પરમકૃપાળુદેવ પત્રાંક ૪૯૨માં જણાવે છે. “અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાર્સેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે. એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા.' -શ્રીમ, રાજમંડ (વ.પૂ. ૩૯૪) સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે. જ્ઞાનીએ બેય ક્લ્પના કરવાની ના કહી છે. માટે જ્ઞાનીની આજ્ઞા આરાધે તો સુખદુઃખ પર સમભાવ આવે. અવંતિસુકુમાળનું દૃષ્ટાંત – અવંતિસુકુમાળ પોતાના મહેલમાં દેવની પેઠે સુખ ભોગવતો હતો. તેની નજીકમાં પૌષધશાળામાં મુનિ ઊતરેલા હતા. તેમણે જ્ઞાનથી જોયું તો અવંતિકુમાળ જાગે છે. તેનું આયુષ્ય થોડું છે. તેથી રાતના સ્વાધ્યાય કરવા માંડ્યો. તેમાં પાંચમાં દેવલોકના નલિનીગુલ્મ વિમાનનું વર્ણન સાંભળી અવંતિકુમાળને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી પોતાનો મહેલ તેને ખેતરમાં માળો કર્યો હોય તેવો કિંમત વગરનો લાગ્યો. સ્ત્રીઓ બધી રાક્ષસી જેવી દેખાવા લાગી. બધી રાજમહેલની સુખસામગ્રી તેને તુચ્છ ભાસી. પણ માતાએ પહેરેગીરો રાખેલા કે અવંતિકુમાળ ક્યાંય જાય નહીં. તેથી બારીઓએ સાડીઓ બાંધી તે નીચે ઊતરી ગયો અને મુનિ પાસે જઈ પૂછ્યું તમે આ સ્વર્ગની વાત ક્યાંધી જાણી ? મુનિએ કહ્યું : શાસ્ત્રના આધારે, અવંતિકુમાળે કહ્યું કે મને પણ સાંભરી આવ્યું છે કે હું ત્યાં હતો, હવે ત્યાં ફરીથી શી રીતે જવાય? મુનિએ કહ્યું : મોક્ષના સુખ સર્વોત્તમ છે. તે દીક્ષાથી મળે છે તો તેથી બીજી શું અસાઘ્ય હોય ? તેથી તેણે દીક્ષા લીધી. કદી ઉઘાડે પગે ચાલેલ નહીં તો પણ વિહાર કરીને ચાલતા ૩૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ וזנר 2000 ઘોડાના પગ નીચે દેકાનું મૃત્યુ તત્વમણિકાર નંદમણિકાર, દેડકાના મુખમાં પુષ્પ, વાવ તથા બગીચો દેલી ભરી લેવ થઈ પ્રભુ પાસે માન Page #54 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પગે ફોલ્લા થયા, ફુટી ગયા, લોહી નીકળ્યું, તો પણ કંઈ ગમ્યું નહીં. તેનું આયુષ્ય ઓછું જાણી મુનિએ તેને અનશન (સંથારો) છેવટના સમાધિમરણ સંબંધી કહેવાનું હતું તે કહી દીધું. તેની તેણે પકડ કરી લીધી. મુનિ વિહાર કરી ચાલ્યા ગયા. પછી તે અવંતિસુકમાળ પાસે રાત્રે જ્યાં તેમના જ પગમાંથી લોહી નીકળેલું હતું, તે પગલે પગલે ચાલીને શિયાળ અને તેના બચ્ચાં આવ્યા. તેણે સુકુમાળને પગથી ખાવા માંડ્યો. એક પહોરે એક પગ, બીજે પહોરે બીજો પગ ખાધો. પછી પેટ ફાડ્યું અને આંતરડા ખાવા લાગ્યા. ત્યારે અવંતિસુકુમાળનો દેહ છૂટી ગયો. સમાધિમરણ કરી તે નલિનીગુલ્મ વિમાનમાં ગયા. અવંતિસુકુમાળ આગલા ભવમાં બે ભાઈઓ હતા. પરણેલા હતા. મુનિનો બોધ સાંભળી બેઉ ભાઈઓને વૈરાગ્ય થયો. એક કહે હું દીક્ષા લઉં અને તું ઘર ચલાવ. બીજો કહે હું દીક્ષા લઉં. તેમાંથી એક જણે દીક્ષા લીધી અને બીજો ઉદાસ થઈ ઘેર આવ્યો. જે ભાઈ સાઘુ થયો હતો તેની સ્ત્રી વઢવાડ કરવા લાગી અને કહ્યું ચાલો તમારા ભાઈને આપણે પાછા બોલાવી લાવીએ. પણ તે બીજા ભાઈને પણ દીક્ષા લેવી હતી. તે પોતાના ભાઈને પાછો સંસારમાં કેમ લાવે? એવા વિચારથી બોલ્યો નહીં. તેથી તેની ભોજાઈએ આરોપ આપતા કહ્યું કે તમારે બધું એકલાને ખાવું છે, તમારામાં ભાગ પડે માટે તેને બોલાવતા નથી. એમ તકરાર વધી ગઈ અને દિયરને રીસ આવવાથી આ વ્યર્થનો કકળાટ કરે છે એમ જાણી ઊઠીને તે બાઈને લાત મારી. લાત વાગવાથી તે બાઈનો દેહ છૂટી ગયો. મરતી વખતે એણે એવો ભાવ કર્યો કે હું એના પગને ખાનારી થાઉં. પછી ઘણા ભવ ભમતાં જે વેર બંધાયું હતું તેથી તે ભાભી આ ભવમાં શિયાળણી થઈ અને તેનો દિયર અવંતિસુકમાળ થયો. આ ભવમાં તે શિયાળણી થઈ મુનિને મારવાથી અનેક ભવમાં ભમતા તે નરકાદિ અધોગતિને પામશે. માટે પોતાના બાંઘેલા કર્મોના ફળ સુખ દુઃખ ઉપર સમભાવ રાખવા પ્રયત્ન કરું. ૬૦. રાત્રિ ભોજન કરું નહીં. દિવસે ખાધેલો ખોરાક વહેલો પચે છે. રાત્રિભોજનથી પ્રમાદ વધે છે. તેથી કોઈ ભક્તિ, વાંચવુંવિચારવું વગેરે ન થાય. કંઈ ભલીવાર ન આવે એટલે પડતું મૂકી ઊંઘવું પડે છે. રાત્રે ઘણું સાચવે છતાં પણ હિંસા થવાનો સંભવ છે. રાત્રિભોજનના ત્યાગ કરનારને એક વરસમાં છ મહિનાના ઉપવાસ જેવું સહેજે થાય છે. રાત્રિનો વખત ભક્તિમાં કે સ્વાધ્યાયમાં કે જાગરણમાં ગાળવો હોય તો ખાઈને તેમ કરવા કરતાં વઘારે સહેલાઈથી રાત્રે ન જમવાથી થાય. રાત્રિભોજન કરવાની ટેવ હોય તેને ઘણું કરીને રસોઈ પણ રાત્રે કરવી પડે. વાસણ વગેરે સાફ કરવાનું પણ મોડી રાત સુધી ચાલે. પછી થાકી જાય એટલે ઊંઘી જાય. માટે રાત્રિભોજન કરું નહીં. મોક્ષમાળામાં રાત્રિભોજનના પાઠમાં પરમકૃપાળુદેવ જણાવે છે - “અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજન ત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે.” “સપુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંઘી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮) ૩૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “મોક્ષમાળા પ્રવેશિકા'ના આઘારે :પ્રીતિકર શેઠનું દ્રષ્ટાંત - એક આત્મજ્ઞાની મહાત્મા જંગલમાં તલાવડી પાસે ધ્યાનમાં લીન થયા. પાસે લોકોનો જવાનો રસ્તો હતો. તેથી લોકોએ તે મુનિ સંબંધી જાણી તેમની આગળ ફળનૈવેદ્યાદિ સામગ્રી પૂજારૂપે લાવીને મૂકી. પછી સ્તુતિ, વંદન કરી ગામમાં પાછા ગયા. રાત્રે એક શિયાળ ફરતું ફરતું પૂજાની સામગ્રીની સુગંઘથી ત્યાં આવી ચઢ્યું. દૂઘ, ફળ વગેરે દેખી તે ખાવા લાગ્યું. મુનિવરને તે ભવ્ય જીવ પ્રત્યે કરુણા આવવાથી તેના હિતાર્થે ઉપદેશ દેવાની ફુરણા થઈ. તે બોલ્યા કે હે ભવ્ય! અનેક ભવમાં રાત્રે અને દિવસે આ જીવે ખા ખા કર્યું છતાં જીવનું પરિભ્રમણ ટળ્યું નહીં. જીવે ઘર્મ સાંભળ્યો નહીં, આરાધ્યો નહીં, તેથી આ શિયાળનો ભવ પ્રાપ્ત થયો છે. વારંવાર જન્મવું મરવું થયા કરે છે. એમ અનેક ભવમાં જીવે માત્ર દુઃખ દુઃખ અને દુઃખ જ દીઠું છે. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રીભાવ, પ્રમોદભાવ કે મધ્યસ્થભાવ રાખતાં જીવ શીખ્યો નથી. એમ અનેક પ્રકારે ઉપદેશ આપવાથી શિયાળે રાત્રિભોજનનો ગુરુ આજ્ઞાથી ત્યાગ કર્યો. એકવાર તે શિયાળ ગરમીની ઋતુમાં સુકા બોર ખાઈને પાણીની શોધમાં એક વાવ પાસે આવ્યું. વાવની અંદર જોતાં અંધારું દીઠું. બહાર આવીને જોતાં સુરજને આથમતાં જોઈ હજુ દિવસ હશે એમ જાણી પાછું વાવમાં ગયું. પણ પહેલા કરતાં વધારે અંધારું લાગવાથી ગુરુએ આપેલ પ્રતિજ્ઞાની સ્મૃતિ કરી પાણી પીધા વિના બહાર આવ્યું. હવે સૂર્ય આથમી ગયો જાણી પાણી પાસે હોવા છતાં તરફડીને મરી ગયું. પણ ગુરુ આજ્ઞાનો ભંગ કર્યો નહીં. તેના પરિણામે તે શિયાળા મરીને રાજગૃહી નગરીમાં ઘનાઢ્ય શેઠને ત્યાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ પ્રીતિકર રાખવામાં આવ્યું. યુવાવયમાં પરદેશ વ્યાપાર કરવા ગયો. ત્યાં પુણ્યબળે ઘણી લક્ષ્મી પામ્યો અને વસુદેવની જેમ અનેક કન્યાઓને પરણ્યો. પાછો રાજગૃહી નગરીએ આવ્યો ત્યારે રાજા શ્રેણિક વગેરે પણ સામા લેવા ગયા હતા. પછી એકવાર ભગવાન મહાવીરના ઉપદેશમાં સંસારની અનિત્યતા, અસારતા, અશરણતા સાંભળી સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી મુનિ બની શાસ્ત્રોના પારગામી થઈ તે જ ભવે મોક્ષપદને પામ્યા. માટે રાત્રિભોજન કરું નહીં, પણ ચારે પ્રકારના આહારનો રાત્રે સર્વથા ત્યાગ કરું. પ્રવેશિકાના આઘારે. ઉપદેશપ્રાસાદ ભા.ભાગ-૨'માંથી – “વળી રાત્રિભોજન કરવાથી આ લોક આશ્રયી પણ ઘણા પ્રકારની હાનિનો સંભવ છે. ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિને હણે છે, મક્ષિકા આવે તો વમન થાય, જૂ આવે તો જલોદર થાય અને કરોળિયો આવે તો કુષ્ઠ રોગ થાય છે. વળી રાત્રે પાત્ર ઘોતાં અને એઠું નાખતા કુંથવા વગેરે ઘણા જીવો હણાય છે-ઇત્યાદિ રજનીભોજનના દોષ કહેવાને કોણ સમર્થ છે? રાત્રિભોજનના દોષ ઘણા છે, અને તે કહેવા માટે આયુષ્ય થોડું છે. વળી કહ્યું છે કે, “જે બુદ્ધિમાન પુરુષો સર્વથા રાત્રે આહાર વર્જે છે, તેમને એક માસે પક્ષોપવાસનું ફળ થાય છે. તે માટે શ્રાવકોએ માવજીવન સુઘી રાત્રિભોજનનો ત્યાગ કરવો. દરરોજ રાત્રે ચતુર્વિઘ આહારના પચખાણ કરવા. જો ચારે પ્રકારના આહાર તજવાની શક્તિ ન હોય તો અશન એટલે રોટલા, ભાત, પકવાન્ન વગેરે તથા ખાઈમ એટલે ફળ, મેવો વગેરે અને સાયમ એટલે સ્વાદિમ તો અવશ્ય ત્યજવા; અને સ્વાદિમ તે સોપારી, એલચી, લવીંગ વગેરે દિવસે સારી રીતે શોધી રાખી રાત્રે ગ્રહણ કરવા; નહીં તો તેમાં ત્રસ જીવોની હિંસાનો પણ દોષ લાગે છે. મુખ્ય રીતે તો પ્રાતઃકાળે અને સાયંકાળે રાત્રિ નજીકની બે બે ઘડી આહારનો ત્યાગ કરવો. કહ્યું છે કે, “રાત્રિ ભોજનના દોષને જાણનાર જે પ્રાણી ૩૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ - . શિયાળને મુનિનો ઉપદેશ મીતિકર શીટ શિયાળ ભરીને પ્રીતિકર શેઠ થયા ભગવાન પાસે પ્રીતિકર શેઠની દીક્ષાની માંગણી Page #57 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ દિવસના ઉદયમાં અને અસ્તમાં બે બે ઘડી છોડીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે.’ વળી ‘રાત્રિભોજન કરવાથી ઘુવડ, કાક, માર્જર, ગીધ, સાબર, સુવર, સર્પ, વીંછી અને ઘોનો અવતાર આવે છે.’ આ પ્રમાણે રાત્રિભોજનનું પારલૌકિક ફળ છે. રાત્રિભોજન વિષે રામાયણમાં પણ દોષ જણાવ્યો છે. તે આ પ્રમાણે છે વનમાળાનું દૃષ્ટાંત – લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનવાસમાં ગયા હતા. તે પ્રસંગે એક દિવસ કુર્બર નગરની બહાર એક વડના વૃક્ષ નીચે રાત્રિવાસો રહ્યા હતા. તે નગરના રાજા મહીધરને વનમાળા નામે એક પુત્રી હતી. તે લક્ષ્મણની ઉપર પ્રથમથી રાગી થયેલી હતી. તે લક્ષ્મણનો વનવાસ સાંભળી ખેદયુક્ત થઈ સતી દૈવયોગે તે જ વનમાં તે જ રાત્રે ગળે ફાંસો ખાવા આવી. આ દેખાવ રાત્રે જાગૃત । રહેલા લક્ષ્મણના જોવામાં આવ્યો. લક્ષ્મણે તેની પાસે જઈને પૂછ્યું, એટલે તેણે જે સત્ય હતું તે કહી દીધું. તત્કાળ લક્ષ્મણે પાશ છેદી નાખીને તેનું પાલિગ્રખ્સ કર્યું. વનમાળા કે જે શુભ લક્ષણવાળી સુચરિતા હતી, તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને યોગ્ય વર જાણી પોતાનો સ્વામી કર્યો.પછી લક્ષ્મણે તેને જણાવ્યું કે, ‘હમણાં તમે પિતાને ઘેર રહો. જ્યારે હું વનવાસ પૂર્ણ કરી પાછો વળીશ ત્યારે તમને સાથે લઈ જઈશ.’ તથાપિ તે રાગી રમણીએ માન્યું નહીં. પછી લક્ષ્મણે સ્ત્રીહત્યા, ગોહત્યા, બાલહત્યા વગેરે સોગન લીધા કે જો હું ન આવું તો આ હત્યાઓનું પાપ મને લાગે; તો પણ તેણે માન્યું નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, ‘જે તમે કહો તે સોગન હું લઉં.’ વનમાળા બોલી કે – ‘આ જગતમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ જો હું પાછો ન આવું તો મને લાગે' આવા જો સોગન લો તો હું સત્ય માનું. લક્ષ્મણે તેવા સોગન લીધા; એટલે તેણે લક્ષ્મણને મુક્ત કર્યા. (જવા દીધા) — ઉપરના દૃષ્ટાંતમાં વનમાળાએ સ્ત્રીહત્યા, ગોહત્યા અને બાલહત્યા કરતાં પણ રાત્રિભોજનનું પાપ બહુ મોટું માનીને લક્ષ્મણને તેવા સોગન આપ્યા હતા, તેથી રાત્રિભોજનનું પાપ ઘણું ઉગ્ર છે એમ સિદ્ધ થાય છે. માટે સર્વ ભવિ પ્રાણીઓએ અવશ્ય રાત્રિભોજન કરું નહીં એવો નિયમ ગ્રહણ કરવો.’’ (પૃ.૧૬૫) ૬૧. જેમાંથી નશો, તે સેવું નહીં. કેફી વસ્તુ કોઈ વાપરું નહીં. ભાંગ, ગાંજો, ચરસ, અફીણ, દારૂ, તમાકુ ૩૫ વગેરે. બ્રાહ્મણનું દૃષ્ટાંત એક બ્રાહ્મણ કાશીથી ભણીને પોતાને ગામ જતો હતો. રસ્તામાં એક ભીલોની પલ્લી આગળથી જવાનું થયું. ત્યાં દારૂ પીને નશે ચઢેલા ભીલો ગાંડા જેવા થઈ ઊભા હતા. તેમણે તે બ્રાહ્મણને દીઠો એટલે બોલ્યા કે મહારાજની મહેમાનગીરી કરો. એમ કહી બધા ચારેબાજુ ફરી વળ્યા અને કહે કે ‘તમને જવા નહીં દઈએ. કાં તો આ માંસનું મિષ્ટાન્ન ખાઓ, કાં સ્ત્રી સેવન કરો, કાં તો દારૂ પીઓ.' પછી પેલા બ્રાહ્મણે વિચાર્યું કે આ લોકો મને છોડશે નહીં. પણ માંસ ખાઉં તો નરકે જવું પડે, પરસ્ત્રી સેવનથી પણ નરકે જવું પડે અને દારૂ જો કે ખરાબ તો છે, પણ વનસ્પતિમાંથી થયેલો છે એટલે તે લેવામાં કોઈ હરકત નથી, એમ જાણી તેણે એ પસંદ કર્યો. — Page #58 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તેને બઘાએ મળી ઘણો આગ્રહ કર્યો. એક કહે મારો પીવો, બીજો કહે મારો પીવો. એમ બઘાએ મળી એને ખૂબ દારૂ પીવડાવ્યો. તેથી તે ગાંડો થઈ ગયો. પછી એણે માંસ ખાધું, સ્ત્રીસેવન કર્યું, બધુંય કર્યું. ભાન ભૂલાય એ મોટો દોષ છે. પછી શું કરે ને શું ન કરે તે કશું કહેવાય નહીં. જ્યાં જ્યાં આત્મા ભુલાય, તે મોટો દોષ છે. દેહમાં એકાકાર-તન્મય થઈ જઈ પોતાને ભૂલી જાય છે એ મોહનું ગાંડપણ જ છે. એક વ્યસન સેવતા બઘા વળગે. માટે જેમાંથી નશો ચઢે તેનું સેવન કરું નહીં. ૬૨. પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. આપણું વચન માનીને કોઈ, બીજા જીવોને દુઃખ દેવા તત્પર થાય તેવું જૂઠ કહું નહીં. જેમકે આપણને ખબર પડતી ન હોય અને લોકોને લાલચ લાગે એવું કહીએ તો લોકો બિચારા લોભના માર્યા ખેતી વગેરે કરે. અથવા કોઈને પાંદડા વાટીને દવા કરવા કહેવું. ચિકિત્સા જાણતો ન હોય અને અધ્ધર ગમે તે કહી દે. લોકો તેમ કરે તેથી હિંસા થાય. પણ બોલતાં પહેલાં વિચાર કરે કે હું જે કહું છું તેથી કોઈને દુઃખ કે હિંસા થાય તેવું છે? એટલું વિચારી લે તો ઘણા પાપમાંથી બચી જવાય. એક તો નાના જંતુઓની હિંસા બચે અને સામો માણસ હિંસામાં પ્રવર્તે તેથી પાપકર્મ બાંધે, તેનું ફળ દુઃખ આવે તે તેને ભોગવવું પડે. માટે વિચાર કરીને બોલવું. મનુષ્યને વિચારની લબ્ધિ પ્રાપ્ત થઈ છે તો તેનો સદુપયોગ કરવો જોઈએ. ૬૩. અતિથિનું સન્માન કરું. વ્યવહારમાં મહેમાનને અતિથિ કહે છે. અતિથિ ઘાર્મિક શબ્દ છે. જે અમુક તિથિએ જ ઘર્મ કરે એવું નહીં પણ નિરંતર ઘર્મ કરે છે, અને અમુક તિથિએ અમુકને ત્યાં જવું એવું જેને નથી એવા અપ્રતિબદ્ધ વિહારી મુનિને માટે અતિથિ શબ્દ વપરાય છે. કોઈપણ ગુણી માણસનું ગમે ત્યાં સન્માન કરવા યોગ્ય છે. પોતાને ઘેર તેવો માણસ આવ્યો હોય તો અવશ્ય સન્માન કરવું જોઈએ. આહાર માટે મુનિ આવ્યા હોય તો ભક્તિપૂર્વક આહારાદિકનું દાન કરવું તે આત્મહિતનું કારણ છે. શ્રાવકના બાર વ્રતમાં છેલ્લું અતિથિસંવિભાગ નામનું વ્રત છે, એટલે પોતાને માટે આહાર તૈયાર કર્યો હોય તેમાંથી મુનિને અમુક ભાગ આપવો. જમવાનો વખત થાય તે પહેલાં એવા વ્રતવાળા શ્રાવક બારણે આવી મુનિની રાહ જુએ છે, અને કોઈ ન આવે તો ભાવના કરે કે આજે તો મુનિ આવ્યા નહીં, આવ્યા હોત તો વહોરાવત. એમ ભાવના ભાવી પછી પોતે આહાર કરે. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે એકદમ ખાવા ન બેસી જવું. પણ એટલી ભાવના, ઉપર કહી તે કરીને પછી આહાર કરવા બેસવું. પણ મોહને લઈને આત્મા કે મુનિ કશું સાંભરતું નથી. ખાવું એ આહાર સંજ્ઞા છે પણ તે આત્માનો ઘર્મ નથી. માટે ઉપરોક્ત ત્યાગ ભાવના કરવા યોગ્ય છે. પુણિયા શ્રાવકનું દ્રષ્ટાંત – પુણિયો શ્રાવક તથા એની પત્ની એકાંતરા ઉપવાસ કરીને રોજ એક શ્રાવકને જમાડી અતિથિનું સન્માન કરે અને સામાયિક કરે. તેની સામાયિકનું મૂલ્ય અતુલ્ય છે. ચંપકશેઠનું દ્રષ્ટાંત – એક વખતે એવું બન્યું કે ચંપકશેઠ કોઈ ભિક્ષા માટે ફરતા મુનિને જોઈ હર્ષથી બોલાવી લાવ્યો. મુનિને ઘી આપવા ઉદ્યમવંત થયો. ભાવથી અખંડ ઘારા વડે મુનિના પાત્રમાં ઘી રેડવા માંડ્યું. આથી તેણે અનુત્તર વિમાનની સંપત્તિ ઉપાર્જન કરી. મુનિએ તેને પુણ્યનો લાભ થતો જોઈ ઘીની ઘારા પડવા દીધી. મુનિએ ના કહી નહીં, એટલે ચંપકશેઠે મનમાં ચિંતવ્યું કે “અહો! આ મુનિ લોભી લાગે છે, પોતે એકલા છે અને આટલું બધું ઘી શું કરશે?” આવા ચિંતવનથી જે ક્રમ વડે તે દેવગતિ ૩૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ पूणियाश्रावक की सामायिक जेम पूणियो आवक रे, संतोष भाव धरी. नित्यं जिनवर पूजैरे.फूल ना पगर भरी. नरक गति निज टालवा.पूछे श्रेणिक राय.महावीर प्रभु दाखवे.तेने एक उपाय, सामायिक पूणिया तणी,जो एकजवरीढ़ाय,तोहे श्रेणिक भूप! तुज नरकगतिटलीजाय, एक दिवस आवक करे, भोजन नो परित्याग, आबिका सादर करे. अतिथि संविभाग . Lan एक दिवस पली करे,भोजननो परित्याग. श्रावक बहुमाने करे. अतिथि संविभाग. पूणिया श्रावक ने गृहे आव्या श्रेणिक राय . पूधे सामायिक तणुं मूल्य केटलुं थाय १ श्रावक कहे क्रय वस्तु नहीं.एनुमूल्य अतुल्य, धतां महावीर जे कहे,तेज एहनुमूल्य . Page #60 -------------------------------------------------------------------------- ________________ આણપદતીર્થ Page #61 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપાર્જન કરવા ચડ્યો હતો તે ક્રમ વડે તેને પાછો પડતો જોઈ જ્ઞાની મુનિ બોલ્યા-મુગ્ધ! આટલે ઊંચે જઈ પાછો પડ નહીં.’ ચંપકશેઠે કહ્યું-“ભગવન્! હું તો અહીં જ છું, ક્યાંથી પડું છું? આમ અસંબંઘ કેમ બોલો છો?” પછી મુનિ પાત્રને ખેંચી લઈ તેને બારમા રે દેવલોકમાં સ્થાપી બોલ્યા-શ્રાવક! દાન આપવામાં અન્ય વિકલ્પ કરવાથી તે દૂષિત થઈ જાય છે.” માટે નિર્વિકલ્પપણે દાન આપવું. લોકમાં પણ શુકન અને સ્વપ્નના ફળ વિકલ્પથી દૂષિત થાય છે.” તે સાંભળી ચંપકશેઠે પોતાનું પાપ આલોચ્યું અને અંતે મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. (ઉ.પ્રાસાદ. ભા.ભા.૩ પૃ.૭૭) ૬૪. પરમાત્માની ભક્તિ કરું. ઉપર અતિથિનું સન્માન કરવા કહ્યું તે શા અર્થે? તો કે પરમાર્થ સ્વરૂપ પામેલા અતિથિ એવા જ્ઞાની પુરુષની સેવાથી પરમાત્મસ્વરૂપ સમજાય તો પરમાત્માની સાચી ભક્તિ થાય. સદ્ગુરુની પ્રાપ્તિ અને ઉપાસના વિના પરમાત્મસ્વરૂપ સમજાવું અતિ વિકટ છે; અને સમજાયા વિના સાચી ભક્તિ થઈ શકે નહીં. સદ્ગુરુકૃપાથી બહિરાત્મદશા છૂટી અંતરાત્મદશા થાય છે. અંતરાત્મા થયો તે જ પરમાત્માની સાચી ભક્તિ કે પરમાત્મસ્વરૂપની સાચી ભાવના કરી શકે છે. આખું સમાધિશતક બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ઉપર છે. સરુના બોઘની જરૂર છે, એની ખાસ આવશ્યકતા છે. સમાધિશતક ગ્રંથ જેને સદ્ગુરુનો યોગ થયો છે તેને પોતાની દશા પલટાવવા માટે ઘણો ઉપયોગી ગ્રંથ છે. બહિરાત્મદશાનું વર્ણન આવે ત્યારે પોતાના દોષ કયા કયા છે તે જાણી વિચારીને ટાળવા પ્રયત્ન કરે. અંતરાત્મદશાનું વર્ણન છે તે પરમાત્મદશા પામવા માટે કેટલા અભ્યાસની જરૂર છે તે જણાવે છે, માની બેસવાથી કંઈ હિત થતું નથી. સ્વપ્નમાં પણ ‘હું દેહ છું' એમ ન ભાસે ત્યારે તેને અભ્યાસ થયો અને અંતરાત્મદશા પ્રગટી કહેવાય. આ અંતરાત્મદશા જેને નિરંતર ટકી રહે તેને ઘણી નિર્જરા થાય છે અને સહેજે પરમાત્મદશા પ્રગટે છે. રાવણનું દ્રષ્ટાંત – પ્રભુ પ્રત્યેની પરમ ભક્તિ. એક દિવસ રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસી પોતાની પત્ની મંદોદરી સહિત અષ્ટાપદ તીર્થે ગયો. ત્યાં ભરતચક્રીએ કરાવેલા ચૌમુખી જિનાલયમાં દ્રવ્યપૂજા કર્યા બાદ હાથમાં વીણા લઈ ભાવપૂજા કરવા લાગ્યો; તેવામાં નાગપતિ ઘરણેન્દ્ર ત્યાં આવી ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરી રાવણ પાસે બેઠો. રાવણે તેમને અષ્ટાપદ તીર્થનું સ્વરૂપ પૂછ્યું; એટલે નાગપતિએ અષ્ટાપદ તીર્થનું માહાસ્ય કહી બતાવ્યું. તે સાંભળીને રાવણ ઘણા હર્ષથી ભક્તિ કરવા લાગ્યો. તે વખતે તેની પ્રિયા મંદોદરી નૃત્ય કરતી હતી, અને પોતે વીણા વગાડતો હતો. થોડીવારમાં દેવયોગે વીણાની એક તંત્રી તૂટી ગઈ, ત્યારે અહો! આ નૃત્ય સમયમાં ભાવભક્તિનો ભંગ ન થાઓ એમ વિચારીને તત્કાળ રાવણે જાણે તાંત તૂટી જ નથી એમ પોતાના હાથમાંથી એક નસ કાઢીને વીણામાં સાંઘી દીઘી. તેથી નૃત્યની શોભા પણ વૃદ્ધિ પામી. તે જોઈ દેવો ૩૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પુષ્પવૃષ્ટિ કરીને વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ભાવમાં નિમગ્ન થયેલા રાવણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ઉ.પા.ભાભાગ ૪ (પૃ. ૮૧) ૬૫. પ્રત્યેક સ્વયંબુધને ભગવાન માનું. બધા તીર્થંકરો સ્વયંબુદ્ધ હોય છે. આ ભવમાં તેમને ગુરુ હોતા નથી. પોતે પોતાની મેળે આ ભવમાં જ્ઞાન પામે છે. જેટલા આત્મજ્ઞાની છે તે બધાને ભગવાન માનું. આત્મા જેણે જાણ્યો તેનું દરેક વચન શાસ્ત્રરૂપ છે. આપણને ઉપકારી તો સત્પુરુષના સાચાં વચન છે. સમ્યવૃષ્ટિ જ્યારથી થાય છે ત્યારથી તેનો લક્ષ આત્મામાં જ હોય છે; તેનું વચન આત્માને પોષણ આપે તેવું હોય. જ્ઞાનની જેટલી તરતમતા વિશેષ હોય તેટલો વિશેષ લાભ થવાનો સંભવ છે. જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં ભેદ માનવો એ જ ભૂલ છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૨૩માં આ વિષે જણાવે છે. “જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે.’' આ વાક્ય શિષ્યને માટે છે અને તે જ ભાવ રાખ્યા વિના સદ્ગુરુનું વચન હ્રદયમાં પરિણામ પામતું નથી. “જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેથારી દિવ્ય મૂર્તિનાનીરૂપ પરમાત્માની—ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.'' "શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૨૭૬) જીવને અનાદિની એવી ટેવ છે કે ગુણ જોવા કરતાં દોષ પહેલાં જુએ છે. પણ પરમાત્મા તો નિર્દોષ છે. ત્યાં પ્રથમ ભક્તની દોષવૃષ્ટિ મિંચાઈ જાય ત્યારે ભક્તિ ઊગે છે. કોઈએ પૂ. પ્રભુશ્રીજી પાસે આવીને કહ્યું કે 'આ મહારાજ બહુ સારું બોલે છે, પણ એક મુમતિ મોઢે બાંઘતા હોય તો સારું.'' એમ બુદ્ધિને ગમ્યું એટલું સારું કહ્યું. એવાને પ્રભુશ્રીજીનો બોધ પરિણામ પામે નહીં, કારણ પ્રભુશ્રીજી પ્રત્યે ભક્તિ નથી. ભક્તિ જેના હૃદયમાં જાગે તેને તો બીજાને જે દોષરૂપ લાગે તે તેને ગુણરૂપ ભાસે છે. માટે પહેલા દોષવૃષ્ટિ જવી જોઈએ તો જ ગુણાનુરાગ કે ભક્તિ પ્રગટે, કે ભક્તિ એ શ્રદ્ધા પ્રધાન છે. શ્રદ્ધા વડે, ગમે તેવું હોય પણ મારે એમનું કહેવું માનવું છે એમ થાય. પણ શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે જો એ કહે તો હું માનું, એવો ભાવ હોય ત્યાં સુધી ભક્તિ ઊગે નહીં. એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. પોતાની દૃષ્ટિએ શાસ્ત્રાદિ વાંચી તેનું પ્રધાનપણું માન્યું હોય ત્યાં સુધી જ્ઞાનીનું પ્રધાનપણું રહે નહીં. પણ જેને ભક્તિ હોય તેને તો શાની જે કહે તે જ શાસ્ત્ર, ભક્તિમાં અર્પણબુદ્ધિ છે. ત્યાં પોતાની માન્યતા, સમજણ, ડહાપણ બધું છૂટી જાય છે અને જ્ઞાનીનું કહેલું સમ્મત થાય છે. “મને તો સર્વ પ્રદેશે એ જ સમ્મત છે.” -શ્રીમદ્ રાજચંદ્ર ૬૬. તેને દિન પ્રતિ પૂજું. જ્ઞાનીપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થાય ત્યાર પછીનું કામ તેમની પૂજા–વંદના વગેરે કરવાનું છે. “એકવાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો, કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. જિનવર પૂજો.’’ - શ્રી દેવચંદ્રજી ૩૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આપણી સંપૂર્ણ દશાની પ્રાપ્તિનું કારણ સત્પરુષ છે. સત્પરુષ પરમાત્મા છે તો / 1ી આપણને તે જ દશા પ્રાપ્ત થશે એવી પ્રતીતિ કરી શકાય. “પ્રભુ પણે પ્રભુ ઓળખીરે, અમલ વિમલ ગુણગેહ; જિનવર પૂજો, સાધ્યદ્રષ્ટિ સાઘકપણે રે, વળે ઘન્ય નર તેહ. જિનવર પૂજો.” -શ્રી દેવચંદ્ર કર્મમલ રહિત થયે, આત્માના બધા ગુણ પ્રગટે ત્યારે આત્માની શુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. એવી શુદ્ધ દશાને પામેલા પ્રભુને પરમાત્મસ્વરૂપે ઓળખી તે પરમાત્મદશા પ્રાપ્ત કરવા તરફ લક્ષ રાખી અર્થાત્ સાધ્યદ્રષ્ટિ કરીને, સાઘકપણે એટલે તે દશા પામવા જે પુરુષાર્થ કરે તેને ઘન્ય છે. પૂજાં એટલે વંદનાદિથી શરૂ કરીને પરાભક્તિ સુઘીની નવધા ભક્તિ કરું, તે આ પ્રમાણે છે : “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.” જેને જેવો અભ્યાસ થયો હોય તે પ્રમાણે તેની વૃત્તિ વહ્યા કરે છે. ભક્તની વૃત્તિ ભગવાનમાં રહે છે. એકવાર ભગવાનના ચરણમાં માથું મૂક્યું તે પાછું ઉપાડી લે નહીં. એની વૃત્તિ એક જ દિશામાં પરમાત્મદશા પામવામાં રહે છે. એ જ કરવું એવો લક્ષ રહ્યા કરે છે. ધ્યાન એટલે પ્રભુમાં જે લક્ષ રહેતું હતું તે અહિં સ્થિર થઈ આત્મામાં લીનતા થાય છે. લઘુતા એટલે અભિમાનના કારણો કે નિમિત્તો આવી પડે, જેમકે રિદ્ધિ સિદ્ધિ પ્રગટે કે કર્મના આવરણો ઓછાં થાય તો પણ અહંકાર પામતો નથી પણ લઘુનો લઘુ જ રહે છે. સમતા એટલે લઘુતા આવી હોય તો સહેજે સમતા રહે છે. સમતા આવી હોય તે છકી ન જાય. સમતા છે ત્યાં સુધી બીજા જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. પોતે જેવો જીવ છે તેવા બધાં જ છે એમ માને. એકતા ભક્તિમાં બીજા જીવો સંબંધી પણ વિકલ્પોની વિસ્મૃતિ થઈ જાય, ભૂલી જાય ત્યારે નિર્વિકલ્પદશા કે એકતા ભક્તિ પ્રાપ્ત થાય છે. ૭. વિદ્વાનોને સન્માન આપું. મોક્ષમાળામાં “સુખ વિષે વિચાર’ નામના પાઠમાં શેઠને ત્યાં પંડિત આવ્યા હતા. તેમને શેઠે બધી વાત કરી કહ્યું કે તમારે લક્ષ્મીનો લોભ ન હોય તો હું તમારી આજીવિકાની વ્યવસ્થા કરી દઉં. હું વિદ્વાનોને ચાહું છું. પરોપકારનું સાધન જે વિદ્યા છે જેની પાસે હોય તે વિદ્વાન. અહીં ઘર્મશાસ્ત્રનાં અભ્યાસી કહેવા છે. જેમ શાસ્ત્ર પૂજ્ય છે, સન્માનને પાત્ર છે, તેમ શાસ્ત્રના અભ્યાસી પણ સન્માનને પાત્ર છે. ૬૮. વિદ્વાનોથી માયા કરું નહીં. ઉપરથી હાવભાવ દેખાડે, મળતાવડાપણું બધું રાખે પણ અંતરમાં તે ભાવ ન હોય, હૃદયમાં બીજાં હોય. ઉપરથી ભક્તિભાવ બતાવે પણ અંદર કંઈ સ્વાર્થ નીચવૃત્તિ હોય તે માયા છે. વિદ્યાને અર્થે વિદ્વાનોની ઉપાસના હોય પણ મનમાં કંઈ બીજાં રાખે તો તેથી તેનું ભલું થાય નહીં. તેને લાભ થાય નહીં. આ જે વાક્ય કહ્યું છે તે શિષ્યની નિષ્કામભક્તિ હોવી જોઈએ તે માટે કહ્યું છે. કુલવાલકમુનિનું દ્રષ્ટાંત - એક આચાર્યને કુલવાલકમુનિ નામે અવિનયી શિષ્ય હતો. ગુર શિખામણ આપે પણ માને નહીં. એકદા બન્ને ગિરનાર પર્વત ઉપર યાત્રાર્થે ગયા હતા. ત્યાં એ અવિનયી ૩૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ શિષ્ય યાત્રાળુ સ્ત્રીઓ પર કુદૃષ્ટિથી જોવા લાગ્યો. ત્યારે ગુરુએ તેને નિવાર્યો. તેથી ગુરુ ઉપર કોપાયમાન થયો અને ગિરનારથી નીચે ઊતરતા પાછળ રહી ગુરુને મારવા માટે શીલા ગબડાવી. ગુરુ પગ ઊંચા કરવાથી શીલા નીચે થઈ જતી રહી. એમ માયા કરી વિજ્ઞાન ગુરુને મારવાના ભાવ કરવા તે ગુરુની ભયંકર આશાતના છે. જે વડે અનંતસંસારની વૃદ્ધિ થાય. ગુરુએ તેને કહ્યું કે તારું સ્ત્રીથી પતન થશે. પછી સ્ત્રીથી જ તેનું પતન થયું હતું. માટે વિદ્વાનોથી માયા કપટ કરું નહીં. ૬૯. માચાવીને વિદ્વાન કહું નહીં, વિદ્વાનનું જીવન વિદ્યા છે. તે વિદ્યા વેચીને અન્ય વસ્તુના લોભમાં તણાઈ જાય, વસ્તુને માટે માયા કરે તે ગુરુપદને યોગ્ય નથી. પૂ.પ્રભુશ્રીજી કહેતા કે “ઉપરથી અચ્છા બન્યા, માંહી માયા ભરપૂર.” એવું વર્તન વિદ્વતાને લજાવે છે. ‘મુખમેં રામ, બગલમેં છૂરી.' ઉપરથી મોટો મહંત હોય એમ દેખાડે અને લાગ ફાવે તો મારી પણ નાખે એવા બગઠગ પણ હોય છે. બગલાનું દૃષ્ટાંત – બગલું જાણે પાણીમાં કમળ હોય એમ એક પગ ઊંચો કરી સ્થિર થઈને ઊભું રહે પણ માછલું દીઠું કે તરત ચાંચથી પકડીને ઊડી જાય. ઊડી ગયા પછી પાણીની બહાર માછલાને ઉપર ઉછાળી ગળી જાય. જો કદાચ માછલું નીચે પડે તો જમીન પરથી પાછું પકડી લે. પણ પાણીમાં પડ્યું તો હાથ ન આવે એવું તે બગલું માયાવી હોય છે. તેમ આવા માયાવી ખોટા વિજ્ઞાનની પ્રશંસા કરું નહીં અને તેને વિદ્વાન કર્યું નહીં. શ્રી રત્નાકરસૂરિનું દૃષ્ટાંત – એક નગરમાં શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રી રત્નાકરસૂરિ રહેતા હતા. તેમણે રાજસભામાં અનેક વિદ્વાનોને જીત્યા. તેથી રાજાએ ‘અનેકાર્થવાદી' એવું તેમને બિરૂદ આપ્યું, તે હંમેશાં પાલખીમાં બેસી રાજસભામાં જવા લાગ્યા. તેથી અનુક્રમે ચારિત્રમાં શિથિલ થઈ રાજા વગેરેનું આપેલ અન્ન વસ્ત્ર લેવા લાગ્યા. એમ કરતા મણિ, માણિક્ય, મુક્તાફળ વગેરે પણ લેવા માંડ્યું. એકદા બીજા ગામથી કુંડલિયો નામનો શ્રાવક તે ગામમાં આવ્યો. સૂરિને રાજદરબારમાં પાલખીમાં જતાં જોઈ તેને વિચાર આવ્યો કે આવા મોટા શાસન પ્રભાવક સૂરિ પ્રમાદમાં પડી ગયા. તેથી તેમની પરીક્ષા કરવા તેમને પાલખી જતાં રસ્તામાં જ સ્તુતિ કરી કહ્યું : આપને જોવાથી મને ગૌતમાદિ પૂર્વાચાર્યની સ્મૃતિ થાય છે. તે સાંભળી સૂરિ નીચું મુખ કરી બોલ્યા ! ‘કાગડાને હંસની ઉપમા આપવી યોગ્ય નથી.' આવા વચનો સાંભળી કુંડલિયા શ્રાવકને લાગ્યું કે હજુ મુનિ સર્વથા ભ્રષ્ટ થયા નથી, તેથી ઉપાશ્રયમાં આવી ‘ઉપદેશમાળામાંથી એક શ્લોકનો અર્થ પૂછ્યો. સૂરિએ અનેક અર્થ કર્યા છતાં શ્રાવકે અસંતોષ વ્યક્ત કર્યો. એમ કરતાં છ મહિના વીતી ગયા. ત્યારે કુંડલિયા શ્રાવકે છેલ્લે દિવસે ૪૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કહ્યું ઃ મહારાજ હવે કાલે ગામ જવાનું છે, પણ સમાધાન થયું નહીં. તે સાંભળી સૂરિએ કહ્યું : કાલે જરૂર અહીં આવવું. પછી સૂરિએ વિચાર્યું કે જેમ જેમ વિષયો વૃદ્ધિ પામે છે તેમ તેમ લોભ વધે છે. એમ વિચારી એકઠું કરેલું સર્વ ઘન તજી દીધું. બીજે દિવસે કુંડલીયા શ્રાવકે મુનિને સર્વ વસ્તુનો ત્યાગ કરેલો જોઈ કહ્યું ઃ મહારાજ આજે તો આપના દર્શન માત્રથી તે ગાથાનો અર્થ સમજાઈ ગયો. એમ મુનિને મોહમાયામાંથી છોડાવ્યા. માટે માયાવીને વિદ્વાન કહ્યું નહીં.ખરા વિદ્વાન તો સત્પુરુષ છે. -ઉ.પ્રા.ભા.ભાગ-૪ ૭૦. કોઈ દર્શનને નિંદું નહીં. જેને જે પ્રકારે પોતાનું હિત સમજાયું હોય તે પ્રકારે તેને ધર્મ માનીને જીવો પાળે છે. એથી કોઈ બીજું વધારે હિતકારી જણાય તો બીજું પણ માને. પોતાની સમજણ પ્રમાણે સર્વ દર્શનવાળા આત્મહિત કરવા ઇચ્છે છે. જેમ કોઈ અનાચારી હોય તેની નિંદા કરવાથી આપણને કંઈ લાભ મળતો નથી, પણ ઊલટી નિંદા કરવાની ટેવ પડે છે. તેમ અન્ય દર્શનવાળાઓ પોતાની માન્યતા પ્રમાણે આત્મહિત ઇચ્છે તેની નિંદા કરું નહીં. પણ સાચી દયા જેના હૃદયમાં હોય તેવા પુરુષો તો તેની નિંદા કરવાને બદલે તેની માન્યતા સાચી કેમ થાય તે માટે કરુણાથી ઉપદેશ કરે છે. ૭૧. અધર્મની સ્તુતિ કરું નહીં. જ્યાં આત્માને પોષણ મળે કે તેની પ્રાપ્તિ થાય એવું નથી તે સાચો ધર્મ નથી. તેવા અધર્મની સ્તુતિ એટલે પ્રશંસા કરું નહીં. ધનપાળ કવિનું દૃષ્ટાંત વીતરાગદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા. એકદા બીજાઓ પાસેથી, જિનપૂજામાં એકાગ્ર ચિત્તવાળા ઘનપાળ પંડિતને જાણી, ભોજરાજાએ તેને પુષ્પની છાબડી વગેરે પૂજાની સામગ્રી આપીને કહ્યું:“દેવોની પૂજા કરી આવો.’’ ત્યારે તે પંડિત શિવાલયાદિક સ્થાનોમાં માત્ર ભમી છેવટે જિનચૈત્યમાં જઈ જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા,સ્તુતિ કરીને પાછો આવ્યો. આ વૃત્તાંત દૂતના મુખથી રાજાએ પ્રથમ જાણ્યું. તેથી તેને શિવની પૂજા નહીં કરવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “ હે રાજન! જે દેવને મસ્તક નથી તેના કંઠમાં પુષ્પની માળા શી રીતે પહેરાવું? જેને કપાળ નથી તેને તિલક ક્યાં કરું? જેને કાન નથી તેની પાસે ગીત સ્તવન શી રીતે કરું? તથા જેને પગ નથી તેના પગમાં પ્રણામ શી રીતે કરવા? ૪૧ - વિષ્ણુનાં મંદિરમાં ગયો તો ત્યાં વિષ્ણુ પત્ની સાથે બેઠા હતા. તેથી મને શરમ આવવાથી મોઢે કપડું ઢાંકી પાછો ફર્યો. ચંડિકાદેવીના મંદિરમાં ગયો ત્યાં દેવીના હાથમાં શસ્ત્ર જોઈ ભય પામીને હું બહાર નીકળી ગયો. પછી હું ઋષભદેવ ભગવાનના મંદિરમાં ગયો. ત્યાં એમની પાસે રાગનું ચિહ્ન સ્ત્રી નહીં જોવાથી તથા દ્વેષનું ચિહ્ન શસ્ત્ર નહીં હોવાથી હું નિર્ભયપણે એ જિનમંદિરમાં ગયો. ત્યાં વીતરાગતા સૂચક એવી જિન પ્રતિમાને જોઈ ખુબ આનંદ પામ્યો. તેથી તેમની ચંદનથી ભાવપૂર્વક પૂજા કરી પુષ્પનો હાર પહેરાવ્યો અને તેમની નીચે પ્રમાણે સ્તુતિ કરી આવ્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यः । વરપુરામપ વત્તે શસ્ત્રસંવંધવંધ્ય તત નતિ કેવો વીતરાત્વિમેવ |- ઘનપાળ કવિ ૭૨. એકપક્ષી મતભેદ બાંધુ નહીં. એકપક્ષી આગ્રહ રાખું નહીં. જે કુળમાં પોતે જભ્યો હોય તેમાં જે ઘર્મનો ઉપદેશ સાંભળ્યો હોય, તે જ સાચું છે એમ માને, અને તે સિવાય જગતમાં બીજા બધા ઘર્મો જૂઠાં છે. એવો ઘર્મના નામે આગ્રહ ઘણા જીવોને હોય છે. તેથી વિવિધ પક્ષોમાં શી શી માન્યતા હોય, તેમાં સત્ય હોય છે કે નહીં, પોતાને ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ તેમાં હશે કે નહીં, એવો વિચાર પણ આગ્રહી જીવોને ઊગતો નથી. તેથી વિશાળ દ્રષ્ટિ થવા, એક પક્ષનો મતભેદ બાંધી ન રાખવા માટે આ વાક્ય કહ્યું છે. સર્વ પ્રકારે સત્યને વિચારવું તેને અનેકાંતવાદ કહે છે. અનેકાન્તવાદીને કોઈ એક પક્ષનો આગ્રહ નથી; પણ સર્જાશે સત્ય હોય તે સ્વીકારવાની વિશાળતા તેના હૃદયમાં હોય છે. ૭૩. અજ્ઞાન પક્ષને આરાશું નહીં. ઉપર કહેલી તે જ વાતને બીજી રીતે કહે છે. સર્વીશે સત્ય જાણ્યા વિના કોઈ એક પક્ષનો આગ્રહ થઈ જાય, ત્યાં અજ્ઞાન હોય છે. એવા અજ્ઞાની પક્ષને આરાશું નહીં. ખબર ન હોય ત્યાં સુધી લૌકિક રીતથી આરાઘન થતું હોય, પણ આ પક્ષ અજ્ઞાનયુક્ત છે એવું સમજાયા પછી લોકલજ્જાદિને કારણે તેનું આરાઘન ચલાવ્યે રાખું નહીં. પરમકૃપાળુદેવને વવાણિયામાં બઘા સ્થાનકવાસીઓનો પરિચય હતો. પછીથી વિચારતાં મૂર્તિપૂજક પક્ષ સત્ય જણાયો, જેથી તેનું સમર્થન કર્યું. મૂર્તિપૂજા સંબંધી એક પુસ્તક પણ લખેલું. તેથી લોકો, સ્નેહીઓ, ઓળખીતાઓ બઘા તરફથી નિંદા સહન કરવાનું આવી પડ્યું. અમદાવાદમાં જૂઠાભાઈથી તે નિંદા સહન થઈ નહીં. તેથી પરમકૃપાળુદેવને જણાવ્યું. તેના ઉત્તરમાં જૂઠાભાઈ ઉપરના પત્રાંક ૩૭માં પરમકૃપાળુદેવ લખે છે કે “મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. તે સર્વ મારા ધ્યાનમાં છે.” વગેરે જે વાક્યો એ પત્રમાં છે તે સ્થાનકવાસીમાં તેમની નિંદા થઈ તે સંબંધી છે. એમ સત્ય જણાયા પછી અજ્ઞાન પક્ષને કદી આરાધું નહીં. એ વિષે દૃષ્ટાંત : લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - રાજગૃહ નગરમાં લેપ શ્રેષ્ઠી રહેતો હતો. તેનો ગુરુ શિવભૂતિ તાપસ હતો. તેના ઉપદેશથી વાવ, કૂવા, તળાવ વગેરે કરાવ્યા હતા. એના ગુરુ આવે ત્યારે ચાર-પાંચ યોજન તેમને લેવા સામે જાય. હવે એકદા રાજગૃહ નગરના ઉપવનમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે વખતે તે લેપ શ્રેષ્ઠી તેના મિત્ર જિનદત્ત શ્રાવકની પ્રેરણાથી ભગવાનને જોવા આશ્ચર્ય સહિત ગયો. ભગવાનની દેશના સાંભળીને લેપ શ્રેષ્ઠીએ પ્રશ્ન કર્યો કે-“હે ભગવાન!મારા ગુરુ અધ્યાત્મનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય છે?”” પ્રભુએ કહ્યું કે “હે શ્રેષ્ઠી અધ્યાત્મ ચાર પ્રકારનું છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પહેલાના ત્રણ ભેદો ભાવઅધ્યાત્મનાં કારણ છે. જે પુરુષમાં ભાવઅધ્યાત્મ રહેલું હોય તેમનાં સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે. પણ ભાવઅધ્યાત્મ વિના બીજા ત્રણ ભેટવાળાના સિદ્ધ થતા નથી.” આ પ્રમાણે ભગવાન પાસેથી તત્ત્વનું સ્વરૂપ સાંભળીને શ્રેષ્ઠી બોઘ પામ્યો, અને શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. પહેલાનાં મિત્રો કહેવા લાગ્યા કે આ શ્રેષ્ઠી મૂર્ણ છે કે પોતાનો કુળધર્મ છોડી જૈન ઘર્મ સ્વીકાર્યો. એ સાંભળવા છતાં એની શ્રદ્ધા ફરી નહીં. ૪૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનતિ હવે એકઠા શિવભૂતિ તાપસ જે શ્રેષ્ઠીનો પ્રથમનો ગુરુ હતો તે ત્યાં આવ્યો. લેપ શ્રેષ્ઠી સામો નહીં જવાથી તાપસે પોતાના બીજા શિષ્યો પાસેથી જાણ્યું કે એ જૈનધર્મી થયો છે. તેથી તેણે એક શિષ્યને શ્રેષ્ઠી પાસે મોકલ્યો અને કહ્યું કે અમારા ગુરુ તમને યાદ કરે છે. શ્રેષ્ઠીએ કહ્યું કે જેની કર્મની ગાંઠ છૂંદાઈ ગઈ છે તે મારા ગુરુ છે, બીજા નહીં.મારા ગુરુએ અનુકંપાદાન આપવાનું કહ્યું છે. તેથી પહેલાં આપતો તેના કરતાં પણ ભલે કિંમતી વસ્તુઓ ઘી, પકવાન વગેરે ગ્રહણ કરો પણ તમારે જિનેશ્વરે ભાખેલા ધર્મની નિંદા કરવી નહીં. છેવટે તાપસ આવ્યો અને કહ્યું કે હે શ્રેષ્ઠી! કયા ઘૂર્તે તને છેતર્યો છે કે મારા આવતા ઊભો પણ થતો નથી? તું યોગ્ય કરતો નથી. મારું સામર્થ્ય તેં હજી જોયું નથી. મારા ભક્તોને પ્રત્યક્ષ સ્વર્ગનું સુખ થયું છે. બીજા નરકવાસી થયા છે. વિદ્યાના બળથી સ્વર્ગ-નરકાદિ બતાવ્યા છતાં શ્રેષ્ઠીએ વિચાર્યું કે આ બધું ઇંદ્રજાળ છે. પોતાના કર્મ અનુસારે જ નરક કે સ્વર્ગમાં ગમન થાય છે. વીતરાગ પરમાત્મા પાસે અનંત લબ્ધિઓ હોવા છતાં પણ તેનો અહંકાર નથી. શ્રેષ્ઠીએ તાપસને કહ્યું બુદ્ધિ વગેરેના અહંકારનો ત્યાગ કરી અઢાર પાપસ્થાનક રહિત વિરતિ ધર્મમાં પ્રવર્તો. હવે શ્રેષ્ઠીને દૃઢ જૈન ધર્મી થયો જાણી તે તાપસ જતો રહ્યો. શ્રેષ્ઠીએ પોતાના આખા કુટુંબને જૈન ધર્મી બનાવ્યા અને પોતે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું, (ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪ના આધારે) ૭૪. આત્મપ્રશંસા ઇચ્છું નહીં. આ વાક્યમાં આત્મપ્રશંસા કરું નહીં. એને બદલે આત્મપ્રશંસા ઇચ્છું નહીં એમ લખ્યું છે કારણ હૈ સત્યની ખાતર જે ગુપ્ત । હોય તે વખતે કહેવો પડે પણ ઇચ્છા આત્મપ્રશંસાની ન હોય એવું ચોખ્ખું દિલ હોય. ઇચ્છાથી આત્મા મલિન થાય છે. હૃદયમાં ન હોય ને માત્ર મોઢેથી જરૂર લાગતું બોલવાનું થાય તો દોષ નથી. પણ કોઈને પોતાના વખાણ પોતે કરે છે એવો ભાસ થવાનો સંભવ છે. કારણ કે સામાન્ય માણસ એમ કરવા જાય તો પોતાની વાત કરવા જતાં અહંકારમાં તણાઈ જાય એવો આ પ્રસંગ કહેવાય. પણ અહીં તો મહાપુરુષની વાત છે કે જેને ગમે તેવા પ્રસંગ આવે તો પણ તેમાં લેપાતા નથી. કોઈ પ્રોફેસર ૨વજીભાઈ દેવરાજ આચારાંગનું ગુજરાતી ભાષાંતર કરનારે પરમકૃપાળુદેવને પૂછેલું કે એક કલાકમાં કેટલાક શ્લોક સ્મૃતિમાં રહી શકે? વગેરે. તેના ઉત્તરમાં પોતે વિસ્તારથી પત્રાંક ૧૮માં જણાવે છે – “પ્રવેશ—આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૩૩) “એક વિદ્વાને ગણત્રી કરતાં માન્યું હતું કે ૫૦૦ શ્લોકનું સ્મરણ (કૃપાળુદેવને) એક કલાકમાં રહી શકે છે.’” (વ.પૃ.૧૩૪) આત્મપ્રશંસા એ સભ્યતાની વિરુદ્ધ છે. થર્માત્મા તો તે કરે જ નહીં. શ્રી યશોવિજયજીએ ૪૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ જ્ઞાનસા૨માં લખ્યું છે કે પોતાના ગુણોનું અવલંબન પોતે લે તો તે ડૂબે. આટલા ગુણો મેં પ્રગટ કર્યા, હવે શું કરવાની જરૂર છે; એમ કરીને બેસી રહે તો ડૂબે. જ્યારે બીજા તેના પ્રગટ થયેલાં ગુણોનું અવલંબન લે તો તરે. “જો તું ગુણો વડે પૂર્ણ નથી, તો પોતાની પ્રશંસાથી ફોકટ ફુલાવાનું થાય; જો તું ગુણે કરી પૂરો જ છે તો પોતાની પ્રશંસા કરવાની કંઈ જરૂર નથી.'' જ્ઞાનમંજરી (પૃ. ૨૬૨) નહીં. ૭૫. પ્રમાદ કોઈ કૃત્યમાં કરું પ્રમાદ એટલે આળસ, બેકાળજી, અનાદર. સામાન્ય કામ પણ જે હાથમાં લીધું હોય તે સારું કરવું. જેમ કોઈના સારા અક્ષર હોય તે ગમે ત્યાં લખતો હોય પણ સારા અક્ષર જ કાઢે છે. તેમ સારા માણસે પ્રમાદ કરી કોઈ કામ બગડવા દેવું નહીં. જરૂર ન લાગે તે કામ ન કરવું, પણ જે કરવું તે કાળજી રાખીને સારું જ કરવું. પૂ. પ્રભુશ્રીજી ભરૂચના એક સૂબાનું દૃષ્ટાંત આપતાં. સૂબાનું દૃષ્ટાંત – પ્રમાદમાં ભરુચ ખોયું. ભરુચમાં લલ્લુભાઈ નામના એક સૂબા હતા. તેમણે પ્રમાદમાં ભરુચ ખોયું. બાતમીદાર માણસોએ આવી તેમને કહ્યું કે શત્રુનું લશ્કર આપણી હદમાં આવ્યું છે. ત્યારે લલ્લુભાઈ કહે પહેલે ‘“ગાંજા ભર દે.’’ પછી થોડીવારે ફરી કહ્યું કે ‘સાહેબ હવે શહેરની નજીક લશ્કર આવી ગયું છે.' ત્યારે ફરી એ જ જવાબ મળ્યો કે “ગાંજા ભર દે.' ફરી ખબર મળી કે તે લશ્કર શહેરની અંદર પેઠું તો પણ સુબાજી કહે “ગાંજા ભર દે.’’ પછી ગાંજો પીધો. તે ગાંજાની ધૂનમાં કંઈ ભાન રહ્યું નહીં. તેથી લશ્કરે આવી લલ્લુભાઈ સૂબાને પકડી લીધા. આવો પ્રમાદ જીવ મનુષ્યભવમાં કરે છે. નાનપણમાં જીવને કંઈ ભાન હોતું નથી, તેથી ૨મતમાં બધો વખત જાય છે. પછી યુવાવયમાં સંસારના બીજા કામમાં વ્યસ્ત એવો પ્રમાદી જીવ આત્મા માટે કશું કરી શકતો નથી અને થશે, થશે એમ કરી જે કરવા યોગ્ય એવું આત્મશિત છે તેને ઘકેલ્યા કરે છે. અંતે મરણ આવી પહોંચે છે ત્યારે પસ્તાય છે. માટે પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં. પણ પુરુષાર્થ કરી આ મનુષ્યભવમાં આત્મકલ્યાણ સાધું. ૭૬. માંસાદિક આહાર કરું નહીં. દુર્ગતિમાં લઈ જનાર માંસ, ઇંડા આદિથી બનેલ કોઈપણ વસ્તુનો આહાર કરું નહીં. ગાંઘીજી ઉપર પરમકૃપાળુદેવે આર્ય આચાર વિચાર વિષે પત્રાંક ૭૧૭માં લખેલ છે. તેમાં જણાવે છે કે— “દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકો (માંસાદિના) છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ્ય ૫૨ વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ.'' શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.પર૪) માંસાહારનો ત્યાગ મોટે ભાગે ગુજરાતમાં જણાય છે. તેનું કારણ હેમચંદ્રાચાર્યના બોથી કુમારપાળ રાજાએ માંસાહાર વિરુદ્ધ સખત પગલાં લીધેલાં; તેથી કાળે કરીને લોકોમાં માંસાદિ પ્રત્યે અભાવ થઈ ગયો. તેને વિષે અત્યંત ચીડ થઈ ગઈ. ઘણાં વરસનો પરિચય થવાથી કુમારપાળને ઘણા પ્રકારના સ્વપ્ના આવે પણ માંસનું ન આવે. તેમ માંસનો બનેલ આ દેહ તે હું છું એમ સ્વપ્ને પણ ન થવું જોઈએ. કુમારપાળરાજાનું દૃષ્ટાંત – એક વખત કુમારપાળ ઘેબર જમતાં હતાં, ત્યારે તેને પૂર્વે કરેલું ૪૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ માંસભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંધ કરી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈને પૂછ્યું કે ‘સ્વામી અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં? ગુરુ બોલ્યા—“ તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં; કારણ તે ખાવાથી પૂર્વે નિષેઘ કરેલા મોંસાદિ આહારનું સ્મરણ થઈ આવે છે.' ગુરુની કઠેલી આ વાત કુમારપાળે સ્વીકારી. પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સશ બત્રીશ વિહારો કરાવ્યાં. ઉપદેશ પ્રાસાદ ભા. ભાગરના આધારે ૭૭. તૃષ્ણાને શમાવું. “મારે લોભ મૂકવો છે, ક્રોધ માનાદિ મૂકવાં છે. એવી બીજભૂત લાગણી થાય ને મુકે, તો દોષ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન પ્રગટે.'' ઉપદેશ છાષા (વ.પૂ. ૭૦૧) 66 પ્રભુશ્રીજી કહે “ લોભ છોડવાની વૃત્તિ થઈ તો આ પુદ્ગલ કાનમાં પડ્યા.” ક્રોધથી પ્રીતિની હાનિ થાય છે, માનથી વિનયનો ઘાત થાય છે. માયાથી મૈત્રીનો નાશ થાય છે અને લોભથી તો સર્વનો નાશ થાય છે. ‘જોટો સત્ત્વ વિળાસળો' – પરમકૃપાળુદેવે પત્રાંક ૫૭૪માં કહ્યું કે “જન્મ, જરા, મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતાં જવું.” તૃષ્ણા કહો કે ઇચ્છા કહો એક જ છે. ૫૨પદાર્થની ઇચ્છા કરવી તે સર્વે લોભ થાય છે. “ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.’ ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ માંથી :- પાપનો બાપ કોણ? શુભંકર બ્રાહ્મણનું દૃષ્ટાંત – પૃથ્વીપુર નગરમાં શુભંકર નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ ભણી ઘેર આવ્યો. તેની સ્ત્રી જૈનધર્મી હતી. તેણે વિચાર્યું કે આ એકાંતવાદી શાસ્ત્ર ભણેલ છે. તેથી તેને પ્રતિબોધ કરવા માટે પૂછ્યું કે હે સ્વામી ! સર્વ પાપનો બાપ કોણ ? બ્રાહ્મણે સર્વ શાસ્ત્રો શોધ્યા. પણ પાપનો બાપ કોણ ? તે જડયું નહીં. સ્ત્રીને પૂછ્યું તેં ક્યાંથી સાંભળ્યું ? તેણે કહ્યું જૈન મુનિના મુખથી. ત્યારે તે છે તે સાધુ પાસે જઈ પૂછી આવું. પછી ત્યાં જઈ પૂછ્યું કે સ્વામી પાપના બાપનું નામ કો. ગુરુ કહે સંઘ્યા સમયે આવજો. હવે ગુરુએ એક શ્રાવક પાસે બે રત્નો મંગાવ્યા અને એક ગધેડાનું મડદું ચાંડાલ પાસે અપાસરાથી સો હાથ દૂર મૂકાવા જણાવ્યું. સંધ્યા સમયે તે બ્રાહ્મણ આવ્યો ત્યારે ગુરુ કહે એક કામ કરો તો એક રત્ન આપીએ. અને કામ પત્યા પછી બીજું રત્ન આપીએ. ત્યારે બ્રાહ્મણ કહે કામ બતાવો. ગુરુ છે અપાસરા પાસે એક ગધેડાનું મડદું પડ્યું છે તેને ગામ બહાર મૂકીને આવો. એમ કહી એક રત્ન આપ્યું. રત્નના લોભે હવે રાત્રિના સમયે કોણ જુએ છે એમ વિચારી તુરત ગધેડાના મડદાને ખભે ઉપાડી ગામ બહાર મૂકી નાહી ધોઈને પાછો આવ્યો ત્યારે ગુરુએ બીજું રત્ન પણ આપ્યું. પછી બ્રાહ્મણે પૂછ્યું કે પાપનો બાપ કોણ છે તે હવે ઠો. ગુરુ કહે હજું સમજાયું નથી. તો કહે ના. ત્યારે ગુરુ કહે તું બ્રાહ્મણ હોવા છતાં, લોભના કારણે મડદાંને પણ ઉપાડીને ૪૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગામ બહાર મૂકી આવ્યો. એટલે કે લોભ એ જ પાપનો બાપ છે. એ લોભથી માણસ કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર થઈ જાય છે. તે બ્રાહ્મણ હલુકર્મી હોવાથી પ્રતિબોધ પામ્યો. માટે વિચારી વિચારીને આ લોભ કષાયને નિર્મળ કરવો. (પૃ.૧૩૭ના આધારે) ૭૮. તાપથી મુક્ત થવું એ મનોજ્ઞતા માનું. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ સંસારના ત્રિવિઘ તાપથી સર્વ કાળને માટે મુક્ત થવું એને મનોજ્ઞતા એટલે મનનું ગમવાપણું માનું. જે સંતોષ રાખી ક્લેશના કારણો દૂર કરે, કોઈ સાથે વેર વિરોઘ ન કરે તે મનોજ્ઞ થઈ શકે. શાસ્ત્રમાં દસ પ્રકારના પુરુષોની સેવા કરવી ઘટે એમ કહેલું છે. તેમાં એક મનોજ્ઞની પણ સેવા કરવા કહ્યું. મનોજ્ઞ એટલે જેનામાં એવા ગુણો હોય કે જેથી બીજા ઘણા જીવોને ચિત્ત પ્રસન્નતાનું કારણ થાય. તે ગૃહસ્થ પણ હોય શકે; જે લોકમાન્ય હોય છે. મનોજ્ઞ એટલે પંડિતપણાથી, વક્તાપણાથી કે ઊંચા કુળથી લોકોમાં માન્ય હોય તથા ઘર્મનું અને ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય તે મનોજ્ઞ કહેવાય છે. એક મનોજ્ઞ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. પણ અહીં કૃપાળુદેવે તો જે તાપથી એટલે મનની વ્યાકુળતાથી જીવ મુક્ત થાય, નિરાકુળ ચિત્ત થાય તેને મનોજ્ઞ કહ્યાં છે. નિરાકુળતા એ જ ખરું સુખ છે. ચિત્તને નિરાકુળ કરવું એ પોતાના હાથની વાત છે. પણ બાહ્ય સાઘનોમાં જે સુખ માને છે તે કદી નિરાકુળ કે સુખી થતો નથી. કારણ ઇચ્છિત બાહ્ય વસ્તુ મળવી તે પોતાના હાથની વાત નથી; અને કદાચ મળે તો પણ તે નાશ પામવાવાળી છે. તાપની વ્યાકુળતાથી મુક્ત થવું તે મનોજ્ઞતા.” એ કૃપાળુદેવે ધ્યેય જેવું રાખ્યું છે. મનોજ્ઞ એટલે નિરાકુળ થવું, સમભાવવાળા થવું અને સ્વાધીન થવું તે છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ” પરવસ્તુને આધિન સુખ તે દુઃખ જ છે અને પોતાને આધિન રહેલ આત્મિક સુખ એ જ ખરું સુખ છે. માટે ત્રિવિઘ તાપથી મુક્ત થવું એ જ મનોજ્ઞતા માનું. ભરતેશ્વરનું દ્રષ્ટાંત – ભરત રાજા રાજસભામાં હોય કે રાણીવાસમાં હોય પણ સ્વાધીન એવા આત્મસુખમાં જ તેમને ખરું સુખ ભાસવાથી તેમાં વચ્ચે વચ્ચે આત્મસ્વરૂપમાં ડૂબકી લગાવી તેનું આસ્વાદન કરતા હતા. તેથી તે નિરાકુળ હતા. ૭૯. તે મનોરથ પાર પાડવા પરાયણ થવું. નિરાકુળતારૂપ મનોરથને પાર પાડવા હવે પરાયણ એટલે પુરુષાર્થી થઉં. “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” -શ્રી આનંદઘનજી ચિત્ત પ્રસન્નતા એટલે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમહર્ષથી એત્વને પ્રાપ્ત કરવી તે છે; અર્થાત્ ભગવાનમાં જ વૃત્તિ રહે તો એકરૂપ થાય. જીવને બીજે રાગદ્વેષ થાય છે તે વૃત્તિ, ભગવાન જે શુદ્ધસ્વરૂપી છે ત્યાં વળી તો શુદ્ધ થવાનો ભાવ ઊપજે. તેમાં જ સર્વ સાઘન સમાય છે; તે જ અખંડિત પૂજા છે. કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા વચનયોગ અને કાયયોગ પણ ચિત્તને આધીન હોવાથી ભગવાનને આધીન હોય; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે (પ્રભુ પ્રભુ લય લાગે) તો જગતના ૪૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં, જેથી તે સેવા અખંડ રહે. ભક્તિનું આ રહસ્ય છે. “કપટરહિત થઈ આતમ અરપણા– આતમ અરપણા એટલે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરવી તે. ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા કરવી તે જ આત્મ-અર્પણતા છે, અને એ જ આનંદઘન પદ રેહ એટલે પરમ અવ્યાબાધ સુખમય મોક્ષપદની નિશાની છે; અર્થાત્ જેને એવી દશા પ્રાપ્ત થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પામશે. આત્મઅર્પણતા કરવાનો જો મનોરથ રાખ્યો હોય તો તેને ધ્યેયરૂપ રાખી પાર પાડવા પરાયણ અર્થાત્ તત્પર થવું. ૮૦. યોગ વડે હૃદયને શુક્લ કરવું. મન, વચન, કાયાના યોગને સ્થિર કરી હૃદયને શુક્લ કરવું. “બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તજો પૂરી; સમાસે યોગ-વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી.” -સમાધિશતક બાહ્ય વાણી અને અંતરવાચા તજવી એ યોગ છે. એ વડે ટૂંક સમયમાં જીવનું મોક્ષ સાથે જોડાણ થઈ શકે. બાહ્ય વાચાનું ફળ લોકોને વહે વાણી, તેથી ચિત્ત ચળે, ભ્રમે; લોક્સંસર્ગને આવો, જાણી યોગી ભલે ગમે.” -સમાધિશતક લોકના સંસર્ગથી શું થાય છે તે કહે છે. બાહ્ય વાણી બોલવી પડે તેથી મન ચંચળ થાય છે એટલે મનોયોગ પણ બગડે છે. માટે બાહ્ય વાચા અને અંતર્વાચા તજવારૂપ યોગ કરી મનને શુક્લ એટલે શુદ્ધ (રાગદ્વેષરહિત) સ્થિર કરવું. ૮૧. અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરું નહીં. પૂર્તિ એટલે સમર્થન. ખોટા દ્રષ્ટાંતથી કે કુશાસ્ત્રથી વાતને સબળ બનાવું નહીં. કોઈ વાત કહેવી હોય તો સત્યને આધારે કહ્યું. જ્યાં પાયો જ કાચો હોય એટલે અસત્યથી પોતાની વાત પુષ્ટ કરી હોય ત્યાં પોતાને અને પરને નુકશાન થાય છે. સગરરાજાનું દ્રષ્ટાંત – જૂઠ પ્રપંચથી જય મેળવે તે પાપી. સુયોધન રાજાની કન્યા સુલતા હતી. તેને સગરરાજા સાથે પરણાવવાની ઇચ્છા સગરરાજાની ઘાવમાતાને હતી. પણ સુલતાની માતા અતિથિની ઇચ્છા તેને પોતાના ભાઈના કુંવર મથુપિંગલ સાથે પરણાવવાની હતી. તેથી સગરરાજાના મંત્રીએ યુક્તિ કરીને એક શાસ્ત્ર રચી જંગલમાં દાટી દીધું. પછી આ પ્રાચીન શાસ્ત્ર જંગલમાં ખોદતાં હાથ લાગ્યું છે, એમ જાહેર કરી બધા રાજકુમારોની મધ્યે તે શાસ્ત્ર લાવી વાંચી સંભળાવ્યું. તેમાં એવું લખ્યું કે જેની માંજરી પીળી આંખો હોય તે સ્વયંવરમાં આવે તો કન્યાનું મરણ થાય કે કન્યાને રંડાપો આવે. તે સાંભળી મઘુપિંગલે પોતાની આંખો માંજરી હોવાથી નગર છોડી જંગલમાં જઈ હરિષેણ ગુરુ પાસે દીક્ષા લીધી. આ વાત સાંભળી સગરરાજા ઘણો આનંદ પામ્યો અને સુલતાને પરણી અયોધ્યામાં આવ્યો. પણ બીજા ઉપર આવું ખોટું કલંક આપી જૂઠ પ્રપંચ કરીને આનંદ માનવો એ મોટું પાપ છે. માટે અસત્ય પ્રમાણવડે કદી વાતપૂર્તિ કરું નહીં. પ્રવેશિકાના આધારે (પૃ.૮૦) ૮૨. અસંભવિત કલ્પ સતુ એ કલ્પના નથી. પરમકૃપાળુદેવ પત્રાંક ૨૧૧માં જણાવે છેઃ ४७ Page #72 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “સતુ છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જાદુ) છે; કલ્પનાથી “પર” (આઘે) છે.” અસંભવિત એટલે અશક્ય. જે બનવાનું સંભવ ન હોય એવી કલ્પના. લોકો તો એવી અસંભવિત કલ્પનાથી પણ તણાઈ જાય. માટે સત્ય તરફ લોકોની વૃત્તિ વળે; એ સિવાયની બીજી બધી અસંભવિત કલ્પનાઓ કરું નહીં. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું દ્રષ્ટાંત - બ્રહ્મા જગતને બનાવે છે, વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે તથા મહેશ આખા જગતનો નાશ કરે છે. આ બધી અસંભવિત કલ્પનાઓ છે. જગતને કોઈએ બનાવ્યું નથી. એનું અસ્તિત્વ અનાદિ કાળથી છે અને અનંત કાળ સુઘી રહેશે. ૮૩. લોક અહિત પ્રણીત કરું નહીં. લોકનું અહિત થાય એવું વચન કે શાસ્ત્ર કહું નહીં કે રચું નહીં. પ્રણેતા એટલે રચનાર. કેટલાક કીર્તિને અર્થે કલ્પનામાં તણાઈને કથાઓ, નાટકો, શાસ્ત્રો, લોકચિને અનુસરી પૈસા કમાવવા કે કીર્તિ મેળવવા અર્થે લખે છે.પણ લોકોનું અહિત તે દ્વારા થતું હોય તેનો લક્ષ તેને રહેતો નથી. તે ભૂલ જણાવવા માટે અહીં કહ્યું છે. લોકોનું અહિત થાય અર્થાત્ મોહમાં વૃદ્ધિ થાય એવું કંઈ રચું નહીં. ૮૪. જ્ઞાનીની નિંદા કરું નહીં. જ્ઞાનીની નિંદા કરવાથી ઘણા કર્મ બંધાય માટે કરું નહીં. પત્રાંક ૩૯૭માં કૃપાળુદેવ જણાવે છે કે “જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સત્પરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું. એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩) આપણા નિમિત્તે, જેને દર્શનમોહનીયકર્મનો ઉદય છે તે સત્પરુષની નિંદામાં ન ઊતરે તેટલી સંભાળ રાખવી જરૂરની છે. જેમકે સત્પરુષની વાત જેને ગમે નહીં તેવા વ્યક્તિ સમક્ષ આપણે સત્પરુષ પ્રત્યેના પ્રેમને લઈ ગુણગ્રામ કરીએ તે તેને નિંદા કરવાનું નિમિત્ત પણ બની જાય. માટે સામાની રૂચિ જોઈને જ વાત કરવી. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વઘવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું; અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે; અને તે વાક્યો જિનાગમને વિષે છે”. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩) કૃપાળુદેવ વસો પધાર્યા તે વખતે પ્રભુશ્રીજી ઘણાં માણસોને કહી આવેલા કે મુંબઈથી મહાત્મા પધાર્યા છે, તેમનો સમાગમ કરવા યોગ્ય છે. કોઈ ઘર્મ પામે એ દ્રષ્ટિથી કહેલું. જેથી ઘણા લોકો આવવા લાગ્યા એટલે કૃપાળુદેવે પ્રભુશ્રીને સભામાં આવવાની ના પાડી. પરમકૃપાળુદેવ પ્રભુશ્રીજી માટે વસો પઘાર્યા હતા અને કેટલું રહેવું તે પણ પ્રભુશ્રીની ઇચ્છા પ્રમાણે એક મહિનો રહ્યા, છતાં પણ પ્રભુશ્રી વગેરે સાઘુઓ સભામાં આવે ત્યારે વેદાંતી વગેરે લોકોને આવો વિકલ્પ થાય કે શ્રીમદ્ રાજચંદ્ર એ જૈન મહાત્મા છે, એમ જાણી નિંદામાં પણ ઊતરી જાય; માટે પ્રભુશ્રીને સભામાં આવવાની ના પાડી હતી. પરમકૃપાળુદેવ ફરવા જાય ત્યારે સાંજે પ્રભુશ્રીને સમાગમ કરાવતા. આખો દિવસ કૃપાળુદેવ પાસે લોકો આવે તેથી તેમને ૪૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મળવાનો નિષેઘ કર્યો હતો. શ્રી ઠાકરશીભાઈનો પ્રસંગ - “એક વખતે કૃપાનાથની નિંદા થતી મારા સાંભળવામાં આવી. તે બાબત સાંજે ફરવા જતાં મેં વિદિત કરી. તે પ્રસંગે કૃપાનાથે જણાવ્યું કે દુનિયા તો સદાય એવી જ છે. જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કોઈ ઓળખે નહીં. તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા અને જ્ઞાની મૂઆ પછી તેના નામના પહાણાને પણ પૂજે.” -શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી ગ્રંથ (પૃ.૧૧૫) ૮૫. વૈરીના ગુણની પણ સ્તુતિ કરું. જેની દ્રષ્ટિમાં ગુણો પ્રત્યે અનુરાગ છે તે વેરીના પણ ગુણ જોઈ તેની પ્રશંસા કરે છે; કારણ કે તેવા ગુણો પોતાને પ્રાપ્ત કરવા છે. જેમ ઉકરડામાં કે વિષ્ટામાં રત્ન પડ્યું હોય, તે ઝવેરીની દ્રષ્ટિએ પડે તો તે લઈને સાફ કરી લે છે, કેમકે તેને તેની કિંમત છે. તેમ જેને ગુણની કિંમત છે, તે ગમે તેવા પાસે હોય તો પણ તેને ગુણ તરીકે ઓળખે છે અને તેની પ્રશંસા કરે છે. જેટલી પ્રશંસા કરે તેટલી ગુણની આરાધના થાય છે. શ્રી ભવભૂતિએ કહ્યું છે- “ગુI: સર્વત્ર પૂજ્યતે” “ગુણ: પૂના સ્થાનં ગુણપુ ર વ હિંગ ન વય:” અર્થ – ગુણો સર્વત્ર પૂજાય છે. ગુણવંતમાં જે ગુણો છે તે પૂજવા લાયક સ્થાન છે. પછી તે પુરુષલિંગ હોય કે સ્ત્રીલિંગ હોય અથવા ગમે તે વયનો હોય, કિંમત તેના ગુણની છે. માટે વૈરીના ગુણની પણ સ્તુતિ કરે. હૃદયમાં હજી વેર છે છતાં ગુણ પ્રત્યે આકર્ષણ હોવાથી વૈરીના ગુણને પણ વખાણે છે. તેથી ભવિષ્યમાં તેને ગુણની પ્રાપ્તિ થશે. ૮૬. વૈરભાવ કોઈથી રાખું નહીં. જેને મોક્ષે જવું છે તેણે કોઈની સાથે વેર રાખવા જેવું નથી. કારણ કે વેરને લઈને ફરી જન્મવું પડે છે. જેમ વાસુદેવ, પ્રતિવાસુદેવ પ્રત્યે વેર રાખી પૂર્વભવમાં નિયાણું કરે છે તો એટલા બધા પુણ્યવાળા જીવોને પણ નરકે જવું પડે છે. મોક્ષે જવામાં વેર વિધ્રરૂપ છે. આ વાક્યમાં તો કોઈ પ્રત્યે પણ વૈરભાવ રાખું નહીં પણ ક્ષમા કરું એમ કહી ઘર્મને આચરણમાં મૂક્યો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તે જીવ મોક્ષમાર્ગમાં આવી ગયો. વેર ન કરે તે સંસાર ઓછો કરી શકે. જે કોઈની સાથે વેર ન કરે તેમાં મૈત્રીભાવના આવે છે. મૈત્રીભાવ ભાવનાર માનવી મહાન છે; વૈરભાવ ઘારનાર મૈત્રીનો અજાણ છે.” પ્રજ્ઞાવબોધ ૮૭. માતાપિતાને મુક્તિવાટે ચઢાવું. મનુષ્યભવમાં પ્રથમ ઉપકારી માતાપિતા છે. તેમનો બદલો વાળી શકાય એમ નથી. પણ તેમના ઋણમાંથી મુક્ત થવાનો માત્ર ઉપાય તેમને મોક્ષમાર્ગે ચઢાવવા કે તેમાં મદદ કરવી એ છે. તથા સંસારનો ભાર તેમના પર ન રહે અને મોક્ષમાર્ગ સાધવાની તેમને અનુકુળતા મળે તેવી બનતી સગવડ કરી આપવાની પણ સંતાનની ફરજ છે. પ્રથમથી જ માતાપિતા મોક્ષમાર્ગમાં પ્રવર્તતા હોય તો તેમની આજ્ઞા ઉઠાવવી, કે જેથી સંતાનનું હિત થતું જાણી તેમને પણ સંતોષ થાય. ટૂંકામાં તેમને ઘર્મમાં સહાય થાય તેમ કરવું એ ઉત્તમ છે. તેવી સહાય તેમને આપવી જોઈએ અથવા તેમનાથી ઘર્મની સહાય પ્રાપ્ત કરવી જોઈએ. મા બાપ પાસેથી પૈસા મેળવવા એ ખરો વારસો નથી પણ તેમની પાસે ઘર્મ હોય તો તે મેળવવો એ ઉત્તમ વારસો છે. બીજાં બધું તો ક્ષણિક છે. ૪૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગૌતમબુદ્ધનું દ્રષ્ટાંત – બુદ્ધ એકવાર જગતની બધી ભૌતિક સામગ્રી નાશવંત છે, ક્ષણિક છે એમ જાણી જે નાશ ન પામે અથવા મરણ ન આવે એવી વસ્તુની શોધ કરવા માટે દીક્ષા ગ્રહણ કરીને બહુ તપસ્યા કરી ત્યારે ચાર શિષ્યો તેમની સેવામાં હતા. પછી સમય અનુસાર મધ્યસ્થમાર્ગ જરૂરનો છે એમ તેમને લાગવાથી આકરી તપસ્યાઓ પડતી મૂકીને બુદ્ધ લોક હિત તરફ વળ્યા. ત્યારે શિષ્યોએ તેમને વિલાસપ્રિય થયા જાણી તેમનો સંગ છોડી દીધો. એ માર્ગે બુદ્ધને જય મળ્યો એટલે શિષ્યોને પાછા સમજાવી પોતાની દીક્ષા આપી. પછી પોતાના નગરમાં આવ્યા. ભિક્ષા માટે બુદ્ધને પોતાના ઘરેથી આમંત્રણ આવ્યું તેથી ત્યાં ગયા. તેમની સ્ત્રીએ દિકરાને એમ કહ્યું કે ‘તમારો વારસો મને આપો એમ માગણી કર' તેના મનમાં કોઈ ચમત્કાર વગેરેથી પુત્ર મોટો રાજા થાય કે એવી કોઈ સંસારી માગણી હતી પણ બુદ્ધ તો છોકરાને માથે હાથ મૂકી સાથે લઈ ચાલતા થયા. પછી તેને દીક્ષા આપી ઘર્મનો વારસો આપ્યો. કૂર્માપુત્ર કેવળીનું દ્રષ્ટાંત - કૂર્માપુત્રને યૌવન વયમાં ઘણી સ્ત્રીઓ ઇચ્છતી હતી, તથાપિ તે મનથી વિરક્ત હતો. એક વખતે કોઈ મુનિના મુખથી સિદ્ધાંતના પાઠ સાંભળી તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે ધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપી ઈઘનને બાળી નાખી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી તેણે વિચાર્યું કે “જો હું હમણા ચારિત્રને ગ્રહણ કરીશ તો મારા માતાપિતા શોકથી મૃત્યુ પામશે, માટે તેમને પ્રતિબોઘ કરવા અજ્ઞાતવૃત્તિએ (કેવળજ્ઞાન થયાનું ન જાણે તેમ) ગૃહવાસમાં રહેવું યોગ્ય છે.” આ પ્રમાણે તે ગૃહવાસમાં રહ્યા. તેમને માટે કહેલું છે કે “કૂર્માપુત્રના જેવો બીજો કોણ ઘન્ય છે કે જે માતાપિતાને પ્રતિબોઘ પમાડવાને અર્થે કેવળી થયા છતાં પણ ગૃહવાસમાં રહ્યાં હોય? -ઉ.પ્રા.ભા. ભાગ–૩માંથી ૮૮. રૂડી વાટે તેમનો બદલો આપું. મા બાપની માગણી ગમે તે હોય, તો પણ તેમનું આત્મહિત થાય તેવો બદલો આપું. કૃપાળુદેવના પિતાશ્રી રવજીભાઈએ છપ્પનીયાની સાલના દુકાળમાં ઘણા લોકોને અનાજ નથી મળતું તો અફીણ ક્યાંથી મળે એમ ઘારી અફીણના બંધાણી હોય તેમને અફીણ વહેંચવાની કૃપાળુદેવને સલાહ આપી. ત્યારે કૃપાળુદેવે વિચાર્યું કે એવી માગણી પૂરી કરવી એ ઠીક નથી. એવા સમયમાં કોઈને અફીણ ન મળતું હોય તો તેની આદત છૂટી પણ જાય. એવા નશાની વસ્તુને ઉત્તેજન આપવું તે કંઈ દાન નથી. તેથી કહ્યું કે રૂડી વાટે તેમનો બદલો આપું. એક પુત્રનું દ્રષ્ટાંત - એક પુત્ર હતો. તેની માતા બીમાર થઈ તેથી પુત્ર પાસે પાણી મંગાવ્યું. પુત્ર પાણી લઈને આવ્યો ત્યાં સુધી માતાને ઊંઘ આવી ગઈ. પુત્ર આખી રાત તેમની પાસે ઊભો રહ્યો. સવારમાં મા જાગી ત્યારે કહ્યું – તું આખી રાત ઊભો રહ્યો? પુત્ર કહે માતા તમે મને નવ મહિના ઉદરમાં રાખીને ભાર વહન કર્યું છે. જ્યારે હું તો એક રાત જ ઊભો રહ્યો. માતાપિતાની આજ્ઞામાં રહેવું. જો વૃદ્ધ થયા હોય તો તેમને ખાવાપીવાની તેમજ પહેરવા વગેરેની સંભાળ રાખવી. કોઈ વખતે ક્રોઘ કરવો નહીં. કટુવચન વાપરવા નહીં. તેમનો આપણા ઉપર અવર્ણનીય ઉપકાર છે. માતાએ નવ માસ સુધી ઉદરમાં રાખી ભાર વહન કરી, અનેક વેદનાઓ આપણા માટે સહન કરી છે. આ સિવાય પરોક્ષ રીતે તેમનો ઉપકારનો ઝરો નિરંતર વહ્યા કરે છે. માતાપિતા તો જગતમાં કલ્પવૃક્ષ સમાન છે. રામ અને લક્ષ્મણ તેમજ પાંડવોએ માતાપિતાની જે સેવા કરી છે, તેનું વર્ણન સહસ્ત્ર પ૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જિષ્ઠાથી કરવું મુશ્કેલ છે. તેમના કરેલા ઉપકારનો બદલો આપણે વાળી શકવાના નથી. તો પણ નિરંતર તેમને ધર્મ માર્ગે જોડવા પ્રયત્ન કરી તેમની સેવા કરવી. (શ્રી જૈન હિતોપદેશના આધારે) ૮૯. તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં. માતાપિતાની આજ્ઞા માનવાનો ઉપદેશ છે. પણ એ આજ્ઞાને અહીં સ્યાદ્વાદમાં મૂકી છે. આત્મહિતને હાનિકારક હોય તેવી મિથ્યા આજ્ઞા માનું નહીં. કારણ વિવેક છે ત્યાં ધર્મ છે. શ્રી ઠાકરશીભાઈનું દૃષ્ટાંત સંવત ૧૯૫૪માં શ્રાવણમાં કૃપાનાથ કાવિઠા પધાર્યા હતા. ત્યારે તેમના દર્શને જતાં મારા પિતાશ્રી તરફથી અટકાયત થઈ હતી. તેથી ભાદરવામાં વસો ગયો ત્યારે ફરમાવ્યું કે તારા પિતાને ચોખ્ખું કહી દેવું કે કાચલી લઈને માગી ખાઈશ તે કબુલ, પણ આવી બાબતમાં (સત્સંગમાં) તમારી અટકાયત ચાલશે નહીં. તેમ છતાં ન માને તો સ્વતંત્ર રહેવું. અર્ધશતાબ્દીગ્રંથ (પૃ.૧૧૫) ૯૦. સ્વસ્ત્રીમાં સમભાવથી વર્તે. - જેની સાથે આખી જીંદગી રહેવાનું હોય તેના પ્રત્યે રાગદ્વેષના કારણો અનેક બને છે અને તેથી જીવ દુઃખી થાય છે. પણ એવા તુચ્છ કારણોમાં તણાઈ જઈ ક્લેશ કરવો કે મોહાંધ બની રાગ કરવો એ બન્ને દુઃખના કારણો છે. માટે જો સુખી થવું હોય તો રાગદ્વેષ ઘટાડવા. પહેલા પોતાની સ્ત્રી પ્રત્યેના રાગદ્વેષ ઓછા કરતાં શીખવું. બીજાઓ સાથે એવા પ્રસંગો ઓછા બને છે. બીજા લોકોમાં કે લોકલાજમાં મારું ખોટું દેખાશે એમ ઘારીને પણ જીવ રાગદ્વેષ ઓછા રાખે છે. માટે સ્વસ્ત્રીમાં રાગદ્વેષ ઘટાડવા અને સમભાવથી વર્તવાનો પ્રયત્ન પ્રથમ કરવો. એક રાજાનું દૃષ્ટાંત – એક રાજા હતો. તેને પોતાની રાણી પ્રત્યે અત્યંત રાગ હતો. એક દિવસ રોગના કારણથી રાણી મરણ પામી. છતાં મોહવશ થયેલ રાજા એમ માને છે કે આ મરી ગઈ નથી, પણ મારાથી રિસાઈ છે. તેથી તેને મનાવવા માટે મથે અને તેની પાસે જ બેસી રહે, ખાતો પીતો પણ નથી. એક દિવસ મંત્રીઓએ મળી રાજાને કોઈ કામના મિશે દૂર લઈ ગયા. પછી રાણીના શબને જંગલમાં નાખી દીધું. જ્યારે રાજા આવ્યો ત્યારે કહે રાણી ક્યાં છે? મને બતાવો, નહીં તો હું નહીં જીવી શકું. તેથી મંત્રીઓએ જંગલમાં જઈ રાણીના શબને બતાવ્યું. ત્યાં પક્ષીઓએ આંખ વગેરે કાઢી નાખવાથી એનું સ્વરૂપ ભયંકર ભાસ્યું. તે જોઈ રાજા વિચારમાં પડ્યો કે અહો આવું આ શરીરનું સ્વરૂપ છે? એમ વિચારતાં વૈરાગ્ય પામી ગુરુ ભગવંત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. માટે સ્વસ્ત્રીમાં પણ મોહ ન કરતાં સમભાવથી વર્તે. ૯૧. (મહાનીતિમાં આ સ્થાને વાક્ય નથી.) ૯૨. ઉતાવળો ચાલું નહીં. ઉતાવળમાં અયત્નાનો દોષ લાગે છે. તે ટાળી, જોઈને ચાલવું. ઉતાવળમાં ગમે તેના પર પગ મૂકાઈ જાય. સાપ હોય તો કરડે. વેગમાં ખબર ન પડે. તેમ ન ચાલવું. યત્નાથી ચાલવું. યત્નાથી એટલે કાળજીપૂર્વક જોઈને ચાલવું જેથી પોતાને અને બીજા જીવોને પણ લાભ થાય. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષ કૃપાળુદેવે કહ્યાં છે. એ ત્રણેય દોષ તજવા યોગ્ય છે. ત્રણેય દોષના અનુક્રમે પ્રતિપક્ષી ગુણ નિસ્પૃહતા, વિનય અને ધીરજ છે. નીચે જોઈને ચાલવાથી ત્રણ ૫૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લાભ થાય છે. (૧) નિરપરાધી જીવોની રક્ષા થાય. (૨) કીચડ આદિમાં પગ ખરડાય નહીં અને (૩) કાંટો, વીંછી વગેરેના દુઃખથી પણ બચાય. માટે ઉતાવળો ચાલું નહીં. ૯૩. જોસભેર ચાલું નહીં. જોસભેર ચાલવાથી કોઈ બાળક કે ડોશીમા વગેરે અથડાય તો ગબડી પડે કે મરી પણ જાય. જ્યાં અત્યંત વેગથી ચાલતો હોય ત્યાં બીજાને હરકત થાય તે પણ જાએ નહીં. કોઈ કામાતુર કે ક્રોઘી કે કોઈ એકાદ દુર્ગુણને વશ હોય તે તેની ધૂનમાં ચાલે છે. તેમાં પોતા વડે બીજાને શું થાય છે તેનું તેને ભાન રહેતું નથી. બાદશાહનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે—એક બાદશાહ પાથરણું પાથરીને જંગલમાં નમાઝ ભણવા બેઠો. તે વખતે કોઈ બાઈ પોતાના જાર પુરુષને મળવા વેગભેર ત્યાંથી ગઈ. બાદશાહને તેની ઠોકર વાગી; પણ નમાઝ ભણતા હતા એટલે કાંઈ બોલ્યા નહીં. પણ મનમાં થયું કે એ પાછી આવે ત્યારે એને શિક્ષા કરીશ. બાઈને તો ઠોકરનું ભાન નહોતું. પણ પાછી આવી ત્યારે બાદશાહે તેને ઠપકો આપ્યો. તેના ઉત્તરમાં તે બાઈ બોલી કે તમને ઠોકર વાગી તેની મને કાંઈ ખબર નથી; પણ તમને ખબર પડી એટલી તમારા નમાઝમાં ખામી. બાદશાહ સમજી ગયો કે એ બાઈને સંસાર ઉપર મોહ છે તેટલો મને જો ભગવાન પ્રત્યે મોહ હોત તો મને પણ ખબર પડત નહીં કે કોણ આવ્યું ને કોણ ગયું? પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – એવો પ્રેમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ પ્રત્યે હતો. પ્રભુશ્રીજી નડિયાદ હતા ત્યારે ખબર પડી કે કૃપાળુદેવ અમુક ટ્રેનમાં જવાના છે એટલે તેઓ સ્ટેશન પર ગયા. ગાડી ઊપડી તો પણ દર્શનના લોભથી ડબાની સાથેને સાથે દોડવા લાગ્યા, થોરીઆની વાડ આવી તો પણ ખબર ન પડી અને તે વાડમાં તેઓ પડી ગયા. ૯૪. મરોડથી ચાલું નહીં. લોકોનું ચિત્ત આકર્ષાય તેમ વિલાસપૂર્વક ચાલું નહીં. એ અસભ્ય ચાલ છે. જેમ ટોપી વાંકી મૂકે તેમ આ વાંકી ચાલ છે. આ બધા મોહના ચાળા છે. બઘી ક્રિયાઓમાં અંતરંગ જે ભાવ હોય તે બહાર આવે છે. બોલવામાં, ચાલવામાં, પહેરવા વગેરેમાં અંતરંગમાં જેવા ભાવ હોય તેવી ચેષ્ટાઓ જણાય છે. પ્રભુશ્રીજી અક્ષર ઉપરથી તેના ભાવ ઓળખી લેતાં. અંગ્રેજીમાં લખેલો કાગળ હોય તો પણ કહેતા “લાવ જોઈએ, મારે એના પર્યાય જોવા છે.” ૯૫. ઉશૃંખલ વસ્ત્ર પહેરું નહીં. ઉચ્છંખલ એટલે ઉદ્ધત, નિરંકુશ. જે પોતાની મર્યાદા તજીને વર્તે તેને ઉશ્રુંખલ કહેવાય. જેમકે કોઈ ગરીબ હોય પણ પૈસાદાર જેવો પોષાક પહેરીને ફરે તે તેને છાજતો નથી. હલકી જાતના લોકો પૈસા હાથમાં આવે તો મોટી કોરવાળું-હીરકોરી થેપાડું પહેરે કે લોકોને દેખાય તેમ કપડા ઉપર ઘરેણાં પહેરે. તેનું અંતરમાં અભિમાન હોય. એક હજામે આંગળીમાં વીંટી પહેરી. તે બઘાને દેખાડવા આંગળીથી બતાવે કે અહીં બેસો, અહીં બેસો. પણ દેખાવ માટે એવું કશું કરવા યોગ્ય નથી. સામાન્ય સભ્યતાથી વિશેષ પડતું જે જે કરે તે બધું હાસ્યને પાત્ર થાય છે. સારું દેખાડવા જાય તેના બદલે ઊલટું ખરાબ દેખાય. એટલી વિવેકબુદ્ધિ પણ એનામાં નથી; કારણ તુચ્છ વસ્તુ ઉપર મોહ ૫૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિશેષ છે. મોહ વિશેષ હોય તો બીજા કોઈએ સારું પહેર્યું હોય તો તાકીને જુએ અથવા અનુકરણ કરવાની ઇચ્છા રાખે કે લાગ મળે તો હું પણ આવું પહેરું. પણ મર્યાદા તજી ઉશૃંખલ વસ્ત્ર પહેરવા યોગ્ય નથી. ૯૬. વસ્ત્રનું અભિમાન કરું નહીં. કોઈ નવી જાતનું વસ્ત્ર પોતા પાસે હોય તેનું અભિમાન કરે કે મારા જેવું વસ્ત્ર બીજા પાસે નથી. પણ એમ કરવા યોગ્ય નથી. વસ્ત્ર તો શરીરની એબ ઢાંકવા પૂરતું છે. જેમ ગુમડાં પર કપડાનો પાટો બાંધે તે માખથી રક્ષણ કરવા માટે છે. તે ગમે તેવા કપડાનો પણ બાંધે. તેમાં અમુક જાતનું કે અમુક રંગનું જ કાપડ જોઈએ એવું કંઈ હોતું નથી. માત્ર સ્વચ્છ જોઈને બાંધે છે. તેમ પહેરવાના કપડા સંબંઘી પણ સમજવા યોગ્ય છે. ૯૭. વધારે વાળ રાખું નહીં. વાળને શોભાનું કારણ જાણી માણસો લાંબા વાળ રાખે છે. સુગંધી તેલ નાખે અને વાંકા ગુંછળા કરે કે તેને જુદી જુદી રીતે સજાવે છે. કતરાવે ત્યારે પણ અમુક જગાએ વધારે રાખે અને અમુક જગ્યાએ ઓછા રાખે. વાળ જેવી નજીવી વસ્તુમાં વૃત્તિ રહે અને તેમાં આખો આત્મા પેસી જાય છે. કોઈને આવી ટેવ પડી જાય છે કે વારે ઘડીએ માથે હાથ મૂકી જુએ કે વાળ આઘા પાછા તો થયા નથી. પણ જ્ઞાની પુરુષો તો તેને સંસારના મૂળિયાં જાણી ખેંચીને ઉખેડી નાખે છે. મૂછો તથા દાઢીના વાળ માટે પણ તેમજ સમજવું. અમુક આકાર મૂછના ભાલોડા જેવા કે ઉપર લીંબુ રહે તેવા કરે, ક્ષત્રિય રાજાઓનું અનુકરણ કરવા જાય અને વૃત્તિ તેમાં ને તેમાં રહે છે. વાળ કાઢી નાખે કે ઓળે પણ મુખ્ય કરવાનું એટલું છે કે વૃત્તિ તેમાંથી ઉઠાવી લેવી. જેવી વૃત્તિ ત્યાં રાખે છે તેવી આત્મામાં રાખવા યોગ્ય છે. ૯૮. ચપોચપ વસ્ત્ર સજુ નહીં. ચપોચપ એટલે તંગ વસ્ત્ર પહેરવું. વિલાયતમાં કેડ પાતળી દેખાડવા માટે સ્ત્રીઓ કેડે તંગ પટ્ટો બાંધે. એથી શરીર બગડે, રોગ થાય પણ ફેશન સાચવવા માટે કરે. ચીની લોકો પણ પગ નાનો દેખાડવા લાકડાના ટાઈટ જોડાં પહેરે. બૈરાઓ કપડા પણ ખેંચીને પહેરે. દેખાવ કરવાની ટેવ પડેલી હોવાથી દુઃખ દેખીને પણ દેખાવ કરે છે. પુરુષો પણ ટાપટીપ કરે, ઇસ્ત્રીવાળા કપડા પહેરે, ઘોતિયું પહેરે તો પણ ચીપી ચીપીને ઘડી. બરાબર આખો દહાડો સાચવીને રાખે. શોભા તરફ લક્ષ રહે પણ જરૂરિયાત તરફ લક્ષ રહેતું નથી. માટે ચપોચપ વસ્ત્ર સજાં નહીં એમ કહ્યું. ૯૯. અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. મડદા પર ઓઢાડેલું વસ્ત્ર અપવિત્ર ગણાય. તેમાં શાલ વગેરે બાળતા નથી પણ તેને સ્મશાનમાં વાડ પર નાખીને આવે. તેને ભંગી લઈ જાય અને સારા પૈસા ઊપજે એવું હોય તો વેચી દે છે. તે સોંઘા મળે તો પણ તેવા અપવિત્ર વસ્ત્ર પહેરું નહીં. અથવા વર્તમાનમાં કીડાઓને મારીને બનાવવામાં આવેલા પ્યોર રેશમી જેવા અપવિત્ર વસ્ત્રો પહેરું નહીં. ખાદી હાલ પવિત્ર ગણાય છે માટે તેવા વસ્ત્રો પહેરું. ૫૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૦૦. ઊનનાં વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરું. શિયાળો ગયા પછી ભરવાડો પેંટાનું ઊન કાપી લે છે. તે ઊન ઘેટાને ઊલટું અહિત કરતા ઉનાળામાં થાય છે. તે ઊનના કપડાં માણસોને શિયાળાદિ ઋતુઓમાં કામ આવે છે. તેથી નિર્દોષ કપડાં પહેરવા યોગ્ય છે. તેમજ ઊનના કર્કરા કપડાંનો સ્પર્શ ચામડીને અપ્રિય લાગે પણ સંયમ માટે ઉપયોગી છે. માટે ઊનના કપડાં પહેરવા પ્રયત્ન કરું. ૧૦૧. રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. રેશમી વસ્ત્ર લોકો પહેરી અભિમાનને પોષે છે. પણ તે વસ્ત્ર બનાવવામાં હજારો કોશેટામાંના જીવડાઓની ઘાત થાય છે. તે હિંસાનું કારણ હોવાથી રેશમી વસ્ત્રો પહેરવા યોગ્ય નથી. કોશેટાને ગરમ પાણીમાં નાખવાથી તેમાં રહેલ જીવ મરી જાય છે. પછી તેના ઉપરથી રેશમને ઉકેલી લે છે. કોશેટો એમને એમ પડ્યો રહે તો તેમાં રહેલ જીવ કોશેટાને કાણું પાડી બહાર નીકળી જાય છે. શેતૂરનું ઝાડ મુખ્યત્વે આ જીવડાંઓને ખોરાક માટે ગમે છે. એરંડા પર પણ થાય છે. તેમાંથી ખોરાક મેળવે અને કોશેટા બનાવે. આવા હિંસક રેશમી વસ્ત્રો પહેરવાથી સુખશીલીયાપણું પોષાય અને ઊનના કપડાં ચામડીને પ્રતિકૂળ લાગવાથી સહનશીલતા પોષાય. માટે હિંસક એવા રેશમી વસ્ત્ર પહેરવાનો ત્યાગ કરું. પહેલાના જમાનામાં બ્રાહ્મણો મુગટ પહેરતાં, તે પવિત્ર ગણાતા. કારણ કે તે મુગટમાં રેશમ નીચે પ્રમાણે બનાવવામાં આવતું હતું. પહેલાના જમાનામાં આ કોશેટાનું મુખ કાપી તેમાંથી કાળજીપૂર્વક જીવની ઘાત ન થાય તેમ જીવડું કાઢી લેતાં. પછી જે ખોખું રહે તેનું રેશમ ઉકેલી લઈ તેના વસ્ત્રો બનાવવામાં આવતા. હિંદુસ્તાનમાં પહેલા આનો ઘંઘો હતો. ત્યારે ઘર્મના કામમાં વાપરવાના વસ્ત્રો આ પ્રમાણે બનાવવામાં આવતા. પણ હવે ઉપર પ્રમાણે કરવાથી રેશમ પહેરવાને પણ લાયક રહ્યું નથી. ૧૦૨. શાંત ચાલથી ચાલું. વાક્ય ૯૨, ૯૩, ૯૪માં ઉતાવળો, જોશભેર અને મરોડથી ચાલું નહીં એમ કહ્યું; હવે કેવી રીતે ચાલવું તે જણાવે છે. શાંત ચાલ એટલે ચિત્તમાં જેને વિક્ષેપ નથી એમ જણાય એવી ચાલ. એનું દ્રષ્ટાંત ગજગતિ એટલે હાથીની ચાલ અપાય છે. જે ઘીમી ચાલે છે અને હંસગતિ તે સુંદર ચાલ કહેવાય છે. માટે મંત્ર સ્મરણ કરતો વિક્ષેપ રહિતપણે બે ડગલાં આગળ જોઈને શાંત ચાલથી ચાલું. “ચાલ ઘીમી ને ગંભીર રાખવી. બીજાને મોહ ઊપજે તેમ લટકા મટકા કરતાં ન ચાલે. વૈરાગ્ય સહિત ચાલે.” (મોક્ષમાળા વિવેચનમાંથી) ૧૦૩. ખોટો ભપકો કરું નહીં. લગ્ન વખતે કોઈને ત્યાંથી ઘરેણાં, મોટર, વસ્ત્રો વગેરે માગી લાવી અથવા ભાડે લાવીને ભપકો દેખાડવાનું કરે છે; તેને બદલે પોતાની સ્થિતિ પ્રમાણે જેટલી ખરીદી શકાય તેટલી વસ્તુથી જ શોભા કરવી યોગ્ય છે. પોષાકનાં ભાડાં આપે તેટલામાં આખું વર્ષ ચાલે તેટલાં સાદાં કપડાં ખરીદી શકાય. લગ્ન પ્રસંગની પેઠે બીજા પ્રસંગોમાં પણ લોકો ખોટો ભપકો દેખાડવાનું ઓછું કરે તો ખર્ચ ઓછું થાય, દેવું ન થાય અને સુખી થાય. ઘનને અનુસાર વસ્ત્રાભૂષણ પહેરવા જોઈએ. થોડું દ્રવ્ય હોય અને ઘનવાન જેવાં વસ્ત્ર પહેરવા તેમજ વઘારે દ્રવ્ય, ગરીબ જેવા વસ્ત્ર પહેરવા તે સમાજમાં શોભાસ્પદ નથી.” -શ્રી જૈન હિતોપદેશ'માંથી ૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનતિ ૧૦૪. ઉપદેશકને દ્વેષથી જોઉં નહીં. કરુણાથી પ્રેરાઈ ઉપદેશક આપણા દોષો બતાવે તો એનો ઉપકાર માનવો ઘટે છે. તેને બદલે ઉપકારી પ્રત્યે અપકાર કરવારૂપ જો દ્વેષ થાય તો કલ્યાણનો માર્ગ બંધ થાય છે, એવો દ્વેષ અનંતાનુબંધી કષાય કહેવાય. કોઈનો પણ દોષ જોવાથી તેના પ્રત્યે દ્વેષ થાય છે. તેમ ઉપકારીને પણ દોષરૂપે જુએ તો એ વિપરીતપણું છે. એ ટેવ દૂર કરવા માટે આ શિખામણ આપી કે ઉપદેશકને દ્વેષથી જોઈ નહીં. ભાનુદત્ત પૂર્વઘરનું દૃષ્ટાંત – એક આચાર્યના શિષ્ય ભાનુદત્ત નામે મુનિ હતા. ગુરુ સમીપે ચૌદપૂર્વનો અભ્યાસ કર્યો હતો. અન્યદા તેમને નિદ્રાનો પ્રબળ ઉદય થયો. એટલે સંઘ્યાકાળ થાય ત્યારથી તેની આંખો ઘેરાવા માંડે, ઝોકાં ખાય. ગુરુ સાવચેત કરે, પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પૂર્વનો પાઠ કરી જવા પ્રેરણા કરે; પણ નિદ્રાના પ્રબળ ઉદયથી તે પાઠ ન કરતાં ઊંઘી જાય. ગુરુ મહારાજ ઠપકો આપે, એટલે વળી કોઈક વખત જરા સાવધાન રહે. આ પ્રમાણે બહુવાર ઠપકો આપવાથી તેને પોતાની ભૂલ ન સૂઝી, પણ ગુરુ ઉપર દ્વેષભાવ આવ્યો. તેથી એકવાર ગુરુમહારાજે ઠપકો આપ્યો, ત્યારે સામું બોલી કહે, “મને જ એક દીઠો છે, મને જ ઠપકો આપો છો; બીજાઓને કાંઈ કહેતા નથી.' આવા તેનાં વચનથી ગુરુમહારાજે અયોગ્ય જાણી તેનો અનાદર કર્યો અને ઠપકો આપવાનું કે પ્રેરણા કરવાનું છોડી દીધું. તેથી વિશેષ નિરંકુશ બન્યા અને પ્રતિક્રમણ કરવામાં પણ પ્રમાદ કરવા લાગ્યા અને સંધ્યાકાળથી ઘોરવા લાગ્યા. એમ કરતાં કરતાં ન સંભારવાથી પૂર્વી પણ વિસ્તૃત થતા ગયા. ચાતુર્માસ ઊતર્યે ગુરુમહારાજે તેને તજી દઈ વિહાર કર્યો. એક્લા પડવાથી વધારે પ્રમાદ સેવી બધા પૂર્વ તદ્દન ભુલી જઈ આયુ ક્ષય થયે મરણ પામી દુર્ગતિએ ગયા. (ચોસઠ પ્રકરી પૂજામાંથી ૧૦૫. દ્વેષમાત્રનો ત્યાગ કર્યું. વાક્ય ૧૦૪માં અનંતાનુબંધી દ્વેષ દૂર કરવા કહ્યું; જે કલ્યાણ કરવામાં મોટામાં મોટું વિઘ્ન છે, ધર્મનો નાશ કરનાર છે. હવે દ્વેષમાત્રનો ત્યાગ કરવા જણાવે છે. બીજાનાં તો ગુણ જ જોવાની ટેવ પાડવા યોગ્ય છે. દોષ જોવા હોય તો પોતાના જોવા. એમ કરવાથી કોઈના પ્રત્યે દ્વેષનો પ્રસંગ ન આવે. દ્વેષ કરનાર પોતે જ પહેલો દુઃખી થાય છે. જેને તે દુ:ખી કરવા માંગે તેના પાપનો ઉદય હોય તો દુઃખી થાય; નહિં તો ન પણ થાય. પણ દ્વેષ કરનાર પોતે તો દુઃખી થાય જ. આખા જગત પ્રત્યે મૈત્રીભાવ ભાવવાની જરૂર છે. તેમાં ખાસ કરી જેના પ્રત્યે અસંતોષ હોય તેના પ્રત્યે પ્રથમ મૈત્રીભાવ ભાવવો. મૈત્રીભાવ એટલે બધાનું ભલું થાઓ એમ ચિંતવે તો પછી દ્વેષ ન રહે. પ્રભુશ્રીજી કહેતા કે– “ભૂંડું કરનારનું પણ ભલું ચિંતવવું.'' વળી પરમકૃપાળુદેવ પત્રાંક ૭૮૦માં જણાવે છે કે ન “આ દેઠે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક્લ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.” (પૃ.૬૦૪) દમદંતમુનિનું દૃષ્ટાંત – હસ્તિશીર્ષના રાજા દમદંતને એકવાર પાંડવો તથા કૌરવો સાથે મોટી વઢવાડ થઈ. પણ જરાસંઘ રાજાની મદદથી મદત રાજા જીતી ગયો અને પાંડવો તથા કૌરવોની હાર થઈ. એક દિવસ દમર્દત રાજાએ વાદળાનું ક્ષણિક સ્વરૂપ જોઈ આ સંસારને પણ પવન સમયના વાદળા સમાન ક્ષણિક અને અસાર જાણી પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતાં હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યાં. ૫૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રાજ દરબારમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંતમુનિને જોઈ ઘોડા ઉપરથી નીચે ઊતરી શુભભાવે વંદન કર્યું તથા તેમની રાજ્યવસ્થાનું બળ અને ચારિત્રબળની સ્તુતિ કરી આગળ ચાલ્યા. પાછળથી કૌરવો આવ્યા. તેમાં દુર્યોધને તેમના પર દ્વેષભાવ લાવી, માઠા વચન બોલી તેમની સામે બીજોરૂ ફેંક્યું. તે જોઈ સાથેના લોકોએ પણ પત્થર વગેરે ફેંક્યા. તેથી મુનિ આખા ઢંકાઈ ગયા. પાંડવો રાજદરબારથી પાછા ફરતાં મુનિ સંબંધી બધી હકીક્ત જાણી લેવકો પાસે પત્થરો દૂર કરાવી નમસ્કાર વગેરે કરીને પોતાના સ્થાનકે ગયા. પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ દ્વેષભાવથી અપમાન કર્યું. પણ બન્ને પ્રત્યે મુનિએ રાગદ્વેષનો ત્યાગ કરી સમભાવ રાખી પોતાનું કલ્યાણ સાધ્યું. માટે કોઈ પ્રત્યે દ્વેષ માત્રનો ત્યાગ કરવા પુરુષાર્થ કરું. ૧૦૬. રાગવૃષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. રાગદ્રષ્ટિથી સંસારની એકે વસ્તુનું સેવન કરું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના ક્રમાંક ૨૧માં પરમકૃપાળુદેવ જણાવે છે કે- “રાગ કરવો નહીં, કરવો તો સત્પરુષ પ્રત્યે કરવો.” શ્રી યશોવિજયજી મહારાજ પણ લખે છેઃ “રાગ ન કરશો કોઈ જન કોઈશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશું રે.” શ્રી ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પર રાગ હતો તેથી કેવળજ્ઞાન અટક્યું હતું. મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૪ “રાગ” તેમાં કૃપાળુદેવે કહ્યું કે ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોઘ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણઘરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી; આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંઘનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૯૦) ૧૦૭. વૈરીના સત્ય વચનને માન આપું. સામાન્ય રીતે જેની સાથે અણબનાવ હોય તે ગમે તેવું સારું કહે તો પણ અવળું ભાસે. તેના વિષે જે કંઈ પણ મત બંઘાય તે એના આધારે જ બંઘાય છે. તેમ કોઈ ઘર્મનું ખંડન કરવા માટે તેના શાસ્ત્રો વાંચતો હોય તો દોષ ક્યાં છે ત્યાંજ તેની દ્રષ્ટિ હોય છે, તેથી સત્ય હાથમાં આવતું નથી. મધ્યસ્થ દ્રષ્ટિ હોય તો જે અપેક્ષાએ તેમાં સત્ય કહ્યું હોય તેટલા અંશે જણાઈ આવે. સત્ય વાત ગમે તે કહેતો હોય, ભલે તે દુશ્મન હોય, પણ આપણને હિતકારી હોય તો તે વાત ગ્રહણ કરવી. પ્રભુશ્રીજીએ એક પત્ર વટામણ લખ્યો તેમાં જણાવ્યું કે કોઈ કંઈ શિખામણ દે, તો તેને કહેવું કે તમારું કહેવું સારું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પણ છણકા કરવા નહીં, ખિજાવું નહીં.” પ્રભુશ્રીજીની સમજાવવાની એવી પદ્ધતિ હતી કે નાના છોકરાઓને પણ વાત ગળે ઊતરી જાય. (મહાનીતિ વાક્ય ૧૦૮ થી ૧૧૫ સુઘી મૂળમાં નથી.) ૧૧૬. વાળ રાખું નહીં. (ગૃ૦) બોઘામૃત ભાગ-૩'માંથી - વાળ ઉપર જેટલી આસક્તિ છે તેટલો દેહાધ્યાસ છે, એ સહજ ૫૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિચારે સમજાય તેવી વાત છે. માથું ઓળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કોઈ ખૂણામાં પણ રાખવા કોઈ ઇચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કોઈ કપડામાં ભરાયો હોય તો ખેંચ ખેંચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મોંઘી પળો ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે? ઘણાં સ્ત્રીપુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ ઓળીને રાખી મૂક્યા હોય તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મોહની ઘેલછા છે. તેનું સૂક્ષ્મ અવલોકન કરી અંતવૃત્તિઓને તપાસી તેને સન્માર્ગે વાળવી ઘટે છેજી. જેમને દેહાધ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે તે મહાપુરુષો તો કેશને ક્લેશરૂપ જાણી, મોહનાં મૂળ જાણી તે પરમપુરુષો શ્રી તીર્થકર જેવા તો તેને મૂળથી ઉખેડી નાખે છે. (પૃ.૪૨૮) “કુટિલ, ઘૂર્ત-વિલાસ-વાસ ગણી કેશ-લોચ તે કરતા રે; તર્જી શણગાર, અણગાર બની તે મહાવ્રતો ઉચ્ચરતા રે; પરોપકારકારક પરમાત્મા ઊડ્યા જગ ઉદ્ધરવા રે.” -પ્રજ્ઞાવબોઘ દરેક બાબતનો ઊંડો વિચાર કરતાં શીખો એ જ વિનંતી. (પૃ.૪૨૮) ૧૧૭. કચરો રાખું નહીં. - ગૃહસ્થને ઘર હોય કે દુકાન વગેરે હોય તેમાં કચરો રાખવાથી જીવોની ઉત્પત્તિ થાય, તેથી હિંસા થાય. રોગની ઉત્પત્તિ થવાનો પણ સંભવ છે માટે કચરો રાખું નહીં. પણ ઘર સ્વચ્છ રાખું. ૧૧૮. ગારો કરું નહીં-આંગણા પાસે. આંગણા પાસે પાણી કે એંઠવાડો ઢોળવાથી ગારો એટલે કાદવ કે કીચડ થાય. જેથી જીવોની ઉત્પત્તિ થાય. મચ્છર વગેરે પણ થાય. તે રોગનું કારણ બને છે. માટે આંગણા પાસે ગારો કરું નહીં. ૧૧૯. ફળિયામાં અસ્વચ્છતા રાખું નહીં. સાધુ) સાધુ છે માટે ફળિયામાં એટલે શેરીમાં ઘર્મશાળા હોય કે કોઈ ખાલી ઘરમાં નિવાસ હોય ત્યાં મળમૂત્ર વગેરે ગમે ત્યાં નાખવા નહીં; પણ એકાંત જગ્યામાં મળમૂત્ર વગેરે પરઠવવા. નહીં તો ફળિયામાં રહેનારને દુગંછા થાય. તેથી સાધુ પ્રત્યે દ્વેષભાવ આવે કે આવા સાથું ક્યાંથી આવ્યા કે જેથી અમને આવી દુગંછા સહન કરવી પડે. આ સાથુ જતા રહે તો સારું. આમ સાધુ પ્રત્યે અભાવ થાય તો એ નિમિત્તે લોકો કર્મ બાંધે. માટે ગામ બહાર કે એકાંત જગ્યામાં મળમૂત્ર પરઠવવા. ૧૨૦. ફાટેલા કપડાં રાખું નહીં. (સાધુ) ફાટેલા કપડાં હોય તેના ટુકડે ટુકડા કરી મુનિએ જંગલમાં પરઠવવા. પણ તેનો સંગ્રહ કરવો નહીં. ૧૨૧. અણગળ પાણી પીઉં નહીં. પ્રભુશ્રીજીએ જણાવ્યું કે જ્ઞાની કેમ બોલે? પોતે દોષમાં ન આવે તેમ સ્વાદુવાદપૂર્વક બોલે. જેમકે જ્ઞાની કહે: “ગાળીને પાણી પીવું.” પણ “અણગળ પાણી પીવું નહીં.” એ વિષે પ્રભુશ્રીએ પૂછ્યું “આ બે વાક્યમાં કંઈ ફેર હશે?” વિધિ નિષેઘ સિવાય આપણને એમાં બીજો કોઈ ફેર જણાય નહીં. તેથી પ્રભુશ્રીજીએ કહ્યું કે પહેલા વાક્યમાં આજ્ઞા છે અને બીજા વાક્યમાં સામાન્ય ઉપદેશ છે. પહેલા વાક્યમાં પ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “ગાળીને પાણી પીવું” એમાં આજ્ઞા થઈ. માટે કાચું પાણી ગાળીને પણ વાપરવામાં જે હિંસા થાય તેના ભાગીદાર આજ્ઞા આપનાર પણ ગણાય; જ્યારે અણગળ પાણી પીવું નહીં, એટલે ગાળ્યા વગર પાણી પીતો હતો તેને ત્યાંથી પાપ કરતાં રોક્યો, પણ તે પાણી ગાળીને પણ પીવું એવી કોઈ પ્રકારે એમાં આજ્ઞા આપી નથી, પણ સામાન્ય ઉપદેશ માત્ર તેમાં કર્યો છે. માટે અણગળ પાણી પીઉં નહીં અર્થાતુ ગાળ્યા વગર પાણી પીઉં નહીં, એવી પોતે પ્રતિજ્ઞા કરે છે. “પાણી બેવડું ગળણું કરી કાળજીથી ગાળવું. ગળણું બીજા વાસણમાં તારવી લેવું અને સંખાળો જીવ ન મરે ત્યાં નાખવો.” મોક્ષમાળા વિવેચન “સંવત્સરેન યત્પાઉં વૈવર્તી હિ નાતે | ओकाहेन तदाप्नोति अपूतजल संग्रही ॥" ભાવાર્થ– આખું વર્ષ માછલાં માર માર કરનાર માછીને જે પાપ થાય છે, તે જ પાપ એક દિવસ અણગળ પાણી વાપર્યાથી જીવને થાય છે. પ્રવેશિકા (પૃ.૧૨૪) "अगंमि उदगबिंदुभि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते खत्ता सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ।" અર્થ – “ એક જળના બિંદુમાં શ્રી જિનેંદ્રોએ જેટલા જીવો કહેલા છે તેનું દરેકનું શરીર જો સરસવ જેવડું કરીએ તો તે આ જંબુદ્વીપમાં સમાય નહીં.” કુમારપાળરાજાનું દ્રષ્ટાંત – “શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી કુમારપાળ રાજાએ પ્રાણાતિપાત વિરમણ વ્રત લઈ પોતાના અઢાર દેશોમાં અમારી પળાવી અને બીજા દેશોમાં પણ મૈત્રી વડે તેમજ બળ વડે અમારી પળાવી. વળી પોતાના અઢાર લાખ ઘોડા, અઢાર સો હાથી, એંસી હજાર ગાયો અને પચાસ હજાર ઊંટોને પાણી ગાળીને જળપાન કરાવવાની ગોઠવણ કરી.” -ઉ.પ્રા.ભાગ-રના આઘારે (પૃ.૧૩) ૧૨૨. પાપી જળે નાહું નહીં. જે પાણીમાં નાહવાથી જીવાણી આદિ જીવોનો ઘાત થાય એવા પાપી જળે નાહું નહીં. જેમકે તળાવમાં, નદીમાં કે દરિયામાં નાહું નહીં. ખાબોચિયામાં કીડા પડ્યા હોય તેમાં પણ અજ્ઞાની જીવો નાહી લે છે. તેમાંનું પાણી પણ પી લે છે. પણ જેને હિંસાનો વિચાર છે તે તીર્થોમાં જાય અને નદીનું પાણી વાપરવું પડે તો પણ કિનારે બેસી કોઈ વાસણ કે તપેલીમાં તે પાણી ગાળીને પછી નાહાય. એમ કરવાથી જેટલું પાણી તે વાપરે તેટલા સાથે જ એને સંબંધ હોય. જો નદી આદિમાં નાહવા જાય, અંદર પડે તો ઘણાં જીવોની હિંસા થાય છે. પ્રાતઃકાળની આલોચનામાં જણાવ્યું છે કે- “નદીયનિ બિચ ચીર ઘેવાયે, કોસનકે જીવ મરાય.” નદીમાં જઈ નાહવાથી એક કોસ સુથીના જીવોની ઘાત થાય છે. જ્યાં સુધી તેના શરીરને સ્પર્શેલું મેલું પાણી જાય ત્યાં સુધી પાણીના જીવો મરી જાય છે. માટે અણગળ એવા પાપી જળે નાઠું નહીં. એક બાઈનું દૃષ્ટાંત - નદીએ નાહવાનું ફળ. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઊઠી નદીએ નાહવા જતી, ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જતી. પછી સવારે નાહીને આવી માથું ઓળવા બેઠી, ઓળતાં ઓળતાં વાળમાંથી નાના માછલાં નીકળ્યાં, તે જોઈ તેને થયું કે આજે તો બહુ પાપ થયું, માટે લાવ કોઈ જ્ઞાની ગુરુ પાસે જઈ એનું પ્રાયશ્ચિત્ત લઉં. તેથી એક જ્ઞાની મુનિ પાસે જઈ તેણે તે ૫૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વાત જણાવી. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને આટલું જ પાપ નથી લાગ્યું, પણ બીજાં વધારે પાપ લાગ્યું છે. તેથી તે બાઈને કહ્યું કે અમુક વહોરાને ત્યાંથી બે પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો. એટલે તે બાઈ પેલા વહોરાને ત્યાં ગઈ. વહોરે રાત્રે પીલેલું તેલ ડબામાંથી કાઢ્યું કે લાલ દીઠું. તેથી બોલ્યો કે કોઈ રાંડ વહેલી ઊઠીને બોલતી બોલતી જતી હતી તેથી સવાર થઈ ગયું હશે એમ જાણી મેં ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી. કંઈક પીલાઈ ગયું લાગે છે. એમ કહી ખોળ તપાસ્યો તો હાડકાં દેખાયાં, પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી. એટલે વહોરો અફસોસથી બોલ્યો “અરર! આ બિચારી બિલાડીના બચ્ચાં પિલાઈ ગયાં!” પેલી બાઈ સમજી ગઈ કે મને આ પાપ પણ લાગ્યું છે. તેથી મુનિ પાસે જઈ વહોરાએ કહેલી બધી વાત જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત્ત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ઘર્મ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે : “आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुद्धयति चान्तरात्मा ॥" અર્થ-સંયમરૂપી જલથી ભરપૂર, સત્યમય પ્રવાહવાળી, શીલરૂપ કાંઠાવાળી, દયારૂપી મોજાંઓથી રમ્ય એવી આત્મારૂપ નદી છે તેમાં હે પાંડુપુત્ર (યુધિષ્ઠિર), તું સ્નાન કર; બાકી પાણીથી તો આત્માની અંતરશુદ્ધિ થાય તેમ નથી. ઉપદેશામૃત (પૃ.૩૫૨) ૧૨૩. વઘારે જળ ઢોળું નહીં. વઘારે જળ ઢોળવાથી અપકાય આદિ જીવોની ઘાત થાય છે. તે ઉપરાંત કીચડ, ગંદવાડો વગેરે પણ થાય. તેમાં ઘણા કીડાઓ ઉત્પન્ન થાય છે. જરૂરથી વધારે પાણી ઢોળવાથી વિશેષ પાપની પ્રવૃત્તિ થાય. તેને અનર્થદંડ કહ્યો છે. ઠારેલું પાણી હોય તે પણ વઘારે ઢોળવું નહીં, એવી આજ્ઞા આચારાંગસૂત્રમાં ભગવાને કરી છે. કારણ કે પૃથ્વીકાયના જીવોને જળ તે શસ્ત્રરૂપ છે. તેમજ કીડી વગેરે જીવો હોય તે કેટલાંક જળમાં ડૂબી જાય, કેટલાંક તણાઈ જાય અને દુઃખી થાય છે, માટે વઘારે જળ ઢોળું નહીં. ૧૨૪. વનસ્પતિને દુઃખ આપું નહીં. આ પણ અનર્થદંડના નિષેઘરૂપ વાક્ય કહ્યું. ચાલતાં બીજો રસ્તો ન હોય અને વનસ્પતિ ઉપર પગ મૂકીને ચાલવું પડે ત્યારે તે જરૂરનું ગણાય. છતાં તેમાં દોષ તો છે જ. બનતા સુધી તેમાં પણ યત્ના રાખવા યોગ્ય છે. કોઈ માણસ ઝાડ પર ચઢીને ફળ લાવે અને કોઈ નીચેથી લાકડીથી ઝૂડીને પાડે; તેમાં પાંદડા, ડાળ અને બીજા ઘણાં ફળ નીચે પડે, જ્યારે જોઈતું હોય એક જ ફળ. આ એકેન્દ્રિય ઝાડ તો બૂમ મારે નહીં કે જેથી કોઈ સાંભળી શકે, તેથી તેની દયા પણ જીવોને હોતી નથી. ઝાડમાં જીવ છે એવો ખ્યાલ પણ ઘણાં થોડાને હોય છે; અને જેને કહેવા માત્ર ખબર હોય તેને પણ એ ભણી કંઈ લક્ષ હોતું નથી. તેથી ફળ સાથે પાંદડા વગેરે નીચે પડે તો એમાં તેને કંઈ લાગતું નથી. પણ વનસ્પતિકાય જીવ સહિત છે એમ જાણી તેને દુઃખ આપે નહીં. પ૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૨૫. અસ્વચ્છતા રાખું નહીં. અસ્વચ્છતાને લીધે ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને કાળજી ન રાખે તો માંકડ, જૂઓ વગેરે જંતુઓ પણ ઉત્પન્ન થાય. સાફ ન રાખે તો ઘરમાં ખાવાં બાઝે. પછી જ્યારે સાવરણી ફેરવે ત્યારે કરોળીયાએ કરેલું ઘર ભાંગી જાય; એ હિંસા છે. માટે ઘર વગેરેમાં અસ્વચ્છતા રાખું નહીં. ૧૨૬. પહોરનું રાંધેલું ભોજન કરું નહીં. ત્રણ કલાક થયા પછી રાંઘેલાં ભોજનમાં કંઈ ફેરફાર થઈ જતો હોવાથી તે ન જમવા કહ્યું. આહાર અનેક પ્રકારનો હોય છે. કેટલાક પાણીમાં બાફેલો, કેટલોક તળેલો, કેટલોક ચાસણીમાં તૈયાર કરેલો અને કેટલોક શેકેલો વગેરે હોય. દરેકના વિપરિણામ થવાના કાળ જાદા જુદા હોય છે. બાફેલું થોડીક વારમાં બગડી જાય છે અને એનો સ્વાદ ફરી જાય છે. તળેલું હોય તે વધારે વખત ચાલે છે. કૃપાળુદેવ ઉત્તરસંડામાં હતા ત્યારે નડિયાદથી મોતીલાલ કે તેમના ઘર્મપત્ની ખાવાનું લઈ આવતા. દૂધમાં લોટ બાંધીને રોટલી કે પૂરી લઈ જતા, તેમજ પાણી નાખ્યા વગર કોરું શાક લઈ જતા. પાણી નાખેલું ન હોવાથી તે વસ્તુ ઝટ બગડતી નથી. ઉત્તરસંડામાં કૃપાળુદેવ એક જ વખત આહાર લેતા હતા. ૧૨૭. રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. જીભની લોલુપતા વઘારવી હોય તો વધે અને ઘટાડવી હોય તો ઘટે. જીભને સારા સારા ખોરાક આપવામાં આવે તો પછી સાદો ખોરાક રોટલો આદિ ન ગમે. જે જીભે પકવાન કે ઉત્તમ રસવાળું ભોજન કર્યું હોય તે જીભે લૂખો સૂકો આહાર કોણ કરે એમ કહી એક માણસ ભૂખ્યો રહીને મરી ગયો પણ ખાધું નહીં. એવી મૂર્ખાઈ રસને વશ થવાથી થાય છે. શાતાશીલીયું જીવન ગાળ્યું હોય તેને સંયમ પાળવો મુશ્કેલ પડે છે. સત્પષના બોઘે રુચિ એકદમ પલટાઈ જાય તો એને કંઈ મુશ્કેલ પડતું નથી અથવા તે મુશ્કેલીઓને ગણતો નથી. ઘન્યકુમારનું દ્રષ્ટાંત-કાકંદી નગરીમાં ભદ્રામાતાનો પુત્ર ઘનકુમાર બત્રીસ કરોડ સુવર્ણમુદ્રાનો સ્વામી હતો. માતાએ ઘન્યકુમારના લગ્ન બત્રીશ શેઠની કુંવરીઓ સાથે કરાવ્યા. તે દોગંદક દેવની જેમ સુખ ભોગવવા લાગ્યો. એકદા શ્રી મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. તે વખતે ઘન્યકુમાર દર્શન કરવાની ઉત્કંઠાએ પગે ચાલીને પ્રભુ પાસે ગયો. પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવવાથી માતાની આજ્ઞા લઈ દીક્ષા ગ્રહણ કરી. પછી જીવનભર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યા કરી પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. આયંબિલના ભોજન ઉપર માખી પણ ન બેસે એવી સૂખી રોટલી, વાલ વગેરે તેઓ લેવા લાગ્યા. એમ રસેન્દ્રિય ઉપર કાબુ મેળવ્યો. આઠ મહિનામાં તો કાયા ક્ષીણ થઈ હાડકાં ખડખડ શબ્દ કરવા લાગ્યા. પ્રભુ મહાવીરે ચૌદ હજાર મુનિઓમાં ઘન્યકુમારને નિત્ય વર્ધમાન ભાવવાળા કહ્યાં. તે સાંભળીને રાજા શ્રેણિક તેમના દર્શન કરવા માટે વનમાં ગયો. અંતે ઘન્યમુનિ (ઘન્નાઅણગાર) વૈભારગિરી ઉપર એક માસનું અનશન સ્વીકારી સમાધિપૂર્વક દેહ ત્યાગી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ના આધારે, કૃપાળુદેવે કહ્યું : “સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.” (વ.પૃ.૧૫૮) કૃપાળુદેવે પ્રભુશ્રીજીને સ્વાદ તજવા કહ્યું તે ખરું તપ છે. ૬૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના 0. પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય બબ્બે ઉપવાસ પછી આયંબિલ Clી શ્રેણિકરાજાના વંદન પત્નિઓ સાથે વિલાસ Page #86 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “ઇન્દ્રિય દમનકું સ્વાદ તજ, મન દમનકું ધ્યાન.” તેમ તાજાં તાજાં ખાવું. રોટલી, ભજીયા તરતના તરત તૈયાર થાય તેમ ખાતો જાય – તે પણ રસના ઇન્દ્રિયની વૃદ્ધિનું કારણ છે. “જે વસ્તુમાં બહુ રસ પડે, આનંદ આવે તે વસ્તુ ઓછી ખાવી કે તેને નીરસ કરીને ખાવી. જેમકે દાળમાં વઘાર સારો બેઠો હોય ને સ્વાદિષ્ટ લાગે તો તેમાં થોડું પાણી રેડીને ખાવું. આમ ખોરાક નીરસ લેવાની ટેવથી બધી ઇન્દ્રિયો ઉપર અસર થશે અને વધારે ખવાઈ પણ ન જવાય.” ઓ. ભાગ-3 (પૃ.૬૯૬) ૧૨૮. રોગ વગર ઔષઘનું સેવન કરું નહીં. આ દવા પાચક છે અને પુષ્ટિકારક છે એમ ગણી લોકો ઔષઘને રોજનો ખોરાક બનાવી દે છે. જરૂર ન હોય તો પણ ટેવ પડી જવાથી ખોરાકની માફક ખાય છે. ઔષધિ તો રોગ મટાડવા માટે હોય. પણ જો વિચાર્યા વિના વાપર્યા કરે તો કોઈ વખતે નુકસાન પણ કરી બેસે. શરીરમાં ગરમી હોય અને પૌષ્ટિક દવા વાપર્યા કરે તો તે ગરમી વધીને શરીરમાં ફૂટી નીકળે. શરીરમાં અનાવશ્યક તત્ત્વ વધારે તો રોગ પણ થઈ જાય. શ્રીમંતોને ગાઉટ કે ડાયાબિટીસ થાય છે તે પુષ્ટિકારક ખોરાકનું પરિણામ છે. ૧૨૯. વિષયનું ઔષઘ ખાઉં નહીં. જેથી પાંચ ઇન્દ્રિયોના વિષયો ઉન્મત્ત થાય. શરીરમાં વિકારની વૃદ્ધિ થાય એવા કોઈ પણ પ્રકારના ઔષધોનું સેવન કરું નહીં. અનાદિકાળથી વિષયોની પીડાથી જીવ દુઃખી છે. તેમાં વળી આવા ઔષધોનો ઉપયોગ કરી તે અંતરાત્મપીડાને ઉત્તેજન આપું નહીં. ૧૩૦. ખોટી ઉદારતા એવું નહીં. (૧) કોઈ માણસો એવા હોય કે કોઈ ટીપ આવે તો તેમાં પહેલાં મથાળામાં પોતે હજાર બે હજાર કે તેથી મોટી રકમ લખી નાખે. જેથી બીજાઓ પણ ભરે. પણ રકમ આપવા વખતે ભરી શકે નહીં; એ ખોટી ઉદારતા છે. તેમ કોઈ પાસે પૈસા હોય નહીં, મોટું કુટુંબ કહેવાતું હોય અને કોઈ દેરાસરનું કે અમુક કામ કરવું હોય તો કોઈના ચઢાવ્યાથી ફુલાઈ જાય અને પૈસા દેવું કરીને પણ ભરે, તે ફુલણજી કહેવાય. (૨) જેવું ઘનના સંબંધમાં છે તેવું જ્ઞાનના સંબંઘમાં પણ છે. સિદ્ધની વાતો કરી દેખાડે અને સમકિતનું ઠેકાણું ન હોય. લોકોને સારું દેખાડવા માટે આને આમ મળવું પડશે, આનું આમ કરવું પડશે. એમ કરતાં આખો દિવસ અને આખું આયુષ્ય જતું રહે. ઘી જેવી વસ્તુને કોઈ ઢોળી નાખતું નથી તેમ અમૂલ્ય મનુષ્યભવ વૃથા વહી જાય છે તેની ખાસ કાળજી રાખવા યોગ્ય છે. (૩) જામિનગીરીમાં પણ ખોટી ઉદારતા સેવે, અને કહે કે કોઈ બચતો હોય તો સહી કરવામાં શું વાંઘો છે. પણ પોતાની શક્તિ વિચારતો નથી કે જવાબદારી માથે રાખી તો કોઈવાર પૈસા પણ ભરવા પડશે અને જ્યારે તે ભરવાનો પ્રસંગ આવે ત્યારે પોતાની ભૂલ સમજાય અને મૂંઝવણમાં આવી પડે છે. (૪) તેમજ ઘર્મની બાબતમાં પણ “આમ કરવાથી આમ થશે અને આમ ન થાય તો મને કહેજો.” એમ જવાબદારી લેવી એ ગંભીર વસ્તુ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે આ પુરુષની-કૃપાળુદેવની જવાબદારી લઈએ છીએ, વીમો ઉતારીએ છીએ પણ આ સાચી વસ્તુ છે તેથી જોખમ માથે રાખીએ છીએ. જો સાચ ન હોય તો મહાગંભીર જોખમ છે, જેવી તેવી વસ્તુ નથી. કૂવામાં હોય તો હવાડામાં આવે, તેમ પ્રથમ ઘર્મ સંચય કરવાની જરૂર છે, પ્રથમ છાનામાના કામ કરી લેવાની જરૂર છે; ડાહ્યા થવામાં માલ નથી. જેમાં ૬૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આત્માનું કંઈ હિત થતું ન હોય તે ખોટી ઉદારતા છે માટે એવી ખોટી ઉદારતા સેવું નહીં. “પેદાશના પ્રમાણમાં ખર્ચ કરવું. પેદાશના ચાર વિભાગ કરવા. એક ભાગ ઘરમાં રાખવો, બીજો ભાગ વેપારમાં રોકવો, ત્રીજો ભાગ પોતાના તથા કુટુંબના ખાવા પીવામાં અને વસ્ત્રાદિકમાં વાપરવો, ચોથો ભાગ ઘર્મકાર્યમાં વાપરવો. એ પ્રમાણે પેદાશનો વ્યય કરવો. જો પેદાશ ઓછી હોય તો, દશમો ભાગ અથવા શક્તિ મુજબ દ્રવ્ય ઘર્મ નિમિત્તે અવશ્ય વાપરવું. મહા મહેનતે ઉદર પોષણ થતું હોય તો મન કોમળ રાખી ઘર્મકાર્યમાં દ્રવ્ય વાપરનારની અનુમોદના કરવી.” -શ્રી જૈન હિતોપદેશમાંથી. ૧૩૧. કૃપણ થાઉં નહીં. “ખોટી ઉદારતા સેવું નહીં અને કૃપણ પણ થાઉં નહીં.” એ સ્યાદ્વાદનાં વાક્યો છે. કૃપણતા એ અત્યંત લોભ કે મૂર્છાને લઈને છે. તીવ્ર મમતા હોય તો લોભ છૂટે નહીં. શાસ્ત્રમાં મમ્મણશેઠની વાત કૃપણતા માટે પ્રસિદ્ધ છે. | મમ્મણશેઠનું દ્રષ્ટાંત - મમ્મણશેઠ ઘણો પૈસાદાર હતો. એણે સોનાના બે બળદ બનાવ્યા હતા. એક દિવસે રાત્રે નદીમાં પૂર આવ્યું. તે વખતે ચેલણા રાણી મોડી રાત્રે કોઈ કારણે ઝરૂખામાં ગઈ. ત્યાં તેણે વીજળીના ઝબકારામાં એક માણસને નદીમાં લાકડાં ખેંચતા જોયો. રાણીને બહુ દયા આવી. તેથી રાજાને કહ્યું કે તમારા રાજ્યમાં માણસો બહુ ગરીબ લાગે છે. આટલી મોડી રાત્રે નદીમાં પૂર આવેલું છતાં લાકડાં ખેંચતાં મેં એક માણસને દીઠો. રાજાએ માણસને મોકલી તપાસ કરાવી કે એ કોણ છે? ખબર મળી કે એ મમ્મણશેઠ હતા. સવારમાં શ્રેણિકરાજાએ મમ્મણશેઠને બોલાવ્યા ને પૂછ્યું કે રાત્રે તમે નદી પર હતા? તેમણે હા પાડી અને કહ્યું કે નદીમાં પૂર આવે ત્યારે તેમાં ચંદનના લાકડાં તણાઈ આવે છે તે લેવા માટે જવું પડ્યું હતું. કંજૂસ હોવાથી જાતે મજૂરી કરે, મજૂરને ન રાખે. પછી શેઠે પોતાને ત્યાં રાજાને પધારવા વિનંતી કરી. રાજા અને ચલણા રાણી બેઉ ગયા. તેમને સોનાના બળદ બતાવ્યો. પછી રાજાએ ચેલણાને કહ્યું કે રાત્રે દીઠેલા આ માણસને ત્યાં તો આ સોનાના બે બળદ છે. છતાં જાતે લાકડાં લેવા કેમ ગયો? પછી રાજાએ મમ્મણને પૂછ્યું – “તમારી પાસે આટલું ઘન છે અને હજી કેમ આટલી મહેનત કરો છો? તેણે કહ્યું કે આ બળદનું હજી એક શીંગડું રત્નથી જડવાનું બાકી છે તેથી ગયો હતો. શેઠની આવી તૃષ્ણા જોઈ રાજા રાણી આશ્ચર્ય પામ્યા. આવો લોભ જન્મમરણ વઘારનાર છે. (ઉ.ભા.ભા.રના આધારે) “જન્મ, જરા, મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતાં જવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૫૫) કૃપણ હોય તે લોકલાજથી એટલે લોકમાં ખોટું દેખાશે તો પણ લોભ છોડતો નથી. કોઈ બીજો ખર્ચે તો પણ એને ન ગમે. કર્મને આધીન ભાવ એવા હોય છે કે તેનાથી ઉદારતાનું અનુમોદન પણ ન થાય. બીજાના ગુણ જોઈને રાજી થવું જોઈએ એના બદલે ઊલટું થાય. તે જ પ્રમાણે જ્ઞાનની બાબતમાં પણ છે. કોઈને શીખવવામાં કે કોઈને કહેવામાં કૃપણતા કરે તો તેનું જ્ઞાન કટાઈ જાય. જ્ઞાનદાન આપવાથી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. કૃપણતા માટે પ્રભુશ્રીજી કપિલાદાસીનું દ્રષ્ટાંત આપતાં. કપિલાદાસીનું દૃષ્ટાંત - શ્રેણિક રાજાએ ભગવાન પાસે સાંભળ્યું કે પોતે નરકનું આયુષ્ય બાંધ્યું છે તેથી નરકે જવું પડશે. ત્યારે મહાવીર ભગવાનને શ્રેણિકે કહ્યું કે આપના જેવા ગુરુ મળ્યા પછી ૬૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ મમણશેઠ unin h D 9 | | 17 Aિ ] 9 | | | 0 0 0 0 0 0 0 @ A ધિ ALL મમ્મણોઠ ની ચીદા શાણિકનો વાર્તાલાપ નદીના પૂરમાં રાત્રે ચંદનના લાકડા બહાર કાઢ઼ી મમ્મણશેઠ . મમ્મણશેઠના ઘરે શ્રેણિક તથા ચેલના રાણીનું આગમન 3 Page #89 -------------------------------------------------------------------------- ________________ સાનો માનતિ મારે નરકે જવું પડે એ કેમ બને? મને કોઈ ઉપાય બતાવો જેથી મારી નરકગતિ ટળી જાય. ત્યારે ભગવાને કહ્યું તે ફરે એમ નથી. તેમ છતાં શ્રેણિકના આગ્રહથી ભગવાને ચાર વસ્તુ કહી કે આટલું કરે તો નરકનું આયુષ્ય ફરે. (૧) કપિલાદાસી કોઈને દાન આપે તો. (૨) કાલસૌકરિક કસાઈ રોજ ૫૦૦ પાડા મારે છે તે એક દિવસ મારતો અટકે તો. (૩) પૂન્નીયા શ્રાવકની એક સામાયિક નું ખરીદી લે તો. અને (૪) નું કોઈ વ્રત પાળે તો. આ ચારેય વસ્તુઓ અશક્ય જેવી હતી છતાં રાજાએ કહ્યું હું ચારે વસ્તુઓ મેળવી લઈશ. (૧) રાજાએ આજે બોર ન ખાવું એવું વ્રત લીધું. ઘેર ગયો ત્યાં એક દેવ રાજાને મળવા આવ્યો તેણે સુંદર બોર રાજાને આપ્યું. રાજાએ દીઠું અને ચાખી જોયું. પછી સાંભર્યું કે મેં તો વ્રત લીધું હતું. (૨) કસાઈએ એક દિવસ પણ પાડા ન મારવાનું માન્યું નહીં. તેથી તેને એક દિવસ કૂવામાં ઊંઘો લટકાવ્યો ત્યાં પણ કસાઈનો હાથ પાણીમાં પહોંચતો હોવાથી પાણી વડે કૂવાની ભીંત ભાવથી ૫૦૦ પાડા ચીતરીને પણ માર્યા. રોજનું કામ કરતો હતો તે ભાવથી અહીં પણ કર્યું. (૩) પૂણીયા શ્રાવકને રાજાએ જઈને કહ્યું કે તમારી એક સામાયિક મને આપો. તેના બદલે જોઈએ તો આખું રાજ લો પણ એક સામાયિક આપો. ત્યારે પૂણીયા શ્રાવકે કહ્યું : સામાયિક એ તો સમતાભાવ છે. તે વસ્તુ કંઈ અપાય લેવાય એવી નથી. એ તો ભક્તના ભાવ છે. (૪) પછી કપિલાદાસીને કહ્યું કે ઘન અમારું પણ હું તેનું દાન આપ. ત્યારે દાસી કહે – મરી જાઉં તો પણ ન આપું. પછી રાજાએ તેના હાથે ચાટવા બાંધ્યા અને નોકરે હાથ ઝાલીને દાન આપવા માંડ્યું, ત્યારે દાસી કહે – આ તો રાજાનો ચાટવો દાન આપે છે, હું નથી આપતી. અહો જીવોના કેવા ભાવ હોય છે! પછી ભગવાન પાસે જઈને શ્રેણિકે કહ્યું કે -(૧) મારાથી વ્રત ન પળાયું, (૨) સામાયિક ન ખરીદી શક્યો. પણ તમે એક કામ કરવા કહ્યું હતું પણ તેમાંથી મેં બે કામ કર્યા છે. ત્યારે ભગવાને કહ્યું : તેં એકે કામ કર્યું નથી. કસાઈએ ભાવથી પાડા દોરીને પણ માર્યો છે અને કપિલાએ દાન નથી આપ્યું. “શ્રેણિકનો ચાટવો દાન આપે છે” એમ તે દાસી કહેતી હતી માટે કદી કૃપણ થાઉં નહીં. અંતરાયકર્મની પૂજામાં પણ આવે છે કે – ‘કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને ફૈ શ્રેણિકને દરબાર.” ૧૩૨. આજીવિકા સિવાય કોઈમાં માયા કરું નહીં. આજીવિકા માટે માયા કરવી પડતી હોય તો તે પણ દોષ છે એમ જાણીને, તે કરતાં મન જો પાછું પડતું હોય તો તે દોષ મોટા પુરુષોએ ક્ષમ્ય ગણ્યો છે, કારણ છૂટકો નથી; પણ આજીવિકાનું સાધન થયા પછી બીજા કોઈ કામમાં માયા ન કરતો હોય તો. આજીવિકાનો પ્રશ્ન જીવને ઘણો મૂંઝવે તેવો છે. શૂરવીરો આજીવિકા માટે માયા ન કરે, પણ કીર્તિ વગેરે માટે માયા કરે તો તેનો પાર ન આવે; તે છૂટવાનો માર્ગ નથી. ઘણા જીવો કીર્તિ વગેરેને માટે માયામાં વર્તે છે. પોતાનું સ્વરૂપ ભૂલી બીજામાં સુખ માને છે અને તેના માટે માયા કર્યા કરે છે તે યોગ્ય નથી. “ત્યાપારીએ સર્વત્ર વિક્રય નિમિત્તે પારકા ગ્રાહક વાળવામાં, નામા વિપરીત લખવામાં કે લાંચ લેવાદેવા વગેરેમાં માયા-કપટ કે પરપંચના કરવી નહીં. કાચું છે કે, “જે પ્રાણી વિવિધ ઉપાયવર્ઝ માયા રચી બીજાને છેતરે છે તે મહામોહનો મિત્ર, સ્વર્ગ તથા મોક્ષના સુખથી પોતાના આત્માને જ છેતરે છે.'' પ્રાયે કરીને માયા-કપટ રહિતપણે કાપડ, સૂતર અને સોના રૂપા વગેરેનો વ્યાપાર કરવો અર્થાત્ જેમાં અલ્પ પાપ થાય તે વ્યાપાર કરવો. ૬૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અહીં કોઈ શંકા કરે કે “સાધારણ સ્થિતિવાળા વ્યાપારીને માયા-કપટ કર્યા વિના કેવળ શુદ્ધ વ્યાપારથી નિર્વાહ શી રીતે થાય? ઉત્તરમાં કહેવાનું કે ઘણાં કૂડકપટથી જે દ્રવ્ય ઉપાર્જન કર્યું હોય તે વર્ષ પછી અંતે રાજા, ચોર, અગ્નિ, જળ કે રાજદંડ વગેરેથી હણાઈ જાય છે, ચિરકાળ સ્થાયી રહેતું નથી. તે થોડો કાળ રહે તો પણ દેહના ઉપભોગમાં કે ઘર્મકાર્યમાં વાપરવામાં ઉપયોગી થતું નથી. અન્યાયથી મેળવેલું ઘન દશ વર્ષ સુધી રહે છે. જ્યારે અગિયારમું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે સમૂળગું તે નાશ પામે છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.રના આધારે. ૧૩૩. આજીવિકા માટે ઘર્મ બોવું નહીં. ઘર્મ એ ઉત્તમ વસ્તુ છે અને આજીવિકા માટે ઘર્મ બોઘે તો તેની કિંમત આજીવિકા જેટલી જ થઈ. મુનિઓ પણ આહાર લેવા જાય ત્યારે બોઘ ન દે. જો તે વખતે બોઘ દે તો તે નિર્દોષ આહાર ન કહેવાય. સામાન્ય રીતે કોઈ કહે કે કૃપા કરી ઉપદેશ આપો તો કહે ઉપાશ્રયે આવજો. દિગંબરો તો મૌન જ રહે છે. પણ કોઈ ખાસ નિમિત્ત બને તો જ બોઘ દે. નહિં તો માણભટ્ટ માણ એટલે ગાગર વગાડીને કથા કરે તે આજીવિકા માટે છે તેવું થાય. ઘર્મરૂપે અસર થવાનું કારણ તો જેટલા પ્રમાણમાં લોકો તેનામાં નિસ્પૃહતા જુએ તેટલી જ ઘર્મબોઘની અસર થાય છે. કંઈ પણ આશા કે ઇચ્છા ઉપદેશ આપીને મેળવવાની હોય તો તે દોષ છે. વાઘરી જેવા લોકો સારંગી કે એકતારીયું વગાડી ભર્તુહરીનું વૈરાગ્યથી ભરપૂર કાવ્ય ગાય અને લોકોને ગવડાવે; પણ ગાનાર અને ગવડાવનારમાં કોઈ જાતનો વૈરાગ્યનો અંશ પણ મળે નહીં. ગાયન સાથે વાજાં વગાડી ઇન્દ્રિયો પોષે અને માને ઘર્મ. પણ ઘર્મ એ તો આત્માને ઉન્નત કરવાનું અપૂર્વ સાઘન છે. એવી ઘર્મચર્ચામાં નિસ્પૃહતાની અત્યંત જરૂર છે. તેથી આજીવિકા માટે ઘર્મ બોધું નહીં. ૧૩૪. વખતનો અનુપયોગ કરું નહીં. મનુષ્યભવનું આયુષ્ય વિશેષ કિંમતી છે. જેમ કોઈ પાઈ જેવી નજીવી કિંમતની વસ્તુ પણ નાખી દેતું નથી, તેમ પળ પણ નકામી ગુમાવવા જેવી નથી. પોતાના આત્મઉપયોગમાં રહેવા માટેનો આ ઉપદેશ છે. ઉપયોગ ચુકાય તેટલો વખત નકામો જાય છે. કૃપાળુદેવે પત્રાંક ૩૭માં કહ્યું કે- “ઉપયોગ એ જ સાઘના છે.”દુરુપયોગને અહીં અનુપયોગ કહ્યો નથી. દુરુપયોગ એટલે ખોટો ઉપયોગ અને અનુપયોગ એટલે આત્માના ઉપયોગમાં – સ્વરૂપમાં લક્ષ નથી તે. આત્માનો ઉપયોગ શુભ કે અશુભમાં પ્રવર્તે છે તેને હવે અશુભમાંથી છોડાવી શુદ્ધના લક્ષપૂર્વક શુભમાં પ્રવર્તાવવાનો આ વાક્યમાં ઉપદેશ છે. માટે મનુષ્યભવના મળેલ અમૂલ્ય વખતને આત્માના લક્ષપૂર્વક સદેવ વાપરું; પણ વખતનો અનુપયોગ કરું નહીં. ૧૩૫. નિયમ વગર કૃત લેવું નહીં. કૃત એટલે પહેલાં કે હમણાં કરેલાનું ફળ. કરેલા કાર્યનું ફળ ભોગવવામાં પણ નિયમ રાખું. જેમકે વઘારે રંધાયુ હોય તો હમણાં જ ખાઈ લઈએ, સાંજે નહીં ખાઈશું એમ કરે તે નિયમ વગર છે; અર્થાત્ નિયમ વિરુદ્ધ છે. આ વાક્યમાં નિયમિત જીવન કરવા માટે પ્રેરણા કરી છે. ખાવાપીવા વગેરેનો નિયમ ન હોવાથી ઇન્દ્રિયોને વશ થઈ જવાય છે, લોકોના આગ્રહને વશ થઈ જવાય છે અને પ્રમાદની વૃદ્ધિ થાય છે. જેનું વર્તન નિયમિત ન હોય તેને વારેઘડીએ નિર્ણય કરવો પડે કે હવે શું કરવું? પણ જે નિયમિત હોય તેને તેનો વિચાર વારંવાર કરવો પડતો નથી. તેણે જે એકવાર નક્કી કરી રાખેલું હોય તેમજ કરે છે. એક ૬૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ડોશીમા રૂની પૂણીઓ કાંતતી હતી. તેણે રૂનું ગાડું જોયું અને ગભરાટમાં પડી ગઈ કે આટલું બધું રૂ હું ક્યારે કાંતી રહીશ? જેનું જીવન નિયમિત ન હોય તેને આવી ચિંતા થાય. જ્યારે નિયમમાં દૃઢ રહેવાથી તો મહાપુરુષો બીજાને આશ્ચર્ય ઉપજાવે એવા અદ્ભુત કાર્યો કરી ગયા છે. જેમ વરસાદ ટીપે ટીપે કરી આવે છે, પણ ચોમાસામાં તે કેટલો બધો વરસે છે? એટલા બધા પાણીના ટીપાં કરવા કોઈ કહે તો કંટાળી જવાય! તેમ કૃપાળુદેવે ૩૩ વર્ષની ઉંમરમાં કેટલા બધા અદ્ભુત કામો કર્યા છે! કેટલું લખ્યું અને કેટલા વિચાર કર્યા, કેટલા અવધાનો કર્યા અને કેટલીય યોજનાઓ તો હ્રદયમાં જ રહી ગઈ! કોઈ કૃપાળુદેવના પુસ્તકની નક્લ કરવા કહે તો આટલાં મોટાં પુસ્તકની ક્યારે નકલ પૂરી થાય. પણ નિયમથી કરેલ વિકટ કાર્ય પણ સુગમ થઈ જાય છે. ૧૩૬. પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. વ્રતની પ્રતિજ્ઞા લેતાં પહેલાં પોતાની શક્તિનો પૂરેપૂરો વિચાર કરીને વ્રત લેવું જોઈએ. લીઘા પછી “ધર્મ અર્થે ઇહાં પ્રાણનેજી, છાંડે પણ નહીં થર્મ; પ્રાણ અર્થે સંકટ પડેજી, જુઓ એ દૃષ્ટિનો મર્મ.’” .આઠ યોગ દૃષ્ટિની અજાય એમ પાળવું જોઈએ. પ્રતિજ્ઞા શા માટે છે? આત્માને વ્રતમાં વૃઢ રાખવા માટે અને શિધિલતા તજવા માટે નિયમ છે. પણ જો નિયમ લઈને તોડે, ફરી ફરી લઈને તોડે તો આત્મા બળવાન બનવાને બદલે નિર્બળ થાય છે. ઊલટો નિર્બળતાનો અભ્યાસ એનાથી થાય છે. ફરી કોઈ પોતાને નવો નિયમ લેવો હોય તો એના મનમાં ડર રહ્યા કરે કે તે પળાશે કે નહીં. પૂ. પ્રભુશ્રીજી ભાર દઈને કહેતા કે બ્રહ્મચર્ય વ્રત તોડતાં પહેલાં એક હાથમાં કટાર લઈને મરી જવું અથવા ઝેરનો પ્યાલો પી જવો; પણ વ્રત ભંગ કરવું નહીં. કેટલાક આવું આકરું પ્રતિજ્ઞાનું સ્વરૂપ જાણીને એમને એમ વ્રત પાળે છે, પણ પ્રતિજ્ઞા લેતાં નથી. પણ મોક્ષમાળામાં પ્રત્યાખ્યાનના પાઠમાં કૃપાળુદેવે આનો ખુલાસો આપ્યો છે કે જેમ ઘરના બારણા ઉઘાડા હોય તો કૂતરા પેસી જવાનો સંભવ રહે પણ વાસી દીઘા હોય તો એ સંબંધી ફિકર રહે નહીં. તેમ પ્રતિજ્ઞા કરી નિર્ણય કરી દીઘો હોય કે મારે એમ નથી જ કરવું તો પછી તે સંબંધી સંકલ્પ વિકલ્પ રહે નહીં. જો પચખાણ ન લીધું હોય તો ઢીલા થવાનો સંભવ રહે છે. જ્યારે પ્રતિજ્ઞાથી જીવમાં નૃઢતા આવે છે. પ્રતિજ્ઞા પોતાથી પળી શકે તેટલી લેવી જોઈએ, જેથી વિશેષ દૃઢતા આવે છે, જીવ વિશેષ બળવાન બને છે. તરવારનું દૃષ્ટાંત – પ્રભુશ્રી ફરી દૃષ્ટાંત આપતા કે માણસના હાથમાં તરવાર આપે તો મનમાં શૂરવીરતા આવે છે, બળ વધે છે. પણ ઉંઘાડી તરવારને મૂઠથી પકડવાને બદલે જો અન્નીએથી પકડે તો હાથ કાપી નાખે. તેમ વ્રત ન પળે તો આજ્ઞાભંગનો વધારાનો દોષ લાગે. જેણે વ્રત નથી લીધું તેને જે એ પાપ કરતો હોય તેનો જ દોષ લાગે, પણ વ્રત લઈને ભાંગે તેને તો બે દોષ લાગે. એક પાપ કરતો હોય તે અને બીજો પ્રતિજ્ઞા ભંગનો દોષ. જેમકે કોઈએ એકાસણાનું વ્રત લીધું હોય અને કોઈએ ઉપવાસનું લીધું હોય. એકાસણામાં ધરાઈને ખાય તો પણ એને ધર્મ થાય છે અને ઉપવાસ કર્યો હોય તે મોંમાં એક દાણો પણ નાખે તો પાપ લાગે પાપી કહેવાય, જ્યારે એકાસણાવાળો ઘર્માત્મા કહેવાય. પ્રતિજ્ઞા લઈને ન પાળે તેની આ વાત છે. પાળે તેને તો વિશેષ લાભ થાય જ છે. માટે પ્રતિજ્ઞા વ્રત લઈને કદી તોડું નહીં. ૬૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૩૭. સત્ય વસ્તુનું ખંડન કરું નહીં. સત્ય વસ્તુને સ્વીકારવાથી સમ્યત્વનું કારણ થાય. તે જીવ સંસાર સમુદ્ર પણ તરી જાય. પણ કુતર્કને વશ થઈ સત્ય વસ્તુનું ખંડન કરે તો તે જીવ અનંત સંસાર વઘારે છે, મિથ્યાત્વને પોષે છે. પરમકૃપાળુદેવ કહે છે કે તર્કથી જૈનધર્મનું કહો તો ખંડન કરી દેખાડું, પણ બુદ્ધિને એમ વાપરવામાં આત્માનું હિત નથી. “સત્યને તો સત્ય જ રહેવા દઉં, પોતાની અશક્યતા છપાઉં નહીં.” જીવને એવી ટેવ છે કે પોતાની અશક્તિ કે પોતાનું વર્તન છુપાવવા ગમે તેમ કરે. પણ તેમ કરવામાં જો સત્યનો લોપ થતો હોય તો પછી સત્યની સન્મુખ થતાં તેને બહુ વાર લાગે. તે જીવ દુર્લભબોથીપણું પામે. જેથી ફરી બોઘ આત્મામાં પરિણમતા ઘણો મુશ્કેલ થઈ પડે છે. એ વિષે પ્રભુશ્રીએ સાવદ્યાચાર્યનું દ્રષ્ટાંત કહેલું કે જેમણે તીર્થકર ગોત્ર બાંધેલું તે પણ સત્યનું ખંડન કરવાથી નાશ પામ્યું. માટે સત્ય વસ્તુનું કદી ખંડન કરું નહીં. સાવદ્યાચાર્યનું દ્રષ્ટાંત – સત્ય વસ્તુનું ખંડન કરવા માટે મિથ્યા વચન બોલવાનું કેવું ફળ આવે તે વિષે શ્રી વીર પ્રભુ ગૌતમ સ્વામીને દ્રષ્ટાંત સહિત કહેવા લાગ્યા કે હે ગૌતમ! પૂર્વે અનંતકાળ પહેલાં જે અનંતી ચોવીશીઓ થઈ તેમાં મારા જેવા ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થકર થયા હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્ય થયા હતા. તેમાંના અસંયતિ પૂજારૂપ એટલે અસંયમીઓ પૂજાય એવા એક આશ્ચર્યમાં અનેક અસંયમીઓ (વેષઘારી સાધુઓ), શ્રાવક પાસેથી દ્રવ્ય લઈ પોતપોતાના કરાવેલા ચૈત્ય એટલે મંદિર પાસે વસતા હતા. અને તેના માલિકપણે વર્તીને આનંદ માનતા હતા. તે મંદિરો અસંયમીઓએ પોતાના ઉપદેશથી કરાવી માલિકપણે વર્તવાથી તે સાવદ્ય કહેવાય છે. ત્યાં કુવલયપ્રભ નામે એક તપસ્વી મુનિ આવ્યા. તેમને પેલા ચૈત્યવાસી મુનિઓએ કહ્યું – ‘તમે અહીં ચાતુર્માસ રહો, જેથી તમારા ઉપદેશ વડે અનેક ચૈત્યો થશે.' તેમણે કહ્યું – “અહીં જે જિનાલયો છે તે બઘા સાવદ્ય છે; તેથી સાવદ્ય કાર્યને માટે હું ઉપદેશ કરીશ નહીં.” આવું દ્રઢતાપૂર્વક સત્ય વચન કહેવાથી તેમણે જિનનામકર્મ ઉપાર્જન કર્યું. વેષઘારી પણ ચૈત્યવાસી મુનિઓએ તેમનું નામ જ સાવદ્યાચાર્ય પાડી દીધું. તો પણ તેમને ક્રોઘ થયો નહીં. મુનિઓએ “ચૈત્યાદિ કરાવવામાં મહાલાભ છે'. એમ કહેવું પણ “આ ચૈત્ય, ઉપાશ્રય કે ઊનું પાણી તમે કરો.” એમ કહેવું નહીં. ચૈત્યાદિના લાભનો ઉપદેશ કરવો; પણ આદેશ કરવો નહીં. આ પ્રમાણે સાધુઓએ વિવેક રાખવો. એક વખત પેલા વેષઘારી મુનિઓ વચ્ચે શાસ્ત્ર સંબંધી વિવાદ થયો. કોઈ બોલ્યા કે “જો ગૃહસ્થનો અભાવ હોય તો સાધુ ચૈત્યની રક્ષા કરે, ચૈત્યને સમારે, તે સંબંઘી બીજો પણ આરંભ કરે, તો પણ સાધુને દોષ લાગે નહીં. કોઈ બોલ્યા કે “સંયમ જ મોક્ષે લઈ જનાર છે, માટે મુનિઓએ બીજું કાંઈ કરવું નહીં, કેટલાક બોલ્યા કે “ચૈત્યપૂજા પણ મોક્ષે લઈ જનાર છે માટે કરવી.' તેમનો વિવાદ મટ્યો નહીં તેથી સર્વે કુવલયપ્રભસૂરિ પાસે આવ્યા. તેમણે મુનિનો સત્ય આચાર હતો તે કહી બતાવ્યો. એક વખત કોઈ સાધ્વીએ તે આચાર્યને પગમાં શ્રદ્ધાથી મસ્તક મૂકી પગને સ્પર્શ કરી વંદના કરી. સૂરિએ સાધ્વીનો સ્પર્શ થતાં પણ પગ સંકોચ્યો નહીં. તે લિંગઘારીઓએ નજરોનજર જોયું. એકવાર મહાનિશીથ સૂત્રમાં એવી ગાથા આવી કે નિરાગી સાધુ પણ કોઈ કારણે સ્ત્રીનો સ્પર્શ કરે તો તેના ૬૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મૂળગુણની હાનિ થાય છે. હવે એ ગાથાનો સત્ય અર્થ કરતાં વેષઘારીઓ કંઈ બીજું કહેશે તો પણ મારે એનો અર્થ યથાર્થ જ કહેવો એમ સૂરિએ વિચાર્યું. કેમકે અન્યથા કહું તો મહાદોષ લાગે. તેથી સૂરિએ સત્ય અર્થ કહ્યો. તે સાંભળી પેલા લિંગથારીઓએ સૂરિને સાધ્વી વંદન કરતા પગે અડેલ તે જોયેલું તે વૃતાંત કહીને આચાર્યને કહ્યું – ‘ત્યારે તો તું પણ મૂળગુણ હીન સાધુ જ છે.' તે વખતે અપકીર્તિના ભયથી સૂરિ બોલ્યા - અયોગ્યને ઉપદેશ આપવો જ યોગ્ય નથી. ત્યારે ફરી વેષઘારીઓએ કહ્યું – “તું જ મિથ્યાભાષી છે, માટે અમારા દ્રષ્ટિમાર્ગથી દૂર થા.” તે વખતે પોતાના માનના રક્ષણ અર્થે સાથ્વીના પગે અડવા સંબંધી એમ કહ્યું કે ભગવાનના સ્યાદ્વાદ મતમાં ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ એમ બે માર્ગ છે. તે તમે જાણતા નથી. કહ્યું છે કે એકાંતવાદ તે મિથ્યાત્વ છે અને અનેકાંતવાદ તે સ્યાદ્વાદ માર્ગ છે. લિંગઘારીઓએ તે વચન માન્ય કર્યું. પણ સત્ય વસ્તુનું ખંડન કરી મિથ્યા વચન બોલવાથી લાગેલું પાપ આલોચ્યા વિના તે સૂરિ મૃત્યુ પામી વ્યંતર થયા અને ઉપાર્જન કરેલ તીર્થંકર નામ કર્મના દળીયા પણ નાશ પામી ગયા. ઉસૂત્ર પ્રરૂપણાનું આવું ભયંકર ફળ આવે છે. પછી સાતમી નરકમાં બે વાર જઈ આવી બીજા અનેક ભવોમાં અનંતકાળ ભમી પાર્શ્વનાથ પ્રભુના સમયે સિદ્ધિપદને પામ્યા. જેમ સાવદ્યાચાર્યે પોતાના પગે સ્ત્રી અડવારૂપ હીન આચારનો દોષ ગોપવવા માટે જિનાગમની અનેક યુક્તિઓ લઈ પોતાનું પાપ ગોપવ્યું અને ગુણ પ્રગટ કર્યો તેમ કોઈ માયાવી, સત્ય વસ્તુનું ખંડન કરશે તે સાવદ્યાચાર્યની જેમ અનંત સંસારની વૃદ્ધિને પામશે. -ઉ.પ્રા.ભા.ભાગ-૩ના આધારે, ૧૩૮. તત્ત્વજ્ઞાનમાં શંકિત થાઉં નહીં. સાત સત્ત્વ, છ પદ, નવ પદાર્થ, જીવાજીવાદિ જે તત્ત્વ છે એમાં શંકા થાય તે મિથ્યાત્વના ઉદયથી થાય છે. સત્પરુષના બોઘે, વિચાર કરીને કે સત્પરુષની શ્રદ્ધા કરીને પણ મૂળ વસ્તુ તો જેમ છે તેમ માનવી. સમજવા માટે “આત્મા છે કે નથી”, એવી ચર્ચા કરવી તેમાં બાધ નથી. પણ તે વિષે અંતરંગમાં શંકા રાખવી, ઢચુપચું રહેવું, તે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. તે મિથ્યાત્વને હૃદયમાં સ્થાન આપવા યોગ્ય નથી, એમ આ વાક્યમાં કહેવું છે. કેમકે તત્ત્વજ્ઞાનમાં અને જેને જ્ઞાન થયું છે એવા તત્ત્વજ્ઞાનીમાં શંકા રાખવાથી સાચી શ્રદ્ધાથી પડી જવાય છે. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો તે જ જીવ ખરેખર ભ્રષ્ટ છે માટે ભગવાને કહેલા તત્ત્વજ્ઞાનમાં કદી શંકિત થાઉં નહીં. ૧૩૯. તત્ત્વ આરાઘતા લોકનિંદાથી ડરું નહીં. મહાપુણ્યના યોગે જીવને તત્ત્વ સમજવાનું અને આરાઘવાનું મળે છે. વસ્તુ જો સમજાઈ ગઈ તો પછી લોકલાજથી કે લોકનિંદાના ડરથી જો તત્ત્વ આરાધે નહીં તો તે સમજ્યો ન સમજ્યો બરાબર છે. કોઈક દેખશે તો શું કહેશે એવા ડરથી જો તત્ત્વને આરાઘે નહીં તો મનુષ્યભવ એળે જતો રહે. પરમકૃપાળુદેવ આ વિષે જણાવે છે – “અનંતકાળથી જીવને અસતુ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંઘી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસતુ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંથી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે, તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ૬૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ક્વચિત્ સન્ના અંશો પર આવરણ આવે છે. સત્ સંબંઘી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોકસમુદાયમાં તિરસ્કાર નથી, જેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિષે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો; તો પરમાર્થને વિષે દ્રઢતા થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૮) માટે, મનુષ્યભવને સફળ કરવા આત્માર્થે તત્ત્વ આરાઘતાં લોકનિંદાથી ડરું નહીં. ૧૪૦. તત્ત્વ આપતાં માયા કરું નહીં. પહેલાંના જમાનામાં ઘણા શાસ્ત્રો શીખવાડવામાં આવતા. તેમાં શીખવનાર (આત્મજ્ઞાની નહીં પણ સાધારણ ગુરુઓ) કોઈક ગુરુગમ બાકી રાખતા કારણકે તે પોતાના જેટલો સરખો ન થઈ જાય માટે થોડું બાકી રાખતા; પણ પ્રભુશ્રી કહેતા કે કોઈ યોગ્ય જીવ હોય, તત્ત્વનો ભૂખ્યો હોય તો અમે બોલાવીને આપી દઈએ. સાચું જ્ઞાન જેને પ્રાપ્ત થાય તેનો એવો ભાવ હોય છે કે સર્વ જીવ સત્વને પામો. માટે કહે છે કે કોઈ માઘવ લો, માઘવ લો; ગ્રાહક થાઓ તો આપી દઈએ. સમ્યક્દર્શન નથી હોતું ત્યાં સુધી સંસારી જીવ જ્ઞાનને (પુસ્તકજ્ઞાનને) ઘનની પેઠે ગણે છે અને શાસ્ત્ર હોય તો પણ કોઈને વાંચવા ન આપે. સમજાવવાનું તો જાદુ પણ દર્શન પણ ન કરાવે. જેમકે ઘવલ, જયઘવલ ગ્રંથના દર્શન કરાવવાના પણ રૂપિયા લે છે. ગ્રંથનું બહુમાનપણું એકાન્ત થઈ જાય છે. જ્ઞાનીને તો સરખી યોગ્યતા હોય તો આમ નથી થતું કે આને કહેવું અને આને ન કહેવું. તે તત્ત્વ આપવામાં કદી માયા કરતા નથી. શ્રી જેસીંગભાઈનું દ્રષ્ટાંત – પ્રભુશ્રીજીને જેસંગભાઈ શેઠે કહ્યું કે, બાપજી અમને કહેવાનું હોય તે કહો. પણ પ્રભુશ્રીજી કહે હજી અમે એમને પણ વાત કરી નથી. કંઈ માયાથી નથી કહ્યું એમ નથી, પણ એ યોગ મળવો જોઈએ ને! યોગ એટલે જ્ઞાનીને એવો ઉદય આવવાથી સહેજે એવા ભાવ થઈ જાય કે એને કંઈ કહીએ. તે ઉદય હોવો જોઈએ અને સામા જીવના પુણ્યનો ઉદય હોય ત્યારે પોતાને માટે ખાસ જાણવા જેવી વસ્તુ હોય તે જ્ઞાની–પુરુષ દ્વારા જણાવાય પણ તેવો યોગ મળવો જોઈએ. પ્રભુશ્રી પછી જેસંગભાઈ શેઠના વખાણ કરતા કે શેઠને વિનય વડે લેતાં આવડ્યું. પ્રથમ જીવને પકડ થાય એમ છે કે નહીં, તે જ્ઞાની જાએ છે; તે ન હોય ત્યાં સુધી એમને ફુરણા પણ થતી નથી. શ્રી સોભાગભાઈનું દ્રષ્ટાંત - સાયેલાવાળા શ્રી સોભાગભાઈના દીકરા મણીલાલ હતા. બધા કહે સોભાગભાઈને ઘેર જ્ઞાની પધાર્યા છે. તેથી મણીલાલને થયું કે આપણે એમની પાસેથી આત્મજ્ઞાન લેવું. પછી સોભાગભાઈને કહ્યું કે કૃપાળુદેવને કહો કે મણીલાલને આત્મજ્ઞાન આપે; નહીં આપે તો હું આપઘાત કરી લઈશ. એમ કહી છરી લઈને ગળે મૂકવા પણ તૈયાર થયા. સોભાગભાઈ તો ગભરાઈ ગયા અને કૃપાળુદેવ પાસે દોડી જઈને કહ્યું કે, “મણીલાલને આત્મજ્ઞાન આપો, નહીં તો એ આપઘાત કરી બેસશે.” ત્યારે કૃપાળુદેવે કહ્યું : “આપઘાત કરે તો કરવા દો, તમને બીજો મણીલાલ આપીશું, પણ અપાત્રને જ્ઞાન નહીં આપીએ. એ આપઘાત કરવાનો નથી એમ પણ કૃપાળુદેવ જાણતા હતા. શ્રી પોપટલાલ મનજીનું દ્રષ્ટાંત - એકવાર પોપટલાલ મનજીને કૃપાળુદેવે કહ્યું : બીજાને લાભ થયો છે તેવો તને થયો નથી. તેણે કહ્યું – “ના, સાહેબજી, મને થયો છે' કૃપાળુદેવનું કામ, પેટી વગેરે ૬૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગામ જાય ત્યારે સાચવે. પોપટલાલના વિનયને લઈને પરમકૃપાળુદેવને થયું કે એને કિંઈ આપું પણ સામાનો ભાવ ન હોય તો ક્યાં મૂકે? કૃપાળુદેવે કહ્યું : “જે લાભ લેવો જોઈતો હતો તે તેં બિલકુલ ન લીઘો. માત્ર પુણ્ય બાંધ્યું. જો કે બીજા લોકો સમાગમમાં જેટલા પ્રમાણમાં આવ્યા તેના પ્રમાણમાં લાભ લીધો છે પણ તેં લીઘો નહીં.” એક મહિનો વવાણિયામાં કૃપાળુદેવ હતાં. ત્યારે આર્યાઓને (સાધ્વીઓને) રોજ એક કલાક સૂયગડાંગ સૂત્ર સંભળાવ્યું હતું. તેથી તેમને લાભ થયો. પોપટલાલ રોજ કૃપાળુદેવ સાથે અપાસરે જતા પણ કંઈ લક્ષ નહીં હોવાથી જે લાભ સાધ્વીઓને એક મહિનામાં થયો તેટલો પણ આટલા સમાગમવાળા પોપટલાલને થયો નહીં. કૃપાળુદેવ પ્રત્યે સામાન્યપણું થઈ ગયું હતું. તેથી મને (પૂ. શ્રી બ્રહ્મચારીજીને) મોહનલાલજી મહારાજે સૌ પ્રથમ જ્યારે પ્રભુશ્રીજીની સેવામાં રહ્યો ત્યારે કહેલું કે પ્રભુશ્રીજીનું બધું સેવાકાર્ય બહુ લક્ષપૂર્વક કરવું, યાદ રાખવું, સામાન્ય ન કરી નાખવું. શ્રી યશોવિજયજીના જીવનચરિત્રમાંથી - શ્રી યશોવિજયજી અને શ્રીનયવિજયજીનું દ્રષ્ટાંત – કાશીમાં યશોવિજયજી અને વિનયવિજયજીએ ત્રણ વર્ષ સુધી એકચિત્તથી અભ્યાસ કરી તેઓ સકળ શાસ્ત્રપારંગત અને ન્યાયના વિષયમાં એક્કા થયા. ગુરુની સેવા બરાબર ઉઠાવવાથી ગુરુએ પણ પ્રસન્ન થઈ સર્વ વિદ્યાઓ શીખવી; પણ એક અપૂર્વ ગ્રંથ તેમની પાસે હતો તે ન શીખવ્યો. ગુરુ આ અદ્ભુત ગ્રંથ કોઈને બતાવતા પણ નહોતા. યશોવિજયજી અને વિનયવિજયજીએ એક વખત કોઈ પ્રકારે એ ગ્રંથ ગુપ્ત રીતે મેળવ્યો. એમાં ૧૨૦૦ શ્લોક હતા. તેમાં એક જ રાતમાં ૭૦૦ શ્લોક યશોવિજયજીએ મુખપાઠ કર્યા ને ૫૦૦ શ્લોક વિનયવિજયજીએ મુખપાઠ કર્યા. ગુરુની રજા વિના તેમ કરેલું હોવાથી તેમના દિલમાં તે કાર્ય ખટકવા લાગ્યું. એ તો ચોરી કહેવાય....એક દિવસ ગુરુનું પ્રસન્ન ચિત્ત જોઈ તેમણે આ ગ્રંથની વાત કાઢી અને ગુરુની માફી માગી. ગુરુએ તેમની જ્ઞાનપીપાસા અને એક જ રાતમાં આખો ગ્રંથ યાદ રાખી લેવાની શક્તિ જોઈ ખુશ થઈને માફી આપી. ૧૪૧. સ્વાર્થને ઘર્મ ભાખું નહીં. જ્યાં બે વસ્તુ ભેગી થતી હોય ત્યાં જે જેટલું હોય તેટલું જ કહેવું અને તેમજ માનવું જોઈએ. જેમકે કોઈ પગાર લઈને નોકરી કરે અને કહે કે હું તો જ્ઞાનીની સેવા કરું છું, અથવા પ્રભુશ્રી વગેરે બધા બેઠા હોય ત્યાં કોઈ ઊભો થઈને પંખો નાખે પણ મનમાં એમ હોય કે પોતાને પણ વા ખવાય, બફાઈ જતો હતો તો એક પંથ દો કાજ થયા, અને તેને માને સેવા. વળી જ્ઞાનીને ત્યાં જતા ઘર્મ થશે અને કોઈક શેઠીયાઓની ઓળખાણ પણ થશે એમ માને, ત્યાં વૃત્તિ છેતરે છે. તેવી જ રીતે કોઈ મોટા વ્યાખ્યાનો આપતો હોય અને પૈસા લેતો હોય, તે કંઈ ઘર્મ ન કહેવાય. સારું બોલે તેથી શું થયું? પણ જ્યાં સમ્યવ્રુષ્ટિ હોય ત્યાં એવી ભૂલ થતી નથી. તે રાગને રાગ જાણે છે અને દોષને દોષ જાણે છે. દોષ થઈ જાય તેને પણ તે યથાર્થ જાણે છે. પણ જ્યાં મિથ્યાત્વ હોય, ત્યાં પોષાતી હોય વૃત્તિ અને તેને માને છે ઘર્મ. લોકો સસાહ ભરે છે જેમાં ખાવાનું અને ગાવાનું મળે અને માને કે અમે ઘર્મ કરીએ છીએ. વિવેક ન હોય ત્યાં ઘર્મની કમાણી થાય છે કે ખોટ જાય છે તેનો વિચાર રહેતો નથી. માટે જ્યાં સ્વાર્થ હોય તેને ઘર્મ માનું નહીં. ૧૪૨. ચારે વર્ગને મંડન કરું. ઘર્મ, અર્થ અને કામ એ ત્રણ ત્રિવર્ગ કહેવાય છે અને મોક્ષ એ અપવર્ગ કહેવાય છે. માટે ચારેય ૬૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વર્ગનું ખંડન કરું અર્થાત્ ઘર્મવડે ચારેયને શણગારું, દીપાવું પણ કલંક લાગે તેમ ન પ્રવતું. ઘર્મ પુરુષાર્થમાં વ્રત નિયમ પાળે ત્યાં પુણ્ય બંઘ થાય છે. મોક્ષ પુરુષાર્થમાં પુણ્ય કરવાનું હોતું નથી. ઘર્મ પુરુષાર્થ કાયમ રાખીને અર્થ પુરુષાર્થ કરવો. કામ પુરુષાર્થમાં ઘર્મ ન ભૂલાય એ પ્રકારે વિષય ભોગમાં પ્રવર્તતા જાગૃત રહેવું. મહત્તા ઘર્મની છે. ઘર્મ મોટી વસ્તુ છે. ન્યાય-નીતિ પ્રમાણે વર્તવું, અન્યાય બંઘ કરવો. પહેલાના ત્રણ પુરુષાર્થ લૌકિક કહેવાય છે. ત્રણેથી જાદો ચોથો મોક્ષ પુરુષાર્થ તે અપવર્ગ કહેવાય છે. “રાજ્ય સદા મુજ એ જ મનોરથ થાર થશે અપવર્ગ ઉતારું.”-શ્રીમદ્ રાજચંદ્ર અપવર્ગ ઉતારું એટલે તું મોક્ષે જનારો મુસાફર થઈશ. મોક્ષ પુરુષાર્થમાં અંતે શુભાશુભ બેય ભાવ ટાળવાના છે. મોક્ષ પુરુષાર્થના બે પ્રકાર છે. (૧) ધ્યાન અને (૨) સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પુણ્ય બંઘાય છે, ધ્યાનમાં કર્મ છૂટે છે, નિર્ભરે છે. સમ્યફષ્ટિને અલ્પ બંઘ હોય પણ તે નહીં જેવો હોય છે.જ્યાં સુઘી ઘાતી કર્મનો ઉદય હોય ત્યાં સુધી ચલ પરિણામ થાય છે, સમ પરિણામ પૂર્ણપણે રહેતા નથી ત્યાં સુઘી અલ્પ બંધ થાય છે. સૂક્ષ્મ લોભ કષાયને લઈને દશમા ગુણસ્થાનક સુધી બંધ થાય છે. પછી કષાય જાય એટલે કર્મની સ્થિતિ અને અનુભાગ પડવાનું બંધ થાય છે. પછી માત્ર કેવળીને મન વચન કાયાના યોગ રહે છે. મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ હોય ત્યાં સુધી ઈર્યા પથિક બંધ હોય છે. તેમાં એક સમયમાં કર્મ આવે, બીજા સમયે ભોગવાઈ જઈ ત્રીજા સમયે તે ખરી જાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થયે તે કેવળી ભગવાન મોક્ષમાં જઈ અનંતસુખમાં બિરાજમાન થાય છે. ૧૪૩. ઘર્મ વડે સ્વાર્થ પેદા કરું નહીં. ઘર્મનું નામ દઈને કમાવવું તે માણસને કલંકરૂપ છે. ગમે તેવી સારી વાત કરે પણ જ્યારે ખબર પડે કે આ તો બધું સ્વાર્થ માટે હતું તો પછી ઘર્મની અસર ન થાય. ઘર્મનું નામ દઈને સ્વાર્થ સાથે એ માયા કપટ છે. લોકોને સારું લાગે તેમ બોલે, લોકોને વિશ્વાસ બેસાડે અને પછી સ્વાર્થ સાથે તે વિશ્વાસઘાત અને પાપ છે. ઘર્મને નામે પાપ કરે તે વિશેષ કર્મ બંઘનું કારણ છે. “अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति; तीर्थ क्षेत्रे कृतं पापं, वज्र लेपो भविष्यति." અન્ય સ્થાનમાં કરેલ પાપ તીર્થ સ્થાનમાં નાશ પામે છે. પણ તીર્થ ક્ષેત્રમાં કરેલ પાપ વજલેપ સમાન થાય છે. તેમ ઘર્મનું નામ લઈ લોકોને વિશ્વાસ બેસાડી કમાવવારૂપ સ્વાર્થ સાથું નહીં. ૧૪૪. ઘર્મ વડે અર્થ પેદા કરું. ઉપરના ૧૪૩માં વાક્યમાં ઘર્મ એટલે આત્મઘર્મ અને આ ૧૪૪માં વાક્યમાં ઘર્મ એટલે ન્યાયનીતિ. એમ બેય ઠેકાણે ઘર્મના અર્થમાં ફેર છે. તેથી આ વાક્યમાં ઘર્મ એટલે ન્યાયનીતિ વડે અર્થ એટલે ઘન પેદા કરું, એમ જણાવ્યું. ૧૪૫. જડતા જોઈને આક્રોશ પામું નહીં. કોઈ માણસને ઘણી કાળજી રાખીને સમજાવતા હોઈએ પણ સમજે નહીં અને દ્વેષ રાખે ત્યારે મનમાં એમ થાય કે કોણ પથરાની સાથે માથું કૂટે, કાળ એવો છે કે મોટી મોટી આશા રાખીને કામ કરવા ૭૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જાય ત્યાં વાંકા ને જડ મનુષ્યો મળે. તે જડ, સ્વાર્થી, વક્ર લોકો સાથે સંબંધ પડે અને ઘારેલું થાય નહીં, નિષ્ફળ જાય. એવા કાળમાં આપણે જનમ્યા છીએ માટે જીવોની જડતા જોઈને આક્રોશ પામવો નહીં અર્થાત્ ઘાંટો પાડીને બોલવું નહીં. કારણ કે આ કાળમાં ભગવાન મહાવીરના શિષ્યો વાંકા અને જડ છે, એમ શાસ્ત્રોમાં જણાવ્યું છે. ધર્મનો ઉદ્યોત કરવાની ભાવના કૃપાળુદેવે કરેલી. તેમાં કયા કયા જીવો મદદ કરી શકે તે પણ જોયેલું. પણ પછી કાળને પોષાય તેવું ન લાગ્યું. જડતા વિશેષ જામેલી જણાઈ. જડતા એટલે જીવ આત્મભાવમાં ન હોય તે તેની જડતા છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો!” વર્તમાનકાળમાં જીવોની આવી કર્માધીન દશા છે. કોઈ ક્રોઘાદિને વશ થઈ આક્રોશ કરે અર્થાત્ ઘાંટો પાડી ઠપકો આપે, ગાળ દે કે આક્ષેપ કરે કે જે સહન ન થાય. છતાં બાવીસ પરિષહમાંનો એક પરિષહ માની સહન કરે અને મનમાં પણ વિક્ષેપ લાવે નહીં, ખોટું લગાડે નહીં તો તે સાચો થયો કહેવાય. ‘અપમાનાદિ તે માને, વિક્ષેપી મન જેમનું; અપમાનાદિ ના લેખે, અક્ષુબ્ધ મન જેમનું.’ -સમાધિશતક માટે વર્તમાનકાળના જીવોની આવી જડતા જોઈને આક્રોશ પામું નહીં, અર્થાત્ દુઃખી થાઉં નહીં. પણ જે થાય તે જોયા કરું. ૧૪૬. ખેદની સ્મૃતિ આણું નહીં. ખેદની સ્મૃતિ થવાથી થાય છે શું? તો કે તે કારણો ફરીથી તાજાં થાય છે. સ્મૃતિ સારી વસ્તુની કરવાની છે. સત્પુરુષોનો યોગ થયો હોય, આપણને કંઈ હિત થયું હોય તેની સ્મૃતિ કરવી. ક્લેશની સ્મૃતિ કરવાથી માત્ર કલેશ જ થાય. વિશેષ જો એવા ભાવ રહે તો વેરનું રૂપ લઈ લે. - કીર્તિઘ૨૨ાજાની રાણીનું દૃષ્ટાંત ખેદથી આર્તધ્યાન કરવાનું ફળ તિર્યંચગતિ. કીર્તિઘર રાજાએ પોતાનો પુત્ર સુકોશલ પંદર દિવસનો થયો ત્યારે દીક્ષા લઈ લીધી. પુત્ર પણ કોઈ સાધુને દેખતાં દીક્ષા લેશે એમ કોઈ જોષીએ કહેલું. તેથી રાણી કોઈ સાધુ ભિક્ષા લેવા માટે આવે તો તેને મહેલના કંપાઉન્ડમાં પણ પેસવા દે નહીં. એક વખત પોતાના પતિ કીર્તિધર રાજા જ મુનિ અવસ્થાએ ત્યાં આવી ચઢ્યા. તેમનું પણ અપમાન કરીને રાણીએ દ૨વાજા બહાર કઢાવી મૂક્યા. ઘાવમાતાએ આ બનાવ મેડા ઉપરથી જોયો અને તેની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ સુકોશલકુમારે પૂછ્યું “તમે કેમ રડો છો? ઘાવમાતાએ તેના પિતાને કાઢી મૂક્યાની વાત કહી. તેથી કુમારે સંસારનું આવું સ્વાર્થમય સ્વરૂપ જાણી પિતા પાસે જઈ દીક્ષા લઈ લીધી. રાણી ખૂબ ખેદ કરવા લાગી કે મારો પતિ તો મારો ન થયો અને પુત્ર પણ મારો ન થયો. એમ વારંવાર ખેદ કરતી આર્તધ્યાનથી મરીને વાઘણ થઈ. પુત્રના ઉપર પ્રેમ હતો તેથી જંગલમાં પહેલા તેને જ ખાધો. ખાતાં ખાતાં તેના સોનાથી જડેલા દાંત જોતાં વાઘણને જાતિસ્મરણ ન જ્ઞાન થયું કે આ તો મારો જ પુત્ર છે. ત્યાં કીર્તિધરમુનિ પણ સુકોશલમુનિની પાસે જ કાઉસગ્ગ કરીને ઊભેલા હતા. કીર્તિઘરમુનિએ જ્ઞાનથી જાણ્યું કે એને જાતિસ્મરણજ્ઞાન થયું છે તેથી કૃપા કરી વાઘણને ઉપદેશ આપ્યો. તેની કૃપાથી વાઘણનો આત્મા શાંત થયો, બોઘ પામ્યો. પછી વાઘણે કોઈ જીવની હિંસા કરી નહીં અને અનશન કરી દેહ ત્યાગીને સ્વર્ગે ગઈ. માટે આવા ખેદમય સંસારની સ્મૃતિ આણું નહીં પણ વિસ્મૃતિ કરવા પ્રયત્ન કરું. ૭૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ (૬ ૧૪૭. મિથ્યાત્વને વિસર્જન કરું. ૧૮ પાપસ્થાનકમાં મોટામાં મોટું અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વ છે. તેને વિસર્જન કરું; અર્થાત્ દૂર કરું. એ મિથ્યાત્વના મુખ્ય પાંચ કારણો છે. (૧) કદાગ્રહ (૨) કુસંગ (૩) સ્વચ્છંદ (૪) વિષયમાં આસક્તિ અને (૫) પ્રમાદ. તે સર્વ મિથ્યાત્વને પોષે છે. જેને મિથ્યાત્વ દૂર કરવું હોય તેણે એના પ્રતિપક્ષી કારણો નીચે પ્રમાણે સેવવાં જોઈએ. જેમકે કદાગ્રહને બદલે સત્ય વસ્તુ માનવામાં હઠ ન જોઈએ. પણ “વાળ્યો વળે જેમ હેમ” એમ જોઈએ. એ બીજી દ્રષ્ટિનું લક્ષણ છે. તેનું કારણ સત્પરુષોનો યોગ અને તેનો આશ્રય છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે “જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે.” (વ.પૃ. ૫૦૪) બીજું કુસંગને દૂર કરવા સત્સંગ સેવવો. “ક્ષત્તિ સન્નનસંક્ટિવા મવતિ માવતર નૌશા”, સ્વચ્છંદને ત્યાગવા સત્પરુષની આજ્ઞા ઉઠાવવી. “બાપા, થમ્યો કાળા તવો” અને આસક્તિને છોડવા વિષયો પ્રત્યે વૈરાગ્ય-અનાસક્ત ભાવ લાવવો, તેમજ પ્રમાદનો જય કરવા જાગૃતિ લાવવી. પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.” - શ્રીમદ્ રાજચંદ્ર એમ સર્વ કારણોને સવળા કરી સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવા કારણો સેવવા અને મિથ્યાત્વનું સર્વકાળને માટે વિસર્જન કરવું. ૧૪૮. અસત્યને સત્ય કહું નહીં. સત્યની ખબર નહીં હોવાથી અસત્યને સત્ય માની જીવ પ્રવૃત્તિ કરે છે. પણ અસત્યને અસત્ય જાણ્યા પછી લોકલાજને લઈને, કે સત્ય આચરવાની શક્તિ ન હોવાથી, કે માનને લઈને અસત્યને સત્ય કહું નહીં. અસત્યને સત્ય કહેવું એ ઉત્સુત્રપ્રરૂપણા છે, જેથી મહાવીર ભગવાનના જીવને આખા ચોથા આરા સુઘી રખડવું પડ્યું હતું. બીજાને અવળે માર્ગે જે દોરે તેને પોતાને ઠેકાણે આવતા બહુ વાર લાગે છે. માટે અસત્યને સત્ય કહી ભવભ્રમણ વઘારું નહીં. ૧૪૯. શૃંગારને ઉત્તેજન આપું નહીં. જગતમાં શૃંગારરસ પ્રિય છે. એ વિષે કોઈને શીખવવું પડતું નથી. જીવો શૃંગારરસને શોધ્યા કરે છે અને પોષ્યા કરે છે. એક સત્પરુષો તેને ઉત્તેજન આપતા નથી. ઘણા ઘર્મોની પ્રવૃત્તિ શૃંગારથી શરૂ થાય છે. ગાન, તાન, વિષયનું પોષણ થાય તે પ્રકારે ઘર્મ ફેલાવવાથી લોકો એ ઘર્મને ઝટ અનુસરે અને જોતજોતામાં ઘણી સંખ્યા થઈ જાય; પણ તેમાં આત્મહિત નથી. જેના ચિત્તમાં વૈરાગ્ય હોય તે શૃંગારને ઉત્તેજન આપે નહીં. ૧૫૦. હિંસા વડે સ્વાર્થ ચાહું નહીં. પોતાનાં સ્વાર્થનું કોઈ કામ સાઘવું હોય પણ તેમાં જો હિંસા થતી હોય તો તે ઇચ્છું નહીં. જેમકે ફલાણા ભાઈ મરી જાય તો મને વારસો મળે, માટે ઝેર આપે કે બીજી કોઈ યોજના કરે. હિંસા વડે કોઈ પણ સ્વાર્થ સઘાય એવો હોય તો ઇચ્છાને રોકવી. તાત્કાલિક ફળ મેળવવા જીવો લલચાઈ જાય છે કે હું આમ કરું તો મને આ મળી જાય વગેરે. પણ પ્રારબ્ધ સિવાય માત્ર હિંસા કરવાથી કાંઈ મળતું નથી. અત્યારે જે મળે છે તે પૂર્વે પુણ્ય કર્યું હોય તેના ઉદયથી મળે છે. પણ વસ્તુ મેળવવા અત્યારે હિંસાદિ સાધન વાપરે તો તેના ફળ પરભવમાં પાછા ભોગવવા પડે છે. પુણ્યનો ઉદય હશે તો હિંસા નહીં કરે તો ૭૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પણ બીજાં કોઈ નિમિત્તે વસ્તુ મળી આવશે. પણ નવું પાપ ન કરવું એ જ વિચારવાનનું કર્તવ્ય છે. ચૂલણીનું વૃષ્ટાંત – પોતાના સ્વાર્થ ખાતર પુત્રના પણ પ્રાણ લેવાનો વિચાર. ચૂલણીએ પોતાના કામભોગના સ્વાર્થ ખાતર પોતાના પુત્ર બ્રહ્મદત્તને મારવાનો વિચાર કર્યો. લગ્ન પછી તેને લાક્ષાગૃહમાં મોકલ્યો; પછી આગ લગાડી. ભાવથી તો એણે હિંસા કરી લીધી. બ્રહ્મદત્ત પોતાના પુણ્યથી અને મંત્રીના સહકારથી બચી ગયો. પણ ચૂલણી તો પુત્ર મરી ગયો એમ જાણી રાજી થઈ. એમ હિંસા વડે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કદી ઇછું નહીં. ૧૫૧. સૃષ્ટિનો ખેદ વઘારું નહીં. સૃષ્ટિ એટલે આખો લોક જે ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. તેમાં ડાહ્યો માણસ ક્લેશરૂપ લાકડાને હોમી જગતવાસી જીવોના ખેદને વધારે નહીં. “ક્લશે વાસિત મન સંસાર ફ્લેશ રહિત મન તે ભવપાર.” માટે જેમ બને તેમ ખેદ, ક્લેશ, સંતાપ, વેર, ઝેર ઓછા થાય તેમ પ્રવર્તવાની જરૂર છે. બળતું હોય તેને સારો માણસ ઓલવે પણ વધારે નહીં. માટે કહ્યું કે “સૃષ્ટિનો ખેદ વઘારું નહીં.” અર્થાતુ મરતાને મારવા જેવું કરું નહીં. પણ સર્વને શાંતિ ઊપજે તેવો વ્યવહાર કરું. ૧૫૨. ખોટી મોહિની પેદા કરું નહીં. પુષ્પમાળા - પુષ્પ ૧૦૪માં પરમકૃપાળુદેવે જણાવ્યું કે- “સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો તે બાઈ, તમને હું વંદન કરું છું.” સગુણ પ્રત્યેનો મોહ તે તો પ્રશસ્ત એટલે શુભરાગ છે. પણ આ ૧૫રમાં વાક્યમાં ખોટી મોહિની પેદા કરું નહીં એમ કહ્યું તે તેનું પ્રતિપક્ષી વાક્ય છે. જગતના જીવોને ખોટી મોહિની અર્થાત્ ખોટું આકર્ષણ થાય તેમ વર્તવું, તેવું બોલવું, પહેરવું કે રહેવું વગેરે કરું નહીં; કારણ કે મોહને લઈને આખું જગત દુઃખી છે. તેમાં મોહ વધે એવું આચરણ કરી જીવોને વધારે દુઃખી કરું નહીં, બળતામાં ઘી હોમ્યું નહીં. ૧૫૩. વિદ્યા વિના મૂર્ખ રહું નહીં. જગતવાસી જીવોને સવિદ્યાની કંઈ પડી નથી. ઉપરથી ટાપટીપ કરીને ફરે અને પરસ્પર મોહ પામે છે. હિંદુસ્તાનમાં ખાસ કરીને સ્ત્રીઓમાં વિદ્યા ઓછી હોવાથી મોહને પોષી જીવે છે. મૂર્ખાઈમાં જ આખી જિંદગી વહી જાય છે. તેમાં વિદ્યાની ખામી બતાવી. વિદ્યા હશે તો સત્ વિદ્યા પામી મૂર્ખાઈ પણ ઓછી થશે. વાતચીત કરતા આવડશે અને લોકો સાથે સારું વર્તન કરતાં પણ શીખશે. પણ ખરી વિદ્યા તો સાચી સમજણ છે. આત્મા સંબંધીનું જ્ઞાન મળે તે સાચી વિદ્યા છે. તે વિનાનો બીજો બધો પુરુષાર્થ મોહ વઘારનાર છે. મોહ એ દોષ છે. તેનું વિશેષ સેવન થયા કરે છે. તેનું કારણ મિથ્યાત્વ છે. તે વ્યર્થ વસ્તુઓના દેખાવમાં જેમાં કંઈ માલ ન હોય તેમાં સુખ મનાવે છે. સંતુવિદ્યા તે આંખ જેવી છે. તે હોય તો જેમ છે તેમ દેખે. દ્રષ્ટિમાં એમ આવ્યું કે આ ખોટી વસ્તુ છે, અહિત કરનાર છે તો ત્યાંથી મન પાછું વળી જાય છે. “બુદ્ધિ અહિત જ્યાં જાણે, કે શ્રદ્ધા ત્યાંથી ઊઠતી; શ્રદ્ધા ઊઠી ગઈ તો ત્યાં, તલ્લીનતાની વાત શી?” -સમાધિશતક માટે વિદ્યા વિના મૂર્ખ રહું નહીં, પણ સવિદ્યાને પ્રાપ્ત કરું. ૭૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪. વિનયને આરાધી રહું. 66 विद्या ददाति विनयं । विनयात् याति पात्रताम् સાતસો માનીતિ અર્થ - વિદ્યાર્થી વિનય આવે છે અને વિનયથી આત્મજ્ઞાન અને આત્મચારિત્રની એટલે સભ્યશ્ચારિત્રની યોગ્યતા આવે છે. વિદ્યા પછીનું બીજું પગથિયું વિનયનું કહ્યું, વિનયથી આત્મા નમ્ર બને છે. ઉત્તરાધ્યયનમાં પહેલામાં પહેલું અધ્યયન વિનયનું મૂક્યું છે. અંતરંગમાં સાધુતા હોય તેનું બાહ્ય ફળ વિનય છે. અંતરંગમાં જેવા ભાવ હોય તેવા વિનયરૂપે બાહર દેખાય છે. “વિનય કરે ભગવાન.” કેવળજ્ઞાન થયા પછી ત્રણ લોકના નાથ થયા છે, છતાં એમનો ગુરુ પ્રત્યેનો વિનય ચાલુ જ રહે છે. દેવળી થયા પછી પણ તેમના અપાતિયા કર્મ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય કર્મની નિર્જરા થયા કરે છે. વિનયનો બીજો અર્થ દીનત્વ છે. “સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ ૫૨મ ઘર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ સૈન્યત્વ સૂચવે છે.'' પાઠાંતરમાં બીજી રીતે પણ છે. ‘તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તેને ‘પરમ વિનય' કહ્યો છે, તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે.” (વ-પૃ. ૨૮૯) માટે આત્મજ્ઞાન પામવા સત્પુરુષના વિનયને આરાધી રહ્યું. ૧૫૫. માયાવિનયનો ત્યાગ કરું. ઉપર વિનય દેખાડવો અને અંદર માયા રાખવી એવા માયા વિનયનો ત્યાગ કરું. વિનયરત્નનું દૃષ્ટાંત – ઉત્તમ પુરુષોને માયા વડે મારનારની દુર્ગતિ. ચંડપ્રદ્યોત રાજાએ નોકરને કહ્યું કે ઉદયન રાજાને મારવો છે. મારે તે હોશિયાર કહેવાય. જેને મારવો છે તે ઉદયન રાજા ધર્માત્મા હતા. મારવાનો તેને લાગ મળ્યો નહીં. રાજા સાધુને માન આપે છે એમ જાણી મરાવનાર રાજાના નોકરે સાધુવેશ લીધો. બાર વર્ષ સુધી સાધુપણું પાળ્યું અને વિનયરત્ન સાધુ તરીકે પ્રખ્યાત થયો. બધાનો વિનય બહુ કરે. આચાર્યને બહુ પ્રિય થઈ પડ્યો. હવે જે રાજાને મારવો છે તે ગામમાં આચાર્ય અને સાધુ આવી ચઢ્યા. તે દિવસે રાજાને ચૌદશનો ઉપવાસ હતો. ધર્મધ્યાનમાં રાત્રિ ગાળવા માટે આચાર્યને રાજાએ આમંત્રણ આપ્યું. આચાર્ય વિનયરત્ન શિષ્યને સાથે લઈ રાજાની પૌષધશાળામાં ગયા. મોડી રાત સુધી બધા ધર્મધ્યાન કરી પાછલી રાત્રે બધા સૂઈ ગયા. બધા ઊંઘી ગયા પણ વિનયરત્ન શિષ્ય ઊંઘ્યો નહીં. તેણે આ અવસરે ખરો લાગ આવ્યો છે એમ જાણી ૧૨ વર્ષથી ઓઘામાં સંતાડી રાખેલી છરી વડે રાજાનું ગળું કાપી તે નાસી ગયો. આચાર્ય નીચે લોહીનો રેલો આવ્યો ત્યારે જાગ્યા. શિષ્યને દીઠો નહીં. ત્યારે લાગ્યું કે આ શિષ્યનું જ કામ છે. પછી જૈનશાસનની અવહેલના થશે એમ જાણી આચાર્યે પોતે પણ તે જ છરીથી આપઘાત કર્યો. લોકોએ જાણ્યું કે આચાર્ય અને રાજાને કોઈએ મારી નાખ્યા છે. મારનારે નાસી જઈ પોતાના રાજા પાસે આવી કહ્યું —–ઢું ઉદયનરાજાને મારી આવ્યો. રાજાએ પૂછ્યું કેવી રીતે ? ત્યારે કહ્યું કે સાધુ થઈને ગયો અને મારી નાખ્યો. રાજા ગુસ્સે થયો અને કહ્યું અરે દુષ્ટ, કે ઘર્મને બહાને આવા કામ! પછી તેને રાજ્ય બહાર કાઢી મૂક્યો, તે મરીને નરકમાં ગયો. ધર્મ એવી વસ્તુ છે કે જેથી ભલભલાં છેતરાઈ જાય, અભયકુમાર જેવો બુદ્ધિશાળી પણ એક ૭૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વેશ્યાના ભક્તિભાવના ઢોંગથી છેતરાઈ ગયો હતો. અભયકુમારનું દ્રષ્ટાંત - ચંડપ્રદ્યોતરાજા બીજા ૧૪ રાજાઓ સાથે રાજગૃહનગરીને જીતવા ઉદ્યનીથી આવી રહ્યા છે. તે વાતની શ્રેણિકરાજાને ખબર પડી. તેથી અભયકુમારને કહ્યું કે આપણે ચંડપ્રદ્યોતને જીતી શકીશું નહીં. કેમકે એ બહુ બળવાન છે. તો એનો શો ઉપાય કરવો? અભયકુમાર કહે આપણે લડાઈ કરી શકીએ તેમ નથી તો તેના ભેદનો ઉપાય લેવો યોગ્ય છે. બે રાજાઓ વચ્ચે ફુટ પડાવવી એ પ્રમાણે વિચારીને સોનાના ઘડાં ભરી જ્યાં શત્રુ રાજાઓનો ઉતારો છે ત્યાં દટાવી દીઘા. પછી અભયકુમારે ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે શીવાદેવી મારા માસી થાય છે તેથી અંદરની વાત જણાવું છું કે મારા પિતા શ્રેણિક રાજાએ તમારી સાથે આવેલા રાજાઓને સોનાના ઘડાં આપી પોતાને વશ કર્યા છે. તે ઘડાઓ તેમનો ઉતારો છે ત્યાં દાટેલા છે. તેની ખાતરી કરવી હોય તો જોઈ લેજો. તેઓ તમને પકડાવી શ્રેણિકને સોંપી દેશે. એ વાત સાંભળીને ચંડપ્રદ્યોતે ત્યાં ખોદાવી જોયું તો ઘડાઓ મળ્યાં તેથી તે ભાગી ગયો. તેને ભાગતો જોઈ બીજા રાજાઓ પણ ભાગી ગયા. ઉશ્યની પહોંચ્યા પછી બધા રાજાઓએ કહ્યું એમ કેમ થયું? ત્યારે ચંડપ્રદ્યોતે બધી વાત કરી. તે સાંભળીને બધા રાજાઓએ કહ્યું આપણે તો રાજગૃહી જીતવાની જ હતી. અમને કંઈ સોનાના ઘડા આપ્યા નથી. આ બધું કામ અભયકુમારનું છે. તે સાંભળી ચંડપ્રદ્યોતરાજા કહે : આપણી સભામાંથી કોઈ અભયકુમારને લાવી શકે એમ છે? કોઈ ઊભું થયું નહીં. એક વેશ્યા ઊભી થઈને બોલી હું લઈ આવીશ. રાજાએ તેને શાબાશી આપી વિદાય કરી. પછી ત્રણ વેશ્યાઓએ શ્રાવિકાનો વેશ ઘારણ કરી થોડી ઘાર્મિક ક્રિયાઓ શીખી લઈ રાજગૃહી નગરીમાં આવી. પછી મંદિરમાં ભગવાનની આગળ બહુ ભાવપૂર્વક ભક્તિ કરતા જોઈ અભયકુમારને સાઘર્મી વાત્સલ્યભાવ ફરવાથી તે મંદિરમાં ઊભા રહ્યાં. પછી અભયકુમારે બનાવટી શ્રાવિકાઓને પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છો? એમણે કહ્યું જાત્રા કરતાં કરતાં અવંતિથી અહીં આવ્યા છીએ. ત્યારે અભયકુમાર કહે આજે અમારે ત્યાં ભોજન કરવાનું રાખીએ. ત્યારે તેઓ કહે ના આજે તો અમારે ઉપવાસ છે. અભયકુમારે કહ્યું તો કાલે પારણું અમારે ત્યાં કરજો. પછી બીજે દિવસે અભયકુમારને ત્યાં ભોજન કર્યું. થોડા દિવસ વીત્યા પછી તેણે અભયકુમારને કહ્યું તમે અમારે ત્યાં ભોજન રાખો. બહુ આગ્રહ કરવાથી અભયકુમાર તેમને ત્યાં જમવા ગયા. ત્યાં જમાડ્યા પછી ચંદ્રહાસ નામનો દારૂ પીવડાવ્યો. તેથી ત્યાંજ ઊંઘ આવવા લાગી અને સૂઈ ગયા. ત્યારે તે વેશ્યા શ્રાવિકાઓએ એક રથમાં નાખી અભયકુમારને અવંતિ રવાના કરી દીઘા. ત્યાં જઈ રાજાને સુપ્રત કર્યા. અભયકુમાર વિચારવા લાગ્યો કે છેતરીને મને અહીં લાવ્યો છે. પણ હું તમને ઘોળે દિવસે અહીંથી લઈ જઈશ. પછી ત્યાં અભયકુમારને બહુ સારી રીતે રાખ્યો. ચંડપ્રદ્યોતના અનેક કામો કરવાથી રાજાએ તેને વરદાનો આપ્યા. અભયકુમારે રાજા પાસે જ તે વરદાનો રહેવા દીઘા. રાજા કહે રાજગૃહી જવા સિવાય વરદાન માંગજે. ચાર વરદાન ભેગા થવાથી અભયકુમારે તે માગ્યા. ત્યારે રાજા કહે – એ વરદાન હું આપી શકું એમ નથી. માટે તું ખુશીથી ભલે રાજગૃહી નગરે જા. પછી અભયકુમારે જે પ્રતિજ્ઞા કરી હતી કે હું ઘોળે દિવસે ચંડપ્રદ્યોતને લાવીશ. તે માટે એક દિવસ અભયકુમાર શેઠનો વેશ લઈ બે વેશ્યાઓ સાથે અવંતિ નગરીએ ગયો. ત્યાં રસ્તે જતી વેશ્યાઓને જોઈ ચંડપ્રદ્યોત રાજા મોહ પામ્યો. તેથી તેમને વશ કરવા માટે દાસીને વારંવાર મોકલે છે. ત્યાં સુઘી અભયકુમારે ચંડપ્રદ્યોત નામના એક માણસને જાણે ગાંડો થયો હોય એવો તૈયાર કર્યો. તેને રોજ ૭૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ Eી રસ્તે થઈને લઈ જાય છે. તે બૂમો પાડે છે કે હું ચંડપ્રદ્યોત રાજા છું. એમ કરતાં એક દિવસે ચંડપ્રદ્યોત તે સ્ત્રીઓ પાસે આવ્યો ત્યારે શેઠના વેશે રહેલો અભયકુમાર ચંડપ્રદ્યોત ? રાજાને બજારમાંથી લઈ જાય છે. ત્યારે તે બૂમો પાડે છે કે હું તમારો રાજા ચંડપ્રદ્યોત છું પણ એને ગાંડો જાણી કોઈ સાંભળે નહીં. એમ કરતા રાજગૃહી લઈ આવ્યો. ત્યાં શ્રેણિક રાજાએ આદર સત્કાર સહિત તેને પાછો પોતાને ઘેર મોકલ્યો. એમ માયા વિનય વડે કોઈને છેતરી પાપના પોટલા બાંધુ નહીં. ૧૫૬. અદત્તાદાન લઉં નહીં. અદત્તાદાન એટલે આપ્યા વિના કોઈની વસ્તુ લઉં નહીં. ચોરીનું બીજું નામ અદત્તાદાન છે. અદત્ત+આદાન=અદત્તાદાન, એટલે નહીં આપેલું લેવું તે. સાધુઓ સંપૂર્ણ રીતે આ વ્રત પાળી શકે છે. એમનાથી કશુંય લેવાય નહીં. રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવાય. કાંટો વાગેલો હોય અને સોય પડી હોય તો પણ કોઈ આપે નહીં ત્યાં સુધી લે નહીં, એવો મુનિનો આચાર છે. જેનો ત્યાગ કરી શકે નહીં એવી વસ્તુઓ જેમકે શ્વાસોચ્છવાસ લેવો કે નિરંતર કર્યગ્રહણ થઈ રહ્યા છે, તે અદત્તાદાન છે. પણ એ એની શક્તિની બહારની વાત છે. ખરું તો કર્મ પણ ગ્રહણ ન કરે તે સાચું અદત્તાદાન ત્યાગવ્રત છે. તે થવા અર્થે સંવરમાં રહેવા જણાવ્યું. સંવર એટલે આવતા કર્મને રોકવાં. તીર્થકર, ગુરુ કે વસ્તુના સ્વામીએ જે જે વસ્તુ દાનમાં આપવાની ના કહી હોય અને તે આપે તો તે પણ અદત્તા દાન છે. ૧૫૭. ક્લેશ કરું નહીં. ક્લેશ કરે તો કર્મ આવે માટે ક્લેશ કરું નહીં. “ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર.” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહ, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનુ કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (વ.પૃ.૩૭૯) માટે જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારી આત્મા સંબંઘી જ્ઞાન મેળવી ક્લેશને નિર્મળ કરું. “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૦૭) રાજા અને મંત્રીનું દ્રષ્ટાંત - એકદા રાજાનો અંગૂઠો કપાઈ ગયો ત્યારે મંત્રીથી બોલાઈ ગયું કે “જે થાય તે સારા માટે.” રાજા ક્રોધાયમાન થયો. અરે મારો અંગૂઠો કપાઈ ગયો અને તું કહે “સારા માટે”. નાખો એને જેલમાં. રાજાનો હુકમ છૂટ્યો કે તરત મંત્રી પાછો બોલી ઊઠ્યોઃ “જે થાય તે સારા માટે.” મંત્રી જેલની હવા ખાય છે. દર વખતે મંત્રીને સાથે રાખી શિકારની શોઘમાં ફરતો રાજા આજે એકલો સૈન્યના થોડા માણસોને સાથે લઈ શિકારે ગયો. રાજા જંગલની અટવીમાં ભૂલો પડ્યો અને ૭૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લૂંટારાઓની પલ્લીના સરદારના હાથમાં આવી ગયો. તેને પુત્રની ઝંખના અર્થે યજ્ઞમાં કોઈ બત્રીસ લક્ષણા પુરુષની જરૂર હતી. રાજાને જોઈ યોગ્ય પાત્ર મળવાથી ખુશખુશાલ થયો. રાજાનો ભોગ લેવાની તૈયારી થઈ ગઈ હતી. ત્યાં વિઘિકારક પંડિતની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી અને જાહેર કર્યું કે આ માણસ અખંડ નથી તેથી યજ્ઞમાં ચાલે નહીં. રાજા મનોમન આનંદ પામ્યો. પોતાના મંત્રીનો ખૂબ આભાર માની તેને જેલમાંથી છોડાવવા પોતાના રાજ્ય તરફ ઘોડો દોડાવ્યો. મંત્રીને મુક્ત કરી માફી માંગી અને પૂછ્યું કે પહેલી વખત તેં કહ્યું કે જે થાય તે સારા માટે તે તો સમજાઈ ગયું જેથી હું બચી ગયો. પણ તને જેલમાં નાખ્યો ત્યારે પણ તે સારા માટે કહ્યું તે સમજાયું નહીં. મંત્રીએ તરત ખુલાસો કર્યો કે તમે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે હોત, તેથી યજ્ઞ કરતા પંડિતે તમને છોડી મારા અક્ષત શરીરને યજ્ઞમાં હોમી દીધું હોત; એટલે તમે મને જેલમાં નાખ્યો તે પણ સારા માટે. એમ કોઈપણ નિમિત્તે મનમાં ક્લેશ લાવું નહીં. પણ જે થાય તે યોગ્ય જ માનું. ૧૫૮. દત્તા અનીતિ લઉં નહીં. ૧૫૬માં વાક્યમાં આવ્યું કે અદત્તા એટલે આપ્યા વગર લઉં નહીં. પણ કોઈ કહે કે બીજો કોઈ અન્યાયથી કોઈને મારી ઝૂંટીને લાવે અને તમને દાનમાં આપે તો તે તમે લો કે નહીં? તો કે તે અનીતિનું આણેલું હોવાથી લઉં નહીં. દાન તરીકે આપે તો પણ ન લઉં. વળી તે બીજાનું લાવીને આપે છે. તે વસ્તુનો સ્વામી દાન આપનારો નથી. જેની તે વસ્તુ છે તેને તો તે આપવું નથી. જેમકે શેઠના ઘરની કોઈ વસ્તુ તેનો નોકર આપતો હોય અને શેઠને ન આપવું હોય તો મુનિ તે લે નહીં. દાન લેવામાં અનીતિને પોષણ મળે એવું મુનિ કરે નહીં. લાંચ લઈને કોઈ દાન કરે તે પણ મુનિ લે નહીં. ૧૫૯. દુઃખી કરીને ઘન લઉં નહીં. ઘનને અગિયારમાં પ્રાણ કહે છે. દસ પ્રાણ ઉપરાંત અગિયારમાં પ્રાણ તે ઘન છે. ઘન જતાં ઘરનાં બધાં દુઃખી થાય. તેથી અન્યાય માર્ગે કોઈનું ઘન લઉં નહીં. લૂંટવાનું, ચોરવાનું, વિશ્વાસઘાત કરવાનું એ બધું આમાં આવી જાય છે. ન્યાયનીતિથી કે ઈનામ તરીકે કે દાન રૂપે કોઈ આપે તેમાં બીજાને દુઃખી કરીને લેવાનું ગણાય નહીં. કુમારપાળરાજાનું દૃષ્ટાંત – એક વખતે રાજા કુમારપાળને, પોતે પૂર્વે પૃથ્વીમાં ફરતાં એક પાપ કર્યું હતું તે યાદ આવ્યું. તે એવી રીતે બન્યું હતું કે, એક વખતે રાજા દથિસ્થળીને માર્ગે જતો હતો. ત્યાં માર્ગમાં વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેવા બેઠો. તેવામાં એક ઉંદર દરમાંથી સોનામહોરો કાઢતો જોવામાં આવ્યો. રાજાએ વિચાર્યું કે “આ મૂષક કેટલી મુદ્રા કાઢે છે તે જોઈએ.” ક્ષણવારમાં તેણે એકવીશ મુદ્રા કાઢી, પછી તે ઉપર નૃત્ય કરી અને શયન કરી એક મુદ્રા લઈને પાછો બિલમાં પેઠો. તે વખતે કુમારપાળે ચિંતવ્યું કે, “અહો! આ પ્રાણીને ઘનનો કાંઈ ભોગ નથી, કાંઈ ગૃહકાર્ય કરવાના નથી, કાંઈ પણ રાજાને આપવાનું નથી, બીજાનો કાંઈ સત્કાર કરવાનો નથી. વળી તીર્થયાત્રાદિક સુકૃત કાંઈ કરવાનું નથી, તથાપિ તે લુબ્ધબુદ્ધિથી ઘન ઉપર કેવી પ્રીતિ રાખે છે? તેથી હું માનું છું કે, આ જગતમાં ઘનના જેવું બીજું કાંઈ પણ મોહક નથી.' આ પ્રમાણે વિચારી રાજાએ બાકીની મુદ્રા લઈ લીધી અને દૂર ઊભો રહ્યો. એટલામાં તો ઉંદર બિલમાંથી નીકળ્યો, પણ ત્યાં એક મુદ્રા ન દીઠી એટલે તત્કાળ હૃદય ફાટી જવાથી Page #104 -------------------------------------------------------------------------- ________________ સાનસો ક્ષાનીતિ મૃત્યુ પામ્યો. તે જોઈ રાજા ઘણો ખેદ પામ્યો સતો વિચારવા લાગ્યો કે धनेषु जीवितव्येषु स्त्रीषु चान्येषु सर्वदा । અન્નાઃ પ્રાપ્શિન: સર્વે, પાતા પાસ્યંતિ યાંતિ ન રા ભાવાર્થ – ‘અહો! પ્રાણીઓ ઘનની ઇચ્છામાં, જીવિતમાં, સ્ત્રીમાં અને બીજામાં સદા અતૃપ્ત રહ્યા સતા ચાલ્યા ગયા છે, ચાલ્યા જાય છે અને ચાલ્યા જશે.'' આ પ્રમાણે પૂર્વ પાપને યાદ કરી પાપનું પ્રાયશ્ચિત્ત કરવા સારું પ્રથમ વ્રત ગ્રહણ કરવાને સમયે તે સ્થળે જઈ ત્યાં ઉદરિકાવિહાર નામે પ્રસાદ કરાવ્યો. તે આજે પણ ત્યાં છે, ઉ.પ્રા. બા.બાબર (પૃ.૨૮) ફકીરનું દૃષ્ટાંત – “એક શેઠ હતા. તેમની પાસે એક ફકીરે આવી કહ્યું- મારે મક્કે જવું છે, માટે મારા કિંમતી હીરાની પોટલી તમે રાખો. શેઠે આનાકાની કરી પણ ફકીરે બહુ આગ્રહ કર્યો તેથી પોટલી ઉપર નામ લખીને કબાટમાં મૂકી. ફકીર ગયા પછી હીરા વેચીને બીજી જગ્યાએ નવું ઘર બંધાવ્યું, ફકીર પાછો આવ્યો ત્યારે શેઠ પાસે હીરાની પોટલી માગી. તે વખતે શેઠ કહેતે ઘર તો બળી ગયું. તેમાં તારી કપડાંની પોટલી પણ બળી ગઈ. એ સાંભળતા જ તેને આઘાત લાગ્યો અને તે મરી ગયો. મરીને તે શેઠાણીની કૃખે જ અવતર્યો. આ બધું મુનીમ જાણતો હતો. તેથી પુત્ર માટે જે ખર્ચો થાય તેનો જાદો હિસાબ રાખતો. પુત્ર મોટો થયો ત્યારે તેને પરણાવ્યો. મુનીમે શેઠને કહ્યું તમારો પુત્ર છ મહિના જીવવાનો છે. અચાનક પુત્ર બીમાર પડ્યો. વૈદો બોલાવ્યા. પણ પુત્ર બચી શક્યો નહીં. ત્યારે શેઠે મુનીમને કહ્યુંતને છ માસનું એનું આયુષ્ય છે એમ કેમ ખબર પડી? ત્યારે કહ્યું – તે ફકીરનો જીવ હતો. જે હીરા વેચ્યા, તેના જે પૈસા આવ્યા તે જમા કર્યા હતા. તે હિસાબ પૂરો થતાં તે ચાલ્યો ગયો. હવે તે મૂડીના વ્યાજને ચુકવવા આ બાળવિધવા પુત્રવધૂને પાછળ મૂકતો ગયો છે. તેનું તમે પાલન કરો.' સૂયગડાંગસૂત્રના આધારે ૧૬૦, ખોટો તોલ તોળું નહીં. માયાથી ઓછુંવઘતું તોલે પણ સરખું તોલે છે એમ બતાવે. લોખંડના તોલ કરવાના કાટલામાં નીચે ખાડો પાડી તોલને સરખું કરવા માટે કથીર ચોંટાડવામાં આવે છે, તેને કાઢી નાખે જેથી તોલ ઓછું થઈ જાય. અથવા વસ્તુ લેવાના માપ જુદા રાખે અને વસ્તુ આપવાના માપ જુદા રાખે. એમ ખોટાં તોલ કરે. જેમ માયા કરે તેમ આ ખોટાં ત્રાજવા રાખે તે પણ ચોરી છે. ખોટા તોલની જેમ અનાજ વગેરે ભરવાના માપીયા ખોટાં રાખે તે પણ ચોરી જ છે. એમ અનીતિ કરી બીજાને ઠગે તે જીવને ઘણા દુઃખનું કારણ છે. માટે ખોટાં તોલે તોળું નહીં. ૧૬૧. ખોટી સાક્ષી પુરું નહીં. કોઈ વસ્તુનો નિર્ણય ન થતો હોય તો સાક્ષી રાખે. હાલમાં ભાડુતી ખોટા સાક્ષી મળી આવે, ત્યાં ન્યાય ક્યાં રહ્યો. ખોટી સાક્ષી આપવી તે પણ જૂઠ છે. ખોટી સાક્ષી ગમે તેમાં આપે તે વિશ્વાસઘાત કહેવાય. માટે કોઈ પણ કાર્યમાં ખોટી સાક્ષી પુરું નહીં. ૧૬૨. ખોટા સોગન ખાઉં નહીં. ઉપર ખોટી સાક્ષી વિષે કહ્યું. હવે ખોટા સોગન ખાવા વિષે કહે છે. હડહડતું જૂઠ્ઠું બોલે અને કહે કે ભગવાનના સમ. કેટલાકને એવી સોગન ખાવાની ટેવ પડેલી હોય છે કે, મારા સમ, ભગવાનના સમ, તમારા સમ. 'તમને છેતરે તે ગામનો બેટો થાય.' તમને ન છેતરું. આવા સોગન ખાય પણ સમજે નહીં કે ૭૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ, ફેક અને શેઠ કુમારપાળ અને ક૨ ખોરો લઈ લેવાથી ઉદરનું મૃત્યુ શેઠને પોટલી આપતો ફકીર ફકીરને લાગેલ આધાત ફકીરનો જીવ શેઠનો પુત્ર થઈ પામેલ મરણ વ્યાજમાં પુત્રવધુનું પાલન Page #106 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શું બોલે છે. માતાના, મહાદેવના વગેરે ઘણાના સોગન ખાય તેને એ બધું સામાન્ય થઈ ગયું છે કે સમ ખાવામાં શું જાય છે? પણ કર્મ બંધાય છે તેનું તેને ભાન નથી. માટે ખોટા સોગન ખાઉં નહીં. ૧૬૩. હાંસી કરું નહીં. હાંસી એટલે મશ્કરી કરું નહીં. નજીવી બાબતમાંથી કોઈ સાથે વેર બંધાઈ જાય. હાંસીની ફાંસી થઈ જાય અથવા હાંસી કરતા કોઈ ઝેર ખાઈ બેસે. રાજા અને સાળાનું દ્રષ્ટાંત - એક રાજા પરણીને હાથી પર બેસી પોતાની સ્ત્રી અને સાળા સાથે આવતો હતો. વચ્ચે એક ટેકરી ઉપર મુનિ તપસ્યા કરતા હતા તેને રાજાએ નમસ્કાર કર્યા. ત્યારે સાળાએ મશ્કરી કરી કે મુનિ થવું છે કે શું? મુનિ થવું હોય તો હું તમારો ચેલો થાઉં. રાજા નાની ઉંમરનો હતો પણ ભાવ ઘણા સારા હતા. દીક્ષા લેવાના જ ભાવ હતા. તેથી રાજાએ કહ્યું “તું બોલ્યો પણ હવે ફરી ન જઈશ!” એમ કહી રાજા હાથી પરથી ઊતરી પડ્યો અને મુનિ પાસે ટેકરી પર જવા લાગ્યો. સાળાને લાગ્યું કે હું તો મશ્કરી કરતો હતો પણ આણે તો ખરેખરું કરવા માંડ્યું. તેથી રાજા પાસે જઈ પગે પડ્યો અને કહ્યું કે હું તો મશ્કરી કરતો હતો કે આમ તે વળી કોઈ મુનિ બને? પછી રાજાએ તેને સંસાર કેવો દુઃખરૂપ છે એની વાત કહી અને સાળા તથા પોતાની પરણેલી સ્ત્રીને પણ સમજાવી. બઘાએ સાથે દીક્ષા લીધી. બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ બોલીએ છીએ તેનું શું પરિણામ આવશે, નહીં તો પછી પસ્તાવું પડે છે. દ્રૌપદીનું દૃષ્ટાંત - દ્રૌપદીએ પણ મશ્કરીમાં કહ્યું કે આંધળાના પુત્ર આંધળા. તેથી દુર્યોધન ગુસ્સે ભરાયો અને મહાભારતનું યુદ્ધ મંડાયું. માટે કદી કોઈની હાંસી મશ્કરી કરવી નહીં. ૧૬૪. સમભાવથી મૃત્યુને જોઉં. “જીવિત કે મરણે નહીં ન્યુનાશિકતા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” સમાધિમરણની આ દશા કહી. મરણ આવે તો ભલે અને ન આવે તોય ભલે. વહેલું આવે, મોડું આવે, ગમે ત્યારે આવે, એવી દશા સમભાવની છે. કોઈ માંદા હોય અને દુઃખ સહન ન થતું હોય તો મરણને ઇચ્છે છે અથવા કોઈને ભોગોમાં આસક્તિ હોય તેથી મરણ ન આવે તો સારું એમ ઇચ્છે છે. પણ જેની આત્મિક દ્રષ્ટિ છે, જેણે આત્મા જ સુખરૂપ માન્યો છે, તેને સર્વ અવસ્થા સુખરૂપ છે. તે મરણથી ડરતાય નથી અને મરણને ઇચ્છતા પણ નથી; બન્ને પ્રત્યે સમભાવ છે. ૧૬૫. મોતથી હર્ષ માનવો. પ્રભુશ્રીજી કહેતા કે, “મૃત્યુ મહોત્સવ છે.” કૃતકૃત્ય થવારૂપ જેણે જીવન ગાળ્યું છે તેને મરણ તો પરાધીનતામાંથી મુક્ત કરે છે. મૃત્યુથી જે ડરતા હોય તેને વિચારની આ બીજી બાજુ બતાવી. ડર કાઢવો હોય તો કોઈ હર્ષનું કારણ હોય તો ડર જાય. જેમ કૂવો કૂદવો ભયંકર છે. પણ કોઈ ઈનામ કાઢ્યું હોય તો ખુશીથી કૂદી જાય છે. તેમ મરણનો ભય દૂર કરવા માટે શાસ્ત્રોમાંથી મરણથી થતા ફાયદા પણ વર્ણવ્યા છે. જેમકે મરણ ન હોય તો કેટલો બધો વખત દુઃખદ અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં રહેવું પડે! જે કંઈ પુણ્યકાર્ય કર્યું હોય તેનું ફળ સ્વર્ગાદિ અન્ય સ્થળે મરણ પછી ભોગવાય છે. મોક્ષ પણ મરણ પછી જ થાય Page #107 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ છે. આ બધા હર્ષના કારણો મરણનો ભય દૂર કરવા માટે જણાવ્યા. તેથી મોત આવ્યે હર્ષ માનવો જોઈએ. ૧૬૬. કોઈના મોતથી હસવું નહીં. બીજાના મરણ વખતે હસવું તે બહુ વિચારશૂન્ય, હલકી દશા છે. મરણ છે તે વૈરાગ્યનું નિમિત્ત છે. એથી પોતાની અવસ્થા પણ સાંભરે કે આપણે પણ બધું છોડીને આમ જ જવાનું છે. બધા પ્રસંગોમાં મરણ એક ગંભીર પ્રસંગ છે. એક છોકરાનું દૃષ્ટાંત – કોઈ એક છોકરો તળાવમાં દેડકા ઉપર ઢેફાં ફેંકતો હતો. તેમાંના એક દેડકે આવીને કહ્યું કે ભાઈ, “ તમારી તો રમત થાય કે ગમ્મત થાય છે, પણ અમારા તો પ્રાણ જાય છે.'' આવા ગંભીર પ્રસંગે હસવું એ છોકરવાદ જેવું છે. કોઈને વિચાર ન હોય અથવા ગાંડો હોય તે હસે. આવા વખતે તો ગંભીર વિચારમાં પડી જવું જોઈએ કે આપણું પણ આ મરણ કેમ ટળે? અને જન્મમરણના ફેરામાં ફરી ન જવું પડે તેના શા ઉપાય હશે? એવા વિચાર કરવા જોઈએ. એક મશ્કરાનું દૃષ્ટાંત – એક મશ્કરો હતો. તેણે મારા મરણ પછી પણ બધા ટર્સ એવા વિચારથી ભીંતે પગ ઊંચા અડાડીને સૂઈ ગયો. તેજ સ્થિતિમાં તેનું મરણ થયું. ઠાઠડીમાં સુવડાવવા જાય ત્યારે અક્કડ થયેલું શરીર બેઠું થઈ જાય. આખી જિંદગી હાંસી મશ્કરીમાં ગાળી તેથી છેવટે પણ એવી મતિ ઉત્પન્ન થઈ. કાજીનું દૃષ્ટાંત – પૂ. પ્રભુશ્રીજી એક કાજીનું દૃષ્ટાંત આપતા. કોઈ મુસલમાન રાજાને કા રોજ કુરાન સંભળાવવા જાય પણ રાજાને નવરાશ ન મળે. કાજી રોજ ખોટી થાય અને એમને એમ પાછા જાય. એક દિવસે એ રાજાનો દેહ છૂટ્યો તે વખતે પણ કુરાન લઈને કાજી આવ્યા. દફનની તૈયારી બધા કરતા હતા તે વખતે કુરાન વાંચવા બેઠા. તે જોઈ બધાએ કહ્યું – રાજા સાહેબ તો મરી ગયા. હવે કોને કુરાન સંભળાવો છો ? ત્યારે કાજીએ કહ્યું કે એમને આખી જિંદગી વખત મળ્યો નહીં. હવે વખત મળ્યો છે, માટે સંભળાવું છું. બધા કહે એ તો જીવતા નથી તો શું સાંભળે. ત્યારે કાજીએ કહ્યું-તમે તો બધા જીવતા છો ને ! તમે સાંભળો. તમને પણ બીજો વખત ક્યાં મળે છે. ૧૬૭. વિદેહી હૃદયને કરતો જઉં, વિદેહી હૃદયને કરતો જઉં.' એમ મનમાં હોય તો રોજ રોજ વિશેષ વિશેષ દશા વિદેહી કરતો જાય. પણ સંવત્ ૧૯૭૭ની તત્ત્વજ્ઞાનમાં 'વિદેશી હૃદયને કરતો જોઉં' એમ છે તો હું ‘મારા હ્રદયને વિદેહી કરતો જોઉં.’’ દિવસે દિવસે હૃદય વિદેહી થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરું. આ એક અહીં અભિલાષા કરી છે. આવો વિદેહી થવાનો પુરુષાર્થ કરતો હું મારા આત્માને જોઉં. વિદેહી દશાનો પોતે સાક્ષીરૂપ છે. વિદેહી દશા થઈ હોય અને આત્મા પોતે બધી ક્રિયાઓને સાક્ષીરૂપે થતી જોતો હોય એમ ભાવના કરી છે. 'ઉપદેશામૃત'માંથી :– જનક વિદેહીનું દૃષ્ટાંત – જનકવિદેહીના ગુરુ જ્યારે જનક રાજા સભામાં આવે ત્યારે વ્યાખ્યાન શરૂ કરતા હતા. શ્રોતાઓમાં ઘણા સંન્યાસીઓ પણ હતા. તે નદીકિનારે ઝૂંપડા બાંધીને રહેતા હતા. તેમને ઈર્ષા થવા લાગી કે અમે ત્યાગી છીએ અને આ જનકરાજા ગૃહસ્થ છે, છતાં ગુરુ તેમનું બહુમાનપણું કેમ રાખે છે? તે વાત ગુરુના સમજવામાં આવી. તેથી એક દિવસે ગુરુએ નદીકિનારા ઉપરના ઝૂંપડા બળતાં ८० Page #108 -------------------------------------------------------------------------- ________________ નદી કિનારે ઝુંપડાં બળતા એ જીવીકે વિહી જનક વિદેહીનું સભામાં આગમન મિથિલા નથી બધાની Page #109 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હોય તેવો ચમત્કાર બતાવ્યો. તે જોઈ બધા સંન્યાસીઓ પોતાના તુંબડા, કપડાં, માળા, આસન વગેરે લેવા દોડ્યાં. બીજે દિવસે જનક રાજા સભામાં આવ્યા પછી મિથિલા નગરી બળતી દેખાડી પણ જનક રાજાએ કહ્યું કે મારું કંઈ બળતું નથી. એમ કહી વ્યાખ્યાનમાં શાંતિથી બેસી રહ્યા. (પૃ.૪૬૧) એમ મારા હૃદયને વિદેહી કરતો જઉં. ૧૬૮. વિદ્યાનું અભિમાન કરું નહીં. શાસ્ત્રજ્ઞાન મેળવવાથી કે ભણવાથી કે અમુક પરીક્ષા પાસ કરવાથી નવું જાણવાનું મળે, વિશેષ સમજણ થાય, તીવ્ર બુદ્ધિ થાય, તેથી જીવને સંતોષ થાય એ સ્વાભાવિક છે. પરંતુ ટૂંકી દ્રષ્ટિ હોય તો એ વિદ્યાનું પાછું અભિમાન થાય છે કે બીજા આવું જાણતા નથી. બીજાના કરતાં હું વધારે ડાહ્યો થયો છું, સમજુ થયો છું, ચઢિયાતો છું એમ થાય. પણ જો બીજા તરફ દ્રષ્ટિ કરવી હોય તો વિશેષ જાણનારા એવા કેવળજ્ઞાની આદિ તરફ દ્રષ્ટિ કરવા યોગ્ય છે કે જેથી “અઘમાઘમ અધિકો પતિત સકળ જગતમાં હુંય.” એવું ફળ આવે. આઠ પ્રકારના મદ કહેવાય છે. તે બધા પ્રકારના મદ દૂર કરવાનું કારણ જ્ઞાન કે વિદ્યા છે. પણ જો જ્ઞાન કે વિદ્યાનું જ અભિમાન થાય તો પછી શા વડે બઘા મદ દૂર કરે ? માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”-આત્મસિદ્ધિ સરુનું શરણું વિદ્યાના અભિમાનીને મળવું કઠણ છે. કારણ તેને શાસ્ત્ર-અભિનિવેશ હોય છે. શાસ્ત્રથી વધારે એ શું કહેવાના છે એમ થાય. આ ભવમાં જે વસ્તુનું અભિમાન કરે તે પરભવમાં મળતી નથી અને આ ભવમાં પણ અભિમાનથી તે ઓછી થઈ જાય છે. માટે વિદ્યાનું અભિમાન કરું નહીં. સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત - એકદા સ્થૂલિભદ્રની ", બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે ' ' આવી. પ્રથમ સૂરિને વાંદીને તેઓએ પૂછ્યું કે- “હે \$ પ્રભુ!ક્યૂલિભદ્રમુનિ ક્યાં છે?” સૂરિએ કહ્યું કે-“નાના દેવકૂળમાં છે.” એમ સાંભળી સાધ્વીઓ તે તરફ ચાલી, તેમને આવતી જોઈને સ્થૂલિભદ્ર આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ઘારણ કર્યું. સાધ્વીઓ " સિંહને જોઈ ભય પામી અને સૂરિ પાસે આવીને તે વાત કહી. સૂરિએ ઉપયોગથી તે હકીકત જાણીને કહ્યું કે “તમે જઈને વાંદો, ત્યાં તમારા મોટાભાઈ જ છે, સિંહ નથી.” એટલે તે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઈ, તે વખતે સ્થૂલિભદ્ર પોતાના જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમજ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ. પછી યૂલિભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા, તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે “તું વાચનાને અયોગ્ય છે.” અચાનક ગુરુનું આવું વચન સાંભળીને સ્થૂલિભદ્ર દીક્ષાના દિવસથી આરંભીને પોતાના અપરાધ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે-“હે પૂજ્ય ગુરુ! મેં કાંઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું.” ગુરુ બોલ્યા કે “તું અપરાશ કરીને કબૂલ કરતો નથી? તેથી ૮૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શું પાપ શાંત થઈ ગયું?’’ પછી સ્થૂલિભદ્ર સિંહનું રૂપ કરવા વડે કરેલી મ્રુતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુના ચરણકમળમાં પડ્યા અને બોલ્યા કે‘ફરીથી આવું કામ નહીં કરું, ક્ષમા કરો.’ સૂરિ બોલ્યા કે “તું યોગ્ય નથી. તને વિદ્યાનું અજીર્ણ થયું છે. તું વિદ્યા જીરવી શક્યો નથી.’’ પછી સ્થૂલિભદ્ર સર્વ સંઘ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા; કેમકે “મોટાનો કોપ મોટા શાંત કરી શકે.’’ સૂરિએ સંઘને કહ્યું કે-જેમ આ સ્થૂલિભદ્રે હમણાં પોતાનું રૂપ વિકુર્યું તેમ બીજા પણ કરશે અને વિદ્યાનો દુરુપયોગ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે.” તો પણ સંઘના વધારે આગ્રહથી સ્થૂલિભદ્રને ભણાવવા કહ્યું. ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો તો જાણ્યું કે “બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂલિભદ્રને બાકીના પૂર્વો ભણાવું.” એમ વિચારી ગુરુએ “તારે બીજા કોઈને બાકીના પૂર્વે ભણાવવાં નહીં.’’ એવો અભિગ્રહ કરાવીને સ્થૂલિભદ્રને વાચના આપી. તેથી તે ચૌદ પૂર્વના ઘારણ કરનારા થયા. (ઉ.પ્રા.ભા.ભાગ-૪માંથી) ૧૬૯. ગુરુનો ગુરુ બનું નહીં. અભિમાન આવે ત્યારે એવું થાય છે. અભિમાનથી ગુરુના પણ દોષ જોવાની દૃષ્ટિ થઈ જાય છે. ગુરુએ આમ બોલવું જોઈએ, આમ બેસવું જોઈએ વગેરે. પણ હું કંઈ જાણતો નથી, ગુરુ જણાવે તે મારે જાણવું છે. ગુરુનું સંમત કરેલું મારે સંમત કરવું છે એવી દૃષ્ટિ હોવી જોઈએ. ગુરુ શિષ્યનું દૃષ્ટાંતશાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે આ કાળના શિષ્યો વક્ર અને જડ હોય છે. એકવાર શિષ્યો દિશાએ ગયા હતા. તે બહુ વાર થયા પછી પાછા આવ્યા ત્યારે ગુરુએ પૂછ્યું : કેમ મોડું થયું? ત્યારે આનાકાની કરતાં કહ્યું કે નટ નાટક કરતા હતા તે જોવા ઊભા રહ્યા હતા. ગુરુએ કહ્યું : ‘નટનો ખેલ આપણે ન જોવો.’ પછી બીજીવાર ફરી એવો પ્રસંગ આવ્યો. ત્યારે નટડી નાટક કરતી હતી તે જોવા ઊભા રહ્યા. ગુરુએ પૂછ્યું કે આટલો બધો વખત શામાં ગયો? ત્યારે શિષ્ય જવાબ આપ્યો કે નટડી ખેલ કરતી હતી ત્યાં જોવા ઊભા હતા. તે સાંભળી ગુરુએ કહ્યું : તમને તે જોવાની ના પાડી હતી ને? તેના જવાબમાં શિષ્યે કહ્યું કે “તમે તો નટની ના પાડી હતી પણ નટડી ન જોવી એમ કહ્યું હોત તો ઊભા ન રહેત. તમે તે વખતે બરાબર ન કહ્યું એ તમારો વાંક છે. ગુરુએ કહેલા આશયને પણ શિષ્ય બરાબર સમજતો નથી અને પોતાનો દોષ જોતો નથી પણ ઊલટો ગુરુનો દોષ કાઢે છે. ગુરુએ કેમ વર્તવું જોઈએ તેની કાળજી આવા શિષ્ય રાખે છે, પણ પોતે કેમ વર્તવું તેની કાળજી આ કાળના વાંકા શિષ્યો રાખતા નથી. (કલ્પસૂત્ર પૃ.૧૨) ૧૭૦. અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. “ગુણાઃ પૂજાસ્થાનં ગુણીજી, ન ચ લિંગ ન ચ વયઃ ।” અપૂજ્ય આચાર્યને પૂજવાથી, દોષને ગુણ માનવારૂપ મિથ્યાત્વ પોષાય છે. આચાર્યને સદ્ગુરુ તરીકે માનવામાં જો ભૂલ હોય તો તેણે સમજાવેલો ધર્મ પણ ભૂલવાળો હોવા છતાં સાચો મનાય છે અને તેણે જણાવેલ દેવ પણ કુદેવ હોય તો પણ સાચા મનાય છે. એમ ગુરુતત્ત્વમાં ભૂલ થવાથી દેવ-ગુરુધર્મ ત્રણે તત્ત્વમાં ભૂલ થાય છે. તેથી મોહથી છૂટવાનું બનતું નથી. જેને આધારે સત્ જાણવાનું છે તે ગુરુ જ ખોટા હોય તો પછી બધું જ ખોટું મનાય છે. જગતમાં આ પ્રકારે અપૂજ્યને પૂજવાનું ચાલુ છે. ન્યાતમાં બધાયે પૂજતા હોય અને આપણે ન માનીએ તો આપણને નાત બહાર મૂકશે, નિંદા કરશે ઇત્યાદિ લોકલાજનો ડર ૮૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રહ્યા કરે છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા કે લોકલાજ હોય ત્યાં સુધી સમાર્ગમાં જીવનું વીર્ય સ્કુરાયમાન થતું નથી. માટે અપૂજ્ય આચાર્યને પૂરું નહીં. મનસુખભાઈ કહે – સાહેબ! ચંદ્રસૂરિ આપને યાદ કરી પૃચ્છા કરતા હતા. એ આપ અહીં છો એ એમને ખબર ન હતી. આપને મળવા માટે આવ્યા છે. શ્રીમદ્ કહે–પરિગ્રહઘારી યતિઓને સન્માનવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, માર્ગનો વિરોઘ થાય છે. દાક્ષિણ્યતા-સભ્યતા પણ જાળવવાં જોઈએ. ચંદ્રસૂરિ અમારા માટે આવ્યા છે. પણ જીવને છોડવું ગમતું નથી, મિથ્યા ડાહી ડાહી વાતો કરવી છે, માન મૂકવું ગમતું નથી. તેથી આત્માર્થ ન સરે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૭) ૧૭૧. ખોટું અપમાન તેને આપું નહીં. અપૂજ્ય આચાર્યને હું પૂજતો નથી માટે એનું ખોટું દેખાય કે લોકોમાં તિરસ્કાર થાય અથવા અપમાન થાય એમ કરવાની કંઈ જરૂર નથી. આપણને લાભ થતો હોય તો પૂજવાની જરૂર છે, પણ લાભ ન થાય એમ લાગતું હોય તો આપણે ન પૂજવા, તે વ્યાજબી છે; પણ એના છિદ્રો અથવા દોષો જોવાં કે ઉધાડાં પાડવાં કે તેની નિંદા કરવી તે આપણી હલકાઈ જણાવે છે. સામાન્ય માણસનું પણ નિષ્કારણ અપમાન આપણે કરતા નથી અને કરવું પણ ન ઘટે, તો જેને ઘણા માણસો માને છે તેનું અપમાન કરવાથી ઘણાની લાગણી દુભાય; એમ કરવું નહીં. સત્યને ખાતર કહેવું પડે તે જુદી વાત છે. પણ બીજાનું અપમાન કરી રાજી થવારૂપ હલકી વૃત્તિ પોષવા યોગ્ય નથી. ખોટું કોઈને માન આપવું નહીં, તેમ ખોટું અપમાન પણ કરવું નહીં. દરેક માણસ આપણી સજનતાની આશા રાખે છે માટે આપણે પણ સર્જન તરીકે વર્તવું. ૧૭૨. અકરણીય વ્યાપ અકરણીય એટલે નહીં કરવા યોગ્ય એવા ૧૫ પ્રકારના ઘણાં મહાપાપવાળા ઘંઘા કહ્યા છે. તે પાપથી ડરવાવાળા શ્રાવકે કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે (૧) અંગાર કર્મચૂનાની ભઠ્ઠી પાડનાર કુંભાર અને ભાંડભૂજા આદિના કામ જેમાં કોલસા વગેરે ઈઘન સળગાવવાની બહુ જરૂર પડતી હોય (૨) વન કર્મ–મોટા મોટા જંગલ ખરીદી કાપવા વગેરેનું કામ. (૩) શકટ કર્મ એક્કા, બગી, બળદગાડી, ઘોડાગાડી વગેરે જાતજાતનાં વાહનો ખરીદવા તથા વેચવાનો ધંધો કરવો. (૪) ભાટક કર્મ-ઘોડા, ઊંટ વગેરેને ભાડે આપે, ભાડે ફેરવી રોજગાર ચલાવવો. (૫) સ્ફોટક કર્મકૂવા, તળાવ, રેલ્વે લાઈન વગેરે ખોદવા-ખોદાવવાનો વ્યવસાય કરવો. (૬) દંત વાણિજ્ય—હાથીદાંત, છીપ વગેરેનો વ્યાપાર કરવો. (૭) લાક્ષા વાણિજ્ય-લાખ, ગુંદર વગેરે વસ્તુઓનો વ્યાપાર કરવો. (૮) રસ વાણિજ્ય ઘી, દૂઘ વગેરે વિગય અને મદિરા આદિ મહાવિગયનો વ્યાપાર કરવો. (૯) કેશ વાણિજ્ય_મોર, પોપટ, બગલાં આદિ પક્ષીઓના પીછાંનો તથા ચમરી ગાય વગેરે ચતુષ્પદના વાળનો-ઊનનો વ્યાપાર કરવો. ૮૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ વીંધવા. સાતસો માનીતિ (૧૦) વિષ વાણિજ્ય—અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થોનો વ્યાપાર કરવો. (૧૧) યંત્ર પીલન કર્મ ચક્કી, પાણી, ચીચોડો વગેરે ચલાવવાનો ધંધો કરવો. (૧૨) નિર્ણાછન કર્મ ઊંટ, બળદ વગેરેના નાક છેઠવા અથવા બકરી વગેરેના કાન (૧૩) દવદાન કર્મ–જંગલ, ગામ, ઘર વગેરેમાં આગ લગાડવી. (૧૪) જલ શોષણ કર્મ હોજ, કુંડ, તળાવ વગેરેને સૂકવવાનો વ્યાપાર, (૧૫) અસતીપોષણ કર્મ બિલાડી, કૂતરા, નોળિયા, સાપ વગેરે હિંસક પ્રાણીઓનું પાલન તથા દુરાચારી મનુષ્યોનું પોષણ કરી આજીવિકા ચલાવવી. -શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર ધન મેળવવાના લોભ આગળ વિચાર આવતો નથી કે આ કરવા યોગ્ય છે કે નહીં. અનાવશ્યક પ્રવૃત્તિ કરવી તે પણ એક પ્રકારનો અકરણીય વ્યાપાર જ છે. જે પ્રવૃત્તિ આપણે કરવી પડે એમ ન હોય તે અકરણીય પ્રવૃત્તિ કહેવાય. જેમકે જે પ્રવૃત્તિમાં આપણી ફરજ નથી પણ ઘણી વખતે લોકોમાં સારા દેખાવા માટે પ્રવૃત્તિ થતી હોય, અથવા વાતો કે નિંદા કરવાની ટેવ હોય તેથી બીજાની વાતો કરવામાં ભળી જવાય એવી મન વચન કાયાની બધી પ્રવૃત્તિ તે અકરણીય પ્રવૃત્તિ છે. તે રોકાય, તો જે પ્રવૃત્તિ ભક્તિ સ્વાધ્યાય આદિની કરવા યોગ્ય છે તેને માટે ઘણો વખત મળી શકે એમ છે. ૧૭૩. ગુણ વગરનું વક્તૃત્વ સેવું નહીં. કહેવા યોગ્ય શાસ્ત્રજ્ઞાન હોય નહીં અને કાળ કાઢવા માટે માત્ર વાત કરે. ઘણા વ્યાખ્યાનોમાં એવું હોય. એના કરતાં મૌન રહેવું સારું છે. માટે ગુણ વગરનું વક્તાપણું સેવું નહીં. “નહી કે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબનેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.’’ -શ્રીમદ્ રાજચંદ “થોડું જાણીને તું બીજાને ઉપદેશવા ન જા. જેમકે કૂકડીને નાનું ઢેકું આપે તો તેનું મોં ભરાઈ જાય તેથી તેને બહાર કાઢી નાખે, તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. જેટલો બને તેટલો બોધ તારામાં સમાવી પોતા માટે વિચાર. બીજાને બોધ આપવાનું કામ તો જ્ઞાનીનું છે ને તે માટે ઘણી ઊંચી દશાની જરૂર છે. માટે તું ખોટો જ્ઞાની થઈ ન બેસ. “સમજ્યા તે શમાઈ ગયા.’’ જ ઉપદેશ દેનારે સ્વાઘ્યાય અર્થે બોલવું જોઈએ, સાંભળનાર જો ધ્યાન આપે તો તિ થાય. પરંતુ ઉપદેશ કરનારનું લક્ષ તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. વાચના, પૃચ્છના, પરાવર્તના, આમ્નાય, ને ધર્મકથા એટલે ઉપદેશ એ બધા સ્વાઘ્યાયના ભેદ છે. સ્વ-અધ્યાયપોતાને અર્થે વિચાર કરવો. પોતાના દોષો વિચારી દૂર કરવા. પારકાના દોષો જોવા નહીં.' નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૦૭) ૧૭૪, તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. તત્ત્વજ્ઞ એટલે તત્ત્વને જાણવાવાળા એવા જ્ઞાનીપુરુષે ઠેલા યમનિયમ વગેરે તપ અકાળિક એટલે યોગ્યતા વગર કરું નહીં. વાસુદેવાદિક સમકિતી જીવો, દેવો વગેરેને સાધવા અઠ્ઠમ તપ વગેરે કરે છે, પણ તેને લૌકિક ગણે છે. ઇચ્છા ન રોકાય ત્યાં સુધી ખરૂં તપ કહેવા યોગ્ય નથી. બાહ્ય ઉપવાસ વગેરે કરીને જો વૃત્તિ ન રોકાય તો જ્ઞાનીઓ તેને તપ કહેતા નથી. લોકોને દેખાડવા માટે, લોકરંજન અર્થે ૮૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કાયક્લેશ આદિ કરી શકે એમ હોય છે, તો પણ સમકિતી જીવો, કષાયની મંદતા થયા વિના તેને નિરર્થક જાણી ઘર્મને નામે કાયક્લેશાદિ કરતા નથી. ૧૭૫. શાસ્ત્ર વાંચું. સ્વાધ્યાય એ પણ અંતરંગ તપ છે. યથાર્થ સમજણ આવવાનું તે નિમિત્ત છે. માટે સ્વાધ્યાય સદૈવ કર્તવ્ય છે. સત્પરુષના વચનો એ શાસ્ત્રરૂપ છે. ૧૭૬. પોતાના મિથ્યા તર્કને ઉત્તેજન આપું નહીં. પોતાની માન્યતા કે તર્ક હોય તેને પોષણ આપવા માટે જ વાંચે તો તે વાંચન પણ નિરર્થક છે. મધ્યસ્થબુદ્ધિ રાખીને આત્માર્થે વાંચવા યોગ્ય છે. એવી દ્રષ્ટિ ન રહે તો “ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ૧૭૭. સર્વ પ્રકારની ક્ષમાને ચાહું. ક્ષમા એ સર્વ રીતે હિતકારી છે અને ઇચ્છવા યોગ્ય છે. (૧) સર્વ પ્રકારે હું બીજાને ક્ષમા આપવા ઇચ્છા રાખું અથવા (૨) હું અન્યની પાસે ક્ષમા યાચું અને મને સર્વ જીવો માફ કરો એવી ભાવના રાખું. “સબ જીવનમેં મેરે સમતાભાવ જગ્યા હૈ, સબ જીય મો સમ સમતા રાખો ભાવ લગ્યો હૈ;” -નિત્યક્રમ (પૃ.૧૩) ક્ષમા એટલે સમતા. અહીં ક્ષમાના બે પ્રકાર બતાવ્યા છે તે નીચે પ્રમાણે(૧) બીજાએ દોષો કર્યા હોય તે હું સમભાવે સહન કરી તેને ક્ષમા આપું. (૨) મેં દોષ કર્યા હોય તે બીજા જીવો પણ સહન કરી મને ક્ષમા આપે એવી ભાવના રાખું, કે જેથી મારા નિમિત્તે બીજા જીવોને કર્મબંઘ ન થાય. આમ સર્વ પ્રકારે ક્ષમાને ચાહું. ૧૭૮. સંતોષની પ્રયાચના કરું. પ્રયાચના એટલે પ્રકૃષ્ટપણે પ્રાર્થના. મને સંતોષ ગુણ પ્રાપ્ત થાય એવી પ્રભુ પ્રત્યે પ્રબળ પ્રાર્થના કરું. જેમ ઉપરના વાક્યમાં ક્ષમાની ભાવના દર્શાવી તેમ અહીં સંતોષની ભાવના કરી છે. સંતોષ પણ બેય પક્ષે રાખવો. (૧) બીજાને સંતોષ આપવો અને (૨) પોતે સંતોષ રાખવો. કારણ કે “સંતોષી નર સદા સુખી'. “ગોઘન, ગજઘન, રતનઘન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષ ઘન, સબ ઘન ઘૂળ સમાન.” -આલોચનાદિ પદસંગ્રહ ૧૭૯. સ્વાત્મભક્તિ કરું. પોતાના આત્માની ઉન્નતિ થાય તેવો અભ્યાસ કરું. પોતાના દોષો તપાસીને તે દોષો દૂર થાય અને ગુણોની વૃદ્ધિ થાય તેમ કરું. મૂળ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, તેમાં રહેવાનો અભ્યાસ કરું. તે માટે ક્ષમાદિ ગુણોની આવશ્યકતા છે. વર્તનમાં જેથી આત્માને શાંતિ મળે એવા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા આદિ ગુણો જે આત્મામાં પ્રગટે તે જ સ્વભાવમાં રહી શકે છે; માટે તે મેળવવા એકાંતમાં આત્માની ચિંતવના કરું. એમ સ્વઆત્મભક્તિમાં રહું. એકલા પણ જ્યાં હોઈએ ત્યાં ભક્તિ સહજ સ્વભાવરૂપ બની જાય એમ કરવા યોગ્ય છે. ૧૮૦. સામાન્ય ભક્તિ કરું. સમૂહમાં ભક્તિ અથવા રોજીંદા વ્યવહારમાં ભક્તિ કરીએ છીએ તે સામાન્ય ભક્તિ. તે ભક્તિમાં ૮૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એકલાં હોઈએ કે સમૂહમાં હોઈએ લક્ષ તો સ્વઆત્મભક્તિનો જ હોવો જોઈએ. એટલે પોતાના આત્માના હિત અર્થે જ બધું થવું જોઈએ. સમૂહમાં જુદા જુદા રાગમાં લક્ષ ન જવું જોઈએ અને એકાંતમાં પ્રમાદી બની કડકડ બોલી જાય કે ઊંઘે કે વિચારો ભટક્તા રહે તેમ પણ ન થવું જોઈએ. જ્યાં જે વખતે આત્માને હિતકારી લાગે તેમ કરવું. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” -આત્મસિદ્ધિ ૧૮૧. અનુપાસક થાઉં. લોકો ક્રિયા જડપણે કરે છે, તેનો અઉપાસક થાઉં. મૂર્તિપૂજાદિમાં લોકો વિચાર વગર પ્રવર્તે છે. એવા મૂર્તિપૂજકને પરમકૃપાળુદેવે પ્રભુપૂજક કર્યા. એમ શ્રી રત્નરાજ સ્વામીએ લખ્યું છે. ક્રિયાજડને જે જ્ઞાનદશાની ખામી હોય છે તે એમણે પૂરી પાડી. અનુપાસક થાઉં એટલે ક્રિયાજડ બનું નહીં. એવી આંધળી ભક્તિ કે સાંઢભક્તિનું શું ફળ આવશે તે જીવ જાણતો નથી. પોતાની કલ્પનાથી કરે તે સાંઢભક્તિ છે. બળદને નાથ ન હોય તો ગમે ત્યાં જાય. પણ નાથ એટલે દોરી હોય તેને જ્યાં લઈ જવો હોય ત્યાં જાય. તેમ જ્ઞાનીના દોરવાથી ભક્તિ કરે તે સાંઢભક્તિ ન કહેવાય. સાંઢભક્તિમાં ભાવ હોય નહીં. માત્ર જડક્રિયા હોય. જ્યારે જ્ઞાનીની ભક્તિ જ્ઞાન સહિત એટલે આત્માના લક્ષપૂર્વક હોવાથી તેમાં ભાવ હોય અને તે જ આગળ વધારી જીવને ઠેઠ મોક્ષ સુધી લઈ જઈ શકે છે. ૧૮૨. નિરભિમાની થાઉં. ઉપરના વાક્યમાં ક્રિયાજડનો દોષ દૂર કરવા કહ્યું. તેમ અહીં શુષ્કજ્ઞાનીમાં જે અભિમાનનો દોષ હોય છે તે ન રાખવા જણાવ્યું. હું જાણું છું, એ મોટો દોષ છે. ઘન વગેરેનું અભિમાન કરતો હોય તેમ જાણવાનું અભિમાન કરે તો સત્ સમજી શકે નહીં. “હું જાણું છું’, ‘હું સમજું છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન.” (વ.પૂ.૩૫૭) એવું માન જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવી શકે નહીં. અભિમાન કરીને કોઈ મોક્ષે ગયા નથી. માટે નિરભિમાની થાઉં. ૧૮૩. મનુષ્ય જાતિનો ભેદ ન ગણું. મોટી મોટી લડાઈઓ થાય છે તે બધી જાતિભેદને લઈને છે. જેમકે આ જર્મની છે, ફ્રેન્ચ છે કે આ અંગ્રેજ છે વગેરેના ભેદથી કે આર્ય, અનાર્ય, મ્લેચ્છ વગેરેના ભેદથી છે. મુસલમાન અને હિંદુ એ બેમાં પરસ્પર તિરસ્કાર થઈ જાય છે. આ બાહ્ય દ્રષ્ટિથી છે. જેને દેહદૃષ્ટિ છે તેને આ બઘા ભેદો છે. એ બહિરાત્મપણું છોડવા કહ્યું. અંતે હું મનુષ્ય છું એ માન્યતા પણ છોડવાની છે. કારણકે નરદેહે રહે તો તે, આત્માને નરમાનતો; તિર્યંચદેહમાં ઢોર, દેવાંગે સુર જાણતો. નારકી નરકે જાણે-અજ્ઞાની, તેમ તે નથી; અનંત-જ્ઞાન-શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ.- સમાધિશતક અર્થ – આત્મા મનુષ્ય નથી, તિર્યંચ નથી, દેવ નથી કે નારકી નથી; અજ્ઞાનવશ એમ મનાય છે. પણ તે તો અનંત જ્ઞાનશક્તિવાળો પોતાને જ પોતાનો અનુભવ થાય એવો, અને અચલસ્થિતિનો ઘારક એવો આત્મા છે. ૮૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૮૪. જડની દયા ખાઉં, જડ એવા અજ્ઞાનીની દયા ખાઉં. ધનાદિક જડ પદાર્થોમાં જેની બુદ્ધિ છે તે આત્માનું માહાત્મ્ય ક્યારે સમજશે? અથવા જડ એવો અજ્ઞાની જીવ ઉપસર્ગ વગેરે કરે ત્યારે જ્ઞાની વિચારે છે કે ઉપસર્ગ કરનારને, સત્પુરુષ કલ્યાણનું કારણ છે એવું તેને ભાન નથી; નહીં તો તે તેમની પૂજા કરે. સંગમદેવનું દૃષ્ટાંત – મહાવીર સ્વામીને સંગમ દેવતાએ મરણાંતિક ઉપસર્ગ કર્યા, છ મહિના સુધી વજ્ર જેવી કીડીઓ ભગવાનના શરીરમાંથી આરપાર નીકળી આવ જાવ કરે એવા અનેક દુઃખ દીઘાં. તો પણ ભગવાનની આંખમાં પોતાના દુઃખ માટે એકપણ આંસુ આવ્યો નહીં. પણ જ્યારે છ મહિના થયા અને સંગમ દેવતા થાકીને જતો રહ્યો કે આમને તો કંઈ દુઃખ લાગે એવું નથી; તે વખતે ભગવાનની આંખમાં કરુણાથી આંસુ આવી ગયા. એ વિષે પરમકૃપાળુદેવ ઉપદેશછાયામાં જણાવે છે “શ્રી મહાવીરસ્વામીને સંગમ નામે દેવતાએ બહુ જ, પ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીઘા, ત્યાં કેવી અદ્ભુત સમતા ! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા! પારકી દયા કેવી રીતે ઊગી નીકળી હતી! '' -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૧) ૧૮૫. વિશેષથી નયન ઠંડા કરું. પુત્રને જોઈ જેમ માતાના નયન ઠરે છે; તેમ ભક્તિનું બીજ જેના હૃદયમાં રોપાયું છે તેવા ધર્માત્માને જોઈ મુમુક્ષુના મનમાં પ્રેમ, શાંતિ અનુભવાય છે. ખાસ કરીને જેનાથી પોતાને ઉપકાર થયો છે તેના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ થાય છે. બધા સંતો સ્વભાવે સરખાં હોય છે. પણ જે વિશેષ ઉપકારી છે તેના પ્રત્યે આપણું દિલ ઠરે છે, ખેંચાય છે; તેની સ્મૃતિથી, તેની ભક્તિથી જીવ આગળ વધે છે. એવા પરમકૃપાળુદેવના દર્શન વિશેષથી નયન ઠંડા કરું. ચારુદત્તનું દૃષ્ટાંત – ચારુદત્ત અને તેના મામાએ રત્નદ્વીપ જવા માટે બે બકરા આણ્યા. ભારંડ પક્ષીઓ તે રત્નદ્વીપમાં રહેનારા હોય છે. તે આહાર માટે બધે ઊડે ને જ્યાં માંસ દેખે ત્યાં નીચે ઊતરી પડે. એક બોકડાને મારી નાખી એનું ચામડું ઊંઘુ ફેરવી તેને કોથળી જેવું કરી અંદર પેસી જવા માટે બનાવ્યું. બીજા બકરાએ જાણ્યું કે મને પણ મારી નાખશે. તેથી રક્ષા માટે ચારુદત્ત ભણી જોયું. ચારુદત્તે પોતાના મામાને હિંસા ન કરવા માટે કહ્યું પણ એન્ને માન્યું નહીં. એટલે ચારુદત્તે બકરાને મરતી વખતે સ્મરણ સંભળાવ્યું, તેના પ્રભાવે બકરો મરીને દેવ થયો. બન્ને બકરાંની કોથળીમાં પેઠા અને ભારે પક્ષીઓ તેને ઉપાડીને જતા હતા. તેમાંથી જેમાં ચારુદત્ત હતો તે કોથળી પક્ષીના પગમાંથી સરી ગઈ અને ચારુદત્ત સાથે દરિયામાં પડી. ચારુદત્ત પણ દરિયામાં મોજાંથી અફળાતાં અફળાતાં કોઈ દ્વીપ ઉપર આવી ગયો. ત્યાં ફરતા ફરતા કિનારા ઉપર એક મુનિને દીઠા. ૮૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મુનિને નમસ્કાર કરી ત્યાં બેઠો. ત્યાં એક દેવ આવ્યો. તેણે પહેલા ચારુદત્તને નમસ્કાર કર્યા, પછી મુનિને નમસ્કાર કર્યા. તે વખતે મુનિના બે વિદ્યાઘર પુત્રો મુનિના દર્શન કરવા આવેલા. તેમણે દેવને પૂછ્યું કે “મુનિને મૂકી તમે ગૃહસ્થને કેમ પહેલા વંદન કર્યા? તમે આ ભૂલ કરી છે. ત્યારે દેવે કહ્યું – “મેં ભૂલ કરી નથી પણ એ મારા પરમ ઉપકારી છે. તેનું કારણ કહું છું તે સાંભળો. પૂર્વે હું પિપ્પલાદ નામે બ્રહ્મર્ષિ હતો. ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રોની પ્રરૂપણા કરી નરકે ગયો. નરકમાંથી નીકળી પાંચ ભવ સુધી બકરો થયો. પાંચેય ભવમાં યજ્ઞમાં જ હું હોમાયો. છટ્રે ભવે પણ બકરો થયો. આ ભવમાં મરતી વખતે આ ચારુદત્તે મને અનશન કરાવી મંત્ર સંભળાવ્યો. એની કૃપાએ જ હું બોકડામાંથી દેવ થયો છું. તેથી તે મારા ઘર્મગુરુ છે, માટે પ્રથમ વંદન કરવા યોગ્ય છે.” એમ વિશેષથી નયન ઠંડા કરું. ૧૮૬. સામાન્યથી મિત્ર ભાવ રાખું. પહેલી મિત્રા દ્રષ્ટિમાં, સામાન્યથી એટલે સર્વ જીવ પ્રત્યે અષબુદ્ધિ એટલે મિત્રભાવ આવે છે. “ષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે.” વીર જિનેસર દેશના. -આઠ યોગદૃષ્ટિની સખ્ખાય “મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી.” શ્રીમદ્ રાજચંદ્ર જે જે મોક્ષનો માર્ગ બતાવી શકે તે સર્વ મિત્રતુલ્ય છે. સમજા હોય તેને વિરોઘ કે અણગમો કોઈપણ સંત પ્રત્યે હોય નહીં. પછી તે ઉપકારી હોય કે ન હોય. પોતાને સમકિત પ્રાપ્ત થઈ ગયું હોય તો પણ સમકિતનાં જે કારણો છે તે પ્રત્યે એને પ્રેમ હોય છે. જેની આત્મદ્રષ્ટિ થઈ હોય તેને આ ઢુંઢિયા છે કે તપ્યા છે એવું ન હોય, પણ સર્વ પ્રત્યે મિત્રભાવ હોય. માટે સામાન્યથી એટલે સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખવાનો પ્રયત્ન કરું. શ્રી દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત–રાજા દંડવીર્ય હમેશાં પ્રથમ સાઘર્મિકને ભોજન કરાવીને પછી જમતો હતો. એક વખતે તેની પરીક્ષા કરવા માટે ઇંઢે કોટીગમે શ્રાવકો તીર્થયાત્રા કરીને આવતા વિક્ર્વીને દંડવીર્યને બતાવ્યા. રાજાએ ભક્તિપૂર્વક તેમને નિમંત્રણ કરી જમાડવા માંડ્યા. ભોજન કરાવતાં કરાવતાં સૂર્ય અસ્ત થઈ ગયો. બીજે દિવસે પણ એમ થયું. એમ કરતાં રાજા દંડવીર્યને આઠ ઉપવાસ થયા; તથાપિ તેનો ભક્તિભાવ ઓછો થયો નહીં પણ ઊલટો વૃદ્ધિ પામ્યો. રાજાની એવી શુદ્ધ વૃત્તિ જોઈ ઇંદ્ર સંતુષ્ટ થયા; તેથી તેણે દિવ્ય ઘનુષ્ય, બાણ, રથ, હાર અને બે કુંડલ આપ્યાં. તે સાથે શત્રુંજયની યાત્રા કરવા અને તીર્થનો ઉદ્ધાર કરવા આજ્ઞા આપી. રાજા દંડવીર્યે પણ તેમ કર્યું. (ઉ.પ્રા.ભા.-ભાગ-૩માંથી) ૧૮૭. પ્રત્યેક વસ્તુનો નિયમ કરું. અતિ સર્વત્ર વર્જયેત’ એમ કહેવાય છે. શ્રાવકો ચૌદ જરૂરી વસ્તુઓના નિયમ કરે છે. આટલાં જ ૮૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કપડાં વાપરવા કે ભોજનમાં આટલી વસ્તુઓ જ વાપરવી વગેરે પાપ રોકવા નિયમ કરે છે. તે ચૌદ નિયમો આ પ્રમાણે છે : સચિત્ત-દવ્ય-વિગઈ-વાણહ-તંબોલ-વસ્થ-કુસુમેસુ વાહણ-સયણ-વિલવણ-ખંભ-દિસિ-ન્હાણ-ભત્તે !-શ્રી પ્રતિક્રમણસૂત્ર અર્થ - ૧. સચિત્ત- માટી, પાણી, કાષ્ટ, પાન, બીજ તથા જે કાંઈ લીલી વસ્તુ છેદ્યાને બે ઘડી થઈ ન હોય તેનું વર્જન ઘારવું તે. ૨. દવ્ય - સચિત્ત અને અચિત્ત વસ્તુ વાપરવી હોય, તેની ગણતરી કરવી. ૩. વિગઈ - દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ અને ખાંડ એ છ વિગઈની ગણતરી કરવી. ૪. વાણહ - જોડા, મોજાં વિગેરેનું પ્રમાણ કરવું. ૫. તંબોલ - પાન, સોપારી, ઈલાયચી, ચૂરણ, લવિંગ આદિનું પ્રમાણ કરવું. ૬. વત્થ –વસ્ત્ર, રેશમી, સુતરાઉ તથા ઊનના વસ્ત્ર વિગેરેનું પ્રમાણ કરવું. ૭. કુસુમેસુ - ફૂલ, છીંકણી, અત્તર વિગેરે સુંઘવાની ચીજનું પ્રમાણ કરવું. ૮. વાહણ – ચરતાં, ફરતાં, તરતાં કે ઉડતા વાહનો જેવા કે ઘોડા, ગાડી, આગબોટ, એરોપ્લેન વિગેરેનું પ્રમાણ કરવું. ૯. સયણ - બિછાનું, પાટ, પાટલાં, ખુરશી વિગેરેનો નિયમ કરવો. ૧૦. વિલવણ - સુખડ, ચંદન વિગેરે વિલેપનનું પ્રમાણ કરવું. ૧૧. બંભ - બ્રહ્મચર્યનો નિયમ કરવો. ૧૨. દિસી - છ દિશામાં જવાના ગાઉનું પ્રમાણ કરવું. ૧૩. વ્હાણ - આખા શરીરે નાહવાની મર્યાદા કરવી. ૧૪. ભૉસુ – જમવાની વસ્તુઓનું પ્રમાણ કરવું. આમ નિયમિત જીવન ગાળી મોહ મૂર્છાને મટાડવા પ્રયત્ન કરું. સુમિત્રમંત્રીનું દ્રષ્ટાંત – એક વખતે મંત્રીએ પાખી (ચૌદસ)ની રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચખાણ કર્યા. તે જ રાત્રે રાજાએ કોઈ કાર્ય આવી પડવાથી તેને બોલાવવા પ્રતિહાર મોકલ્યો. મંત્રીએ પ્રતિહારને પોતાનો નિયમ જણાવ્યો. પ્રતિહારે આવીને તે વાત રાજાને જણાવી. રાજાએ અતિ રોષ કરી પ્રતિહારને પાછો મોકલી મંત્રી પાસેથી મંત્રીપદની મહોર છાપ મંગાવી. મંત્રીએ તત્કાળ તે પ્રતિહારને આપી દીધી. પ્રતિહાર કૌતુકથી તે મહોરછાપની મુદ્રિકા હાથમાં પહેરી પોતાની સાથેના પાળાઓની આગળ હસતો હસતો બોલ્યો કે-“અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” સેવકો – “મંત્રીરાજ! ખમા, પધારોએમ બોલવા લાગ્યા. પછી તે પ્રતિહાર થોડો આગળ ચાલ્યો ત્યાં દૈવયોગે કોઈ દુષ્ટ સુભટોએ તેને મારી નાખ્યો. આ ખબર રાજાએ જાણી એટલે વિચારમાં પડ્યો કે “જરૂર તે પ્રતિહારને મંત્રીએ જ મરાવી નાખ્યો હશે, માટે હું જાતે જઈ એ મંત્રીને જ મારી નાખું.’ આવા વિચારથી રાજા ત્યાં આવ્યો. તેવામાં પ્રતિહારને હણનારા પેલા સુભટો જેને દીવીઓના પ્રકાશથી શોધીને પકડી લીધેલા તેમજ બાંધેલા માર્ગમાં મળ્યા. રાજાએ તેમને પૂછ્યું-“તમે ક્યાંથી આવ્યા હતા?” તેઓ બોલ્યા-મહારાજ! અમને પેટભરાને શું પૂછો છો? તમારા વૈરી સુર રાજાએ મંત્રીનો વઘ કરવા મોકલ્યા હતા. અમે આ પ્રતિહારને ૮૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મુદ્રિકા ઉપરથી મંત્રી જાણીને મારી નાખ્યો છે.’ પછી રાજાએ મંત્રીને ઘેર આવી મિથ્યા દુષ્કૃત આપી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ તે સુભટોને જીવતા છોડી મૂક્યા. રાજાએ કહ્યું-‘મંત્રીરાજ ! આજે પુણ્યનું ફળ મેં પ્રત્યક્ષ જોયું.’ પછી પુણ્યની પ્રશંસા કરી રાજાએ ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પ્રાંતે મંત્રી અને રાજા બન્ને પુણ્ય ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિપદને પામ્યા. ‘સુમિત્ર મંત્રી દશમાં વ્રતમાં ઉદ્યમવંત થઈ આ લોકમાં ધર્મનું પૂર્ણ ફળ પામ્યો અને રાજા તેને જોઈ નાસ્તિકપણું છોડી પ્રતિબોધ પામીને શુદ્ધ ધર્મને પ્રાપ્ત થયો. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર-ભા.૩ (પૃ.૨૩) ૧૮૮. સાદા પોશાકને ચાહું. વિકારને પોષે તેવો પોશાક ન રાખું. અથવા બીજાએ તેવો પોશાક ધારણ કર્યો હોય તેથી પ્રસન્ન ન થાઉં કે ન ચાહ્યું. શ્રી દેવકરણજી મુનિ બહુ વૈરાગ્યવાન હતા. બધા બૈરાંઓ વ્યાખ્યાનમાં નવાં નવાં કપડાં પહેરી આવે. તેમને દેવકરણજી મુનિ કહેતા કે અહીં શું નાચવાનું છે? કે આવા કપડાં પહેરીને આવો છો. માટે સાદા પોશાકને ચાહું. ૧૮૯. મધુરી વાણી ભાખું. જે વાત કહેવાની હોય તે વાત સાંભળનારના હૃદયમાં ઊતરી જાય એવી મીઠી વાણી ભાખું. જેમ ગળ્યું ખાવાનું હોય તે તરત ઊતરી જાય તેમ. પ્રભુશ્રીજીને એવું બોલવું બહુ સારું આવડતું. પ્રભુશ્રીજી કૃપાળુદેવને વખાણે કે કૃપાળુદેવ તો કેવું મીઠું બોલતા, અમને તો એવું આવડેય નહીં. અમને તો અમે બોલીએ છીએ તે ખારાશ લાગે, મીઠાશ નહીં. મીઠાશ તો કૃપાળુદેવની. ૧૯૦. મનોવીરત્વની વૃદ્ધિ કરું. “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” જે જે મહાપુરુષો થયા છે તેમણે તેમના મનનો જય કર્યો છે અને દૃઢ નિશ્ચયવાળા બન્યા છે. તેમને જ્યારથી એમ સમજાયું કે આ કર્મથી જ પરિભ્રમણ થાય છે, ત્યારથી તે કર્મની સામે પડે છે અને તે કર્મનું નિકંદન કરવા માટે પુરુષાર્થ કરે છે. આમ મનોવીરત્વની વૃદ્ધિ કરું. ‘જ્ઞાનાર્ણવ’માં સવીર્ય અઘ્યયન શ્ર્લોક ૧૫માં શ્રી શુભચંદ્રાચાર્ય લખે છે કે “અવિદ્યારૂપ વૈરીની જાળને તોડી આજે જ મારા સ્વરૂપનો મારે પરમાર્થથી નિશ્ચય કરવો. વળી એમ વિચારે છે કે જ્યાં સુઘી જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં મારું નહાવાનું થતું નથી ત્યાં સુધી સંસારથી ઉત્પન્ન થયેલો મહાન દાહ મને પીડી રહ્યો છે. અવિદ્યા એટલે મિથ્યાત્વરૂપ દારુણ મગરમચ્છના દાંતોમાં મારું ચિત્ત ચવાઈ ગયું એટલે સકળ વિશ્વને જોવાને અદ્વિતીય નેત્રરૂપ કેવળદર્શનની શક્તિ હોવા છતાં પણ મેં મારા આત્માને પણ ન જોયો. હવે અત્યંત બળવાન એવા ઘ્યાનરૂપી વજ્રથી પાપરૂપ વૃક્ષનો એવી રીતે નાશ કરું કે જેથી ફરીથી જન્મરૂપ ફળ થવાનો સંભવ જ ન રહે. આજે મારો રાગરૂપી તાવ ઊતરી ગયો અને મોહરૂપી નિદ્રા ઉડી ગઈ, માટે કર્મરૂપી વે૨ીઓને ધ્યાનરૂપી તીક્ષ્ણ ખડગ્ની ઘારાથી હણું છું. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં અંધકારને દૂર કરી હું આત્માને જ જોઉં છું, તેમજ ઉગ્ર કર્મરૂપી લાકડાંના મોટા ગંજને બાળીને ભસ્મ કરું છું. વળી એવી ભાવના કરે કે આજે પોતાનું સામર્થ્ય મેળવી આનંદમંદિરમાં પ્રવેશ કરી બાહ્ય પદાર્થોમાંથી સ્પૃહા ટાળી મારા આત્મસ્વરૂપથી ચુત નહીં થાઉં. આમ મનોવીરત્વની વૃદ્ધિ કરું. ૯૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એવી રીતે સૂયગડાંગમાં સાચું વીરત્વ અધ્યયન છે. તેમાં જંબુસ્વામીએ પૂછ્યું : કે-“ઘર્મવીરનું વીરત્વ શામાં છે?'' તેના ઉત્તરમાં સુઘર્માસ્વામી જણાવે છે કે “જે જે પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત છે એટલે કે સત્યથર્મથી વિમુખ છે તે બધી પ્રવૃત્તિઓ કર્મરૂપ છે તેથી ત્યાજ્ય છે. જે જે પ્રવૃત્તિઓ પ્રમાદરહિત એટલે સદ્ધર્મ અનુસાર છે તે અકર્મ છે અને તે કરવા યોગ્ય છે. જેથી આત્માનું અહિત થાય એવી રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિઓમાં દાખવેલું વીર્ય અથવા પરાક્રમ તે સંસાર પ્રાપ્ત કરાવનાર, કર્મબંઘનું કારણરૂપ હોઈ, હેય છે.” “સમજી લોક બથી મમતાનો ત્યાગ કરી સર્વ શુભઘર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિમાર્ગે લઈ જનારા આર્યધર્મનું શરણ લઈ પાપકર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવાને ઘર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે, કારણ પોતાના કલ્યાણનો જે કોઈ ઉપાય જાણવામાં આવે તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમિયાન તરત જ શીખી લે છે. તેવો બુદ્ધિશાળી મનુષ્ય સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ઘર્મનું રહસ્ય સમજી લઈ તેમાં પૂર્ણભાવે પ્રયત્નશીલ થવા ઘરબારનો ત્યાગ કરી ચાલી નીકળે છે. કાચબો જેમ પોતાના અંગો પોતાના શરીરમાં સમેટી લે છે તેમ તે સર્વ પાપવૃત્તિઓને તથા હાથપગ વગેરે કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સહિત મનને અને તેમના દોષોને પોતામાં સમેટી લે છે. સર્વ પ્રકારની સુખશીલતાનો ત્યાગ કરે છે અને કામનાઓથી ઉપશાંત થઈ આસક્તિ વિનાનો બની મોક્ષમાર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ઘર્મવીરનું છે. તે પ્રાણોની હિંસા કરતો નથી, ચોરી કરતો નથી, વિશ્વાસઘાત કરતો નથી, જૂઠું બોલતો નથી, ઘર્મનું ઉલ્લંઘન મન, વાણીથી ઇચ્છતો નથી, તથા જિતેન્દ્રિય થઈ આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતો વિચરે છે. તે થોડું ખાય છે, થોડું પીએ છે તથા થોડું બોલે છે, તે ક્ષમાયુક્ત અને નિરાતુર (ઇચ્છા રહિત) બની સદા પ્રયત્નશીલ રહે છે. (પ્રમાદ કરતો નથી) તથા સર્વ પ્રકારની પાપવૃત્તિઓનો ત્યાગ કરી તિતિક્ષાને (સહનશીલતાને) પરમ ઘર્મ સમજી ધ્યાન યોગ આચરતો મોક્ષપર્યત વિચરે છે. આમ જ્ઞાની તેમ અજ્ઞાની બન્ને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબુઘનું ગમે તેટલું પરાક્રમ હોય તો પણ તે અશુદ્ધ છે તથા કર્મબંધનનું કારણ છે. પરંતુ જ્ઞાન અને બોઘયુક્ત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે. અને તેનું (કર્મનું) કાંઈ ફળ તેને ભોગવવું પડતું નથી. (નિર્જરા થાય છે તેથી)” -સૂયગડાંગસૂત્ર–મહાવીરનો સંયમથર્મ સિંહ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત – વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. ભીમ નામે તેને પુત્ર હતો. તે નગરમાં સિંહ શ્રેષ્ઠી, રાજાનો ખાસ પ્રિય મિત્ર હતો. એકવાર દૂતે આવી સભામાં જણાવ્યું કે નાગપુરમાં રાજાની રત્નમંજરી નામે રૂપવંતી કન્યા છે, તે ભીમકુમાર માટે યોગ્ય છે, એમ જાણી ત્યાંના રાજાએ મને અહીં મોકલ્યો છે. તેથી તેને વરવા માટે આપના કુંવરને મારી સાથે મોકલો. રાજાએ પોતાના મિત્ર સિંહશેઠને સાથે જવા કહ્યું. શેઠે કહ્યું મારે સો યોજનથી આગળ નહીં જવાનો નિયમ છે. ત્યારે રાજા ગુસ્સે થયો. તે સાંભળી શેઠ કહે મેં મારા વ્રતની વાત કરી પણ આપની આજ્ઞા કેમ ઉત્થાપાય? તેથી રાજા આનંદ પામ્યો. શેઠ સાથે કુંવરને રવાના કર્યો. રસ્તામાં શેઠે કુંવરને સંસારની અસારતાની વાતો કરી કુંવરની સંસારવાસના તોડી નાખી. સો યોજન દૂર આવ્યા. ત્યારે કુંવરને સૈનિકોએ કહ્યું કે રાજાજીએ કહ્યું છે કે સો યોજનથી આગળ શેઠ ન ચાલે તો તમારે તેમને બાંધીને નાગપુર લઈ જવા. તે વાત કુંવરે સિંહશેઠને ઘર્મગુરુ માનવાથી જણાવી. સિંહશેઠે કહ્યું આ ૯૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ અસાર સંસારમાં કોઈ કોઈનું નથી. માટે હું તો અહીં પાદોપગમન અનશન કરીશ. એમ કી અનશન લેવા ચાલ્યાં. ત્યારે કુંવર પણ એમની પાછળ ચાલ્યો. બન્નેએ પાોપગમન અનશન કર્યું. રાત્રિ પડી ગઈ. સૈનિકો શોધવા લાગ્યા. પછી થોડે દૂર પર્વત ઉપર દીઠા. સૈનિકોએ જઈ રાજાને સમાચાર જણાવ્યા. તેને બહુ ક્રોધ આવ્યો. કુમારને બાંધીને પણ પરણાવીશ. શેઠને મારી નાખીશ એવા વિચારથી ત્યાં તેમની પાસે આવ્યો. ત્યાં વ્યાઘ્રાદિક પ્રાણીઓને સિંહશેઠ અને કુંવરની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. અનુક્રમે માસોપવાસના અંતે બન્ને કેવળજ્ઞાન પામી મોક્ષે પઘાર્યા. સિંહ શ્રેષ્ઠીએ પોતાના મનોવીરત્વની વૃદ્ધિ કરી અનશન લીધું. તેના સંગથી કુંવરે પણ Es પોતાનું મનોવીરત્વ વધારી કલ્યાણ કર્યું. એમ અવસર આવ્યે મનોવીરત્વની વૃદ્ધિ કરું. -ઉ.પ્રા.ભા.ભાગ-૨ ૧૯૧. પ્રત્યેક પરિષહ સહન કરું. પ્રત્યેક પરિષહ વખતે સમભાવ રાખું. પોતાના બાંધેલા કર્મના ઉદયે જ પરિષદ આવે છે. તે સમભાવે સહન કરવાથી નિર્જરી જાય છે. મોટા પરિષઠો કોઈક વખત આવે છે, પણ ક્ષુધા, પીડા, મચ્છર, માંકડ, ડાંસ, માંખ વગેરેના તુચ્છ પરિષદો ઘણીવાર આવે છે. તેમાં સમતા ધારણ કરવાનો અભ્યાસ કરી મૂક્યો હોય તો મોટા પરિષ વખતે તે અભ્યાસ કામમાં આવે છે. પણ એવા પ્રસંગો તો તુચ્છ છે, એમાં શું? એમ કરીને જવા દીધાં હોય અને અભ્યાસ ન પાડ્યો હોય તો મોટા પરિષદો આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે. મહાવીર ભગવાને પરિષહો કેવી રીતે સહન કર્યા છે તે ‘આચારાંગ સૂત્ર'ના આચારધર્મમાં આ પ્રમાણે આવે છે— ભગવાન મહાવીરનું દૃષ્ટાંત – ‘પોતાની સાધનામાં તે (ભગવાન મહાવીર) એટલા બધા નિમગ્ન હતા કે તેમણે આંખ પણ કદી ચોળી નથી કે શ૨ી૨ને ખંજવાળ્યું નથી. રિત તથા અતિનો પરાજય કરી તેમણે આ લોકના તથા દેવ, યક્ષ વગેરેના અનેક ભયંકર સંકટો તથા અનેક પ્રકારના શબ્દો અને ગંઘો સમભાવે સહન કર્યાં. કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂર્છા વિનાના તથા સાઘન દશામાં પરાક્રમ કરતાં તે ભગવાન જરાપણ પ્રમાદ ન કરતાં, પોતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા અને એ જ રીતે જિંદગી સુધી શાંત રહ્યા. મુમુક્ષુઓ એ જ રીતે વર્તે છે એમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે.'' ૧૯૨. આત્માને પરમેશ્ર્વર માનું. ‘પ્પા સૌ પરમપ્પા’ નિશ્ચયનયથી આત્મા એજ પરમાત્મા છે માટે શુદ્ધાત્માને પરમેશ્વર માનું. “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’ -શ્રીમદ્ રાજચંદ્ર જેને આત્માની ઓળખાણ નથી તેણે, સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એવા સદ્ગુરુના બોઘનું ચિંતવન તથા તેની આજ્ઞાની ઉપાસના કરવા યોગ્ય છે, જેથી અંતરાત્મા થઈને પરમાત્મા ભજાય છે. શરૂઆતમાં અંતરાત્મા થવા માટે સદ્ગુરુ, તેના વચન, અને તેના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિ રાખવા યોગ્ય છે. પ્રેમ ૯૨ Page #121 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સાથે પૂજ્યપણું છે ત્યાં ભક્તિ છે. બહિરાત્મપણું મટવા માટે આ કરવાનું છે. પછી જેણે આત્મા ઓળખ્યો તેણે આત્માની ઉપાસના કરવાની છે. શરૂઆતમાં સંસ્કારને લઈને સપુરુષ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. સત્પરુષનો યોગ પહેલાં થાય ત્યારે ઠીક છે, સારું છે એમ લાગે. પણ જ્યારે તેનું માહાભ્ય ભાસે ત્યારે આત્મા ત્યાં ઢળે છે, અને તેમના પ્રત્યે પૂજ્યભાવ થાય છે, ભક્તિ ઉગે છે અને મનમાં થાય છે કે – “અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ.” પછી ભક્તિમાર્ગમાં પ્રવેશ થાય છે. અરિહંત સિદ્ધ આદિ પાંચે પરમ શ્રેષ્ઠી શુદ્ધ આત્મા છે માટે પૂજવા યોગ્ય છે. તેમને પરમેશ્વર માનું. જાદા જુદા કામ કરવા પડે તેથી આચાર્ય, ઉપાધ્યાય વગેરે જાદા જુદા નામ આપ્યા છે. ગુરુપૂજા, મૂર્તિપૂજા વગેરેમાં પણ આત્માને પરમેશ્વર માનું'. સૂત્ર જેવું આ વાક્ય કહ્યું. મૂર્તિ દેખીને પણ આત્મા સાંભરે, આંગી, મુકુટ, અલંકાર, રોશની વગેરેની પેલી પાર જે આત્મા રહ્યો છે તેને પરમેશ્વર માનું. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. -આત્મસિદ્ધિશાસ્ત્ર જે જિનેશ્વર ભગવાનના દેહ પ્રમાણને કે સમવસરણાદિ સિદ્ધિને જિનનું વર્ણન સમજે તે મતાર્થીનાં લક્ષણ છે; આત્માર્થીનાં નહીં. આત્માર્થી તો શુદ્ધ આત્માને પરમેશ્વર માને છે. ૧૯૩. પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.) વાક્ય ૧૯૩ થી ૨૦૦ સુઘી પિતા, પુત્ર-પુત્રીના હિત માટે કેમ વર્તવું તે વિચારે છે. માતાપિતાના વર્તનથી પુત્ર ઘણું શીખે છે. પુત્રને સારે રસ્તે ચઢાવવો હોય તો પોતાનું વર્તન સારું રાખવું. નાના છોડને જેમ વાળવો હોય તેમ વાળી શકાય. તેમ બાળકોને પણ જેવા દ્રષ્ટાંતો તેમની આગળ રજા કરાય તેવું તે શીખે છે. માતાપિતાએ પોતાનું વર્તન સુધારવા ઉપરાંત બાળક કોની કોની સોબતમાં જાય છે, કોની પાસે ભણે છે, કેવા પુસ્તકો વાંચે છે તેની પણ તપાસ માતાપિતાએ રાખવાની જરૂર છે. ૧૯૪. ખોટાં લાડ લડાવું નહીં. (પિતા ઇચ્છા કરે છે.) મોક્ષમાળામાં જિતેન્દ્રિયતાના પાઠમાં આવે છે કે મન જે જે દુરિચ્છા કરે તે તેને આપવું નહીં, તેની સામે પડવું; તેવી રીતે બાળક પણ જે જે દુરિચ્છા કરે તે પોષવા યોગ્ય નથી. બાળકને મોઢે ચઢાવ્યું હોય તો તે નિરંકુશ થઈ જાય, પછી સારી અને હિતકારી શિખામણ પણ માને નહીં. મા બાપ એની જોઈતી ઇચ્છાઓ પૂરી કરે, પણ જગતના બધા માણસો કંઈ એની ઇચ્છા પ્રમાણે વર્તે નહીં. તેથી લાડ લડાવવા એ બાળકોને દુઃખી કરવાને રસ્તે ચઢાવવા જેવું છે. માટે ખોટાં લાડ લડાવું નહીં. ૧૫. મલિન રાખું નહીં. (પિતા ઇચ્છા કરે છે.) નાનપણમાં બાળકને હિત અહિતનું ભાન હોતું નથી. તેથી મળ-મૂત્રમાં રમે, ધૂળમાં રમે અને માટી પણ ખાય. પણ સારી રીતભાતમાં તેને ઉછેર્યો હોય તો એને પણ સારો અભ્યાસ પડી જાય. પછી એને સારું જ ગમે, મલિન ન ગમે. ઘણા બાળકોના રોગો સ્વચ્છતાના અભાવે થાય છે માટે બાળકને રહેણી કરણીની રીતભાત શીખવું અને મલિન રાખું નહીં. ૧૯૬. અવળી વાતથી સ્તુતિ કરું નહીં. (પિતા ઇચ્છા કરે છે.) ઘણા મા બાપને એવી ટેવ હોય છે કે બીજા આગળ પોતાના છોકરાની વાતો કરે કે અમારો Page #122 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છોકરો તો કોઈને મારે નહીં, બઘાનાં કામ કરી આપે, બઘાને આવકાર આપે, ભગવાનનું નામ લે વગેરે કહે. તે કદાચ છોકરાને મોઢે એવું ન કહેતા હોય તો પણ છોકરાં સમજી જાય છે. તેથી એને માન પોષાય છે. તે એમ માની બેસે છે કે બધા છોકરા કરતાં હું ડાહ્યો છું, મોટો છું. પછી કોઈ તેનું અપમાન કરે તો એનાથી સહન થાય નહીં. માટે બાળકોની આવી પ્રશંસા કરવી તે તેના હિત માટે નથી. મા બાપ જે કહે તે બધા ગુણ ખરી રીતે એનામાં હોતા નથી. પણ મોહવશ નાની વસ્તુને મા બાપ મોટી કરે છે, એમ અવળી વાતથી તેની સ્તુતિ કરું નહીં. ૧૭. મોહિનીભાવે નીરખું નહીં. (પિતા ઇચ્છા કરે છે.) “ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહો કરે” -મેરી ભાવના સંસારી જીવને મોહ તો હોય છે જ, પણ પુત્રને નિમિત્તે તેને પોષણ મળે છે; અને તે મોહ વધ્યા કરે છે. જેના પ્રત્યે મોહ હોય તેના દોષ દેખાય નહીં. દોષ હોય તે પણ તેને ગુણ દેખાય. જેમકે પોતાનો છોકરો કોઈને સામો થઈ મારતો હોય તો પણ તેના વખાણ કરે કે મારો છોકરો કેવો બહાદુર છે! હારે એવો નથી. એવા દોષ દૂર કરવાના હોય પણ મોહથી ઊલટી તેની વૃદ્ધિ થાય છે માટે મોહિનીભાવે કુટુંબને નીરખું નહીં. ૧૯૮. પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. (પિતા ઇચ્છા કરે છે.) પુત્રીના વેશવાળ એટલે સગપણમાં છોકરાના યોગ્ય ગુણો જોવામાં ન આવે તો પુત્રીની આખી જિંદગી દુઃખમાં જાય. સરખું ન મળ્યું હોય તો તેનું ઘર્મધ્યાન કરવાનું પણ ક્યાંય જતું રહે. શ્રી કૃષ્ણ અને પુત્રીઓનું ડ્રષ્ટાંત – યુક્તિ વડે કન્યાની મુક્તિ. શ્રી કૃષ્ણ વાસુદેવને ઘણી કન્યાઓ હતી. તેમને પરણવાનો વખત આવે ત્યારે શ્રી કૃષ્ણ કન્યાને પૂછે કે તારે કેવો પતિ જોઈએ? સ્વામી થાય એવો કે સેવક થાય એવો? કન્યા કહે – “સ્વામી”. તે સાંભળી શ્રી કૃષ્ણ તેને નેમિનાથ ભગવાન પાસે મોકલી આપે. તેમના ઉપદેશથી કન્યા દીક્ષા લઈ લે. બઘી કન્યાઓ આ પ્રમાણે સાધ્વી થઈ ગઈ. એક કન્યા બાકી રહી. તેને તેની માતાએ શીખવી રાખ્યું કે તને શ્રી કૃષ્ણ પૂછે તો “સ્વામી”ને બદલે “સેવક” થાય એવો પતિ જોઈએ એમ કહેજે. તેણીએ શ્રી કૃષ્ણને એમ કહ્યું. તેથી શ્રી કૃષ્ણ તેમની પાસે એક સેવક હતો તેનું નામ વીરો સાલવી હતું, તેને પૂછ્યું કે તેં તારી જિંદગીમાં કંઈ બહાદુરીનું કામ કર્યું છે? તેણે કહ્યું કંઈ નહીં. પછી શ્રી કૃષ્ણે કહ્યું કે યાદ કર, કંઈ હોય તો જણાવ. ત્યારે તેણે વિચારીને કહ્યું કે એકવાર ચોમાસામાં ઝાડ પર કાંચીડો કે જેનું મોં લાલ હોય છે તેને મેં એક ઢેકું માર્યું હતું તેથી તે મરી ગયો હતો. (૨) ગાડાના ચીલામાં પાણીનો રેલો વહેતો હતો તેને ચોમાસામાં મેં ડાબે પગે રોકી રાખ્યો હતો. (૩) એક ઘડામાં માખો બમણતી હતી તે ઘડાનું મોટું મેં હાથ વડે ઢાંકી દીધું હતું. તેથી માખી અંદર જ બણબણ કરતી રહી ગઈ. તે સાંભળી શ્રી કૃષ્ણ રાજાઓની સભામાં એના વખાણ કર્યા કે આ વીરા સાલવીના પરાક્રમ એના કુળને ટપી જાય એવા છે. તેમાં પહેલું પરાક્રમ એ કે ઝાડ ઉપર લાલ ફેણવાળો નાગ હતો તેનો એણે ભૂમિશસ્ત્રથી (ઢેફાંથી) નાશ કર્યો. બીજાં એણે ચક્રથી (ગાડાના પૈડાથી) ખોદાયેલી જમીનમાં ગંગાનદી જેવો વહેતો પ્રવાહ ડાબા પગથી રોકી રાખ્યો હતો. ત્રીજાં ઘટપુરી નગરમાં (ઘડામાં) સેના હતી તેને એક હાથે એણે રોકી દીધી. એવો યથાર્થ નામવાળો આ વીરો સાલવી શૂરવીર છે, માટે એને મારી કન્યા આપું છું. બઘાએ જાણ્યું કે આપણને એની ખબર નથી પણ એવું કંઈ પરાક્રમ એણે કર્યું હશે. પછી ૯૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શ્રી કૃષ્ણની કન્યા એને પરણાવવામાં આવી અને વળાવી. વીરાએ તો પહેલાં આ લગ્નની ના પાડી હતી. પણ શ્રી કૃષ્ણના આગ્રહથી તેને પરણવું પડ્યું. ઘેર લાવ્યા પછી શ્રી કૃષ્ણની કન્યાને તે માનપૂર્વક રાખે અને તેની સેવા કરે. કન્યા તો ઢોલીયા પર બેસી રહે. એક દિવસ શ્રી કૃષ્ણ વીરાને પૂછ્યું કે મારી પુત્રી તારી સેવા કરે છે ? એણે કહ્યું કે હું તેની સેવા કરું છું. પછી શ્રી કૃષ્ણ આંખ કાઢીને કહ્યું – એની પાસે તારા ઘરના બધા કામ નહીં કરાવે તો તને બંદીખાનામાં નાખીશ. પછી ઘેર જઈ એણે એની સ્ત્રીને કહ્યું –કેમ ઢોલીયા પર બેસી રહે છે, કામ કરતી નથી. ચાલ મને કામમાં મદદ કર. એની સ્ત્રીનો (શ્રી કૃષ્ણની કન્યાનો) મીજાજ ખસી ગયો અને કહ્યું કે અરે કોળી, તું મને જાણતો નથી કે હું કોણ છું? તે સાંભળી સાલવીએ તો દોરડું પડ્યું હતું તે લઈને એને ઝાપટવા માંડ્યું. ત્યાંથી રિસાઈને ચાલતી પિતાને ઘેર ગઈ. કૃષ્ણ પૂછ્યું કેમ આવી? ત્યારે કન્યાએ કહ્યું. મારે તો સ્વામિની થવું છે દાસી થવું નથી. ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું : હવે તો તે વીરા સાલવીને હાથ છે. અમે તને પરણાવી દીધી છે. તે કહે તેમ થશે. કન્યાએ કહ્યું –ગમે તેમ કરી મને છૂટી કરો. શ્રી કૃષ્ણ વીરા સાલવીને બોલાવી સમજાવીને કહ્યું કે એને સંસાર છોડીને સાધ્વી થવાની ઇચ્છા છે, પણ તું રજા આપે તો સાધ્વી થાય. એણે હા કહી એટલે તેનો દીક્ષા–મહોત્સવ કર્યો અને શ્રી નેમિનાથ ભગવાનને કન્યા સોંપી એનું કલ્યાણ કર્યું. ૧૯૯. સમવય જોઉં. (પિતા ઇચ્છા કરે છે.) પૈસાની લાલચે કજોડાં કરું નહીં. કન્યાના મા-બાપ પૈસા લેવા હલકી વાતોમાં, કે ઉંમરનો ઘણો તફાવત હોય અથવા રોગીલો હોય પણ કુળ સારું છે એમ માનીને કન્યા આપી દે. પણ સ્વસ્થ અને સમવય જોઉં એટલે યોગ્ય ઉંમર જોઈને જ કન્યાનું વેવિશાળ કરું. ૨૦૦. સમગુણ જોઉં. (પિતા ઇચ્છા કરે છે.) પુત્રી અને તેનો વર બેય ગુણોમાં લગભગ સરખા હોય તે જોઉં. સરખો સ્વભાવ અને સરખી વિદ્યા વગેરે જોઉં. કોઈ સારા ગુણવાળો પુત્રી માટે વર શોધી કાઢ્યો હોય પણ પોતાની દીકરીમાં એવી યોગ્યતા ન હોય તો તે સામાને અસંતોષનું કારણ થાય; તેથી પોતાની પુત્રી દુઃખી થાય અને તે જોઈ પોતે પણ દુઃખી થાય. તેથી એક બીજાને પરસ્પર સંતોષ થાય એવો સમગુણી વર, કન્યા માટે જોઉં. હવે પિતાની, પુત્ર, પુત્રી સંબંધીની વાત પૂરી થઈ. ૨૦૧. તારો સિદ્ધાંત ગુટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવું. કપાળદેવે એવો નિશ્ચય કરેલો છે કે વેપારમાં કે ગમે તેમાં પણ જો આત્મલક્ષ ચૂકાય તો દેહત્યાગ કરું પણ અસમાધિથી વતું નહીં.તારો મુખ્ય સિદ્ધાંત સ્વરૂપનું વિસ્મરણ ન કરવું તે છે. માટે એ તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ચલાવું નહીં. કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવર્તે એવી અત્યાર સુઘીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૧૬) ૯૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૨૦૨. પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. વાત્સલ્યતા એ સમક્તિના આઠ અંગમાંનું સાતમું અંગ છે. વાત્સલ્યતાની જરૂર છે, માટે પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. ગાયનો વાછરડા ઉપર જેવો પ્રેમ છે તેવો નિઃસ્વાર્થ પ્રેમ થર્માત્મા પ્રત્યે રાખવો તે વાત્સલ્યતા છે. પ્રભુશ્રીજી કહેતા કે ‘સંઘ અમારા મા બાપ’. સંઘ આખો સાધુને માતા-પિતારૂપ છે. તમે અમને શિખામણ આપવા યોગ્ય છો. અમારો કોઈ દોષ હોય તો સંઘે અમને જણાવવું. આવા પરસ્પર વાત્સલ્યભાવની જરૂર છે. “દેહ જોવાનો નથી પણ આ જીવ કોને ભજે છે? એ જોવું. કપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું, સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું. પહેલી દૃષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ ‘અદ્વેષભાવ’ આવે છે.’’ ઓઘામૃત-ભાગ ૧ (પૃ. ૩૩૧) “સાધર્મિવત્સહે પુછ્યું, યદ્મવેત્તવોઽતિમ્ । ધન્યાસ્તે ગૃહિળોડવશ્ય, તત્વાશ્રૃતિ પ્રત્યદ’ ||૧|| ભાવાર્થ-‘સાધર્મીવાત્સલ્યે કરવામાં જે પુણ્ય થાય છે તે વચનથી કહી શકાય તેવું નથી, જે ગૃહસ્થો હમેશાં સાધર્મીવાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.'' શ્રી સંભવનાથ પ્રભુનું દૃષ્ટાંત શ્રી સંભવનાથ પ્રભુએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડના એરાવત ક્ષેત્રમાં તેમાપુરી નગરીને વિષે વિમલવાહન નામે રાજા થઈ, મોટો દુકાળ પડતાં, સાધર્મી જનોને ભોજન આપવા વડે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. પછી તે દીક્ષા લઈ આનત નામના નવમા દેવલોકે દેવતા થઈ સંભવનાથ નામે તીર્થંકર થયા. તેઓ ફાલ્ગુન માસની શુક્લ અષ્ટમીએ અવતર્યા, તે વખતે મોટો દુષ્કાળ હતો, પણ તેમના જન્મથી તે જ દિવસે સર્વ તરફથી ધાન્ય આવી પહોંચ્યું અને નવા ધાન્યનો સંભવ થયો તેથી તેમનું નામ સંભવ એવું પાડ્યું. ઇત્યાદિ દૃષ્ટાંતોથી સાધર્મીવાત્સલ્યનું પુણ્ય વચનથી કહી શકાય તેવું નથી, તેથી જે ગૃહસ્થો પ્રતિદિવસ તે આચરીને પછી ભોજન કરે છે તેઓને ધન્ય છે. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભા-૩માંથી - કુમારપાળરાજાના વાત્સલ્યભાવનું દૃષ્ટાંત – શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની આગળ જણાવીને કહ્યું હે રાજા ! તમારે બારમા વ્રતમાં સાધર્મીવાત્સલ્ય કરવું યોગ્ય છે.' પછી કુમારપાળે ત્યાં સુધી પોતાની આજ્ઞા ચાલતી હતી ત્યાં સુધી રહેનારા શ્રાવકોના ઉપરથી તમામ કર માફ કર્યો; જે કર વડે પ્રતિવર્ષ બોતેર લાખ દ્રવ્ય ઉપાર્જન થતું હતું. વળી તેણે સાધર્મી બંઘુઓના ઉદ્ધાર માટે ચૌદ કોટી દ્રવ્યનો વ્યય કર્યો. પારણાને દિવસે પોતે કરાવેલા શ્રી ત્રિભુવનપાળવિહાર નામના પ્રાસાદમાં સ્નાત્રમહોત્સવના અવસરે જે સાધર્મીઓ એકઠા થતા તેઓની સાથે કુમારપાળ ભોજન કરતા હતા. ભોજન વખતે હમેશાં દીન, દુઃખી, અજ્ઞાત અને ક્ષુધાર્તાને અનુકંપાદાન દેવા માટે પડહ વગડાવતા અને તેમને અન્નદાન આપીને પછી ભોજન લેતા હતા. તેમણે પણી દાનશાળાઓ સ્થાપી હતી. પ્રા.ભા. ભાગ-૩માંથી ૯૬ Page #125 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૦૩. તત્ત્વથી કંટાળુ નહીં. તત્ત્વજ્ઞાન મેળવતાં કંટાળું નહીં. ઘણા સાધુ થાય પછી શ્રુતનો અભ્યાસ કરતાં થાકે તેને માટે કહે છે. આત્માને હિતકારક જ્ઞાનીનાં વચનો છે, તેનાથી કંટાળવું નહીં પણ ઊલટો તેનો લોભ રાખવો. મોહનો ઉદય હોય છે ત્યારે જીવ થાકી જાય છે, કંટાળે છે. આ પ્રસંગે પરંપરામાં થયેલા છેલ્લા દશપૂર્વના અભ્યાસી શ્રી આરક્ષિતસૂરિની વાત નીચે પ્રમાણે છે : આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત - એક આર્યરક્ષિત નામનો બ્રાહ્મણ હતો. તે વેદશાસ્ત્રમાં પારંગત થઈને ઘેર આવ્યો. રાજાએ અને લોકોએ તેને ખૂબ માન આપ્યું. પછી એની માને નમસ્કાર કરવા ગયો. માના મુખ પર હર્ષ જણાયો નહીં, પણ દુઃખની છાયા જણાઈ. તેથી એણે પૂછ્યું -“કેમ મા, બધા ગામવાળાઓને હર્ષ થાય છે અને તને હર્ષ કેમ થતો નથી?” માએ કહ્યું કે, “જૈનશાસ્ત્રનું બારમું અંગ દ્રષ્ટિવાદ ભણે તો ખરો, નહીં તો તારી ભણેલી વિદ્યામાં તો કંઈ માલ નથી.” પછી છોકરાએ કહ્યું : એ મને કોણ ભણાવે? માએ કહ્યું : તારા મામા તોસલીપુત્ર સાધુ થયા છે તે ભણાવશે. પછી ત્યાં જવાનો નિશ્ચય કર્યો. સવારમાં વહેલા ઊઠીને મામા હતા તે ગામ ભણી જવા માટે ચાલવા માંડ્યું. રસ્તામાં કોઈ બ્રાહ્મણે શેરડીનો સાંઠો એને આપવા માંડ્યો. તેણે કહ્યું કે મારી માને આપજો. માએ સાંઠો લીધો અને ગણી જોયું તો તેમાં ૧૦ પેઈઓ હતી. તેથી તેણે અનુમાનથી વિચાર કર્યો કે મારો પુત્ર ૧૦ પૂર્વ જ શીખશે. પછી આર્યરક્ષિત તેના મામા તોસલીપુત્ર સાધુ પાસે ગયો. તોસલીપુત્ર પાસે જેટલું જ્ઞાન હતું તે ભણીને વઘારે ભણવા તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યો. રસ્તામાં એક ગામમાં ભદ્રગુપ્તસૂરિ મળ્યા. તેણે ચેતાવ્યું કે ગુરુની સાથે તું ઊતરીશ નહીં બીજે ઊતરજે. શ્રી વજસ્વામી ગુરુનો પ્રેમ એવો હતો કે ગુરુનો દેહ છૂટી જાય તો શિષ્યોને પણ એટલો પ્રેમ આવે કે ગુરુની પાછળ એ પણ સંથારો લે. પણ એમને પહેલાંથી સૂચના એટલા માટે આપી કે બઘા સંથારો ગુરુની સાથે કરશે તો પાછળથી કોઈ શ્રુતજ્ઞાની રહેશે નહીં. પછી તે અપાસરામાં જઈને બહાર બારણા આગળ ઊભો રહ્યો અને કોઈ અંદર શ્રાવક જાય તેની સાથે જવાનો વિચાર કર્યો. કેમકે તે વંદન વિધિ જાણતો નહોતો. એક શ્રાવક અંદર ગયો તેની સાથે તે પણ ગયો. તેણે કંઈ બોલીને નમસ્કાર કર્યા. તેમ આણે પણ નમસ્કાર કર્યા. શ્રી વજસ્વામીએ ઘર્મલાભ આપ્યો અને વાતચીત કરીને પૂછ્યું કે ક્યાંથી આવ્યો અને શા માટે આવ્યો વગેરે. ત્યારે આર્યરક્ષિતે કહ્યું: મારે દ્રષ્ટિવાદ અંગ ભણવું છે. આચાર્યે કહ્યું તે તો સાધુ થાય ત્યારે ભણાય એવું છે. તેથી સાધુ થયો એટલે એને ભણાવવા માંડ્યું. દશમું પૂર્વ ચાલતું હતું ત્યારે એનો ભાઈ ફલ્યુરક્ષિત બોલાવવા આવ્યો કે આપણા માતા-પિતા તને બહુ યાદ કરે છે અને તમારા દર્શન કરવાની બહુ ઇચ્છા છે. તમે ત્યાં આવો તો તે પણ વિશેષ ઘર્મ પામે. પછી જે ભાઈ બોલાવવા આવ્યો હતો એને કહ્યું કે તું આવ્યો છે તો તું તો ઘર્મ પામ. એમ કહી ભાઈને દીક્ષા અપાવી. પોતાને મોહથી મા-બાપ સાંભર્યા તેથી શિષ્ય ગુરુને પૂછ્યું કે હવે કેટલું શ્રુતજ્ઞાન ભણવાનું બાકી રહ્યું? આચાર્ય સમજી ગયા કે આ થાક્યો છે. આચાર્ય જવાબ આપ્યો કે સમુદ્રમાંથી જેમ સળી બોળીને બહાર કાઢે તો તે સળી ઉપર કેટલું પાણી આવે તેટલું ટીપું માત્ર તું હાલ ભણ્યો છું અને આખા સમુદ્રના પાણી જેટલું શ્રુત તો હજી ભણવાનું બાકી છે. એમનું કહેવું બરાબર હતું, કારણ કે આખું શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન જેવું છે. શ્રુતકેવળી પણ પરોક્ષ રીતે કેવળી જેટલું જાણે છે. તે સાંભળી શિષ્ય હવે વધારે થાક્યો કે આટલું તો ક્યારે પુરું થશે? તેથી આચાર્યને વિનંતી કરી કે મારો ભાઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ફલ્લુરક્ષિત મને તેના ગામે જવાની વિનંતી કરવા આવ્યો છે. આપની આજ્ઞા હોય તો એમને ત્યાં જઈએ. આચાર્યે તેને આચાર્યપદ આપીને વિદાય કર્યો. બીજા શિષ્યોમાં સૌથી વધારે દસ પૂર્વ સુધી ભણેલા એ આર્યરક્ષિત હતા. દસમું પૂર્વ પૂરું થવા આવ્યું અને એમનું ભણવાનું પૂરું થયું. ગણધરોએ પહેલા બારમું દ્રષ્ટિવાદ અંગ રચ્યું. તેના પાંચ ભેદ અર્થાતુ પંચ પ્રકરણ છે. તે પાંચ ભાગમાંના ચોથા ભાગમાં ૧૪ પૂર્વ છે. તીક્ષ્ણ બુદ્ધિવાળાઓ દ્રષ્ટિવાદ શીખી ગયા. પણ ઓછી બુદ્ધિવાળા અને સાધ્વીઓને ૧૨મું અંગ દ્રષ્ટિવાદ શીખવું અઘરું પડ્યું. તેથી દ્રષ્ટિવાદ લખનારા ગણઘરોએ ઓછા ક્ષયોપશમવાળાઓ ઉપર દયા લાવીને દ્રષ્ટિવાદમાં જે કહેવું છે તેનો ભાવાર્થ જેમાં આવે એવા અગત્યના વિષયો ગોઠવી ૧૧અંગની રચના કરી. ૧૧ અંગમાંના આચારાંગ વગેરે હાલ થોડાં જ રહ્યાં છે, બાકી વિચ્છેદ ગયાં છે. બારમું અંગ દ્રષ્ટિવાદ તો ભૂલાઈ જ ગયું છે. ૧૧ અંગમાંનુ મૂળ આચારંગ સૂત્ર ઘણું વિસ્તારવાળું હોવું જોઈએ એમ હાલના આચારાંગસૂત્રમાં છે. એમાં વૈરાગ્ય, ઉપશમ, સમકિત, ચારિત્ર, છૂટક છૂટક આત્મા સંબંઘીની સૈદ્ધાંતિક વાતો છે. બાકી કથાઓ તથા ઉપદેશોથ છે. મુખ્યપણે આમાં ઉપદેશબોઘ છે, સિદ્ધાંતબોધ તો થોડોક જ છે. માટે સિંઘુમાંથી બિંદુ જેટલાં રહેલા તત્ત્વજ્ઞાનને મેળવતાં કંટાળુ નહીં. પણ પ્રેમપૂર્વક ભક્તિભાવે તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરું. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૪'ના આઘારે : વરદત્તની કથા – ભરતક્ષેત્રમાં પદ્મપુર નગરમાં અજિતસેન રાજાને વરદત્ત નામે પુત્ર થયો. તેને ભણવા મૂક્યો પણ એક અક્ષર પણ આવડે નહીં અને પૂર્વકર્મના ઉદયથી તેને કોઢરોગનો વ્યાધિ થયો. એકદા નગરમાં જ્ઞાની વિજયસેન ગુરુ પધાર્યા. તેમને આનું કારણ પૂછ્યું ત્યારે તેમણે તેનો પૂર્વભવ જણાવ્યો. પૂર્વભવમાં તે વસુદેવ નામે મુનિ હતા. તે સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી થઈ આચાર્ય પદવીને પામ્યા. હમેશાં પાંચસો સાધુઓને વાચના આપતા હતા. વારંવાર સાધુઓ પ્રશ્ન પૂછવા આવતા. એક દિવસ ઊંઘમાં અંતરાય થતાં મુનિને જ્ઞાન ઉપર દ્વેષભાવ ઉત્પન્ન થયો અને મૂર્ણપણું શ્રેષ્ઠ જણાયું. જેથી બાર દિવસ સુધી કોઈને વાચના આપી નહીં. અને અંતે મૃત્યુ પામી હે રાજા! એ તારો પુત્ર થયો છે. પૂર્વે બાંધેલા કર્મથી તે મૂર્ખ અને કોઢી થયેલ છે. માટે તત્ત્વથી કદી કંટાળું નહીં પણ પ્રેમપૂર્વક તત્ત્વની વાર્તા કરું. ગુણમંજરીની કથા – ભરતક્ષેત્રના પદ્મપુર નગરમાં સિંહદાસ નામે શેઠ રહેતો હતો. તેને કપૂરતિલકા નામની પત્ની હતી. તેમની પુત્રી બાલ્યવયથી જ રોગી અને મૂંગી હતી. નગરમાં શ્રી વિજયસેન ગુરુ પઘાર્યા ત્યારે તેમને તેનું કારણ પૂછતા તેનો પૂર્વભવ જણાવ્યો કે ઘાતકી ખંડમાં ખેટકપુર નગરમાં જિનદેવ નામે શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે પત્ની હતી. તેને પાંચ પુત્રો તથા ચાર પુત્રીઓ હતી. શેઠે પુત્રોને ભણવા મૂક્યા પણ તેઓ ભણે નહીં. તેથી પંડિતે એકવાર સોટીથી માર્યા. તેથી માતાએ પુત્રોને કહ્યું કે માસ્તર તમને તેડવા આવે ત્યારે તેને દૂરથી પથ્થર વડે મારજો એમ પુત્ર પરના રાગથી જણાવ્યું. અને પાટી પુસ્તક વગેરે સર્વ અગ્નિમાં નાખી બાળી દીઘાં. તેથી તે ત્યાંથી મરીને હે શેઠ! એ તારી પુત્રીરૂપે અવતરી છે. જ્ઞાનની આશાતનાને કારણે તે રોગી અને મૂંગી થઈ છે. માટે તત્ત્વથી કદી કંટાળું નહીં. પણ તત્ત્વ બતાવનાર શાસ્ત્રો કે શ્રી ગુરુનું બહુમાન કરું. (પૃ.૧૬) પછી રાજા તથા શેઠ બન્નેના રોગ નાશનો ઉપાય ગુરુદેવને પૂછતાં શ્રી ગુરુએ કહ્યું કે જ્ઞાનપંચમીનું ૯૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧. આચાર્યને ઉધમાં અંતરાય થતા જ્ઞાન ઉપર દ્વેષ માતાના કહેવાથી પંડિતને પત્થર મારતાં પુત્રો, પુસ્તક વગેરે અગ્નિમાં નાખતી માતા શુ જીવો. જલ્દી S 2 1 વરદત્તને કોઢ રોગ ગુણમંજરી રોગી અને મૂંગી = ©. ન { Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવીકાનોજીની ઉણકેશા પ્રભુભક્તિમાં તન્મયા પતિ સાથે ભળી સતી થવા તૈયાર શ્રી શનિદાનજીની પિકેશ Page #129 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આરાઘન કરવાથી રોગથી મુક્તિ થશે. પછી ગુરુઆજ્ઞાથી જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી 1ી બન્ને રોગમુક્ત થયા. પછી વરદત્ત રાજા થયો અને શેઠની પુત્રી પણ નીરોગી થવાથી શેઠે તેને પરણાવી. અંતે આરાધન કરીને બન્ને સ્વર્ગે સિધાવ્યા. ત્યાંથી અવી મોક્ષે જશે. ૨૦૪. વિઘવા છું. તારા ઘર્મને અંગીકૃત કરું. (વિઘવા ઇચ્છા કરે છે.) વિઘવા છું માટે સંસારકામથી સર્વથા નિવૃત્તિ, તારા બોઘેલા વીતરાગ ઘર્મને મન વચન કાયાથી અંગીકૃત કરું. આપ પરમેશ્વરને જ મારા પતિ માનું. સતીને એક જ પતિ હોય, તેમ આપના પ્રત્યે અખંડ વૃત્તિ રાખી આપના બોઘેલા “સહજાત્મસ્વરૂપમાં સદા વૃત્તિ રોકી રાગ દ્વેષ અજ્ઞાનથી નિવૃત્ત થવા પુરુષાર્થ કરું. પતિ સાથે બળી, સતી થતી બાઈને શ્રી આનંદઘનજીનો ઉપદેશ સતી થવા તૈયાર થયેલ બાઈનું દ્રષ્ટાંત – મેવાડમાં શ્રી આનંદઘનજી મહારાજ વિચરતા હતા. જંગલમાં જતાં સ્મશાન ભૂમિ આવી. ત્યાં એક મોટી ચિતા ખડકેલી જોઈ અને પાસે એક શબ પડેલું દીઠું. આજાબાજા શોકાતુર ચહેરે ડાઘુઓ બેઠેલા હતા. નજીકમાં જ એક શેઠની પુત્રી વિઘવા થયેલી પોતાના મરણ પામેલા પતિ સાથે બળી સતી થવા તૈયાર થઈને ઊભી હતી. તે જોઈ આનંદઘનજીએ તે બાઈને પૂછ્યું કે તું તારા ખરા પતિને ઓળખે છે? ઓળખ્યા વિના કોની સાથે બળવા તૈયાર થઈ છું? તે સાંભળી સ્ત્રીએ જવાબ આપ્યો કે “હું મારા પતિને ઓળખું છું. આ શબ તેમનું જ છે. તેમની સાથે સતી થઈ તેમને સ્વર્ગમાં ભેટવા જઉં છું. શ્રી આનંદઘનજીએ જવાબમાં કહ્યું કે બાઈ તું ભૂલે છે. આ પતિપત્નીનો સંબંઘ આ જન્મ પૂરતો જ છે. મૃત્યુ પછી સૌ જીવો પોતપોતાના કર્મ અનુસાર ગતિને પામે છે. આમ સતી થવાથી તેનાથી મેળાપ થાય જ એવું ચોક્કસ નથી. તું તેના આત્માને પતિ માનતી હોય તો તે આત્માનો નાશ નથી, તે આત્મા તો બીજી ગતિને પામેલ છે. અને તે તેના શરીરને જ પતિ માનતી હોય તો તે આ રહ્યું. અને જો તે તારો સાચો પતિ જ હોત તો તને અહીં એકલી મૂકીને પરલોકે કેમ જાત! માટે આવા નાશવંત જગતના પતિનો મોહ છોડી, શાશ્વત સુખસ્વરૂપ એવા પરમાત્મારૂપ પતિ સાથે સ્નેહ સંબંધ જોડ કે જેથી તારું સર્વકાળનું દુઃખ સર્વ પ્રકારે નષ્ટ થાય; અને ફરી કદી જન્મ ઘારણ કરીને આવી રીતે બળવાનો પ્રસંગ આવે નહીં. આ ઉપદેશ શેઠની પુત્રીને ગળે સોંસરો ઊતરી ગયો. સતી થવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાગઘર્મ સ્વીકારી પ્રભુ ભક્તિમાં તે તન્મય થઈ ગઈ. શ્રી આનંદઘનજી મહારાજ આ જ પ્રસંગને ભગવાન ઋષભદેવના સ્તવનમાં આલેખે છે કે : “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” -ઋષભ જિનેશ્વર ૨૦૫. સુવાસી સાજ સજે નહીં. વિઘવા ઇચ્છા કરે છે કે સુવાસી સાજ એટલે સુહાગણનો સાજ સજાં નહીં. જે વડે બીજાને મોહ થાય એવા વેષ પહેરું નહીં, ઘરેણાં પહેરું નહીં, શૃંગાર સાં નહીં, માથામાં ફૂલ કે વેણી વગેરે નાખું નહીં, પણ સાદાઈથી રહું. શણગાર કેવા સજવા કે જેથી પોતાનો આત્મા ઉન્નતિને પામે, એ વિષે “આલોચનાદિ પદ ૯૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સંગ્રહ'માં “સજનીના શણગાર” નામના કાવ્યમાં સોળ શણગાર સજવાની વાત જણાવે છે. તેનો ગદ્યાર્થ આ પ્રમાણે છે : (૧) કપાળમાં સમકિતરૂપી તિલક કરું. (૨) સંયમરૂપી કાજળ આંખમાં આંજુ. (૩) શ્રુતજ્ઞાનરૂપી કુંડળ કાનમાં પહેરું. (૪) શીલરૂપી સુવાસ વડે કેશને સુગંધિત કરું. (૫) શીલની વાડરૂપ કપાળમાં દામણી પહેરું. (૬) ભક્તિભાવ રૂપી સેંથી ભરું. (૭) વિનયરૂપ નથની નાકમાં સદા પહેરું. (૮) સમ્યકજ્ઞાનરૂપ હારને સદા કંઠે ઘારણ કરું. (૯) સત્સંગરૂપી સુંદર વસ્ત્ર પહેરું. (૧૦) વિદ્યા અને (૧૧) વિવેકરૂપ બંગડી હાથમાં ઘરું. (૧૨) નીતિરૂપ કુમકુમથી થાળ ભરું. (૧૩) પુરુષાર્થરૂપ કંદોરો કમરમાં પહેરું (૧૪) સુસંપરૂપ ઘૂઘરીનો રણકાર કરું. (૧૫) શાંતિ અને સમતારૂપ ઝાંઝરને પગમાં પહેરું અને (૧૬) દયારૂપ કુમકુમને પ્રભુના પગલે ઘરું. એમ ઉત્તમ સગુણો એ જ ખરા સોળ સુંદર શણગાર છે. જેથી તનના શણગારની પ્રીતિ મૂકી દઈ આત્મપ્રાપ્તિના આ સદ્ગણો સજવાથી સરુના ઉપદેશ ઉપર શ્રદ્ધા થશે. શ્રી રતનબેનનું દ્રષ્ટાંત - શ્રી પુનશીભાઈના ગુજરી જવાથી રતનબેન વિઘવા થયા હતા. તેમના દિયરે મિલ્કત લઈ લેવા કેસ કર્યો.જેથી કોર્ટમાં જવું પડતું. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને જણાવતાં તેમણે ભલામણ કરી કે કોર્ટમાં જવું પડે તો સાદા ઘોયેલાં કપડાં પહેરીને જવું, જેથી કોઈની નજર આપણા ઉપર જાય નહીં. ૨૦૬. ઘર્મકથા કરું. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કહે, “નવરો બેઠો નખ્ખોદ વાળ માટે વિઘવા છું તો ઘર્મકથા કરું. મન બીજા વિચારમાં ન જાય તે માટે હમેશાં જ્ઞાની પુરુષના બોઘમાં મનને પરોવું. ભક્તિમાં કે નવું નવું શીખવામાં, શીખેલું ફેરવવામાં, લખવામાં કે મંત્ર સ્મરણમાં મનને પરોવું. નવરી રહ્યું નહીં એમ ઘર્મકથામાં ઉપયોગને જોડેલો રાખું. વિશેષ યોગ્યતા હોય તો સ્ત્રીઓની સભામધ્યે ઘર્મકથા કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથીઃ- “ઘર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિડિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્થે સભામધ્યે તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ઘર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય.” (વ.પૃ.૧૧૪) ૨૦૭. નવરી રહ્યું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “નકામો વખત જવા દેશો નહીં.” (વ.પૃ.૧૨) નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય!” (વ.પૃ.૧૩) પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દ્રષ્ટિએ સિદ્ધ છે!” (વ.પૃ.૯૪) “સ્ત્રી નીતિ બોઘક”માંથી વખત નકામો નહીં ગાળવા વિષે (હરિ ભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે.) અરે વખત વૃથા, કો દી ગુમાવો નહીં એ મારી વિનતી, મળે નહીં પાછો, જાનારો એ ખરચો જો દામો અતિ. મળે નહીં પાછો એ પોતે, ભલે દીપક લઈને તું ગોતે, નહીં મળે ચંદ્ર કેરી જ્યોતે. અરે વખત ૧ ૧૦૦ Page #131 -------------------------------------------------------------------------- ________________ બાબીભ્ર ET Ea8 T E શઠ ઉપર વ્યંતરદેવ પ્રસન્ન, ( ચૈતરી બનાવેલી હવેલી તથા વખાર બ શેઠે કહે સાંકળ ઉપર ચઢઉતર કરવું કામ પડે ત્યારે મને સંભારવો જ Page #132 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નહીં પળ નકામી જાવા દ્યો, સારો ઉપયોગ જ થાવા દ્યો, શુભ કામ કરીને લ્હાવો લ્યો. અરે વખત ૨ વખત અમૂલ્ય જાણી લીઘો, ઉપયોગ કરો તેનો સીઘો, અમથી કુથલી તો જાવા દ્યો. અરે વખત૦૩ રે! વાંચો સગ્રંથો સારા, રાખી તેના નિત્યે ઘારા, કરો કામો સારાં બહુ પ્યારાં. અરે વખત,૪ - શ્રીમદ્ રાજચંદ્ર “ઉપદેશામૃત'માંથી:- “વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે પરપરિણતિમાં ન ખોવો. (પૃ.૪૦૭) ‘બોઘામૃતભાગ - ૧'માંથી - મન મંત્રમાં રાખે તો થાકે બાબરાભૂતનું દ્રષ્ટાંત – “એક વાણિયો હતો. તેને લાગ્યું કે કામ તો ઘણું છે અને ગુમાસ્તા થોડા છે, માટે કોઈ દેવને વશ કરું. પછી તેણે આરાઘના કરી. તેની આરાઘનાથી દેવ પ્રસન્ન થયો અને કહ્યું કે કામ બતાવ, નહીં તો તને ખાઈ જઉં. તેણે કહ્યું હિમાલયથી વાંસ લઈ આવ. તે લઈ આવ્યો. પછી નવરો હોય ત્યારે ચઢવા-ઉતરવાનું કામ બતાવ્યું. એવું આ મન છે. તેને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં રાખવું તો થાકે, નહીં તો નહીં થાકે.” (બો-૧ પૃ. ૧૮૮). ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – વણિકની આરાધનાથી વ્યંતરદેવે પ્રસન્ન થઈ કહ્યું-શું કામ છે? બતાવ. ત્યારે વણિક કહે અહીં એક સાત માળનો આવાસ બનાવો તથા બાજુમાં ચાર વખાર બનાવો. તે તેણે તુરંત બનાવી લીધી. પછી ફરી બાબરાભૂતે કહ્યું કામ બતાવ નહીં તો તને ખાઈ જઈશ. વણિક કહે વનમાંથી એક ઊંચામાં ઊંચો વાંસ લાવી અહીં રોપો. તેના છેક ઉપર એક આડું લાકડું બાંધો. તેના ઉપરથી છેક નીચે સુધી લટકતી એક સાંકળ લટકાવો. દેવે તેમ કર્યું. ત્યારે વણિકે કહ્યું હવે હું બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ સાંકળ ઉપર ચઢ ઉતર કર્યા કરો. વ્યંતરે આ સાંભળીને કહ્યું તું મારા માથા ઉપરનો મળ્યો. જ્યારે કામ પડે ત્યારે મને સંભારજે હું આવીશ. એમ કહી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. એમ મનને ખૂબ કામમાં રોકી થકવીએ તો થાકે. માટે સ્ત્રી નવરી પડે તો માઠા વિચાર કરે. તે કામમાં જ ગુંથાયેલી સારી. મુનિ પણ કામે વળગ્યા સારા. તેથી તેમને પણ આખા દિવસની નિત્ય ક્રિયા બતાવેલ છે. દયાનંદ સરસ્વતીનું દ્રષ્ટાંત – વૃત્તિઓને રોકવાનો ઉપાય ભક્તિ સ્વાધ્યાય. શ્રી દયાનંદ સરસ્વતીને શરીરમાં હૃષ્ટ પુષ્ટ જોઈને એક ભાઈએ તેમને પૂછ્યું : “આપકો કામ નહીં સતાતા હૈ?” તેમણે જવાબમાં કહ્યું “કામ! કૌન સા કામ? મેં તો સદા કામમેં હી રહતા હૂં.” એમ મનને સદા ભક્તિ સ્વાધ્યાય આદિ ઉત્તમ કામમાં પરોવેલું રાખીએ તો વૃત્તિઓને ભટકવાનો અવકાશ મળતો નથી. ૨૦૮. તુચ્છ વિચાર પર જઉં નહીં. નવરી બેઠી તુચ્છ વિચાર કરું નહીં તે પર એક દ્રષ્ટાંત છે. હિત શિક્ષાના રાસનું ૨હસ્ય’ના આઘારે - નવરું મન નખ્ખોદ વાળે. શ્રીમતીનું દ્રષ્ટાંત - “શ્રીપુર નામના નગરમાં જિનદત્ત નામે શેઠ રહેતો હતો. તેનો પુત્ર પરદેશ કમાવા ગયો. તેની શ્રીમતી નામે ભાર્યા હતી. પુત્રને પરદેશમાં ઘણો સમય વ્યતીત થવાથી તેની સ્ત્રી કામાતુર થઈ. તેની પાસે રહેનારી એક વૃદ્ધ સ્ત્રીને તેણે કહ્યું : “મને કામ વિકાર બહુ થયો છે માટે ૧૦૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કોઈ સારો પુરુષ લાવી આપો, જેથી મને શાંતિ થાય.” શ્રીમતી ઘરમાં નવરી હતી. ધન, રૂપ અને યૌવનમાં મદમાતી, મોટી હવેલી તથા અનેક ભોગના સાધન વચ્ચે રહેનારી તથા પતિ પરદેશ ગયો હોવાથી આવી તુચ્છ વિચારવાળી તેની મતિ થઈ. પણ વૃદ્ધ સ્ત્રી પ્રૌઢ વિચારવાળી હોવાથી તેના સસરાને એકાન્તમાં બોલાવી કહ્યું કે, હવે વહુનું મન વશ રહેતું નથી. યૌવનવંતી છે. નવરી રહી શકતી નથી. તે શિયળ કેમ પાળી શકે? માટે તે સંબંધી યોગ્ય લાગે તે ઉપાય કરો. સસરાએ દીર્ઘ વિચાર કરી ઘરના સર્વ માણસોને બોલાવી પોતાની સ્ત્રી (શેઠાણી) ઉપર કૃત્રિમ ગુસ્સો કરીને કહ્યું –‘અત્યારથી તમારે તમામ કામ વહુને પૂછીને કરવાં. પૈસા ટકા જે જોઈએ તે તેની પાસેથી માંગવા. બહારથી પણ કાંઈ લાવવું હોય તો તેને પૂછીને લાવવું.' આ પ્રમાણે હુકમ કરી વહુને બોલાવી ઘરનો તમામ કારભાર તેને સોંપી દીધો. બહુ નોકરચાકરવાળું અને મેમાન પરોણાવાળું શેઠનું ઘર હોવાથી વહુને એટલું બધું કામ માથે આવી પડ્યું કે એક ઘડીની પણ હવે નવરાશ મળે નહીં. કાયમ કામમાં ને કામમાં ગુંથાયેલી ને ગુંથાયેલી રહે. પછી શેઠની પ્રેરણાથી ડોશીએ વહુને એકાંતમાં પૂછ્યું કે ‘તમે કહેતા હતા તે પુરુષને લાવું?’ ત્યારે વહુ કહેઃ ‘અરે માજી! એ શું બોલ્યા? અહીં તો એક મિનિટની પણ ફુરસદ નથી. હવે એવી વાત પણ કદી કરશો નહીં. ડોશીમાએ શેઠ પાસે જઈને બધી વાત કહી તેથી શેઠને પણ મનમાં શાંતિ થઈ ગઈ. આ વાર્તાનો સાર એ લેવાનો છે કે નવરા રહેવાથી મન ઠેકાણે રહેતું નથી, જ્યાં ત્યાં ફર્યા કરે છે, માટે તેને કામમાં ગુંથાયેલું રાખવું. એ જ પ્રમાણે શ્રાવક કે સાધુ પણ ધર્મના કાર્યમાં વળગ્યા રહે તો તેનું મન ઠેકાણે રહે. નવરા માણસ હાંસી, ખેલ, કુતુહલાદિ કરે, અનેક પ્રકારની રમતો ૨મે, પણ જો કામમાં પરોવાયેલો હોય તો તુચ્છ વિચાર આવે નહીં. માટે જ્ઞાનીપુરુષો કહે છે-“હે ભવ્ય પ્રાણીઓ! તમે નવરા ન રહેશો પણ શુભ કાર્યમાં હમેશાં આત્માર્થે ગુંથાયેલા રહેજો; જેથી તમારા આત્માનું કલ્યાણ થાય.’’ ૨૦૯. સુખની અદેખાઈ કરું નહીં. “દેખ દૂસરોં કી બઢતી કો, કભી ન ઈર્ષા ભાવ થયું.” -મેરી ભાવના “બીજાની ચઢતી જોઈ કદી ઈર્ષાભાવ, અદેખાઈ કરું નહીં.’' નિત્યનિયમાદિ પાઠ (પૃ.૩૦૯) શ્રીપાલરાજાના રાસ'માંથી :– જેના હૃદયમાં ઈર્ષા હોય છે તે માણસ બીજાની ઋદ્ધિ જોઈ શકતો નથી. જેમ મેઘની ગર્જના સાંભળવાથી સમુદ્ર દુબળો થાય છે એટલે સુકાવા લાગે છે તેમ બીજાની ઈર્ષાથી માણસ દુર્બળ થાય છે. વર્ષાઋતુમાં સર્વ વનસ્પતિઓ લીલીછમ થાય છે ત્યારે જવાસાનું વૃક્ષ ઊભું સુકાય છે. ઈર્ષાળુ માણસો જવાસાના વૃક્ષની જેમ કોઈનું પણ સારું જોઈ રાજી થતા નથી. તેથી ઈર્ષાની આગમાં બિચારા બળીને ખાખ થઈ જાય છે. માટે કોઈની ચડતી જોઈને ઈર્ષા કરવી નહીં. જેઓને ભાગ્યે મોટા બનાવ્યા હોય, તેઓની ઈર્ષા કરવાથી શું ફાયદો? જાઓને! પર્વતને મોટો જોઈ તેની ઈર્ષાથી, પર્વતને પાડવામાં હાથીના દાંત પડી ગયા, પણ પર્વત નાનો થયો નહીં અને તે ચીસો પાડતો જ રહ્યો. આ દૃષ્ટાંતે, ઘવળશેઠ પણ શ્રીપાળકુંવરની ઈર્ષા કરી તેને દુ:ખી કરવા, થાય તેટલા ઉદ્યમ કરે છે. પરંતુ તેને દુઃખી કરવા જતાં પોતાના જ હાલ બગડે છે અને અંતે મરી સાતમી નરકે જાય છે. ૧૦૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ દરેક જીવને પુણ્યના અનુસારે વૈભવ પ્રાપ્ત થાય છે. માટે કોઈપણ પ્રાણીની ઋદ્ધિ કે ચડતી દેખી ઈર્ષા કે દ્વેષ કરવો નહીં. દ્વેષ કરવાથી સામાને કંઈ થતું નથી. પરંતુ પોતાને અશુભ કર્મનો બંધ પડે છે. કહેવત છે કે “હાથનાં કર્યાં હૈયે વાગે.'’તેમ ભવાન્તરમાં તે કર્મના ઉદયથી તેનાથી પણ વધારે દરિદ્રતા કે નીચતા પ્રાપ્ત થાય છે એમ સમજી સુન્ન પ્રાણીઓએ ઈર્ષા કરવી નહીં.' (પૃ.૧૩૪) ચોરોનું દૃષ્ટાંત – સુખની અદેખાઈ વડે સર્વ દુઃખી. ‘‘એક શેઠને ત્યાં ચોરોએ રાત્રે ખાતર પાડ્યું. જેવી ભીંત તોડી મોઢું અંદર ઘાલ્યું કે શેઠે તેનું નાક કાપી લીધું. તે ચોરે વિચાર કર્યો કે મારું નાક કપાઈ ગયું અને બીજાના નાક રહી ગયા. તેથી બીજાની અદેખાઈથી કહ્યું કે મને તો અહીં માથું ઘાલવાથી નારાયણ દેખાય છે. તે સાંભળી બીજાએ પણ મોઢું ઘાલ્યું કે તેનું પણ નાક શેઠે કાપી લીધું. પહેલા ચોરે બીજાના કાનમાં કહ્યું કે તું પણ એમ જ કહે, નહીં તો બીજાના નાક સાબુદ રહી જશે. તેથી તેણે પણ એમ જ કહ્યું. જેથી બધા ચોરોના નાક કપાઈ ગયા. એમ બીજાના સુખની અદેખાઈ કરું નહીં.'' “ઈર્ષ્યા થકી આ અવનીમાં, અવનતી અવશ્ય થાય; તે માટે ઈર્ષ્યા થકી, રહેજો દૂર સદાય.'' -સાદી રિશયામા (પૃ. ૧૫) ૨૧૦. સંસારને અનિત્ય માનું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય.'' (વ.પૃ.૪પર) અનિત્યભાવના ‘“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !’’ વિશેષાર્થ :- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષન્નભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર !'' (પૃ.૭૬) ‘સમાધિ સોપાન'માંથી :- “આ ઘન, યૌવન, જીવન, કુટુંબના સંગમને પાણીના પરપોટા જેવા અનિત્ય જાણી આત્માના હિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા સંગમ છે તે બધા વિનાશી છે. એમ અનિત્ય ભાવના ભાવો. પુત્ર, પૌત્ર, સ્ત્રી, કુટુંબ આદિક કોઈની સાથે પરલોક ગયાં નથી, અને જશે પણ નહીં. પોતાનાં ઉપાર્જન કરેલાં પુણ્ય પાપ આદિ કર્મો માત્ર સાથે રહેશે. આ જાતિ, કુળ, રૂપ આદિક તથા દેશ નગર આદિકનો સમાગમ દેહની સાથે જ નાશ પામશે. તેથી અનિત્યભાવના ક્ષણમાત્ર પણ વીસરી ન જાઓ; તેના પ્રભાવે પર ઉપરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય છે. '' (પૃ.૭૧) ૧૦૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “પ્રજ્ઞાવબોધ'માંથી - “પરણે પ્રાતઃકાળમાં જી, સાંજે પડતી પોક, રંગ-રાગ પલટાય સૌ જી, હર્ષ હતો ત્યાં શોક. વ, જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય.” (પૃ.૫૭૬) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે –અનિત્ય એવા સંસારને ધિક્કાર અનંગદેવનું દ્રષ્ટાંત – “એક વખત અપરાજિત રાજા (શ્રી નેમિનાથ ભગવાનનો જીવ પૂર્વભવમાં) ઉદ્યાનમાં ગયો હતો. ત્યાં રૂપમાં કામદેવ જેવો અનંગદેવ નામે એક સાર્થવાહનો સમૃદ્ધિમાનું પુત્ર તેના જોવામાં આવ્યો. તે દિવ્ય વેષને ધારણ કરનારા સમાન વયના મિત્રોથી વીંટાયેલો હતો. ઘણી રમણીય રમણીઓની સાથે ક્રીડા કરતો હતો, યાચકોને દાન આપતો હતો, બંદીજનો તેની સ્તુતિ કરતા હતા અને ગીતગાન સાંભળવામાં તે આસક્ત હતો. તેને જોઈને અપરાજિત રાજાએ પોતાના માણસોને પૂછ્યું કે, “આ કોણ છે?” તેઓએ કહ્યું – “આ સમુદ્રપાળ નામના સાર્થવાહનો અનંગદેવ નામે ઘનાઢ્ય પુત્ર છે.' તે સાંભળીને “મારા નગરના વ્યાપારી પણ આવા ઘનાઢ્ય અને ઉદાર છે! તેથી હું ઘન્ય છું.” એમ પોતાની પ્રશંસા કરતો કરતો અપરાજિત રાજા ઘેર આવ્યો. બીજે દિવસે રાજા હાથી ઉપર બેસી નગર બહાર જતો હતો. તેવામાં ચાર પુરુષોએ ઉપાડેલું અને જેની આગળ વિરસ વાદ્ય વાગે છે એવું એક મૃતક તેના જોવામાં આવ્યું. તેની પછવાડે છાતી કુટતી, છુટે કેશે રૂદન કરતી અને પગલે પગલે મૂચ્છ ખાતી અનેક સ્ત્રીઓ જતી હતી, તે જોઈ રાજાએ સેવકોને પૂછ્યું કે, “આ કોણ મરી ગયું?” તેઓ બોલ્યા કે “પેલો સાર્થવાહનો પુત્ર અનંગદેવ, અકસ્માતુ વિપૂચિકા (કૉલેરા)ના વ્યાધિથી મૃત્યુ પામ્યો છે.” તે સાંભળતાં જ રાજા બોલ્યા-“ અહો! આ અસાર સંસારને ધિક્કાર છે, અને વિશ્વાસીના ઘાત કરનાર વિધિને પણ ધિક્કાર છે. હા! મોહનિદ્રાથી અંઘ ચિત્તવાળા પ્રાણીઓનો કેવો પ્રમાદ છે!” આ પ્રમાણે મહાન સંવેગને ઘારણ કરતા અપરાજિત રાજા પોતાને ઘેર પાછા ફર્યા અને કેટલાક દિવસ એવા ખેદમાં વ્યતિક્રમાવ્યા. અન્યદા જે કેવળીને પ્રથમ તેમને કુંડપુરમાં જોયા હતા તે કેવળી ભગવંતે જ્ઞાનવડે અપરાજિત રાજાને બોથને યોગ્ય થયેલ જાણી તેના ઉપકારને માટે ત્યાં પધાર્યા. તેમની પાસેથી ઘર્મ સાંભળી પા નામના પ્રીતિમતીથી થયેલા પુત્રને રાજ્ય ઉપર બેસાડી અપરાજિત રાજાએ દીક્ષા ગ્રહણ કરી. તેમની સાથે તેમની પ્રિયા પ્રીતિમતી, અનુજ બંધુ સૂર તથા સોમ અને મંત્રી વિમળબોધ એ સર્વેએ દીક્ષા લીધી. તેઓ સર્વ તપસ્યા કરી મૃત્યુ પામીને આરણ નામના દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇંદ્રના સામાનિક દેવતા થયા.” એમ સંસારનું અનિત્ય સ્વરૂપ જાણી નિત્ય એવા આત્મસુખને પ્રાપ્ત કરું. ૨૧૧. શુદ્ધ બ્રહ્મચર્યનું સેવન કરું. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - - બ્રહ્મચર્ય - “અહો! બ્રહ્મચર્ય સંબંઘીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિ-કારક હોય, એમાં અતિશયોક્તિ શી? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ઘટ છે જ તો! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે.” (વ.પ્ર.૨૫) “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને ૧૦૪ Page #136 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માટે, મોક્ષસંબંઘી સર્વ પ્રકારના સાઘનના જયને અર્થે “બ્રહ્મચર્ય અદ્ભૂત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે.” (વ.પૃ. ૮૩૦) “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું રે બ્રહ્મચર્ય પરમ સાધન છે. યાવતુ જીવન પર્યંત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે.” (વ.પૃ. ૫૦૨) “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.” (વ.પૃ.૨૬૨) સ્ત્રી એ હાડમાંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી; તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચળી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વરસની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં. કારણકે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે.” (વ.પૃ.૬૮૯) “જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું.” એવી આજ્ઞા ગુરુએ કરી હોય તો તે વચન પર દૃઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્ત; એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય.” (વ.પૃ.૬૮૫) જે નવવાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઇ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.”- શ્રીમદ્ રાજચંદ્ર વજસ્વામીનું દ્રષ્ટાંત :- બ્રહાચર્યમાં મેરુ સમાન અડોલ. “શ્રી વજસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુમિણી નામની મનોહારિણી પુત્રી વજસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની ભારે પ્રતિજ્ઞા છે. રુમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે? એણે તો આસ્રવધારની સત્ય પ્રતિજ્ઞા કરી છે.” તોપણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ઘનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુમિણીને સાથે લીધી; અને જ્યાં વજસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુકમિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુમિણીએ વજસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડ્યાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણી પોતાના મોહકટાક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દ્રઢતાથી રકમિણીએ બોઘ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત ૧૦૫. Page #137 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ( થનાર ન થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજસ્વામીને પિગળાવવા સંબંઘીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી ? તે કમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું, મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો.” (વ.પૃ.૫૫) સુદર્શન શેઠનું દ્રષ્ટાંત-બ્રહ્મચર્યની કસોટીમાં સુદર્શનની ઉત્તમ દ્રઢતા. “પ્રાચીનકાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે; એમાંથી સંકટ સહી નામાંકિત થયેલો સુદર્શન નામનો એક પુરુષ પણ છે. એ ઘનાઢ્ય સુંદર મુખમુદ્રાવાળો કાંતિમાન અને મધ્ય વયમાં હતો. જે નગરમાં તે રહેતો હતો, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાની અભયા નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દ્રષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મોકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંઘીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તોપણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું : બહેન, હું પુરુષત્વમાં નથી! તોપણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળ્યો નહીં; એથી કંટાળી જઈને રાણીએ જતો કર્યો. એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ઘામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું : આવા રમ્ય પુત્રો કોના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ, તેને કારી ઘા વાગ્યો. સઘળી ઘામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું : તમે માનતા હશો કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનોથી મારી પ્રજા દુઃખી નથી; પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે! તો પછી બીજાં સ્થળ માટે પુછવું પણ શું? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવાં પડ્યાં; પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું કર્યું કહેવાય! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું. માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હો પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળઝળતું સોનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊઠ્યું. સત્યશીળનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દ્રઢતા એ બન્ને આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે!” (વ.પૃ.૮૧) “ઉપદેશામૃત'માંથી :- “બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંઘ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ ૧૦૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં - આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકિત વગેરે આવશે; કેમકે, તમને ખબર નથી પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે છે તે પુરુષ સાચો છે, માટે દુઃપચ્ચખાણ નથી પણ સુપચ્ચખાણ છે – જાણીને આપેલું છે. લક્ષ એક આત્માર્થનો રાખવો.” (ઉ.પૃ.૪૯૬) “સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલવ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ એ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. તેની દેવની ગતિ નિશ્ચયે થાય છે.” (ઉ.પૃ.૩૯૧) “સર્વથી શ્રેષ્ઠ મનુષ્યભવ પામીને બઘાએ અવશ્ય મૂળ પગ ભરવો. પરસ્ત્રીનો ત્યાગ કરવો; તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું, તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિષે બીજા વિષય-ભોગ, હસવા બોલવાના કરે તે દુઃખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ.” (ઉ.પૃ.૨૪૩) “મોટામાં મોટું એ મહાવ્રત છે. ઘન્ય છે તેને જે આ વ્રત લેશે. આ વ્રત અને અંતરથી ગમે છે અને કરવા જેવું છે, માટે એ જ કરવું.” (ઉ.પૃ.૨૩૮) “બહારથી બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય અને મન ભટકતું હોય. “શેઠ ક્યાં ગયા છે? તો કહે, ઢેડવાડે એવું ન થવું જોઈએ.” (ઉ.પૃ.૩૩૧) “બ્રહ્મચર્યને તમે કેવું જાણો છો!? બ્રહ્મચારી તો ભગવાન તુલ્ય છે! “બ્રહ્મ” એ આત્મા છે. આટલો ભવ લક્ષ રાખીને ખમીખૂંદે અને બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળે તો બેડો પાર થાય. એ વ્રત જેવું તેવું નથી. સપુરુષને આશ્રયે આવેલું વ્રત જેવું તેવું ન જાણવું.” (ઉ.પૃ.૩૩૧) ભોગ ભોગવવા, વિષયોમાં રાચવું એ ઝેર છે, કાળકૂટ ઝેર છે..... ઝેરનો વાટકો પીવો, કટારી મારીને મરી જવું; પણ વ્રતનો ભંગ ન કરવો”. નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બઘાં પૂતળાં જ છે. આત્મા જુદો છે. એક વિષયને જીતતાં બધો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે. “એક મરણિયો સોને ભારે'. જ્ઞાન એ આત્મા છે; ધ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. એક વાડથી ખેતરનું રક્ષણ થાય છે તેમ આ બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બધી વાડ સાચવવી. મન, વચન, કાયાથી બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષને સેવે છે તેનો સંસાર શીધ્ર નાશ પામે છે. પાત્ર થવા માટે બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે. (ઉ.પૃ.૩૯૮) “મનુષ્યભવ બહુ દુર્લભ છે. સત્ અને શીલ એ મુખ્ય છે. બાધા લીધી હોય છતાં મનથી સાચવવાનું છે. મનને મારી નાખવું, ઘક્કો મારી, મારી નાખવું. કલ્પના છે. હાડકાં, માંસ, લોહી, પરુ આદિ ચામડાંમાં રાચવા જેવું શું છે?” (ઉ.પૃ.૩૫૪) “જ્ઞાની પાસેથી દ્રવ્ય પણ શીલ એટલે બ્રહ્મચર્યવ્રત આવ્યું છે તેને સમતિ થવાનું કારણ છે. સત્ અને શીલ જેની પાસે છે તેને સમતિ અવશ્ય થશે.” (ઉ.પૃ.૩૫૫), બોઘામૃત ભાગ -૧'માંથી :“જેને બ્રહ્મચર્ય વ્રત આવ્યું છે તેણે તો ખૂબ ગોખવું, શીખવું. ૧૦૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એમાં જ કાળ ગાળવો. પ્રમાદ ન કરવો.” (બો-૧ પૃ.૨૧૧) બોઘામૃત ભાગ-૩'માંથી :- “તા.ક- રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બની શકે તેમ હોય તો બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી વ્રત એક દિવસનું પણ લઈ લેવું તે લેખે આવશેજી.” (બી-૩ પૃ.૪૪૬) “બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાઘીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીનો ઘડો મૂક્યો હોય તો ઘી ઓગળ્યા વિના રહે નહીં, તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પોષવી છે તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે.” (બો૩ પૃ.૧૬૬) “પાંચ ઇન્દ્રિયોમાંથી સ્પર્શ ઇન્દ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઇન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. “એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર એ સ્પર્શ-ઇન્દ્રિયના સુખ માટે જીવ ઘન કમાય છે, પરણે છે, કપડાં ઘરેણાં ઘર ખેતરરૂપ પરિગ્રહને વઘારે છે. તે પ્રત્યેની જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મોહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વઘારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાંચન, શ્રવણ છાર પર લીંપણા જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું – ૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટેનો નિયમ લીધો હોય તેણે સ્ત્રી સાથે દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સુવું નહીં. - ૨. કામને પોષે તેવી વાતો કરવી નહીં કે કોઈ હાંસી વગેરેમાં પણ કામચેષ્ઠા કે હાવભાવને પુષ્ટિ આપવી નહીં. ૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગો આવે છે. માટે તેવા પ્રસંગોમાં દોરાવું નહીં કે સામાને તેના ભાવ પ્રગટ થતા જણાય તો તેને ચેતાવી દઈ, તે દોષો ઝેર જેવા જાણી ઘમકાવીને પણ દૂર કરવા. ૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કોઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી તે સિવાય બીજા કોઈ કારણે બ્રહ્મચર્યના દિવસોમાં શરીરસેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીરસ્પર્શના પ્રસંગ ઓછા કરી નાખવા. ૫. ખોરાક પણ નિયમ-બાઘાના દિવસોમાં સાદો રાખવો. કપડાં, ઘરેણાં પણ સાદાં પહેરવા. ટૂંકામાં, ઇન્દ્રિયો ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી. ૬, ભોગવેલા ભોગના પ્રસંગોની વાતો કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સદ્વાંચન, સવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો. નિયમ બ્રહ્મચર્યનો ન લીઘો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દ્રઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો એમ હિસાબ કરતાં સમજાય તેમ છે. ૧૦૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે તેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશો.'' (૩ પૃ.૧૩૩) “સ્ત્રી સાથે વસવું પડતું હોય તોપણ તે આપણો મુમુક્ષુભાઈ છે, સદ્ગુરુની શ્રદ્ધાવાળો છે, તેના હૃદયમાં પરમપુરુષ પ્રત્યે પ્રેમ છે એટલી આપણને જો શ્રદ્ધા રહેતી હોય તો તેને વિષયના સાધન તરીકે વાપરવાં કરતાં તેની સાથે સત્પુરુષના માહાત્મ્યની વાતચીત અને ભક્તિભજનમાં કાળ ગાળવા એક ભક્તિમાન આત્માનો સમાગમ પરમકૃપાળુની કૃપાથી થયો છે, તો તેનું વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનથી કલ્યાણ થાઓ અને હું પણ તેને જોઈને વૈરાગ્ય, ભક્તિનો બોધ પામું એવી ભાવના પરસ્પર રાખવાથી કુટુંબ પણ મંદિરરૂપ પલટાઈ જાય. તેની ભૂલ થાય તો આપણે ચેતવણી આપવાની જરૂર છે, આપણી ભૂલ જણાય તો તેણે આપણને ચેતવવાની ફરજ છે. આવી સમજૂતીથી આત્માર્થે બન્ને આત્માઓનું પ્રવર્તન થાય તો ધર્મ પ્રગટાવવામાં ઘણી અનુકુળતા થઈ પડે. બન્નેની તેવી સમજણ મહાપુણ્યના ઉદયે થવી સંભવે છે, પણ બન્નેને એક સદ્ગુરુનો આશ્રય છે, એ આધારનો વિશેષ લક્ષ રહે અને હૃદય વૈરાગ્યવાળું એકનું પણ હોય તો બન્નેને લાભ થવાનો સંભવ છે.'' (બો-૩ પૃ. ૧૩૦) *સમાધિસોપાન'માંથી – “સર્વ વિષયોમાંથી આસક્તિ ત, બ્રહ્મ એટલે સાયકસ્વભાવ આત્મા તેમાં ચર્યા એટલે પ્રવૃત્તિ તે બ્રહ્મચર્ય છે. હે જ્ઞાનીજન ! આ બ્રહ્મચર્ય નામનું વ્રત આકરું છે. બિચારા વિષયોમાં ફસાયેલા, આત્મજ્ઞાન રહિત મનુષ્યો તે વ્રત ધારણ કરવા સમર્થ નથી. મનુષ્યોમાં દેવ સમાન હોય તે જ એ વ્રત પાળી શકે છે. વિષયોની લાલસાવાળા અન્ય રેંક જવો તે પાળી શકવા સમર્થ નથી. બ્રહ્મચર્ય વ્રત અતિ દુષ્કર છે. જે બ્રહ્મચર્ય પાળે છે તેને સર્વ ઇન્દ્રિયો અને કષાયો જીતવા સુલભ છે. હે ભવ્યો ! સ્ત્રીના સુખમાં કે પુરુષના ભોગમાં રાગી જે મનરૂપ મદોન્મત્ત હાથી છે, તેને વૈરાગ્યની ભાવનામાં રોકીને, વિષયોની આશાનો અભાવ કરીને, દુર્ઘર બ્રહ્મચર્ય ધારણ કરો.'' (મ.પ્.૩૦૯) ૨૧૨. પરઘેર જઉં નહીં. પરઘેર જવાથી પરિચય વધે. વિધવાને જોઈ કદાચ મોહમાં ફસાવવાનો પ્રયત્ન કરે. પછી એની વૃત્તિ ત્યાંને ત્યાં રહે. માટે પરઘેર જવાની આદત રાખું નહીં. પણ સમય મળ્યે સ્વાધ્યાય કરું. પરમકૃપાળુદેવ ‘સ્ત્રીનીતિ બોઘક'માં જણાવે છે “પરઘરે ઝાઝુ જાનારી એ નહીં, સદ્ગુણ કેરી જાણ્યું એ તો ખાણ જો. સની સારીના સુલક્ષણ સાંભળી, તેવી થાવા કરજે રૂડા કામ જો.'' ‘બોઘામૃત ભાગ-૩'માંથી - મોહમાં ફસાઈ જવાના નિમિત્તમાં કરવા યોગ્ય વિચાર એક વિધવા સ્ત્રીનું દૃષ્ટાંત “જો હું તમારી પેઠે સ્ત્રીભવમાં હોઉં તો એમ વિચારું કે મેં પૂર્વભવમાં કોઈ સત્પુરુષના આગળ સાચેસાચી વાત પ્રગટ કરવાને બદલે માયાકપટ કરી તેમને છેતરવાની બુદ્ધિ કરી હશે, તેથી આ ધિક્કારવા યોગ્ય સ્ત્રીવેદ બાંઘ્યો હશે. તેને લઈને પરાધીનપણું, નિર્બળપણું, અતિશય લજ્જા તથા જ્યાં પુરુષ પ્રત્યે નજર જાય ત્યાં વિકાર થવા યોગ્ય ચંચળ પ્રકૃતિ બાંધી આત્માને નિરંતર મેં ક્લેશિત કર્યો છે. પૂર્વે વ્રત લઈને ભાંગ્યા હશે, તેથી આ ભવમાં વિધવાપણું પ્રાપ્ત થયું. પૂર્વે બહુ ભોગોની ઇચ્છા કરી હશે, તેથી આ ભવમાં ભોગોની સામગ્રી ઓછી મળી; કારણ કે લોભ પાપનું મૂળ છે. પૂર્વે કોઈની સેવાચાકરી કરી નહીં હોય તેથી આ ભવમાં કોઈ મને સંભાળનાર, મારી સેવાચાકરી કરનાર નથી. પૂર્વે પ્રતિબંધ બાંધ્યો હશે, તેથી આ ભવમાં સદ્ગુરુ ભગવાનની પ્રાપ્તિ થયાં છતાં ધર્મમાં ૧૦૯ ― Page #141 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ચિત્ત સ્થિર રહેતું નથી અને ભૂંડા ભોગો મેળવવા ભટક્યા કરે છે. મોક્ષે લઈ જાય તેવા મહાપુરુષોની તનમનધનથી સેવા પૂર્વે થઈ નહીં હોય તેથી આ ભવમાં મોક્ષે જવા યોગ્ય સામગ્રી મળ્યા છતાં, મોક્ષ કરતાં મોહ વઘારે સારો લાગે છે. જો આ ભવમાં પૂર્વભવના જેવી જ ભૂલો કરી ફરી વર્તન તેવું જ રાખીશ એટલે આ ભવમાં જો સત્પરુષ આદિ પ્રત્યે કપટબુદ્ધિ સેવીશ, તો સ્ત્રીવેદ છેદવાનો લાગ આ ભવમાં મળ્યો છે તે વહી જશે; અને પરભવમાં કાગડી, કૂતરી, બિલાડી કે ગધેડી જેવા હલકા ભવોમાં સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જો ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે તેમણે આપેલા વ્રત, મોહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભોળવાઈને તોડીશ તો ભવિષ્યમાં ઘણા ભવ રંડાપો ભોગવવાનું લલાટે લખાશે. જો હજી વિષયભોગોનો લોભ નહીં છોડું તો નરકમાં કરોડો વર્ષ સુધી દુઃખો ભોગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડ્યા કરશે.” (પૃ.૩૬૩) માટે મોહમાં ફસાઈ જવાના નિમિત્ત સમા પરઘેર જવાની આદત રાખું નહીં. ૨૧૩. કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. વિકારભાવથી કોઈ પુરુષ સાથે વાત કરું નહીં. વિધવા છું માટે કોઈ પુરુષ સાથે ખાસ પ્રયોજન વગર વાત કરું નહીં. સુભદ્રાનું દ્રષ્ટાંત – સુભદ્રા ઘનાની સ્ત્રી હતી. કર્મવશા થનો ભાઈઓના ક્લેશને કારણે પરદેશ ગયો. તે ગયા પછી ભાઈઓની માલમિલક્ત, સર્વ નાશ પામ્યું. તેથી તે પણ પરદેશ ગયા. યોગાનુયોગ જ્યાં ઘનો રહેતો હતો તે ગામમાં જ બઘા ભાઈઓ અને સુભદ્રા આવી કામે લાગ્યા. સુભદ્રા થનાને ત્યાં છાશ લેવા ગઈ ત્યારે ઘનાએ બોલાવી તો પણ નહીં ઓળખવાથી તેના સાથે બોલી નહીં; એના સામું પણ જોયું નહીં. પછી ઘન્નાએ કહ્યું કે તમારા પતિને કોઈ ચિહ્ન છે? તે સાંભળી તેણે પગમાં પદ્મનું ચિહ્ન જોયું ત્યારે વાત કરી અને સામું જોયું ત્યારે ખબર પડી કે આ મારા પતિ છે. નહીં તો સામુ પણ જોયું નહીં. એમ પુરુષો સાથે ખાસ કારણ વગર બોલું નહીં. ૨૧૪. ચંચળતાથી ચાલું નહીં. આમ તેમ જોતી ચાલું નહીં. જેથી બીજાને મોતનું કારણ થાય. પણ ગંભીરતાપૂર્વક ચાલું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ચાલ ગંભીર અને ઘીમી રાખવી’ (વ.પ્ર.૭૮) સમાધિસોપાન' માંથી :- ઉદ્ધતાઈથી અભિમાનભરી ચાલ, નજર, વચન, ઊઠવું, બેસવું દૂરથી છોડી દે તેને લોકમાન્ય માર્દવ (વિનય) ગુણ પ્રગટે છે. (સ.પૃ.૨૭૫) ૨૧૫. તાળી દઈ વાત કરું નહીં. કુળવાન સ્ત્રી તાળી દઈ વાત કરે નહીં. નીચકુળની સ્ત્રીઓ કે નપુસંકો તાળી દઈને વાતો કરે. માટે તાળી દઈ વાત કરું નહીં. પણ સભ્યતાથી મર્યાદાપૂર્વક વાર્તાલાપ કરું. ૨૧૬. પુરુષ લક્ષણ રાખું નહીં. પુરુષનો પહેરવેષ પહેરું નહીં. પુરુષની જેમ જોશભેર ચાલું નહીં કે ખડખડ હસું નહીં; પણ ભગવંતે ઉપદેશેલ સ્ત્રીના મર્યાદા ઘર્મમાં હંમેશાં રહું. ૧૧૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ क्षमाश्रमणप्रभुमहावीर LA ह... बुज्म बुज्झ चंडकौशिक ...5 Page #143 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૧૭. કોઈના કહ્યાથી રોષ આણું નહીં. કોઈ કંઈ કહે તેના પ્રત્યે રોષ એટલે ગુસ્સે થાઉં નહીં; પણ ખમી ખૂંદવાનો , અભ્યાસ કરું. “ઉપદેશામૃત' માંથી – “જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખૂંદવું. માન જીવનું ભૂંડુ કરે છે, માન વેરી છે. બીજા તરફથી વઘારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંઘનું કારણ છે, તેમજ Àષ કરે તો કૅષ પણ બંઘનું કારણ છે. તો બંઘના કારણ એવા કોઈના રાગ કે વહાલની ઇચ્છા સમજુ જીવો રાખતા નથી; પણ સમભાવ રાખી, જાણ્યું ન જાણ્યું કરી, ખમીખૂંદે છે. માટે તે માન મૂકી સૌનાથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું; પણ છણકા કરવા નહીં, કે ખીજાવું નહીં.” (ઉ.પૃ.૯૫) તપસ્વી મુનિનું દ્રષ્ટાં- ક્રોઘ વડે મુનિમાંથી બનેલ ચંડકૌશિક નાગ. એક તપસ્વી મુનિ અને તેનો શિષ્ય બહાર દિશાએ ગયા હતા. રસ્તામાં ગુરુજીના પગ નીચે નાની દેડકી કચરાઈ ગઈ. શિષ્ય ગુરુજીને ઉપાશ્રયમાં આવ્યા પછી યાદી આપી કે દેડકી મરી ગઈ તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. ફરી સાંજે પ્રતિક્રમણ વખતે પણ યાદ દેવડાવ્યું. તેથી ગુરુજીને ક્રોઘ ચઢ્યો અને શિષ્યને મારવા માટે ઊઠીને દોડ્યા. પણ ક્રોધથી આંધળા બનેલા તપસ્વી ગુરુ થાંભલા સાથે અથડાયા અને મૃત્યુ પામી જ્યોતિષિદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને કનખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસોના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયો. એકદા રાજપુત્રોને તે આશ્રમમાં ફળો તોડતા જોઈ ક્રોઘ આવવાથી તેમને મારવા દોડ્યો. વચ્ચે અંઘકુવામાં પડી મરીને દ્રષ્ટિવિષ સર્પ થયો. તેના રાફડા પાસે મહાવીર પ્રભુ ધ્યાનમાં ઊભા રહ્યાં. પ્રભુની સામે સર્પ મુખમાંથી જ્વાલા મૂકવા લાગ્યો, પણ પ્રભુને કંઈ અસર થઈ નહીં. તેથી પ્રભુના અંગૂઠે દંશ દીઘો તો દૂઘ નીકળ્યું. તેથી તે આશ્ચર્ય પામ્યો. પછી ભગવાન બોલ્યા કે હે ચંડકૌશિક!તું બોધ પામ, બોઘ પામ. તે ઉપદેશથી તેને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું. પૂર્વભવ જાણ્યા. તેથી હવે પોતાનું મુખ રાફડામાં રાખી કીડીઓ વગેરેના ઉપસર્ગ સહન કરીને દેહ છોડી આઠમા દેવલોકમાં દેવરૂપે અવતર્યા. ક્ષમા રાખનાર શેઠનું દ્રષ્ટાંત- કાકાએ મેળવેલ ક્રોઘ ઉપર વિજય. એક શેઠે પાલીતાણાની યાત્રાનો સંઘ કાઢ્યો. પાલીતાણા ઉપર શેઠને વિચાર આવવાથી ક્રોધ ન કરવાનો ગુરુ પાસે નિયમ લઈ ઘેર આવ્યા. ભત્રીજાને ખબર પડી કે કાકા ક્રોઘનું પચ્ચખાણ લઈને આવ્યા છે. કાકાની પરીક્ષા કરવા ભત્રીજાએ જમણવાર કર્યો. કાકા યાત્રા કરીને આવ્યા છે તેથી આખા ગામમાં જમણનું આમંત્રણ આપ્યું, પણ કાકાને ઘેર આમંત્રણ આપ્યું નહીં. તેથી કાકીએ કાકાને કહ્યું કે આપણે ત્યાં જમવાનું કહ્યું નથી માટે આપણે એને ત્યાં જમવા જવું નહીં. કાકાએ કહ્યું – ઘરનાને વળી આમંત્રણ શું? આપણે તો આપણા ઘરે જ જમવા જવું છે. એમ કાકીને સમજાવી બન્ને જણ ભત્રીજાને ત્યાં જમવા ગયા. કાકા જમવા બેઠા ત્યારે ભત્રીજાએ થાળીમાં પથરો મૂક્યો. તે ૧૧૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જોઈ કાકી કહેવા લાગી કે જોયું એણે કેવું કર્યું. કાકા કહે આમાં ભૂલ આપણી છે. એણે પથરો મૂકી આપણી આંખ ઉઘાડી છે કે લોકોને પહેલા જમાડવા જોઈએ, પછી આપણે જમવું જોઈએ. એમ કહી કાકા બઘાને પીરસવા લાગ્યા. તે વખતે ભત્રીજો ગળગળો થઈને કાકાને પગે પડ્યો અને કહેવા લાગ્યો કે કાકા તમે ખરેખર ક્રોધને જીત્યો છે. તમારી પરીક્ષા કરવાને માટે જ મેં આ બધું કર્યું છે. એ અભ્યાસ આપણે કરવાનો છે. એકદમ રોષ એટલે ક્રોઘ ન જીતાય તો થોડો થોડો અભ્યાસ કરે તો ક્રોથ ઓછો થાય. મનમાં લાગવું જોઈએ કે ક્રોઘ એ દોષ છે, તે મારે કાઢવો છે. ક્રોઘ મારા આત્માને બાળનાર છે. તે વડે પહેલો હું જ બળું છું. માટે કોઈને કંઈ પણ કહ્યાથી રોષ આણું નહીં, પણ ક્રોધને જીતવાનો અભ્યાસ કરું. ૨૧૮. ત્રિદંડથી ખેદ માનું નહીં. મન, વચન, કાયાને સંયમમાં રાખતાં ખેદ માનું નહીં. એના માટે શારિરીક કે માનસિક ત્રાસ આવી પડે તો પણ સમતાભાવે સહન કરું. ૧. મનમાં જે જે સંકલ્પ વિકલ્પ આવે તેથી આત્મા દંડાય છે અર્થાતુ નવા નવા કર્મ બાંધે છે અને તેના ફળમાં ચારે ગતિમાં દુઃખ પામે છે. પણ મન દંડથી ખેદ ન પામતાં પોતાના મનમાં જે જે દુષ્ટ વિચારો આવે તેને પ્રાયશ્ચિત્ત વડે શુદ્ધ કરું. એમ મનને પવિત્ર કર્યા પછી ખેદનું કારણ રહે નહીં. ૨. વચનથી કોઈને ગમે તેમ બોલી જવાયું હોય તો પણ જીવ દંડાય છે. તેથી મીઠા વચન વડે માફી માગી તે વચનના ખેદને દૂર કરું. ૩. આપણી કાયા કોઈને દુઃખનું કારણ બની હોય તો પણ જીવ દંડાય છે. તેથી તે દોષ નિવારવા તેનો વિનય કરી ખેદને દૂર કરું. આમ ત્રિદંડથી ખેદ માનું નહીં પણ તેનો યથાયોગ્ય ઉપાય કરી ભાવની શુદ્ધિ કરું. “ઉપદેશામૃત'માંથી :- “મનમાં સંકલ્પ-વિકલ્પ આવે છે તેથી ગમે તો બમણા આવોને! પરંતુ તે સંકલ્પ-વિકલ્પ આવ્યા કોને? તો કે મને. એમ જે કહે છે તે “હું” સંકલ્પ-વિકલ્પથી કેવળ ન્યારો છું; હું અને તે એક નથી. આકાશ અને ભૂમિને જેટલું અંતર છે તેટલું જ તેને અને મારે અંતર છે.” (પૃ. ૩૪૩) ૨૧૯. મોહદ્રષ્ટિથી વસ્તુ નીરખું નહીં. રાગભાવ વડે સ્ત્રી કે કોઈપણ વસ્તુને નીરખું નહીં. શ્રીમદ રાજચંદ્ર'માંથી - “સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.” (વ.પૃ.૧૫૬) મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી!'' (વ.પૃ.૯૦) ભાવાર્થ - (૧) મોહિનીભાવ=રાગ ભાવ=કામ વિકારને વશ થઈ પરસ્ત્રીને આંખો વડે ન જોઉં. પરાયા વૈભવને પથ્થર સમાન ગણી ન ઇચ્છું અને નિર્મળ તત્ત્વ જાણવાની અભિલાષા રાખીને લોભને સવળો કરું. આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. એ ઘન અને વિષયનો લોભ મૂકીને નિર્મળ તત્ત્વ જાણવાનો લોભ કરું. એમ લોભને સમો એટલે સવળો કરું. મોક્ષમાળા વિવેચન (પૃ.૧૦૮) ૧૧૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ૫માંથી :- રાગનું ફળ આર્તધ્યાનથી મૃત્યુ વસુભૂતિનું દૃષ્ટાંત– વસંતપુર નગરમાં શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ રહેતા હતા. એકદા મોટાભાઈ શિવભૂતિની સ્ત્રી કમલશ્રીએ કામદેવ જેવા પોતાના દિયર વસુભૂતિને જોઈ તેના પ્રત્યે રાગ ઉત્પન્ન થવાથી ભોગને માટે તેની પાસે યાચના કરી. ત્યારે વસુભૂતિ બોલ્યો- ભાભી! ‘મોટાભાઈની પત્ની તો માતા સમાન છે', એમ નીતિ શાસ્ત્રમાં કહ્યું છે. વસુભૂતિએ ઘણી સમજાવવા છતાં તે ન સમજી તેથી એક દિવસ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરી વસુભૂતિ દીક્ષા લઈ વિહાર કરવા લાગ્યો. તે ખબર જાણી તેની ભાભી આર્તધ્યાનથી મૃત્યુ પામી કૂતરી થઈ. વસુભૂતિમુનિને ગોચરી માટે ફરતા જોઈ પૂર્વરાગના કારણે તે કૂતરી મુનિની સાથે જ રોજ ચાલવા લાગી. તેથી મુનિને લજ્જા આવવાથી તેની દૃષ્ટિ ચુકવી ત્યાંથી જતા રહ્યાં. મુનિને નહીં જોવાથી તે કૂતરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ વનમાં વાનરી થઈ. કૂતરીની જેમ વાનરી મુનિની સાથે ફરવા લાગી. મુનિ વિચારવા લાગ્યા કે ‘‘અહો ! કર્મની ગતિ કેવી ગહન છે?’’ એને ભૂલાવી મુનિ બીજે જતા રહ્યા તો વાનરી આર્તધ્યાનથી મૃત્યુ પામી કોઈ જળાશયમાં હંસી થઈ. મુનિ એકદા શીત પરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને ઊભા હતા, તેમને જોઈ હંસી કામાતુર થઈ. બન્ને પાંખો વડે મુનિને આલિંગન કર્યું. મુનિ શુભધ્યાનમાં મગ્ન રહ્યા. પછી અન્યત્ર વિહાર કર્યો. મુનિને નહીં જોવાથી હંસી આર્તધ્યાન વડે મુનિનું સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યંતરી થઈ. વિભંગજ્ઞાન વડે જાણ્યું કે પૂર્વભવમાં મારા દિયરે મારી વાત માની નહીં તેથી ક્રોધ કરી મુનિને હણવા તૈયાર થઈ. મુનિના ધ્યાન અને તપના પ્રભાવથી તેમને મારી શકી નહીં. તેથી અનુકૂળ ઉપસર્ગો શોધવા લાગી. તે વખતે મુનિએ આત્મધ્યાનમાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. મોહ દૃષ્ટિથી નિરખવાનું ફળ આવી અનેક કુયોનિઓમાં ભટકવાનું આવ્યું માટે તેમ કરું નહીં. પણ નેત્ર વડે વીતરાગમુદ્રાના દર્શન કરી કે સત્પુરુષના વચનો વાંચી વિચારી આત્માને પવિત્ર કરું. ૨૨૦. હૃદયથી બીજું રૂપ રાખું નહીં. હૃદયમાં બીજો ભાવ રાખું નહીં. જેવું અંતરમાં હોય તેવું જ કહ્યું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.’’ (વ.પૃ.૧૫૫) ‘શ્રી સમાધિસોપાન’માંથી – “આત્માનું કલ્યાણ ઇચ્છનારે આર્જવ (સ૨ળતા) ઘર્મનું અવલંબન લેવું ઘટે છે. જેવું મનમાં ચિંતવ્યું હોય, તેવું જ બીજાને વચનથી કહેવું, અને તે પ્રમાણે કાયાએ કરીને વર્તવું, તે સુખની ખાણરૂપ આર્જવ ધર્મ છે. માયાચારરૂપ શલ્ય મનમાંથી દૂર કરી, ઉજ્જવળ, પવિત્ર આર્જવ ધર્મનો વિચાર કરો. કેમકે માયાચારીનાં વ્રત, તપ, સંયમ સર્વ નિરર્થક છે. આર્જવ ધર્મ મોક્ષમાર્ગના મિત્રરૂપ છે. કુટિલ વચન ન બોલે તેને આર્જવ ધર્મ પ્રાપ્ત થાય છે. આર્જવ ધર્મ છે તે સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યરિત્રનું અભેદ સ્વરૂપ છે; અતીંદ્રિય સુખનો ખજાનો છે; અતીંદ્રિય અવિનાશી સુખ પ્રાપ્ત કરાવવા સમર્થ છે; સંસારસમુદ્ર તરવાનું જહાજ છે.’’ (સ.પૃ.૨૭૬) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :– સત્યનો સદા જય મહણસિંહનું દૃષ્ટાંત – દિલ્લી શહેરમાં મહણસિંહ નામે એક શાહુકાર હતો. તે સત્યવાદી અને શુદ્ધ વ્યવહારવાળો છે એવી તેની પ્રશંસા સાંભળી બાદશાહે તેને બોલાવીને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલું ઘન છે’? મહણસિંહે જવાબ આપ્યો કે, ‘હું ચોપડા જોઈ લેખ કરીને આપને કહીશ.’ એમ કહી ઘેર આવી ૧૧૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ (વી સારી રીતે લખું ? - ની સારી રીતે લખુ કરી બાદશાહ પાસે આવીને કહ્યું કે “સાહેબ! મારી પાસે ચોરાસી હજાર દ્રવ્ય છે.” બાદશાહે વિચાર્યું કે, “મેં તેની પાસે આથી થોડું દ્રવ્ય છે એમ સાંભળ્યું હતું અને આ શાહુકારે તો વધારે કહ્યું, માટે તે બરાબર સત્ય કહે છે.” આથી ખુશી થઈ રાજાએ મહણસિંહને પોતાનો કોશાધ્યક્ષ બનાવ્યો. માટે હૃદયથી બીજું રૂપ રાખી અસત્ય ભાષણ કરું નહીં. ૨૨૧. સેવ્યની શુદ્ધ ભક્તિ કરું. (સામાન્ય) સેવવા યોગ્ય એક પુરુષ છે. તેમની મન, વચન અને કાયાથી તન્મયપણે ભક્તિ કરું; જેથી આખું જગત ભુલાઈ જઈ તપુરુષના ગુણોમાં તલ્લીનતા આવે. “ગુરુભક્તિ સે લાહો તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ.” -નિત્યક્રમ “વીસ સ્થાનક પદ કથા સંગ્રહમાંથી - રાજાએ ગુરુભક્તિથી મેળવેલ તીર્થંકર પદ પુરષોત્તમ રાજાનું દ્રષ્ટાંત – અમૃત સમાન ગુરુની દેશના શ્રવણ કરી પુરુષોત્તમ રાજા પ્રતિબોધ પામી કહેવા લાગ્યો – “હે કરુણાનિધિ!આ અનંત સંસારમાં પરિભ્રમણ કરી અનેક જન્મમરણના દુઃખથી ભય પામી હું આપના શરણે આવ્યો છું, તો મને તે દુઃખથી મુક્ત કરનાર ચારિત્ર આપી ઉપકાર કરો.' ગુરુ- “હે દેવાનુપ્રિય! તને જેમ સુખ ઉત્પન્ન થાય તેમ કર, ઘર્મને વિષે જરા પણ વિલંબ ન કર.' પછી ગુરુની આજ્ઞા લઈ નૃપતિએ રાજભુવનમાં આવી સાતે ક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય વાપરી પુરુષસિંહ નામના પોતાના કુમારને રાજગાદીએ સ્થાપન કરી મંત્રી સહિત મહોત્સવપૂર્વક મુનીશ્વર પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરુ પાસે સર્વ ક્રિયા શીખી સમિતિગુણિયુક્ત નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતાં નવ પૂર્વઘર થયા. એક દિવસ અપ્રમત રાજર્ષિમુનિ શુભ ધ્યાનમાં રહી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા – “અહો! સમ્યજ્ઞાનરૂપ ચક્ષના આપનાર, દુર્ગતિથી તારનાર, એવા સદગુરુનો કરોડો ઉપાય કર્યો છતે પણ ઉપકાર વાળી શકાય તેમ નથી. માતા, પિતા, પુત્ર, મિત્ર અને સ્ત્રી વિગેરે તો કેવળ આ ભવને વિષે પોતાના સ્વાર્થ અર્થે જ ઉપકાર કરે છે, પરંતુ ગુરુમહારાજ તો નિઃસ્વાર્થપણે ઉપકાર કરનારા છે, તેથી ખરા માતાપિતા તો ગુરુમહારાજ જ છે; આ પ્રમાણે વિચારી પોતાના મનમાં અભિગ્રહ ઘારણ કર્યો કે “આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી.” આવો અભિગ્રહ ઘારણ કરી નિરંતર અખ્ખલિતપણે ગુરુની તેત્રીશ આશાતના ત્રિવિધે તજી ગુરુના છત્રીશ ગુણોનું ચિંતવન કરી સ્વમુખે અન્યની આગળ ગુરુના ગુણનું કીર્તન કરતાં રાજાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જનથી તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો.” સમાધિસોપાન'માંથી – “આચાર્યભક્તિ એ જ ગુરુભક્તિ છે. ઘનભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણોમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ઘન્ય પુરુષો મસ્તક ઉપર સગુરુની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ઘારક છે. એમના ગુણ મનમાં ઘારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સદુ ગુરુના ચરણનું મને શરણ હો!” (સ.પૃ. ૨૧૨) ૨૨૨. નીતિથી ચાલું. ભગવાનના કહ્યા પ્રમાણે વ્યવહારમાં કે પરમાર્થમાં પ્રવર્તવું તે નીતિ છે. તેનાથી વિરુદ્ધ વર્તન ૧૧૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરવું તે સર્વ અનીતિ છે. આ સાતસો વાક્ય પણ નીતિ જ બતાવે છે. તે નીતિ જ નહીં પણ મહાનીતિઓ છે. તે પ્રમાણે આત્માર્થીએ વર્તવું જોઈએ. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જે મુમુક્ષજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, બે તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતા પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પરુષનાં વચનનું તથા આજ્ઞાધમેનું અભુત સામર્થ્ય, માહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સવે વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે.' (વ.પૃ.૩૯૮) “અમુક નિયમમાં ‘ન્યાસસંપન્ન આજીવિકાદિ વ્યવહાર’ તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૩૪) “બોઘામત ભાગ - ૧'માંથી :- “જ્ઞાનીપુરુષોનો ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનો હોય છે. ન્યાયનીતિનું ઘન પ્રાપ્ત કર્યું હોય, તે પણ મૂકવાનો ઉપદેશ છે, તો અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય તે મુજબ વર્તવું જોઈએ. પોતાની આવક ઉપર વેરો સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે તેથી ઘન ઓછું થઈ જતું નથી. પોતાની ખોટી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઈ જવાતું નથી. તેમ વેરો બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઈ જવાતું નથી. નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ઘારીએ તો તેમ થઈ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા બનાવવા પડે છે, તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં? જ્યારે પોતાને તે કરવું ઠીક ન લાગતું હોય તો જ્ઞાની પુરુષો તેમાં સંમતિ કેમ આપે? જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તો બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઈએ.” ગોપાળદાસનું દ્રષ્ટાંત – નીતિમય જીવન. “ગોપાળદાસ પંડિત હતા. તે સત્યવક્તા હતા. એક વખત પોતાના નાના છોકરા સાથે ગાડીમાં મુસાફરી કરતા હતા. મુસાફરી લાંબા ટાઈમની હતી. ટિકિટ તપાસનારે આવી છોકરાની ઉંમર પછી ત્યારે ગોપાળદાસ તરફથી જવાબ મળ્યો કે ત્રણ વર્ષ પૂરાં થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી તેથી ટિકિટ લીધી નથી. આજે ત્રણ વર્ષ ઉપર એક દિવસ થયો. જે ટિકિટનો ચાર્જ થતો હોય તે હું આપવા તૈયાર છું. આવા પુરુષો પણ ગૃહસ્થ વ્યવહારમાં હોય છે.” (બો-૧ પૃ.૧૬) “બોઘામત ભાગ-૩'માંથી :- “ન્યાયનીતિથી વર્તવું એ ઘર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય એમ વર્તે તેને સત્પરુષનો બોઘ પરિણામ પામે છે. માટે નુકશાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઈ સુખી થયું નથી.” (પૃ.૭૪૯) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી :નીતિ અનીતિનું ફળ ઉત્તમ પુરષ વ્યવહાર શુદ્ધિ વડે દ્રવ્ય મેળવે છે, અને એવી રીતે મેળવેલું ઘન થોડું હોય તો પણ ઘણું થઈ પડે છે. આ સંબંધમાં બે વણિકનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે : દેવા અને જસાનું દ્રષ્ટાંત - દેવો અને જસો એ નામના બે મિત્રો એક ગામમાં રહેતા હતા. તે નિર્ધન હોવાથી દ્રવ્ય મેળવવા માટે પરદેશ ચાલ્યા. માર્ગમાં એક સોનાનું કુંડળ પડેલું દેવાએ દીઠું. તે ૧૧૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ વ્રતધારી હોવાથી તેણે તે લીધું નહીં. તેની પાછળ રહેલા જસાએ તે દીઠું અને ઉપાડી લીધું. ‘હું દેવાને પણ ભાગ આપીશ' એમ વિચાર્યું. પછી તેઓ બીજા મોટા ગામે આવ્યા. ત્યાં તેણે કુંડળ છાની રીતે વેચ્યું. અને તે દ્રવ્ય તેમજ સાથે લાવેલ દ્રવ્યથી બન્ને જણાએ કેટલીક વસ્તુઓ ખરીદી; પછી પોતાને ગામ આવ્યા. ત્યાં વસ્તુ વહેંચી લેતા દેવાએ કહ્યું – “આટલી બધી વસ્તુ શી રીતે આવી? આપણી પાસે આટલું દ્રવ્ય તો નહોતું.’’ એટલે જસાએ કહ્યું કે –“મેં માર્ગમાં પડેલ કુંડળ લીધું હતું તે વેચતાં આવેલા દ્રવ્યથી આ વસ્તુઓ ખરીદી છે.’' દેવો કહે કે ‘હું તેમાંથી ભાગ લેવાનો નથી. તે લઉં તો મારું છે તે પણ ચાલ્યું જાય.’ ત્યારે જસો કહે – ‘તારો એવો વિચાર હોય તો તારી મરજી.' પછી દેવાએ પોતાના દ્રવ્યથી લીધેલી વસ્તુઓ જ લીધી, બીજી બધી જસાને આપી દીધી. દૈવયોગે તે રાત્રે જ ચોરો આવ્યા અને જસાની બધી વસ્તુ ઉપાડી ગયા. સવારે ગામમાં જે વસ્તુ દેવો લાવ્યો તેની અછત થવાથી કિંમત વધી, એટલે દેવાને પોતાની વસ્તુના સારા પૈસા ઉપજ્યા; તે સુખી થયો અને જસો નિર્ધન થઈ જવાથી દુઃખી થયો. દેવાએ તેને કેટલીક લક્ષ્મી આપીને સુખી કર્યો. પછી તે પણ દેવાની જેવો શ્રાવક બની વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા લાગ્યો, તેની બુદ્ધિ પણ નિર્મળ થઈ અને દ્રવ્ય વૃદ્ધિ પામ્યું; માટે ઉત્તમ પુરુષોએ ન્યાયથી જ દ્રવ્ય મેળવવું; અર્થાત્ નીતિપૂર્વક ચાલવું.'' (પૃ.૧૪૮) ૨૨૩. તારી આજ્ઞા તોડું નહીં. ‘બોઘામૃત ભાગ - ૧'માંથી :- “સત્પુરુષની આશા એ જ ખરો માર્ગ છે, નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણમંત્ર સંભળાવ્યો, તેથી તે ઘરણેન્દ્ર થયો, નહીં તો નાગ નરકે જાય. ભીલે એક ‘મારે કાગડાનું માંસ નથી ખાવું' એટલી જ આશા આરાધી, જેથી મરીને તે દેવ થયો, પછી શ્રેણિક રાજા થયો, અનાથીમુનિ મળ્યા ત્યારે સમતિ પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમતિ થયું અને તીર્થંકર ગોત્ર બાંધ્યું.' (પૃ.૫૧) * જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય અને સમયે સમયે જો ઉપયોગ આજ્ઞામાં પ્રવર્તાવે તો પછી પાપ તો થાય જ ક્યાંથી? કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ ? જો નથી પળાતી તો તે કામ થાય નહીં’’ (પૃ. ૩૩) ‘શીલોપદેશમાળા’ના આધારે :– પ્રાણ જતાં પણ આજ્ઞાનો ભંગ કરું નહીં હે ભગવાન! તેં જે જે આજ્ઞા કરી હોય તે હું ન તોડું, વેંક્યૂલની જેમ. વંકચૂલે પોતાના પ્રાણ જતા કર્યા પણ જ્ઞાનીપુરુષે જે આજ્ઞા આપી હતી તેનો ભંગ કર્યો નહીં. વંકચૂળનું દૃષ્ટાંત–વંકચૂળ રાજાનો કુંવર હતો. પણ વ્યસનોમાં પડવાથી રાજાએ કુંવરને દેશનિકાલ આપ્યો. તે પોતાની પત્ની અને બહેનને સાથે લઈ નીકળી પડ્યો. જંગલમાં ભીલોનો રાજા થયો. ત્યાં મુનિઓ વિહાર કરતા કરતા આવી ચઢ્યા. મુનિઓએ કુંવરને કહ્યું – વર્ષાઋતુ નજીક આવી ગઈ છે તેથી અમે વિહાર કરી શકીએ એમ નથી. માટે અમને રહેવા માટે સ્થાન આપો. ત્યારે વંક્યૂબે કહ્યું—રહેવા માટે સ્થાન આપું પણ તમારે અહીં ઉપદેશ આપવો નહીં. મુનિએ આ વાત કબુલ કરી. ચોમાસું પુરુ થયે મુનિઓ વિહાર કરી જતા હતા ત્યારે વંકચુળ પણ વળાવવા આવ્યો. ત્યારે મુનિએ કહ્યુતું કંઈ નિયમ લે. તેણે કહ્યું શું નિયમ લેવો? મુનિએ કહ્યું આ ચાર નિયમ લે. એક તો અજાણ્યું ફળ ખાવું નહીં. બીજું કોઈને ઘા કરે તો સાત ડગલાં પાછા વળીને ઘા કરવો. ત્રીજું રાજાની રાણીનું સેવન ન કરવું ૧૧૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ અને ચોથું કાગડાના માંસનો ત્યાગ કરવો. તે ચારેય નિયમ કુંવરે અંગીકાર કર્યા. મુનિએ કહ્યું પ્રાણ જાય તો પણ નિયમ તોડીશ નહીં. એક દિવસ વંકચૂળ ઘણા ભીલો સાથે જંગલમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોઈ તોડી લાવી વંકચૂળ આગળ મૂક્યા. ત્યારે તેણે કહ્યું શેના ફળ છે? ભીલોએ કહ્યું ઃ અમને ખબર નથી. ત્યારે વંકચૂળે અજાણ્યા ફળ ખાવાની ના પાડી. પણ બીજા બધાએ ખાધા તેથી બધા મરી ગયા. વંકચૂળ ઘરે આવી જોતાં પોતાની બહેન પુરુષના કપડાં પહેરી પોતાની સ્ત્રી સાથે સૂતેલી જોઈ, કોઈ પરપુરુષ છે એમ જાણી તેને મારવાનો વિચાર કર્યો. તે ગુરુની આજ્ઞા પ્રમાણે સાત ડગલાં પાછા હઠી ઘા કરતાં તલવાર દિવાલે અથડાઈ અને બહેન જાગી ગઈ અને બોલી કોણ ? ભાઈ તમે. આમ નિયમના કારણે આ બીજું અનર્થ થતાં અટક્યું. તેથી ગુરુના વચન ઉપર વિશેષ શ્રદ્ધા આવી. એક વખત રાજાના મહેલમાં ચોરી કરવા જતાં બારીમાં જેવો હાથ નાખ્યો કે રાણીના હાથને જ લાગ્યો. રાણી તેના ઉપર મોહિત થઈ ગઈ અને પોતાની સાથે દુર્વ્યવહાર કરવા જણાવ્યું. વંકચૂળે કહ્યું તમે કોણ છો ? રાણીએ કહ્યું “હું રાજાની રાણી છું. ત્યારે તેણે કહ્યું – તમે તો મારી માતા સમાન છો. વંશૂળે ન માનવાથી રાણીએ બૂમાબૂમ કરી તેને પકડાવ્યો. રાજા રાત્રિની બધી હકીકત જાણતો હતો. છતાં સભામઘ્યે વંકચૂળને કહ્યું : તું મારી રાણીને લઈ જા. ત્યારે તેણે કહ્યું : એ તો મારી માતા સમાન છે. હું લઈ જઈશ નહીં. રાજાએ ફાંસીની શિક્ષા આપી તો પણ ડર્યો નહીં. મંત્રી ફાંસી ઉપર ચઢાવવા લઈ ગયો. રાજાએ અંદરથી ફાંસી નહીં આપવાની ભલામણ કરી હતી. આવી વંકચૂળની દૃઢતા જોઈ રાજાએ તેને યુવરાજપદ આપ્યું. પછી ચંદ્રયશાસૂરિ પધાર્યા ત્યારે તેમનો ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત અંગીકાર કર્યાં. અંત સમયે લડાઈમાં ઘણા ઘા વાગ્યા. તેની રૂઝ માટે બીજા ઔષધ કારગત ન લાગવાથી કાગડાના માંસની વૈદ્ય ભલામણ કરી. ત્યારે વંકચૂળ કહે મારું મૃત્યુ ભલે થાય. હું ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરીશ નહીં. પછી સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમા દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી અનુક્રમે સિદ્ધિપદને પામશે. આમ મૃત્યુને સ્વીકારું પણ ગુરુ આજ્ઞાનો ભંગ કરું નહીં. ૨૨૪, અવિનય કરું નહીં. કોઈનો અવિનય કરું નહીં. પણ સર્વનો યથાયોગ્ય વિનય કર્યું. ‘મોક્ષમાળા વિવેચન'માંથી – ''ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, તેથી વિરતિ આવે, તેથી ચારિત્રમોહ ટળે, ત્યારે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. એમ વિનયથી તત્ત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે.'' (વિ.પૂ. ૭૮) *સમાધિ સોપાન'માંથી – “જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, :માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ રહિત કોમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ઘન્ય છે. ઉત્તમ પુરુષો, બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયોગ્ય પ્રિય વચન, આદરસત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. (સ.સો.પૃ.૨૭૫) કઠોર પરિણામીને શિક્ષા અસર કરતી નથી. સજ્જન પુરુષો અવિનયી, કઠોર પરિણામીને દૂરથી ત્યાગવાના ભાવ રાખે છે. જેવી રીતે પથ્થરમાં પાણી પ્રવેશ કરી શક્યું નથી, તેવી રીતે સદ્ગુરુનો ઉપદેશ કઠોર પરિણામીના હૃદયમાં પ્રવેશ કરી શકતો નથી. જે પથ્થર કે કાષ્ઠ આદિ નરમ હોય તેને વાળ વાળ ૧૧૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય ત્યાં ત્યાં વાળ માત્ર જ ઊખડી આવે તો તેની જેવી મુખાકૃતિ કે મૂર્તિ બનાવવી હોય તેવી જ બને છે. પરંતુ જે કાષ્ઠ પાષાણ કોમળતા રહિત હોય તે કારીગરના અભિપ્રાય પ્રમાણે ઘડાય નહીં, ઘડતાં ગમે તેવાં છોડિયાં ઊખડી પડે, તો તેના ઘાટ ઘડી શકાતા નથી; તેવી રીતે કઠોર પરિણામીને જેવી જોઈએ તેવી બોઘની અસર થતી નથી. અભિમાની કોઈને પ્રિય લાગતો નથી. વગર કારણે અભિમાનીના લોકો વેરી બને છે અને પરલોકમાં હલકા મનુષ્ય-તિર્યંચના અવતાર ધારી અસંખ્યાત કાળ સુઘી તિરસ્કારને પાત્ર અનેક રીતે થાય છે. તેથી કઠોર પરિણામ તજી માર્દવ (કોમળભાવ) નિરંતર ઘારણ કરો.” (સ.સો.પૃ. ૩૧૪) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય’માંથી - વૃદ્ધનો અવિનય કરવો નહીં. હંસનું દ્રષ્ટાંત – “એકવાર હંસના સો બાળકો ચણને માટે ચાલ્યા. સાથે તેનો વૃદ્ધ પિતા આવતો હતો તે તેમને ગમ્યું નહીં. તેથી “એ બુટ્ટાનું શું કામ છે?” એમ કેટલાક બોલ્યા. બુદ્દાએ કહ્યું કે ભાઈ! હું સાથે સારો, કષ્ટને વખતે તમારો બચાવ કરી શકું તો પણ યુવાન હંસના ધ્યાનમાં આવ્યું નહીં. વૃદ્ધ પાછળ પાછળ ગયો. આગળ જતાં હંસો એક ઝાડ ઉપર ચણવા બેઠા. ત્યાં કોઈ પારઘીએ પ્રથમથી જાળ પાથરેલી હતી તેમાં બધા સપડાઈ ગયા. પછી દૂર બેઠેલા વૃદ્ધને પૂછવા લાગ્યા કે “હવે અમારે શું કરવું?” ત્યારે બુઢ્ઢાએ કહ્યું “તમે સૌ અચેતન થઈને પડ્યા રહો, લેવા આવનાર તમને પાશમાંથી કાઢી કાઢીને નીચે ફેંકી દેશે. બઘાને ફેંકી દે એટલે એકી સાથે બધા ઊડી જજો.” હંસોએ તે શિખામણ ધ્યાનમાં રાખી. પછી પારઘી આવ્યો, બઘાને મૂવેલા જાણી દૂર ફેંકી દીધા. બઘા નીચે પડ્યા ત્યારે એક સાથે બધા ઊડી ગયા. પછી વૃદ્ધના બહુ વખાણ કરવા લાગ્યા અને કરેલ અવિનયની માફી માંગી. એમ વૃદ્ધની શિખામણ માની વિનય કરશે તે સુખી થશે અને તેની કીર્તિ વૃદ્ધિને પામશે.” પાર્શ્વનાથ ચરિત્ર'માંથી – “ઘર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા. તે ગુણો સત્સંગથી પ્રાપ્ત થાય છે. પ્રથમ સંગતિ કરવા લાયક સજનો કેવા હોય તે કહે છે : જે પર દૂષણને કહે નહીં, અલ્પ પણ પરગુણને વખાણે, પરઘન જોઈ સંતોષ પામે, પરને બાઘા જોઈ શોક કરે, આત્મશ્લાઘા ન કરે, નીતિનો ત્યાગ ન કરે, અપ્રિય કહ્યાં છતાં ઉચિત હોય તે ગ્રહણ કરે એવું સંતજનોનું ચરિત્ર હોય છે.” એવા સર્જનની સંગતિથી શું ફળ થાય તે કહે છે : “સત્સંગ દુર્ગતિને હરે છે, મોહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, યશને ફેલાવે છે અને ઘર્મને ઘારણ કરાવે છે. અહો! “સત્સંગ’ માણસોને શું શું અભીષ્ટ ઉત્પન્ન નથી કરતો અર્થાત્ સર્વ કરે છે.” (પૃ.૧૭૧) માટે કોઈનો અવિનય કરું નહીં. પણ સર્વનો યથાયોગ્ય વિનય કરું. ૨૨૫. ગળ્યા વિના દૂધ પીઉં નહીં. દૂઘ ગાળીને ગરમ કરીને પીઉં. કારણ તેમાં વાળ હોય, કચરો હોય અથવા જીવજંતુ વગેરે હોય તેથી ગાળીને પીઉં. ૨૨૬. તે ત્યાગ ઠરાવેલી વસ્તુ ઉપયોગમાં લઉં નહીં. સાત વ્યસન, સાત અભક્ષ્ય, રાત્રિભોજન, કંદમૂળ વગેરે તેં ત્યાગ ઠરાવેલી વસ્તુઓ છે. માટે ઉપયોગમાં લઉં નહીં. બોઘામૃત ભાગ-૧'માંથી :- “(૧) જુગાર-લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ ૧૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવા નહીં. (૨-૩) માંસ અને દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચોરી ચોરી કરીને તુરત પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કોઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.” જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર – કોઈ પણ જીવને ઇરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઇરાદાપૂર્વક મારી નાખે છે. પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. -લીખ મારવી નહીં. (૬) પરસ્ત્રી અને (૭) વેશ્યાગમન - આ વ્યસનોથી આ લોક અને પરલોક બન્ને બગડે છે માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિંદ્ય છે માટે તેનો ત્યાગ કરવો.” (પૃ. ૯) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૨'માંથી - मद्यमांसाशनं रात्रौ, भोजनं कंदभक्षणं । ये कुर्वंति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ।। અર્થ– “જે મદ્ય પીવે, માંસ ખાય, રાત્રિ ભોજન કરે, કંદમૂળનું ભક્ષણ કરે તેઓની તીર્થયાત્રા, જપ અને તપ સર્વ વૃથા થાય છે.” તેમજ તેનું કરેલું એકાદશીનું વ્રત, રાત્રિ જાગરણ, પુષ્કરતીર્થની યાત્રા, અને ચાંદ્રાયણ વ્રત પણ વૃથા થાય છે એમ પદ્મપુરાણમાં કહ્યું છે. चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनं । परस्त्रीगमनं चैव, संघानानंतकायिके । અર્થ - “ચાર નરકનાં દ્વાર છે, તેમાં પ્રથમ વાર રાત્રિભોજન, બીજાં પરસ્ત્રીગમન, ત્રીજો દ્વારા બોળ અથાણું અને ચોથું દ્વાર અનંતકાય (કંદમૂળનું ભક્ષણ) છે.” વળી આયુર્વેદમાં કહ્યું છે કે “જ્યારે સૂર્ય અસ્ત પામે છે ત્યારે હૃદયકમળ તથા નાભિકમળ સંકોચ પામે છે, એથી રાત્રિભોજન કરવું નહીં, તેમજ તેમ કરવાથી સૂક્ષ્મ જીવોનું ભક્ષણ થઈ જાય છે તે કારણથી પણ કરવું નહીં. (પૃ. ૧૬૭) ગોરસ એટલે ઉના કર્યા વિનાના દૂઘ, દહીં અને છાશ – તેમાં જો દ્વિદલ મિશ્ર થાય તો તેમાં કેવલીગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઊપજે છે. શાસ્ત્રમાં દ્વિદલનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે – “જેને પીલવાથી તેલ નીકળે નહીં અને પોલતાં બે દલ (દાલ) જુદા પડે તે દ્વિદલ કહેવાય છે, એરંડી, રાઈ વિગેરેને પીલવાથી બે દલ થાય છે પણ તેમાંથી તેલ નીકળે છે માટે તે દ્વિદલ ન કહેવાય.” આવા કઠોળની સાથે ટાઢાં દૂઘ, દહીં કે છાશ ખાવા નહીં. (પૃ.૧૩૦) ૨૨૭. પાપથી જય કરી આનંદ માનું નહીં. હિંસા કરીને કે જાડું બોલીને અથવા ચોરી કરીને આનંદ માનું નહીં. “મોક્ષમાળા વિવેચન'માંથી - “રૌદ્ર ધ્યાન – પાપ કરીને રાજી થાય તે રૌદ્ર ધ્યાન. તે પાપરૂપ છે. તેના ચાર ભેદ છે – હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી અને પરિગ્રહાનંદી. એ રૌદ્રધ્યાનના ચાર ભેદ ત્યાગવા યોગ્ય છે. આના ત્રણ પ્રકાર સમજાય છે પણ પરિગ્રહાનંદ પાપ છે તે મનાતું નથી. પરિગ્રહ મેળવીને આનંદ માને, તેથી નરકે જાય.” (પૃ. ૧૭૫) ૧૧૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ *બોધામૃત ભાગ-૩માંથી – શ્રેણિક રાજાનું દૃષ્ટાંત–હિંસા કરી આનંદ માનવાનું ફળ દુર્ગતિ. “એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચોંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન સ્ફુરી આવ્યું અને ખૂબ ધૂંધો અને અહંકારથી બોલ્યો, ‘દેખો મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે?’’ આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું.’’ (પૃ.૧૯૪) આમ પાપ કરી આનંદ માન્યો તો નરકગતિનો બંધ પડ્યો. માટે પાપથી વિજય મેળવી આનંદ માનું નહીં. ૨૨૮. ગાયનમાં વધારે અનુરક્ત થઉં નહીં. *ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર' ના આધારે - સાતસો મહાનીતિ - M ત્રિપુષ્ટ વાસુદેવનું દૃષ્ટાંત – ભગવાન મહાવીરે પોતાના પુષ્ટ વાસુદેવના ભવમાં, શય્યાપાળકને પોતે ઊંઘી ગયા પછી ગીત બંધ કરવાની આજ્ઞા કરી; પણ ગાયનમાં વધારે અનુરક્ત વાથી શય્યાપાળકે તે ચાલુ રાખ્યું. તેથી ત્રિપુષ્ટ વાસુદેવે તને યન વધુ પ્રિય છે એમ કહી કાનમાં ગરમાગરમ શીશુ રેડાવી યું. માટે ગાયનમાં વધારે અનુરક્ત થાઉં નહીં. તેના ફળમાં ગવાન મહાવીરના ભવમાં પણ કાનમાં ખીલા ઠોકાયા. ગાયનમાં મારે અનુરક્ત ધવાથી હરક્ષાઓ પણ પોતાના પ્રાણ ગુમાવે છે, ‘ધર્મામૃત'માંથી :– સંગીતમાં આસક્ત એવી રાણીએ જાને પણ તજ્યો. દવરાતરાજાનું દૃષ્ટાંત દવરિત નામે અયોધ્યાનો રાજા હતો. તે પોતાની રાણી રક્તામાં ઘણો આસક્ત રહેતો અને રાજ્યકાર્યમાં બિલકુલ લક્ષ ન આપતો. તેથી મંત્રીઓએ તેના પુત્રને ગાદીએ બેસાડ્યો ત્યારે તે રક્તારાણીને સાથે લઈ રાજ્ય છોડીને ચાલ્યો. તેઓ જમના નદીને કાંઠે આવ્યાં ત્યારે રાણીને બહુ ભૂખ લાગી તેથી રાજા ભોજન લેવા ગામમાં ગયો. તેટલામાં તે રાણીએ એક પાંગળાને ગાયન લલકારીને બગીચામાં કોસ ખેંચતો જોયો. તેનો કંઠ બહુ મધુર હતો તેથી તે રક્તારાણી તેના પર મોહિત થઈ ગઈ. પછી રાજા આવ્યો ત્યારે રાણીએ સ્ત્રીચરિત્ર કરીને કપટથી તેને બાંધી લીધો અને બન્ને મળીને તેને જમના નદીમાં નાખી દીધો. પછી તે રક્તા પંગુ સાથે મોજ કરવા લાગી. દેવરતિરાજા પુણ્યના પ્રતાપે નદીમાંથી બહાર નીક્શો અને ફરીથી બીજું રાજ્ય પામ્યો. પરંતુ હવે તે રાજા સ્ત્રીનો બિલકુલ વિશ્વાસ કરતો નહીં. તેમજ સ્ત્રીનું મુખ પણ જોતો નહીં, રક્તા રાણી ૧૨૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પાંગળાને ટોપલામાં નાખી માથે ઊંચકી ફરવા લાગી. તે કહેતી કે આ મારો પતિ અપંગ છે પરંતુ મારા માતાપિતાએ મને તેને સોંપી છે તેથી હું તેની સેવા કરું છું! આથી લોકો તેને સતી માની પૂજવા લાગ્યા. તેઓ બન્ને ગાયનવાદનથી લોકોને રંજિત કરી પૈસા મેળવી ગુજરાન ચલાવતાં. કેટલેક કાળે ફરતાં ફરતાં તેઓ દેવરતિરાજાની સભામાં આવ્યાં. રાજાએ આડો પડદો રાખી તેમનું ગાયન સાંભળ્યું. સભાજનો તો ગાયનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ રાજાએ રાણીને ઓળખી તેથી પડદો દૂર કરાવી પોતાની સર્વ વીતક કથા કહી, અને રક્તાને અને પંગુને શહેર બહાર કાઢવાનો હુકમ કર્યો. પછી રાજા દેવરતિને સ્ત્રીચરિત્ર ઉપરથી અતિશય વૈરાગ્ય આવ્યો, તેથી પોતાના પુત્ર જયર્સનને અયોધ્યાથી બોલાવી પોતાનું નવું રાજ્ય પણ સોંપી દીધું; અને પોતે જિનદીક્ષા ગ્રહણ કરીને ઘણી તપશ્ચર્યા કરી અને અનેકને કલ્યાણનો માર્ગ બતાવ્યો. અંતમાં સમાધિથી શરીર ત્યાગીને મોટો ઋદ્ધિધારી દેવ થયો. (પૃ.૧૫૩) ૨૨૯, નિયમ તોડે તે વસ્તુ ખાઉં નહીં. જેનો નિયમ કર્યો હોય તે વસ્તુ ખાઉં નહીં. ‘બોધામૃત ભાગ - ૧'માંથી :– “પ્રશ્ન – સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો છે? પૂજ્યશ્રી – જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. એથી છૂટે તો ભક્તિ થાય. એ ખાય તો ઘણું પાપ થાય છે અને ન ખાય તો એના વિના ચાલે એવું છે. જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું, ત્યારથી વ્રત કહેવાય. એથી જીવ આગળ વધે છે. સ્વાદનો જય કરવાનો છે. માખણને માંસનો અતિચાર કહ્યો છે, એ ખાતાં ખાતાં પછી માંસાહારી થઈ જાય. આ સાત વ્યસન, અને પાંચ ઉદંબર ફળ તથા મઘ, માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે,’ (પૃ.૨૭૨) ૨૩૦. ગૃહસૌંદર્યની વૃદ્ધિ કરું. ઘરને સ્વચ્છ રાખી યત્નાથી પ્રવર્તવું એ ગૃહ સૌંદર્ય છે, તથા અતિથિનો યથાયોગ્ય સત્કાર કરવો એ પણ ઘરની શોભા છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવવંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જિનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે ત્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીઘે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેર્યે, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યાપ્રમાર્જો વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એંઠનું રાખી મૂકવું. પાટલા વગર ઘખધખતી થાળી નીચે મુકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્યે અને ભાવે બન્ને પ્રકારે લાભ છે.’’ (પૃ. ૭૭) એમ યત્નાપૂર્વક પ્રર્વતવું તથા આવેલ અતિથિનો આદર કરવો તે પણ ગૃહસ્થનું ગૃહસૌંદર્ય છે. ૧૨૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૨૩૧. સારાં સ્થાનની ઇચ્છા ન કરું. મારા પ્રારબ્ધ પ્રમાણે જે સ્થાન મને મળ્યું તેમાં સંતોષ રાખું. તેથી વિશેષ મેળવવાની ઇચ્છા ન કરું. પ્રારબ્ધરૂપી કમંડલ લઈને નદી ઉપર જાઉં કે સમુદ્ર પાસે જાઉં પણ કર્મરૂપી કમંડળમાં વિશેષ પાણી સમાઈ શકે એમ નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : “હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વર્ષે તૃષનાઈ તોય જાય ન મરાઈને,’ અર્થ – ‘ગરીબને દરેક પ્રત્યે પોતાની દીનતા લાગે કે હું ગરીબ છું. ગરીબ હતો ત્યારે એમ થયું કે પટેલ થાઉં તો સારું, તાકી=બ તીવ્ર ઇચ્છા હોય ત્યારે તાકી કહેવાય; ક્યારે એવો થાઉં? એમ રાતદહાડો વિચારે. પટેલ=મુખી વગેરે કહેવાય, પણ પૈસા ન હોય, મજૂરી કરી ખાય. હાથે કામ કરવું પડે. સાથે લગી જમીન હોય તે પાટ કહેવાય, તે ઉપરથી પાટીદાર, પાટીલ અથવા પટેલ કહેવાય છે. પછી પટેલ થયો ત્યારે શેઠના જેવું નથી તેથી શેઠ થવાની ઇચ્છા કરી. શેઠ=શ્રેષ્ઠ ઉપરથી શેઠ. શેઠને ત્યાં પૈસા હોય તેથી તેને ત્યાં નોકર વગેરે હોય. શહેરમાં પંકાય એવો નગરશેઠ થયો ત્યારે મંત્રી થવાની ઇચ્છા કરી. મંત્રી–રાજ્યની ગુપ્ત વાત જાણે, રહસ્યને જાણે. મંત્રીને પૈસા સાથે રાજનું માન વગે૨ે મળે. એવો થયો પણ તોયે તેને સંતોષ થયો નહીં અને રાજા થવાની ઇચ્છા કરી. નૃપ=નૃપતિ એટલે મનુષ્યના પતિ, પાળનાર, રાજા. રાજાને દેવની આરાધના કરવી પડે તેથી દેવ થવાની ઇચ્છા કરી. દેવ થયો ત્યારે શંકર=મહાદેવ=ઇંદ્ર થવાની ઇચ્છા કરી. આવી રીતે માનો કે હે રાજચંદ્ર ! એ દેવોનો પણ દેવ ઇંદ્ર થયો, તો પણ તેની તૃષ્ણાનો પાર રહ્યો નહીં. મોટો ઇંદ્ર થાય તો પણ તૃષ્ણા વર્ષ પણ ઘટે નહીં.'' -ધો.વિધૃિ.૧૧૩) ન તેમ કર્મ અનુસાર જેવી પરિસ્થિતિ આવી પડે તેમાં શાંતિથી રહ્યું તો નવા કર્મ ન બંધાય, ઇચ્છા કરવાથી કંઈ મળતું નથી. પણ જીવ બીજાનું જોઈને કર્મ બાંધી દુઃખી થાય છે. 'આલોચનાદિપદ સંગ્રહ'માંથી – જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાઠું,' (પૃ.૨૨) ૨૩૨. અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વભાવ) દોષ રહિત શુદ્ધ આહાર જળનું સેવન કરું. તેના વિષે પૂર્વાચાર્યવિરચિત ‘ગચ્છાચાર પયજ્ઞા’ માં સાધુએ ૪૨ દોષ રહિત આહાર લેવો. તે આ પ્રમાણે જણાવેલ છે. સોળ ઉદ્ગમ દોષ – ૧. આધાકર્મ – કેવલ સાધુને માટે જ છકાય જીવની વિરાધના વડે અશનાદિક આઝાર તૈયાર કરવાની ક્રિયા. આ પ્રમાણેની પાપક્રિયાથી તૈયાર થયેલ આહાર દૂષિત ગણાય, એ જ પ્રમાણે આગળના દરેક દોષોમાં પણ સમજી લેવું. ૨. ઔદેશિક - સર્વ સાધુઓને ઉદ્દેશીને કરવામાં આવેલ. ૩. પૂતિકર્મ - શુદ્ધ આહારમાં અશુદ્ધ આહારનો સંયોગ, શુદ્ધ આહારમાં આદ્યાકર્મિક આહારનો ૧૨૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એક પણ કણ મિશ્ર થાય તો તે પૂતિકર્મ થઈ જાય. ૪. મિશ્રજાત – શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે ભેગો બનાવેલ. ૫. સ્થાપના - કેટલોક સમય સાધુને અર્થે આહારાદિ રાખી મૂકવા. ૬. પ્રાભૂતિક – સાધુનો લાભ લેવા માટે વિવાહાદિનો કાળ આગળ-પાછળ રાખવો. ૭. પ્રાદુષ્કરણ - સાધુને વહોરાવવાના સ્થાનમાં વસ્તુને પ્રકાશિત કરવા માટે દીપક કરે, બારી બારણા હોય તે ઉઘાડે. ૮. ક્રીત - સાધુને વહોરાવવા નિમિત્તે દ્રવ્યાદિથી વસ્તુઓ ખરીદવી. ૯. પ્રામિત્ય - વહોરાવવા માટે વસ્તુ ઉઘાર લેવી. ૧૦. પરિવર્તિત - સાધુને વહોરાવવા નિમિત્તે વસ્તુનો અદલો બદલો કરે. ૧૧. અભ્યાહત - સાધુને વહોરાવવા નિમિત્તે જ્યાં સાધુ વસતા હોય ત્યાં સામો આહાર લઈ જાય અથવા બીજા ગામથી મંગાવે, એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય. ૧૨. ઉભિન્ન- માટી વગેરેથી ઢાંકેલ ઘડાને ખોલીને આહાર આપે. ૧૩. માલાહત - ભોંયરામાંથી, કોઠારમાંથી અગર તો માળ ઉપરથી લાવીને આપે. ૧૪. આચ્છેદ્ય - પોતાના પુત્રાદિકની સાઘુને વહોરાવવાની અનિચ્છા છતાં તેના પાસેથી બળજબરીથી ગ્રહણ કરીને આપે. ૧૫. અનિરુઝ- કોઈ પદાર્થની માલિકી ઘણાઓની હોય છતાં તેઓની અનુમતિ વિના આપે. ૧૬. અધ્યવપૂરક- ગૃહસ્થ પોતાની રસોઈની શરૂઆત કર્યા પછી “સાધુ આવશે” એમ વિચારી સાધુને નિમિત્તે વિશેષ રસોઈ રાંધવી. ઉત્પાદનના સોળ દોષ – ૧. ઘાત્રી - બાળકને રમાડીને આહાર લેવો. ૨. દૂતી - એક બીજાના સંદેશા પરસ્પર કહીને આહાર લેવો. ૩. નિમિત્ત - ભૂતકાળ તથા ભવિષ્યકાળ સંબંધી નિમિત્તે કહેવું. ૪. આજીવિકા - દાતાર પુરુષની પાસે પોતાની જાત્યાદિકનો પ્રકાશ કરવો. ૫. વનીપક – અન્ય ભિક્ષુકની માફક લોકને ગમતી પ્રશંસા કરે, અથવા દાતાર વ્યક્તિને જે સાધુપુરુષ પૂજ્ય હોય તેનો પોતે ભક્ત છે તેમ દર્શાવે. ૬. ચિકિત્સા- કોઈપણ પ્રકારની વ્યાધિ દૂર કરીને અશનાદિ સ્વીકારે. ૭. ક્રોઘ - ઘેબરીયા સાધુની માફક ક્રોઘ કરીને આહાર ગ્રહણ કરે. શ્રીગચ્છાચાર પમન્ના'માંથીઃ- ક્રોધ, માન, માયા, લોભ ઉપર ચાર દૃષ્ટાંત. ઘેબરીયા સાઘુનું દ્રષ્ટાંત - હસ્તિકલ્પ નગરમાં એક સાધુ માસક્ષપણને પારણે એક બ્રાહ્મણને ઘેર ગયા. ત્યાં મરણપ્રસંગે ઘેબર પીરસાતા હતા. બ્રાહ્મણે ભિક્ષા ન આપતા તિરસ્કાર કર્યો. તેથી સાધુએ કહ્યું-ફરી આવા જ પ્રસંગે આવીશ. દૈવયોગે બીજું માણસ મરી ગયું. તેના જ્ઞાતિભોજનના દિવસે બીજા માસક્ષપણના પારણે સાધુ ત્યાં ગયા. છતાં ભિક્ષા ન આપી. તેથી સાધુએ ફરી કોપથી કહ્યું-ફરી આવા જ કાર્યમાં આવીશ. વિધિવશ ત્રીજું માણસ મરી ગયું. સાધુ આવ્યા. ફરી ભિક્ષાની મનાઈ કરી ત્યારે દ્વારપાળે આ જોઈને ઘરધણીને કહ્યું-એ ભિક્ષા ન આપવાથી ક્રોઘ કરીને જાય છે. માટે એમને સંતોષ ૧૨૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પમાડો. તેથી તેણે ક્ષમા માગી. ઘેબર વહોરાવ્યા. આવી રીતે લીધેલો પિંડ તે ક્રોધપિંડ કહેવાય છે. પછી ગુરુએ તેની આલોચના આપી મુનિની શુદ્ધિ કરી. ૮. માન – સેવિયા ક્ષુલ્લક સાધુની માફક માન અભિમાન કરીને આહાર સ્વીકારે. સેવીયા સાધુનું દૃષ્ટાંત કોશલદેશમાં ગિરિપુષ્પ નગરમાં ઓચ્છવના દિવસે ઘેર ઘેર સેવ થતી હતી. તે જોઈ યુવાન સાધુએ કહ્યું—આજે તો સેવો મળશે પણ કાલે ભિક્ષામાં ઘી ગોળ સાથે સેવો લાવે તો ખરો કહેવાય. અભિમાની યુવાન સાધુએ ગર્વથી કહ્યુંઢું લાવી આપીશ. બીજે દિવસે એક ગૃહસ્થને ઘેર સેવ જોઈને વિવિધ યુક્તિથી માગણી કરી. પણ તેણીએ આપી નહીં. તેથી એના પતિની શોઘ કરી તેને સમજાવી એના ઘરેથી સેવો વહોરી લાવ્યા. આલોચણા વખતે ગુરુએ કહ્યું—આ માનપિંડ કહેવાય છે. મુનિઓએ આ પ્રમાણે કદી આહારપિંડ લેવો નહીં. તેથી મુનિએ પોતાના આત્માની નિંદા કરી તે કર્મ આલોચ્યું. ૯. માયા – અષાઢાભૂતિની માફક કપટ કરીને આહાર લે. અષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત – એકવાર અષાઢાભૂતિ મુનિ નટને દ્વારે ભિક્ષા લેવા આવી ચઢ્યા. નટની બે સુંદર કન્યાઓએ મુનિને મોદક વહોરાવ્યા. મોદકની સુગંધથી મુનિને વિચાર આવ્યો કે આ મોદક તો ગુરુને આપવા પડશે. તેથી લબ્ધીવડે વેષ પલટી બીજો લાડુ લઈ આવ્યા. આ તો વળી ઉપાધ્યાયને આપવો પડશે એમ વિચારી બીજું રૂપ કરી ત્રીજો લાડુ વહોરી આવ્યા. ઝરુખે બેઠેલા નટકન્યાના પિતાએ આ બધું જોયું. તેથી પોતાની પુત્રીઓને –મુનિને રીઝવવા કહ્યું. મુનિને મોહ થવાથી ગુરુને કહી નટ કન્યા સાથે લગ્ન કર્યાં. ગુરુએ માંસ મદીરા વાપરે તેનો સંગ કરવો નહીં. એમ કહ્યું. એક દિવસ રાજાને ત્યાં નાટક કરવા એકલા અષાઢાભૂતિને જવાનું થયું. તે દિવસે નટ કન્યાઓએ ખૂબ દારૂ પીધો અને માંસ ખાધું. રાજાને ત્યાં નાટક બંધ રહેવાથી અષાઢાભૂતિએ ઘેર આવી આ બધું જોયું. તેથી પાછો વૈરાગ્યભાવ જાગ્યો. પણ કન્યાઓની માગણીથી તેમની આજીવિકા માટે ભરત ચક્રવર્તીનું નાટક ભજવ્યું. તે ભજવતા આરીસા ભુવનમાં ભરત ચક્રવર્તીને કેવળજ્ઞાન ઊપજ્યું હતું. તેમ અષાઢાભૂતિને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું. અષાઢાભૂતિએ માયા કપટ કરી મોદક ગ્રહણ કર્યા તેમ મુનિઓએ માયા કરી કદી આહાર લેવો નહીં. ૧૦. લોભ – સિંહ કેસરીયા મુનિની માફક સારા આહારની ઇચ્છાથી ગૃહસ્થ શ્રીમંત લોકોના ઘરે ગોચરીએ જાય. સિંહ કેસરીયા મુનિનું દૃષ્ટાંત – એક સાઘુ આહાર માટે ફરતાં શ્રાવકની લાણીમાં સિંહકેસરીયા ૧૨૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મોદક દીઠા. મારે પણ આજે એજ લેવા. તેથી ઘણાને ઘેર ફર્યા પણ ક્યાંય મળ્યા નહીં. તે લાડુના જ ધ્યાનમાં તલ્લીન થવાથી દિવસ વીતી ગયો. રાત પડી છતાં ગોચરી માટે ભમવા લાગ્યા. રાત્રે બે પ્રહર વીતી ગયા. રાત્રે એક શ્રાવકના ગૃહમાં પેઠા “ઘર્મલાભ' ને બદલે “સિંહકેસરા' એમ બોલ્યા. શ્રાવક સમજી ગયા. જેથી લાડુ વહોરાવી કહ્યું–મહારાજ! મેં આજે પુરિમટ્ટનું પચખાણ કર્યું છે તો તેનો કાળ પૂરો થઈ ગયો કે નહીં? તે વિચારતા મુનિને ભાન થયું કે હમણા તો મધ્યરાત્રિનો સમય છે. પછી પશ્ચાત્તાપ કરી સવારના તે આહારને પરઠતા પોતાની આત્મનિંદા કરતા કરતા કેવળજ્ઞાનને પામ્યા. આમ લોભથી મેળવેલ પિંડ શુદ્ધ ન હોવાથી મુનિએ તે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૧૧. પૂર્વપશ્ચાત્સસ્તવ - આહાર ગ્રહણ કર્યા પૂર્વે અને આહાર ગ્રહણ કર્યા પછી પણ દાતાર પુરુષની પ્રશંસા કરે કે “તમને ઘન્ય છે. તમે સાધુઓની રૂડી ભક્તિ કરનારા છો ઇત્યાદિ” ૧૨. વિજ્જા - વિદ્યા શીખવા માટે સાઘના બતાવે. ૧૩. મંત્ર- દેવાધિષ્ઠિત મંત્ર શીખવે. ૧૪. ચૂર્ણ - નેત્રાંજનાદિક ચૂર્ણ દઈ આહાર સ્વીકારે. ૧૫. યોગ - ઉન્નતિ કરનાર, સુખ અર્પનાર એવો દ્રવ્ય સમુહ પ્રાપ્ત કરવા માટેનો યોગ દર્શાવે. ૧૬. મૂલકર્મ- દશ પ્રકારના પ્રાયશ્ચિત્તો પૈકી આઠમું મૂલ નામનું પ્રાયશ્ચિત્ત જેથી પ્રાપ્ત થાય તે. ગર્ભપાત કરાવવા માટે ઔષઘ કરે અથવા વનસ્પતિનું છેદન કરી લોકોને આપે અને “આ મૂળિયાના જળથી સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય તેવો ઉપદેશ આપે તેને આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. એષણા (આહારપાણી) ના દશ દોષ - ૧. શંકિત - આઘાકર્માદિક દોષની શંકાવાળા અશનાદિ સ્વીકારે. ૨. પ્રક્ષિત - સચિત્તાદિથી ખરંટીત (લીંપાયેલ) ૩. નિક્ષિપ્ત - સચિત્ત પદાર્થ પર સ્થાપન કરેલ. ૪. પિહિત - સચિત્તાદિકથી ઢાંકેલ. ૫. સંહત - સચિત્તવસ્તુવાળા ભાજનમાંથી તે સચિત્ત પદાર્થો બીજા ભાજનમાં કાઢી નાખી પ્રથમના ભાજન દ્વારા આહાર વહોરાવે તે. ૬. દાયક – શાસ્ત્રમાં દાન આપવા માટે નિષિદ્ધ કરાયેલ બાળક, ગર્ભવતી સ્ત્રી, સચિત્ત પદાર્થવાળી, ખાંડતી, દળતી, કાંતતી એવી સ્ત્રી ઊઠી દાન આપે છે અથવા તો આંઘળો, કંપતી સ્ત્રી ઊઠી દાન આપે છે. ૭. ઉન્મિશ્ર - સચિત્ત વસ્તુઓ યુક્ત. ૮, અપરિણત - અચિત નહીં બનેલ. ભાવથી તો સૂતકાદિ હોય અથવા તો દાતાર પોતાના ભાવ વિના આપે તે પણ અપરિણત જાણવું. ૯. લિપ્ત - લેપ દ્રવ્યથી ખરડાયેલ ભાજન અથવા હસ્ત દ્વારા અપાય છે. ૧૦. છર્દિત - આહાર વહોરાવતી વખતે દાતારના હાથમાંથી છટો ભૂમિ ઉપર પડ્યો, છતાં સ્વીકારે તો આ દોષ લાગે. (પૃ. ૧૩૮). ૧૨૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૩૩. કેશલોચન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “લોચ કરવો શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; અરીસો લેવાનું મન થાય; તેમાં મોટું જોવાનું મન થાય અને એ ઉપરાંત તેના સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોન્ચ કરવાનું કહ્યું છે.” (વ.પૃ.૭૨૯) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૫' માંથી :- “સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો જય અને ચાર કષાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમા કેશલોચનને દ્રવ્યલોચ કહ્યો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં તેના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે – ૧. કોઈક પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે “સાધુ (સાઘક) હોય તે જ સાધુ થાય છે.” આ ઉપર જંબુસ્વામી વિગેરેના દ્રષ્ટાંત જાણવા. ૨. કોઈક પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વિગેરેના દ્રષ્ટાંત જાણવા. ૩. કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર દ્રમક સાધુ (સંપ્રતિરાજાનો પૂર્વભવ) વિગેરેના દ્રષ્ટાંત જાણવા. અને ૪. કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતો નથી. તે વિષે ઉદાયિ રાજાને મારનાર વિનયરત્નનું દ્રષ્ટાંત જાણવું અથવા આધુનિક વેષઘારીઓ અને આજીવિકા માટે યતિલિંગ ઘારણ કરનારના દ્રષ્ટાંતો જાણવા. (પૃ.૪) ૨૩૪. પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું. મુનિઓ માટે બાવીશ પરિષહો કહ્યાં છે, તેમ ગૃહસ્થને પણ અનેક પરિષહો છે. તેને સમભાવે સહન કરવા પ્રયત્ન કરું. એ વિષે પરમકૃપાળદેવ જણાવે છે – “શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહો આવવાનો સ્વભાવ છે, પણ જો પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દ્રષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.” (પૃ.૨૮૩) મુનિના બાવીશ પરિષહ બાવીશ પરિષહો ઉપર સંક્ષિપ્ત કથાઓ આપવામાં આવે છે તે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના આઘારે છે. ૧. સુઘા પરિષહ ઉપર હસ્તીભૂતની કથા – ઉયિની નગરીમાં હસ્તીમિત્ર નામનો શેઠ તથા તેનો પુત્ર હસ્તીભૂત બન્ને જણે દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં એક જંગલમાં આવ્યા. ત્યાં પિતાને કાંટો વાગ્યો. ચાલવાને અસમર્થ તેથી બીજા સાથુ બોલ્યા કે તમને વારાફરતી ઉપાડીશું ને ચાલીશું. ત્યારે હસ્તીમિત્ર સાઘુએ કહ્યું કે મારું આયુષ્ય હવે અલ્પ છે તેથી હું અનશન કરીશ. તમે બઘા જાઓ. કારણ ૧૨૬ Page #159 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મારા માટે અહીં રહેવાથી બઘા સાધુઓ દુઃખી થશે. બઘા ગયા પછી તેમણે અનશન કર્યું. તેમના પુત્રને પણ સમજાવીને સાથે લીઘો, પણ રસ્તામાં સાધુઓને છેતરી તે પિતા પાસે પાછો આવ્યો પણ ત્યારે પિતા કાળધર્મ પામી ગયા હતા. છતાં મોહને લીધે તેને સમજાયું નહીં કે તે મરી ગયા છે. ત્યાં જંગલમાં અત્યંત સુઘા લાગી. છતાં પણ તેણે ફળ વગેરે ખાવાની ઇચ્છા કરી નહીં. પણ સુઘા પરિષહ ધૈર્યપણે સહન કર્યો. તેમ સર્વેએ સુઘા પરિષહ જીતવાનો અભ્યાસ કરવો યોગ્ય છે. ૨. તૃષા પરિષહ ઉપર ઘનશર્મા સાઘુની કથા – ઉજ્જયિની નામની નગરીમાં ઘનમિત્ર વણિક તથા તેના પુત્ર ઘનશર્માએ એકદા ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ઉનાળામાં વિહાર કરતાં રસ્તામાં મધ્યાહ્ન સમયે ભયંકર ગરમીના કારણથી તૃષા લાગી. પાસે પાણી નહીં હોવાથી તાળવું સુકાવા લાગ્યું. તેના પિતાએ કહ્યું કે સામે નદી છે તેમાંથી પાણી પી લે, પછી ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લઈ લેજે. પિતાએ જાણ્યું કે મારી શરમને લીધે પાણી નહીં પીવે એટલે પોતે આગળ જતા રહ્યાં. પછી પુત્ર નદી પાસે આવ્યો અને વિચાર્યું - આ નદીનું પાણી અકથ્ય છતાં હું પીઉં, પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈશ. એમ વિચારી ખોબામાં પાણી લઈ મુખ પાસે લાવ્યું તેટલામાં તો ફરી વિચાર આવ્યો કે ભગવાનની વાણી જાણતાં છતાં આ જીવોનું હું કેમ પાન કરું? એક જળનાં બિંદુમાં જિનેશ્વર ભગવંતે અસંખ્ય જીવો કહ્યાં છે એમ વિચારી પાણીને ઘીમે રહી પાછું નદીમાં મૂકી દીધું. નદી ઊતરી પેલી પાર ગયો. પણ ચાલી નહીં શકવાથી પડી ગયો. બહુ ધૈર્ય રાખી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો તે મરણ પામીને સ્વર્ગે ગયો. મરણ સ્વીકાર્યું પણ સચિત્ત જળને પીવું નહીં. એમ તૃષા પરિષહ જય કરવાનો પ્રભુનો ઉપદેશ છે. ૩. શીત પરિષહ ઉપર ભદ્રબાહુ સ્વામીના શિષ્યોની કથા - રાજગૃહ નગરમાં ચાર વણિક મિત્રો હતા. તેઓએ ભદ્રબાહુ સ્વામી પાસે ઘમપદેશ સાંભળી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ શ્રતના પારગામી થયા. પછી તેઓએ એકાકી વિહાર નામની પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમાનો એવો કલ્પઆચાર છે કે વિહાર તથા અનશનાદિક સર્વ ત્રીજા પહોરમાં જ કરવું અને ચોથો પ્રહર શરૂ થાય તે જ વખતે જ્યાં હોય ત્યાં જ તેણે પ્રતિમા ઘારણ કરી (કાઉસ્સગ ધ્યાને) બાકીના સાત પહોર ઊભા રહેવું. આવો કલ્પ પાળતા તેઓ અનુક્રમે રાજગૃહ નગરમાં આવ્યા. તે વખતે શિયાળાની ઋતુ હતી. એકદા તેઓ ત્રીજે પહોરે વૈભારગિરિથી ઊતરી નગરમાં આવ્યા. ત્યાંથી આહારાદિક કરી તેઓ પાછા જુદા જુદા સમયે વૈભારગિરિ તરફ ચાલ્યા. તેમાં એક મુનિ વૈભારગિરિની ગુફાના દ્વાર પાસે પહોંચ્યા, બીજા મુનિ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્રીજા ઉદ્યાનની પાસે જ પહોંચ્યા અને ચોથા હંજાં નગરની બહાર જ પહોચ્યા. ત્યાં તો ત્રીજો પ્રહર પૂર્ણ થઈ ચોથો પ્રહર શરૂ થઈ ગયો એટલે તેઓ તે તે સ્થળે જ કાયોત્સર્ગ ઊભા રહ્યાં. તેમાં ગુફાની દ્વારે ઊભેલ મુનિને અતિ દારૂણ શીત એટલે ઠંડી લાગવાથી તે રાત્રિના પહેલે પહોરે જ મરણ પામ્યા. ઉદ્યાનમાં રહેલા બીજે પ્રહરે અને ઉદ્યાનની પાસે આવેલા ત્રીજા પ્રહરે અને ગામની બહાર જ પહોંચેલા મુનિ ચોથે પ્રહરે મરણ પામ્યા. તે ચારે સાધુ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે સાધુઓએ શીત પરિષહ સહન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. ૪. ઉષ્ણ પરિષહ ઉપર અરહ#ક મુનિની કથા - તગરા નામના નગરમાં દત્ત નામે એક વણિક હતો. એકદા ગુરુનો ઉપદેશ સાંભળીને દત્ત, તેની સ્ત્રી ભદ્રા તથા તેનો પુત્ર અરહ#ક એ ત્રણે ૧૨૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જણાએ ગુરુ પાસે દીક્ષા લીધી. પિતા સ્નેહને કારણે પુત્રને ભિક્ષા લેવા મોકલે નહીં. પણ પોતે લાવીને આપે. અનુક્રમે દત્ત મુનિ મૃત્યુ પામ્યા. પછી બીજા સાધુઓએ પુત્રને ભિક્ષા ન લેવા મોકલ્યો. પણ કોઈ દિવસ ભિક્ષા લેવા ગયેલ નહીં અને ગરમીના કારણે પગ બળે, માથું તપે તેથી ઘીમે ઘીમે હવેલીઓના નીચે ઊભા રહેતા રહેતા ચાલે છે. ત્યાં એક હવેલી નીચે ઊભા હતા ત્યાં ઉપરથી શેઠાણીએ તેમને જોયા. તેના પર મોહિત થઈ તેમને ઉપર બોલાવ્યા. મુનિ પણ ત્યાં આસક્ત થઈ ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા. અરહન્નકમૂનિ ઉપાશ્રયે આવ્યા નહીં ત્યારે ઘણી તપાસ કરી તો પણ પત્તો લાગ્યો નહીં. તેથી ભદ્રા સાધ્વીને કહ્યું કે તમારો પુત્ર મળતો નથી. તે સાંભળીને શોકથી માતાનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. હે અરહન્નક! હે અરહન્નક! એમ બોલતી ગલીએ ગલીએ ફરવા લાગી. ત્યાં ગોખમાં બેઠેલા અરહ#કે પોતાની માતાને જોઈ નીચે આવી માતાના પગમાં પડ્યો. હે માતા! કુળમાં અંગાર જેવો હું અરહત્રક આ રહ્યો. માતા સ્વસ્થ થઈને બોલી હે વત્સ! આટલા દિવસ ક્યાં હતો? અરહન્નકે પોતાનો સર્વ વૃતાંત કહ્યો. તે સાંભળીને માતાએ કહ્યું કે હે પુત્ર! તું ફરીથી ચારિત્ર અંગીકાર કર. તે બોલ્યો – માતા હું ચારિત્ર પાળવાને અસમર્થ છું પણ તમે આજ્ઞા આપો તો હું અનશન ગ્રહણ કર્યું. તે સાંભળી હર્ષ પામેલી ભદ્રા સાધ્વી બોલી કે હે વત્સ! તારે તેમ કરવું પણ સારું છે. પરંતુ અનંતભવમાં ભ્રમણ કરાવવાનું કારણ એવું વ્રત ભાંગીને જીવવું તે સારું નથી. તે સાંભળીને ગુરુ પાસે જઈ સર્વસાવદ્ય પચ્ચખાણ કરી સર્વ જીવોને ખમાવી, દોષોની નિંદા ગર્તા કરી, અરિહંતાદિના ચાર શરણ ગ્રહણ કરી, નગરની બહાર સૂર્યના કિરણોથી તપેલી શિલા પર પાદોગમન એટલે વૃક્ષની જેમ સ્થિર રહેવું. પોતાની સેવા પોતે પણ ન કરે અને બીજા પાસે પણ કરાવે નહીં, એવું અનશન કર્યું. ઘર્મધ્યાન વડે દારુણ ઉષ્ણ પરિષહને સહન કરી પંચનમસ્કારમંત્રનું ધ્યાન કરતાં મૃત્યુ પામી સ્વર્ગે સિઘાવ્યા. પ. દંશમશક પરિષહ ઉપર શ્રમણભદ્રમુનિની કથા - ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રહેતો હતો. તેના પુત્ર શ્રમણભદ્ર ઘર્મઘોષ ગુરુ પાસે ઘર્મ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. શ્રતસાગરના પારગામી થયા. એકાકી વિહાર નામની પ્રતિમા અંગીકાર કરી. શરદઋતુમાં મોટી અટવીને વિષે રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને ઊભા રહ્યા. તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તેમના શરીરે વળગ્યા અને લોહી પીવા લાગ્યા. તેમના ડંખથી અત્યંત વેદના ઉત્પન્ન થઈ ત્યારે મુનિ વિચારવા લાગ્યા કે નરકમાં પરાધીનપણે ઘણીવાર આ જીવે વેદના સહન કરી છે. આમ શુભ ભાવના ભાવતાં તે રાત્રે જ કાળધર્મ પામીને સ્વર્ગે સિધાવ્યા. . અચેલ પરિષહ ઉપર સોમદેવ ઋષિની કથા- આર્યરક્ષિત સૂરિના પિતા સોમદેવે દીક્ષા લીધી. તેઓ ઘોતિયું પહેરતા પણ ચોલપટો નહીં. આર્યરક્ષિતસૂરિએ એક દિવસ યુક્તિપૂર્વક બીજા સાથુઓ પાસે તેમનું ઘોતિયું ખેંચી કઢાવ્યું. ત્યારે અચેલ એટલે નગ્ન પરિષહ સહન કર્યો. અને ચોળપટો ઘારણ કર્યો. ૭. અરતિ પરિષહ ઉપર પુરોહિત પુત્રની કથા - પૂર્વભવે પુરોહિત પુત્રે દીક્ષા લીધી. પણ સંયમ પ્રત્યે અરતિ એટલે અણગમો હતો. પછી મરીને તે દેવ થયો. ત્યાંથી ચ્યવી શેઠનો મોટો પુત્ર હતો તેનો તે ભાઈ થયો. મોટોભાઈ મંદિરે કે ઉપાશ્રયે તેને લઈને જાય, પણ દુર્લભબોધિને લીધે રડવા માંડે. ૧૨૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મોટાભાઈએ તેને પ્રતિબોથ કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે બોઘ પામ્યો નહીં. પછી મોટાભાઈએ વૈરાગ્ય પામી ગુરુ પાસે દીક્ષા લીધી. ચારિત્ર પાળી દેવલોકે ગયો. નાનાભાઈને પ્રતિબોઘ કરવા માટે તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરી. પોતે વૈદ્યનું રૂપ છે લઈ તેની પાસે આવીને કહ્યું કે દીક્ષા લે તો તારી વ્યાધિ સારી કરું, એમ કહી તેને સાજો કર્યો. પછી દીક્ષા અપાવી પણ દીક્ષા છોડીને પાછો ઘેર આવ્યો. દેવે ત્રણચાર વાર પ્રયત્ન કર્યા પણ તે પ્રતિબોધ પામ્યો નહીં. છેવટે તેનો પૂર્વભવ કહ્યો ત્યારે તેણે ભાવથી ચારિત્ર લીધું અને ચારિત્ર પ્રત્યે રતિવાળો થયો. ૮. સ્ત્રી પરિષહ ઉપર સ્થલિભદ્રમનિની કથા – ધૂલિભદ્રમુનિએ કોશા વેશ્યાને ત્યાં ચોમાસુ કર્યું. તેમને ચલાવવા કોશાએ ઘણો પ્રયત્ન કર્યો તો પણ ચળ્યા નહીં; પણ સ્ત્રી પરિષહ સહન કર્યો. ૯. ચર્યા પરિષહ ઉપર સંગમાચાર્યની કથા – કોલાક નામના નગરમાં સંગમ નામના આચાર્ય હતા. જંઘાબળ ક્ષીણ થવાથી તે જ નગરમાં નિયતવાસ કરીને રહેલા હતા. દુષ્કાળ પડવાથી પોતાના સિંહ નામના શિષ્યને આચાર્ય પદવી આપી ગચ્છ સહિત તેમને દૂર દેશમાં મોકલી દીધા. પોતે એક જ ગામમાં રહ્યા છતાં, કોઈ સ્થાનમાં કે શ્રાવકમાં મમતા કરી નહીં. પણ તે જ નગરમાં નવ ભાગ પાડીને રહ્યા. આઠ માસના આઠ અને એક ચોમાસું મળી કુલ નવ ભાગ કરીને નવ જુદે જુદે સ્થાને વિચરીને રહ્યા. ચર્યા એટલે વિહાર કરવામાં તબિયતને કારણે અશક્ત હોવા છતાં પણ નવ સ્થાને ફરતા હતા. તે જોઈ નગરની અધિષ્ઠાયકા દેવી પ્રસન્ન થઈ તેમની ભક્તિ કરતી હતી. ૧૦. નૈષધિકી (એટલે એક સ્થાને બેસવાના કે ઊભા રહેવાના) પરિષહ ઉપર કુરુદત્ત સાઘુની કથા - હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠીના પુત્ર કુરુદત્તે ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીઘી. એક વખત રાત્રિએ પ્રતિમા ઘારીને ઊભા હતા. ત્યાં ચોરો ગાયોનું ઘણ ચોરીને જતા રહ્યા. પછી ગાયોને શોઘનારા આવ્યા. તેઓએ આવી મુનિને કહ્યું - હે મુનિ! ગાયોને લઈને ચોરો કયે માર્ગે ગયા? તે સાંભળી મુનિ કંઈ બોલ્યા નહીં. ત્યારે મુનિના માથા ઉપર માટીની પાળ કરી અંદર ઘગધગતા અંગારા ભરી ચાલ્યા ગયા. મુનિએ તે સમભાવે ઉપસર્ગ સહન કર્યો પણ ત્યાંથી ખસ્યા નહીં. તે નૈષેથિકી પરિષહ સહન કર્યો. સમાધિપૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગે ગયા. ૧૧. શય્યા પરિષહ ઉપર સોમદત્ત અને સોમદેવ મુનિની કથા -કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને બે પુત્રો હતા. તેમણે સોમભૂતિ નામના ગુરુ પાસે દીક્ષા લીધી. બન્ને બહુશ્રુત થયા. બન્ને ભાઈઓ વિહાર કરતા ઉજ્જયિની નગરીએ આવ્યા. તેમના માતાપિતા પહેલેથી જ ત્યાં આવીને રહ્યા હતા. તેમને ત્યાં વહોરવા ગયા. તે દેશની રીતિ પ્રમાણે અનેક ઔષઘના મિશ્રણથી મદિરા જેવો પદાર્થ બનાવેલ હતો. તે અજાણતાં પ્રાસુક જળ જાણીને ગ્રહણ કર્યો. તે પીવાથી મુનિઓ ભ્રમિત થયા. પછી વિચાર્યું કે અજાણતાં મદ્યપાન થયું છે તેથી પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી વરસાદ આવવાથી તણાઈને સમુદ્રમાં ગયા. ત્યાં જળજંતુઓ તેમને ખાઈ ગયા. એમ શા ઉપસર્ગ સહન કરી સ્વર્ગે ગયા. બન્ને મુનિઓએ શય્યા પરિષહનો જય કર્યો. સમાધિપૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગે ગયા. ૧૨. આક્રોશ પરિષહ ઉપર અર્જાનમાળી મુનિની કથા - રાજગૃહ નગરમાં અર્જાના નામે એક માળી રહેતો હતો. તેની અંદર યક્ષે પ્રવેશ કર્યો. તેથી રોજ છ પુરુષો તથા એક સ્ત્રીને મારતો હતો. રાજગૃહ નગરમાં મહાવીર ભગવાન પઘાર્યા. પણ એ દિશા તરફ કોઈ જાય નહીં. જ્યારે અર્જાનમાળીએ સાત માણસોને માર્યા છે એમ સાંભળે પછી જ એ દિશા તરફ લોકો જતા હતા. પણ સુદર્શન શેઠે વિચાર્યું ૧૨૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કે જે થવું હોય તે થાય પણ મારે તો ભગવાનના દર્શન કરવા જવું જ છે. એમ વિચારી શેઠ તે તરફ ગયા. તેમને આવતા જોઈ અર્જાનમાળી મારવા આવ્યો. ત્યારે શેઠ સાગાર અનશન ગ્રહણ કરી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં ત્યાં જ ઊભા રહ્યા. શેઠ પાસે આવતા જ અર્જાનમાળીના શરીરમાંથી તે યક્ષ ભાગી ગયો. તેથી માળી સ્વસ્થ થઈ શેઠ પાસે આવ્યો. ત્યાં પોતાનો સર્વ વૃતાંત સાંભળી શેઠ સાથે તે ભગવાન પાસે ગયો. ત્યાં ભગવાનનો ઉપદેશ સાંભળી અનમાળીએ દીક્ષા લીધી. છતાં લોકો તેને આક્રોશ વચનો વડે કહેવા લાગ્યા કે આ તો ધૂર્ત જેવો છે. પણ તે મુનિએ મનમાં રોષ આપ્યો નહીં. છ મહિના સુધી આવા અનેક આક્રોશ વચનો સહન કરી તે અર્જાનમાળી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષે પધાર્યા. માટે મુનિઓએ આક્રોશ પરિષહ સહન કરવો. ૧૩. વઘ પરિષહ ઉપર કુંદકાચાર્યની કથા – શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કંદકકુમાર હતો. તે દીક્ષા લઈ વિહાર કરતાં કુંભકારકટક નગરમાં આવ્યા. ત્યાં પાલક નામે મંત્રી હતો. તેણે પૂર્વના વૈરભાવને લઈને આ મુનિઓને જોઈ રાજાને કહ્યું કે તમારી સાથે લડાઈ કરીને રાજ્ય લેવા માટે આ સૈનિકો સાધુવેશે આવ્યા છે. પાલક મંત્રીએ પોતે જ ગુપ્ત રીતે દાટેલા શસ્ત્રો બતાવી રાજાને ખાત્રી કરાવી. તેથી તેમને શિક્ષા કરવા માટેનું કામ રાજાએ પાલક મંત્રીને જ સોંપ્યું. મંત્રીએ સ્કંદકમુનિના પાંચસોય શિષ્યોને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા. તે બઘાએ વઘ પરિષહ સહન કરી ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. પણ ગુરુ સ્કંદકાચાર્યે તે પાલક મંત્રી પ્રત્યે ક્રોધ કરી નિયાણું કર્યું કે હું તપના પ્રભાવથી આ સમગ્ર દેશનો બાળનાર થાઉં. તે દેહ ત્યાગી અગ્નિકુમારમાં દેવતા થયા અને વૈર સંભારી તે નગરીને બાળી નાખી. તે પ્રદેશ અત્યારે પણ દંડકારણ્યના નામથી ઓળખાય છે. બીજા સાધુઓએ વઘ પરિષહ સહન કર્યો પણ અંદકાચાર્ય ન કર્યો તેમ કોઈએ કરવું નહીં. ૧૪. યાચના પરિષહ ઉપર બળભદ્રમુનિની કથા – કૃષ્ણના ભાઈ બળભદ્ર કૃષ્ણના મૃત્યુ પછી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. એકદા ભિક્ષાને માટે બળદેવમુનિ કોઈ ગામમાં જતા હતા. ત્યાં બહાર કૂવા ઉપર કોઈ સ્ત્રી પાણી ભરવા આવી. તેણીએ તે મુનિનું અનુપમ રૂપ જોઈ અતિ મોહ પામી ઘડાને બદલે પોતાના બાળકના જ કંઠમાં દોરડાનો પાશ નાખ્યો. તે જોઈ બળદેવમુનિએ તેની પાસે આવી પ્રતિબોધ કર્યો. ત્યારે તેણીએ બાળકના કિંઠમાંથી દોરડાનો પાશ બહાર કાઢ્યો. ત્યાર પછી મુનિએ ગામની ભિક્ષાને અનર્થનું કારણ જાણી વૈરાગ્ય પામી ગામમાં પ્રવેશ ન કરવાનો નિયમ કર્યો. વનમાં ઘાસ કે કાષ્ઠ લેવા આવનાર લોકો પાસેથી જે કાંઈ આહાર મળે તે જ લઈને પોતાનો નિર્વાહ કરવો એવો નિશ્ચય કર્યો. આહાર ન મળે તો તપ કરવા લાગ્યા. ગામમાં સહેલાઈથી ભિક્ષા મળી શકે છે પણ વનમાં મળવી દુર્લભ છે, છતાં બળભદ્રમુનિએ તેમ કરી યાચના પરિષહ સહન કર્યો. ૧૫. અલાભ પરિષહ ઉપર ઢંઢણકુમારમુનિની કથા- શ્રી કૃષ્ણ વાસુદેવે નેમિનાથ પ્રભુની વિંદના કરીને પૂછ્યું કે હે સ્વામી! આ સર્વ મુનિઓમાં વધારે દુષ્કર કરનાર કોણ છે? સ્વામીએ કહ્યું કે – ' ans ૧૩૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ સર્વ મુનિઓ દુષ્કર કરનાર છે, તો પણ તેમાં તંત્રમુનિ વધારે દુષ્કર કરનાર છે. વાસુદેવે તેનું કારણ પૂછ્યું ત્યારે પ્રભુએ તેના અભિગ્રહ સંબંઘી સર્વ વૃતાંત કહ્યો કે ઢંઢણમુનિએ પોતાની લબ્ધિથી જ આહાર મળે તો જ લેવો, નહીં તો નહીં લેવો એવો નિયમ કરેલ છે, તે સાંભળી કૃષ્ણે પૂછ્યું કે તે મહાત્મા અત્યારે ક્યાં છે? પ્રભુએ કહ્યું – તે નગરીમાં ભિક્ષા લેવા માટે ગયા છે. એ તમને નગરીમાં પ્રવેશ કરતાં જ સામા મળશે. પછી પ્રભુને વાંદી શ્રીકૃષ્ણ વાસુદેવ નગરી તરફ ચાલ્યા. દરવાજામાં પ્રવેશ કરતાં જ મુનિને જોયા. તેથી શ્રીકૃષ્ણે હાથી પરથી નીચે ઊતરી તેમને વંદન કર્યું, ત્યારબાદ મુનિ એક શેઠને ત્યાં વહોરવા ગયા. ત્યાં શેઠે શ્રીકૃષ્ણને નમસ્કાર કરતા જોઈ આ કોઈ પૂજનીય મહાત્મા છે એમ ધારી મોદક વહોરાવ્યા. પછી ભગવાન પાસે આવી ઢંઢણમુનિએ પૂછ્યું કે હે પ્રભુ! મારો લાભાંતરાય ક્ષીણ થયો? કે જેથી મને આજે ભિક્ષા મળી. ત્યારે નેમિનાથ પ્રભુ બોલ્યા કે વાસુદેવે તમને નમસ્કાર કર્યા તેથી ભિક્ષા મળી છે. ત્યારે મુનિ બોલ્યા કે – પરની લબ્ધિથી મળેલ આહાર મારે કલ્પે નહીં; એમ વિચારી નગરની બહાર મોદકને પરઠવા ગયા. ત્યાં પરવતાં શ્રી ઢંઢણમુનિ શુક્લધ્યાન વડે સર્વ કર્મદળને ચૂરી નાખી કેવળજ્ઞાનને પામ્યા. જેમ એ મુનિએ અલાભ પરિષદ છ મહિના સુધી સહન કર્યો તેમ બીજા મુનિએ પણ અલાભ પરિષદનો જય કરવો, એમ ભગવાનનો ઉપદેશ છે. ૧૬. રોગ પરિષહ ઉપર કાળવૈશિમુનિની કથા – · મથુરા નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે કાળા નામની વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખી હતી. તેને કાળવૈશિક નામે પુત્ર તથા એક પુત્રી થઈ. એક દિવસ યુવાવસ્થામાં આવેલ કુમારે રાત્રિમાં એક શિયાળનો અવાજ સાંભળી સેવકોને કહ્યું કે આ અવાજ કોનો છે? તેઓએ કહ્યું : શિયાળનો અવાજ છે. કુમારે તેને બાંધીને લાવવા કહ્યું. સેવકો તેને બાંઘીને લાવ્યા. પછી કુમાર શિયાળને મારવા લાગ્યો. જેમ જેમ મારે તેમ તેમ તે ખી ખી શબ્દ કરે. તે સાંભળી કુમાર હર્ષ પામે. એમ કરતાં કરતાં શિયાળ અકામ નિર્જરાથી મૃત્યુ પામી વ્યંતર થયો. સમય વીત્યે કાળવૈશિકકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમને મુદ્રશૈલ નામના નગરમાં હરસનો રોગ થયો. તેની વ્યાધિથી અત્યંત પીડા પામતા છતાં ઔષધની મનથી પણ ઇચ્છા કરી નહીં. ઔષધ ન કરવાનો અભિગ્રહ લીધો. તે જ નગરમાં પોતાની બહેન રાજાની રાણી હતી. તેને ભાઈના અભિગ્રહની જાણ હોવાથી આહારમાં જ ઔષધ મિશ્રણ કરીને આપ્યું. તે આહાર કરવાથી તેમના હરસનો વ્યાધિ શાંત થયો. તે જાણી મુનિને થયું કે આહારના અર્થ એવા મેં ઉપયોગ નહીં રાખવાથી હરસના જંતુઓ નાશ પામ્યા. તેથી મારા અભિગ્રહનો ભંગ થયો. હવે મારે આહાર જ કરવો નથી એમ વિચારી નગરની બહાર પર્વત ઉપર પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. રાજાએ તેમના ઉપસર્ગ નિવારણ માટે સેવકો મૂક્યા. આ અવસરે પેલો શિયાળાનો જીવ વ્યંતર, મુનિને જોઈ પૂર્વભવનું વૈર સંભારી ઉપસર્ગ કરવા આવ્યો. જ્યારે ૧૩૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રાજસેવકો ન હોય ત્યારે ખી ખી શબ્દ કરતો શિયાળનું રૂપ કરી બચ્ચાઓ સહિત મુનિને ખાવા લાગ્યો. એમ પંદર દિવસ સુધી વ્યંતરનો ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. આ રીતે બીજા મુનિઓએ પણ રોગ પરિષહનો જય કરવો. ૧૭. તૃણસ્પર્શ પરિષહ ઉપર ભદ્રર્ષિની કથા – શ્રાવસ્તિ નગરીના રાજા જિતશત્રુને ભદ્ર નામે પુત્ર હતો. ગુરુ પાસે જૈનધર્મ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઈને બહુશ્રુત થયા. એકાકીવિહાર પ્રતિમા ઘારીને વિચરતા તે મુનિ વિરુદ્ધ રાજ્યમાં ગયા. ત્યાંના રાજપુરુષોએ પકડીને પૂછ્યું કે તું કોણ છે? કોણે ચર તરીકે તને મોકલ્યો છે, સત્ય કહે. તો પણ મુનિ તો પ્રતિમાઘારી હોવાથી કોઈપણ જવાબ આપ્યો નહીં. ત્યારે રાજસેવકોએ તેના શરીરમાં શસ્ત્ર વડે ઘા કરી તેને તીક્ષ્ણ અણિયાળા દભોંથી (ઘાસના પૂળાથી) મજબૂત બાંધીને ચાલ્યા ગયા. શરીરમાંથી રૂધિર નીકળવા માંડ્યું. તો પણ મનમાં દુર્ગાન કર્યા વિના તે ક્ષમાનિધિએ વેદના સહન કરી. તેમ બીજાઓએ પણ તૃણ પરિષહનો જય કરવો. ૧૮. મલ પરિષહ ઉપર સુનંદ શ્રાવકની કથા - ચંપા નગરીમાં સુનંદ નામે શ્રાવક રહેતો હતો. તે સર્વ જાતના કરીયાણાનો વેપાર કરતો. તેની પાસે મુનિઓ કાંઈ ઔષધ માગે તે ગર્વ સાથે અને અવજ્ઞાસહિત આપતો હતો. એકદા ગ્રીષ્મ ઋતુમાં પસીનાથી નીતરતા મુનિઓ ઔષઘ લેવા તેની દુકાનમાં આવ્યા. તેમની દુર્ગઘથી દુકાનમાં રહેલ ઔષધોનો ગંઘ પણ પરાભવ પામ્યો. તે જોઈ સુનંદે વિચાર્યું કે સાઘુઓનો સર્વ આચાર સારો છે, પરંતુ તેઓ મેલા રહે છે તે સારું નથી. આ રીતે મુનિની નિંદા કરવાથી તેણે દુષ્કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે મરણ પામી દેવ થયો. ત્યાંથી ચ્યવી શેઠનો પુત્ર થયો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. આ ભવમાં તેને મુનિનિંદાનું દુષ્કર્મ ઉદયમાં આવ્યું અને તેનું આખું શરીર દુર્ગઘમય બની ગયું. તેની અસહ્ય દુર્ગધની લોકોમાં ચર્ચા થવા લાગી; તેથી ગુરુએ તેમને ઉપાશ્રયની બહાર જવાનો નિષેઘ કર્યો. રાત્રિએ તેમણે કાયોત્સર્ગ કર્યો. દેવીએ પ્રસન્ન થઈ તેમનું શરીર કસ્તુરીમય કરી દીધું. માટે મુનિઓએ મલ પરિષહ સહન કરવો. તેમજ શ્રાવકોએ પણ તેવા મહાત્માઓની નિંદા કરવી નહીં. ૧૯. સત્કાર પરિષહ ઉપર સાધુ તથા શ્રાવકની કથા – મથુરા નગરીમાં ઇંદ્રદત્ત નામે પુરોહિત જૈનધર્મનો વિરોધી હતો. તે હમેશાં પોતાના ગવાક્ષની નીચે થઈ જતા મુનિઓ ઉપર પગ લાંબા કરીને બેસતો. તો પણ મુનિઓ કોપ કરતા નહીં. પણ એક શ્રાવક તેના ઉપર કોપાયમાન થયો, અને તેના પગ કાપવાની ઇચ્છા કરી. તે વાત ગુરુને જણાવી. ગુરુએ કહ્યું : સાધુઓને તો સત્કાર પરિષહ સહન કરવાનો ભગવંતનો ઉપદેશ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે જૈનઘર્મના વિરોધી એવા બ્રાહ્મણને શિક્ષા ન મળે તો ઘર્મની બીજા પણ હિલના કરશે. માટે તેનો ઉપાય બતાવો. તેનો આગ્રહ જાણી ગુરુએ કહ્યું કે હાલમાં તેના ઘરની શી હકીકત છે? શ્રાવકે કહ્યુંતેણે એક નવો પ્રાસાદ કરાવ્યો છે. તેમાં રાજાને આમંત્રણ આપ્યું છે. તેથી રાજા તેને ઘેર અમુક દિવસે જવાના છે. તે સાંભળી ગુરુએ કહ્યું : જ્યારે રાજા તેના મહેલમાં પ્રવેશ કરે તે વખતે રાજાને તમારે હાથે પકડી રાખવા અને કહેવું કે આ મહેલ હમણાં પડવાનું છે. પછી હું તે મહેલને વિદ્યાના બળે પાડી દઈશ. શ્રાવકે તે જ પ્રમાણે કર્યું. તેથી પ્રાસાદ પડી ગયો. તે જોઈ રાજાએ કહ્યું આ શું? ત્યારે શ્રાવકે કહ્યું તમને મારવા માટે આ કપટ કર્યું હતું. તેથી પુરોહિત ઉપર રાજા કોપ પામ્યો. તેને શિક્ષા કરવા માટે રાજાએ આ શ્રાવકને જ સોંપ્યો. ત્યારે શ્રાવકે આ બ્રાહ્મણ પુરોહિતને કહ્યું કે મુનિઓ પર તું વેષ રાખે છે તેનું આ ફળ છે. ત્યારે પુરોહિતે કહ્યું : હવે આવું અકૃત્ય હું કદી નહીં કરું. ત્યારે શ્રાવકે ૧૩૨ Page #165 -------------------------------------------------------------------------- ________________ સાતસો મણનીતિ તેને છોડી મૂક્યો. જેમ મુનિઓએ સત્કાર પરિષહ સહન કર્યો, તેમ સર્વે મુનિઓએ સન કરવું. ૨૦. પ્રજ્ઞા પરિષહ ઉપર સાગરાચાર્યની કથા – ઉજ્જયિની નગરીમાં કાલકાચાર્ય સદા ઉગ્ર વિહારી તથા બહુશ્રુત હતા. પણ તેમના શિષ્યો ક્રિયામાં પ્રમાદી હતા. ગુરુ પ્રમાદ ટાળવા માટે શિષ્યોને ઉપદેશ આપતા ત્યારે શિષ્યો ક્રોધ પામતા. તેથી એક વખત ગુરુ કુશિષ્યોને સૂતા મૂકી વહેલા વિહાર કરી સુવર્ણકુળ નગરે આવી ગયા. કાલકાચાર્ય પોતાના ગુરુના ગુરુ હોવા છતાં કોઈ દિવસ જોયેલા નહીં હોવાથી સાગરાચાર્યે ઓળખ્યા નહીં. તેથી કાલકાચાર્યને પૂછ્યું કે – કે વૃદ્ધ મુનિ ! તમે ક્યાંથી આવો છો? તેમણે કહ્યું અવંતિથી આવું છું. ! હવે એકવાર સાગરાચાર્ય શિષ્યોને શ્રુતસંઘ ભણાવતા હતા. ત્યારે કાલકાચાર્ય વૃદ્ધ મુનિને પૂછ્યું કે તમે શ્રુતસ્કંધના અર્થ જાણો છો ? તેમણે હા કહી. છતાં સાગરાચાર્યે પ્રજ્ઞાના ગર્વથી કહ્યું કે હું આ સાધુઓ પાસે શ્રુતસ્કંધનું વ્યાખ્યાન કરું તે સાંભળજો. વૃદ્ધ કાલકાચાર્યને પોતાની પ્રજ્ઞા દેખાડવા માટે તે વિશેષ વિશેષ પ્રકારે વ્યાખ્યાન કરવા લાગ્યા. કાલકાચાર્યના શિષ્યો ગુરુને શોધતા શોધતા સુવર્ણકુળ નગરે આવ્યા. ગુરુની શોધ કરતા સાગરાચાર્ય પાસે આવ્યા અને કહ્યું કે અમારા ગુરુ અહિં આવ્યા છે? ત્યારે સાગરાચાર્યે કહ્યું ઃ તેમની મને ખબર નથી પણ કોઈ વૃદ્ધ મુનિ આવેલા છે. પછી ખબર પડી કે આ તો મારા ગુરુના ગુરુ છે, એમ જાણી ગુરુને વારંવાર ખમાવ્યા અને કહ્યું કે તે – પિતામહ! મેં શ્રુતની વ્યાખ્યા કરી તે કેવી કરી? ત્યારે વૃદ્ધ મુનિએ કહ્યુંઃ વ્યાખ્યા સારી કરી છે પણ ગર્વ કરે છે તે યોગ્ય નથી. બુદ્ધિના નિધાનરૂપ વૃદ્ધ કાલકાચાર્યે સાગરાચાર્યને પ્રતિબોધ કરવા માટે નદીમાંથી એક પધ્ધક રેતી મંગાવી તેને એક ઠેકાણે નખાવી. ત્યાંથી બીજે ઠેકાણે નખાવી, ત્રીજે ઠેકાણે નખાવી. એમ જુદે જુદે ઠેકાણે નખાવવાથી તે રેતી ઘણી ઓછી થઈ ગઈ. આ પ્રમાણે રેતીનું દૃષ્ટાંત આપી કાલકાચાર્યે સાગરાચાર્યને કહ્યું કે – નદીમાં જેમ ઘણી રેતી છે તેમ જિનેન્દ્રમાં અનંતજ્ઞાન છે. તેમાંથી ગણધરોએ અલ્પવ્રુત લીધું. તેમના પાસેથી તેમના શિષ્યો પ્રશિષ્યોએ ગ્રહણ કર્યું. તથા વિસ્મૃતિને કારણે હાલમાં શ્રુતનું ઘણું જ અલ્પજ્ઞાન રહ્યું છે. એમ વિચારી હે વત્સ ! શ્રુતનો મદ કરવી કિંચિંત્માત્ર પણ યોગ્ય નથી. પ્રજ્ઞા પરિષ જેમ સાગરાચાર્યે સહન કરી શક્યા નહીં, તેમ કરવું નહીં. પણ કાલકાચાર્યની જેમ પ્રક્ષા પરિષદનો જય કરવો. ૨૧. અજ્ઞાન પરિષહ ઉપર આભીર સાધુની કથા – ગંગા નદીને કાંઠે કોઈ ગામમાં બે ભાઈઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમાં એક વિદ્વાન થયા, બીજા મૂર્ખ રહ્યા. જે સાધુ વિદ્વાન હતા તે શિષ્યોને રાત દિવસ ભણાવવાથી એક દિવસ ખેદ પામીને વિચારવા લાગ્યા કે મારા ભાઈને ધન્ય છે કે જે સાધુ થઈ સુખે રહે છે અને અવસરે નિદ્રા કરે છે. એવું મૂર્ખાપણું સારું કે જેમાં આઠ ગુણ રહેલા છે. ૧. નિશ્ચિતપણું ૨. ઘણો આહાર, ૩. નિર્લ૫ણું ૪. રાત્રિદિવસ સુવાનું ૫. કાર્ય અકાર્યના વિચાર રહિતપણું, ૬. માન તથા અપમાનમાં સમાનપણું, ૭. પ્રાર્થે કરીને રોગરહિતપણું તથા ૮. દૃઢ શરીર. એ આઠ ગુણ હોવાથી મૂર્ખની જિંદગી સુખી છે. આવા અશુભ વિચારથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો. અહિંથી દેહ છોડી સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી આભીરનો પુત્ર થયો. આ ભવમાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી ઉત્તરાધ્યયનના યોગ વહન કરતા ચોથા અસંખ્યાધ્યયનનો પ્રથમ ઉદ્દેશો કર્યો ત્યારે તે આભીર સાધુને પૂર્વે બાંધેલો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો. તેથી એક પદ પણ આવડ્યું નહીં. ત્યારે ગુરુએ કહ્યું કે ૧૩૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રયત્ન કરતાં છતાં પણ તને આવડતું નથી, માટે અભ્યાસ ચાલે ત્યાં સુધી તારે આયંબીલ તપ કરવું જોઈએ. ગુરુની આજ્ઞા માથે ચઢાવી આયંબીલ તપ કરવા લાગ્યા. અને મનમાં ખેદ પામ્યા વિના બારવર્ષ સુધી આયંબીલ તપ કરી તે અધ્યયન પૂરું કર્યું. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી બીજાં શ્રત પણ ભણ્યા અને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે પઘાર્યા. આભીર મુનિએ પુરુષાર્થ કરી અજ્ઞાન પરિષહનો જય કર્યો તેમ બીજાએ પણ જય કરવો જોઈએ. ૨૨. દર્શન પરિષહ ઉપર આર્ય આષાઢસૂરિની કથા – વત્સભૂમિને વિષે આર્ય આષાઢ નામના આચાર્ય રહેતા હતા. તેમના શિષ્યોનો મોટો પરિવાર હતો. તેમના ગચ્છમાં અનશન કરીને જે જે સાધુ કાળઘર્મ પામતા, તે સર્વને આચાર્ય મહારાજ આરાધના કરાવીને કહેતા હતા કે હે વત્સ! તું જો દેવ થાય તો તારે શીધ્ર અહીં આવીને મને દર્શન આપવું. પછી દેહત્યાગ કરીને સ્વર્ગે જતા હતા. પરંતુ તેમાંના કોઈએ આવીને આચાર્યને દર્શન આપ્યા નહીં. તેથી આચાર્યને પરલોકના વિષયમાં શંકા થવા લાગી. છેવટે એક શિષ્ય જે આચાર્યનો પરમ ભક્ત હતો તેના સમાધિમરણ સમયે પણ ગુરુએ આરાઘના કરાવી કહ્યું કે – હે વત્સ! તું સ્વર્ગમાં જાય ત્યારે અવશ્ય અહીં આવીને મને દર્શન આપજે, પ્રમાદ કરીશ નહીં. પછી તે પણ મરણ પામી સ્વર્ગે ગયો. પરંતુ સ્વર્ગની વિચિત્ર રચના અને નાટક વગેરે જોવામાં વ્યગ્ર થવાથી તે પણ આવ્યો નહીં. તેથી સૂરિએ વિચાર્યું કે પરલોક વગેરે કંઈ છે જ નહીં. ફોગટ જ ભોગોનો મેં ત્યાગ કર્યો. એમ વિચારી મિથ્યાત્વ પામીને ગચ્છનો ત્યાગ કરી સાધુના વેષ સહિત નીકળી પડ્યા. પેલા ભક્તશિષ્યને કેટલાક દિવસે ખ્યાલ આવ્યો કે ગુરના પ્રેમને લીધે હું અહીં સ્વર્ગમાં આવ્યો છું. ઉપયોગ GUJJUસ્ક દેતાં ગુરુને તો મિથ્યાત્વ પામેલા જોયા. તેથી તેમને પ્રતિબોધ કરવા માટે કોઈ ગામના સીમાડમાં દેવે નાટક વિકુવ્યું. તે નાટક જોવામાં ગુરુને છ મહિના વીતી ગયા. તો પણ સુઘા તૃષાની વેદના થઈ નહીં. પછી છ માસને અંતે દેવે નાટક સંહરી * = લીધું અને સૂરિને પ્રતિબોધ કરવા કે ? અનેક ઉપાયો કર્યા. દેવે રાજાનું રૂપ વિકુવ્યું અને દેવમાયાથી બે પુત્રને દાગીના સહિત વિદુર્વાને મોકલ્યા. તે જોઈ સૂરિએ વિચાર્યું કે હું ઘરે જઈશ તો દાગીના જોઈશે તેથી તેમને મારીને પણ દાગીના લઈ લીઘા. પછી રાજા બનેલ દેવે મુનિને વહોરવા માટે ઘણો આગ્રહ કર્યો. પણ સૂરિ ના પાડે કે મારે આહાર નહીં જોઈએ. તેમ છતાં રાજાએ તેમની ઝોલી ખેંચી તો તેમાંથી દાગીના નીકળ્યા. તે જોઈ રાણી બોલી કે - અરે આ તો મારા પુત્રોના દાગીના છે. રાજા કહે—તેં જ મારા પુત્રોને મારી નાખ્યા છે. અરે દુષ્ટ! તું હવે જીવતો શી રીતે જઈ શકીશ? રાજાના આવા વચનો સાંભળી સૂરિએ વિચાર્યું કે આ મારા પાપનું ફળ અહીં જ મળ્યું. હવે મને કોણ શરણરૂપ છે એમ પશ્ચાત્તાપમાં સૂરિને પડેલા જોઈ / તે દેવ પ્રગટ થઈ કહેવા લાગ્યો કે હું તમારો શિષ્ય છું. તમે આરાઘના ૧૩૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ કરાવી હતી તેથી હું મરીને દેવ થયો છું. આપને બોધ દેવા માટે જ આ બધું નાટક વગેરે મેં વિકૃર્યું હતું. દેવો સુખમાં મગ્ન થયેલા હોવાથી ખાસ પ્રયોજન વિના મનુષ્યલોકમાં આવતા નથી. આ પ્રમાણે દેવ થયેલા શિષ્યના વચનો સાંભળીને પ્રતિબોધ પામી તે સુરિ ફરીથી સંયમમાં લીન થયા. તેમણે પ્રથમ દર્શન પરિષષ્ઠ સહન ન કર્યો, પણ પછીથી કર્યો; તેમ બીજાઓએ કરવું નહીં. પણ હંમેશાં ભગવંતના ઉપદેશ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી. ૨૩૫, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું. નવા નવા તાત્વિક શાસ્ત્રોનો અભ્યાસ કરું, જેથી ભગવાને કહેલા તત્ત્વ ઉપર દૃઢ શ્રદ્ધા થાય અને વિશેષ સમજણ વધતી જાય તેમ તેમ સંસારમાં રહેલા પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટતી જાય. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – 'વીતરાગશ્રુતનો અભ્યાસ રાખજો.’ (૧-૬૨૯) પારમાર્થિક શ્વેત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે.' (વ.પૃ.૩૫) ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્યુત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.’ (વ.પૂ. ૬૩૭) “જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો; અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે.'' (પૃ.૭૨૫ ' ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે”, તેથી તે નિવૃત્ત થઈ શકે છે’ અને ‘નિવૃત્ત થઈ શકવાના સાધન છે’ એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૪પ૨) “હિંદુસ્તાનના લોકો એક વખત વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી.’’ (વ.પૃ.૭૮૦) “જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે.’’ (વ.પૃ.૫) “કરત કરત અભ્યાસ કે, જડમતિ હોત સુજાન; રસરી આવત જાત તે, શીલ પર પરત નિશાન.” ‘સમાધિસોપાન'માંથી :- અમીણ જ્ઞાનોપયોગ ભાવના : “હે આત્મનું! આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન – અભ્યાસ જ કરો. જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવો નહીં. જ્ઞાનનાં અભ્યાસ વિના મનુષ્યો પશુ સમાન છે, તેથી યોગ્ય કાળમાં જિનાગમનો પાઠ કરો અને સમભાવ થાય ત્યારે ધ્યાન કરો. શાસ્ત્રના અર્થનું ચિંતન કરો. વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદના, વિનય આદિ કરો. ધર્મશ્રવણ કરવાની ઇચ્છાવાળા હોય તેમને ધર્મનો ઉપદેશ કરો. આને અભીક્સ જ્ઞાનોપયોગ કરે છે. નવીન શિષ્યોની આગળ શ્રુતના અર્થનો એવો પ્રકાશ કરવો કે સંશય આદિ રહિત શિષ્યોનાં હૃદયમાં જેમ છે તેમ સ્વપર પદાર્થોનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. પાપ પુણ્યનું સ્વરૂપ, લોક અલોકનું સ્વરૂપ, મુનિશ્રાવકના ધર્મનું સ્વરૂપ, સત્યાર્થ નિર્ણયરૂપ થઈ જાય તેવો જ્ઞાનાભ્યાસ કરવો. પોતાના ચિત્તમાં ૧૩૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સંસાર, દેહ અને ભોગો પ્રત્યે અનાસક્તિ (વૈરાગ્ય) ચિંતવવી. સંસાર, દેહ અને ભોગોના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરવાથી રાગ, દ્વેષ અને મોહ, જ્ઞાનને વિપરીત નહીં કરી શકે. સર્વ દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માનો ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાનોપયોગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયોની વાંછા નાશ પામે છે, કષાયોનો અભાવ થાય છે, માયા, નિદાન અને મિથ્યા એ ત્રણ શલ્ય રહિત થવાય છે. જ્ઞાનના અભ્યાસથી જ મન સ્થિર થાય છે. અનેક પ્રકારના વિકલ્પો નાશ પામે છે. ઘર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં સ્થિર થવાય છે. વ્રત, સંયમથી ચલાયમાન થવાતું નથી. અશુભ કર્મોનો નાશ થાય છે. જિનેન્દ્રનું શાસન (આજ્ઞા) પ્રવર્તે છે. જિન ઘર્મની પ્રભાવના પણ જ્ઞાનાભ્યાસ કરીને જ થાય છે. જ્ઞાનના અભ્યાસથી લોકોના હૃદયમાં પૂર્વનાં કરેલાં પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે. અજ્ઞાની જીવ ઘોર તપ વડે કરોડો ભવમાં જેટલા કર્મ ક્ષય ન કરે તેટલાં બલકે તેથી વધુ કર્મોનો ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહૂર્તમાં કરે છે. જિન ઘર્મનો સ્તંભ જ્ઞાનનો અભ્યાસ જ છે. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયોની વાંછા છોડી સંતોષ ઘારણ થાય છે. ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય છે. ભક્ષ્ય-અભક્ષ્યનો, યોગ્ય-અયોગ્યનો, ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્યનો વિચાર પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બન્ને નાશ પામે છે. જ્ઞાનરહિત રાજપુત્રનો પણ નિરાદર થાય છે. જ્ઞાન સમાન કોઈ ઘન નથી; જ્ઞાનના દાન સમાન કોઈ દાન નથી. દુઃખી, સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. સ્વદેશ પરદેશ સર્વત્ર આદરમાન અપાવનાર પરમ ઘનરૂપ જ્ઞાન જ છે. જ્ઞાનઘન કોઈથી ચોરી શકાતું નથી. કોઈને આપવાથી ઘટતું નથી. જ્ઞાન જ સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. સમ્યકજ્ઞાન આત્માનું અવિનાશી સ્વાધીન ઘન છે. જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીનો હાથ પકડી કોણ ઉદ્ધાર કરે? વિદ્યા સમાન આભૂષણ નથી. વિદ્યા વિના એકલાં આભૂષણથી જ સત્પરુષોના આદરને યોગ્ય બનાતું નથી. નિર્ધનને પરમ નિદાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યકજ્ઞાન જ છે. તેથી હે ભવ્ય જીવો! ભગવાન પરમકૃપાળુ વીતરાગ ગુરુ તમને એ ઉપદેશ કરે છે કે પોતાના આત્માને સમ્યકજ્ઞાનના અભ્યાસમાં લગાવો, જોડો. મિથ્યાદ્રષ્ટિઓના પ્રરૂપેલા મિથ્યાજ્ઞાનને દૂરથી તજો. સમ્યકુ અને મિથ્થાની (સાચાખોટાની) પરીક્ષા કરીને સમ્યકજ્ઞાન ગ્રહણ કરો. પોતાનાં સંતાનને ભણાવો, અન્ય જનોને વિદ્યાનો અભ્યાસ કરાવો. ઘનવાન હો અને પોતાના ઘનને સફળ કરવા ઇચ્છતા હો તો ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવો; પુસ્તકો લખાવી દો, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપો. પુસ્તકો શુદ્ધ કરો, કરાવો, છપાવો. ભણવા, ભણાવવાને અર્થે સ્થાન આપો. નિરંતર ભણવામાં, શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો કાળ વ્યતીત કરો. આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે. જ્યાં સુધી આયુષ્ય, કાયા, ઇંદ્રિયો બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યકજ્ઞાન વિના ગુમાવશો નહીં. જ્ઞાનરૂપી ઘન પરલોકમાં પણ સાથે જાય છે. આ અભીસ્મ જ્ઞાનોપયોગનો મહિમા કરોડો જીભોથી પણ વર્ણવ્યો જાય તેમ નથી. તેથી જે ગૃહસ્થ ઘન સહિત હોય તે ભાવના ભાવીને અર્ધ્વ ઉતારો; જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવો.” (સ.પૃ.૧૭૮) “સલ્લાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ઘન્ય છે; પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, સ્વાધ્યાય વિના પાપથી છુટાતું ૧૩૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ નથી, કષાયની મંદતા થતી નથી. સત્શાસ્ત્રના સેવન વિના સંસાર દે મોગો ઉપરથી વૈરાગ્ય ઊપજતો નથી. સર્વે વ્યવહારની ઉજ્જવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રુતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજ્જવળ યશ અને આદરસત્કાર પમાય છે. સમ્યક્શાન જ પરમ બાંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે. સમ્યાન જ સ્વાધીન અવિનાશી ઘન છે. સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, સંપત્તિમાં પરમ શરારૂપ સમ્યક્ જ્ઞાન જ છે. તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, પોતાના આત્માને નિત્ય જ્ઞાનદાન દેવું તથા પોતાના સંતાનોને તથા શિષ્યોને જ્ઞાનનું જ દાન દો; કરોડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી. ઘન તો મદ ઉપજાવે છે, વિષયમાં પ્રીતિ કરાવે છે, દુર્ઘાન કરાવે છે અને સંસારરૂપી અંધ કૂવામાં ડૂબાડે છે; તેથી જ્ઞાનદાન સમાન દાન નથી. એક શ્લોક, અર્ધો શ્લોક, એક પદ માત્રનો પણ જે નિત્ય અભ્યાસ કરે તે શાસ્ત્રાર્થનો પારગામી થઈ જાય. વિદ્યા છે તે પરમ દેવતા છે, જે માતાપિતા જ્ઞાન-અભ્યાસ કરાવે છે તે કરોડો રૂપિયાનું ઘન દીધું. સમ્યક્ત્તાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણે લોકમાં કોઈનો ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે (લોપે) તેના જેવો કૃતઘ્રી પાપી કોઈ નથી. જ્ઞાનના અભ્યાસ વિના વ્યવહાર પરમાર્થ બન્નેમાં જીવ મુઢ રહે છે તેથી પ્રવચનભક્તિ જ પરમ ક્લ્યાણ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચનભક્તિ હજારો દોષોનો નાશ કરનારી છે, તેનો ભક્તિપૂર્વક અર્થ ઉતારો, તેથી સમ્યક્ દર્શનની ઉજ્વલતા થાય છે. (ચપૃ.૨૩૯) ‘બોઘામૃતભાગ-૧’માંથી :- જે જે શીખ્યા હોય તેનો અભ્યાસ ન રાખે તો જતું રહે. અભ્યાસ ન કરે તો નાશ પામે, આવડે નહીં. પણ જ્ઞાનકળા એવી છે કે આત્માનું જ્ઞાન એક વાર પ્રગટ્યું તો વધ વધ કરે, એ જાય નહીં. એક વખત જ્ઞાન પ્રગટ થાય તો પછી વધતું જાય. કેવળજ્ઞાન સુધી લઈ જાય. ભણવાની કળાઓ છે, તે બધી કળાઓ, અભ્યાસ ન રાખે તો નાશ પામે છે. (બો.૧ પૃ.૧૬૦) પ્રજ્ઞાવબોધ'માંથી : “આગમના અભ્યાસે ઉજ્જવલ સૌ વ્યવહાર સઘાતો, પોષાયે ૫૨માર્થ-વિચારો, ઉજ્જવલ યશ ફેલાતોઅહોહો ! પરમ શ્રુત. ઉપકાર ! ભવિને શ્રુત પરમ આઘાર. સભ્યજ્ઞાન જ ઉત્તમ ઘન છે, સુષ્ક શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપદ-સંપદમાં ઉર-કંઠે શોભન ઘારો અહોહો જ્ઞાન-દાન પોતાને દેજો વળી સંતાનાદિને, કોટિ ઘનથી પણ તે અધિકું, હણશે મદ આદિને “અહોહો શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારંગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિપ્રભાવે અઠોઠો (પૃ.૩૩) *સાદી શિખામણ'માંથી :- અભ્યાસ વડે સર્વ સિદ્ધિ એક બાળકનું દૃષ્ટાંત – અભ્યાસથી પોપટ જેવું પ્રાણી વિવેકી વાણી શીખી શકે છે. અભ્યાસથી જંગલી ક્રુર સિંહો પણ મનુષ્યના તાબે થાય છે. અભ્યાસથી ઊંચુ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કોઈ એક ૧૩૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તરતના જન્મેલા બાળકને એવા સ્થાનમાં કોઈએ રાખ્યું હતું કે, જ્યાં કોઈની બોલચાલ સુદ્ધાં નહોતી અને તે બચ્ચાનું સંરક્ષણ કરવાને એક આયા (પયપાન કરાવનાર) રાખવામાં આવી હતી. જે આયા પણ બોલાવ્યા ચલાવ્યા વિના જ પયપાન કરાવીને ત્યાંથી ચાલી આવતી. એમ કરતાં બાળક મોટું થયું અને દૂઘ છોડાવીને અન્ન ખાતાં શીખવાડ્યું છતાં પણ તેની સાથે બોલચાલ ન કરવી તેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છોકરો મોટો થયો. બારેક વર્ષની ઉંમર થવા આવી તે વખતે આ છોકરાને શું આવડે છે તેની તપાસ કરવામાં આવી તો છોકરો કેવળ પશુની માફક કશું બોલી કે સમજી શકતો નહોતો. આવી રીતે અભ્યાસ વિના મનુષ્યને કોઈપણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. માટે જેવા સંસ્કાર નાખવા હોય તેવો તેને અભ્યાસ કરાવવો જરૂરી છે. (પૃ.૧૧૯) “ધર્મામૃત'માંથી :- “અવિદ્યાના અભ્યાસરૂપ સંસ્કારો લઈને મન વશ થતું નથી. તેથી મિથ્યા. સંકલ્પવિકલ્પરૂપ વિક્ષેપવાળું થઈને ભટકે છે, તે જ મન જો સમ્યકજ્ઞાનના અભ્યાસથી સુસંસ્કારવાળું કરવામાં આવે તો પોતાની મેળે જ આત્માને વશ થઈને સ્થિર થઈ રહે છે.” (પૃ. ૧૦૭) માટે સદા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ રહું. ૨૩૬. કંદમૂળનું ભક્ષણ ન કરે. ઉપદેશામૃત'માંથી – “જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. ‘ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે.” એમ કહેવાય છે. કંદમૂળ-લસણ-ડુંગળી-બટાકા વગેરે, લીલોતરી, ઉમરડાં, વડના ટેટાં, પીંપળના ટેટા, પીપળાના ટેટા એવાં અભક્ષ્ય ફળ ખાવાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે? કેટલાય લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે.” (ઉ.પૃ.૩૩૦) જૈન તત્વજ્ઞાન ચિત્રાવલી-પ્રકાશ'માંથી : અનંતકાય-કંદમૂળ અભક્ષ્ય - એક શરીરમાં અનંતા જીવો હોય છે. જેને સાઘારણ વનસ્પતિ કહેવામાં આવે છે. જેની નસો, સાંઘા, ગાંઠ, તાંતણા-રેખા દેખાય નહીં. જેનો કોઈપણ ભાગ છેદીને વાવવાથી ફરી ઊગે તે અનંતકાય છે. જે ખાવાથી અનંતજીવોનો નાશ થાય છે. તેવા બટાકા, ડુંગળી, લસણ, આદુ, લીલી હળદર, મૂળા, રતાળુ, ગાજર, સૂરણ, થેગ, કોમળ આમલી, ફણગા ફૂટેલા કઠોળ, ગરમર વગેરે ૩૨ પ્રકારે અનંતકાય વર્યુ છે. જે ખાવાથી બુદ્ધિ વિકારી, તામસી અને જડ બને છે. ઘર્મ વિરુદ્ધ વિચારો આવે છે. માટે તે નરકનાં આશ્રયદ્વાર છે. (પૃ.૪૮) | ‘અભક્ષ્ય અનંતકાય વિચાર'માંથી - બત્રીશ અનંતકાયના નામ ૧ ભૂમિ મધ્યે કંદ થાય, ૭ વિરલી-લતાવિશેષ, ૧૨ લસણ એવી સર્વ કંદજાતિ સોફાલી, ભોંયકોળુ ૧૩ વાંસકારેલા એટલે ૨ લીલી હળદર ૮ કુંવાર (તેના શેલરા પણ વર્જવા) વાંસ સંબંથિની કારેલી ૩ શૃંગબેર - લીલું આદુ ૯ થોહરીકંદ (થોર) તે સીજ તથા ૧૪ ગાજર ૪ સુરણકંદ લંકાસીજની જાતિ ૧૫ લુણી એટલે ૫ વજકંદ ૧૦ લીલો કચરો સાજી વનસ્પતિ ૬ સતાવળી વેલી ઔષધિ ૧૧ ગિલો-ગુલવેલ (ગળો) ૧૬ લોઢી પધિનિ કંદ ALL RI , ૧૩૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૧૭ ગરમર (ગિરિકર્તી) ૨૩ખીલોડાકંદ ૨૯ પલંકાની ભાજી ૧૮ કિસલય પત્ર ૨૪ અમૃતવેલી ૩૦ સુઅરવલ્લી ૧૯ ખીરસુકંદ ૨૫ મૂળા ૩૧ કોમળ આંબલી કે ૨૦ થેગ ૨૬ ભૂમિફોડા ૩૨ બટાકા, રતાળુ, ૨૧ હરિમોથ ૨૭વથુલાની ભાજી પિંડાળુ” ૨૨ લુણવૃક્ષની છાલ ૨૮વિરૂઢાહાર બાવીશ અભક્ષ્ય – ૧. ગુલર, ૨. પ્લેક્ષ, ૩. કાકોદુંબરી, ૪. વડ અને ૫. પીપલ એ પાંચ જાતિના ફળ ૬. માંસ, ૭. મદિરા, ૮. માખણ, ૯. મધુ એ ચાર વિકૃત્તિ (મહાવિગઈ) વિકાર કરનારી વિગઈ, ૧૦. અજાણ્યું ફળ, ૧૧. અજાણ્યાં ફુલ, ૧૨. હિમ (બરફ), ૧૩. વિષ, ૧૪. કરા, ૧૫. સચિત્ત માટી, ૧૬. રાત્રિ ભોજન, ૧૭. ઘોલવડાં-કાચાં દૂઘ, દહીં, છાશ સાથે મિશ્ર કરેલ દ્વિદળ (કઠોળ), ૧૮. રીંગણા, ૧૯. પંપોટા-ખસખસના ડોડા (ખસખસનો સર્વથા ત્યાગ કરવો), ૨૦. સિંગોડા (જો કે તે અનંતકાય નથી તથાપિ કામવૃદ્ધિજનક હોવાથી તથા પાણીમાં થતાં હોવાથી “જસ્થ જલ તત્થ વર્ણ” વર્ણ એટલે વનસ્પતિ એ રીતે અનંતકાયના સંબંઘવાળા હોવાનો સંભવ હોવાથી વર્જનીય છે) ૨૧. વાયંગણ અને ૨૨. કાયવાણિ” (પૃ.૮૯) ઉપરોક્ત વસ્તુઓમાં ઘણા જીવોની હિંસા હોવાથી તેનો સદા ત્યાગ રાખું. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માંથી:- હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બઘાં શરીરના પિંડને “ઝંઘ' કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે.) અને તે એક | ( નિગોદ દેહ અંઘમાં અસંખ્યાત લોકપ્રમાણ અંડર' છે. (જેમ આપણા આવાસ શરીરમાં હાથ, પગ વગેરે અનંતાનંત ઉપાંગ છે.) અને એક અંડરમાં જ જીવ રાશિ અન્ડર ' અસંખ્યાત લોકપ્રમાણ ‘આવાસ’ છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે.) અને એક આવાસમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘પૂલવિ' છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે, અને એક પુલવિ' માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના “શરીર’ છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે.) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે.) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટુકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીધ્ર ત્યાગ કરવો જોઈએ. (પૃ.૧૨૩) ૨૩૭. કોઈ વસ્તુ જોઈ રાયું નહીં. જગતમાં અનેક વસ્તુઓ છે તે જોઈ રાગ કરું નહીં કે દ્વેષ કરું નહીં. કોઈપણ વસ્તુ ખરાબ નથી કે સારી નથી. સર્વ વસ્તુઓ પુદગલની બનેલી છે. એકની એક વસ્તુ એકને સારી લાગે અને બીજાને ૨ થઇ પુલવિ ૧૩૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ખરાબ લાગે. એકને કપડાનો લાલ રંગ ગમે અને બીજાને લાલ રંગ ન ગમે. તેથી લાલ રંગ ખરાબ નથી તેમજ સારો પણ નથી. જેમ છે તેમ છે. માત્ર દૃષ્ટિમાં સારા ખોટાનો ભાવ છે. માટે કોઈ વસ્તુ જોઈ રાચું નહીં એટલે રાગ કરું નહીં. જે વસ્તુ પ્રત્યે રાગ છે તે વસ્તુ કોઈ લઈ જાય તો તે પ્રત્યે દ્વેષ થાય. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ સમાયેલો જ છે. માટે કોઈ વસ્તુ તેમાં રાગ ન થવા જાગૃત રહું. જોઈ ‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી – “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક્લ્યાણનો મુખ્ય નિશ્ચય છે.'' (પૃ.૬૦૪) મોક્ષમાળા વિવેચન'માંથી તુચ્છ વસ્તુથી આનંદ. જગતની બધી વસ્તુઓ તુચ્છ છે. તેમાં આનંદ માને તે તુચ્છ વસ્તુથી આનંદ. એવા જીવને જ્ઞાનીપુરુષના વચનમાં આનંદ આવે નહીં. તુચ્છ વસ્તુથી આનંદ માને છે તેને ઉચ્ચ વસ્તુથી જે આનંદ છે તેની ખબર નથી. ઇન્દ્રિયોની બાહ્ય વસ્તુઓમાં જીવનો લક્ષ છે. તેથી આ વસ્તુ વિલાયતથી આણી છે એમ મહત્તા માને. પરંતુ જ્ઞાની પાસે છે તે ઉત્તમ વસ્તુ છે, તેની ખબર નથી તેથી તુચ્છ વસ્તુ મેળવવા પ્રયત્ન કરે; એમાં જ રંજાયમાન થાય અને એની જ વાતો કરે. જેથી મોક્ષસુખ એ ઉત્તમ લક્ષ છે તે તરફ એનું લક્ષ ન જાય. જગતની વસ્તુઓ તુચ્છ છે એમાં તે ચિત્ત જાય તો આત્મામાં ચિત્ત ન આવે. (પૃ.૨૯) - જગતની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે, તેથી જીવ દેખત ભૂલીમાં પડ્યો છે, દેખે છે અને ભૂલે છે. રાજા પ્રજાનું દૃષ્ટાંત← જીવનમાં પ્રાપ્ત ક૨વાં યોગ્ય માત્ર આત્મઘન. એક રાજાએ એવો હુકમ કર્યો કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં રાજાના ભંડારમાંથી જે વસ્તુઓ જોઈએ તે લઈ જઈ શકો છો. તે સાંભળી લોકો રાજભંડારમાંથી વસ્તુઓ લેવા નીકળ્યા. પણ રાજાએ રસ્તામાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની એવી અદ્ભુત રચના કરી કે લોકો ખાવા, પીવા, જોવા, સાંભળવામાં જ રાચી માચીને ત્યાંજ લીન થઈ ગયા. રાજાના ભંડાર સુઘી તો કોઈક જ પહોંચી શક્યું હશે. તેનો ઉપનય એમ છે કે સૂર્યોદય સમાન મનુષ્યભવ જાણવો અને સૂર્યાસ્ત સમાન મરણ જાણવું. રાજભંડાર સમાન સદ્ગુરુ ભગવંત જાણવા. જીવન અને મરણ વચ્ચેના ગાળામાં સદ્ગુરુ ભગવંત પાસે આત્મધન પ્રાપ્ત કરી શકાય છે. પણ જીવ તો સંસારની વસ્તુઓ જોઈને તેમાં જ રાચી રહે છે. માટે કૃપાળુદેવ જણાવે છે કે તમે સંસારની કોઈપણ વસ્તુ જોઈ લીન થશો નહીં, પણ આત્મઘન પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ રહેજો. ૨૩૮. આજીવિકા માટે ઉપદેશક થાઉં નહીં. (૨) ઉપદેશકને જ્યાં સ્વાર્થ આવ્યો ત્યાં તે ઉપદેશ વાસનાવાળો થયો. તે બન્નેને નુકશાનકર્તા છે. નિસ્પૃહ ભાવે આપેલ ઉપદેશ તે પોતાને અને પરને લાભદાયક થાય. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હૈ પ્રભુ ! વાસનાને કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોઘ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું, તે આધાર મારે જોઈએ છે, કારણ કે પ્રગટ સત્યથી ધર્મ પ્રાપ્તિ થાય છે.’” (વ.પૃ. ૬૬૪) યથાર્થ રીતે ઉપદેશ યોગ્ય ભૂમિકા તે છઠ્ઠું અને તેરમું ગુણસ્થાનક છે. ૧૪૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પરુષની ભક્તિ, સપુરુષના ગુણગ્રામ, સપુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને પુરુષ પ્રત્યે અવિરોઘભાવના લોકોને ઉપદેશ છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્યરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે.” (વ.પૃ.૪૯૨) “યથાર્થજ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે', અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસ આગ્રહનો તથા કેવળ વેષવ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” (વ.પૃ. ૪૯૩) “વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજા મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું.” (વ.પૃ.૨૬૧) “મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા, સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો. (વ.પૃ.૬૭૮) “બોઘામૃત ભાગ-૩'માંથી – ખાસ લક્ષમાં રાખવાનું એ છે કે ઘર્મને નામે બીજાને ભોળવી, ઘર્મની વાતોથી રાજી થઈ વગર મહેનતે આજીવિકા ચલાવવાની વૃત્તિ રાખે તો જીવને અધોગતિનું કારણ છેજી. (બો.-૩ પૃ.૫૦૬) “પ્રજ્ઞાવબોઘ' માંથી - “આત્માર્થે જો ના આરાધ્યાં વાચન-શ્રવણ નકામું, આર્જેવિકા, કીર્તિ, મદ માટે સાથે બંઘન સામું. અહોહો ! પરમ શ્રત-ઉપકાર! ભવિને શ્રત પરમ આઘાર.”(પૃ.૩૪) ૨૩૯. તારા નિયમને તોડું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંઘનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહત્પરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪) “બોઘામત ભાગ-૧'માંથી - “નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દોષ લાગે તો તે માટે પોતાના આત્માને નિંદવો, પરંતુ એમ ન થવું જોઈએ કે દોષ થશે તો ફરી તે પ્રમાણે કરી લઈશું. એમ થાય તો તેવા ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. ગુરુ પાસે દોષનું પ્રાયશ્ચિત્ત લેવું તે ગર્તા કહેવાય. ગુરુ પાસે દોષનું ૧૪૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રાયશ્ચિત્ત લેવાથી નિઃશલ્ય થવાય.” (બો.૧ પૃ.૩૪) બોઘાકૃત ભાગ-૩'માંથી :નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી. સપુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાભ્ય મુમુક્ષના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડોક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફોક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૩૨૮) કંઈ વઘારે ન બને તો નિત્યનિયમના ત્રણ પાઠ સવારે જાગતાં જ બોલી જવા અને તેમાંથી એકાદ કડી તે દિવસે વારંવાર વિચારવા નક્કી કરી પથારીમાંથી ઊઠવું, અને મંત્રનું સ્મરણ ૧૦૮ વાર તો જમતાં પહેલાં કે પછી કરી લેવું. પછી હરતાં-ફરતાં જેટલી વાર મંત્રનું રટણ રહ્યા કરે તેટલો વધારે લાભ; પણ આટલું તો અવશ્ય કરવું એવો દ્રઢ નિશ્ચય કરવો. જે દિવસે નિત્યનિયમ સવારે, બપોરે કે સાંજે પણ ન બને તે દિવસે ઊંઘવાનો મને હક નથી, એમ માનવું. થાકને લીધે ઊંઘ સિવાય કંઈ પણ ન બને તેવું લાગે તો ઊંઘ પૂરી થયે તો જરૂર તે નિત્યનિયમ પૂરો કરી લેવો. રાત્રે જાગીને પણ નિત્યનિયમ કરીને પણ ફરી ઊંધી શકાય. તે પ્રમાણે ન બને તો બીજે દિવસે મીઠું, ગળ્યું કે ઘી આદિ સ્વાદમાંથી કંઈક નથી વાપરવું એવો નિયમ કરવાથી નિયમિત થઈ શકાશે. મન ઉપર વાત લીધી તો તેનો ઉપાય નીકળી શકશે. માટે ઘર્મની બાબતમાં ઢીલા ન પડવા અને બને તેટલા ભલા, વિચારવાન અને સમજણ આપવી ન પડે તેવા થવા પ્રેરણા આ પત્રથી થાય તેમ કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૬૬૫) “ઘર્મામૃત'માંથી – પ્રાણાંતે પણ નિયમ તોડું નહીં ચંડ માતંગનું દ્રષ્ટાંત – “ઉજ્જૈનમાં ચંડ નામે માતંગ-ભંગી હતો. તેને ચૌદશને દિવસે હિંસાનો ત્યાગ હતો. રાજાએ અષ્ટાલિકા મહોત્સવ નિમિત્તે આઠ દિવસ હિંસા બંધ છોuuuuN 5 કરાવી હતી. ત્યારે રાજાના કુંવરે બકરો માર્યો. કુંવરને ફાંસી આપવા 2ચંડને બોલાવ્યો. તે દિવસે ચૌદશ હોવાથી ચંડ સંતાઈ ગયો. તેની કે સ્ત્રીએ કહ્યું કે તે પરગામ ગયો છે. પછી કુંવરના દાગીનાના લોભથી ખૂણામાં છે એમ બતાવ્યું. તેથી રાજાના સિપાઈઓ ચંડને રાજા પાસે પકડી ગયા. તેણે મારવાની ના કહી તેથી રાજા સમજ્યો કે કુંવરના કાર્યમાં તેનો ભાગ હશે તેથી બન્નેને બાંધી તળાવમાં નખાવ્યા. ત્યાં દેવ - હતો તેણે ઘર્માત્મા જાણી ચંડને સિંહાસન પર બેસાડી કુંવર પાસે છત્ર દ ઘરાવ્યું એમ તેનો મહિમા પ્રગટ કર્યો. (પૃ.૪૫૦) ૨૪૦. શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરું. જેને આત્મસાક્ષાત્કાર થયો છે એવા શાસ્તા પુરુષના વચનો તે સત્કૃત છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સત્કૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ Tણી / પકડી ગયા. તે ૧૪૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્ગષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ , ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.” (વ.પૃ.૬૧૮) “શુભેચ્છાથી માંડીને ક્ષીણમોહપર્યત સત્કૃત અને સત્સમાગમ સેવવા યોગ્ય છે. સર્વકાળમાં એ સાધનનું જીવને દુર્લભપણું છે. તેમાં આવા કાળમાં દુર્લભપણું વર્તે તે યથાસંભવ છે. દુષમકાળ અને “હુંડાવસર્પિણી” નામનો આશ્ચર્યભાવ અનુભવથી પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય એવું છે; આત્મશ્રેય-ઇચ્છક પુરુષે તેથી ક્ષોભ ન પામતાં વારંવાર તે યોગ પર પગ દઈ સત્કૃત, સત્સમાગમ અને સવૃત્તિ બળવાન કરવા યોગ્ય છે.” (વ.પૃ.૬૧૮). કાળના દોષથી અપાર શ્રતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે..... શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણા છતાં, સમાઘાનનાં કેટલાંક સાઘનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું ક્વચિતત્વ છતાં, હે આર્યજનો! સમ્યક્દર્શન, શ્રતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક્રચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.” (વ.પૃ.૫૮૧) “જે મૃતથી અસંગતા ઉલ્લસે તે શ્રતનો પરિચય કર્તવ્ય છે.” (વ.પૃ.૬૦૮) ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે.” (વ.પૃ.૬૩૭) “પરમ શાંત શ્રતનું મનન નિત્ય નિયમપૂર્વક કર્તવ્ય છે.” (વ.પૃ.૬૪૧) “જ્ઞાન એહિ જ આત્મા” એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહારથી તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે. એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવાંચન આદિ સાધનરૂપ છે. પણ એ ભણવું, ગણવું, ઉપદેશશ્રવણ, શાસ્ત્રવચન આદિ સમ્યક્દૃષ્ટિએ થવું જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુતજ્ઞાનના અવલંબનની જરૂર છે. “હું જ્ઞાન છું', “હું બ્રહ્મ છું’ એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સલ્લાસ્ત્રાદિ સેવવાં જોઈએ.” (પૃ.૬૬૩) “બોઘામૃત ભા૩'માંથી – “જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે એ સર્વના અનુભવનો વિષય છે, તો જે વધી શકે તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ જ્ઞાન તે જ સર્વજ્ઞતા છે.” (બો-૩ પૃ.૩૫૫) “પ્રજ્ઞાવબોઘ'માંથી - વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા, સન્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા-અહોહો. સલ્લાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમરસ ચાખો -અહોહો. સન્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં, વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વઘે ત્યાં?-અહોહો(પૃ.૩૨) ૧૪૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “પૂજા સંચય'માંથી - “શરણાવંત સુસંયમી, ગુરુકુલવાસી સાથ; શ્રુત અભ્યાસ કરી ભજે, તરે સંસાર અગાશે.” ભાવાર્થ – જિનેશ્વર ભગવંત ઉપર શ્રદ્ધાવંત એવા સુસંયમી સાધુ, ગુરુકુલવાસી એટલે પોતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય સમુદાય સાથે રહીને, કૃતનો અભ્યાસ કરી, પ્રભુને ભજી, અગાઘ એવા સંસાર સાગરને તરી જાય છે. શ્રુતદાયક જિનરાજને ધ્યાવો, જીમ અતિશય જ્ઞાનને પાવો રે; કૃતના અધિકારી. મૃતફળ વિરતિ, વિરતિફળ ધ્યાન, ધ્યાને લહે સમયિકજ્ઞાન રે. શ્રુતના અધિકારી” ભાવાર્થ – શ્રુતજ્ઞાનને આપવાવાળા એવા જિનેશ્વર પ્રભુને ધ્યાવો, પૂજો. જેથી કેવળજ્ઞાનને પામશો. શ્રુતજ્ઞાનનું ફળ વિરતિ એટલે ત્યાગ છે. વિરતિનું ફળ આત્માનું ધ્યાન પ્રગટે છે. તથા ધ્યાન વડે જીવ સમયિકજ્ઞાન એટલે કેવળજ્ઞાનને પામે છે. શ્રતથી શરઘા થિર રહે, શરઘાથી વ્રત સાર; વ્રતથી શિવસુખ પામીએ, તિણે મૃત જગદાઘાર. શ્રુત વિણ જે કિરિયા કરે, તે સંસારનું મૂળ; શ્રત-ઉપયોગે જે ક્રિયા, તે શિવપદ અનુકૂળ.” ભાવાર્થ – શ્રુતજ્ઞાનથી જીવની સમજણ વધે છે. હિતાહિતનું ભાન થાય છે. જ્ઞાનીપુરુષના બોઘના આઘારે સમજીને જે શ્રદ્ધા કરે તે સ્થિર રહે છે. કોઈના કહેવાથી શ્રદ્ધા કરી હોય પણ બીજો વ્યક્તિ જ્યારે બીજી રીતે સમજાવે ત્યારે તેવી રીતે શ્રદ્ધા કરવા લાગી જાય છે. કારણ સમજીને એણે ગ્રહણ કર્યું નથી. સમજીને શ્રદ્ધાપૂર્વક વ્રત ગ્રહણ કરે તે જ સારરૂપ છે. નહીં તો વ્રત લઈને મૂકતા વાર ન લાગે. સાચી શ્રદ્ધાપૂર્વક જે વ્રત લે છે તેને અવશ્ય મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. તે માટે પ્રભુશ્રીજી કહેતા કે નાચી કૂદીને પણ એક શ્રદ્ધા કરી લ્યો કે આ પરમકૃપાળુદેવ સાચા છે. તેથી શ્રુતજ્ઞાન છે તે જગતના જીવોને આધારરૂપ છે કેમકે તે સાચી શ્રદ્ધા કરાવે છે. શ્રતજ્ઞાન વિના જે જે ક્રિયા કરે તે સંસારનું મૂળ છે. શ્રુતજ્ઞાનના આધારે જે ક્રિયા કરે તે મોક્ષપદને અનુકૂળ છે અર્થાત્ મોક્ષપદની પ્રાપ્તિનું કારણ થાય છે. (શ્રુતજ્ઞાનપૂજા પૃ.૧૫૪-૧૫૫) બોઘામૃત ભાગ-૨'માંથી - શાસ્ત્રાભ્યાસે સવળી સમજણ થતાં સંસારનો ત્યાગ પુરોહિતનું ડ્રાંત - “એક પુરોહિત હતો. તે શાસ્ત્રો ભણેલો, પણ કષાય મંદ નહીં. તે રોજ રાજાની સાથે ફરે. રાજાએ તેને પોતાની વીંટી રાખવા આપી. તે પુરોહિત વીંટી પાછી આપવી ભૂલી ગયો. સંધ્યાકાળે સરોવરના કિનારે અંજલિ આપતાં વીંટી સરી પડી. તે નીચે કમળમાં પડી, પણ બ્રાહ્મણને ખબર નહીં. ઘેર ગયા પછી વીંટી ન જોઈ તેથી રાજાનો બહુ ભય લાગવા લાગ્યો. ઘણો વિચાર કર્યો પણ વીંટીનો પત્તો લાગે એવો ઉપાય મળ્યો નહીં. પછી એક જૈન જ્ઞાની સાથુ અહીં આવ્યા છે એવું તેના સાંભળવામાં આવ્યું. તેથી તે ત્યાં ગયો અને કહ્યું કે બાપજી, એક કામ છે. મુનિએ જાણ્યું કે આ ભવ્ય જીવ છે. તેથી કહ્યું કે ભલે કહો. પછી તેણે વીંટીની વાત કરી. મુનિએ કહ્યું સરોવરમાં અંજલિ આપી હતી ત્યાં કમળમાં પડી છે. સવારે કમળ ખૂલે ત્યારે જઈને જોજો. પછી વીંટી મળી, તે લઈને રાજાને આપી આવ્યો. એ એક ચિંતા મટી, પણ આ વિદ્યા મારી પાસે નથી, માટે એ વિદ્યા મારે શીખવી, છેતરીને પણ શીખવી ૧૪૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ પુરોહિતા આ એનિ S T કમળ ઉપરથી, વીંટી હા છે". પુરોહિતને વીંટી આપતા રાજા વીંટી બાબત મુનિને પૂછપરછ કરતાં પુરોહિત મુનિ પાસ વિદ્યા શીખવાની કુટુંબને જાણ કર્યું છે શાસ્ત્ર અભ્યાસથી હવે ઘેર કોણ જાય? એમ કહેતા પુરોહિત મુનિ Page #178 -------------------------------------------------------------------------- ________________ મુનિની આજ્ઞાથી ભીલે કરેલ કાગડાના માંસનો ત્યાગ પોતાના વ્રતમાં નિશ્ચલ રહેલ ભીલ શ્રેણિકે રાજાની પૂર્વભવ, છે તે ભીલ સૌઘર્મ દેવલોકમાં ઉત્પન્ન દેવલોકથી આવી થયેલા શ્રેણિક રાજા Page #179 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એમ થયું. તે ઘેર ગયો અને કહ્યું કે હું વિદ્યા લેવા માટે જાઉં છું. તેઓ મને કહેશે કે સાધુ / થા તો સાઘુ પણ થઈશ, પણ વિદ્યા શીખી પાછો આવીશ. એમ કહી તે મુનિ પાસે ગયો. મુનિએ તેને દીક્ષા આપી, પછી તે શાસ્ત્રાભ્યાસ કરતો. થોડાંક વર્ષો ગયાં પછી મુનિએ કહ્યું ઘેર જવું છે? તેણે કહ્યું હવે કોણ જાય? બળ્યું એ ઘર.” (બો.-૨ પૃ.૩૬૦) પુરોહિતે મુનિ પાસે દીક્ષા લઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો તો શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થઈ અને સંસાર પ્રત્યે સાચો વૈરાગ્ય આવવાથી ઘરે જવાની ઇચ્છા મટી ગઈ. એ બધો પ્રભાવ શ્રુતજ્ઞાનનો છે. માટે મહાપુરુષો કહે છે કે તમે પણ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરો. તેને ભણો, ભણાવો અને ભણતા હોય તેની અનુમોદના કરો. જેથી ભગવાનના કહેલા તત્ત્વો સમજાય અને સશ્રદ્ધાનું આત્મામાં બીજારોપણ થાય. આઠ દૃષ્ટિની સઝાય' માંથી - “લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉગ્રાહો રે; ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીરજિનેસર દેશના અર્થ– આત્માની જાગૃતિ રહે અને સંસાર ઉપરથી વૈરાગ્ય થાય એવાં શાસ્ત્રો લખાવવાં, તેવા શાસ્ત્રોનું પુષ્પાદિ વડે પૂજન કરવું, પોતાની પાસે હોય તે શાસ્ત્ર અન્યને વાંચવા આપવું, આચાર્ય પાસે શાસ્ત્રનું વારંવાર શ્રવણ કરવું અને વાચના એટલે શીખવાની આજ્ઞા, ઉગ્રાહો એટલે વિધિપૂર્વકવિનય નમસ્કાર સહિત ગ્રહણ કરવા ઉદ્યમી થવું. ગુરુ પાસે તેનો ભાવ-અર્થ, તેમજ વિસ્તાર કરે તે સમજવો અને પછી તદનુસાર સ્વાધ્યાય કરવો, તે સંબંધી ચિંતન, ભાવન એટલે મનન તથા અનુપ્રેક્ષામાં તત્પર રહેવું, એ વગેરે પણ યોગનાં બીજ અથવા કારણ છે.” (પૃ.૧૦) શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી એ પણ એક યોગનું બીજ હોવાથી આત્માર્થે અવશ્ય કર્તવ્ય છે. ૨૪૧. તારા નિયમનું ખંડન કરું. તારા બતાવેલા નિયમોની પ્રશંસા કરું. તેને દ્રઢપણે વળગી રહું, પણ કદી ખંડન કરું નહીં. બોઘામૃત ભાગ-૧'માંથી :- “પ્રશ્ન – આપણે એકાસણું, ઉપવાસ, વ્રત, નિયમ જે જે કરવાં હોય તે ભગવાનને પૂછીને કરવાં? ઉત્તર- હા, આણાએ ઘમો આણાએ તવો. તમે જે સુખ જાણ્યું છે, અનુભવો છો તે સુખ પ્રાપ્ત કરવા તમારી આજ્ઞાથી આ નિયમ વગેરે કરું છું, એમ ચિત્રપટ આગળ ભાવ કરી કરવું. જ્ઞાનીની આજ્ઞા ઓળંગીને કંઈ કરવું નથી. જ્ઞાની પ્રત્યક્ષ હોય તો પૂછીને કરે અને પ્રત્યક્ષ ન હોય તો એમના ચિત્રપટ આગળ જઈ આ પ્રત્યક્ષ જ છે એમ જાણી, હે ભગવાન! આપની આજ્ઞાથી આ કરું છું, એમ ભાવના કરી વ્રત નિયમ વગેરે કરવાં.” (બો.૧ પૃ.૩૫૧) ઘર્મામૃત'માંથી - મરણાંતે પણ નિયમનું ખંડન કરવાથી થયેલ તીર્થંકર પદ પ્રાપ્તિ શ્રેણિક રાજાના ભીલભવનું દ્રષ્ટાંત – “શ્રેણિકનો જીવ અગાઉ ત્રીજે ભવે વિંધ્યાચળ પર્વતના કુટચ નામના વનમાં ખદિરસાર નામનો ભીલ હતો. એક દિવસ તેણે સમાધિગુપ્ત નામના મુનિરાજને જોયા, ત્યારે ઘણા હર્ષ સહિત નમસ્કાર કર્યા. તેના ઉત્તરમાં તે મુનિરાજે “આજે તને ઘર્મલાભ હો'! એવો આશીર્વાદ આપ્યો, ત્યારે તે ભીલે પૂછ્યું “હે પ્રભો! ઘર્મ શું છે અને તેથી જીવોને લાભ શો થાય છે?” મુનિરાજ બોલ્યા કે “મમાંસાદિકનું સેવન પાપનું કારણ છે તેથી તેનો ત્યાગ કરવો તે ધર્મ ૧૪૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છે. તે ઘર્મની પ્રાપ્તિ થવી તે ઘર્મલાભ છે. ઘર્મસેવનથી જીવોને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પુણ્યથી સ્વર્ગના ઉત્તમ સુખ મળે છે.” આ સાંભળી ભીલે કહ્યું કે એ ઘર્મ મારાથી પાળી શકાય તેમ નથી. ત્યારે મુનિરાજે તેના કુળનો વિચાર કરીને પૂછ્યું- હે ભવ્ય! શું તેં કાગડાનું માંસ કદી ખાધું છે? તે બુદ્ધિમાન શ્રેષ્ઠ ભીલ વિચાર કરીને બોલ્યો-“ના, મેં કાગડાનું માંસ તો કદી ખાધું નથી.” ત્યારે મુનિરાજે કહ્યું તો કાગડાનું માંસ તારે જરૂર છોડી દેવું જોઈએ. તે વચન સાંભળી ભીલે પ્રસન્ન થઈને કહ્યું કે મને એ વ્રત આપો. પછી મુનિ પાસે વ્રત લઈને, મુનિને નમસ્કાર કરી તે ભીલ પોતાને ઘેર ગયો. કેટલેક કાળે તે ભીલને કોઈ અસાધ્ય રોગ થયો. વૈદ્યોએ બતાવ્યું કે કાગડાનું માંસ ખાવાથી આ રોગ મટી શકે. તે સાંભળી તે ભીલે વિચાર્યું કે ભલે મારા પ્રાણ જાઓ, તે ચંચળ પ્રાણોથી મારે શું પ્રયોજન છે? મેં ઘર્મ પામવા માટે મુનિરાજ પાસે વ્રત સ્વીકાર્યું છે તેનો ભંગ ન કરી શકું. હું આ પાપરૂપ માંસ ખાઈને આજે જીવવા નથી ઇચ્છતો, એમ વિચારીને તેણે કાગડાનું માંસ ખાવાનો સ્વીકાર ન કર્યો. તેની આ વાત સાંભળતા શુરવીર નામનો તેનો સાળો સારસ નગરથી તેને સમજાવવા માટે નીકળ્યો. રસ્તે આવતાં ગહન વનમાં એક વડ નીચે બેઠેલી કોઈ રડતી સ્ત્રીને તેણે જોઈ. શૂરવીરે તેણીને પૂછ્યું: “તું કેમ રડે છે?” તેના ઉત્તરમાં તે બોલી કે “તું લક્ષપૂર્વક સાંભળ-હું વનયક્ષી છું અને અહીં આ વનમાં રહું છું. તારા બનેવી ખદિરસાર વ્યાધિથી બહુ પીડિત છે અને કાગડાનું માંસ ત્યાગવાથી તે મારો પતિ થશે. પરંતુ હવે તું તેણે ત્યાગ કરેલ માંસ ખવડાવવા માટે જઈ રહ્યો છે અને એ રીતે તેને ઘોર નરકમાં નાખીને દુઃખોનો પાત્ર બનાવવા ઇચ્છે છે તે માટે હું રડું છે. હે ભદ્ર! તું તે તારો આગ્રહ છોડી દે.” આ પ્રમાણે દેવીની વાત સાંભળીને શૂરવીર આગળ ચાલ્યો અને કુટચવનમાં આવી ખદિરસાર રોગીને જોયો. પછી બોલ્યો કે વૈધે જે ઔષધિ બતાવી છે તે મારી પ્રસન્નતા અર્થે પણ ખાઓ. તેના ઉત્તરમાં માંસની અનિચ્છા કરતો ખદિરસાર બોલ્યો કે તું મારા પ્રાણસમાન પ્રિય ભાઈ છે અને સ્નેહને લીધે મારુ જીવિત રહેવાની ઇચ્છાથી આમ કહે છે. પરંતુ વતનો ભંગ કરીને જીવિત રહેવાથી જીવનું હિત નથી થઈ શકતું. વળી વ્રત ભંગ કરી જીવતા રહેવું તે દુર્ગતિનું પણ કારણ છે. આ પ્રમાણે કહીને તે પોતાના વ્રતમાં નિશ્ચળ જ રહ્યો. તેનો આવો નિશ્ચય જોઈને શૂરવીરે તે વનયક્ષીનું વૃત્તાંત પણ તેને સંભળાવ્યું. તે પર વિચાર કરીને તે ખદિરસારે શ્રાવકનાં પૂર્ણ પાંચ વ્રત ધારણ કર્યા અને આયુના અંતમાં મરીને સૌઘર્મ સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. શૂરવીરને ખદિરસારના વિયોગથી ઘણું દુઃખ થયું. પછી તેની ઉત્તરક્રિયા કરી તે પોતાના ઘર તરફ ચાલ્યો. રસ્તે જતાં ફરી પેલા વટવૃક્ષ નીચે આવ્યો અને ત્યાં બેઠેલી યક્ષીને જોઈ પૂછ્યું, “કેમ મારો બનેવી મરીને તારો પતિ થયો કે નહીં?” તેના ઉત્તરમાં યક્ષીએ કહ્યું કે સંપૂર્ણ વ્રત ઘારણ કરવાથી તે વ્યંતરયોનિમાં ન ઊપજતાં સૌઘર્મસ્વર્ગમાં જઈને દેવ થયો તેથી મારો પતિ કેમ થઈ શકે? તે તો હવે ઉત્કૃષ્ટ દિવ્ય ભોગોનો ભોક્તા થયો છે. તે યક્ષીની આ સાચી વાત સાંભળીને શૂરવીર વિચાર કરવા લાગ્યો કે જુઓ વ્રતનું માહાત્મ કેવું છે! તેનાથી ઇચ્છાનુસાર સુખોની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વિચાર કરતાં તેણે પણ સમાધિગુપ્ત મુનિ સમીપ જઈને શ્રાવકનાં વ્રત ધારણ કર્યા. ખદિરસારના જીવે સ્વર્ગમાં બે સાગરની આયુ સુઘી દિવ્ય ભોગ ભોગવ્યા પછી ત્યાંથી ચ્યવીને મગધ દેશના રાજાને ત્યાં જન્મ્યો. તે શ્રેણિક નામે મહાન રાજા અને મહાવીર ભગવાનના મુખ્ય પ્રભાવક ૧૪૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તરીકે પ્રસિદ્ધ થયો.ભગવાનની અત્યંત ભક્તિથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થઈ ઘણા જીવોનું કલ્યાણ કરી મોક્ષે પધારશે.” (પૃ.૪૫૦) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - નિયમની દ્રઢતા જોઈ દેવ પણ પ્રસન્ન કંજૂસ શેઠનું દ્રષ્ટાંત - “એક શેઠ હતો. તેની સ્ત્રી શર્મિષ્ઠ હતી. પણ શેઠ ઘર્મ કરતો નહોતો. તેથી શેઠાણીએ કહ્યું : બીજું કાંઈ ના કરો તો આટલું કરો કે ભગવાનનાં દર્શન કર્યા વિના હું જમીશ નહીં. શેઠ બહુ કંજૂસ હતો. તે વ્યાખ્યાન વગેરે સાંભળવા પણ જાય નહીં. કારણ કોઈ દિવસ ટીપ વગેરે લખાવવી પડે. પણ શેઠે વિચાર્યું કે ભગવાનના દર્શન કરવામાં કંઈ ખર્ચ કરવો પડતો નથી. તેથી દર્શન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. એક દિવસ દર્શન કરવાનું ભૂલી ગયો અને જમવા બેઠો. ખીચડીમાં હાથ નાખ્યો અને યાદ આવ્યું કે આજે મારે દર્શન કરવાના બાકી રહી ગયા. હવે હાથ ધોવે તો ખીચડી હાથને ચોંટેલી નકામી જાય, તેથી હાથે પાટો બાંધી દર્શન કરવા ગયો. ભગવાનના ભાવપૂર્વક દર્શન કરી પાછો વળતો હતો તે વખતે શાસનદેવીએ પ્રગટ થઈને કહ્યું કે “માગ માગ. હું તારા પર પ્રસન્ન થઈ છું.' તે સાંભળી શેઠ બોલ્યા કે હું મારી સ્ત્રીને પૂછીને આવું. ઘરે આવી શેઠાણીને વાત કરી કે દેવી પ્રસન્ન થઈ છે માટે શું માંગું? શેઠાણીએ વિચાર્યું કે ઘન તો ઘરમાં ઘણું છે, પણ સબુદ્ધિ પ્રાપ્ત થાય તો હિત થાય. તેથી સબુદ્ધિ માંગવા જણાવ્યું. શેઠે ત્યાં જઈ દેવીને કહ્યું કે મને સદબુદ્ધિ આપો. દેવી તથાસ્તુ' કહી અંતર્ધાન થઈ ગઈ. હવે સદબુદ્ધિ આવવાથી શેઠ ઘરે આવતા વિચારે છે કે અલ્પ ખીચડી માટે મેં હાથે પાટો શું કામ બાંધ્યો? વળી ઘરે આવી કહ્યું : કંઈ સારી રસોઈ બનાવ, દાન વગેરે આપ. એમ એની બુદ્ધિમાં પરિવર્તન આવવા લાગ્યું. તાત્પર્ય કે નિયમ દ્રઢપણે પાળવાથી જીવમાં અનેક ગુણો પ્રગટે છે. (પૃ.૧૧) ૨૪૨. રસગારવ થઉં નહીં. ભોજનના રસમાં લુબ્ધ થવું એ દોષ છે. તેનો વળી ગર્વ કરવો તે મહાદોષ છે. જેમકે અમારે તો બે શાક વિના ન ચાલે. સાથે મીઠાઈ તો જોઈએ જ. એવો ભોજનના રસનો જીવને અહંકાર હોય તે રસગારવ કહેવાય છે. મુમુક્ષુને આ વસ્તુ વિના ન ચાલે એવું રાખવું જોઈએ નહીં. જે વસ્તુ હાજર હોય તેમાંથી ચલાવી લેવું. પ્રારબ્ધ પ્રમાણે કોઈ વખત ભોજનમાં શીરો ને પુરી મળે તો કોઈ વખત લખું સુકું પણ ચલાવી લેવું પડે. બધામાં સમભાવ રાખવાની ટેવ પાડવા યોગ્ય છે. “મોક્ષમાળા વિવેચન'માંથી – “રસગારવલબ્ધતા - રસ કરીને ગર્વ કરે અને તેનો પાછો લોભ રાખે તે રસગારવલુબ્ધતા. બથી ઇન્દ્રિયોને પોષનાર જીભ છે. રસલુબ્ધ જીવને ખાવાના જ વિચારો આવે અને ‘બે શાક વિના ખાઈએ નહીં', એમ મોટાઈ માને. એ તુચ્છ વસ્તુનો જ પ્રકાર છે. જીભ બઘી તુચ્છ વસ્તુનું મૂળિયું છે. એને લઈને “રસદેવ નિરંજન” ભુલાઈ જાય છે. શાંતરસમય ઘર્મ-કષાય રહિત આત્માની પરિણતિ એ ખરો અમૃત જેવો રસ છે. બીજા રસથી ઉદાસ થાય તો એ રસ મળે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત.” (આનંદઘનજી-૪) (પૃ.૨૨૦) બોઘામૃત ભાગ-૧'માંથી - “સિગારવલુબ્ધતા મટાડવાની છે. મનને જીતવું હોય તેણે રસગારવ દોષ ત્યાગવો. એ દોષ હોય તો મન જિતાય નહીં. જીભનાં બે કામ છે. એક ખાવું અને બીજાં વચન બોલવું.” (પૃ.૨૪૦) ૧૪૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “પ્રશ્ન – આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મન ત્યાં ન જાય? પૂજ્યશ્રી કહે ઘણું ખાવું છે. ખાધેલું શું થાય છે? વિષ્ટા. જગત એઠવાડા જેવું છે. “સકલ જગત તે એઠવ.” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીનાં વચનોથી આત્માનું હિત છે તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાઓ કે લોકના કહેતા કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીનાં વચનોમાં રસ આવે. અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતા સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાવું હોય તો પચાવવા મહેનત કરવી પડે. આ આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. લોલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અધોગતિ થાય છે.” (બો-૧ પૃ.૨૧૯) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - સ્વાદલંપટતા વડે આચાર્યનું પતના મંગુ આચાર્યનું ષ્ટાંત - “મથુરા નગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા, અને બીજા સર્વ કામો પડતાં મુકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિવડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હમેશાં સ્નિગ્ધ અને મધુર આહારાદિકવડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાનેજ વાસ અંગીકાર કર્યા પછી અધિક સુખ મળવાથી (સાતા ગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા, અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા; અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વિગેરે સ્થાપન કરીને ગોચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તેજ નગરની ખાઈ પાસે આવેલા કોઈ યક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યંતરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણાં તો “આમ કરવું જ યોગ્ય છે” એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ, પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યો. એ રીતે હમેશાં કરવાથી એકદી કોઈ સાહસિક સાધુએ તેને પૂછ્યું કે “તું કોણ છે? અને આ જિલ્લા બહાર કાઢીને શા માટે સર્વને બતાવે છે?તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે “હું ઘર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળોત્તર ગુણનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરીની ખાઈમાં યક્ષ થયો છું. માટે તમારે રસમાં લોલુપી થવું નહીં. હું જિલ્લાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા, અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે “હે ભવ્ય પ્રાણીઓ! પુરુષોને ઇન્દ્રિયજય મહા સંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે – इन्द्रियाण्येवतत्सर्वं, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥ ભાવાર્થ- “સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઇન્દ્રિયોવડે જ છે; કેમકે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે, અને તેમને છૂટી મુકવાથી નરક પ્રાપ્ત થાય છે.” (પૃ.૨) ૧૪૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૪૩. કષાય ઘારું નહીં. કષ એટલે પાપ તેની આય એટલે આવક થવી, પાપની આવક થવી તે કષાય છે. માટે તેવા કષાયને ઘારું નહીં અર્થાતુ ઘારણ કરું નહીં. આત્માના વિભાવસ્વરૂપ રાગદ્વેષના કારણે ક્રોધાદિ કષાયો થાય છે. કષાયો ચાર છે. ક્રોઘ, માન, માયા, લોભ. તેના પાછા સોળ ભેદ છે. ચાર અનંતાનુબંઘી, ચાર અપ્રત્યાખ્યાની, ચાર પ્રત્યાખ્યાની અને ચાર સંજ્વલન. ભાવોની તરતમતા અનુસાર તેના પાછા અસંખ્યાત ભેદ છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંઘ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંઘ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ચાલીશ કોડાકોડિ સાગરોપમનો બંઘ પાડે છે. (વ.પૃ.૭૫૮). “જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંઘ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં “અનંતાનુબંધી’ સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રપયોગે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં “અનંતાનુબંધી’નો સંભવ છે. મુખ્ય કરીને અહીં કહ્યાં છે, તે સ્થાનકે તે કષાયનો વિશેષ સંભવ છે. સદેવ, સદ્ગુરુ અને સઘર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદુદેવ, અસગુરુ તથા અસતુઘર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ “અનંતાનુબંધી હોવા યોગ્ય છે.” (વ.પૃ.૪૭૧) “ક્રોશ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોઘ કરે તો બધું તપ નિષ્ફળ જાય.” (વ.પૃ.૭૨૭) ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળાં પાડવા છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંઘ, અંતર પ્રતિબંઘ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાનો અભ્યાસ કરવો. ક્રોધાદિ થોડે થોડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો; અને તે વિચારમાં વખત ગાળવો. કોઈના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં; કેમકે પોતે ક્રોઘ કરીએ તો થાય. જ્યારે પોતાના પ્રત્યે કોઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતવિચાર કરી પોતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા.” (વ.પૃ.૭૨૩) ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.” (વ.પૃ.૫૧૬) “દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લોભ એમ અનુક્રમ રાખ્યો છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે. પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયો જાય છે, અને અમુક અમુક જીવોની અપેક્ષાએ માન, પહS ૧૪૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માયા, લોભ અને ક્રોઘ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચો મનાવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે; અને તેથી પૈસા મેળવે - છે; અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લોભની એટલી બળવત્તર મીઠાસ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે ને તેની દરકાર નથી કરતો; માટે માનરૂપી કષાય ઓછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે.” (વ.પૃ.૬૭૩) “ઉપદેશામૃત'માંથી - “સમ્યકત્વને, આત્માના શુદ્ધ પરિણામને ઘાતે તે કષાય. અરરર! તે તો કસાઈ જ. તેનાથી મોટું પાપ શું?” (ઉ.પૃ.૨૮૨) “કૃપાળુદેવે ચાર કષાયને ચાર ચક્રવર્તી કહ્યા છે. તેમને જીતવા તે ચક્રવર્તીઓને જીતવા સમાન છે. રાગદ્વેષરૂપ બળદ લઈ કષાયખેડૂત મિથ્યાત્વબીજ વાવી રહ્યો છે. તે કેવું ફળ આપે છે? અરરર! અનંત સંસાર રઝળાવે છે. આ વેરી, એને ન મારવા?’’ (ઉ.પૃ.૨૮૨) “અનંત કાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોથ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજું છું, તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ હે ભગવાન! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિ સિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાંબિલાડાનાં ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન!હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મમરણ છૂટવા કરું-એવી ભાવના કર્તવ્ય છે. (ઉ.પૃ.૩૩૨) “ક્રોધ, માન, માયા અને લોભ એ મોક્ષમાર્ગમાં જનારે મૂકવાનાં છે. લાખ વર્ષનું ચારિત્ર હોય, પણ ક્રોઘથી બળીને ભસ્મ થઈ જાય અને નરકે લઈ જાય એવો મહા વેરી ક્રોઘ છે. માન છે તે પણ મોટો વેરી છે. વિનય એ ઘર્મનું મૂળ છે. વિનય છે, લધુતા છે – છોટા છે તે મોટા થશે. માયાથી મૈત્રીનો નાશ હોય છે. જે સરળ છે એ ઘર્મ પામવાના ઉત્તમ પાત્ર છે. “હોદો સર્વોવાસો' લોભથી સર્વ નાશ પામે છે. લોભ છૂટ્યો તેને સમકિત પામવાનું કારણ થાય છે. ચારે કષાયનો વિસ્તાર કરવામાં આવે તો પુસ્તક ભરાય. મોક્ષમાર્ગમાં આગળ વઘનારે તે બધા મૂકવાના છે.” (ઉ.પૃ.૩૬૯) ક્રોઘ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સન્દુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું. માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ઘારણ કરવામાં કરવો. રાગ સત્પરુષ પ્રત્યે અથવા દેવગુરુ-ઘર્મ પ્રત્યે કરવો. દ્વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષયવિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા.” (ઉ.પૃ.૪૩૪) ૧૫૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શીતળદાસ બાવાનું દ્રષ્ટાંત – શીતળદાસ અગ્નિદાસ બન્યા. “એક શીતળદાસ બાવા હતા. તેને એક જણે આવીને નામ પૂછ્યું તો કહે શીતળદાસ; ફરી પૂછ્યું તો કહે, શીતળદાસ, એમ બે ત્રણ વાર તો ઉત્તર આપ્યો; પણ પાંચ સાત વાર પૂછ પૂછ કર્યું એટલે એ તો ઊઠ્યો ચીપિયો લઈને મારવા. એટલે પેલા માણસે કહ્યું; શીતળદાસ તમારું નામ નથી, ખરી રીતે તો અગ્નિદાસ છે.” (ઉ.પૃ.૨૮૩) “ઘર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે, તેથી સમજાઈ ગયું છે કે હું ઘર્મ કરું છું. દાતરડાં ગળ્યાં છે તે નીકળવાં મુશ્કેલ છે. ઘર્મના નામે જે અવળી પકડ થઈ છે તે અનંતાનુબંધી કષાય છે. અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારો સાત પેઢીનો ઢુંઢિયાનો ઘર્મ, તેની પકડ હતી. પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. આત્માને ઘર્મ માન્યો.” (ઉ.પૃ.૪૫૪) “અનંતાનુબંઘી શાથી ટળે? જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઊગે ત્યાં અંઘારુ નામે છે. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ, ઓળખાણ એ અનંતાનુબંધી ટળવાનો ઉપાય છે. બાપનો કૂવો માટે બૂડી મરાય નહીં. તેમ બાપદાદાએ માન્યો તે મારો ઘર્મ, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, વૈષ્ણવ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. આમ પર્યાય દૃષ્ટિ દૂર કરી હું આત્મા છું – જ્ઞાની એવા સદ્ગુરુએ જાણ્યો તેવો, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો?” (ઉ.પૃ.૩૫૩) “બોઘામૃત ભાગ-૧'માંથી :- અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. પરમકૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે તમો તેનું સ્વરૂપ સમજવા માટે યોગ્ય નથી. મુખ્યપણે તો જ્ઞાનીપુરુષ તથા તેના આશ્રિતનો દ્રોહ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય. જો પાછળથી સવળી સમજણ આવી જાય તો જીવ માર્ગે આવે અને ખોટો આગ્રહ પકડી રાખે તો તે દુરાગ્રહ કહેવાય.” (બો.૧ પૃ.૩૨) અનંતાનુબંધી એટલે સાચા ઘર્મ પ્રત્યે અભાવ. જ્ઞાની કંઈ કહે ત્યારે ક્રોધ આવે, હું સમજવું છું એમ થાય તે અનંતાનુબંધી ક્રોઘ તથા માન છે. અને ઉપરથી તમે કહો છો તે જ હું માનું છું એમ જણાવવું એ અનંતાનુબંધી માયા છે. ઘર્મ કરી મોક્ષ ન ઇચ્છતાં પુત્ર, દેવલોક આદિની ઇચ્છા કરે તે અનંતાનુબંધી લોભ છે.” (બો.૧ પૃ.૧૩૨) “મુમુક્ષ-કષાય શાથી ઘટે? પૂજ્યશ્રી—અભ્યાસથી ઘટે. મારે બે કલાક લોભના વિચાર નથી કરવા.....એમ કરતાં કરતાં કષાય ઘટે છે.” (બો.૧ પૃ.૧૦૬) જેટલા રાગદ્વેષ ઓછા તેટલો જ ઘર્મ પરિણમે છે. અને રાગદ્વેષ ઓછા કરવા એ તો પોતાથી બની શકે છે. ક્રોધ આવ્યો હોય અને નથી કરવો એમ જો ઘારે તો કદી પણ ક્રોઘ આપોઆપ થતો નથી. અને ક્રોઘ ન થાય તો પોતાને સુખ અનુભવાય છે. ક્રોઘ કરે ત્યારે પ્રથમ તો પોતાના અંતરમાં સાક્ષાત્ દુઃખ થાય અને પછી ક્રોઘ દેખાય છે, તેમ જ દરેક કષાય કરતાં પહેલાં પોતાને દુઃખ થાય છે. માટે પ્રત્યક્ષ પોતાને દુઃખી કરનાર એવા જે કષાયભાવો તેનો જો જીવ વિચાર કરે તો તે શત્રુઓને પછી પોતાના અંતરરૂપી ઘરમાં કેમ પ્રવેશ કરવા દે? પણ વિચાર જ આવતો નથી. વિચાર કેમ આવે? સર્વનું કારણ સત્સંગ છે. જો જીવ આત્માને અર્થે સત્સંગમાં અપ્રમાદી બની ટકી રહે તો અવશ્ય વિચાર ઉત્પન્ન થાય, અને શું કરવું તે ધ્યાનમાં આવે.” (બો.૧ પૃ.૩૫) ૧૫૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ “એક ભાઈ – ક્રોધ ન થાય એનો ઉપાય શો? પૂજ્યશ્રી – સમજણ આવે પછી ક્રોધ મંદ પડે છે. ક્રોથ આવે ત્યારે વિચારે કે ક્રોધ કરું છું પણ એ તો ઝેર છે. મને આથી નુકશાન થાય છે, માટે મારે નથી કરવો. “પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય, પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે.’ (૪૯૩) એ ઉપાય છે. જેમ જેમ દોષ દેખાય તેમ તેમ દોષને કાઢવાનો ઉપયોગ રાખે તો નીકળે.” (ધો.૧ યુ.૬૪) “પાંચ ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા મટે તો કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયોના વિષયને લઈને કે કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના વિષયો પરથી ભાવ ઊઠી જાય તો કષાય કોના ઉપર કરે ?” -ધો.૧ (પૃ.૫૦) “કામ, ક્રોધ અને લોભ એ ત્રણ મોટા વિકારો છે. કામ છે તે ભૂત જેવો છે. મનુષ્યને ગાંડો બનાવનાર છે. કામમાં આસક્ત થયેલાને વિચાર નથી હોતો. જ્યારે જવને ક્રોધ ચઢે છે ત્યારે પણ એને કંઈ ભાન રહેતું નથી, આંઘળા જેવો બની જાય છે. કંઈ જુએ નહીં અને મોઢામાંથી જેમ આવે તેમ બકે. લોભ પણ એવો છે. જેમ જેમ લોભ કરે છે તેમ તેમ વધતો જાય છે. લોભથી કોઈ સુખી થતું નથી. એ ત્રણે વસ્તુ ખરાબ છે.’” (બો.૧ પૃ.૩૭૯) “કોઈ માણસ બીજાને મારતો હોય તો કહે કે પાપ કરે છે; પણ ક્રોધ, માન, માયા, લોભ એ મોટાં પાપ છે, તે હોય તો તેને પાપ કહેતા નથી. ક્રોધ આવે ત્યારે તરત ખબર પડે. આંખો લાલ થઈ જાય, પોતે દુઃખી થવા લાગે. પણ જ્યારે માન આવે ત્યારે જીવને પોતાને ખબર પડવી મુશ્કેલ છે. સામાને તેની ખબર પડે. માયાની તો સામાને પણ ખબર ન પડે. એ તો સત્પુરુષોના યોગે જ જાય. માયા તો પંડિતોને પણ છેતરી જાય છે. લોભ છે તે સર્વથી મોટો દોષ છે. લોભને લઈને બીજા ત્રણ દોષો થાય છે. ક્રોથ, માન, માયા એ લોભને લઈને કરે છે. (બી.૧ પૃ. ૬૫૦ ઋષભદેવ ભગવાનના ચારિત્ર'માંથી : શ્રી ઋષભદેવ, ભરત, બાહુબલિ આદિના પૂર્વભવનું દૃષ્ટાંત – ‘હસ્તિનાપુરમાં એક વેપારીનો પુત્ર હતો પણ તીવ્ર ક્રોધને લીધે તે મરીને સિંહ થયો. એક રાજપુત્ર હતો પણ તીવ્રમાનને લઈ મરીને ભૂંડ થયો. એક વણિકપુત્ર હતો, પણ તીવ્ર માયાને લીધે મરીને વાંદરો થયો. એક હલવાઈ હતો, પણ તીવ્ર લોભને લીધે મરીને નોળીયો થયો. આ ચારેજણ, વજંઘ રાજા મુનિને દાન દઈ રહ્યા છે તે જોઈને ચારેને જાતિસ્મરણ જ્ઞાન થયું, વજંઘ રાજા તે ભવિષ્યમાં ઋષભદેવ ભગવાન થશે. અને આ ચારેજણા દાનના અનુમોદનના કારણે ભરત, બાહુબલિ વગેરે પુત્રો થરો. “એ ચારે કોઘાદિ કષાયને કાઢવા માટે તેના ચાર પ્રતિપક્ષી લક્ષમાં રાખવાનાં છે. ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમા છે. માનનો પ્રતિપક્ષી વિનય છે. ક્ષમા, વિનય હોય ત્યાં ક્રોધ, માન ન રહે. માયાનો પ્રતિપક્ષી સરલતા છે. લોભનો પ્રતિપક્ષી સંતોષ છે. ક્રોધ—ક્રોઘાદિને શત્રુઓ જાણે તો વહેલા મોડા નીકળે. એ આત્માના મોટા ૧૫૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ શત્રુઓ છે. કેવા શત્રુઓ છે! કેટલાય ભવનું પુણ્ય કર્યું હોય તેને બાળી નાખે છે. પુંડરિકનો ભાઈ કુંડરિક ક્રોથથી સાતમી નરકે ગયો. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.’’ (૮) માન—“અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.(૨૧-૭૩) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દૃષ્ટિ ફેરવવી છે. જ્યાં ધર્મનું માહાત્મ્ય લાગે ત્યાં શરીરનું માહાત્મ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી. માયા—સરલભાવ આવે ત્યારે માયા છૂટે. સરલતા એ મોટો ગુણ છે. જેટલી સરલતા હોય તેટલો બોધ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોધ ન પરિણમે. સરળતાવાળો સીધો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે. ન લોભ—જ્યાં લોભ ન હોય ત્યાં સંતોષ અને સુખ છે. જેમ જેમ લોભ ઓછો થાય તેમ તેમ સમકિત થાય છે. લોભ જાય તો બધી આકાંક્ષા જાય.” “લોભમાં બધા દહાડા જાય છે. ઇચ્છા માત્ર લોભ છે. એ જ મોટી ભૂલ છે. “ક્યા ઇચ્છત ખોવત સબે, હૈ ઇચ્છા દુઃખમૂલ.” વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા એ જ પરિભ્રમણનું કારણ છે. જીવને ગ્રહણ કરવાની બુદ્ધિ છે, તો પછી સુખી ક્યાંથી થાય? માથે બોજો ઉપાડે તો દુઃખી જ થાય. ઇચ્છા દુઃખનું મૂળ છે. એક લોભ જાય તો ચારેય જાય. છેક અગિયારમા ગુણસ્થાનથી પાડનાર લોભ છે.’’ લોભને કાઢવા માટે પરિગ્રહની, જરૂર હોય તેટલી અમુક મર્યાદા કરે કે આટલું થયા પછી ધર્મધ્યાન કરીશું. જ્યાં સુધી સમજણ ન ફરી હોય, ત્યાં સુધી મર્યાદા પણ એવી જ હોય. જરૂર હોય એક લાખની અને મર્યાદા કરે ચાર લાખની, તો શાથી પાર આવે? લોભ શત્રુ છે એમ જાણે તો જ તેને કાઢવા લાગે. કંઈક પાછું વળવાની ઇચ્છા હોય, તો જ થાય. કષાયની ઉપશાંતતા તે આત્માર્થીનું પહેલું લક્ષણ છે.'' (બો.૧ પૃ.૬૫,૬૬) “માન સંસારમાં સર્વત્ર નજરે આવે છે. ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં, જીવ માન સાથે રાખીને ફરે છે. વિચારે કે મેં શું કર્યું? અભિમાન કરવા જેવું તો કશું છે નહીં. પણ વિભાવ અને અહંભાવને લઈને જીવને એવા વિચાર નથી આવતા. અમૃતચંદ્રાચાર્યે ‘તત્ત્વાર્થસાર' ગ્રંથમાં છેવટે લખ્યું છે : મેં કશું કર્યું નથી; ધાતુને લઈને શબ્દ થયા, શબ્દોથી વાક્ય બન્યાં અને વાક્યોથી ગ્રંથ બન્યાં. એમાં મેં શું કર્યું? કશુંય નથી.’ સમજણ હતી તેથી અભિમાન ન થયું.’’ (બો.૧ પૃ. ૯૨) - “મુમુક્ષુ – કોઈ પદ અથવા પત્ર બોલતા અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી – જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણઘરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વોને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું શાન શું છે? કશુંયે નથી. ભગવાનમાં કેટલા ગુણો છે! મારામાં કેટલા બધા દોષો ભરેલા છે ? મારે તો હજુ ઘણું કરવાનું છે. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે નીચા છે તેના ઉપર દૃષ્ટિ રાખે તો અભિમાન થાય.’” (બી.૧ પૃ. ૫૪) ૧૫૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ - બાહુબલિજીનું દૃષ્ટાંત – ઋષભદેવ ભગવાન પોતાના પુત્ર ભરત અને બાહુબલિને રાજ સોંપી સર્વસંગ પરિત્યાગી થયા. ભરતેશ્વર ચક્રવર્તી થયા. છ ખંડમાં પોતાની આણ મનાવી. બાહુબલિએ એ આણ અંગીકાર ન કરી. બન્ને વચ્ચે યુદ્ધ મંડાયું. ભરતે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું. આ જોઈ બાહુબલિએ ભરતેશ્વર પર મહા બલવત્તર મુષ્ટિ ઉપાડી. પણ ભાવનાનું સ્વરૂપ ફર્યું અને વિચાર્યું કે આનું પરિણામ મહાદુઃખદાયક આવશે; ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવે. તે ઉપાડેલી મુષ્ટિ વડે પોતાનું કેશલુંચન કર્યું અને મુનિ થઈ ભગવાન ઋષભદેવજી પાસે જવા ઇચ્છા કરી. પણ મનમાં માન કષાય આવ્યો કે ત્યાં જઈશ તો મારાથી નાના અટ્ઠાણું દીક્ષિત ભાઈઓને વંદન કરવું પડશે, માટે વનમાં જ એકાગ્ર ધ્યાને ઊભા રહ્યાં. બાર માસ વીતી ગયા. શરીરે વેલડીઓ વીંટાણી, દાઢીમાં પક્ષીઓએ માળા કર્યાં, પણ માનનો અંકુર મનમાંથી ખસ્યો નહીં. બાહુબલિને પ્રતિબોધ કરવા ઋષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બહેનોને મોકલી. તેમણે જઈ કહ્યું કે ‘વીરા મારા ગજ થકી ઉતરો.’ આ વચન સાંભળી તેમને ભાન થયું કે અહો! સત્ય છે, હું માનરૂપી હાથી ઉપરથી હજું ક્યાં ઊતર્યો છું? એમ જાણી પોતાના ભાઈઓને વંદન કરવા માટે પગલું ભર્યું કે તરત જ કૈવલ્યકમળાને વર્યાં. “વાંચનાર ! જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે! –શ્રીમદ્ રાજચંદ્ર = ‘બોધામૃતભાગ-૨'માંથી :– “અનંતાનુબંધી કષાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે, ત્યાંથી જીવને આઘો ખસેડે છે; અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય; જ્ઞાનીપુરુષ એના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાનીપુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો તેને બદલે ‘હું જાણું છું’ એમ રહે તે અનંતાનુબંધી માન છે. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. લોકો પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઇચ્છે તે અનંતાનુબંધી લોભ છે.’’ (બો.૨ પૃ.૫૦) ‘બોઘામૃતભાગ-૩’માંથી :- “કષાય જેવો કોઈ કટ્ટો શત્રુ નથી અને વિષય જેવું કોઈ વિષ નથી. માટે જાણી જોઈને પોતે પોતાના શત્રુ ન બનવું. શ્રી શ્રેણિક રાજાને શ્રી અનાથી મહર્ષિએ એ જ ઉપદેશ દીધો છે કે પોતે જ પોતાને નરકે લઈ જાય છે અને દુઃખી કરે છે, પોતે જ પોતાને સ્વર્ગે લઈ જાય છે અને પોતે જ પોતાને મોક્ષપ્રાપ્તિ કરાવશે. માટે આવો યોગ મળી આવ્યો છે તે તરવા અર્થે જ છે.’’ જેમ ખાધાનો નિયમ કરીએ છીએ તેમ કષાયનો પણ નિયમ શક્તિ વિચારીને કરવો કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તેવો પ્રસંગ આવી પડે તો પણ પોતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં કરતાં ક્રોધ ઓછો સહેજે થાય છે એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બન્નેનો નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે તપ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તો પણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચોકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લોભ એમ કષાયો ઓછાં કરવાં.’’ (બો.૩ પૃ.૧૩૨) ‘બાળવા યોગ્ય ક્રોધ છે; ટાળવા યોગ્ય માયા-કપટ છે; વાવવા યોગ્ય વિનય છે; સાધવા યોગ્ય સંતોષ છે; સમજવા યોગ્ય સત્પુરુષનું શરણ છે. આ વાત સત્સમાગમે સમજી હૃદયમાં લખી રાખવાની ૧૫૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જી.” (બો.૩ પૃ.૭૩૨) “અનંત કાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છેછે. તે દોષોને દોષોરૂપ જાણી તેથી સદાયને માટે છૂટવાની ભાવના સગુરુયોગે જાગે છેજી. થર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે પણ કષાય ઘટાડી સગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જીવે કર્યું નથી.” (બો.૩ પૃ.૪૨૫) “કષાય પરિણતિ વિષે જણાવ્યું તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છે'. ડુંગળી ખાય તો તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહી, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પોતાને પણ પસ્તાવો, ક્લેશ કરાવે; તેમ કષાયને હૃદયમાં અલ્પ સ્થાન આપ્યું તો તે ઘર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પોતાની સત્તા અંતઃકરણ ઉપર જમાવે એવો એનો સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગો કુટુંબીઓને કારણે, ઘનને કારણે કે દેહાદિની સગવડને કારણે પણ ઊભા ન કરવા, ઊભા થતા હોય તો પોતે તેમાં તણાવું નહીં, બને તો શાંત કરવા. ગમે તેવો ઘનનો, માનનો કે હઠનો ભોગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છેy.” (બો.૩ પૃ.૪૧૬) આમ કષાય ભાવોને ઘટાડતાં તેનું સાવ નિર્મળપણું કરું પણ નવીન કષાયભાવોને ઘારણ કરું નહીં. ૨૪૪. બંઘન રાખું નહીં. બંઘન રાખું નહીં અર્થાત્ કર્મ બંધન રાખું નહીં. કર્મના બંઘન ન રાખવા હોય તો તેના કારણોનો છેદ કરું. કર્મબંધનના કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. “રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ” અથવા મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ છે. તેના કુલ ૫૭ ભેદ અથવા આશ્રવના દ્વાર છે. તેના વિષે “આત્મસિદ્ધિમાં જણાવે છે – “જે જે કારણ બંઘના, તેહ બંઘનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભગવંત.” ૯૯ અર્થ – “જે જે કારણો કર્મબંધના છે, તે તે કર્મબંઘનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે.” (૯૯) ભાવાર્થ – “કર્મ બંઘાય એ રીતે વર્તવું તે બંઘ એટલે સંસાર પરિભ્રમણનો માર્ગ છે. આશ્રવના પ૭ વાર કહ્યાં છે તે બઘાં કર્મબંધનાં કારણ છે, તેમાં પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ આવે છે. આ પ૭ કારણોને રોકીને પ્રમાદરહિતપણે આત્મસ્વરૂપમાં વર્તે એવી જે દશા તે જ સંવર અથવા મોક્ષનો માર્ગ છે. અને મોક્ષમાર્ગમાં વર્તે ત્યાં સંસારનો ક્ષય થાય છે.” (૯૯) “શ્રીમદ રાજચંદ્રમાંથી - “લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન. એ બંઘન ટાળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો.” (વ.પૃ.૨૬૦) “સર્વ સંબંઘનું બંઘન તીક્ષ્ણ છેદને, વચરશું કવ મહત્પરુષને પંથ જો? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” (વ.પૃ.૫૬૪) ૧૫૫. Page #190 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૨૪૫, અબ્રહ્મચર્ય સેવું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી – , ‘‘બ્રહ્મચર્ય વિષે : પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.” (વ.પૂ.૭૧૫) “મહા રૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચાર્ટિંત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં.’’ (વ.પૃ.૧૮૬) વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામ્યો છે, અને પામતો જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગનો મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.'' (વ.પૂ.500) “સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વ જ્ઞાનીપુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ઘ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછા હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત." (૧.પૃ.૪૧૩) ‘બોધામૃતભાગ-૧’માંથી :- “બ્રહ્મચર્યવ્રત લેવું તે ઘણું ઉત્તમ છે. તે લેતા અગાઉ વરસ બે વરસ અખતરો કરવો અને પૂર્ણ ભરોસો પડે કે હવે પાળી શકાશે તો લેવું. વ્રત લઈને ભાંગવું નહી, તે ભાંગે તો મહાદોષ લાગે. વ્રત લઈને માંગવામાં તે ન લીધું હોય તેના કરતાં વધુ દોષ છે. લીધા પછી સાધુના જીવન મુજબ જિંદગી સુધી વખત પસાર કરવો. વ્રત ભંગ ન થવા દેવું, ઝેર ખાઈને અથવા કટાર પેટમાં મારીને મરવું પણ વ્રતમાં આંચ આવવા દેવી નહીં. ત્યાગેલી વસ્તુ પ્રત્યે તે વિષ્ટા સમાન છે તેવો તુચ્છ ભાવ રાખવો. તેનું કંઈ માહાત્મ્ય નથી.” (બો.૧ પૃ.૭૯) ‘‘બ્રહ્મચર્ય દશ પ્રકારે તથા પાંચ ભાવનાએ કરી સુરક્ષિત રહી શકે છે. તેનું યથાર્થ રીતે પાલન કરવા ઇચ્છનારે સ્ત્રીઓનો સહવાસ ન રાખવો. તે બેઠી હોય ત્યાર બાદ બે ઘડી સુધીમાં તે જગ્યાએ બેસવું નહીં. તેમના રૂપનું નિરીક્ષણ કરવું નહીં તથા સ્પર્શ કરવો નહીં. મોટી ઉંમરની, સમાન વયની તથા નાની વયની સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ, ભગિનીભાવ તથા પુત્રીભાવની વૃષ્ટિથી જોવું. તિર્યંચ, નપુંસક તથા ચિત્રો જોવાથી વિકાર થાય છે, માટે તેનો ત્યાગ કરવો. વીર્યસ્ખલન થવા દેવું નહીં. યુવાનવયના માણસો કે જે કામવિકારની વાર્તા કરતા હોય તેથી દૂર રહેવું; અને વૃદ્ઘ કે જેના સહવાસથી જ્ઞાનવાર્તા થાય તથા વૃદ્ધાવસ્થાનાં દુઃખ જોવા મળે તેથી વૈરાગ્યનું કારણ થાય છે, માટે તેમનો સહવાસ રાખવો. સ્ત્રી હોય તે રૂમમાં સુવું નહીં. રિષ્ઠ ભોજન કરવું નહીં.'' (બી.૧ પૃ.૧૩) “કામ છે તે ક્લ્પનારૂપી ઇંડામાંથી ઉત્પન્ન થતા સર્પ સમાન, રતિરૂપ મુખવાળો, હર્ષશોકરૂપ બે જીભવાળો, અજ્ઞાનરૂપ દરમાં રહેનારો, કામજ્વ૨રૂપ ઝેરી દાહથી દેહ–કાંચળીના ત્યાગરૂપ મરણ નીપજાવનારો છે. વિકારો ઉત્પન્ન થતા પહેલાં જ દાબી દેવા, તેમજ તેવાં નિમિત્તોથી દૂર રહેવું. તે ઉત્પન્ન થયા બાદ ઠંડા ઉપચારથી કે સ્નાનવિલેપનથી કામદાહ શાંત થતો નથી. તેને શાંત કરવામાં બાહ્ય ઉપચારો કામ લાગતા નથી. તે તો મન ઉપર આધાર રાખે છે. માટે મન ઉપર કાબૂ રાખતાં શીખવું. ૧૫૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ કામીપુરુષ લજ્જાઠીન હોય છે. તેવા પુરુષ વિકારવશ થઈ પોતાની કીર્તિ, યશ, જ્ઞાન ને ધ્યાનનો નાશ કરે છે. તેમને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી અને તેનું ફળ મળે ત્યારે પતાવો કરે છે. કામ વ્યાપેલા પુરુષનું શરીર ધ્રુજે છે, શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, જ્વર આવે છે, અને મરણ પણ પામે છે.’’ (બો.૧ પૃ.૧૩) “એક ભાઈ – મારે ચોથું વ્રત બ્રહ્મચર્ય લેવું છે. પૂજ્યશ્રી – આત્માને માટે કરવાનું છે. નિશ્ચય છે ને? પ્રભુશ્રીજી કહેતા કે એક હાથમાં ઝેર અને એક હાથમાં કટાર લૈ. મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું.'' (બો.૧ પૃ.૬૦) “હવે ચોથા વ્રત સંબંધી કહે છે. મૂળ વ્રત તો અહિંસાવ્રત છે, તેને પોષવા બીજાં વ્રતો છે. મૈથુનમાં પણ હિંસા છે. તેથી ત્યાગવા કહ્યું છે. નિશ્ચયથી તો આત્મામાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પણ તે માટે વ્યવહા૨-બ્રહ્મચર્યની જરૂર છે. પરસ્ત્રીને માતા, બહેન, પુત્રી સમાન ગણવી. મનની નિર્મળતા ન થવાનું કારણ અબ્રહ્મચર્ય છે. મન જીતવું હોય તો બ્રહ્મચર્ય પાળવા યોગ્ય છે. જગતમાંથી કંઈ જોઈતું નથી એમ થાય ત્યારે બ્રહ્મચર્ય પળાય. પ્રભુશ્રીજી કહેતા યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.' એ યોગ્યતા બ્રહ્મચર્યથી આવે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આશ્રમનો પાયો સત્ અને શીલ છે.’’ (બો.૧ પૃ.૨૯૪) બ્રહ્માનું દૃષ્ટાંત – ‘બ્રહ્મચર્ય મહાવ્રત વિષે વાત છે. મોટા મોટા ઋષિઓ પણ ચળી ગયા છે. પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય બહુ અઘરું છે. બ્રહ્મચર્યની પરીક્ષા કરવા દેવદેવીઓ પણ આવે છે. બ્રહ્માને બ્રહ્મચર્યથી ડગાવવા એક તિલોત્તમા અપ્સરાને ઇન્દ્રે મોકલી. તે ત્યાં બ્રહ્માની પાસે નૃત્ય કરવા લાગી ને ચારે બાજુ ફરવા લાગી. બ્રહ્માનું ચિત્ત તેમાં એટલું બધું ચોંટી ગયું કે ચારે બાજુથી નૃત્ય જોવાની ઇચ્છા થઈ તેથી ચાર મોઢાં બનાવ્યાં. પછી અપ્સરાએ આકાશમાં ઊંચે નૃત્ય કરવા માંડ્યું. તેને જોવા બ્રહ્માએ પાંચમું મોઢું બનાવવાની ઇચ્છા કરી, પણ પુણ્ય ક્ષીણ થઈ ગયેલું હોવાથી મનુષ્યનું મુખ તો ન થયું, પણ તેને બદલે ગઘેડાનું મોઢું થયું. મોટા દેવો પણ કામવિકારને વશ થઈ ગયા છે. હલકી વૃત્તિઓથી પાપ બંઘાય છે. જીવને પશુવૃત્તિ છે. પશુ ઇચ્છે તેને એ ઇચ્છે તો એ પશુ જ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણ મોટા દેવો કહેવાય છે. તેમાં બ્રહ્મા મોટા, તે પણ કામવિકારથી ચળી ગયા. વિકાર એ હલકી વસ્તુ છે. દરેકના જીવનમાં આ બઘી વૃત્તિઓ આવી પડે છે, પણ મહાપુરુષો એનો જય કરી છોડે છે. એને શત્રુ જાણે છે. મુખ્ય વાત આત્મજ્ઞાન છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.' આત્મજ્ઞાન હોય તો સ્ત્રીથી ચળે નહીં. નહીં તો બાહ્ય પરિત્યાગ કર્યો હોય પણ સ્ત્રીઓથી ચળી જાય. પારો મારી નાખ્યો હોય તે પણ સિદ્ધૌષધ્ધિથી સજીવન થઈ જાય છે. તેવી રીતે જેને સમાધિયુક્ત મન થયું હોય તેને પણ સ્ત્રીને લીધે રાગ પાછો સજીવન થઈ જાય છે.’’ (બો.૧ પૃ.૨૯૫) ‘અબ્રહ્મચર્ય જીવને મારી નાખે એવું ઝેર છે. એથી કર્મ બંધાય છે. તેથી જન્મવું મરવું પડે. વેર જેવું ઝેર છે, એવું સ્નેહ એ પણ ઝેર છે. વેરને લીધે પાર્શ્વનાથ ભગવાન અને કમઠને કેટલાય ભવો સુધી વિરોધ થયો. એવું સ્નેહને લીધે રાવણને સીતાના સંબંઘે કેટલી લડાઈઓ થઈ! જો બ્રહ્મચર્ય હ્રદયમાં બરાબર વસી જાય, તો સંસારનું મૂળિયું ઊખડી જાય. સંસારનું મૂળિયું ભોગ છે. તે જો ઊખડી જાય તો પછી કશાની જરૂર ન પડે. સારાં કપડાં પહેરવાની, સારું ખાવાપીવાની ઇચ્છા ન રહે. માત્ર મોક્ષને માટે દેહને વાપરે છે.’’ (બો.૧ પૃ.૨૯૫) ‘બોઘામૃતભાગ-૩’માંથી – ‘મનમાં બે વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું જ છે એવો નિશ્ચય રાખી ૧૫૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ છ માસનું વ્રત પૂ...પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છેજી, છ માસ પૂરા થવા આવ્યે ફરી તેવો જોગ મળ્યે વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું. પણ વ્રત લીધા પછી તૂટે તો ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉંમર તથા તે પ્રદેશનો દૂધ ઘીનો મનમાન્યો ખોરાક, આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી આ ટૂંકા ટૂંકા હપતા તમને અનુકૂળ પડશે જાણી તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધતો રહેશે અને તે બહાને પણ સત્સંગનો યોગ મેળવવા ભાવના રહેશે. જ્યારથી વ્રત લો ત્યારથી ભાઈ બહેન તરીકે રહેવાની ટેવ પાડવી, એક પથારીમાં સુવું નહીં; જરૂર વિના એક્બીજાને અડવું પણ નહીં. એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગો પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર શુદ્ઘિના નિયમ વાડ જેવા છે, વ્રતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની દૃઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તોડું એવી પકડ આત્મામાં થયે તે પુરુષનો આત્મકલ્યાણક બોધ હૃદયમાં ઊતરવો સુગમ પડે છે, માટે સાદો ખોરાક, સાદો પહેરવેશ, બને તો ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા બ્રહ્મચર્ય પાળે છે તો કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તો બધાને લાભકારી છેજી'' (બો.૩ પૃ.૬૩૯) “નિયમ ન હોય તો પણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસો ઘર્મને અર્ધે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસોએ તો બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણાની વૃત્તિ (મૈથુન)ને વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીરશક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભોગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે.’’ (બો.૩ પૃ.૬૯૯) “આ દેહ હાડ, માંસ, મળ, મૂત્ર, લોહી, પાચ આદિ મહા અપવિત્ર, દુર્ગંધવાળા પદાર્થોનો કોથળો છે. બહાર સર્વે બાજુથી ચામડાની પાતળી ચાદર લપેટ્યાથી તે રાગી જીવોને સારો લાગે છે. જો તે ચામડીરૂપી ચાદર લઈ લેવામાં આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તો તે તરફ જોવું પણ ન ગમે. આવા દુર્ગંધભર્યા શરીરમાં ક્રીડા (ક્રીડા=લહેર, મજા) શી કરવી? વિષ્ટાના કીડાની પેઠે તેમાં પોતે પોતાને ફસાવી ચારગતિનાં દુઃખમાં પડવાનું શા માટે કરવું? આમ બ્રહ્મચર્યવંત વિચારે છે. તે કામનો દુર્જય કિલ્લો તોડી પોતાના અનંત સુખમય આત્મામાં વિહાર કરે છે, જે ધારે તે કરી શકે છે.’’ (પ્રવેશિકા-શિક્ષાપાઠ ૯૯) (બો.૩ પુ.૧૯) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – “જ્ઞાનાદિ સર્વ ધર્મનું જીવિત શીલ છે, જે પ્રાણીઓ તે શીલની રક્ષા કરે છે તેઓની કીર્તિ આ જગતને વિષે માતી નથી.'' જ્ઞાનાદિ એ વાક્યમાં આદિ શબ્દ વડે દર્શન, ચારિત્ર વિગેરે ગ્રહણ કરવા. તેના પ્રાણરૂપ બ્રહ્મચર્ય (શીલ) છે, અર્થાત્ તે વિના સર્વ ધર્મ વ્યર્થ છે. તે વિષે અન્ય દર્શનીના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠર ! જે એક રાત્રિ પણ બ્રહ્મચારી રહ્યો હોય, તેને જે ગતિ મળે, તે ગતિ હજારો યજ્ઞથી પણ મેળવી શકાતી નથી.'' (પૃ.૮૩) “જેઓ આ સંસારમાં રહ્યા સતા નિરંતર વિષયભોગની આકાંક્ષા રાખે છે, તેઓ ઘોર સંસારસાગરમાં પડે છે, અને જેઓ ભોગની અપેક્ષા રાખતા નથી તેઓ સંસાર અટવીનો પાર પામે છે.'' (પૃ.૮૫ સમાધિસોપાન'માંથી – : “કુશીલ મહા પાપ છે, સંસાર પરિભ્રમણનું બીજ છે. બ્રહ્મચર્ય પાળનાર પાસેથી હિંસાદિક પાપો દૂર ભાગી જાય છે. બ્રહ્મચર્ય પાળનારમાં સર્વ સદ્ગુણો આવીને વસે છે. ૧૫૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બ્રહ્મચર્યથી જિતેન્દ્રિયતા પ્રગટે છે, કુળ જાતિ આદિ દીપે છે; અને પરલોકમાં તે અનેક ઋદ્ધિનો ઘારક દેવ થાય છે. (પૃ.૩૧૯) કામ-વિકાર ચિત્તરૂપી ભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેની પીડા સહન નહીં થવાથી જીવ નહીં કરવા યોગ્ય એવાં પાપ કરે છે. કામ મનનું મથન કરે છે, મનમાંના જ્ઞાનનો નાશ કરે છે તેથી કામનું નામ “મનમથ’ પડ્યું છે. જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેકચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગથી નિંદ્ય શરીરમાં રાગી બની, તેનું સેવન કરે છે. કામથી અંઘ બની મહા અનીતિ કરે છે પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ઘર્મકરણીમાં ધૂળ પડશે, હું ઘર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાત કાળ પર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચ (પશુ આદિ) ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભોગવવાં પડશે, કદાચ મનુષ્ય થઈશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે; ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈ અનંત કાળ સુધી જન્મ, મરણનાં દુઃખ ભોગવવાં પડશે. આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી. કામ-વિકારનાં અનેક સ્વભાવસૂચક નામ જગતમાં પ્રસિદ્ધ છે. કં એટલે ખોટો, દર્પ એટલે ગર્વ, તે ઉપરથી “કંદર્પ નામ પડ્યું છે. દુષ્ટ ગર્વ ઉપજાવે તે કંદર્પ. અતિ કામના એટલે વાંછા ઉત્પન્ન કરી દુઃખી કરે છે તેથી તેને “કામ” કહ્યો છે. તિર્યંચ તથા મનુષ્ય ભવમાં જેને માટે જીવો લડી મરે છે એવા કામને માર' પણ કહે છે. સંવરનો વેરી છે માટે “સંવરારિ' કહેવાય છે. તપ-સંયમરૂપ બ્રહ્મ ઘર્મનો નાશ કરે છે તેથી ‘બ્રહ્મસૂ’ કહેવાય છે, ઇત્યાદિ અનેક દુષ્ટ નામથી તે ઓળખાય છે. આ પ્રકારે વિચારી મન, વચન ને કાયાથી પ્રીતિપૂર્વક બ્રહ્મચર્ય વ્રત પાળો. બ્રહ્મચર્યથી સંસારસમુદ્ર તરી જશો. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ અસાર છે. વૃથા કાયક્લેશ છે. બાહ્ય સ્પર્શેન્દ્રિયના સુખથી વિરક્ત થઈને અત્યંતર પરમાત્મસ્વરૂપ જે આત્મા તેની ઉજવળતા પર દ્રષ્ટિ રાખો. આત્મવૃત્તિ કામમાં આસક્ત ન થાય તેવો પુરુષાર્થ કરો. બ્રહ્મચર્યથી આ ભવ પરભવ બન્ને લોક સુધરે છે. જો શીલ સાચવવું હોય, ઉજ્વળ યશ ઇચ્છતા હો, ઘર્મનો ખપ હોય, અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો શાસ્ત્રની નીચે જણાવેલી શિખામણ મનમાં ઘારણ કરો : સ્ત્રીઓની કથા કહો નહીં, સાંભળો પણ નહીં; સ્ત્રીઓના રાગ, રંગ, કુતુહલ, ચેષ્ટા નીરખો નહીં, એ મલિનભાવ દેખવાથી આપણા ભાવ બગડે છે; વ્યભિચારી પુરુષોની સોબત ન રાખો; ભાંગ, જરદો વગેરે માદક, કેફી વસ્તુઓનો ત્યાગ કરો; પાન-બીડી, ફુલના હાર, અત્તર, ફુલેલ આદિ શીલવ્રતનો ભંગ કરાવનાર કારણો સેવવાનો ત્યાગ કરો; ગીત, નૃત્ય, નાટક આદિ કામવિકાર જાગ્રત કરનારાં કારણો તજો; રાત્રિભોજનનો ત્યાગ કરો; વિકાર પેદા કરે તેવાં લોવિરુદ્ધ વસ્ત્ર, આભરણ ન પહેરો; એકાંતમાં કોઈ પણ સ્ત્રીનો સંસર્ગ-પરિચય ન રાખો; સ્વાદની લંપટતા ત્યાગો. “ઇંદ્રિય-દમનકું સ્વાદ તજ,” જીભની લંપટતા સાથે હજારો દોષો આવે છે, તેથી મોટાઈ, યશ, ઘર્મ બઘાનો નાશ થાય છે. જીભના લંપટીનો સંતોષ નાશ પામે છે, તેને સમભાવનું સ્વપ્ન પણ આવતું નથી; લોક વ્યવહારથી ભ્રષ્ટ થઈ જાય છે, બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય છે. માટે આત્મકલ્યાણ ઇચ્છતા હો તો એક બ્રહ્મચર્યની ખાસ રક્ષા કરો. (પૃ.૩૧૦) ૧૫૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૨૪૬. આત્મ પરાત્મ સમાન માનું. (૨) ‘અપ્પા સૌ પરમપ્પા’ આત્મા એ જ પરમાત્મા છે. મારા આત્માને નિશ્ચયનયે મૂળ સ્વરૂપે પર એટલે ઉત્કૃષ્ટ આત્મા અર્થાત્ પરમાત્મા સમાન માનું, ‘ગ્રંથ યુગલ’માંથી :— “હું પરમાત્મારૂપે છું ને, પરાત્મા તે જ હું નકી; તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ.’’ સમાધિશતક ભાવાર્થ - સદ્ગુરુની ઉપાસના કરી, સદ્ગુરુકૃપારૂપ છેવટની પરમાત્મદશા પ્રાપ્ત કરવાની કૂંચી જેણે પ્રાપ્ત કરી તથા તેને આધારે પરમાત્મદર્શન પ્રાપ્ત કર્યું; તેને હવે સ્વાવલંબનથી આગળ વધવાનો માર્ગ કે પરમાત્મપદમાં અભેદભાવની ઉપાસના કેમ કરવી તે કહે છે. સદ્ગુરુની આજ્ઞા આરાથતાં આરાથતાં આટલી હદ સુધી જે સુશિષ્ય આવ્યો છે તે જ પરમાત્મા સાથે અભેદભાવ આરાધે છે; ‘હું પરમાત્મા છું’ એમ માનવામાં, પ્રકાશવામાં તેને માનની પ્રેરણા નથી. કારણ કે ભક્તિમાર્ગ માન મૂકવાનો માર્ગ છે, ત્યાં અહંભાવનું દર્શન થતું નથી પણ સાચા સ્વરૂપનું જ દર્શન અટળ રહે છે. જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હવે મારે મારી જ ઉપાસના કર્તવ્ય છે. બીજાની ઉપાસનાની જરૂર નથી. આવી સ્થિતિ કે દશા જે મહાત્માની પ્રગટ થઈ છે તે વંદનીય છે, સત્કારવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.’’ (પૃ.૧૨૪) બીજી રીતે આમ પણ વિચારી શકાય કે –મારો આત્મા અને પરાત્મા એટલે પરના સર્વ આત્માઓને સમાન માનું. શક્તિ અપેક્ષાએ સમાન માનું. પણ કર્મને લઈને કોઈ આત્માએ ત્રસરૂપ પર્યાય અથવા સ્થાવરરૂપ પર્યાય ધારણ કરેલ છે. કોઈ કીડી કે હાથીના ભવમાં છે. તો કોઈ દેવ, નારકીરૂપે થયેલ છે. પણ આત્મસ્વરૂપે જોતાં સર્વ આત્માઓ અસંખ્યાત પ્રદેશી છે. જ્ઞાની પુરુષોની આવી દ્રવ્યદ્રષ્ટિ હોવાથી તે સર્વ આત્માઓને પોતા સમાન માને છે, તેથી રાગદ્વેષ કરતા નથી. તેમ હું પણ એવી દ્રવ્યદૃષ્ટિ કેળવી આત્મા પરાત્માને સમાન માની રાગદ્વેષનો ત્યાગ કરું. ૨૪૭. લીઘો ત્યાગ ત્યાગું નહીં. જે વસ્તુનો ત્યાગ કર્યો તેને ફરીથી પ્રાણ જતાં પણ ન ઇચ્છું. ગમે તેવી મુશ્કેલીઓ આવ્યે પણ ત્યાગનો ત્યાગ ન કરું. રાજાની આજ્ઞા ભંગ કર્યું તે દંડને પ્રાપ્ત બને છે તેમ સન્દેવગુરુની આજ્ઞાનો ભંગ કરવાથી તે મહાન દંડને પ્રાપ્ત થાય છે. તેનું ફળ ચારગતિમાં ઘણા દુઃખો ભોગવવારૂપ આવશે, એમ જાણી લીધેલ ત્યાગનો ત્યાગ કરું નહીં. પણ લીધેલ ત્યાગનું માહાત્મ્ય સમજી તેમાં દૃઢતા કર્યું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી “(૧૯૩) તીર્થંકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ઘણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. (૧૯૪) ત્યાગના બે પ્રકાર છે – એક બાહ્ય અને અત્યંતર, તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. (૧૯૫) જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી ૧૬૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે.? (૧૯૬) આંખ, જીભાદિ ઇંદ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અધવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની સરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સર્ગાસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ (કામેન્દ્રિય) એ ત્રણ ઇંદ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. (૧૯૭) હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમજ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રક્ષિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે, જ્યારે જેની ન જરૂર પડે ત્યારે તેનો ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે.’’ (વ.પૃ.૭૫૭) એક શિથિલ પરિણામી વણિકનું દૃષ્ટાંત – ‘એક વિણકને બટાકા ન ખાવાની બાધા હતી. બીજે ગામ જમવા બેઠો ત્યારે બીજું કાંઈ ન હોવાથી વણિકે પીરસનારને કહ્યું—બટાકાનો રસો આવવા દો. તે રસો પીરસતા એકાદ બટાકાનો ટુકડો તેના ભાણામાં પડવા લાગ્યો ત્યારે વણિક કહે—આમ રડયો ખડ્યો ટુકડો આવી જાય તો વાંધો નથી, કારણ કે વણિકે મનમાં એમ વિચાર્યું કે આ શાક કંઈ મારા માટે બન્યું નથી.’” આમ શિથિલ પરિણામી થવાથી ત્યાગનો જ ત્યાગ થઈ જાય છે. ‘‘અંશે પણ ત્યાગ કરવો તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. (૬.પૃ.૭૫૭) 99 ત્યાગના ચાર પ્રકાર - ૧. કોઈ જીવો સિંહપણે ત્યાગ લે અને સિંહપણે પાળે. ૨. કોઈ જીવો શિયાળપણે ત્યાગ લે અને સિંહ વૃત્તિથી પાળે. ૩. કોઈ જીવો સિંહપણે ત્યાગ લે અને શિયાળપણે પાળે. ૪. કોઈ જીવો શિયાળપણે ત્યાગ લે અને શિયાળપણે પાળે. પહેલાના બે પ્રકાર ઉત્તમ છે. પછીના બે પ્રકાર કર્ત્તવ્યરૂપ નથી. ‘બોધામૃત ભાગ-૧'માંથી – “ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મૂળપણું થઈ જાય એટલી એમાં યોગ્યતા છે, સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ કરે તો સુખ લાગે; પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ ૧૬૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ લાગે છે. ધર્મ નહીં કરે તો લક્ષચોરાશીમાં ભટકવાનું છે અને ધર્મ કરે તો કર્મન્સય કરે તેવું છે.' (બી.૧ પૃ.૨૨૭) ૨૪૮. મૃષા ઇ૰ ભાષણ કરું નહીં. મૃષા એટલે જાઠ પ્રપંચવાળી ભાષા બોલું નહીં પણ સત્યભાષા બોલું, તેમજ હિત મિત અને પ્રિય વચન બોલું. ન છૂટકે જ ભાષણ કરું; નહીં તો સ્મરણ કરું. ‘બોઘામૃત ભાગ-૧’માંથી – “માણસની કિંમત તેના બોલ ઉપરથી થાય છે. વચનથી જણાય છે. હરીશ્ચંદ્રે કેટલાં કષ્ટ વેઠ્યા પણ સત્ય ખોઈ ના બેઠો. સત્ય ખોઈ બેઠો તો બધી કમાણી ખોવાઈ જશે. કેટલો સંયમ રાખવાની જરૂર છે! એક ક્ષણ વ્યર્થ ભૂલ્યો તો આખો ભવ હારી જાય. જૂઠું બોલીને ઘરેણાં ભેગાં કરે તેથી આત્માનું કલ્યાણ શું થાય? પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હોય છે.વચન એ મુખ્ય છે. સ્વાધ્યાયના ભેદો વચનોથી જ થાય છે. બહુ વિચારવા જેવું છે. જીવને ફરી જતાં વાર નથી લાગતી. વચનથી કર્મ બંધાય છે, તેની ખબર નથી. એક વખત જુઠ્ઠું બોલ્યો પછી આખો ભવ મુનિપણું પાળે તોપણ કોઈ વિશ્વાસ ન કરે. મનુષ્યનો બધો વ્યવહાર વચન ઉપર છે. જેનું વચન બગડ્યું તેનું બધું બગડ્યું. વગર વિચાર્યે બોલે, મશ્કરી કરે પણ તેનું કેવું ફળ આવશે? તેની ખબર નથી. વિચાર કરીને બોલવા જેવું છે. ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાના વચનો કહેવાં, હાસ્ય, તે જૂઠ છે. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું તે જૂઠું છે.’’ (બો.૧ પૃ.૧૦૫) ‘સમાધિસોપાન'માંથી - ઉત્તમ સત્ય ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે.” શ્રીમદ્ રાજચંદ્ર “સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન દાધર્મનું મૂળ કારણ છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર ઓળંગવાનું તે જહાજ છે.; સર્વ સદાચરણોમાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શોભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યો દીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણોના સમૂહનો મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે, સત્યને આધારે અણુવ્રત કે મહાવ્રન રહેલાં છે. સત્ય વિના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોનો નાશ થાય છે. તેથી જે વચન પોતાને અને પરને હિતકારક હોય તેવાં બોલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન બોલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તો પણ ન કહેવું. અભિમાન રહિત બોલો, પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચનો બોલો; પરંતુ પુણ્ય-પાપ, સ્વર્ગનરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચનો ન બોલો.'' (પૃ.૨૭૮) ન ૨૪૯. કોઈ પાપ સેવું નહીં. અઢાર પાપસ્થાનકમાંથી કોઈ પાપ સેવું નહીં. : 'ઉપદેશામૃત'માંથી – “મુમુક્ષુ – પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યાં છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? પ્રભુશ્રી – ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ ૧૬૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.’’ (ઉ.પૃ.૪૪૩) ‘બોધામૃત ભાગ-૩'માંથી :- આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પૂછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દૃષ્ટિ ફેરવી જવી. જેમકે : પહેલે પ્રાણાતિપાત – આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન, વચન, કાયાથી કરવા– કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ૮૪ લાખ જીવાયોનિનો પાઠ છે તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય જીવોની યોનિ કહી છે તેમાંથી કોઈ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું ? એવી રીતે અકાય એટલે સચિત પાણી વગર પ્રયોજને ઢોળ્યું છે ? પાણી વાપરતાં આ કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે ? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રુરતાથી વર્તાયું છે ? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. = બીજું મૃષાવાદ જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું છે? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. ત્રીજું ચોરી -- કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે ? અનુમોદ્યું છે? તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન -- મન વચન કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે ? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પાંચમું પરિગ્રહ – લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વધારે મૂર્છા કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ઘન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરીયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? છઠ્ઠ ક્રોધ -- કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોઘ થયો છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. ૧૬૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સાતમે માન – પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. આઠમે માયા-- કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કોઈને ભોળવી લાભ આદિ વધાર્યો છે? નવમે લોભ – પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. દશમે રાગ -- જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે એવો લક્ષ રહે છે? વગેરે વિચારવું. અગિયારમે દ્વેષ -- પણ તેમ જ. બારમે કલહ -- થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખાન -- કોઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પૈશુન્ય -- કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે રતિ-અરતિ – ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પરપરિવાદ -- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ -- માયાથી જૂઠું બોલવું થયું છે? અઢારમે મિથ્યાત્વશલ્ય -- આત્માને વિપરીત પણે માની લેવા જેવું કે કુસંગથી મારી ઘર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યથર્મીના યોગે થયેલી વાત વિચારી જવી.” (બો.૩ પૃ.૬૫૦) જેમ સંસારમાં લોકો વેપાર કરે, પછી સાંજે સિલક મેળવે તેમ આ અઢાર પાપસ્થાનકોનો આખા દિવસમાં મન, વચન, કાયા વડે કેટલો વેપાર કર્યો, તેમાં નુકશાન થયું કે નફો થયો તેની સાંજે સૂતી વખતે સિલક મેળવી, બીજે દિવસે તેમાંથી કોઈ પાપ એવું નહીં એવો વિચાર કરી પાપથી પાછો હઠું. ૨૫૦. અબંધ પાપ ક્ષા ભવિષ્યમાં પણ કોઈ પ્રત્યે પાપ થાય તેની પણ ક્ષમા માંગુ. ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવમાં આવવું હોય તો ક્ષમા રાખું. ખમી ખૂંદુ, સહન કરું. જો સહન નહીં કરું તો નવા કર્મબંઘ થશે; તેથી ચારગતિરૂપ સંસારનું પરિભ્રમણ ટળશે નહીં અને આત્મા સ્વભાવમાં આવશે નહીં. માટે અબંધ પાપને પણ ક્ષમાવું. અબંઘ પાપ એટલે પાપનો હજા બંધ થયો નથી. તેવા પાપ પણ આત્માના અનુપયોગ ભવિષ્યમાં જો થાય તો તેને પણ ખરા અંતઃકરણથી ક્ષમાવું . “શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “અત્ર ક્ષણપર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે જે અપરાઘાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું ; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું; અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ ૨ + ૫0) ૧૬૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો.” (વ.પૃ.૩૫૧) ૨૫૧. ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ, સામાન્ય) અજ્ઞાનવશ કોઈ પ્રત્યે મારાથી દોષ થયો હોય તેને નિવારવા અર્થે ક્ષમાવવામાં માન રાખું નહીં, અર્થાત્ હું કેવી રીતે માફી માંગુ એવું માન રાખું નહીં. “બોઘામૃત ભાગ-૧'માંથી – “ક્ષમા જ્યારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં હોય છે. ક્ષમા આત્માનો ગુણ છે. એ બગડી જાય ત્યારે ક્રોઘ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પોતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મના નિમિત્તે જીવનો સ્વભાવ પલટાય છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. (૬૦૯) સ્વભાવમાં રહે તો કર્મ છૂટે. મોક્ષે જવું હોય તો ક્ષમા જોઈશે. માટે ક્ષમા ઘારણ કરો.” (બો.૧ પૃ.૧૧૧) “મોક્ષે જનાર જે હોય તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવું તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તો બીજા કષાયોને જીતવાનું થાય. દશ ઘોંમાં ક્ષમા ઘર્મ આદિ (પ્રથમ) છે. જેને ઘર્મ કરવો હોય તે પહેલો ક્રોધ ન કરે. ક્રોઘ વખતે સમભાવ રાખવો એ જ ખરો ઘર્મ છે.” (બો.૧ પૃ.૧૧૨) “બોધામૃત ભાગ-૩માંથી - “મૈત્રીભાવ વધે અને ક્લેશના કારણો નિર્મળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઈ-બહેનોને વિનંતિ છેજી. અમુક સાથે તો મારે અબોલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હોય તે વિચારી દરેકે પોતાના આત્મહિત માટે નમતું મૂકી કંઈક ઘસાઈને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્વક કર્તવ્ય છે. માત્ર ઉપર ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પોતાના દોષની ક્ષમા માગીને આ પર્વને સફળ કરવા યોગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના એજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૩૬૯) ““જ્યાં સંપ ત્યાં જંપ” એમ કહેવાય છે તો આ પર્યુષણ પર્વ આવીને ગયાં પણ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા. તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજ. ઘન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, બઘા પરમકૃપાળુદેવના સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીત ભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભકિત કરો છો એવા તમારા પત્રની રાહ જોઉં છું.” (બો.૩ પૃ.૩૬૯) જેની સાથે વિરોઘ હોય, જાણતા હોઈએ છતાં વેર મટાડવા ઉપાય ન લઈએ કે વઘારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ છે તે પલટાવી હૃદયમાં વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું” આવું ઉદાર દિલ જ “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ” પામવા યોગ્ય છેજી. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમજ આચરવાની હિંમત ઘરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છેજી. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૧) ૧૬૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ “ તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છુંજી. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તે તૈયારી કરી તે વહેલો સુખી થશેજી. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વૈર મૈત્રીભાવ ધારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છેજી'' (બો.૩ પૃ.૫૨૪) “ આપ મુમુક્ષુ ભાઈબહેનોમાં કોઈ સાંસારિક કારણે કે ધર્મના નિમિત્તે એક્બીજા પ્રત્યે વેરવિરોધનાં કારણો ઊભાં થયાં હોય તે પરસ્પર સમજી લઈને એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં આવતાં ન હોય, બોલાચાલીનો પ્રસંગ બંઘ થયો હોય તેવા નિમિત્તો સમજૂતીથી પાંચ જણ મળી પતાવી આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્ષે તો આ વર્ષના પર્યુષણ પર્વ યથાર્થ થયા ગણાય. પૂર્વકર્મને લઈને જીવની વૃત્તિ બીજાનું ભૂંડુ કરવામાં, નિંદા ઈર્ષા પોષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસોમાં સંપ કરાવવાનો પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે, “કલ્યાન્ન એટલે શું? એમ ઉપદેશછાયામાં પ્રશ્ન છે અને ત્યાં તેનો ઉત્તર પણ છે કે કષાય ઘટે તે કલ્યાણ'. તો આપણો અને બીજા આપણા સંબંધીઓનો કાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની યોજના કરી છે, કારણ કે જ્ઞાનીની આશા ઉઠાવવામાં, સત્સંગ ભક્તિ આદિના પ્રસંગોમાં વિઘ્ન કરનાર થાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવોની વૃત્તિ દોરાય, લોકોમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને તેવા પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઈબહેનોને ભલામણ છે.' (બી.૩ ૧.૩૪૭} “પર્યુષણ પર્વ નિર્વર થવાને અર્થે છે. મુમુક્ષુઓમાં એકબીજા પ્રત્યે ઊંચુ મન રહેતું હોય તેમણે સાચા ભાવથી સામાના દોષોને ભૂલી જઈ પોતાના દોષોની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયો હોય તેની યાચવી, ફરી પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કરે તો નવા દોષો થવાનો પ્રસંગ ઓછો થાય, માન ઘટે અને થયેલું વેર પણ મટે; એવો લાભ આપનારું આ પર્વ છે.’’ (બો.૩ પૃ.૬૫૩) “સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ થયો હોય તેની વિનયભાવે ક્ષમા ઇચ્છવા યોગ્ય છે અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ન હોય તો પણ સામાના ચિત્તને સમાધાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પરિણામ થાય તે મોટો દોષ છે. તેવાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફ્રી એકાસણું કરવું તે દ્રવ્ય પ્રાયશ્ચિત્ત છે. જીવને ‘હું સમજું છું’ એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે : ‘તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ' એ આદિ ‘હું સમજું છું” એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. ‘હું અધમ છું’ એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે ‘આખું જગત મારા કરતાં સારું છે' એટલે કોઈથી પણ એને ક્લેશ થાય નહીં.’’ (બો.૩ પૃ.૬૨૬) ઉદયન રાજાનું દૃષ્ટાંત સાધર્મી ભાઈ પ્રત્યે ક્ષમાચાયના કરું. ઉદયન રાજાને ત્યાં ભગવાનની પ્રતિમા હતી. તે પ્રતિમાને સાચવવા માટે રાજાએ એક દાસી રાખી. તે કુબજા હતી. પા ૧૬૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ગુટીકાના પ્રભાવથી તે બહુ સુંદર બની ગઈ. એક દિવસ ચંડપ્રદ્યોત રાજા ત્યાં આવ્યો. તે દાસીને જોઈ મોહ પામ્યો અને તેને સાથે આવવા જણાવ્યું. પણ તેણીએ કહ્યું કે ભગવાનની પ્રતિમા લો તો જ હું આવું, નહીં તો નહીં. તેથી રાજા ચંડપ્રદ્યોત ભગવાનની પ્રતિમા તથા દાસી બન્નેને લઈ ગયો. ઉદયન રાજાને ખબર પડવાથી તેની સાથે યુદ્ધ કરી ચંડમલોત રાજાને પકડી લાવ્યો અને તેના કપાળમાં દાસીપતિ એવો પટો કરી ચોંટાડ્યો. જ્યારે પર્યુષણ પર્વ આવ્યા ત્યારે ઉદયન રાજાએ ઉપવાસ કર્યો અને રસોયાને કહ્યું કે ચંડપ્રદ્યોત રાજાને જે ભાવે તે પૂછીને બનાવ. રસોઈઆએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આજે કેમ પૂછે છે? કોઈ દિવસ તો પૂછતો નથી. ત્યારે રસોઈઆએ કહ્યું કે આજે તો અમારા ઉદયન રાજાને ઉપવાસ છે. ત્યારે ચંડપ્રદ્યોતે વિચાર્યું કે કદાચ મને મારવા માટે એમ કર્યું હશે એમ ધારી તેણે કહ્યું : મારે પણ આજે ઉપવાસ છે. તે વાત સાંભળીને ઉદયન રાજાએ વિચાર્યું કે અહો ! આ તો મારો સાધર્માભાઈ થયો. તેથી તેને કેદમાંથી મુક્ત કરાવ્યો અને પોતે પણ માન મૂકી તેની ક્ષમા માગવા ગયો. ક્ષમા માગી પોતાના રાજ્યમાં પાછો મોક્લાવી દીધો. (ઉપદેશાપ્રાસાદ ભાષાંતર ભા.૩ આમ સહધર્મી ભાઈબહેનો પ્રત્યે ખરા અંતઃકરણથી ખમાવું; પણ ખમાવવામાં માન રાખું નહીં. ૨૫૨. ગુરુના ઉપદેશને તોડું નહીં. સદ્ગુરુ ભગવંત જે ઉપદેશ આપે તેને પોતાના અંતઃકરણમાં આદરપૂર્વક ધારણ કરું, કોઈક વખત સ્મૃતિ દોષથી શબ્દ કોઈ બીજો બોલાઈ જાય તો પણ સભાસમક્ષ ગુરુને ઠા પાડવા અર્થે ગુરુના ઉપદેશને તોડું નહીં કે વચ્ચે બોલું નહીં. એમ કરવું તે ગુરુની પ્રત્યક્ષ આશાતના છે. ‘બોધામૃત ભાગ-૧'માંથી – "जे आवि मंदत्ति गुरुं वईत्ता, डहरे ईमे अप्पमुअत्ति नच्चा । हीलन्ति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरुणं ॥ २ ॥ (યશવૈહિત ૪.૧, ઉદ્દેશ ૧) ભાવાર્થ – વળી ગુરુ મંદ છે એટલે ક્ષયોપશમની વિચિત્રતાથી શાસ્ત્રયુક્તિ વડે સમાલોચના કરવા અસમર્થ છે, સત્પ્રજ્ઞાથી રહિત છે, એમ જાણી અગંભીર દ્રવ્યસાધુ કે સાધકવર્ગ પોતાને આચાર્ય માની, કોઈ કારણસર નાની ઉંમરના કે અલ્પશ્રુતના અભ્યાસી એવાને આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપેલા હોય તેમની ઇર્ષ્યાદિકથી મશ્કરીમાં અવગણના એવી કરે કે ‘તમે તો વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો;' અથવા સ્પષ્ટ રીતે ‘હું પ્રજ્ઞારહિત છે,' ઇત્યાદિ રીતે કહે તો તે સાધુ કે સાચકવર્ગ મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની અવગણના, તિરસ્કાર આદિ કરવા યોગ્ય નથી. ગુરુને હલકા પાડવારૂપ આશાતના કરનાર તે ૧૬૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ દ્રવ્યસાધુ કે સાચકવર્ગ તત્ત્વને અન્યથા માની ગુરુની સ્થાપનાના અબહુમાન કરવા વડે એક ગુરુની આશાતના કરતાં સર્વ આચાર્યવર્ગની આશાતના કરે છે; અથવા પોતાના સમ્યગ્દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના, ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે.’’ – શ્રી હરિભદ્રસૂરિની ટીકાના આધારે ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪માંથી ગુરુ જેને યોગ્ય જાણી આચાર્યપદ આપે તે જ સંઘને માન્ય હોય આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત – મથુરા નગરીમાં કોઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો. તેની સામે પ્રતિવાદી તરીકે ત્યાં કોઈ નહીં હોવાથી સંઘે વિચાર કર્યો કે હાલના સમયમાં વજસ્વામી પાસે નવપૂર્વથી કંઈક અધિક ભણેલા આર્યરક્ષિત સૂરિ યુગપ્રધાન છે, એમ ઘારી સંઘે બે સાધુઓને દાપુર મોકલ્યા. તે આવીને આર્યરક્ષિત આચાર્યને મળ્યા. ત્યાંની નાસ્તિકવાદીની બધી હકીકત જણાવી. આર્યરક્ષિત સૂરિ વૃદ્ધ હોવાથી જવાને અશક્ત હતા, તેથી વાદ લબ્ધિને ધારણ કરનાર ગોામહિલને મોકલ્યા. ત્યાં જઈને નાસ્તિકવાદીનો પરાજય કર્યો. સંઘના આગ્રહથી ચાર્તુમાસ ત્યાં મથુરામાં જ કર્યો. આર્થરક્ષિત સૂરિએ પોતાનો અંત સમય નજીક આવેલો જાણી વિયાર્યું કે યોગ્ય શિષ્યને જ ગણઘર (સૂરિ) પદ આપવું જોઈએ. કહ્યું છે કે – “ગૌતમ આદિ ઘીર પુરુષોએ વહન કરેલો ગણધર શબ્દનો અર્થ જાણતો સતો તેને જ અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.” આચાર્યપદને યોગ્ય તો દુર્બલિકા પુષ્પમિત્ર મુનિ જ છે. સર્વ સાધુઓ મારા મામા ગોષ્ઠામહિલને અથવા મારા ભાઈ ફાલ્ગુરક્ષિતને ઇચ્છે છે. એમ વિચારી સૂરિએ સર્વ સંઘને બોલાવી કહ્યું – ત્રણ પ્રકારના ઘડા હોય છે. જેમ કે એક વાલનો, તેલનો અને ઘીનો ઘડો. વાલના ઘડાને ઊંઘો કરીએ તો આખો ખાલી થઈ જાય. તેલના ઘડાને ઊંઘો કરવાથી તેમાં કંઈક તેલ ચોંટી રહે. તથા ઘીના ધડાને ઊંઘો કરવાથી તેમાં વધારે ઘી ચોંટી રહે છે. તેવી રીતે દુર્બલિકા પુષ્યમિત્ર, સૂત્ર અને તેના અર્થ સંપૂર્ણ શીખ્યા છે. વાલના ઘડાની જેમ તેણે મારી પાસેથી સર્વ સૂત્રાર્થ ગ્રહણ કર્યાં છે. જ્યારે ફાલ્ગુરક્ષિતે તેલના ઘડાની જેમ તથા ગોષ્ઠામહિલે ઘીના ઘડાની જેમ સુત્રાર્થ ગ્રહણ કરેલ છે. આર્યરક્ષિત સૂરિની વાત સંઘે માન્ય કરી. તેથી સૂરિએ દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્યપદવી આપી. પછી સૂરિ અનશન કરીને સ્વર્ગે ગયા. ગોષ્ઠામહિલ જ્યારે મથુરાથી પાછા દશપુર આવ્યા ત્યારે પૂછ્યું કે સૂરિએ પોતાના સ્થાને કોર્ન સ્થાપ્યા ? ત્યારે વાલ વગેરે સર્વ ઘડાના દૃષ્ટાંતપૂર્વક વૃત્તાંત કહ્યો. તેથી તે ખેદ પામી બીજા ઉપાશ્રયમાં રહીને પુષ્પમિત્ર સૂરિની નિંદા કરવા લાગ્યા. તેમજ બીજા સાધુઓને અવળું સમજાવવા લાગ્યા. પુષ્પમિત્ર સૂરિએ પ્રેમપૂર્વક ગોષ્ઠામહિલ સાથે ઘણા પ્રત્યાખ્યાન વગેરેના પ્રશ્નો કર્યા. તેના ઉત્તરો આપીને ઘણા સમજાવ્યા પણ સમજ્યા નહીં. ત્યારે સૂરિએ બીજા ગચ્છના આચાર્ય બહુશ્રુત પાસે લઈ જઈને પણ સમજાવ્યા. તેમણે કહ્યું કે એ પુષ્પમિત્ર સૂરિ જેમ કહે છે તેમજ આર્યરક્ષિત સૂરિએ પણ પ્રરૂપણા કરેલી છે. સ્થવિર મુનિઓએ ગોદામલિને કહ્યું કે તું મિથ્યા અભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થંકરની આશાતના થાય છે. તો પણ ગોષ્ઠામહિલે માન્યું નહીં. પછી સંઘે કાયોત્સર્ગ કરીને શાસનદેવીને બોલાવી. ત્યારે તે ભદ્રક દેવીએ આવીને કહ્યું : મને આજ્ઞા કરો. હું શું કાર્ય કરું? સંઘે કહ્યું ઃ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થંકર પાસે જઈ પૂછી લાવો કે સંધ કહે તે સત્ય છે કે ગોષ્ઠામહિલ કહે છે તે સત્ય છે ? દેવી તરત ત્યાં જઈ ભગવાનને પૂછીને આવી અને સંઘને કહ્યું કે શ્રી તીર્થંકરે મને કહ્યું છે કે સંઘ કહે છે તે સત્ય છે. વીર ૧૬૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પ્રભુના નિર્વાણ પછી પાંચસો ચોરાશી વર્ષે સાતમો નિહ્નવ થવાનો હતો તે આ મિથ્યાવાદી ગોષ્ઠામલિ થયેલો છે. બધી વાત સાંભળીને ગોષ્ઠામહિલ બોલ્યો કે આ બિચારી અલ્પ ઋદ્ધિવાળી દેવી તેની મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય? એમ કહી તેણે તે વાત માન્ય કરી નહીં તેથી સંઘે તેને ગચ્છ બહાર કર્યો. આમ ગુરુના ઉપદેશને તોડું નહીં પણ માન્ય કરું. ૨૫૩. ગુરુનો અવિનય કરું નહીં. સદ્ગુરુ ભગવંત જે કંઈ કહે તે મારા હિતને માટે જ હોય, એમ મનમાં રાખી ગુરુનો અવિનય કરું નહીં. મારા દોષો દૂર કરવા ગુરુ વઢે ત્યારે પણ પોતાના મનમાં વિચારું કે મારા હિતને માટે ગુરુને કેટલી તકલીફ વેઠવી પડે છે, એમ પોતાનો જ દોષ જોઉં. જ ઘડાનું દૃષ્ટાંત – ગુરુની કૃપા વડે ઘણાનું કલ્યાણ. ઘડો આપણને ઉપદેશ આપે છે કે કુંભાર મને પ્રથમ માટીની ખાણમાંથી ખોદીને લાવ્યો. પછી પાણીથી પલાળી તેને ચોળીને પિંડ બનાવ્યો. પછી ચાક ઉપર ચઢાવી દંડ વડે ટીપીને મને ઘડાનો ઘાટ આપ્યો. ત્યારબાદ તડકે સૂકવી દઈ અગ્નિના ભઠ્ઠામાં મને પકાવ્યો. ત્યારે આજે લોકોને ઠંડક આપે એવું પાણી ભરવાને લાયક હું બન્યો છું. હવે મારા વડે લોકો ઠંડુ પાણી પીને આનંદ પામે છે. તેમ ગુરુ ભગવંત પણ મને સારણ, વારણ, ચોયણ અને પડિયોયણ વડે ઘડીને તૈયાર કરે છે. માટે ગુરુનો અવિનય કદી કરું નહીં. સારણ એટલે પ્રમાદને કારણે ધર્મ ભૂલી જતાં સંભારી આપવું. વારણ એટલે અનાચારમાં પ્રવર્તતા વારવા. ચોયણ એટલે ધર્મથી ભ્રષ્ટ થવારૂપ અકાર્યનું માઠું ફળ સમજાવવું તથા પડિચોયણ એટલે નિષ્ઠુર થયેલાને ધિક્કાર આપવા વડે સમજાવી તેનું હિત કરવું, એમ શ્રી ગુરુ શિષ્યને ઘડીને એવો તૈયાર કરે કે તે ઘણા લોકોને સન્માર્ગમાં વાળવા સમર્થ થાય, તથા શ્રી ગુરુનું નામ દિપાવી ધર્મની પ્રભાવના કરે. (ઉ.પ્રા.ભા.ભાગ-૩ પૃ.૮૭ના આધારે) શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ શ્રીમદ્ લપુરાજ સ્વામીને ઘડીને એવા તૈયાર કર્યા કે તેમની છત્રછાયામાં તથા તેમની આજ્ઞાનુસાર ભક્તિક્રમ આરાથી ભવ્યજીવો આજે પણ પોતાનું ક્લ્યાણ સાથી રહ્યા છે. તેમજ પૂ.શ્રી બ્રહ્મચારીજીને પણ પ.પૂ.પ્રભુશ્રીજીએ અગિયાર વર્ષ ઘડીને તૈયાર કર્યાં હતા. જેથી ઘણા ભવ્ય જીવોને સમાર્ગમાં વાળવા તેઓ પણ સમર્થ થયા. “ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર; પત્થરસ પ્રતિમા કરે, પૂજા લકે અપાર.''-આલોચનાદિપદ સંગ્રહ 'મોક્ષમાળા પ્રવેશિકા'માંથી – “વિતની ઇચ્છાવાળો હોઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, કે મહા ઝેરી નાગને છંછેડે, કે હલાહલ વિષેનું ભક્ષણ કરે, તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. અરે ! અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચિડાવા છતાં ન કરડે, કે લાલ ખાવા છતાં પણ ન મરાય–એ બધું બનવું કદાચિત્ સંભવિત પણ છે; પરંતુ ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો અશક્ય વસ્તુ છે. આચાર્ય અપ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય અને પરિણામે અનંત જન્મ-મરણ કરવાં પડે. માટે મોક્ષ-સુખાભિલાષીએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિને નમસ્કાર કરે છે, તેમ અનંતજ્ઞાની શિષ્યે પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી. જેની પાસેથી ધર્મપદો ૧૬૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શીખ્યા હોઈએ, તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હમેશાં માથું નમાવી, હાથ જોડી, મન વાણી કાયાથી તેનો સત્કાર કરવો જોઈએ. મુમુક્ષુ જીવને વિશુદ્ધ કરનાર લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણોનો જે ગુરુ મને સતત ઉપદેશ આપે છે, તે ગુરુને હું પણ સતત પૂજ. જેમ રાત્રિ પૂરી થયા બાદ સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ પોતાના શાસ્ત્રજ્ઞાનથી, ચારિત્રથી અને બુદ્ધિથી સંપૂર્ણ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે. ગુરુસેવા બાબત આ બઘા ઉપદેશો સાંભળીને મુમુક્ષુએ આચાર્યની પ્રમાદરહિતપણે શુશ્રષા કરવી. તેમ કરનારો શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ હું કહું છું.” (દશવૈકાલિક વિનય અધ્યયન) (મો.પ્ર.પૃ.૧૬૯) “યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી - ગુરુને જોતાં જ ઊભા થઈ જવું, આવતાં સાંભળી સન્મુખ જવું, દૂરથી મસ્તકે હાથ જોડવા, બેસવાને પોતે આસન આપવું, ગુરુ બેઠા હોય ત્યાં સુધી પોતે આસન ઉપર ન બેસવું, ભક્તિથી વંદના તથા સેવા કરવી. અને ગુરુ આવ્યું છતે તેની પછાડી કેટલાંક પગલાં જવું તથા ગુરુ પાસે ઘર્મ સાંભળવો, આ સર્વ ગુરુની ઉચિત આચરણા કહેવાય છે. (પૃ.૧૮૯) ઉપદેશામૃત'માંથી - ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત – એક ગામમાં એક જ્ઞાની મુનિ શિષ્યો સાથે પધાર્યા. મુનિનો સ્વભાવ ક્રોઘી હોવાથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે પોતે દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. સાંજના, હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિના દર્શનાર્થે આવ્યો. મિત્રો મશ્કરા હોવાથી એક સાધુને કહ્યું : મહારાજ અને સાધુ કરો. સાધુઓએ એક પછી એક બતાવતાં મોટા ગુરુ મહારાજ પાસે ગયા. ત્યાં પણ વારંવાર દીક્ષાનો આગ્રહ કરતાં જોઈ ગુરુ ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉખાડી નાખી મુનિ બનાવ્યો. ત્યારે મિત્રો તો ભાગી ગયા. પછી નવીન પરણેલાએ મારા પર મહારાજે મોટી કૃપા કરી એમ માનીને ગુરુજીને જણાવ્યું કે હવે આપણે અહીંથી વિહાર કરવો ઉચિત છે. નહીં તો પરિષહ પડશે. આપનાથી ન ચલાય તો હું મારા ખભે બેસાડી લઈશ. એમ નક્કી કરી ખભે ઉપાડી પર્વત તરફ ચાલી નીકળ્યા. રાત પડી ગઈ તેથી જમીન પુરી દેખાતી નથી. ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે, હેલકારો આવે ત્યારે ગુરુજી તેના લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું એમ વિચાર્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે ગુરુને વિહાર કરવો પડ્યો અને વૃદ્ધાવસ્થામાં તેમને આમ અડચણ વેઠવી પડે છે. ગુરુ તેના ઉપર ક્રોઘ કરે કે શું દેખાતું નથી? કેમ આમ ચાલે છે? તેથી વઘારે વાંકો વળી નીચે હાથથી ખાડા ટેકરા તપાસતો ઘીમે ઘીમે ચડવા લાગ્યો. એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન ઊપર્યું. તેથી હવે બરાબર ચાલતા જોઈ ગુરુએ પૂછ્યું : શું જ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાયે. શું શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું આપના પસાયે. એમ એક પછી એક પૂછતાં અંતે કહ્યું : શું કેવળજ્ઞાન ઊપજ્યું? તો કહે આપના પસાયે. એટલે ગુરુજી ખભા ઉપરથી નીચે ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું એમ પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું. ૧૭૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ મિણી હારી દીક્ષા આપવાની ભલામણ ગુરુએ આપેલ રીક્ષા ચેડરુદ્રાચાર્ય શ્રી ગુરુને પશ્ચાતાપ, તેથી થયેલ કેવળજ્ઞાન શિષ્ય ઉપર ગુરુનો ક્રોધ, સમભાવ રાખવાથી થયેલ કેવળજ્ઞાન Page #206 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૫૪. ગુરુને આસને બેસું નહીં. ગુરુની બધી વસ્તુ પૂજનીય છે. તે સાધનો તેમની સ્મૃતિ કરાવે છે. એમના આસન, કપડાં, દેહ, ઘર વગેરે ગમે તે વસ્તુ હોય તે પૂજનીય છે. પરમકૃપાળુદેવના સમયમાં એક મુમુક્ષુએ પરમકૃપાળુદેવનું ધોતિયું પહેરી લીધું તે જોઈ પરમકૃપાળુદેવે કહ્યું કે આમ કરવું યોગ્ય નથી. ‘બોધામૃત ભાગ-૩’માંથી – “ભક્તિ પ્રદર્શિત કરતાં પરમકૃપાળુદેવે ‘તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર’’ (પત્રાંક ૬૭૪) કર્યા છે, ત્યાં આપને પ્રશ્ન થયો કે તે ભૂમિ આદિને શા માટે નમસ્કાર કર્યા છે? એમાં કારણ શોધવા જતાં હાથ લાગતું નથી. પણ ભક્તિમાન હૃદય તે તે નિમિત્તે ઉલ્લાસ જરૂર પામે છે, રોમાંચ પણ થઈ આવે છે. “મરતું ઊંટ મારવાડ ભણી જુએ છે’’ એમ કહેવત છે તેમ પ્રેમના સંસ્કારોથી તે તે દિશાઓ પણ પ્રિય લાગે છે. પરમકૃપાળુદેવનો પત્ર આવે ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી નમસ્કાર કરીને તેને ફોડતાં, માથે ચઢાવતા. એ બધાં ઉપકારવૃત્તિનાં બાહ્ય ચિહ્નો છે. “સમજ્યા વણ ઉપકાર શો? સમજ્યું જિનસ્વરૂપ.' પરમકૃપાળુદેવે છેક છેલ્લી વખતે વવાણિયા છોડ્યું તે વખતે તે ઘરને, તે ડહેલીને, માતુશ્રી, પિતાશ્રી તથા મિત્રોને નમસ્કાર વારંવાર કરેલા; છેવટે જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઈને તેમના મિત્રે પૂછ્યું કે કદી નહીં ને આજે કેમ આમ વર્તો છો? તો કહ્યું કે આગળ ઉપર સમજાશે. તે ભાઈ હજી કહે છે કે હવે સમજાયું કે ફરી તે વવાણિયા આવનાર નહોતા. જે જે નિમિત્તો ઉપકારભૂત થયાં હોય કે થઈ શકવા સંભવ હોય તેના પ્રત્યેનું બહુમાનપણું જે અંતરમાં ઊંડું રહ્યું છે તે જ તેવી બાહ્ય ચેષ્ટાઓ કરાવે છે. તીર્થંકરોનાં પંચકલ્યાણક સ્થાનો કે તેનાં વર્ણનો પણ ઉલ્લાસનું કારણ થાય છે. એ પ્રેમ દશા જેણે અંશે પણ અનુભવી નથી તેને બુદ્ધિથી તેનો ખ્યાલ આવવો અશક્ય છે.’’ (બો.૩ પૃ.૩૫૧) માટે ગુરુને પૂજ્ય માની તેમના આસને બેસું નહીં પણ ભક્તિભાવે તેવા આસન, કપડાં વગેરેના દર્શન કરી તેમના ગુણોની સ્મૃતિ કરું. ૨૫૫. કોઈ પ્રકારની તેથી મહત્તા ભોગવું નહીં. ગુરુના નામે પોતાનું માહાત્મ્ય વધારી લોકોમાં મોટા થવા પ્રયત્ન કરું નહીં. જેમકે આ કાળમાં પરમકૃપાળુદેવનું નામ લઈ કોઈ કહે કે પરમકૃપાળુદેવે પ્રત્યક્ષથી કલ્યાણ થાય એમ જણાવ્યું છે. અમે તમને માર્ગ બતાવીએ છીએ, તેથી પ્રત્યક્ષ અમને માનવા જોઈએ, એવા ભાવ જણાવે. એમ પરમકૃપાળુદેવના નામે મોટા થઈ કોઈ પ્રકારની મહત્તા ભોગવું નહીં. પણ સદા તેમનો આજ્ઞાંકિત શિષ્ય થવા પ્રયત્ન કરું. ૨૫૬. તેથી શુક્લ હ્રદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. વાક્ય ૨૫૫માં જણાવ્યું કે શ્રી ગુરુના નામે માન મહત્તા ભોગવું નહીં; પણ આ વાક્યમાં કહ્યું તેમ શ્રી ગુરુ મળવાથી હવે હૃદયને શુક્લ કરી અર્થાત્ હૃદયમાં માત્ર આત્માર્થનો લક્ષ રાખી, આ ભવના ભૌતિક સુખો કે પરભવના દેવલોક આદિના સુખોની કામના તજી, શુક્લ હૃદયે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. “શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?’’ શ્રીમદ્ રાજચંદ્ર ‘બોઘામૃત ભાગ-૧’માંથી – મુમુક્ષુ – શુક્લ અંતઃકરણ એટલે શું? પૂજ્યશ્રી—પાપ વિનાનું અંતઃકરણ તે શુક્લ અંતઃકરણ. ત્યાગ-વૈરાગ્યવાળું ચિત્ત તે શુક્લ અંતઃકરણ ૧૭૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પડે છે, છે. (બો.૧ પૃ.૨૬૨) શુક્લ એટલે પવિત્ર હૃદય વડે જીવાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય, છ પદ વગેરે તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ કરું. - “સમાધિસોપાન'માંથી :- પ્રવચન એટલે જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગે પ્રરૂપેલાં આગમ છે. તેમાં છ દ્રવ્યોનું, પંચાસ્તિકાયનું, સાત તત્ત્વોનું અને નવ પદાર્થોનું વર્ણન છે; કર્મની પ્રકૃતિઓનો નાશ કરવાનું વર્ણન છે. જેમાં બહુ પ્રદેશો હોય તેનું નામ અસ્તિકાય કહેવાય છે. જેમાં ગુણપર્યાય નિરંતર હોય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેનો નિશ્ચય થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ પડ્યું છે. જેવી રીતે અંઘકારવાળા મહેલમાં હાથમાં દીવો લઈને બઘા પદાર્થો આપણે જોઈએ છીએ તેવી રીતે ત્રિભુવનરૂપ મંદિરમાં પ્રવચનરૂપી દીવાવડે સૂક્ષ્મ, સ્કૂલ, મૂર્તિક, અમૂર્તિક પદાર્થો દેખીએ છીએ. પ્રવચનરૂપી નેત્ર વડે મુનીશ્વર ચેતન આદિ ગુણોવાળાં સર્વ દ્રવ્યોનું અવલોકન કરે છે. જિનેન્દ્રનાં પરમ આગમને યોગ્ય કાળે બહુ વિનયથી ભણવાં તે પ્રવચનભક્તિ છે. છ દ્રવ્યો, સાત તત્ત્વો, નવ પદાર્થોના ભેદ, સર્વ ગુણ-પર્યાયોનું પ્રવચનમાં વર્ણન છે; ભૂતકાળ અનંત વહી ગયો, ભવિષ્યકાળ અનંતો આવશે અને ચાલુ વર્તમાનકાળ તે સર્વનું સ્વરૂપ તેમાં વર્ણવેલું છે; તેમાં અઘોલોકની સાત પૃથ્વીઓ, નારકીઓને વસવાનાં, ઊપજવાનાં સ્થાનકો, તેમનાં આયુષ્ય, કાયા, વેદના, ગતિ આદિનું વર્ણન છે; ભવનવાસી દેવોનાં સાત કરોડ બોતેર લાખ ભવનોનું તથા તેમના આયુષ્ય, કાયા, વૈભવ, વિક્રિયા, ભોગ આદિ અઘોલોક સંબંધી વર્ણન કરેલું છે. તેમાં મધ્ય લોક સંબંઘી અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોનું, તેમાં આવેલા મેરુ, કુલાચલ, નદી, દ્રહ આદિનું, કર્મભૂમિનાં વિદેહ આદિ ક્ષેત્રોનું, ભોગભૂમિનું, અંતરીપો સંબંઘીનાં મનુષ્યોનું, કર્મભૂમિનાં તથા ભોગભૂમિનાં મનુષ્યોનાં કર્તવ્ય, આયુષ્ય, કાયા, સુખ, દુઃખ આદિનું, તિર્યંચોનું અને વ્યંતરોના નિવાસ, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, સામર્થ્ય અને વિક્રિયાનું વર્ણન છે. મધ્ય લોકમાં જ્યોતિષ્ક દેવો છે. તેમનાં વિમાન, વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા આદિનું અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રોના માર્ગ, ગતિ, સંયોગ આદિનું વર્ણન છે. ઊર્ધ્વલોકનાં ત્રેસઠ પટલો સહિત સ્વર્ગનું, અહમિંદ્રના પટલોનું, ઇંદ્રાદિ દેવોના વૈભવ, પરિવાર, આયુષ્ય, કાયા, શક્તિ, ગતિ, સુખ આદિનું તેમાં વર્ણન છે. આ પ્રકારે સર્વ પ્રત્યક્ષ દેખેલા ત્રણે લોકમાં સમસ્ત દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનું વર્ણન પ્રવચનમાં કરેલું છે. કર્મોની પ્રકૃતિઓના બંઘ, ઉદય, સત્તા, સંક્રમણ આદિનું સર્વ વર્ણન આગમમાં છે.” (પૃ.૨૩૩) “સહજ સુખસ્સાઘન'માંથી :- “શ્રુતજ્ઞાન જ એવું જ્ઞાન છે જેનાથી શાસ્ત્રજ્ઞાન થાય છે અને આત્માનું ભેદવિજ્ઞાન થાય છે. આ આત્મા રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ નોકર્મથી ભિન્ન છે, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. એ આત્માનુભવ જ કેવલજ્ઞાનનો પ્રકાશ કરી દે છે. કોઈ યોગીને અવધિજ્ઞાન કે મન:પર્યય જ્ઞાન ન પણ હોય તો પણ શ્રુતજ્ઞાનના બળથી કેવળજ્ઞાન થઈ શકે છે. અવધિ અને મન:પર્યયજ્ઞાનનો વિષય કંઈ શુદ્ધાત્મા નથી, એ તો રૂપી પદાર્થને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન અરૂપી પદાર્થોને પણ જાણી શકે છે. એટલા માટે શ્રુતજ્ઞાન પ્રદાન છે. માટે આપણે આટલું કરવા યોગ્ય છે કે આપણે શાસ્ત્રજ્ઞાનનો વિશેષ અભ્યાસ કરતા રહેવું કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાઘન છે અથવા એ જ કેવળજ્ઞાનનો પ્રકાશ કરનાર છે.” (પૃ.૪૭૩) માટે આગમ દ્વારા ભગવતે બોઘેલા તત્ત્વજ્ઞાનની શુક્લ હૃદયે વૃદ્ધિ કરું. ૧૭૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૫૭. મનને સ્થિતિસ્થાપક રાખું. આત્મજ્ઞાની મહાત્માઓ પોતાના મનને પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે છે, તેમ હું પણ મારા મનને જ્ઞાનીપુરુષના વચનના આઘારે સ્થિર રાખવાનો પ્રયત્ન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.” (વ.પૃ.૩૨૮) જ્ઞાની પુરુષને આત્મધ્યાનમાં વિપ્ન તે અપ્રિય – પરમકૃપાળુદેવ દુકાન ઉપર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક જણ પેપરનો નમૂનો લઈને આવ્યો અને કહ્યું કે લ્યો સાહેબ! તે સાંભળી આત્મધ્યાન ભંગ થવાથી બોલ્યા કે એના કરતાં માથું લઈ લીધું હોત તો? એમ તેમના મનની કેવી સ્થિતિસ્થાપક દશા એટલે સ્વરૂપ મગ્નતા હશે? તે જણાઈ આવે છે. ૨૫૮. વચનને રામબાણ રાખું. રામ જે બાણ છોડે તે નિષ્ફળ જાય નહીં. તેમ જ્ઞાનીપુરુષો એવું વચન બોલે કે જે સામા વ્યક્તિના અંતરમાં રામના બાણની જેમ સોંસર ઊતરી જાય. તેમ આપણે પણ વચન આપીને ફરવું નહીં. પણ રામના બાણની જેમ તેને સફળ કરવું અથવા તેનું માહાભ્ય સમજી વચનને હૃદયમાં ઉતારવું. “ઉપદેશામૃત'માંથી :- ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે તે સૌ સૌનાં પુણ્ય પ્રમાણે માન્ય કરાય છે મહત્તા લાગે છે, સરખાં ગણાતાં નથી. તો જ્ઞાનીના વચન તો તેથી પણ અપૂર્વ માહાસ્યવાળાં છે. માહાભ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. કલ્પના થાય કે કંઈ તીર્થંકરનાં વચન છે? કંઈ ગણઘરનાં છે? પણ તેની ખબર નથી; બધુંય છે. ગણધર શું, તીર્થકર શું, આત્મા શું તે જાણ્યું છે?” (ઉ.પૂ.૩૪૫) ૨૫૯. કાયાને કૂર્મરૂપ રાખું. કાયાને કૂર્મ એટલે કાચબારૂપ રાખું. કાચબો સંકટ પડ્યે પોતાના અંગોને પોતાની કડક પીઠની ઢાલમાં સંકોચી રાખે છે તેમ હું પણ પાંચ ઇન્દ્રિયોને સંકોચી રાખું; જેથી આ સંસારના દુઃખોથી બચી જાઉં. ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-પ'માંથી - ઇન્દ્રિયો ગોપવવાના વિષયમાં “જ્ઞાતાધર્મકથાગ સૂત્ર'ને વિષે કાચબાનું દ્રષ્ટાંત આપેલું છે. તે આ પ્રમાણે – બે કાચબાનું દ્રષ્ટાંત - વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુસેન્દ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ઠા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુસેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર ૧૭૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવી તેની ડોક પકડીને મારી નાંખ્યો. બીજો ગુસેન્દ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમને તેમ પડી રહ્યો. પછી ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કુદીને ઝડપથી દ્રહમાં જતો રહ્યો અને તે સુખી થયો. પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ રાગદ્વેષથી રહિત થઈને જે પ્રાણી પાંચ ઇન્દ્રિયોને ગોપવશે તે સુખી થશે. અને જે ઇન્દ્રિયોને ગોપવશે નહીં તે પ્રાણી બીજા કાચબાની જેમ દુઃખી થશે; એ આ દ્રષ્ટાંતનું તાત્પર્ય છે. (પૃ.૯૮) ૨૬૦. હૃદયને ભ્રમરરૂપ રાખું. ભમરો જુદા જુદા ફૂલો ઉપરથી રસ ચૂસે તેમ જ્યાં જ્યાં ગુણો જોઉ તેને હૃદયમાં ઘારણ કરું. જેમ શ્રી કૃષ્ણ દુર્ગથમય કૂતરામાંથી પણ તેની દાંતની શ્રેષ્ઠ પંક્તિ જોઈ ગુણ ગ્રહણ કર્યો હતો તેમ. પ્રજ્ઞાવબોઘ’ માંથી :- ગુણગ્રાહી દત્તાત્રય અનેક -ગુરુ-ગુણાલય, ગુણઘામ લોકત્રય ગુણાનુરાગવાનને.” મૈત્રી (પૃ.૨૭) મોક્ષમાળા વિવેચન' માંથી :- ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.” “જેમને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. “પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” (૮૫) મુખ્યત્વે સમ્યદર્શનજ્ઞાનચરિત્ર એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ઘોવાઈ જાય.” (પૃ.૨૨૭) ૨૬૧. હૃદયને કમળરૂપ રાખું. હૃદયને કમળ જેવું કોમળ દયામય રાખું. અથવા કમળ પાણીમાં હોવા છતાં જળથી અલિપ્ત રહે છે તેમ સંસારમાં રહ્યા છતાં મનને અલિત રાખું. જલકમલવત્ રહું. પરમકૃપાળુદેવનું દ્રષ્ટાંત – કૃપાળુદેવમાં એવી કમળ જેવી કોમળ દયા હતી. એમના બાએ શાક સમારવા જણાવ્યું. તે સમારતાં વનસ્પતિકાયના જીવોની દયા આવવાથી એમના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. એમ હૃદયને કમળરૂપ-કોમળ દયામય રાખું. કાવિઠામાં કોઈ ભાઈને ઘાસના ભારા ઉપર બેઠેલા જોઈ પરમકૃપાળુદેવ બોલ્યા કે – ભાઈ! નીચે બેસો, જીવો દબાય છે. એવી સર્વ જીવો પ્રત્યે એમના હૃદયમાં કોમળતા વર્તતી હતી. તેવી રાખવા પ્રયત્ન કરું. “કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા વિવેચન'માંથી :- દયાના પ્રભાવે બનેલ શાંતિનાથ ભગવાન શ્રી શાંતિનાથ ભગવાનનું દ્રષ્ટાંત – “દયા-થર્મનું સ્વરૂપ યથાર્થ જે ઓળખે તે શાશ્વત સુખે એટલે મોક્ષે જાય. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શાંતિનાથ ભગવાન દયાના પ્રભાવે સિદ્ધ થયા એ વાત પ્રસિદ્ધ છે. ત્રીજે ભવે મેઘરથરાજાના ભવમાં કબૂતર પ્રત્યે દયા દર્શાવી, તેના જેટલું પોતાના શરીરમાંથી માંસ આપવા માંડ્યું પણ કબૂતરને મારવા દીધું નહીં. એ દયાના પ્રભાવથી મેઘરથરાજા શાંતિનાથ ભગવાન થઈ મોક્ષે પઘાર્યા.” (પૃ.૬) ૧૭૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ gઇ છે. கருதுவருவலம் ઇન I get _ li ગઝર મેઘારથ રાજા દયાના પ્રભાવથી બનેલ શ્રી શાંતિનાથ Page #211 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ૨૬૨. હૃદયને પથ્થરરૂપ રાખું. જ્ઞાની પુરુષો દોષોને દળવા કે કર્મોને કાપવા માટે હૃદયને પથ્થર જેવું કઠણ બનાવી દે છે. તેમ હું પણ દોષોને દંડવા અને કર્મોને હણવા માટે હૃદયને પથ્થરરૂપ રાખું અથવા ગમે તેવા દુઃખ આવી પડે તો પણ ચલાયમાન ન થાઉં, પણ મનને પથ્થરતુલ્ય રાખું. મન જે ઇચ્છે તે આપું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિગ્રંથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં, જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોલજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.' (વ.પૃ.૧૦૮) ‘બોઘામૃત ભાગ-૧’માંથી :- • “મનોવૃત્તિનો જય કરવા જીવે પ્રયત્ન કરવો જોઈએ. સંકલ્પવિકલ્પોમાં મન જાય તેને રોકવાનો ઉપાય-પ્રથમ સમજાવવું અને પર ભાવમાં જતું રોકવું, સ્વભાવમાં વાળવું. જો તેમ સમજાવતાં ન માને તો ભક્તિમાં જોડવું. મનમાં બોલતાં બહાર વૃત્તિ જાય તો મોટેથી બોલવું, તેમ છતાં ન માને તો તેનાથી રિસાવું. બહાર જતી વૃત્તિઓ જ્યાં જાય ત્યાં જતી જોયા કરવી તો ધીરજથી મન ઠેકાણે આવી જશે.'' (ધો.૧ ૧.૨૦ ૨૬૩. હૃદયને લીંબુરૂપ રાખું. લીંબુ, પાણી વગેરેમાં ભળી એકમેક થઈ જાય છે; તેમ બધાની સાથે હળીમળીને રહું, - ‘ઉપદેશામૃત'માંથી – “જેમ બને તેમ સંપ કરવો. લીંબુના પાણીની ગોર્ડ (પેઠે) સર્વની સાથે મળી જવું. મૈત્રી ભાવના, કારુણ્ય ભાવના, પ્રમોદ ભાવના અને માધ્યસ્થ ભાવના એવી ચાર ભાવનાઓ છે તે વાંચવી. ‘વિનય વેરીને વશ કરે છે' માટે સૌનો વિનય કરી છૂટવું એ અભ્યાસ પાડવો, જેમ બને તેમ કોઈનું વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી, કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. કોઈને ક્રોધ આવ્યો એમ લાગે તો મીઠાં વચન અને નરમાશથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે.'' (ઉ.પૃ.૯) ‘નમી જવું. સૌને સારું લાગે તેવો સ્વભાવ કર્તવ્ય છે. ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ તેમ કરવું નહીં. આ વચન લક્ષમાં રાખી સૌથી હું નાનો છું, મારામાં અલ્પ બુદ્ધિ છે એમ ગણી સામાનો કંઈ પણ ગુણ લેવો. આપણો કોઈ તિરસ્કાર કરે તો પણ તેને ધીરજથી સારું લાગે તેમ વર્તવું.’’ (ઉ.પૃ.૧૦૮) “અમને બ્યાસી વરસ થયાં. હવે આ છેલ્લી શિખામણ લક્ષમાં લેશો તો હિત થશે. અમારી પેઠે શેઠજીને પણ ઉમ્મર થઈ છે, તેમણે પકડ કરી છે તે તમારે સર્વેને ક૨વાની છે. સંપીને રહેશો તો સુખી થશો. ‘સંપ ત્યાં જંપ', કષાયનો અભાવ તેટલો ધર્મ સમજવા યોગ્ય છે. ભાઈઓમાં તેમજ બાઈઓમાં જેટલો એક્બીજા તરફ સદ્ભાવ રહેશે, આજ્ઞાંકિતપણે રહેશે, વડીલોની મર્યાદા રહેશે તેટલો સંપ રહેશે. અને ઐક્યનું બળ વહેવાર-પરમાર્થમાં જરૂરનું છે. આપણને ન ગમતું હોય તો પણ વડીલોનો વાંક આપણા ૧૭૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દિલમાં ન વસે તેમ વર્તવું. તે કાંઈ કહી જાય તો તે મોટા છે, કઠણ વચન કહેનાર જગતમાં કોઈ મળે તેમ નથી, ભલે! બોલી ગયા. માટે માઠું લગાડવું નહીં. આમ ગંભીરતા રાખીને સહનશીલતા અને વિનય સાચવીને વર્તશો તો સુખી થશો.” (ઉ.પૃ.૧૪૧) પરદેશી માણસોનું દ્રષ્ટાંત – પાણીમાં લીંબુની જેમ હળીમળીને રહીશું. એક શહેરમાં પરદેશથી કેટલાક માણસો આવ્યા. તેમણે એ શહેરમાં રહેવાની ઇચ્છા રાજાને જણાવી. તેના પ્રત્યુત્તરમાં મંત્રીએ પરીક્ષા કરવા પાણીનો ભરીને એક ગ્લાસ મોકલ્યો. તે જોઈ આવનાર માણસો સમજી ગયા કે અહીં શહેરમાં રહેવા માટે જગ્યા નથી. તે ઉપરથી આવનાર માણસોએ વિચાર કરીને તે પાણીમાં લીંબુ નિચોવી ગ્લાસ પાછો મોકલ્યો. તે જોઈ મંત્રીએ વિચાર્યું કે આ લોકો બહુ હોશિયાર છે તેથી એમને શહેરમાં રહેવાની જગા આપવી. કેમકે જેમ લીંબુનો રસ પાણીમાં ભળી ગયો તેમ અમે પણ શહેરમાં ) સમાઈ જઈશું, અને હળીમળીને રહીશું, એમ પરદેશથી આવનાર માણસોનો અભિપ્રાય જણાય છે. ૨૬૪. હૃદયને જળરૂપ રાખું. હૃદયને પાણી જેવું નિર્મળ રાખું. જેમ નિર્મળ જળમાં વસ્તુનું પ્રતિબિંબ પડે તેમ નિર્મળ હૃદયમાં જ્ઞાની પુરુષનો બોઘ પરિણામ પામી શકે. માટે પ્રથમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વડે હૃદયને પાણી જેવું નિર્મળ કરું. જેથી ભગવાને છ પદ વગેરે જે સિદ્ધાંત બોઘ કહ્યો છે, તે અંતરમાં પરિણામ પામી શકે. શ્રી રામનું હૃદય નિર્મળ હોવાથી તેમના ગુરુ શ્રી વસિષ્ઠ ઋષિએ દેહથી આત્મા ભિન્ન છે વગેરે જે ઉપદેશ આપ્યો તે તેમના હૃદયમાં સોંસરો ઊતરી ગયો તેમ હું પણ હૃદયને નિર્મળ રાખું. ૨૫. હૃદયને તેલરૂપ રાખું. તેલમાં ચિકાશ છે. આ જીવને સંસારમાં રાગરૂપ ચિકાશ છે. તે રાગ સપુરુષ ઉપર કરવા પરમકૃપાળુદેવે કહ્યું કે – “રાગ કરવો નહીં કરવો તો સત્યરુષ ઉપર કરવો” તે રાગરૂપ ચિકાશને કાઢવા માટે પ્રથમ ગૌતમ સ્વામીની જેમ સત્પરુષ ઉપર પ્રેમ કરવો તો અશુભ રાગ નાશ પામશે અને શુભરાગ થશે. ગૌતમસ્વામીના ભગવાન મહાવીર પ્રત્યેના શુભ રાગનું પરિણામ અંતે કેવળજ્ઞાન આવ્યું. બોઘામૃત ભાગ-૧માંથી – “પ્રશ્ન – “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે” એટલે શું? ઉત્તર – જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબમાં વેરી નાખી છે; તે બધેથી ઉઠાવી સપુરષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય તો તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે.” (બો.૧ પૃ.૩૫૧) અથવા તેલ જેમ પાણીની ઉપર તરે છે તેમ હદયને સંસારમાં ડૂબે નહીં તેવી રીતે ઉપર તરતું રાખું અર્થાત્ મનને સંસારમાં લેપાવા દઉં નહીં. ઉપદેશામૃત'માંથી - “આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે. પરંતુ શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે. તેથી તેઓ આત્માનું ૧૭૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ધ્યાન છોડીને બહાર જતા નથી.” (ઉ.પૃ.૪૩૯) “ભૂંડું કર્યું હોય તો તે પ્રેમ-વહાલપ છે તેણે જ કર્યું છે. તે પ્રેમ જગતમાં જ્યાં ત્યાં . વેરી નાખ્યો છે. ત્યાંથી પાછો વાળી કોઈ એક જ જગાએ જ્ઞાનીમાં કરવો યોગ્ય છે.” એ (ઉ.પૃ.૩૪૪) “કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાઘક છીએ. વિકથામાં ન રોકાવું. એ કર્મ તો મોહનીય કર્મનો છાક છે.” (ઉ.પૃ.૨૬૯) ‘ચોસઠપ્રકારની પૂજા'માંથી - ભાવ બડો સંસારમેં જીવણશેઠનું દ્રષ્ટાંત – વિશાળા નગરીમાં વીરપ્રભુએ છદ્માવસ્થામાં ચોમાસી તપ કરેલું. તેઓએ શું તપ કર્યું તે કોઈને કહેતા નહીં. તેથી દરરોજ જીરણશેઠ પોતાને ત્યાં વહોરવા માટે પઘારવાની વિનંતિ કરી આવતા. આજે તો ચોમાસું પૂર્ણ થવાથી ચોમાસી તપ પણ પૂર્ણ થશે અને પ્રભુ મારી વિનંતિ સ્વીકારી મારે ત્યાં વહોરવા જરૂર પધારશે. તેથી પૂજામાં જણાવ્યા પ્રમાણે તેમણે બધી તૈયારી કરી અને રસ્તા તરફ પ્રભુની રાહ જોતાં ભાવના ભાવવા લાગ્યા. તેઓ ભાવનામાં ઘીરે ઘીરે વધતા ગયા. પ્રભુ વહોરવા નીકળ્યા અને પારણું પૂરણશેઠના ઘરે થઈ ગયું. પંચ દિવ્ય પ્રગટ થયા. દેવ દુંદુભિનો શબ્દ સાંભળતાં જીવણશેઠને થયું કે ભગવાનનું પારણું બીજે થઈ ગયું. મારે ત્યાં પ્રભુ પધાર્યા નહીં. પ્રભુ પ્રત્યેની ઉત્કૃષ્ટ પ્રેમની ઘારા ચઢતાં ચઢતાં બારમા દેવલોક સુધીનું પુણ્ય ઉપાર્જન કર્યું. જો દેવદુંદુભિનો શબ્દ ન સાંભળ્યો હોત તો ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાત. (પૃ.૨૨) માટે હૃદયને તેલરૂપ એટલે ભગવાનની ભક્તિના રસમાં રાગવાળું રાખું. ૨૬૬. હૃદયને અગ્નિરૂપ રાખું. જ્ઞાની પુરુષો અંતરાત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવી બઘા કર્મો બાળીને ભસ્મીભૂત કરી દે છે, તેમ હું પણ હૃદયમાં પ્રશસ્તરાગરૂપ અગ્નિ પ્રગટાવી, વિકારી ભાવોને બાળી ભસ્મીભૂત કરું. અગ્નિમાં સુવર્ણ શુદ્ધ થાય છે. તેમ હૃદયમાં ઇચ્છાઓને રોકી તપરૂપ અગ્નિ પ્રગટાવી, કમને બાળી આત્માને સુવર્ણ જેવો શુદ્ધ કરું. શુક્લ ધ્યાન હોરીકી જ્વાલા, જાલે કર્મ કઠોર રે, નિજ સુખ કે સવૈયા.” -શ્રી દેવચંદ્રજી સ્તવન હૃદયમાં ઊગતા કામના ભાવો કે ક્રોધાદિ અશુભભાવોને ઘર્મધ્યાન વડે બાળી ભસ્મ કરું. પછી શુક્લધ્યાનરૂપ હોળીની જ્વાળાઓથી બઘા કર્મોને બાળી નષ્ટ કરું. માટે કપાળુદેવ કહે છે કે હૃદયને અગ્નિરૂપ રાખું. શુક્લધ્યાનરૂપ અગ્નિ એવી છે કે જેમાં ત્રણે લોકના સર્વ જીવોના બધા કમ બાળીને ભસ્મ કરી દે એવી શક્તિ છે, પણ બીજા જીવોના કર્મ કોઈ લઈ શકવાને સમર્થ નથી. ૨૬૭. હૃદયને આદર્શરૂપ રાખું. હૃદયને આદર્શ એટલે અરીસા જેવું નિર્મળ રાખું તો તેમાં શુદ્ધ આત્માનું પ્રતિબિંબ પડે. અરીસા ઉપર થૂળ હોય તો સ્પષ્ટ પ્રતિબિંબ પડે નહીં, તેમ આત્મા વિષયકષાયથી મલિન થયેલો હોય તો તેમાં આત્માનું અનંત સુખ અનુભવાય નહીં. માટે આત્માને ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ વડે નિર્મળ કરું. ૧૭૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૬૮. હૃદયને સમુદ્રરૂપ રાખું. અંતઃકરણને સમુદ્ર જેવું વિશાળ રાખું. જેથી આખું જગત પોતાના કુટુંબ જેવું લાગે. “વસુધૈવ કુટુંબકમ” અથવા સમુદ્રમાં બધી નદીઓ સમાવેશ પામે છે તો પણ એ ગંભીર છે. તેમ હું પણ હૃદયને સમુદ્ર જેવું ગંભીર રાખું કે કોઈ કંઈ કહે તેને અંતઃકરણમાં સમાવી દઉં અર્થાત્ કોઈની આગળ કહ્યું નહીં. કહેવાથી મરણનું કારણ પણ થઈ જાય. આચાર્ય ભગવંત સાગર જેવા ગંભીર હોય છે. તેમની આગળ પોતાના દોષના પ્રાયશ્ચિત્ત માટે લોકો વાત કરે, તે વાત કોઈને કહે નહીં. એમ હું પણ હૃદયને સમુદ્રરૂપ રાખવા પ્રયત્ન કરું. કોઈના દોષો પ્રગટ કરવાથી કેવું ભયંકર પરિણામ આવે તે જણાવે છે – ઉપદેશામૃત'માંથી - અન્યના દોષો કોઈને જણાવવા નહીં એક આચાર્યનું દ્રષ્ટાંત – “કોઈ આચાર્યનો શિષ્ય એક બાઈના પ્રસંગમાં આવ્યો. પોતાને વિકાર થવાથી તે શિષ્યને પોતાની સાથે સંબંધ રાખવા તે બાઈએ માગણી કરી. પણ શિષ્ય અડગ રહેવાથી બાઈને બેઆબરૂનો ભય થયો અને શિષ્યને કટારથી મારી નાખ્યો અને છૂપી રીતે તેને જમીનમાં દાટી દીધો. આચાર્યને કોઈ રીતે શિષ્યનો પત્તો લાગ્યો નહીં. બાઈને પાછળથી પોતાના કાર્ય માટે પશ્ચાત્તાપ થયો, એટલે આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવા ગઈ. બાઈને બીજે દિવસે આવવા આચાર્યે જણાવ્યું. શિષ્યનો પત્તો લાગવાનો પ્રસંગ આવ્યો છે એમ કહી બીજે દિવસે બાઈના આવવા વખતે આચાર્ય સંઘવીને આવવા જણાવ્યું. બીજે દિવસે સંઘવી આવ્યા ત્યારે તેને પેટીમાં પૂરી આચાર્યે પેટી પોતાની પાટ પાસે રાખી. પછી બાઈ આવી. પ્રાયશ્ચિત્ત લેવા બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. આચાર્ય તૂર્ત જ પેટી ઉપર હાથ ઠોકી સંઘવીને સાંભળવા ઈશારો કર્યો. સંઘવી-પોતાનો સસરો-ત્યાં હોવાની શંકા બાઈને થવાથી તે શરમાઈને ચાલી ગઈ. બાઈએ આપઘાત કર્યો. અપકીર્તિના ડરે તેના સસરાએ, સાસુએ અને પતિએ આપઘાત કર્યો. આમ બઘાના આપઘાતનું પાપ આચાર્યને શિરે આવી પડ્યું. આચાર્યે પણ આપઘાત કર્યો. અન્યના છિદ્રો બહાર પાડવામાં આ પ્રમાણે મહા જોખમ છે.” | (ઉ.પૃ.૪૮૭) ૨૬૯. વચનને અમૃતરૂપ રાખું. વચન અમૃત જેવા મીઠા બોલવા. જેથી સામા માણસોને લાગે કે ફરી બોલે તો સારું. હિત મિત અને પ્રિય વચન બોલવાં. જેથી સામાને હિતનું કારણ થાય. મીત એટલે માપસર. વઘારે પડતું બોલબોલ કરવું નહીં. તેમજ પ્રિય એટલે કાનમાં જાણે અમૃત રેડાતું હોય તેવાં મઘુર વચન બોલવા. કૃપાળુદેવ ઉપદેશ આપતા ત્યારે મુમુક્ષુઓને એમ લાગતું કે જાણે એ બોલ્યા જ કરે અને આપણે સાંભળ્યા જ કરીએ એવું મીઠું લાગતું; કારણ એમની વાણી કષાયરહિત હતી. જેટલા પ્રમાણમાં કષાયો ઓછા તેટલા પ્રમાણમાં વાણીમાં મીઠાશ આવે છે. “મૂંગો કોણ? જે અવસર આવ્ય પ્રિય વચન ન બોલી શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫) ૨૭૦. વચનને નિદ્રારૂપ રાખું. જ્યાં બીજાની નિંદા થતી હોય ત્યાં વચનને નિદ્રાવત્ રાખું. જેમ ઊંઘમાં બોલાય નહિ તેમ ૧૭૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મૌનપણું રાખું. કૃપાળુદેવે એક મુમુક્ષુને કહેલું કે કોઈ અમારી આગળ બીજાની નિંદા કરે ત્યારે અમને ઊંઘ આવે છે. “નિંદા મ કરજો કોઈની પારકી રે, નિંદાના બોલ્યાં મહાપાપ રે; વેર વિરોઘ વાઘે ઘણો રે, નિંદા કરતાં ન ગણે માય બાપ રે. નિંદા, નિંદા કરે તે થાયે નારકી રે, તપ-જપ કરેલું સહુ જાય રે; નિંદા કરો તો કરજો આપણી રે; જેથી છૂટક બારો થાય રે.” નિંદા શ્રી પંચ પ્રતિક્રમણસૂત્ર “પરનિંદા એ જ સબળ પાપ માનવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪) બોઘામૃત ભા-૨'માંથી - “પરનિંદા એ બહુ જ હલકો સ્વભાવ છે. મારો વખત બગાડું છું એ સમજણ નથી. એથી પોતામાં અવગુણ પેસે અને પાપ બંઘાય.” (બો.૨ પૃ.૧૨) ૨૭૧. વચનને તૃષારૂપ રાખું. જ્ઞાનીપુરષની ભક્તિ કે ગુણગાન કરવામાં સર્વદા તુષા રાખું. ગમે તેટલી ભક્તિ કરી હોય તો પણ સંતોષ ન માને. પરમાત્મા અને પોતાના સ્વરૂપનું ઐક્યપણું ન થાય ત્યાં સુધી તૃપ્તિ માનું નહીં. ૨૭૨. વચનને સ્વાધીનરૂપ રાખું. વચન ગમે તેમ બોલું નહીં. વિચારીને યોગ્ય હોય તેટલું જ બોલું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “વાણીનું સંયમન શ્રેયરૂપ છે. તથાપિ વ્યવહારનો સંબંઘ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સુપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.” (વ.પૃ.૩૮૯) “ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ઘારણ કરેલું અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંઘ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” (વ.પૃ.૬૭૬) બોઘામૃત ભાગ-૧'માંથી – “એક ભાઈ – “વાણીનું સંયમન શ્રેયરૂપ છે” (૪૭૯) એટલે શું? પૂજ્યશ્રી - મન, વચન, કાયા એ કર્મ બાંઘવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંધવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વઘારે સાંભળવું. મને સમયે સમયે અનંત કર્મ બંધાય છે એવો ભય લાગ્યા વિના ન થાય. જેને હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય તેને સમજાય. જ્ઞાની પુરુષોનાં વચનોમાં જેટલો કાળ જાય તેટલો લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હોય છે. ડહાપણ ૧૭૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું, હું જાણતો નથી એમ રાખવું અને વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધ ભગવાન બધુંય જાણે છે છતાં નથી બોલતા. જે સમજે તે બોલે નહીં. સમજીને શમાઈ જવું.’' બો.૧ (પૃ.૬૭) ૨૭૩. કાયાને કમાનરૂપ રાખું. કાયાને ધનુષ્યની જેમ હમેશાં ટટ્ટાર રાખું, અર્થાત્ સ્ફુર્તિલી રાખું. સૈનિકોને પણ કાયાને સ્ફૂર્તિલી રાખવા માટે પ્રતિદિન વ્યાયામ કરાવે છે. ઘોડાઓ વગેરેને પણ ફેરવે છે કે જેથી તે અક્કડ ન થઈ જાય. તેમ હું પણ કાયાને માનરૂપ રાખું. પ્રશ્ન પાન સડે, ઘોડો અડે, વિદ્યા વિસર જાય; કાચી બાટી ખીરા જલે, કહો ચેલા કિમ થાય ?' — ઉત્તર – ફેરવ્યું નહીં. અર્થ – જો ફેરવે નહીં તો નાગરવેલના પાન સડવા માંડે, ઘોડો પણ અક્કડ થઈ જાય. તેમ શીખેલી વિદ્યા પણ ભૂલી જવાય. તેમજ કાચી બાટીને ખીરા એટલે દેવતા ઉપર મૂકીને ફેરવે નહીં તો બળી જાય. તેમ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પ્રતિદિન ન રાખે અર્થાત્ તેનું પુનરાવર્તન ન કરે તો ભૂલી જવાય. માટે હમેશાં નિયમિતપણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જારી રાખું તથા કાયાને પણ ફેરવીને સ્ફૂર્તિલી રાખું. ૨૭૪. કાયાને ચંચળરૂપ રાખું. ન કાયાને હમેશાં પુરુષાર્થી રાખું જેથી તે પ્રમાદી ન થઈ જાય. માણસ આળસુ થઈ જાય તો કંઈ કામ ન થાય. જે પુરુષાર્થી છે તે નવા નવા આવિષ્કારો પણ કરે, છતાં એ બધું સંસારનું કારણ છે. પણ આત્માર્થ સાધવા માટે આ દેહ વડે ઘણા પુરુષાર્થની જરૂર છે. માટે કાયાને સત્ય પુરુષાર્થ વડે ચંચળ રાખું. જો ઇચ્છો ૫રમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ’ શ્રીમદ્ રાજચંદ્ર ૨૭૫. કાયાને નિરપરાધી રાખું. કાયાથી કોઈ પણ દોષ ન થવા દઉં. કોઈ જીવને કાયા વડે મારું નહીં, દુઃખી કરું નહીં. *શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા રેક પ્રકારમાં યત્નાનો ઉપયોગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધન ખંખેરીને નાખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીઘા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિર૫૨ાથી જંતુઓ બચે છે.'' (વ.પૃ.૮) ૨૭૬. કોઈ પ્રકારની ચાહના રાખું નહીં. (પરમહંસ) જગતની કોઈપણ વસ્તુની અંતરથી ઇચ્છા રાખું નહીં. જેને કિંચિતુ પણ જગતના પદાર્થોની ઇચ્છા કે સ્પૃહા નથી તે નિસ્પૃહી મહાત્મા પરમહંસ કહેવાય છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૦) “જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને ૧૮૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ e જ જંગલમાં ધ્યાન કરતા શ્રી શુભચંદ્રાચાર્ય રાજકુમાર શુભચંદ્ર અને ભર્તૃહર શ્રી શુભચંતાઈ શ્રી શુભરાતથાયે હોળી | નાખીયા સૂવર્ણ સ G શ્રી શુભચંદ્રાચાર્ય અને ભર્તૃહર ૧ સુવર્ણરસ બનાવતા ભર્તુહરિ પથ્થર ઉપર ધૂળ નાખતા સોની ભાતીલ શીલા 3 น Page #218 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંઘ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંઘ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” (વ.પૃ.૬૨૦) બોઘામૃત ભાગ-૩'માંથી :- આત્માના માહાભ્ય આગળ બધી વસ્તુઓ તુચ્છ શ્રી શુભચંદ્રાચાર્ય અને ભર્તુહરિનું દ્રષ્ટાંત-“ભર્તુહરિ અને તેમના મોટા ભાઈ શુભચંદ્રાચાર્ય બન્ને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં બન્ને ત્યાગી થયા. ભર્તુહરિ કોઈ તાપસ બાવાની સેવામાં ઘણા વર્ષ રહ્યા અને રસાયનવિદ્યા શીખી, એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું સોનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડઘી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોઘ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે; પહેરવાને કપડાં નથી; રહેવા ઝૂંપડી સરખી નથી. નથી કોઈ ચેલો કે સેવક; બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તૃહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડઘી તુંબડી રસ હતો તે લઈને તેણે જણાવ્યું તે જંગલમાં ગયા, ને તેમને ઓળખી સમાચાર પૂછી તુંબડી પાસે મૂકી બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં પોતે ગરીબ થઈ ગયો. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી શુભચંદ્રાચાર્ય મુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડ્યાથી આત્માનું શું હિત થનાર છે? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું? તે છોડીને પાછા માયામાં કેમ ફસાઓ છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વઘારવામાં કે લોકોને ઘન આપી મોટા ગણાવામાં કે લોકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઇચ્છા કરવામાં હિત માનો તે કરતાં તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો તે કેમ લક્ષમાં આવતું નથી? તમારી શી ગતિ થશે? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં તેટલા વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે તે ન થાત; કોઈ માથું કાપી નાખે તો પણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ.” એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સોનાની થઈ ગઈ. પછી કહ્યું – આત્માના માહાભ્ય આગળ આ બઘી તુચ્છ વસ્તુઓ છે. આત્માનું સુખ તે જ સાચું સુખ છે, તે સિવાયનું બધું દુઃખ છે. સંસાર બધો દુઃખથી ભરેલું છે. તેમાં સુખ શોધવા જશો તો નહીં જડે. ખારા સમુદ્રમાં ગમે ત્યાં જઈ પાણી ભરો તો ખારું જ મળશે. માટે સાચે માર્ગે વળો તો આત્મહિત થશે.” તે બોઘ લાગતાં ભર્તુહરિ મોટાભાઈ પાસે રહી આત્માને ઓળખી આત્મધ્યાનમાં લીન થયા. તેમને વૈરાગ્ય વધવા “જ્ઞાનાર્ણવ' નામનું શાસ્ત્ર શુભચંદ્રાચાર્યે લખ્યું છે. (બો.૩ પૃ.૧૯૭) ૧૮૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ / \ ૨૭૭. તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઇચ્છા) “ચ્છા નિરોધતા:” -મોક્ષશાસ્ત્ર ઇચ્છાનો નિરોઘ કરવો એ જ તપ છે. માટે વનમાં આત્મધ્યાનના બળે ઇચ્છાઓનો નિરોઘ કરું. શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “તપાદિ આત્માને અર્થે કરવાનાં છે. લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યું છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી. (વ.પૃ.૭૧૮) “સમાધિસોપાન'માંથી - તારૂપી વનમાં વાસ પામવો દુર્લભ છે. કોઈ મહા ભાગ્યશાળી પુરુષ જ પાપથી ત્રાસ પામીને તપરૂપ થર્મનું શરણ ગ્રહણ કરે છે. સર્વ સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહની મમતા તજી કોઈક વિરલા પુરુષ પરમ ઘર્મના ઘારક, વીતરાગ, નિગ્રંથ, સદ્ગુરુ ભગવાનના ચરણનું શરણ પામે છે. સદ્ગુરુનો યોગ પામીને જેને મહા પુણ્યના ઉદયે અશુભ કર્મ અતિ મંદ થતાં સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો છે તથા સંસાર, દેહ અને વિષયભોગો પ્રત્યે વૈરાગ્ય જાગ્યો છે તે તપ-સંયમ ગ્રહણ કરે છે. આવું દુર્લભ ભારે તપ ઘારણ કરવા છતાં કોઈ પાપી વિષયોની લાલસાએ તપનો ભંગ કરે તેને અનંતાનંત કાળ સુઘી ફરી તપની પ્રાપ્તિ થતી નથી. તેથી મનુષ્યભવ પામીને, આત્માદિનું સ્વરૂપ જાણી, પાંચ ઇન્દ્રિયો અને મનને વશ કરીને વૈરાગ્યરૂપ થઈ સર્વસંગ ત્યાગી, વનમાં એકલા આત્મ-ધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. પરિગ્રહની મમતા તજી, તૃષ્ણાનો ત્યાગ કરવો તથા મહા બળવાન કામવિકાર ઉપર વિજય મેળવવો તે ભારે તપ છે. આકરાં મુનિનાં વ્રતો ઘારણ કરીને ટાઢ, તડકો, પવન, વરસાદ તથા ડાંસ, મચ્છર, માખો, મઘમાખો, સાપ, વીંછી ઇત્યાદિથી થતી ઘોર વેદના ઉઘાડે ડિલે સહન કરવી તે તપ છે. નિર્જન પર્વતોની નિર્જન ગુફાઓમાં, ભયંકર પર્વતની ખીણોમાં તથા સિંહ, વાઘ, રીંછ, વરુ, ચિત્તા અને હાથીવાળા ઘોર વનમાં વાસ કરવો તે તપ છે. દુષ્ટ વેરી, મ્લેચ્છ, ચોર, શિકારી, મનુષ્ય, તિર્યંચ અથવા દુષ્ટ વ્યંતર આદિ દેવોના કરેલા ઘોર ઉપસર્ગોથી કંપાયમાન ન થવું; ઘીરવીરપણાથી, કાયરતા રહિત, વેર વિરોધ રાખ્યા વિના સમભાવથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈને ખમી ખૂંદવું તે તપ છે. | સર્વ જીવોને પ્રવર્તાવનાર – વશ કરનાર રાગ-દ્વેષને જીતવા, ક્ષય કરવા તે તપ છે. વગર માંગ્યે, ભિક્ષા વખતે શ્રાવકે નવધા ભક્તિ સહિત દાનમાં આપેલો ખારો, મોળો, કડવો, ખાટો, લૂખો,ચીકણો, સરસ, નીરસ, નિર્દોષ પ્રાસુક આહાર એકવાર દિવસમાં લોલુપતા તજી, સંક્લેશ રહિત થઈ ભક્ષણ કરવો તે તપ છે. પાંચ સમિતિ પાળવી અને મન, વચન, કાયાની ગુતિ કરવી, રાગદ્વેષ રહિત આત્માનો અનુભવ કરવો તે તપ છે. સ્વપરના સ્વરૂપનો નિર્ણય કરવો, ચાર અનુયોગના અભ્યાસ વડે ઘર્મ સહિત કાળ વ્યતીત કરવો તે તપ છે. અભિમાન તજી વિનયવાન થવું, કપટ તજી સરળભાવી થવું, ક્રોઘ તજી ક્ષમાવાન થવું અને લોભ તજી સંતોષી થવું તે તપ છે. જેથી કર્મસમૂહને હણી આત્મા સ્વતંત્ર, મુક્ત થાય તે તપ છે. સશાસ્ત્રના અર્થ પ્રકાશવા, વ્યાખ્યાન કરવું; પોતે નિરંતર અભ્યાસ કરે અને બીજાને અભ્યાસ કરાવે તે તપ છે. તપસ્વીની ઇંદ્ર પણ સ્તુતિ કરે છે. ભક્તિ પ્રગટ કરે છે. તપથી કેવળજ્ઞાન પ્રગટે છે. તપનો મહિમા અચિંત્ય છે. તપ કરવાનાં પરિણામ થવાં બહુ દુર્લભ છે. નરક, તિર્યંચ કે દેવ ગતિમાં તપની યોગ્યતા જ નથી; એક મનુષ્ય ગતિમાં હોય છે. મનુષ્ય ગતિમાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ, બુદ્ધિ અને સંપૂર્ણ ઇંદ્રિયો જેને હોય તથા રાગાદિની મંદતા જેને હોય તથા વિષયોની લાલસા જેની નાશ પામી છે તે મનુષ્ય તપ ઘર્મ આરાધી શકે છે. (પૃ. ૨૯૬) ૧૮૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રજ્ઞાવબોઘ'માંથી : “વનવું સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી-સ્વામીજી, નમી નમી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. વનવું, ઇચ્છા-રોઘન તપનું લક્ષણ, સમતાની એ માતાજી, કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિઘાતાજી.” સ્વનવું,”(પૃ.૧૪૫,૧૪૬) ૨૭૮. શીતળ છાયા લઉં છું. સપુરુષ એ કલ્પવૃક્ષ જેવા છે. એમની પાસે બેસવાથી આત્મશાંતિરૂપ શીતળછાયા મળે, તથા એમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી ઇચ્છિત વસ્તુ જે મોક્ષ તે પણ મળે છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “સત્પરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સપુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે.” (વ.પૃ.૬૧૩) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભને ભગવંત ભવંત લહો.” (વ.પૃ.૬૮) મોક્ષમાળા વિવેચન'માંથી - ભાવાર્થ –“જિનેશ્વરની ભક્તિ કલ્પવૃક્ષ જેવી છે. જેમ કલ્પવૃક્ષની શીતળ છાયા પડે તેમ ભક્તિથી શાંત પરિણામ થાય, ક્રોઘ માન માયા લોભ સમાઈ જાય. જેમ કલ્પવૃક્ષ ઇચ્છિત ફળો આપે તેમ ભક્તિથી વગર ઇન્ચે પણ પુણ્ય ઘણું બંધાય, તેના ફળરૂપે ભવિષ્યમાં જે ઇચ્છે તે મળે. પુણ્યાનુબંધી પુણ્યથી ફરી ભક્તિ થાય એવો મનુષ્યભવ મળે અને મોક્ષ થાય. માટે હે ભવ્યો! જિનભક્તિ કરીને તમે ભવંત (ભવ+અંત) એટલે સંસારનો અંત પામો અર્થાત મોક્ષ પામો. (પૃ.૩૬) ગ્રંથયુગલ'માંથી - “કલ્પવૃક્ષ સમ સંત છે, ફળ સહ શીતળ છાંય; સંત વિનાનો દેશ જ્યાં, રહો ન દિનભર ત્યાંય.” (પૃ.૩૮) ‘બોઘામત ભાગ-૧' માંથી - “સંત એ ઝાડરૂપ છે. એ સંત ન હોય ત્યાં દિનભર રહેવું નહીં. ઝાડને જેમ ફળ અને છાયા છે તેમ સત્સંગ છે એ છાયા છે. એનું ફળ આવે તે ફળ છે. જીવને સદુગરુયોગે કષાય શમી જાય છે.” (બો.૧ પૃ.૧૯૪) “સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય? અને સરોવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલો આનંદ થાય? તેમ સત્પરુષોનાં વચનોથી થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો કેટલાં શીતળ લાગે છે! તો તેઓશ્રીનો આત્મા કેટલો શીતળ હશે?” (બો.૧ પૃ.૬) ૨૭૯. સમભાવે સર્વ સુખ સંપાદન કરું છું. જેને કોઈપણ પ્રકારની ઇચ્છા નથી એવા નિસ્પૃહ પુરુષો સમભાવ વડે સર્વ પ્રકારના મોક્ષ સંબંઘી સુખો કે ચક્રવર્યાદિ સાંસારિક સુખોને સંપાદન કરે છે. તેમ હું પણ સત્પરુષના બોઘે, આત્માના કલ્યાણ ૧૮૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અર્થે સુખદુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવા પ્રયત્ન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “સુખદુઃખ પર સમભાવ કરું.” (વ.પૃ.૧૩૮) “પૂર્વકમેને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે. માયાની રચના ગહન છે.” (વ.પૂ.૩૨૦). “કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થપુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે.” (વ.પૃ.૩૩૧) “કુટુંબાદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે.” (વ.પૃ.૩૩૧) સમપરિણામે પરિણમવું યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોઘ પણ પરિણમે નહીં.” (વ.પૃ.૩૩૧) “કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ.” (વ.પૃ.૩૦૫) “વ્યવહારના પ્રસંગને સાવઘાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ.” (વ.પૃ.૨૧૪) જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ઘન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.” (વ.પૃ.૪૯૫) ઉપદેશામૃત'માંથી - મરણની વ્યાધિને પણ સમભાવે સહન કરવાથી કલ્યાણ - ચોરના સમભાવનું દ્રષ્ટાંત - એક ચોરને ફાંસીની શિક્ષા થઈ. પ્રધાન વિચક્ષણ હતો. તેણે શૂળી ઉપર મરણની સન્મુખ થયેલા ચોરને પૂછ્યું, “તને કોઈનું શરણ છે? સંસારમાં જે કાંઈ તારું માનતો હતો તેમાંનું કોઈ અત્યારે શરણ છે?” ચોરે કહ્યું, “અત્યારે તો મને કોઈનું શરણ નથી.” પ્રધાને કહ્યું, “હું એક વાત કહું તે લક્ષમાં લઈશ? લઈશ તો તારું કામ થઈ જશે.” ચોરે કહ્યું, “જરૂર લક્ષમાં લઈશ, મને કૃપા કરીને કહો.” દુઃખના વખતમાં હિતશિક્ષા ઘણી આતુરતાથી ગ્રહણ થઈ શકે છે. એટલે પ્રધાને કહ્યું, “સમભાવ” ગમે તેટલું દુઃખ આવે તો આવો, મરણ આવે તો આવો, પણ હું તેને સમભાવથી સહન કરીશ. તે દુઃખ નાશ પામશે, પણ મારું સ્વરૂપ નાશ પામે તેવું નથી, માટે સમભાવમાં રહેવું. ચોરે સમભાવનું શરણ ગ્રહણ કર્યું. તે મરણ પામી દેવગતિ પામ્યો. પ્રઘાને શૂળી ઉપર ચડેલા ચોર સાથે વાત કરી, એમ રાજાએ જાણ્યું ત્યારે તેને કેદ પકડવા તથા તેનાં ઘર લૂંટાવી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ પ્રઘાનને ઘેર લૂંટવા આવ્યા. ત્યાં કોઈ અજાણ્યો રક્ષક થઈ બેઠો હતો. તેણે બધા સિપાઈઓને મારી હઠાવી કાઢી મૂક્યા. પછી રાજા પોતે આવ્યો. તેણે જોયું કે આ રક્ષક જણાતો માણસ તે મનુષ્ય નથી, પણ દેવ છે. તેણે પૂછ્યું, “તું કોણ છે? રક્ષકે કહ્યું, “હું ચોર તે મરીને દેવ થયો છું. તે પ્રતાપ ૧૮૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ચોરને સમભાવનો ઉપદેશ આપતા મંત્રી સમભાલવા ફળમાં ચોરે પામેલ દેવગતિ = સમભાવનું ફળ i દેવે રૂપ લાકડી સિપાઈઓની સુચાવ્યા રાજાને રલકે કહ્યું હું ચીર મરીની દેવ થયો છું Page #223 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગજબુર પ્રઘાનના છે, માટે તેનું ઘર લૂંટવા નહીં દઉં. રાજા ખુશી થયો, પ્રઘાનને માન આપી શિરપાવ આપ્યો.” (ઉ.પૃ.૩૮૬) બોઘામૃત ભાગ-૧'માંથી – “પૂજ્યશ્રી - સમભાવ કેમ આવે? “સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.” - બૃહદ્ આલોચના સમજ આવે તો સમભાવ સહેજે રહે. સમજ કેવી જોઈએ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ઘન એમ દેહદ્રષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તો સહજ સમજ પ્રગટે. વિચાર કરે તો પોતાને પ્રગટ લાગે કે શરીર મારું માનું છું. પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમજ એની અંદર શું ભરેલું છે? એમાં કેવી વસ્તુઓ છે? એમ જો વિચાર કરવા બેસે તો બઘાનું સ્વરૂપ જેવું છે તેવું જ સદ્ગુરુ આજ્ઞાએ પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તો પછી રાગદ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તો સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેંચી સદ્ગુરુ આજ્ઞામાં રાખે તો વિચાર પ્રગટે.” (બો.૧ પૃ.૩૬) “સમભાવ એ મોટી વસ્તુ છે. સમભાવે કર્મને વેદે તો ઝટ પતી જાય. કર્મની રચના બહુ ગહન છે. પ્રકૃતિ, ઉદય, ઉદીરણા એમ કર્મની રચના અનેક પ્રકારે છે, પણ ભોગવવાવાળો એક આત્મા છે.'' (બો.૧ પૃ.૫૬) ગજસુકુમારે સમભાવ રાખ્યો તો મોક્ષ પામ્યા. પાંડવોને લોખંડના દાગીના તપાવીને પહેરાવ્યા છતાં પણ સમભાવે સ્થિત રહ્યા તો મોક્ષગતિના ભાજન થયા. ૨૮૦. માયાથી દૂર રહું છું. તપસ્વી છે તે સર્વ પ્રકારની મોહમાયાથી કે માયાકપટથી દૂર રહે છે. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.” શ્રીમદ્ રાજચંદ્ર સાક્ષીભાવે માયાને જોવાથી માયામાં લીન થવાય નહીં. મોહમાયાને લઈને જીવને અહંભાવ મમત્વ ભાવ થાય છે. મોહમાયા એટલે સંસારમાં આસક્તિ કે જેના વિના એને ગમે નહીં તે. અથવા માયા કપટથી દૂર રહેવા પ્રયત્ન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે.” (વ.પૃ.૭૨૯) “માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ઘન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે.” (વ.પૃ.૭૦૧) અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તો પણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી.” (વ.પૃ.૩૧૩) સત્યમાર્ગને આરાધના કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરવો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દ્રષ્ટાંત : એક સંન્યાસીનું દ્રષ્ટાંત – કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં ૧૮૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જ નહીં. નગ્ન થઈને વિચરીશ.” ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ.” “જંગલમાં એકલો વિચરીશ” એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, “હું સામી થઈશ'. સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી ઉપર સૂતા. પછી માયાને કહ્યું કે તું ક્યાં છે?” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલો હતો.” માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, “હું બઘાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.” જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે હું સમતાવાળો છું'. માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે.” (વ.પૃ.૭૦૬) “સમાધિસોપાન'માંથી :- “માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પોતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે છે તો પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય કે છાની નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પોતાની આબરૂ બગાડવા બરાબર છે; ઘર્મ બગાડવારૂપ છે. કપટીના સર્વ મિત્રો આપોઆપ શત્રુ થઈ જાય છે. કોઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એકવાર જગતમાં જાહેર થાય તો તેને સર્વ લોક અધર્મી માની તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેનો વિશ્વાસ રાખતી નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ઘર્મદ્રોહી, કૃતધ્રી છે. વીતરાગ ઘર્મ તો છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પેસી શકે નહીં, તેમ વક્રપરિણામીના હૃદયમાં વીતરાગનો આર્જવ એટલે સરળ ઘર્મ પ્રવેશ કરી શકતો નથી. કપટીના બન્ને લોક બગડે છે. તેથી જો યશની ઇચ્છા હોય, આબરૂની ઇચ્છા હોય, ઘર્મની ઇચ્છા હોય તો માયા કપટનો ત્યાગ કરી આર્જવ ઘર્મ ઘારણ કરો. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવા યોગ્ય નથી. આર્જવ ઘર્મનો ઘારક તો પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાનો, સંતોષી થવાનો સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ઘન, સંપત્તિ, કુટુંબ આદિને પોતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પોતાને ભિન્ન એકલો જાણે તે ઘન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર-પરિભ્રમણથી મુક્ત કરવા ઇચ્છતા હો તો માયાચારનો ત્યાગ કરી આર્જવ ઘર્મ ઘારણ કરો.” (પૃ.૨૭૬) શ્રીપાળ રાજાના રાસ'માંથી - માયાવી ઘવળશેઠની નરકગતિ ઘવળશેઠનું દ્રષ્ટાંત - ઘવળશેઠે વહાણના કિનારે એક માંચડો બાંધ્યો. પછી તે શેઠ માંચડા ઉપર બેસી શ્રીપાળ કુંવરને કહેવા લાગ્યો કે હે સાહેબ! એક અલૌકિક આશ્ચર્ય જોઈને મારું મન ઉત્સાહિત થયું છે. તે આશ્ચર્ય એવું છે કે - મગર એક છે, પણ તેને આઠ મુખ છે. વળી તે દરેક જુદી જુદી જાતના છે. આવા રૂપ અને સ્વરૂપવાળા મગર થશે નહીં અને થયા નથી. તો હે સાહેબ! જો આપ જોવાને ઇચ્છતા હો, તો જલ્દી આવો, નહીં તો પછી મારો વાંક કાઢશો નહીં કે અમને કેમ કંઈ કહ્યું નહીં? ત્યારે શ્રીપાળ કુંવર કૌતુક જોવા માંચડા ઉપર ચઢ્યો. તે જ વખતે ઘવળશેઠ મનમાં માયાકપટ ૧૮૬ Page #225 -------------------------------------------------------------------------- ________________ ધવલશેઠના કપથી સમુદ્રમાં પડતો શ્રીપાળ કુવા 0િ 3.દે છે. આ , 3 | JILLE) IST MIT ' / Page #226 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ઘારણ કરીને માંચડા ઉપરથી નીચે ઊતરી ગયો અને માંચડાની બન્ને બાજુનાં દોરડાં કાપી નાખ્યાં. શ્રીપાળ કુંવર સમુદ્રમાં પડ્યો, સિદ્ધચક્રનું સ્મરણ કરતાં તેનો અધિષ્ઠાયક દેવ મગરમચ્છ બની આવ્યો. તેના પીઠ ઉપર બેસતા. પુણ્ય ઉદયે આધાર મળતાં સમુદ્ર કિનારે આવી ગયો. પણ પાપી મનુષ્યો આવા કાળા કામો કરતા કિંચિત્ માત્ર પણ ડરતા નથી. ફરી શ્રીપાળને મારવા માટે ખુલ્લી કટાર લઈને તેના મહેલ ઉપર ચઢતા નીચે પડી જવાથી તેજ કટાર પોતાના પેટમાં વાગી અને તે ઘવળશેઠ મરીને સાતમી નરકે ગયો. ૨૮૧. પ્રપંચને ત્યાગુ છું. છાપા વાંચી કે વિથા કરી પરની પંચાત કરવી તે બધો પ્રપંચ છે. પૂ પ્રભુશ્રીજી કહે ‘આખા ગામની ફોઈ, પંચાતિયાના છોકરાં ભૂખે મરે.' માટે પર પંચાત છોડી આત્માની સંભાળ લઉં, ‘નિત્યનિયમાદિપાઠ'માંથી :- ‘હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્ર+પંચ - પાંચ ઇંદ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇંદ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તી છું.'' (પૃ.૩૮) ૨૮૨. સર્વ ત્યાગવસ્તુને જાણું છું. મહાપુરુષો ત્યાગવા યોગ્ય સર્વ વસ્તુ જાણે છે અને ત્યાગમાં કેવું સુખ રહ્યું છે તે પણ જાણે છે. શાલિભદ્રે જ્ઞાનીપુરુષ દ્વારા ત્યાગના સ્વરૂપને જાણ્યું તો દેવતાઈ રિદ્ધિનો પણ ત્યાગ કર્યો. જ્યારે સંસારી જીવો અજ્ઞાનવશ ત્યાગવા યોગ્ય વસ્તુને ગ્રહણ કરી આનંદ માને છે. ઝેરને ત્યાગવા યોગ્ય જાણવાથી કોઈ ગ્રહણ કરતું નથી તેમ ત્યાગવા યોગ્ય એવા રાગદ્વેષ, કામ, ક્રોઘાદિ ભાવો કે સાત વ્યસન, સાત અભક્ષ્ય, કંદમૂળાદિ વસ્તુઓના સ્વરૂપને હું પણ સારી રીતે જાણું કે જેથી તે તે વસ્તુઓનો જીવનમાં ત્યાગ થાય અને આત્મા પોતાના સમાધિસુખને પામે. 'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “સદા ત્યાગવા યોગ્ય શું ? અકાર્ય કામ. વિ.પૃ.૧૫) “સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.'' (પૃ.૧૫૮) “બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે,’’ (પૃ.૨૬૨) “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅઘ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ્યઅય્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્વાંગ કર્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.’’ (વ.પૃ.૪૫૨) “અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મુંઝાયા નથી. તે જ પરમાત્મા છે.'' (વ.પૃ.૭૯) ૨૮૩. ખોટી પ્રશંસા કરું નહીં. (મુ‰ઉગ્॰ સામાન્ય) કોઈપણ વ્યક્તિમાં ગુણ ન હોય તો પણ કહેવું કે આ તો મહાત્મા છે, ગુણવાન છે, આ તો બહુ દાનવીર છે; એમની શી વાત કરવી ? વગેરે ખોટી પ્રશંસા કરું નહીં. જેનામાં જે ગુણ હોય તેટલા પ્રમાણમાં ૧૮૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રશંસા કરું, પણ ખોટી રીતે કોઈને ચઢાવું નહીં. મુનિ, બ્રહ્મચારી, ઉપાસક, ગૃહસ્થ કે સામાન્ય બઘાએ આ વાત ધ્યાનમાં રાખી કોઈની ખોટી પ્રશંસા કરવી નહીં એમ જણાવ્યું. સમાધિસોપાન'માંથી - “સંસારી જીવ મિથ્યાત્વના પ્રભાવને લીધે રાગી-દ્વેષી દેવની પૂજા પ્રભાવના દેખીને પ્રશંસા કરે છે. દેવીને માટે જીવહિંસા કરી હોય તેની પ્રશંસા કરે છે. ગૌ, કન્યા, સુવર્ણ, હાથી, ઘોડા, ઘર, પૃથ્વી, તલ, રથ અને દાસી એ દશ પ્રકારનાં કુદાનને ભલાં જાણે છે. યજ્ઞ, હોમાદિકની અને ખોટા મંત્ર-તંત્ર, મારણ-વશીકરણ આદિ ક્રિયાઓની પ્રશંસા કરે છે. કૂવા, વાવ, તળાવ ખોદાવ્યાની પ્રશંસા કરે છે. માત્ર કંદમૂળ, શાકપાન આદિ ભક્ષણ કરનારને મોટા ત્યાગી જાણી પ્રશંસા કરે છે. પંચાગ્નિ-ધૂણીઓ તપનાર, વાઘનાં ચામડાં ઓઢનાર, ભસ્મ ચોળનાર અને ઊંચો હાથ રાખનારને બહુ મોટા જાણે છે. ગેરુથી રંગેલા ભગવાં કે રાતાં વસ્ત્ર કે ઘોળાં વસ્ત્રાદિ ઘારણ કરનાર કુલિંગીના માર્ગની પ્રશંસા કરે છે. ખોટા તીર્થને અને ખોટા રાગી, દ્વેષી, મોહી, વક્રપરિણામી, અને શસ્ત્રધારી દેવોને પૂજ્ય માને છે. જોગણી, જક્ષણી, ક્ષેત્રપાલ આદિને ઘન આપનાર, રોગાદિ મટાડનાર માને છે. તેલ, લાપસી, વડાં, અત્તર, પુષ્પમાળા ઇત્યાદિક વડે દેવતાને રાજી કરવા ઘારે છે. દેવતાને લાંચ આપવારૂપ માન્યતા માની, એમ વિચારે છે કે, મારું અમુક કાર્ય સિદ્ધ થશે તો તને છત્ર ચઢાવીશ, તારું મંદિર બંધાવીશ, તને બાઘાના અમુક રૂપિયા ચઢાવીશ, કોઈ બકરા, પાડા વગેરે પ્રાણીને મારીને ચઢાવીશ, સવામણનું ચૂરમું ચઢાવીશ, બાળક જીવતું રહે તે માટે ચોટલી કે જટા ઉતરાવીશ ઇત્યાદિ અનેક પ્રકારની માન્યતા માનવી, શરત કરવી તે બધો તીવ્ર મિથ્યાત્વના ઉદયનો મહિમા છે. જ્યાં જીવોની હિંસા થાય ત્યાં મહા ઘોર પાપ બંઘાય છે. દેવને નિમિત્તે કે ગુરુને નિમિત્તે પણ હિંસા કરવામાં આવે તે પણ સંસારસમુદ્રમાં ડુબાડનારી છે. કોઈ દેવતાના ભયથી કે લોભથી કે લજ્જાથી પણ હિંસાનાં કાર્યોમાં કદાપિ ન પ્રવર્તે. દયાવાળાની તો દેવ પણ રક્ષા કરે છે. જે કોઈનો અપરાઘ ન કરે, વેર ન બાંધે તેને દેવ પણ દુભાવે નહીં. રાગી, દ્વેષી અને શસ્ત્રધારી દેવ છે તે તો પોતે જ દુઃખી છે, ભયભીત છે, અસમર્થ છે. સમર્થ હોય, ભયરહિત હોય તે શસ્ત્ર શા માટે ઘારણ કરે? જે ભૂખ્યો હોય તે જ ભોજન આદિ વડે પૂજાની ઇચ્છા રાખે. કુમાર્ગ છે તે સંસાર વધારવાનું કારણ છે. મિથ્યાવૃષ્ટિનાં ત્યાગ, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ, દાન આદિકની અને તેને ધારણ કરનાર મિથ્યાવૃષ્ટિઓની મન, વચન અને કાયાથી પ્રશંસા ન કરવી તે અમૂઢદ્રષ્ટિ અંગ છે. (પૃ.૨૫) ૨૮૪. ખોટું આળ આપું નહીં. કોઈના ઉપર ખોટું આળ એટલે કલંક આપવું તે મહાપાપ છે. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ખોટું આળ આપનારની દુર્દશા “શાસ્ત્રમાં કહ્યું છે કે, “કોઈને આળ આપવાથી જીવ ગઘેડો થાય છે, નિંદા કરવાથી શ્વાન થાય છે, પરસ્ત્રી ભોગવવાથી કૃમિ થાય છે અને મત્સર (શ્વેષભાવ) રાખવાથી કીડો થાય છે.” વળી કહ્યું છે કે- “જે દૂષણ તરફ દ્રષ્ટિ જ કરે નહીં તે ઉત્તમ, જે સાંભળે જાણે પણ પ્રકાશ ન કરે તે મધ્યમ, જે દૂષણ જોઈને તેની જ પાસે કહે તે અઘમ અને જે સર્વ ઠેકાણે પ્રકાશ કર્યા કરે તે અઘમાઘમ.” હવે વિચાર્યા વગર કોઈને આળ ચઢાવવા ઉપર એક દ્રષ્ટાંત કહે છે – ૧૮૮ Page #228 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એક બ્રાહ્મણીનું દ્રષ્ટાંત – કોઈ ગામમાં સુંદર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ઘણો દાતા હોવાથી લોકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે, “જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કોઈ ધનાઢ્ય પ્રિય થતો નથી. લોકો વરસાદને ચાહે છે, કોઈ સમુદ્રને ચાહતા નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણી નિંદા કરતી હતી. તે કહેતી કે, “જે પરદેશીઓ આવે છે, તે આ શેઠને ઘર્મી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે, અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે. તેની દોલત શેઠને રહે છે. તેથી શેઠ ઘણો હર્ષ પામે છે, માટે એનું બધું કપટ છે.” એક વખત કોઈ કાપડી એટલે સંન્યાસી તે શેઠને ઘેર આવ્યો. તે સુવાવડે બહુ પીડિત હતો તેથી તેણે ખાવાનું માંગ્યું. તે સમયે શેઠના ઘરમાં કાંઈ ભોજન કે પેય પદાર્થ હતા નહીં, તેથી દયાને લીધે શેઠે કોઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાંજ તે કાપડી મરણ પામ્યો. કારણ કે તે છાશની દોણી માથા પર રાખી ઢાંક્યા વિના આહીરની સ્ત્રી ક્યાંય જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશે સમડી ઊડતી હતી. તે સર્પના મુખમાંથી ઝેર નીકળીને છાશમાં પડ્યું હતું. હવે પ્રભાતે એ કાપડીને મરેલો જાણી ખુશી થઈ સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કે, “જુઓ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લોભથી બીચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યો.” એ સમયે કાપડીના મરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઈ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે હું કોને લાગુ પડું, આ દાતા તો અતિ શુદ્ધ મનવાળો છે, તેનો આમાં કોઈ દોષ નથી. વળી સર્પ તો પરાધીન હતો અને તેને લઈ જનારી સમડી તો સર્પનો આહાર કરનારી જ છે. તેમજ આ આહીરની સ્ત્રી તો તદ્દન અજાણી છે. હવે હું કોને વળગે? આવું વિચારતી ફરતી તે પેલી નિંદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેઠને ખોટું આળ દેવાથી ખરી રીતે તે જ દોષવાન્ હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાલ શ્યામ, કુબડી અને કુષ્ઠ રોગિણી થઈ ગઈ. સર્વ તેની નિંદા કરવા લાગ્યા. કહ્યું છે કે, “માતા પોતાના બાળકની વિષ્ઠા ફુટેલા ઘડાની ઠીબવડે લે છે ,પણ દુર્જન માણસ તો પોતાના કંઠ, તાળું અને જિલ્લાવડે લોકોની નિંદા કરવાને મિષે તેની વિષ્ઠા ગ્રહણ કરે છે, એથી દુર્જને તો માતાને પણ હરાવી દીથી.”ઉપર કહેલા બ્રાહ્મણીના દ્રષ્ટાંતથી એટલું સમજવું કે,કોઈનો પણ અવર્ણવાદ લોકસમક્ષ બોલવો નહીં. તો પછી રાજા, અમાત્ય, દેવ અને ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું. તેમાં પણ સાધુ મુનિરાજના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં નીચ ગોત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે.” (પૃ.૫૩) માટે કોઈના ઉપર કદી ખોટું આળ આપું નહીં. ૨૮૫. ખોટી વસ્તુ પ્રણીત કરું નહીં. “આત્મા સત્ જગત મિથ્યા” ભગવાને કહેલ તત્વથી વિપરીત કંઈપણ પ્રતિપાદન કરું નહીં. ભગવાને સ્યાદ્વાદથી જે પદાર્થોનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે તેમજ માનું અને તેમજ પ્રણીત કરું, પણ બીજી રીતે નહીં. ભગવાનની કહેલી વાત નહીં માનીને ભગવાનની વિરુદ્ધ ખોટી રીતે વસ્તુનું પ્રતિપાદન કરવાવાળો તે નિહ્નવ કહેવાય છે. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી : તિષ્યગુખ નિલવનું દ્રષ્ટાંત - લોકાકાશના જેટલા પ્રદેશ તેટલા એકેક જીવના. રાજગૃહી નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એકદા ચૌદ પૂર્વઘારી વસુ નામના આચાર્ય પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે એક શિષ્ય હતો. એકદા આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતાં તેના ભણવામાં આ પ્રમાણે આવ્યું કે, “હે ભગવન! જીવના એક પ્રદેશમાં જીવ એવી સંજ્ઞા થઈ શકે?” પ્રભુ કહે “ના, એ ૧૮૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અર્થ સમર્થ – યોગ્ય નથી.” આ રીતે “બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં, છેવટ એક પ્રદેશ ઊણા એવા સર્વ પ્રદેશમાં જીવ કહેવાય નહીં?” પ્રભુ કહે “ના, એ અર્થ પણ સમર્થ નથી, અર્થાત્ તે જીવ કહેવાય નહીં.” ત્યારે “જીવ ક્યારે કહેવાય?” પ્રભુ કહે છે કે “પરિપૂર્ણ લોકોકાશના પ્રદેશ જેટલા પ્રદેશ એકેક જીવના છે, તે સમગ્ર પ્રદેશને “જીવ’ કહીએ ઇત્યાદિ. આ પ્રમાણે ભણતાં તિષ્યગુપ્તને એવી શંકા થઈ કે - “જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવ સંજ્ઞા રહેલી જણાય છે, બાકીના સર્વ પ્રદેશમાં જીવ સંજ્ઞા નથી. એવું આ સૂત્ર સ્પષ્ટ બતાવે છે” આવા પોતાના મતને તે બીજાઓ પાસે પણ કહેવા લાગ્યો. તે જાણીને ગુરુએ મિત્રરૂપ થઈ તેને કહ્યું કે “હે શિષ્ય! જો તું જીવના એક બે વિગેરે પ્રદેશોમાં જીવપણું નથી સ્વીકારતો અને માત્ર એક છેલ્લાજ પ્રદેશમાં જીવપણું માને છે, તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં, કેમકે સર્વનું પ્રદેશપણું તો સરખું જ છે. તેથી જેમ રેતીના હજારો કણીયામાં તેલ નથી, તો તે તેલ એક છેલ્લા કણીયામાં પણ શી રીતે આવે? માટે તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. તે અભાવ તો તું માનતો નથી, તેથી એવો અર્થ તારે પણ ઇષ્ટ નથી.” શિષ્ય પ્રશ્ન કર્યો કે “હે ગુરુ! આપે જે આ યુક્તિ કહી, તેથી તો આગમને બાઘ આવે છે. કેમકે હમણાં જ આવેલા સૂત્રમાં એક બે વિગેરે પ્રદેશમાં જીવનો નિષેઘ કરીને છેલ્લા જ પ્રદેશમાં જીવપણું કહેલું છે; તો આપ જગતબંધુ જિનેશ્વરે કહેલા સૂત્રનો કેમ નિષેધ કરો છો.?” ગુરુ બોલ્યા કે “હે શિષ્ય! જો તું સૂત્રને પ્રમાણ માનતો હો તો સાંભળ-તેમાં જ કહ્યું છે કે “પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય જીવમાં જીવ સંજ્ઞા છે.” તેથી શ્રુતને પ્રમાણ માનનારાએ તો આમાં નવી કુયુક્તિઓ કરવી જ ન જોઈએ. સર્વે સમુદાયરૂપ જીવના પ્રદેશો જીવ છે. જેમ તંતુના સમુદાયને જ પટ કહીએ છીએ, પણ એક બે વિગેરે તંતમાં સમસ્ત પટ રહેલો નથી, માટે તારી શંકાને સ્થાન રહેતું નથી.” એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં પણ તે તિષ્યગુપ્ત સમજ્યો નહીં, ત્યારે તેને ગુરુએ ગચ્છ બહાર કર્યો. પછી તે તિષ્યગુપ્ત વિહાર કરતાં એકદા આમલકલ્પા નામની નગરીમાં ગયો. ત્યાં ગામની બહાર ઉદ્યાનમાં રહ્યો. ત્યાં મિત્રશ્રી નામનો એક શ્રાવક રહેતો હતો. તેણે તેને નિહનવ જાણીને પ્રતિબોઘ કરવાના હેતુથી તેની પાસે જઈ નિમંત્રણ આપ્યું કે “આજે આહાર લેવા માટે તમારે જાતે જ મારે ઘેર આવવું.” તે અંગીકાર કરીને તિષ્યગુપ્ત મિત્રશ્રીને ઘેર ગયો. મિત્રશ્રીએ તેને બહુમાનપૂર્વક આસન પર બેસાડી તેની સન્મુખ ઘણા ઉત્સાહ અને આડંબરથી ઉત્તમ પ્રકારનાં અનેક ભક્ષ, ભોજ્ય, અન્ન, પાન, વસ્ત્ર વિગેરેનો સમૂહ ઘર્યો. પછી તે સર્વમાંથી છેલ્લો એક એક અવયવ લઈને પાત્રમાં મૂક્યો એટલે કે પકવાન, શાક વિગેરેનો એક એક કણીયો આપ્યો. દાળ, કઢી, જળ વિગેરેનું એકેક જ બિંદુ આપ્યું અને વસ્ત્રોમાંથી એક એક છેલ્લો તંતુ કાઢીને આપ્યો. પછી તે શ્રાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વ બંધુજનોને કહ્યું કે, “તમે સર્વ આ સાધુને વંદના કરો. મેં આજે તેમને પરિપૂર્ણ પ્રતિલાવ્યા છે. હું આજે મારા આત્માને ઘન્ય અને પુણ્યવાન માનું છું. કેમકે ગુરુ પોતે જ મારે ઘેર પધાર્યા છે.” તે સાંભળીને તિષ્યગુપ્ત બોલ્યો કે “હે શ્રાવક! આવો એક એક કણ આપીને તેં આજે મારી હાંસી કરી છે, તે તેં યોગ્ય કર્યું નથી.” શ્રાવક બોલ્યો કે- “હે પૂજ્ય! તમારો જ આ મત છે, તે જો સત્ય જ હોય તો આ લાડું તથા ભાત વિગેરેના છેલ્લા અવયવથી આપની કૃતિ થવી જોઈએ અને આ એક છેલ્લો વસ્ત્રતંતુ શીતનું રક્ષણ કરનારો થવો જોઈએ. જો તેમ ન થાય તો આપે કહેલું સર્વ જૂઠું પડશે.” તે સાંભળીને પ્રતિબોઘ પામેલો તિષ્યગુપ્ત બોલ્યો કે - “હે શ્રાવક! તેં મને સારો બોધ આપ્યો. શ્રી વીરભગવાનના વાક્યમાં પડેલી શંકા અત્યારે દૂર થઈ.” પછી તે શ્રાવકે ૧૯૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભક્તિપૂર્વક સારી રીતે તેમને પ્રતિલાવ્યા. તિષ્યગુપ્ત ગુરુ પાસે જઈ આલોયણ પ્રતિક્રમણ કરી શ્રીજિનેશ્વરની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યો. ગુરુના ચરણમાં વર્તતાં સમ્યક્ માર્ગને પામી તેનું પ્રતિપાલન કરી તે સ્વર્ગે ગયો. (પૃ.૬૬) ૨૮૬. કુટુંબ ક્લેશ કરું નહીં. (ગૃ૦ઉ૦) બારમું પાપસ્થાનક કલહ છે. એને ક્લેશ, કંકાસ કે કજીયો પણ કહે છે. કોઈ ભાગ્યશાળી જીવો આ કલહથી મુક્ત હશે. બાકી તો રાજકારણમાં ક્લેશ, જ્ઞાતિઓમાં ક્લેશ, સગાંવહાલામાં ક્લેશ, કુટુંબમાં ક્લેશ, બાપ દિકરા વચ્ચે ક્લેશ, ભાઈ ભાઈમાં ક્લેશ અને ઘાર્મિક બાબતોમાં પણ ક્લેશ; એમ જ્યાં જોઈશું ત્યાં આ કલિયુગમાં મોટે ભાગે ક્લેશ જોવા મળે છે. ક્લેશથી આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન કરી જીવો કર્મ બાંથી ચારગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે. માટે દુઃખના કારણરૂપ એવો કુટુંબ ક્લેશ કરું નહીં. પણ સપુરુષના બોઘ બળે તે ક્લેશને શમાવું. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકાભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ઘન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ.” (વ.પૃ.૧૬૫) કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” (વ.પૃ.૩૭૯) જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.” (વ.પૃ.૭) “ઉપદેશામૃત'માંથી - સારા ડાહ્યા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ, માતાને સમજાવીને ઘીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવાં જોઈએ. પોતાના મોટાભાઈ પિતા તુલ્ય છે. તેમને પણ કુટુંબનો બધો ભાર ઉપાડવો પડતો હોય તો તેમને મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબનાં માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું. એમ સર્વને સખી કરવા આપણે વર્તીએ તો ઘણું પૂણ્ય બંઘાય અને કુટુંબમાં સંપ વધે તો લોકમાં પણ કુટુંબનાં વખાણ થાય. પોતાના વિચારમાં આવે તેમ વરતે તે સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છેદે વર્તનાર આ લોકમાં કુટુંબ-શથી દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપનું ફળ ભોગવવા અઘોગતિએ જાય છે. તેથી સુખી થવાની જેની ઇચ્છા હોય તેણે માતાપિતા, મોટાભાઈ આદિનો વિનય કરવો અને ઘર્મની ઇચ્છા હોય તેણે પુરુષની શિખામણ સાંભળી વિનયસહિત વર્તવા યોગ્ય છે. ન્યાયનીતિપૂર્વક વર્તે છે તેનાં જગતમાં વખાણ થાય છે અને ઘર્મ પાળવા યોગ્ય તે બને છે. પણ દુરાચરણવાળા કદી ઘર્મ પામી શકતા નથી, તેમ લોકમાં પોતે નિન્દાય છે અને કુટુંબની નિંદાનું કારણ થાય છે. કુટુંબનાં માણસ ગમે તેવા અણસમજુ હોય તો પણ સમજા માણસ તેમનાં મન વિનય વડે જીતી લે છે. પોતે દુઃખ વેઠીને પણ સર્વના ૧૯૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ચિત્તને સંતોષ ઊપજે તેવાં મીઠાં વચન વડે તેમની સેવા કરીને રાજી રાખે તે ખરો ડાહ્યો ગણાય. કુટુંબમાં જે સમજુ હોય તેણે પોતે સર્વનું કહેલું સહન કરવું જોઈએ. ગમે તેવા કડવાં વેણ કહી જાય તો પણ જાણે સાંભળ્યું જ નથી એમ ગણીને તે ભૂલી જાય અને સર્વનું ભલું કેમ થાય તેવો વિચાર રાખી સર્વની સેવા કરી છૂટે. પોતાની ભૂલથી કોઈને ખોટું લાગ્યું હોય તો તેવી ભૂલ ફરી ન થવા દે અને જેને ખોટું લાગ્યું હોય તેને રાજી કરે. તે બધાં આપણને રાજી રાખી વર્તવાનું કરે તો તેથી આપણે ફુલાઈ જવું નહી; પણ આપણા દોષો હોય તે દૂર કરવા તરફ લક્ષ રાખવો. સર્વની પ્રકૃતિ સરખી હોતી નથી તેથી ડાહ્યા માણસે સર્વની પ્રકૃતિ જાણી કુટુંબમાં ક્લેશ ન થાય તેમ પ્રવર્તવું અને ક્લેશનાં કારણ હોય તે દૂર કરી દે તે ડાહ્યો ગણાય. પોતાના દોષની માફી માગી સર્વને સારા કહી કંકાસ મટાડે તે કુશળ કહેવાય. સંસારના ભોગ બઘા દુઃખનું કારણ છે અને જીભ છે તે વેરણ જેવી છે, તેને વશ કરે તે સુખી થાય છે. સર્વને નમીને ચાલે તેના ઉપર સર્વની પ્રીતિ રહે છે. “નમ્યો તે પરમેશ્વરને ગમ્યો’ એમ કહેવાય છે. માટે નમનતા બહુ રાખવી અને ‘તમે ડાહ્યા, તમે મોટા; હું તો છોકરું છું. મારા વાંક સામું ન જોશો, આપ કહેશો તેમ હું કરીશ.' એમ કહીને સર્વની સાથે હળીમળીને રહેવાથી પુણ્ય વધે છે અને જીવનું હિત થાય છે. કોઈના ઉપર દ્વેષ ન રાખવો. બીજાનું ભૂંડુ ઇચ્છીએ તો આપણું જ ભૂંડુ થાય. માટે સર્વને સારું લાગે તેવું બોલવું તેમજ વર્તન રાખવું. માયાકપટ ન રાખવું. નિખાલસ દિલથી સર્વનું સારું થાય તેમ વર્તવાથી આપણું જ સારું થાય. પ્રારબ્ધ પ્રમાણે જે સગાંવહાલાં મળી આવ્યાં છે તેમાં સંતોષ રાખવો. જો મન ઊંચુ રાખે અને કુટુંબમાં કંકાસ કરે તો કંકાસથી લક્ષ્મીનો નાશ થાય છે; માટે સર્વની સાથે હળીમળીને પ્રેમથી રહેવું.” (ઉ.પૃ.૯૭) “બોઘામૃત ભાગ-૩'માંથી - ક્લેશના કારણો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ફ્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ઘર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોઘમાં છેલ્લી એ જ શિખામણ દીઘી છે – “સંપ રાખવો અને સત્સંગ કર્યા કરવો.” (બો.૩ પૃ.૩૫૮) ‘દ્રષ્ટાંતશતક'માંથી - જ્યાં સંપ ત્યાં લક્ષ્મીનો વાસ એક શેઠનું દ્રષ્ટાંત – એક શેઠ રાત્રે સૂતા હતા. તેના સ્વપ્નમાં લક્ષ્મીએ આવીને કહ્યું કે, “હે શેઠ! હવે તારું પુણ્ય પરવાર્યું છે માટે હું તારા ઘરમાંથી થોડા દહાડામાં જઈશ; માટે તારે મારી પાસે કંઈ માંગવું હોય તો માંગી લે.” શેઠે કહ્યું કે, “ઠીક કાલે સવારે હું મારા કુટુંબને પૂછીને વિચાર કરીને માગીશ.” લક્ષ્મી બોલી, ભલે, એમ કરજે!” બીજે દહાડે શેઠે પોતાના બઘાં કુટુંબીજનોને એકઠા કરીને રાતના સ્વપ્નની વાત કહી અને આપણે લક્ષ્મી પાસેથી શું માંગી લેવું તે દરેકને પૂછ્યું. તેમાંના દરેક જણે પોતપોતાનો મત દર્શાવી પોતાની બુદ્ધિ પ્રમાણે લક્ષ્મી પાસેથી જાદી જાદી વસ્તુઓ માગી લેવાનું જણાવ્યું. કોઈ હીરા-માણેક-મોતી વગેરે ઝવેરાત, કોઈકે ખાવાને માટે અનાજ, એકે વળી રહેવા માટે ઘર, બીજાએ બેસવા માટે વાહન વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની માગણી કરવા કહ્યું, પણ તે કાંઈ શેઠની નજરમાં ઊતર્યું નહીં. છેવટે સૌથી નાના છોકરાની વહુ બોલ્યા વગર બેઠી બેઠી સાંભળ્યા કરતી હતી, તેના ભણી ફરીને શેઠે તેને પૂછ્યું, “બાપુ! તું પણ તારો મત આપ.” તે સાંભળી તે બોલી કે “બાપા, હું તો જાણું છું કે લક્ષ્મી જવાની સાથે લક્ષ્મીના અંગેની તમામ વસ્તુઓ માગશો તો પણ મળશે નહીં; માટે આપણા કુટુંબમાં ૧૯૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ સ્નેહસંપ રહે એવું માંગો; કેમકે ભલે લક્ષ્મી જાય પણ સ્નેહસંપ હશે તો લક્ષ્મીવાનના ઘરમાં જે સુખ નથી તે આપણે ભોગવી શકીશું. આ વાત શેઠને અને બઘાને પણ પસંદ પડી, તેથી તે માગવા ઠરાવ્યું. બીજી રાતે શેઠ સૂતા ત્યારે વળી લક્ષ્મીએ સ્વપ્નમાં આવી પહેલાની પેઠે પૂછ્યું. એટલે શેઠે કહ્યું કે, ‘હે લક્ષ્મીદેવી! તમે જ્યારે જવા જ તૈયાર થયા છો, ત્યારે કૃપા કરીને અમને અમારા કુટુંબમાં સ્નેહ સંપ આપો, બીજાં મારે કાંઈ જોઈતું નથી. તે સાંભળી લક્ષ્મી બોલી : ‘શેઠ એમ છે તો ઊલટી તેં મને તારા ઘરમાં જકડીને બાંધી દીધી. મતલબ કે સ્નેહસંપ એ જ લક્ષ્મીને સ્થિર કરનારાં સાધનો છે. આ દૃષ્ટાંત વિષે કહ્યું કે : “શેઠે સંપ જ માગિયો, કમલા કહે કર જોડિ; જતાં જઈ શકિએ નહીં, રાખી મારી મરોડિ.’ વળી અન્યત્ર લક્ષ્મીએ ઇન્દ્ર પ્રત્યે કહ્યું કે —મે ઇન્દ્ર! જે ઘરમાં વૃદ્ધ અને ગુરુજનોનો સત્કાર કરવામાં આવે છે, જે ઘરમાં બીજાને સારી રીતે માન આપીને બોલાવવા ચલાવવાનો રિવાજ છે અને જે ઘરમાં મોઢે બોલી કલા-કંકાસ કરવામાં આવતો નથી, ત્યાં હું નિવાસ કરું છું.'' (પૃ.૧૦૬) ‘હિતશિક્ષાના રાસના રહસ્ય'માંથી – “સંપમાંજ સુખ રહ્યું છે. સંપથીજ આપણી વૃદ્ધિ અને પ્રગતિ થઈ શકે છે; તેથી સંપના ઇચ્છકે પોતાના વર્ગમાં કોઈ નબળું પાતળું હોય તો પણ તેનો સંગ ન છોડવો – તેને તજી ન દેવો. આપણી પાસે દ્રવ્ય વિશેષ હોય અને બીજા નિર્ધન હોય તો તેનો નિરાદર ન કરવો, પણ તેને ઘટિત સહાય આપવી. ચોખાનું દૃષ્ટાંત – એક વખત ચોખાએ અભિમાન લાવીને ફોતરાનું અપમાન કર્યું અને કહ્યું કેતમે નિઃસાર છો, તમારામાં શું છે? માટે તમે મને મૂકીને ચાલ્યા જાઓ. તમે મારી સાથે હોવાથી મારી શોભામાં ખામી આવે છે, અને તમારા જવાથી મારી શોભામાં વધારો થાય છે, વરરાજા પણ મને કપાળે ચોડે છે, જિનેશ્વર આગળ મને ઘરવામાં આવે છે, મારો સ્વસ્તિક કરે છે, ગુરુ પાસે મારા વડે ગહુંળી કરે છે, મને હાથમાં લઈને આવનારના શુકન જોવાય છે, અને સજ્જનો પણ મારા વડે પોતાનું પોષણ કરે છે. આ બધી વાત તમારા ગયા પછી બને છે, તેથી તમે (ફોતરા) ચાલ્યા જાઓ.'' આ પ્રમાણેની ચોખાની અભિમાનયુક્ત વાણી સાંભળીને ફોતરા બોલ્યા કે રે ચોખા! સાંભળ. અમે તારી રક્ષા કરીએ છીએ. અમારાથી જુદા પડશો તો પછી મુશળે ખંડાશો, ઘંટીમાં દળાશો, ચુલે ચડીને રંઘાશો અને કેટલાક કાચા ને કાચા પાણીમાં પલાળશે કે ખાઈ જશે. અમને તજવાથી તમને પ્રાયે દુઃખજ થશે. આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું એ છે કે – “સુખ, સંપીને રહેવામાં છે, પોતાના વર્ગને જે તજી દે છે, તે ચોખાની જેમ કુટાય છે. જો પાણી સંપ કરે છે તો તે મોટા પર્વતોને અને પૃથ્વીને ફાડી નાખે છે, પર્વતમાંથી માર્ગ કરે છે અને પૃથ્વીના પેટમાં પેસે છે, મજબૂત પાળ બાંધી હોય તો તેને તોડી નાખે છે. આ બઘો સંપનો પ્રતાપ છે. વળી જાઓ! તરણા પણ બહુ એકઠા મળે છે અને સંપ કરે છે તો આવા જાના પ્રવાહને પણ રોકી રાખે છે.' આ દૃષ્ટાંત હૃદયમાં ધારણ કરીને શ્રાવકવર્ગે એકઠા રહેવું, સંપીને રહેવું, અંદર અંદર ક્લેશ, કંકાસ ન કરવો પણ સ્વજનનું ઉચિત સાચવવું. (પૃ.૨૧૩) ૨૮૭. અભ્યાખ્યાન ધારું નહીં. (સા॰) અભ્યાખ્યાન ઘારું નહીં એટલે કોઈના પર આળ ચઢાવું નહીં. કોઈના ઉપર ખોટું આળ ચઢાવવું ૧૯૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તે અભ્યાખ્યાન કહેવાય. પારકી નિંદા કે પારકું બુરું બોલવું એ માણસને ઘણું મીઠું લાગે, પરંતુ તેનું કેવું ભયંકર પરિણામ આવશે તેનો જીવને વિચાર આવતો નથી. જીભથી આ પાપ બંધાય છે. જીભ જીવને અનંત કાળે પ્રાપ્ત થઈ છે, તે જ જીભથી પારકું બુરું બોલવામાં, ખોટી નિંદા કરવામાં કે ખોટાં આળો ચઢાવવા માણસ તૈયાર થઈ જાય છે એ બધું અજ્ઞાનનું ફળ છે. ખોટા આળથી કોઈ વખતે પ્રાણની હાનિ થઈ જાય. પાપી માણસો પારકાં છિદ્રો જોવામાં આનંદ માને છે પણ સુજ્ઞ પુરુષોએ આવા પાપના બંધથી બચવું જોઈએ. શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સજઝાચ'માંથી :– “પાપ સ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખાન દુરંતો જી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી.” અર્થ - તેરમું પાપસ્થાનક અભ્યાખ્યાન છે. તેનો અંત લાવવો મુશ્કેલ છે, છતાં તેને છાંડવું જોઈએ. દોષ ન હોય તો પણ કોઈના ઉપર દોષનું આરોપણ કરવાથી પ્રાણી અનંત દુઃખને પામે છે. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- ઈર્ષ્યાથી કોઈના વગોવણા કરવાનું ફળ. “પૂર્વ ભવમાં મુનિને આળ આપવાથી સીતા સતીની જેમ લંક પ્રાપ્ત થાય છે અને ઘણું દુઃખ પામે છે.” વેગવતીનું દૃષ્ટાંત – આ ભરતક્ષેત્રને વિષે મિણાલકુંડ નામના નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત રહેતો હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેઓને વેગવતી નામે એક પુત્રી થઈ હતી. એક વખતે તે ગામમાં કોઈ મુનિ આવ્યા. તે ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરીને રહ્યા. લોકો તેમને વાંદવા અને પૂજવા જવા લાગ્યા. તે જોઈ ખોટી ઈર્ષ્યા કરનારી પુરોહિતની પુત્રી વેગવતી લોકોને કહેવા લાગી કે, “અરે ! આ મુંડો તો પાખંડી છે, બ્રાહ્મણોને છોડીને તેને શા માટે પૂજો છો? આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો.’ આ પ્રમાણે તેણે સાધુને ખોટું આળ દીધું. તે સાંભળી કેટલાક લોકો તે મુનિ પાસે જતાં અટકી ગયા. આ ખબર મુનિને થયા, એટલે તેમના મનમાં ઘણું ખોટું લાગ્યું. તેમણે ચિંતવ્યું કે, ‘મારા નિમિત્તે જિનશાસનની હિલના થવી ન જોઈએ.' આવું ધારી તેમણે અભિગ્રહ કર્યો કે, 'જ્યાંસુધી મારા ઉપરથી આ કલંક ઊતરે નહીં ત્યાંસુધી મારે આહાર પાણી લેવાં નહી.’ આવી પ્રતિજ્ઞા કરીને તેઓ કાયોત્સર્ગમાં રહ્યા. આવી દૃઢ પ્રતિજ્ઞાથી શાસનની અધિષ્ઠાયિકા દેવી તેમને સાનિધ્ય થયા. તત્કાળ તેણે પુરોહિતની પુત્રી વેગવતીને શરીરે તીવ્ર વેદના ઉત્પન્ન કરી. આથી વેગવતીને ઘણો પશ્ચાત્તાપ થયો; તેથી તેણે તે મુનિની પાસે જઈ સર્વ લોકોની સમક્ષ ક્ષમા માગી અને કહ્યું કે, “હે ભગવન્ ! મેં ઈર્ષ્યાથી આપની ઉપર ખોટું આળ ચઢાવ્યું છે, તે ક્ષમા કરો.' એમ કહીને ચરણમાં પડી. તેનો અંતરંગ પશ્ચાત્તાપ જોઈ શાસનદેવીએ તેને સાજી કરી. પછી તે ધર્મદેશના સાંભળી દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ. સીતાના ભવમાં પૂર્વે મુનિને મૃષા આળ ચઢાવવાના પાપથી તેને ફૂંક પ્રાપ્ત થયું. પેલા મુનિ તો કલમુક્ત થઈ લોકોમાં અતિશય પૂજ્ય થયા. ૨૮૮. પિશુન થઉં નહીં. પિશુન ધઉં નહીં અર્થાત્ ચુગલી ચાડી કરનારો થઉં નહીં. ચૌદમું પાપ સ્થાનક પૈશૂન્ય કે પિશુનતા છે. પારકા અવર્ણવાદ બોલવા, પારકી સાચી ખોટી કથા કરવી, કોઈની ચાડી ખાવી, કોઈના ખોટા દુર્ગુણો પ્રકાશવા એ પિશુનતા છે. આ કાર્ય સજ્જનનું નથી. ૧૯૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દુર્જન મનુષ્યો અનર્થ દંડથી કેવા ભારે કર્મ બાંધે છે તે વિચારતા નથી. ખરી રીતે આ દુર્ગણ તેને પોતાને જ નુકશાન કરે છે. આવા દુર્ગુણો બુદ્ધિનો નાશ કરે છે, ઘર્મથી ભ્રષ્ટ કરે છે, સમાજમાં અપકીર્તિ પમાડે છે અને કર્મના બંઘથી બાંધી જીવને દુર્ગતિમાં નાખે છે. જે સજ્જનો આવા દુર્ગુણથી રહિત છે, તેની શાસ્ત્રકાર સ્તુતિ કરે છે કે – "दान शील तपो भावै - रस्यै धते वृषो भुवि । यस्य मनोवचः कायैः पैशून्यं नाभि संश्रयेत ॥" हिंगुल प्रकरण અર્થ - જે માણસોના મન, વચન અને કાયા; ચાડીનો આશ્રય કરીને રહેલા નથી, તે શ્રેષ્ઠ માણસોના દાન, શીલ, તપ અને ભાવ રૂપ ઘર્મ વૃદ્ધિ પામ્યા કરે છે. સમાધિ સોપાન'માંથી - “પરમાં હોય કે ન હોય તેવા દોષો તેની પૂઠ પાછળ કહેવા, તથા કોઈના ઘનનો, આજીવિકાનો કે પ્રાણનો નાશ થાય, તથા જગતમાં કોઈની નિંદા, અપવાદ ફેલાય એવાં વચનો કહેવા તે પૈશુન્ય નામે ગર્ધિત વચન છે.” શ્રી યશોવિજયજી કૃત અઢાર પાપસ્થાનકની સજઝાય’માંથી – બહું ઉપકરિયે હો કે પિશુનને પડૅ પરેં, કલહનો દાતા હો કે હોય તે ઉપરે; દૂધે ઘોયો હો કે વાયસ ઉજલો, કિમ હોય પ્રકૃતેં હો કે જે છે શામળો.” અર્થ - જેને નિંદા કરવાની ટેવ પડી છે તેના ઉપર ગમે તેટલો ઉપકાર કરીએ તો પણ તે ક્લેશને જ આપનાર થાય છે. જેમકે વાયસ એટલે કાગડાને દૂઘથી ગમે તેટલો ઘોઈએ તો પણ તે ઉજળો થાય નહીં. કેમકે તે પ્રકૃતિથી જ કાળો છે. “ચાડી કરતાં હો કે વાડી ગુણ તણી, સૂકે ચૂકે હો કે પાજ પુણ્ય તણી; કોઈ નવિ દેખે હો કે વદન તે પિશુનતણું, નિજકુળને હો કે લાગે કલંક ઘણું.” અર્થ- બીજાની ચાડી-નિંદા કરતાં પોતાની ગુણોરૂપી વાડી સૂકાઈ જાય છે અને પુણ્ય બાંઘવાનો જે રસ્તો તેને ચૂકી પાપના માર્ગમાં પ્રવર્તે છે. જે મનુષ્ય બીજાની નિંદા કરે છે તેનું મોઢું જોવા કોઈ તૈયાર નથી. તેવો જીવ પોતાના કુળને પણ કલંક લગાડે છે. તેના વિષે એક દ્રષ્ટાંત છે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨' માંથી :- “પરનિંદા એ સબળ પાપ માનવું રોહિણીનું દ્રષ્ટાંત – કુંદનપુરી નામની નગરીમાં સુભદ્ર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને રોહિણી નામે એક બાળ વિઘવા પુત્રી હતી. તેણીએ ગુરુ પાસે અધ્યયન કરીને કમ્મપયડી વિગેરે ગ્રંથો પોતાના નામની જેવા કંઠે કર્યા હતા. તે હમેશાં ત્રિકાળ જિનપૂજા અને બે કાળ આવશ્યક કરવા છોડતી નહોતી અને નિત્ય ભણવાથી તે એક લાખ કરતાં વિશેષ સ્વાધ્યાયનો પાઠ કરનારી થઈ હતી. વિકથાએ રોહિણીના મુખમાં અને ચિત્તમાં પ્રવેશ કર્યો. તે વખતથી રોહિણી તત્કાળ ઘર્મનાં સર્વ કાર્યમાં વિકથા કરવા લાગી અને બીજાની પાસે કરાવવા લાગી. એક વખતે સાઘુઓએ અને સાધ્વીઓએ તેને શિક્ષા આપી કે, હે શ્રાવિકે!તને સુજ્ઞાતને પરનિંદા ને વિકથા કરવી યોગ્ય નથી. કહ્યું છે કે, “જો એક જ કર્મથી આ જગતને વશ કરવાને તું ઇચ્છતી હો તો પરનિંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર.” તે સાંભળી રોહિણીને ક્રોધ ચઢ્યો; એટલે હળવે હળવે મોહરાજાનું સર્વ સૈન્ય તેની પાસે આવ્યું અને વિકથાની પ્રશંસા કરવા લાગ્યું. પછી તો રોહિણી વિકથા કરવામાં એટલી બધી ૧૯૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મશગૂલ થઈ ગઈ કે તેણીએ સર્વ પઠન પાઠનાદિ પણ છોડી દીધું. એક વખત રાજમાર્ગે જતાં રોહિણી રાજાની રાણીના દોષ કહેતી હતી. તે રાણીની દાસીએ સાંભળ્યા, એટલે તેણીએ રાજાને આ વાત કહી. રાજાએ રોહિણીના પિતાને બોલાવીને પૂછ્યું કે, “હે શ્રેષ્ઠી !તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને શી રીતે જાણ્યું? શ્રેષ્ઠી બોલ્યો – “હે સ્વામિન્! એ પુત્રીનો સ્વભાવ દુષ્ટ છે.” પછી કોપ પામેલા રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. અરણ્યમાં દુઃખનો અનુભવ કરીને તે મૃત્યુ પામી અને અપરિગ્રહિતા વ્યંતરદેવી થઈ. ત્યાં બીજા દેવતાઓએ આપેલું દુઃખ અનુભવી ત્યાંથી ચ્યવીને એકેંદ્રિયાદિકમાં અનંતકાળ ભમી. છેવટે તેનો જીવ ભુવનભાનુ કેવળી થઈ મોક્ષને પામ્યો. (પૃ.૨૧૬) ૨૮૯. અસત્યથી રાણું નહીં. (૨) અસત્ય વચન બોલવામાં પ્રીતિ રાખું નહીં, પણ સત્ય બોલવાનો જ આગ્રહ રાખું. વસુરાજા અસત્યમાં રાચ્યો તો નરકે ગયો. “મોક્ષમાળા વિવેચન'માંથી – “શેષનાગ ઉપર પૃથ્વી રહેલી છે એમ વૈષ્ણવોની માન્યતા છે. પણ ખરો પૃથ્વીનો આધાર સત્ય છે. કારણ કે ઘર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સંસારના ચાર મુખ્ય પાયા સત્યને આઘારે ટક્યા છે. ઘર્મ - સત્ય વિના ઘર્મ પ્રગટ થતો નથી. વ્યવહારસત્ય પછી પરમાર્થસત્ય આવે. પરમાર્થ સત્યમાં આત્માનો લક્ષ રાખીને બોલે. ભગવાને જે જોયું અને કહ્યું તે સત્ય છે. નીતિ - નીતિને માનનાર અસત્ય બોલતા નથી. સત્યને આઘારે પ્રામાણિકપણું, ન્યાય વગેરે નીતિના નિયમો ટકી રહે છે. રાજ - રાજાનું વચન માન્ય હોય છે કે તે પળશે જ. પહેલાના જમાનામાં રાજાઓ તાંબાના પતરા પર લખી આપતા તે તેના દીકરાના દીકરા બધા માન્ય રાખતા. વ્યવહાર – અમુક આપીશ એમ કહે એટલે આપે. લેવડદેવડ સત્યને આધારે ચાલે છે. એક બીજાના વિશ્વાસે વ્યવહાર ચાલે છે. હાસ્યથી જૂઠું બોલે તો પણ કર્મ બંધાય છે, જૂઠનો ભય નીકળી જાય છે, પછી આગળ વ્યવહાર વગેરેમાં જૂઠું બોલતો થઈ જાય છે. ટેવ પડી હોય એટલે જ્યાં સ્વાર્થ હોય ત્ય જાડું બોલતા પાછો ન પડે. જેમ ચોરી, જાગાર વગેરે શરૂઆતમાં રમતરૂપે કરે, પછી વ્યસનરૂપે સેવે. ગાંધારીનું દ્રષ્ટાંત - દુર્યોધનની મા ગાંધારી હતી તેને દુર્યોધન નમસ્કાર કરવા આવ્યો. ત્યારે તેણે કહ્યું – “સત્યનો જય થાઓ” પણ “તારો જય થાઓ” એમ ન કહ્યું. એમ આપણે પણ કોઈનો ખોટો પક્ષ ન કરવો. અહિંસા એ જ મુખ્ય ઘર્મ છે. તેની રક્ષા માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે. અહિંસા પછી સત્ય એ બીજાં મહાવ્રત છે. એનાથી અહિંસાવ્રત રક્ષાય છે. સત્ય, હિત, મિત અને પ્રિય શાસ્ત્ર અનુસાર, ક્રોઘ માન માયા લોભ રહિત વચન બોલવું. સાચું બોલે તેને માયા વગેરે કરવી ન પડે, બેફિકર રહે.” (પૃ.૫૬) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - સંકટ સમયે પણ અસત્ય બોલ્યું નહીં. ભીમ સોનીનું દ્રષ્ટાંત - “ખંભાતમાં ભીમ નામનો સોની હતો. તેણે સત્ય જ બોલવું એવો નિયમ લીઘો હતો. તે શ્રાવક હતો. તેની પાસે દ્રવ્ય પણ ઘણું હતું. એક દિવસ મલ્લિનાથજીને દહેરે જતાં ૧૯૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ ભીમ સોની ભીમ સોનીના પુત્રી લાવેલ સોનૈયા ભીમે કહ્યું - આ બધા ખોટા સોનૈયા છે, માટે પાછા આપી દો }}} Page #237 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ - માર્ગમાંથી ચોરોએ તેને પકડ્યો અને પોતાના સ્થાનમાં લઈ જઈ ચાર હજાર સોનૈયા માગ્યા. ભીમે પોતાના પુત્રને ચાર હજાર સોનૈયા લઈને આવવાનું કહેવરાવ્યું. ભીમપુત્ર ચાર હજાર ખોટા સોનૈયા લઈને ચોરોના સ્થાનમાં ગયો અને કહ્યું કે – આ સોનૈયા પારખીને ગણી લ્યો ને મારા પિતાને છોડી દ્યો.' ચોરોમાં મુખ્ય જે ક્ષત્રી હતો તેણે વિચાર્યું કે – ‘આ સોનૈયાની આપણને પરીક્ષા નથી કે એને સાચા ખોટા જાણી શકીએ, પણ ભીમ સત્યવાદી કહેવાય છે, માટે તેની પાસે જ પરખાવીએ.' પછી ભીમ પાસે લઈ જઈ તેને પારખવાનું કહેતાં તેણે સોનૈયા તપાસીને કહ્યું કે – ' આ બધા ખોટા સોનૈયા છે, માટે પાછા આપી દ્યો.' આવો જવાબ સાંભળી મુખ્ય ચોર બહુ ખુશી થયો અને વિચારવા લાગ્યો કે – ‘આવા પુરુષો પણ જગતમાં વસે છે કે જે સંકટમાં પણ અસત્ય બોલતા નથી. સત્ય જ બોલે છે. સત્યની ખાતર ગમે તેટલું કષ્ટ પડે તો પણ સહેવા તૈયાર છે. વળી પોતાના પુત્રને પણ ખોટો ઠરાવતા ડરતા નથી કે ભય પામતા નથી. આમ કહેવાથી મારો પુત્ર હલકો પડશે એવો ભય પણ ઘરાવતા નથી. કળિકાળમાં આવા પુરુષો રત્નતુલ્ય છે. તો આવા પુણ્યશાળીનું દ્રવ્ય કોણ લે ? તેમ વિચારીને તેમણે તે સોનીને કાંઈ પણ લીધા વિના છોડી દીધો. સત્ય વડે આવી સિદ્ધિ થાય છે. જો કે સત્યમાં કષ્ટ પણ રહેલ છે, પરંતુ તે ઘીરજથી સહન કરવામાં આવે તો સર્વ કાર્યની તેથી સિદ્ધિ થાય છે.’’ (પૃ.૧૩૫) ૨૯૦. ખડખડ હસું નહીં. (સ્ત્રી) સ્ત્રીએ ખડખડ હસવું નહીં. મર્યાદામાં રહી જ્યાં જેટલી જરૂર હોય તેટલું જ મોં મલકાવવું. સ્ત્રી નીતિ બોક'માંથી : “ખડ ખડ હસજે નહીં તું ડાહી દીકરી, મર્યાદા વણ જાણ્યું હું તો ધિક્કાર જો; ચાલ કુચાલે કો દી તું ચાલીશ નહીં, થાજે ત્યાં તો ડાહીને તું ઠીક જો, સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી. હસવું નહીં ઝાઝું કદી, હે ! સજ્જની મુજ બેન; હસવાથી કિમ્મત ઘટે, એ દુઃખરૂપ ચેન." ‘મોહનીય કર્મની પૂજાના અર્થ' માંથી :– અવધિજ્ઞાનનું પણ હાસ્યથી વિસર્જન * એક શિષ્યનું દૃષ્ટાંત – “એક આચાર્ય ભગવંતને ઘણા શિષ્યો હતા. તેમાંથી એક શિષ્ય ભણવા માટે ઘણો પ્રયત્ન કર્યો તો પણ ચઢે નહીં; તેથી શિષ્યે ગુરુને કહ્યું કે હું શું કર્યું જેથી મને વિદ્યા ચઢે, ત્યારે ગુરુએ તેને કહ્યું : તું સાધુ પુરુષોની સેવા કર. તેથી તે ઉત્સાહપૂર્વક બધાની સેવા કરવા લાગ્યો. કોઈને આહાર, પાણી લાવી આપે, કોઈના પગ દબાવે વગેરે સેવામાં તત્પર રહેતો. જ્યારે સેવાથી નિવૃત્ત થાય ત્યારે એકાંતમાં બેસી વિચાર કરતો કે મને જ્ઞાન ક્યારે ચઢશે? એમ રોજ વિચારતાં એક દિવસ નિર્મળતા થવાથી અવધિજ્ઞાન પ્રગટ થયું. તે અવધિજ્ઞાનના બળે તેને પહેલું દેવલોક દેખાવા લાગ્યું. દેવલોક્માં સૌધર્મેન્દ્રને આઠ મુખ્ય દેવીઓ હતી. તેમાંથી એક દેવી રિસાઈ જવાથી સૌધર્મેન્દ્ર તેને મનાવતો હતો. દેવીએ ખીજાઈને ઇન્દ્રને લાત મારી ત્યારે ઇન્દ્ર કહે : તારા પગને વાગ્યું તો નથીને. તે જોઈ મુનિને હસવું આવ્યું કે તરત જ અવધિજ્ઞાન જતું રહ્યું. માટે ગંભીરતા રાખવી. ગંભીરતા એ મોટો ગુણ છે. હસવાની ટેવ સજ્જન પુરુષોએ રાખવા યોગ્ય નથી. ૧૯૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૨૯૧. કારણ વિના મોં મલકાવું નહીં. કોઈને એવી ટેવ હોય છે કે કારણ વિના હસહસ કરે. પરમકૃપાળદેવ કહે છે કે કારણ વિના મોં મલકાવવું નહીં. હાસ્ય એ કષાયનું કારણ છે. કારણ વિના કોઈની સામે મોં મલકાવવાથી કોઈ દિવસ તેનો ઊંધો અર્થ થઈ જાય અને વ્યક્તિ આપત્તિમાં આવી પડે. ૨૯૨. કોઈ વેળા હસું નહીં. ય કર્મના ૨૮ ભેદ છે. તેમાં હાસ્ય પણ એક મોહનીય છે, માટે કોઈ વેળા હસું નહીં એવો અભ્યાસ કરું. ગંભીરતા ગુણ પ્રગટાવવા પ્રયાસ કરું. ૨૯૩. મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. મનનો આનંદ નાટક, સિનેમા, ટી.વી., સંગીત વગેરે કરતાં આત્માનો આનંદ વિશેષ છે. ઇન્દ્રિયોથી મળતો આનંદ તે ક્ષણિક છે, પરાધીન છે તથા જીવને આકુળતા ઉત્પન્ન કરાવનાર છે; જ્યારે આત્માનો આનંદ સ્વાધીન છે, નિર્દોષ છે તથા સદા શાંતિ આપનાર છે. “ઉપદેશામૃત'માંથી - “શ્રી લલ્લુજીમુનિ વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય કરતા તે વખતની વાત કરતા પોતે જણાવ્યું છે કે, “તે વાંચતા અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાભ્ય છે એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિનું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા “આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર સગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.” (ઉ.પૃ.૧૧) “અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજી. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ” ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજ. જો કે સત્સંગ એ ઠીક છે; પણ જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નીકર હજાર-લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે પડ્યો રહે; પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તમાં શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.” (ઉ.પૃ.૧૬) ગુણસેનકુમારનું દ્રષ્ટાંત – મનનો આનંદ બીજાને દુઃખનું કારણ ગુણસેનકુમાર એક રાજાનો પુત્ર હતો. તેણે મનના આનંદ માટે પુરોહિત પુત્ર અગ્નિશર્મા કે જેના શરીરના અવયવો બરાબર નથી, તેને ગઘેડા ઉપર બેસાડી માથા ઉપર છત્રના સ્થાને સુપડું મૂકી ગામમાં ફેરવે અને બધા મળી આનંદ માને. અગ્નિશર્માના મનમાં ઘણું દુઃખ થાય પણ ગુણસેન રાજાનો પુત્ર હોવાથી તેને કોણ કહી શકે! અંતે રાજકુમારથી થાકી-કંટાળી અગ્નિશર્માએ તાપસના આશ્રમમાં જઈને તાપસી દીક્ષા લીધી. પછી ગુણસેન રાજા થયો. તેણે સર્વ હકીકત જાણી તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તે તાપસને એક માસના ઉપવાસી જાણી માસખમણના પારણા માટે વિનંતી કરીને પોતાના ઘેર આવ્યો. પણ પારણાના દિવસે પોતે બિમાર પડી જવાથી તાપસને માસિક ઉપવાસને પારણે આહાર પાણી આપવાનું ૧૯૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભૂલી ગયો. તાપસે આશ્રમમાં આવી ફરી બીજા મહિનાના ઉપવાસ કર્યા. આમ ત્રણવાર બીજા બીજા કારણોથી તાપસને રાજા ગુણસેન આહાર પાણી માટે આમંત્રણ આપવા છતાં તે આહાર પાણી આપી શક્યો નહીં. તેથી તાપસે નિયાણું કર્યું કે આને હું ભવોભવમાં જે મારનારો થાઉં. કારણ કે જ્યારે હું ઘરમાં હતો ત્યારે પણ મને હેરાન કરતો હતો અને હવે અહીં તાપસ થયો છતાં પણ મને આવી રીતની કદર્થના કરે છે. આવા નિયાણાથી અગ્નિશર્મા પુરોહિત પુત્ર અને ગુણસેન રાજાનો જીવ પિતા પુત્રરૂપે, માતા અને પુત્રરૂપે, પતિ પત્નીરૂપે અને ભાઈ ભાઈરૂપે થઈને નવભવ સુઘી વેર લે છે. ગુણસેન રાજાનો જીવ તે તે ભવોમાં વિશેષ વિશેષ આરાધના કરીને ઊંચા ઊંચા દેવલોકમાં જાય છે અને અગ્નિશર્મા દરેક ભવમાં તેને મારી નીચે નીચે નરક ભૂમિઓમાં જન્મે છે. અંતમાં ગુણસેનરાજાનો જીવ નવમા ભવે સમરાદિત્ય કેવળી બની મોક્ષે જાય છે. પણ મનનો આનંદ લેવા જતાં તેને પણ નવભવ સુધી દુઃખ ભોગવવું પડ્યું. માટે મનના આનંદ કરતાં આત્માનંદને જ ચાહું. આત્માનો આનંદ શાથી પ્રગટ થાય? તો કે વિષયકષાયની વૃત્તિઓ જેમ જેમ મંદ થાય તેમ તેમ આત્માનો આનંદ પ્રગટ થાય છે. -સમરાદિત્ય કેવળીના આધારે ૨૯૪. સર્વને યથાતથ્ય માન આપું. (ગૃહસ્થ). સર્વને યથાતથ્ય માન આપું. માતાપિતા, વડીલ સર્વનો યથાયોગ્ય વિનય કરું. આત્મજ્ઞાની મહાત્મા પધાર્યા હોય ત્યારે અંતરના ઉલ્લાસપૂર્વક અને બહુમાનપૂર્વક તેમને માન આપું. જેથી ઘણો લાભ થાય. સાઘર્મીભાઈ-મુમુક્ષભાઈને પણ યથાયોગ્ય માન આપું. કારણ તેઓ પરમાર્થમાર્ગના ખરા સ્નેહી છે. “સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક; બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક.” પૂ.પ્રભુશ્રીજી કહે - મુમુક્ષુઓ તો અમારા માથાના મુકુટ છે. તેમને જોઈ અમને પૂજ્યભાવ થાય છે. “મોક્ષમાળા વિવેચન'માંથી - વિનય વડે સર્વ સિદ્ધિ – “ગુરુનો વિનય કરે તેથી શાસ્ત્રાભ્યાસ થાય, જ્ઞાન થાય, તેથી વિરતિ આવે, તેથી ચારિત્રમોહ ટળે અને કેવળજ્ઞાન પામી મોક્ષ જાય. એમ વિનયથી તત્ત્વની એટલે શુદ્ધાત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે. ચંડાળનું દ્રષ્ટાંત – એક ચંડાળની સ્ત્રીને કેરી ખાવાનો દોહદ થયો. રાજાની રાણીના બાગમાં વાળવા જાય ત્યાં આંબો દીઠો હશે. ત્યાંથી રોજ એક એક કેરી મંગાવે તે ચંડાળ લઈ આવે. કેરીઓની ચોરી કરનારની તપાસ કરવા શ્રેણિક રાજાએ અભયકુમારને આજ્ઞા કરી. અભયકુમારે યુક્તિથી તે ચંડાળને શોધી કાઢ્યો. શ્રેણિક રાજા ચંડાળને ક્ષમા કરી શકે પણ વિદ્યા શીખવે તો ક્ષમા કરે. સિંહાસન ઉપર બેઠા રાજાને વિદ્યા સાધ્ય ન થઈ. પછી સિંહાસન તેને આપી સામે આવી ઊભા રહ્યા ત્યારે વિદ્યા સિદ્ધ થઈ. શ્રેણિકની આ કથા બોઘ લેવા માટે છે. કથામાંથી બધું ગ્રહણ કરવાનું નથી. વાત ખરી છે કે ખોટી એ જરૂરતું નથી. ઝાડ નમાવવાની વિદ્યા માટે પ્રયોજન નથી. પરંતુ આત્મવિદ્યા પામવા નિગ્રંથ ગુરુનો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય? વિ+નય કર્મને વિશેષપણે દૂર કરવાં તે વિનય. ગુરુનો વિનય કરે, બીજાને માન આપે તેથી કર્મ છૂટે છે. વિનય એ ઉત્તમ વશીકરણ છે. “વનો વેરીને વશ કરે' એમ પ્રભુશ્રીજી કહેતા. ૧૯૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.’’–શ્રીમદ્ રાજચંદ્ર વિનય મૂળ કારણ છે અને વિવેક એટલે આત્મજ્ઞાન એ તેનું કાર્ય અથવા ફળ છે, ગુરુનો આત્મપ્રત્યથી ઉપકાર છે, તે અપેક્ષાએ પહેલા ગુરુનો વિનય કરવા કાઢ્યું. મુનિનો ચારિત્રની અપેક્ષાએ, વિદ્વાનનો જ્ઞાનની અપેક્ષાએ, માતાપિતાનો મનુષ્યજન્મ પામવામાં અને સંસારપ્રત્યયી ઉપકારની અપેક્ષાએ, બીજા મોટા કાકા, દાદા વગેરે મોટાનો વયની અપેક્ષાએ એમ બઘાનો યથાયોગ્ય વિનય કરવો એ આત્માને ઉત્તમ થવાનું કારણ છે. જીવ અનાદિકાળથી રખડ્યો છે, તેનું કારણ માન છે. વિનય કરે તો માન ઓછું થાય.’’ (પૃ.૭૮) ૨૯૫. સ્થિતિનો ગર્વ કરું નહીં. (ગૃન્મુ॰) ગૃહસ્થ અવસ્થામાં પુણ્યબળે પૈસા કમાઈ ગયો હોઉં તો પણ તેનું અભિમાન કરું નહીં. એ ચંચળ લક્ષ્મીનું કાંઈ ઠેકાણું નથી. ક્યારે જતી રહે તેની ખબર નથી. “મોક્ષમાળા’માં ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં આ વાત દૃષ્ટાંત સાથે વિસ્તારથી સમજાવેલ છે. રાવણે પોતાની સ્થિતિનો ગર્વ કર્યો અને બોલ્યો કે રામ લક્ષ્મણ કોણ માત્ર છે. હું તો વિદ્યાઘર છું, ત્રણ ખંડનો અધિપતિ છું. આમ ગર્વ કર્યો તો શું પરિણામ આવ્યું? અથવા સુભૂમ ચક્રીએ પોતાની સ્થિતિનો ગર્વ કર્યો કે છ ખંડ તો બધાએ સાથે પણ હું તો બાર ખંડ સાધું. તો તેનું શું પરિણામ આવ્યું? તો કે સાતમી નરક. તે આ પ્રમાણે— ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- વિશેષ મેળવવાની તૃષ્ણાનું ફળ સાતમી નરક સુભૂમ ચક્રવર્તીનું દૃષ્ટાંત – '‘છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભૂમ નામે એક ચક્રવર્તી થઈ ગયો છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હા તે તરસ્યો રહ્યો. એટલે ઘાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાથે છે; અને હું પણ એટલા જ સાથું, તેમાં મહત્તા શાની? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આશા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મુક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બુઠ્યું; અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભ્રમ નામનો ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. (વ.પૃ.૭૬) અથવા મુનિપણામાં લોકો માન આપે, પૂજા કરે કે આચાર્યપદ મળી જાય તો પણ ગર્વ કરું નહીં. સમાધિ સોપાનમાંથી :- “આ સંસારમાં સ્વર્ગલોકના મહાઋદ્ધિવાળા દેવો મરીને એક સમયમાં એકેન્દ્રિયમાં આવીને ઊપજે છે કે કાગડા, કૂતરા, ચંડાળ આદિના ભવ પામે છે. નવ નિધાન, ચૌદ રત્નના ઘારક ચક્રવર્તી મરીને એક સમયમાં સાતમી નરકને વિષે નારકી થાય છે, બળભદ્રનારાયણનાં ઐશ્ચર્ય પણ નાશ પામ્યાં તો સામાન્ય માણસની વાત જ શી કરવી? જેની હજારો દેવો સેવા ૨૦૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ કરે તેવાનું પુણ્ય ક્ષય થયું ત્યારે પાણી પાનાર પણ એકે માન્નસ ન રહ્યું તો બીજા પુણ્યતીન જીવો કેમ મદોન્મત્ત બની રહ્યા છે? ઉત્તમ જ્ઞાન વડે જગતમાં પ્રધાન ગણાતા, ઉત્તમ તપશ્ચર્યા કરવામાં ઉદ્યમી અને મહા દાનવીર પુરુષો પણ પોતાના આત્માને અતિ નીચો માને છે, તેમને માર્દવ ઘર્મ પ્રગટે છે. વિનયભાવ, નિર્માનીપણું એ સર્વ ધર્મનું મૂળ છે, સર્વ સમ્યક્તાનાદિ ગુણોનો આધાર છે. જો સમ્યક્દર્શનાદિ ગુણો પ્રાસ કરવા હોય, પોતાનો ઉકેવળ યશ વિસ્તારવો હોય અને વેરનો નાશ કરવો હોય તો ગર્વ તજી, નમ્રતા ગ્રહણ કરો. ગર્વ ગાળ્યા વિના વિનયાદિ ગુણ, વચનની મધુરતા, પૂજ્ય પુરુષોનો આદર-સત્કાર, દાન, સન્માન આદિ એકે ગુણ પ્રાપ્ત નહીં થાય.’’ (પૃ.૨૭૩) “અભિમાનીના વગર વાંકે સર્વ વેરી બને છે, તેની સર્વ નિંદા કરે છે, સર્વ લોક તેની પડતી થાય એમ ઇચ્છે છે. શેઠ અભિમાની નોકરને કાઢી મૂકે છે. ગુરુજનો અભિમાનીને વિદ્યા આપવા તત્પર થતા નથી. અભિમાનીથી નોકરો પણ વિમુખ રહે છે. મિત્ર, ભાઈ, વડીલ, પડોશી વગેરે તેની પડતી ઇચ્છે છે. પિતા, ગુરુ, ઉપાઘ્યાય તો પુત્ર કે શિષ્યને વિનયી દેખીને આનંદ પામે છે. અવિનયી, અભિમાની પુત્ર કે શિષ્ય મોટા પુરુષના મનમાં સંતાપ પેદા કરે છે. પુત્ર, શિષ્ય તથા સેવકનો તો એ જ ધર્મ છે કે નવું કાર્ય કરતા પહેલાં પિતા, ગુરુ કે શેઠને જણાવવું, આજ્ઞા માગવી. પણ આજ્ઞાનો અવસર ન મળે તો અવસર દેખે કે તરત જ જણાવે, તે જ વિનય છે, તે જ ભક્તિ છે. જ જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. વિનયવંત, માનરહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે છે. આ કળિકાળમાં મદ રહિત કોમળ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ધન્ય છે. ઉત્તમ પુરુષો બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ યથાયોગ્ય પ્રિય વચન, આદર સત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. ઉત્તમ જનો ઉદ્ધૃતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણ પહેરે નહીં. ઉદ્ધૃતપણે બીજાનું અપમાન થાય તેમ લે દેશ, વિવાહ આદિ વ્યવહાર કાર્ય કરે નહીં,’’ (પૃ.૨૪૪) ‘દૃષ્ટાંત શતક'માંથી :– ધનનો ગર્વ કરવો નહીં • ધનવાનનું દૃષ્ટાંત – ‘એક ધનવાન પુરુષ રસ્તે જતો હતો. તેના જોવામાં કોઈ દરિદ્રી પુરુષ આવ્યો. તેની સ્થિતિ જોઈ મદાંધ ધનવાન પુરુષ હસવા લાગ્યો. તે વખતે કોઈક વિદ્વાન પુરુષ ત્યાં થઈને જતો હતો, તેનાથી આ ધનના મદથી છકેલા શ્રીમંતનો અવિનય સાંખી શકાયો નહીં તેથી બોલ્યો ઃ ‘અરે ભલા માણસ ! તારા ઘનનો શો ગર્વ કરે છે ? શું તેં ગુરુનું વાક્ય સાંભળ્યું નથી કે કોઈએ આ લોકની અસ્થિર વસ્તુઓનો ગર્વ કરવો નહીં. તું જો જાણતો ન હોય તો જે સ્થળે પાણીનો રહેંટ ફરતો હોય ત્યાં જઈને જો, એટલે તારા જોવામાં આવશે કે કેટલાંક ઢોલવાં (રહેંટમાળના પતરાના ડાબડા) ભરાઈને ઉપર આવે છે અને પાછાં ખાલી થઈ નીચે જાય છે. તે જ પ્રમાણે આ સંસારમાં ધનસંપત્તિ વગેરે કોઈ વખત મળે છે અને માણસ વૈભવને શિખરે ચઢે છે, પણ વખત જતાં તે જ ધનસંપત્તિ જતી રહે છે અને માણસ નીચી દશામાં આવી પડે છે. માટે સ્થિતિનો ગર્વ કરવા યોગ્ય નથી. ૨૯૬. સ્થિતિનો ખેદ કરું નહીં. ૨૦૧ કર્માધીન નબળી સ્થિતિ આવી પડી હોય, તો પણ ખેદ કર્યું નહીં. પૂ. પ્રભુશ્રીજી પાસે માણેકજી શેઠ બેઠા હતા. ત્યાં મુંબઈથી તાર આવ્યો કે લાખોનું નુકસાન ગયું. Page #242 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તે વાંચી શેઠ બોલ્યા : પ્રભુ ! કચરો ગયો. આવા શબ્દો નીકળવા તે સત્પુરુષના સમાગમનું ફળ છે. ગમે તેવી સ્થિતિ આવી હોય પણ મુમુક્ષુ ખેદ કરે નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી; તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે, તથાપિ તેમની દારિદ્રયાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાત્મ્ય છે. પરમાત્માએ એમના ‘પરચા' પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિઃસ્પૃહ નહીં હો, (નીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.'' (વ.પૃ.૨૯) “આપને પ્રશ્ન કરવું યોગ્ય છે કે ચિત્તની માયાના પ્રસંગોમાં આકુળવ્યાકુળતા હોય, અને તેમાં આત્મા ચિંતિત રહ્યા કરે, એ ઈશ્વરપ્રસન્નતાનો માર્ગ છે કે કેમ? અને પોતાની બુદ્ધિએ નહીં, તથાપિ લોકપ્રવાહને લઈને પણ કુટુંબાદિકને કારણે શોચનીય થવું એ વાસ્તવિક માર્ગ છે કે કેમ? આપણે આકુળ થવાથી કંઈ કરી શકીએ છીએ કે કેમ? અને જો કરી શકીએ છીએ તો પછી ઈશ્વર પર વિશ્વાસ શું ફળદાયક છે? (વ.પૃ.૨૮૦) “વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે, એ દૃઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે, એમ આપે નિઃશંકપણે સમજવું; માટે જે થાય તે જોવું; અને પછી જો આપને અકળામણ જન્મ પામે, તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિષે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં. અમે તો એ માર્ગથી તર્યા છીએ.’’ (વ.પૃ.૨૮૭) “માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; ‘જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે.' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી.’’ (વ.પૃ.૩૧૫) “પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.’’ (વ.પૃ.૩૧૫) ‘નીતિ વિચાર રત્નમાળા'માંથી – “સુખ અને દુઃખનો આધાર મનની સ્થિતિ ઉપર રહેલો છે. બહારના સંયોગોને આપણા મનની રુચીને અનુકૂળ બનાવવાની કોશીશ કરવા કરતાં આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકૂળ બનાવવાનો અભ્યાસ પાડવો, એ સુખ પ્રાપ્તિનો ઉપાય છે.” ‘ગૌતમ પૃચ્છા'ના આધારે – પુણ્ય પુરુ થયે બધું જતું રહે સુઘનશેઠનું દૃષ્ટાંત – “દક્ષિણ મધુરા નગરીમાં થનદત્ત શેઠનો સુધન નામનો એક પુત્ર રહેતો હતો. તે વેપાર કરવામાં બહુ કુશળ હતો. ઉત્તર મથુરામાં રહેનાર સમુદ્રદત્ત નામના શેઠ સાથે તે વેપાર કરતો તથા પાંચસો ગાડા પ્રમાણ કરિયાણું વહાણમાં ભરીને સમુદ્રમાર્ગે પણ વેપાર કરતો અને પૈસા પણ વ્યાજે આપતો, તેમજ કેટલુંક ઘન ઘરમાં પણ દાટેલું હતું. ૨૦૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સુઘનના પિતા ઘનદત્ત મરણ પામ્યા. તેથી ઘરનો, કુટુંબનો બધો ભાર સુઘન ઉપર આવ્યો. તે સારી રીતે વહન કરવા લાગ્યો. યથાશક્તિ ઘર્મધ્યાન પણ કરતો હતો. પાપ કર્મના ઉદયે એક દિવસ સુઘન સોનાના સિંહાસન ઉપર બેસી સોનાની કુંડીમાં પાણી લઈ સ્નાન કરવા લાગ્યો. તે વખતે સુવર્ણની કુંડી તથા સુવર્ણનું સિંહાસન આકાશમાં ઊડીને જવા લાગ્યું. તે સુઘન જોતો જ રહી ગયો. સ્નાન કરીને સુઘન ઘરમાં રહેલ મંદિરમાં દેવપૂજા કરવા લાગ્યો. દેવપૂજા થઈ રહ્યા પછી દેવમંદિર તથા ભગવાનની પ્રતિમા પણ પરિકર સાથે આકાશમાં ઊડીને ચાલ્યા ગયા. આપત્તિ આવે છે ત્યારે ચારે બાજાથી સામટી આવે છે. વળી એક માણસે આવીને સુઘનને ખબર આપ્યા કે “આપણા પાંચસો વહાણ સમુદ્રમાં તોફાન આવવાથી ભાંગી ગયા છે.” આફત ઉપર આફત આવી પડી. વળી સુઘન ભોજન કરી રહ્યો કે સોનાનો થાળ વાડકાઓ સાથે આકાશમાં ઊડવા લાગ્યો. ત્યારે સુઘને જોરથી તે થાળ પકડ્યો. તે વખતે થાળનો એક કટકો તેના હાથમાં રહી ગયો. જોતજોતામાં થાળ પણ ઊડીને ક્યાંય ચાલી ગયો. બઘી લક્ષ્મી જવાથી સુઘન નિર્ધન થઈ ગયો. વળી ઓછામાં પુરુ, એક માણસે આવીને સુઘનને કહ્યું કે મારું એક લાખ રૂપિયાનું લેણું છે તે આપો. ત્યારે સુઘન જમીનમાં દાટેલું ઘન લેવા ગયો. ત્યાં ખોદીને જોયું તો તે દ્રવ્ય પણ ભસ્મ થઈ ગયેલું જોયું. ઘનને અગિયારમાં પ્રાણ કહેવામાં આવે છે, તે ચાલ્યો ગયો. ઘન હતું તો માન હતું. હવે ઘન વિના મારાથી કેમ જીવાશે? એમ વિચારી તે પર્વત ઉપર ચઢીને પૃપાપાત કરવા તૈયાર થયો. તે વખતે ત્યાં રહેલા મુનિ મહારાજ બોલ્યા - હે સુઘન! તું આત્મઘાત કર નહીં. કુમરણથી તું વ્યંતર થઈશ. મુનિના આ વચન સાંભળીને સુઘન મુનિરાજ પાસે આવ્યો. મુનિને વંદના કરી તેમની સામે બેઠો. મુનિરાજે તેને ઉપદેશ આપતા કહ્યું કે કર્મ ભોગવ્યા વિના કોઈનો છૂટકારો થતો નથી. કર્મનું પ્રઘાનપણું જાણવું. કર્મ આગળ શુભગ્રહો પણ શું કરી શકે? વસિષ્ઠ જેવા ઋષિએ રામચંદ્રજીને ગાદીએ બેસાડવાનું મુહર્ત આપ્યું, તે જ મુહૂર્તમાં રામચંદ્રજીને વનમાં જવું પડ્યું. લક્ષ્મી સ્થિર થઈને એક ઠેકાણે રહેતી નથી. તેમાં આશ્ચર્ય શું ? લક્ષ્મી ચાલી ગઈ તેનો તું શોક કરીશ નહીં. લક્ષ્મી અનર્થનું મૂળ છે. આ પ્રમાણે મુનિરાજના ઉપદેશથી બોઘ પામી સુઘને દીક્ષા લીધી. છતાં સોનાના થાળનો તે કટકો પોતાની પાસે રાખ્યો હતો. સુઘન મુનિ ગુરુ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરી ગીતાર્થ થયા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. વિહાર કરતાં કરતાં ઉત્તર મથુરા નગરીમાં સમુદ્રદત્તને ત્યાં વહોરવા આવ્યા. ત્યાં સોનાની કુંડી, સિંહાસન વગેરે જોયા. સમુદ્રદત્તને તુટેલી સોનાની થાળીમાં જમતા જોયો. તે જોઈને સુઘન મુનિ બોલ્યા, શેઠ! આ બધી વસ્તુઓ તમે કરાવેલી છે કે તમારા પૂર્વજોએ? સમુદ્રદત્તે કહ્યું કે તે સઘળું મેં જ કરાવેલ છે. આ ભાંગેલી થાળીમાં કેમ જમો છો? શેઠે કહ્યું કે આ થાળીની કોર સાંઘવા ઘણી મહેનત કરી પણ કોઈ કટકો ચોંટતો નથી. તે વખતે મુનિએ પોતાની ઝોળીમાં સંતાડેલો થાળીનો ટૂકડો કાઢી તે થાળીને જોડ્યો કે તરત જ ચોંટી ગયો. સમુદ્રદત્ત શેઠને નવાઈ લાગી. તેથી મુનિને નમીને કહ્યું કે- હે મુનિ! આમ બનવાનું કારણ શું? ત્યારે મુનિએ કહ્યું : શેઠ તમે જૂઠું બોલ્યા છો. આ ઋદ્ધિ તમારી નથી, મારી છે. સમુદ્રદત્તે સાચું બોલતા કહ્યું કે આ ઋદ્ધિને મારે ઘરે આવ્યાને આઠ વર્ષ થયા છે. પછી સઘનમુનિએ પોતાના પૂર્વભવ કહ્યા. તે સાંભળી સમુદ્રદત્તે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેથી ૨૦૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ તેનો પુત્ર મદન ઘરનો સ્વામી થયો. મુનિએ કહ્યું – મેં પૂર્વભવમાં દાન આપીને પશ્ચાત્તાપ કર્યો હતો તેથી મારી લક્ષ્મી મારા ઘરમાંથી ચાલી ગઈ તથા પૂર્વભવમાં આ મદન મારો ભાઈ હતો. તેણે પોતે ભાવથી સુપાત્ર દાન આપ્યું હતું તથા બીજા પાસે પણ અપાવ્યું હતું. તેથી આ ભવમાં તે આ સઘળી સંપત્તિનો સ્વામી થયો. મદને પોતાનો પૂર્વભવ જાણી મુનિરાજ પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને આયુષ્ય પૂર્ણ કરી તે દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામી આરાધના કરી મોક્ષે ગયો. આમ બેય ભાઈ ધર્મની આરાધના કરવાથી અગાધ સંસારસમુદ્રને તરી ગયા. (પૃ.૧૭૦૦ ૨૯૭, ખોટો ઉદ્યમ કરું નહીં. કોઈપણ કાર્યનો ઉદ્યમ કરતાં પહેલા વિચારવું જોઈએ કે આ કામ કરીશ તો મને લાભ છે કે નુક્શાન છે? એમ વિચાર કરીને કામ કરે તો કોઈ દિવસ પસ્તાવાનો વખત ન આવે. મહેનત ઘણી કરી હોય છતાં સરવાળે કંઈ પ્રાપ્તિ ન થાય તો બધી મહેનત પાણીમાં જાય. માટે ઉદ્યમ કરતાં પહેલા વિચાર કરીને કામ કરવું જોઈએ. એક બાળકનું દૃષ્ટાંત – બીજાને નુકસાન થાય એવું કોઈ કામ કરું નહીં. “એક કુંભાર હતો. તે ઘડા બનાવી મૂકે. ત્યાં એક બાળક કાંકરા વડે નિશાન તાકી તેને ફોડી દે. કુંભારે કહ્યું : ભાઈ આમ કર નહીં. ત્યારે બાળક કહે માફ કરજો. ફરી ઘડો તૈયાર થાય કે તેને પણ કાંકરો ફેંકી ફોડી દે. ફરી કુંભારે ચેતવ્યું તો કહે માફ કરજો. તેથી કુંભાર પણ એક કાંકરો લઈ તેના કાન સાથે રાખી મરડવા લાગ્યો.ત્યારે તે બાળક બોલ્યો કે મને દુઃખે છે. ત્યારે કુંભારે કહ્યું : માફ કરજો. એમ કહી ફરી કાન મરડવા લાગ્યો. એમ વારંવાર કરતાં તે બાળકની અક્કલ ઠેકાણે આવી. આમ ખોટો ઉદ્યમ કરું નહીં કે જેથી બીજાને નુકસાન થાય અને પોતાને પણ તેની સજા ભોગવવી પડે. બ્રાહ્મણનું દૃષ્ટાંત – એક બ્રાહ્મણના કહેવાથી એક ભરવાડે બે કાંકરા ફેંકી બ્રહ્મદત્ત ચક્રવર્તીની બેય આંખો ફોડી નાખી. આવો ખોટો ઉદ્યમ કરવાથી સામા જીવને કેટલું નુકશાન થશે તેનું ભાન નથી. માટે જ્ઞાની પુરુષો કહે છે કે સત્પુરુષાર્થ કરવો પણ ખોટો ઉદ્યમ કદી કરવો નહીં. ઉંદરનું દૃષ્ટાંત – વિપરીત પુરુષાર્થનું ફળ મૃત્યુ, “એક મંત્રવાદીએ સાપને પકડી કરંડીયામાં પુર્યો. સર્પ કરંડિયામાં ભૂખથી પીડાવા લાગ્યો. પણ તે બહાર નીકળી શક્યો નહીં. રાત્રે અગિયાર વાગે તે કરંડીયો મંત્રવાદીએ લાવી ઘરમાં મૂક્યો. ઘરમાં ઉંદર ઘણા હતા. તેમાંથી એક ઉંદરે તે કરંડિયાને દીઠો. તેને વિચાર આવ્યો કે આ કરંડિયામાં કંઈ ખાવાનું હશે. એમ ધારી તે કરંડિયાને કાણું પાડવાનો પુરુષાર્થ કરવા મંડ્યો. જેવું કાણું પડ્યું કે ભૂખ્યા સાપે તેને પકડી લીધો. ઉંદરે પુરુષાર્થ કર્યો પણ તે વિપરીત હોવાથી તેના મરણને માટે થયો. તેમ આત્મતિ કરનારે સત્પુરુષાર્થ કરવો. અસતુ પુરુષાર્થ કરવો નહીં. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ.’’ શ્રીમદ્ રાજચંદ્ર ૨૯૮. અનુધમી રહ્યું નહીં. ઉદ્યમ કર્યા વગર ભાગ્યની શી ખબર પડે કે મારા ભાગ્યમાં શું છે. પ્રયત્ન કરતાં પણ ન મળે તો શોક કરવો નહીં એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ઉદ્યોગરૂપી દીવાથી નસીબને શોધો. પુરુષાર્થ કરવાથી જ ભાગ્યની ખબર પડે છે. માટે આળસ કરી અનુધમી રહ્યું નહીં. ૨૦૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને કે પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ-પુરુષાર્થ શ્રેષ્ઠ છે.” (વ.પૃ.૭૦૩) “જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો.” (વ.પૃ.૭૧૧) “આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલ્વેના કામમાં લીઘા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય.” (વ.પૃ.૭૨૪) “તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બઘા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમા ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (વ.પૃ.૭૭૨) “અનંતકાળનાં કર્મ અનંતકાળ ગાળે જાય નહીં, પણ પુરુષાર્થથી જાય. માટે કર્મમાં બળ નથી પણ પુરુષાર્થમાં બળ છે. તેથી પુરુષાર્થ કરી આત્માને ઊંચો લાવવાનો લક્ષ રાખવો.” (વ.પૂ.૬૯૭) “સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલો મૂકીશ ત્યારે જશે માટે પુરુષાર્થ કરવો.” (વ.પૃ.૬૯૭) અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલો કાળ ગયો તેટલો કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં. કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે! સમ્યવ્રુષ્ટિ જીવ ગમે ત્યાંથી આત્માને ઊંચો લાવે, અર્થાત્ સમ્યત્વ આબે જીવની દ્રષ્ટિ ફરી જાય. (વ.પૃ.૯૯૭) ઉપદેશામૃત'માંથી - “ચાર પ્રકારના જે પુરુષાર્થ કહ્યા છે તેમાંથી ઘર્મ અને મોક્ષને માટે કોઈક વિરલા જીવ જ પ્રયત્ન કરતા હશે. આત્માનું ખરું સુખ-વાસ્તવિક શાંતિ તો ઘર્મ અને મોક્ષમાં રહી છે. માટે આપને ત્યાં સત્સંગનો જોગ ન હોય તો નિવૃત્તિ કાળે સન્શાસ્ત્રનું વાંચન રાખશો.” (ઉ.પૃ.૫૭) “આત્મા જોવાય શી રીતે? પૂર્વકર્મ અને પુરુષાર્થથી. પૂર્વકર્મ છે તો આ મનુષ્યભવ મળ્યો છે; સત્સંગ, સપુરુષનો જોગ આ બધું મળ્યું છે તેથી હવે લાગ આવ્યો છે. તૈયાર થઈ જાઓ. પુરુષાર્થ કરો. સત્ અને શીલ એ પુરુષાર્થ છે.” (ઉ.પૃ.૩૬૪) કપાળુદેવની શક્તિ અનંતી હતી અને અમે એમને પકડી બેઠા હતા. પરંતુ તેમણે કહ્યું કે પોતે જ બળ કરવું પડશે. બીજાને આધારે કંઈ નહી થાય. પોતાનો આત્મા છે તે જ આધારરૂપ છે; તે જ સર્વ સુખદુઃખ પ્રાપ્ત કરાવનાર છે. બીજા પર આધાર રાખી બેસી રહ્યું કંઈ નહીં વળે. “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.” “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ એમ કહ્યું છે તે બહુ સમજવાનું છે. બળ, પુરુષાર્થ, વિચાર, સમજણ કરી પોતે જ પોતાને છોડાવવાનો છે. સંસારના સુખ પણ આત્મા કંઈક ૨૦૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પુરુષાર્થ કરે છે ત્યારે પામે છે. કોઈ બીજાના બળથી નથી મળતું. તેમજ મોક્ષને માટે પણ પોતે પુરુષાર્થ કરવાનો છે. કૃપાળુદેવે પોતે કેવો પુરુષાર્થ કર્યો હતો! અન્ય જ્ઞાનીઓએ શું શું કર્યું ! તેમણે કહ્યું તેમ દેહાધ્યાસ મૂકો. મન, વચન, કાયાના યોગથી નિવર્સો. સંકલ્પ વિકલ્પ રહિત થાઓ. રાગદ્વેષ, ઇષ્ટાનિષ્ટ છોડો.” (ઉ.પૃ.૪૪૧) બોઘામૃત ભાગ-૧'માંથી – “પ્રશ્ન – પૂર્વકર્મથી પણ પ્રમાદ તો આવે ને? ઉત્તર - આવે તો પૂર્વકર્મથી, પણ પુરુષાર્થ કરે નહીં તો પ્રમાદ જાય નહીં. પુરુષાર્થ માત્ર દેહથી તે નહીં; પણ ભાવના ઊંચી રાખવી તે. સત્સંગ સર્વથી બળવાન સાઘન છે. પોતે પુરુષાર્થ ન કરે અને કહે કે કર્મ છે, કર્મ છે તો તો કોઈ મોક્ષે જાય નહીં. કર્મ તો જડ વસ્તુ છે. કર્મને કોણે બોલાવ્યાં? આત્માએ બોલાવ્યાં છે, અને જો આત્મા કહે કે મારે નથી જોઈતાં તો કર્મ આવીને કંઈ વળગતાં નથી. મહાવીર સ્વામીને ત્રેવીસ તીર્થકર જેટલાં કર્મ હતાં, લાગલગાટ સાડાબાર વર્ષ પુરુષાર્થ કરીને ઘનઘાતી કર્મોને ક્ષય કરી નાખ્યા. પુરુષાર્થની જરૂર છે. “પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ઘર્મ સેવ્યા જવો.” (૮૪) જ્યારથી સપુરુષની આજ્ઞા મળી ત્યારથી ચેતી લેવું. (બો.૧ પૃ.૪૦) બોઘામૃત ભાગ-૩'માંથી - “પ્રારબ્બાથીન દેહ છે. પુરુષાર્થ આધીન આત્મકલ્યાણ છે. આળસ અને પ્રમાદ જેવા કોઈ શત્રુ નથી, તેમને સોડમાં રાખી સૂવું ઘટતું નથી, દુશ્મન જાણી દૂર કરવા છે. જિંદગીના પાછલા ભાગમાં જેટલું બળ કરી કમાણી થાય તેટલી કરી લેવી ઘટે છેy.” (બો.૩ પૃ.૭૯૩) “પ્રશ્ન - પ્રારબ્ધ અને પુરુષાર્થનો સંબંઘ સવિસ્તર સમજાવશોજી. ઉત્તર – મનુષ્યભવ મળ્યો છે તે પ્રારબ્ધ છે. “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો.” ત્યાં પુરુષાર્થની ખામી બતાવી. જીવે પૂર્વે પુરુષાર્થ કરેલો, પુણ્યાદિ બાંધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. બીજા ભવોમાં પુણ્ય બાંઘવાનો પુરુષાર્થ કર્યો તો મનુષ્યભવ મળ્યો. જેણે પુરુષાર્થ નહોતો કર્યો તે કીડી, કાગડા, કૂતરારૂપે અવતર્યા છે. પહેલાના પુરુષાર્થના ફળને અહીં પ્રારબ્ધ કહે છે. જે મોક્ષ થાય તેવો પુરુષાર્થ અત્યારે કરે છે તે ખરા પુરુષાર્થી છે, તેના ભવ કપાય છે. જે પ્રમાદ સેવે, પાપ બાંધે તે અવળો પુરુષાર્થ કરી મનુષ્યભવ હારી બેસે છે અને ચાર ગતિમાં ભટકે છે. ત્યાં તેને કાગડા-કૂતરાના ભવરૂપે પ્રારબ્ધ ભોગવવું પડે છે. “પ્રવેશિકા'માં રાત્રિભોજન વિષેના પાઠમાં શિયાળનું દ્રષ્ટાંત છે; તેમાં રાત્રે પાણી નહીં પીવાનો એટલે પાપમાં નહીં પ્રવર્તતાં વ્રત પાળવાનો પુરુષાર્થ તેણે કર્યો તો મનુષ્યભવ તે પામ્યું અને ત્યાં મોક્ષપુરુષાર્થથી મુક્ત થયું. આવું પ્રારબ્ધ-પુરુષાર્થનું સ્વરૂપ છે. જેણે પ્રારબ્ધ બાંધ્યું છે તે તેને ફેરવી શકે, નાશ કરી શકે છે. નાશ ન થઈ શકે તો કોઈ મોક્ષે જાય જ નહીં. માટે જ્ઞાનીની આજ્ઞા આરાઘવાથી મુક્તિ મળે છે એમ દ્રઢ કરી આજ્ઞા-આરાઘનનો પુરુષાર્થ મનવચનકાયાના ત્રણે યોગે કર્તવ્ય છે.” (બો.૩ પૃ.૭૭૮) “મોક્ષમાળા વિવેચન'માંથી :- “અંગ્રેજોની ભૂમિ તે આંગ્લભૂમિ. તેમાં વસેલા તે આંગ્લભૌમિઓ. તેઓ રાજ્ય, વ્યાપાર, ઉદ્યોગ, હુન્નર વગેરે અનેક સંસાર સંબંધી કળા કૌશલ્યમાં વિજય પામ્યા છે, તેનું કારણ શું? ઉત્તર : તેઓ જે કામ હાથમાં લે તેમાં ખૂબ ઉત્સાહ રાખે અને બધા ભેગા મળીને સંપથી કરે. ઘણા માણસો સાથે મળીને સભા-સમાજ કે કંપની સ્થાપીને કામ ઉપાડે. તેમાં સારું કામ કરનારને ઉત્તેજન આપે. અને નવીન નવીન શોઘ કરવાનો ઉત્સાહ રાખે. તેથી તેઓએ પૈસા મેળવ્યા. ન્યાયનીતિથી ૨૦૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ કીર્તિ મેળવી અને રાજ્યો જીતી અધિકાર મેળવ્યો. કૃપાળુદેવ કહે છે કે એ એમના ઉદાહરણ ઉપરથી ધનાદિ માટે કંપની કાઢવાનો હું અહીં બોધ કરતો નથી પણ ધર્મને માટે કહેવું છે કે સર્વજ્ઞ ભગવાને જે ગુપ્તતત્ત્વ એટલે આત્મા સંબંધી બોધ કર્યો છે તે અજ્ઞાત દશામાં આવી પડ્યો છે. તે બોધ સર્વના જાણવામાં આવે તે સારું મહાન આચાર્યોનાં રચેલાં શાસ્ત્રો જે ભંડારોમાં પડ્યાં છે તે એકત્ર કરી છપાવી પ્રકાશિત કરવાં, તેમજ ગચ્છમતભેદ ટાળવાં અને ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા માટે સદાચાર સેવનારા શ્રીમંત એટલે ધનવાન અને ધીમંત એટલે બુદ્ધિમાનોએ મળી એક મહાન સમાજની સ્થાપના કરવી, અને જૈન શાસનની ઉન્નતિ કરવા ભગવાને ઉપદેશેલો ધર્મ સ્યાદ્વાદ રશૈલીથી પ્રસિદ્ધિમાં આણવો. સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ એટલે તેના અપ્રગટ શાસ્ત્રો પ્રગટ થાય તો જૈન સમાજ જાણી શકે કે જૈનમાં શું તત્ત્વ છે. એ હેતુથી પરમ કૃપાળુદેવના હાથે સ્થપાયેલ પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી સત્શાસ્ત્રોના પ્રકાશનની શરૂઆત થઈ હતી. લક્ષ્મી, કીર્તિ, અધિકાર તો લૌકિક છે. પરંતુ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ એટલે મોક્ષ મળશે. મુખ્ય સમાજની અંદર પાછા ઉપસમાજ સ્થાપવા. પ્રકાશન વગેરેના કામો માટે સમિતિઓ સ્થાપે તે ઉપસમાજ. મતમતાંતર મતભેદની ખેંચાખેંચ તજી દેવી. વાડામાં મતભેદ છે અને સમાજમાં એકતા છે માટે સમાજમાં આવવું યોગ્ય છે. હું ઇચ્છુ છું કે એમ થાય તો આખા મનુષ્યમંડળનું લક્ષ સત્ય પ્રત્યે દોરાય અને મમત્વ જાય. અર્થાત્ ‘મારું તે સાચું’ એમ ન કરતાં ‘સાચું તે મારું' એવી ભાવનાથી ઘણા જીવોનું કલ્યાણ થાય.” (પૃ.૨૧૪) ‘સ્ત્રીનીતિ બોધક’માંથી – શાણી સુણ તું ઉદ્યમ કેરી વાતડી “ઉદ્યમનો કરનારો ભૂખે નહીં મરે, ઉદ્યમથી તો સુથરે ડાહી કાજ જો; ઉદ્યમ કરતાં શું નહીં પામે માનવી, દે પ્રત્યુત્તર તેનો તું તો આજ જો.” શાણી સુશ શ્રી યશોવિજયજી કૃત ચોવીશી'માંથી – પ્રમાદીઓના દૃષ્ટાંત :— ‘ગામ બહાર ગંગાજી પ્રગટે પણ ત્યાં જવા જેટલો શ્રમ ન ઉઠાવાય અથવા વૃક્ષ ઉપર ફળ પરિપક્વ થયેલું હોય પણ તેને તોડીને ખાવા જેટલી પણ મહેનત ન થાય, તેમ ભૂખ્યાં માણસને કોઈ દયાળુ પુરુષ સુંદર ઘેવર આપવાનું કરે તે વખતે અક્કલહીન માણસ હાથ લાંબો ન કરે, તો એના કરતાં બીજી મોટી મૂર્ખતા કઈ હોઈ શકે ? તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો વખત પ્રાપ્ત થયા છતાં પ્રમાદ કરવામાં આવે તો મળેલી તક પણ ચાલી જાય, ફરી એવી તક મળવી દુર્લભ થાય અને છેવટે ઘણો પશ્ચાત્તાપ થાય. આવી રીતે પ્રમાદ કરનારને મૂર્ખ શિરોમણિનું ઉપનામ અપાય છે. કારણકે ઘાર્મિક કાર્યો કરવામાં આજ કરીશું ! પાંચ દિવસ પછી કરીશું ! વૃદ્ધાવસ્થામાં કરીશું ! હાલ શી ઉતાવળ છે? એમ વાયદા કરી અમૂલ્ય સમય ગુમાવનાર પામર જીવો, જ્યારે અચાનક કાળના હાથમાં સપડાઈ જાય છે ત્યારે તે વખતે તેઓને બહુ પશ્ચાત્તાપ થાય છે, અને માઠી ગતિના ભાજન થવું પડે છે; માટે આત્માર્થી જીવોએ પ્રમાદનો જેમ બને તેમ પરિહાર કરી સ્વહિત કરવામાં વિના વિલંબે ઉદ્યમવંત થઈ જવું. ભાગ્યવંત જીવો જ સુખે આત્મહિત સાધી શકે છે અને તેઓને પસ્તાવાનો વખત આવતો નથી. (પૃ.૭૨) ૨૯૯. ખોટી સલાહ આપું નહીં. (ગૃ॰) બીજાને દુઃખ થાય એવી સલાહ આપું નહીં. ૨૦૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગજસુકુમારના પૂર્વભવનું દ્રષ્ટાંત - એક શેઠ હતો. તેને બે સ્ત્રીઓ હતી. એક સ્ત્રીને પુત્ર થયો. એક દિવસે તે બાળકને માથું દુ:ખવા આવ્યું. તેથી શોક્યને પૂછ્યું કે બેન આ છોકરાને માથું દુઃખે છે તો શું કરું? તેણે વિચાર્યું કે મારે પુત્ર નથી માટે એનો પુત્ર પણ મરી જાય તો સારું. એમ વિચારી તેણે કહ્યું : બેન ગરમ ગરમ રોટલો બનાવી એના માથા ઉપર મૂક, તેથી દુઃખાવો મટી જશે. તેણે બાળકના માથા ઉપર ગરમાગરમ રોટલો બાંધ્યો તેથી તે બાળક મરણ પામ્યો. તે કર્મ ગજસુકુમારના ભવમાં ઉદય આવ્યું. તેના ફળમાં તેમના માથા ઉપર માટીની પાળ બાંધીને અંગારા ભરવામાં આવ્યા. માટે કોઈને ખોટી સલાહ આપું નહીં. ૩૦૦. પાપી સલાહ આપું નહીં. જે સલાહ વડે જીવોની હિંસા થાય એવી પાપી સલાહ આપું નહીં. જેમકે આ કચરો પડ્યો છે તેને સળગાવી દો, અથવા બેઠા બેઠા શું કરો છો, કંઈ કારખાના વગેરે નાખો અથવા પંદર કર્માદાની ઘંઘા છે તે કરવા વગેરેની પાપી સલાહ આપું નહીં. ઉપદેશપ્રાસાદભાષાંતર ભાગ-૧'માંથી - પાપનું ફળ નરકગતિ સુલસનું દ્રષ્ટાંત - “રાજગૃહી નગરમાં અત્યંત નિર્દય, અભવ્ય અને હમેશાં પાંચસો પાડાનો વઘ કરનાર કાલસૌકરિક નામનો કસાઈ રહેતો હતો. એકદા શ્રેણિક રાજાએ પોતાની નરકગતિનું નિવારણ કરવા માટે તેને એક કુવામાં ઊંધો લટકાવ્યો. તો ત્યાં પણ તેણે માટીના પાંચસો પાડા બનાવી તેનો વઘ કર્યો. ત્યારે રાજાએ તેના હાથપગ બાંધી કુવામાં લટકાવ્યો. તે વખતે તેણે મનની કલ્પનાવડે સેંકડો પાડાઓ પાણીમાં દોરી તેનો વધ કર્યો. એ પ્રમાણે હમેશાં જીવહિંસા કરતાં તેણે અત્યંત પાપકર્મ ઉપાર્જન કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મૃત્યુ સમય નજીક આવતાં તે કાલસૌકરિક રોગથી અત્યંત પીડા પામવા લાગ્યો. ત્યારે તેના પુત્ર સુલસે પિતાને શાંતિ થવા માટે મનોવાંછિત ખાનપાન, સુંદર ગીતગાન, સુકુમાર પુષ્પશપ્યા અને સુગંધી ચંદનનો લેપ વગેરે ઘણા ઉત્તમ ઉપચારો કર્યા. તો પણ તેનાથી તેને જરા પણ સુખ થયું નહીં, પરંતુ ઊલટો વઘારે દાહ થવા લાગ્યો. તેથી સુલસે અભયકુમાર પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અભયકુમારે કહ્યું : “તારો પિતા નરકમાં જવાનો છે, માટે સુખના ઉપચારો તેને દુઃખના જ કારણભૂત થાય છે. માટે હવે તેને નીરસ ભોજન આપવું, ખારું જળ પીવા દેવું, ગઘેડા અને કૂતરાના શબ્દો સંભળાવવા, ખરબચડી શય્યા પર સુવાડવો અને અશુચિનું વિલેપન કરવું; ઇત્યાદિ વિરુદ્ધ ઉપચાર કરવાથી તેને સુખ થશે.” આ પ્રમાણે અભયકુમારના કહેવાથી સુલસે તેવા ઉપચાર કર્યા, તેથી કાલસૌકરિકને કાંઈક સુખ ઉત્પન્ન થયું. છેવટે તે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. તેના પુત્ર સુલસે પાપનુ ફળ પ્રત્યક્ષ જોયું તેથી અને અભયકુમારના ઉપદેશથી તે શ્રી મહાવીર સ્વામીનો બાર વ્રતધારી શ્રાવક થયો. એકદા સુલસને તેની માતા, બહેન વિગેરે સ્વજનોએ મળીને કહ્યું કે “તું તારા પિતાની જેમ પાપકર્મ કર.” ત્યારે તે બોલ્યો કે “તેવું પાપકર્મ કદી પણ કરીશ નહીં, કેમકે તે પાપનો ભોક્તા હું જ થાઉં.’ તે સાંભળીને તેઓ બોલ્યા કે “ઘનની જેમ તે પાપસમુહને પણ અમે વહેંચી લેશું.” ત્યારે સુલસે એક કુહાડાથી પોતાના પગ પર ઘા કર્યો અને તેની પીડાથી પૃથ્વી પર પડી ગયો. પછી તે બોલ્યો કે ‘તમે પાપ ૨૦૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ > E , સુલસી . હું પાપનો ધંધો કરીશ નહીં મારી પીડાને તમે બધા વહેંચી લો Page #250 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ વહેંચી લેવા કહો છો તો હમણાં આ મારી પીડા વહેંચી લ્યો, કેમકે મને ઘણું દુ:ખ થાય છે.’ ત્યારે તેઓ બોલ્યા કે “તે કાંઈ વહેંચી લેવાય નહીં, તે તો જે કરે તે જ ભોગવે.' ત્યારે સુલસ બોલ્યો—‘જ્યારે તમે આ પ્રત્યક્ષ પીડાને પણ વહેંચી લઈ શકતા નથી તો પાપ શી રીતે વહેંચી લેશો?' એમ તેઓને નિરુત્તર કરી દીધા અને જીંદગી પર્યંત જીવવધ કર્યો નહીં. કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મરણને ઇચ્છે પરંતુ મનથી પણ પરને પીડા કરે નહીં. અનુક્રમે સુલસ શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયો. આમ કોઈને પાપી સલાહ આપું નહીં અને કોઈ આપે તો તે માનું નહીં. (પૃ.૧૭૩) ૩૦૧. ન્યાય વિરુદ્ધ કૃત્ય કરું નહીં. (૨-૩) મુનિ કે ગૃહસ્થને પોતાના યોગ્ય આચાર પાળવા તે ન્યાય છે. તેથી વિરુદ્ધ વર્તવું તે અન્યાય છે, મુનિએ પાંચ મહાવ્રત લઈ તેમાં દોષ લગાડવા તે અન્યાય છે. જેમકે મુનિ વ્રત ગ્રહણ કરતાં ભગવાન પાસે આજ્ઞા લે છે કે હું જીવનપર્યંત સામાયિક એટલે સમભાવમાં રહીશ. પણ તે આજ્ઞા લઈ સમભાવમાં રહે નહીં તે અન્યાય છે. રાજાની આજ્ઞા વિરુદ્ધ કૃત્ય કરે તો તેને રાજા પણ શિક્ષા કરે છે, તો ત્રણલોકના નાથની આજ્ઞા શિરોધાર્ય કરી તેથી વિરુદ્ધ વર્તન કરવું તે ન્યાય નથી પણ અન્યાય છે. માટે ન્યાય વિરુદ્ધ કાર્ય કરું નહીં. ગૃહસ્થ હોય કે બ્રહ્મચારી હોય તે પોતાના આચાર પ્રમાણે પ્રવર્તે તે ન્યાય છે. તેથી વિપરીત વર્તન તે અન્યાય છે. ‘બોઘામૃત ભાગ-૧’માંથી = ‘“અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને એવો વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છોડવી નથી, દુરાચાર સેવવો નથી, એમ જેને હોય તેને જ્ઞાનીનો બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડવો એવું થાય ત્યારે ધર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતેય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનોનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે. આ વિપરીત કાળ વર્તે છે, માટે ક્ષણે ક્ષણે સાવચેતી રાખવાની છે.’’ (મો.૧ પૃ.૩૩૦) 'બોધામૃત ભાગ-૩'માંથી :- ન્યાય વિરુદ્ધ કૃત્ય કરનાર દુઃખ પામે શ્રી રામનું દૃષ્ટાંત – “અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવર્તન રાખવા ભલામણ છે. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણનું વિચારવા સૂચવું છું. રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડ્યું, તો સીતાજી સાથે પતિસેવા માટે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યા. સીતાજીને હરી ગયો. સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી, પણ રાવણનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી તેમણે તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શોધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તો યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું. પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાર્ગ પ્રવર્તાવવા રાવણના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રીરામને કરવું પડ્યું. આ બધું બહુ વિચારવું ઘટે છેજી.'' (બો.૩ પૃ.૨૯૧) 'મોક્ષમાળા વિવેચન'માંથી :– “પરધન ને પરસ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. ધર્મનો પાયો નીતિ છે, તેથી એ બન્નેનો લોભ મૂકે,'' (વ.પૃ.૧૦૨) *હિતશિક્ષાના રાસના રહસ્ય'માંથી :– ગમેતેવા સંકટમાં પણ ન્યાય સર્વોપરી માનું યશોબ્રહ્મ રાજાનું દૃષ્ટાંત કલ્યાણકટકના સ્વામી યશોવબ રાજાએ પોતાના રાજ્યમાં ૨૦૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ તુરંત ન્યાય અપાય છે તેવી પ્રસિદ્ધિને માટે એક ન્યાયઘંટ બાંધ્યો હતો. જેને ન્યાય જોઈતો હોય તે ત્યાં આવીને એ ઘંટ વગાડે, એટલે રાજા તેને તુરંત રાજસભામાં પોતાની સમક્ષ બોલાવી ન્યાય આપે. એકવાર રાજ્યની અધિષ્ટાયિકા દેવી રાજાના ન્યાયની પરીક્ષા કરવા માટે ત્યાં આવી અને વાછરડા સહિત ગાયનું રૂપ ઘારણ કરીને રાજમાર્ગમાં ઊભી રહી. એવામાં રાજપુત્ર રથમાં બેસી તે રસ્તે નીકળ્યો. તેણે પ્રમાદથી ગાય પાસે બેઠેલ તેના વાછરડાનો પગ રથના પૈંડાવડે કચર્યો; જેથી તે વત્સ તરત જ મરણ પામ્યો, એટલે ગાય રુદન કરવા લાગી. તે સાંભળી લોકો તેને કહેવા લાગ્યા કે – ‘તું રાજા પાસે ન્યાય કરાવવા જા.' ગાય ત્યાંથી રાજમંદિર પાસે ગઈ અને પોતાના શૃંગ વડે તેણે નીતિઘંટ વગાડ્યો. તે વખતે રાજા જમતો હતો. પોતાની અચળ પ્રતિજ્ઞા હોવાથી રાજા ઘંટનો અવાજ સાંભળી જમવાનું અધુરું મૂકી ઊઠ્યો. બહાર આવી જોયું તો એક ગાય ઘંટ વગાડે છે. રાજાએ તેને પૂછ્યું 'તા૨ો કોણે પરાભવ કર્યો જેથી તું ન્યાય માર્ગ છે,’ ગાયે પોતાનો વાછરડો રાજાને બતાવ્યો. રાજાએ જાણ્યું કે ‘આ વાછરડાનો પગ કોઈ વાહનવાળાએ કચર્યો છે, તેથી તે મરી ગયો છે, તે માટે ગાય ફરિયાદ કરે છે.'' રાજાએ જાહેર કર્યું કે – આ ગુનાનો ગુનેગાર હાથ લાગશે ત્યારપછી હું જમીશ. આ વાક્ય સાંભળીને રાજકુમાર કે જે નજીકમાંજ ઊભો હતો તેણે કહ્યું કે – ‘મારા પ્રમાદથી આ કે વત્સ મરી ગયો છે, માટે મને યોગ્ય દંડ આપો.’ રાજાએ તરત જ સ્મૃતિશાસ્ત્રના જાણવાવાળા અને દંડનીતિમાં કુશળ એવા વિદ્વાનોને બોલાવ્યા અને રાજકુમારને શો દંડ આપવો તે પૂછ્યું. તેઓ બોલ્યા કે – હે રાજન! તમારે રાજને યોગ્ય આ એક જ પુત્ર છે તો તેને માટે શું દંડ બતાવીએ ? રાજા બોલ્યા કે – “રાજ્ય કોનું ને પુત્ર કોનો ? મારે તો ન્યાય કરવો છે, માટે ન્યાય બતાવો. રાજા તો તે જ કહેવાય કે જે દુષ્ટનું દમન કરે, સંતનું પોષણ કરે, ન્યાય વડે રાજ્યભંડાર ભરે, કોઈનો પણ પક્ષપાત ન કરે અને મિત્રોને સંભાળે. આવા પાંચ બોલ સાથે તે જ રાજા કહેવાય બીજો નહીં, માટે મારે તો ન્યાય કરવો છે. એટલે પંડિતો બોલ્યા કે – જેણે જેવું કામ કર્યું હોય તેને તેવો બદલો આપવો તે નીતિ છે.' એટલે તરત જ રાજાએ રથ મંગાવ્યો અને રાજપુત્રને રાજમાર્ગે સુવાક્યો. પછી સેવકોને હુકમ કર્યો કે – ‘રાજપુત્રના પગ ઉપર થઈને રથ ચલાવો.’ પણ કોઈએ ૨થ ચલાવ્યો નહીં, એટલે મંત્રીના વાર્યા છતાં રાજા પોતે રથ ઉપર બેઠો અને કુમારના પગ પર રથ ચલાવ્યો. તે જ વખતે રાજ્યની અધિષ્ઠાયિકા દેવી પ્રગટ થઈ, રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને પોતે રાજાની પરીક્ષા કરવા માટે આવી હતી એ હકીકત કહીને રાજાને ધન્યવાદ આપ્યા કે – ‘તેં પુત્રની પણ દરકાર ન કરતાં ન્યાય કર્યો, માટે તું ખરેખરો રાજા છે.’ આ પ્રમાણે કહીને દેવી અંતર્ધાન થઈ ગઈ’ અને રાજાની સર્વત્ર પ્રશંસા થઈ. આવા ન્યાય કરનારા રાજા તે ખરા રાજા સમજવા.’’ (પૃ.૯૫) આમ ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ ન્યાય વિરુદ્ધ નૃત્ય કરું નહીં. ૩૦૨. ખોટી આશા કોઈને આપું નહીં. (ગૃમુ‰ઉ) ગૃહસ્થ હોય અને કહે કે હું બધું તમારું કામ કરી આપીશ. આમ પ્રથમ બહુ આશા આપી પછી કંઈ કરે નહીં અથવા હું તમને પાંચ દશ હજાર રૂપિયા આપીશ એમ કહે પણ આપે નહીં તેથી સામો માણસ નિરાશ થાય અને કહેનારનો વિશ્વાસ ઊઠી જાય. તેમ કોઈ મુનિ હોય અને કહે કે તમે અમુક જાપ જપો, પદ્માવતીની માળા ફેરવો વગેરે. તેથી તમારું કામ બધું થઈ જશે. તે જો ન થાય ત્યારે તેને એમ થાય કે આ બધું જૂઠાણું છે. ધર્મ વગેરે કંઈ કરવા ૨૧૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જેવું નથી. એમ ઘર્મ પ્રત્યેથી કદાચ તેની આસ્થા ઊઠી જાય. પણ તેને સ્પષ્ટ કહેવું જોઈએ કે એ તો તમારા પૂર્વે બાંધેલા કર્મના ઉદય છે. એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પોતાના બાંધેલા પોતાને જ ભોગવવા પડે છે. હવે જો દુઃખ ન ગમતું હોય તો નવું પાપ ન બંઘાય તેમ કરો અને ભક્તિ સત્સંગમાં કાળ ગાળો તો ભવિષ્યમાં બધું સારું થઈ જશે. પોતે કંઈ કરવા સમર્થ હોય નહીં અને બીજાને તત્કાળ રાજી કરવા આશા આપે; પછી તેમ કરે નહીં અથવા તેનાથી થાય નહીં. તેથી સામા માણસનું દિલ દુભાવવાનું કારણ થાય; માટે કોઈને એવી ખોટી આશા આપું નહીં. ૩૦૩. અસત્ય વચન આપું નહીં. અસત્ય એટલે કાઠે વચન આપું નહીં. કોઈને વચન આપતા પ્રથમ વિચાર કે તે પ્રમાણે હં કરી શકીશ કે નહીં? સમય, શક્તિ અને સાથીદાર જોતાં લાગે કે તે પ્રમાણે હું કરી શકીશ, તો જ વચન આપું. વચન પ્રમાણે ન વર્તાય તો અવિશ્વાસ, અપકીર્તિ આદિ અનેક દોષો ઊભા થાય. માટે કોઈને અસત્ય વચન આપું નહીં. પણ શક્તિ પ્રમાણે વિચારીને જ વાત કરું. “સમાધિસોપાન'માંથી - “વિષ ભળવાથી મિષ્ટ ભોજનનો નાશ થાય છે, તેમ અસત્ય વચનથી અપ્રતીતિ, અપકીર્તિ, અપવાદ, પોતાને અને પરને દુઃખ, અરતિ, કલહ, વેર, શોક, વઘ, બંધન, મરણ, જિહ્યાછેદન, સર્વસ્વહરણ, કેદની સજા, દુર્ગાન, અકાળ મૃત્યુ, વ્રત-તપ-શીલ-સંયમનો નાશ,નરક આદિ દુર્ગતિ, ભગવાનની આજ્ઞાનો ભંગ, પરમાગમથી વિમુખતા, ઘોર પાપ ઇત્યાદિ હજારો દોષો પ્રગટ થાય છે.” (પૃ.૨૮૫) ૩૦૪. સત્ય વચન ભંગ કરું નહીં. વસુરાજાએ સત્ય વચનનો ભંગ કર્યો તો તેનું પરિણામ નરકગતિ આવ્યું તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે: શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “વસુરાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું. તે તત્ત્વવિચાર કરવા માટે અહીં હું કહું છું.” ' વસુરાજાનું દ્રષ્ટાંત – “વસુરાજા, નારદ અને પર્વત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો; અધ્યાપકે કાળ કર્યો. એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી, રહ્યો હતો. એક રાત્રે તેની મા પાસે બેઠી છે; અને પર્વત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે, “અજાહોતવ્યું. ત્યારે નારદ બોલ્યો, “અજ તે શું પર્વત?” પર્વતે કહ્યું, “અજ તે બોકડો.” નારદ બોલ્યો : “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો “અજ' તે ત્રણ વર્ષની ‘વ્રીહિ' કહી છે; અને તું અવળું શા માટે કહે છે?”” એમ પરસ્પર વચનવિવાદ વધ્યો. ત્યારે પર્વતે કહ્યું : “આપણને વસુરાજા કહે તે ખરું” એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. “અજ' એટલે વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “રાજા! ‘અજ' એટલે શું?” વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું: “અજ એટલે વ્રીહિ'. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું : “મારા પુત્રથી બોકડો કહેવાયો છે માટે તેનો પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બોલ્યો : “હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં.” પર્વતની ૨૧૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માએ કહ્યું : “પણ જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ.” રાજા વિચારમાં પડી ગયો કે, સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અદ્ધર બેસું છું. - લોકસમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ બેસે છે; હવે કેમ કરવું? જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે; એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું : “તમે ભલે જાઓ. હું પર્વતનો પક્ષ કરીશ.” આવો નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસે આવ્યાં. રાજા અજાણ થઈ પૂછવા લાગ્યો કે “પર્વત, શું છે?” પર્વતે કહ્યું : “રાજાધિરાજ! અજ' તે શું? તે કહો.” રાજાએ નારદને પૂછ્યું: “તમે શું કહો છો? નારદે કહ્યું: ‘અજ' તે ત્રણ વર્ષની વ્રીહિ', તમને ક્યાં નથી સાંભરતું ? વસુરાજા બોલ્યા : “અજ” એટલે “બોકડો', પણ “વ્રીહિ' નહીં. તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યો; વસુ કાળ પરિણામ પામ્યો. આ ઉપરથી આપણે “સઘળાએ સત્ય, તેમજ રાજાએ સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવારૂપ છે,' એ મુખ્ય બોઘ મળે છે. જે પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના ચાર વ્રત વાડરૂપે છે; અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રત કરવા અવશ્યના છે.” (વ.પૃ.૭૪) “સમાધિસોપાન'માંથી - “સત્યવાદીમાં સર્વ ગુણ વસે છે; કપટ આદિ દોષરહિત તે જગતમાં અહીં માન પામે છે અને પરલોકમાં અનેક દેવ, મનુષ્યો આદિ તેની આજ્ઞા ઉઠાવે છે. અસત્યવાદી આ લોકમાં જ નિંદાને પાત્ર થાય છે, કોઈ તેનો વિશ્વાસ કરતું નથી; તેનાં સગાં, મિત્રો વગેરે પણ તેનું અપમાન કરી સર્વ ઘન હરણ કરી લે છે. વળી પરભવમાં તિર્યંચ ગતિમાં વચન રહિત એકેંદ્રિય, બેઇંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય આદિના ભવમાં અસંખ્યાત દેહ ધારણ કરે છે. તેથી સત્ય-ઘર્મનું ઘારણ કરવું શ્રેષ્ઠ છે.” (પૃ. ૩૧૫) “બોઘામત ભાગ-૧માંથી :- “સત્યને આધારે થર્મ રહ્યો છે. ઘર્મ, રાજ, નીતિ અને વ્યવહાર સત્યને આધારે ચાલે છે. સત્ય બઘાનો થાંભલો છે. દયા પળે છે તે સત્યને લઈને પળે છે. જ્યાં હિંસા થાય, પાપ થાય ત્યાં સત્ય હોય નહીં. સત્યવચન દયાઘર્મનું મૂળ કારણ છે. સત્ય વગર વિશ્વાસ ન થાય. સત્ય પરમ ધ્યેય છે. કૃપાળુદેવ કહે છે કે “પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ!” જેને સત્ય આવ્યું તેને મોક્ષ છે.” (બો.૧ પૃ.૧૦૪) બોઘામૃત ભાગ-૨'માંથી - “વચન સત્ય, શૌચ, શાંત, મઘુર, કોમળ બોલવું. આત્માર્થીને કષાયની ઉપશાંતતા હોય છે. સત્ય જગતનો આધાર છે. જેવું હોય તેવું બોલવું એ ઉત્તમ ગુણ છે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલીશ નહીં. કષાયરહિત વચન બોલવું. મધુરતા એ આત્માનો ગુણ છે. આત્મા ભણી વૃત્તિ રહે તો મીઠાશ રહે, શાંતિ રહે. ભગવાનનાં વચન મીઠાં લાગે છે. અંદરથી માન સહિત બોલે તો સાંભળનારને કાંટો વાગે તેવું લાગે. કોમળ વચન બોલવું. સત્યને લઈને વિશ્વાસે વહાણ ચાલે છે. કર્મ ન બંધાય એવો લક્ષ રાખી બોલવું પડે તો બોલવું.” (બો.૨ પૃ.૬) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨’ના આઘારે : હંસરાજાનું દ્રષ્ટાંત – સત્યનો સદા જય. “રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા માટે નગર બહાર ગયો. ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. ૨૧૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રાજા તેમની પાસે બેઠો એટલે મુનિએ આ પ્રમાણે ઘર્મદેશના આપી. સત્ય યશનું મૂળ છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે . અને સત્ય સિદ્ધિનું સોપાન એટલે પગથિયું છે. વળી જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગથી મુખવાળા, અનિષ્ટ વચનના બોલનારા, કઠોરભાષી, બોબડા અને મુંગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે.” આવી ઘર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું. એકવાર યક્ષે તેના સત્યવ્રતની પરીક્ષા કરવા માટે ઘોડે સવાર થઈ આવીને પૂછ્યું કે, “અરે પાંથ! અમારા શત્રુ હંસરાજાને તેં કોઈ ઠેકાણે જોયો છે? એ અમારે કટ્ટો શત્રુ છે. તેથી અમારે તેનો વિનાશ કરવો છે.” રાજા હંસ અસત્યના ભયથી બોલ્યો કે- “હું પોતે જ હંસ છું.' આ સાંભળી તેઓએ ક્રોધથી રાજાના મસ્તક ઉપર ખગ્નનો પ્રહાર કર્યો. પરંતુ તે જ વખતે ખર્ગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ તે યક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે- “હે સત્યવાદી રાજા! તમે ચિરકાળ જય પામો.” ૩૦૫. પાંચ સમિતિને ઘારણ કરું. મુ) આજ્ઞા સહિત ,ઉપયોગપૂર્વક, પ્રમાદ રહિતપણે વર્તન કરવું તેનું નામ સમિતિ છે. એ પાંચ સમિતિ મહાવ્રતી તથા અણુવ્રત ઘારીને પાળવાની હોય છે. તે નીચે પ્રમાણે છે : “સહજસુખ સાઘન'માંથી - પાંચ સમિતિ : પાંચ મહાવ્રતોની રક્ષા માટે પાંચ સમિતિનું પાલન કરવું. પ્રમાદ રહિત વર્તનને સમિતિ કહે છે. - ઈર્ષા સમિતિ : જંતુ રહિત પ્રાસુક, પહેલાં બીજા જીવો ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસનાં પ્રકાશમાં ચાર હાથ આગળ નજર રાખીને ચાલવું. ભાષા સમિતિઃ શુદ્ધ મિષ્ટ (મથુર) હિતકારી ભાષા બોલવી. એષણા સમિતિઃ સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભોજન ભિક્ષાવૃત્તિથી લેવું. આદાનનિક્ષેપણ સમિતિઃ કોઈ વસ્તુને દેખીને રાખવી ઉઠાવવી. પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ: મળમૂત્ર, નિર્જતુક જમીન ઉપર જોઈને કરવાં. શ્રીમદ રાજચંદ્રમાંથી - “જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે. જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અસ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે; અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” (વ.પૃ.૫૯૬) ઉપદેશામૃત'માંથી :- “(પાંચ સમિતિ વિષે પત્રાંક ૭૬૭ વંચાતા) આમાં અપૂર્વ વાત જણાવેલી છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિદાન, જિનેશ્વર.” ૨૧૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ એમાં પ્રવચન અંજન કહ્યું છે તે આ પત્રમાં છે. ત્રણ ગુપ્તિ-મન, વચન, કાયાની અને પાંચ સમિતિ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું, ચાલવું, આહાર ગ્રહણ કરવો, વસ્ત્રાદિ લેવાં મૂકવાં અને નિહારક્રિયા (મળન્ત્યાગ વગેરે) આમ આઠે બાબતોમાં આજ્ઞાનો ઉપયોગ રાખીને વર્તે તે ‘પ્રવચન અંજન’. ઘટપટ વિષે બોલતા પહેલાં આત્મા તરફ ઉપયોગ રહે. પહેલો આત્મા અને પછી બીજું. જ્યાં જુએ ત્યાં આત્મા, આત્મા, આત્મા. રોમેરોમ એ સાચો, સાચો, સાચો થઈ રહ્યું છે. (ઉ.પૃ.૨૮૧) ‘બોઘામૃત ભાગ-૧'માંથી –'‘જ્ઞાનનું ફળ વિરતિ આવવું જોઈએ. જાણીને પાછું અનુસરવું જોઈએ. “આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેને, અનુસાર તે મોક્ષાર્થથી.” એટલે શું ? આઠ સમિતિઓ કઈ કઈ ? પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ એ આઠ સિમિત છે. આઠ સમિતિનું જો યથાર્થ જ્ઞાન થાય તો એટલામાં બધા પ્રવચનનો સાર આવી જાય છે. મન, વચન અને કાયાને યથાર્થ પ્રવર્તાવવાં એટલે અશુભમાં ન પ્રવર્તાવવાં અને ઈર્થાસમિતિ એટલે ચાલવું પડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું. વચન બોલવું પડે તો તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બોલવું. મળમૂત્ર વિસર્જન કરવાં પડે તો જ્ઞાનીની આજ્ઞાએ કરવાં. વસ્તુ લેવી મૂકવી પડે તો જ્ઞાનીની આજ્ઞાએ લેવી મૂકવી. આહાર લેવો પડે તો જ્ઞાનીની આશાએ લેવો. આટલામાં બધું આવી જાય છે. આશાએ વર્તે તો ધર્મ થાય. એ ચારિત્ર છે. મોક્ષનો ઉપાય સુધર્મ છે, યથાર્થ વર્તન છે, જે જ્ઞાન મોક્ષને માટે થાય તે શાન છે.'' (ધો.૧ પૃ.૪૩૩) ‘બોધામૃત ભાગ-૨'માંથી – “પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એને આઠ સમિતિ કહેવાય છે. આઠ સમિતિ જેટલું જ્ઞાન જો જ્ઞાનીપુરુષ પાસેથી શીખી લે તો એને સમ્યજ્ઞાન કહેવાય. ‘માષતુષ’ જપનાર મુનિને બીજું વિશેષ જ્ઞાન નહોતું. પાંચ સમિતિ અને ત્રણ ગુતિ જેટલું જ્ઞાન હતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન છે, તે મોક્ષ અપાવે એવું છે. સમિતિ ગુપ્તિ જાણી તેથી એ માર્ગાનુસારી થયો, મોક્ષમાર્ગે વળ્યો.'' (બી.૨ પૃ.૭૦) ‘ધર્મામૃત'માંથી – ‘જે સમિતિના યોગે સાધુ, પાણી વડે કમળ લેપાય નહીં તેમ, અન્ય જીવોનો વધ થવા છતાં પાપથી લેશમાત્ર પણ લેપાતા નથી, જે સમિતિનો અનાદર કરવાથી સાધુ પરની હિંસા ન થાય તો પણ કર્મથી અતિશય બંઘાય છે, જે સમિતિના યોગથી અણુવ્રત અને મહાવ્રત એ બન્ને સંયમપદમાં આરૂઢ થઈને શોભે છે તથા ગુપ્તિઓ દેદીપ્યમાન થાય છે તે સમિતિઓ સજ્જનપુરુષોએ નિત્ય સેવવા યોગ્ય છે. કહ્યું છે કે – संजमविरईण को भेदो ? ससमिदि महव्वयाणुब्वयाई । संजमो समिदीहिं विणा महव्वयाणुव्वयाइं विरदी ॥ અર્થ સંયમ અને વિરતિમાં શો ભેદ? તેના ઉત્તરમાં કહે છે કે સમિતિસહિત અણુવ્રત કે મહાવ્રતમાં પ્રવર્તવું તે સંયમ છે અને સમિતિરહિત અણુવ્રત કે મહાવ્રત ધારવાં તે વિરતિ છે. અર્થાત્ વ્રત લેવાં તે વિરતિ અને તેને સમિતિપૂર્વક આચરવાં તે સંયમ છે. સંયમને મોક્ષનો ઉપાય કહેલ છે.'' (પૃ.૨૦૨) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર-૪'માંથી – – ગુરુ કહે તેમ કરવામાં જીવનું કલ્યાણ સોમિલ બ્રાહ્મણનું દૃષ્ટાંત – ‘શરીરની પ્રમાર્જના કરવામાં પણ પ્રમાદરહિત થવું. પ્રસન્નચંદ્ર રાજાના ભાઈ વલ્કલચિરિ ધૂળથી ભરાયેલાં વસ્ત્રોની પ્રમાર્જના કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. તથા કોઈ ૨૧૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી હતી. તેને એકદા ગુરુએ ગ્રામાંતર જવાના વિચારથી કહ્યું કે “પાત્રાદિકની પડિલેહણા કર' એટલે તે સોમિલ પડિલેહણા કરી. પછી કાંઈ કારણ બનવાથી ગુરુએ વિહાર કર્યો નહીં, એટલે ફરીથી ગુરુએ તેને કહ્યું કે “પાત્રાદિક પ્રમાર્જના એટલે ઉપયોગપૂર્વક સાફ કરીને તેને સ્થાને પાછા મૂક.” ત્યારે સોમિલ શિષ્ય બોલ્યો કે હમણાં જ પડિલેહણ કરી છે, શું પાત્રાદિકમાં સર્પ પેસી ગયો છે કે વારંવાર પડિલેહણ કરવાનું કહો છો?” આ પ્રમાણે તેનું અયોગ્ય વચન સાંભળીને શાસનદેવતાએ ક્રોધથી પાત્રમાં સર્પ વિકર્યો. તે જોઈને સોમિલ ભય પામ્યો અને ગુરુ પાસે ક્ષમા માગી. ત્યારે ગુરુ બોલ્યા કે “તે કાંઈ મારું કાર્ય નથી.” પછી દેવ બોલ્યો કે “તે સાધુને બોઘ કરવા માટે મેં સર્પ વિકુવ્ય છે, કેમકે સર્વ કાર્યો મુનિએ પ્રમાર્જનાપૂર્વક કરવાનાં છે.” તે સાંભળીને સોમિલે આદાન નિક્ષેપ સમિતિ ઘારણ કરી. અનુક્રમે તે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો. “પારિષ્ઠાપનિકા સમિતિ” શ્રી જ્ઞાતાસૂત્રના છઠ્ઠા અંગમાં વર્ણવેલા શ્રી ઘર્મરુચિસાધુની જેમ પાળવી. ઘર્મરુચિમુનિનું દ્રષ્ટાંત – “એકદા ઘર્મઘોષસૂરિના શિષ્ય શ્રી ઘર્મરુચિમુનિ ગોચરી માટે ગયા હતા. તેમાં એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું, તે તેણે ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાક અયોગ્ય અને પ્રાણનાશક જાણીને શિષ્યને કહ્યું કે “આ શાકને શુદ્ધ અંડિલે પરઠવી આવો.” એટલે શિષ્ય ઉપર કહી તેવા પ્રકારની સ્પંડિલ ભૂમિએ જઈને વિચાર્યું કે “આ શાકમાં એવો શો દોષ હશે કે તેને પરઠવા માટે ગુરુએ આજ્ઞા આપી?” પછી તેના દોષની પરીક્ષા કરવા માટે શિષ્ય તે શાકમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂક્યું, તેના ગંધથી લુબ્ધ થઈને અનેક કીડીઓ ત્યાં આવી, અને તેનો રસ લેતાં જ તત્કાળ મૃત્યુ પામી. તે જોઈને તે સાધુને દયા આવવાથી તેણે વિચાર્યું કે “નિર્દોષ ભૂમિમાં પણ કીડીઓ વિગેરે દૂરથી આવે છે, તો તેવું શુદ્ધ અંડિલ તો કોઈ પણ ઠેકાણું જણાતું નથી, અને ગુરુએ તો શુદ્ધ સ્થડિલમાં જઈને પરઠવવાની આજ્ઞા આપી છે તેથી મારા શરીર જેવું બીજાં કોઈ ચંડિલ હું શુદ્ધ જોતો નથી, માટે આ શાક તેમાં જ પરઠવવું યોગ્ય છે.” એમ વિચારીને તે શાક તેણે પોતે જ વાપર્યું અને તે જ વખતે અનશન લઈને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયાં. ૩૦૬. અવિનયથી બેસું નહીં. ગુરુ આગળ કે વડીલો સમક્ષ વિનય, વિવેક કે સભ્યતાથી બેસું. પણ અવિનયથી બેસું નહીં. ઉપદેશામૃત'માંથી - સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં. (ઉ.પૃ.૨૫) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- ગુરુના ડાબે તથા જમણે પડખે બેસવું નહીં; તેમ બેસવાથી ગુરુના સરખા આસને બેસવા રૂપ અવિનય થાય. સન્મુખ બેસવું નહીં; તેમ કરવાથી વંદના કરનાર લોકોને ગુરુનું મુખ દેખાય નહીં; તેથી તેમને અપ્રીતિ થાય. તેમજ ગુરુની પાછળ બેસવું નહીં; તેમ ૨૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરવાથી બન્નેનું મુખ જોવાય નહીં, તેથી રસ આવે નહીં. પોતાનાં ઢીંચણ સાથે ગુરુનો ઢીંચણ અડકાવવો નહીં, તથા શય્યામાં સૂતા અથવા બેઠા ગુરુનું વાક્ય સાંભળવું નહીં; પણ ગુરુ બોલે કે તરત જ તેમની પાસે જઈને તેના ચરણકમળમાં નમીને “મારા પર ગુરુની બહુ કૃપા છે' એમ મનમાં માનીને ‘ભગવ!ઇચ્છામો અનુશિષ્ટિ” હે ગુરુ! શી આજ્ઞા છે? એમ પૂછવું. તેમજ શિષ્ય વિનયગુણવડે ગુરુને પ્રસન્ન કરવા. (પૃ.૧૯૯) ૩૦૭. ખોટા મંડળમાં જઉં નહીં. (મુ) નવરાત્રિમાં સ્ત્રી પુરુષો સાથે ગરબા કરે, કે ક્લબોમાં કે પાર્ટીઓમાં જુગાર રમે, દારૂ પીએ; એવા મંડળોમાં ઉત્તમ ગૃહસ્થ જવું નહીં. કારણ એ કુસંગતિ છે. તેમાં જવાથી ઘર્મ ભાવનાને હાનિ પહોંચે છે. જ્યાં વિષય કષાયને પોષણ મળે તે બઘા ખોટા મંડળ છે. તેથી ઉત્તમ ગૃહસ્થોએ આત્માના હિત માટે અવશ્ય આવા મંડળોનો ત્યાગ કરવો. મુનિઓને તો તેનો નિષેધ છે જ. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “જેનાથી હંમેશનો પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે.” (પૃ.૭૫) ૩૦૮. વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. માંસ મદિરાથી ગંઘાતી અને નરકમાં લઈ જનાર એવી વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - સંગ તેવો રંગ કૃતપુણ્યનું દ્રષ્ટાંત - “રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તે નગરમાં ઘનેશ્વર સાર્થવાહને કતપુણ્ય નામે પુત્ર થયો. માતાપિતાએ ઘન્યા સાથે તેને પરણાવ્યો. યૌવનવય છતાં સત્પરુષોના સમાગમથી તે વૈરાગ્યવાળો થયો. તે જોઈ માતાપિતાએ જારપુરુષો સાથે સંગતિ કરાવી. તેથી તે પણ વ્યસની થઈ ગયો. પછી વેશ્યાને ત્યાં જ રહેવા લાગ્યો. માતાપિતા મૃત્યુ પામ્યા તો પણ ઘરે આવ્યો નહીં. સર્વ ઘન ખલાસ થઈ ગયું. એમ જાણીને વેશ્યાની માતાએ તેનો તિરસ્કાર કરી ઘરની બહાર કાઢી મૂક્યો. કૃતપુણ્યને પોતાના ઘર તરફ આવતો જોઈ તેની સ્ત્રી સામે આવીને આસન આપી તેનો યોગ્ય સત્કાર કર્યો. ઘન્યાએ પોતાના ઘરનો સર્વવૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળી કૂતપુણ્ય ચિંતવવા લાગ્યો-“અહો મારા જીવિતને ધિક્કાર છે. મેં મારા માતાપિતાને દુઃખસાગરમાં ફેંકી દીધા. સર્વ ઘનનો પણ નાશ કર્યો. આ પ્રમાણે પોતાના પતિને પશ્ચાત્તાપ કરતાં જોઈ ઘન્યાએ તેને સંતોષ પમાડી કહ્યું કે જે ભાવી હોય તે થાય છે. એક વખત ભગવાન મહાવીર પ્રભુ સમવસર્યા. ભગવાનની દેશના સાંભળીને કૃતપુણ્ય પૂછ્યુંભગવંત! મને કયા કર્મના ઉદયથી સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થઈ? પ્રભુ બોલ્યા-તારો પૂર્વભવ સાંભળ શ્રીપુર નગરમાં એક નિર્જન ગોવાળનો પુત્ર રહેતો હતો. તેણે યાચના કરી ખીર બનાવરાવી. માતા ખીરને થાળીમાં પીરસી બહાર ગઈ. ત્યાં માસખમણના પારણે બે મુનિ પધાર્યા. તેમને ઉલ્લાસથી પુત્ર અર્થે ખીર આપી, પછી તે થોડી જાણી ફરી આપી, ફરી ત્રીજીવાર આપી. કાળયોગે તે મૃત્યુ પામી સાર્થવાહનો તું પુત્ર થયેલ છે. પૂર્વભવે તેં ત્રણવાર રહી રહીને દાન આપ્યું, તેથી તને આ ભવમાં આંતરે આંતરે સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થયેલ છે. આ પ્રમાણે પૂર્વભવ સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તત્કાળ વૈરાગ્ય પામી મોટા પુત્રને ગૃહનો ભાર આપી તેણે દીક્ષા લીધી. પછી તપતપીને પાંચમા દેવલોકમાં ૨૧૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને મોક્ષે જશે. માટે સર્વ દુઃખના મૂળરૂપ વેશ્યા સામી દ્રષ્ટિ કરું નહીં. ૩૦૯. એનાં વચન શ્રવણ કરું નહીં. જેની નિશદિન ખોટી લેશ્યા છે. જે બન્ને લોક બગાડનાર છે. એવી વેશ્યાના હાવભાવયુક્ત વચનો પણ શ્રવણ કરું નહીં. કામવિજેતા સ્થૂલિભદ્રમુનિનું દ્રષ્ટાંત – શ્રી સંભૂતિવિજય સૂરિના ચાર શિષ્ય હતા. તેમાંના એક સ્થૂલિભદ્ર મુનિએ કોશા વેશ્યાના ઘેર ચોમાસું કર્યું. ષટ્રસવાલા ભોજન, વેશ્યાના હાવભાવવાળા નૃત્ય વગેરેથી કિંચિત્માત્ર પણ તેઓ ચળ્યા નહીં. પણ મેરૂ પર્વત સમાન અડગ જિતેન્દ્રિય રહ્યાં. તેમજ કોશા વેશ્યાને પણ શ્રાવક-ઘર્મનો બોધ આપી, બારવ્રત અંગીકાર કરાવી શ્રાવિકા બનાવી. બાકીના ત્રણ શિષ્યો પૈકી એકે સિંહની ગુફા પાસે, બીજાએ સર્પના બિલ આગળ તેમજ ત્રીજાએ કૂવાના તટ ઉપર રહી ચાર માસના ઉપવાસ કરી ચોમાસું પૂર્ણ કર્યું. ક્રમપૂર્વક ગુરુ આગળ આવતાં શ્રીગુરુએ કંઈક ઊભા થઈ ત્રણ શિષ્યોને કહ્યું કે હે વત્સ! તેં દુષ્કર કાર્ય કર્યું. તુ ભલે આવ્યો. પણ જ્યારે શ્રી સ્કૂલિભદ્ર ગુરુ આગળ પધાર્યા ત્યારે શ્રી ગુરુ ઊભા થઈને બોલ્યા કે હે મહાત્મા!હે દુષ્કર દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો. “જેવી રીતે સ્થૂલિભદ્ર મુનિ વ્રતનો ભંગ કર્યા વિના ચાર માસ સુધી સ્ત્રી સમીપ રહ્યાં, તેવી રીતે બીજો કયો પુરુષ એક દિવસ પણ રહેવાને સમર્થ છે! કોઈ જ નથી.” આ સ્થૂલિભદ્ર મુનિના ગુણનું વર્ણન ચોરાશી ચોવીસી સુધી સર્વ તીર્થકરો કરશે.” સિંહ ગુફાવાસી મુનિનું દ્રષ્ટાંત - સિંહ ગુફાવાસી મુનિ વેશ્યાથી ચલિત. સિંહ ગુફાવાસી મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષાથી કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા. ત્યાં રહેવા માટે ચિત્રશાળા માંગી. પણ પ્રથમ વેશ્યાને જોતાં જ તેઓ મોહ પામી ગયા. ભોગ માટે આમંત્રણ કર્યું. વેશ્યાએ કહ્યું : અમે તો ઘનના અર્થી છીએ. તેથી ઘન લેવા ચોમાસામાં નેપાલ ગયા. કારણ ત્યાંનો રાજા સાધુને એક રત્નકંબલ આપતો હતો. તે લઈને સાધુ આવતા હતા. પણ રસ્તામાં ચોરોએ તે લઈ લીધી. તેથી ફરીવાર નેપાલ જઈને રત્નકંબલ લાવી વેશ્યાને આપી. તેણે પગથી લુંછી ખાળમાં નાખી દીધી. તે જોઈ મુનિ બોલ્યા-અરે નિર્ભાગીણી! આ તે શું કર્યું? આ રત્નકંબલ તો અતિ દુર્લભ છે. તે સાંભળી વેશ્યાએ જવાબમાં કહ્યું : તારાથી વળી બીજો કોણ નિભંગીમાં શિરોમણિ છે? મેં તો આ લક્ષ મૂલ્યનું રત્નકંબલ જ ખાળમાં નાખ્યું, પણ તેં તો અમૂલ્ય એવા જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયને કામવાસનારૂપ ગટરમાં નાખી દીઘા. વગર વિચાર્યું કરનાર એવા તને લાખવાર ધિક્કાર છે. એવા વચનો સાંભળી મુનિ પુનઃ ભાનમાં આવ્યા અને ગુરુ પાસે જઈ પોતાના થયેલા દોષની ક્ષમા માગી અને આલોચના કરીને ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી નિરતિચાર પણે તેને પાળી સદગતિને પામ્યા. માટે રખેને મને મોહ થઈ જાય, તેથી વેશ્યાના વચન પણ શ્રવણ કરું નહીં. ૩૧૦. વાજિંત્ર સાંભળું નહીં. મોહ ઉત્પન્ન કરે એવા વાજિંત્ર સાંભળવાથી કર્મેન્દ્રિયનો વિષય પોષાય છે. તેમજ આત્મા પોતાના ૨૧૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ સ્વરૂપને ભૂલી, પરમાં રેંજાયમાન થઈ, નવીન કર્મો બાંધી સંસારમાં રઝળ્યા કરે છે. માટે એવા વાજિંત્ર સાંભળ્યુ નહીં. ‘ઇન્દ્રિય પરાજય દિગ્દર્શન'માંથી – “એક શ્રવણેન્દ્રિયનો વિષય માત્ર બિચારા ગરીબ રિણની હત્યા કરાવે છે. હરિણ સ્વભાવથી જ ગાયનમાં આસક્ત હોય છે. શિકારી જ્યારે તેનો શિકાર કરવા જાય ત્યારે વનમાં મનોહર રાગમાં તે ગાવું શરૂ કરે છે, તે સાંભળવા માટે હરિણ બરાબર કાન દર્દને ચિત્રવત્ સ્થિર થઈ જાય છે. પછી તે પારઘી એકાએક બાણ કે ગોળીથી તે અત્રિનો સંહાર કરી લે છે. શ્રવણેન્દ્રિના બળનું દૃષ્ટાંત શ્રવણેન્દ્રિયના વિષયનું જોર ઘણું હોય છે. મનુષ્ય ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત થયેલો હોય, પ્રભુની ભક્તિમાં લીન હોય, અથવા ગુરુ મહારાજના મુખની વાણી સાંભળવા એકચિત્ત થયો હોય, પરંતુ તેની પણ ચિત્તવૃત્તિ લગાર સ્ત્રીના પગના ઝાંઝરનો રણકાર સાંભળતાં અસ્થિર બની જાય છે અને જ્યાં ચિત્તવૃત્તિ અસ્થિર બની કે, આંખમાં પણ ચપળતા આવી જાય છે. - બે માણસો ગમે તેવી વાતો કરતા હોય, પરંતુ પાસે બેઠેલો ત્રીજો માણસ તે સાંભળવાનું મન કરે છે. આ બધું શ્રવણેન્દ્રિયના વિષયનું જોર છે. આજ કારણથી ધ્યાન કરવાવાળા યોગિઓ જંગલ કે પર્વતની ગુફાઓ વધારે પસંદ કરે છે; કે જ્યાં શબ્દ સાંભળવામાં આવતા નથી. શ્રવણેન્દ્રિયના વિષયની ચપલતા ઘણી જ હોય છે. આ ઇંદ્રિયને વશ કરવી દુર્ઘટ છે. શ્રવણેન્દ્રિયનો વિષય શબ્દ છે. આ શબ્દ જ્યારે ગાયનરૂપે બહાર આવે છે, ત્યારે તે યોગી, ભોગી, રોગી, સોગી, સંતાપી તમામ જીવોને સુખકર માલુમ પડે છે. આથી જોગી પણ જોગને ભૂલી જઈ તેમાં તલ્લીન થઈ જાય છે. ભોગી બમણો કામી થાય છે, રોગી ક્ષણભર સાતાવેદનીયવાળાની માફક કાલ વ્યતીત કરે છે. સોગી વિયોગજન્ય દુઃખને ભૂલી જાય છે અને સંતાપી મનુષ્ય આધિ, વ્યાધિ, ઉપાધિને એક સ્થાનમાં મૂકી પ્રવર્ણન્દ્રિયના વિષયનો રસ લેવા લુબ્ધ બની જાય છે. અહો! આ શ્રવર્ણેન્દ્રિયનો વિષય, બીજી ઇન્દ્રિયોના વિષયથી કોઈ જુદા જ પ્રકારનો છે. આ વિષયને જીતનાર સાચો ઘીર,વીર અને ગંભીર છે. એમાં જરા પણ સંશય નથી.’’ ૩૧૧, વિવાહવિધિ પૂછું નહીં. વિવાહ્ન કેમ થાય, એની વિધિ પૂછવાથી જીવને મોહ થવાનું કારણ છે. તેથી મુનિ હોય કે બ્રહ્મચારી હોય અથવા ગૃહસ્થ હોય, પણ સંસારની ઉપાધિમાંથી જે મુક્ત થયા હોય તેવા લોકોએ વિવાહ સંબંધી પૂછપરછ કરવી નહીં. જેનો આપણે ત્યાગ કર્યો છે તે વસ્તુને યાદ કરવાથી ફરી તેની સ્મૃતિ થાય અને કર્મબંધનું કારણ બને છે; માટે વિવાહવિધિની પૂછપરછ કરવી નહીં. ૩૧૨, અને વખાણું નહીં. જેમાં માત્ર મોહનું જ પ્રાબલ્ય છે, એવા વિવાહ સંબંધીના કોઈપણ કાર્યના વખાણ કરું નહીં. નહીં તો ‘કરણ કરાવણ ને અનુમોદન, સરીખો ફળ નીપજાયો.’ તેમ કરવાથી પોતે પણ અનાયાસપણે તે જ મોદનીય કર્મના બંધવાળો થાય. માટે વિવાહસંબંધી પ્રવૃત્તિના કદી વખાણ કરું નહીં. ૩૧૩. મનોરમ્યમાં મોહ માનું નહીં, લૌકિક દૃષ્ટિએ મનને આનંદ પમાડનાર એવા રેડિયો, ટી.વી., સિનેમા, નાટક કે સરક્સ વગેરે છે. તે જીવોને મોહ પમાડનાર છે. તેમાં મોહ થતો હોય છતાં મોહ કર્તવ્યરૂપ નથી; ખોટો છે એમ વિચારી ૨૧૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મોહનો પક્ષ કરું નહીં અથવા મનોરમ્યના સાઘનોમાં મોહ કરવા યોગ્ય વાતને માનું નહીં. ી ૩૧૪. કર્માઘર્મી કરું નહીં. (ગૃ૦). કર્મ અધર્મી કરું નહીં. અધર્મને પોષે તેવા કોઈ કર્મી-કામો કરું નહીં અથવા પંદર કર્માદાની ઘંઘા છે તે કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨’ના આઘારે – “હિંસા હમેશાં દુઃખ આપે છે અને અહિંસા પરમ સુખ આપે છે, તે વિષે સૂર અને ચંદ્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – સૂર અને ચંદ્રનું દ્રષ્ટાંત - “જયપુર નગરમાં શત્રુંજય નામે રાજા હતો. તેને સૂર અને ચંદ્ર નામે બે પુત્રો હતા. પિતાએ જ્યેષ્ઠ કુમાર સૂરને યુવરાજપદ આપ્યું, તેથી પોતાનું અપમાન થયું જાણી ચંદ્રકુમાર નગર છોડી વિદેશમાં ગયો. ત્યાં મુનિના મુખથી ત્રસ જીવોને હણવા નહીં વગેરે દેશના સાંભળી, ચંદ્ર લડાઈ સિવાય કોઈ જીવને હણવો નહીં એવો નિયમ કર્યો. પછી કોઈ બીજા રાજાની તે સેવા કરવા લાગ્યો. ત્યાં કોઈ ચોર પકડાયો તેને રાજાએ મારવા કહ્યું. ત્યારે તેણે કહ્યું યુદ્ધ સિવાય કોઈ પણ પ્રાણીને નહીં મારવાનો મારો નિયમ છે. તે સાંભળી રાજાએ ખુશ થઈ પોતાનો અંગરક્ષક બનાવ્યો અને એક દેશનો સ્વામી કર્યો. યુવરાજ સુરકુમાર રાજ્યના લોભથી રાત્રે પોતાના પિતા ઉપર શસ્ત્રનો ઘા કરી ભાગી ગયો. તેથી રાજાએ સૂરને દેશપાર કર્યો અને ચંદ્રકુમારને બોલાવી પોતાનું રાજ્ય સોંપ્યું. રાજા આર્તધ્યાનથી મારી ચિત્તો થયો. જંગલમાં ફરતો ફરતો સૂરકુમાર આવ્યો તેને જોતાં જ વૈરના સંસ્કારથી ચિત્તાએ તેને મારી નાખ્યો. સૂરકુમાર મરીને ભિલ્લ થયો. તે જ વનમાં શિકાર કરતાં તે ભિલ્લને ચિત્તાએ પુનઃ મારી નાખ્યો. તેથી તેના સગાંઓએ મળી તે ચિત્તાને મારી નાખ્યો. બન્ને આર્તધ્યાનથી મરી ડુક્કર થયા. પરસ્પર વૈર રાખતાં તે ડુક્કરોને પારઘીએ મારી નાખ્યા. ત્યાંથી મરી બન્ને ગજેન્દ્ર થયાં. કોઈએ તેઓને પકડી ચંદ્રરાજાને અર્પણ કર્યા. ત્યાં પણ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે રાજાએ સુદર્શન કેવળીને તેમના વૈરનું કારણ પૂછ્યું. એટલે કેવળીએ તેમના પૂર્વભવો કહ્યાં. તે સાંભળી ચંદ્રરાજાએ ચિંતવ્યું કે “અહો! વિચિત્ર કર્મરૂપ નટે ભજવેલું આ ભવનાટક છે. આ પ્રમાણે વિચારી પોતે પુત્રને રાજ્ય આપી દીક્ષા ગ્રહણ કરી એકાવતારીપણું પામી દેવ થયો. તે બન્ને હાથી મરી પહેલી નરકે ગયા.” માટે અઘર્મને પોષે એવા કર્મો કદી કરું નહીં. ૩૧૫. સ્વા કોઈની આજીવિકા તોડું નહીં. (ગૃ૦) પોતાના સ્વાર્થ ખાતર બીજાની આજીવિકા તોડું નહીં. એમ કરવાથી તેને નુકશાન થાય, દુઃખ થાય. જેમકે કોઈ નોકરી કરતો હોય અને તેને કાઢી મૂકવો હોય તો તેના ઉપર કંઈ કલંક આપી દે કે આણે ચોરી કરી છે વગેરે કહી તેની આજીવિકા તોડું નહીં. ઉપદેશામૃત'માંથી - ગામના પટેલનું દ્રષ્ટાંત - “એક ગામના પટેલ ઉપર દરબારની ઈતરાજી થવાથી એક જોડી બળદ, ગાડું અને દાણા આપી કુટુંબ સાથે તેને રાજ્યની હદબહાર કાઢી મૂક્યો. ત્યાં જંગલમાં તેની સ્ત્રીએ બાળક જગ્યું. વરસાદ વરસવા લાગ્યો અને લૂંટારા લૂંટવા આવ્યા. એટલે ગાડા ઉપર ચઢી ફાળિયું વીંઝતાં વીંઝતાં તે બોલાવવા લાગ્યો કે આવજો, આવજો-જેનાથી અવાય તે આવજો. લૂંટારાઓએ કહ્યું, “કોને ૨૧૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બોલાવે છે? ઉતર, નહીં તો ડાંગ મારી મારી નાખીશું.” એટલે તેણે પોતાને વીતેલી વાત કહી, “હું તો આખા ગામનો ઘણી હતો. ઈર્ષાવાળાએ દરબારમાં જણાવ્યું કે મારા ગામમાંથી ફરિયાદ દરબાર કને જતી નથી. એટલે તેમને પૈસા મળતા નથી. તેથી મને આમ કાઢી મૂક્યો. વરસાદ આવ્યો. સ્ત્રીએ છોકરું કર્યું અને તમે આવ્યા. તો જેટલાં દુઃખ આવવાનાં હોય તે બઘાને બોલાવું છું તે આવી જાય.” (ઉ.પૃ.૨૭૯) ૩૧૬. વઘબંધનની શિક્ષા કરું નહીં. જેથી કોઈનો વઘ થાય અથવા બંધનમાં પડે એવી શિક્ષા કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – “ક્રોધથી આકરું બંઘન બાંઘવું, કર્ણાદિકનો છેદ કરવો, અધિક ભાર મૂકવો, પ્રહાર કરવો અને અન્ન તથા જલનો નિરોઘ કરવો એ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચાર છે. તેનું વિવેચન કરે છે કે, રજ્જા વગેરેથી ગાય વા મનુષ્યને બાંઘવા, પોતાના પુત્રોને પણ વિનય શિખવવા માટે તેવી શિક્ષા કરવી, તેમાં ક્રોધથી એટલે પ્રબળ કષાયથી જે બંધને બાંઘવું તે પહેલો અતિચાર છે. શરીરની ત્વચાનો અથવા કાન વિગેરેનો ક્રોઘથી જે છેદ કરવો તે બીજો અતિચાર છે. ક્રોધથી વા લોભથી વહન કરી શકાય નહીં તેટલા પ્રમાણથી અધિક બોજો વૃષભ, ઊંટ, ગઘેડા તથા મનુષ્યાદિકની પીઠ પર આરોપણ કરવો તે ત્રીજો અતિચાર છે. ક્રોધથી નિર્દયપણે ચાબુકાદિ વડે પ્રહાર કરવો તે ચોથો અતિચાર છે અને ક્રોઘાદિકથી ભાત પાણીનો અથવા ઘાસચારાનો અટકાવ કરવો તે પાંચમો અતિચાર છે.” ચોસઠ પ્રકારી પૂજા'માંથી – કરેલા કર્મ સર્વને ભોગવવા પડે શ્રી ઋષભપ્રભુના પૂર્વભવનું દ્રષ્ટાંત - “આ ચોવીશીમાં થયેલા આ પ્રથમ તીર્થકરે પાછલા ભવમાં જ્યારે તેઓ પાંચસેં ખેડતોના ઉપરી હતા ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ઘાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેને મોઢે શીકળી બાંઘવા કહ્યું. તેઓને તે ન આવડવાથી પોતે બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૦ નિસાસા મૂક્યા. તે ઉપરથી બાંધેલ લાભાંતરાય કર્મનો આદિશ્વર પ્રભુના ભવમાં દીક્ષા લીધી ત્યારે ઉદય થયો, તેથી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત આહાર મળી શક્યો નહીં. પ્રભુ વહોરવા તો નીકળતા, પણ લોકો તરતમાં જ જાગળિક ઘર્મમાંથી વ્યવહારમાં આવેલા હોવાથી એમ ઘારતાં કે “પ્રભુને રાંધેલ અન્ન જેવી તુચ્છ વસ્તુ કેમ અપાય?” એટલે તેઓ હાથી, ઘોડા, કન્યા, વસ્ત્ર, આભૂષણો વિગેરે ઘરતા હતા. પ્રભુ તો તેના સર્વથા ત્યાગી હોવાથી તેમાંથી કાંઈ સ્વીકારતા નહીં. એમ કરતાં કરતાં વર્ષ પુરુ થયું. વર્ષને અંતે પ્રભુ બાહુબળીના પુત્ર સોમયશાની રાજઘાની હસ્તિનાપુરમાં વહોરવા નીકળ્યા. તે વખતે “પ્રભુ કાંઈ લેતા નથી” એવો ઘોષ સોમયશાના પુત્ર શ્રેયાંસે સાંભળ્યો, એટલે તે પ્રભુ પાસે દોડી આવ્યો. પ્રભુને જોતાં ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પ્રભુને આગ્રહપૂર્વક પોતાને ત્યાં પધારવા વિનંતી કરી. પ્રભુ તેના મહેલે પધાર્યા. તે જ વખતે શેરડીના રસનાં ૯૯ ઘડાં લઈને એક શ્રેયાંસનો આશ્રિત ખેડૂત ભેટ કરવા આવ્યો. તે સ્વીકારીને તે જ વસ્તુ ગ્રહણ કરવા શ્રેયાંસે ભગવંતને પ્રાર્થના કરી. ભગવંતે બે હાથ ભેળા પસાર્યા, એટલે શ્રેયાંસે તેમાં રસ રેડવા માંડ્યો. પ્રભુ પાણિપાત્ર લબ્ધિવાળા હોવાથી શ્રેયાંસે નવાણુએ ઘડાનો રસ હાથમાં રેડ્યો. પ્રભુ તો ‘બીજા આહાર નિહાર કરતાં ૨૨૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ " સિરી, - તેમને ન જુએ” એવા અતિશય- 3 તેમને ન જુએ” એવા અતિશયવાળા હોવાથી તે રસ પી ગયા, તે કોઈએ દીઠો નહીં ને એક ટીપું પણ નીચે પડ્યું નહીં. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. સુગંઘી જળની, સુગંધી પુષ્પોની અને ૧રાક્રોડદ્રવ્યની વૃષ્ટિ થઈ, દેવદુંદુભિ વાગી અને આકાશમાં “અહો દાન, અહો દાન” એવી દેવોએ ઉદ્ઘોષણા કરી. પ્રભુ ત્યાંથી નીકળ્યા પછી બઘા લોકોએ મળીને શ્રેયાંસને પૂછ્યું કે- “તમને આ પ્રમાણે આહાર આપવાની ખબર ક્યાંથી પડી? એટલે શ્રેયાંસે જાતિસ્મરણજ્ઞાન થયાની અને તે ઉપરથી પ્રભુ સાથે પૂર્વના આઠ ભવના સંબંધની હકીકત કહી બતાવી. લોકો પ્રસન્ન થયા. ત્યારથી મુનિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ.” માટે કોઈને વથબંધનની શિક્ષા કરું નહીં. ૩૧૭. ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા.) હું રાજા છું. રાજ્ય ભોગવું છું. પણ જો એશઆરામ કે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લીન રહ્યો તો મરીને દુર્ગતિએ જવું પડશે, એમ ભય રાખી રાજ્ય ચલાવું. ભરત મહારાજાએ પણ પોતાને જાગૃતિ રહે તે માટે ‘ભરત ચેત કાળ ઝપાટા દેત’ એમ કહેવડાવવા માણસો રાખ્યા હતા. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી – ભરતરાજાનું દ્રષ્ટાંત - “તું જિતાયો છે, ભય વધે છે; માટે હણીશ નહીં, હણીશ નહીં' એમ ભરતના કહેવાથી પ્રતિદિન શ્રાવકો કહેતા હતા. ભરત સુખમાં લીન હોવા છતાં હમેશાં શ્રાવકોના આ વચન સાંભળ્યા પછી વિચારતો કે “હું કોનાથી જિતાયો છું?” અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. વળી ‘ભય વધે છે એટલે તેઓથી જ ભય વધે છે. માટે આત્માને હણીશ નહીં, હણીશ નહીં. એમ ચિંતવી ભાવ વડે નિઃસ્પૃહ એવા દેવગુરુની સ્તુતિ કરતો હતો.” (પૃ.૮૬) રાજા છું તો જનતા પ્રત્યે વાત્સલ્યભાવ રાખું તથા મનમાં હું તો પ્રજાનો સેવક છું, મારાથી પ્રજાનું કિંઈ અહિત ન થઈ જાય એવો ભય રાખી વાત્સલ્યભાવપૂર્વક રાજ્ય ચલાવું. “રાજા છે તે પ્રજાનો માનીતો નોકર છે.” શ્રીમદ્ રાજચંદ્ર ૩૧૮. નિયમ વગર વિહાર કરું નહીં. (મુ) ભગવાને સ્થવિર કલ્પી મુનિઓ માટે જે નિયમો કરેલા હોય તે પ્રમાણે વિહાર કરું. વિર કલ્પી મુનિ એક મહિનાથી વઘારે એક જગ્યાએ રહી શકે નહીં, વિહાર કરવો જ પડે. ૨૪-૫-૧૫ દિવસ રહીને પણ વિહાર કરી શકે. પણ ચોમાસામાં ચાર મહિના એક જ જગ્યાએ રહે. એક ગામ છોડી બીજા ગામે જાય નહીં. તેમજ અજવાળું થયા પછી વિહાર કરે એવું મુનિઓનું વિઘાન છે. માટે ૨૨૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જિન આજ્ઞાપૂર્વક વિહાર કરું. પણ નિયમને ઓળંગી વિહાર કરું નહીં. જે મુનિ વૃદ્ધ થઈ ગયા હોય, વિહાર કરી શકે નહીં તેઓ એક ગામમાં નવ ભાગ પાડીને અલગ અલગ જગ્યાએ રહે. કારણ કે જેથી ક્યાંય મમત્વ થાય નહીં. ૩૧૯. વિષયની સ્મૃતિએ ઘ્યાન ધર્યા વિના રહ્યું નહીં. (મુ॰ગૃ‰૦૩૦) - અનાદિકાળથી વિષયમાં સુખબુદ્ધિ હોવાને લીધે વિષયોનું આકર્ષણ થાય, સ્મૃતિ થાય; ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ અનંત સુખરૂપ છે એમ સંભારી જ્ઞાનીપુરુષના સહજાત્મસ્વરૂપનું ચિંતવન કરું કે જેથી વિષયની વિસ્મૃતિ થાય. રૂપ, રસ, ગંઘ, સ્પર્શ એ પુદ્ગલના ધર્મ છે, જ્યારે મારો ધર્મ તો માત્ર તેને જાણવા જોવાનો છે. માટે વિષયોની સ્મૃતિ થયે તેમાં લેપાઉં નહીં, પણ સ્વરૂપ ચિંતન કરવારૂપ ધ્યાન કરું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૬૧૬) ‘સમાધિશતક'માંથી :- ‘તપસ્વીને કદી મોહે, રાગ-દ્વેષ જણાય જો; ભાવજો સ્વસ્થ આત્મા તો, ક્ષણમાં શાંતિ પામશો.” ૩૨૦. વિષયની વિસ્મૃતિ જ કરું. (મુ॰ગૃ॰બ્ર૦૩૦) મનુષ્યભવ પામીને વિષયોની વિસ્મૃતિ જ કરું. મનુષ્યભવ વિષયો ભોગવવા માટે મળ્યો નથી; માત્ર આત્માર્થ કરવા માટે મળ્યો છે. તેથી તેનો ઉપયોગ મોક્ષ પ્રાપ્તિ માટે કરું. એવો જોગ ફરી ફરી મળે એમ નથી. વિષયો તો બીજા ભવમાં પણ મળે પણ આત્માર્થ પ્રાપ્ત કરવાની વિશેષ સામગ્રી તો મનુષ્યભવમાં જ મળે. તેનો ઉપયોગ જો નહીં કરું તો સોનાની થાળીમાં ધૂળ ભરવા બરાબર છે. તેનું દૃષ્ટાંત – ‘દૃષ્ટાંત શતક'માંથી :– સોનાની થાળીમાં ધૂળ ‘એક મૂર્ખ શેઠનું દૃષ્ટાંત – ‘‘એક મૂર્ખ શેઠિયાએ પોતાના ઘરમાં સોનાની થાળી કરાવી, પછી રૂપાનો બાજઠ બનાવડાવી તે થાળીને તેના ઉપર મૂકી. પછી દરરોજ તે થાળીમાં મુઠ્ઠી ભરીને ઘૂળ નાખવા લાગ્યો. તે જોઈ બીજા લોકો કહેવા લાગ્યા કે, ‘આ શેઠ મૂર્ખ છે; કેમકે સોનાની થાળીનો ઉપયોગ ધૂળ ભરવામાં કરે છે.’ આવી રીતે મનુષ્યનું શરીર તથા ધર્મનું શ્રવણ વગેરે સઘળું પામીને જડ જેવા જીવો રૂપાના બાજઠ જેવા આર્યદેશમાં સોનાની થાળી જેવા મનુષ્યભવનો ઉપયોગ કામભોગની આસક્તિરૂપ ધૂળ ભરવામાં કરે છે; પરંતુ મોક્ષસુખ આપનાર એવા ધર્મને આચરતા નથી, તેમને આ શેઠના જેવા મૂર્ખ જાણવા. જેણે મનુષ્યભવ પામીને ઘર્મ ન આચર્યો તેનું જીવતર વૃથા ગયું જાણવું’. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું.’ (વ.પૃ.૭૬૬) ‘‘વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહીં; તો પછી ઊંડા ૨૨૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં.” (વ.પૃ.૭૧૦) મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ઘર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે.” (વ.પૂ.૧૦૮) “ઉપદેશામૃત'માંથી - જ્ઞાની ગુરના બોઘે વિષયો ક્ષણભંગર અને દુઃખદાયી ભાસ્યા બે બ્રાહ્મણભાઈઓનું દ્રષ્ટાંત – “પ્રભુશ્રી–બે સગાં બ્રાહ્મણ ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો નહીં. તેને ઘર્મ ઉપર વિશેષ પ્રેમ. તેથી નાના ભાઈને કહીને ઘર છોડીને તીર્થયાત્રાએ જવા અને કોઈ સંતને શોધીને આત્માના કલ્યાણ અર્થે ઉદ્યમ કરવા ચાલી નીકળ્યો. ખોળે તેને જગતમાં મળી આવે છે, તેમ કોઈ પહાડી મુલકમાં એક સાચા મહાત્મા આત્મજ્ઞાન પામેલા તેને મળ્યા, તેની સેવામાં તે રહ્યો. તે મહાત્માની કૃપાથી તેને આત્મજ્ઞાન થયું; એટલે તેને બધું સ્વપ્નવત્ જણાયું. એક વખત તેને વિચાર આવ્યો કે ગુરુકૃપાથી મને લાભ થયો; પણ મારો નાનો ભાઈ બિચારો મોજશોખમાં પડી ગયો છે. બાઈડીનું ચામડું ઘોળું હોવાથી તેના મોહમાં જ તેની સાથે ને સાથે બેસવાઊઠવામાં બધો કાળ ગાળે છે. તેથી દયાભાવે તેણે એક વૈરાગ્યભર્યો પત્ર લખ્યો અને ટપાલમાં નાખ્યો. તેના ભાઈએ ભાઈનો પત્ર જાણી ઉપર ઉપરથી જોયો, પણ વિષયમાં રચીપચી રહેલાને વૈરાગ્યની વાત કેમ રુચે? એટલે તાકામાં કાગળ નાખ્યો. એક એનો મિત્ર આવતો તેને તે પત્ર બતાવેલો. એમ તેના ભાઈએ અઢાર પત્ર ઉપરાઉપરી લખ્યા; પણ નાના ભાઈને તો એ તો એવું લખ લખ જ કરે છે એમ થઈ ગયું તેથી આવે તે બધા પત્રો તાકામાં પઘરાવતો ગયો. પછી કાળ જતાં બઘા જોગ કંઈ પાંશરા રહે છે? તેની સ્ત્રી મરણ પામી એટલે તે તો ગાંડો થઈ ગયો. બઘા લોકો સમજાવે પણ તે તો ખાય નહીં, પીવે નહીં અને “મરી જ જવું છે', એમ બોલ બોલ કરે. તેનાં સગાંવહાલાંને ચિંતા થઈ એટલે તેના મિત્રને જઈને કહ્યું કે સોમલ અઠવાડિયાથી ખાતો નથી, તમે જરા સમજાવોને. તેથી તેનો મિત્ર આવ્યો એટલે સોમલ રડી પડ્યો અને બધી વૈભવની વાત વર્ણવવા લાગ્યો. તેના મિત્રે કહ્યું, તમારા ભાઈના કાગળોનું કંઈ ઠેકાણું છે? તેણે તાકું બતાવ્યું. તેમાંથી તેના મિત્રે કાગળ કાઢીને એકે એક વાંચવા માંડ્યા. કંઈક નિમિત્ત બદલાય એટલે ચિત્ત તેમાં રોકવું પડે. એક સમયે કાંઈ બે ક્રિયા થાય છે? તે પત્રો સાંભળવામાં તેનું મન રોકાયું એટલીવાર તેની સ્ત્રીની ચિંતા તે ભૂલી ગયો. અને બધા પત્રો વંચાતાં તેને સમજાયું કે તેનો ભાઈ કહે છે તેમજ સંસાર ક્ષણભંગર અને દુઃખદાયી છે. એટલું થયું એટલે બધું મેલ્યું પડતું અને કાગળમાંના સરનામા પ્રમાણે ભાઈને ૨૨૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શોધવા નીકળી પડ્યો. તેનો ભાઈ જંગલમાં પહાડી જગામાં રહેતો હતો. ત્યાં જઈ તેના ચરણમાં મસ્તક મૂકી મોક્ષનો માર્ગ બતાવવા વિનંતિ કરી. તે બન્ને ભાઈએ ઘર્મ આરાધ્યો અને એ સોમલ બ્રાહ્મણ મરીને દેવ થયો. શુક્રનો તારો ઉગમણી આથમણી દિશામાં ચકચકતો દેખાય છે ત્યાં જ એનો જીવ છે એ તેનું વિમાન છે.” (પૃ.૩૧૧) વિષય-કષાય મોટા શત્રુ છે. વિષયો બહારથી ટાગ્યા તેનું ફળ છે. પણ અંતરથી ત્યાગ ન થાય ત્યાં સુધી કામ થાય નહીં. ઝાડ ઉપર ઉપરથી કાપવામાં આવે તો મૂળ રહે ત્યાં સુધી ફરી ઊગે, નાશ ન પામે; પણ મૂળમાંથી છેદ થાય તો જ ફરી ઊગે નહીં. તેમ વિષયકષાય અંતરના નિર્મળ કરવા, વૃત્તિનો ક્ષય કરવા પુરુષાર્થ કરવો.” (પૃ.૩૬૨) બોઘામૃત ભાગ-૧'માંથી :- “ઇન્દ્રિયના વિષયોમાં ઇષ્ટ અનિષ્ટ થાય છે, ત્યાંથી જ કષાયની શરૂઆત થાય છે. ઇન્દ્રિયો રોકવા માટે મનને મંત્રમાં જોડે તો આડાઅવળી જોવા કરવામાં ન જાય. મન રોકાય તો ઇન્દ્રિયો જિતાય. “જ્ઞાને બાંધ્યું મન રહે.” (બો.૧ પૃ.૨૯૮) “ઇન્દ્રિયો તો એક એક એવી છે કે નરકે લઈ જાય. કાચબો પોતાના અંગોપાંગને ઢાલમાં સંકોચી રાખે છે તેથી એને કંઈ બાઘા ન થાય, તેમ જે પુરુષ પાંચ ઇન્દ્રિયોને વિષયોથી સંકોચી લે, તેને કર્મબંધન ન થાય. પાંચ ઇન્દ્રિયો છે તે પાંચ તરવારો છે. માથું કાપી નાખે એવી છે.” (બો.૧ પૃ.૨૯૮), ઇન્દ્રિયોના વિષયો નાશવંત અને કર્મ બંઘાવનારા છે. ક્ષણિક સુખ માટે જીવો કેટલું કષ્ટ વેઠે છે! નાશવંત વસ્તુઓને માટે મનુષ્યભવ ગુમાવવો નથી. એથી સંતોષ થાય એવું નથી. જ્યારે આત્માનું સુખ અનુભવાય ત્યારે ઇન્દ્રિયોનાં સુખ એને ઝેર જેવાં લાગે.” (ધો.૧ પૃ.૨૯૮) “બોઘામૃત ભાગ-૩'માંથી :- “આખા દિવસમાં આવતા વિચારોની એક નોંઘ કરીએ તો આપણને જરૂર લાગશે કે આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇન્દ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે તે ઇન્દ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇન્દ્રિયો તો જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરઘણી નિશ્ચિત ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખી આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સુવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે. જે આહાર ભાણા વખતે આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખી, જેમ ગમે તેવો. કચરો નાખી ખાડો પડેલો પૂરી દઈએ તેમ ભૂખ શમાવવા અને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવી-એ પહેલી જરૂર છે.” (બો.૩ પૃ.૪૪) ૩૨૧. સર્વ પ્રકારની નીતિ શીખું. (મુગૃબ્રઉ૦) (૧) ઘર્મ વિરુદ્ધ વર્તન ન કરવું તે નીતિ છે. (૨) સાત વ્યસનોનો ત્યાગ કરવો એ પણ નીતિ છે. (૩) દ્રવ્ય ઉપાર્જન નીતિથી કરું. (૪) વ્યવહારનીતિ શીખું. તેની મર્યાદામાં રહી વ્યવહાર ચલાવું. (૫) રાજનીતિના કાયદાનું લક્ષ રાખી તે પ્રમાણે વર્તે. ટૂંકમાં આત્માને જે હિતરૂપ થાય, કલ્યાણરૂપ થાય તે સર્વ નીતિ છે અને આત્માને બંધનરૂપ થાય તે સર્વ અનીતિ છે. ઉપદેશામૃત'માંથી - અનીતિથી લોકોને ઠગવાનું ફળ તિર્યંચગતિ એક વણિકનું દ્રષ્ટાંત – “એક પૈસાદાર વાણિયો ગરીબ થઈ જતાં ગામડામાં જઈ વસ્યો અને ૨૨૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ત્યાં અનીતિથી પૈસા મેળવી લોકોને રીબતો. તેથી મરીને બોકડો થયો. તે ગામડિયામાંનો એક કસાઈ થયો. તે કસાઈ તે બોકડાને લઈ જતો હતો ત્યાં એક મુનિની નજર પડી એટલે તેમને હસવું આવ્યું. તે જોઈ તે વાતનો ખુલાસો પૂછવા લોકો અપાસરે ગયા. તેમને મુનિએ કહ્યું કે આ જ ગામનો વાણિયો જે પરગામથી અહીં આવીને રહ્યો હતો તે જ આ બોકડો થયો છે. આ તો તેનો હજી પહેલો ભવ છે. પણ તેવા તો કેટલાય ભવ લેવા પડશે, ત્યારે લોકોનું લોહી ચૂસ્યું હતું તે પુરું પતી રહેશે. આવાં પાપથી ત્રાસ ફૂટવો જરૂરનો છે.” (ઉ.પૃ.૩૯) ‘બોઘામૃત ભાગ-૧’માંથી ઃ— “જીવને સંસાર વધારવો છે અને જ્ઞાની કહે કે સંસાર છોડવાનો છે, તે એને ગમે ? દિવસે દિવસે લોભ વધારતો હોય તેને લોભ છોડવાનું ક્યાંથી ગમે ? અન્યાય ન કરે તો નીતિ કહેવાય. આ પ્રકારનો વ્યવહાર મને ન ઘટે એમ લાગતું હોય, તેમ છતાં લોભને લઈને એવો વ્યવહાર કરે તે અનીતિ જ છે. પ્રાણ જાય પણ મારે નીતિ છોડવી નથી, દુરાચાર સેવવો નથી, એમ જેને હોય તેને જ્ઞાનીનો બોધ પરિણામ પામે. પ્રાણ જાય પણ ધર્મ ન છોડવો એવું થાય ત્યારે ઘર્મ પરિણમે. આ કાળમાં બહુ સાવચેતી રાખવાની જરૂર છે. સાતેય વ્યસન અનીતિ છે. એ સાત વ્યસનનો ત્યાગ જીવ બરાબર પાળતો નથી. પાળે તો એમાં નીતિ બધી આવી જાય છે.’' (બો.૧ પૃ.૩૪૦) ‘બોઘામૃત ભાગ-૩’માંથી – “ન્યાયનીતિથી વર્તવું એ ધર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય એમ વર્તે તેને સત્પુરુષનો બોઘ પરિણામ પામે છે. માટે નુકશાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઈ સુખી થયું નથી.'' (બ.૭ પૃ.૭૪૯) “બીજા જીવો પ્રત્યેનું વર્તન સારું રાખવું એ નીતિ છે અને તે ધર્મનો પાયો છે, તેમજ પોતાના આત્મા પ્રત્યે પણ બેદરકારી ન રાખતાં તેની દયા ખાઈ તેને જ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તાવવાનો લક્ષ રહે, તે ધર્મસ્વરૂપ છે.'' (બો.૩ ૬.૨૧૪) ૩૨૨, ભય ભાષા ભાખ્યું નહીં. કોઈને ભય ઉત્પન્ન થાય તેવું બોલું નહીં. *સમાધિસોપાન'માંથી :- “જે વચનથી પ્રાણીઓની ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ જાય, કલમ, કંકાસ, લડાઈ મંડાય, ખેદ પામીને મરી જાય કે મારી જાય, વૈર બંઘાય, છકાય જીવની ઘાતનો પ્રારંભ થાય, મહા હિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય વચન કહેવાય છે. કોઈને ચોર, વ્યભિચારી વગેરે સાવદ્ય વચન કહેવાં એ દુર્ગતિનું કારણ છે, તેથી તજવા યોગ્ય છે.’’ (પૃ.૨૮૨) ‘સહજ સુખ સાધન'માંથી – “સત્ય અણુવ્રત - જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય, જે બીજાઓને ઠગવા અર્થે વિશ્વાસધાત માટે બોલવામાં આવે, એવાં વચન ન કહેવાં અને પ્રિય હિતકારી સજ્જનોને યોગ્ય વચન કહેવાં તે સત્ય અણુવ્રત છે. એવા શ્રાવક, જે વચનથી લઇ થાય, હિંસાની પ્રવૃત્તિ થાય, બીજાનું અહિત થાય, તેવું સત્ય વચન પણ બોલતા નથી. ન્યાય અને ધર્મની પ્રવૃત્તિમાં હાનિ ન આવે, તેમજ વૃથા કોઈ પ્રાણીનો વધ ન થાય, તેને કષ્ટ ન પહોંચે, એ સર્વ વાતનો વિચાર કરીને મુખમાંથી વચન કાઢે છે.' (પૃ.૫૪૬ ૩૨૩, અપશબ્દ બોલું નહીં. ૨૨૫ જે વચન વડે બીજાને દુઃખ થાય તેવું વચન બોલું નહીં. Page #267 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “સમાધિ સોપાનમાંથી - “સત્યવાદી નીચે જણાવેલા દશ ભેદવાળી, અપ્રિય વચન નામની અસત્ય ભાષા પણ તજે છે. અપ્રિય વચનના દશ ભેદ : કર્કશ, કટુક, પરુષ, નિષ્ફર, પરકોપણી, મધ્યકૃષિ, અભિમાની, અનયંકર, છેદંકર અને ભૂતવઘકર. તું મૂર્ખ છે, આખલો છે, ઢોર છે, હે મૂર્ખ! તું શું સમજે, ઇત્યાદિ કર્કશ ભાષા છે. તું કજાત છે, હલકી વર્ણનો છે, અથર્મી છે, મહાપાપી છે, અસ્પૃશ્ય છે, અપશુકનિયાળ છે ઇત્યાદિ ઉગકારી વચનોને કટુક ભાષા કહે છે. તું આચારભ્રષ્ટ છે, ભ્રષ્ટાચારી છે, મહા દુષ્ટ છે ઇત્યાદિ મર્મછેદક પરુષ ભાષા છે. તને મારી નાખીશું, તારુ નાક કાપીશું, તને ડામ દઈશું, તારું માથું કાપીશું, તને ખાઈ જઈશું ઇત્યાદિ નિષ્ફર ભાષા છે. હે નિર્લજ! વર્ણશંકર! તારી જાતિ, કુળ, આચારનું ઠેકાણું નથી, જોયું તારું તપ, તું કુશીલ છે, લંપટ છે, હસવા યોગ્ય છે, મહા નિંદ્ય છે, અભક્ષ્ય ભક્ષણ કરનાર છે, તારું નામ લેતાં લાજી મરાય છે ઇત્યાદિ પરકોપણી ભાષા છે. જે વચન સાંભળતા જ સાંધા ગગડી જાય તે મધ્યકષ ભાષા છે. પોતાને મોઢે પોતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા, પોતાના કુળ, જાતિ, બળ, રૂપ, વિજ્ઞાન આદિ મદ દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે. શીલખંડન કરાવનારી અને વેર બંધાવનારી અનયંકર ભાષા છે. વીર્ય, શીલગુણ આદિને નિર્મૂળ કરનારી, જૂઠા દોષ પ્રગટ કરનારી, જૂઠાં આળ ચઢાવનારી છેદંકર ભાષા છે. જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી જાય તે ભૂતવઘાર ભાષા છે. આ દશ પ્રકારનાં નિંદ્ય વચન ત્યાગવા યોગ્ય છે.” (પૃ.૨૮૨) ૩૨૪. કોઈને શીખડાવું નહીં. મારા નિમિત્તે કોઈ અપશબ્દ બોલતાં શીખે એમ કરું નહીં. અથવા કોઈને ચોરી કરવાનું, જૂઠ બોલવાનું, હિંસામય પાપ કરવાનું શીખવાડું નહીં. કોઈને એવી વાત કરવી કે પેલો વ્યક્તિ આમ બોલે તો તમારે આમ કહેવું, એમ કહી ઝઘડો ઊભો કરાવું નહીં. સાસુની વાત વહુને કહે, વહુની વાત સાસુને કહે એમ અંદરોઅંદર શીખડાવીને કંકાસ ઊભો કરું નહીં. એના વિષે સતી સુભદ્રાની કથા છે તે નીચે પ્રમાણે – ભરતેશ્વર બાહુબલિ વૃત્તિના આધારે - સતીત્વની પરીક્ષા સુભદ્રા સતીનું દ્રષ્ટાંત - “વસંતપુર નગરમાં પ્રસિદ્ધ શેઠ જિનદાસ નામનો શ્રાવક વસતો હતો. તેની પત્ની જિનમતિ તે શીલગુણયુક્ત અને તત્ત્વને જાણનારી હતી. તેની સુભદ્રા નામની એક પુત્રી હતી. સુભદ્રા પણ જૈનધર્મમાં દ્રઢ શ્રદ્ધાવાળી તથા તત્ત્વને જાણનારી હતી. ગામના લોકોએ તેની માગણી કરી ત્યારે શેઠે કહ્યું કે હું મિથ્યાવૃષ્ટિઓને મારી પુત્રી આપતો નથી. ચંપાનગરીથી બૌદ્ધ ઘર્મમાં કુશલ એવો બુદ્ધદાસ નામનો એક વણિકપુત્ર વસંતપુર નગરમાં વેપાર માટે આવ્યો. કામપ્રસંગે જિનદાસને ત્યાં તે બુદ્ધદાસને જવું થયું. ત્યાં તેણે સુભદ્રાને દીઠી. તેની ૨૨૬ Page #268 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સાથે લગ્ન કરવાના ભાવ થયા. પણ લોકો પાસેથી સાંભળ્યું કે એ જૈનઘર્મીને જ પોતાની પુત્રી આપશે. તેથી બુદ્ધદાસ દંભથી જૈન સાધુઓનું સેવન કરવા લાગ્યો. સપુરુષના સંગથી તેને બોઘબીજની પ્રાપ્તિ થઈ અર્થાતુ સમ્યક્દર્શન પામ્યો. તેથી જિનદાસે તેની પુત્રી પરણાવી. થોડા દિવસ ત્યાં રહી બુદ્ધદાસે ચંપાનગરીએ જવાની ઇચ્છા જણાવી, ત્યારે જિનદાસે કહ્યું કે તમારા માતાપિતા મિથ્યાવૃષ્ટિ છે તો તેમની સાથે મારી પુત્રીનો નિર્વાહ કેમ થશે? બુદ્ધદાસે કહ્યું : હું તેને જુદા ઘરમાં રાખીશ. પછી ત્યાંથી રવાના થયા. ચંપાનગરીમાં આવ્યા પછી સુભદ્રા જાદા ઘરમાં રહેવાથી હમેશાં મુનિ ભગવંતોને આહાર પાણી આપતી તથા દેવ પૂજા ભક્તિ વગેરે પણ કરતી હતી. સુભદ્રાની સાસુ અને નણંદ રોજ તેના છિદ્રો જોતી અને બુદ્ધદાસને કહેતી કે તારી સ્ત્રી તો કુલટા છે. બુદ્ધદાસ કહે : સુભદ્રા તો સતી છે. પણ રોજ રોજ કાનમાં ભરભર કરે અને શીખવાડ શીખવાડ કરે તેથી બુદ્ધદાસના મનમાં પણ થયું કે સુભદ્રા કુલટા છે અને તેનું પ્રમાણ પણ નીચે પ્રમાણે મળી આવ્યું. સુભદ્રા જૈનઘર્મી હતી. તેથી એક વખત કોઈ મા ખમણના પારણા અર્થે તેના ઘરે મુનિ મહાત્મા પધાર્યા. સુભદ્રાએ તેમને આહાર પાણી આપ્યા પછી તેમની સામે દ્રષ્ટિ પડી. ત્યારે તેમની આંખમાંથી પાણી નીકળતું જોયું. તે જોઈ તેણે જીભ વડે આંખમાં પડેલ તૃણને બહાર કાઢી લીધું. તે સમયે મુનિના કપાળમાં ચાંદલાનું કુમકુમ ચોંટી ગયું. મુનિ તો નિસ્પૃહપણે ચાલ્યા ગયા. પણ તે વખતે સુભદ્રાની સાસુ તથા નણંદ બહાર ઊભા હતા તેમણે આ જોયું. તેથી તેના પતિ બુદ્ધદાસને કહ્યું કે તારી સ્ત્રી કુલટા છે તેનું આ પ્રમાણ. એ વાત બધે ફેલાઈ ગઈ. સુભદ્રાએ પણ સાંભળી. તેથી સુભદ્રા કાયોત્સર્ગ કરીને ઊભી રહી. ત્યારે શાસનદેવીએ આવીને કહ્યું કે હે વત્સ! શું કામ છે? તેણે કહ્યું જૈન શાસન ઉપર આવેલ કલંકને દૂર કરો. દેવીએ કહ્યું કે કાલે સવારે ઉપાય વડે ઘર્મ પ્રભાવના કરીશ; એમ કહી તે અંતર્બાન થઈ ગઈ. - બીજે દિવસે સવારે ચંપાનગરીના ચારે દરવાજા રક્ષકો ખોલવા લાગ્યા ત્યારે ખૂલે નહીં. તેથી લોકો મુંઝાઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું કે કોઈપણ દેવી દેવતા ક્રોઘ પામ્યા હો તો મારા ઉપર પ્રસન્ન થાઓ. ત્યારે આકાશવાણી થઈ કે જે કોઈ શીલવતી હોય તે કાચા તાંતણા ચાલણીને બાંધી કૂવામાંથી પાણી કાઢી TITH આ દરવાજાઓને છાંટશે ત્યારે જ દ્વાર ઉઘડશે. નગરની સર્વ સ્ત્રીઓએ પ્રયત્ન કર્યો, પણ તે ઉઘડ્યાં નહીં. સુભદ્રાએ સાસુને કહ્યું કે હે માતા!તમે મને રજા આપો તો મારા આત્માની પરીક્ષા કરવા જાઉં. ત્યારે સાસુ હસીને બોલી કે તારું સતીપણું તો પહેલેથી જાણેલું છે. છતાં સુભદ્રા સ્નાન વગેરે કરીને કૂવા પાસે જઈ કાચા તાંતણા ચાલણીને બાંધી પાણી બહાર કાઢ્યું. તે જોઈ રાજા વગેરે આનંદ પામ્યા. પછી સર્વ લોકોની સાથે જઈને ચંપાનગરીના દરવાજાઓ ઉપર તે જળ છાંટ્યું કે દરવાજાઓ ઉઘડી ગયા. બુદ્ધદાસને રોજ એની માતા તથા બેન શિખવાડતી હતી તેમ કોઈને શીખવાડું નહીં. ૨૨૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હવે દેવીએ પ્રગટ થઈને સર્વને કહ્યું કે જે કોઈ આ સતી સુભદ્રા વિરુદ્ધ ચિંતવન કરશે, તેને હું શિક્ષા કરીશ. તે સાંભળી રાજા વગેરે લોકોએ ચમત્કાર પામી જૈનઘર્મ ગ્રહણ ર કર્યો. સાસુએ વહુની ક્ષમા માગી તથા સર્વ જૈનધર્મી થયા. અનુક્રમે સુભદ્રા પણ ગુરુ પાસે દીક્ષા લઈ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષને પામી. ૩૨૫. અસત્ય મર્મ ભાષા ભાખું નહીં. ખોટા મર્મભેદક વચનો કોઈને કહ્યું નહીં કે જેથી બીજાને દુઃખ ભોગવવા પડે. લોકોના મુખે અસત્ય મર્મભાષા રામના સાંભળવામાં આવી. તેથી સતી સીતાને શ્રીરામે જંગલમાં મૂકાવી. આમ અસત્ય અને મર્મભેદક વચનો કહેવાથી સતી જેવી સીતાને જંગલમાં કેવા દુઃખ ભોગવવા પડ્યા. માટે આવી અસત્ય મર્મભાષા બોલું નહીં કે જેથી બીજાને નુકશાન થાય. ૩૨૬. લીઘેલો નિયમ કર્ણોપકર્ણ રીતે તોડું નહીં. કર્ણોપકર્ણ એટલે એક કાનેથી બીજા કાને વાત જાય છે. એવી કોઈ વાત સાંભળીને આપણે જે નિયમ લીધો હોય તેમાં ઢીલાશ લાવું નહીં અથવા નિયમ તોડવાનો ભાવ કરું નહીં. તેના ઉપર રજ્જા સાધ્વીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – આજ્ઞા વિરુદ્ધ વચન બોલવું તે મહાપાપ રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત – “શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર સ્વામી એકદા દેશનામાં બોલ્યા કે “એક જ માત્ર કુવાક્ય બોલવાથી રજ્જા નામની આર્યા મહાદુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણઘરે વિનંતીપૂર્વક પૂછ્યું કે “હે ભગવન્! તે રજ્જા સાથ્વી કોણ? અને તેણે વાણીમાત્રથી શું પાપ ઉપાર્જન કર્યું? કે જેનો આ પ્રમાણેનો દારૂણ વિપાક આપ વર્ણન કરો છો?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારશો સાધ્વીઓ હતી. તેના ગચ્છમાં ત્રણ ઉછાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રજ્જા આર્યાના શરીરમાં પૂર્વ કર્મના અનુભાવથી કુષ્ટ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજ્જા બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ.” એમ સર્વ સાધ્વીઓના હૃદયમાં વિચાર થઈ ગયો, તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપિ મારું શરીર હમણાં જ આ મહા વ્યાધિથી નાશ પામે, તો પણ હું તો પ્રાસુક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંતધર્મ કપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ રજ્જા અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવુ દુષ્ટ વચન બોલી? ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવોએ કેવળીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજ્જાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિનું પાત્ર થઈ? કેવળીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તેં સ્નિગ્ધ આહાર કંઠ સુથી ખાધો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તે આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત ૨૨૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ જળથી ધોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં; તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું; તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.’’ તે સાંભળીને રજ્જાએ પૂછ્યું કે “હે ભગવન્ ! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય કે નહીં?’’ કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.’’ રજ્જા બોલી કે “તમેજ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?’’ કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે, પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે? તોપણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તે પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવું મહાપાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટુ પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ટ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાલ વિગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંતા ભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દારિદ્ર, દુઃખ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’ આ પ્રમાણે કેવળીનું વચન સાંભળી બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજ્જા આર્યા જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહ ને પામશે, તેમ દુઃખ પામે છે. (પૃ.૨૯૩) ને ૩૨૭. પૂંઠૌર્ય કરું નહીં. પૂંૌર્ય એટલે કોઈની પીઠ પાછળ નિંદા કરવી તે. નિંદા કરવાથી આપણને કર્મબંઘનનું કારણ થાય અને સામા વ્યક્તિને મનદુઃખ થાય. માટે પૂંઠચૌર્ય કરું નહીં. જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી :- દુર્જનની પણ કદી નિંદા કરવી નહીં પરનિંદા કરવાથી કાંઈપણ ફાયદો નથી, પણ ઊલટો નિંદા કરનાર - નિંદકને ભારે મોટો ગેરફાયદો થાય છે. પોતાનો અમૂલ્ય વખત ગુમાવે છે અને તેના બદલમાં પોતે જ મલિન થાય છે. નિંદા એ સામાને સુધારવાનો રસ્તો નથી, પરંતુ કદાચ બગાડવાનો રસ્તો છે. જો કે સજ્જનો તો તેવા નિંદકોથી વધારે વધારે જાગ્રત રહી ગુણ ગ્રહે છે, પણ દુર્જનો તેનાથી પ્રકોપ પામી દુર્જનતાની જ વૃદ્ધિ કરે છે; માટે દુર્જનની નિંદામાં પણ હાનિ જ છે. સંત-સજ્જનોની નિંદાથી, સજ્જનોને તો કાંઈ પણ અવગુણ થતો નથી, તો પણ તેવા ઉત્તમ પુરુષોની નાહક નિંદા કરતાં આશયની મહા મલીનતાથી નિકાચિત્ કર્મ બાંધી નિંદકો નરકાદિ અધોગતિને પામે છે. નિંદા, ચાડી, પરદ્રોહ તથા ખોટાં આળ ચઢાવનારાં, તેમજ હિંસા, અસત્ય ભાષણ, પરદ્રવ્યહરણ તથા પરસ્ત્રી ગમનાદિ અનીતિ કે અન્યાયાચરણ કરનારા અને ક્રોધાંઘ કે રાગાંઘના જે જે માઠા હાલ શાસ્ત્રકારે વર્ણવ્યા છે, તે સંબંધી તિબુદ્ધિથી જે કાંઈ કહેવું તે કાંઈ નિંદા કહેવાય નહીં. હિતબુદ્ધિ વિના માત્ર દ્વેષથી પરને વગોવવાં તે નિંદા કહેવાય છે. માટે નામ લઈને પરને વગોવવા મિથ્યા પ્રયાસ કરવો નહીં. છતાં નિંદા કરવાનું મન થાય તો સાચા મને આપણા દોષોની જ નિંદા કરવી. પરિનંદા કરતાં સ્વનિંદા પણે દર સારી છે. ૩૨૮, અતિથિનો તિરસ્કાર કરું નહીં. (ગૃ૰ઉ૰) અતિથિ આપણા ઘરે આવ્યો હોય તો આનંદથી તેમની ભોજન વગેરેની વ્યવસ્થા કરું, પણ ૨૨૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મનમાં બીજો ભાવ લાવું નહીં કે આ ક્યાંથી આવ્યા? “અતિથિ દેવો ભવ” અતિથિને દેવ સમાન માનું. - પરમકૃપાળુદેવ પણ કોઈ મહેમાન આવ્યા હોય તો તેમને પાસે બેસીને જમાડતા અને આગ્રહપૂર્વક પીરસાવતા હતા. “મોક્ષમાળા વિવેચન'માંથી – “અતિથિ એટલે મહેમાન અથવા આગંતુકનું યથાયોગ્ય સન્માન કરે. અતિથિ પ્રત્યે સારા ભાવથી વર્તે તે સન્માન કહેવાય છે. ઓળખાણ ન હોય તો પણ મહેમાનગિરિ કરે, માન, પાન, આસન, શયન અને સંપત્તિ પ્રમાણે અન્ન આપે.” (પૃ.૩૦) પ્રવેશિકા'માંથી – “ભોજનકાળે આવેલા સાધુઓને ન્યાયથી પેદા કરેલ તથા નિર્દોષ ચતુર્વિધ આહાર, પાત્ર,વસ્ત્ર અને રહેઠાણ વગેરેનું દાન કરવું તે “અતિથિ સંવિભાગ' વ્રત કહેવાય. મહાવ્રતી ઉત્તમ પાત્ર છે, અણુવ્રતી મધ્યમ પાત્ર છે અને જે શ્રદ્ધાનંત છે, પણ વ્રત ઘારી શકતા નથી તે કનિષ્ઠ પાત્ર છે. કુતપ કરનાર કુપાત્ર છે અને શ્રદ્ધા તથા વ્રત વિનાના દાનને પાત્ર નથી; અપાત્ર ગણાય છે.” (યોગશાસ્ત્ર) (પૃ.૩૮) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧૦'માંથી - અતિથિ સત્કારનું ફળ સમકિત નયસારનું દ્રષ્ટાંત - “પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામીભક્ત ગ્રામચિંતક હતો. તે સાધુજનના સંબંઘ વિનાનો હતો. તથાપિ અપકૃત્યથી પરાભુખ, બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણ ગ્રહણમાં તત્પર હતો. એક વખતે રાજાની આજ્ઞાથી તે મોટા કાષ્ઠો લેવા માટે પાથેય (ભાતું) લઈ કેટલાક ગાડાં સાથે એક મહાટવીમાં ગયો. ત્યાં વૃક્ષો છેદતાં તેને મધ્યાહ્ન સમય થયો, એટલે ઉદરમાં જઠરાગ્નિની જેમ સૂર્ય આકાશમાં અધિક પ્રકાશવા લાગ્યો. તે વખતે તે નયસારના સમય જાણનારા સેવકો મંડપાકાર વૃક્ષની નીચે તેને માટે ઉત્તમ રસવતી લાવ્યા. પોતે સુઘા તૃષાથી આતુર હતો છતાં પણ કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું’ એમ ઘારી નયસાર આમતેમ જોવા લાગ્યો. તેવામાં ક્ષઘાતુર, તૃષાતુર, શ્રાંત, પોતાના સાર્થને શોધવામાં તત્પર અને પસીનાથી જેમના સર્વ અંગ વ્યાસ થઈ ગયા છે, એવા કેટલાક મુનિઓ તે તરફ આવી ચડ્યા. ‘આ સાધુઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું' એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે ભગવંત! આવી મોટી અટવીમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કેમકે શસ્ત્રધારી પણ એકાકીપણે આ અટવીમાં ફરી શકે તેમ નથી.” તેઓ બોલ્યા-અમે પૂર્વે અમારા સ્થાનથી સાર્થની સાથે ચાલ્યા હતા પણ માર્ગમાં કોઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાર્થ ચાલ્યો ગયો; અમને ભિક્ષા કંઈ મળી નહીં, તેથી અમે તે સાર્થની પછવાડે પછવાડે ચાલ્યા પણ તે સાર્થ તો મળ્યો નહીં અને આ અટવામાં આવી ચડ્યા.' નયસાર બોલ્યો-“અહો! એ {É સાથે કેવો નિર્દય!કેવો પાપથી પણ અભીરૂ!કેવો વિશ્વાસઘાતી! કે તેની આશાએ સાધુઓ સાથે ચાલેલા તેમને લીધા વગર તે પોતાના સ્વાર્થમાંજ નિષ્ફર બનીને ચાલ્યો ગયો; પરંતુ આ વનમાં મારા પુણ્યથી તમે અતિથિરૂપે પધાર્યા તે બહુ ઠીક થયું.” આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પોતાનું ભોજનસ્થાન હતું ત્યાં લઈ ગયો. પછી પોતાને માટે તૈયાર કરી લાવેલા અન્નપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યા ૨૩૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિવડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર , 3 4 મુનિઓની પાસે આવ્યો. પ્રણામ કરી કહ્યું છે કે, “હે ભગવંત! ચાલો હું તમને નગરનો છે માર્ગ બતાવું.” પછી તેઓ તેની સાથે ચાલ્યા અને નગરીને માર્ગે આવ્યા; એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ઘર્મ સંભળાવ્યો. તે સાંભળીને આત્માને ઘન્ય માનતા નયસારે તેજ વખતે સમતિ પ્રાપ્ત કર્યું. પછી તેમને વાંદીને તે પાછો વળ્યો અને બધા કાષ્ઠો રાજાને મોકલાવી પોતે પોતાના ગામમાં આવ્યો. પછી મોટા મનવાળો નયસાર સદા ધર્મનો અભ્યાસ કરતો, સાત તત્વને ચિંતવતો અને સમકિતને પાળતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મૃત્યુ પામી સૌઘર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.” (પૃ.૧) એ જ નયસાર આગળના સત્તાવીસમાં ભવમાં ભગવાન મહાવીર બની લાખો જીવોનું કલ્યાણ કરી મોક્ષે પઘારશે. “સમાધિસોપાન'માંથી :- વ્યવહાર વિનય - “કોઈ જીવનું મારાથી અપમાન ન થાઓ. જે અન્યનું સન્માન કરે છે તે પોતે જ સન્માન પામે છે. જે પરનું અપમાન કરે છે તે પોતે જ અપમાન પામે છે. સર્વ સાથે મીઠાં વચને બોલવું તે વિનય છે. કોઈ જીવનો તિરસ્કાર ન કરવો તે પણ વિનય જ છે. પોતાને ઘેર આવે તેનો યથાયોગ્ય સત્કાર કરવો. કોઈને સામે જઈ તેડી લાવવા. કોઈને દેખીને ઊભા થવું. કોઈને એક હાથ માથે ચઢાવી સલામ ભરવી. કોઈનું “આવો, આવો, આવો!” એમ ત્રણવાર કહી સ્વાગત કરવું. કોઈને માન આપીને પાસે બેસારવા. કોઈને બેસવા આસન આપવું. કોઈને ‘આવો, બેસો’ કહેવું. કોઈને કુશળતા પૂછવી. કોઈને કહેવું કે “અમે આપના છીએ, કોઈ આજ્ઞા-સેવા ફરમાવો, જમવા પધારો, પાણી લાવું? આ આપનું જ ઘર છે. આ ઘર આપના પઘારવાથી પાવન થયું. આપની કૃપા અમારા ઉપર સદાય છે તેવી રહો.' ઇત્યાદિ વ્યવહારવિનય છે.” (પૃ.૧૭૧) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “અતિથિને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે.” અતિથિને ભક્તિપૂર્વક નિર્દોષ અન્નદાન આપે,પણ અનાદરથી આપે નહીં. કહ્યું છે કે અનાદર, વિલંબ, મુખ બગાડવું, અપ્રિય વચન બોલવું અને પશ્ચાત્તાપ કરવો – એ પાંચ દાતા સંબંઘી દાનના દૂષણો છે.” તથા - “ઘર્મમાં દાનધર્મ મહા તેજસ્વી છે; તે જો સુપાત્રે આપ્યું હોય તો સ્વાતિ નક્ષત્રનું છીપમાં પડેલું જળ જેમ મોતી થાય છે તેમ તે સફળ થાય છે.” વળી કહ્યું છે કે “આનંદના અશ્રુ આવે, રોમાંચ ખડા થાય, બહુમાન કરે, પ્રિય વચન બોલે અને સુપાત્રની અનુમોદના કરે – એ પાંચ દાનનાં આભૂષણ છે.” આત્માને તારવાની બુદ્ધિથી દાન આપીને પછી જમવું તે દેવભોજન છે અને તે સિવાયનું પ્રેતભોજન છે. દાનમાં પણ જે સુપાત્રદાન છે તે મોટા ફળને આપનારું છે. કહ્યું છે કે – ૨૩૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘કોઈને વિત્ત (ઘન) હોય, કોઈને ચિત્ત હોય અને કોઈને તે બંને વાનાં હોય; પણ ચિત્ત, વિત્ત ને પાત્ર એ ત્રણ વાનાં તો પુષ્પવડે જ પ્રાપ્ત થાય છે.’’ કર્ણરાજાનું દૃષ્ટાંત – કર્રરાજા ઘણો દાતાર હતો. દાન કરવાથી મોક્ષ વગેરે સુખ મળે છે એવું માની તે હમેશાં પ્રભાતે સો ભાર સુવર્ણ આપીને પછી સિંહાસનથી ઊઠતો હતો. એક વખતે રાજા કર્ણને સત્પાત્રને દાન આપવાની ઇચ્છા થઈ. તે દિવસે પ્રભાતે કોઈ બે ચારણ કે જેમાં એક શ્રાવક હતો અને એક મિથ્યાત્વ ધર્મથી વાસિત હતો તે પ્રથમ આવ્યા. તેમને જોઈ કર્ણે વિચાર્યું કે આજે મારે પ્રથમ સત્પાત્રને દાન આપવું છે; કારણ કે તેથી સદ્ગતિ મળે છે. કહ્યું છે કે – “અન્ન આપનારના હાથ નીચે તીર્થંકર પણ હાથ ધરે છે. તેવું દાન જો પાત્રને આપેલું હોય તો તે મહાફળ આપે છે.’’ આવા વિચારથી પાત્રની પરીક્ષા કરવા માટે કર્ણે દાન આપ્યું નહીં. એટલામાં તેમાંથી એક ચારણ બોલ્યો – ‘રાજા કર્ણ! પાત્રની પરીક્ષા શું કરો છો? જે માગવા આવે તેને આપો; વરસાદ વરસે છે તે શું સારું સ્થાન કે નઠારું સ્થાન જોઈને વસે છે?' તે સાંભળી કર્ણે કહ્યું – અમૃત્ત “વરસાદ ભલે જ્યાં ત્યાં વરસે, પણ તેના ફળ જુઓ. થેંતુરાને વિષે વિષ થાય છે અને શેરડીમાં જેવો રસ થાય છે. એટલો અંતર કુપાત્ર અને સુપાત્ર દાનમાં સમજવો.' સર્વ જ્ઞાનમાં અન્નનું દાન અતિ મોટું છે. કહ્યું છે કે - ‘‘સર્વ પ્રાણીઓના પ્રાણ અન્ન વડે જ રહેલા છે તેથી અન્નદાન કરનાર પૃથ્વીમાં શ્રેષ્ઠ છે અને તેને વિદ્વાનો પ્રાણદાતા કહે છે.’’ વળી “પ્રાણીઓના પ્રાણ અન્ન છે, અન્ન તે જ અનેક સુખનો સાગર છે; તેથી અન્નદાન જેવું કોઈ બીજું દાન થયું નથી અને થશે પણ નહીં’’ “પાત્રમાં સર્વથી ઉત્તમ પાત્ર મુનિ છે, મધ્યમ પાત્ર ઉત્તમ શ્રાવક છે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ છે.’’ સત્પાત્રનો યોગ થાય તો તેને આપીને પછી જમવું, અને જો તેવો યોગ ન થાય તો ભોજન વખતે ઘરની બહાર આવી દિશાવલોકન કરીને પછી જમવું. આ પ્રમાણે અતિધિને આપેલું સ્વલ્પ દાન પણ ચંદનબાળા, શ્રેયાંસ અને નયસારની જેમ બહુ ફળને આપનારું થાય છે.’' (પૃ.૬૯,૭૧) ૩૨૯. ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃ॰ઉ) કોઈપણ વ્યક્તિની ગુપ્ત વાત હોય તે કોઈને કહ્યું નહીં. ગુપ્તવાત એટલે જે ન કહેવા યોગ્ય એવી વાત. તે કહેવાથી કોઈના મરણનું કારણ પણ થઈ જાય. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – ગુપ્ત વાત પ્રગટ ક૨વાનું ફળ પુણ્યસારનું દૃષ્ટાંત – “વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામે શ્રેષ્ઠ રહેતો હતો. એક વખતે તે પોતાની સ્ત્રીનું આણું વાળવા સસરાને ઘેર ગયો. તે સ્ત્રી કોઈ બીજા પુરુષ સાથે રાગી થયેલી હતી, તેથી જવાને આનાકાની કરતી હતી. તથાપિ પુણ્યસાર શેઠે તેને હઠ કરીને લીધી. માર્ગમાં તે વણિક તૃષાત્ત થવાથી કોઈ કૂવા ઉપર પાણી ભરવા ગયો. તે કૂવામાંથી જળ ખેંચતો હતો એવામાં પછવાડે રહેલી સ્ત્રીએ તેને કૂવામાં નાખી દીધો, અને પોતે પાછી પિતાને ઘેર આવી ગઈ. પિતાએ તરતમાં જ પાછી આવવાનું કારણ પૂછ્યું, એટલે કહ્યું કે, “માર્ગમાં મારા પતિને ચોરોએ લુંટી લીધા અને તેને માર્યા હશે કે શું થયું હશે તેની ખબર નથી. હું તો નાસીને અહીં આવી છું.’’ પછી તે સ્ત્રી પિતૃગૃહમાં રહી સ્વેચ્છાએ વર્તવા લાગી. ૨૩૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અહિઁ પુણ્યસાર કૂવામાં થોડું જળ હોવાથી ઉપર જ રહ્યો. તેને કોઈ મુસાફરોએ ખેંચીને બહાર કાઢ્યો. તે ફરીવાર પાછો શ્વસુરગૃહે ગયો. સર્વ લોકોએ માર્ગની વાર્તા પૂછી; ત્યારે તેણે કહ્યું કે, ‘મને ચોરોએ લૂંટી લીધો પણ જીવતો મૂક્યો અને મારી સ્ત્રી નાસીને અહીં આવતી રહી તે સારું થયું.' આ પ્રમાણે તેણે પોતાની સ્ત્રીનું ગુહ્ય (મર્મ) ઢાંકીને વાર્તા કહી, તેથી તે સ્ત્રી તેના પર વિશેષ રાગવાળી થઈ. પછી તેને લઈને તે વણિક ઘેર આવ્યો. ગાઢ પ્રેમી થયેલા દંપતીને એક પુત્ર થયો. અનુક્રમે પુત્ર મોટો થયો. એક વખતે પુણ્યસાર શેઠ ભોજન કરતા હતા તેવામાં પ્રચંડ પવનનો વંટોળિયો આવવાથી તેના ભાણામાં રજ પડવા માંડી, ત્યારે સ્ત્રીએ આવીને પોતાના વસ્ત્રનો છેડો આડો રાખ્યો. તે વખતે પુણ્યસારને તેનું પૂર્વ ચરિત્ર યાદ આવ્યું, તેથી કાંઈક હાસ્ય થયું. પુત્રે એકાંતે જઈને પિતાને હાસ્યનું કારણ પૂછ્યું. પુત્રનો ઘણો આગ્રહ થવાથી પિતાએ તેની પાસે માતાનું પૂર્વ ચરિત્ર કહી દીધું. અન્યદા સાસુવહુને પરસ્પર કલહ થયો. એટલે એકબીજાની મર્મની વાતો ઉઘાડી કરવા માંડી. તે પ્રસંગે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત મહેણાના રૂપમાં કહી દીધી. તે સાંભળતા જ સાસુના મનમાં વિચાર આવ્યો કે, ‘અહો ! મારા પતિએ આટલા વખત સુધી મારી ગુહ્ય વાત ગુપ્ત રાખી છેવટે આ વહુ આગળ પ્રગટ કરી, તેથી મારે હવે જીવીને શું કરવું? આવું ચિંતવી ગળે ફાંસો બાંઘી તે મૃત્યુ પામી. તે । જોઈ પુણ્યસાર શેઠે પણ દેહત્યાગ કર્યો. તેવો બનાવ જોઈ શ્રેષ્ઠીપુત્રને વૈરાગ્ય થયો, તેથી તે પોતાની સ્ત્રીને છોડી દઈ દીક્ષા લઈને ચાલી નીકળ્યો. ઉપરની કથા સાંભળી કોઈએ કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી નહીં. જેઓ બીજાના ગુહ્યને ઢાંકે છે તેઓ ખરેખર ધન્ય છે.’’ (પૃ.૫૫) ‘ધર્મામૃત”માંથી – જૈન ધર્મની નિંદા અટકાવવા ચોરના પણ દોષો ઢાંક્યા જિનેન્દ્રભક્તનું દૃષ્ટાંત – ‘સૌરાષ્ટ્ર દેશમાં પાટલીપુત્ર નગરમાં રાજા યશોધર અને રાણી સુમિત્રાનો પુત્ર સુવીર નામે હતો. તે સાત વ્યસનનો સેવનારો થયો તેથી પોતાના જેવા વ્યસની અને ચોરોનો આગેવાન થયો. તેવામાં તેના સાંભળવામાં આવ્યું કે પૂર્વ તરફ ગૌડ પ્રાંતમાં તામ્રલિસ નગરીમાં જિનેન્દ્રભક્ત શ્રેષ્ઠીએ એક અત્યંત કિંમતી વૈઙૂર્યમણિની પાર્શ્વનાથની પ્રતિમા કરાવીને સાત માળવાળા મકાનમાં ઉપરના માળે ઘણા રક્ષકો સહિત રાખી છે. સુવીરે લોભથી પોતાના માણસોને પૂછ્યું કે કોઈ તે મણિ લાવી આપે તેવો છે ? ત્યારે સૂર્ય નામનો ચોર બોલ્યો કે એમાં શું છે ? હું તો કહો તો ઇન્દ્રના મુગટનો મણિ પણ લાવી આપું. પછી તે ચોરે કપટથી ક્ષુલ્લકનો વેષ ધારણ કર્યો અને ઘણા કાયક્લેશ પૂર્વક ગામ નગર વટાવતો લોકોમાં પૂજ્યબુદ્ધિ ઉપજાવતો નામાંકિત થતો તામ્રલિપ્ત નગરે પહોંચ્યો. તેની ખ્યાતિ સાંભળીને જિનેન્દ્રભક્ત શેઠ તેને જોવા ગયા અને તેના વચનથી તેના પર શ્રદ્ધા થવાથી જિનેન્દ્રભક્ત શ્રેષ્ઠીએ તેને પોતાને ત્યાં રાખ્યો અને પછી તેણે માયાથી ના પાડવા છતાં પોતાની પાર્શ્વનાથ પ્રતિમાનો રક્ષક બનાવ્યો. એક વખત ક્ષુલ્લકને પૂછીને તે શ્રેષ્ઠી સમુદ્રયાત્રા કરવા માટે જવા તૈયાર થયા, અને એ રીતે ગામ બહાર ઉદ્યાન સુધી પહોંચી ત્યાં રાત્રિ રહ્યા. અહીં ઘરના માણસો સામાન ફેરવવા વગેરેમાં રોકાયેલા જાણી તે ક્ષુલ્લકે અર્ધી રાતે મણિની પ્રતિમા લઈને જવા માંડ્યું. પરંતુ તે મણિના તેજથી રસ્તામાં કોટવાલ તેને પકડવા પાછળ પડ્યો અને બૂમો પાડી. તેથી નાસી જવાનું અશક્ય થવાથી તે જિનેન્દ્રભક્ત હતા ત્યાં જઈ તેમને શરણે ગયો. શ્રેષ્ઠી બધો કોલાહલ સાંભળીને સમજી ગયો અને તેને ચોર જાણીને પણ ૨૩૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દર્શનની નિંદા ન થવા તેનો દોષ ઢાંકવા બોલ્યા કે, આણે મારા કહેવાથી અહીં મણિ આણેલો છે. તમે બઘાએ આ મહા તપસ્વીની વિડંબના કરીને ભૂલ કરી છે. ત્યારે તેઓ બધા ક્ષુલ્લકને નમીને જતા રહ્યા; અને શ્રેષ્ઠીએ ત્યાર પછી તે ક્ષુલ્લક ચોરને રાતોરાત રજા આપી. આ મુજબ અન્ય સમ્યકદ્રષ્ટિએ પણ બળહીન અને અજ્ઞાન સાઘર્મીઓ વડે ઘર્મમાં લગાડેલા દોષોનું પ્રચ્છાદન કરવું જોઈએ.” (પૃ.૯૩) ૩૩૦. પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં. જેમાં સર્વનું હિત રહ્યું હોય તે વાત પ્રસિદ્ધ કરવી. જેમકે ઘરમાં આગ લાગી હોય અથવા ચોરી થઈ હોય તો એવી વાત શીધ્ર પ્રસિદ્ધ કરવાથી તેનો ઉપાય થઈ શકે પણ ગુપ્ત રાખવાથી નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'ના આઘારે : ભદ્રિક નોકરનું દ્રષ્ટાંત - “એક ભદ્રિક છોકરો હતો. તે એક ઠાકોરને ત્યાં નોકરી કરતો હતો. એક દિવસ ઠાકોરની સ્ત્રીએ ઠાકોરને જમવા માટે બોલાવવા તેને મોકલ્યો. તેણે સભામાં આવી જોરથી કહ્યું કે ઘેંસ બની ગઈ છે માટે તમને જમવા બોલાવે છે. તે સાંભળી ઠાકોરને શરમ આવી. તેથી તે છોકરાને ઠાકોરે કહ્યું કે આવી વાત સભામાં મારા કાનમાં કહેવી. પછી એક દિવસ ઘરમાં આગ લાગી. તેથી ઠાકોરની સ્ત્રીએ કહ્યું કે જા ઝટ ઠાકોરને બોલાવી લાવ. ત્યારે સભામાં આવી તે ઠાકોરના કાનમાં કહેવા લાગ્યો કે ઘરમાં આગ લાગી છે માટે બોલાવે છે. ત્યારે ઠાકોરે તેને કહ્યું કે આવી વાત તો દોડીને દરથી જ કહેવી. પણ એનામાં બુદ્ધિ નહીં હોવાથી ફરી આવી ભૂલો તે કર્યા કરતો તેથી તેને કાઢી મૂક્યો. એમ પ્રસિદ્ધ કરવા યોગ્ય વાતને ગુપ્ત રાખું નહીં. (પૃ.૧૦૬). ૩૩૧. વિના ઉપયોગ દ્રવ્ય રહ્યું નહીં. (ગૃ૦ઉ બ્ર૦) વિના ઉપયોગ એટલે પ્રયોજન વગર દ્રવ્ય રજું નહીં એટલે જો ઉપજીવન સુખે ચાલી શકતું હોય તો આત્માર્થીને તેનું કોઈ વિશેષ પ્રયોજન નથી. માટે વિના ઉપયોગ દ્રવ્ય રળે નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “૧. જેને ઘર્મ સંબંઘી કંઈ પણ બોથ થયો છે, અને રળવાની જેને જરૂર નથી, તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવું જોઈએ. ૨. જેને ઘર્મસંબંઘી બોઘ થયો છે, છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. (સર્વસંગપરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી.). ૩. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ ઝાવાં નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું; તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ.” (વ.પૃ.૧૭૯) જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે.” (વ.પૃ.૭૬) ૨૩૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પુરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. (વ.પૂ.૧૦૬) ‘બોઘામૃત'ભાગ-૧'માંથી :- આ ભવનું ભેગું કરેલું અહીં જ પડ્યું રહે સિકંદરનું દૃષ્ટાંત – “સિકંદરે ઘણી લડાઈઓ કરી, દેશો જીત્યા, અઢળક ઘન એકઠું કર્યું. છેવટે રોગ થયો. કેટલાય વૈદ્યો આવ્યા, કોઈ મટાડી ન શક્યા. પછી તેણે પશ્ચાત્તાપ કર્યો. આવું થવાનું જાણ્યું નહોતું, નહીં તો હું આટલું બધું શા માટે કરત? સાથે આવે એવું કંઈ ન કર્યું! પછી ભંડારીને બોલાવી હીરા માણેક બધું કઢાવ્યું. સિકંદરની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં. પછી તેણે વિચાર્યું કે મારે તો એવું થયું, પણ હવે બીજા જીવો ન ભૂલે એવું કરવું. તે માટે તેણે રાજ્યના માણસોને કહ્યું કે હું મરું ત્યારે મને સ્મશાને લઈ જતી વખતે મારા હાથ બહાર રાખજો, જેથી લોકોને લાગે કે બાદશાહ ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે ગયો. અને વળી કહ્યું કે હકીમો હોય તેનાં ખભા ઉપર મારી ઠાઠડી મૂકજો જેથી લોકોને લાગે કે આટલા બધા હકીમો હોવા છતાં મરી ગયો, હકીમો કંઈ ન કરી શક્યા. એથી વૈરાગ્ય થશે. પણ અનાર્ય દેશ એટલે કોઈને એવું ન લાગ્યું. એવું આપણું ન થાય એ સાચવવું, લક્ષ થઈ જાય કે આ જ કરવું છે, તો ભલે આજીવિકા માટે કરવું પડે, પણ નવરાશ મળે ત્યારે સત્સંગ કરે. મારે મોટો જવું છે એવું ધ્યેય હોય તો એ થાય.'' (બી.૧ પૃ.૧૯૫) મોક્ષમાળા વિવેચન'માંથી : : સરસ્વતીચંદ્રનું દૃષ્ટાંત – ‘‘સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામે ચાલીશમા વર્ષે વકીલાત છોડવી એમ નક્કી કરેલું. ચાલીશમાં વર્ષે વકીલાત જામી ત્યારે છોડી દીધી. મર્યાદાવાળાને કલ્પના વધે નહીં. મર્યાદા કરી હોય તો વધારેના સંકલ્પ વિકલ્પ અટકી જાય.'' (પૃ.૬૩) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – પરિગ્રહમાં આસક્ત પ્રાણી કયું પાપ ન કરે! ચાર મિત્રોનું દૃષ્ટાંત – “વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની એ ચાર જ્ઞાતિના ચાર મિત્રો હતા. તેઓ દ્રવ્ય મેળવવાને માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રિ પડતાં એક ઉદ્યાનમાં વડવૃક્ષની નીચે વિશ્રાંત થયા. ત્યાં તે વૃક્ષની શાખા સાથે લટકતો એક સુવર્ણનો પુરુષ તેઓના જોવામાં આવ્યો. તે સુવર્ણ પુરુષ બોલ્યો કે, હું અર્થ છું પણ અનર્થને આપનાર છું.' તે સાંભળી તેઓએ ભય પામીને તેનો ત્યાગ કર્યો. પરંતુ સોનીથી તેનો લોભ મૂકાયો નહીં, એટલે સોનીએ તે પુરુષને ‘પડ’ એમ કહ્યું, એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો તેને એક ખાઈમાં ગોપવ્યો, પણ સર્વની દૃષ્ટિ તેના પર પડી. પછી આગળ ચાલતાં બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણને ગામમાં ભોજન લેવા મોકલ્યા. જે બે બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે ગામમાં ગયેલા બે આવે કે તેમને મા૨ીને પેલું ૨૩૫ Page #277 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સુવર્ણ લેવું'. બે જણા જે ગામમાં ગયા હતા તેમણે ચિંતવ્યું કે, “આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બે મૃત્યુ પામે તો આપણને બેને બધું સુવર્ણ મળે.’ આવા વિચારથી તેઓ વિષાન્ન લઈને બહાર આવ્યા. જેવા તેઓ પેલા બેની પાસે આવ્યા કે તે બંનેએ સંકેત પ્રમાણે તેમને ખડુગથી મારી નાખ્યા. પછી પેલું વિષાત્ર તેઓ જમ્યા કે તેઓ પણ મૃત્યુ પામી ગયા. આ પ્રમાણે ચારે મૃત્યુ પામ્યા. આવી જે ઋદ્ધિ તે પાપઋદ્ધિ સમજવી. ઉપરનું દ્રષ્ટાંત સાંભળી ભવિ પ્રાણીઓએ હમેશાં પોતાની સમૃદ્ધિ ઘર્મકાર્યમાં વાપરવી. “મારી પાસે અલ્પ ઘન છે.' ઇત્યાદિ કારણને લઈને ઘર્મકાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. કહ્યું છે કે, થોડામાંથી થોડું પણ ઘર્મકાર્યમાં વાપરવું. વઘારે દ્રવ્ય થવા ઉપર મુલતવી રાખવું નહીં. કારણ કે ઇચ્છા પ્રમાણે દ્રવ્યની શક્તિ ક્યારે થશે તેનો કોઈ નિશ્ચય નથી.” વળી કહ્યું છે કે, “આવતી કાલનું કામ આજ કરવું, અને મધ્યાન્હ કરવાનું હોય તે સવારે કરવું, કારણકે મૃત્યુ એવી રાહ જોતું નથી કે આણે સુકૃત્ય કર્યું છે કે નથી કર્યું?” કેટલાક જીવો કૃપણતાથી દ્રવ્યની હાનિના ભયવડે ઘર્મકાર્યમાં દ્રવ્યનો વ્યય કરતા નથી તેમજ પરિગ્રહનું પરિમાણ પણ કરતા નથી, તેઓને મૃત્યુ અચાનક આવીને ઉપાડી જાય છે. તેઓ બધું અહીં જ મૂકી પરિગ્રહની મૂચ્છ વડે દુર્ગતિને સાથે છે. માટે વિના ઉપયોગ દ્રવ્ય રજું નહીં. ૩૩૨. અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦) અયોગ્ય રીતે કોઈની પાસે કરાર એટલે કબુલાત અથવા દસ્તાવેજ વગેરે કરાવું નહીં. જેમ કંસે કર્યું હતું તેમ કબુલાત કરાવું નહીં. ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે - વસુદેવનું દ્રષ્ટાંત - બનનાર તે ફરનાર નહીં. “વસુદેવના લગ્ન દેવકી સાથે થયા પછી કંસે પોતાની નગરીમાં આવી તે નિમિત્તે ઉત્સવ માંડ્યો. દેવકી કંસની બહેન હતી. તે વખતે કંસના ભાઈ અતિમુક્ત મુનિ કંસને ત્યાં વહોરવા પઘાર્યા. ત્યારે કંસની સ્ત્રી જીવયશા દારૂ પીધેલી હતી. તેથી બોલી કે આવો દેવરજી નૃત્ય કરો, એમ કહી તે મુનિને ગળે વળગી પડી. ત્યારે મુનિ બોલ્યા જેનો તમે આ ઉત્સવ કરો છો તેનો સાતમો ગર્ભ આ કંસ અને જરાસંઘનો નાશ કરનાર થશે. તે સાંભળીને જીવયશાનો નશો ઉતરી ગયો અને કંસને જઈને કહ્યું કે મુનિએ એમ કહ્યું છે કે દેવકીનો સાતમો ગર્ભ તે તમને મારનાર થશે. પછી કંસ વસુદેવ પાસે અયોગ્ય કરાર એટલે વચન લેવા માટે આવ્યો અને કહ્યું કે હે મિત્ર! તમારા જે પુત્રો થાય તે મને આપવા. તે સાંભળી વસુદેવને ખબર ન હોવાથી તેમણે વચન આપી દીધું. તેથી છ પુત્રોને કંસે પત્થર ઉપર અફાળીને મારી નાખ્યા. પણ ખરી રીતે તે છએ પુત્રો નાગશેઠને ત્યાં મોટા થયા. દેવતાએ સુલતાના મૃતક પુત્રોને દેવકી પાસે મુક્યા અને દેવકીના જીવંત પુત્રોને સુલતાને ત્યાં મૂક્યા. તેમાં સાતમો પુત્ર શ્રી કૃષ્ણ ગોકુળમાં નંદને ત્યાં મોટો થયો. માટે જે બનનાર છે તે ફરનાર નથી એમ જાણીને કોઈ પાસે અયોગ્ય કરાર કરાવું નહીં. ૩૩૩. વધારે વ્યાજ લઉં નહીં. વઘારે વ્યાજ લેવાથી સામાની મૂડી જ ખવાઈ જાય એવું વ્યાજ લઉં નહીં. પૈસાની જરૂર પડ્યે ૨૩૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પોતાના દાગીના કે ઘરના વાસણ મૂકવા આવે તેની પાસેથી વધારે વ્યાજ લઉં તો તે બિચારા ઊંચા જ ન આવી શકે; માટે વધારે વ્યાજ લઉં નહીં. લોકો ગરીબો પાસેથી પાંચ ટકા કે દશ ટકા સુધી વ્યાજ લે છે. આવી રીતે વધારે વ્યાજ લેવાથી તેની આંતરડી કકળે છે. તેની હાયથી વધારે વ્યાજ લેનાર આ ભવમાં કે પરભવમાં સુખ પામતો નથી પણ દુઃખનું કારણ ઊભું કરે છે. ૩૩૪. હિસાબમાં ભુલાવું નહીં. - ‘સોલ પંચ્યા પંચ્યાસી' બે મૂક્યા છૂટના, લાવો ત્યાંશી રૂપિયા.' એવી રીતે હિસાબમાં ભુલાવું નહીં. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી :– ભરવાડણને છેતરી પણ ઘેબર જમાઈ જમ્યા આભિરીવંચક વણિકનું દૃષ્ટાંત – ''કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હંમેશાં વેપાર કરતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની આભીરી (ભરવાડણ) બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો પાસ આપવા કહ્યું. એટલે તે વિશેકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે’” એમ કહીને અર્ધા અર્થો રૂપિયાની બે ઘારણો તોળીને એક રૂપિયાનો કપાસ તેને આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.’' એમ જાણી તે કપાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજે તો હું તેનું ઉત્તમ ભોજન જમ્''. એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વિગેરે ખરીદીને ઘેર મોકલ્યું અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યાં; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારું ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. સ્ત્રીઓને જમાઈ ઉપર અતિ સ્નેહ હોય છે.’ તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હંમેશની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં? સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી ! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી. તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ ખાધા. મૂર્ખ માણસો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.'' એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “» પૂજ્ય ! અહીં આવો. જરા વિશ્રાંતિ ક્યો અને મારી એક વાત સાંભળો.' તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું તેથી રોકાઈશ નહીં.'' વબ્રિક બોલ્યો કે ‘‘હૈ મહારાજ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું બોલ્યા કે – હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?’' મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દૃષ્ટાંતરૂપ છે.'' આ એકજ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું ૨૩૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિગેરે કરો, પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહારવડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું શ્રવણ કર્યું. ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારું મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતા નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં? ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વે બંઘુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંઘુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વિગરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી; માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહની જોડે જાઓ; તેથી હું તમારા સવેનો સંબંધ મૂકીને આ મુનિનો આશ્રય કરું છું.” (પૃ.૧૫૩) અંતરાયકમેની પૂજામાં પણ આ વાત આવે છે કે – નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી; જમી જમાઈ પાછો વળીઓ, જ્ઞાનદિશા તવ જાગી.”ભુલ્યો બાજી ૩૩૫. સ્થળ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. અનાજની દુકાન, દવાઓની દુકાન, કંદોઈની દુકાન વગેરે કરું નહીં. એમાં સ્કૂલ રીતે હિંસા થાય છે. ખેતી કરવી, જંતુનાશક દવાઓ વેચવી, માંસનો વ્યાપાર કરવો, પશુઓની ઘાત થાય તેવા કારખાના નાખવા વગેરે હિંસાના વેપારથી આજીવિકા ચલાવું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- સ્થળ હિંસાનું ફળ નરકગતિ મચ્છીમાર ચોરનું દ્રષ્ટાંત - “કોઈ સાધુ રાત્રે પોતાના શિષ્યોને પૂર્વગત વાચના આપતા હતા. તે પ્રસંગમાં એક વખતે તેમણે પોતાના શિષ્યને “અમુક ચૂર્ણ ઔષધિ વિગેરેના પ્રયોગથી સમુદ્ઘિમ મસ્યાદિક જીવોની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું. તે વાત ત્યાંથી ચાલ્યા જતા એક ચોરી કરવા નીકળેલા મચ્છીમાર સાંભળી, અને તે ચૂર્ણનો પ્રયોગ મનમાં ઘારી લઈને ઘેર ગયો. પછી તેણે તે પ્રમાણે કર્યું, એટલે ઘણા મત્સ્યોની ઉત્પત્તિ થઈ, તેથી હર્ષ પામીને તે માછી નિત્ય તેજ પ્રયોગથી પોતાના કુટુંબનું પોષણ કરવા લાગ્યો. એવી રીતે કરતાં ઘણો કાળ ચાલ્યો ગયો. એક વખતે તે વિદ્યાચોર માછી મુનિ પાસે આવ્યો, અને મુનિને નમસ્કાર કરીને બોલ્યો કે - “હે સ્વામી! તમારા પ્રસાદથી હું સહકુટુંબ સુખે જીવું છું અને તે રીતે દુકાળ વિગેરે સંકટના વખતમાં અનેક જીવોનો ઉપકાર થશે.” મુનિ બોલ્યા – “કેવી રીતે?” ચોરે કહ્યું કે – ૨૩૮ Page #280 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘પૂર્વે તમે રાત્રે શિષ્યોની આગળ ચૂર્ણપ્રયોગથી જીવોત્પત્તિ કહી હતી, તે મારા સાંભળવામાં આવી હતી. ત્યારથી તે પ્રયોગવડે હું સુખે જીવું છું.” તે સાંભળી મુનિ મનમાં પોતાના પ્રમાદદોષની નિંદા કરતા સતા પરંપરાએ અત્યંત પાપની વૃદ્ધિ થવાનો નિશ્ચય જણાવાથી તે મચ્છીમાર પ્રત્યે બોલ્યા- “હું તને બીજો તેથી પણ શ્રેષ્ઠ ઉપાય બતાવું તે સાંભળ – અમુક અમુક દ્રવ્યનો યોગ મેળવી, એકાંતે ઓરડામાં બેસી, તેના કમાડ બંઘ કરી, મધ્ય ભાગે રાખેલા જળ વિગેરેમાં તે ચૂર્ણ નાખવું, એટલે સુવર્ણ સરખા વર્ણવાળા મસ્યો ઉત્પન્ન થશે. તેનું ભક્ષણ કરવાથી તારું શરીર પણ પુષ્ટ થશે.” તે સાંભળી તે માછી પોતાને ઘેર ગયો અને ગુરુના કહેવા પ્રમાણે ચૂર્ણ તૈયાર કરી ઓરડામાં પેઠો. પછી તેનો પ્રયોગ કરતાં તેમાંથી એક વ્યાવ્ર ઉત્પન્ન થયો. તે તેનું ભક્ષણ કરી ગયો, જેથી તે પાપી મૃત્યુ પામીને નરકે ગયો અને મુનિ તે પાપની આલોચના કરી સ્વર્ગે ગયા. (પૃ.૪૨) “પવિત્ર દેહવાળા ગૃહસ્થ અપરાધી એવા પણ ત્રસ જીવોને હણવા નહીં, તો નિરપરાધી જીવોને તો કેમ જ હણાય? કોઈ બુદ્ધિમાન ઢીમરે મત્સ્યનો વઘ કરતાં પોતાની અંગુલિનો છેદ થયો, તે ઉપરથી શસ્ત્રવડે હિંસા કરવી જ તેણે છોડી દીધી” તે કથા આ પ્રમાણે છે – ઢીમરનું દ્રષ્ટાંત - “પૃથ્વીપુર નગરમાં એક ઢીમર રહેતો હતો, તે મત્સ્ય મારવાને ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાળ વિગેરે આપીને મત્સ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મસ્યો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વઘ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી પરાભવ પામતાં તેણે ચિંતવ્યું કે, “હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે. કોઈને “મરી જા” કહેતાં પણ દુ:ખ લાગે છે તો હિંસા કરતાં દુ:ખ કેમ ન લાગે?” “આજથી મારે કોઈ વઘ કરવો નહીં.” આવું ધ્યાન કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાધના કરેલી તેના ફળમાં નીચકુળમાં જન્મ પામ્યો, વગેરે જાણીને તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો. અને અંતે શુક્લધ્યાન વડે શ્રેણિ માંડીને તત્કાળ કેવળજ્ઞાન પામ્યો. (પૃ.૪૪) ૩૩૬. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. ઘણા પૈસાવાળાના છોકરાઓને તેમના માબાપ ઇચ્છા પ્રમાણે હાથમાં પૈસા આપે તો સાતે વ્યસનોમાં પણ કુસંગતિને લઈને દુરુપયોગ કરી દે. ઘનવાનોના છોકરાઓને ખબર નથી કે પૈસા પેદા કરવામાં કેટલી મુશ્કેલી પડે છે. એ પૈસાનો સદુઉપયોગ કરે તો કેટલો લાભ થાય? જ્ઞાનદાનમાં, આહારદાનમાં, ઔષઘદાનમાં કે અભયદાન વગેરેમાં કે કોઈ દુઃખી હોય અથવા કોઈ સાઘર્મીભાઈને જરૂર હોય તો તેમાં મદદ કરે અથવા સાત ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરે તો કેવું સુંદર ફળ આવે. જરૂર પડે તો લાખો ખર્ચે અને જરૂર ન હોય તો પાંચ રૂપિયા ખર્ચતા પણ વિચાર કરે તેના પર એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે – “હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - “સુજ્ઞ મનુષ્ય પૂર્વ પુણ્યવડે પામેલા દ્રવ્યના ચાર વિભાગ કરે છે. એક ભાગ ભૂમિમાં અથવા બીજે જાળવી રાખે. એક ભાગ વ્યાપારમાં રોકે, એક ભાગ પુણ્યકાર્યમાં વાપરે અને એક ભાગથી વ્યવહારિક ખર્ચ ચલાવે. કર્તા કહે છે આ બાબતમાં આટલું બધું કહેવાની જરૂર તો નથી, કારણ કે ઘન અને આત્મા કોને વહાલા નથી? સૌને વહાલા છે, તેથી તેના રક્ષણ માટે તો સૌ બનતો પ્રયત્ન કરે જ છે. ૨૩૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છતાં સુજ્ઞ જનોને જો દ્રવ્ય મળતું હોય તો આટલા સ્થાનકોમાં તેનો વ્યય કરતાં હિસાબ ન ગણવો. ૧. સર્જન માટે, ૨. મિત્ર માટે, ૩. સુશીલ સ્ત્રી માટે, ૪. નિર્ધન બાંધવ માટે, ૫. ઘર્મકાર્યમાં, ૬. વિવાદમાં, ૭. કાંઈ કષ્ટ આવી પડ્યું હોય ત્યારે અને ૮. રિપુને દુર કરવા માટે. આ આઠ કાર્યમાં ગણ્યા વિના દ્રવ્ય વાપરવું. પરંતુ તે સંબંધી કેટલોક વિવેક કરવા યોગ્ય છે, તે આગળ બતાવવામાં આવે છે. ગૃહસ્થ ઉપરોક્ત આઠ બાબતમાં દ્રવ્ય ખર્ચતાં લેખું ન કરે, અર્થાત્ શક્તિનાં પ્રમાણમાં જેમ બને તેમ વધારે ખર્ચે એમ કહ્યું છે, પરંતુ તે સાથે એટલું યાદ રાખવું કે ઉત્તમ પુરુષ કુમાર્ગે એક કોડી જતી હોય તો પણ જવા ન દે; હજાર સોનૈયાની રક્ષા કરે તેટલી તેની કરે, અને સારા કાર્યમાં લાખનો ખર્ચ કરતાં પણ વિચાર ન કરે. આ પ્રમાણેનું વર્તન હોય તેની પાસે લક્ષ્મી અખંડ રહે છે. તેનો કેડો તે મૂકતી નથી. આ હકીકતના સંબંધમાં એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – સુબુદ્ધિશેઠનું દ્રષ્ટાંત – જરૂર જણાએ લાખ ખર્ચીએ, નહીં તો એક પૈસો પણ નહીં. વસંતપુર નામના નગરમાં સુબુદ્ધિ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને એક પુત્ર હતો. તેને મોટા શ્રીમંતને ત્યાં પરણાવ્યો. તેની સ્ત્રી ઘરે આવી. સુબુદ્ધિ શેઠ બહુ વિચારશીલ હતો, તેથી કદી તેલનું ટીપું જમીન ઉપર પડી ગયું હોય તો તે લઈને જોડા ઉપર ચોપડતો હતો. આવી તેની ચેષ્ટા જોઈને વહુ વિચારવા લાગી કે હું ક્યાં આવા કૃપણને ઘેર આવી? અહીં મારા કોડ કેમ પૂરા પડશે? આ ઘરનો ઘણી તો આવો કૃપણ દેખાય છે. આવા સસરાના રાજ્યમાં યથેચ્છપણે ખાવું, પહેરવું ને ખરચવું તે શી રીતે બની શકશે? આમ વિચારીને શેઠની પરીક્ષા કરવા સારું એક દિવસ વહુએ કહ્યું કે – “મારું માથું બહુ દુઃખવા આવ્યું છે.' આમ કહીને આક્રંદ કરવા લાગી. શેઠ ગભરાયા. ઘણા વૈદ્યોને તેડાવ્યા, અનેક પ્રકારના ઔષઘો કર્યા, શેક કર્યો પણ કોઈ રીતે માથું દુઃખતું મઢ્યું નહીં. એટલે શેઠે પૂછ્યું કે - “વહુજી! આજે જ માથું દુ:ખવા આવ્યું છે કે પ્રથમ કોઈ કોઈ વાર આવતું હતું?” એટલે વહુ ઘીમે સ્વરે બોલી - કોઈ કોઈ વાર આવતું હતું ત્યારે સાચા મોતી વાટીને લેપ કરવાથી મટતું હતું, શેઠે કહ્યું કે “જો એમ મટતું હતું તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં આપણા ઘરમાં મોતીની ક્યાં ખોટ છે?” એમ કહી ભંડારમાંથી થાળ ભરીને મોતી મંગાવ્યા અને તેને ભરડવા માટે ઘંટી તૈયાર કરાવી; એટલે વહુ બોલ્યા કે-“સસરાજી! હમણાં તો મટી ગયું છે, તેથી કાંઈ કરવાની જરૂર નથી.” વહુના મનમાં સંદેહ હતો તે ટળી ગયો. અન્યદા યોગ્ય અવસરે વહુએ સસરાને પૂછ્યું કે- તેલનું ટીપું તો તમે પગરખાં ઉપર ચોપડ્યું અને પાછા સાચા મોતી ભરડવા તૈયાર થઈ ગયા. તેનું શું કારણ?” એટલે શેઠ બોલ્યા કે –“વહુજી! લક્ષ્મીનું વશીકરણ જ એ છે કે જરૂરને વખતે લાખ ખરચી નાખીએ અને વગર જરૂરીયાતે એક ટીપું પણ નકામું જવા ન દઈએ”. આ ખુલાસો સાંભળીને વહુ બહુ ખુશ થઈ. સસરાની બુદ્ધિ ખરેખરી તાત્ત્વિક છે એમ તેને ખાત્રી થઈ. આ કથા ઉપરથી વાચકોએ લક્ષ્મીનો વ્યય કેમ કરવો તે ગ્રહણ કરવો. આગળ કર્તા કહે છે કે - “જેહ સુણે નર પ્રભુવચન, વાઘે બુદ્ધિ અપાર; શુભથાનક ઘન ખર્ચતાં, ન ઘટે એ નિરઘાર. ૧ કૂવામાંથી પાણી કાઢતાં, બગીચામાંથી ફળ ફુલ લેતાં અને ગાય ભેંસને દાણ આપીને પછી દૂઘ દોતાં તે ઘટતું નથી; પણ વૃદ્ધિ પામે છે. આ સંબંધમાં વિદ્યાપતિ શેઠનો સંબંઘ છે નીચે પ્રમાણે – વિદ્યાપતિશેઠનું દ્રષ્ટાંત – લક્ષ્મી તો પૂયવંતની દાસી છે. એક નગરમાં વિદ્યાપતિ નામે ૨૪૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શેઠ રહેતો હતો. તેની પાસે લક્ષ્મી ઘણી હતી. પરંતુ તે શુભ સ્થાનકમાં પણ ઘન ખર્ચતો ન હતો. એક દિવસ રાત્રે લક્ષ્મીએ સ્વપ્નમાં આવીને તેને કહ્યું કે - “હું તમારે ત્યાં દશ દિવસ રહેવાની છું, પછી રહેવાની નથી, માટે તમારે જે સુખ ભોગવવા હોય તે ભોગવી , લેજો.” શેઠ તેના આવાં વચનથી ચેતી ગયો અને બીજા દિવસથી પુષ્કળ દ્રવ્ય વાપરવા માંડ્યું. સાતે ક્ષેત્રમાં અઢળક દ્રવ્ય વાપર્યું. અનેક દીનજનોનો ઉદ્ધાર કર્યો તેથી કીર્તિ પણ બહુ વિસ્તાર પામી. દશ દિવસ પૂર્ણ થયા એટલે અગીયારમે દિવસે રાત્રે લક્ષ્મી આવી. તેને જોઈ શેઠે કહ્યું કે હે લક્ષ્મી! તારા જવાથી મને તો સુખ થયું છે; હવે હું સુખે બારણા ઉઘાડા મૂકી સૂઈ રહું છું. રાજાની કે ચોરની પણ બીક રહી નથી. આવા લક્ષણથી જ જંબુસ્વામીએ તને તજી દીધી; પ્રભવ સ્વામીએ પણ તે જ કારણથી તને તજીને દીક્ષા લીધી; માટે મારે હવે તારો ખપ નથી.” લક્ષ્મી બોલી કે – ‘તમે કહો છો તે ઠીક છે, પણ હું હવે તમારા ઘરમાંથી જઈ શકું તેમ નથી; કારણ કે તમે મારો સત્પાત્રમાં વ્યય કરીને પગમાં બેડી નાખી છે.” આ પ્રમાણે કહીને લક્ષ્મી અદ્રષ્ય થઈ. સવારે જુએ છે તો આખું ઘર લક્ષ્મીથી ભરપૂર દીઠું. પછી વિદ્યાપતિ સારી રીતે તેનો વ્યય કરવા લાગ્યો. તે કહેતો કે “મારે લક્ષ્મીનું કામ નથી પણ તે જેમ જેમ વાપરતો તેમ તેમ લક્ષ્મી તો વઘતી જ જતી હતી. તે ઠેકાણું છોડતી નહોતી. લક્ષ્મી તેને કહેતી કે-હું તો હવે અહીંજ રહીશને તમારા ચરણ સેવીશ.” શેઠ કહે કે - “તારે આ ઘરમાં રહેવું છે તો મારે અહીં રહેવું નથી. આ પ્રમાણે કહીને શેઠ પરદેશ ગયા, તો ત્યાં રાજ્ય મળ્યું, અને અનુક્રમે તેણે રાજ્ય છોડી દીક્ષા લીધી અને પાંચમે ભવે મોક્ષ સંપત્તિને પામ્યા. ઉપરની કથા વાંચીને ઉત્તમ જીવોએ સન્માર્ગે ઘન ખર્ચવું અને પાત્રની પોષણા કરવી. કદી એ પ્રમાણે વાપરતાં દ્રવ્ય ઘટી જાય તો શોક ન કરવો; ધૈર્ય રાખવું અને ઘર્માઘર્મનો વિચાર કરવો કે “જો પૂર્વે ઘર્મનું આરાધન કર્યું હોય તો લક્ષ્મી મળે છે અને અઘર્મ કરેલ હોય તો લક્ષ્મી નાશ પામે છે. જે પાપી પુરુષ હોય તે ઘન ખર્યા પછી શોક કરે કે મેં વાપર્યું તેથી મારું ઘન ઘટી ગયું.” દેતાં ઓછું થયું એવો વિચાર તો મૂર્ણ કરે છે. પુણ્યવંત એવો વિચાર કરતા નથી, શુભકાર્યમાં ઘન ખર્ચે જાય છે.” (પૃ.૧૪૫) કેમકે ઘનની ત્રણ ગતિ છે. દાન, ભોગ અને નાશ. જે દાન આપતો નથી, ભોગવતો પણ નથી તેની ત્રીજી ગતિ નાશ થાય છે. “સાનઃ મોરાઃ નાશઃ ત્રિતીયા તિર્મવત્તિ વિત્તી; ये न ददाति न भुक्ते तस्य त्रितीया गतिर्भवति." ૩૩૭. નાસ્તિકતાનો ઉપદેશ આપું નહીં. (૧૦) જેને આત્માની શ્રદ્ધા નથી, જેને આત્માનો પુનર્જન્મ છે તેમાં વિશ્વાસ નથી, જે આત્માના નિત્યપણાને કે આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદને માનતા નથી એવા જીવો દર્શનમોહના ગાઢપણાને લઈને નાસ્તિક મતવાળા કહેવાય છે. એવી માન્યતાવાળા નાસ્તિકોનો એવો ઉપદેશ છે કે આ ભવમાં ખાઓ, પીઓ, લહેર કરો કેમકે આ શરીર પંચભૂતમાંથી ઉત્પન્ન થયું છે અને પંચભૂતમાં ભળી જવાનું છે. માટે નિશ્ચિતપણે ભોગવાય એટલા ભોગો ભોગવી લો. જ્યારે પરમકૃપાળુદેવ આદિ જ્ઞાની પુરુષોએ આત્મા છે વગેરે છ પદનો આત્મસિદ્ધિમાં શંકા ૨૪૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સમાધાનરૂપે ઉપદેશ આપી નાસ્તિક માન્યતાનું નિવારણ કર્યું છે. માટે હું કોઈને પરભવ વગેરે કાંઈ છે નહીં તેથી ઘર્મ કરવાની આવશ્યકતા નથી એવો ઉપદેશ આપું નહીં. પણ આત્મા આદિ છ પદનું, છએ દ્રવ્યોનું અસ્તિત્વ છે તેનું દ્રષ્ટાંતથી નિરુપણ કરું. ૩૩૮. વયમાં પરણું નહીં. (ગૃ૦) પરણવા યોગ્ય ઉંમર હોય છતાં જેને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય તેવા ગૃહસ્થે લગ્ન કરવા નહીં. કારણ એક વૈરાગી અને બીજો રાગી હોય તો મેળ ખાય નહીં. તેથી ક્લેશના કારણો ઊભા થાય. બન્નેનો સુમેળ થાય નહીં. વ્યવહારમાં પણ કહેવત છે કે વૈરાગીને કન્યા આપવી નહીં. ઘનગિરિકુમારનું દ્રષ્ટાંત - વજસ્વામીના પિતા ધનગિરિ હતા. તે વૈરાગી હતા. પણ શેઠની કન્યાએ કહ્યું કે હું તો ઘનગીરી સાથે જ લગ્ન કરીશ. પછી ઘનગિરિના માતાપિતાએ જણાવ્યું કે અમારો પુત્ર ક્યારે દીક્ષા લેશે તેની ખબર નથી, માટે તેની સાથે લગ્ન કરવાનું માંડી વાળો. છતાં પુત્રીએ કહ્યું મારે તો તેમની સાથે જ લગ્ન કરવા છે. તેથી લગ્ન કરવા પડ્યા. જ્યારે વજસ્વામી માતાના ગર્ભમાં હતા ત્યારે પિતા થનગીરીએ દીક્ષા લઈ લીધી. વજસ્વામીનો જન્મ થતાં સાંભળવામાં આવ્યું કે પિતાએ દીક્ષા લીધી છે. તેથી પૂર્વ સંસ્કારથી રડવા માંડ્યું. ઘનગિરિ એમના ઘરે વહોરવા આવ્યા. ત્યારે વજકુમાર બહુ રડવાથી તેમની માતાએ ૭ ૧ || - કિંટાળીને વજકુમારને જ છે, તે વહોરાવી દીધો. પછી પાંચ વર્ષનો થયો ત્યારે માતા રમકડાં વગેરે લઈને તેને પાછો લેવા ગઈ. ત્યારે પણ રમકડા ન લેતા તે ઓઘો લઈને નાચ્યો. તેથી ગુરુએ પાંચ વર્ષની ઉમરે તેને દીક્ષા આપી. છેવટે વજસ્વામીની માતાએ પણ દીક્ષા લીધી હતી. ૩૩૯. વય પછી પરણું નહીં. ૫-૬૦ વર્ષની ઉંમર થઈ હોય પછી પરણે, તો કન્યા નાની ઉંમરની હોય તેથી બન્નેની વિચારઘારા મળે નહીં. કન્યાને મોજશોખની ઇચ્છા હોય તે પોતે પૂરી પાડી શકે નહીં. તેથી સ્ત્રીના મનમાં ઉદ્વેગ રહ્યાં કરે અથવા દ્રષ્ટિ બીજે ફર્યા કરે. જે બીજીવાર લગ્ન કરે તેને પહેલા પરણ્યા હોય તેનું કુટુંબ અને બીજીવારના કુટુંબને પણ પાળવું પડે. ઘરમાં ક્લેશના કારણો ઊભા થાય. વળી પોતાની ઉંમર થયેલી હોય તેથી પહેલા ચાલ્યો જાય અને પાછળવાળાને તેની કરેલી બધી ઉપાધિ ભોગવવી પડે. માટે વય પછી પરણું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - કુમારપાળ રાજાને રાજર્ષિનું બિરુદ કુમારપાળરાજાનું દ્રષ્ટાંત – “કુમારપાળ ઘર્મ પ્રાપ્ત થયા પહેલા ઘણી રાજકન્યાઓ પરણ્યા ૨૪૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હતા. પણ શ્રાવકના વ્રત લેવા વખતે અલ્પ આયુષ્યને યોગે બીજી રાણીઓ મરણ પામી હતી અને એક ભૂલદેવી જ જીવતી હતી. શ્રાવકના વ્રત લીધા પછી તે પણ કેટલેક કાળે મૃત્યુ પામી. પછી તેમના બહોંતેર સામંતાદિક વર્ગે ઘણી વિનંતી કરી કે, “હે છે પ્રજાપાલ મહારાજા! પુનઃ પાણિગ્રહણ કરો.' ત્યારે કુમારપાળે કહ્યું કે “હવે સંસાર વધારવાના ઉપાયભૂત પાણિગ્રહણના આગ્રહથી સર્યું. મારે આજથી માવજીવિત શીલવ્રત હો, કે જેથી બઘી ક્રિયાઓ સફળ થાય.' સિદ્ધાંતમાં કહ્યું છે કે, “શીલથી વ્રત, દાન, તપ અને નિયમ વગેરે ભલે પ્રકારે આચરેલા થાય છે.” સામંતોએ કહ્યું “રાજન! પટરાણી વિના માંગલિક ઉપચારો શી રીતે થાય? બીજા લોકોની જેમ રાજાઓ રાણી વગરના ક્યાંય સાંભળ્યા નથી, તેમ જોયા પણ નથી.” રાજાએ કહ્યું, “અરે! શ્રી ગાંગેય (ભીખ પિતામહ) ને કેમ ભૂલી જાઓ છો? જેમણે જન્મથી જ પાણિગ્રહણ કર્યું નહોતું.” પછી કુમારપાળે સામંતાદિકથી પરવરેલા ગુરુ પાસે જઈને તેમને મુખે બ્રહ્મવ્રત અંગીકાર કર્યું. ત્યારથી મંત્રીઓ રાજઘર્મ સંબંઘી માંગલિક ઉપચારો-આરતી અને મંગલપ્રદીપ કરવાનો અવસરે રાણી ભૂયેલ્લદેવીની સુવર્ણની મૂર્તિ કરાવીને રાજાની પડખે મૂકતા હતા. બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યું તે વખતે શ્રીગુરુ હેમચંદ્રાચાર્યે કુમારપાળને રાજર્ષિનું બિરૂદ આપ્યું હતું. (પૃ.૨૦૪). ૩૪૦. વય પછી સ્ત્રી ભોગવું નહીં. યોગ્ય ઉંમર થયા પછી સંસાર ભોગવવો તે તીવ્ર કષાયનાં કારણો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ જીવ્યા ત્યાં સુઘી વિષયોની અભિલાષા છોડી નહીં તો સાતમી નરકે ગયો. તેમ આપણે પણ મરણના અંત સુધી વિષય પ્રત્યેની રુચિ મટાડવા પ્રયત્ન નહીં કરીશું તો આપણે પણ દુર્ગતિના ભાજન બનવું પડશે. માટે ઘીમે ઘીમે પણ ભોગો પ્રત્યેની રહેલી આસક્તિને ઘટાડું. આસક્તિ ઘટાડવા માટે ખૂબ વાંચન વિચાર વઘારું. તેની ખાસ જરૂર છે. જેમ જેમ વસ્તુ સ્વરૂપ સમજાય તેમ તેમ પરપદાર્થો પ્રત્યે રહેલી આસક્તિ ઘટતી જાય છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિ ભાવોને જે મર્યાદા પછી ઇચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યાં છે, તે પરિણામે પ્રવર્તતાં પણ ‘અનંતાબંઘી હોવા યોગ્ય છે. સંક્ષેપમાં ‘અનંતાબંઘી કષાય'ની વ્યાખ્યા એ પ્રમાણે જણાય છે.” (વ.પૃ.૪૭૨) “સહજસુખ સાધન'માંથી - “હે મૂઢ! અનંતવાર આ વિષય સુખો તે ભોગવ્યાં છે છતાં હજુ તું ઘરાયો નથી? તું તો ખરેખર વિષયાભિલાષી જીવોમાં શિરોમણિ છો. આ દુલર્ભ નરદેહ મળ્યો છે. તેમાં આર્યક્ષેત્ર પ્રાપ્ત થયું છે તોપણ નહીં ચેતે તો હે ચિદાનંદરાય! તારું અશુભ જ થવાનું છે. અનેક કષ્ટો અને દુઃખો તારે ભોગવવાં પડશે.” (પૃ. ૧૨૧) | હે જીવ! આ નરદેહ પામીને તેં શી સિદ્ધિ પ્રાપ્ત કરી? વિષય સુખોમાં લીન રહી તેને સેવતાં પૂર્વના સર્વ પુણ્ય પરવારી બેઠો. જે દુષ્ટ દુઃખપ્રદ પાંચ ઇન્દ્રિયો છે તેને પોષી પોષી પુષ્ટ રાખે છે, પણ જરાઅવસ્થા આવી કે તારું આ બધુંય બળ વિલય પામશે. ક્રોઘ, માન, માયા અને લોભ એ ચારે કષાયોએ તારા ચિત્તને રોકી લીધું છે. નરક અને નિગોદમાં જલદી જવાનો સંદેશો તને મળી ગયો છે. પૂર્વે જે કમાઈ આવ્યો તે તો ખાઈ ગયો અને નવી તો એક કોડીની કમાઈ કરી નથી. નવાં કોઈ સુકૃત તો તે આચર્યા નથી. તેથી તારા જેવો મૂર્ખ તો આ જગતમાં શોધતાં બીજો કોઈ જણાતો નથી.' (પૃ.૧૨૪) ૨૪૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ સાનસો માનીતિ – ‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – વય પછી વિકાર મટે નહીં તો દુઃખ પામે પૃથ્વીરાજ ચૌહાણનું દૃષ્ટાંત “સવા લાખ ગામનો અધિપતિ અને દિલ્લીનો સ્વામી પૃથ્વીરાજ ચૌહાણ કામાસક્ત થવાથી રાજ્યભ્રષ્ટ થયો હતો. તેની હકીકત એવી છે કે, એક વખતે પૃથ્વીરાજ પંગુરાજાના અંતઃપુરમાંથી તેની પુત્રી સંયોગિતાને છળથી હરી ગયો અને પોતાના નગરમાં આવ્યો. પછી અત્યંત કામાસક્ત અને રાજ્યચિંતાથી રહિત એવા તે રાજાની વાત કોઈ મ્લેચ્છ બાદશાહના જાણવામાં આવી. તેથી તત્કાળ તે બાદશાહે તેના પર ચડાઈ કરીને સુખે સુખે તેનું રાજ્ય લઈ લીધું. અને તેની બંને આંખોના પોપચાં સોયદોરાથી સીવી લઈ લોઢાના પાંજરામાં તેને પૂર્યો. ત્યાં તે મહાદુ:ખ પામ્યો. (પૃ.૨૦૪) ૩૪૧. વયમાં સ્ત્રી ભોગવું નહીં. - ‘‘યુવાવયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાળા વિવેચન'માંથી – • યુવાવયમાં ઘણી ભૂલો થાય છે. યુવાવયમાં મોહનું બળ વધારે હોય છે તેથી કર્મ બાંધી લે છે. તે વયમાં શરીર ઉપર કાબુ હોય છે પણ તે બળ બધું ક્ષણિક વસ્તુમાં તે નકામું જાય છે. જો તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. તે વખતે ઘણી ધર્મભાવના હોય તો જ સર્વસંગ પરિત્યાગ થાય, પણ સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે અને સાચી મોક્ષની ઇચ્છા જાગે. યુવાવયમાં ઘન, સ્ત્રી, છોકરાં માટે પુરુષાર્થ થાય છે, તેને બદલે ધર્મ કમાવા સર્વસંગપરિત્યાગ કરે તો ઘણો અવકાશ હોવાથી પુરુષાર્થ કરી શકે, અને તે વયમાં બળ વિશેષ હોવાથી કર્મ ક્ષય કરી પરમપદ–મોક્ષ મેળવે.'' (પૃ.૨૨૭) બને ત્યાં સુધી યુવાવસ્થામાં પણ બ્રહ્મચર્ય પાળી શકાય તો સર્વથી શ્રેષ્ઠ છે. એનાથી જીવનમાં આત્મજ્ઞાન પામવા માટેની યોગ્યતા આવે છે તથા વિષયોની વૃત્તિ મંદ પડે છે. તીર્થંકરો પણ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે પહેલાં સર્વ સંગ પરિત્યાગનો જ આપે છે. પછી જેનાથી સર્વસંગ પરિત્યાગ ન થઈ શકે તેના માટે ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે. શ્રાવક પણ નિરંતર એવી ભાવના રાખે કે ક્યારે એવો ઘન્ય દિવસ આવશે જ્યારે હું પણ સર્વસંગ પરિત્યાગ કરીશ. એવી ભાવના જેને વર્તે છે તેને જ ખરેખર શ્રાવક કર્યો છે. ‘બોઘામૃત ભાગ-૩”માંથી :- બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રભાવ શ્રી જંબુકુમારનું દૃષ્ટાંત – ‘શ્રી જંબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી તેને આઠ કન્યાઓ અપ્સરાઓ જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા, અનેકને ત્યાગ કરાવનાર થયા. જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે એવી કહેવત છે.'' (બી.૩ ૧,૪૧૨) શ્રી જંબુકુમારને શ્રી સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને કહ્યું કે મને દીક્ષા આપો. ત્યારે ગુરુએ કહ્યું : માતાપિતાની આજ્ઞા લઈ આવો. આજ્ઞા લેવા જતાં રસ્તામાં દરવાજો પડી ગયો. તે જોઈને તેમને વિચાર થયો કે જો હું એની નીચે આવીને મરી ગયો હોત તો દીક્ષા લેવાનું રહી જાત. તેથી ગુરુ પાસે પાછા જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત લઈને જ ઘરે આવ્યા અને માતાપિતાને કહ્યું કે કાલે મારે દીક્ષા લેવી છે, માતાપિતાએ કહ્યું ; શેઠની આઠ કન્યાઓ સાથે સગપણ કરેલ છે તેનું શું? કુમારે કહ્યું કે ના પાડી દો. ત્યારે માતાપિતાએ કુંવરીઓના માતાપિતાને સમાચાર મોકલ્યા કે અમારો જંબુકુમાર કાલે ૨૪૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ KANS 200 આવા ચોદ .. શ્રી જંબુકુભાર પોતાની આઠેય પત્નિઓને વૈરાગ્યમય ઉપદેશ આપતા શ્રી જંબુમાર Page #287 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દીક્ષા લેવાનો છે માટે સગપણ છોડી દ્યો. ત્યારે તેમના માતાપિતાએ કુંવરીઓને પૂછ્યું, કુંવરીઓએ કહ્યું કે અમારે તો તેમની સાથે જ લગ્ન કરવા છે, તે ભલે દીક્ષા લે. પછી આઠે કુંવરીઓને જંબુકુમાર સાથે પરણાવી. દાયકામાં તેમના માતાપિતાએ કરોડોનું ઘન કન્યાઓને આપ્યું. ઘરનું, મોસાળનું તથા સાસરા પક્ષને મળીને કુલ ૯૯ કરોડનું ધન એકઠું થયું. જંબુકુમાર રાત્રે પત્નીઓને અનેક દલીલોથી, દૃષ્ટાંતોથી સંસારની અસારતા સમજાવે છે. તેના પ્રત્યુત્તરમાં તેની સ્ત્રીઓ પણ અનેક દ્રષ્ટાંતોથી વાત મૂકે છે. તે વખતે પ્રભવ ચોર પોતાના પાંચસો ચોરોની ટોળી સાથે આ બધું ઘન લૂંટવા આવ્યો હતો. દેવતાઓએ તે ચોરોને ખંભિત કરી દીધા. જંબુકુમારનો પોતાની સ્ત્રીઓને સમજાવાનો ઉપદેશ સાંભળીને પ્રભવ વગેરે ચોરો પણ પ્રતિબોઘ પામી ગયા. સવારમાં શ્રી જંબુકમાર, તેમની આઠ સ્ત્રીઓ, અઢાર માતાપિતાઓ તથા પ્રભવ આદિ પાંચસો ચોરો વગેરે બઘા મળી કુલ પાંચસો સત્તાવીશ જણાએ શ્રી સુઘર્માસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી જંબુકુમારનું આવું બ્રહ્મચર્યવ્રત પાળવાનું બળ ક્યાંથી આવ્યું? તો કે પૂર્વે ભવદેવના ભવમાં દીક્ષા લઈ આરાધના કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં વિતશોકા નગરીમાં પારથ રાજાને ઘેર પુત્રપણે અવતર્યા. શિવકુમાર નામ રાખ્યું. યુવાનવય પામતાં પાંચસો રાજકન્યાઓને પરણ્યા. એક દિવસ મુનિ પાસે ઘર્મ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી નહીં. તેથી ઘરમાં રહી નિરંતર છઠ્ઠતપ કરવા લાગ્યા અને પારણામાં આયંબિલ કરવા લાગ્યા. એમ ૧૨ વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્મચર્ય વૃઢતાથી પાળ્યું. તેનું આ ફળ છે. ત્યાંથી દેહ છોડી પહેલા દેવલોકમાં દેવ થઈ ત્યાંથી ચ્યવી આ જંબુમાર થયા. એમ યુવાવય હોવા છતાં પણ સ્ત્રી ભોગવું નહીં. પણ યુવાવયમાં સર્વસંગ પરિત્યાગ કરી આત્મકલ્યાણને સાધુ. ૩૪૨. કુમાર પત્નીને બોલાવું નહીં. સગાઈ થયા પછી વર્તમાનમાં ભાવિ પત્ની સાથે ફરવા જાય, વાતો ચિતો કરે. પછી ન ફાવે તો સગપણ તોડી નાખે; એ આર્ય સંસ્કૃતિને યોગ્ય આચાર નથી. માટે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કુમારપત્નીને બોલાવું નહીં, તેની સાથે એકાંતમાં બેસી વાતો કરું નહીં. ૩૪૩. પરણીય પર અભાવ લાવું નહીં. પ્રારબ્ધ પ્રમાણે જેવી પત્નીનો યોગ મળ્યો હોય તેમાં સંતોષ રાખું; પણ પરણેલ પત્ની પર અભાવ લાવું નહીં. અભાવ લાવવાથી ઘર એ ક્લેશનું ઘર બની જઈ આ ભવ પરભવ બન્ને બગડે છે. સતી અંજનાને તેના પતિ પવને અભાવ લાવી બાવીસ વર્ષ સુધી ન બોલાવી. છતાં સતી અંજનાએ, એ મારા પૂર્વકર્મનો દોષ છે એમ માનીને શાંતિ રાખવા પ્રયત્ન કર્યો હતો. ૩૪૪. વૈરાગી અભાવ ગણું નહીં. (ગૃ મુ) પૂર્વ પુણ્યના ઉદયથી કે સદ્ગુરુના યોગથી કે તેમના બોઘથી સાચો વૈરાગ્ય પ્રગટ થયો હોય અને સ્ત્રીનો ત્યાગ કરે તો તે અભાવ ગણાય નહીં. પણ સભાવ ગણાય. રામદાસ સંતનું દ્રષ્ટાંત – માતાના આગ્રહથી રામદાસ ચોરીમાં પરણવા બેઠા. બ્રાહ્મણે કહ્યું: વર કન્યા સાવઘાન, બે વાર સાંભળવાથી તે સંત સાવધાન થઈ ત્યાંથી ઊભા થઈ ચાલતા થયા. ૨૪૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૩૪૫. કડવું વચન કહું નહીં. પોતાની સ્ત્રી હોય તેને કડવાં વચનથી બોલાવું નહીં. જેમકે ગાળો આપે અથવા તારી માં એવી, તારા બાપ એવા, વગેરે કડવાં વચન કહે તે સામા માણસને અંતરમાં ઘા કરી જાય, ભૂલાય નહીં, અથવા તું તો ગઘેડી જેવી છે, મૂર્ખ છે, આંથળી છે વગેરે કડવાં વચન કહું નહીં. જેમ બ્રાહ્મણે વાઘને કૂતરો કહ્યો હતો તેમ. ઉપદેશામૃત'માંથી - કુહાડાનો ઘા રુઝાયો પણ વચન ઘા રુઝાયો નહીં એક બ્રાહ્મણનું દ્રષ્ટાંત - એક બ્રાહ્મણ હતો. તે ભણવા ગયો. ભણીને બીજા બ્રાહ્મણોની સાથે તે પાછો જંગલમાં થઈ ઘેર આવતો હતો. રસ્તામાં એક વાઘ દીઠો. બીજા બધા તો નાસી ગયા. પણ પેલો બ્રાહ્મણ પશની ભાષા પણ બોલી જાણતો હતો. તેણે વાઘને તેની ભાષામાં ઘર્મનો ઉપદેશ કર્યો અને કથા કહી. તેથી વાઘ પ્રસન્ન થયો. તેથી તેણે મરેલાં માણસો વગેરેના શરીર ઉપરનાં ઘરેણાં, માલ, ઘન વગેરે બોડ આગળ જ્યાં પડેલું હતું ત્યાં તેને લઈ જઈ એક સોનામહોર આપી, અને કહ્યું કે રોજ આવજે અને ઘર્મકથા સંભળાવી જજે. એટલે તે બ્રાહ્મણ રોજ આવતો અને ઉપદેશ આપી ઘન લઈ જતો. આમ બીજો કાંઈ તે ધંધો કરતો નહીં, છતાં પૈસા ખૂબ ખર્ચતો. તેથી બઘા તેને પૂછવા લાગ્યા કે તમે પૈસા ક્યાંથી લાવો છો? તેમને પેલી વાત તેણે કહી; પણ તે માને શાના? વાઘ કંઈ માર્યા વગર રહે? પછી તપાસ કરતાં તે વાત સાચી લાગી. એટલે બધા તેની અદેખાઈ કરવા લાગ્યા. એક જણે તેના નાશનો ઉપાય શોધી કાઢ્યો. તેને વાઘ સાથેની વાત પૂછી. તે માણસે કહ્યું કે વાઘ તમને કોઈ દિવસ ન મારે? તેણે કહ્યું કદી ન મારે. ત્યારે તેણે કહ્યું કે આજે તમે વાઘને કૂતરો કહેજો જોઈએ? તે વેદિયા બ્રાહ્મણને કંઈ અનુભવ નહીં. એટલે તેણે કહ્યું, કહીશ. પછી બોડ પાસે વાઘ સૂતો હતો ત્યાં જઈ તેને તેણે કહ્યું, ઊઠ કૂતરા. વાઘને તો ખૂબ રીસ ચઢી, અને બોડમાં પેસી ગયો. બીજો હોત તો મારી નાખત પણ આને શું કરવું? તેને પણ હું શિખામણ આપું એમ ઘારી એક સોનામહોર આપી તેને કહ્યું: કાલે આવો ત્યારે એક કુહાડો લેતા આવજો. બીજે દિવસે બ્રાહ્મણે કુહાડો આપ્યો ત્યારે વાઘે તેને પોતાના માથામાં જોરથી મારવા આગ્રહ કર્યો. બ્રાહ્મણે આનાકાની કરી. પણ વાઘે બહુ હઠ કરી એટલે તેણે વાઘના માથામાં ઘા કર્યો. પછી વાઘ બોડમાં જઈ મહોર લઈ આવ્યો, અને તે આપીને બ્રાહ્મણને કહ્યું કે થોડા દિવસ પછી હવે આવજો. થોડા દહાડામાં ઘા રુઝાઈ ગયો. પછી બ્રાહ્મણ આવ્યો ત્યારે વાઘે કહ્યું કે ઘા તો રુઝાઈ ગયો પણ તે દિવસે કૂતરો કહ્યો હતો તેનો ઘા હજી રુઝાઈ ગયો નથી. હવે આજે જા અને ફરી જો આવ્યો તો તારું મોત આવ્યું જાણજે.” (ઉ. પૃ.૨૮૮) એમ કડવા વચન કોઈને કહ્યું નહીં કે જેથી સામા વ્યક્તિના મનમાં દુઃખ થાય. ૩૪૬. હાથ ઉગામ્ નહીં. પોતાની સ્ત્રી હોય તેના ઉપર હાથ ઉગામ્યું નહીં. પણ કંઈ ભૂલ થઈ હોય તો તેને પ્રેમથી સમજાવી તે તે ભૂલ સુધારવા તક આપું. હાથ ઉગામવાથી સ્ત્રીને પણ ક્રોધ ચઢે અને ગમે તેમ બોલે અથવા આપઘાત પણ કરી બેસે. માટે કોઈના ઉપર હાથ ઉગામ્ નહીં. ૩૪૭. અયોગ્ય સ્પર્શ કરું નહીં. સ્ત્રીના અંગોનો અયોગ્ય રીતે સ્પર્શ કરું નહીં અથવા પરસ્ત્રીના અંગોનો સ્પર્શ કરું નહીં. ૨૪૬ Page #289 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૩૪૮. બાર દિવસ સ્પર્શ કરું નહીં. મહિનામાં સુદ વદની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચૌદશ તથા પૂનમ અને અમાસ મળીને કુલ બાર તિથિના દિવસોમાં વિકાર જીતવાના અભ્યાસ માટે સ્ત્રી સ્પર્શ કરું નહીં. બોઘામૃત ભાગ-૩'માંથી - છ માસ સુધી બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તો પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઈ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તો તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. ક્લેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦)” (બો.૩ પૃ.૩૫૮) ૩૪૯ અયોગ્ય ઠપકો આપું નહીં. પોતાની સ્ત્રીની ભૂલ હોય તો સુધારવા ઠપકો આપું. પણ ભૂલ ન હોય તો અયોગ્ય ઠપકો આપું નહીં. ઠપકો આપતાં પહેલાં પૂર્ણ તપાસ કરું. ૩૫૦. રજસ્વલામાં ભ “શ્રી ઠાણાંગસૂત્ર'માં રજસ્વલા સ્ત્રી સંબંધી વિશેષ વર્ણન સક્ઝાયમાં કરેલ છે તે નીચે પ્રમાણે – ૧. ઋતુવંતી સ્ત્રી બઘાને અડે તેથી મોટી આશાતના થાય છે એમ જિનેશ્વર ભગવાને પ્રકાશ્ય છે. ઋતુવંતીને મનમાં લાગવું જોઈએ કે હું હમણા મલીન છું. જો તે મનમાં એમ નહીં માને તો તે મિથ્યામતિવાળી છે. ૨. ઋતુવંતના પહેલે દિવસે તે ચંડાલણ સરખી છે. બીજે દિવસે બ્રહ્મઘાતિ જેવી છે. બીજા ઘર્મમાં પણ ત્રીજે દિવસે ઘોબણ જેવી ગણી છે અને ચોથે દિવસે તે શુદ્ર જેવી છે. ૩. ચોથા દિવસે ભગવાનના દર્શન થઈ શકે. સાત દિવસ પછી પૂજા થઈ શકે. ઋતુવંતી સ્ત્રી મુનિને આહાર પાણી આપે તો સદ્ગતિનો નાશ થાય છે. ૪. તુવંતી સ્ત્રી જિનમંદિરમાં કામ માટે પાણી ભરીને લાવે તો બોધિબીજની પ્રાપ્તિ થાય નહીં પણ બહુલ સંસારી થાય. ૫. ઋતુવતી સ્ત્રી સમુહમાં જમવા બેસે અને ત્યાં સર્વના તન અભડાવીને જમે તો દુર્ગતિમાં બહુ ભમે. ૬. સામાયિક, પ્રતિક્રમણ ચાર દિવસ કરે નહીં તથા સૂત્ર કે અક્ષરને પણ તે સ્પર્શ કરી શકે નહીં. કોઈ પુરુષને પણ તેણે અડકવું જોઈએ નહીં. તેમજ તેનો જે સ્પર્શ કરે તે પણ રોગી થાય. ૭. ઋતુવતી સ્ત્રી જિનમુખ જોવાથી સંસારમાં ભમે, ચંડાલણીનો અવતાર આવે, ભુંડણ, સાપિણી વગેરે ઘણીવાર થાય. ૮. પાપડ, વડી વગેરેનો સ્પર્શ કરવાથી તેનો સ્વાદ નાશ પામે. પોતાનો આત્મા જ તેમાં સાક્ષી છે. માટે પોતાના હૃદયમાં જોઈને તેની તપાસ કરવી. ૯. આ પ્રમાણે જાણીને ચોખ્ખાઈને ભજો. તેથી સમકિત સહિત ક્રિયાની શુદ્ધિ થશે. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. “બોઘામૃત ભાગ-૩'માંથી - “આપે અશુચિ દોષ સંબંથી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમો છે કે અમુક અમુક વખતે અને અમુક લોહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન ૨૪૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વાંચવા, પણ આચાર્યરચિત ગ્રંથો કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ કરવામાં પણ કંઈ અશુચિ જોવા યોગ્ય નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા - યોગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરેલો છે તે તીર્થકરના બહુમાનપણાને કારણે છે તે લક્ષમાં રાખવા યોગ્ય છે.” બાઈ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તો સદાચાર લોકોમાં પ્રસિદ્ધ છે.” (બો.૩ પૃ.૩૩૬) રજસ્વલાએ આશ્રમના મંદિર, સભામંડપ અને અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં ચાર દિવસ સુધી આવવું નહીં. આશાતનાથી બચવું.” (આશ્રમ નિયમાવલીમાંથી) “શ્રી જૈન હિતોપદેશ'માંથી :- જન્મ સંબંધી સૂતક વિચાર પુત્ર જન્મે તો દિવસ ૧૦નું ને પુત્રી જન્મે તો દિવસ ૧૨નું સૂતક જાણવું. તેને પ્રસંગે દિવસ ૧૨ સુધી ઘરના માણસથી દેવપૂજા થાય નહીં. પણ બીજે ઠેકાણે રહેતા હોય અને ત્યાં જમતા હોય તો તેને સૂતક લાગતું નથી. પ્રસવનાર સ્ત્રીથી ૧ માસ સુધી પ્રતિમાદિકનું દર્શન તથા ૪૦ દિવસ સુધી જિનપૂજા થાય નહીં અને સાધુ સાધ્વીને વહોરાવવું પણ નહીં. તેને પ્રસંગે ઘરના ગોત્રીઓને દિવસ પાંચ દિવસ સુધી સુતક જાણવું. ઘોડી, ગાય, ભેંસ, સાંઢણી, બકરી વિગેરે પશુ વિયાય તો એક દિવસ સુધી સુતક લાગે. ભેંસ વિયાણા પછી તેનું દૂધ દિવસ ૧૫ પછી ને ગાયનું દિવસ ૧૦ અને બકરીનું ૮ દિવસ પછી અને ઉંટડીનું ૧૦ દિવસ પછી ખાવું પીવું કહ્યું. ઋતુવંતી સ્ત્રી વિષે – ત્રણ દિવસ સુધી વાસણ (માટીના) અડવું નહીં અને ચાર દિવસ સુધી સામાયિક પ્રતિક્રમણ કરવું નહીં, પણ તપશ્ચર્યા કરવી કહ્યું અને સાત દિવસ પછી જિનપૂજા થાય. રોગાદિક કારણને લીધે ત્રણ દિવસ વીત્યા પછી રૂધિર દીઠામાં આવે, તો, તેનો દોષ નથી. પણ તેને પ્રસંગે વિવેકથી પવિત્ર થઈ જિનપ્રતિમાદિકનું દર્શન, અગ્રપૂજા કરવી, અને સાધુ સાધ્વીઓને પડીલાભવા પણ પ્રતિમાની અંગપૂજા કરવી નહીં. એમ ચર્ચરી ગ્રંથમાં કહ્યું છે. (પૃ.૧૧૪) મૃત્યુ સંબંધી સૂતક વિચાર – જે ઘરમાં મૃત્યુ થાય તે ઘરમાં તથા મરનારના કુળવાળાના ઘરમાં દિવસ ૧૨ સુધી સૂતક રહે છે. તો તેને ઠેકાણે સાધુને આહાર પાણી વોહરાવવું નહીં તથા તે ઘરના અગ્નિ તથા પાણી જિન દેરાસરોમાં પૂજા પ્રસંગે લાવવા નહીં. મડદા પાસે સુનાર અને કાંઘીયાને ૩ દિવસનું, સ્પર્શ કરનારને ૨ દિવસનું અને માત્ર સમુદાયમાં જનારને એક દિવસનું સૂતક લાગે. પછી પૂજા થાય. તે અવસરે કોઈનો સ્પર્શ ન થાય તેવી રીતે અળગો રહેનાર પૂજા કરી શકે. જે ઘરમાં જન્મનું તથા મરણનું સુતક હોય, તે ઘરમાં રહેનાર માણસો સાથે જમનારથી ૧૨ દિવસ સુધી જિનપૂજા થાય નહિ. જન્મે તે દિવસે મૃત્યુ થાય, દેશાંતરે મરણ પામે અથવા સંન્યાસી મરે તો એક દિવસનું સૂતક જાણવું. દાસ દાસી ઘરમાં મરે તો દિવસ ૧ થી ૩ સુધી સુતક રહે છે. આઠ વરસનું બાળક મરે તો ૮ દિવસ સુધી સુતક રહે છે. બાળકના જેટલા વર્ષ ઓછા તેટલાં દિવસ ઓછાનું સૂતક લાગે. ગાય, ભેંસ વિગેરે પશુ ઘરમાં મરે તો તેનું કલેવર બહાર લઈ જાય ત્યારે સુતક મટે છે. કસુવાવડ થાય તો જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. સુતક વખતે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા મુખથી ઉચ્ચારણ કર્યા વિના પોતાના મનમાં કરી શકાય છે. (પૃ.૧૧૬) કોઈ મૃતક દેહને અડેલો હોય તેને અડે તો નાહવું જરૂરી છે. ૨૪૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ क्रियाकोष ग्रंथ में से - ऋतुमती स्त्री जिस बर्तन में भोजन करती है वह चाण्डाल के बर्तन के समान है। रात्रि में पति जिस कक्ष में शयन करता है उसीमें ऋतुमती स्त्री भी शयन करती है। दोनोंका परस्पर शरीर स्पर्श अगर होता है तो कोई दुईद्धि मनुष्य विकल (बैचेन) हो दूसरे तीसरे दिन स्त्रीका सेवन करने लगता है । इसमें महान पाप उत्पन्न होता है । इसके समान दूसरी नीच क्रिया नहीं है । उसका फल भी ऐसे लोगो को शीघ्र ही मिलता है। यदि उस दिन गर्भ रह जाता है तो भाग्यहीन पुत्र-पुत्री जन्म लेते है । पुत्र परस्त्री सेवी होता है और पुत्री परपुरुष सेवन करनेवाली होती है । वे क्रोधी प्रकृति के होते है और जैसा तैसा मिथ्या भाषण करते है। -क्रियाकोष (पृ.३५) पहले दिनसे लेकर तीसरे दिन तक ऋतुमती स्त्रीका भोग करना योग्य नहीं है । (पृ.३७) ઉપરોક્ત વિષયનું વર્ણન “શ્રી નિશીથસૂત્ર', “શ્રી આચારાંગસૂત્ર', “શ્રીસૂયગડાંગ સૂત્ર” “શ્રી ઠાણાંગસૂત્ર', “શ્રી ભગવતી સૂત્ર', “શ્રી દશવૈકાલિકસૂત્ર”, “શ્રી વિપાકસૂત્ર' આદિ અનેક ગ્રંથોમાં કરેલું છે. માટે તે નિયમોનું પાલન કરવું આત્માને કલ્યાણકારી છે. ૩૫૧. ઋતુદાનમાં અભાવ આપ્યું નહીં. પત્નીને પુત્રની ઇચ્છા હોય તો પતિએ ઋતુદાનમાં અભાવ આણવો નહીં. નહીં તો ગૃહસ્થનું ઘર ક્લેશનું ઘર બની જાય છે. ઘરમાં ગૃહસ્થને શાંતિ મળે માટે પરસ્પર સમાઘાન કરીને વર્તવું યોગ્ય છે. ક્લશે વાસિત મન સંસાર; ક્લેશરહિત મન તે ભવપાર.” -શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૨. શૃંગાર ભક્તિ સેવું નહીં. ઠાકોરજી ને કપડાં, દાગીના વગેરે પહેરાવી શણગારે તેવી શૃંગારભક્તિ સેવું નહીં. નવરાત્રિમાં માતાજીના ગરબા ગાય. માતાજીને જાતજાતનાં કપડાં, દાગીના વગેરે પહેરાવી મોહને પોષે છે. તે દિવસોમાં પોતે પણ સુંદર કપડાં, દાગીના પહેરી મોહ કરે અને બીજાને પણ મોહ ઉત્પન્ન થાય એવા નિમિત્તો ઊભા કરી સંસાર વઘારે છે. એવી ભગવાનનાં નામે શૃંગારભક્તિ સેવું નહીં. ૩૫૩. સર્વ પર એ નિયમ, ન્યાય લાગું કરું. ઉપર જે નિયમો કહ્યાં તથા ન્યાય વિષે વાત કરી તે સર્વ મનુષ્યોને લાગુ પડે છે. માટે સર્વ મનુષ્યોએ એ નિયમો પાળવા જોઈએ. પાળવાથી આપણને જ સુખશાંતિ પ્રાપ્ત થશે. મહાપુરુષોને એમાં કાંઈ લેવા દેવા નથી. માત્ર નિષ્કારણ કરુણાથી તેઓએ આ નિયમો ઉપદેશ્યા છે. ૩૫૪. નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. જેમકે સાત વ્યસનનો ત્યાગ કર્યો હોય પછી પોતાને પાળવાની ઇચ્છા ન હોય ત્યારે તેમાંથી બારી શોધે કે એક નિયમ છોડી બીજો નિયમ ગ્રહણ કરું અથવા આ કલિયુગ છે માટે એમાં કંઈ શુદ્ધ રીતે નિયમ પાળી શકાય નહીં એવી ખોટી દલીલથી છૂટું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંઘનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહાપુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪) ૨૪૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “દરેક જીવે વ્રત લેવું હોય તો સ્પષ્ટાઈની સાથે બીજાની સાક્ષીએ લેવું. તેમાં સ્વેચ્છાએ વર્તવું નહીં. વ્રતમાં રહી શકતો આગાર રાખ્યો હોય અને કારણવિશેષને લઈને વસ્તુનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તવું. નહીં તો તેમાં મોળા પડી જવાય છે; અને વ્રતનો ભંગ થાય છે.” (વ.પૃ.૬૭૩) ૩૫૫. ખોટી રીતે ચઢાવું નહીં. સ્ત્રી કે પુત્રાદિકને લાડમાં ખોટી રીતે ચઢાવું નહીં. પોતાની સ્ત્રી ગમે તેમ વર્તે તો પણ તેને કંઈ કહ્યું નહીં. સાસુ સસરાનો અવિનય કરે અથવા દેરાણી, જેઠાણી કે દિયર જેઠ સાથે ગમે તેમ વર્તે તો પણ તેનો પતિ થઈ કંઈ સમજાવે નહીં, પણ ઊલટો પોતાની સ્ત્રીનો પક્ષ કરી બીજાનો વાંક કાઢે, તો તે ખોટી રીતે સ્ત્રીને ચઢાવવા બરાબર છે. સ્ત્રી પણ પોતાના પતિની પોતા પ્રત્યેની આસક્તિ જાણી ઘીમે ઘીમે ક્રમે કરી તેને જ સામી થાય. ત્યારે ખબર પડે કે આ તો બહુ ચઢી ગઈ છે. પણ હવે તેને કહેવાનો અવકાશ રહ્યો નહીં કારણ કે ખોટી રીતે ચઢાવેલી છે માટે. એમ મોહવશ કોઈને ખોટી રીતે ચઢાવું નહીં. એ વિષે એક દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે : ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- મોહવશ માણસ મરવા પણ તૈયાર થાય બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દ્રષ્ટાંત - “બ્રહ્મદત્ત ચક્રીએ તેના પર પ્રસન્ન થયેલા કોઈ દેવતા પાસે સર્વ જાતિના તિર્યંચોની બોલી સમજી શકાય એવી વિદ્યા માંગી; ત્યારે દેવતાએ કહ્યું કે – “હું તે વિદ્યા તમને આપું પણ તે વાત તમે જો કોઈને કહેશો તો તમારું મૃત્યુ થશે.” એમ કહીને તેણે વિદ્યા આપી. પછી એક દિવસે અંતઃપુરમાં રાજા આવ્યો, ત્યારે તેને અંગે વિલેપન કરવા માટે રાણી ચંદનનું કચોળું લાવી. તે જોઈને ભીંત ઉપર રહેલી એક ગરોળીએ પોતાના પતિને પોતાની ભાષામાં કહ્યું કે - “આમાંથી ચંદન મને લાવી આપો.” ત્યારે તેણે કહ્યું: રાજા પાસે હું ચંદન લેવા જાઉં તો રાજા મને મારી નાખે.” તે બોલી કે “જો ચંદન નહીં લાવી આપો તો હું મરી જઈશ.” આ વાત સાંભળવાથી ચક્રીને હસવું આવ્યું. તે જોઈને રાણીએ પૂછ્યું કે – “કાંઈ પણ કારણ વિના તમે કેમ હસ્યા? માટે તેનું કારણ કહો, નહીં તો હું મરી જઈશ.” રાજાએ કહ્યું કે “ચિતા પાસે ચાલ. કેમકે હસવાનું કારણ હું કહીશ, ત્યારે મારું મૃત્યુ થશે.” એમ કહેવાથી પણ રાણીએ હઠ મૂકી નહીં, ત્યારે રાજા ચિતામાં પ્રવેશ કરવા ચાલ્યા. રસ્તામાં રાજાના સેવકો ઘોડાને માટે લીલા જવનું ગાડું ભરીને આવતા હતા. તે જોઈને કોઈ બકરીએ બકરાને કહ્યું : “મને એક જવનો પૂળો લાવી આપો.' બકરો બોલ્યો કે- “જો હું તને તે લાવી આપું, તો રાજાના સેવકો મારા પ્રાણ લે.” બકરી બોલી કે – “જો તમે તે લાવી આપશો નહીં, તો હું મરી જઈશ.” ત્યારે બકરો બોલ્યો : “હું કાંઈ આ ચક્રીના જેવો સ્ત્રીનો ચાકર નથી કે સ્ત્રીના વચનથી મરવા જાઉં.” તે સાંભળીને ચક્રીએ વિચાર્યું કે- “હું પશુ કરતાં પણ વધારે મૂર્ખ બન્યો કે જેથી સ્ત્રીના કહેવાથી મરવા ચાલ્યો.” એમ વિચારી બકરાને ગુરુ માની ચક્રી પાછો વળી ગયો. (પૃ.૧૪૪) ૩૫૬. દિવસે ભોગ ભોગવું નહીં. “બોઘામત ભાગ-૩'માંથી - “નિયમ બ્રહ્મચર્યનો ન લીઘો હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દ્રઢ ભાવ રાખે તો બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયો એમ હિસાબ કરતાં સમજાય તેમ છે. જેમ રાત્રિભોજનના ત્યાગવાળાને છ મહિનાના ઉપવાસનું ફળ છે ૨૫૦ Page #293 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તેમ દિવસે મૈથુન તજનારને પણ છ માસનું બ્રહ્મચર્ય વર્ષમાં પળે છે આટલું વિચારશો.” (બો.૩ પૃ.૧૩૩) પ્રવેશિકા'માંથી – “રાત્રિભોજન ત્યાગ અથવા દિવામૈથુન ત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા શ્રાવકની ગણાય છે. તેનો પરમાર્થ એવો છે કે રાત્રિભોજન ત્યાગ કરનાર દિવસે સર્વ સ્ત્રીસેવનનો ત્યાગ રાખે છે. (પૃ.૧૩૩) ૩૫૭. દિવસે સ્પર્શ કરું નહીં. દિવસે સ્ત્રી સ્પર્શ વિકારનું કારણ હોવાથી કરું નહીં. ભાવશુદ્ધિ જાળવવા જેમ બને તેમ દૂર રહું. ૩૫૮. અવભાષાએ બે હલકા લોકો ગાળ દઈને પણ બોલાવે એવા અપશબ્દો વડે સ્ત્રીને બોલાવું નહીં. “હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - અપશબ્દો બોલવાથી બેય દુઃખી પુત્રને યોગ્ય વયે પરણાવે ત્યારે સરખા રૂપરંગવાળી, સરખી વયની, સરખા કુળની કન્યા જાએ. જો એ બઘા વાનાં સરખાં હોય તો જ જોડું સુખી થાય છે અને જો અણમળતાં હોય તો વિડંબના થાય છે. સ્ત્રી પુરુષની અણમળતી જોડ હોય તો કેવી સ્થિતિ થાય છે તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે – ઘણી ઘણીયાણીનું દ્રષ્ટાંત – ઘારાનગરીમાં ભોજરાજા રાજ્ય કરતો હતો. તે બહુ ન્યાયી હોવાથી તેની બધી પ્રજા આનંદ કરતી હતી. તે નગરીમાં એક ચોર હતો. તે રોજ રાત્રે ખાતર દઈને ચોરી કરતો હતો. એક દિવસ એક ઘરમાં ખાતર પાડીને અંદર પેઠો. તે ઘરમાં સ્ત્રી ભર્તાર બન્ને વઢતા હતા, કોઈ કોઈનું વચન સાંખતા નહોતા. તે જોઈ ચોર આભો બની ગયો. પુરુષે કહ્યું કે - “રે ભુંડી ! તું આ ઘરમાંથી ચાલી જા તો મને સુખ થાય.' સ્ત્રી કહે- “ભુંડી તારી મા, મને ભુંડી શેની કહે છે? પુરુષ કહે- “તું બોલે છે ત્યારે બરાબર ડાકણ જેવી લાગે છે.” સ્ત્રી કહે – ‘ડાકણ શેની, હજી તને તો ખાધો નથી? પુરુષ કહે – અરે શંખણી! આવું બોલે છે? સ્ત્રી કહે – “શંખણી તારી જણનારી'. પુરુષ કહે “અરે સાપણ! સામી ગાળ કેમ દે છે? સ્ત્રી કહે “તારાથી તો સાપેય સારા હોય છે. પુરુષ કહે - રાંડ! બોલતી બંઘ થા, નહીં તો માથામાં મૂશળ મારીશ.” સ્ત્રી કહે “હું આ પાટલાવડે તારું માથું ફોડી નાખીશ.' આમ બોલવાથી પુરુષને કાળ ચઢ્યો. તેણે સ્ત્રીને ચોટલા વડે પકડી એટલે સ્ત્રીએ હાથ ઉપર બચકું ભર્યું, તેથી તેનો હાથ છૂટી ગયો. આ પ્રમાણે વઢતાં વઢતાં થાક્યા ત્યારે પુરુષ છેટે જઈને ભોંય પર સુઈ ગયો. સ્ત્રી મોટા ઘરની દીકરી હતી પણ કર્મ કદરૂપી હતી, તે ઢોલીઆ પર ચઢીને સુઈ ગઈ. પછી બન્ને ઉંઘમાં ઘોરવા લાગ્યા. (પૃ.૧૯૬) ૩૫૯. કોઈનું વ્રત ભંગાવું નહીં. આપણા સ્વાર્થ ખાતર કોઈનું વ્રત ભંગાવું નહીં. બોઘામૃત ભાગ-૩'માંથી – “તમે વર્તમાન સંજોગોમાં છો તેવા સંજોગોમાં કર્મવશાત્ હું હોઉં અને જો મને સત્પુરુષનો યોગ થયો હોય તો જરૂર હું તો પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણતો હોઉં તોપણ જે બાઈએ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને તે વ્રત તોડવામાં મદદરૂપ કદી જીવ જાય તોપણ સંમત ન થાઉં. જો મારા પુરુષવેદનું બળવાનપણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તો કોઈ જગતમાં મને ઇચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તો તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયોને ઓકી નાખ્યા છે, તે પોતાની ૨૫૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઇચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ' એમ દેવગરની સાક્ષીએ કહે તોપણ તેનો સંગ પ્રાણ જતાં પણ હું તો ન કરું; કારણ કે તેના જેવું ભયંકર બીજાં કોઈ પાપ મને નરકે લઈ જનારું જણાતું નથી. શાસ્ત્રોમાં તો આમ કહ્યું છે : “જ્ઞાનનો નાશ થવાથી અથવા વિવેક ચક્ષુનો નાશ થવાથી જ સ્ત્રીના મહા દુર્ગથી નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે, કામથી અંધ બની મહા અનીતિ કરે છે, પોતાની કે પરની સ્ત્રીનો વિચાર પણ કરતો નથી. “આ દુરાચારથી આ લોકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ઘર્મકરણીમાં ધૂળ પડશે, હું ઘર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મોતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાતકાળ પર્યત ઘોર દુઃખ ભોગવવાં પડશે, વળી તિર્યંચગતિ (ઢોરપશુ આદિ) ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભોગવવાં પડશે; કદાચ મનુષ્ય થઈશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે. ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જંતુ થઈને અનંત કાળ સુધી જન્મમરણનાં દુઃખ ભોગવવાં પડશે.” આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી.” જો શીલ સાચવવું હોય, ઉજ્જવળ યશ ઇચ્છતા હો, ઘર્મનો ખપ હોય અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણ, સમજ્યા ત્યાંથી સવાર.” ગણી આજથી ચેતી જાઓ, પાછા વળી જાઓ; અને બ્રહ્મચર્યભાવને જીવન પર્યંત ટકાવવાના નિશ્ચય ઉપર આવી જાઓ; તો જેમ તમે ઉપર ઉપરથી કહો છો કે વિષય માટે અમે પ્રેમ નથી જોડ્યો તે ખરું પડે. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ઘારણા રાખી હશે તો પણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે તેવો જીવનો સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે. (પૃ.૩૭૦). તમે બન્નેએ બે વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે. તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઈ જેવું છે. મોહનું બળ રોગથી પણ વિશેષ છે. રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઇચ્છા થાય છે પણ તેમ વર્તે તો રોગ વઘીને અસાધ્ય બને તો મરણને શરણ જાય છે; તેમ મોહના પ્રસંગોમાં જીવને વ્રત તોડવાના ભાવ થાય છે. પણ તે વખતે જો યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સુવાની ના કહી છે તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તો ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મોહ વધે તેવા પ્રસંગો વઘારે તો મન કાબુમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભોગમાં સુખ છે એમ વારંવાર સાંભર સાંભર થાય. સત્પરુષનાં વચનામૃત જો અમૂલ્ય જાણી વારંવાર વાંચવા વિચારવાનું રખાય તો ભોગ રોગ જેવા લાગે, જન્મમરણથી બચવાની ભાવના થાય, મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ઘર્મનું શરણ લેવાની ભાવના થાય. બન્નેએ સાથે રાજી ખુશીથી વ્રત લીધું છે, તો હિંમત રાખી પૂ...ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઈબહેન તરીકે વર્તવું છે. જે દોષો મન વચન કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ હવે નિર્દોષ ભાવ આરાઘવા દ્રઢ ભાવના કરી બન્નેએ ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાનો પાઠ બોલી ભાઈ બહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. ૨૫૨ Page #295 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે, માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જાદા રહેવાનો પ્રસંગ રહેવાથી પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છે છેજી. બળ કરો તો બની શકે તેમ છેજી. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં હિંમત કરી સત્સંગનો બન્નેને લાભ મળે તેમ કર્તવ્ય છેજી. (પૃ.૬૩૮) ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા૨'માંથી :- કામરાગ ભયંકર છે શીલવતીની દ્રઢતાનું દ્રષ્ટાંત – “લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણ સાથે પરદેશમાં ગયો. વિપ્ર તો થોડાક દિવસ રહી શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાને ઘેર પાછો આવ્યો. આ ખબર થતાં શીલવતી પોતાના પતિએ મોકલેલ સંદેશપત્ર લેવાને સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈ કામાતુર થયો, તેથી બોલ્યો કે, હે કૃશોદરી!પ્રથમ મારી સાથે ક્રીડા કર, તો પછી તારા પતિનો સંદેશપત્ર આપું' તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, “હે ભદ્ર! રાત્રિના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું.” આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે આવી અને કહ્યું કે, “હે દેવ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી. તે સાંભળી તેનું સ્વરૂપ જોતાં મોહ પામી તે બોલ્યો કે, “હે સુંદરી! પ્રથમ હું કહું તે કબુલ કર તો પછી તને તે પત્ર અપાવું.' વ્રતભંગના ભયથી તેને બીજે પહોરે પોતાને ઘેર આવવાનું કહી તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી ઉપર પ્રમાણે માગણી કરી, એટલે તેને ત્રીજે પહોરે ઘરે આવવાનું કહી તે રાજા પાસે ગઈ. રાજાએ પણ તેવી પ્રાર્થના કરી, એટલે તેને ચોથા પહોરે આવવાનું કહ્યું. પછી ઘેર આવી પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, “તમારે મને ચોથે પહોરે બોલાવવી.” આ પ્રમાણે સંકેત કરી તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેને સ્નાનપાન વિગેરેમાંજ પહેલો પ્રહર નિર્ગમન કરાવ્યો, તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિ આવ્યો. તેનો શબ્દ સાંભળતા જ બ્રાહ્મણ ભયથી કાંપવા લાગ્યો. એટલે તેને એક મોટી પેટીના ખાનામાં નાખ્યો. એવી રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ પેટીના જુદા જુદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરી પ્રાતઃકાળે તે રુદન કરવા લાગી. એટલે તેના કુટુંબીઓએ આવીને પૂછ્યું કે, “ભદ્ર! કેમ રુદન કરે છે? તે બોલી કે, મારા સ્વામીની દુઃખવાર્તા સાંભળીને રુદન કરું છું. તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી, અને સેનાપતિની પાસે ગયા, પણ તેઓ તો તેમને સ્થાને મળ્યા નહીં; તેથી રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, “હે કુમાર!સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મૃત્યુ પામ્યા છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો.” કુમાર તેને ઘેર ગયો, તો ઘરમાં બીજું તો કાંઈ જોયું નહીં, માત્ર એક મોટી પેટી તેના જોવામાં આવી. એટલે તે રાજભુવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર વિગેરે ચારે જણા લજ્જા પામતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીનો સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રશંસા કરી.” (પૃ.૭૮) આમ કોઈનું વ્રત ભંગાવવા પ્રયત્ન કરી નરકના ખાડામાં પડું નહીં. ભંગાવવા ને ભટકું નહીં. તે વળી કાલે બીજાને ઘેર જ સ્ત્રીઓ નવરી હોય તો આજે આને ઘેર જાય ને વળી કાલે બીજાને ઘેર જાય. દિવસમાં કેટલા બઘાના ઘરે ફરી આવે. આખા ગામના વિકલ્પો મગજમાં ભરે તેથી મન પણ સ્થિર રહે નહીં. માટે ૨૫૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મહાપુરુષો કહે છે કે કોઈને ત્યાં કારણ વગર ભટકવા જવું નહીં. “મોક્ષમાળા વિવેચન'માંથી :- ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ પર એ બન્ને સમાન દુઃખદાયક છે.” જેને વધારે ઓળખાણ છે તેને વધારે દુઃખ છે. ઘણા માણસોનો મેળાપ હોય તો બઘાનું મન સાચવવું પડે, બધાની વાત યાદ રાખવી પડે તેથી મન ચંચળ રહે. તેમજ થોડા સાથે અતિમેળાપ રહે તે પણ વધારે દુઃખદાયક છે. થોડા સાથે અતિપરિચયથી અવજ્ઞા થાય, સામાન્યપણું થાય કે પ્રતિબંઘ થાય. સંસાર જેને છોડવો છે તેને બેય છોડવા જેવા છે.” (પૃ.૨૨૫) સ્ત્રીનીતિબોધક માંથી - “વાક્ય કઠણ નહીં બોલીશ તું તો કોઈથી, કદી જઈશ નહીં ઝાઝું હે! પરઘેર જો; દેરાણી જેઠાણી બહેન સમાન છે, નહિં રાખીશ તેનાથી કોઈ વેર જો. સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી.”૭ શ્રી જૈન હિતોપદેશ' માંથી – પર ઘેર એકલા જવું નહીં એ શિષ્ટ નીતિ અનુસરવામાં અનેક લાભો સમાયેલા છે. એથી શીલ વ્રતનું સંરક્ષણ થાય છે, માથે ખોટું આળ ચઢતું નથી, યાવત મર્યાદાશીલ ગણાઈ લોકમાં તે વિશ્વાસપાત્ર થાય છે. (પૃ.૭૭) ૩૬૧. સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. પોતાના સ્વાર્થને કારણે બીજાનો ત્યાગ મુકાવું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – મીણના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – “મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો થઈ રહે તેમ સંસારી જીવને પુરુષનો બોઘ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યો, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કોપયુક્ત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઈશ તો તારા ઉપર સખ્તાઈ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના ભયથી, લાજથી જીવ સટુરુષ પાસે જતાં અટકે, પાછા સંસાર કાર્યમાં પ્રવર્તે તે પ્રથમ પ્રકારના જીવ કહ્યા. ૨. બીજા પ્રકારે લાખના ગોળા જેવા જીવ કહ્યા. લાખના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – લાખનો ગોળો તાપથી ઓગળી જાય નહીં. પણ અગ્નિથી ઓગળી જાય. તે જીવ સંતનો બોઘ સાંભળી સંસારથી ઉદાસીન થઈ એમ ચિંતવે કે આ દુઃખરૂપ સંસારથી નિવર્તવું. એમ ચિંતવી કુટુંબ પાસે જઈ કહે કે હું સંસારથી નિવર્તવા ઇચ્છું છું. મારે આ જૂઠું બોલી વેપાર કરવો ફાવશે નહીં ઇત્યાદિ કહ્યા પછી કુટુંબીઓ તેને સખ્તાઈ તથા સ્નેહનાં વચનો કહે તથા સ્ત્રીનાં વચન તેને એકાંતના વખતમાં ભોગમાં તદાકાર કરી નાખે. સ્ત્રીનું અગ્નિરૂપ શરીર જોઈને બીજા પ્રકારનાં જીવ તદાકાર થઈ જાય. સંતના ચરણથી દૂર થઈ જાય. ૩. ત્રીજા પ્રકારના જીવ કાષ્ઠના ગોળા જેવા કહ્યા. કાષ્ટના ગોળા જેવા જીવનું દ્રષ્ટાંત – તે જીવ સંતનો બોથ સાંભળી સંસારથી ઉદાસ થઈ ગયો. આ સંસાર અસાર છે, એમ વિચારતો કુટુંબાદિક સમીપ આવી કહે કે આ સંસાર અસારથી હું ખેદ પામ્યો છું. મારે આ કાર્યો કરવાં ઠીક લાગતાં નથી. આ વચનો સાંભળી કુટુંબી નરમાશથી કહે, ભાઈ, ૨૫૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આપણે તો નિવૃત્તિ જેવું છે. ત્યાર પછી સ્ત્રી આવીને કહે કે પ્રાણપતિ, હું તો તમારા વિના પળ પણ રહી શકું નહીં. તમો મારા જીવનના આઘાર છો. એમ અનેક પ્રકારે ભોગમાં આસક્ત કરવાના અનેક પદાર્થની વૃદ્ધિ કરે. તેમાં તદાકાર થઈ જઈ સંતના આ વચન વીસરી જાય. એટલે જેમ કાષ્ઠનો ગોળો અગ્નિમાં નાખ્યા પછી ભસ્મ થઈ જાય તેમ સ્ત્રીરૂપી અગ્નિમાં પડેલા જીવ તેમાં ભસ્મ થઈ જાય છે. તેથી સંતના બોઘનો વિચાર ભૂલી જાય છે. સ્ત્રી આદિકના ભયથી સત્સમાગમ કરી શકતો નથી. તેથી તે જીવ દાવાનલરૂપ સ્ત્રી આદિ અગ્નિમાં ફસાઈ જઈ, વિશેષ વિશેષ વિટંબણા ભોગવે છે. તે ત્રીજા પ્રકારના જીવ કહ્યા. (પૃ.૬૮૧) આમ પોતાના સ્વાર્થ ખાતર કોઈને મોહમાં ફસાવી તેની ત્યાગભાવનાને તોડી નાખું નહીં. ૩૬૨. ક્રિયાશાળીને નિંદું નહીં. કોઈ સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, તપ, જપ વગેરે ક્રિયાઓ કરતો હોય તેની નિંદા કરું નહીં. પણ તે સમજણપૂર્વક ક્રિયાઓ કરે તેમ યોગ્ય લાગે તો જણાવું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેઘ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સ@ાસ્ત્રઅધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે, પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેઘ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પરઆત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ.૬૫૨) કોઈ પણ બીજાઓ થર્મક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેઘશો નહીં.” (વ.પૃ.૨૬૨) જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞાએ કરે તો તેને તેનું ફળ હોય નહીં.” (વ.પૃ.૬૯૯) “પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાઘનભૂત સમજવી જોઈએ છે.” (વ.પૃ.૨૨૩) “જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મોક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મોક્ષ થવો તે હોવું જોઈએ. આત્માના અંશો પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જો ક્રિયાઓનું તે ફળ ન થયું તો તે સર્વ ક્રિયા સંસારના હેતુઓ છે.” (વ.પૃ.૭૦૪) “જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાનો કાંઈ નિષેઘ છે જ નહીં, પણ જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે ત્યાં ત્યાં નિષેઘ છે. (વ.પૃ.૭૨૧) ૨૫૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સમયસાર નાટક'માંથી - નિશ્ચયનયના ગ્રંથો વાંચી ક્રિયાઓ મૂકી દીધી બનારસીદાસનું દ્રષ્ટાંત – “આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મરસના રસિક એક સજ્જન હતા. કવિવર બનારસીદાસનો તેમની સાથે વિશેષ સમાગમ હતો. તેઓ કવિવરની વિલક્ષણ કાવ્યશક્તિ જોઈને આનંદિત થયા હતા. પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક વિદ્યાનો અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા. એક દિવસે અવસર પામી તેમણે કવિવરને પં.રાજમલજી કૃત સમયસાર ટીકા આપીને કહ્યું કે આપ આ એકવાર વાંચો અને સત્યની ખોજ કરો. તેમણે તે ગ્રંથ કેટલીયે વાર વાંચ્યો, પરંતુ ગુરુ વિના તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝયો નહીં અને તેઓ નિશ્ચયનયમાં એટલા તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓ કરવાની પણ મૂકી દીધી. તેમણે જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બિલકુલ છોડી દીધી, ત્યાં સુધી કે ભગવાનને ચડાવેલું નૈવેદ્ય પણ ખાવા લાગ્યા. સૌભાગ્યવશ પં.રૂપચંદજીનું આગ્રામાં આગમન થયું. પંડિતજીએ તેમને અધ્યાત્મના એકાન્ત રોગથી ગ્રસિત જોઈને ગોમ્મસારરૂપ ઔષઘનો ઉપચાર કર્યો. ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ક્રિયાઓનું વિધાને સારી રીતે સમજતાં જ તેમની આંખો ખુલી ગઈ. ગોમ્મસાર વાંચી લીધા પછી જ્યારે તેમના હૃદયના પડ ખુલી ગયા ત્યારે ભગવાન કુંદકુન્દાચાર્ય પ્રણીત સમયસારનો ભાષા પદ્યાનુવાદ કરવાનું શરૂ કર્યું. ભાષા સાહિત્યમાં ‘સમયસાર નાટક' ગ્રંથ અદ્વિતીય અને અનુપમ છે. એમાં ઘણી સરળતાથી અધ્યાત્મ જેવા કઠિન વિષયનું વર્ણન કરેલ છે. (પૃ.૨૦૦૧) ૩૬૩. નગ્ન ચિત્ર નિહાળું નહીં. નગ્ન ચિત્ર હોય કે મૂર્તિ હોય તે જોઉં નહીં. તે વિકાર થવાનું કારણ છે. તે જોવાથી અંતરમાં પડેલા વિકારો જાગૃત થાય છે. ૩૬૪. પ્રતિમાને નિંદું નહીં. ભગવાનની પ્રતિમાની કોઈ દિવસ નિંદા કરું નહીં. પ્રશાંતરસમાં ડૂબેલી એવી વીતરાગ પ્રતિમાના દર્શનમાત્રથી વિષય કષાય શાંત થાય છે. એવી પ્રતિમાની નિંદા કરવી એ મોટી આશાતના છે. એથી જીવ દુર્લભબોઘીપણું પામે છે. શ્રીમદ્ રાજચંદ્રમાંથી – “એ સઘળા મતોમાં કેટલાક તો સહજ સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ – એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે. (એ મુખ્ય વિવાદ છે.) બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. મારી જિજ્ઞાસા વીતરાગ દેવની આજ્ઞાના આરાઘન ભણી છે. એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે જિન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોઘ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ, તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે; અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય; તે સુલભબોથિપણાનું કાર્ય થાય એમ ગણી, ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમાસિદ્ધિ માટે દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની ૨૫૬ Page #299 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું.” (વ.પૃ.૧૭૩) “ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દ્રષ્ટિવિમુખ થયાં, વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી , વિરાઘાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજાં હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા.” (વ.પૃ.૬૬૫) ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદ્રષ્ટિએ લાખોગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાખી દીઘી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું.” (૨.૫.૫૭૫) “બોઘામૃત ભાગ-૩'માંથી - “બીજું પ્રતિમા વિષે પૂછ્યું તે વિષે જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષાકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો પણ કેવળજ્ઞાનરૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની, મારા મતની પ્રતિમા અને બીજાનાં મતની પ્રતિમા માની, વિક્ષેપ કરવો તે નરદમ મૂર્ખતા છેજી. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વઘવાના અનેક માર્ગ છે; તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે એ આશ્ચર્ય છે! કોઈ પહેલાં અહીં આવેલો તેણે મને પૂછેલું કે ખાનગી તમને આટલું પૂછવું છે કે ભગવાનની પ્રતિમા ચક્ષુવાળી પૂજવી તે દ્રવ્ય મિથ્યાત્વ ખરું કે નહીં? મેં જણાવેલું કે ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે? પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભારો તે જ મિથ્યાત્વ છે. ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી. કેવળજ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ છે. નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે તેમ નથી. મતમતાંતરોમાં માથું મારનારની આવી દશા થાય છે. પરમકૃપાળુદેવે તો મતમતાંતરનાં પુસ્તકો પણ હાથમાં લેવાની ના પાડી છે. જેથી મતમતાંતર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છેજી. નવા મુસલમાન અલ્લા પોકારતાં શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે, તેમ નવા દિગંબરો નાની નાની વાતોમાં મિથ્યાત્વ જોનારા થઈ જાય છે. મિથ્યાત્વ પોતાનામાં જોઈ દૂર કરશે તેનું કલ્યાણ થશે.” (પૃ.૭૦૮) “બોઘામૃત ભાગ-૨'માંથી - “ભગવાન તો નિરાકાર છે. તેથી ખ્યાલ આવે નહીં; પણ શાંતભાવવાળી મૂર્તિ હોય તો તે જોઈ જગત ભૂલી જવાય અને ભગવાનના ગુણોમાં લીનતા થાય, ઉલ્લાસ થાય. પોતાના ભાવ ફેરવવા માટે, જગતના ભાવો ભૂલી ભગવાનના ગુણો સંભારવા માટે મૂર્તિ છે. ઘણાને જિનપ્રતિમા જોઈને સમતિ થાય છે. ભગવાનનાં સમવસરણમાં જાય ત્યાં ભગવાનનો પ્રભાવ એવો છે કે બધા જીવો શત્રુભાવ ભૂલી જાય, વૈરવાળા જીવો મૈત્રીભાવવાળા થઈ જાય. એ બઘો કેવળજ્ઞાનનો પ્રભાવ છે.” (બો.૨ પૃ.૧૩) ‘જીવનકળા'માંથી : એક સ્થાનકવાસી મુનિનું દ્રષ્ટાંત – “પ્રતિમાજી સંબંધી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ જે ઘણા વિદ્વાન હતા. તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા. ત્યાં એક જિન દેરાસર આવ્યું. તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું.” (પૃ.૨૧૯) ૨૫૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “જિનેશ્વર ભગવંતની પ્રતિમા જિનેશ્વર ભગવંતની સમાન જાણવી. સૂત્રોક્ત આઘાર અને યુક્તિ એમ બન્ને પ્રકારવડે તેની વિધિપૂર્વક સ્થાપના સ્વર્ગના સુખને આપનારી છે.” “લૌકિક શાસ્ત્રમાં પણ મૂર્તિસેવાથી કાર્યસિદ્ધિ કહેલી છે; તે વિષે મહાભારતમાં એક દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિમાં ગુરુભાવ લાવી વિદ્યા સિદ્ધ કરી એકલવ્યનું દ્રષ્ટાંત - “પાંડવાદિક દ્રોણાચાર્યની પાસે ઘનુર્વિદ્યા શીખતા હતા. તેમાં અર્જુને તે વિદ્યા સત્વર શીખી લીધી. પછી અર્જુને ગુરુના ચરણમાં નમીને કહ્યું – “હે ગુરુ! તમે જેવી વિદ્યા મને શીખવી છે તેવી વિદ્યા બીજાને શીખવવી નહીં.” દ્રોણાચાર્યે ખુશીથી તેમ કરવા કબૂલ કર્યું. એક વખતે કોઈ એકલવ્ય નામનો ભિલ્લ ઘનુર્વિદ્યા શિખવાની ઇચ્છાએ દ્રોણાચાર્ય પાસે આવી પોતાને શીખવવાની માગણી કરી. ત્યારે દ્રોણાચાર્ય મૌન ઘરી રહ્યા. પછી ભક્તિવાળા ભિલ્લે ગુરુબુદ્ધિએ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી, શુદ્ધ સ્થાનમાં સ્થાપિત કરી અને પ્રતિદિન પ્રભાતકાળે તેના ચરણમાં નમીને કહેતો-“હે ગુરુજી! પ્રસન્ન થઈને મને વિદ્યા આપો.” પછી તે ગુરુની આગળ હાથમાં ઘનુષ્ય લઈ તેમાં બાણ યોજી ચિંતવેલા પત્રો એટલે પાનને વીંઘતો હતો અને એવી રીતે પત્રમાં હાથી, ઘોડા વિગેરેનાં રૂપ પણ બાણવડે કોતરતો હતો. એક વખતે અર્જુન તે વનમાં આવી ચઢ્યો. તેણે તે કોતરેલાં પત્રો જોઈ વિચાર્યું કે જરૂર ગુરુએ પોતાની પ્રતિજ્ઞાનું વિસ્મરણ કરીને કોઈને ઘનુર્વિદ્યા આપી લાગે છે; નહીં તો આવું અદ્ભુત કાર્ય કોણ કરી શકે? પછી અર્જુને ગુરુ પાસે આવી કહ્યું – “ભગવન્! આપે પ્રતિજ્ઞા તોડી લાગે છે.” ગુરુ દ્રોણ બોલ્યાઅર્જુન! મારી પ્રતિજ્ઞા પાષાણની રેખાની જેવી અચલ છે.” પછી સંશનિવારણ માટે તે બન્ને વનમાં ગયા. ત્યાં મૃત્તિકાની દ્રોણાચાર્યની પ્રતિમા તેમના જોવામાં આવી. પેલો ભિલ્લ પ્રાતઃકાળે તે પ્રતિમા પાસે આવી નમીને કહેવા લાગ્યો-“ગુરુજી! અર્જુન જેવી મને ઘનુર્વિદ્યા આપો.” એમ કહી તે વૃક્ષના પત્રને બાણથી કોતરવા લાગ્યો; તે જોઈ તેઓએ ભિલ્લને પૂછ્યું – “તારા ગુરુ કોણ છે?” ભિલ્લે કહ્યું-“મારા ગુરુ દ્રોણાચાર્ય છે.એમ કહી તેણે મૃત્તિકાની મૂર્તિ બતાવી અને કહ્યું કે “આ પ્રતિમાએ મને ઘનુર્વિદ્યા શીખવી છે. ભક્તિથી શું નથી બનતું? તે જોઈ અર્જુનને ખેદ થયો. પછી દ્રોણાચાર્યે ભિલ્લને કહ્યું મારા પ્રસાદથી તને વિદ્યાની સિદ્ધિ થઈ, માટે હું જે માંગુ તે દક્ષિણા તરીકે આપ.” તે બોલ્યો-“ગુરુજી! આ શરીર જ તમારું છે, તેથી જે રુચે તે માંગી લો.” દ્રોણાચાર્યે તેના જમણા હાથનો અંગૂઠો માગ્યો. ગુરુભક્ત ભિલ્લે તરત જ તે કાપી આપ્યો. અંગૂઠો જવાથી તેની ઘર્તુવિદ્યા અર્જુન કરતાં કંઈક ન્યૂન થઈ ગઈ, તથાપિ એ ભિલ્લને દ્રોણાચાર્ય ઉપર જરા પણ ખેદ થયો નહીં. આ પ્રમાણે સ્થાપનાથી કાર્યની સિદ્ધિ કહેલી છે.” (પૃ.૧૩૩) મૂર્તિના દર્શન માત્રથી ભાવમાં કલ્યાણ જિનદાસ શ્રાવકનું દ્રષ્ટાંત - “પૃથ્વીપુર નામના નગરમાં જિનદાસ નામે પરમ શ્રાવક હતો. તેને દેવદત્ત નામે એક પુત્ર હતો. તે સાતે વ્યસનોનો સેવનારો હતો. જિનદાસ તેને પ્રતિદિવસ ઘર્મશિક્ષા આપતો, પણ શઠપણાથી તે બિલકુલ ગ્રહણ કરતો નહીં, કારણ કે તે સ્વભાવે વક્ર હતો. અન્યદા તેના પર કૃપા લાવીને તેના પિતાએ ગૃહપ્રવેશના દ્વારની સામે જ શુભ સ્થળ ઉપર એક જિનમૂર્તિ સ્થાપના કરી. આ પ્રમાણે તે શ્રેષ્ઠી નિત્ય તે જિનેશ્વરની સ્તુતિ કરતા હતા. તેનો પુત્ર તે પ્રતિમાને જોતો, પણ સ્તુતિ કરતો નહીં અને વંદના પણ કરતો નહીં. પછી શ્રેષ્ઠીએ ગૃહનું દ્વાર નીચું કર્યું. એટલે તેનો ૨૫૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્ય ગુરુભક્તિથી એકલવ્યે મેળવેલ વિદ્યા, ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન Page #302 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પુત્ર નીચો નમી ગૃહમાં જતો અને સન્મુખ રહેલા જિનબિંબને જોતો હતો. એવી રીતે શ્રેષ્ઠીએ પુત્રને દ્રવ્યથી વંદના કરાવી, પણ ભાવથી કરાવી શક્યા નહીં, કારણ કે ભાવ તો પોતાના આત્માને જ આધીન છે. પછી તે શ્રેષ્ઠીપુત્ર આયુષ્યના ક્ષયથી મૃત્યુ પામી છેલ્લાં સ્વયંભૂરમણ સમુદ્રને વિષે મત્સ્યપણાને પ્રાપ્ત થયો. ત્યાં સમુદ્રમાં ભમતાં ભમતાં અન્યદા એક જિનપ્રતિમા જેવી આકૃતિવાળો મત્સ્ય તેના જોવામાં આવ્યો. ‘નળીઆ અને વલયના આકાર સિવાય નર વિગેરે અનેક પ્રકારની આકૃતિવાળા મસ્યો થાય છે એમ વૃદ્ધો કહે છે.” તે મત્સ્યની જિનબિંબ જેવી આકૃતિ જોઈ તેને જાતિસ્મરણ થઈ આવ્યું, તેથી પૂર્વભવનું સ્મરણ થતાં તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અહો!મારા પિતાએ મને અનેક રીતે બોઘ કર્યો, તથાપિ હું બોધ પામ્યો નહીં. મને ધિક્કાર છે. મેં અનેક દોષથી મુક્ત એવા જિનેશ્વર ભગવંતની પણ આરાઘના કરી નહીં. હવે હું તિર્યંચ થયો છું તેથી શું કરી શકું? તથાપિ આ તિર્યંચના ભાવમાં પણ બની શકે એટલો ઘર્મ કરું.” આવું વિચારી તેણે સુક્ષ્મ મસ્ય અને સચિત્ત જળની હિંસા કરવાનો નિયમ લીઘો. પછી ઘીમે ઘીમે જળની બહાર નીકળી ચોવીસ પહોરનું અનશન સારી રીતે પાળી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવપદને પ્રાપ્ત થયો. ત્યાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાન વડે પોતાનું પૂર્વભવનું સર્વ સ્વરૂપ જાણી જિનબિંબના દર્શનનો મહાન ઉપકાર લોકોને દર્શાવવાને માટે ભાવજિનની (સાક્ષાત્ જિનની) આગળ આવી બાર પર્ષદાની સમક્ષ બોલ્યો-“હે વીતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત્ પ્રભુના જેવી ઉપકાર કરનારી છે. મેં તે બરાબર અનુભવ્યું છે.” આ પ્રમાણે કહી તેણે સ્વર્ગને અલંક્ત કર્યું. તેના ગયા પછી પર્ષદાએ તેનું વૃત્તાંત પૂછ્યું એટલે પ્રભુએ તેનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી સર્વ સભા જિનપ્રતિમાની વંદના વગેરે કરવામાં તત્પર થઈ.” (પૃ.૧૩૪) શ્રી શય્યભવસૂરિનું દ્રષ્ટાંત – “શ્રી જંબુસ્વામીની પાટે પ્રભવસૂરિ હતા. તેમણે શ્રુતજ્ઞાન વડે પોતાના પદને યોગ્ય એવા કોઈ મુનિ પોતાના શિષ્યોમાં કે પોતાના ગચ્છમાં દીઠા નહી. પછી તેમણે પોતાની શ્રુતદ્રષ્ટિથી જોયું, એટલે રાજગૃહી નગરીમાં શäભવ નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પદને યોગ્ય જોવામાં આવ્યો. પછી ગુરુ ત્યાં આવ્યા. તે શયંભવ બ્રાહ્મણ અનેક બ્રાહ્મણોને એકઠા કરી યજ્ઞકર્મ કરાવતો હતો. તેમને બોઘ કરવાને માટે બે ચતુર સાધુને યજ્ઞસ્થળે મોકલ્યા. સાઘુઓ ત્યાં જઈ આ પ્રમાણે શ્લોકનાં બે પદ બોલ્યા – “સરો! hષ્ટમો છું, તત્ત્વ ન જ્ઞાય પર” “અહો! કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે, પણ પરમ તત્ત્વને જાણતા નથી.” આ પ્રમાણેના બે પદ કહી તેઓ સત્વર પાછા વળ્યા. તે સાંભળી શäભવ વિષે વિચાર્યું કે “આ સાધુ જરૂર મૃષાભાષી ન હોય, આવું વિચારી તેણે યજ્ઞાચાર્યને તત્ત્વ પૂછ્યું. તેમણે કહ્યું – “યજ્ઞ જ તત્ત્વ છે.” તથાપિ સંશયને પામેલો શäભવ તે સાઘુની પછવાડે સત્વર ચાલ્યો અને પ્રભવસૂરિ પાસે જઈ તેણે સૂરિને તે વિષે પૂછ્યું એટલે સૂરિ બોલ્યા- “ભદ્ર! જો તું ભય દેખાડીશ તો તે યજ્ઞાચાર્ય જ તને તત્ત્વ કહેશે.' તેણે પાછા આવી ખગ્ન ખેંચીને યજ્ઞાચાર્યને કહ્યું-“તત્ત્વ કહો, નહિ તો આ ખગ્નવડે તમારા શિરનો છેદ કરી નાખીશ.” પછી યજ્ઞગુરુએ ભય પામી યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ જિનની મૂર્તિ તેને કાઢી બતાવી. મૂર્તિ જોઈ તે વિચારમાં પડ્યો કે અહો! આ મૂર્તિ નિરુપમ છે. પછી તે મૂર્તિ લઈ તે શઠંભવ બ્રાહ્મણ સૂરિની પાસે આવ્યો અને તે દેવનું સ્વરૂપ પૂછ્યું. સૂરિના એક જ ઉપદેશથી પ્રતિબોઘ પામીને શય્યભવે પરંપરાગત મિથ્યાત્વ છોડી આશાતના વગરની ભૂમિ ઉપર મૂર્તિ સ્થાપિત કરી, દીક્ષા લઈ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. સૂરિએ તેને પોતાના પદ ઉપર સ્થાપિત કર્યા.” (પૃ.૧૪૨) ૨૫૯ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫. પ્રતિમાને નિરખું નહીં. લાકડાની કે પત્થરની જો સ્ત્રીની પ્રતિમા હોય તો નિરખું નહીં. તે વિકારનું કારણ થાય છે માટે. સાતસો માનીતિ ચિત્રસેન અને પદ્માવતીનું દૃષ્ટાંત – ‘પ્રવેશિકા'ના એકાવનમાં પાઠમાં ચિત્રસેનની કથા છે. તેમાં ચિત્રસેન રાજકુમારને પદ્મોતર રાજાની પુત્રી પદ્માવતીની લાકડાની મૂર્તિ જોતાં મૂર્છા આવી ગઈ. ભાન આવ્યું ત્યારે કહ્યું કે આ સ્ત્રી મને ન મળે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એમ જીવને પૂર્વ સંસ્કારોને લઈને મોહ થઈ જાય છે. રાગના દૃશ્યો જોવાથી રાગ થઈ આવે છે માટે સ્ત્રીની પ્રતિમા નિરખું નહીં. પણ વીતરાગની પ્રતિમા જોવાથી વીતરાગતા પ્રગટે છે માટે તેને ભક્તિભાવથી નિરખું. ૩૬૬. પ્રતિમાને પૂજું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – પ્રશ્ન – કિરતચંદભાઈ જિનાલય પૂજા કરવા જાય છે? ઉત્તર – ના સાહેબ, વખત નથી મળતો. વખત કેમ નથી મળતો? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જવું.' (વ.પૃ. ૬૬૦) “પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીનો નિયમ નથી તે પોતાના હેતુએ તેનો વપરાશ ક્રમ કરી ફૂલ પ્રભુને ચડાવે, ત્યાગી મુનિને તો પુષ્પ ચડાવવાનો કે તેના ઉપદેશનો સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે.’’ (વ.પૃ.૬૭૮) *“ભગવાનરૂપ પતિની સેવાના પ્રકાર પણા છે. દ્રવ્યપૂજા, ભાવપૂજા, આજ્ઞાપૂજા. દ્રવ્યપૂજાના પણ ઘણા ભેદ છે; પણ તેમાં સર્વોત્કૃષ્ટ પૂજા તો ચિત્તપ્રસન્નતા એટલે તે ભગવાનમાં ચૈતન્યવૃત્તિ પરમ સર્ષથી એકત્વને પ્રાપ્ત કરવી તે જ છે; તેમાં જ સર્વ સાધન સમાય છે. તે જ અખંડિત પૂજા છે, કેમકે જો ચિત્ત ભગવાનમાં લીન હોય તો બીજા યોગ પણ ચિત્તાધીન હોવાથી ભગવાનને આધીન જ છે; અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તો જ જગતના ભાવોમાંથી ઉદાસીનતા વર્તે અને તેમાં ગ્રહણ ત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તી નહીં; જેથી તે સેવા અખંડ જ રહે.'' (વ.પૂ.૫૭૪) ‘બોધામૃત ભાગ-૧’માંથી – “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” “ભાવ હોય તો બધું થાય. પ્રવૃત્તિથી નિવર્તીને ભગવાન પાસે આવે ત્યારે એવા ભાવ થવા જોઈએ કે હે ભગવાન, રખડતો, રખડતો આપને શરણે આવ્યો છું. મારે હવે કોઈ શરણરૂપ નથી. ભગવાનના દેરાસરરૂપ સમવસરણમાં આવતા એવી ભાવના હોય તો ખરી પૂજા છે.” (બો.૧ પૃ.૩૪૦) “મુમુક્ષુ – ‘સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તો તે પ્રત્યક્ષ વિનય કેવી રીતે? પૂજ્યશ્રી – ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થંકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત્ ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ ૨૬૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છે, એમ જાણીને ભક્તિ કરવી.” (બો.૧ પૃ.૧૦૬) “પ્રતિમા જોઈને ભગવાનને યાદ કરવા કે ભગવાન સમવસરણમાં કેવા શાંત બેસતા હતા! કૃપાળુદેવે જેઓ પ્રતિમા પૂજતા ન હતા તેમને પ્રતિમાપૂજક કર્યા અને જે તે પ્રતિમા પૂજક હતા તેમને ભગવાનને પૂજતા કર્યા. બઘા આગ્રહો છોડાવ્યા. કૃત્રિમ પ્રતિમા એટલે બનાવેલી પ્રતિમા અને અકૃત્રિમ પ્રતિમા એટલે ત્રિકાળ રહે એવી પ્રતિમા. મહાવિદેહમાં, મેરુ વગેરે પર્વતો પર શાશ્વત પ્રતિમાઓ છે. ભરતચક્રી મહાવીર થયા પહેલાં થયા હતા પણ તેમણે મહાવીરની પ્રતિમા કરાવી હતી.” (બો.૧ પૃ.૨૨૧) “બોઘામૃત ભાગ-૩માંથી :- “મૂર્ખસ્ય પ્રતિમા પૂજા” એનો અર્થ શો? એમ આપે પૂછાવ્યું, તેનો ટૂંકો અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે. પરમકૃપાળુદેવે પ્રતિમાના અંઘ શ્રદ્ધાળુને સાચી શ્રદ્ધાળુ બનાવ્યા છે, પ્રતિમાપૂજકને પ્રભુપૂજક બનાવ્યા છે. ભગવાનના ભાન વિના કાંઈ કરાય છે તે સદ્ગુરુનું શરણ ન હોય તો રૂઢિરૂપ છે અને આગ્રહપોષક હોય છે તેથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે.” (બો.૩ પૃ.૭૪૭) પ્રશ્ન – સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તો દોષ છે, તો આપણે કેમ હાર ચઢાવાય છે? ઉત્તર - “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ઘર્મ જે દયા તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દૂભાય ત્યાં પાપ કહ્યું છે તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઈ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારનો ઉદ્દેશ ભક્તિ કરવાનો છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે; એટલે પુષ્પ કે લીલોતરી જે આહાર કે મોજશોખને અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી. પણ જેને લીલોતરીનો ત્યાગ નથી, શાક વગેરેમાં ફુલેવર, કોબી વગેરે વાપરે છે, અંબોડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જીવો સૂએ છે, તેવા જીવોને પોતાના મોજશોખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફુલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અલ્પ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષથી નથી, ના પાડી નથી. પાપ માત્રનો ત્યાગ કરવાનો ભગવાનનો ઉપદેશ છે છતાં આપણે રાંઘવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે તેમાં ઘણું પાપ તો થાય છે અને તે તો ઘર્મના કામ નથી, દેહના કામ છે છતાં તે પાપ ઓછા કરવાનું મને થતું નથી અને ભગવાનને ફુલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુલસંસ્કાર ટૂંઢિયાના હોવાથી થાય છે. તેનો ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટક્યા કરે, તેથી પૂછ્યું છે તે સારું કર્યું છે. સાઘુને વાંદવા ઢુંઢિયા જાય છે ત્યાં સુધી જવામાં ઘણા જંતુઓ મરે છે કારણકે સાઘુની પેઠે જીવ બચાવીને શ્રાવકો વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મોક્ષમાર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી વિશેષ લાભની પ્રવૃત્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય? તોપણ સાઘુઓ તેનો ઉપયોગ કરે તે પુણ્યકારણ છે એમ ગણીને મકાન બંઘાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંઘાવે. તેમ લીલોતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડા પાણીથી ન કરે. તેવી જ ૨૬૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ પદ્ધતિ પુષ્યપૂજાની છે.” (ધો.૩ પૃ.૪૬) “પૂજા કરવા જાઓ છો તે ઠીક છે. ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજા કરવાથી ઘણો લાભ થવા યોગ્ય છે. અહીં આવો ત્યારે યાદ કરશો તો તે વિષે વિશેષ વાત થશેજી. હાલ તો પૂજા કરતી વખતે વીસ દોહરા કે ક્ષમાપનાનો પાઠ બોલતા રહેવા ભલામણ છેજી.’’ (બો.૩ પૃ.૬૦૯) “પૂજા સંબંધી તમે પૂછ્યું તે સંબંધી જણાવવાનું કે અહીં આવો ત્યારે પૂજાની વિધિ શીખી લેશોજી. પત્રથી લખ્યું આવડી જાય એમ નથી. મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થતો હોય તો ઘેર ન બની શકે તો ચાલે અને વધારે વખત થાય તો વિશેષ ફળનું કારણ છેજી.’’ (બો.૩ પૃ.૨૧૮) ન કે દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ એ બધા બાહ્ય પ્રશ્નો છેજી. હજી દેવને ઓળખ્યા નથી, તે . ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છેજી. દેવને માટે પૂજા કરવાની નથી. પોતાના આત્માને જ્ઞાની પુરુષની દશા તરફ દોરવા માટે ભક્તિપૂજા કરવાની છે, તે ઘેર કે મંદિર ગમે ત્યાં કરવા યોગ્ય છે. જ્યાં પોતાના ભાવ સત્પુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને ત્યાં તે કરવા યોગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે કેવા ભાવ છે, આપણે રોજ તપાસના રહી દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તો કલ્યાન્ન થશેજી, (બો.૩ પૃ.૨૧૮) ‘શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર'માંથી – ભગવાનની ભાવથી ભક્તિ કરવાનું ફળ એક રાજાનું દૃષ્ટાંત – એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખબર સાંભળીને તે રાજા પ્રભુને વાંઠવા આવ્યો. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યું કે 'હે પ્રભો! પૂર્વ જન્મના કયા કર્મથી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયો છું? પ્રભુ બોલ્યા- ‘‘મહારાષ્ટ્ર દેશમાં હેલ્લુર નામના ગામને વિષે પૂર્વ ભવે તું અશોક નામે માળી હતો. એક દિવસે પુષ્પો વેચીને તું ઘેર જતો હતો, ત્યાં અર્ધમાર્ગે કોઈ શ્રાવકને ઘેર અદ્વૈતની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈને તું તેના ઘરમાં પેઠો. ત્યાં અતનું બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોઘવા લાગ્યો. તે વખતે તને નવ પુષ્પો હાથમાં આવ્યા. તે પુષ્પો તેં ઘણા ભાવથી તે પ્રભુની મૂર્તિ ઉપર ચઢાવ્યાં, તેથી તેં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તેં પ્રિયંગુ વૃક્ષની મંજરી લઈને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈને રાજાએ તને લોકશ્રેણીના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તું એલપુર નામના નગરમાં નવ લાખ દ્રમ્મ (સુવર્ણના સિક્કા) નો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી દ્રવ્યનો અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણપધ નગરમાં નવ લાખ સુવર્ણનો પતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી સુવર્ણનો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નનો અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી રત્નોનો સ્વામી થયો. ત્યાંથી મૃત્યુ પામી વાટિકા નગરીમાં વલ્લભ નામના રાજાનો પુત્ર નવ લાખ ગ્રામનો અધિપતિ થયો અને ત્યાંથી મૃત્યુ પામી નું આ ભવમાં નવનિધિનો સ્વામી થયો છું. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈશ.’’ પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. (પૃ.૪૯) ઉપદેશપાસા. ભાષાંતર ભાગ-૩ માંથી : કુમારપાળરાજાનું દૃષ્ટાંત – કુમારપાળ રાજાના પૂછવાથી શ્રીગુરુ હેમચંદ્રાચાર્યે તેમનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં કુમારપાળ રાજાનો જીવ જયકેશી નામે રાજાનો પુત્ર નરવીર હતો. તે સમવ્યસની હોવાથી રાજાએ તેને નગરમાંથી કાઢી મૂક્યો. તેથી તે પર્વતમાં રહેલ ચોરોનો પલ્લીપતિ થયો. એક વખતે ૨૬૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ તેણે સાર્થવાહનો તમામ સાર્થ લૂંટ્યો. તેથી સાર્થવાદે રાજાને ફરીયાદ કરી. રાજાનું સૈન્ય આવવાથી નરવીર ત્યાંથી નાસી ગયો. તેને દેશાંતરમાં જતાં માર્ગમાં શ્રી યશોભદ્રસૂરિ મળ્યા. તેમના સચોટ ઉપદેશથી તે સમવ્યસન રહિત થયો. પછી તે એક ઉઢેર નામના શેઠને ઘેર ભોજનવસ્ત્રની આજીવિકા ઉપર સેવક થઈને રહ્યો. શેઠે કરાવેલ વીરપ્રભુના મંદિરમાં પર્યુષણ પર્વ આવ્યા. શેઠે મોટી વિધિથી પૂજા કરી. પછી સાથે આવેલ નરવીરને પણ કહ્યું કે ‘આ પુષ્પ કે અને પ્રભુની પૂજા કર.” ત્યારે નરવીરને વિચાર આવ્યો કે આવા પરમેશ્વર તો કોઈ દિવસ મેં જોયા નથી. તો એવા પ્રભુની પૂજા બીજાનાં આપેલાં પુષ્પથી શા માટે કરું ? તેથી પોતાની પાસે માત્ર પાંચ કોડી હતી તેના પુષ્પ લઈ નેત્રમાં આનંદના અશ્રુ સહિત પ્રસન્ન ચિત્તે ત્રિકરણ શુદ્ઘિ વડે પ્રભુની ખૂબ ભાવપૂર્વક પૂજા કરી. તે નરવીરનો જીવ તું કુમારપાલ રાજા થયો છું અને ઉઢેર શેઠનો જીવ તે ઉદયન મંત્રી થયો અને યશોભદ્રસૂરિ તે હું હેમચંદ્રાચાર્યે થયો છું. (પૃ.૧૨૮) પૂ. શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ખ'માંથી (રાગ– મને સંસાર શેરી વિસરી રે લો) “મેં તો પૂજા કરી પ્રભુ વીરનીરે જો; એના ચરણે હો મારો નિવાસ જો. નવ અંગે . પૂજો પ્રભુ વીરને જો. ચરણ અંગૂઠો પ્રભુનો પૂજતાં જો; થાય ચરણે સદા નિવાસ જો. નવ અંગે જેણે ઢીંચણ પ્રભુના પૂછ્યા જો; તેનો આત્મા ઊંચે ચઢી જાય જો. નવ અંગે જેણે કાંડા પ્રભુના પૂજીયા જો; તેના હાથે સુપાત્રદાન થાય જો. નવ અંગે૦ બેઉ ભૂજા પ્રભુની પૂજતાં જો; અગાઘ સંસાર તરી જાય જો. નવ અંગે જેણે મસ્તક પ્રભુનું પૂછ્યું જો; તે તો નિશ્ચય સિદ્ધાલય જાય જો. નવ અંગેજેણે તિલક કર્યું પ્રભુ વીરને જો; તેના ત્રણે જ્ઞાન શુદ્ધ થાય જો. નવ અંગે૦ વાલા કંઠ પ્રભુજીનો પૂજતાં જો; આવે અંતરનો ઊંડો અવાજ જો. નવ અંગે જેણે હૃદય પ્રભુનું પૂજીયું જો; તે તો તેમાં સમાય સદા જાયજો. નવ અંગે વાલા નાભિ પ્રભુની પૂજતાં જો; એ તો પોતે અમર થઈ જાય જો. નવ અંગે॰ ૩૬૭. પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) પાપના કાર્યો કરીને ધર્મ માનું નહીં. અશ્વમેઘ યજ્ઞ, નરમેઘ યજ્ઞ, અજામેઘ યજ્ઞ કરે તે બધા પાપ બંધના કારણો છે; તેને ધર્મ માને. પશુઓને હોમીને યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય છે; એવી પાપયુક્ત માન્યતાથી જીવ નરગતિમાં જાય છે. મોક્ષમાળા વિવેચન'માંથી – હિંસા ન ક૨વા માટેનું દૃષ્ટાંત – “અહિંસા – દયા જેવો એકે ધર્મ નથી. ‘અહિંસા પરમો ધર્મઃ’ એ સૂત્ર સર્વમાન્ય છે. તે વિષે સુચગડાંગસૂત્રમાં એક દૃષ્ટાંત આપ્યું છે. જુદા જુદા ધર્મના આચાર્ય મળ્યા છે. તેમાં ઘણા યજ્ઞાદિ હિંસાનો પક્ષ કરે છે. ત્યાં એક જણ અંગારા ભરેલો કડાયો લઈ આવ્યો અને હાથ ઘરવા કહ્યું. તે પર કડાયો મૂકવા જતાં બધાએ હાથ પાછા ખેંચી લીધા. ત્યારે તેણે પૂછ્યું: કેમ ?' તો કહે, ‘દુઃખ થાય.’ ત્યારે તેણે કહ્યું, ‘તો પછી બીજા જીવોને મારો છો, યજ્ઞમાં હોમો છો તેમને દુઃખ નહીં થતું હોય? તમને દઝાવાય તેથી હાથ ખેંચી લો છો તો હવે બીજા જીવોને દુઃખ થાય એવો ઉપદેશ કરતા તે ૨૬૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અટકજો.’ એમ પોતા પર વાત આવે ત્યારે સમજે. અનાર્ય ઘર્મવાળા માત્ર મનુષ્યની દયા સમજે, તેથી અમુક લોકો પશુને બચાવવા પાંજરાપોળ કરે, કીડી વગેરે પ્રાણીને બચાવે તેને જોઈ હસે. તેઓ ઝનૂની એટલે ક્રૂર અને મદાંઘ એટલે બળનું અભિમાન કરનાર હોવાથી જીવોને મારતાં વિચાર ન કરે. બીજા જીવો મરી જાય તો તેમને કંઈ લાગણી ન થાય. તેઓ દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. જ્ઞાનીના બોઘરૂપ પ્રકાશના આઘારે ખુલ્લા હૃદયથી વિચારે, આગ્રહ એટલે સ્વાર્થના વિચારો દૂર કરી જીવોના પક્ષથી વિચારે તો સમજાય કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો દરેકને તેનો આત્મા પ્રિય છે. હું મારા વ્યસન ખાતર એટલે શિકાર, માંસભક્ષણ વગેરે ટેવ ખાતર અને લાભ ખાતર એટલે પીંછા વગેરેના વ્યાપાર ખાતર અસંખ્યાતા જીવોને બેઘડક હણું છું, એ મને અનંત દુઃખનું એટલે નરકાદિ ગતિનું કારણ થઈ પડશે, એવો વિચાર જ તેમને આવતો નથી. તેઓમાં એવી સાચી બુદ્ધિનું બીજ પણ નથી.” (પૃ.૭૧) ઇન્દ્રભૂતિ ગૌતમનું દ્રષ્ટાંત – અપાપા નગરીમાં સૌમિલ નામનો બ્રાહ્મણ ઘનવાન હતો. તેણે યજ્ઞ માટે મોટામાં મોટા અગ્યાર પંડિતોને બોલાવ્યા હતા. તેમાં મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ પણ આવ્યા હતા. જેટલા વઘારે પશુઓને હોમે તેટલો મોટો યજ્ઞ કહેવાય. તે વખતે આકાશમાર્ગે દેવોને જતા જોઈ ઇન્દ્રભૂતિને મનમાં થયું કે આપણા યજ્ઞમાં દેવો આવી રહ્યા છે. પણ તે તો આગળ ચાલ્યા. પછી ખબર પડી કે એ તો ભગવાન મહાવીરના દર્શન કરવા જઈ રહ્યા છે. ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમને વિચાર આવ્યો કે સર્વજ્ઞ સમાન તો છું; મારા સિવાય વળી બીજો કોણ સર્વજ્ઞ છે. એમ પાપ કરીને કદી ઘર્મ માનું નહીં. ૩૬૮. સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) વ્યવહારમાં ગમે તેવા પ્રસંગ પડે તો પણ સત્ય છોડું નહીં. ભગવાને જે મર્યાદાપૂર્વક વર્તવાનું કહ્યું હોય તે પ્રમાણે સત્ય વહેવારથી વર્તુ, બીજી રીતે નહીં. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સત્ય બોલવું એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તો પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ થોડો વખત પ્રથમ થોડું નુકશાન પણ થાય; પણ પછી અનંત ગુણનો ઘણી જે આત્મા તે આખો લૂંટાઈ જાય છે તે લૂંટાતો બંઘ પડે. સત્ય બોલતાં ઘીમે ઘીમે સહજ થઈ જાય છે; અને થયા પછી વ્રત લેવું; અભ્યાસ રાખવો; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે.” (વ.પૃ.૭૨૫) “સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે.” (વ.પૃ.૭૭૭) બોઘામત ભાગ-૧'માંથી :- “સત્ય બે પ્રકારે છે : એક વ્યવહારસત્ય ને બીજું પરમાર્થસત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહાર સત્ય અને આત્માનો લક્ષ રાખીને બોલે તે પરમાર્થસત્ય. સત્યનો એક અંશ પણ આવ્યો નથી. જ્યારે કસોટી આવે છે ત્યારે ખબર પડે છે. જેને છૂટવું હશે તેને ભય લાગશે કે જૂઠું બોલીશ તો મારા આત્માનો ઘાત થશે. સત્ય ને અહિંસા બે મુખ્ય છે. ગમે તેવો ડાહ્યો હોય પણ સાચ ન હોય તો કંઈ નથી. ગમે તેટલું દાન કરતો હોય પણ અસત્ય હોય તો કંઈ નહીં. સત્ય એ જગતનો આધાર કહેવાય છે. વ્રત લીધું હોય અને પાળે નહીં તો ઘર્મ શું થાય? વચન તો પાળ્યું નહીં. હરિશ્ચંદ્રને કેટલાં કષ્ટ ૨૬૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પડ્યાં! પણ સત્ય ન છોડ્યું. રોજ બોલીએ છીએ ‘વચન નયન યમ નાંહિ.” એ બેનો સંયમ કરવાનો છે. બોલતાં વિચાર કરવો કે ક્તિકારી છે કે કેમ? એમ વિચાર કરીને સામાને આપાત ન લાગે તેવું વચન બોલવું'' (બો.૧ પૃ.૧૦૪) 'સમાધિસોપાન'માંથી – “સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન દાધર્મનું મૂળ કારા છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર ઓળંગવાનું તે જહાજ છે; સર્વ સદાચરણોમાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શોભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યો દીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણોના સમૂહનો મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે. સત્યને આધારે અણુવ્રત કે મહાવ્રત રહેલાં છે. સત્ય વિના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોનો નાશ થાય છે, તેથી જે વચન પોતાને અને પરને ક્તિકારક હોય તેવાં બોલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન બોલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તોપણ ન કહેવું. અભિમાન રહિત બોલો. પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચનો બોલો; પરંતુ પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચનો ન બોલો. પરમાગમ ઉપદેશ છે કે આ જીવ અનંતાનંત કાળ તો નિગોદમાં જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મવર્ગણા જ ગ્રહણ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તો જિહ્વા ઇન્દ્રિય જ પામ્યો નહીં, બોલવાની શક્તિ પણ પામ્યો નહીં. બેઈન્દ્રિય, ત્રીક્રિય, ચતુર્રિક્રિય અને અસંશી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંશી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ પક્ષી) માં જિહ્વાઇન્દ્રિય તો પામ્યો. પણ અક્ષરસ્વરૂપ શબ્દો બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. એક મનુષ્યપણામાં વચન બોલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવનો મહિમા તો વચન વડે જ છે. નાક, કાન, જીમ,આંખ તો પશુને પણ હોય છે; ખાવું-પીવું, કામ ભોગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢોરને પણ પ્રાપ્ત થાય છે; આભરણ, વસ્ત્ર આદિ કૂતરાં, વાંદરા, ગધેડા, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે, પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણાવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં જ મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડ્યું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવુંજેવું, કહેવુંસાંભળવું, પ્રતીતિ–પરીક્ષા, ધર્મ-કર્મ, પ્રીતિ–વેર વગેરે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડયું તેણે તો બધો મનુષ્ય જન્મનો વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પોતાનું વચન દૂષિત ન કરો.’” (પૃ.૨૭૮) ‘યોગશાસ્ત્રમાંથી – “જે મનુષ્યો જ્ઞાન અને ચારિત્રના મુલરૂપ સત્યને જ બોલે છે, તે મનુષ્યોના પગથી રેન્નુવડે કરીને આ પૃથ્વી પવિત્ર થાય છે, તથા સત્યવ્રતરૂપ મહાધનવાળા જે જીવો અસત્ય બોલતા નથી, તેઓને દુઃખ આપવા માટે ભૂત, પ્રેત અને સર્પાદિ કોઈ પણ સમર્થ થતા નથી.’” (પૃ.૧૧૫ ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- સત્યવ્રત પાલનથી થયેલો ઉદ્ધાર - શ્રીકાંત શેઠનું દૃષ્ટાંત – રાજગૃહ નગરમાં શ્રીકાંત શેઠ રહેતા હતા. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક દિવસ બારવ્રતધારી શ્રાવક જિનદાસ નામે કોઈ ત્યાં આવ્યો. શ્રીકાંત શેઠે ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું જેની આજીવિકાના પ્રકાર જાણવામાં ન આવે તેના ઘરે હું ૨૬૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ભોજન કરતો નથી. શ્રીકાંતે કહ્યું હું શુદ્ધ વ્યાપાર કરું છું. તેમણે કહ્યું તમારા ખર્ચ પ્રમાણે તો તમારો વ્યાપાર જોવામાં આવતો નથી. માટે સત્ય હોય તે કહો. ત્યારે શ્રીકાંતને લાગ્યું કે એ પારકી ગુપ્ત વાત પ્રગટ કરે એવા લાગતા નથી. ત્યારે એણે કહ્યું કે હું રાત્રે ચોરી કરું છું. એ સાંભળી જિનદાસે કહ્યું કે હું તમારે ત્યાં ભોજન કરી શકું નહીં. કારણ કે મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થઈ જાય. ત્યારે શ્રીકાંતે કહ્યું કે ચોરીના ત્યાગ વિના જે કહો તે ધર્મ હું કરી શકું, ત્યારે જિનદાસે કહ્યું : પ્રથમ અસત્ય બોલવું નહીં. એ વ્રત તમે ગ્રહણ કરો. તે સાંભળીને શ્રીકાંતે સત્યવ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું-શ્રેષ્ઠી જીવિતની જેમ આ વ્રત ચાવજીવન પાળજો. શ્રીકાંતે કહ્યું: ‘રાજ્ય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પરંતુ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે તેથી મેં જે વ્રત લીધું છે તેનો કદી પણ હું ભંગ કરીશ નહીં.” ઃ હવે શ્રીકાંતશેઠે આ વ્રત ગ્રહણ કર્યું. છતાં તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. માર્ગમાં નગરચર્ચા જોવા નીકળેલા શ્રેણિકરાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું : ‘તું કોણ છે?” તેણે કહ્યું, ‘હું પોતે છું,’ ફરી પૂછ્યું : “તું ક્યાં જાય છે?’ શ્રીકાંતે કહ્યું : ‘રાજાના ભંડારમાં ચોરી કરવા.' પુનઃ પૂછ્યું : ‘તું ક્યાં વસે છે?’ શ્રીકાંતે કહ્યું : ‘અમુક પાડામાં.’ વળી પૂછ્યું : ‘તમારું નામ શું છે?’ શ્રીકાંતે કહ્યું : ‘મારું નામ શ્રીકાંત છે.’ તે સાંભળી બંને આશ્ચર્ય પામ્યા કે, ‘ચોર આવી રીતે સાચું કહે નહીં માટે આ ચોર જણાતો નથી.' વળી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત, રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછા શ્રેણિક અને અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું : આ શું લીધું છે? શ્રીકાંતે કહ્યું : ‘રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘરે જાઉં છું.' આવું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાતઃકાલે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી. તેથી બીજી પણ કેટલીક વસ્તુઓ ભંડારીએ આઘી પાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું જણાવ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, ‘કોશમાંથી શું શું ગયું છે? ભંડારીએ કહ્યું : ‘રત્નની દશ પેટીઓ.’ પછી રાજાએ મંત્રી સામે જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું : ‘રાત્રે તેં શું ચોર્યું છે?’ તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું : 'સ્વામિન્ ! તમે શું ભૂલી ગયા, તમારા દેખતાં જ હું મારી આજીવિકા માટે એક પેટી લઈને જતો હતો.’ શ્રેણિક રાજાએ કહ્યું ‘અરે ચોર ! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી? શ્રીકાંત બોલ્યો કે ‘મહારાજ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમકે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ ક્લ્યાણ (સુક્ત) નો ભંગ થાય છે. વળી તમે ક્રોથ પામો તો આલોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ થાય.' આ પ્રમાણેના તેના વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા આપી કે, જેવું આ બીજું સત્યવ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ.' શ્રીકાંતે તે સ્વીકાર્યું; એટલે રાજાએ તે જીના ભંડા૨ીને ૨જા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુક્રમે તે ભગવાન મહાવીર સ્વામીના શાસનનો સાચો શ્રાવક થઈ ઉત્તમ ગતિને પામ્યો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી દૃઢતા વડે સત્યવચનરૂપ બીજ વ્રત લીધું તેવું પાળ્યું તો આલોકમાં પણ તેણે ઇષ્ટફળ પ્રાપ્ત કર્યું. તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. (પૃ.૪૯) ૨૬૬ Page #310 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ૩૬૯. છળ કરું નહીં. કોઈની સાથે છળકપટ કરું નહીં. બગલાઓ સ્થિર થઈને બેસી રહે કે જાણે ધ્યાન ધરતા હોય, પણ જ્યારે માછલું પોતાની નજદીકમાં આવે કે તરત તેને પકડી લે છે. બિલાડી પણ તેમજ છળ કપટ કરી ઉંદરને પકડે છે. તેમ હું પણ અવસર આવ્યે છળ કરીને કોઈને ઠગું નહીં. ‘સમાધિસોપાન'માંથી – “માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પોતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે તો પણ આખરે ઉંઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય કે છાની નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પોતાની આબરૂ બગાડવા બરાબર છે; ધર્મ બગાડવારૂપ છે, કપટીના સર્વે મિત્રો આપોઆપ શત્રુ થઈ જાય છે. કોઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એક્વાર જગતમાં જાહેર થાય તો તેને સર્વ લોક અધર્મી માની તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેનો વિશ્વાસ રાખતી નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતઘ્ની છે. વીતરાગ ધર્મ તો છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તલવાર પેસી શકે નહીં, તેમ વક્રપરિણામીના હૃદયમાં વીતરાગનો આર્જવ એટલે સરળ થર્મ પ્રવેશ કરી શકતો નથી. કંપીના બન્ને લોક બગડે છે. તેથી જો યશની ઇચ્છા હોય, આબરૂની ઇચ્છા હોય, ધર્મની ઇચ્છા હોય તો માયા કપટનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત, સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવા યોગ્ય નથી. આર્જવ ધર્મનો ધારક તો પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાનો, સંતોષી થવાનો સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ઘન, સંપત્તિ, કુટુંબ આદિને પોતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પોતાને ભિન્ન એક્લો જાણે તે ઘન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર–પરિભ્રમણથી મુક્ત કરવા ઇચ્છતા હો તો માયાચારનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો.’’ (પૃ.૨૭૬) ‘ધર્મામૃત’માંથી :- બીજાને ઠગવાનું ફળ મૃત્યુ શ્રીભૂતિ પુરોહિતનું દૃષ્ટાંત - “સિંહપુર નગરમાં રાજા સિંહસેન અને રાણી રામદત્તા હતાં. ત્યાંનો પુરોહિત શ્રીભૂતિ મહાસત્યવાદી હોવા વિષે પોતાની ખ્યાતિ ફેલાવીને લાગ આવ્યે ભોળા માણસોને ફસાવતો. તેની ખ્યાતિ સાંભળીને સમુદ્રદત્ત નામનો પરદેશી વણિક પાંચ રત્નો તેને સોંપીને ધન કમાવા ગયો. પાછા ફરતાં વહાણ ડૂબવાથી તે ખાલી હાથે પાછો આવ્યો અને શ્રીભૂતિ પાસે રત્ન માગ્યાં. શ્રીભૂતિએ તેને પાગલ ઠરાવી કાઢી મૂક્યો. તે રત્નની વાત હમેશાં પોકાર્યા કરતો પણ કોઈ માનતું નહીં. આખરે રાણી રામદત્તાને તેના પર દયા આવી અને તેની બધી વાત સાંભળી. પછી રાણીએ પુરોહિતને બોલાવી યુક્તિથી ચોપાટ રમવા બેસાડ્યો અને તેની અંગૂઠી તથા જનોઈ જીતી લઈને દાસી સાથે મોકલાવી પુરોહિતની સ્ત્રી પાસેથી પેલા પાંચ રત્ન મંગાવી લીધાં. રાજાએ તે રત્નોને પોતાના ઘણાં રત્નો સાથે ભેળવીને સમુદ્રદત્તને બતાવ્યાં. સમુદ્રદત્તે તરત પોતાના પાંચ રત્નો ઓળખી કાઢ્યા. આથી રાજાએ તેને પ્રામાણિક જાણી રાજશ્રેષ્ઠી બનાવ્યો. પછી પુરોહિત શ્રીભૂતિના ચોરીના ગુનાઓની શિક્ષા કરવાનું મંત્રીઓને સોંપાયું. તેઓએ ત્રણમાંથી પુરોહિતને ગમે તે એક શિક્ષા કરવાનું બતાવ્યું. (૧) તેનું સર્વસ્વ હરણ કરીને દેશનિકાલ કરવો. (૨) તેણે પહેલવાનોની ૩૨ મુક્કીઓ ખાવી. (૩) ત્રણ થાળ ભરીને છાણ ખાવું. ૨૬૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શ્રીભૂતિએ પ્રથમ તો છાણ ખાવા માંડ્યું પરંતુ પુરુ ખાઈ શક્યો નહીં તેથી મુક્કીઓ ખાવાનું કબૂલ્યું. દસ પંદર મુક્કીઓ ખાથી ત્યાં તો તે જમીન પર ઢળી પડ્યો અને તેના પ્રાણ છૂટી ગયા. તે આર્તધ્યાનથી મરીને દુર્ગતિએ ગયો. (પૃ.૧૪૨) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - નીચ મિત્રે દ્રવ્ય પચાવી પાડ્યું ઘનેશ્વર શેઠનું દ્રષ્ટાંત – “ઘનેશ્વર નામે એક શેઠ હતો. તેની પાસે આઠ રત્નો હતાં, દરેક રત્ન કરોડ સોનૈયાની કિંમતનું હતું. તે તેણે પોતાના મિત્રને ઘરે ગુપ્ત રીતે મૂક્યા, તે વાત પોતાની સ્ત્રીને કે પુત્રને પણ જણાવી નહીં, તેમ તેનું લખત કરાવ્યું નહીં કે સાક્ષી રાખ્યા નહીં. અન્યદા શેઠ બહારગામ ગયા, ત્યાં અચાનક માંદા પડ્યા, મંદવાડ વધી ગયો એટલે તેના સગાં વહાલાં વિગેરે એકઠાં થયાં. તેમણે શેઠને પૂછ્યું: ‘તમારૂ દ્રવ્ય ક્યાં ક્યાં છે તે કહો, તેથી તમારા પુત્રને અપાવીએ.” શેઠ બોલ્યાઃ “મારું ઘન તો ઠેકાણે ઠેકાણે છે, પણ તે મારા વિના મળી શકે તેમ નથી, પરંતુ મારા ગામમાં એક મારો અમુક નામનો મિત્ર છે. તેને ત્યાં મેં આઠ રત્ન કરોડ કરોડ સોનૈયાની કિંમતના મૂક્યા છે, તે મારા પુત્રને અપાવજો.” આ પ્રમાણે કહીને શેઠ મરણ પામ્યા. આ સંબંધનો પત્ર બધી હકીકત સાથે તેના સ્ત્રી પુત્ર ઉપર સગાં વહાલાંઓએ લખ્યો. પત્ર વાંચતાં શેઠના મરણના સમાચાર જાણી બઘાં કલ્પાંત કરવા લાગ્યા. પ્રાંતે શોકનું નિવારણ કરી ફરી આખો પત્ર વાંચ્યો. તેમાં આઠ રત્ન મિત્રને ત્યાં મૂક્યાની વાત લખી હતી, એટલે શેઠના મિત્રને બોલાવ્યો અને રત્નો માગ્યા, એટલે તે કાંઈ બોલ્યો જ નહીં. પછી શેઠનો પુત્ર તેની સાથે લડવા લાગ્યો અને તેને ઘેર, જઈને લાંઘણો કરી. ત્યારે તે મિત્ર બોલ્યો કે- ‘તારા પિતા પાસે ઘન જ ક્યાં હતું કે જ્યાં ત્યાં આમ રત્નો નાખતો ફરે, વળી મને એવા મોટી કિંમતના રત્નો આપ્યા હોય તો તેનું કાંઈ લખત કરાવે, સાક્ષી રાખે; તે કાંઈ મૂર્ખ નહોતા કે એમ ને એમ આપી દે. માટે એમ ગળે પડવાથી તારું કંઈ વળવાનું નથી અને મને કાંઈ આપેલ જ નથી. આવો ચોખો જવાબ મળવાથી શેઠનો પુત્ર રાજા પાસે ફરિયાદ કરવા ગયો અને બધી વાત કરી. રાજાએ શેઠના મિત્રને બોલાવ્યો. તેણે ઇન્કાર કરી એટલે લખત સાક્ષી વિના રાજા કાંઈ કરી શક્યો નહીં અને શેઠના દીકરાને ઘન ખોઈને ઘેર આવવું પડ્યું. માટે એવી રીતે લખત સાક્ષી વિના કોઈને ત્યાં દ્રવ્ય મુકવું નહીં. તેમજ નીચની સાથે મિત્રતા પણ કરવી નહીં. આ મિત્ર નીચ હતો તેથી તેણે આવી નીચતા દેખાડી, ઉચ્ચ મિત્ર હોય તો વગર માગ્યે સામે આપવા આવે કે લ્યો, તમારા પિતાએ આટલું દ્રવ્ય મારે ત્યાં મૂકેલું છે.” (પૃ.૧૩૯) ૩૭૦. નગ્ન સૂવું નહીં. નગ્ન સૂવું તે વિકાર થવાનું કારણ છે. જે ઉત્તમ કુળના હોય તે નગ્ન સુવે નહીં. દાસીપુત્ર કપિલનું દ્રષ્ટાંત – નગ્ન થવું તે હલકી વૃત્તિ છે. એક બ્રાહ્મણને ત્યાં દાસી હતી. તેને કપિલ નામે પુત્ર હતો. બ્રાહ્મણ પાસે રહેવાથી તે બધી વિદ્યા શીખી ગયો. પછી બીજા શહેરમાં ગયો. ત્યાં રાજાને ખુશ કર્યો. તેથી ત્યાં પંડિત તરીકે ઓળખાયો. તે ગામના રાજ પુરોહિતે કપિલને પોતાની પુત્રી પરણાવી. એક દિવસ કપિલ નાટક જોવા ગયો હતો. ત્યાંથી રાત્રે પાછા આવતાં માવઠું થયું. તેથી સતી એવી સત્યભામા પતિને માટે કોરાં કપડાં લઈ દ્વાર પાસે ઊભી હતી. તેટલામાં કપિલ નગ્ન થઈને કપડાં બગલમાં ઘાલી દોડીને ઘેર આવ્યો. ઘરની બહાર ઊભો રહી કપડાં પહેરીને અંદર આવ્યો અને સત્યભામાને કહ્યું કે જો હું વિદ્યાના બળે પલળ્યો નથી. ત્યારે સત્યભામાએ અજવાળામાં જોયું તો તેનું ૨૬૮ Page #312 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શરીર પલળેલું હતું. તેથી તેણે વિચાર્યું કે ઉત્તમ કુળવાળાને નગ્ન થવું સુઝે નહીં, પણ આ નીચ કુળનો જણાય છે. એવી મનમાં શંકા થવાથી તેનું મન આના ઉપરથી ઊઠી ગયું. પછી કપિલનો પિતા ત્યાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ દાસીપુત્ર છે. તેથી આ તે પોતાના પિયર ચાલી ગઈ. પછી રાજાએ સત્યભામાને પોતાની પુત્રી તરીકે પોતાની રાણીઓ પાસે રાખી. (શ્રી શાંતિનાથ ચરિત્રમાંથી) ૩૭૧. નગ્ન નાણું નહીં. નગ્ન નાહવાથી પણ વિકારવૃત્તિ જન્મવાનો સંભવ છે, માટે મહાપુરુષોએ તેનો નિષેઘ કરેલ છે. અથવા કોઈ બીજાની દ્રષ્ટિ પડે; માટે નગ્ન થઈ નાહું નહીં. ૩૭૨. આછાં લૂગડાં પહેરું નહીં. બહુ પાતળાં કપડાં પહેરવાથી અંદરનું શરીર દેખાય, તે એકબીજાને વિકાર થવાનું કારણ છે; માટે આછાં લૂગડાં પહેરું નહીં. “અતિ ઉભટ વેષ ન પહેરીએ રે લોલ.” અતિ આછકલો વેશ પહેરવો જોઈએ નહીં, એ આદર્શ નાગરિકનો ગુણ છે. ૩૭૩. ઝાઝાં અલંકાર પહેરું નહીં. આખા શરીરે દાગીનાનો શણગાર કરે. પહેલાના વખતમાં ૫૦-૧૦૦ તોલા સોનું અવસરે શરીર પર પહેરતા. આભૂષણોથી શરીરને શણગારી, આછા અને ચિત્ત આકર્ષક વસ્ત્રો પહેરવાથી લોકોની વૃત્તિ પોતા તરફ ખેંચાય, જેથી પોતાને વિકારના ભાવો જન્મ અને સામાને પણ વિકાર થવામાં આપણે નિમિત્તરૂપ થઈએ, તે કર્મબંઘનું કારણ છે. માટે બહુ અલંકાર ઘારણ કરું નહીં. ઉત્તમજનો ઉદ્ધતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણ પહેરે નહીં.” -સમાધિસોપાન (પૃ.૨૭૫) ૩૭૪. અમર્યાદાથી ચાલું નહીં. વ્યવહારમાં વડીલોએ જે મર્યાદા કરી હોય તે પ્રમાણે વર્તે. વિનયવિવેક રહિત વર્તન કરું નહીં. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે.” (વ.પૃ.૭) “પુષ્પમાળા વિવેચન'માંથી - “જ્ઞાનીપુરુષોની દ્રષ્ટિ ક્યાં હોય છે તે જણાવ્યું. બાહ્યમોટો અમલદાર હોય કે રાજાની રાણી હોય. લૌકિક દ્રષ્ટિમાં જીવોને જે માહાભ્ય હોય છે તે જ્ઞાનીને નથી હોતું. કોઈ રંક હો કે તિર્યંચ હો કે ગમે તે હોય પણ બાહ્ય સામગ્રી તરફ જ્ઞાની જોતાં નથી, પણ પરમાર્થ માર્ગ પામવા તરફ તેની કેટલી યોગ્યતા છે તે તરફ તેમનો લક્ષ હોય છે. નીતિ, સદાચરણ, વિનયાદિ જે ગુણો છે તે પરમાર્થ પામવામાં મદદગાર છે, તેથી એવા ગુણોવાળી બાઈ હોય તેને જ્ઞાનીઓએ પ્રશંસી છે. આ કહ્યું તેનો ભાવ વધારે સ્પષ્ટ રીતે નીચેના પુષ્પમાં જણાવે છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું. (વ.પૃ.૭) પુષ્પમાળા વિવેચન'માંથી :- લોકોનો મોહ – લોકો શાને વખાણે છે? કોઈની પાસે ઉત્તમ કુળ હોય, જાતિ, રૂપ, બળ, લક્ષ્મી, તપ, વિદ્યા, ઐશ્વર્ય આદિ મદના કારણો હોય ત્યાં લોકોની વૃત્તિ ઠરે છે અને તેને વખાણે છે. પણ જ્ઞાનીઓએ એને દોષનાં કારણ કહ્યાં છે. અને સગુણ વડે જો તું જગતમાં ૨૬૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રખ્યાત હો તો હું તને વંદન કરું છું. એમ જ્ઞાની પુરુષો કહે છે. સંસ્કૃતમાં કહેવત છે કે“TUT: પૂના થાનં ગુણિપુ ર ર ઢિંકા ન વય: I’’ વેશ કે મોટી ઉંમર હોય તે પૂજાનું સ્થાન નથી, પણ સગુણો જ પૂજાનું સ્થાન છે. સ્ત્રીનીતિબોઘક'માંથી - “સીતા ને દમયંતી શાણી જે હતી, વળી અનસૂયા આદિ બહુ ગુણવાન જો; તેનાં લક્ષણ વેગે કરીને વાંચજે, રાખી લેજે સર્વે રીતનું ભાન જો. સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી. ૫ સાસુ સસરો કહે તે વેગે માનજે, કરજે સેવા તેની તું તો બેશ જો; જેઠ દિયરની સાથે વર્તી ઠીક તું, વિરોઘ ન કીજે કે'થી ડાહી લેશ જો. સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી.”૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - લોકોપવાદ પ્રવર્તે તેમ વર્તવું નહીં જેનાથી લોકોમાં લઘુતા થાય, તેવું વગર વિચાર્યું અઘટિત કામ કરવું નહીં. જેથી ઘર્મને લાંછન લાગે, ઘર્મની વગોવણી થાય, શાસનની લઘુતા થાય, તેવું કામ તો ભવભીરૂ માણસે પ્રાણાંતે પણ ન કરવું. પૂર્વ મહાપુરુષોના સદ્વર્તન સામું લક્ષ રાખી જેમ પોતાની તેમજ પરની, યાવત્ જિન શાસનની ઉન્નતિ થાય તેમ વિવેક આણી વર્તવું. ‘ત્રોના વિરુદ્ધ વાહો’ એ સૂત્ર વાક્ય કદાપિ વિસરવું નહીં. જેથી સર્વ સુખ સાધવાના શુભ મનોરથ કદાપિ ફળિભૂત થાય. (પૃ.૬૭) પ્રાણાંતે પણ સન્માર્ગનો ત્યાગ કરવો નહીં – જેમ જેમ વિવેકી સજ્જનોને કષ્ટ પડે છે, તેમ તેઓ સુવર્ણ, ચંદન અને શેરડીની પેરે ઉત્તમ વર્ણ, ઉત્તમ સુગંઘ અને ઉત્તમ રસ અર્પતા જાય છે, પરંતુ તેમની પ્રકૃત્તિ વિકૃત થઈને લોકોપવાદને પાત્ર થતી નથી. આવી કઠિન કરણી કરી ઉત્તમ યશ ઉપાર્જી તેઓ અંતે સદ્ગતિગામી થાય છે. (પૃ.૬૯) ૩૭૫. ઉતાવળે સાદે બોલું નહીં. ગંભીરતાપૂર્વક ઘીમે સ્વરે બોલું. “શ્રી જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - કોઈને પણ આક્રોશ કરીને કહેવું નહીં કોપ કરીને ઉતાવળે સાદે સાચું પણ કહેવા જતાં લાભને બદલે ઊલટી હાનિ થાય છે, માટે તેમ નહીં કરતાં સ્વ પરને હિતકારી, નમ્રપણે સાચી વાત વિવેકપૂર્વક જ કહેવાની ટેવ પાડવી. સમજા માણસે લાભાલાભનો વિચાર કરીને વર્તવું ઘટે, એ જ સજ્જનની નીતિ છે, જે દરેક આત્માર્થીને અવશ્ય આદરવા યોગ્ય છે. (પૃ.૫૫) જીહાને વશ કરવી. નકામું બોલવું નહીં. ઉતાવળે સાદે બોલવું નહીં. તેમજ રસ લંપટ થઈ, જીભને વશ થવાથી રોગાદિની ઉપાધિ ઊભી થાય, તેવું મર્યાદા બહાર જમવું નહીં. જીભને વશ પડેલાની બીજી ઇન્દ્રિયો કોપી, તેને ગુલામ બનાવી ભારે દુઃખ આપે છે, માટે સુખના અર્થીએ જીભને વશ નહીં થતા પોતે એને વશ કરવી. (પૃ.૫૩) ૩૭૬. પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) પતિ પ્રત્યેની પોતાની ઘર્મકરણી શું છે તે સાચવું. પણ પતિ પર દાબ રાખું નહીં. સતી સીતાની ૨૭૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ મંદબરેખાં પોતાના ભાઈ યુગબાહુને કો મારનાર, મણિરથ રાજા . Kા ઉત્કૃષ્ટ પાપના ફળમાં મણિરથનું “ તાત્કાલિક મૃત્યુ સતી મનરેખાએ કરાવેલ છે પતિનું સમાધિમરણ છે શુબાહુની જીવ કા બની, ઉપકારી કેરી ખાન ફરતી પ્રથમ નમસ્કાર Page #315 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જેમ પોતાના પતિને અનુસરનારી થાઉં. સુખદુઃખમાં ભાગ લેનારી થાઉં. ‘ઉપદેશામૃત'માંથી :– ‘‘હવે પતિ સાથે કેમ વર્તવું તે વિચારશો. પોતાના પતિને પરમેશ્વરબુદ્ધિએ વિચારવા. તેમનો વિનય કરવો, વૈયાવચ્ચ સાચવવી. તેમના ચિત્તને પ્રસન્નતા થાય તેવાં વચનથી સંતોષ કરવો અને તેમના ચિત્તમાં કાંઈ પણ ખેદ ન થાય તેમ કરવું. જો કાંઈ તેમને ખેદ હોય તો તેમાં બને તો ભાગ લેવો. તે મહા તપનું કારણ છે.’’ (પૃ.૭૬) ‘શ્રી સુબોધ કથાસાગર'માંથી – એક નવવધુનું દૃષ્ટાંત પતિના દોષ મારે સાંભળવા નથી. એક નવવધુ પોતાની સાસરીમાં બધા સાથે હળીમળીને રહેતી અને સઘળાંને સાથે આનંદથી વાતચીત કરતી. તેનો પતિ દૂર દેશાંતરે ગયો. એક વખત તેની નણંદે પોતાના ભાઈની વાત કાઢી અને તેમાં ભાઈનું થોડું ઘસાતું બોલી; ત્યારે નવવધુ બોલી ‘તમે એમના દોષ મારી પાસે કાઢશો મા. કારણ કે મારે તો તે સદા પૂજ્ય છે.’ આથી નણંદ બોલી : મારા ભાઈના દુર્ગુણ કહ્યું તેમાં તમારે શું? અમે સાથે ઊછરી મોટા થયેલા છીએ, એક માતાપિતાનાં બાળક છીએ. તું તો કાલે આવીને ઘણિયાણી થઈ. ત્યારે વહુ બોલી : ‘બહેન તમે ચિડાઈ ન જાઓ અને મરજીમાં આવે તેમ ન બોલો, શોભે એવું બોલો. હવે તમારે તો તમારા ભાઈ સાથે બહુ જ થોડા દિવસ કાઢવાના છે, પણ મારે તો તેમની સાથે આખી જિંદગી કાઢવાની છે. અત્યારથી તેમની નિંદા અને દુર્ગુણ સાંભળું તો અમારા બન્ને વચ્ચે જે નિર્મળપ્રેમ બંધાવવો જોઈએ તે બંધાય નહીં, અને અમારો ગૃહસંસાર દુઃખી થઈ પડે. માટે કૃપા કરી મારા પતિની નિંદા મને સંભળાવશો નહીં. (પૃ.૪૮) શ્રીમદ્ રાજચંદ્રમાંથી :– “જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર.’' (વ.પૃ.૪) ‘પુષ્પમાળા વિવેચન’માંથી :– ‘ લગ્નનો હેતુ મર્યાદા ધર્મ છે. તે જણાવવા માટે અહીં કહ્યું છે. ધર્મકરણી સંભારવાનું કહ્યું. કારણ કે પતિ-પત્નીમાં મોહનું પ્રધાનપણું હોય છે. મદનરેખા જેવી સતી સ્ત્રીઓએ મોહ છોડી પોતાના પતિની સદ્ગતિ થાય તેમ મદદ કરવી.’’ મદનરેખાનું દૃષ્ટાંત પતિનું કરાવેલ સમાધિમરણ. રાજા મણિરથનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેની સ્ત્રી મદનરેખા હતી. તેના ઉપર મણિરથ રાજાની કુદૃષ્ટિ થવાથી, અમુક ગામમાં લોકો રાજવિરુદ્ધ વર્તે છે તેમને વશ કરવાના બહાનાથી નાનાભાઈ યુગબાહુને પરગામ મોકલ્યો અને મદનરેખાને રાજી કરવા અનેક પ્રકારની ભેટો રાજા મોકલવા લાગ્યો. રાજાની કૃપા જાણીને તે લેતી હતી. પણ રાજાએ એક દિવસ પોતાનો દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો. તેમાં એ સંમત થઈ નહીં. યુગબાહુ બહારગામ ગયો હતો. ત્યાં કંઈ તોફાન હતું નહીં, તેથી પાછો આવ્યો. હવે ગામ ઉત્સવના દિવસે યુગબાહુ અને મદનરેખા બન્ને બગીચામાં નિવાસ કરી રહેલા હતા. રાજાને લાગ્યું કે પોતાનો નાનોભાઈ જીવશે ત્યાં સુધી પોતાની કુધારણા પાર પડશે નહીં. તેથી નાનાભાઈને મારવા તે જ રાત્રે તંબુમાં આવ્યો અને યુગબાહુને બોલાવી તલવારનો ઘા મારીને નાસી ગયો. મદનરેખાને ખબર પડતાં ત્યાં આવી અને જાણ્યું કે રાજાનું જ આ કામ છે. પણ તે વખતે તે ગભરાઈ નહીં કે ૨ડવા બેઠી નહીં. પણ હવે શું કરવું તેનો વિચાર કર્યો. તેના પતિના સમાધિમરણ માટે પોતાની શક્તિ પ્રમાણે બોઘ કર્યો અને ધર્મમાં દૃઢ કર્યો. એને જે સત્પુરુષોનો યોગ થયો હતો તે સંભારી આપ્યો અને જણાવ્યું કે – ‘ભાઈ પ્રત્યે દ્વેષ અને મારા પ્રત્યે રાગ રાખશો નહીં. સત્પુરુષના આશ્રયે દેહ છોડવા યોગ્ય છે. જગતની કોઈ વસ્તુમાં દૃષ્ટિ રાખવી યોગ્ય નથી. ૨૭૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ સર્વે જીવો કર્મને આધીન છે. ત્યાં પારકી પંચાતમાં પડી પોતાનું મરણ બગાડવા યોગ્ય નથી. આત્માનું સમાધિમરણ થયું તો આખું જીવન સફળ છે. અનેક મહાપુરુષોને ઉપસર્ગ આવી પડ્યા. તે વખતે ઉપસર્ગ આપનાર પ્રત્યે દૃષ્ટિ કરી નથી, પણ સર્વ જીવને ખમાવી નિષ્કપાયી બની, બને તેટલો સમભાવ ધારણ કરી પોતાના આત્માની દયા ખાધી છે. માટે બધું ભુલીને આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદની શ્રદ્ઘા સાથે લઈ જવા જેવી છે. આમ જણાવી ઘર્મમાં દૃઢતા કરાવીને પતિનું મરણ સુધાર્યું હતું. *સ્ત્રીનીતિ બોધક'માંથી : “હળી મળી પિયુ સાથે પુત્રી, તું વર્તજે, વખત નકામો જાવા નહીં તું દઈશ જો; આળસ ને અજ્ઞાની જનને છાંડજે, ઘર તણી વાત ન કોને તું તો કહીશ જો. સાંભળ શાણી પુત્રી શીખ આ માહરી.” ૪ ‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :~ પતિ ઉપર હુકમ ચલાવવો યોગ્ય નથી શ્વેતાંગુલિ પુરુષનું દૃષ્ટાંત - (૧) એક પુરુષ પોતાની સ્ત્રીને વશ હતો અને તેના હુક્મ પ્રમાણે કરનારો હતો. તેણે સુધા લાગવાથી તેની સ્ત્રી પાસે ખાવાનું માંગ્યું; ત્યારે શય્યામાં સુતેલી તેની સ્ત્રી બોલી ક –‘જો તમારે વહેલું ખાવું હોય તો ચૂલામાંથી રાખ કાઢીને બાળવા માટે લાકડાં વિગેરે લાવી આપો, તો હું ઉતાવળી રાંધીને તમને જમાડું.' તે સાંભળીને તેણે હમેશાં તેમ કરવા માંડ્યું. દરરોજ ચૂલામાંથી રાખ કાઢવાથી તેની આંગળીઓ ઘોળી થઈ ગઈ. તેથી લોકમાં તેને સૌ શ્વેતાંગુલિ કહેવા લાગ્યા. બગલા ઉડાવનાર પુરુષનું દૃષ્ટાંત – (૨) કોઈ સ્ત્રીને આધીન થયેલા પુરુષને તેની સ્ત્રીએ કહ્યું કે – “હમેશાં તમારે તળાવમાંથી પાણી ભરી લાવવું.’’ એટલે તે પુરુષ દિવસે પાણી લેવા જતાં લા તે આવવાથી રાત્રે તળાવ ઉપર પાણી ભરવા જતો. તેથી તળાવમાં રહેલા બગલાં ઊડી જતાં, માટે તે લોકોમાં બગલા ઉડાવનારના નામથી પ્રસિદ્ધ થયો. (પૃ.૧૪૪) આમ પતિ ઉપર દાબ રાખું નહીં. પણ તેને પરમેશ્વર તુલ્ય માનું. ૩૭૭. તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦૩૦) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – – “જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, (પાંચે ઇંદ્રિયો પૂર્ણ હતી; પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય) છતાં આ સંસાર (ઇંદ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે.'' (પૃ.૭૬૬) “જો ભવવાસ વિષે સુખ હોતો, તીર્થંકર કર કર્યું ત્યાગે; કાઠે કો શિવસાધન કરતે, સંયમ સો અનુરાગે,' 'બોધામૃત ભાગન'માંથી – “પ્રશ્ન – પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? પૂજ્યશ્રી – પાંચ ઇન્દ્રિયોના વિષયો જડ છે. પરવસ્તુના સંયોગથી ઉત્પન્ન થયેલા છે. ૫૨વસ્તુમાં આત્માનું હિત નથી. જે વસ્તુ જાણે નહીં, તેની કિંમત શી? જે વસ્તુ આપણી સાથે રહેવાની નથી, તેમાં આસક્તિ શી કરવી? એ આસક્તિથી જન્મમરણ થશે. એવો વિચાર આવે તો પાંચ ઇન્દ્રિયોના વિષયો તુચ્છ લાગે. બધાનો ખરો વિચાર એક સત્સંગે થાય છે. મોતને લઈને જગતની વસ્તુઓમાં માહાત્મ્ય છે. ૨૭૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અવિવેકને લઈને પરવસ્તુનું માહાભ્ય છે. સત્સંગે વિચાર જાગે. વિચારથી વિવેક આવે તો પરવસ્તુનું માહાસ્ય ઘટે. પંચેન્દ્રિયોના વિષયો તે પાંચ સાપ છે. ઉપર ઉપરથી સારા લાગે પણ એની સાથે રમે તો મરણ પામે. એક એક ઇન્દ્રિયવિષયને લીધે જીવો મરી જાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો દુઃખકારી છે, તેનો વિચાર કરે તો પછી એમાં વિશ્વાસ ન આવે. પાંચે ઇન્દ્રિયોમાં એક જિલ્લા ઇન્દ્રિય વશ થાય તો બીજી બધી ઇન્દ્રિયો વશ થાય. સવિચાર બઘાનો આધાર છે. જિલ્લા ઇન્દ્રિયમાં આસક્ત થાય તો પછી એને જીભ ન મળે. એકેન્દ્રિય થાય. આગળ પાછળનો વિચાર કરે તો આસક્તિ ન થાય.” (પૃ.૨૭૪) “બોઘામૃત ભાગ-૩'માંથી :- “ઇંદ્રિયોની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે; જ્ઞાની પુરુષોનાં વચનો વિષયોનું વિરેચન કરાવનાર હોય છે. તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોંચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી ભૂખની રુચિ બગાડી દેવા સમાન ઇંદ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાતો કરનારની વાતો સાંભળવામાં અને વિકાર પોષવામાં કાળ ગાળી સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષયસામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે, તે પાણી વલોવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કોઈ ભવમાં સુખ નથી એવો દ્રઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છેજ.” (બો.૩ પૃ.૨૧૬) “ઇન્દ્રિય વિષયોની વાસનાએ આ જીવનું જેટલું ભૂંડું કર્યું છે તેટલું કોઈએ કર્યું નથી. અનંતકાળ તેથી રઝળવું પડ્યું અને પોતે પોતાનો વેરી થયો, તે વિચારી હવે તે શત્રુ તરફની ગમે તેવી લલચાવતી ભેટો પણ ઝેર જાણી તે તરફ વૃત્તિ કરવા યોગ્ય નથીજી.” (બો. ૩ પૃ.૨૮૮) પ્રશ્ન- આ જીવની વિષયવાસનાની હાનિ ક્યારે થશે? ઉત્તર – લોખંડ વાંકુ વળી ગયું હોય પણ તપાવીને ઘણ મારે તો સીધું થઈ જાય. તેમ જ આપણા વિષયાસક્ત જીવને ઇંદ્રિયદમનરૂપી તપમાં તપાવીને ઉપર સપુરુષના બોઘરૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીની ૧૦૩મી ગાથામાં જણાવ્યું છે કે “હણે બોઘ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” તથા પ.ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાયો કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીતવો, રસાદિની લોલુપતા મટાડવાના ઉપાયોરૂપી બોધ કર્યો, તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણ વિષયાસક્ત જીવોને જીલ્લાઇંદ્રિયની લાલસા છોડાવવા મહાપુરુષો ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય તો બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી વાપરવી. સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આ પ્રમાણે બોથ ગ્રહણ કરી રસેંદ્રિયના સ્વાદ છોડવાનું વર્તનમાં મુકાશે ત્યારે જ વિષયવાસનાની હાનિ થશે.” (બો.૩ પૃ.૩૪૦) “શ્રી જ્ઞાતાસૂત્રની કથાઓ'માંથી - ભગવાનના ઉપદેશથી ભોગો પ્રત્યે વિરક્તિ થાવસ્યા પુત્રનું દ્રષ્ટાંત - દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપતિની (ગૃહસ્થ સ્ત્રી) ૨૭૩ Page #318 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રહેતી હતી. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું. તેને થાવસ્યાકુમાર નામનો એક પુત્ર હતો. તે ઘણો બુદ્ધિશાળી હતો. તેણે બાલ્યકાળમાં અનેક વિદ્યાકળાઓ સંપાદન કરી હતી. યુવાવસ્થા થતાં માતાએ તેનું બત્રીસ કન્યાઓ સાથે પાણીગ્રહણ કરાવ્યું હતું. થાવસ્યાકુમાર આ ૩૨ સૌંદર્યવતી સ્ત્રીઓ સાથે સંસારના અનેક પ્રકારનાં સુખો ભોગવતો સુખપૂર્વક રહેતો હતો. તે સમયે રરમાં તીર્થંકર નેમિનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ત્યાં થાવચ્ચકુમાર દેશના સાંભળવા ગયા. થાવસ્યાકુમાર પર ભગવાનની દેશનાની જાદુઈ અસર થઈ. તેનું મન સંસારથી ઉદ્વેગ પામ્યું. ભોગાદિ વિષયો તેને વિષ સમાન લાગ્યા. સાંસારિક સુખો તેને એકાંત દુઃખદાતા માલમ પડ્યા. પરિષદની સાથે સાથે થાવગ્ગાપુત્ર પણ પોતાને ઘેર આવ્યા અને માતાને નીચે પ્રમાણે કહેવા લાગ્યા : માતાજી! આજે ભગવાન નેમિનાથના ઉપદેશે મારા હૃદયમાં ખૂબ અસર કરી છે. મારું મન સંસારથી ઉદ્વેગ પામ્યું છે એટલે હું આ સંસારરૂપ સમુદ્રમાં સ્નાન કરી ભવભ્રમણરૂપ દુઃખ વિસ્તારવા ઇચ્છતો નથી, સંસારના ક્લેશોમાં હવે વધુ વખત રહેવા માગતો નથી. માટે કૃપા કરી મને સંસારરૂપ સમુદ્રને તારનારી એવી ભગવતી દીક્ષા લેવાની અનુમતિ આપો. આ સાંભળી માતાનું હૃદય એકાએક ભેદાયું. પોતાના એકના એક પુત્રને સંસારના સુખો ભોગવવા માટે તેણે વારંવાર આમંત્રણ કર્યું અને દીક્ષિતાવસ્થાના પરિષહોનું આર્દ્ર હૃદયે વર્ણન કર્યું. પરંતુ જેને સંસાર પ્રત્યે તિરસ્કાર ઊપજ્યો છે, જેનું હૃદય વૈરાગ્યરસથી ભરપૂર બન્યું છે એવા થાવચ્ચપુત્રના મનનો સંકલ્પ ફેરવવા માટે માતાના શબ્દો સમર્થ બની શક્યા નહીં. પરસ્પરની દલીલોમાં થાવસ્યાકુમારનો વિજય થયો, તેથી માતાએ આખરે સંમતિ આપી. થાવગ્યાકુમારને મળવા મહારાજા શ્રીકૃષ્ણ પધાર્યા. મહારાજાએ એક સુંદર બેઠક પર સ્થાન લીધા પછી, થાવસ્યાકુમાર પ્રત્યે કહ્યું – હે ભદ્ર! મેં આપની માતા દ્વારા જાણ્યું છે, કે આપ પવિત્ર એવી દીક્ષાને પંથે સંચરી રહ્યા છો. ખરેખર! દીક્ષા એક ઉત્કૃષ્ટ આત્મોદ્ધારનો માર્ગ છે, પરંતુ તમારી ઉંમર આજે દીક્ષાને યોગ્ય નથી. માટે હમણાં તો તમે વિષયજન્ય સુખો ભોગવો અને આપની માતાને સંતોષ આપો. વળી તમને તે દરમ્યાન કોઈપણ જાતનું કષ્ટ પડે તો મને કહેજો એટલે હું તમને હંમેશને માટે સુખી બનાવવાનો પ્રયત્ન કરીશ. મહારાજા શ્રીકૃષ્ણનું નિવદેન સાંભળી થાવસ્ત્રાપુત્રે કહ્યું : સ્વામિન્! આપે મારા પ્રત્યે જે લાગણી દર્શાવી તે માટે હું આપનો અત્યંત આભારી છું. ખરેખર, હું આજે ખૂબ દુઃખ અનુભવી રહ્યો છું અને તેથી જ હું સંયમના માર્ગે વળવા ઉઘુક્ત બન્યો છું. મહારાજા! મને આજે મુખ્ય બે પ્રકારનાં દુઃખો સંતપ્ત કરી રહ્યાં છે. એક તો એ કે, મને ભય છે કે થોડાક વખત બાદ વૃદ્ધાવસ્થારૂપ દુઃખ મારા ઉપર તૂટી પડશે અને મારી આ યુવાવસ્થાને છીનવી લેશે અને બીજું મૃત્યુરૂપી દુઃખ તો મને ક્ષણે ક્ષણે સંતાપી રહ્યું છે, તે ક્યારે અહીં આવી પહોંચશે અને મારા સઘળાં સુખોને છિન્ન ભિન્ન કરી દેશે તેની મને ખબર નથી. કૃપાળુ દેવ! આપ એ બન્ને કષ્ટથી ઉગારવા સમર્થ હો તો ખુશીથી હું આપની આજ્ઞા શિરોમાન્ય કરવા તૈયાર છું. કુમારનું આ કથન સાંભળી મહારાજા કૃષ્ણ વિચારમગ્ન બની ગયા. તેઓ બોલ્યાઃ દેવાનુપ્રિયે! તમે જે શત્રુઓની વાત કરી તેનાથી તમને ઉગારવા માટે ખરેખર હું શક્તિમાન નથી. આ પ્રકારના બે કષ્ટો, જે તમે વર્ણવ્યાં છે તે તો કર્મસમૂહનો નાશ કરવાથી જ દૂર થઈ શકે છે. એમ કહી શ્રીકૃષ્ણ થાવસ્યાકુમારને ભાગ્યશાળી માની તેની પ્રશંસા કરી. ત્યારબાદ ત્યાંથી રજા લઈને શ્રીકૃષ્ણ પોતાના મહેલે ૨૭૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આવ્યા અને સેવકો દ્વારા નગરમાં ઘોષણા કરાવી કે- “થાવાકુમાર દીક્ષા લેવા માટે તૈયાર થયા છે. માટે નગરજનો માંહેના કોઈને પણ પોતાના આત્મોદ્ધાર માટે દીક્ષા લેવી હોય તે તૈયાર થાય અને તેમના કુટુંબના ભરણપોષણની સર્વ વ્યવસ્થા મહારાજા શ્રીકૃષ્ણ કરશે. આ ઘોષણા સાંભળીને થાવસ્ત્રાપુત્ર સાથે દીક્ષા લેવા માટે એક હજાર પુરુષો તૈયાર થયા. શ્રીકૃષ્ણ મહારાજાએ તે સર્વની દીક્ષાનો મહોત્સવ ખૂબ ઘામધૂમપૂર્વક કર્યો અને ઉત્સાહપૂર્વક તે સર્વને ભગવાન નેમિનાથ પાસે લાવ્યા. ભગવાનની સેવામાં હાજર થઈને સર્વે દીક્ષાભિલાષીઓ સાથે થાવગ્યાકુમારે પોતાના બહુમૂલ્ય વસ્ત્રાલંકારો ઉતાર્યા અને સાધુનો પુનિત વેશ ધારણ કરીને દીક્ષા આપવાની પ્રભુને વિનંતી કરી. ભગવાને નિર્ઝન્થ દીક્ષાથી દીક્ષિત કર્યા અને સંયમના નિયમો સમજાવી તેનું સુંદર રીતિએ અને દઢતાપૂર્વક પાલન કરવાનું થાવસ્યાકુમારને ભગવાને ઉદ્ઘોઘન કર્યું. (પૃ.૬૭) એમ થાવસ્યાકુમારની જેમ તુચ્છ સંભોગનો ત્યાગ કરી આત્માનું કલ્યાણ કરું. ૩૭૮. ખેદમાં ભોગ ભોગવવો નહીં. ખેદમાં સ્મરણ, ભક્તિ અથવા વાંચન વિચાર કરું, તેથી મન શાંત થાય અને ભોગો પ્રત્યે વૈરાગ્ય આવે. આવા ભોગો તો અનંતકાળથી જીવ ભોગવતો આવ્યો છે, છતાં તૃપ્તિ થઈ નહીં, એમ વિચારીને ભોગો પ્રત્યે રહેલી આસક્તિનો ત્યાગ કરે; પણ તેને એવું નહીં. ૩૭૯. સાયંકાળે ભોગ ભોગવવો નહીં. સાયંકાળ એ દેવવંદન, પ્રતિક્રમણ, ભક્તિ કરવાનો સમય છે. આખા દિવસમાં મેં શું શું પાપ કર્યા તેની તે વખતે સ્મૃતિ કરી પશ્ચાત્તાપ કરું કે આવા પાપોના કામો મેં ન કર્યા હોત તો કેવું સારું ! એમ વિચારી પાપથી પાછા હટવાનો તે સમય છે. ૩૮૦. સાયંકાળે જમવું નહીં. સાયંકાળે એટલે સંધ્યા સમયે સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ અજવાળા જેવું લાગે પણ રાત્રિની શરૂઆત થઈ ગઈ હોવાથી તે સમયે જમવા બેસે તો રાત્રિભોજનનો દોષ લાગે. માટે સાયંકાળે જમવું નહીં. હંસ અને કેશવનું દૃષ્ટાંત – એ બે ભાઈઓ હતા. તેઓને એક મુનિ મળ્યા. તેમની પાસે બન્ને ભાઈઓએ રાત્રિભોજન ત્યાગવ્રત લીધું. પણ તેઓને ઘેર રોજ બઘા રાત્રે જ જમે. તેથી વહેલું ખાવા બનાવે નહીં. એમ બે દિવસ ખાધા વગર નીકળ્યા પછી બન્ને ભાઈઓએ કહ્યું કે આજે હેલું ખાવા કરજો. પરંતુ ઘરવાળાઓએ રોજ કરતાં વધારે મોડું ખાવા કર્યું. એથી બન્ને ભાઈઓને ખાવા ન મળ્યું. એમ કરતાં કરતાં પાંચ ઉપવાસ થઈ ગયા. તેમાંથી એક ભાઈ થાકી ગયો. અને માતાપિતાના આગ્રહથી રાત્રે ખાધું. ત્યારે ઘરના માણસો કહેવા લાગ્યા કે આ છોકરો સમજણો છે અને બીજો નથી છોડતો તેથી હઠીલો છે. છતાં તેણે વ્રત ભાંગ્યું નહીં. તેથી રોજ કામ કરાવવા બહાર મોકલે અને સાંજે ઘેર આવે ત્યારે રાત પડી જાય. એમ કરતાં કરતાં દસ ઉપવાસ થયા. તો પણ વ્રત ન ભાંગ્યું. તેથી ઘરવાળાઓએ કહ્યું કે જા અમારા ઘરમાંથી જતો રહે. તે છોકરો ઘરથી રવાના થયો. રસ્તામાં એક યક્ષ તેની પરીક્ષા લેવા આવ્યો. રાત્રિનો સમય હતો. યક્ષે દેવમાયાથી નાના પ્રકારના ભોજનો બનાવ્યાં. પછી તે છોકરાને કહ્યું કે આ કેવાં સરસ ભોજન પડ્યાં છે. આ બધા તમારે માટે બનાવ્યા છે. માટે ખાઈ લ્યો. ભૂખ્યા શા માટે રહો છો? પણ તે ૨૭૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ છોકરાએ કહ્યું મારે રાત્રે ખાવું નથી. એમ કહી તે સૂઈ ગયો. થોડીવારે યક્ષે માયાથી સૂર્યોદય કર્યો અને છોકરાને જગાડ્યો અને કહ્યું કે દિવસ ઊગી ગયો છે. પરંતુ છોકરાએ જાણ્યું કે આટલો વહેલો સૂરજ ઊગે નહીં. હજી મારી આંખોમાં ઉંઘ છે. આ તો કોઈ દેવ માયા જણાય છે એમ યક્ષે ત્રણ વખત દેખાડ્યું પણ તે ચળ્યો નહીં. પછી સવાર થતાં યક્ષે પારણું કરાવ્યું. અને બાજુના શહે૨નું તેને રાજ્ય અપાવ્યું. ઘરે રહેલા નાનાભાઈને સાયંકાળે એટલે સૂર્યાસ્ત પછી ભોજન ક૨ેલ છતાં ભોજનમાં કંઈ ખાવામાં આવ્યું કે તેથી તેનું શરીર ચારણી જેવું થઈ ગયું. બેભાન જેવો તે પડી રહે છે. માબાપ દુઃખી થઈ ગયા. પૈસો પણ દવામાં પૂરો થયો. એનો પિતા ફરતો ફરતો તે જ શહેરમાં આવ્યો જ્યાં પોતાનો પુત્ર રાજા થયેલ છે. તેણે પિતાની આવી હાલત જોઈ પોતાની પાસે બોલાવ્યા. અને બધી હકીકત જાણી. પછી યક્ષની સહાયથી પોતાના ભાઈ પાસે જઈ પાણી છાંટતા તે ઊંઘમાંથી ઊઠતો હોય તેમ બેઠો થયો. પછી ઘરના બધાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ અને રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ૩૮૧, અરુણોદયે ભોગ ભોગવવો નહીં. સવારમાં ઊઠીને પ્રભુનું સ્મરણ કરવું, ભક્તિ કરવી તથા સ્વાધ્યાય કરવો. તેમજ ચિત્ત શાંત થઈ ગયેલું હોવાથી ઉત્તમ વિચારો કરી જીવનને ઘડવું. પણ ભોગ ભોગવવો નહીં. = ‘ધર્મામૃત'માંથી “જેમ પ્રભાતે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને આજે શું કરવા યોગ્ય છે? ઇત્યાદિ વિચારણારૂપ સમાધિને કરે છે, કારણ કે સારી નિદ્રાથી પ્રસન્ન થયેલ ચિત્તમાં યથાર્થ સદ્વિચારો પ્રતિબિંબિત થાય છે. (પૃ.૧૦૬) *મોક્ષમાળા વિવેચન'માંથી :– “સામાન્ય એટલે બધાને કરવા યોગ્ય. પ્રભાત પહેલાં એટલે અજવાળું થાય તે પહેલાં બ્રાહ્મ મુહુર્તમાં – લગભગ પાંચ વાગે ઊઠીને મંત્રસ્મરણ કરે, તેથી સ્વપ્ન વગેરેથી વિક્ષેપ થયો હોય તે મટી જાય. પાપવ્યાપાર-જેથી પાપ થાય એવી પ્રવૃત્તિ ચૂલો સળગાવવો વગેરે કરવાની ઉતાવળ ન કરતાં પ્રથમ રાત્રિસંબંધી પ્રતિક્રમણ કરવું. પાપ થાય એવાં કામ કરવાના ભાવ દૂર કરવા અને થયેલા દોષોનું પ્રતિક્રમણ કરવું.'' (પૃ.૧૩૪) ૩૮૨. ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. રાત્રે ઊંઘ ઊડી ગઈ હોય તે વખતે ભોગ સંભારવો નહીં, પણ આપણી જિંદગીનો વિચાર કરવો કે આટલી ઉંમર થઈ છતાં ભોગની ઇચ્છા કેમ નિવૃત્ત થતી નથી. શું કરું તો એ નિવૃત્ત થાય? આખી જિંદગી સુધી ભોગ વિલાસમાં જ પડ્યો રહીશ તો છેવટે દુર્ગતિમાં જવું પડશે. આનંદ શ્રાવકનું દૃષ્ટાંત અડધી રાત્રે આનંદ શ્રાવકને આવેલો ઉત્તમ વિચાર આનંદ શ્રાવકને ભગવાન મહાવીર મળ્યા પછી વીસ વર્ષે અર્ધી રાત્રે એકવાર ઊંઘ ઊડી ગઈ, ત્યારે વિચાર કરવા લાગ્યા કે ભગવાન મળ્યાને વીસ વર્ષ થઈ ગયા છતાં મેં કંઈ કર્યું નહીં. હવે તો આત્મતિમાં જ તત્પર થવું. રોજની તો આરાધના કરતા જ હતા પણ હવે વિશેષ આરાધના કરવાની ઇચ્છા જાગવાથી વિચાર કર્યો કે સવારના ઊઠીને સમાજને બોલાવી કહેવું કે હું હવે સર્વ પ્રકારના વ્યવહારનો ત્યાગ કરી મારા આત્મતિમાં પ્રવર્તવાની ઇચ્છા રાખું છું; તેથી હવે કંઈપણ કામ હોય તો તમારે મારા પુત્રને પૂછવું. સવારમાં સમાજને ભેગો કરી આ પ્રમાણે વાત સમજાવી બધાને જમાડીને મોકલ્યા. પછી આનંદ શ્રાવક ઘરથી નિવૃત્ત થઈ ઉપાશ્રયમાં જઈને બેઠા. ત્યાં એવી ઉત્કૃષ્ટ આરાધના કરી કે જેથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે - ૨૭૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપરના પહેલા દેવલોક સૌથર્મકલ્પ સુઘી અને નીચેની પહેલી નરક સુઘીનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તથા તીછલોકમાં લવણ સમુદ્રના ક્ષેત્ર સુથી જોઈ શક્યા. જ્યારે ઊંઘ ઊડી જાય ત્યારે સારી વિચારણા આવી શકે, કારણ બઘા સૂતા ' હોય તેમજ આપણું મગજ પણ બીજા વિકલ્પોથી શાંત થયેલું હોય તેથી ઉત્તમ વિચારોમાં મનને પરોવવું પણ ભોગોમાં મનને જવા દેવું નહીં. ૩૮૩. ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. - ઊંઘમાંથી ઊઠી રાત્રે ભોજન કરવું નહીં. કોઈને એવી ટેવ હોય કે અર્ધી રાત્રે પણ ઊઠીને ખાય. તેથી રાત્રિભોજનના ઘણા દોષ લાગે. માટે તેમ કરવું નહીં. “યોગશાસ્ત્ર'માંથી - “જે ભોજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે તેવા રાત્રિભોજનને ખાનારા મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય? અર્થાત્ રાક્ષસોથી તેમાં વિશેષતા કાંઈ નથી. દિવસે અને રાત્રે જે માણસ ખાતો જ રહે છે તે શિંગડા અને પૂંછડા વિનાનો પ્રગટ રીતે પશુ જ છે. જે રાત્રિભોજનના દોષનો જાણ માણસ દિવસની શરૂઆતની અને દિવસના અંતની બે ઘડી મૂકીને ભોજન કરે છે તે પુણ્યનું ભાજન થાય છે. દિવસે ભોજન કરે છે, પણ રાત્રિભોજન ત્યાગનો નિયમ ન કરેલો હોવાથી (પચ્ચખાણના) કારણ સિવાય ફળ મળતું નથી. લોકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા સિવાય મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી. જે મનુષ્યો દિવસને મૂકીને રાત્રિમાંજ ભોજન કરે છે તે જડ મનુષ્યો માણેકનો ત્યાગ કરી કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન છે, છતાં જે કલ્યાણની ઇચ્છાએ રાત્રે ભોજન કરે છે, તે મીઠા પાણીના ક્યારા ભરેલા છે છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવે છે તેના જેવું કરે છે. રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીઘ, સાબર, ભૂંડ, સર્પ, અને વીંછી પ્રમુખપણે ઉત્પન્ન થાય છે. જે માણસ નિરંતર રાત્રિભોજનથી વિરતિ કરે છે તેને ઘન્ય છે. માણસનું અર્થે આયુષ્ય અવશ્ય ઉપવાસમાં વ્યતીત થાય છે. કેમકે આઠ પ્રહરના અહોરાત્રમાં ચાર પ્રહરનો તેને ઉપવાસ થયો, તેથી જ્યારથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો ત્યારથી અર્થે આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયું એમ કહી શકાય. રાત્રિ ભોજન ત્યાગ કરવામાં જે ગુણો રહેલા છે તે સર્વ કહેવાને સર્વજ્ઞ સિવાય બીજો કોઈ સમર્થ નથી.” (પૃ.૧૫૪) ૩૮૪. શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. સવારમાં ઊઠીને પહેલા મળમૂત્રનો ત્યાગ કરવાથી ચિત્તની સ્થિરતા સારી રહી શકે. ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણમાં પણ ઉલ્લાસ અને એકાગ્રતા આવી શકે. નહીં તો વચમાંથી ઊઠવું પડે. માટે સર્વ પ્રથમ શૌચક્રિયા કરી લેવી. “પુષ્પમાળા વિવેચન'માંથી - શૌચક્રિયા – આ દેહની આવશ્યક ક્રિયા છે તેથી એ પતાવી દીથી તો એના સંબંધી વિચાર ન આવે. શરીરનું કામ પરવારી પછી - ભગવદ્ ભક્તિમાં લીન થઈ ક્ષમા યાચ - રાત્રિ સંબંધી જે કંઈ દોષો થયા હોય તેનો વિચાર કરી, ૨૭૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભગવાન પાસે ક્ષમા યાચ. કોઈ પ્રત્યે પોતે દોષો કર્યા હોય કે કોઈએ પોતાના પ્રતિ દોષ કર્યા હોય કે મન દુભાવ્યું હોય તેની મૈત્રીભાવ થવા માટે ક્ષમા યાચવી અને ક્ષમા આપવી. કારણ કે પોતાના શુદ્ધ ભાવથી જ છૂટવાનું છે. ક્ષમાપના એ ચારિત્રનો અંશ છે. અર્થાત્ રાગદ્વેષ ઘટાડવાનો ઉપાય છે. (પુષ્પમાળા વાક્ય ૪૭) ૩૮૫. ક્રિયાની કોઈ જરૂર નથી. (પરમહંસ). પરમહંસ એટલે સદા પોતાના સ્વરૂપમાં જ રમણતા કરે છે એવા મહાત્માઓને કોઈ બાહ્યક્રિયા કરવાની જરૂર નથી. પ્રતિક્રમણની ક્રિયા છે તે પાપથી પાછા હઠવા માટે છે. સામાયિક કરે છે તે સમભાવ લાવવા માટે છે. તપ છે તે ઇચ્છાને રોકવા માટે કરવામાં આવે છે. એવી ક્રિયાઓ કરીને જે મહાત્માઓએ સહજ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે. તેને કોઈ બાહ્યક્રિયા કરવાની જરૂર નથી. ઉદયાથીન વર્તન છે એવા મહાત્મા પુરુષો બાહ્ય ક્રિયામાં લક્ષ આપે તો ઊલટા પોતાના સ્વરૂપથી બહાર આવવાનું થાય; તે ઉપરથી નીચે આવવા જેવું છે કારણ કે ક્રિયામાં વિકલ્પ છે અને આત્મસ્વરૂપમાં વિકલ્પ નથી. એવા મહાત્માઓને લોકો ઓળખી શકતા નથી. શ્રી યશોવિજયજીનું દ્રષ્ટાંત – જેમ શ્રી યશોવિજયજી મહારાજ ડભોઈ ગામમાં હતા ત્યારે સ્વરૂપ તન્મયતાના કારણે બાહ્ય ક્રિયા કરતા નહીં, તે જોઈ લોકો એમ સમજવા લાગ્યા કે આ તો ગાંડા થઈ ગયા છે. એમ માનીને ઓરડામાં પૂરી દીધા. ત્યાં અંદર જ તેમનો સમાધિપૂર્વક દેહત્યાગ થયો. પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – ૫.પૂ.પ્રભુશ્રીજીએ સભામાં એકવાર કહ્યું કે – જ્ઞાની ભક્તિ કરે? પછી પોતે જ ઉત્તર આપ્યો કે અશુભથી બચવા જ્ઞાની પણ ભક્તિ કરે, સ્વાધ્યાય કરે કે ઉપદેશ આપે અથવા શાસ્ત્રોની રચના વગેરે પણ કરે. એ બઘા શુભભાવ છે તે એક રૂપિયાના દંડ સમાન છે. પણ પોતાના સ્વરૂપમાં રમણતા કરવી તે અપરાઘ નથી, તેથી ત્યાં કોઈ જાતનો દંડ ભરવો પડતો નથી; માટે પરમહંસને બાહ્યક્રિયાની કોઈ જરૂર નથી. પરમકૃપાળુદેવ પોતાની તેવી દશા એક પત્રમાં જણાવે છે. તે નીચે પ્રમાણે : શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે એ કંઈ દુઃખના કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જ સમે છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે.” (વ.પૃ.૨૨૪) “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન ૨૭૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્ર-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્ય નથી. (વ.પૃ.૨૯૦) “અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવસંતાપ” (નિત્યક્રમ) ૩૮૬. ધ્યાન વિના એકાંતે રહું નહીં. (મુગૃબ્રઉ૫૦) નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાની પુરુષો કરે છે. જ્યારે મુમુક્ષુઓ માટે વિચારરૂપ ધ્યાન કરવા કહ્યું. વિષયકષાય વડે ચિત્ત ભ્રમિત હોય ત્યારે એકાંતમાં રહું નહીં, પણ સત્સંગ કરું. વિષય કષાય મંદ હોય અને સ્વરૂપ ચિંતવન કરવું હોય કે પુરુષના વચનનું વિચારરૂપ ધ્યાન કરવું હોય તો એકાંત સ્થળમાં રહું કે જેથી વિક્ષેપ ઓછો રહે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોઘની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોઘસ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે.” (વ.પૃ.૩૫૭) “બોઘામૃત ભાગ-૧'માંથી - “શાસ્ત્રોમાં ધ્યાનના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. તેમાં શાસ્ત્રઆમ્નાય પ્રમાણે વર્ણન હોય, પરંતુ મુખ્ય ધ્યાન તો સપુરુષનાં વચનોમાં ચિત્ત રહે, મંત્રમાં ધ્યાન રહે કે પુસ્તકનું વાંચન કરીએ તેમાં એકાગ્રતા રહે, તે બધું ઘર્મધ્યાન જ છે. અમુક પ્રકારે અમુક આસનથી જ થાય તો ઠીક એવું કંઈ નથી. કષાય ઉપર સંસારનો બધો આધાર છે. અંતરાત્મા કષાય નિવારવાનું જ કાર્ય કર્યા કરે છે. હરતાં ફરતાં એમાં મન રહે તો તે ધ્યાન જ છે. અભ્યાસની ખાસ જરૂર છે. પરમકૃપાળુદેવને ઘણા ભવનો અભ્યાસ હતો એટલે સહેજે ધ્યાનમાં જ રહેતા હતા.” (પૃ.૩૧) સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. ધ્યાન કરવા બેસે તો મને ક્યાંય તરંગમાં ચઢી જાય. ધ્યાન કરવાની ઇચ્છા હોય તો પ્રથમ ધ્યાન સમજવું જોઈએ. આત્મસ્વરૂપ ઓળખી અને બધા આત્માને સમાન દ્રષ્ટિથી જોઈ પછી ધ્યાન કરશો તો જે ધ્યાનની ઇચ્છા છે, તે પૂરી થશે. કોઈના દોષ જોવા નથી. સમજણપૂર્વક ધ્યાન થાય તો શુક્લધ્યાન થાય એવું છે.” (બો.૧ પૃ.૨૪૭) પરમાત્મામાં ચિત્તને રોકવું એ મહાન ધ્યાન છે. જે ધ્યાન છૂટે નહીં તે શુક્લધ્યાન કહેવાય છે, એટલે મોક્ષ આપે એવું ધ્યાન. જ્યાં એકાગ્રતા હોય ત્યાં ધ્યાન છે. કેવલી ભગવાનની વૃત્તિ અખંડપણે આત્મામાં જ રહે છે. ઉપદેશ આપે તો પણ વૃત્તિ આત્મામાં જ રહે છે.” (બો.૧ પૃ.૧૭૩) “મુમુક્ષુ – ધ્યાનમાં શું કરવું? પૂજ્યશ્રી – “ઔષઘ વિચાર ધ્યાન” એમ કહ્યું છે. પ્રથમ આત્મા છે. આત્મા મને દેહથી ભિન્ન ૨૭૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ Tી લાગે છે કે કેમ? એમ વિચારવું, તે ધ્યાન છે. આત્મસિદ્ધિમાં છ પદ છે તેનો વિચાર કરવો. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એ છ પદને વિચારી છઠ્ઠા પદમાં પ્રવર્તવાનું છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકલ્પ ધ્યાન થાય છે. નહીં તો ધ્યાન ન થાય, કલ્પના થાય. જેટલો આપણાથી બને તેટલો પુરુષાર્થ કરવો.” (બો.૧ પૃ.૨૮૬) વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજૈ, અનુભૌ યાકો નામ.” - બનારસીદાસ બોઘામૃત ભાગ-૩'માંથી – “હાથપગ જોડી બેસી રહેવું તે ધ્યાન નથી. ચિત્તની વૃત્તિ સારા વાચનમાં, મુખપાઠ કરવામાં, મુખપાઠ કરેલું બોલી જવામાં કે વિચાર કરવામાં રોકવી તે ધર્મધ્યાન છે. આ પ્રકારે સ્વાધ્યાય-ધ્યાન એ મહાન તપ છે. આત્મા સંબંધી જ્ઞાનીપુરુષે છપદના પત્રમાં; આત્મસિદ્ધિમાં કહેલ છે તેનો વિચાર કરી “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજાં કહીએ કેટલું? કર વિચાર તો પામ” એવી કડીઓમાં મનને રોકવું, મંત્રમાં ચિત્તને રોકવું તે પણ ધ્યાન છે. પરમકૃપાળુદેવનાં ચિત્રપટ આગળ બેસી તેમના ઉત્તમ ગુણો, પરોપકાર, આત્મલીનતા, અસંગતા, પરમાર્થચિંતન વગેરે “જીવનકળામાંથી જે વાંચ્યું હોય તેના વિચાર વડે પરમકૃપાળુદેવમાં લીનતા કરવી તે પણ ધ્યાન છે.” (બો.૩ પૃ.૬૪૯) ૩૮૭. લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. લઘુશંકા એટલે મૂત્ર વિસર્જન કરવાની ઇચ્છા થઈ હોય તેને રોકવી નહીં. રોકવાથી શરીરને નુકસાન થાય, તેમજ ચિત્તની સ્થિરતામાં પણ બાળક થાય. એવી હાજતોને બહુ રોકવામાં આવે તો મરણ પણ થઈ જાય. પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતા હોય તો પણ ઊઠીને શંકા નિવારણ કરવા મહાપુરુષોએ છૂટ આપી છે. એક મુનિનું દ્રષ્ટાંત - એક મુનિને અર્ધી રાત્રે માતરું જવાની ઇચ્છા થઈ, પણ બહુ અંધારું હતું. જગ્યા શોધીને રાખેલી નહીં. રહેવાય નહીં પણ કરે શું? તે વખતે દેવે સૂર્યનો પ્રકાશ કર્યો તેથી લઘુશંકા દૂર કરીને આવ્યા. પછી પાછી રાત થઈ ગઈ. તે જોઈ મુનિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે દિવસે જગ્યા શોધીને ન રાખી તેનું આ પરિણામ છે. માટે લઘુશંકા નિવારણમાં વિલંબ કરું નહીં. ૩૮૮. દીર્ઘશંકામાં વખત લગાડું નહીં. દીર્ઘશંકા એટલે મળત્યાગ અર્થાત સંડાસ જવામાં વધુ વખત લગાડું નહીં. મોટે ભાગે પેટમાં અજીર્ણ હોય તો મળત્યાગ થતાં વાર લાગે. માટે સરળતાથી પચે એવું સાદું ભોજન કર્યું. જેથી શીધ્ર મળત્યાગ થાય અને શરીર સ્વસ્થ રહે. માટે દીર્ઘશંકામાં વધુ વખત જાય નહીં એવો ઉપાય કરું. ૩૮૯. ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું. (ગૃ૦) શરદીની કે ગરમીની કે ચોમાસાની ઋતુમાં પોતાના શરીરને કયો આહાર અનુકૂળ આવે છે, તે વિચારી આહાર ગ્રહણ કરું. જેથી શરીર બગડે નહીં અને શરીરમાં સ્ફર્તિ રહે. એમ આરોગ્યતા સાચવી વિશેષ ઘર્મધ્યાન કરું. શરીર સ્વસ્થ રહે એ પણ એક પ્રકારની સમાધિ છે. એમ કૃપાળુદેવે જણાવ્યું છે. “ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી :- “ગૃહસ્થ ભોજન કરતી વખતે મંત્ર સ્મરણ કરી તથા પચખાણ સંભારીને ભોજન કરવું. ભોજન કરવાના સમયનું ઉલ્લંઘન કરવું નહીં. તેમાં પણ ચાલતી ઋતુને યોગ્ય આહાર લેવો. કહ્યું છે કે – “વર્ષાઋતુમાં લવણ અમૃત છે, શરદઋતુમાં આમળાનો ૨૮૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રસ અમૃત છે, વસંતઋતુમાં ઘી અમૃત છે અને ગ્રીષ્મઋતુમાં ગોળ અમૃત છે.” “જમવા માટે જીવવું નથી, પણ જીવવા માટે જમવું છે. આ દેહથી આત્માર્થ સાથવો છે, તેમાં સાથ આપે તે માટે દેહને ખોરાક આપવો છે. માટે સાદું ભોજન કરવું ? અને તે પણ પ્રમાણસર કરવું. સાદું ભોજન પણ અધિક પ્રમાણમાં કરવું નહીં. અધિક ભોજન કરવાથી અજીર્ણ, વમન, વિરેચન વગેરે રોગો થાય છે. કહ્યું છે કે – “હે જીવ! જમવાનું અને બોલવાનું પ્રમાણ તું જાણી લે; કારણ કે અતિ આહાર કરવાનું અને અતિ બોલવાનું પરિણામ દારુણ આવે છે.” વળી કહ્યું છે કે “હિતકારી, મિત અને પક્વ ભોજન કરનાર, ડાબે પડખે સૂનાર, હમેશાં ચાલવાની ટેવવાળો, દસ્ત પેશાબને નહીં રોકનાર અને સ્ત્રીને વિષે મનને વશ રાખનાર એવો પુરુષ સર્વ રોગોને જીતે છે.” (પૃ.૭૯), ૩૯૦. આત્માની જ માત્ર ઘર્મકરણી સાચવું. (મુ) સાચા મુનિ માત્ર પોતાના આત્માની જ ઘર્મકરણીને સાચવે છે. કારણ શરીરની મૂછનો તેમણે ત્યાગ કરેલ છે. પોતાનો આત્મા સ્વસ્વરૂપમાં કેમ સ્થિત રહે એ જ તેમનો સદૈવ પુરુષાર્થ છે. આત્મધ્યાનમાં વિશેષ ન ટકી શકાય ત્યારે સ્વાધ્યાય કે શાસ્ત્રલેખનમાં આત્મ ઉપયોગને રોકી ફરી ધ્યાનમાં સ્થિત થાય છે. એમ મુનિનો મુખ્ય ઘર્મ આત્મધ્યાન અને સ્વાધ્યાય છે. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪' માંથી : ક્ષેમર્ષિ મુનિનું દ્રષ્ટાંત - ચિતોડગઢની પાસેના ગામમાં એક નિર્ધન શ્રાવક રહેતો હતો. તે તેલ લઈને વેચવા ચાલ્યો. રસ્તામાં પગ અલન થવાથી તે પડી ગયો. અને તેલનું કુડલું ભાંગી ગયું. લોકોને દયા આવવાથી પાંચ રૂપીયા આપ્યા. તેથી ફરીથી તેલ લઈ વેચવા ચાલ્યો. આ વખતે પણ પડી જવાથી વાસણ ભાંગી ગયું. તેથી યશોભદ્ર ગુરુ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવવાથી દીક્ષા લીધી. ગુરુ પાસે બઘી શિક્ષા પામી ગીતાર્થ થયા. ગુરુને કહ્યું કે “હે પ્રભુ! મેં વૈરાગ્યથી દીક્ષા લીધી છે માટે મન, વચન, કાયાની શુદ્ધિથી તેની પ્રતિપાલના કરવા ઇચ્છું છું. આપની આજ્ઞા હોય તો જે સ્થાને ઘણા ઉપદ્રવ થવાનો સંભવ હોય તેવા સ્થાને જઈને હું કાયોત્સર્ગે રહું.” ગુરુએ લાભ જોઈને માલવા દેશમાં જવાનું કહ્યું. ગુરુ તથા સંઘને ખમાવી માલવાદેશમાં ગયા. થામણોદ ગામની પાસે સરોવરની પાળ ઉપર કાયોત્સર્ગ કરીને ઊભા રહ્યા ત્યાંના બ્રાહ્મણ પુત્રો આવીને બોલ્યા કે આ ઉપદ્રવ આવ્યો એમ વિચારી લાકડી કે મુષ્ટિથી મુનિને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાંના અધિષ્ટાક દેવતાએ બ્રાહ્મણ પુત્રોને બાંધી દીધા. પછી તેમના માતાપિતા ત્યાં આવી મુનિને કહેવા લાગ્યા કે હે ભગવન્! બાળકોને મુક્ત કરો. મુનિ તો ધ્યાનમાં લીન છે. દેવ એક બાળકના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યો કે મુનિએ કંઈ કર્યું નથી. તેથી આ મુનિનું ચરણોદક લઈ આ બાળકોને છાંટશો તો તે બંધનથી મુક્ત થઈ જશે. તેમ કરવાથી બાળકો મુક્ત થયા. ક્ષેમર્ષિમુનિ નિરંતર ઘર્મકરણીમાં જ રહેતા. એવા અભિગ્રહ લેતા કે કોઈ મિથ્યાત્વી રાજા, રાજ્યથી ભ્રષ્ટ થયેલો, મધ્યાહ્ન સમયે કંદોઈની દુકાને, પલાંઠી વાળીને બેઠેલો, પોતાના કાળા કેશને વિખેરતો, તીક્ષ્ણ ભાલાના અગ્ર ભાગવડે એકવીસ માંડા લઈને મને આપશે ત્યારે જ પારણું કરીશ. ત્રણ માસ અને આઠ દિવસે એ અભિગ્રહ પણ પૂરો થયો. બીજો અભિગ્રહ આલાન સ્થંભને ઉખેડીને દોડેલો હાથી મુનિને જોઈ પ્રસન્ન થાય અને પોતાના સૂંઢ વડે પાંચ લાડવા આપે તો પારણું કરવું. પાંચ માસ અને અઢાર દિવસે એ અભિગ્રહ પણ પૂરો થયો. હાથીએ પાંચ લાડવા વહોરાવ્યા. ૨૮૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ત્રીજો અભિગ્રહ કાળી ખાંધવાળો, નાક પૂછ વિનાનો (નાક તૂટેલો અને બાંડો) બળદ શીંગડા વડે ગોળ આપે તો પારણું કરવું. નહીં તો નહીં. તે અભિગ્રહ પણ પૂરો થયો. ? એવા અભિગ્રહ શા માટે લેતા હશે. પોતાને માત્ર આત્માની જ ઘર્મકરણીમાં રહેવું છે. આહાર મળે તોય ભલે ન મળે તોય ભલે. (પૃ.૩૦૪). ૩૯૧. અયોગ્ય માર, બંઘન કરું નહીં. અયોગ્ય રીતે કોઈને મારું નહીં કે બાઘુ નહીં. શિષ્ય હોય કે પુત્ર હોય તેને સમજાવવા છતાં ન માને તો સુઘારવા માટે કદાચ થપ્પડ વગેરે આપે અથવા તેના હાથપગ બાંધે છતાં માતાપિતાના કે શિક્ષકના અંતરમાં દયાભાવ છે કે જો એને આમ શિક્ષા કરવામાં ન આવે તો એનું ભવિષ્ય બગડશે એમ વિચારીને જે કરવામાં આવે તે યોગ્ય છે. પણ કોઈને એવી ટેવ પડી ગઈ હોય અને વગર કારણે માર મારે તે અયોગ્ય છે. ભૂલ થઈ ગઈ હોય ત્યારે શિક્ષા કરવામાં આવે તો તે ભૂલાય નહીં, અને ફરીવાર તેવી ભૂલ કરે નહીં એ આશયથી શિક્ષા કરવામાં આવે તો તે યોગ્ય શિક્ષા છે પણ અયોગ્ય રીતે કોઈને દુઃખ આપું નહીં. શ્રી પુષ્પમાળા વિવેચનમાંથી - “જે જીવ, પ્રાણીને વઘ બંઘન કરવામાં તેમજ મારવામાં નિરંતર તત્પર હોય છે, અને જીવોને અતિ દુઃખ આપનાર હોય છે તે મૃગાવતીના પુત્રની જેમ સઘળા દુઃખના સ્થાનરૂપ થાય છે.” વઘ એટલે તાડનાદિ કરવા વડે પીડા ઉપજાવવી અને બંઘ એટલે દોરડા વગેરેથી સખત બંઘન કરવું તે. રાષ્ટ્રકૂટનું દ્રષ્ટાંત – શતદ્વાર નગરમાં ઘનપતિ નામના રાજાનો રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતો. તે પાંચસો ગામના અધિપતિ હતો. તે સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિવાળો હતો. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો અને કાન, નેત્ર વગેરે છેદીને લોકોને ખૂબ હેરાન કરતો. તેથી તે જ ભવમાં તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર દ્વેષ, નેત્રપીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જલોદર અને કોઢ. એ દુઃખ ભોગવી તે પહેલી નરકે ગયો. ત્યાંથી આવી મૃગાવતીના પુત્રરૂપે અવતર્યો. એને મુખ નહીં હોવાથી એની માતા તેના શરીર ઉપર રાબ બનાવીને રેડે. તે શરીરના છીદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણાને પામી પાછી બહાર નીકળે. ઘણા ભવોમાં આમ રખડીને પછી એક શેઠને ઘેર પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યાં સાધુના સંગથી ઘર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી ચવી અનુક્રમે સિદ્ધિપદને પામશે. માટે કોઈને અયોગ્ય માર કે બંઘન કરું નહીં. -ઉ.પ્રા.ભા.ભા.૧ (પૃ.૨૧) ૩૯૨. આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુગૃબ્ર) “સઘળું પરવશ તે દુખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” - આઠ દૃષ્ટિની સઝાય પરાથીન સપને હું સુખ નાહીં.” મુનિ હોય કે બ્રહ્મચારી હોય તે કોઈના આઘારે જીવવાનું રાખે તો જેના આધારે રહ્યા હોઈએ તે જેમ કહે તેમ કરવું પડે. એના હાથ નીચે રહેવું પડે, તે મરણ જેવું દુઃખ છે. જેમ શ્રી આનંદઘનજી મહારાજને શેઠે કહ્યું કે અમે છીએ તો તમે છો. અમે પહેરવાના કપડાં, ખાવાપીવા વગેરેનું સાધન આપીએ છીએ તો તમારું જીવન ચાલે છે. તેથી અમારા આવ્યા પહેલાં વ્યાખ્યાન ચાલુ કરી શકાય નહીં. તેના ૨૮૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ફળસ્વરૂપ શ્રી આનંદઘનજી મહારાજે લોકસંગનો ત્યાગ કર્યો. એમ પરાધીનપણે ઘર્મ આરાઘન થઈ શકે નહીં, માટે આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. બોઘામૃત ભાગ-૩'માંથી : સાધ્વી અવિચલશ્રીનું વૃષ્ટાંત – “પ્રારબ્ધ બે ડગલાં આગળનું આગળ હોય છે. નાની ખાખર રહો કે મોટી ખાખર, ક્યાંય માહાભ્ય રાખ્યા વિના, આત્મા એકલો જ છે, એકલો આવ્યો છે ને એકલો જવાનો છે, એ એત્વભાવના દ્રઢ કરી એકલવિહારીપણે વર્તવું પડે તો પણ નહીં ગભરાતાં, પરમકૃપાળુદેવ નિરંતર સમીપ જ છે એમ જાણી સમાધિભાવમાં વિક્ષેપ આણવો ઘટતો નથી. મૂળ પ્રમાદી સ્વભાવ તમારો, તેને તે પૈસાદાર કુટુંબ દ્વારા પોષણ મળે તે આત્માને અહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવે દેહ છૂટતાં પહેલાં તેવી સગવડથી દૂર કર્યા. તે તેની પરમકૃપા માની, ફરી પૈસાદાર કુટુંબોનો સહવાસ સ્વપ્ન પણ ન હો એવી ભાવના શ્રી ઋભુરાજાએ ભગવાન પાસે કરેલી માગણી પ્રમાણે કર્તવ્ય છેજી. જેમ જેમ કહેવાતા ભાગ્યશાળી (પરમાર્થે અનાથ) કુટુંબોનો પરિચય ઓછો રહેશે તેમ તેમ અનાથતા દૂર થઈ પરમકૃપાળુદેવને નાથ તરીકે સહેલાઈથી સ્વીકારી સુખી થવાશે, એમ અનુભવ કરેલી વાત દર્શાવું છુંજી. ભવિષ્યની એક પળનો પણ વિચાર કર્યા વિના વર્તમાનમાં જેમ નિર્મળ પરિણામ રહે તેમ એકલા વિચરી શકો તો વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સંયોગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. બીજા કોઈને માટે જીવવું નથી. એક પરમકૃપાળુદેવને શરણે નિઃસ્પૃહપણે જીવવું છે અને તેને જ શરણે નિર્ભયપણે દેહ પણ ત્યાગ કરવો છે. સદ્ગત શ્રી....નો બોજો લઈને ફરતાં હતાં તેથી હવે તો હલકાં થયાં છો. લોકલાજ દૂર કરી એક પરમકૃપાળુદેવને જ સહયોગી ગણી આટલો ભવ પૂરો કરવો છે; એમ કરવાથી વધારે સ્વતંત્ર અને સુખી થશો. જેને ગરજ હશે તે તમારો સહવાસ શોધશે. તમારે હવે કોઈની પાસેથી કંઈ લેવું નથી. મીરાંબાઈની પેઠે જૈન મીરાં બની જીવો, તેના ગુણગાનમાં મસ્ત બનો.” (પૃ.૬૯૧) ૩૯૩. બંઘનમાં પડ્યા પહેલાં વિચાર કરું. (સા) જે સાઘક છે તે ત્રિવિઘ તાપરૂપ બંઘનમાં પડ્યા પહેલાં વિચાર કરે છે કે સંસારમાં પડવાથી મારા આત્માને શું શું નુકશાન છે અને શું શું ફાયદા છે તે બરાબર વિચાર કર્યા પછી લાગે કે હું સંપૂર્ણ ત્યાગ કરીશ તો પણ મને વાંધો આવે એમ નથી, કેમકે મારા ભાવ સારા રહે છે. એમ પૂરેપૂરી પોતાના મનની ચકાસણી કરી બ્રહ્મચારી વગેરે રહેવા માટેની છૂટક છૂટક પ્રથમ પ્રતિજ્ઞા અંગીકાર કરે, અથવા સંપૂર્ણ ત્યાગની મારી શક્તિ નથી તો ઘર્મકાર્યમાં અંતરાયરૂપ ન થાય એવું યોગ્ય પાત્ર શોથી ગૃહસ્થાશ્રમ અંગીકાર કરી મર્યાદાપૂર્વક જીવન જીવી, સવાર સાંજ ભક્તિ-ભજન, સ્વાધ્યાયમાં કાળ ગાળી જીવનને પવિત્ર રાખે. એમ ગૃહસ્થાશ્રમરૂપ બંઘનમાં પડ્યા પહેલા પૂર્ણ વિચાર કરું. ૩૯૪. પૂર્વિત ભોગ સંભારું નહીં. (મુગૃ૦) પૂર્વે સંસાર અવસ્થામાં ભોગ ભોગવ્યા હોય તેની, મુનિપણું લીઘા પછી સ્મૃતિ કરું નહીં. નહીં તો વ્રત ભાંગવાનો અવસર આવે અથવા ગૃહસ્થ અવસ્થામાં પણ ઉંમર થયે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું હોય તો પૂર્વિત ભોગ સંભારું નહીં કે જેથી મન ઢીલું થઈ વ્રતમાં આંચ આવે. ૨૮૩ Page #328 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આર્દ્રકુમારના પૂર્વભવનું દૃષ્ટાંત – પૂર્વભોગની સ્મૃતિથી વ્રત ભાંગવાની ઇચ્છા. આર્દ્રકુમારના જીવે પૂર્વભવમાં દીક્ષા લીધી હતી. તેની પત્નીએ પણ દીક્ષા લીધેલી. છતાં પૂર્વ ભોગોની સ્મૃતિ થવાથી તેને આર્દ્રકુમારના જીવે કહ્યું કે આપણે પાછા ઘરે જતા રહીએ. તે સાંભળીને સાધ્વી થયેલ પત્નીએ અનશન ગ્રહણ કરી દેહનો ત્યાગ કર્યો અને સ્વર્ગે ગઈ. જ્યારે આર્દ્રકુમારનો જીવ ભોગોની સ્મૃતિ થવા વિષેનું પ્રાયશ્ચિત્ત લીધા વિના દેહ ત્યાગ કરી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવીને અનાર્યદેશમાં આર્દ્રકુમાર નામે રાજપુત્ર થયો. તેના પ્રતિબોધ અર્થે અભયકુમારે પંચધાતુની જિન પ્રતિમા મોકલી જાગૃતિ આપી. જેથી અનાર્યદેશમાંથી આર્ય દેશમાં આવીને દીક્ષા લઈ આર્દ્રકુમારે કલ્યાણ સાધ્યું. ન જંબુકુમારના પૂર્વભવનું દૃષ્ટાંત – પૂર્વિત ભોગોની સ્મૃતિથી ચિત્તમાં સ્થિરતાનો અભાવ. જંબુસ્વામીનો જીવ પૂર્વભવમાં ભવદેવ નામે હતો તથા ભવદત્ત તેનો ભાઈ હતો. ભવદત્તે સુસ્થિત આચાર્ય પાસે દીક્ષા લીધી. એક વખતે ભવદત્તમુનિ ભવદેવને ત્યાં વહોરવા આવ્યા. વળાવા આવતાં ભવદેવને તેઓ ઉપાશ્રયે લઈ આવ્યા. અને ગુરુને કહ્યું કે આને દીક્ષા આપો. ગુરુએ ભવદેવને પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે? ભવદેવે વિચાર્યું કે મારા મોટાભાઈનું વચન ખોટું ન પડે તેથી કહ્યું કે હા લેવી છે. દીક્ષા લીઘી પણ મનમાં તો પોતાની સ્ત્રી નાગિલાના વિચાર આવ્યા કરતા અને પૂર્વિત ભોગોની સ્મૃતિ રહ્યા કરતી. જ્યારે મોટાભાઈ ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા ત્યારે પોતે પોતાના ગામમાં આવ્યા અને એક બાઈને નાગિલાના સમાચાર આપવા જણાવ્યા. પણ તે પોતે જ નાગિલા હતી. તેણે કહ્યું કે હું પોતે જ નાગિલા છું. પણ તેણે મુનિનો અયોગ્ય આશય જાણી કહ્યું કે હે મહાત્મા મારા દેહમાં તમે શું લાવણ્ય જુઓ છો? ઇત્યાદિ ઘણો ઉપદેશ આપ્યો. તો પણ મુનિની આકિત મટી નહીં તેથી નાગિલાએ યુક્તિથી પોતાની સખીના પુત્ર । પાસે એક વાસણમાં દૂધ પીવડાવી વમન કરાવ્યું. પછી તે પુત્ર કહે છે કે હે માતા ! હું હમણાં બીજે જમવા જાઉં છું. પણ જ્યારે ભૂખ લાગશે ત્યારે હું આ વમન કરેલી ખીર ખાઈશ. તે સાંભળીને ભવદેવ મુનિ બોલ્યા – હે બાળક! વમન કરેલું તો શ્વાન ખાય. તે સાંભળીને નાગિલા બોલી – હે મહાત્મા ! તમે આવું જાણો છો છતાં વમન કરેલી એવી મને પાછી કેમ ચાહો છો? તમને લજ્જા કેમ આવતી નથી ? દુર્ગંધમય એવા મારા દેહમાં તમે સારું શું જાઓ છો? ઇત્યાદિ નાગિલાના યુક્તિયુક્ત વચનો સાંભળી પ્રતિબોધ પામેલા મુનિ ગુરુ પાસે જઈને ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી દૃઢતાથી પાળ્યું. તેથી પૂર્વિત ભોગોની સ્મૃતિ કરું નહીં. ૩૯૫. અયોગ્ય વિદ્યા સાધું નહીં. (મુગૃ‰૦૩૦) જે વિદ્યા વડે આત્માનું હિત નથી તે વિદ્યાને સાધ્ય કરું નહીં. આ કાળમાં સાધુઓ પણ એવી મેલી વિદ્યા સાધ્ય કરીને લોકોને ચમત્કાર બતાવે છે તથા તેમની સાંસારિક ઇચ્છાઓને પોષે છે. તેના માટે મંત્ર, તંત્ર, દોરાધાગા પણ કરી આપે. જેથી લોકો તેની પાછળ ફર્યા કરે. એવા કહેવાતા સાધુઓથી હમેશાં દૂર રહેવું. તેમનો કદી પણ સંગ કરવો નહીં. ૩૯૬. બોધું પણ નહીં. અયોગ્ય વિદ્યાને સાધુ નહીં તેમજ તેનો બીજાને બોધ પણ કરું નહીં કે જેથી તે એવી વિદ્યા પ્રાપ્ત કરી કર્મ બાંધે. ૨૮૪ Page #329 -------------------------------------------------------------------------- ________________ इलाची कुमार LMAN राम निहां मनिवर वहारना, नट दरया महात्मा धिकधिक विपर्यार जीवन, इम नट पाम्या बराग संवर भाव र कवी , या त कम खपाय Page #330 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ૩૯૭, વણ ખપની વસ્તુ લઉં નહીં. જે વસ્તુની આપણે જરૂર ન હોય તે વસ્તુ લઉં નહીં. કારણ નકામી વસ્તુઓ ભેગી કરવાથી પરિગ્રહ વધે અને તેને સાચવવો પડે. લોકો તા આપે પણ વિચાર કરી વણખપની વસ્તુ લઈ નહીં. પૂ. શ્રી બ્રહ્મચારીજી શ્રવણ બેલગોલ બાહુબલજીની યાત્રાએ જતાં મૈસુર ગયા હતા. ત્યાં એક મુમુક્ષુ પૂજ્યશ્રીને ગરમ કિંમતી શાલ આપવા લાગ્યા. પણ તેઓશ્રીએ ના પાડી કે અમારે જરૂર નથી. ઘણો આગ્રહ કર્યો તો પણ લીધી નહીં. નિઃસ્પૃહ્તાવાળા મહાત્માઓ એવા જ હોય છે. ઇલાચીકુમારનું દૃષ્ટાંત – નટડીના મોહમાં પડેલો એવો હું ક્યાં અને આ મહાત્મા ક્યાં? ઇલાચીકુમાર ઈમ્ય નામના શેઠનો પુત્ર હતો. પણ પોતાના પૂર્વભવની સ્ત્રી જે આ ભવમાં નટી થઈ છે, તેના ઉપર મોહ પામી ઘરબાર છોડી દીધું. પોતાના લગ્નના ખર્ચ માટે દાન મેળવવા રાજા આગળ તે દોરી ઉપર નૃત્ય કરવા લાગ્યો. રાજા પણ નટીના રૂપમાં મોહ પામ્યો, જેથી ‘નટ મરે તો આ નટી મને મળે' એમ ધારી વારંવાર તેની પાસે નૃત્ય કરાવવા લાગ્યો. ઇલાચીકુમાર રાજાની બદદાનત સમજી ગયો. નૃત્ય કરતાં વાંસ ઉપરથી તેની દૃષ્ટિ કોઈ શેઠના ઘરમાં પડી. ત્યાં સુંદર શેઠાણી મુનિશ્રીને ગોચરી વહોરાવતા આગ્રહ કરે છે. છતાં મુનિશ્રીને જે વસ્તુનો ખપ નથી તે લેતા નથી. તે જોઈ ઇલાચીકુમાર વિચારવા લાગ્યો કે મને ધિક્કાર છે કે હું આ નીચકુળની સ્ત્રીમાં મોહ પામ્યો. જ્યારે આ પરમ શાંત, ગંભીર, નિર્મળ મુનિશ્રી નટી કરતાં પણ સુંદર સ્ત્રીની સામું પણ જોતા નથી. અહીં! મોહમાં પડેલો એવો હું ક્યાં? અને આ નિઃસ્પૃહી મહાત્મા ક્યાં? આવા શુભ પરિણામની ધારાએ ચઢતાં સર્વ ચારિત્રભાવને સ્પર્શી વાંસ ઉપર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત થયાં. દેવતાઓએ આવી મુનિનો વેષ આપ્યો. સુવર્ણકમળની રચના કરી. કેવળી ઉપદેશ આપવા લાગ્યા. રાજાએ કેવળીને પૂછ્યું “આપને એ નટડી ઉપર કેમ રાગ થયો. કેવળી ભગવંતે પોતાનો પૂર્વભવ કહ્યો કે વસંતપુર નગરમાં રાજાનો મદન નામે એક પુરોહિત હતો. તેને મોહિની નામની સ્ત્રી હતી. તે બન્ને જણાએ સુગુરુ પાસે શ્રાવકના વ્રત લીધા હતા. બન્ને વચ્ચે અત્યંત પ્રીતિ હતી. મોહિનીએ જાતિમદ કર્યો અને આલોચના કર્યા વગર મૃત્યુ પામી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવીને નટડી થઈ. અને રાજાનો પુરોહિત મદન તે હું અહીં શેઠ પુત્ર ઇલાચીકુમાર થયો. પૂર્વભવની અત્યંત પ્રીતિના કારણે આ ભવમાં તેના ઉપર મને મોઠ થયો. આ સાંભળી રાજા, રાણી અને નટડી પણ વૈરાગ્ય પામ્યા અને તે જ વખતે કેવળજ્ઞાન પામ્યા. ૩૯૮. નાઠું નહીં. (મુ॰) નગ્નભાવ, મુંડમાવ સહ અસ્નાનતા” “શ્રીમદ્ રાજચંદ્ર મુનિને મળ પરિષહ સહન કરવાનું વિધાન છે. તેથી મુનિઓ સ્નાન વગેરે કરતા નથી. કારણ નાહવું એ શરીરની સુશ્રૂષા એટલે સેવા છે અને તેનો તો મુનિએ ત્યાગ કરેલો છે. મુનિના શરીર ઉપર જે મળ છે તે તેની શોભા છે. તે શરીર પ્રત્યેનું તેમનું નિસ્પૃહપણું સૂચવે છે. એવા મુનિના શરીર ઉપર શેઠની પુત્રી ધનશ્રીએ દુગંછા કરવાથી ક્યાં જન્મ લેવો પડ્યો. તે વિષે જણાવે છે – ૨૮૫ ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૧માંથી – મુનિના ગાત્ર મલિન જોઈ દુર્ગંછા કરું નહીં દુર્ગંધારાણીનું દૃષ્ટાંત – એકદા રાજગૃહીનો રાજા શ્રેણિક ઉદ્યાનમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને Page #331 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ / Tી વાંચવા માટે સેના સહિત જતો હતો. માર્ગમાં દુર્ગથ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંઘ કરીને ચાલતા સૈનિકોને જોઈ રાજાએ પોતાના કોઈ સેવકને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે સ્વામી! અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે, તેના શરીરમાંથી દુર્ગધ છૂટે છે.” તે સાંભળીને રાજા “એ તો પુદ્ગલનું પરિણમન છે” એમ કહી, તે બાલિકાને જોઈ સમવસરણમાં ગયો. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈને રાજાએ તે દુર્ગધી બાલિકાના પૂર્વભવ પૂક્યો. ભગવાન બોલ્યા કે “અહીં નજીક રહેલા શાલિ નામના ગામડામાં ઘનમિત્ર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેમને ઘનશ્રી નામની એક પુત્રી હતી. એકદા ગ્રીષ્મ ત્રસ્તુમાં શ્રેષ્ઠીએ તેના વિવાહનો પ્રારંભ કર્યો. તેવામાં કોઈ મુનિઓ ગોચરીને માટે તેને ઘેર આવ્યા. તેને વહોરાવવા માટે શ્રેષ્ઠીએ પુત્રીને આજ્ઞા કરી, એટલે તે મુનિને વહોરાવવા ગઈ, પરંતુ કદી પણ સ્નાન વિલેપનાદિક વડે શરીરની સુશ્રુષા નહીં કરનારા તે મહાત્માઓનાં વસ્ત્રોમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વિગેરેની દુર્ગધ આવવાથી તે ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. વિવાહનો ઉત્સવ હોવાથી સર્વ અંગે અલંકારોથી શણગારાયેલી, મનોહર, સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલી તથા યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલી તે ઘનશ્રીએ વિચાર કર્યો કે “અહો!નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ? એ પ્રમાણે તેણે જુગુપ્સા કરી. પછી કેટલેક કાળે તે જુગુપ્સારૂપ પાપકર્મની આલોચના કર્યા વિના મરણ પામી. તે અહીં રાજગૃહીમાંજ એક ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે પોતાના દુષ્કર્મને લીધે ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી; તેથી તે ગર્ભથી ઉદ્વેગ પામીને તે ગણિકાએ ગર્ભપાત માટે ઘણાં ઔષઘો કર્યા, પરંતુ તેનું આયુષ્ય દ્રઢ હોવાથી ગર્ભપાત થયો નહીં. છેવટે સમય પૂર્ણ થયે તે પુત્રીને ગણિકાએ પ્રસવી. જન્મથી જ દુર્ગઘમય હોવાને લીધે ગણિકાએ તેને વિષ્ટાની જેમ તજી દીઘી. તેને તમે માર્ગમાં દીઠી. આ પ્રમાણેની તેની પૂર્વ હકીકત સાંભળીને શ્રેણિક રાજાએ “હવે પછી તેની શી ગતિ થશે?” એમ પ્રભુને પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “હે રાજા!તે દુર્ગધાએ પૂર્વે કરેલી મુનિની જુગુપ્સારૂપ અશુભ કર્મનું ફળ સમગ્ર ભોગવી લીધું છે; હવે તે મુનિને આપેલા દાનના ભોગરૂપ ફળ ભોગવવાની છે, તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પર કરતાં પણ અધિક સુગન્ધીમય બની ગયું છે. હે રાજા! તે તારી પટરાણી થશે. તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો. (પૃ.૭૨) .૪ ૩. કહે છે કે હે.. ૩૯૯. દાતણ કરું નહીં. “અદંતથોવન આદિ પરમ પ્રસિદ્ધ જો” -શ્રીમદ્ રાજચંદ્ર મેઘકુમારનું દ્રષ્ટાંત – મુનિઓને શરીર મૂછનો ત્યાગ હોવાથી તે આત્માની જ સંભાળ લેનારા હોય છે. માટે દાતણ કરતા નથી. જેમ શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર, મુનિ થયા પછી ભગવાન મહાવીરે તેનો પૂર્વભવ હાથીનો હતો એમ જણાવ્યું. તે ભવમાં જંગલમાં દવ લાગવાથી બઘા પશુઓ ઝાડ વગરની કોઈ જગ્યામાં આવીને ભરાઈ ગયા. ત્યાં હાથીએ ખાજ ખણવા માટે પગ ઊંચો કર્યો કે ત્યાં એક સસલું આવીને બેસી ગયું. તેની દયા ખાઈને હાથીએ પગ ઊંચો જ ૨૮૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઊંચો જ રાખ્યો. તે દયાના પરિણામે તું આ ભવમાં શ્રેણિક રાજાનો પુત્ર થયો છે. તે જાણવાથી તેણે એવો નિયમ લીધો કે એક આંખ સિવાય બીજા દાંત આદિ કોઈપણ અંગની હું સંભાળ કરીશ નહીં. એવા પુરુષો શીધ્ર આત્મકલ્યાણને સાથે છે. ૪૦૦. સંસારસુખ ચાહું નહીં. ઇન્દ્ર કે ચક્રવર્તીની ગમે તેટલી રિદ્ધિ હોય, પણ તે જોઈને અથવા કોઈ પૈસાદાર જોઈને તેમના જેવું સંસાર સુખ ચાહું નહીં. કેમ કે એ બધું ક્ષણિક છે, નાશવંત છે, પરાધીન છે, બાઘા સંયુક્ત છે, બંઘનું કારણ છે અને એક સરખું ટકી રહેતું નથી; માટે તેની ચાહના કરું નહીં. આ સંસારમાં સુખ લેવા જતાં જીવ કેવા કેવા દુઃખ પામે છે તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે – શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સંસાર અનુપ્રેક્ષા હવે સંસાર અનુપ્રેક્ષાનું સ્વરૂપ વિચારીએ છીએ – આ સંસારમાં અનાદિકાળના મિથ્યાત્વના ઉદયથી અચેત થયેલ જીવ, જિનેન્દ્ર, સર્વજ્ઞ વીતરાગના પ્રરૂપણ કરેલ સત્યાર્થ ઘર્મને પ્રાપ્ત નહીં થઈ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. સંસારમાં કર્મરૂપ દ્રઢ બંઘનથી બંઘાઈ, પરાધીન થઈ, ત્રસસ્થાવરમાં નિરંતર ઘોર દુ:ખ ભોગવતો વારંવાર જન્મ મરણ કરે છે. જે જે કર્મના ઉદય આવી રસ દે છે, તેના ઉદયમાં પોતાને ઘારણ કરી અજ્ઞાની જીવ પોતાના સ્વરૂપને છોડી નવાં નવાં કર્મનાં બંઘન કરે છે. કર્મના બંધને આધીન થયેલ પ્રાણીને એવી કોઈ દુ:ખની જાતિ બાકી નથી રહી કે જે તેણે નથી ભોગવી. બધા દુઃખો અનંતાનંત વાર ભોગવી અનંતાનંત કાળ વ્યતીત થઈ ગયો. એવી રીતે અનંત પરિવર્તન આ સંસારમાં આ જીવને થયાં છે. એવું કોઈ પુદ્ગલ સંસારમાં નથી રહ્યું કે જે જીવે શરીરરૂપે, આહારરૂપે ગ્રહણ નથી કરેલ. અનંત જાતિનાં અનંત પુદ્ગલોનાં શરીર ઘારી આહારરૂપ (ભોજન પાનરૂપ) કરેલ છે. ત્રણસેં સેંતાલીસ ઘનરન્તુ પ્રમાણ લોકમાં એવો કોઈ એક પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારી જીવે અનંતાનંત જન્મ મરણ નથી કરેલાં. ઉત્સર્પિણી અવસર્પિણી કાલનો એવો એક પણ સમય બાકી નથી રહ્યો કે જે સમયમાં આ જીવ અનંતવાર નથી જભ્યો, નથી મૂઓ. નરક, ર્તિયચ, મનુષ્ય અને દેવ એ ચારે પર્યાયોમાં આ જીવે જઘન્ય આયુષ્યથી લઈ ઉત્કૃષ્ટ આયુષ્ય પર્યત સમસ્ત આયુષ્યના પ્રમાણ ઘારણ કરી અનંતવાર જન્મ ઘરેલ છે. એક અનુદિશ, અનુત્તર વિમાનમાં તે નથી ઊપજ્યો, કારણ કે એ ચૌદ વિમાનોમાં સમ્યદ્રષ્ટિ વિના અન્યનો ઉત્પાદ નથી. સમ્યકુદ્રષ્ટિને સંસાર ભ્રમણ નથી. કર્મની સ્થિતિબંઘનાં સ્થાન તથા સ્થિતિબંધને કારણે અસંખ્યાત લોકપ્રમાણ કષાયાધ્યવસાયસ્થાન, તેને કારણે અસંખ્યાત લોકપ્રમાણ અનુભાગ બંઘાધ્યવસાયસ્થાન તથા જગતશ્રેણીના સંખ્યાતમા ભાગ જેટલાં યોગસ્થાનમાંનો એવો કોઈ ભાવ બાકી નથી રહ્યો કે જે સંસારી જીવને નથી થયો. એક સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના યોગ ભાવ નથી થયા. અન્ય સમસ્ત ભાવ સંસારમાં અનંતાનંતવાર થયા છે. જિનેન્દ્રના વચનના અવલંબનરહિત પુરુષને મિથ્યાજ્ઞાનના પ્રભાવથી વિપરીત બુદ્ધિ અનાદિની થઈ રહી છે તેથી સમ્ય માર્ગને નહીં ગ્રહણ કરતાં સંસારરૂપ વનમાં નાશ થઈ જીવ નિગોદમાં જઈ પડે છે. કેવી છે નિગોદ? જેમાંથી અનંતાનંત કાલ થાય તો પણ નીકળવું ઘણું મુશ્કેલ છે. કદાચિત્ પૃથ્વીકાયમાં, જળકાયમાં, અગ્નિકાયમાં, પવનકાયમાં, પ્રત્યેક વનસ્પતિકાયમાં, સાધારણ વનસ્પતિકાયમાં લગભગ સમસ્તજ્ઞાનનો નાશ થવાથી જડરૂપ થઈ, એક સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કર્મના ઉદયને આધીન થઈ આત્મશક્તિ રહિત જિલ્લા, નાસિકા, નેત્ર, કર્ણાદિક ઇંદ્રિયરહિત થઈ દુઃખમાં દીર્ઘ કાળ વ્યતીત કરે છે. અને બેઇંદ્રિય, ટીંદ્રિય, ૨૮૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ચતુરિંદ્રિયરૂપ વિકલત્રય જીવ, આત્મજ્ઞાનરહિત, કેવળ રસનાદિક ઇંદ્રિયોના વિષયોની ઘણી તૃષ્ણાના માર્યા ઊછળી ઊછળી વિષયોને અર્થે પડી પડી મરે છે. અસંખ્યાત કાલ વિકલત્રયમાં રહી પાછાં એકેન્દ્રિયમાં ફરી ફરી વારંવાર કૂવા પરના રેંટના ઘડાની પેઠે નવા નવા દેહ ઘારણ કરતાં કરતાં ચારે ગતિમાં નિરંતર જન્મ, મરણ, ભૂખ, તરસ, રોગ, વિયોગ, સંતાપ ભોગવી પરિભ્રમણ અનંતકાલ સુધી કરે છે એનું નામ સંસાર છે. જેમ ઊકળેલા આંથણમાં ચોખા સર્વ તરફ ફરતાં છતાં ચોડવાઈ જાય છે, તેમ સંસારી જીવ કર્મથી તસાયમાન થઈ પરિભ્રમણ કરે છે. આકાશમાં ઊડતાં પક્ષીને બીજું પક્ષી મારે છે, જળમાં વિચરતાં મચ્છાદિકને બીજાં મચ્છાદિક મારે છે, સ્થળમાં વિચરતાં મનુષ્ય પશુ આદિકને સ્થળચારી સિંહ, વાઘ, સર્પ વગેરે દુષ્ટ તિર્યંચ તથા ભીલ, મ્લેચ્છ, ચોર, લૂંટારા, મહા નિર્દય મનુષ્ય મારે છે. આ સંસારમાં બધાં સ્થાનમાં નિરંતર ભયરૂપ થઈ નિરંતર દુઃખમય પરિભ્રમણ કરે છે. જેમ શિકારીના ઉપદ્રવથી ભયભીત થયેલ જીવો મોઢું ફાડી બેઠેલા અજગરના મોઢામાં બિલ જાણી પ્રવેશ કરે છે, તેમ અજ્ઞાની જીવ ભૂખ, તરસ, કામ, કોપ વગેરે તથા ઇંદ્રિયોના વિષયોની તૃષ્ણાના આતાપથી સંતાપિત થઈ, વિષયાદિકરૂપ અજગરના મુખમાં પ્રવેશ કરે છે. વિષયકષાયમાં પ્રવેશ કરવો તે સંસારરૂપ અજગરનું મોટું છે. એમાં પ્રવેશ કરી પોતાના જ્ઞાન, દર્શન, સુખ, સત્તાદિ ભાવપ્રાણનો નાશ કરી, નિગોદમાં અચેતન તુલ્ય થઈ, અનંતવાર જન્મ મરણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત કરે છે. ત્યાં આત્મા અભાવ તુલ્ય છે, જ્ઞાનાદિકનો અભાવ થયો ત્યારે નાશ પણ થયો. નિગોદમાં અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન છે, તે સર્વશે જોયેલ છે. ત્રણ પર્યાયમાં જેટલા દુઃખના પ્રકાર છે, તે તે દુઃખ અનંતવાર ભોગવે છે. એવી કોઈ દુઃખની જાતિ બાકી નથી રહી જે આ જીવ સંસારમાં નથી પામ્યો. આ સંસારમાં જીવ અનંત પર્યાય દુઃખમય પામે છે, ત્યારે કોઈ એકવાર ઇંદ્રિયજનિત સુખનો પર્યાય પામે છે, તે વિષયોના આતાપ સહિત ભય, શંકા સંયુક્ત અલ્પકાળ પામે. પછી અનંત પર્યાય દુઃખના, પછી કોઈ એક પર્યાય ઇંદ્રિયજનિત સુખનો કદાચિત્ પ્રાપ્ત થાય છે. હવે ચતુગર્તિનું કાંઈક સ્વરૂપ પરમાગમ અનુસાર ચિંતવન કરીએ છીએ. નરકની સપ્ત પૃથ્વી છે. તેમાં ઓગણપચાસ ભૂમિકા છે. તે ભૂમિકામાં ચોરાસી લાખ બિલ છે તેને નરક કહીએ છીએ. તેની વજય ભૂમિ ભીંતની માફક છજેલ છે. કેટલાંક બિલ સંખ્યાત યોજન લાંબાં પહોળાં છે, કેટલાંક અસંખ્યાત યોજન પહોળાં છે. તે એક એક બિલની છત વિષે નારકીનાં ઉત્પત્તિનાં સ્થાન છે. તે ઊંટના મુખના આકાર આદિવાળાં, સાંકડાં મોઢાવાળાં અને ઊંધે માથે છે. તેમાં નારકી જીવો ઊપજી નીચે માથું અને ઉપર પગથી આવી વજાગ્નિમય પૃથ્વીમાં પડી, જેમ જોરથી પડી દડી પાછી ઊછળે છે તેમ (નારકી) પૃથ્વી પર પડી ઊછળતાં લોટતાં ફરે છે. કેવી છે નરકની ભૂમિ? અસંખ્યાત વીંછીના સ્પર્શને લીધે ઊપજી વેદનાથી અસંખ્યાત ગુણી અધિક વેદના કરવાવાળી છે. ઉપરની ચાર પૃથ્વીનાં ચાલીશ લાખ બિલ અને પંચમ પૃથ્વીનાં બે લાખ બિલ એમ બેંતાલીસ લાખ બિલમાં તો કેવળ આતાપ, અગ્નિની ઉષ્ણ વેદના છે. તે નરકની ઉષ્ણતા જણાવવાને માટે અહિં કોઈ પદાર્થ દેખવામાં, જાણવામાં આવતો નથી કે જેની સદ્રશતા કહી જાય; તોપણ ભગવાનના આગમમાં એવું અનુમાન ઉષ્ણતાનું કરાવેલ છે, કે લાખ યોજનપ્રમાણ મોટા લોઢાના ગોળા છોડીએ તો તે નરકભૂમિને નહીં પહોંચતાં, પહોંચતાં પહેલાં નરકક્ષેત્રની ઉષ્ણતાથી કરી રસરૂપ થઈ વહી જાય છે. (અપૂર્ણ) (વ.પૃ.૨૧) ૨૮૮ Page #334 --------------------------------------------------------------------------  Page #335 -------------------------------------------------------------------------- ________________ -संसार दर्शन(मधुबिंदु Page #336 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઘર્મામૃત'માંથી :- હવે સંસાર સુખ ચાહું નહીં વારિષણનું દ્રષ્ટાંત – મગધ દેશમાં રાજગૃહી નગરીને વિષે રાજા શ્રેણિક અને તેની રાણી ચેલણાનો પુત્ર વારિષણ ઉત્તમ શ્રાવક હતો. તે એકદા ઉપવાસ કરીને તે રાત્રે સ્મશાનમાં કાયોત્સર્ગમાં ઊભો હતો. તે દિવસે મગઘસુંદરી નામની વેશ્યાએ ઉદ્યાનમાં શ્રી કીર્તિ શ્રેષ્ઠીની પત્નીને દિવ્ય હાર પહેરેલી જોવાથી તેને તે હાર મેળવવાની તીવ્ર ઇચ્છા થઈ. તેથી રાત્રે તેની પાસે આવેલ આસક્ત એવા વિદ્યુત ચોરને પોતાના ઉદ્વેગનું કારણ કહ્યું; અને એમ કહ્યું કે જો તે હાર મળે તો જ તે જીવી શકશે અને તેને સ્વામી માનશે. આ સાંભળીને તે ચોર હાર લેવા નીકળ્યો અને પોતાના કૌશલ્યથી હારની ચોરી કરીને જતો હતો, ત્યાં હારના પ્રકાશથી ‘આ ચોર છે એમ જાણીને ગૃહરક્ષકો તથા કોટવાલ વગેરે તેની પાછળ પડ્યા; તેથી દોડતો દોડતો સ્મશાનમાં આવી પહોંચ્યો. પકડાઈ જવાના ભયથી તેણે તે હારને વારિષણના ગળામાં નાખી દીધો; ને પોતે જરા દૂર જઈને સંતાઈ ગયો. હવે કોટવાલ વગેરે ત્યાં આવ્યા અને વારિષેણ પાસે હાર જોઈને તેને જ ચોર માનીને શ્રેણિકને કહ્યું કે વારિષેણે ચોરી કરી છે. શ્રેણિકે તે સાંભળી આજ્ઞા કરી કે તે મૂર્ખ શઠનું માથું ઉડાવી દો! જ્યારે મારાએ તે પ્રમાણે શિરચ્છેદ કરવા તલવાર મારી કે તત્કાળ તે પુષ્પમાળા થઈને વારિષણના ગળામાં પડી. વારિષણના નિર્દોષપણાનો આવો અતિશય સાંભળીને શ્રેણિક ત્યાં આવ્યા ને વારિષણની માફી માંગી; ત્યાં વિદ્યુત ચોરે પણ અભયદાન મળવાથી હકીકત નિવેદન કરી; ત્યારે શ્રેણિકે વારિષણને ઘેર આવવા કહ્યું. પરંતુ વારિષેણે જણાવ્યું કે હવે સંસારસુખથી સર્યું! હવે તો દીક્ષા લઈ પાણિપાત્રથી આહાર કરીશ. એમ કહી તેણે સૂતસેનમુનિ પાસે દીક્ષા લીધી. (પૃ.૯૪) “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષચરિત્ર પર્વ ૯'માંથી - ક્ષણિક એવા સંસારસુખને ચાહું નહીં અરવિંદરાજાનું દ્રષ્ટાંત – પોતનપુરનો રાજા અરવિંદ શરદઋતુમાં પોતાના અંતઃપુરની સ્ત્રીઓ સાથે હવેલી ઉપર ક્રીડા કરતો હતો. તે વખતે ક્રીડા કરતા રાજાને આકાશમાં ઇન્દ્રઘનુષ અને વીજળીને ઘારણ કરતા તથા ઘણા શોભતા એવા નવિન મેઘને ચઢેલો જોયો. તે વખતે “અહો! આ મેઘ કેવો રમણીય છે” એમ રાજા બોલવા લાગ્યો. તેવામાં તો મોટા પવનથી તે મેઘ આકડાના ફૂલની જેમ તત્કાળ નષ્ટ થઈ ગયો. તે જોઈને રાજાએ ચિંતવ્યું કે “અહો! આ સંસારમાં સર્વ શરીરાદિક પણ આ મેઘની જેમ જ નાશવંત છે, તો તેમાં વિવેકીજન શી આશા રાખે? એવા સંસારસુખને હું ચાહું નહીં. આ પ્રમાણે તીવ્રપણે શુભધ્યાન કરતાં તત્કાળ તે રાજાનાં જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મ ક્ષયોપશમને પામી ગયાં, તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી મહેન્દ્ર નામના પુત્રને પોતાના રાજ્ય પર સ્થાપન કરી તેણે સમંતભદ્રાચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે ગીતાર્થ થઈ ગુરુની આજ્ઞાથી એકલવિહારી પ્રતિમાને ઘારણ કરી તે અરવિંદ મુનિ ભવમાર્ગનું છેદન કરવાને માટે એકાકીપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. શરીર ઉપર પણ મમતા વિનાના તે રાજાને વિહાર કરતાં ઉજ્જડમાં કે વસ્તીમાં, ગામમાં કે શહેરમાં, કોઈ સ્થાનકે કદિ પણ આસક્તિ થતી નહોતી. (પૃ.૩૯૨) “શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા-૨’ના આઘારે – સંસારદર્શન (મઘુબિન્દુ) એક મુસાફરનું દ્રષ્ટાંત - કોઈ મુસાફર કાફલાથી છૂટો પડી જંગલમાં પેઠો. ત્યાં યમરાજ જેવો હાથી તેની સામે દોડ્યો. તેથી ભય પામી કૂવા ઉપર રહેલી વડની વડવાઈને પકડી તે લટકી ગયો. ત્યારે હાથીએ આખું ઝાડ ઉખેડવા માંડ્યું. વડવાઈ ઉપર લટકેલા માણસે નીચે જોયું તો કૂવાની અંદર ચાર મોટા ૨૮૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સર્પો અને વચ્ચે એક ભયંકર અજગરને દીઠો. વળી ઉપર જોયું તો સફેદ અને કાળો ઉંદર પોતે પકડેલ વડવાઈને જ કાપતા જોયા. તથા ઉપર એક મઘપુડો દીઠો. તેમાંથી માખીઓ ઊડીને કરડવા લાગી. પણ તે મધપુડામાંથી મઘનું એક ટીપું તેના મુખમાં આવી પડ્યું; તેથી તે આનંદ પામ્યો. એમ વારંવાર ટીપાના સ્વાદમાં તે જીવનની અનિત્યતા તથા બધું દુઃખ પણ ભૂલી ગયો. ત્યાં એક વિદ્યાઘરે વિમાનમાં આવી મુસાફરને જણાવ્યું કે તું વિમાનમાં આવી જા. તને ઘરે પહોંચાડી દઉં. ત્યારે મુસાફર કહે થોડીવાર થોભો, આ એક પડતું મથનું ટીપું ચાટી લઉં. વિદ્યાઘરના વારંવાર Èવા છતાં પણ મઘનાં ટીપામાં આસક્ત મુસાફર વિમાનમાં આવ્યો નહીં અને ઉંદરો દ્વારા વડવાઈ કપાઈ જતાં તે કૂવામાં પડીસર્પો દ્વારા માર્યો ગયો અને દુઃખ પામ્યો. આ કથાનો સાર એમ જાણવો – મુસાફર તે આપણો આત્મા જાણવો. સંસારરૂપી જંગલમાં મરણરૂપ હાથી આપણી પાછળ પડેલો છે. અજગર તે ભયંકર નરક ગતિ જાણવી. ચાર સર્પો તે ક્રોધાદિ ચાર કષાય જાણવા. વડવૃક્ષ તે આયુષ્ય સમજવું. કાળો અને ઘોળો ઉંદર તે મનુષ્યના આયુષ્યને ક્ષીણ કરનાર, અંઘારી અને અજવાળી રાત્રિઓ જાણવી. મઘમાખી તે કુટુંબ તથા રોગાદિ દુઃખો માનવા. મઘુબિંદુ તે પાંચ ઇન્દ્રિયના વિષયો જાણવા. મધનો સ્વાદ તે વિષયોમાં આસક્તિ જાણવી. અને વિદ્યાઘર તે સદ્ગુરુ જાણવા તથા વિમાન તે ઘર્મસાધન સમજવું. આ કથા ખરેખર કોની છે? તો કે પુરુષ મળ્યા છતાં જેની ઇંદ્રિયોની વિષયાસક્તિ છૂટતી નથી તેની. માટે આત્માર્થીએ આ વાત વિશેષ વિચારી આવા દુ:ખરૂપ ફળવાળા સંસારસુખને ઇચ્છવું નહીં. જન્મથી મરણ પર્વતની અવસ્થાઓ - આ અસાર સંસારમાં માણસ ગર્ભથી આરંભીને મરણ પર્યત અનેક અવસ્થાઓ ઘારણ કરી આધિ, વ્યાધિ અને ઉપાથિ ભોગવી અંતે મૃત્યુને શરણ થાય છે. સદ્ગુરુના શરણ વિના આ જન્મ જરા મરણનો કદી અંત આવતો નથી. માટે પરમકૃપાળુદેવનું શરણ લઈ આ ભવમાં સમાધિમરણ કરવા યોગ્ય છે. ૪૦૧. નીતિ વિના સંસાર ભોગવું નહીં. (ગૃ૦) મારા ભાગ્ય પ્રમાણે સ્ત્રી કે ઘન આદિ જે મળ્યું હોય તે ભોગવું. રાજા હોય અને બીજાની સુંદર સ્ત્રી જોઈ પોતાના બળ વડે લઈ આવે તો તેનો પતિ ઘણું દુઃખ પામે, માટે તે અનીતિ છે. એમ નીતિ વિના સંસાર ભોગવું નહીં. પ્રદ્યુમ્રકુમાર પોતાના પૂર્વભવમાં બીજા રાજાની સ્ત્રીને લઈ આવ્યો હતો. તેથી તેણે અનીતિથી સંસાર ભોગવ્યો કહેવાય. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે – “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષચરિત્ર'માંથી - કરેલ પાપના પશ્ચાત્તાપમાં લીધેલ તત્કાળ દીક્ષા પ્રદ્યુમ્નના પૂર્વભવનું દ્રષ્ટાંત – મથુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠો હતો, તેમાં વખત ઘણો થવાથી તેનો ચુકાદો કર્યા વગર રાજા, ચંદ્રાબાને મંદિરે ગયો. ચંદ્રાભાએ પૂછ્યું, આજે મોડા કેમ આવ્યા?” તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસનો ન્યાય આપવો હતો, તેમાં હું રોકાયો હતો', ચંદ્રાભા હસીને બોલી કે- ‘તે વ્યભિચારી પૂજવા યોગ્ય છે.' મઘુરાજાએ કહ્યું ‘વ્યભિચારી શી રીતે પૂજવા યોગ્ય થાય? તેઓને તો શિક્ષા જ કરવી જોઈએ.” ચંદ્રાબા બોલી “જો તમે એવા ન્યાયવાનું હો તો તમેજ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી?” તે સાંભળી મઘુરાજા પ્રતિબોઘ પામી લજ્જા પામી ગયો. તે સમયે કનકપ્રભ રાજા ચંદ્રાભા રાણીના વિયોગથી ગાંડો બની ગામેગામ ભટકતો અને બાળકોથી વીંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો અને નાચતો નીકળ્યો. તેને જોઈ ચંદ્રાભા વિચાર ૨૯૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ = જન્મથી મરણ પર્વતની અવસ્થાઓ Page #339 -------------------------------------------------------------------------- ________________ काम विजेता श्रीस्थूलिभद्र सिंहगुफा में प्रथम मुनि का चातुर्मास CHALA सर्पबिल केनिकट द्वितीयमुनिका चातुर्मास श्रीस्थूलिभद्र मुनिगणमा सिरदारजो,चोमासुंआव्या कोषाआगारजो. चित्रामणशालाएजपतपआदयीजो. कूपतट पर तृतीयमुनिकाचातुर्मास RU श्रेय करोरे मुनिमाहरूं.बतावीनेशुभ ज्ञानजी धन्यधन्यछेआपने.दीसो मेरुसमान जी, उद्धार करोमुनि! माहरो. सिंह गुफा अहिबिलकने, कूपतट,कोषावास. आव्या सोमासुं करी,चारेनिज गुरुपास ऋण मुनिने सदगुरु कहे.'दुष्कर चातुर्मास स्थूलिभद्र मुनिने कहे, 'दुष्कर दुष्कर स्वास.' Page #340 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરવા લાગી કે- “અહો! મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયો, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે!” આ પ્રમાણે ચિંતવી તેણે મઘુરાજાને પોતાનો અસલ પતિ બતાવ્યો, એટલે તેને જોઈ પોતાના દુષ્ટ કામને માટે મથુરાજાને અતિ પશ્ચાત્તાપ થયો. તેથી તત્કાળ મઘુરાજાએ ધુંધુ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ઘારણ કરનારા અને સદા સાઘુઓની વૈયાવૃજ્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ સુઘાષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યો, અને જ્યોતિષ દેવોમાં ધૂમકેતુ નામે દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વનું વૈર જાણી તે મધુના જીવને શોધવા લાગ્યો; પણ મધુ તો સાતમા દેવલોકમાં મહર્બિક દેવ હોવાથી તેના જોવામાં આવ્યો નહીં. પછી તે ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને તાપસ થયો. તે ભવમાં બાળતપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થયો. તથાપિ તે ભવમાં પણ મધુને જોવાને સમર્થ થયો નહીં. પાછો ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મયોગે જ્યોતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થયો. તે વખતે મઘુરાજાનો જીવ સાતમા મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી કૃષ્ણ વાસુદેવની પટરાણી રૂકમિણિના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પેલો ધૂમકેતુ પૂર્વના વૈરથી તે બાળકને જન્મતાં જ હરી ગયો, અને તેને મારવાની ઇચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યો ગયો, પણ પોતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો, અને તેને કાળસંવર વિદ્યાઘર પોતાને ઘેર લઈ ગયો. તેનું નામ પ્રદ્યુમ્નકુમાર રાખ્યું. અંતે માતા રૂમિણિ સાથે તેનો સમાગમ થયો.” (પૃ.૨૮૮) ૪૦૨. પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં. (ગૃ૦) પ્રસિદ્ધ રીતે એટલે પ્રગટપણે ઘન આદિના લોભથી કુટિલતા એટલે માયા વડે ભોગોનું વર્ણન કરું નહીં. કોઈને મોહમાં પાડવા માટે એવું વર્ણન કરે છે તે ભોગોમાં આસક્ત થઈ જાય; તેવું કરું નહીં. સ્થલિભદ્રને ચલાવવા માટે કોશા વેશ્યાએ આવા પ્રયત્ન કર્યા હતા. તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે – “ઉપદેશમાળા'માંથી - કોશા વેશ્યાના ભોગ વર્ણનથી પણ સ્થૂલિભદ્ર ચળ્યા નહીં સ્થૂલિભદ્રના બ્રહ્મચર્યની દ્રઢતાનું દ્રષ્ટાંત – સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઈ, નમીને ચોમાસુ કરવા કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતાં જોઈ કોશા અતિ અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસનો આહાર કરે છે, સમય પણ વર્ષાઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણાને મૃદંગના મઘુર શબ્દો સહિત નાટ્યવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાનો હાવભાવ બતાવતી કોશા કહે છે કે – હે સ્વામિન્! આ ત્યાગ સાધવાનો સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે અને આ યૌવન પણ દુર્લભ છે. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવો તે ઉચિત છે.” તે સાંભળી સ્થૂલિભદ્ર બોલ્યા - હે ભદ્ર! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરનો ઉપભોગ કરવાને કોણ ઇચ્છે? આવા પ્રકારના ઉપદેશથી બુઝીને કોશા વેશ્યા બોલી : હે સ્વામી! મારો હવે ઉદ્ધાર કરો. પછી સ્થૂલિભદ્રમુનિ પાસે સમ્યકત્વ સહિત બારવ્રત અંગીકાર કરીને તે કોશા પરમ શ્રાવિકા થઈ. (પૃ.૧૨૬) ૨૯૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૪૦૩. વિરહગ્રંથ ગૂંથુ નહીં. (મુગૃ‰૦) હાલમાં સ્ટેશનો ઉપરના સ્ટોલોમાં કે દુકાનોમાં વેચાતી વિરહવેદનાને દર્શાવતી મોહમયી નવલકથાઓ, ઉપન્યાસો કે મનહર કહાનીઓ જેવા વિરહગ્રંથ ગ્રંથુ નહીં. કારણ તેથી મોહની વૃદ્ધિ થાય છે. અંતરાત્મામાં અનાદિના મોહના સંસ્કાર તો ભરેલા જ છે, તેમાં વળી આવા પુસ્તકો વાંચવાથી મોહ ભભૂકી ઊઠે. ‘પ્રજ્ઞાવબોધ'માં :— આ વિષે જણાવે છે કે – “મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહી જન જોડે; અપથ્ય વધારે રોગો, અહોહો ! પરમ શ્રુત ! ઉપકાર ! ભવિને શ્રુત પરમ આધાર” (પૃ.૩૦) અર્થ – જગતવાસી જીવોને મહામોહથી પાંચ ઇન્દ્રિયના વિષયો મીઠા લાગે છે અને તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓ લખીને તે મહામોહમાં વૃદ્ધિ કરે છે. આમ કરવાથી અપથ્ય આહાર વડે જેમ રોગની વૃદ્ધિ થાય, તેવું કરે છે. ૪૦૪, અયોગ્ય ઉપમા આપું નહીં. (મુગૃ‰૦૩૦) આ સ્ત્રી મૃગાંક્ષી જેવી છે. એનું વદન ચંદ્રમા સમાન છે. એનું મુખ તો કમળ જેવું છે. ચાલ ગજગામિની જેવી છે. એવી મોહ પોષક અયોગ્ય ઉપમા આપું નહીં. મળમૂત્રની ખાણ સમા આ દેહને આવી ઉપમાઓ આપી આત્માને બંધન કરું નહીં. ૪૦૫. સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં. (મુગ્૦) પોતાનો સ્વાર્થ સાધવા કોઈ ઉપર કોપાયમાન થાઉં નહીં, પણ ફરી ફરી વિચારી ક્ષમાભાવનો જ અભ્યાસ કરું. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી – કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ બોલે અચ્ચકારીભટ્ટાનું દૃષ્ટાંત – ક્ષિતિપ્રતિષ્ઠિતપુરમાં ઘન્ના નામનો શેઠ રહેતો હતો. તેને આઠ પુત્રો ઉપર એક પુત્રી થઈ. તેના પ્રત્યે અત્યંત પ્રેમના કારણે કોઈ તેને ફૂંકારો પણ કરતું નહીં. યુવાવસ્થામાં તેનું સુંદર રૂપ જોઈ મંત્રીએ તેની માગણી કરી. ત્યારે શેઠે કહ્યું કે એને ચૂંકારો પણ કરવો નહીં. તે સાંભળી મંત્રીએ એ વચન માન્ય કર્યું. તેથી તેની સાથે લગ્ન કર્યા. પછી ભટ્ટાએ મંત્રીને કહ્યું ઃ તમારે કોઈ દિવસ પણ સૂર્યાસ્ત પછી ક્યાંય જવું નહીં. નહીં તો મારી પ્રીતિ તમારા ઉપર રહેશે નહીં. એક દિવસ રાજાના દરબારથી મંત્રી રાત્રે મોડો આવ્યો. તે જ્યારે ઘેર આવ્યો કે અચંકારીભટ્ટા ગુસ્સામાં દરવાજો ખોલી મંત્રીની નજર ચૂકવી, ઘરની બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલી. રસ્તામાં ચોરોએ તેને લૂંટી. વસ્ત્ર, દાગીના લઈ પલ્લીપતિને સોંપી. તેણે એને પોતાની સ્ત્રી થવા કહ્યું. પણ તેણે માન્યું નહીં. તેથી પલ્લીપતિ ઘણું દુઃખ આપવા લાગ્યો. ત્યારે તેણે કહ્યું કે મારા પ્રાણનો નાશ થશે તો પણ હું મારા શીલનું ખંડન કરવાની નથી. તો પણ તે સમજ્યો નહીં. તેથી તેને બોઘ આપવા એક દૃષ્ટાંત કહ્યું : તેજોલેશ્યાવાળા તાપસનું દૃષ્ટાંત – “કોઈ એક તેજોલેશ્યાની સિદ્ધિવાળો તાપસ કોઈ વૃક્ષ નીચે બેઠો હતો. તેના મસ્તક પર એક બગલીએ ચરક કરી. તેથી કોપ કરીને તે તાપસે તે પક્ષીપર તેજોલેશ્યા મૂકી તેને બાળી નાખ્યું. પછી તેણે વિચાર્યું કે ‘જે કોઈ મારી અવજ્ઞા ક૨શે તેને હું તેજોલેશ્યાથી = ૨૯૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બાળી નાખીશ.” એમ વિચારી તે તાપસ ભિક્ષાને માટે કોઈ શ્રાવકને ઘેર ગયો. તે શ્રાવકની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવામાં વ્યગ્ર હતી; તેથી તે તાપસને ભિક્ષા દેવા જરા વિલંબ કરીને આવી. એટલે કોપ કરીને તેણે તેણીના પર તેજોલેશ્યા મૂકી, પરંતુ શીલના પ્રભાવથી તે બળી નહીં. તે વખતે તેણીએ કહ્યું કે “હે તાપસ! હું તે બગલી નથી.” તે સાંભળી વિસ્મય પામીને તાપસે પૂછયું કે “અરણ્યમાં થયેલી એ વાત તેં શી રીતે જાણી?” તેણીએ કહ્યું કે “આ પ્રશ્નનો જવાબ તને વારાણસીપુરીનો કુંભાર આપશે.” તે સાંભળીને તાપસે ત્યાં જઈ તે કુંભારને પૂછ્યું. ત્યારે તે બોલ્યો કે તે સ્ત્રીને તથા મને શીલના પ્રભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી અમે બન્નેએ તે વાત જાણી છે. માટે હે તાપસ તું પણ શીલ પાળવામાં યત્ન કર.” તે સાંભળીને તાપસ આશ્ચર્ય પામી શીલની પ્રશંસા કરી ત્યાંથી સ્વસ્થાને ગયો.” આ પ્રમાણેનું દ્રષ્ટાંત સાંભળી પલ્લીપતિ શાપના ભયથી ભય પામી તેને નીચ જાતિમાં વેચી. તેણે પણ પોતાની સ્ત્રી થવા કહ્યું. પણ ભટ્ટાએ માન્યું નહીં. તેથી તેને દુઃખી કરવા તેના શરીરમાંથી રુધિર કાઢવા લાગ્યો. તેના ફળસ્વરૂપ તેને પાંડુરોગ થયો. તો પણ પોતાના શીલનું ખંડન કર્યું નહીં. એક દિવસ અચંકારી ભટ્ટાનો ભાઈ ત્યાં આવ્યો. પોતાની બેનને જોઈ પૈસા આપી તેને છોડાવી અને તેના પતિ મંત્રીને પાછી સોંપી. ક્રોઘનું અત્યંત માઠું ફળ જાણી તેણીએ હવે ક્રોધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. એકવાર તેજ નગરમાં મુનિ કોઈ કારણસર દાઝી જવાથી બે મુનિ તેમનું ઔષધ કરવા અર્થે કિંમતી લક્ષપાક તેલ લેવા માટે ભટ્ટાને ઘેર આવ્યા. ભટ્ટાએ હર્ષિત થઈ દાસીને તેલનો ઘડો લાવવા કહ્યું: આ સમયે સ્વર્ગમાં ઇન્દ્ર સભા સમક્ષ ભટ્ટાની પ્રશંસા કરી કે “હાલમાં પૃથ્વી પર અઍકારી ભટ્ટાના જેવું કોઈ પણ ક્ષમાવાન નથી.” નાસ્તિક દેવને તે વાત પર શ્રદ્ધા ન આવવાથી જે દાસી લક્ષપાક તેલનો કુંભ લાવતી હતી તે કુંભને દૈવી શક્તિથી હાથમાંથી પડાવી ફોડી નાખ્યો. ક્રોઘ કર્યા વગર ભટ્ટાએ બીજો મંગાવ્યો. તે પણ ફોડી નંખાવ્યો. ત્રીજો પણ ફોડી નાખવાથી ચોથો ઘડો ભટ્ટા જાતે જઈ લઈ આવી. પણ શીલના પ્રભાવથી દેવતા હવે ફોડી શક્યો નહીં. તેથી દેવતાએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી તથા સુવર્ણની વૃષ્ટિ કરી તે સ્વસ્થાને ગયો. ભટ્ટા શ્રાવકઘર્મનું પાલન કરી સમાધિમરણ સાથી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવી મોક્ષપદને પામશે. આ કથા સાંભળીને ભવ્યોએ ક્રોઘના કડવાં ફળ જાણી કોઈ પણ અર્થે ક્રોઘ કરવો નહીં, જેથી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ થાય. ૪૦૬. વાયશ પ્રાપ્ત કરું નહીં. (૧૦) વાદવિવાદ કરીને વાદમાં કોઈને હરાવી યશ પ્રાપ્ત કરું નહીં. તેમ કરવાથી માનકષાયમાં ઉસૂત્ર પ્રરૂપણા પણ થઈ જાય તો ઘણું રઝળવું પડે. તે વિષે દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે - ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪ના આઘારે - માન કષાય વડે કરેલી ઉસૂત્ર પ્રરૂપણા રોહગુપ્તનું દ્રષ્ટાંત – અંતરિકાપુરીના ઉપવનમાં શ્રી ગુપ્ત આચાર્ય ગચ્છ સહિત રહ્યા હતા. ત્યાં બલશ્રી નામે રાજા રાજ્ય કરતો હતો. આચાર્યનો શિષ્ય રોહગુપ્ત બીજા ગામથી ગુરુને વાંદવા માટે તે OT ૨૯૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નગરીમાં આવ્યો. ત્યાં એક તાપસ લોહના પાટાથી પોતાનુ પેટ બાંધીને હાથમાં જાંબુના વૃક્ષની શાખા રાખીને ફરતો હતો. તે જોઈ લોકોએ પૂછ્યું કે આ શું છે? તાપસ બોલ્યો મારું પેટ જ્ઞાનથી ભરાઈ ગયું છે, તે ફાટી ન જાય તે માટે આ લોખંડનો પાટો બાંધ્યો છે. આખા જંબુઠ્ઠીપમાં મારો પ્રતિવાદી કોઈ નથી, તેથી આ જાંબુવૃક્ષની ડાળ લઈને ફરું છું. એમ આખી નગરીમાં પડહ વગડાવ્યો. તે પડહને નગરીમાં પ્રવેશ કરતા રોહગુપ્તે જોયો અને તેની ઘોષણા સાંભળી. તેથી હું તેની સાથે વાદ કરીશ, એમ કહીને તે પડહને નિવારણ કર્યો. પછી ગુરુ પાસે આવીને વંદન કર્યું તથા વાદ કરવાનું કબૂલ કર્યાનો ગુરુને વૃત્તાંત કહ્યો. ગુરુએ કહ્યું કે ‘તેં સારું કર્યું નહીં. આ વાદી ઘણી વિદ્યાથી ભરપૂર છે. વાદમાં પરાભવ પામે તો મંત્રવિદ્યાથી પ્રતિવાદીને ઉપદ્રવ કરે. તે વિદ્યા આ પ્રમાણે છે.’ :– તે તાપસ વિદ્યા વડે અતિ ઉત્કટ એવા વીંછી, સર્પ, ઉંદર, મૃગ, સુવર, કાગડા અને સમડીઓ વિગેરે વિકુર્તી શકે છે. તે સાંભળીને રોહગુપ્તે કહ્યું કે – ‘હવે ક્યાં નાસીને જવાય એમ છે? જે થવાનું હોય તે થાય.’ ગુરુએ કહ્યું – ‘જો એવો જ નિશ્ચય હોય તો માત્ર પાઠ ભણવાથી જ સિદ્ધ થાય એવી, અને તે વિદ્યાને નાશ કરનારી સાત વિદ્યાઓ તું ગ્રહણ કર.' જેથી તેની વિદ્યાને બાઘ કરનાર મોર, નોળિયો, બિલાડા, વાઘ, સિંહ, ઘુવડ અને બાજ પક્ષીઓ ઉત્પન્ન થશે. તે વિદ્યાઓની સાથે એક ઓઘો મંત્રીને ગુરુએ આપ્યો અને કહ્યું કે તાપસ તને ઉપદ્રવ કરે તો એ ઓઘો માથા ઉપર ફેરવવો જેથી તને કોઈ ઇન્દ્ર પણ જીતી શકશે નહીં.’ પછી રોહગુપ્ત સભામાં ગયો. ત્યાં તાપસે વિચાર્યું કે આ સાધુઓ ઘણા નિપુણ હોય છે. તેથી તેમના પક્ષનો જ આશ્રય કરીને બોલું કે તે નિવારી શકે નહીં. એમ વિચારી તાપસ બોલ્યો કે આ દુનિયામાં જીવ અને અજીવ એમ બે રાશિ છે; જેમ ઘર્મ અને અધર્મ, દ્રવ્ય અને ભાવ વગેરે છે તેમ. ત્યારે રોહગુપ્તે વાદીનો પરાભવ કરવા માટે પોતાનો સાચો પક્ષ છોડી દઈને તેને અસત્ય ઠરાવવા માટે કહ્યું કે દુનિયામાં જીવ અજીવ અને નોજીવ એવી ત્રણ રાશિ જોવામાં આવે છે. ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે નોજીવ છે. અને ચારે ગતિમાં રહેલી જીવ રાશિ છે અને પરમાણુ તે અજીવ રાશિ છે. ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે તેણે તાપસનો પરાજય કર્યો. તેથી તાપસે ક્રોધ કરીને રોહગુપ્તનો નાશ કરવા માટે આગળ જણાવેલી સાતે વિદ્યાઓ મૂકી. તેની સામે રોહગુપ્તે તેની પ્રતિપક્ષ ગુરુએ આપેલી વિદ્યાઓ મૂકવાથી તેનો જય થયો. તેથી તાપસે ક્રોધ પામીને રાસભી એટલે ગધેડી વિદ્યા મૂકી, તેને આવતી જોઈને સાધુએ ગુરુએ આપેલો ઓઘો પોતાના શરીરની ચારે બાજુએ ફેરવ્યો તેથી તેના પ્રભાવે તે રાસભી વિદ્યા પાછી ફરીને તે તાપસ ઉપર જ મળમૂત્ર કરીને જતી રહી. સભાના લોકોએ રાજાના કહેવાથી તાપસને ગામ બહાર કાઢી મૂક્યો. રોહગુપ્તે ગુરુ પાસે આવીને બધી હકીકત કહી સંભળાવી ત્યારે ગુરુએ કહ્યું કે તેં તાપસને જીતી લીઘો તે સારું કર્યું. પણ સભામાંથી ઊઠીને આવતાં તેં એમ કેમ ન કહ્યું કે માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું છે. પણ વાસ્તવિક રીતે તો બે રાશિ જ છે. હજી પણ સભામાં જઈને કહી આવ કે રાશિ બે જ છે. ત્યારે રોહગુપ્ત કહેવા લાગ્યો કે આચાર્ય! મારું કહેવું પણ સત્ય જ છે. કેમકે ગરોળીનું પૂંછડુ તે તો નોજીવ છે. ગુરુએ ઘણો સમજાવ્યો પણ તે સમજ્યો જ નહીં. . જ આ વિષે રાજસભામાં ગુરુ અને શિષ્ય વચ્ચે છ મહિના સુધી વાદ્વિવાદ ચાલ્યો. તો પણ તેણે ૨૯૪ Page #344 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દુરાગ્રહ છોડ્યો નહીં. તેથી ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. રાજાએ પણ ગામમાં ઉદ્ઘોષણા કરાવી કે ગુરુનો પ્રતિપક્ષી થયેલ રોહગુપ્તને જે માન્ય કરશે તે રાજદ્રોહી ગણાશે. આશ્ચર્ય! માન કષાય કેવો તીવ્ર છે કે જેના માટે જીવ ઉત્સુત્ર પ્રરૂપણા પણ કરી બેસે; તે વિચારવા જેવું છે. તેથી વાદવિવાદ કરીને યશ મેળવવાની ઇચ્છા રાખું નહીં. (પૃ.૨૧૬) ૪૦૭. અપવાદથી ખેદ કરું નહીં. અપવાદ એટલે નિંદા અથવા અવર્ણવાદ, કોઈ આપણા વિશે ખરાબ બોલે, નિંદા કરે તો પણ ખેદ કરું નહીં; સમભાવ રાખું. નિંદક નિયરે રાખીએ, આંગન કુટિ છવાય; બિન પાની સાબુન બિના, નિર્મળ કરે સુભાવ.” અર્થ: આપણા નિંદકને ઘરના આંગણામાં ઝુંપડી બનાવીને રાખવો જોઈએ. કેમકે તે સાબુ અને પાણી વિના જ આપણા સ્વભાવને નિર્મળ બનાવે છે. “બોઘામૃત ભાગ-૧'માંથી - “પ્રભુશ્રીજી કહેતા કે કોઈ છ મહિના ઉપવાસનું તપ કરે અને કોઈ પોતાને ગાળો ભાંડતો હોય તેને છ મહિના સુધી સમભાવથી સહન કરે એનું છ મહિનાના ઉપવાસ કરતાં વધારે ફળ થાય છે, કેમકે, તપ કરીને પણ કરવાનું તો એ જ છે.” (પૃ.૧૫૦) ઉપદેશમાળા’ના આધારે :પ્રસન્નચંદ્ર રાજર્ષિનું વૃષ્ટાંત – પ્રસન્નચંદ્ર રાજર્ષિ વાદળાનું સ્વરૂપ જોઈને વૈરાગ્ય પામ્યા. તેથી , પોતાના પાંચવર્ષના બાળકને ગાદી ઉપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગ મુદ્રા ઘારણ કરીને ઊભા રહ્યા. તે અવસરે ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ત્યારે શ્રેણિકરાના મોટા સૈન્ય સાથે પ્રભુને વાંદવા ચાલ્યા. તે સૈનિકોમાં મુખ્ય સુમુખ અને દુર્મુખ નામના બે સૈનિકો ચાલતા હતા. તેઓએ પ્રસન્નચંદ્ર મુનિને જોયા. તેમાંથી સુમુખે કહ્યું કે આ મુનિ ઘન્ય છે કે જેણે આવી મોટી રાજલક્ષ્મીને તજી સંયમરૂપી સમૃદ્ધિ ગ્રહણ કરેલ છે. એના નામમાત્રનો ઉચ્ચાર કરવાથી પાપ જાય તો પછી એની સેવા કરવાથી પાપ જાય તેમાં શું નવાઈ? પછી દુર્મુખ બોલ્યો કે અરે!આ મુનિ તો અધન્ય છે, મહાપાપી છે. તું એને વારંવાર શા માટે વખાણે છે? એના જેવો પાપી તો કોઈ નથી. ત્યારે સુમુખે ચિંતવ્યું કે અહો!દુર્જનનો સ્વભાવ જ આવો હોય છે. જે ગુણોમાંથી પણ દોષને જ ગ્રહણ કરે છે. સુમુખે કહ્યું કે હે દુર્મુખ! તું આ મુનિશ્વરને શા માટે નિંદે છે? દુર્મુખે કહ્યું કે અરે! તેનું નામ પણ લેવા જેવું નથી. કારણ આ મુનિ તો પોતાના પાંચ વર્ષના બાળકને રાજ્ય આપીને દીક્ષા લીધી. પરંતુ વૈરીઓ તે બાળકને હણીને રાજ્ય લઈ લેશે. એ સાંભળી પ્રસન્નચંદ્ર મુનિના મનમાં ખેદ થયો કે મારા જીવતાં જ મારા બાળકને મારીને રાજ્ય લઈ લેશે, તેથી અંતરમાં જ લડાઈ ચાલું થઈ ગઈ. શ્રેણિક રાજા ગ્રહણ જ કરોની /// * O ૨૯૫ Page #345 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હાથી ઉપર બેસીને ભગવાન પાસે જતાં રસ્તામાં આ મહામુનિને જોઈ નીચે ઊતર્યા અને વાંદીને પછી ભગવાન પાસે ગયા. ત્યારે પ્રસન્નચંદ્રમુનિના અંતરમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. મનમાં લડતાં લડતાં બધા શસ્ત્રો ખલાસ થવાથી માથાનો મુકુટ લેવા ગયા ત્યાં માથું તો મુંડન થયેલું જાણ્યું. ત્યાં વિચારધારા પલટાવા લાગી. ત્યાં શ્રેણિક મહારાજાએ ભગવાનને પૂછ્યું હે પ્રભુ! પ્રસન્નચંદ્ર મુનિને મેં વાંદ્યા તે વખતે તે કાળઘર્મ પામે તો ક્યાં જાય? ભગવાને કહ્યું કે સાતમી નરકે. એમ થોડી થોડી વારે પૂછતાં ભગવાને કહ્યું: છઠ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી. પછી અનુક્રમે પહેલાં દેવલોક બીજો વગેરે પામે અને થોડીવારમાં તો તેમને કેવળજ્ઞાન થવાથી દેવદુંદુભી વાગી. ત્યારે શ્રેણિકરાજાએ પૂછ્યું કે દેવદુંદુભી કેમ વાગી? ભગવાને કહ્યું: પ્રસન્નચંદ્ર મુનિને કેવળજ્ઞાન ઊપજ્યું છે. તેમ આપણા પણ કોઈ અપવાદ બોલે કે નિંદા કરે તો પણ મનમાં ખેદ કરું નહીં. ખેદ થાય તો મારા જ આ ભવના કે પરભવના કરેલ કર્મનું આ ફળ છે એમ વિચારી ખેદને દૂર કરવા પ્રયત્ન કરું. (પૃ.૪૧) ૪૦૮. ઘર્મદ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. (ગૃ૦) દેવ દ્રવ્યનો પોતા માટે ઉપયોગ કરું નહીં. નહિં તો ભવોભવ પરિભ્રમણ કરવું પડશે. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - “અક્ષત વિગેરે દેવદ્રવ્યને ભક્ષણ કરનારા દુઃખ પામે છે, તેથી વિવેકી પુરુષોએ દેવદ્રવ્યનું યત્નથી રક્ષણ કરવું.” આનો સ્પષ્ટાર્થ દ્રષ્ટાંતથી જાણવો. મંદિરમાંથી દેવતાઈ ચોખા લાવી રાંઘવાથી બનેલ અશુદ્ધ આહાર શુભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત – કાંચનપુર નામના નગરમાં શુભંકર નામે ઘનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો. તે નિત્ય જિનપૂજા અને ગુરુવંદના કરતો હતો. એક વખતે તે જિનમૂર્તિ આગળ નમીને ઊભો હતો. તે સમયે કોઈ દેવતાએ ભગવંતની આગળ દિવ્ય અક્ષતના ત્રણ ઢગલા પૂર્વે કરી રાખેલા તે તેના જોવામાં આવ્યા. તે રાંધ્યા વગરના છતાં અત્યંત સુગંધ આપતા હતા. તે જોઈને જીભના સ્વાદને વશ થયેલા શુભંકર શેઠે પોતાને ઘરેથી તેનાથી ત્રણ ગણા બીજા ચોખા મંગાવીને ત્યાં મૂક્યા અને તે દિવ્ય ચોખા પોતાને ઘેર લઈ જઈ તેની ખીર કરાવી. તે વખતે સુગંઘ સર્વત્ર પ્રસરી રહી. તેવામાં કોઈ માસક્ષમણના પારણા માટે મુનિ પધાર્યા તેમને તે ક્ષીર વહોરાવી. તે ક્ષીરનું પાત્ર ઝોળીમાં મૂકવાથી મુનિના પરિણામમાં વિકૃતિ આવી ગઈ, અને વિચારવા લાગ્યા કે આ શ્રેષ્ઠીને ઘન્ય છે કે આવું મનોહર ભોજન નિત્ય ખાય છે. આવું દુર્ગાન કરતા ગુરુ પાસે આવ્યા. હવે ગુરુને બતાવીશ તો બધું ખાઈ જશે, એમ વિચારી ગુરુને બતાવ્યા વગર જ મુનિ સત્વર ભોજન કરવા બેઠા. આનો સ્વાદ દેવતાને પણ દુર્લભ છે એમ ચિંતવતા સતા તે આહાર જમીને સુખે સૂઈ ગયા. આવશ્યક ક્રિયાના સમયે પણ ઊઠ્યા નહીં. પ્રાતઃકાળે શુભંકર શ્રાવક ગુરુને વાંદવા આવ્યો. ત્યાં તે મુનિને સૂતેલા જોઈને કારણ પૂછ્યું એટલે સૂરિ બોલ્યા, કાલે આ મુનિ આહાર કરીને સૂતા છે તે ઊઠાડ્યા પણ ઊઠ્યા નથી. શેઠ બોલ્યા મારા ઘેરથી જ આહાર લઈને આવ્યા છે. ત્યારે ગુરુએ કહ્યુંઃ આહાર શુદ્ધ હતો કે અશુદ્ધ? શ્રાવક કહે અશુદ્ધ આહાર મારા જાણવામાં આવ્યો નથી. પણ મંદિરમાંથી ચોખા લાવ્યા હતા અને પાછા ત્રણ ગણા તેના બદલામાં મૂકી દીધા છે. ત્યારે ગુરુએ કહ્યું કે એજ કારણ છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી અનંત સંસાર વધે છે. તેના વિષે એક દ્રષ્ટાંત છે તે સાંભળ – ૨૯૬ Page #346 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તે રહેતો હતો. તે નિર્ધને જિનચૈત્યની ઈંટો ઘરમાં આવવાથી બનેલ નિર્ધન. એક શેઠનું દ્રષ્ટાંત – કોઈ નગરમાં એક દ્રવ્યવાન શેઠ રહેતો હતો. તે પોતાના એક પડોશીને નિરંતર પીડા કરતો હતો. તેથી તે નિર્ણને વિચાર્યું કે “કોઈપણ પ્રકારે આ ઘનાઢ્ય શ્રેષ્ઠી મારા જેવો નિર્ધન થાય તેમ કરું.” એકદા તે શ્રેષ્ઠી નવું ઘર ચણાવતો હતો તે જોઈ પેલા નિર્ધને જિનચૈત્યની ઇંટોના ખંડ લાવી ગુપ્ત રીતે તેમાં ચણી દીઘા. દેવદ્રવ્યનો ઉપયોગ થવાથી તે ઘનાઢ્ય શ્રેષ્ઠી અનુક્રમે તે ઘરમાં રહેવાથી નિર્ધન થઈ ગયો. અન્યદા પેલા નિને કહ્યું-“મને વિડંબના કરવાનું ફળ તેં આવું પ્રાપ્ત કર્યું; આ બધું મારું કૃત્ય જાણજે.” પછી તે શ્રેષ્ઠીએ સામવાક્યથી તેને સંતુષ્ઠ કર્યો. એટલે તેણે પોતાનું કરેલું કયે જણાવ્યું. તે જાણી શ્રેષ્ઠીએ ઘરની ભીંતમાંથી પેલા ઇંટોના ખંડ કાઢી નખાવ્યા અને તેના પ્રાયશ્ચિત્તમાં એક નવું ચૈત્ય કરાવ્યું. પછી તે પાછો સુખી થયો. આ પ્રમાણેની કથા કહી સૂરિએ કહ્યું કે- હે શ્રેષ્ઠી! તેં દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે તેથી તને મોટું પાપ લાગ્યું છે. તે સાંભળી ભય પામેલો શ્રેષ્ઠી બોલ્યો કે મારે ગઈકાલે જ ઘણા દ્રવ્યની હાનિ થઈ છે. ગુરુએ કહ્યું કે તમારું તો બાહ્ય ઘન ગયું પણ આ મુનિનું તો અંતરંગ ઘન ગયું. તેથી મુનિને આલોચના, રેચ વગેરે આપીને શુદ્ધિ કરાવી. પછી ગુરુએ શેઠને પણ કહ્યું કે તારા ઘરમાં અત્યારે જેટલું દ્રવ્ય છે તે વડે જિન ચૈત્ય કરાવવું. પછી શેઠે તે પ્રમાણે કર્યું. (પૃ.૧૫૧) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - દેવ દ્રવ્યનો ઉપયોગ કરવાથી બનેલ ઊંટડી “શ્રાવકે દેવ સમક્ષ દીપક કરીને તે દીપક વડે ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહીં.” ઊંટડીનું દૃષ્ટાંત - ઇંદ્રપુર નામના નગરમાં દેવસેન નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘેર એક ઊંટડી હમેશાં આવતી હતી. ભરવાડ તેને મારીને પોતાને ઘેર લઈ જતો હતો, છતાં પુનઃ તે ઊંટડી પેલા શેઠને ઘેર આવતી હતી. એક વખતે શેઠે ગુરુને પૂછ્યું – “આ ઊંટડી મારે જ ઘેર પ્રીતિથી આવે છે તેનું શું કારણ?” સૂરિ બોલ્યા- “આ ઊંટડી પૂર્વભવે તારી માતા હતી તે પ્રતિદિન જિનેશ્વરની આગળ દીવો કરીને પછી તે દીવાવડે ઘરના કામ કરતી અને ધૂપના અંગારાવડે ચૂલો સળગાવતી હતી. તે પાપથી આ ભવે તે ઊંટડી થઈ છે. પૂર્વભવે તારી માતા હોવાથી તેને પુત્રને અને પોતાના ઘરને જોઈ તે તારે ઘેર આવવાથી ખુશી થાય છે. હવે તું તેની પાસે જઈ તેને પૂર્વભવના નામથી બોલાવી તેના કાનમાં દેવદ્રવ્યને વિનાશ કરવાની હકીકત કહીશ તો તે જાતિસ્મરણ અને બોઘ પામશે.” શેઠે ગુરુના કહેવા પ્રમાણે કર્યું એટલે તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન પામી, પછી ગુરુની સાક્ષીએ સચિત્ત વિગેરેનો નિયમ લઈ, મનના પશ્ચાત્તાપવડે પૂર્વના પાપ બાળી દઈ તે ઊંટડી દેવપણાને પ્રાપ્ત થઈ. (પૃ.૧૫૩) ઘર્માર્થે બોલેલું દ્રવ્ય શીધ્ર આપી દેવું – “ચૈત્ય નિમિત્તે બોલેલું કે આપવા કહેલું દ્રવ્ય સત્વર આપી દેવું અને શુદ્ધ બુદ્ધિથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” આનો ભાવાર્થ એવો છે કે દેવદ્રવ્ય એક ક્ષણ પણ રાખવું નહીં. બીજાનું કરજ હોય તે આપવામાં પણ વિવેકી પુરુષો જ્યારે સર્વથા વિલંબ કરતા નથી તો પછી દેવદ્રવ્ય આપવામાં તો કેમ જ વિલંબ કરે ? જો તુરત આપવાને અસમર્થ હોય તો પ્રથમથી જ પખવાડિયા કે અઠવાડિયા પછી આપવાનો સ્ફટ રીતે અવધિ કરવો. પછી તે અવધિનું ઉલ્લંઘન થાય તો પૂર્વોક્ત દેવદ્રવ્યના ઉપભોગના દોષનો પ્રસંગ આવે. વિલંબ કરવાથી સારા શ્રાવકને પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. તે વિષે નીચેનું દ્રષ્ટાંત જાણવું. ૨૯૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ જિર્ણોદ્ધારમાં બોલેલ દ્રવ્ય ન અપાતાં થયેલી દુર્દશા ઋષભદત્ત શ્રેષ્ઠીનું દૃષ્ટાંત – મહાપુર નગરમાં ઋષભદત્ત નામે પરમ આર્હત્ શ્રેષ્ઠી રહેતો હતો. એક વખતે પર્વ દિવસે તે ચૈત્યમાં ગયો. ત્યાં શ્રાવકો જીર્ણ ચૈત્યના ઉદ્ધાર માટે એક ટીપ કરતા હતા. તેમાં ઋષભદત્ત પાસે દ્રવ્ય નહીં હોવાથી ઉધારે આપવાનું કહી કાંઈક દ્રવ્ય નોંધાવ્યું. પછી અનેક કામની વ્યગ્રતાને લીધે તત્કાળ તે આપી શકાયું નહીં. અન્યદા દૈવયોગે તેના ઘરમાં ચોરની ઘાડ પડી. તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું. તેમાં શેઠે ભય બતાવવા શસ્ત્ર હાથમાં લીધું એટલે ચોરોના શસ્ત્રઘાતથી હણાઈને તે મૃત્યુ પામ્યો અને તે જ નગરમાં રહેનારા કોઈ નિર્દય, દરિદ્રી અને કૃષ્ણ એવા મહિષવાહકને ઘેર પાડો થયો. તે વ્યક્તિ નિરંતર પ્રત્યેક ઘેર તે પાડા પાસે જળ વિગેરેનો ભાર વહન કરાવવા લાગ્યો. તે નગરની બાંધણી ઊંચા ટેકરા ઉપર હોવાથી તે પાડાને અહોરાત્ર જળાદિ ભાર લઈને ઊંચે ચડવું પડતું હતું તેથી, નિરંતર ક્ષુધાતુર રહેવાથી અને તે સાથે ચાબુક વિગેરેના પ્રહારથી તે મહાવ્યથા પામતો હતો. એક વખતે કોઈ નવું ચૈત્ય બંધાતું હતું. તેના ક્લિાને માટે તે જળ વર્ઝન કરવા ગયો. ત્યાં ચૈત્યપુજા વિગેરે જોઈ તેને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે હૃદયથી ચૈત્યભક્તિ કરવા લાગ્યો. પછી જ્ઞાનીના વચનથી તેને પોતાના પિતાનો જીવ જાણી તેના પૂર્વભવના પુત્ર દ્રવ્ય આપીને તેને છોડાવ્યો અને પૂર્વભવે દેવું રહેલ દેવદ્રવ્ય હજારગણું આપીને તેને ઋણ વગરનો કર્યો. પાડો અનશન કરી સ્વર્ગે ગયો. એ પ્રમાણે દેવદ્રવ્ય આપવામાં વિલંબ કરવા વિષે તૃષ્ટાંત જાણવું. દેવદ્રવ્ય વિનાશ પામતું જોઈ જે કોઈ તેની રક્ષા ન કરે તેને પણ દોષ લાગે છે. કહ્યું છે કે ‘શ્રાવક જો દેવદ્રવ્ય ખાય અથવા તે ખવાઈ જતાં તેની ઉપેક્ષા કરે તો તે બુદ્ધિહીન થાય અને પાપકર્મવર્ડ લેપાય.’’ (પૃ.૧૫૪) “દેવદ્રવ્યનું ભક્ષણ કરવામાં અહો ! કેટલો દોષ ! તે ઉપર મહાત્મા સાગર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત દેવદ્રવ્યના રક્ષકોએ ઘારી રાખવા યોગ્ય છે, સાગરશ્રેષ્ઠીનું દૃષ્ટાંત – દેવદ્રવ્યના ભક્ષણથી હજારો ભવનું ભયંકર દુઃખ. સાકેતનગરમાં સાગર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુધર્મા (સારી નિષ્ઠાવાળો) જાણી, બીજા શ્રાવકોએ ચૈત્યદ્રવ્ય સોંપીને કહ્યું – “આ દ્રવ્યમાંથી ચૈત્યનું કામ કરનારા સુતાર વિગેરે માણસોને તમારે પગાર ચૂક્વવો.'' લોભથી પરાભવ પામેલો તે શેઠ સુતાર વિગેરે મજૂરોને રોકડું દ્રવ્ય ન આપતાં આટો, ગોળ વિગેરે ચીજો દેવદ્રવ્યથી સંગ્રહ કરીને આપવા લાગ્યો અને તેનો જે લાભ આવે તે પોતે રાખવા લાગ્યો; એવી રીતે કરતાં એક રૂપિયાનો એંશીમો ભાગ કાંકણી કહેવાય છે તેવી એક હજાર કાંકણી (સાડાબાર રૂપિયા) એકઠી કરી, પરંતુ એવી રીતના દ્રવ્યસંચયથી તેણે ઘોર દુષ્કર્મ બાંધ્યું, અંતકાળે આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે સમુદ્રમાં જળમનુષ્યપણું પામ્યો. સમુદ્રમાં રહેલા જળચર જંતુઓના ઉપદ્રવ ટાળવા માટે જાતિવંત રત્નના ઇચ્છુકોએ તેને માંસાદિકથી લોભાવી વજ્રની ઘંટીમાં નાખીને પીલી નાખ્યો અને તેના અંગમાંથી નીકળેલ અંડગોળી ગ્રહણ કરી. જળમનુષ્ય મૃત્યુ પામીને ત્રીજી નરકે ગયો. ત્યાંથી નીકળી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો મહામત્સ્ય થયો. ત્યાં માછીએ કરેલી કદર્થના વડે મૃત્યુ પામ્યો. મરીને ચોથી નરકે ગયો. એવી રીતે એક બે વિગેરે ભવને અંતરે સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયો. દેવદ્રવ્યની એક હજાર કાંકણી દ્રવ્ય ખાઘેલ હોવાથી તે આંતરે આંતરે અથવા આંતરા વિના ૨૯૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હજાર- વાર શ્વાન થયો. તેમજ એક હજાર ભવ ડુક્કરના, એક હજાર ભવ બકરાના, એક હજાર ભવ ગાડરના, એક હજાર ભવ મૃગલાના, એક હજાર ભાવ સસલાના, એક હજાર ભવ સાબરના અને એક હજાર ભવ શૃંગાલના કર્યા. તેવી જ રીતે હજાર હજાર વખત માર્નાર, ઉંદર, ગરોળી, ઘો અને સર્પ થયો. પાંચ થાવર તથા વિકલેંદ્રિયમાં હજારો ભવ કરી એકંદર લાખો ભવ સંસારમાં ભમ્યો. તેમાં પણ પ્રાયે કરીને બઘા ભવમાં શસ્ત્રઘાત વગેરેની પીડા સહન કરીને જ મૃત્યુ પામ્યો. એવી રીતે ઘણા દુષ્કર્મો ક્ષીણ થવાથી વસંતપુરમાં કોટિધ્વજ એવા વસ્તુદત્ત શેઠને ઘેર પુત્ર થયો. તે ગર્ભમાં આવતાં જ તેના પિતાનું સર્વ દ્રવ્ય નષ્ટ પામી ગયું. જન્મને દિવસે પિતા મૃત્યુ પામ્યા અને પાંચ વર્ષનો થયો એટલે માતા મૃત્યુ પામી. આથી લોકોએ તેનું નિપૂણ્ય એવું નામ પાડ્યું. અનુક્રમે ભિખારી ને રાંકની જેમ તે મોટો થયો. એકદા તેના મામા તેને દયાથી પોતાને ઘેર લઈ ગયા. ત્યાં રાત્રે ચોરોએ તેનું ઘર લૂંટી લીધું. પછી તે અભાગિયો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં અગ્નિ વિગેરે ઉપદ્રવ થવા લાગ્યા. એટલે લોકો તે આવે એટલે મહાઉત્પાત આવ્યો એમ કહેવા લાગ્યા. એવી અસહ્ય નિંદાથી ઉદ્વેગ પામીને તે દેશાંતર ગયો. અનુક્રમે તામ્રલિપ્તિ નગરીએ પહોંચી વિનયંધર નામના કોઈ ઘનાઢ્ય શેઠને ઘેર તે સેવક થઈને રહ્યો. તે જ દિવસે તેના ઘરમાં આગ લાગી, એટલે તેણે તેને ઘરબહાર કાઢી મૂક્યો. તેથી કંટાળીને તે પોતાના પૂર્વકર્મને નિંદવા લાગ્યો. કહ્યું છે કે “પ્રાણી કર્મ સ્વવશપણે કરે છે, પણ તેના ઉદયને વખતે તે પરવશ થાય છે.” જેમ ઝાડ ઉપર માણસ સ્વેચ્છાએ ચડે છે, પણ પડે છે ત્યારે પરવશ થઈને પડે છે.” આ પ્રમાણે ખિન્ન થયો તો તે આમતેમ ભમવા લાગ્યો. તેવામાં કોઈ એક જ્ઞાની મુનિ તેના જોવામાં આવ્યા. તેને જોતાં જ વંદન કરીને તેણે પોતાના પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. મુનિએ તેના પૂર્વભવનું સ્વરૂપ યથાર્થ કહી આપ્યું. તે સાંભળી દેવદ્રવ્યના ઉપભોગનું પ્રાયશ્ચિત્ત માંગ્યું. મુનિએ કહ્યું – “પ્રથમ ઉપભોગમાં લીધેલા દેવદ્રવ્યથી અથિક દ્રવ્ય પાછું આપવું અને દેવદ્રવ્યની રક્ષા કરવી; તેથી દુષ્કર્મનો નાશ થશે.' પછી તેણે લીધેલા દેવદ્રવ્યથી હજારગણું દ્રવ્ય દેવભક્તિમાં આપવું અને તે પુરુ થતાં સુધી વસ્ત્ર, આહાર વિગેરે નિર્વાહ ઉપરાંત કાંઈ પણ દ્રવ્ય એકઠું કરવું નહીં.” એવો મુનિ પાસે નિયમ લીધો. ત્યારપછી તે જે વ્યાપાર કરે તેમાં ઘણું દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો અને તે દેવદ્રવ્યમાં વાપરવા લાગ્યો. એવી રીતે થોડા દિવસમાં તેણે પૂર્વે વાપરેલી હજાર કાંકણીને સ્થાને દશ લાખ કાંકણી દેવદ્રવ્યમાં આપી અને દેવનો અનૃણી થયો. પછી અનુક્રમે ઘણું દ્રવ્ય મેળવી પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે મુખ્ય શેઠીઓ કહેવાયો. પછી નવાં ચૈત્ય કરાવવાં, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, યોગ્ય યુક્તિથી તે વધારવું ઇત્યાદિ વડે અભુત પુણ્ય ઉપાર્જન કરી તેણે તીર્થંકરનામકર્મ બાંધ્યું. અવસરે દીક્ષા લઈ પહેલું અરિહંત સ્થાનક તપ વડે આરાઘી, અર્ધન્નામકર્મ નિકાચિત કર્યું. ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થઈ ત્યાંથી ચ્યવી મહાવિદેહે ક્ષેત્રમાં અર્વતની સમૃદ્ધિ ભોગવી સિદ્ધિપદને પ્રાપ્ત થયો. દેવદ્રવ્ય ગ્રહણ કરવાથી અત્યંત દોષ લાગે છે, એમ પૂર્વ સૂરિઓએ કહેલું છે તેને જાણીને શ્રાવક દેવદ્રવ્યની કિંચિત પણ સ્પૃહા કરતા નથી.” (પૃ.૧૫૭ ૪૦૯. દશાંશ કે - ઘર્મમાં કાઢું. (ગૃ૦). જે પોતાની કમાણી હોય તેમાંથી દશમો ભાગ અથવા તેથી વિશેષ ઘર્મકાર્યના ઉપયોગમાં વાપરું. ૨૯૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કેમકે દાનઘર્મ વડે જીવ હલકો થાય છે. નહિં તો સુભૂમ ચક્રવર્તીની જેમ પરિગ્રહના ભારથી જીવ નરકે જઈ પડે છે. માટે યથાશક્તિ દાન કર્યું. તેના વિષે જણાવે છે – ઉપદેશામૃત'માંથી :ભાવનગરના રાજાનું દ્રષ્ટાંત – “મુનિ મોહનલાલજી – ભાવનગરનો એક રાજા બહુ જ દાન દેતો. તેની સયાજીવિજયમાં ટીકા થઈ કે આટલું બધું રાજાએ ખર્ચ ન કરવું જોઈએ. પણ તે ગણકાર્યું નહીં. થોડા દહાડા પછી તે રાજા મરણ પામ્યો. જે તેણે દાન કર્યું તે તેની સાથે ગયું ને? પાછળ પડી રહ્યું તેમાંથી તેના ખપનું કંઈ છે? દાન પુણ્યમાંય બે ભેદ છે. એકથી તો પુણ્યનો જોગ હોય ત્યારે પુણ્ય બંઘાય; અને એક પુણ્ય ખપી જાય અને પાપ બંઘાય. જેના જોગે નવું પુણ્ય બંધાય તે જ પુણ્યાનુબંધી પુણ્ય અને તે ખપનું છે. પ્રભુશ્રી -તે ગાદી ઉપર બીજો રાજા આવ્યો. તે શિકારી અને પાપી હતો. તે ઊંઘમાં પણ હરણિયાં ભાળ અને ભય, ભય, અને ભય દેખે. તેણે સભામાં ડાહ્યા માણસો આગળ તે વાત જણાવી અને ચર્ચા થયે તેને ખાતરી થઈ કે પાપ કર્યા છે તે બઘા તેને ઘેરી લે છે.” (ઉ.પૃ.૩૦૯). “અનંતકાળથી આ જીવને રખડાવનાર પાંચ ઇન્દ્રિયના વિષય અને ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય છે. તેના જેવા બીજા કોઈ વેરી નથી. તેમાં ક્રોઘ વડે પ્રીતિનો નાશ થાય છે, માને વિનયનો નાશ થાય છે, માયાથી મૈત્રીનો નાશ થાય છે; પણ લોભથી તો સર્વ વિનાશ પામે છે એવું સૂત્રમાં કહ્યું છે. તેથી, અનાદિકાળનો લોભ છૂટતો નથી તે ઓછો કરવાને અર્થે હે ભગવાન! જે આ સો સવાસો રૂપિયા મારા ગણતો હતો તેને હું તજુ , તે લોભપ્રકૃતિ છોડવાને અર્થે દાન કરું છું. પુણ્ય મળે કે સ્વર્ગનાં સુખ પરભવમાં પ્રાપ્ત થાય એ માટે હવે હું દાન નહીં કરું. કોઈ કૂતરાને બચકું રોટલો નાખું કે ભિખારીને મૂઠી દાળિયા આપું તે પણ હે ભગવાન! એટલો લોભ છોડવાને આપું. લોભ છૂટે તો જ અપાય છે. પણ જો ભિખારીને આપીને મનમાં પરભવમાં પામવાની ઇચ્છા રાખે તો તે દાન આપનાર પણ ભિખારી જ છે. કોઈ કરણી વાંઝ નથી હોતી, કરણીનું ફળ તો મળે છે. પણ જે લૌકિકભાવથી આજ સુધી દાન કર્યા તેનું ફળ પામી દેવલોકની રિદ્ધિસિદ્ધિ ભોગવી પણ તે પુણ્ય ક્ષય થતાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, પશુપંખી, નોળ-કોળ, કૂતરાબિલાડાનાં ભવ ઘરી પરિભ્રમણ કરવું પડે છે. માટે કોઈ સંતના યોગે, હે ભગવાન! હવે જે દાનપુણ્ય કરું તે અલૌકિક દ્રષ્ટિથી કરું, જન્મમરણથી છૂટવા કરું-એવી ભાવના કર્તવ્ય છે.” (ઉ.પૃ.૩૩૨) બોઘામૃત ભાગ-૧'માંથી – “દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. મુનિને દાન કરે–શાસ્ત્રનું દાન, ઔષઘદાન, અભયદાન, આહારદાન એ બઘાં પુણ્યનાં કારણ છે. જેમાં પાપ થાય તેવું દાન દેવા યોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે. કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનુંય ન રહે. ભોજરાજાનું દ્રષ્ટાંત – ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો. તેથી મંત્રીએ રાજાને સમજાવવો એમ વિચારી સિંહાસન પર “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે, તેથી ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે “ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે કદાચ દૈવ એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે ૩૦૦ Page #350 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ તો તે વખતે લક્ષ્મી પણ રહેશે નહીં. માટે વહેતી ગંગામાં હાથ ઘોઈ લેવા.’ પૂર્વપુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને વિવેકપૂર્વક દાન આપવાનું છે. તો દાન દેનારા સુખી થાય અને લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય અને દાન ન કરે તો નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.’’ (બો.૧ પૃ.૨૯૪) ‘‘પ્રશ્ન – ગુપ્તદાન એટલે શું? પૂજ્યશ્રી – કોઈ જાણે નહીં એવી રીતે દાન દેવું કે જેથી પોતાનો લોભ છૂટે અને અભિમાન ન થાય. દાન લેનારને પણ પરાધીનતા, દીનતા ન થાય એ ગુપ્તદાન છે. લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું.'' (બી.૧ પૃ.૧૪૨) પૂર્વે કંઈ દાનપુણ્ય કર્યું તેથી મનુષ્યભવ પામ્યો છે. હવે કરશે તો ફરી મનુષ્યભવ પામશે. જે અત્યારે કરતો નથી તેને ભવિષ્યમાં મળવાનું નથી. કરશે તો પામશે.’' (બો.૧ પૃ.૨૪૨) ‘બોધામૃત ભાગ-૩’માંથી – લોભ છોડવા માટે દાન કરવું છે. લોભ એ પાપનો બાપ છે. લોભથી જન્મમરણ કરવા પડે છે. માટે અન્ય કોઈના હિતનો વિચાર કરતાં પોતાની લોભ પ્રકૃતિ મંદ કેમ પડે તેનો વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે, સંતોષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી.'' (બો.૩ પૃ.૬૩૦) “આપે મોક્લેલ રકમ પૂ.પ્રભુશ્રીજીનો બોઘ છપાવવો શરૂ થયો છે તે ખાતે લીઘી છે. આપણા આત્માના ઉદ્ઘારનો ખરેખરો અવસર આવ્યો છે તે ચૂકવા યોગ્ય નથીજી. દાન છે તે લોભ ઓછો કરવા, તે સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા અને આત્માની દયા ખાવા અર્થે કરવાનું છે. એટલે અનંતકાળથી જીવ લોભને લઈને ભવોભવ આથડે છે, આ મનુષ્યભવમાં પણ દેશપરદેશ લોભનો માર્યો આથડે છે, કર્મ બાંધ્યા કરે છે; તે લોભમાંથી એક કાંકરી પણ ખરે તો પણ આત્મા હલકો થાય, પવિત્ર થાય.'' (બી. ૩ પૃ. ૭૯૬) “પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લોભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કોઈ ભિખારીને આપતાં પણ ‘પુણ્ય તો બંઘાશે' એવો ભાવ છોડી, મારો એટલો લોભ છૂટ્યો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભોગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું. પરંતુ તેના ફળની ઇચ્છા મારે રાખવી નથી. આત્માર્થે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એવો લક્ષ મુમુક્ષુજીવને સહેજે હોય.'' (મો.૭ રૃ.૪૩) “પૈસામાં જ ચિત્ત બાંધી રાખવાથી જેમ ધર્મ પ્રગટતો નથી તેમ પૈસા વગર વિચાર્યે વેરવાથી પણ ધર્મ પ્રગટે તેમ નથી. પણ જ્ઞાનીની આજ્ઞા ઉઠાવતાં ધર્મ પ્રગટે છે એવો તે વાક્યનો પરમાર્થ વારંવાર વિચારી, જ્ઞાનીની આજ્ઞાની મુખ્યતા હૃદયમાં વસે તેમ વર્તવા આખી જીંદગી સુધી સંભારી રાખવા જેવી શિખામણ આ પ્રસંગ ઉપરથી શીખી લેવી ઘટે છેજી. યથાશક્તિ દાન અને તપ કરે તેથી લાભ થાય છે, પણ શક્તિ વિચાર્યા વિના આંખો મીંચીને દીર્ઘ જાય તો તે લાંબો વખત બની શકે નહીં; તેમજ પોતાને આર્ત્તધ્યાનનું કારણ ન થાય અને દાન લેનારને અતિ પ્રમાદ આદિ દોષનું કારણ ન થાય તે સાત્ત્વિક દાન ગણાય છે. એવા ઘણા ભેદો સમજવાની જરૂર છે. માહિતી ન હોય તો ઉતાવળા ન થવું, કોઈ જાણકારને પૂછવું; પણ ઐસાને મળ્યા ૩૦૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તૈસા ને તૈસાને મળ્યા તાઈ, ત્રણે મળીને તતૂડી બજાઈ” એવું કરવા જોગ નથી. વિવેક એ ઘર્મનો પાયો છે તે ભૂલવા જેવું નથી.” (બો.૩ પૃ.૩૩૧) પ્રશ્ન – પૈસા વાપરવા ભાવના હોય તો કેવાં શુભ કાર્યમાં વાપરવા? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ઘર્મપ્રાપ્તિ તથા ઘર્મ-આરાધનામાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવાં ઘટે. વપરાયા પહેલા તે સંબંધી વિચાર કરતાં પણ ઘર્મધ્યાન થાય છેજી. જગતના જીવો પોતાની સ્વચ્છેદ પ્રવૃત્તિમાં પડ્યા છે, તે કેવી રીતે જ્ઞાનીના માર્ગને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે? તે વિચારતાં પ્રથમ કાર્ય એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે જ ઘર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવોને કેમ થાય? તેનો વિચાર કરી, જેને જેને ઘન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાઘનમાં વિઘ્ન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ઘન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય. દ્રષ્ટાંત તરીકે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના હસ્તક સાઘકસમાધિ ખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી તેનું ટ્રસ્ટ કરી તેનો સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તો બ્રહ્મચારી ભાઈબહેનો જે આશ્રમમાં જીવન પર્યત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખોરાક, કપડાં, દવા વગેરે તેમજ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવો પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સલ્લાસ્ત્ર લખાવવાં હોય, છપાવવાં હોય, મુમુક્ષજીવોને વહેંચવાં હોય, કે નવાં ખરીદીને પુસ્તક ભંડાર કરવો હોય તે ખાતે વાપરવા. કોઈને સારો અભ્યાસ કરાવવા બહારગામ મોકલવા પડે, તથા શિક્ષકો વગેરે રાખવા પડે કે પાઠશાળા સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતો બાળકો કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવો ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે. એટલે પ.ઉ.પૂ.પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય તો તે તેમના અભિપ્રાયપણે તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય. માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યો છે એટલે કોઈ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી સુરતમાં તો આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે. જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દ્રઢ થવામાં મદદ મળે, લોકોને ભવિષ્યમાં દુઃખનું, સંસારપરિભ્રમણનું પરિણામ આવે તેવાં કામ લોકો સારાં માનતા હોય તો પણ અશુભ છેજી. કંઈ વાપરવું હોય તો તે લોભ છોડવા વાપરવું છે એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા યોગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા જીવોને પણ સમજણ, જ્ઞાનીનો બોઘ પ્રાપ્ત થાય તો તે લોભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી જે ઉપાધિ છે તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છોડ્યા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તો જે કરવું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચુકવા યોગ્ય નથી. મોકલેલાં શાસ્ત્રોમાં વિશેષ ચિત્ત રહે તેમ કરવા ભલામણ છેજી. બીજું બધું આગળ ઉપર થઈ રહેશેજી.” (બો.૩ પૃ.૩૪૯) પૂર્વકર્મના આધારે સામગ્રી સર્વને મળી છે તેનો સદુઉપયોગ કર્તવ્ય છેજી. તમે દાનભાવના ૩૦૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ફરીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તો પણ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તોપણ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેy.” (બો.૩ પૃ.૪૬૭) “સદગુરુનો ઉપદેશ જીવમાં પરિણામ પામે તેવું કોમળ, યોગ્યતાવાળું હૃદય થવા કષાય ઘટાડવાની જરૂર છેજી. કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છે.” (બો.૩ પૃ.૪૬૭) “આપે કંઈ હાર સંબંધી પુછાવેલું. આપને ભક્તિભાવમાં વૃદ્ધિ થાય તેમ લાગતું હોય તો જે રકમ કે હાર મોકલવો હોય તે આશ્રમના કારભારીના નામે મોકલશો. તમારી ઇચ્છા હોય તો શ્રી વવાણિયા પરમકૃપાળુદેવના જન્મસ્થાન ઉપર “જન્મભુવન” નામે મોટું ભવ્ય મંદિર બંધાવ્યું છે ત્યાંથી પરમકૃપાળુદેવનાં પુત્રીએ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના મોટી સાઈઝના ચિત્રપટની માગણી કરી છે તે અર્થે, જો તમો એકલા ઘારો છો તે રકમ મોકલો તો સારો ઍક્લાર્જડ ફોટો ત્યાં મોકલી શકાય. તે હાર કરતાં વિશેષ લાભદાયક સમજાય છે. પછી જેવી આપની ભાવના. બીજું, ત્યાં મુમુક્ષુઓ બહારથી આવે તેને માટે એક ઘર્મશાળા પણ બાંધનાર છે. તેમાં કંઈ રકમ મોકલવા વિચાર હોય તો મોકલવા યોગ્ય છે. આ તો એક લોભ છોડવા અર્થે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા મહાપુરુષોએ કહ્યું છે તે વિષે વાત થઈ.” (બો.૩ પૃ.૫૬૨) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. આમાંથી જેમ ઠીક પડે તેમ ટ્રસ્ટીઓને જણાવી જવાબ મેળવી શકો છો. પછી બીજા કોઈ ખાતામાં ભાવના રહેતી હોય તો તેમ. તમારા ભાવ ઉલ્લાસ પામે તેમ કર્તવ્ય છેy.” (બો.૩ પૃ.૬૮૯) “સમાધિસોપાન'માંથી :- “કોઈ જીવોનો તીવ્ર રાગ ભાવ મંદ થયો નથી; તેથી સંપૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ કરવા સમર્થ નથી, પણ પ્રશસ્ત રાગરૂપ ઘર્મમાં રુચિવંત છે અને પાપથી ભય પામ્યા છે તે મહાપુરુષો ઉત્તમ પાત્રોના ઉપકાર અર્થે દાનમાં ઘન ખર્ચે છે, તેમજ ઘર્મનું સેવન કરનારા નિર્ધન જનોને અન્ન વસ્ત્રાદિ આપી ઉપકાર કરે છે. ઘર્મના સ્થાનક જિનમંદિર આદિમાં, જિન સિદ્ધાંત લખાવવામાં, પ્રસિદ્ધ કરાવવામાં, સંગ્રહ કરાવવામાં તથા ઉપકરણમાં, પૂજા-પ્રભાવનામાં ઘનનો સદુપયોગ કરે છે. દુઃખી, દરિદ્રી, રોગીઓના ઉપકાર અર્થે તન, મન, ઘનનો કરૂણા-બુદ્ધિથી ઉપયોગ કરે છે; તેઓ તેમનું ઘન અને જીવન બન્ને સફળ કરે છે. ઘન ક્યાં સાથે આવવાનું છે? ઘન પામ્યા હો તો દાન વડે તેને સફળ કરો. દાન દઈ શકતો નથી તે કંજૂસનું ઘન ઘોર દુઃખની પરંપરા વધારનાર બને છે. આ લોકમાં કૃપણ અત્યંત નિંદાય છે; કૃપણનું ૩૦૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નામ પણ કોઈ લેતું નથી; કૃપણ, કંજૂસ મનુષ્યનું નામ લોકમાં અમાંગળિક મનાય છે. દાતારના દોષો ઢંકાઈ જાય છે, દૂર થઈ જાય છે. દાન વડે જગતમાં નિર્મળ કીર્તિ ફેલાય છે. દાન વડે વેરી પણ પગે પડે છે, વેર છોડી દે છે અને મિત્ર બની હિત કરે છે. દાનનો પ્રભાવ જગતમાં જબરો છે. સાચી ભક્તિ સહિત અલ્પ દાન દેનાર પણ ભોગભૂમિમાં ત્રણ પલ્યોપમના લાંબા આયુષ્યવાળો મનુષ્ય થઈ ત્યાંના કલ્પવૃક્ષ આદિનાં મનોવાંછિત સુખ ભોગવી દેવલોકમાં જાય છે. જગતમાં આપનારનો હાથ ઊંચો રહે છે. વિનય સહિત સ્નેહ ભર્યા વચનથી દાન દેવું. દાન કરનારે એવું અભિમાન ન રાખવું કે હું આના ઉપર ઉપકાર કરું છું. દાન કરનાર તો પાત્ર દાન દેવા યોગ્ય મહાત્મા)ને પોતાના ઉપર ઉપકાર કરનાર માને છે. લોભરૂપી અંઘકૂપમાં પડેલા ઉપર પાત્ર વિના કોણ ઉપકાર કરે? પાત્ર વિના લોભિયાનો લોભ છૂટતો નથી. માત્ર વિના સંસારમાંથી ઉદ્ધાર કરનાર દાન ક્યાંથી દેવાય? તેથી વિચારવાન ઘર્મેચ્છકને તો પાત્રનો યોગ મળે કે દાન દેવાય ત્યારે અત્યંત આનંદ થાય છે. શ્રીમતપણું અને સમજણ પામ્યા હો તો દાનમાં જ ઉદ્યમ કરો.” (પૃ.૨૯૯). ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – ઘર્મ કાર્ય કરી પસ્તાવવું નહીં ઘનદત્તનું દ્રષ્ટાંત – એક દિવસ ઘનદત્ત, રાજાની સાથે ઉદ્યાનમાં મુનિને વાંદવા ગયો. ત્યાં ઘર્મદેશના સાંભળીને તેણે ગુરુને પૂછ્યું કે-“હે ભગવન્! પૂર્વ ભવમાં કેવાં કર્મ કર્યા હતાં? ગુરુ બોલ્યા કે - “હે ઘનદત્ત!તારા પૂર્વભવનું વૃત્તાંત સાંભળ – રત્નપુર નગરમાં મહણ નામે એક શ્રેષ્ઠીપુત્ર હતો. તે એકદા ઉદ્યાનમાં ગયો. ત્યાં કોઈ મુનિને જોઈ તેમને વાંદીને તેની પાસે બેઠો. તે વખતે ગુરુએ કહેલી ઘર્મદેશના સાંભળીને તેણે સમતિ સહિત ગૃહીઘર્મ અંગીકાર કર્યો. ગુરુને નમીને તે પોતાને ઘેર આવ્યો. પછી ઘણું ઘન ખર્ચીને તેણે એક મોટું ચૈત્ય કરાવ્યું; પણ પાછો તેને વિચાર થયો કે-“ઘર્મના રસમાં પરાધીન થઈને મેં આટલો બધો ઘનનો વ્યય કેમ કર્યો? ઇત્યાદિ ભાવનાથી ભ્રષ્ટ થયા છતાં પણ પાછી લોકલજ્જાથી તેણે પ્રતિમા ભરાવી. એકદા તેણે ઘારણા કરી કે – “જેટલું દ્રવ્ય હું ઉપાર્જન કર્યું તેમાંથી ચોથો હિસ્સો ઘર્મમાર્ગે મારે વાપરવો.” એ પ્રમાણે વર્તતાં વળી તેને વિચાર થયો કે - “મેં ઘારણા કરી તેનું ફળ મને આ ભવમાં જ મળશે કે નહીં? કેમકે શાસ્ત્રમાં તો થોડાનું પણ અધિક ફળ સંભળાય છે.” ઇત્યાદિ શંકા વારંવાર કર્યા કરતો હતો અને દેવપૂજા વિગેરે પણ ફળની શંકા સહિત કરતો હતો. એમ શુભ તથા અશુભ પરિણામથી આંતરે આંતરે શુભ તથા અશુભ કર્મ તેણે બાંધ્યું. છેવટે આયુષ્યને અંતે મરણ પામીને તે ભુવનપતિ દેવતા થયો; ત્યાંથી ચ્યવીને તું ઘનદત્ત થયો છે. તેં પૂર્વભવમાં ઘર્મકાર્યો કર્યા, પણ તેમાં દૂષણ લગાડ્યાં તેથી તેનાં ફળ રૂપે તને દુઃખ સહિત સુખ આ ભવમાં પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને ઘનદત્ત મૂર્ણિત થયો. પછી સંજ્ઞામાં આવીને જાતિસ્મરણ થવાથી માતાપિતાની આજ્ઞા લઈને વૈરાગ્ય વડે રાજા સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યાંથી મરણ પામી વૈમાનિક દેવતાનું સુખ ભોગવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો, અને ઘર્મનું આરાધન કરીને અનુક્રમે મોક્ષે ગયો. (પૃ.૧૬૩) ૪૧૦. સર્વસંગ પરિત્યાગ કરું. (પરમહંસ) “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાથિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાથિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે ૩૦૪ Page #354 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે; અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. “સર્વસંગ’ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોઘ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ.” (વ.પૃ.૩૧૯) “ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” (વ.પૃ.૪૯૦) “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી.” (વ.પૃ.૪૯૦), શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ ‘અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બોઘ થયે પ્રાપ્ત થવા યોગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તેવો સમય પ્રાપ્ત થવા યોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે, કે જે નિવૃત્તિને યોગે શુભેચ્છાવાન એવો જીવ સદ્ગર, સપુરુષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.” (વ.પૃ.૪૮૯) “જે જ્ઞાની પુરુષને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.” (વ.પૃ.૬૩૯) “વૈશ્યવેષે અને નિગ્રંથભાવે વસતાં કોટી કોટી વિચાર થયા કરે છે.” (વ.પૃ.૮૦૩) “બોઘામૃત ભાગ-૧'માંથી - ત્યાગ, ને ત્યાગ એ કહેવું છે. એક વખતે પ્રભુશ્રીજીએ ત્યાગ, ત્યાગ ને ત્યાગ એમ બંદૂક ફુટે એવો અવાજ કરી કહ્યું હતું. આખરે મોક્ષે જશે ત્યારે કંઈ સ્ત્રી-છોકરાંને સાથે લઈને જશે? મરણ આવે ત્યારે મૂકવું પડે છે. ત્યાગને ભૂલે, મૂકે, તો સંસાર છે. ચક્રવર્તી જેવા છ ખંડનું રાજ્ય કરતા, પણ દુ:ખ લાગ્યું કે આ તો ક્લેશ છે, ખેદકારક છે, ત્યારે છોડીને ચાલી નીકળ્યા. એમ ન વિચાર્યું કે રાજ્ય કોણ કરશે? ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મળપણું થઈ જાય એટલી તેમાં યોગ્યતા છે. સારું હોત તો છોડવા ન કહેત,પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ કરે તો સુખ લાગે, પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ લાગે છે. ઘર્મ કરે નહીં તો લક્ષચોરાશીમાં ભટકવાનું છે અને ઘર્મ કરે તો કર્મ-ક્ષય કરે તેવું છે.” (બો.૧ પૃ.૨૨૭) ૩૦૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ચાજ્ઞવલ્ક્યનું દૃષ્ટાંત – ચાજ્ઞવલ્ક્ય ત્યાગ કરી ત્યાગનું સ્વરૂપ બતાવ્યું. યાજ્ઞવલ્ક્ય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં જતો. એક વખતે રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ઘન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્ધું અર્ધું વહેંચી લો. હું તો ત્યાગ લઉં છું. મૈત્રેયીએ કહ્યું, ધનથી મોક્ષ મળશે? તે વિચારવાન હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી તેણે પણ ત્યાગ લીધો અને કાર્યાયિનીને ઘન આપ્યું. પછી બીજે દિવસે યાજ્ઞવલ્ક્ય જનકરાજાના દરબારમાં ગયો. રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. વગર કહ્યુ જાણી લીધું.” (૧ પૃ.૧૪૬) રામકૃષ્ણના શિષ્યનું હૃષ્ટાંત—અલ્પ પરિગ્રહ પણ જીવને અશાંતિ પમાડે. રામકૃષ્ણના કોઈ એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે ‘પરિગ્રહ એ તો પાપનું મૂળ છે, તો એનો ત્યાગ અવશ્ય કરવો. પણ મને એના ઉપર મોહ ઘણો છે, તો પછી એનો ઇલાજ શો?’ તેણે એક હાથમાં રૂપિયો લીધો અને બીજા હાથમાં વિષ્ટા લીધી અને વિચાર કરવા લાગ્યો કે આ રૂપિયો છે એનાથી ખાવા પીવાની કે વસ્તુઓ મળે છે, ખાધા પછી તે વસ્તુઓની વિષ્ટ થાય છે તો પછી એનામાં અને વિષ્ટામાં શો ફરક છે? એમ વિચાર કરીને તેણે બધા પરિગ્રહનો ત્યાગ કર્યો. પછી તે જ્યારે રૂપિયાને દેખતો ત્યારે તેને વિષ્ટા કરતાં પણ વધારે ગ્લાનિ થતી. એક વખતે કોઈએ તેની પરીક્ષા કરી. એક બેઆની લઈને તેની પથારી નીચે છાનીમાની મુકી દીધી. સાંજે તે પથારી ઉપર સૂતો તો આખી રાત ઊંઘ ન આવી. સવારમાં ઊઠીને તેણે પથારીને ખંખેરવા ઉઠાવી તો નીચેથી બેઆની નીકળી. તેણે નિશ્ચય કર્યો કે ઊંઘ નહીં આવવાનું કારણ આ અલ્પ પરિગ્રહ હતો. અલ્પ પરિગ્રહ પણ જીવને કેટલી અશાંતિ પમાડે છે! આ વસ્તુને જોતાં ઝેર કરતાં પણ વધારે ભય લાગવો જોઈએ. જેમ સર્પને જોતાં ભય લાગે છે તેમ પરિગ્રહને જોતાં જીવને ભય અને ત્રાસ લાગવો જોઈએ.'' (બો.૧ પૃ.૧૭૦) - ‘સમાધિસોપાન'માંથી :– ઉત્તમ ત્યાગ – ‘આત્માને દબાવી રાખનાર પરિગ્રહ સમાન બીજો કોઈ બોજો નથી; કારણ કે દુઃખ, દુર્ધ્યાન, ક્લેશ, વેર, વિયોગ, શોક, ભય, અપમાન એ બધાં પરિગ્રહના ઇચ્છકને વેઠવાં પડે છે. તેથી જેટલે જેટલે અંશે પરિગ્રહ ઉપરથી મમતા ઘટે, પરિણામ પાછાં વળે, તેમ તેમ ખેદ ક્લેશ ઘટે છે; જેમ બહુ ભારથી દુઃખી થતો મનુષ્ય, ભાર નીચે મૂકે ત્યારે સુખી થાય છે, તેમ પરિગ્રહની વાસના છૂટે તો જીવ સુખી થાય છે. સમસ્ત દુઃખ અને સમસ્ત પાપ પરિગ્રહથી ઊપજે છે. જેમ સર્વ નદીઓના જળથી પણ સમુદ્રને સંતોષ થતો નથી, તથા ઇંઘણથી અગ્નિને તૃપ્તિ થતી નથી તેમ આશારૂપી ખાડો બહુ ઊંડો છે, તેનો તલ સ્પર્શ થતો નથી (તાગ આવતો નથી), પરિગ્રહથી તે પુરાતો નથી, ઊલટો વધારે ઊંડો થતો જાય છે, નવ નિદ્યાનથી આશારૂપી ખાડો પુરાયો નહીં, તો અન્ય સંપદાથી કેમ પુરાય? પરંતુ જેમ જેમ પરિગ્રહની ઇચ્છા ઓછી કરતા જઈએ, તેમ તેમ તે પુરાતો જાય છે. આ આશા પૂરવાનો અદ્ભુત ઉપાય છે, તેથી સમસ્ત દુઃખો દૂર કરવાને ત્યાગ જ સમર્થ છે. ત્યાગથી જ અંતરંગ, બહિરંગ બંધન રહિત થઈને અનંત સુખના ઘારક થશો. પરિગ્રહના બંધનમાં બંઘાયેલો જીવ પરિગ્રહના ત્યાગથી જ મુક્ત થાય છે. તેથી ત્યાગ ધર્મ ધારણ કરવો જ શ્રેષ્ઠ છે.' (પૃ.૩૧૭) “જ્ઞાનીપુરુષો તો એવી ભાવના ભાવે છે કે સંયમ વિના મનુષ્ય ભવની એક ઘડી પણ ન જાઓ, ૩૦૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સંયમ વિના જીવન નિષ્ફળ છે, સંયમ આ ભવમાં તેમજ પરભવમાં શરણ છે; દુર્ગતિરૂપ સરોવર સુકાવી દેનાર સૂર્ય છે; સંયમ વડે જ સંસારરૂપી મહા શત્રુનો નાશ થાય છે. સંયમ વિના સંસાર પરિભ્રમણનો નાશ થતો નથી, એવો નિયમ છે. જે અંતરંગમાં કષાયો વડે આત્માને મલિન થવા ન દે અને બાહ્ય યત્નાપૂર્વક પ્રમાદ રહિત પ્રવર્તે તેને સંયમ હોય છે.” (પૃ.૨૯૪) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - મોહના નિમિત્તોમાં જાગૃત રહેવું સઘર્માશ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - પૃથ્વીપુરમાં સુધર્મા નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તેનું અંતઃકરણ જૈન ઘર્મથી વાસિત હતું. એકદા ગુરમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વિગેરેનાં દ્રષ્ટાંતો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણેના અનેક દ્રષ્ટાંતો સાંભળીને સુઘર્મા શેઠ પ્રતિબોઘ પામ્યો હતો. તે પોતાના એક મિત્રને હમેશાં ઘર્મકથાઓ કહીને ઉપદેશ આપવા લાગ્યો. પણ તે મિત્ર તીવ્ર મોહ અને અજ્ઞાનયુક્ત હોવાથી એક ક્ષણમાત્ર પણ જૈન ઘર્મ ઉપર રુચિવાળો થયો નહીં. તેથી વિષાદ પામીને સુધર્મા શ્રેષ્ઠીએ એકલાજ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે એકાદશ અંગનો અભ્યાસ કર્યો. એકદા તે મુનિ નગરમાં પ્રવેશ કરતાં કોઈ ઠેકાણે વિવાહઉત્સવ હોવાથી મધુર ગીત, નૃત્ય અને વાજિંત્રના મનોહર નાદ સાંભળીને તથા કામને ઉદ્દીપન કરે તેવાં સુંદર લાવણ્યથી, વસ્ત્રાભૂષણથી અને મનોહર ગીતના આલાપથી કામી જનના મનને વિહ્વળ કરનાર સ્ત્રીઓના સમૂહને જોઈને તત્કાળ પાછા ફર્યા અને અરણ્યના કોઈ વિભાગમાં જઈને લીલાં તૃણ, પર્ણ અને બીજાદિકની વિરાધના ન થાય તેવી રીતે કોઈ વૃક્ષની નીચે ઈર્યાપથિકી પડિક્કમીને ધ્યાનમગ્ન થયા સતા વિચારવા લાગ્યા કે “અહો! મારો આત્મા અતિ લોલુપ છે, તેથી જો તે મોહજનક નિમિત્તો જોઈને હું પાછો નિવત્ય ન હોત તો મોટી કર્મવૃદ્ધિ થાત. તે પુરુષોને જ ઘન્ય છે કે જેઓ રંભા અને તિલોત્તમા જેવી યુવતીઓના સમૂહમાં રહ્યા છતાં એક ક્ષણમાત્ર પણ આત્મતત્વની રમણતાને મૂકતા નથી.” આ પ્રમાણે શુભ ધ્યાન ધ્યાતાં તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેજ વખતે ઉપરના વૃક્ષ ઉપરથી એક પાંદડું પોતાના ચોલપટ્ટ ઉપર પડ્યું. તે જોઈને મુનિએ વિચાર્યું કે “આ પત્રમાં હું પણ અનેકવાર ઉત્પન્ન થયો હઈશ; પરંતુ મારો પૂર્વનો મિત્ર કઈ ગતિમાં ગયો હશે?” એમ વિચારીને તેણે અવધિજ્ઞાન વડે જોયું તો તે જ પત્રમાં પોતાના મિત્રને એકેન્દ્રિયપણે ઉત્પન્ન થયેલો જોયો. તે વખતે મુનિ બોલ્યા કે “હે મિત્ર! પૂર્વે મેં તને અનેક પ્રકારે વાર્યા છતાં પણ તેં મોહની આસક્તિ છોડી નહીં; હવે તો તું મન, વાણી અને બીજી ઇન્દ્રિયો વિનાનો થયો છું; તેથી હવે હું તને શું કહ્યું? તેં મનુષ્યભવ નિરર્થક ગુમાવ્યો. અરે રે! પરમાત્માનો કહેલો ઘર્મ તેં સમ્યક પ્રકારે અંગીકાર કર્યો નહીં.” ઇત્યાદિ ભાવદયા ભાવતાં અનુક્રમે તે મુનિ અનંતાનંદ આપનાર એવા મોક્ષપદને પામ્યા. " ૩૦૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિલાસમાં લાલસાવાળા તે મિત્રને સારી રીતે બોઘ કર્યા છતાં પણ તેણે પોતાનું વીર્ય ગોપવી રાખ્યું; તેથી તે વૃક્ષના પત્રપણાને પામ્યો, અને સુઘર્મા મુનિએ પોતાનું વીર્ય ફોરવી સર્વસંગ પરિત્યાગ કર્યો, તો તે આજ જન્મમાં અવ્યયપદને પામ્યા.” (પૃ.૬૪) ૪૧૧. તારો બોઘેલો મારો ધર્મ વિસારું નહીં. (સર્વ) તારો બોઘેલો મારો ઘર્મ એટલે મારા આત્માનો ઘર્મ અર્થાત્ સ્વભાવ તેને હવે વિસારું નહીં અર્થાત્ ભૂલીશ નહીં. “શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “મહાવીરે તેના સમયમાં મારો ઘર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ઘર્મ સ્થાપન કરીશ.” (વ.પૃ.૧૬૬) પરમકૃપાળુદેવ ઉપરના વાક્યમાં જણાવે છે કે ભગવાન મહાવીરે પોતાના સમયમાં મારો ઘર્મ એટલે આત્માનો ઘર્મ, પોતામાં અનંતજ્ઞાન હોવા છતાં જીવોની યોગ્યતા પ્રમાણે કેટલેક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા તીર્થકરોના માર્ગને અનુસરી આ કાળના જીવો જે વાંકાં અને જડ છે છતાં તેમને સમજાય એવી રીતે તે શ્રેષ્ઠ આત્મધર્મ સ્થાપન કરીશ. ૪૧૨. સ્વપ્નાનંદખેદ કરું નહીં. સ્વપ્નના આનંદનો, જાગૃત થતાં ખેદ કરું નહીં. એક વ્યક્તિનું દ્રષ્ટાંત – સ્વપ્નમાં પોતે પરણવા બેઠો, ત્યાં બ્રાહ્મણે કહ્યું કે હાથ આપો, હસ્તમેળાપ કરાવું. ત્યારે સ્વપ્નમાં હાથ લાંબો કર્યો કે ત્યાં ભીંત ઉપર વીંછી બેઠો હતો, તેણે હાથે ડંખ માર્યો. તેથી જાગી ગયો અને ખેદ કરવા લાગ્યો કે હું સ્વપ્નમાં કેવા આનંદમાં હતો પણ હવે તો વીંછીના ડંખથી દુઃખી છું. “સ્વપ્નમાં શાદી કરી રાજકુમારી સાથ; વીંછી કરડ્યો હાથને, રોયો સારી રાત.” અથવા સ્વપ્ના જેવા આ સંસારના ભૌતિક સુખો મળ્યા હોય તો પણ આનંદ પામું નહીં, અને દુઃખના પ્રસંગો આબે ખેદ કરી દુઃખી થઉં નહીં. પણ સમભાવ રાખવાનો અભ્યાસ કરું. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સ્વપ્ના જેવું સંસાર સુખ ભિખારીના ખેદનું દ્રષ્ટાંત - “એ અનિત્ય અને સ્વપ્નવતુ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાÁ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પુરુ કર્યું. ભોજનને સ્વઘામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને સૂતો. ભોજનના મદથી જરા વારમાં આંખો મિંચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ઘારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં ૩૦૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા! ખમા' પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લસી ગયાં. તે જાણે પોતે ખરેખર એવું સુખ ભોગવે છે તેવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજ ચઢી આવ્યા; સર્વત્ર અંઘકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી દેશ કે નથી નગરી, નથી મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ઘરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જાએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટીટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવા મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાનું તો અહીં કશુંયે નથી. અરેરે! મેં સ્વપ્નમાં ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો. પ્રમાણશિક્ષા - સ્વપ્નપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખસમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવતુ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે છે.” (વ..૩૬) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'ના આઘારે - સ્વપ્નાની સ્ત્રીએ અંધકૂવામાં નાખ્યો ભારવાહકનું દ્રષ્ટાંત - એક ભારવાહક કાષ્ઠ લેવા ગયો. ત્યાં રસ્તામાં ભાર લાગવાથી એક હવેલીની છાયામાં વિશ્રાંતિ લેવા ઊભો રહ્યો. તે વખતે ગોખમાં બેઠેલી શેઠની સુંદર સ્ત્રીને જોઈ ભારવાહકના મનમાં થયું કે આવી સ્ત્રી મળે તો સુખ થાય. પણ પૈસા વગર સ્ત્રી મળે નહીં, માટે પ્રથમ પૈસા મેળવું. એમ વિચારી કાષ્ઠ વેચે એમાંથી જે પૈસા આવે તે થોડા ખર્ચે અને બીજા ભેગાં કરે. એમ કરતાં તેનું શરીર કૃશ થઈ ગયું. એક દિવસ સૂર્યના કિરણોથી આકુળવ્યાકુળ થઈ જતાં તે ભારવાહક જંગલમાં કૂવાના થાળામાં સૂઈ ગયો. સુતા જ તેને નિદ્રા આવી ગઈ. નિદ્રામાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેણે સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા. તેની સાથે વાર્તાલાપ કરતા સ્ત્રીએ કહ્યું કે જરા દૂર ખસો. તે નિદ્રામાં ખસવાથી કુવામાં પડી ગયો. કૂવામાં પડતાં જાગી ગયો. ત્યારે વિચારવા લાગ્યો કે સ્વપ્નમાં લગ્ન કરવાથી અંઘકૂવામાં પડ્યો. તો સાક્ષાત સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય તો નરકગતિ જ થાય. એમ વિચારે છે ત્યાં તો રાજા આવ્યો ૩૦૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અને તેને બહાર કાઢ્યો પછી પૂછ્યું. તને કોણે કૂવામાં નાખ્યો? તે કહે, જેથી હું તેને શિક્ષા કરું. ત્યારે ભારવાહકે પોતાને આવેલ સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી. તેથી રાજા પણ પ્રતિબોધ પામ્યો અને કહ્યું કે તારી વાત સાચી છે. તેથી ભારવાહક પણ પ્રતિબોધ પામી મોક્ષમાર્ગમાં આસક્તિવાળો થયો. ૪૧૩. આજીવક વિદ્યા સેવું નહીં. (મુ) મુનિ થઈને વિદ્યા વડે ચમત્કાર બતાવી પોતાની આજીવિકા કરું નહીં. ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત – આહારપાણી માટે વિદ્યાનો ઉપયોગ કરવો એ દોષ છે. એક નગરીમાં આચાર્ય ભગવંત શિષ્ય સમુદાય સાથે રહેતા હતા. પણ દુષ્કાળ પડવાથી શિષ્ય સમુદાય બીજે બીજે ગામ વિહાર કરી ગયો અને ગુરુ વૃદ્ધ હોવાથી વિહાર કરવાને અશક્ત થયા. એક શિષ્ય ગુરુને જોવા માટે જે ગામમાં ગુરુ રહેતા હતા ત્યાં આવ્યો. ગુરુ જે ઉપાશ્રયમાં પહેલા રહેતા હતા, તે જ જગ્યામાં રહેલા જોયા. તેથી શિષ્ય વિચાર્યું કે ગુરુ શિથિલ થઈ ગયા છે. માટે ગુરુની સાથે ઊતરવું યોગ્ય નથી. એમ વિચારી તે જ ઉપાશ્રયમાં સામેની ઓરડીમાં ઊતર્યો. પછી ગુરુને વાંદીને સુખશાતા પૂછી. ગોચરીનો સમય થયો ત્યારે શિષ્યને સાથે લઈ ગુરુ વહોરવા ગયા. દુષ્કાળને લીધે ઘણું ફર્યા પણ શિષ્યને ઇચ્છિત આહાર મળ્યો નહીં. તેથી ક્રોઘ પામીને શિષ્ય વિચાર્યું કે ગુરુ ખોટી રીતે આમ તેમ ભટકાવે છે, પણ ભક્તોના ઘર બતાવતા નથી. તેને ઠેકાણે લાવવા ગુરુ એક શેઠને ઘેર વહોરવા ગયા. ત્યાં નાનો છોકરો વ્યંતરના ઉપદ્રવથી બહુ રડતો હતો. કેટલા ઉપાય કર્યા છતાં પણ છાનો રહેતો ન હતો. તે જોઈ ગુરુએ ચપટી વગાડી કે બાળકનો વ્યંતરનો ઉપદ્રવ શાંત થઈ ગયો અને તે રડતો બંધ થઈ ગયો. તેથી શેઠે ભાવપૂર્વક મોદક વહોરાવ્યા. શિષ્ય થાકી ગયેલ હોવાથી તેને ઉપાશ્રયે મોકલ્યો. ગુરુ લખું સુક જ્યાં મળે તેવા ઘરોમાંથી ભિક્ષા લઈ ઉપાશ્રયે આવ્યા. બન્નેએ આહાર કર્યો. સાંજે પ્રતિક્રમણ કરતી વખતે ગુરુએ શિષ્યને કહ્યું કે હે વત્સ! આજની ભિક્ષાના દોષની આલોચના કર. શિષ્ય કહ્યું હું તો તમારી સાથે ભિક્ષા લેવા આવ્યો હતો તેની આલોચના શી? ગુરુએ કહ્યું કે આજે આહારમાં ઘાત્રીદોષ અને ચિકિત્સા દોષ લાગ્યો છે. તે સાંભળી તે ક્રોઘથી બોલ્યો કે બીજાના અલ્પ દોષ જાઓ છો પણ પોતાના મોટા દોષો પણ જોતા નથી. લોકોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને બીજાના દોષ જોવા માટે લાખો નેત્ર હોય છે. છતાં ગુરુએ તેના પ્રત્યે કાંઈ કોપ કર્યો નહીં. આમ બબડતો તે પોતાની ઓરડીમાં ચાલ્યો ગયો. શિષ્યને ઠેકાણે લાવવા માટે શાસનદેવીએ ભયંકર વાવાઝોડું વિકાર્યું અને શિષ્યના શરીર ઉપર કાંકરા તથા ધૂળ ઉડાડી ઉડાડી નાખવા લાગી. તેથી ભય પામીને શિષ્ય ગુરુને બોલાવવા લાગ્યો. તેને ભય પામેલો જાણી કહ્યું – અહીં આવ. તેણે કહ્યું કે હું તો માર્ગ જોઈ શકતો નથી. ત્યારે ગુરુએ થુંકની આંગળી કરીને શિષ્યને બતાવી કે તેમાંથી પ્રકાશ નીકળ્યો. તેના આઘારે શિષ્ય ગુરુ પાસે આવ્યો. પણ પાછો ફરી ગુરુના દોષ જોવા લાગ્યો કે ગુરુ તો રાત્રે દીવો પણ રાખે છે. ફરી ગુરુના દોષ જોતો જોઈ દેવી પ્રગટ થઈને તિરસ્કાર કરીને બોલી – અરે દુષ્ટ આવા ચંદ્ર જેવા ઉજ્વળ ચારિત્ર ગુણવાળા ગુરુને વિષે તું દોષનું આરોપણ કરે છે, તેથી તારા જેવો દુર્જન બીજો કોઈ નથી. દેવીએ ગુરુનો સર્વ વૃતાંત કહ્યો તેથી દત્ત ૩૧૦ Page #360 -------------------------------------------------------------------------- ________________ સાનો માનતિ સાધુ નિશંક થયો અને ગુરુને ક્ષમાવી માફી માગી. એમ મુનિ આજીવિકા માટે વિદ્યાનું સેવન કરે નહીં. કોઈ કારણસર કરવું પડે તો તેની આલોચના કરી પાપથી નિવૃત્ત થાય છે. ૪૧૪, તપને વેચું નહીં. (ગૃ‰૦) અઠ્ઠાઈ, માસક્ષમણ વગેરેના તપ કરે તેથી લોકો તપસ્વી જાણી માન આપે. જેથી પોતે અંતરમાં ફુલાય અથવા તપ કરીને દેવલોક, ચક્રવર્તી, વાસુદેવ વગેરે થવાની ઇચ્છા કરે તે તપને વેચવા બરાબર છે. નંદિષણમુનિનું દૃષ્ટાંત – તપનું ફળ હોય તો આવતા ભવમાં સ્ત્રી વલ્લભ થાઉં, નંદિષણ મુનિ બ્રાહ્મણનો કદરૂપો પુત્ર હતો. તેથી તેને કોઈ કન્યા આપતું નહીં. છેવટે પહાડ ઉપરથી પડતું મૂકી મરવા જતાં, ત્યાં મુનિ મહાત્માએ જોઈ લીધો. તેને બોલાવીને સમજાવી દીક્ષા આપી. પછી બઘા મુનિઓની વૈયાવચ્ચ કરનાર નંદિષણની ઇન્દ્રે પ્રશંસા કરી. તેથી પરીક્ષા ક૨વા દેવ આવ્યો. ત્યારે પોતે પારણું કરવા બેસતા હતા. ત્યાં એક મુનિએ આવીને કહ્યું કે ગામ બહાર એક મુનિ બીમાર થયા છે. તેથી નંદિણ મુનિ તરત જ બહાર જઈ મુનિને ખભા ઉપર બેસાડીને લઈ આવે છે. ત્યારે રસ્તામાં એમના ઉપર વિષ્ટા કરી. તો પણ પોતે સમભાવ રાખી તેમની સાફસુફી કરી. તેથી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો. બહુ તપશ્ચર્યા કરીને છેવટે સ્ત્રી પ્રત્યેની આસક્તિ રહી ગયેલ હોવાથી નિયાણું કર્યું કે જો મારા તપનું ફળ હોય તો હું આવતા ભવમાં સ્ત્રી વલ્લભ થાઉં. ત્યાંથી મરી દેવલોકે ગયા. દેવલોકથી ચ્યવીને કૃષ્ણના પિતા વસુદેવ થયા. એમ તપને સાંસારિક ભોગ માટે વેચી દીધું. જ્યારે ભગવાને તો ઇચ્છાઓને રોકવા માટે તપ કહ્યું છે, “છા નિરોધપ:'' માસખમણવાળામુનિનું દૃષ્ટાંત – તુચ્છ એવા માન માટે તપને વેચ્યું. ખંભાતમાં એક મુનિએ મહિનાના ઉપવાસ કર્યા. તેની પત્રિકા છપાવવી હતી. મુનિએ ટ્રસ્ટીઓને કહ્યું કે પત્રિકા છપાઈ ગઈ? ત્યારે કહ્યું કે બીજા ટ્રસ્ટીઓ આવવાના છે, તેમને પૂછીને છપાવીશું. એમ કરતાં ૨૦ દિવસ નીકળી ગયા, છતાં પત્રિકા છપાઈ નહીં. લોકો મુનિને વંદન કરવા આવ્યા નહીં, જેથી ટ્રસ્ટીઓને બોલાવી મુનિએ કહ્યું કે તમારે પત્રિકા છપાવવામાં આવો વિલંબ કરવો હતો તો મને પહેલા કહેવું હતું જેથી હું મહિનાના ઉપવાસ તો ન કરત. એમ તુચ્છ માન માટે તપને વેચી દીધું. આમ કદી કરું નહીં. તામલી તાપસનું દૃષ્ટાંત – નિયાણું કર્યું નહીં. તામલી નામનો એક શેઠ હતો. તેને વૈરાગ્ય આવવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. બબ્બે ઉપવાસને પારણે આહાર વહોરી લાવી, તેને એકવીશ વાર ધોઈ નીરસ કરીને ખાય. એમ સાઠ હજાર વર્ષ સુધી તપ કર્યું. અંતે અનશન ગ્રહણ કર્યું. તે વખતે ભુવનપતિનો ઇન્દ્ર ચવી ગયો હતો. તેથી દેવોએ વિચાર્યું કે તામલી તાપસ આપણો ઇંદ્ર થાય, એમ વિચારી દેવોએ તાપસ પાસે આવી કહ્યું કે તમે નિયાણું કરો કે હું ઇંદ્ર થાઉં. ત્યારે તાપસે કહ્યું કે ભગવાને ૩૧૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નિયાણું કરવાની ના કહી છે. માટે હું નિયાણું કરું નહીં. તેમ કોઈએ પણ તપને વેચી નિયાણું કરવું નહીં. = ૪૧૫. બે વખતથી વધારે જમું નહીં. (ગૃ૦મુ બ્રોઉ૦). દિવસ અને રાત ખાયા કરે તો પ્રમાદ થાય, વૃત્તિ સ્થિર રહે નહીં. તેથી સ્વાધ્યાય ભક્તિ વગેરે પણ થાય નહીં. માટે બે વખતથી વઘારે વાર જમું નહીં એવો અભ્યાસ કરું. મુનિને એક જ વખત આહાર લેવાની ભગવાનની આજ્ઞા છે. પણ મુનિ બાળક હોય, શાસ્ત્રાભ્યાસ કરતા હોય, બીમાર હોય તો બે વખત આહાર લેવાની છૂટ આપેલ છે. ૪૧૬. સ્ત્રી ભેળો જમું નહીં. (ગૃ૦ઉ૦) તે મોહ વઘવાનું નિમિત્ત છે માટે એકલો જમું; પણ સ્ત્રી ભેળો જમું નહીં. ૪૧૭. કોઈ સાથે જમું નહીં. (૪૦) (૧) એકલો જમું તેથી પ્રમાણસર ભોજન કરી શકાય. (૨) કોઈના ભેગા જમવાથી વધારે ખવાઈ જવાય તો પ્રમાદ થાય. (૩) એક બીજાનું એઠું પણ ખવાય. (૪) થાળી ઘોઈને પીવાય નહીં. તેથી એંઠવાડામાં જીવોની ઉત્પત્તિ થાય. થાળી ઘોઈને પીવાથી તે ઉત્પત્તિ મટે, (૫) મોહ વધવાના કારણો છે માટે મહાપુરુષોએ તેનો નિષેઘ કરેલ છે. ૪૧૮. પરસ્પર કવળ આપું નહીં, લઉં નહીં. (૪૦). એકબીજા પ્રત્યેનો કૃત્રિમ પ્રેમ દર્શાવવા પરસ્પર કવળ આપે છે જાણે કે તમારા પ્રત્યે મને વધારે પ્રેમ છે, એવો દેખાવ કરે છે. આત્માર્થીએ તેમ કરવા યોગ્ય નથી. અંતમાં પરસ્પર કવળ આપવાથી આહારની માત્રા વધી જાય તો પ્રમાદ થાય. માટે પરસ્પર કવળ આપું નહીં તેમજ લઉં નહીં. ૪૧૯. વઘારે ઓછું પથ્ય સાઘન કરું નહીં. (સ.) વૈદ્ય જે પથ્ય એટલે ચરી પાળવા કહ્યું હોય તે પ્રમાણે કરે, સ્વચ્છેદે વઘારે પથ્ય પાળવા જાય તો પણ શરીરને નુકશાન થાય અને ઓછું પાળે તો દવાઈ લાગુ ન પડે. જેમ કે વૈદ્ય મીઠું ઓછું કરવા કહ્યું હોય ત્યારે સમૂળગુ જ બંધ કરી દે તો નુકશાન થાય અથવા ભોજનમાં મીઠું થોડું વધારવા કહ્યું હોય અને ખૂબ વઘારી દે તોય નુકશાન થાય. તેમ આત્માર્થીને સાત વ્યસન વગેરે પથ્યપાલન કરવા શ્રી ગુરુએ જેમ જણાવ્યું હોય તેમ જ કરે, પણ તેમાં કંઈ આઘું પાછું કરે નહીં. ૪૨૦. નીરાગીનાં વચનોને પૂજ્યભાવે માન આપું. કેમકે “અહો શ્રી સત્પરુષ કે વચનામૃતમ્ જગહિતકર” વીતરાગ પુરુષોના વચનામૃત મોહનિદ્રામાં સૂતેલી અનાદિની આત્મચેતનાને જાગૃત કરવા સમર્થ છે અને અંતે આપણને પણ નીરાગી બનાવનાર છે. માટે પૂજ્યભાવે તે વચનોને માન આપું. એક ભરવાડનું દ્રષ્ટાંત – એક ભરવાડ હતો. તે જંગલમાં ગાયો ચરાવા ગયો. ત્યાં ઝાડની બખોલમાં પુસ્તક જોયું તે લઈને ઘેર ગયો. આ કોઈ મહાન ગ્રંથ છે એમ મનમાં જાણીને તે પુસ્તકને ઊંચે આસને મૂકી રોજ પૂજા કરે, ફુલ ચઢાવે તથા નમસ્કાર કરે. એમ કરતાં એક દિવસ ત્યાં મુનિ મહાત્મા ૩૧૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ કુદકુંદસ્વામીની પૂર્વભવ ભરવાડની બખોલમાંથી મળેલ શાસ્ત્ર શાસ્ત્રની પ્રતિદિન પૂજા કરતો ભરવાડ - મુનિ હાહાત્માની શાદીનું જ્ઞાન આપતી ભીલાષ્ઠ પૂર્વભવમાં શાસ્ત્રદાનથી બનેલ શ્રી કુંદકુંદાચાર્ય : Page #363 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પધાર્યા. પોતાને વાંચતા આવડતું નથી પણ આ મહાત્માને આ ગ્રંથ ઉપયોગી થશે એમ જાણી તેમને ભાવપૂર્વક એ ગ્રંથ વહોરાવી દીધો. ત્યાંથી દેહ છોડીને એ ભરવાડ સીઘા કુંદકુંદાચાર્ય થયા. તેમણે સમયસાર વગેરે ઘણા શાસ્ત્રો રચ્યા. ‘પ્રશ્ન—કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં કેવી રીતે ગયા હતા ? ઉત્તર—કુંદકુંદાચાર્યે અહીં ઊભા રહી સીમંઘરસ્વામીને નમસ્કાર કર્યા. ત્યાં સીમંઘરસ્વામીએ ‘ધર્મવૃદ્ધિરસ્તુ’ એમ કહ્યું. તે વખતે ત્યાં કુંદકુંદાચાર્યનો ઓળખીતો દેવ હતો. તેણે ભગવાનને પૂછ્યું, હે ભગવાન ! આપે કોને કહ્યું ? ભગવાન બોલ્યા : ભરતક્ષેત્રમાં એક કુંદકુંદમુનિ છે તેમણે મને નમસ્કાર કર્યા છે, તેમને કહ્યું છે. ત્યારે તે દેવને થયું કે મુનિની ભાવના હોય તો હું અહીં લઈ આવું. પછી તે દેવ કુંદકુંદાચાર્ય પાસે આવ્યો, પણ તે વખતે મુનિ કાઉસગ્ગમાં હતા તેથી દેવ પાછો ચાલ્યો ગયો. પછી ફરી નમસ્કાર કર્યા ત્યારે, તેથી ભગવાને ફરીથી ‘ધર્મવૃદ્ધિરસ્તુ' એમ કહ્યું. ત્યારે તે દેવે ફરી પૂછ્યું કે હે ભગવન્! આ તમે કોને ધર્મવૃદ્ધિ કરવાનું કહ્યું. ભગવાન બોલ્યા : તે મુનિને. પછી તે દેવ ફરીથી મુનિ પાસે આવ્યો. તે વખતે મુનિ કાઉસગ્ગમાં નહોતા. તેથી વિમાનમાં બેસાડી ભગવાન પાસે લઈ આવ્યો.’ (બો.હ.નોટ નં.૨ પૃ.૯૦૪) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.’’ (વ.પૃ.૪૫૮) માણેકડોસીનું દૃષ્ટાંત – આપણને વાંચતા આવડે કે ન આવડે પણ વીતરાગના વચનો પ્રત્યે બહુમાન છે તે જીવને ઘણા પુણ્યબંધનું કારણ છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના સમયમાં આશ્રમમાં માણેક ડોશીમાં ત્રણ વાગ્યે ઊઠીને ગોમ્મટસાર જેવો ગ્રંથ સાંભળવા જાય. તે વિષે પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું કે – ‘ઉપદેશામૃત'માંથી ઃ– “આ માણેક ડોશી રોજ આવે છે. તેમને સમજાય કશું નહીં પણ સાંભળવાની ઇચ્છા કરે તો કંઈ ફાયદો થાય કે નહીં? જો તેમાં ને તેમાં માથાં મારે તો કર્મ જગ્યા આપે છે. જ્ઞાની અંતર્મુહૂર્તમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. તેમ કોઈ સમકિતી–શ્રદ્ધાવાળો જીવ હોય તેને શાસ્ત્ર સાંભળવાનો લક્ષ છતાં સમજાય નહીં તો ય કંઈ તે ક્રિયાનું ફળ થતું હશે કે નહીં? મુમુક્ષુ – પહેલા માગધી ભાષાની ખબરેય નહીં. હવે તે ગાથા વાંચતાં કરતાં ઠીક ફાવે છે. તે ન સમજાયા છતાં માથાં માર્યાનું પરિણામ છે. પ્રભુશ્રી – એ ગુડગુડિયો વૈષ્ણવ. તેથી તેને પહેલાં તો બધાંની પેઠે વૈકુંઠ, ગોલોક અને એવો ખ્યાલ હશે. પણ હવે શાસ્ત્રમાં કેવી ગમ પડે છે? આ ય કેવો હતો? પણ વાંચીને માહિત થયો તો જાણ્યું ને? એમ શું થાય છે તે આપણને શું ખબર પડે? પણ જ્ઞાની જાણી રહ્યા છે. કંઈ અજબ વાત છે! ઘનાભદ્રનું દૃષ્ટાંત – ધના શ્રાવકનો જીવ કેવો હતો ? ઢોરાં ચારે તેવો. તેને મુનિનો યોગ થયો, ત્યાં બોધ સાંભળ્યો; અને સમજાય ન સમજાય પણ મારે તેમણે કહ્યું તેમ કરવું છે – આ વ્રત લઉં, આ વ્રત લઉં એમ ભાવના રહી હતી અને કંઈ કર્યું ન હતું છતાં એટલામાં (ભાવનામાં ને ભાવનામાં) મરણ થવાથી દેવ થઈને ચવીને ઘનો શ્રાવક થઈ મોટો લક્ષાધિપતિ થયો, કેટલીય કન્યાઓ પરણ્યો અને મોક્ષની તૈયારી કરી. જ્ઞાનીની આજ્ઞાએ શ્રુતજ્ઞાન સાંભળતાં પરોક્ષ જ્ઞાન થાય છે અને દીનબંધુની ૩૧૩ Page #364 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કૃપાનજરથી પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પુદ્ગલ અને જીવ જુદાં જણાય છે.” (પૃ.૩૨૫) કુમારપાળ રાજાને પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના વચનો પ્રત્યે કેવું બહુમાન હતું તે નીચે પ્રમાણે ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી : કુમારપાળરાજાની નીરાગી વચનો પ્રત્યે અજબ ભક્તિ. કુમારપાળરાજાની ગુરુભક્તિનું દ્રષ્ટાંત – શ્રી પાટણનગરમાં કુમારપાળ રાજા રાજ્ય કરતા હતા. તે જિનેન્દ્રોએ કહેલા આગમની આરાધના કરવામાં તત્પર હતા, તેથી તેણે જ્ઞાનના એકવીસ ભંડાર કરાવ્યા. વળી ત્રેસઠ શલાકાપુરુષનાં ચરિત્રો સાંભળવાની ઇચ્છા થવાથી શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુ પાસે પ્રાર્થના કરીને ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રની રચના કરાવી. તે ચરિત્રને સુવર્ણ તથા રૂપાના અક્ષરે લખાવીને, પોતાના મહેલમાં લઈ જઈ ત્યાં રાત્રિજાગરણ કરીને પ્રાતઃકાળે પટ્ટહસ્તી ઉપર તે ચરિત્રના પુસ્તકો પઘરાવી તેના પર અનેક છત્ર ઘારણ કરાવી, સુવર્ણના દંડવાળા બોત્તેર ચામરથી વીંઝાતા મોટા ઉત્સવપૂર્વક ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં તેની સુવર્ણ, રત્ન, પટ્ટલ વિગેરેથી પૂજા કરીને બોત્તેર સામંત રાજાઓ સહિત વિધિપૂર્વક ગુરુ પાસે તેનું વ્યાખ્યાન સાંભળ્યું. એ જ પ્રમાણે અગિયાર અંગ અને બાર ઉપાંગ વિગેરે સિદ્ધાંતોની એક એક પ્રત સુવર્ણ વિગેરેના અક્ષરથી લખાવી, અને ગુરુના મુખથી તેનું વ્યાખ્યાન સાંભળ્યું તથા યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તવના મળીને બત્રીશ પ્રકાશ સુવર્ણના અક્ષરથી હાથપોથી માટે લખાવીને હમેશાં મૌનપણે એક વખત તેનો પાઠ કરવા લાગ્યા. તે પોથીની દરરોજ દેવપૂજા વખતે પૂજા કરવા લાગ્યા. તેમજ “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા.” એવો અભ્રિગ્રહ લઈને સાતસો લહિયાને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાધુને વિધિપૂર્વક વાંચીને રાજા લેખકશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળના પાનામાં લખતાં જોઈને રાજાએ ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે – “હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાંથી તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લજ્જિત થયો, અને મનમાં વિચારવા લાગ્યો કે - “અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તો ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?” એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો – “હે ગુરુ! ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો.” તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે”? એમ ગુરુએ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે – “અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે- “શ્રીતાડના વૃક્ષો જે લખવામાં કામ આવે છે તે અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલ્દી મળી શકશે?” એમ ગુરુએ તથા સામંતો વિગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. શ્રીસંઘે તેમની સ્તુતિ કરી કે – “અહો! શ્રી કુમારપાળ રાજાની જિનાગમને વિષે કેવી ભક્તિ છે? તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો તેનું સાહસ પણ કેવું નિસીમ છે.? પછી શ્રીકુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વિગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યા કે – ૩૧૪ Page #365 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ “હે ખરતાડનાં વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય તો તમે શ્રીતાડના વૃક્ષો થઈ જાઓ.’’ એમ કહીને રાજાએ કોઈ એક ખરતાડ વૃક્ષના જે લખવામાં કામ આવતા નથી તેના સ્કંધ પ્રદેશ ઉપર પોતાનો સુવર્ણનો હાર મૂક્યો, પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યો એટલે શાસનદેવતાએ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધા.' પ્રાતઃકાળે ઉપવનનાં રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવેદન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઈનામ આપીને આનંદ પમાડ્યા. પછી તેનાં પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “ આ ક્યાંથી?’· એમ પૂછ્યું એટલે રાજાએ વિનયથી સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવબોધી (બૌધાચાર્ય) વિગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલાં જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા. (પૃ.૨૦૩ થી ૨૦૫) ૪૨૧. નીરાગી ગ્રંથો વાંચું. નીરાગી પુરુષોના રચેલા ગ્રંથો વાંચું. તે જીવને નીરાગી બનાવી શકે. રાગી પુરુષોના લખેલા ગ્રંથો નીરાગી બનાવી શકે નહીં. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્ય શ્રવણને પણ અનુકૂળ નથી.” (પૃ.૨૫૦) તીર્થંકર ભગવાને જે દેશના આપી, તે સાંભળીને ગણઘરોએ તેને સૂત્રોમાં ગૂંથી. તેના અર્થ આધુનિક એટલે આજકાલના આત્મજ્ઞાન રહિત મુનિઓ કરે તે વાંચવા યોગ્ય કે સાંભળવા યોગ્ય નથી. માટે નીરાગી પુરુષોના ગ્રંથો વાંચવાની ટેવ પાડું. સંસારમાં રાગ રહિત થવું એ જ અનંતસુખનું કારણ જ્ઞાનીઓ કરે છે. *શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “સશાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે.’” વિપૃ.=૯) “તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. “સત્સમાગમ, સત્શાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સન્સમાગમનો યોગ દુર્લભ છે, તો પણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.'' (વ.પુ.૧૧) ૩૧૫ Page #366 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતાં ધૈર્યથી સદ્વિચારપંથે જવાનો ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. ‘યોગદૃષ્ટિસમુચ્ચય' વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૬૧૪) ‘સર્વ – ઉત્કૃષ્ટ ભૂમિકામાં સ્થિતિ થવા પર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને સત્પુરુષો પણ સ્વદશામાં સ્થિર રહી શકે છે, એમ જિનનો અભિમત છે તે પ્રત્યક્ષ સત્ય દેખાય છે. સર્વોત્કૃષ્ટ ભૂમિકા પર્યંતમાં શ્રુતજ્ઞાન (જ્ઞાનીપુરુષનાં વચનો) નું અવલંબન જે જે વખતે મંદ પડે છે, તે તે વખતે કંઈ કંઈ ચપળપણું સત્પુરુષો પણ પામી જાય છે, તો પછી સામાન્ય મુમુક્ષુ જીવો કે જેને વિપરીત સમાગમ, વિપરીત શ્રુતાદિ અવલંબન રહ્યાં છે તેને વારંવાર વિશેષ વિશેષ ચપળપણું થવા યોગ્ય છે. એમ છે તો પણ જે મુમુક્ષુઓ સત્સમાગમ, સદાચાર અને સત્શાસ્ત્રવિચારરૂપ અવલંબનમાં દૃઢ નિવાસ કરે છે, તેને સર્વોત્કૃષ્ટ ભૂમિકાપર્યંત પહોંચવું કઠણ નથી; કઠણ છતાં પણ કઠણ નથી.’’ (વ.પૃ.૬૧૧) ‘ઉપદેશામૃત'માંથી : . ‘વીલો મૂકવો નહીં. રાતદિવસ મંત્રનું સ્મરણ કરવું અને વખત મળ્યે વાંચન પઠન કરવું. અમૂલ્ય વખત આળસમાં કે પ૨પરિણતિમાં ન ખોવો. નિત્ય છ પદના પત્રનું સ્મરણ કરવું અને મનન કરવું. મોટા પુસ્તક (શ્રીમદ્ રાજચંદ્ર) માંથી જે જે પત્રો સમજાય તે મનન કરવા.’’(પૃ.૪૦૭) ‘બોઘામૃત ભાગ-૧'માંથી – “મોક્ષમાળા' આખી વાંચવા જેવી છે. એક પાઠ પાંચ સાત વખત વાંચી, એમાં શું કહ્યું તે લક્ષ રાખવો. પછી વિચારવું કે આ પાઠમાં શું આવ્યું? એમાં હેય શું છે? જ્ઞેય શું છે? ઉપાદેય શું છે? એમ આખી મોક્ષમાળા વાંચી જવી. ભાવના રાખવી કે આટલું પૂરતું નથી. પૈસા વધારે મળે એવી ઇચ્છા રહે છે ને? તેમ માત્ર માળા ફેરવવાથી સંતોષ ન માનવો. કંઈક વાંચવાની, ગોખવાની, વિચારવાની, સ્મરણ કરવાની કોશિશ કરવાની છે. પછી વૃદ્ધાવસ્થામાં ન થાય. આ પરભવમાં સાથે આવે એવું છે. વાંચીએ ત્યારે શું કહ્યું છે? એ લક્ષ રાખવો. કંઈક કંઈક નવું શીખવું. ફરતું ફરતું વાંચવાનું હોય ત્યારે જીવને રસ આવે. જો કે એકનું એક પુસ્તક વધારે વંચાય તો વધારે લાભ થાય, પણ જીવને ધી૨જ રહેતી નથી. નહીં તો ઘણો લાભ છે. પ્રભુશ્રીજી ઉપર ‘છ પદ’નો પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે મોઢે કરવાનું કહેલું તેથી મોઢે કર્યો, પણ છ પદ સુધી મોઢે કર્યો. પછી કૃપાળુદેવ મળ્યા ત્યારે પૂછ્યું કે – ‘છ પદ’નો પત્ર મોઢે કર્યો? પ્રભુશ્રીજીએ કહ્યું ઃ છ પદ સુધી કર્યો છે. કૃપાળુદેવે આખોય મોઢે કરવા કહ્યું. છ પદની પાછળ ઘણી વસ્તુ સારી છે. અગાધ અર્થ છે. જ્ઞાનીનાં વચનમાં ઊંડો ઊતરે તો બધા શાસ્ત્રો સમજાય.'' (બો.૧ પૃ.૨૨૩) “પુસ્તક વાંચતાં આપણને જે સારું લાગે તે એક નોટમાં ઉતારી લઈએ. એમ કરતાં કરતાં ચાર પાંચ વર્ષે એક એવી નોટ તૈયાર થાય કે બધા શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. ગોખે તોયે ધર્મધ્યાન થાય, વાંચે તોયે ધર્મધ્યાન થાય. વિચારે તોય ધર્મધ્યાન થાય. એ ધર્મધ્યાન જીવને હિતકારી છે.’’ (બો.૧ પૃ.૨૮૯) “કોઈ પુસ્તક વાંચ્યુ હોય અને ન સમજાય તો ફરીથી વાંચવું. પુસ્તક વાંચતી વખતે વિચાર કરવો કે આ પુસ્તક મારે માટે વાંચુ છું. એમાં ત્યાગવા યોગ્ય શું છે? ગ્રહણ કરવા યોગ્ય શું છે? જ્યારે અહીં આશ્રમમાં ‘ગોમ્મટસાર’ નામનું પુસ્તક વંચાતુ ત્યારે બધાને સમજવું અઘરું પડતું. તેથી પુસ્તક વાંચતાં ‘વીતરાગનો કહેલો પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે” (પત્રાંક ૫૦૫) એ પત્ર બોલવાની પ્રભુશ્રીજીએ આજ્ઞા કરી હતી. વીતરાગે જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. મારા સમજવામાં નથી ૩૧૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ આવતું પણ એમ જ છે, એવી જો શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તો આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણાને લીધે ઘ્યાનમાં આવતું નથી.'' (બો.૧ પૃ.૪૧) “પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થજો; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાચન કરતા.' (ધો.૧ પૃ.૪૧) “એક ક્ષણ નકામી ન જવા દેવી. વાંચવા વિચારવાનું રાખવું. કુપાળુદેવને મારે જાણવા છે, એવી ભાવના રાખવી. ‘કૃપાળુદેવ મને જ કહે છે' એવો લક્ષ રાખીને વાંચવું, વિચારવું, વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ લઈ લેવો.'' (બો.૧ પૃ.૧૨૯) ‘બોઘામૃત ભાગ-૩'માંથી – “ઇંદ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સત્શાસ્ત્ર હમેશાં વિચારશો તો ઘણો લાભ થશે.'' (બી.૩ પૃ.૭૯૪) “બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો વિશેષ સમજાશેજી.'' (બો.૩ પૃ.૭૯૪) “જે કંઈ વાંચવું, વિચારવું થાય તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્વતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય તેમ વાંચવા-વિચારવા વિનંતી છેજી '' (બી.૩ યુ.૬૦૯) “વાંચતા કંઈ ન સમજાય તે એક નોટમાં લખી રાખવું અને પત્ર લખો ત્યારે પૂછવા વિચાર રાખવો. ઘણુંખરું તો વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તો કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં.'' (ધો.૩ પૃ.૬૦) ૪૨૨, તત્ત્વને જ ગ્રહણ કર્યું. તત્ત્વ એટલે સારભૂત પદાર્થ. આ વિશ્વમાં મુખ્યત્વે બે તત્ત્વ છે. જીવ અને અજીવ તત્ત્વ. તેનો વિસ્તાર કરીએ તો નવ તત્ત્વ થાય છે. બઘા તત્ત્વોમાં આત્મતત્ત્વ સર્વથી શ્રેષ્ઠ સારભૂત તત્ત્વ છે. તે પામવા માટે નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ વગેરેનો વિચાર કરું. નવતત્ત્વ ભગવંતે કહ્યાં તેમાં મારી ગણતરી કયા તત્ત્વમાં આવે તેનો વિચાર કરું, “હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરકરું ?'' – શ્રીમદ્ રાજચંદ્ર ૩૧૭ આનો વિચાર વારંવાર કરી આત્મ તત્ત્વને ગ્રહણ કર્યું. *મોક્ષમાળા વિવેચન'માંથી – “હું કોણ છું? - બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે તે અનુભવ-સ્વરૂપ હું આત્મા છું. ક્યાંથી થયો? હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું? ‘તું છો મોક્ષસ્વરૂપ’. હું મોક્ષસ્વરૂપ છું. કોના સંબંધે વળગણા છે ? ત્યાં કર્તાભોક્તાપણું વિચારે, રાખું કે એ પરિહરું ? ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મ વર્ગણા શાથી છે અને તે પ્રેમ છૂટે ? અથવા (૧) હું કોણ છું? એ પહેલા પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં છે : “અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. તું સત્પુરુષનો શિષ્ય છે.' (૨૧-૧૧૭ ૧૧૮) (૨) ક્યાંથી થયો? સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો? દરેકને પોતાનો ઇતિહાસ તો હોય. કોઈની પાસે સાંભળ્યું હોય, પછી સત્પુરુષનો યોગ થયો હોય. તેવું પુણ્ય પ્રાપ્ત થવા સત્પુરુષની આજ્ઞા જાણે અજાણે પણ ઉઠાવી હોય. અલ્પ પણ શાતાનું મૂળ સત્પુરુષ છે. સાચી વસ્તુની Page #368 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભાવના, સદાચરણ પરંપરાએ સત્પષ પાસેથી મળ્યા હોય. (૩) શું સ્વરૂપ છે મારું ખરું? મારું સ્વરૂપ કેવું છે? જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે – “સર્વ જીવ છે સિદ્ધ સમ’ તેવું. (૪) કોના સંબંધે વળગણા છે? વળગણા - કર્મવર્ગણા વગેરે જે વળગ્યું છે તે. કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મવર્ગણા છે. અનાથીમુનિના ઉપદેશમાં છે તેમ. (૫) રાખું કે એ પરહરું? પરિહરું. આ પાંચ પ્રશ્નોના વિચાર, વિવેકપૂર્વક શાંતભાવે જો કરવામાં આવે તો આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્ત્વનો અનુભવ થાય.” (પૃ.૧૫૩) “અમૂલ્ય તત્ત્વવિચાર”એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવો અત્યંત મૂલ્યવાન, અત્યંત કિંમતી તત્ત્વવિચાર; આત્મા સંબંધી અત્યંત હિતકારી તત્ત્વવિચાર. તે મનુષ્ય ભવમાં થઈ શકે.” (પૃ.૧૫૦) “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - “તત્ એટલે તે, જેની વાત કરવી છે તે પદાર્થ. તત્ત્વ એટલે તે પદાર્થનું સ્વરૂપ. કોઈ પદાર્થનું સ્વરૂપ સમજવું હોય તો તે સમજનારની સન્મુખ દ્રષ્ટિ જોઈએ. જીવને સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થયે, યથાર્થ સમજ જેની છે તેવા સત્પરુષનો યોગ અને બોઘ પ્રાપ્ત થાય, તો સુવિચારણા કે તત્ત્વદૃષ્ટિ પ્રગટે છે.” (પૃ.૧૧૮) મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે તત્ત્વો છે, તેનો નિર્ણય કરી તેની શ્રદ્ધા સગરુયોગે જીવને થાય તો તે સમ્યદર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ મનાય છે. તેવી શ્રદ્ધા કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો સર્વ મનવાળાં પંચેન્દ્રિય પ્રાણીઓને થયો છે. મુનિવેષ ઘારણ કરી અગિયાર અંગ સુથી ભણવા છતાં વા ગ્રેવૈયક દેવો કુઅવધિજ્ઞાનાદિ યુક્ત છતાં પ્રયોજનભૂત તત્ત્વોનું તેમને શ્રદ્ધાન હોતું નથી તથા જનાવરોને ક્ષયોપશમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન સંભવે છે. માટે સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ શ્રદ્ધાન નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમોહ છે. તેના ઉદયથી જીવાદિ તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન થાય છે.” (પૃ.૧૧૯) ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫માંથી - “બાહ્ય દ્રષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વિગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે. એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે. તેજ ગ્રામાદિકને સ્વપરના ભેદવાળી કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી તત્ત્વદ્રષ્ટિવડે અંતઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.” એક આચાર્યનું દ્રષ્ટાંત – ગુરુની તત્ત્વદ્રષ્ટિ વડે મોહના કારણો વૈરાગ્યના કારણ થાય. જ્ઞાન અને ચારિત્રવડે પ્રઘાન, શ્રતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણ સંઘને બોધ કરતા હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હતા અને સર્વ સંયોગમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વિગેરેથી કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્પ, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો! ૩૧૮ Page #369 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શY) તેમ તેઓ અનુક્રયાને ધોગ છે, પરંતુ તેઓ મોત આ પત્ર, પુષ્પ, ગુચ્છ, અને ફળોને જાઓ. તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનંત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ થઈ ન શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી આત્માઓ કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે?” એમ કહીને સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા. આગળ એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજીંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું મનોહર લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે “હે મુનિઓ! આજે આ નગરમાં મોહરાજાની ઘાડ પડી છે. તેથી આ લોકો ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે.” અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો મોહપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાધુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.' ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યનાં કારણો થાય છે.” (પૃ.૧૩૩) આવા સાચાં આત્મજ્ઞાની ગુરુ મળવાથી શિષ્યોને સત્ય તથા સારભૂત તત્વનું જ ગ્રહણ થાય. ૪૨૩. નિર્માલ્ય અધ્યયન કરું નહીં. નિર્માલ્ય એટલે જેમાં કંઈ સાર નથી એવું સાહિત્ય આ કાળમાં બહુ છપાય છે. તેનું અધ્યયન કરવાથી માત્ર અંતરમાં પડેલા મોહના ભાવોની વૃદ્ધિ થાય છે. માટે આત્માને અહિતરૂપ એવા નિર્માલ્ય સાહિત્યનું અધ્યયન કરું નહીં. પણ આત્મતત્ત્વ પોષક વૈરાગ્ય ગ્રંથો વાંચી આત્માને રામરહિત કરું. “ઉપદેશામૃત'માંથી - “પ્રથમ અમે નવલકથાઓ, રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે ઘર્મને અંગે રાજાઓ ઇત્યાદિની કથાઓ વાંચતાં રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી; અને માત્ર આત્મા સંબંધી અને તત્ત્વ સંબંથી વાંચવા કહ્યું. તેમાં પ્રથમ રસ ન આવ્યો; પરંતુ ઘીમે ઘીમે તેમાં સમજણ પડતાં રસ પડતો ગયો. હવે સતત તે જ ગમે છે. અને આત્મા પણ બીજાં બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે. તે તો અનુભવે જ સમજાય.” (પૃ.૪૪૧) “મોક્ષમાળા વિવેચન'માંથી :- “આજે ઘણા લોકો નવલકથા, છાપાં વગેરે વાંચીને આત્માને ૩૧૯ Page #370 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નુકશાન કરે છે. તેને બદલે આ પુસ્તક મોક્ષમાળા વાંચે તો સદગુણો પ્રાપ્ત થાય અને સારાં કામ કરી કીર્તિ મેળવે અને પરભવમાં ઉચ્ચગતિ પામી મોક્ષે જાય.” (પૃ.૪) ૪૨૪. વિચારશક્તિને ખીલવું. વિચાર એક મહાન યોગ છે. પરમકૃપાળદેવે કહ્યું કે “કર વિચાર તો પામ’ માટે આભા સંબંધી જ્ઞાન મેળવવા વિચારશક્તિને ખીલવું. બોઘામૃત ભાગ-૧'માંથી - “મુમુક્ષુ - વિચારવું કેવી રીતે? પૂજ્યશ્રી – પોતાની શક્તિ પ્રમાણે, જે કંઈ સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે, યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી તે મારામાં છે કે નહીં? એમાંથી મારે શું લેવા યોગ્ય છે? શું ત્યાગવા યોગ્ય છે? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે; તેથી કર્મ ખપે. નહીં તો એકલું સાંભળ સાંભળ કરે તો સામાન્ય થઈ જાય અને કહે કે એ તો મેં વાંચ્યું છે, મોઢે કર્યું છે. સત્પરુષનાં વચનો ક્ષણે ક્ષણે નવીનતા ઘારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે.” (બો.૧ પૃ.૫૩) “મુમુક્ષુ – વાંચુ છું, પણ વિચાર નથી આવતા. પૂજ્યશ્રી – આવશે. મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વેપાર થાય ને? તેમ પહેલાં જ્ઞાનીના વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૧૭૯) બોઘાકૃત ભાગ-'માંથી - “હાલ પૂ.....પરમકૃપાળુદેવનાં વચનો વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય તે બઘાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. જે પોતે પોતાને માટે વિચાર્યું હોય તે બઘા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર બન્નેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તો હાલ ચાલે છે તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું યોગ્ય નથી. પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગ્ય છે, તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે. એ લક્ષ રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજી. બીજાને કંઈ કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી વિશેષ મનમેળો થશે, એકદિલી થશે.” (બો.૩ પૃ.૯૯૦) ૪૨૫. જ્ઞાન વિના તારો ઘર્મ અંગીકૃત કરું નહીં. આત્મજ્ઞાન પામેલા પુરુષ વિના તારો ઘર્મ કહેતા આત્માનો ઘર્મ અંગીકાર કરું નહીં. તે જાણવા માટે પ્રથમ સપુરુષનો કે તેમના વચનોનો સમાગમ કરું. પછી ખાત્રી થાય કે આ નિસ્પૃહ પુરુષ છે અને આત્મજ્ઞાન પામેલા છે તો જ તેમનો બોઘેલો ઘર્મ અંગીકાર કરું.. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “(૧) જેની પાસેથી ઘર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. (૨) જેની પાસેથી ઘર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોથ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ઘર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષનો બોઘેલો ઘર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.” (વ.પૃ.૩૮૨) ૩૨૦ Page #371 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “બોઘામૃત ભાગ-૨'માંથી :- “આખી જીંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલો ન પડે. ઘર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચો ઘર્મ પ્રાપ્ત કરવો હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્ગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્યભવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રયે તો વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ઘર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે. જેની પાસે ઘર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.” (બો.૨ પૃ.૧૪૨) “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “વિપરીત શ્રદ્ધાને લઈને ભક્તિ કરે, પૂજા કરે, કીર્તન કરે તે બધું યથાર્થ સમજણ કે માન્યતા વિના રૂઢિ પ્રમાણે યંત્રવત્ થયા કરે છે. તેથી સુવિચારણા પ્રગટે તો નહીં પરંતુ હસવા જેવું પણ બને છે. એક ભક્ત મંડળનું દ્રષ્ટાંત - એક ભક્તમંડળીમા કૃષ્ણકીર્તન થતું હતું. તેમાં મૃદંગ, કાંસીજોડા, મંજીરા આદિ વડે ભક્તો ધૂન લગાવતા હતા. એક જણ બોલે અને બીજા બઘા ઝીલે. પણ ભજનમાં ગવાય છે તેનો અર્થ સમજે તેવું એમાં કોઈ નહોતું. કીર્તન કરનાર બોલ્યો : “રાઘાને કાને ઝાલ ઝબુકે ઝીલનારાઓએ ગાવા માંડ્યું, રાધા ને કાનો ઝાલર બૂકે.” એમ ગાતાં ગાતાં મૃદંગ, કાંસીજોડા અને મંજીરાનો અવાજ વારંવાર કરવા લાગ્યા. પણ શું કામ ઝાલર બૂકતા હશે? તેનો વિચાર કોઈને આવ્યો નહીં.” (પૃ.૧૨૦) માટે સંપૂર્ણ રીતે સમજ્યા વિના ઘર્મ અંગીકાર કરું નહીં. ૪૨૬. એકાંતવાદ લઉં નહીં. કોઈપણ વાતને એકાંતે લઉં નહીં. જગતમાં જાદા જાદા ધર્મો એકાંતવાદને લઈને છે. જૈન ધર્મ સ્યાદવાદ છે. જો સ્યાદવાદપૂર્વક વસ્તુને જાણવામાં આવે તો કોઈ વિરોઘ રહે નહીં. સ્માત એટલે કોઈ નયની અપેક્ષાએ અને વાદ એટલે વસ્તુસ્વરૂપનું વર્ણન કરવું; તે સ્યાદ્વાદ છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય'માંથી - “જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રઘાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે (ગૌણ છે). તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. અન્યમતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદ રહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદ રહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું. પાંચ આંધળાનું દ્રષ્ટાંત - એક સ્થાને પાંચ આંધળાઓ હાથીને હાથ ફેરવી, હાથીનું સ્વરૂપ જુદી જુદી રીતે કહેવા લાગ્યા. એક જણના હાથમાં હાથીનું પૂછડું આવ્યું તે કહે હાથી તો સાવરણી જેવો છે. બીજાના હાથમાં કાન આવ્યો તે કહે હાથી સૂપડા જેવો છે. ત્રીજાના હાથમાં સૂંઢ આવી તે કહે હાથી તો સાંબેલા જેવો છે. ચોથો પેટને સ્પર્શી કહે હાથી તો કોઠી જેવો છે. પાંચમાના હાથમાં પગ આવ્યો તે કહે હાથી થાંભલા જેવો છે. પાંચે જણા એક એક અંગનો આગ્રહ કરી હાથીને તે રૂપે માને છે. પછી સૂઝતા એવા મહાવતે સૌને એક અંગથી છોડાવી બીજા બઘા અંગોનો સ્પર્શ કરાવ્યો ત્યારે તેમને લાગ્યું કે આ ૩૨૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બધા અંગો મળીને હાથી થયો છે. એમ એકાંત મતવાળા આંઘળાની જેમ વસ્તુના એક ઘર્મને જ માને છે. જ્યારે સ્યાદ્વાદ એવો જૈનધર્મ તે વસ્તુના સર્વ ધર્મને પોત પોતાની અપેક્ષાએ માન્ય કરે છે તેથી તે સંપૂર્ણ સત્ય છે. જેમકે સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે. સ્યાદ્વાદી જૈનમત કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો “જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે.' એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદવડે સર્વાગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ? “સનવિલ્હસિતાનાં વિરોધમથ’ સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોઘને દૂર કરનાર છે. (પૃ.૪) એકાંતવાદ તે મિથ્યાવાદ છે. માટે ગ્રહણ કરું નહીં. પણ જૈનસિદ્ધાંતના પ્રાણ સમા સ્યાદ્વાદથી જ વસ્તુ સ્વરૂપને જાણી ગ્રહણ કરું. ૪૨૭. નીરાગી અધ્યયનો મુખે કરું. નીરાગી પુરુષો દ્વારા રચેલ વૈરાગી અધ્યયનો કે શાસ્ત્રો મુખપાઠ કરું. જેથી ચિત્ત સ્થિર થાય, અને આવતા કર્મો રોકાય. તથા ગમે ત્યારે મહાપુરુષોનો ઉપદેશ સ્મૃતિમાં લાવી શકાય. “બોઘામૃત ભાગ-૧'માંથી - “મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો. કારણ મુખપાઠ કરેલું હોય તે કોઈ વખતે ઘણો લાભ આપે છે. ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયોગી થઈ પડે છે. કારણ, પુસ્તક હમેશાં પાસે હોય નહીં.” (બો.૧ પૃ.૩૩૯) “સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવીએ. પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવો કે મારે વિચાર કરવા માટે ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તો ભૂલી જઈશ એટલો જ લક્ષ ન રાખવો. વિચાર કરવાનો પણ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૩૪૧) પ્રશ્ન - કોઈક વખતે ગોખવામાં ઉત્સાહ હોય છે ને કોઈ વખતે નહીં એનું શું કારણ? પૂજ્યશ્રી – “કર્મનો ઉદય છે. જે વખતે નવું ન શિખાય તે વખતે ફેરવવું. બીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું. નહીં તો કર્મ બાંધે. ઉપવાસ એકાસણું કરીને વાંચવા વિચારવાનું કરવું છે. દેહનો શો ભરોસો છે? પરપોટાની પેઠે ફૂટી જાય. માટે મનુષ્યભવ છે ત્યાં સુધી કંઈ કરી લેવું. એ ક્યારે પૂરો થશે તેની ખબર નથી. બધી સામગ્રી લૂંટાઈ જશે. ઝબકે મોતી પરોવી લે. આત્માને સંસ્કાર પડ્યા હોય તે સાથે જાય છે.” (બો.૧ પૃ.૩૩૪) “બોઘામૃત ભાગ-૩'માંથી - “ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પરુષના વચનરૂપ વ્યાપારમાં તો લાભ જ હોય. કોઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. કંઈ ન બને તો સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો.” (બો.૩ પૃ.૬૩૪) વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવના વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે.” (બો.૩ પૃ.૬૩૪) દરેક મુમુક્ષભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત કંઈને કંઈ પરમકૃપાળુદેવના વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા યોગ્ય છેજી. બને તો એકાદ કડી મુખપાઠ કરી અવકાશે બોલતા રહેવાથી તે પરમપુરુષનો ઉપકાર વિશેષ વિશેષ સમજાતો જશેજી. રોજ ને રોજ ખાવું-પચાવવું પડે છે તેમ ૩૨૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કંઈ ને કંઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃદયમાં રાખેલો છે તે હૃદયગત કરવા વારંવાર વિચારવાની જરૂર જી. ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલો ગુરુકૃપાથી સફળતા અર્પશેજી.” (બો.૩ પૃ.૫૭૧) “આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો તેના સંબંઘી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછો, દેહાધ્યાસ ઓછો અને જ્ઞાની પુરુષોનાં વચનોમાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય તેમ તેમ તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય. પોતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞા સમજાય તો વિશેષ ભાવથી મુખપાઠ કરવા વીર્ય ફરે છે; કારણ કે તેથી જ હિત છે એમ જીવને દ્રઢ થયેલ હોવાથી તે પ્રત્યે વઘારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈને કંઈ મુખપાઠ કરવાનો, જેને અભ્યાસ હોય તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદ પૂર્વ મુખપાઠ કરી લેતા.” (બો.૩ પૃ.૨૯૬) આપે મુખપાઠ થઈ શકતું નથી એ સંબંઘી પુછાવ્યું છે તેનો ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય તે ભુલાતું નથી. કેટલાંય સગાવહાલાંનાં નામ યાદ રહે છે તે ગોખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તો મરણ સુઘી ભુલાતી નથી, કારણ કે તેનો પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જો પરમપુરુષનાં વચનો આત્માને અત્યંત હિતકારી અને પરભવના ભાથા જેવા છે એમ લાગ્યાં હોય તો તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાભ્ય સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાતો રાત-દિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યો તેમાંથી એક કલાક પાછો માગીએ તો ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તો બઘા હંમેશને માટે ગયાં તેમાંથી કંઈ માગ્યું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણો કંજૂસના ઘનની જેમ વિચારી વિચારીને વાપરવી.” (બો.૩ પૃ.૧૬૯) “પ્રજ્ઞાવબોઘ’માંથી - “શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિ-પ્રભાવે” અહોહો. (પૃ.૩૩) પહેલાના વખતમાં શાસ્ત્રો લખાયેલા કે છપાયેલા નહોતા. ત્યારે બારે અંગ કે ચૌદ પૂર્વ પણ મુખપાઠે રાખતા હતા. એમ પરંપરા ચાલતી હતી. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના વખતમાં પણ મુમુક્ષુઓને મોક્ષમાળા, પત્રશતક, આત્મસિદ્ધિ, દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, તત્ત્વાર્થસાર, દશવૈકાલિક સૂત્ર વગેરે મુખપાઠ કરાવવામાં આવતા હતા. પૂ.શ્રી બ્રહ્મચારીજી બધાનું ધ્યાન રાખતા કે કોઈ નવરું તો નથી? જો હોય તો કંઈને કંઈ પુસ્તકનો સ્વાધ્યાય કે મુખપાઠ કરવાનું જણાવતા. ૪૨૮. ઘર્મકથા શ્રવણ કરું. - જ્ઞાનીપુરુષના ઉપદેશ અનુસાર જ્યાં ઘર્મ સંબંઘી કથા-વાર્તા, ચર્ચા કે સ્વાધ્યાય થતો હોય તો ભાવપૂર્વક એક ચિત્તે શ્રવણ કરું. જેથી વાસ્તવિક તત્ત્વનું મને જ્ઞાન થાય, શ્રદ્ધાન થાય અને વર્તનમાં આવી મારું ચારિત્ર નિર્મળ બને. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી – “હાલ સિદ્ધાંતોનો જે બાંઘો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કોઈ વખતે કોઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, ૩૨૩ Page #374 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અનુપ્રેક્ષા અને ઘર્મકથા સંબંધી પૂછ્યું તો તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ પૂછ્યું કે ઘર્મકથા કેટલા પ્રકારે તો કહ્યું કે ચાર પ્રકારે - આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી, - સંવેગણી. આવા આવા પ્રકારની વાતો થતી હોય તે તેમની પાસે જે ગણઘરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંઘો બાંધે. જેમ અહીં કોઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે તેમ. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણથરો પણ બુદ્ધિવાન હતા એટલે તે તીર્થકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં આવ્યાં નથી એમ પણ નથી.” (વ.પૃ.૬૮૪) “શ્રી આચારાંગ સૂત્ર ભાગ-૧'માંથી - “ઘર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી (૨) વિક્ષેપણી (૩) સંવેદની (૪) નિર્વેદની. (૧) આક્ષેપણી - જે કથા દ્વારા શ્રોતા મોહથી હઠી જઈને ચારિત્ર તરફ આકર્ષિત થાય છે તે આક્ષેપણી ઘર્મકથા કહેવાય છે. કહ્યું છે કે – “જેનાથી શ્રોતાને સન્માર્ગમાં સ્થાપિત કરી શકાય છે તેને આક્ષેપણી કથા કહે છે, જેવી રીતે કમલાવતીએ ઇક્ષકાર રાજાને ઘર્મમાં સ્થિર કર્યો. તે આ પ્રમાણે – ઇક્ષકાર રાજાનું દ્રષ્ટાંત - નાની ઉંમરવાળાં પોતાના બે બાળકોની સાથે તથા પત્ની સહિત ભૃગુ પુરોહિત સર્વસ્વ ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાના ઘરેથી નીકળ્યા. તે પુરોહિતનું તમામ ઘન મારા પતિ ઇક્ષુકાર રાજાએ લઈ લીધું છે એવું જાણીને રાણી કમલાવતીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પોતાના પતિ રાજા ઇક્ષકારને સમજાવ્યા કે મહારાજ, જે ઘનને ભૃગુ પુરોહિતે વમન કરી નાખ્યું છે, તે ઘનને આપ ભોગવશો? આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે તેના ઘનની લાલસા શા માટે કરો છો? ઇત્યાદિ કમલાવતીના આક્ષેપયુક્ત વચન સાંભળતાં જ રાજા ઇક્ષકાર પણ વૈરાગ્ય પામ્યા. પછી રાજા તથા રાણી બન્નેએ સાથે દીક્ષા ગ્રહણ કરી. (૨) વિક્ષેપણી - અનેકાન્તવાદ અથવા સત્યસિદ્ધાંતના ગુણોનું દિગ્ગદર્શન કરાવીને શ્રોતાઓને મિથ્યાવાદ અર્થાત્ એકાન્તવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણી કથા કહેવાય છે. કહ્યું છે કે – “સમ્યગ્વાદનો ઉત્કર્ષ બતાવીને મિથ્યાવાદ અર્થાત્ મિથ્યામાન્યતાનું ખંડન કરવાવાળી વિક્ષેપણી કથા છે. જેવી રીતે કેશી મુનિએ પ્રદેશી રાજાને મિથ્યાવાદથી મુક્ત કર્યા હતા.” શ્રી કેશીમુનિના મુખેથી કરુણા રસથી પરિપૂર્ણ આસ્તિકવાદ સાંભળીને પ્રદેશી નામના રાજાએ નાસ્તિકવાદનો ત્યાગ કર્યો હતો. બાર વ્રતધારી શ્રાવક થઈને મરીને પ્રથમ સૌથર્મકલ્પમાં સૂર્યાભ નામનો દેવ થયો. (૩) સંવેદની – જે કથા સંસારની અસારતા બતાવીને ભવ્યજીવોમાં મોક્ષની અભિલાષા જાગૃત કરે છે. તે સંવેદની ઘર્મકથા છે. કહ્યું છે કે –“જે કથા સાંભળવા માત્રથી જ મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થાય તે સંવેદની ઘર્મકથા છે. જેવી રીતે મલ્લિ નામની રાજકન્યાએ છ રાજાઓને બોઘ આપ્યો હતો.” મલ્લિકુમારીનું દ્રષ્ટાંત - છ રાજા મારા ઉપર આસક્ત પ્રેમવાળા છે એવું જાણીને મલ્લિકુમારીએ તેઓને ભવ, તન, ભોગની નિસારતા સમજાવી તેઓમાં મુક્તિની અભિલાષા ઉત્પન્ન કરી હતી. એ મલ્લિકુમારીનો ઉપદેશ તે સંવેદની ઘર્મકથા છે. (૪) નિર્વેદની – જે કથા શ્રોતાઓને વિષયભોગથી વિરક્ત બનાવે છે, તે નિર્વેદની કથા કહેવાય છે. કહ્યું છે કે- “જેનું શ્રવણ કરતાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે તે નિર્વેદની ઘર્મકથા છે. જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને પ્રતિબોધ આપ્યો છે.” ૩૨૪ Page #375 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શાલિભદ્રકુમારનું દ્રષ્ટાંત - કમલના જેવા કોમળ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ઘર્મદેશના સાંભળતાં જ વૈરાગ્યને પ્રાપ્ત થયાં અને ચારિત્ર ધારણ કર્યું. કહ્યું છે કે – “ધર્મકથામાં પ્રીતિ રાખવાવાળા પુરુષ સંસારના સુખને ક્ષણભંગર સમજી અનંતદુઃખ આપવાવાળા, ભોગનો ત્યાગ કરીને વૈરાગ્ય ઘારણ કરી ચારિત્રરૂપી બગીચામાં વિહાર કરે છે.” ઉત્તરાધ્યયનસૂત્ર'ના ઓગણત્રીસમાં અધ્યયનમાં ઘર્મકથાનું ફળ બતાવ્યું છે, તે આ પ્રમાણે – ભગવદ્ ઘર્મકથાથી જીવને શું લાભ થાય છે?’ ઉત્તર- “ઘર્મકથાથી જીવને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઘર્મકથાથી જીવ પ્રવચનની પ્રભાવના કરે છે, પ્રવચનની પ્રભાવનાથી આગળ શુભકર્મોનો બંધ કરે છે.” આક્ષેપણી આદિ ચાર પ્રકારની ઘર્મકથાથી ઉત્પન્ન થનારા આનંદની ઘારાઓના તરંગોથી જેનું અંતઃકરણ ઉલ્લાસવાન થયું છે એવા અનેક ભાવિતાત્મા ઘર્મકથા કરવાવાળા પુરુષ જન્મ જરા અને મરણરૂપી ભયાનક અને વિશાળ મગરમચ્છોથી વ્યાસ અને ઇષ્ટ-વિયોગ અને અનિષ્ટ સંયોગરૂપી વડવાનલથી સહિત એવા અપાર સંસાર સાગરથી પોતે પાર ઊતરે છે અને બીજાને પણ પાર ઉતારે છે. તે ઘર્મકથા કહેનાર અનેક ભવ્ય જીવોને દીક્ષિત કરે છે અને સંસારરૂપી કૂવામાં પડવાવાળા પ્રાણીઓના રક્ષણ કરવાનું આશ્વાસન દેવાવાળા જિનશાસનનો મહિમા વઘારતા થકા સમસ્ત જગતને જિનશાસનમાં પ્રીતિવાળા બનાવી મિથ્યાત્વ નિવારણ અને સભ્યત્વની સ્થાપના કરી, કર્મ કોટીને ખપાવે છે. કદાચિત્ પરિણામમાં ઉત્કૃષ્ટ રસાયન આવી જાય તો ત્રિલોકમાં પવિત્ર તીર્થંકર ગોત્રની પણ પ્રાપ્તિ કરે છે. (પૃ.૨૪) ૪૨૯. નિયમિત કર્તવ્ય ચૂકું નહીં. પ્રતિદિન જે કાર્ય કરવામાં આવે તે નિયમિત રીતે કરવાનું ચૂકું નહીં. જેથી વ્યવસ્થિત થાય અને સમયસર કાર્ય પૂરું થાય. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૧૫૫) “મોક્ષમાળા વિવેચન'માંથી - “અનિયમિત કામ - નિયમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. તેથી એની ચિંતા થાય અને એમાં ને એમાં ચિત્ત રહે. કામનો બોજો રહ્યા કરે. તેથી મોક્ષનો લક્ષ પછી રહેતો નથી. નિયમિત કામ કરે તેને વઘારે કામ થાય અને ફિકર ચિંતા ન થાય.” (પૃ.૨૧૮) ૪૩૦. અપરાઘશિક્ષા તોડું નહીં. પોતાથી કંઈ પણ અપરાધ થયો હોય તેની શિક્ષા ગુરુ, માતાપિતા કે અન્ય વડિલ આપે તે ગ્રહણ કરું. તો જ સુધરી શકું. શિક્ષક બાળકોને શિક્ષા આપે તે પણ બીજી વખત ભૂલ ન થવા માટે. તેથી અપરાઘશિક્ષા તોડું નહીં. સિદ્ધસેનદિવાકર મુનિનું દ્રષ્ટાંત – સિદ્ધસેનદિવાકર મુનિ હતા. તેમને એકવાર એવો વિચાર આવ્યો કે ભગવાનના વખતના પ્રાકૃત ભાષામાં લખેલા શાસ્ત્રોને હાલમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં કરું તેથી પ્રથમ મંગલાચરણરૂપે “નમસ્કારમંત્ર'ની સંસ્કૃતમાં ટૂંકાણમાં રચના કરી. “નમોડર્શત સિદ્ધાવાપાધ્યાયસર્વસાધુચ:” એમ લખીને ગુરુને બતાવ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે આ તે યોગ્ય કર્યું નથી. ૩૨૫ Page #376 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એનું તારે બહુ મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. સિદ્ધસેનદિવાકર મુનિ બોલ્યા - પ્રભુ! આપને પ્રાયશ્ચિત્ત આપવું હોય તે આપો; મને મંજૂર છે. ગુરુએ સંઘને ભેગો કરી પ્રાયશ્ચિત્ત આપ્યું કે બાર વર્ષ સુધી ગુપ્તપણે વિચરવું અને એક મોટા રાજાને પ્રતિબોઘ કરવો, પછી સંઘમાં લઈ શકાય. સિદ્ધસેનદિવાકરે તુરંત અપરાઘશિક્ષાને સ્વીકારી અને બાર વર્ષ સુધી ગુપ્તપણે વિચર્યા. પછી ફરતાં ફરતાં અનુક્રમે ઉયની નગરીમાં આવ્યા. ત્યાં શિવના મંદિરમાં શિવલીંગ ઉપર પગ રાખીને સૂઈ ગયા. પૂજારી આવ્યો તેણે ખસેડવા પ્રયત્ન કર્યો પણ ખસ્યા નહીં; ત્યારે પૂજારીએ વિક્રમાદિત્ય રાજા પાસે જઈ કહ્યું કે શિવલીંગ ઉપર પગ દઈને એક યોગી સૂઈ ગયો છે. રાજા તરફથી આજ્ઞા થઈ કે તેને ફટકા મારીને કાઢી મૂકો. યોગીને જેમ જેમ ફટકા મારે તેમ તેમ રાણીવાસમાં રાણીઓને તે લાગવા લાગ્યા. તે જાણી રાજા સ્વયં ત્યાં આવ્યો. યોગીને શાંતિથી સમજાવ્યા કે શિવલીંગ ઉપર પગ મૂકવાને બદલે તેમની સ્તુતિ કરવી જોઈએ. ત્યારે યોગી બોલ્યા : મારી સ્તુતિ એ તમારા દેવ સહન કરી શકે નહીં. ત્યારે રાજા કહે : તમે કરો તો ખરા. ત્યારે અવધૂતયોગીએ કહ્યું કે આ શિવલીંગની નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. આ તમારા રાજ્યમાં મોટો અન્યાય થાય છે. એમ કહી ‘ન્યાવિર સ્ત્રોત’ રચવાની શરૂઆત કરી. ૧૨-૧૩ શ્લોક બોલ્યા કે શિવલીંગ ફાટીને અંદરથી શ્રી અવંતિ પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા. રાજા વિક્રમ આ ચમત્કાર જોઈ આભો જ બની ગયો. પછી તે રાજા પણ દઢ જૈનધર્મી થયો. એમ શિષ્ય જે અપરાધ કર્યો તેની ગુરુએ ભારે શિક્ષા આપી તો પણ શિષ્ય વિનયભાવે તે સ્વીકારી પણ અપરાઘશિક્ષાનું ઉલ્લંઘન કર્યું નહીં. તેમ હું પણ અપરાઘશિક્ષા તોડું નહીં. ૪૩૧. યાચકની હાંસી કરું નહીં. મુનિ યાચના પરિષહ સહન કરે છે. યાચના કરીને રોજ ઘેર ઘેર આહાર માટે ફરે છે એવા મુનિની કદી હાંસી કરું નહીં, પણ સન્માન કર્યું. તેમજ ભિખારીની પણ હાંસી કરું નહીં. કારણ કે તેના ફળ માઠા છે. “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે - મહાત્માઓની હાંસી કરું નહીં. કઠીયારામુનિનું દ્રષ્ટાંત – એક વખત કોઈ કઠીયારાએ વિરક્ત થઈને ગણધર શ્રી સુશર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના લોકો સ્થાને સ્થાને તેનો તિરસ્કાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સાંભળી, તેણે ત્યાંથી વિહાર કરવા શ્રીસુઘર્માસ્વામીને જણાવ્યું. સુશર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર - s) , પ્રતિમાજી પ્રગટ થયા. રાજા વિકમ આ આભો જ બની ગયા. ૩૨૬ Page #377 -------------------------------------------------------------------------- ________________ ગાંગાણીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા Page #378 -------------------------------------------------------------------------- ________________ યુનિવી ઊીની હૈતી કઝિશાસ્ત્રી - : 2 APRાક O GO છે : '? 6 ) 2 09 © 65 66 મુનિદાનના પ્રભાવથી કઠિયારો બીજા ભવમાં બનેલ રાજા પાદવા | Page #379 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અભયકુમારને જણાવ્યો. અભયકુમારે તેનું કારણ પૂછ્યું. તેના જવાબમાં સુધર્માસ્વામીએ પૂર્વોક્ત કારણ જણાવ્યું. પછી અભયકુમારે એક દિવસ રહેવાની માગણી કરી, તેથી તેઓ એક દિવસ ત્યાં રોકાયા. બીજે દિવસે અભયકુમારે રાજ્ય ભંડારમાંથી ત્રણ કોટી રત્નો કઢાવી, રસ્તા વચ્ચે તેનો ઢગલો કરાવી પડહ વગડાવીને એવી આઘોષણા કરાવી કે, “હે લોકો! અહીં આવો, હું તમને આ ત્રણ કોટી રત્ન આપું.” તે સાંભળી ઘણા લોકો ત્યાં એકઠા થયા. પછી તેણે કહ્યું કે, “જે પુરુષ સચિત જળ, અગ્નિ અને સ્ત્રીનો સર્વથા ત્યાગ કરે, તેનો આ રત્નરાશિ છે.” ત્યારે તેઓ બોલ્યા કે “સ્વામિન! એવું લોકોત્તર કાર્ય કરવાને કોણ સમર્થ છે? અભયકુમાર કહે – “જો તમારામાં કોઈ તેવો ન હોય તો જળ, અગ્નિ અને સ્ત્રીને સર્વથા વર્જનાર આ કાષ્ટહારી (કઠીયારા) મુનિનો આ રત્નરાશિ થાઓ.” ત્યારે લોકો બોલ્યા – “અરે! શું આ સાઘુ એવા ત્યાગી A' / _ અને દાનપાત્ર છે? અમોએ તેનું વૃથા ઉપહાસ્ય કર્યું. પછી અભયકુમારે આજ્ઞા કરી કે- ‘હવે પછી એ મુનિનો કોઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહીં.” લોકોએ તે વાત સ્વીકારી અને પોતપોતાને સ્થાને ગયા. ૪૩૨. સત્પાત્રે દાન આપું. આપણા પુણ્યબળે કોઈ મહાપુરુષ આવી ચઢે તો ભાવપૂર્વક દાન આપું. ગૃહસ્થનું ઘર અનેક પાપો થવાનું સ્થાન છે. તે પાપોથી છૂટવા માટેનો એક ઉપાય સત્પાત્રે દાન આપવું એ પણ છે. ઉપદેશામૃત'માંથી - જેવા જેના ભાવ તેવાં ફળ ભોગવવા પડે કઠિયારાનું દ્રષ્ટાંત – “મિસ્ત્રી—આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં? પ્રભુશ્રી – કોઈ મહાત્મા તપની મુદત પૂરી થયા પછી પારણા માટે વસ્તીમાં આવેલા. તે વખતે એક કઠિયારે બોલાવી તેમને બે રોટલા પોતાના ભાણામાંથી આપ્યા. તે ઊભા ઊભા જમીને તે તો ચાલ્યા ગયા. પછી તેની સ્ત્રી રોટલા ઘડતી હતી તેના મનમાં એમ થયું કે આ ક્યાંથી આવ્યો કે મારે વધારે રોટલા ટીપવા પડશે. પણ કઠિયારાના છોકરાને એમ વિચાર આવ્યો કે બાપાએ પોતાના ભાણામાંથી બે ય રોટલા આપ્યા તેથી હું મારા રોટલામાંથી અડધો રોટલો બાપાને આપું એમ વિચારી તેણે અડઘો રોટલો આપ્યો અને નવા રોટલો ચઢે ત્યાં સુધી ખાવાનું ચાલતું કરવા કહ્યું. તેની બહેન પણ ખાવા બેઠી હતી. તેણે પણ ભાઈની પેઠે પિતાને અડધો રોટલો આપ્યો. તે ભવ પૂરો થતાં કઠિયારો દેવ થઈને બીજે ભવે રાજા થયો. રાજાએ એક વખત સભામાં જનકરાજાની પેઠે પ્રશ્ન પૂછ્યો કે દત્તાનું ફળ શું અને અદત્તાનું ફળ શું? મોટા મોટા પંડિતોમાંથી કોઈ જવાબ આપી શક્યું નહીં. પછી રાજા પાસેથી પંડિતોએ મુદત માગી કે અમુક મુદતમાં અમે તમને જવાબ આપીશું. તે મુદત પુરી થવા આવી પણ કંઈ ઉત્તર નહીં જડવાથી “શું મોટું રાજાને દેખાડીશું' એમ થવાથી ૩૨૭ Page #380 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આખો દિવસ નિરાશ થઈને રાજપંડિત ઊતરેલે મોઢે ઘરમાં આંટા મારતો હતો. તેને જોઈને તેની પુત્રી બોલી : પિતાજી, તમને આવડી શી ચિંતા છે કે રોજ તમારું શરીર સુકાતું જાય છે? પંડિતે કહ્યું, કંઈ નહીં બહેન, તારે જાણીને શો ખપ છે? છતાં તેણે જાણવાની ઇચ્છા દર્શાવવાથી તેણે રાજાના પ્રશ્નની વાત કહી, તે સાંભળતાં તે મૂર્છા પામી. પછી જાગૃત થતાં તે પુત્રીએ કહ્યું : પિતાજી, આનો ઉત્તર તો હું પણ આપું. એટલે રાજા આગળ પંડિતે વાત કરી કે એ પ્રશ્નનો ઉત્તર તો મારી પુત્રી પણ આપી શકશે. તેથી તેની પુત્રીને સભામાં બોલાવી. તેણે રાજાને કહ્યું : રાજાજી, તમારે ત્યાં થોડા કાળમાં એક કુમારનો જન્મ થશે તેને તમે પૂછજો એટલે ઉત્તર મળશે. રાજાને પુત્ર નહોતો તેથી તે સાંભળી રાજી થયો અને પુત્રીને શિરપાવ આપી રજા આપી. પુત્રનો જન્મ થતાં બધા રાજી થયા. રાજા પ્રશ્નનો ઉત્તર સાંભળવા જન્મતાં જ તેની પાસે ગયો; અને તેને પ્રશ્ન પૂછ્યો કે કુંવર મૂછ પામ્યો. પછી જાગૃત થઈ કુંવરે ઉત્તર આપ્યો, “અમુક દેશમાં એક ગામમાં એક ગરીબ ડોશી છે. તે રોજ બાર વાગે ગામ બહાર નદીએ પાણી ભરવા આવે છે. તે વખતે તેની પાસે જઈને તેને બેડું ચડાવજો અને પ્રશ્ન પૂછશો, તો તેનો તે ઉત્તર આપશે. પછી રાજાએ તે પ્રમાણે કર્યું અને ડોશીને પ્રશ્ન પૂછ્યો કે તે પણ મૂછ પામી. પછી જાગૃત થઈ તેણે કહ્યું, હું તમારા કુંવર પાસે આવીને વાત કરીશ. પછી બધાં એકઠાં થયાં. મૂછ વળતાં જાતિસ્મરણ જ્ઞાન ત્રણેને થયું હતું. એટલે પૂર્વભવની વાત તેમણે જાણી હતી. પછી કુંવરે રાજાને પૂર્વભવની વાત કરી. ત્યાં રાજા પણ બેભાન થઈ ગયો અને તેને પણ જાતિસ્મૃતિ જ્ઞાન થયું. એટલે કુંવરે કહ્યું: રાજાજી, તમે હવે તમારા આત્માનું કલ્યાણ કરો અને મને રાજ સોંપી જાઓ. પણ બાર વર્ષ પછી આવીને મને બૂજવજો, ચેતવજો. આ ડોશીને પેટપૂરતું વર્ષાસન બાંધી આપો. પંડિતની પુત્રી પણ સાધ્વી થવાની છે.” પૂર્વભવનો કઠિયારો તે મર્યા પછી દેવ થઈ તે દેવ આયુષ પુરું કરીને આ રાજા થયો હતો. કઠિયારાની સ્ત્રી મરીને ઢોર પશુના અનેક જન્મો કરી ચંડાળને ત્યાં જન્મી હતી; તે પેલી ડોશી હતી. કઠિયારાની પુત્રી પણ સારા ભાવ કરી પંડિતને ત્યાં જન્મી હતી.” (ઉ.પૃ.૩૧૫) આમ દત્તા અને અદત્તાનું ફળ જાણવું. અમારા ચરણ અમારે પુજાવવા નથી – “મુમુક્ષુ - આ વીંટી હું આપના ચરણે મૂકું છું; તેનો જે ઉપયોગ કરવો હોય તે કરજો. પ્રભુશ્રી - તમારે લોભ છોડવાની ઇચ્છા હોય તો અહીં ઘણા ખાતાં છે – જ્ઞાન ખાતું છે, સાધારણ આશ્રમ ખાતું છે, સાથે સમાધિ ખાતું છે. જે ખાતે તમારે આપવી હોય તે ખાતે આપજો. અમારે એને શું કરવી છે? મુમુક્ષ – પ્રભુ, મને એની ખબર નથી. આપને જે સારું લાગે તેમાં તેનો ઉપયોગ કરજો. પ્રભુશ્રી - અમારાથી કશું ન કહેવાય. આ વીંટી લઈ લો અને તમારે રાખવી હોય તો તેમ અને વેચવી હોય તો તેમ, પણ પૈસા કરીને આવો ત્યારે જે ખાતામાં જેટજેટલા આપવા હોય તેટલા વિચાર કરીને આપી જજો. અહીં ઘણી બાઈઓ અને ભાઈઓ આમ બંગડીઓ કે જણસો મૂકે છે તેને અમારું આ જ કહેવું થાય છે. ભાવની વાત છે. જેટલો લોભ છૂટે તેટલો સારો. પણ અમારા ચરણ અમારે પુજાવવા નથી.” (ઉ.પૃ.૩૦૧) ૩૨૮ Page #381 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ‘બોઘામૃત ભાગ-૩માંથી :- હરિવંશપુરાણ સાંજના સભામંડપમાં વંચાય છે તેમાં ઋષભદેવના ગર્ભકલ્યાણની કથા ગઈ કાલે આવી હતી. ભોગભૂમિનું તથા તેવા પુણ્ય-ઉપાર્જનનું કારણ પાત્ર-દાન તેનું વર્ણન આવ્યું હતું. સમ્યક્દર્શન સહિત મુનિપણું પાળનાર ઉત્તમ પાત્ર, સમ્યક્દર્શન સહિત શ્રાવકવ્રત પાળનાર મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યક્દર્શનવાળા જીવોને જધન્ય પાત્ર ગણાવ્યા હતા. તેમને ભક્તિપૂર્વક દાન દેનાર મિથ્યાવૃષ્ટિ પણ ભોગભૂમિને યોગ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે. સમ્યદૃષ્ટિ કે સમ્યવૃષ્ટિ વ્રતવંત શ્રાવક દાતાર, મુનિપણું પામે તો કે મોક્ષે જાય, નહીં તો દેવગતિ પામે. વ્રતનિયમ પાળનાર પણ મિથ્યાવૃષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગભૂમિ કે કુમનુષ્ય યોગ્ય પુણ્ય બાંધે; અને વ્રત પણ ન હોય અને સમ્યક્દર્શન પન્ન ન હોય તેને દાન ભક્તિસહિત દેના૨નું દાન વ્યર્થ જાય છે, રાખમાં ઘી રેડ્યા સમાન છે એમ આવ્યું હતું. દયાની લાગણી પોષવા અનુકંપા દાન દેનાર પુણ્ય બાંધે છે પણ પરીક્ષાબુદ્ધિ નહીં હોવાથી કે વિપરીતતાને કારણે અપુજ્યમાં પુજ્યબુદ્ધિ આત્મતિનું કારણ નથી એ સર્વનો સાર છે.’’ (બી.૩ પૃ.૫૨૯ શ્રી જૈનહિતોપદેશ ભાગ-૧માંથી લક્ષ્મી પામીને સુપાત્રાદિને વિવેકથી દાન દેવું, તે જ તેની શોભા તથા સાર્થકતા છે. વિવેકપૂર્વક દાન દેનારની લક્ષ્મીનો વ્યય કર્યા છતાં, કૂવાના જળની પેરે નિરંતર પુણ્યરૂપ આવકથી વધારો જ થતો જાય છે. વિવેકરહિતપણે વ્યસનાદિમાં ઉડાવી દેનારની લક્ષ્મીનો તરત અંત આવી જાય છે. કૃપત્રની લક્ષ્મી કોઈ ભાગ્યશાળી ભોગવે છે, કે વાપરી લાભ લે છે, પરંતુ મમ્મણશેઠની પેરે તેનાથી એક દમડી પણ શુભ માર્ગે ખર્ચાતી નથી, તેમજ તે બાપડો તેને ભાગમાં પણ લહી શકતો નથી. પૂર્વે ધર્મમાં અંતરાય નાખ્યાનું ફળ સમજી, કોઈને અંતરાય કરવો નહીં. (પૃ.૭૫) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર'માંથી – • ભાવપૂર્વક મંત્ર સ્મરણ અને સુપાત્રે દાનનું ફળ મોક્ષ એકવાર શ્રાવકને સાધુપુરુષે કહ્યું કે, છે ભદ્ર! આ મંત્રનું તારે નિરંતર સ્મરણ કરવું; અને સમ્યક્ત્વનું પાલન કરવું. પછી તે શ્રાવક ચંદ્રમુનિને નમસ્કાર કરી પ્રસન્ન થઈને ફરતો ફરતો પુષ્પપુર ગયો. ત્યાં તે મહાન રિદ્ધિને પામ્યો. પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનું નિરંતર સ્મરણ કરવા લાગ્યો. હવે વિધિના યોગે બીજા ત્રણે મિત્રો પણ ચિરકાળે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ એ ચારે મિત્રોએ પોતપોતાનો વૃત્તાંત કહ્યો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના માહાત્મ્યને સાંભળીને ત્રણે મિત્રો નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મહાન સિદ્ધિને પામ્યા. ચાર મિત્રોનું દૃષ્ટાંત – એકદા તે ચારે મિત્રો વિચારવા લાગ્યા કે – ‘આપણે સંપત્તિવાન થયા છીએ માટે હવે પોતાને નગરે જઈએ' એમ નિશ્ચય કરી નાવમાં બેસી સમુદ્ર ઓળંગીને એક સરોવર પાસે ભોજન કરવા બેઠા. ત્યાં ભોજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એવા એક સાધુ નગરમાં ગોચરી માટે જતા હતા, તેમને જોઈને તેમણે નિયંત્રણ કર્યું કે – “હે ભગવન્ ! પઘારો.' પછી ચંદ્રે ભાવપૂર્વક મુનિશ્વરને પ્રતિજ્ઞામ્યા અને બીજા ત્રણેએ અનુમોદના કરી. ત્યાં ચારેયે દેવલોકાદિનું ભોગકર્મફળ ઉપાર્જન કર્યું, પછી તે ચારે અનુક્રમે કુશળક્ષેમે સ્વનગર જયપુરમાં આવ્યા. ત્યાં સર્વ સ્વજનો મળ્યા, અને મોટો ઉત્સવ થયો. પછી ચિરકાળ આરાધના કરી ઋદ્ધિસુખ ભોગવીને તે ચારે દાનના પ્રભાવથી બારમા દેવલોકમાં દેવ થયા. દેવ આયુષ્ય સંપૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને તે ચારે જીવો જાદા જાદા ચાર દેશના રાજા થયા. પરમ સમૃદ્ધિવંત એવા તે ચારે વચ્ચે પૂર્વભવના સ્નેહસંસ્કારથી પરમ પ્રીતિ થઈ. તેથી તે ચારે ૩૨૯ Page #382 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ / // GCS. DEO 2:// વારાફરતી એક જ દેશમાં સાથે રહેવા લાગ્યા. એમ રાજ્યસુખ ભોગવી પ્રાંતે સંયમ સાથીને મોક્ષે ગયા. (પૃ.૨૫૦) માટે ભાવપૂર્વક દાન દેવું. ઉપદેશામાળા'માંથી - સુપાત્રમાં દાન આપવાથી તે અનંતગણું થાય શાલિભદ્રનું દ્રષ્ટાંત - શાલિભદ્રનો જીવ પૂર્વભવે સંગમ નામે ભરવાડનો પુત્ર હતો. તેણે અતિ હર્ષ થવાથી બહુ ભાવપૂર્વક બથી ક્ષીર માસક્ષમણમુનિને વહોરાવી દીધી. પછી તે વિચાર કરવા લાગ્યો કે “આજે સાદુરૂપી સત્પાત્ર મને પ્રાપ્ત થવાથી હું અતિ ઘન્ય થયો.” આ પ્રમાણે અનુમોદના સહિત દાન ઘણું ફળ આપનારું થાય છે. કહ્યું છે કે “આનંદથી નેત્રમાં આંસુ આવવાં, રોમરાય વિકસ્વર થવાં, બહુમાન સહિત વહોરાવવું, પ્રિય વચન બોલતાં આપવું અને તેની અનુમોદના કરવી; એ પાંચ સુપાત્ર દાનનાં ભૂષણ છે.” અહિં સંગમે સાધુને દાન આપવાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે - વ્યાજની અંદર ઘન બમણું થાય છે, વ્યવસાયથી ચારગણું થાય છે, ક્ષેત્રમાં સોગણું થાય છે, અને પાત્રમાં આપવાથી અનંતગણું થાય છે. વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે. કારણ કે - દરિદ્રી છતાં દાન આપવું, સામાÁ છતાં ક્ષમા રાખવી, સુખનો ઉદય છતાં ઇચ્છાનો રોઘ કરવો અને તરુણાવસ્થામાં ઇદ્રિયોનો નિગ્રહ કરવો” આ ચારે વાનાં અતિ દુષ્કર છે. (પૃ.૧૪૩) સાદી શિખામણ'માંથી – દાન આપો નહીં તો મઘમાખીની જેમ અંતે પસ્તાવો પામશો ભોજરાજાનું દ્રષ્ટાંત – એક દિવસ ભોજરાજા પોતાની સભામાં બેઠા હતા, ત્યાં એક માખી આવીને હાથ ઘસવા લાગી તે જોઈને ભોજરાજાએ કાલિદાસ પંડિતને તેનું કારણ પૂછ્યું કે આ મધમાખી દરરોજ મારા સન્મુખ સભામાં આવી હાથ ઘસે છે તેનું શું કારણ હશે? ત્યારે તેનો ઉત્તર કાલિદાસ પંડિત રાજા ભોજને તરત આપ્યો કે, આ મધમાખી એમ કહે છે કે, હે ભોજરાજા! જે કોઈ નિર્ધન હોય તેને તું ઘન આપ કારણ કે સારા કાર્ય કરનારા પુરુષોનું એજ કર્તવ્ય છે. કર્ણ, બળી અને વિક્રમાદિત્ય રાજાઓએ પણ દાન આપેલાં તેણે કરીને અદ્યાપિ સુધી આ જગતમાં તેની કીર્તિ ગવાય છે; અને અમોએ તો ઘણા કાળથી સંઘરી મૂકેલું મધ તેને વાઘરી લઈ ગયો, પણ અમારાથી દાન ન કરાયું તેમ ઉપયોગ પણ ન થઈ શક્યો તેથી હાથ ઘસવા પડે છે. તેમ જ તમે જ્યારે આ દેહ છોડીને જશો ત્યારે હાથ ઘસતા જશો, માટે કંઈ દાન પુણ્ય કરો એમ આ મઘમાખી હાથ ઘસીને તમને ઉપદેશ કરે છે. આવી રીતે કાલીદાસ પંડિતનું વચન સાંભળીને ભોજરાજા ઘણા પ્રકારના દાન આપવા લાગ્યો. (પૃ.૨૨૧) ૪૩૩. દીનની દયા ખાઉં. અશુભ કર્મના ઉદયે જીવ દીન એટલે ગરીબ થયો હોય, ખાવા વગેરે પણ ન મળતું હોય તો તેના પ્રત્યે દયા લાવીને કંઈક આપવું તે અનુકંપા દાન છે. ૩૩૦ Page #383 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “સમાધિસોપાન'માંથી :- “દાન, સન્માન, કુશળતા પૂછવી, રોગી, દુઃખીની સેવા કરવી તે પણ વિનયવાળાથી જ બને છે. દુઃખી માણસ કે પશુને વિશ્વાસ, આશરો આપવો. દુઃખથી પીડાયેલો પોતાનાં દુઃખ કહેવા આવ્યો હોય તેનું દુઃખ સાંભળવું. પોતાની શક્તિ પ્રમાણે ઉપકાર કરવો. કંઈ ન બને તો ઘીરજ, સંતોષ આદિનો ઉપદેશ દેવો. એ વ્યવહારવિનય છે. તે પરમાર્થવિનયનું કારણ છે, યશ ઉપજાવે છે, ઘર્મની પ્રભાવના કરે છે.” (પૃ.૧૭૨) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી :- દીનની દયા ખાવાથી બનેલ શેઠ એક ગરીબ બાળકનું દ્રષ્ટાંત - કોઈએક વ્યવહારી પોતાની વખારે આવીને બેઠો હતો. તેના ગુમાસ્તાઓ પણ બઘા બેઠા હતા. તેવામાં એક કુમાર (બાળકો માગવા આવ્યો. શેઠને તેની વાત સાંભળતા દયા આવી. છોકરાએ કહ્યું કે- મારા માતાપિતા મારી નાની વયમાં દેવલોકે ગયા, મારી પાસે જે કાંઈ ઘન હતું તે પણ બધું મેં ખોઈ નાખ્યું છે, આજીવિકાનું કાંઈ પણ સાઘન મારી પાસે રહ્યું નથી; તેથી હું ઘરે ઘરે ફરું છું. માટે જો આપને દયા આવે તો મને આધાર આપો? શેઠે પોતાને ત્યાં રાખ્યો અને ભોજન વસ્ત્ર પણ આપ્યાં. અનુક્રમે તે છોકરો યૌવાનાવસ્થા પામ્યો એટલે શેઠે તેને પરણાવ્યો; પછી જાદું ઘર પણ માંડી આપ્યું. તે બહુ બુદ્ધિશાળી હોવાથી શેઠનો તમામ વ્યાપાર તેણે હાથમાં લીધો. શેઠને તેની ઉપર પૂર્ણ વિશ્વાસ હતો તેથી ગુમાસ્તાપણું દૂર કરી ચોથો ભાગ કરી આપ્યો. પછી શેઠની આજ્ઞાથી તે પરદેશ વ્યાપાર કરવા ગયો અને ઘણી લક્ષ્મી મેળવી આવ્યો. ત્યાં રહ્યો જે કમાતો તે બધું શેઠને મોકલતો હતો, અને આવ્યા પછી જે રળ્યો હતો તે બધું શેઠની પાસે રજુ કર્યું. પછી શેઠની રજા લઈને તેણે એકલો વ્યાપાર કરવા માંડ્યો, તેમાં પણ તે સારું કમાયો. એટલે શેઠનું તમામ દ્રવ્ય ચુકવી દઈને બીજે નગરે જઈ તે વ્યાપાર કરવા લાગ્યો. (પૃ.૧૬૩) ૪૩૪. દુખીની હાંસી કરું નહીં. શારીરિક, માનસિક કે નિર્ધનતાને લીધે કોઈ દુઃખી હોય તેની હાંસી કરું નહીં. પણ તેને સ્વશક્તિ અનુસાર મદદ કરીને શાંતિ ઊપજે તેમ કરું. દુ:ખીની હાંસી કરવાથી પરભવમાં પોતાને પણ આવા દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. માટે કદી પણ દુઃખી મનુષ્યોની હાંસી કરી તેને સતાવું નહીં. પણ તેને પાપનાં ફળ દુઃખ આવે છે એ સમજાવી ઘર્મના માર્ગે વાળવા પ્રયત્ન કરું. ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – કર્મના યોગે શેઠની થયેલી દુર્દશા દરિદ્ર બનેલ શેઠનું દ્રષ્ટાંત – વાક્ય ૪૩૩માં જે શેઠની વાત કરી તે શેઠની જ્યારે તમામ લક્ષ્મી નાશ પામી ત્યારે તેણે વિચાર કર્યો કે, “હવે ઘેર બેસી રહેવું ઠીક નથી, હવે તો પરદેશમાં જ જઉં કે જેથી કાંઈક પ્રાપ્તિ થાય.” આ પ્રમાણે વિચારીને શેઠ ઘરેથી નીકળ્યા, પણ પાસે બિલકુલ દ્રવ્ય નથી, તેથી માર્ગમાં બહુ દુઃખ પામવા લાગ્યા. અન્ન પણ દુઃખે મળવા લાગ્યું. એ પ્રમાણે ફરતાં ફરતાં તેનો પેલો વાણોતર જે બાળકપણાથી તેમની પાસે આવેલો હતો તે જ્યાં વેપાર કરે છે તે નગરે શેઠ પહોંચ્યા. બજારમાં ફરતાં તે નોકરે શેઠને દૂરથી દીઠા એટલે તે દુકાન ઉપરથી ઊતરી શેઠ પાસે આવીને પગે લાગ્યો અને શેઠની આવી દુઃખી સ્થિતિ જોઈને તેને બહુ લાગી આવવાથી તે શેઠને ગળે વળગીને બહુ રોયો; પછી દુકાન પર લઈ જઈ શેઠને યોગ્ય આસને બેસાડી પોતે સામો બેઠો અને પૂછ્યું કે – “હે સ્વામી! આપની સ્થિતિ આવી કેમ થઈ? આપના ઘરમાં સુવર્ણ, રત્ન, મણિ, મોતી, વસ્ત્રો આભૂષણો વગેરે ૩૩૧ Page #384 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પડયો. દામો ગામમાં પાક. 5 ETED IN - DES STATISTI નોr : પારાવાર હતા તે બઘાં ક્યાં ગયા?” શેઠે કહ્યું કે- “હે વત્સ!તું જુદો પડીને અહીં આવ્યો, ત્યાર પછી તારી પછવાડે મારું દ્રવ્ય પણ બધું ગયું. પૂર્વનું પુણ્ય ખુટ્યું, એટલે પછી કાંઈપણ રાખ્યું રહ્યું નહીં. તદ્દન દરિદ્રાવસ્થા આવી, ખાવા પીવાના સાંસા પડવા લાગ્યા એટલે હું ઘર છોડીને પરદેશ નીકળ્યો.” F S 'ELIF શેઠની આ પ્રમાણેની હકીકત સાંભળી તે વાણોતર -- (ગુમાસ્તો) બહુ જ રોવા લાગ્યો; છાનો રાખતા પણ રહે નહીં. એટલે તેના વાણોતરો કહેવા લાગ્યા કે – “શેઠ તે ઘેલા થઈ ગયા છે કે શું થયું છે કે જેથી આવા એક ભિખારીને ગળે વળગીને રોયા કરે છે.” એટલે તેણે છાના રહીને સૌને બોલતા વાર્યા અને કહ્યું કે – “એમણે તો મારી ચામડી પોષેલી છે, એના કોળિયાથી હું ઉછર્યો છું, એણે મને વેપારી બનાવ્યો છે, હું એનો વાણોતર છું અને એ મારા શેઠ છે, એના ગુણ મારા હૃદયમાં સમાતા નથી.” આ પ્રમાણે કહીને - પછી શેઠને પોતાને ઘેર લઈ ગયો અને નવરાવી વસ્ત્રાલંકાર ધારણ કરાવી ઈદ્ર જેવા બનાવ્યા. ખાનપાનથી બહુ પ્રસન્ન કર્યા. પછી એક દિવસ તે વાણોતરે પોતાના બઘા પરિવારને એકઠો કરી એક પોતીયું માત્ર પહેરી પોતાનું ઘર, હાટ, વખાર, ઘન, ભૂષણો – સર્વ શેઠને અર્પણ કર્યું અને પગે લાગ્યો. આ પ્રમાણેની વાત કરી ગૌતમસ્વામીએ હર્ષિત થઈને પ્રભુને પૂછ્યું કે- હે પ્રભુ!હવે તે વાણોતર ઓશીંગણ (ઉપકારી) થયો? પ્રભુ કહે છે કે- “આ પ્રમાણે કરવાથી ઓશીંગણ ન થાય, પણ જો શેઠને ઘર્મ પમાડે તો ઓશીંગણ એટલે ઉપકારી થાય.” - હવે પેલા વાણોતરે શેઠને કહ્યું કે - “હે પિતાજી! આ ઋદ્ધિ બઘી હું જૈનધર્મના પસાયથી પામ્યો છું. માટે તમે જૈનધર્મનું આરાઘન કરો.” આ પ્રમાણે કહીને તે શેઠને મુનિરાજ પાસે લઈ ગયો અને જૈનધર્મ સંભળાવ્યો, એટલે શેઠ ઘર્મ પામ્યા અને દરરોજ સામાયિક, પ્રતિક્રમણ કરવા લાગ્યા, વ્યાખ્યાન સાંભળવા લાગ્યા, જિનપૂજા કરવા લાગ્યા. વાણોતર શેઠની છાંયામાં રહીને વેપાર કરવા લાગ્યો. અને જે કમાય શેઠને આપી બદલો વાળવા લાગ્યો. અનુક્રમે શેઠ ઘણા ઘનવાન થયા. જૈનધર્મ ઉપર પૂરેપૂરી આસ્થા બેઠી, એટલે ઉત્તમ કાર્યોમાં શેઠે પુષ્કળ દ્રવ્ય વાપર્યું. પ્રાંતે દીક્ષા લીધી અને સદ્ગતિને પામ્યા. આટલી વાત થયા પછી ફરી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે – “હવે તે વાણોતર ઓશીંગણ (ઉપકારી) થયો?” “પ્રભુએ કહ્યું કે – “હા, હવે થયો.” (પૃ.૧૬૫) ૪૩૫. ક્ષમાપના વગર શયન કરું નહીં. રાત્રે સૂતી વખતે આખા દિવસમાં મારાથી શું શું દોષ થયા હોય તે વિચારું. આજે મેં કોના ઉપર ક્રોધ કર્યો, માન કર્યું. ઈર્ષા કે અદેખાઈ કરી એમ અઢાર પાપસ્થાનક વિચારું. દોષથી નિવૃત્ત થવાની ભાવના કરું, પશ્ચાત્તાપ કરું. સૂતી વખતે ભગવાન પાસે સર્વ દોષની ક્ષમાપના માંગી પછી શયન કરું. એમ દિવસમાં જે જે પાપ લાગ્યા હોય તે રાત્રે ક્ષમાવું. ક્ષમાપના વગર શયન કરું નહીં. ૩૩૨ Page #385 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૪૩૬. આળસને ઉત્તેજન આપું નહીં. આળસુ માણસ ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. જેવી આદત પાડીએ તેવી પડે છે. આજે દિવસે એક કલાક સૂતો હોઉં તો બીજે દિવસે બે કલાક કરું નહીં. એમ કોઈ રીતે પણ આળસને ઉત્તેજન આપું નહીં. પણ પુરુષાર્થને પ્રઘાન કરી આળસને ઘટાડું. આઠ દૃષ્ટિની સજઝાયના અર્થ માંથી - આળસને ઉત્તેજન આપવાથી મરણ પામ્યા ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત – “કોઈ અન્યદર્શની ગુરુ-શિષ્ય બહુ આળસુ હતા. તેઓ નગરની બહાર એક મઢીમાં પડી રહેતા. ગામમાં એકાદ ઘેર ફરીને ભિક્ષા લાવે ને થોડું ઘણું જે મળે તેથી ઉદર પૂરણા કરે. પાસે ઓઢવા પાથરવાનું તો હોય જ ક્યાંથી? એવામાં પોષ માસના દિવસ આવ્યા ને ઠાર પડવા લાગ્યો. એક દિવસ ટાઢ બહુ પડી, તેથી તે ગુરુ શિષ્ય થરથર કંપતા ભિક્ષા જડી ન જડી એવે હાલ તુરત ગામમાંથી આવીને મઢીની અંદર પણ આળસને લીધે ગયા નહીં, એમ જ જીર્ણ વસ્ત્ર મુખ ઢાંકી બહાર આવી સૂઈ ગયા. પાછલી રાત્રે જાગ્યા ત્યારે નેત્ર ઉઘાડવા જેટલો પણ ઉદ્યમ કર્યા વિના ઢાંકેલ મુખે જ ગુરુએ પૂછ્યું કે હે શિષ્ય! ટાઢ ઘણી લાગે છે, માટે હું ઝૂંપડીમાં છું કે બહાર છું? ત્યારે શિષ્ય જે ગુરુથી પણ વઘારે અજ્ઞાની અને આળસુ હતો તે પણ બંઘ નેત્રે ઢાંકેલે મુખે જ બોલ્યો કે આપણે ઝુપડીમાં છીએ. તેવામાં ટાઢથી બચવા કોઈ કૂતરો ગુરુ પાસે આવી સૂતો હતો તેનું પૂછડું ગુરુના હાથમાં આવવાથી તે બોલ્યા કે હે શિષ્ય, મને પૂછવું છે કે શું? ત્યારે શિષ્ય બોલ્યો કે એ તો તમારી કાછડીનો છેડો છે માટે હવે બોલ્યા વિના છાનામાના પડી રહો. એમ અજ્ઞાન ને આળસમાં ત્યાં જ સૂઈ રહેલા એ ગુરુ શિષ્ય પ્રાતઃકાળે હિમ પડવાથી ઠરીને મરણ પામ્યા.” - (પૃ.૩૨) “મોક્ષમાળા વિવેચન'માંથી - “(૧) આળસ - આત્મામાં સ્થિર રહેવારૂપ ઉત્તમ લક્ષ છે, તેમાં ન રહેવા દે, વિધ્ધ કરે એવું આળસ છે. આળસુ હોય તે ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. આળસુ માણસ સામાન્ય કામ પણ ન કરી શકે, નવરો બેસી રહે કે સૂઈ રહે; તો પરમાર્થનું કામ તો ક્યાંથી કરી શકે? (૨) અનિયમિત ઊંઘ – એ આળસ થવાનું કારણ છે. આળસુ માણસ ગમે ત્યારે ઊંધે. રાત્રે નિયમિત બરાબર ઊંઘ ન આવે તો સુસ્તી રહ્યા કરે. એ સુસ્તી એ જ આળસ છે કે જેથી કામ કરવાનો ઉમંગ ન થાય, ઉદ્યમ ન થાય. કપાળુદેવે પુષ્પમાળામાં ૬ કલાકની ઊંઘ કહી છે.' (પૃ.૨૧૭) પૂ. શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ કીમાંથી :- આળસ “રામ નામ કો આળસુ, ભોજનકું હોંશિયાર; તુલસી ઐસે મનુષ્યકો, વાર વાર ધિક્કાર. રાત ગમાયી સોય કર, દિવસ ગમાયા ખાય; હીરાજન્મ અમોલ થા, કોડી બદલે જાય. કબીર યહ મન લાલચી, સમજે નહિ ગમાર; ભજન કરન કો આળસુ, ખાને કો હુશિયાર. ૩ મુક્ત મનુષ્ય તન પાય કે, જો ન ભજત રઘુનાથ; સો પીછે પસ્તાયેગો, બહોત ઘસેગો હાથ.” ૪ (પૃ.૩૨) ૩૩૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ‘બોધામૃત ભાગ-૧'માંથી :- “પૂજ્યશ્રી – (મુમુક્ષુઓને ઉદ્દેશીને) તમને એમ થાય છે કે અહીં આશ્રમમાં રહી બધો વખત નકામો જતો રહે છે, કંઈ થતું તો નથી? મુમુક્ષુ – નકામું તો નથી લાગતું, પણ કંઈ થતું નથી એમ તો થાય છે. પૂજ્યશ્રી – એમ થાય તો પુરુષાર્થ જાગે. નહીં તો આશ્રમમાં રહ્યા છીએ ને ? બધું થશે. એમ થઈ જાય. બહુ ઉતાવળ કરવાની નથી, તેમ પ્રમાદ પણ કરવાનો નથી. તરવારની ઘાર જેવું છે. બહુ ઉતાવળ કરવા જાય તો અધીરજ આવી જાય. તેથી પુરુષાર્થ થાય નહીં. અહીં રહીને કષાયની ઉપશાંતતા વગેરે ગુણો પ્રગટાવવાના છે. આત્માના હિતને માટે અહીં રહ્યા છીએ એ લક્ષ રાખવો.’’ (બો.૧ પૃ.૩૩૧) ‘બોઘામૃત ભાગ-૩'માંથી : “આપને પરમપુરુષની દૃઢ શ્રદ્ધા છે તે જ આ ભવમાં પરમ પુરુષાર્થ પ્રેરનારી છે. શરીરથી જ કંઈ પુરુષાર્થ થાય એવું નથી. શ્રદ્ધા જ્યાં દૃઢ હોય છે ત્યાં જ ચિત્તની વૃત્તિ વળે છે, સ્થિર થાય છે, લીન થાય છે. તેથી વારંવાર પ.પૂ.પ્રભુશ્રીજી ‘શ્રદ્ધા પરમ દુલ્લહા’ એમ કહેતા હતા.’’ (બો.૩ પૃ.૭૨૧) “ખરો પુરુષાર્થ તત્ત્વવિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનો આધાર છે. પ્રાસ સંયોગોમાં બની શકે તેટલો કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવો ઘટે છેજી. જે જે મુખપાટે કર્યું છે તે તે બધાં વચનો મનનનો વખત માગે છે. યથાશક્તિ દરરોજ પા–અડધો કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ બંધ કરી સત્પુરુષના એકાદ વાક્ય, કડી કે વિચારને આધારે પોતાના બળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કર્તવ્ય છેજી.’’ (બો.૩ પૃ.૨૩૩) “પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કોઈ વખત જીવ બળવાન બને છે, તો કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તો ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તો કર્મ મંદ થતાં પોતાનો પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજી. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે. પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી.'' (બો.૩ પૃ.૪૧૫) માટે આળસને ઉત્તેજન આપ્યા વગર પુરુષાર્થી બનું. ૪૩૭. સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. તેમાં હું આત્મદ્રવ્ય છું. મારો ઘર્મ માત્ર જોવા, જાણવાનો તથા સ્વભાવમાં સ્થિર રહેવાનો છે. તે ક્રમ છોડીને રાગદ્વેષાદિ વિરુદ્ધ કર્મ કરું નહીં. એમ ન થઈ શકે ત્યાં સુધી તેમ કરવાના ભાવ રાખું અને યથાશક્તિ રાગદ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ કરું. ૪૩૮. સ્ત્રીશય્યાનો ત્યાગ કર્યું. *હિતશિક્ષાના રાસનું રહસ્ય' :– “સ્ત્રીની શય્યામાં સૂવું નહીં.સ્ત્રી સાથે સૂવાથી શરીરનું બળ નાશ પામે છે.'' (૮૩) ‘શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ - ૧૦”માંથી :- શાલિભદ્રનો સ્ત્રીશય્યાનો ત્યાગ શાલિભદ્રનું દૃષ્ટાંત – “શાલિભદ્ર સંસારથી મુક્ત થવાના વિચારો કરતો હતો. તેવામાં તેના ઘર્મમિત્રે આવીને વિજ્ઞપ્તિ કરી કે – ‘ચતુર્ણાનધારી અને સુર અસુરોએ નમસ્કાર કરેલા જાણે મૂર્તિમાન્ ૩૩૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઘર્મ હોય તેવા ઘર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાલિભદ્ર હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને તથા બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરિ દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, “હે ભગવન્! કેવા કર્મથી રાજા મારા સ્વામી ન થાય? 'મુનિ બોલ્યા – “જેઓ દીક્ષા ગ્રહણ કરે તેઓ આ બઘા જગતના પણ સ્વામી થાય છે.” શાલિભદ્રે કહ્યું કે, “જો એમ છે તો તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.” સૂરિ બોલ્યા કે“ઘર્મકાર્યમાં પ્રમાદ ન કરવો.” પછી શાલિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, “હે માતા! આજે શ્રી ઘર્મઘોષસૂરિના મુખકમળથી મેં ઘર્મ સાંભળ્યો છે કે, જે ઘર્મ આ સંસારના સર્વ દુઃખથી મુકાવાના ઉપાયરૂપ છે.” ભદ્રા બોલી કે – “વત્સ! તેં ઘણું સારું કર્યું, કેમકે તું તેવા ઘર્મી પિતાનો જ પુત્ર છું.’ આ પ્રમાણે હર્ષથી શાલિભદ્રની પ્રશંસા કરી. પછી શાલિભદ્રે કહ્યું – “કે માતા! જો એમ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપો; હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું એવા પિતાનો પુત્ર છું.” ભદ્રા બોલી : વત્સ! તારો વ્રત લેવાનો ઉદ્યમ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તે પ્રકૃતિમાં સુકોમળ છું અને દિવ્ય ભોગોથી લાલિત થયેલો છું, તેથી મોટા રથને નાના વાછરડાઓની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ?” શાલિભદ્ર બોલ્યો – “હે માતા! ભોગલાલિત થયેલા જે પુરુષો વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.” ભદ્રા બોલી – “હે વત્સ! જો તારો એવો જ વિચાર હોય તો ઘીમે ઘીમે-થોડે થોડે ભોગનો ત્યાગ કરી મનુષ્યની મલીન ગંઘને સહન કર કે જેથી તેનો અભ્યાસ પડે, પછી વ્રત ગ્રહણ કરજે. શાલિભદ્ર તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને સમજાવી એક એક શય્યાને તજવા લાગ્યો. (પૃ.૧૫૯) ૪૩૯. નિવૃત્તિ સાઘન એ વિના સઘળું ત્યાગું છું. આત્માને સંસારના દુઃખોથી નિવૃત્ત થવાના સાઘન સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ત્યાગ, ભક્તિ, સત્સંગ, વૈરાગ્ય, સમાધિ આદિ છે તેને ગ્રહણ કરું તથા પ્રવૃત્તિના સાધન આરંભ, પરિગ્રહ, ઘન, કુટુંબાદિ છે, તે સર્વનો ત્યાગ કરું. “શ્રીમદ રાજચંદ્ર'માંથી - સંયમ અર્થે નિવૃત્તિ કર્તવ્ય મૃગાપુત્રનું દ્રષ્ટાંત – “નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલા ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયવંદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિઘ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ અને મહા ગુણના ઘામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જાએ છે. ૩૩૫ Page #388 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છે. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દો.” કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતાપિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ-વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત! અને અહો તાત! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ - કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખનો હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુબુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ, જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે તેમાં હું કેમ પ્રેમ બાંધુ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ, કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંઘવ એ સકળને છાંડીને માત્ર ફ્લેશ પામીને આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને ક્ષઘાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ઘર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મરાદિકની પીડા પામે. મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ સુઘાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ઘર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરુજનો! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજ્વલિત થાય છે, ત્યારે તે ઘરનો ઘણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” (વ.પૃ.૪૯) તેમ હું પણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી નિવૃત્તિના સાઘન રત્નત્રયને મેળવું. ૪૪૦. મર્મલેખ કરું નહીં. હૃદયને દુઃખ આપે એવા મર્મવાળા કાગળ લખવાથી અથવા મર્મભેદક વચનો બોલવાથી સામા માણસને આઘાત લાગી જાય અથવા મૃત્યુ પણ થઈ જાય એવા મર્મલેખ કરું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - કોઈને હણવા ફૂટલેખ લખું નહીં સુજાત શેઠનું દૃષ્ટાંત - “ચંપાનગરીમાં ઘર્મઘોષ નામે મંત્રી હતો. તેની સ્ત્રીઓ ત્યાંના ૩૩૬ Page #389 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નગરશેઠ સુજાતશ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈ મોહ પામી હતી. તેથી એકદા તે મંત્રીની એક સ્ત્રી, સુજાતશેઠનો વેષ લઈને દાસીઓની સાથે ક્રીડા કરતી હતી. તે જોઈ ઘર્મઘોષ મંત્રી પરમાર્થ (ખરીવાતો જાણ્યા વિના તે શેઠ ઉપર વેષ કરવા લાગ્યો. એક વખતે તેણે શેઠના નામથી , ફૂટ લેખ લખ્યો. તેમાં એવું દર્શાવ્યું કે સુજાતશેઠ વિક્રમ રાજાને લખે છે કે “અમારી આ વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈ તમારે અહીં સત્વર આવવું. હું અમારા રાજાને પ્રપંચથી મારી તમને રાજ્ય અપાવીશ.” આવો કૂટ લેખ પોતે લખી ગુપ્તચર મારફત પકડાયેલો છે એમ કહીને પોતાના રાજાને બતાવ્યો. રાજાએ ક્રોધથી સુજાતશેઠને મારી નાખવા માટે કાંઈક મિષ કરીને ચંદ્રધ્વજ રાજા પાસે મોકલ્યો અને તેની સાથે એક લેખ લખી આપ્યો. ચંદ્રધ્વજ રાજા તે લેખ વાંચી, સુજાતશેઠને નિર્દોષ જાણી વિચારવા લાગ્યા કે “અહો! ચંપાપતિએ આવું અયોગ્ય કાર્ય મને કેમ બતાવ્યું? આ શ્રેષ્ઠી તો નિઃસ્પૃહ જણાય છે.” પછી તે વાતનો નિશ્ચય કરી તેણે પોતાની પુત્રી સુજાતશેઠને આપી. નવોઢા (મુગ્ધા) સ્ત્રીના સંયોગથી વૃદ્ધ) શ્રેષ્ઠી રોગી થઈ ગયો. શેઠને રોગી જોઈ તેની પત્ની આત્મનિંદા કરવા લાગી. તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો - “હે સ્ત્રી! શોક શા માટે કરે છે? એમાં તારો દોષ નથી, મારા કર્મનો જ દોષ છે.” તે સાંભળી તેણીને વૈરાગ્ય થયો. દીક્ષા લઈ અનશનવડે મૃત્યુ પામી દેવી થઈ. ત્યાંથી અહીં આવી તેણે સુજાતશ્રેષ્ઠીને કહ્યું કે- “હે શ્રેષ્ઠી! તમારાં ઘર્મવચનો અંગીકાર કરી હું આવા પદને પામી છું, તેથી હવે કોઈ કાર્ય હોય તો કહો. સુજાતે કહ્યું – “મારું કલંક ઉતારો.” પછી તે દેવીએ શ્રેષ્ઠીને વિમાનમાં બેસાડી ચંપાનગરીના વનમાં મૂક્યા અને ચંપાનગરી ઉપર શિલા વિદુર્વા ચંપાપતિને ઉદ્યાનમાં બોલાવ્યો. તે ત્યાં આવીને સુજાતશ્રેષ્ઠીને નમ્યો. દેવીએ પૂર્વનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી રાજાએ ક્રોધથી ઘર્મઘોષ મંત્રીને દેશપાર કર્યો અને સુજાતશેઠને મોટા ઉત્સવ સાથે ઘેર લાવ્યા. અનુક્રમે સુજાતશ્રેષ્ઠીએ પણ દીક્ષા લીધી.” (પૃ.૯૫) એમ કદી મર્મલેખ કરું નહીં. ૪૪૧. પર દુઃખે દાઝું. બીજાના દુઃખ જોઈ આપણા અંતરમાં કરુણાભાવ હોય તો દુઃખ થયા વિના રહે નહીં. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” (વ.પૃ.૪) યથાશક્તિ તે દુઃખ નિવારવાનો પ્રયત્ન કરું. બોઘામૃત ભાગ-૨'માંથી - અનાજના ભંડાર ભરેલા અને લોકો ભૂખે મરે એ ઠીક નથી દામાજી પંતનું દૃષ્ટાંત – “દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણોતના (જમીનના ભાડાના) બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી રાખતા. બહુ મોટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડ્યું છે અને લોકો ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બઘાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. થોડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું મને ભજન કરી લેવા દ્યો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું. આ બાજા એક માણસ રાજા પાસે આવ્યો ૩૩૭ Page #390 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અને કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું છે તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં દામાજીને લઈને સિપાઈઓ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું કે તમારા વતી પૈસા કોણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બોલ્યા કે મારે માટે ભગવાનને તસ્દી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત થયો.” (બો.૨ પૃ.૫૫) દીન દુ:ખી જીવોં પર મેરે, ઉરસે કરુણાસ્ત્રોત બહે” (નિત્યક્રમ પૃ.૧૭) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - જગડુશાહની દાન આપવામાં ઉદારતા જગડુશાહનું દ્રષ્ટાંત - “જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીરરાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલતાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. સો મણ ઘાન્યનો એક મુંડો કહેવાય. તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી. દરરોજ પ્રભાતકાળે જગડુશાહ જે ઠેકાણે બેસીને યથેષ્ટ દાન આપતા હતા, ત્યાં કોઈ લજ્જાવાન કુલીન સ્ત્રીઓ વગેરે પ્રગટપણે દાન લઈ શકે નહીં, તેમને ગુપ્તપણે દાન આપવા સારું એક પડદો બાંધી રાખવામાં આવતો હતો કે જેથી તેઓ તેમાં હાથ નાખીને દાન લઈ શકે. એક દિવસ વિસલરાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને એકલો ત્યાં ગયો અને પડદામાંથી હાથ લાંબો કર્યો. જગડુશાએ શુભ લક્ષણવાળો હાથ જોઈને વિચાર્યું કે જગતના મનુષ્યોને માનવા લાયક કોઈ રાજાનો આ હાથ છે; હાલમાં દૈવયોગે તે આવી સ્થિતિ પામેલો જણાય છે; માટે તે જીંદગી પર્યત સુખી થાય તેમ હું કરું.” એ પ્રમાણે વિચારીને પોતાના હાથની આંગળીમાંથી મણિરત્નજડિત મુદ્રિકા (વીંટી) કાઢીને હાથમાં મૂકી. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણવાર પછી વળી તેણે ડાબો હાથ પડદામાંથી લાંબો કર્યો, એટલે જગડુશાએ તે હાથમાં પણ બીજી વીંટી આપી. તે બન્ને મુદ્રિકા લઈને વિસલરાજા પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે જગડુશાને બોલાવીને “આ શું છે?' એમ કહી તે બન્ને મુદ્રિકા બતાવી. તે જોઈને જગડુશા બોલ્યા કે - “કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ જ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ હોય છે.” આ પ્રમાણે સાંભળીને ખુશી થયેલા રાજાએ જગડુશાનો પ્રણામ નિષેઘ કરીને તેને હાથી ઉપર બેસાડી તેને ઘેર મોકલ્યો. આ પ્રમાણે ઘાર્મિકપણું અનુકંપા દાન વડે જ શોભે છે. એ ત્રીજાં અનુકંપા દાન કહ્યું. (પૃ.૨૬) એમ પરદુઃખે દાઝી સ્વપરનું કલ્યાણ કરું. “શ્રી ચંદ્રરાજાના રાસ'માંથી - સુદર્શનાનું દ્રષ્ટાંત – ભરુચ નગરના જંગલમાં એક ઝાડ ઉપર એક સમળીએ બચ્ચાઓને જન્મ આપ્યો. એક વાર તે ખાવાનું મેળવવા મ્લેચ્છના પાડામાં ગઈ. ત્યાંથી ભક્ષ્ય લઈ આવતાં પાડાના માલિકે બાણથી તેને વીંઘી નાખી. તે માંડ માંડ પોતાના વૃક્ષ સુધી આવી. પણ વૃક્ષ ઉપર ચઢી શકી નહીં. તે બચ્ચાઓને જોઈ અને બચ્ચાઓ તેને જોઈ આક્રંદ કરવા લાગ્યા. ભાગ્યોદયે ત્યાં વિહાર કરતાં મુનિ આવી ચઢ્યા. સમળીની આવી દુર્દશા જોઈ તેને ઉપદેશ આપી મંત્ર સ્મરણ સંભળાવ્યું. સ્મરણ મંત્રના પ્રભાવે તે સમળી ત્યાંથી દેહ છોડી સિંહલદ્વીપ જે આજે શ્રીલંકા કહેવાય છે ત્યાંના રાજા ચંદ્રગુપ્તની પુત્રીરૂપે અવતરી. ૩૩૮ Page #391 -------------------------------------------------------------------------- ________________ કાયશાળા ઉછે. દુષ્કાળમાં અન્નદાન વિષે જગડુશાહને મુનિનો ઉપદેશ ) II 0 લિસી૯ચિલ્લી છાતી થકચ્છની ૬ઠ્ઠી જાણવાનો આદેશ કરતા જગડ્ડna કચ્છના અન્ન ભંડારોમાંથી અન્ન લઈ જતા વિસલ રાજા વગેરેના માણસો Page #392 -------------------------------------------------------------------------- ________________ સંદર્શાવી છે. (M नमो जारी . C ( 21 ) . સુદર્શનાને મંત્ર સાંભળતાં થયેલ જાતિસ્મરણજ્ઞાન સાધુ જીવન ગાળતી સુદર્શના l)1 TITIl ill I as I સમળીને મેંટી સંભળાવતી મુનિ સભળી બિહાર જિત. મંદિર, ભરૂચ Page #393 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એકદા રાજસભામાં રાજા પોતાની પુત્રી સાથે બેઠેલા છે. ત્યાં ઋષભદત્ત નામનો સાર્થવાહ રાજાને ભેટશું થરવા આવ્યો. તેને અચાનક છીંક આવી ત્યારે હમેશની જેમ “નમો રિહંતાણ’ એ પદનો ઉચ્ચાર કર્યો. તે સાંભળી રાજાની પુત્રી વિચારવા લાગી , કે આ શબ્દ તો મેં ક્યાંય સાંભળ્યા છે. એમ વિચારતાં વિચારતાં જાતિસ્મરણજ્ઞાન થયું. જેથી પૂર્વભવ નિહાળ્યો. પછી પિતાની આજ્ઞા લઈ પુત્રી ભરુચ આવી. પોતે જ્ઞાનમાં જોયું હતું તે ઝાડ જોઈ વિશેષશ્રદ્ધા થઈ. મુનિ મહાત્માઓના સત્સંગ અર્થે પછી અહીં જ રહેવા લાગી. બારવ્રતો લઈ સાધુજીવન ગાળવા લાગી. ભરુચમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામીએ પોતાના પૂર્વભવના મિત્ર અશ્વ(ઘોડા)ને પ્રતિબોઘ પમાડ્યો હતો, એમ મુનિવરો પાસે સાંભળી તેણીએ–ભરુચમાં એક ભવ્ય જિન મંદિર બંઘાવ્યું. અને પોતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા “શકુનિકા વિહાર’ એવું મંદિરનું નામ રાખ્યું. તેમાં મુનિસુવ્રત ભગવાનની મૂર્તિ સ્થાપીને પ્રતિદિન ભાવપૂર્વક તે પ્રભુપૂજન કરવા લાગી. અંતે સમાધિપૂર્વક દેહ ત્યાગી ઈશાન દેવલોકમાં મહર્દિક દેવપણે ઉત્પન્ન થઈ. એમ પરદુઃખે દાઝી ઉપકાર કરવાનું પરિણામ ઉત્તમ આવ્યું. ૪૪૨. અપરાધી પર પણ ક્ષમા કરું. મને કોઈ દુઃખ આપે, તો તે મારા પૂર્વકર્મનો જ દોષ છે એમ જાણી અપરાધી પર પણ ક્ષમા કરું, એક સોનીએ મેતાર્યમુનિનો ભયંકર અપરાધ કર્યો, મરણાંત ઉપસર્ગ કર્યો. છતાં મુનિએ તેના પ્રત્યે ક્ષમા જ રાખી, ક્રોધ ન કર્યો. એ પુરુષોની કેવી અદ્ભુત સમતા, ક્ષમા અને ઘીરજ; તે સદા પ્રશંસનીય છે. ઉપદેશમાળા'માંથી - મરણાંત ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્ષમા મેતાર્યમુનિનું દ્રષ્ટાંત - મેતાર્યમુનિ વિહાર કરતાં પિન કો કરતાં એક દિવસ માસક્ષમણને પારણે રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ભમતાં એક સોનીને ઘેર જઈને થર્મલાભ આપ્યો. ત્યારે તે સોની, શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થે ઘડેલા એકસો આઠ સોનાના જવ બહાર મૂકીને ઘરમાં ગયો. તે સમયે કોઈ એક ક્રૌંચ પક્ષી ત્યાં આવી તે સર્વ જવ ગળી ગયો. મેતાર્યમુનિએ તે જોયું અને ક્રૌંચ પક્ષી પણ ઊડીને એના આંગણામાં જ ઝાડ પર જઈને ઊંચે બેઠું. સોની બહાર આવ્યો અને મુનિને વહોરાવ્યા પછી જવ નહીં જોવાથી સાધુને તે વિષે પૂછ્યું. સાઘુએ વિચાર કર્યો કે “જો હું પક્ષીનું નામ લઈશ તો આ સોની તેને મારી નાખશે.” તેથી દયાને લીધે મૌન ધારણ કરીને ઊભા રહ્યા. સાઘુઓને તે યોગ્ય જ છે. સાધુને વારંવાર પૂછતાં છતાં પણ જવાબ ન દેવાથી * “આ ચોર છે' એમ માની સોનીએ ક્રોઘવશ થઈ લીલા ચામડાથી તેમનું માથું વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા. ૩૩૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પછી તડકાને લીધે કઠણ થયેલું આÁ ચામડું ખેંચાવાથી નસોના ખેંચાણને લીધે તે સાઘુનાં બને નેત્રો બહાર નીકળી આવ્યાં, તેથી પર ઘણું દુઃખ ઉત્પન્ન થયા છતાં પણ તેમણે તેના ઉપર રોષ આપ્યો નહીં. ક્ષમાના ગુણથી સઘળાં કર્મનો ક્ષય કરી ત્યાંજ કેવળજ્ઞાન પામીને મેતાર્યમુનિ મોક્ષે પધાર્યા. તે સમયે લાકડાનો બોજો પડવાથી ઉત્પન્ન થયેલા શબ્દના ભયથી વ્યાકુળ થયેલા પેલા પક્ષીએ સઘળા જવો વમી નાખ્યા. તે જવોને જોઈ ભય પામેલો સોની વિચાર કરવા લાગ્યો કે “અરે! મેં બહુ ખરાબ કામ કર્યું! મેં શ્રેણિક રાજાના જમાઈ મેતાર્ય નામના મુનિને હણ્યા. જો રાજા આ વાત જાણશે તો જરૂર મારો સહકુટુંબ નાશ કરશે.” પછી ભયના માર્યા તેણે પરિવાર સહિત મહાવીર સ્વામી પાસે જઈને ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર પાળી, પાપની આલોચના કરીને તે સદગતિએ ગયો. એ પ્રમાણે અન્ય મુનિઓએ પણ ક્ષમા રાખવી એવો આ કથાનો ઉપદેશ છે. ૪૪૩. અયોગ્ય લેખ લખું નહીં. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા×૪'ના આઘારે - કોઈ પાપ બુદ્ધિવાળો અયોગ્ય લેખ લખે પણ જેનું પુણ્ય બળવાન હોય તેને તે સવળું પરિણમે છે. - દામનક શેઠપુત્રનું દ્રષ્ટાંત – પુણ્યબળે અવળા લેખ પણ સવળા પરિણમે. રાજગૃહી નગરમાં મણિકાર શેઠને એક પુત્ર થયો. તેનું નામ દામનક રાખ્યું. એ આઠ વર્ષનો થયો ત્યારે મારીના ઉપદ્રવથી સર્વ કુટુંબ નાશ પામ્યું. તેથી તે પણ રોગના ભયથી ઘરમાંથી નાસી ગયો. નગરીમાં ફરતાં ફરતાં સાગરદત્ત શેઠને ત્યાં નોકરીમાં રહ્યો. એ શેઠને ત્યાં બે મુનિ ગોચરી માટે પધાર્યા. દામનકને જોઈ મોટા મુનિએ બીજા મુનિને કહ્યું કે આ શેઠનો સેવક આ ઘરનો સ્વામી થશે. એ વાત ભીંતના ઓથે રહેલા સાગરદત્તશેઠે સાંભળી લીધી. તેથી શેઠને બહુ દુઃખ થયું. પછી શેઠે ચંડાળને બોલાવી બહાનું કરી દામનકને મારવા માટે તેને આપ્યો. પણ ચંડાળને એનું સુંદર રૂપ જોઈ દયા આવી. તેથી તેની ટચલી આંગળી કાપીને તેને કહ્યું કે તું અહીંથી નાસી જા. તે નાસી જઈ બીજા ગામે આ શેઠનું ગોકુળ હતું ત્યાં જ ગયો. જે ગોકુળનો રક્ષપાળ હતો તેણે આનો વિનય જોઈ પોતાના પુત્ર તરીકે રાખ્યો. તે યુવાન થયો. એક દિવસ શેઠ પોતાના ગોકુળમાં આવ્યો ત્યારે છેદેલી આંગળીવાળા દામનકને જોઈ ઓળખી લીધો. તેથી શેઠે પોતાના પુત્ર ઉપર કાગળ લખીને દામનકને મોકલ્યો કે “આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે. તેમાં કાંઈપણ સંદેહ કરીશ નહીં.” દામનક રાજગૃહી પહોંચ્યો. પણ થાકને લીધે બગીચામાં સૂઈ ગયો. તેટલામાં સાગરદત્તની પુત્રી વિષા ત્યાં આવી. તે દામનકના રૂપથી મોહિત થઈ, અને પાસે પડેલ કાગળ પિતાની મુદ્રાવાળો જોઈને વાંચ્યો. તો તેમાં આવનારને વિષ આપજે એમ લખેલું હતું, ત્યાં તેણીએ વિષને બદલે વિષા કરી દીધું. તે હર્ષિત થઈ પોતાને ઘેર ગઈ. ૩૪૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ત્યાં થોડીવારે દામનક કાગળ લઈને ઘેર આવ્યો. તે વાંચીને સમુદ્રદત્તે પોતાની બહેનને તરત જ મુહૂર્ત લઈ તેની સાથે પરણાવી દીધી. શેઠ ઘરે આવ્યા અને વિષાના લગ્નની વાત જાણીને ખેદ પામ્યા. હવે પણ મારી પુત્રી ભલે વિઘવા થાય પણ એને , મરાવવો એમ વિચારી ચંડાલને બોલાવીને મારવાનો હુકમ કર્યો. રાત્રે એ મંદિરે આવશે ત્યારે મારી નાખવો એમ નક્કી કર્યું. પછી શેઠે દામનકને કહ્યું કે તારે રાત્રે મંદિરે પૂજાની સામગ્રી લઈને જવું. મંદિરે જતાં રસ્તામાં સાળો મળ્યો. તેણે કહ્યું તમે ન જાઓ, હું જઈને આવું છું; એમ કહી શેઠનો પુત્ર સમુદ્રદત્ત ગયો. ચંડાળોએ મંદિરમાં પેસતાં જ તેને મારી નાખ્યો. એ સાંભળીને શેઠનું હૃદય ફાટી ગયું અને તે પણ મૃત્યુ પામ્યો. પછી દામનક એ ઘરનો સ્વામી થયો. પૂર્વે પોતે માંસ અને મદિરાનો નિયમ સગુરુ ભગવંત પાસે લીધો હતો. તેનું આ ભવમાં ફળ મળ્યું. પૂર્વભવમાં દુષ્કાળના વખતમાં કુટુંબીઓના કહેવાથી તે માંડ માંડ જાળ લઈને માછલાં પકડવા ગયો પણ એક પણ માછલું પકડી ન શક્યો. બીજે દિવસે એક પકડાયું તેની પાંખ તુટી ગઈ. તે જોઈને તેને બહુ દુઃખ થયું અને છોડી મૂક્યું; અને ઘરે આવી કુટુંબીઓને કહ્યું કે મારાથી આવું કામ કદી થશે નહીં. એમ કહી તેણે અનશન લઈ લીધું. ત્યાંથી મરીને આ દામનક થયો. પૂર્વભવમાં માછલીની એક પાંખ તૂટવામાં તે નિમિત્ત બન્યો તેથી આ ભવમાં એની ટચલી આંગળી કપાઈ ગઈ. આ પ્રમાણે ગુરુ પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી દામનક વિશેષ ઘર્મની રુચિવાળો થયો. અનુક્રમે તે મરણ પામી દેવલોકે ગયો. ત્યાંના સુખ ભોગવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે. (પૃ.૧૫૭) આમ કોઈને દુઃખ આપવા અયોગ્ય લેખ લખું નહીં. ૪૪૪. આશુપ્રજ્ઞનો વિનય જાળવું. જેની બુદ્ધિ તીક્ષ્ણ છે, હાજર જવાબી છે, જવાબ આપવામાં જેને વિચાર પણ કરવો પડતો નથી તેવા આશુપ્રજ્ઞનો વિનય જાળવું. વજસ્વામીનું દ્રષ્ટાંત – વજસ્વામી પાંચ વર્ષની વયે ઘોડીયામાં સૂતા સૂતા જ અગ્યાર અંગ ભણી ગયા. કેવી એમની તીવ્ર બુદ્ધિ હશે. આઠ વર્ષની વયે ગુરુએ તેમને આચાર્ય પદવી આપી. જ્ઞાનમાં વૃદ્ધ હોવાથી મોટા મોટા મુનિઓ પણ એમનો વિનય કરતા હતા. બોઘામૃત ભાગ-૩'માંથી - “ “આશુપ્રજ્ઞ' શબ્દનો અર્થ આપે પૂક્યો છે તેનો અર્થ એમ સમજાય છે કે જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં સામાન્ય જનો કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું? આત્મા શું? શું ગ્રહણ કરવા યોગ્ય છે? શું તજવા યોગ્ય છે? તેવા પ્રશ્નોનો નિકાલ જેને સહેજે થઈ જાય છે એવા મોક્ષમાર્ગે ચાલતાં બુદ્ધિશાળી સ્વ-પરને ઉપકારી મહાપુરુષ પરમકૃપાળુદેવ જેવા “આશુપ્રજ્ઞ” કહેવા યોગ્ય છેજી. જેને સહજમાત્રમાં ભેદવિજ્ઞાન પ્રગટ થાય તેવી બુદ્ધિ હોય, જેને પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રોમાં ખોળવા, શોઘવું પડતું નથી, પણ પ્રશ્ન પૂછતાં પહેલાં જેને ઉત્તર સૂઝી આવે એવી આચાર્યને યોગ્ય જેની બુદ્ધિ હોય તેને “આશુપ્રજ્ઞ” કૃપાળુદેવે કહ્યા હોય તેવું સમજાય છેજી. એવા પ્રજ્ઞાવંત જીવોના સહવાસથી આપણને શંકા-સમાઘાનનું નિમિત્ત બને છે, મોક્ષમાર્ગમાં મદદ મળે છે અને નિઃશંક થવાનું બને છે. તેથી તેમનો વિનય આપણને હિતકારી જાણી પરમકૃપાળુદેવે વિનય જાળવવાનું કહેલું જણાય છેજી. પૂર્વનાં ઘણા પુરુષાર્થના ફળરૂપે તે મહાપુરુષે જે શક્તિ પ્રગટ કરી છે તે ૩૪૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આપણને માત્ર વિનય જેવા નજીવા સાઘનથી ઉપકારનું કારણ બને છે. અનેક પ્રકારના ગૂંચવાડામાંથી આપણને બચાવી સીઘા મોક્ષમાર્ગ ઉપર લાવી શકે તેવી શક્તિ તેમનામાં - હોય છે. ઉત્તરાધ્યયન શાસ્ત્રમાં પહેલું અધ્યયન વિનય વિષે છે તેનું આરાધન કરનાર ક્રમે મોક્ષે જાય છે એમ પણ તે જ શાસ્ત્રમાં છે. વિનય ઘર્મનું મૂળ છે.” (પૃ.૧૦૭) પરમકૃપાળુદેવની નાની ઉંમર હોવા છતાં અનેક ભવની સાધનાના બળે ઉત્તમ જ્ઞાની પુરુષ હોવાથી પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી સોભાગભાઈ પણ તેમનો વિનય કરતા હતા. ૪૪૫. ઘર્મકર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ઘર્મના કામમાં ઘન આપતા માયા કરું નહીં. જેમકે મંદિરના કામમાં પૈસા આપવા પડશે એમ વિચારી કહે કે અમારી પાસે આટલા ક્યાં પૈસા છે કે મંદિરમાં આપીએ; વગેરે બહાના કાઢીને માયા કરી થન આપે નહીં. એમ ઘર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા કરું નહીં. બોઘામૃત ભાગ-૩'માંથી - ઘર્મકાર્યમાં તન મન ઘનથી યથાશક્તિ ભાગ લઉં એક પુરાણી દંતકથા સ્મૃતિમાં આવવાથી લખું છું તે વિષે સર્વ વિચાર કરીને પોતાનાથી બને તેટલું પોતાનું હિત કરવા ચૂકશો નહીં. એક રાજાનું દ્રષ્ટાંત – એક રાજા હતો. તેણે પોતાની રાજધાનીમાં રહેતા અમીર ઉમરાવોને કોઈ ઉત્સવના પ્રસંગે જમવા આમંત્રણ આપ્યું. પરંતુ તેમને ડર લાગ્યો કે રાજાના આમંત્રણમાં જઈશું તો તે કોઈ કીમતી વસ્તુ માગશે તો આપવી પડશે એમ વિચારી દરેકે કંઈને કંઈ બહાનું કાઢી પરગામ જવાનું નક્કી કર્યું. રાજાએ રસોઈ તથા વરઘોડાની તૈયારી કરાવી છતાં કોઈ અમીર ઉમરાવ કે તેમના પરિવારમાંથી જણાયા નહીં તેથી નગરજનોને રાજાએ કહેવરાવ્યું કે બધા સામાન્ય માણસોને વરઘોડામાં આવવાનું તેમ જ રાજાને ત્યાં જમવાનું આમંત્રણ છે તેથી લોકો રાજી થઈ વરઘોડામાં જવા લાગ્યા. પરંતુ કેટલાક લોકો ફાટેલાં અને કાળાં કપડાં પહેરી આવ્યા હતા તેમને વરઘોડાની શોભા બગાડનારા છે એમ જાણી રાજાએ કેદમાં પૂર્યા. બીજા બઘાને જમાડી વિદાય કર્યા. આ સાદી દંતકથામાં જણાવ્યા પ્રમાણે ઉમરાવો ન આવ્યા તો બીજા બધાને ઉત્તમ જમણનો લાભ મળ્યો, તેમ પૂર્વના પુણ્યને લઈને જેમને વિશેષ લક્ષ્મી મળી છે તેવા મોટા શેઠિયા ઘામણ રાજમંદિરના કામમાં ભાગ ન લે તો સામાન્ય ત્યાંના રહેનારને ઉત્તમ જમણની પેઠે તેમને માટે કરેલી રસોઈ આરોગવાનો લાભ મળી ગયો છે એમ જાણી પોતાની પાસે જે સારાં કપડાંરૂપ યથાશક્તિ સામગ્રી હોય તે ઘારણ કરીને વરઘોડામાં જવું અને એ મહા કલ્યાણકારી પુણ્યના કામમાં બને તેટલો ટેકો કરવો. તેથી મોટા માણસોને મળવાનો લાભ આપણને અનાયાસ મળી જશે. પણ મેલાં કપડાં પહેરીને જનારથી રાજા નાખુશ થયા ને તેમને કેદમાં પૂર્યા, તેમ તે કામ કરતાં મન મેલાં રાખનારને હાનિ થવાનો સંભવ છે એમ જાણી ઉજ્વળ અંતઃકરણે જો કામ કરવા લાગશો તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના મંદિરનું ઉત્તમ પુણ્યદાયક કામ કરવાને સદભાગી થશો. ફરી ફરી આવાં કામ થતાં નથી અને જ્યાં સુધી તેમાં ભક્તિ કરનારા લાભ લેશે ત્યાં સુથી તેમાં મદદ કરનારને પુણ્યનો હિસ્સો મળ્યા કરશે. આવા સત્કાર્યમાં પોતાના ઘરનાં કામ કરતાં વઘારે કાળજી રાખવી ઘટે છેજી. કાવિઠામાં કાળજી રાખીને કામ કરનાર મુમુક્ષુઓએ કેવું પ્રભાવનાયોગ્ય દેરાસર કરાવ્યું તે દરેકની નજર આગળ ખડું છે. માત્ર સંપ અને સાચા દિલની લાગણીથી કામ કરનારને ૩૪૨ Page #397 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પોતાનું અને ઘણા જીવોનું હિત થાય તેવું કામ સદ્ભાગ્યે મળી આવ્યું છે તે આપણા જીવતાં કરી લેવું. એવો ઉત્સાહ દરેક મુમુક્ષુના મનમાં વસતાં એ કામ તો રમતમાં થઈ જવા જેવું છેજી. પરમાર્થના કામમાં મન પાછું પડે તે પોતાના હિતમાં હાનિ કરવા તુલ્ય , છે એમ સમજી આવેલા અવસરનો પૂરેપૂરો લાભ લઈ લેવા આગળ થવું, તત્પર થવું. આમાં કોઈને કહેવું ન પડે તેમ પોતાનું હિત સમજી દરેકે પોતાના આત્માના ઉદ્ધાર માટે લોભ, સ્વાર્થ અને સુખશીળિયો સ્વભાવ તજવો ઘટે છેજી. બને તેટલું ઘસાઈ છૂટવું. જાત મહેનતથી થશે તેટલું બીજા કશાથી નહીં બને. પારકી આશ સદા નિરાશ.” (પૃ.૨૨૪) ૪૪૬. નમ્ર વીરત્વથી તત્ત્વ બોધું. નમ્રતાપૂર્વક શૂરવીરપણે ભગવાને કહેલા નવતત્ત્વાદિ કે છ પદ વગેરેનો જિજ્ઞાસુને બોઘ કરું. મનસુખભાઈ કીરતચંદના પ્રસંગમાંથી - શ્રી દુલ્લભજીનું દ્રષ્ટાંત – અહંભાવરહિતપણે નમ્રતાથી શૂરવીરપણે જિજ્ઞાસુને તત્ત્વનો બોઘ કરું કે જેથી સામા વ્યક્તિને સચોટ અસર કરી જાય. “મોરબીમાં કીરતચંદભાઈ સાથે પોસ્ટઑફિસમાં કપાળુદેવ, મનસુખભાઈ વગેરે બેઠા હતા. ત્યાં કારકુન તરીકે એક મોરબીના દુલ્લભજી હતા. તેને બીડી પીવાની તલપ થઈ. એ બીડી સળગાવવા જતા હતા ત્યાં તો કપાળુદેવે પુછ્યું કે પાઈની કેટલી બીડી આવે? તેણે કહ્યું : ચાર. ત્યારે કપાળદેવે કહ્યું : તો પા પાઈની એક બીડી થઈ. એવી પા પાઈની બીડી માટે હજાર રૂપિયાના રોજવાળો બેરિસ્ટર પણ પોતાને વેચે અર્થાત તલપ થતાં આકુળ-વ્યાકુળ થઈ જાય. શ્રી દુલ્લભજી ઉપર આ વચનોની સચોટ અસર થઈ અને તેણે બીડી એકદમ ફેંકી દીઘી તથા ફરી નહીં પીવાની પણ પ્રતિજ્ઞા કરી.” એવું જ્ઞાનીપુરુષના બોધમાં વીરત્વ છે. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી :- કહેલું ન સમજાય તેનો હું શિષ્ય થાઉં શ્રી હરિભદ્રસૂરિનું દૃષ્ટાંત - ચિત્રકૂટ (ચિતોડગઢ) માં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતો, સર્વ શાસ્ત્રાર્થને જાણનાર હતો, તેથી જાણે પોતાનું પેટ ફાટી જાય તેવી બીક રાખતો હોય તેમ પોતાના પેટપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો અને “જો હું કોઈનું બોલેલું ન સમજું તો હું તેનો શિષ્ય થાઉં એવી પ્રતિજ્ઞા કરીને તે ફરતો હતો. એકદા તે નગરમાં ફરતો હતો તેવામાં યાકિની નામની સાથ્વીના મુખથી તેણે આ પ્રમાણેની એક ગાથા સાંભળી – "चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । સવ વવ વેસવ, કુવી સિ સ વ ” ૧. ભાવાર્થ – “પ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રી, પછી એક કેશવ (વાસુદેવ) પછી એક ચક્રી પછી એક કેશવ, પછી બે ચક્રી, પછી એક કેશવ અને પછી એક ચક્રી એ પ્રમાણે બારચક્રી અને નવ વાસુદેવ આ ચોવીશીમાં થયેલા છે. આ ગાથા સાંભળીને તેનો અર્થ નહીં સમજવાથી તે હરિભદ્ર સાધ્વી પાસે જઈને કહ્યું કે “હે માતા!આ શું ચિકચિક કરો છો? સાધ્વીએ જવાબ આપ્યો કે “જે નવું હોય તે ચિકચિક શબ્દ કરે છે; પરંતુ આ તો જૂનું છે.” તે સાંભળીને હરિભદ્રે વિચાર્યું કે “અહો! આ સાધ્વીએ મને ઉત્તર આપતાં જ જીતી લીઘો.” પછી તેણે સાધ્વીને કહ્યું કે “હે માતા! આ ગાથાનો અર્થ મને કહો.” ત્યારે તે બોલ્યા કે મારા ગુરુ તમને તેનો ૩૪૩ Page #398 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ / Tી અર્થ કહેશે.” તેણે પૂછ્યું કે “તે ગુરુ ક્યાં છે? ત્યારે સાધ્વી તેને લઈને ગુરુ પાસે ગયા. ત્યાં દેરાસર હતું, તેની અંદર પ્રથમ તેઓ ગયા. ત્યાં શ્રી વીતરાગ દેવની મૂર્તિ જોઈને હરિભદ્ર સ્વયમેવ સ્તુતિ કરી કે – “वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम् હિ વોટરસંઘેડની, તર્મવતિ શાસ્ત્રમ્ '' ૧il. ભાવાર્થ – “હે ભગવાન! તમારું શરીર જ (મૂર્તિજ) તમારા વીતરાગપણાને બતાવી આપે છે; કેમ કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો તે વૃક્ષ નવપલ્લવ દેખાય જ નહીં.” એ પ્રમાણે સ્તુતિ કરીને તે ગુરુ પાસે ગયો. ગુરુને નમન કરીને તેણે ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે ગુરુએ તેનો નમ્રતાપૂર્વક અર્થ કહ્યો. એટલે પ્રથમ પ્રતિજ્ઞાથી બંધાયેલા તે હરિભદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. ત્યાં તેણે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો, તેથી તેનું સમકિત દૃઢ થયું. અનુક્રમે તેને યોગ્ય જાણી ગુરુએ આચાર્યપદ આપ્યું. (પૃ.૧૧૮) એમ નમ્ર વીરત્વથી ગુરુએ તત્ત્વ બોધ્યું તો હરીભદ્ર બ્રાહ્મણ જિન દીક્ષા ગ્રહણ કરીને જૈન ઘર્મના પ્રભાવક આચાર્ય બન્યા. ૪૪૭. પરમહંસની હાંસી કરું નહીં. પરમહંસ એટલે જેને કંઈ જોઈતું નથી એવા નિઃસ્પૃહ મહાત્મા હોય તેમની હાંસી કરે તો અનંત સંસાર વધી જાય. એવા પરમહંસને શ્રીપાળ રાજાએ પૂર્વભવમાં પાણીમાં ઝબોળ્યા હતા તેથી આ ભવમાં સમુદ્રમાં પડવું પડ્યું. તથા આ સાધુ તો ડુંબ જેવા છે તેથી આપણને અપશુકન થયા એમ કહેવાથી આ ભવમાં તેમને ‘ડુબ’નું પણ કલંક આવ્યું અને કેટલાય દુ:ખ ભોગવવા પડ્યા. વિશેષ કમો ભોગવવા પડત પણ રાણીના કહેવાથી પૂર્વભવમાં મુનિને પાછા ખમાવ્યા. પશ્ચાત્તાપ કર્યો હતો. તોય આ ભવમાં કોઢ રોગની વેદના વગેરે દુઃખો ભોગવવા પડ્યા. જ્યારે આવા ઉત્તમ પુરુષોની ભક્તિ કરવામાં આવે તો અનંત સંસારનો નાશ થઈ જાય. માટે પરમહંસની કદી હાંસી કરું નહીં. “શ્રી આનંદઘનજીના જીવનચરિત્ર'માંથી – મહાત્માની હાંસીનું ફળ શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત – ઘીમે ઘીમે દશા વઘતાં આનંદઘનજી આત્માની મસ્તીમાં જ રહેવા લાગ્યા. વેશ ને ગચ્છનો મોહ ઓછો થઈ ગયો. માન અપમાનનાં કૃત્રિમ ઘોરણો પણ તે ભૂલી ગયા ને બથી દશામાં એક સરખો આનંદ લેવા લાગ્યા. માણસો તેમને અવધૂત-યોગી તરીકે ઓળખવા લાગ્યા. એક દિવસ શાહજાદાએ તેમની મશ્કરી કરી. “કેમ, સાંઈબાવા!મફતની રોટી પચાવવા જંગલમાં ઘૂમો છો કે? જાવાનીમાં છકેલા આ મુસલમાન ઘોડે સ્વારે મશ્કરીમાં પૂછ્યું. તેને મન સઘળા સાધુ સંતો અને ફકીરો ઢોંગી હતા. મફતના માલમલીદા ખાઈ પૃથ્વીને ભાર રૂપ થનાર હતા. ના ભાઈ! ખુદાને ઢંઢનારો હું તો માત્ર ખુદાનો અદનો સેવક છું.” મેલા ઘેલા અને વિચિત્ર છતાં તેજસ્વી લાગતા અવધૂત આનંદઘનજીએ જવાબ આપ્યો. “અહાહાહા ખુદા? ખુદા વળી છે જ ક્યાં? અને હોય તો પણ તમારા જેવા જોગટાઓને મળતો હશે? તે ઉદ્ધત યુવાન છોકરવાદીપણાનું પ્રદર્શન કર્યું. ૩૪૪ Page #399 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ “અય મદોન્મત જાવાન! સાધુ સંતોની હાંસી કરવાનું પરિણામ સારું નથી આવતું. માટે ડાહ્યો થઈ ગુપચુપ તારે માર્ગે ચાલ્યો જા.'' વાહ! તમે તો ભારે ચબરાક ને પાણીવાળા લાગો છો. મહારાજ કાંઈ જાદુ બાદુ કરી હેરાન ન કરતા હો!'' આનંદઘનજીની મશ્કરી કરતાં તે બોલ્યો. શા માટે બાલચેષ્ટા કરે છે? સંતો અને ફકીરોને પજવીને તું શું સાર કાઢીશ?”... “અય સાંઈબાબા ! જોયા જોયા, તમારા જેવા સંત ને ફકીરો. તમે મને શું કરવાના હતા? તમારા જેવા સેંકડોને મેં સીધા કરી દીધા છે સમજ્યા? મને ઓળખો છો? હું દીલ્હીના તખ્તે તાજનો શાહજાદો (બાદશાહનો પુત્ર) તમારાથી થાય તે કરી લો,'' “હું મારે માર્ગે જાઉં છું. તેમાં શા માટે દખલ કરે છે? તું શાહજાદો હોય કે ખુદ બાદશાહ હોય તેની મને કાંઈ પરવાઇ નથી." “હં પરવાહ નથી? આમ કહી તે વધુને વધુ મશ્કરી કરવા લાગ્યો. આનંદઘનજીએ મનમાં વિચાર કર્યો કે ઘનસત્તા ને જોબનથી અંધ બનેલ આ શાહજાદો એમ માનવાનો નથી. અન્ય સાધુ સંતોને પણ તે રીતે હંમેશાં પજવતો હશે માટે તેને જરા પરચો બતાવવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈનું નામ ન લે. આમ વિચારી તેમણે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો અને બોલ્યા : “બાદશાહકા બેટા ખડા રહે અધધધ ! આ શો ચમત્કાર ! એમના મુખમાંથી શબ્દો નીકળતાં જ શાહજાદાનો ઘોડો એકાએક અટકી પડ્યો. ગમે તેટલા ચાબુક મારવા છતાં ઘોડો ન માલી શકે કે ન ચાલી શકે. ઘોડાની પીઠ પર શાહજાદો પણ ચોંટી ગયો. ઊંચો નીચો થવા ઘણાંય ફાંફા મારે પણ ચકાય શાનું ! કલાક થયો, બે કલાક થયા, ત્રણ કલાક થયા એટલે શાહજાદાના અંગરક્ષકો તેને શોધવા નીકળ્યા. આવીને જુએ તો શાહજાદો ને ઘોડો બંને સ્થિર થઈ ગયા છે. કારણ પૂછતાં શાહજાદે જણાવ્યું કે એક તિની મશ્કરી કરતાં આ દશા થઈ છે અને તે તો બાદશાહકા બેટા ખડા રહે' એમ કહી ઉત્તર તરફ ચાલ્યા ગયા છે. એ હકીકત સાંભળી સૈનિકોએ પોતાના ઘોડા તે દિશામાં મારી મૂક્યા. તપાસ કરતાં તેમની નજરે એક માંગી તૂટી ગુફા પડી. ત્યાં જઈ અંદર જુએ છે તો કોઈ મહાત્મા પદ્માસન લગાવીને ઘ્યાન ધરી રહ્યા છે. એમના મુખ પર કોઈ અજબ પ્રકારની રોશની ઝળકી રહી છે. તેમને જોતાં જ પેલા સૈનિકોને લાગ્યું કે શાહજાદાએ જેમની છેડતી કરી હતી તેજ આ મહાત્મા હોવા જોઈએ. તેઓ ઘણી જ નમ્રતાથી યતિની પાસે ગયા. સાષ્ટાંગ પ્રણામ કરી તેમની આજુબાજુ બેસી ગયા. મહાત્માનું ધ્યાન પુરુ થયું ને આંખો ઊઘડી ને આજાબાજી સિપાઈઓને જોઈ તે બોલ્યા : ‘વત્સો! શાહજાદા પાસેથી આવ્યા લાગો છો. કહો શું સમાચાર છે.' મહાત્માના અવાજમાં ૩૪૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ અદ્ભુત મીઠાશ હતી. કોઈ ગેબી ફિરસ્તો બોલતો હોય તેવું ક્ષણભર સૈનિકોને લાગ્યું. પોતાના અંતરની વાત મહાત્મા શી રીતે કળી ગયા તે તેમને ન સમજાયું. પ્રભો ! શાહજાદો અને તેનો ઘોડો ચોંટી ગયા છે. હાલત ઘણી જ કફોડી છે. તેની અજ્ઞાનતા બેવકૂફી તરફ ન જોતાં તેના પર અનુગ્રહ કરો, તેને પુરતી શિક્ષા થઈ ચૂકી છે.’’ “શાહજાદા પર અનુગ્રહ જ છે. તેને કહેજો કે સાધુ સંતોની ફરી કોઈ દિવસ છેડતી ન કરે. જાવ આનંદઘનનો બોલ છે કે બાદશાહકા બેટા ચલેગા.’ ધન્ય પ્રભો! આપનો અમારા પર મોટો અહેશાન થયો. એમ કહી નમસ્કાર કરી તેઓ ગુફાની બહાર નીકળ્યા. મારતે ઘોડે આવીને જીએ છે તો શાહજાદો ચાલવા લાગેલો. આ ચમત્કાર જોઈ સઘળા અજબ થઈ ગયા. આનંદઘનજી વિષે લોકોમાં ઘણી ઘણી વાતો ચાલતી પણ તેમનો પ્રત્યક્ષ અનુભવ ઘણા ઘોડાને જ થતો. આ બનાવથી લોકોમાં ભારે સનસનાટી ફેલાતી ગઈ અને તેમના વિષે તરેહ તરેહની વાતો ચાલવા લાગી. (પૃ.૬) ૪૪૮. આદર્શ જોઉં નહીં. આદર્શ એટલે અરીસો. અરીસામાં જોવાથી પોતાના રૂપનો જીવને મોહ થાય કે હું રૂપાળો છું અથવા હું સુંદર કેમ દેખાઉં તેના માટે પ્રયત્ન કરે. તેથી પરમકૃપાળુદેવ કહે છે કે અરીસામાં જોઉં નહીં. શ્રી સાકરબેનનું દૃષ્ટાંત – પ.પૂ.પ્રભુશ્રીજીના સમયમાં બ્રહ્મચારી બહેન શ્રી સાકરબેન અગાસ આશ્રમમાં અવારનવાર આવતા. પૂ. પ્રભુશ્રીજીના દેહત્યાગ પછી બે વર્ષે કાયમ માટે આશ્રમમાં આવીને રહ્યા હતાં. તેમણે નક્કી કર્યું હતું કે મારે અરીસો જોવો નહીં. તેથી જીવનપર્યંત એમણે અરીસામાં મોઢું જોયું નહોતું. ૪૪૯. આદર્શમાં જોઈ હતું નહીં. અરીસામાં જોઈને હસવું તે મોહ વૃદ્ધિનું કારણ છે. આ કાળમાં મોહ બહુ વધ્યો છે. ઘરમાં અનેક અરીસા નખાવે. તે બધા મોહ પોષવાના સાધનો છે. અરીસામાં નીરખી નીરખીને જાએ અને મોહ પામે. શરીર ઉપરની મૂર્છા ઘટાડવા એને બહુ નીરખું નહીં કે એની બહુ સુશ્રુષા કરું નહીં. આત્મજ્ઞાની મુનિઓ તો એ શરીરની બિલકુલ સંભાળ લેતા નથી. ૪૫૦. પ્રવાહી પદાર્થમાં મોઢું જોઉં નહીં. પાણી વગેરે પ્રવાહી પદાર્થમાં મોઢું જોવાથી પણ દેહભાવ પોષાય કે હું કેવો રૂપાળો છું વગેરે. માટે કોઈ પ્રવાહી પદાર્થમાં પણ મોઢું જોઉં નહીં. ૪૫૧. છબી પડાવું નહીં. અરીસામાં મોઢું જોવું, પાણીમાં મોઢું જોવું કે ફોટો પડાવવો એ બધા મોહભાવ અથવા દેહભાવ પોષવાના કારણો છે. ફોટો પડાવ્યા પછી તેને ફ્રેમમાં મઢી હૉલમાં કે રૂમમાં મૂકે. હરતાં ફરતાં જુએ અને જે દેô પોતાનો નથી એવા દેહની આકૃતિ જોઈને રાજી થાય અને મોહ કરી કર્મ બાંધે. માટે આ દેશની છબી પડાવવાનો મોહ રાખું નહીં. ૪૫૨. અયોગ્ય છબી પડાવું નહીં. વર્તમાનમાં લોકો લગ્ન વગેરેના પ્રસંગોમાં એકબીજાને મોહ વધે એવા અયોગ્ય રીતે ફોટાઓ ૩૪૬ Page #401 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પડાવે છે અને મોહને પોષે છે. ટેલીવીઝનમાં પણ અયોગ્ય રીતે ફોટાઓ લઈ આખી દુનિયાને બતાવે. તેથી જગતવાસી જીવો પણ મોહાંધ બની રહે છે. માટે પરમકૃપાળુદેવ કહે છે કે ફોટાઓનો મોહ ન છૂટતો હોય, તો પણ અયોગ્ય રીતે છબી પડાવું નહીં. ૪૫૩. અધિકારનો ગેરઉપયોગ કરું નહીં. કોઈપણ જાતનો આપણને અધિકાર મળ્યો હોય તો વિચારવું કે મારાથી સ્વાર્થવશ કોઈ અન્યાય તો થતો નથી. સજનોની રક્ષા અને દુર્જનને શિક્ષા એ ન્યાયીપુરુષનો ઘર્મ છે. અધિકારનો ગેર ઉપયોગ થવાથી સંસારની વૃદ્ધિ થાય છે. “શ્રીમદ રાજચંદ્રમાંથી :- “અઘિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જાલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.” (વ.પૃ.૬૯) ઐશ્વર્ય પ્રાપ્ત થતાં તેને ઘક્કો મારીને પાછું કાઠું કે આ મારે જોઈતું નથી. મારે આને શું કરવું છે?” કોઈ રાજા પ્રધાનપણું આપે તોપણ પોતે લેવા ઇચ્છે નહીં.“મારે એને શું કરવું છે? ઘરસંબંધીની આટલી ઉપાધિ થાય તો ઘણી છે.” આવી રીતે ના પાડે; ઐશ્વર્ય પદની નિરિચ્છા છતાં રાજા ફરી ફરી આપવા ઇચ્છે તેને લીધે આવી પડે, તો તેને વિચાર થાય કે “જો તારે પ્રઘાનપણું હશે તો ઘણા જીવોની દયા પળાશે, હિંસા ઓછી થશે, પુસ્તકશાળાઓ થશે, પુસ્તકો છપાવાશે.” એવા ઘર્મના કેટલાક હેતુ જાણીને વૈરાગ્યભાવનાએ વેદે તેને ઉદય કહેવાય. ઇચ્છાસહિત ભોગવે અને ઉદય કહે તો તે શિથિલતાના અને સંસાર રઝળવાના હેતુ થાય.” (વ.પૃ.૧૯૫) નમુચિ મંત્રીનું દ્રષ્ટાંત – દુષ્ટ બુદ્ધિ મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યો. હસ્તિનાપુરમાં પક્વોત્તર રાજા ચક્રવર્તી હતા. તેમનો મંત્રી નમુચિ દુષ્ટ બુદ્ધિનો હતો. તે એકવાર લડાઈ કરીને જીત મેળવી આવ્યો. તેથી ખુશ થઈ રાજાએ વરદાન માંગવા જણાવ્યું. તે તેણે થાપણ રાખ્યું. હવે સાતસો મુનિઓ પોતાના ગુરુ સુવ્રતાચાર્ય સાથે આ નગરમાં આવ્યા જાણી પૂર્વનું વેર વાળવા તેણે રાજા પાસે વરદાનમાં સાત દિવસ માટેનું રાજ્ય માંગ્યું. ત્યારે પક્વોત્તર રાજા વચનબદ્ધ હોવાથી તે આપવું પડ્યું. તેણે રાજ્ય સત્તાનો દુરુપયોગ કરી આ સાધુઓને કહ્યું કે તમે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ. એમણે કહ્યું અમે ચોમાસું બેસી જવાથી વિહાર કરી શકીએ એમ નથી. નમુચિને કોઈપણ રીતે એમને મારવાનો ઇરાદો હતો. તેથી એક મુનિએ લબ્ધિઘારી એવા વિષ્ણુકુમાર મુનિ પાસે જઈ આ બધી વાત કરી. તેમણે આવીને તે ઉપસર્ગ દૂર કર્યો હતો. એમ મળેલ અધિકારનો દૂર ઉપયોગ કરું નહીં પણ સઉપયોગ કરી બીજાને સુખી કરું. પહેલાના વખતમાં રાજા, મંત્રી વગેરે છૂપા વેશે રાત્રે ગામમાં ફરતા અને પોતા વિષે કે રાજ્ય સંબંધી લોકોનો શો અભિપ્રાય છે અથવા શું ચાલી રહ્યું છે તે જાણતા, અને કોઈ દુઃખી હોય તેને મદદ કરતા; પણ સત્તાનો ગેર ઉપયોગ કરતા નહીં. ૪૫૪. ખોટી હા કહ્યું નહીં. મારાથી કરી શકાય એવા કામની જ હા કહ્યું. નહીં તો ખોટી હા ભરું નહીં. વચન આપીને તે ન ૩૪૭ Page #402 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ કરવાથી પોતાની કિંમત ઘટે અને સામા માણસને પણ દુઃખનું કારણ થાય. માટે ખોટી હા કહ્યું નહીં. ૪૫૫. ક્લેશને ઉત્તેજન આપું નહીં. ક્લેશના નિમિત્ત બની આવે તો પણ તેને ઉત્તેજન આપું નહીં. જેમકે ચાર જણ બેઠા હોય. ત્યાં કોઈ નવીન વ્યક્તિ આવીને ગમે તેમ બોલી જાય, તે વખતે જેના કષાય તીવ્ર હોય તે ક્લેશને ઉત્તેજન આપી મોટું રૂપ કરી દે. બીજાને વળી થોડો ક્લેશ થાય કે આણે આમ કહેવું ન જોઈએ. ત્રીજાને એમ પણ થાય કે એણે કહ્યું એમાં આપણું શું બગડી ગયું, એનું જ મોઢું ખરાબ થયું અને ચોથાને કે જેના કષાય ઘણા મંદ હોય તેને એમ થાય કે ભગવાન એને શાંતિ આપે જેથી એ પણ સુખી થાય. એમ હું પણ વિચારીને ક્લેશને ઉત્તેજન આપ્યું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– “કોઈપણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’ “પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસરે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં) થન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો હું નિઃસ્પૃહી થઈ શકીશ.'' (વ.પૃ.૧૬૫) “જે વસ્તુનું માહાત્મ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી.'' (પૃ.૭૭૮) 'ઉપદેશામૃત'માંથી – “પ્રભુશ્રી – કોઈએ ગાળ દીધી. એક કહે, મને ગાળ લાગતી નથી; અને બીજો કહે, મને ગાળ લાગી, અને મારામારી કરી. ગાળ ક્યાં લાગવાની હતી? એકે અજ્ઞાનભાવ કર્યો તેથી અજ્ઞાની કહેવાયો; બીજાએ જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. ફેરવવાનું શું છે? સમજણ. એકે દેને પોતાનો માન્યો, ઘર કુટુંબ પોતાનું માન્યું. 'મારું' કહેવા છતાં તેનું થયું નથી, થતું નથી, માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો. તે માન્યતા જેને ન હોય તે જ્ઞાની કહેવાય. બેય આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ, આત્મા ક્યાં રહ્યો છે? માન્યતા ફેરવવાની છે, શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વધારે કિંમતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિંમત કહેવાય તેવી નથી. રૂપિયા મળ્યા તે સાથે આવવાનાં નથી; સમજણ સાથે આવે છે. તેની કિંમત અપાર છે. તે કરી લેવાની છે.’’ (પૃ.૪૫૦) ‘બોઘામૃત ભાગ-૩'માંથી – “ક્લેશનાં કારો નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છેજી. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ ક્લેશ ઓછો થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજી. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે – “સંપ રાખવો અને સત્સંગ કરવો.'' (પૃ.૩૫૨) ‘ધર્મામૃત’માંથી :- ભયંકર ક્લેશિત પરિણામવાળા જીવો નરકે જાય ગોપવતીનું દૃષ્ટાંત - ગોપવતી બહુ દુષ્ટ સ્વભાવની હતી. તેના પતિ સિંબલે તેને પૂછ્યા વિના સિંહસેન ચૌધરીની પુત્રી સુભદ્રા સાથે બીજું લગ્ન કર્યું. આથી ગુસ્સે થઈને ગોપવતી રાત્રે સુભદ્રાને ત્યાં જઈ તેનું માથું કાપીને સંતાડી રાખ્યું. પછી સિંહબલ સુભદ્રાના મરણથી બહુ ઉદાસ રહેવા લાગ્યો ૩૪૮ Page #403 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ત્યારે એક દિવસ ગોપવતીએ ચિડાઈને તેની થાળીમાં સુભદ્રાનું માથું લાવીને નાખ્યું, તે જોઈને ભય પામી સિંહબલ નાસવા લાગ્યો, તેની પાછળ દોડતી ગોપવતીએ ભાલો મારીને તેને પણ મારી નાખ્યો. (પૃ.૧૫૪) ‘દ્રષ્ટાંતશતક'માંથી - કેટલાક પુરુષો સ્ત્રીજિત હોય છે. તેઓ સ્ત્રીઓના ખેલ ન સમજીને તેમનાં મીઠાં વચનથી ભોળવાઈ જાય છે અને પછી જેમ નચાવે તેમ નાચે છે. આવા સ્ત્રીવશ પુરુષો મિત્રતા કરવા યોગ્ય નથી; કેમકે સ્ત્રીના કહેવાથી કયે વખતે શું કરશે એનો કાંઈ નિયમ નથી. ગમે તેવું અઘટિત કાર્ય તેઓ પોતાની ઇચ્છા વગર પણ સ્ત્રીની ઇચ્છાને આધીન થઈને કરે છે. બીજી એક વાત પણ આ દ્રષ્ટાંત પરથી ફલિત થાય છે કે, ખરાબ સ્ત્રીઓ પોતાના સ્વાર્થ માટે પોતાના ઘણીને, મિત્ર, ભાઈ, બહેન અને ટૂંકમાં બઘા જ સંબંધીઓ સાથે હરકોઈ પ્રકારે વેર કરાવે છે અને હરકોઈ બહાને તેના કાનમાં ઝેરના ટીપાં નાખ્યા જ કરે છે. આમ ક્લેશના કારણો ઊભા કરીને પોતાના ઘણીને ઘણીવાર ભારે અગવડમાં મૂકી દે છે અને પોતાનું પણ નુકસાન કરે છે. માટે સ્ત્રીના મોહમાં પડી ફ્લેશના કારણોને ઉત્તેજન આપું નહીં. (પૃ.૮૮) જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - કલહ એ કેવળ દુઃખનું જ મૂળ છે. જે ઘરમાં નિત્ય ક્લેશ થાય છે, ત્યાંથી લક્ષ્મી પણ દૂર થઈ જાય છે. માટે બનતા સુઘી ક્લેશ થવા દેવો નહીં, છતાં થયો તો તેને વઘવા નહીં દેતાં સમાવી દેવો. નાનાએ મોટાની ક્ષમા માગવી, છતાં નાના માન મૂકીને ક્ષમા માગે નહીં તો મોટાએ પોતે જઈ નાનાને ખમાવવો, જેથી લઘુને શરમાઈને અવશ્ય ખમવું અને ખમાવવું પડે. ક્લેશને નિવારવાની “ક્ષમાપના” કે ખામણા કરવારૂપ જિન શાસનની નીતિ અતિ ઉત્તમ છે. જેઓ તે મુજબ વિવેકથી વર્તે તેમને સર્વત્ર સુખ છે અને જેઓ તેથી વિરુદ્ધ વર્તે તેમને સર્વત્ર દુઃખ છે. (પૃ.૭૧) ૪૫૬. નિંદા કરું નહીં. જે પોતાને મોટા માને તે પરની નિંદા કરે. માટે કોઈની નિંદા કરું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પરનિંદા એ જ સબળ પાપ માનવું. (વ.પૃ.૧૪) પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી ૧૯ ક'માંથી - “પરનિંદા પરનારી અરૂ, પરદ્રવ્યનકી આશ; છોડી તીનો બાતમું, ભજો એક અવિનાશ. કંચન તજવો સુલભ હૈ, સુલભ ત્રિયા કો નેહ; નિંદા સ્તુતિ ત્યાગવો, તુલસી દુર્લભ એહ. લેનેકું હરનામ હૈ, દેનેલું અન્ન દાન; તરનેકું આવીનતા, બુડનેકું અભિમાન.” (પૃ.૩૨) ૪૫૭. કર્તવ્ય નિયમ ચૂકું નહીં. પ્રતિદિન કરવા યોગ્ય નિયમ લીઘો હોય તે ચૂકું નહીં. જેમકે દિવસમાં ૧૫ મિનિટ વાંચન કરવાનો કે અમુક ભક્તિ કરવાનો નિયમ લીધો હોય તો તે આપણું કર્તવ્ય સમજી કદી ચૂકું નહીં. અથવા સાત વ્યસન કે સાત અભક્ષ્યનો અથવા કંદમૂળનો કે રાત્રિભોજન આદિના ત્યાગનો નિયમ લીધો હોય તો તેને દ્રઢતાપૂર્વક પાળું. પણ કર્તવ્ય નિયમ ચૂકું નહીં. ૩૪૯ Page #404 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નાના બાળકનું દૃષ્ટાંત – કર્તવ્ય નિયમ પ્રત્યે ટેકનું ફળ. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના વખતમાં એક નાનો છોકરો ત્રણ પાઠ અને માળાનો નિયમ લઈને ગયો. તે રોજ નિત્ય નિયમ કરતો હતો. એક દિવસ સવારમાં વહેલો ઊઠી શિયાળો હોવાથી ચૂલા પાસે આવીને બેઠો. પછી ત્રણ પાઠ અને માળા કરી. માએ પૂછ્યું કે કેમ આજે આટલી વહેલી ભક્તિ કરી. બાળકે કહ્યું : મારા મનમાં એમ થયું કે આજે હમણાં જ ભક્તિ કરી લઉં. એમ કહી પાછો સૂઈ ગયો.. થોડીવાર પછી એની માએ બોલાવ્યો પણ બોલે જ નહીં. પાસે જઈને જોયું તો એનો દેહ છૂટી ગયો હતો. એમ જેને નિયમ પ્રત્યે આદર સદ્ભાવ છે તથા કર્તવ્ય નિયમ ચૂક્તા નથી, તેને અંત સમયે રહસ્યભૂત મતિ પ્રગટ થાય છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘‘સવારમાં ઊઠી ઈર્યાપથિકી પ્રતિક્રમી રાત્રિ-દિવસ જે કંઈ અઢાર પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યક્શાન-દર્શન-ચારિત્ર સંબંધી તથા પંચપરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈપણ જીવ પ્રતિ કિંચિત્માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતાં અજાણતાં થયો હોય, તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, આત્મમાંથી તે અપરાધ વિસર્જન કરી નિઃશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. શ્રી સત્પુરુષનાં દર્શન કરી ચાર ઘડી માટે સર્વ સાવધ વ્યાપારથી નિવર્તી એક આસન પર સ્થિતિ કરવી. તે સમયમાં ‘પરમગુરુ' એ શબ્દની પાંચ માળાઓ ગણી બે ઘડી સુધી સત્શાસ્ત્રનું અધ્યયન કરવું. ત્યાર પછી એક ઘડી કાર્યોત્સર્ગ કરી શ્રી સત્પુરુષોનાં વચનોનું તે કાયોત્સર્ગમાં રટણ કરી સવૃત્તિનું અનુસંધાન કરવું. ત્યાર પછી અડધી ઘડીમાં ભક્તિની વૃત્તિ ઉજમાળ કરનારાં એવા પદો (આજ્ઞાનુસાર) ઉચ્ચારવાં. અડઘી ઘડીમાં ‘પરમગુરુ' શબ્દનું કાયોત્સર્ગરૂપે રટણ કરવું, અને ‘સર્વજ્ઞદેવ' એ નામની પાંચ માળા ગણવી.'' (વ.પૃ.૬૭૪) આપણા માટે પ.પૂ.પ્રભુશ્રીજીએ દીર્ઘદૃષ્ટિથી અગાસ આશ્રમમાં ભક્તિસ્વાઘ્યાયના કર્તવ્ય નિયમની યોજના કરી છે, તેમાં ઉપરોક્ત નિત્યનિયમ સમાઈ જાય છે માટે તે ચૂકું નહીં; પણ યથાશક્તિ આરાયું. ૪૫૮. દિનચર્યાનો ગેરઉપયોગ કરું નહીં. સવારના ઊઠીને વિચારે કે આજે મારે સમયનો દુરઉપયોગ કરવો નથી. સાંજે પોતાની દિનચર્યા તપાસે કે આજે મેં શું શું કર્યું ? ક્યાં ક્યાં ગયો? ત્યાં ન ગયો હોત તો ચાલત કે નહીં? તથા દિનચર્યાની નોટ રાખી તેમાં પોતે આખા દિવસમાં શું શું કર્યું તેની નોંધ રાખે તો ખબર પડે કે આજના દિવસનો ગેરઉપયોગ થયો છે કે નહીં? ‘બોઘામૃત ભાગ-૩’માંથી – “ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના રત્નચિત આભૂષણ જેવા દિવસોના દિવસો ઉપરાઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેનો સદુપયોગ કરી લેવાનું સુઝતું નથી એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રોગ અને મરાનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં જીવને વિચાર સરખો નથી આવતો કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ, ઉત્તમ કુળમાં જન્મ થયો, ધારે તો ઘણો પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નિરોગ અવસ્થા અને જુવાનીની સાથે લગી જોગવાઈ ફરી ફરી પ્રાપ્ત ધતી નથી.'' (બો.૩ ૧.૪૨) ૩૫૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પાઘડીને છેડે કસબ'' એવી કહેવત છે તેમ અનાદિકાળના પરિભ્રમણમાં આ મનુષ્યભવ પ્રાપ્ત થયો છે તે મહા દુર્લભ વસ્તુ છે. તેની કિંમત જીવને સમજાઈ નથી તેથી ગમે તેમ આ જીંદગીની અમૂલ્ય પળો જીવ વેડફી ઉરાડી દે છે. તેમ ન બને માટે પરમાણુદેવે પ્રથમ જ પુષ્પમાળા-૫માં જણાવ્યું છે કે “વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,૦૦૦ વિપળનો ઉપયોગ કરજે.” વળી એક પત્રમાં જણાવ્યું છે કે ચક્વર્તીની સમસ્ત સંપદા કરતાં મનુષ્યભવનો એક સમય વિશેષ મૂલ્યવાન છે, પણ જો તે દેહા ગાળવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી. આટલો બધો ભાર દઈને તે પરમકૃપાળુ પ્રભુએ આપણને ચેતાવ્યા છે કે પૈસા પાછળ ચિત્ત દોડાવી પશુ સમાન જીવન ગાળવું સમજુ માણસને પાલવે તેમ નથી. ઉપર જણાવ્યું છે તેમ રત્નચિંતામણિ જેવી ૨,૧૬,૦૦૦ વિપળનો વેપાર દ૨૨ોજ આ ભવમાં મનુષ્યને કરવાનો છે, તો તેની આગળ લક્ષાધિપતિનો પણ હિસાબ નથી. મોક્ષનું સાધન કરવા અર્થે આ મનુષ્યભવ છે એમ જેને સમજાયું હોય તેને નકામો વહી જતો કાળ કેટલો વસમો લાગે? લાખો રૂપિયા વેપારમાં જેને ખોટ આવી હોય અને જેમ ખાવું, પીવું, ગમ્મત કરવી તેને ન ગમે તેમ જેના દિલમાં વૈરાગ્યની જાગૃતિ હોય તેને આ મનુષ્યભવ કેવા પ્રકારે ગાળવો જોઈએ અને કેવી રીતે આજ સુધી કાળ વહ્યો ગયો અને હવે કેમ તેનો દુરુપયોગ ઘટાડવો તેની ચિંતવનામાં તેને તુચ્છ ઇંદ્રિયાધીન સુખોમાં કેમ ગોઠે? કેમ આ ઇંદ્રજાલ જેવા ઠગારા જગતમાં ગમ્મત લાગે ?' (બો૭ પૃ.૫૧) “અઢાર પાપસ્થાનક તમને મુખપાઠ તો હશે, પણ રોજ લક્ષ રાખીને દિવસે થયેલા દોષો તેને અનુસરીને જોઈ જવાનો અભ્યાસ રાખશોજી. દરેક દોષ વખતે આખા દિવસના ભાવો પ્રત્યે નજર નાખી જવાનું બનશે એટલે અઢાર વખત દિવસના કાર્યો તપાસવાનો પ્રસંગ આવશે તો દિવસે દિવસે ભાવ સુથરતા જવાનો સંભવ છેજી, જેને પોતાનું જીવન સુધારવું છે તેને તો પરમકૃપાળુદેવનાં વચનામૃત સર્વોપરી સહાય કરનાર છેજી.'' (બો.૩ પૃ.૬૪૩) = 'મોક્ષમાળા વિવેચન'માંથી – “મુઢ પુરુષો – જેને મો વિશેષ છે તેથી ધર્મ પ્રત્યે મૂઢ બેભાન જેવા છે. તેઓને સમયની કંઈ પડી નથી. તેઓ અમુક વખત ખાવામાં, અમુક વખત કમાવવામાં, અમુક વખત ઊંઘવામાં અને બાકી વખત રહે તો ચાર પ્રકારની વિકથા તથા રંગરાગ એટલે મોજશોખ વગેરેમાં ગુમાવી દે છે. તેથી તેઓને અધોગતિ કે જ્યાં ધર્મ કર્તવ્ય ન થાય એવી ગતિમાં જવું પડે છે.’' (પૃ.૧૧૧) “૨૦ ઘડી-૮ કલાક ઘણા ખરા લોકો નિદ્રામાં ગાળે છે. રાત્રે ૧૦ થી ૬ સામાન્યપણે નિદ્રાકાળ હોય છે. બાકીની ૪૦ ઘડી ઉપાધિ, ટેલટપ્પા વગેરેમાં ગાળે છે, મૂઢના જેવું પ્રવર્તન થાય છે. મોટા ભાગના માણસો હાલમાં આ પ્રમાણે વખત ગાળે છે. તેમાંથી બે ચાર ઘડી જો ધર્મકર્તવ્ય માટે કાઢે તો એનું પરિણામ ઘણું સારું આવે.’’ (પૃ.૧૧૧) ૪૫૯. ઉત્તમ શક્તિને સાધ્ય કરું. જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થવાથી આત્માની અનંતજ્ઞાન શક્તિ પ્રગટ થાય છે. દર્શનાવરણીય કર્મ ક્ષય થવાથી અનંતદર્શનરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. વેદનીય કર્મ ક્ષય થવાથી અવ્યાબાધરૂપ આત્મશક્તિ પ્રગટે છે. મોહનીય કર્મ ક્ષય થવાથી અનંતસુખરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. નામકર્મ ક્ષય થવાથી અમૂર્તિરૂપ દિવ્યશક્તિ પ્રગટ થાય છે. ગોત્રકર્મ ક્ષય થવાથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ પ્રગટે છે. ૩૫૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આયુષ્યકર્મ ક્ષય થવાથી અક્ષયસ્થિતિરૂપ આત્મશક્તિ પ્રગટ થાય છે. અંતરાયકર્મ ક્ષય થવાથી અનંત દાન શક્તિ પ્રગટે છે. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ 2 અને અનંતવીર્ય આદિ શક્તિઓ રહેલી છે. તેને પ્રગટ કરવા માટે ભક્તિ, સ્વાધ્યાય વગેરેનો પુરુષાર્થ કરું. એમ આત્માની જે અનંત શક્તિઓ છે તેને સાધ્ય એટલે પ્રાપ્ત કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહું. ગજસુકુમાર જેવા પોતાની આત્મશક્તિને બે ઘડીમાં સાધ્ય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે નીચે મુજબ – “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી - ગજકુમારની ઉત્તમ ક્ષમા ગજસુકુમારનું દ્રષ્ટાંત – દેવકી બોલ્યાં – હે કૃષ્ણ! તમે બાળપણામાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સહોદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા; મેં તો સાતમાંથી એક પુત્રને પણ બાલ્યકાળમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ! બાળકનું લાલનપાલન કરવાની ઇચ્છાવાળી હું પુત્રને ઇચ્છું છું. માતાનાં આવાં વચન સાંભળી “હું તમારો મનોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌઘર્મ ઇંદ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો – “હે ભદ્ર! તમારી માતાને આઠમો પુત્ર થશે, પણ જ્યારે તે યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે.” તેના આ પ્રમાણેના કથન પછી સ્વલ્પ વખતમાં એમ મહર્બિક દેવ સ્વર્ગમાંથી ચ્યવીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયો, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકુમાર નામ પાડ્યું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ વ્હાલો અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બન્નેના નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયો. અનુક્રમે યૌવનવયને પામ્યો એટલે પિતાની આજ્ઞાથી દ્રુમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યો. વળી સોમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યાને પણ જો કે તે ઇચ્છતો ન હતો તોપણ માતા અને ભ્રાતાની આજ્ઞાથી પરણ્યો. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે સ્ત્રીઓ સહિત જઈને ગજસુકુમારે સાવઘાનપણે ઘર્મ સાંભણ્યો, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીઓ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજસુકુમારે દીક્ષા લીધી ત્યારે તેના વિયોગને નહીં સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાર મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાંયકાળે સ્મશાનમાં જઈને કાયોત્સર્ગધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા સોમશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જોઈ તે સોમશર્માએ ચિંતવ્યું કે, “આ ગજસુકુમાર ખરેખરો પાખંડી છે, તેનો આવો વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પરણ્યો હતો.” આમ ચિંતવી એ મહા વિરોથી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રોધાયમાન થઈને માથા ઉપર ચીકણી માટીની પાળ કરી તેમાં ઘનઘખતા અંગારા ભર્યા; પરંતુ સમભાવ પરિણામી ગજસુકુમારને કિંચિત્માત્ર પણ ક્રોઘ કે દ્વેષ હૃદયમાં જન્મ પામ્યો નહીં. પણ સવળું લીધું કે મને મોક્ષની પાઘડી બંધાવી. તે ભાવોના ફળસ્વરૂપ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. “ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોઘ કરે છે!” ૪૬૦. શક્તિ વગરનું કૃત્ય કરું નહીં. જે કામ કરવાની મારી શક્તિ નથી તે કામ હાથમાં લઉં નહીં. પોતાની શક્તિ, સમય અને ૩૫૨ Page #407 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સાથીદારનો વિચાર કરીને જ કામ હાથમાં લઉં. અહંકારમાં આવી જઈ હું કરી લઈશ એમ કહે પણ પછી પસ્તાવાનું થાય અને હાંસી થાય તેવા કામ કરું નહીં. “બોઘામૃત ભાગ-૩'માંથી :- “આપનો પત્ર મળ્યો. એકલે હાથે બધો બોજો ઉપાડવાનું થતું હોય તો પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ઘરવું. કામ સારું હોય તોપણ શક્તિ વિચારીને કરવું.” (પૃ.૫૮૨) “મોક્ષમાળા વિવેચન'માંથી - “મર્યાદા ઉપરાંત કામ - પોતાની શક્તિ હોય તેના કરતાં વઘારે કામ હોય તે મર્યાદા ઉપરાંત કામ. પોતાથી થઈ શકે એનાથી વધારે કામ હોય તો પણ ચિત્ત સ્થિર ન રહે. બે કામ વચ્ચે વિચારનો અવકાશ રાખવો. એક કામ પછી તરત બીજું કામ ન કરવું. નવરા રહેવું એમ કહેવું નથી, પણ પરમાર્થ માટે અવકાશ રાખવો. એકથી ચાલે તો બે દુકાન ન કરે. મર્યાદાથી અધિક વ્યવહારકામ ન રાખે. જે કામ માટે જન્મ્યા છીએ તેનો વિચાર રહેવો જોઈએ.” (પૃ.૨૩૩) ‘દૃષ્ટાંતશતક'માંથી - રાજકુમારીનું દ્રષ્ટાંત - શક્તિ વિચારી પગલું ભરું. એક રાજાને અતિ સુંદર અને વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એક જ પુત્રી હતી. તે કુંવરીએ એવું વ્રત ધારણ કર્યું કે, જે કોઈ મારી પૂછેલી સમસ્યાનો અર્થ કહે તેની સાથે જ લગ્ન કરીશ. તે સમસ્યા આ પ્રમાણે હતી. “હુતો તિ વારી ખાજે, ન હુતો વારી ખાજે; એ હરિયાલીનો અર્થ કહે, તેને રાજાની પુત્રી છાજે.” રાજાએ પણ પુત્રીના કહેવા પરથી એમ પ્રસિદ્ધ કર્યું કે “જે કોઈ આ સમસ્યાનો અર્થ બરાબર કરી આપે, તેને મારી સર્વાંગસુંદર કુંવરી પરણાવવા ઉપરાંત અર્થે રાજ્ય પણ આપું; પરંતુ રાજકુમારી સાથે વિવાદ કર્યા છતાં પણ સમસ્યાનો અર્થ ખરો ન કરી શકે તેને શૂળીએ ચઢાવું.” એ વાત જાણીને બે સાહસિક તરુણ પુરુષોએ સમસ્યાનો અર્થ રાજકન્યા પાસે જઈ કરી બતાવવાની પ્રતિજ્ઞા કરી. રાજાએ તેમ કરવાની આજ્ઞા આપી. કુંવરીની સમસ્યા સાંભળી તેમણે પોતાની બુદ્ધિ પ્રમાણે તેના અર્થ અનેક પ્રકારે બેસાડવા પ્રયત્ન કર્યો પણ બન્નેમાંથી એક પણ સમસ્યાનું સમાધાન કરી શક્યા નહીં. તેથી રાજાએ તે બન્નેને શૂળીએ ચઢાવ્યા. આમ પોતાની શક્તિ જાણ્યા વગર કૃત્ય કરવા સાહસ કરું નહીં. (પૃ.૬૪) ૪૧. દેશકાળાદિને ઓળખું. કયો દેશ છે? આર્ય છે કે અનાર્ય. તેમજ આત્માની અનંત શક્તિને પ્રાપ્ત કરવા માટે દેશકાળ અનુકૂળ છે કે નહીં? ભારત દેશ તે આર્ય દેશ છે. તથા પાંચમા આરાના અંત સુધી ભગવંતે આત્માર્થ માટે દેશકાળ અનુકૂળ કહ્યો છે. તેમજ સત્પરુષનો યોગ પણ મળ્યો છે, માટે સત્પરુષની આજ્ઞા આરાઘી દેશકાળાદિને અનુકૂળ એવી સામગ્રીનો ઉપયોગ કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “દેશકાળાદિ જો અનુકૂળ છે તો ક્યાં સુધી છે? એનો ઉત્તર કે શેષ રહેલું સૈદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્યમતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુઘી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે.” (વ.પૃ.૧૧૬) ૩૫૩ Page #408 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘મોક્ષમાળા વિવેચન’માંથી – “જ્ઞાન થવાને અનુકૂળ દેશ, કાળ અત્યારે છે? ઉપર કહ્યું તેમ કર્મભૂમિમાં પણ આર્યભૂમિ જેમાં છે એવો આ ભારત દેશ અનુકૂળ છે. આ પંચમકાળમાં મતિ, શ્રુત, અવઘિ થઈ શકે. પણ પરમાવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન આ ક્ષેત્રે પરંપરાસ્નાયથી જોવામાં આવતા નથી. એ રીતે કાળ પરિપૂર્ણ અનુકૂળ નથી. તો પણ આત્મજ્ઞાન થવા માટે તો દેશ કાળ અનુકૂળ છે.’’ (પૃ.૧૮૪) ૪૬૨. કૃત્યનું પરિણામ જોઉં. કાર્યની શરૂઆત કરતા પહેલાં તેનું શું પરિણામ એટલે ફળ આવશે તે પ્રથમ વિચારું. જેથી પસ્તાવાનો સમય ન આવે. ઝેર ખાઈશ તો તેનું ફળ મરણ આવશે. તેમ ક્રોધ કરીશ તો તેનું ફળ દુઃખ આવશે. માન કરીશું તો તેનું ફળ હલકી ગતિ થશે. માયા કરીશ તો તેનું ફળ તિર્યંચગતિ વગેરે આવશે અને લોભ કરીશ તો તેનું ફળ નરક આદિ ગતિઓમાં રઝળવું પડશે વગેરે દરેક કાર્ય કરતા પહેલાં જ તેના ફળનો વિચાર કરું કે જેથી દુઃખના કારણો ઊભા થાય નહીં. મુનિએ વિચાર્યું કે હું વેશ્યાને ત્યાં જઈશ તો લોકો મારી નિંદા કરશે. એ નૃત્યનું પરિણામ ભયંકર આવશે એમ વિચારી ત્યાં જવાનું માંડી વાળ્યું. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે – ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘કોઈ મુનિ વિષય–ઇચ્છાથી વેશ્યાશાળામાં ગયો; ત્યાં જઈને તેને એમ થયું કે ‘મને લોક દેખશે તો મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું.' એટલે મુનિએ પરભવનો ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગનો પણ ભય ગણ્યો નહીં, તો ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણી પાછો ફર્યો, તો ત્યાં લોકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજનો ડર રાખવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે.’’ (વ.પૃ.૭૦૨) ‘બોઘામૃત ભાગ-૨’માંથી :– “હું કરું છું એનું ફળ શું આવશે? એનો વિચાર કરી પગલું મૂક. ફળ ખરાબ આવશે એમ લાગે તો ન કરવું. જ્ઞાનીની આજ્ઞા વગર જે કંઈ કરે તે બધું ઊંધું જ થાય છે.'' (પૃ.૧૭) ૪૬૩. કોઈનો ઉપકાર ઓળવું નહીં. કરેલા ઉપકારને કદી ઓળવું નહીં. એના જેવો બીજો કોઈ મોટો દોષ જણાતો નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “કૃતવ્રતા જેવો એક્કે મહા દોષ મને લાગતો નથી.’’ (વ.પૃ.૧૫૮) “અહો! મને તો કૃતઘ્રી જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે!’’ (વ.પૃ.૧૫૭) શ્રીપાળ રાજાનો રાસ'માંથી :– કરેલા ઉપકારને ઓળવવાથી ઘવળશેઠ નરકે ગયો ધવળશેઠનું દૃષ્ટાંત – ધવળશેઠને મિત્રોએ કહ્યું તમે ચિંતિત જણાઓ છો, તમારું દુઃખ અમને કહો તો તેનો ઉપાય વિચારીને તમને ચિંતાથી મુક્ત કરીએ. ત્યારે ધવળશેઠે શરમ છોડીને મનમાં ચિંતવેલ હતું તે કહ્યું. તે સાંભળીને મિત્રો કહેવા લાગ્યા કે – અરે શેઠ! ધિક્કાર છે! તમે આ શું બોલ્યા! વળી પરસ્ત્રીગમન જેવું બીજું કોઈ પાપ નથી. એનાથી તો ભવોભવમાં ડૂબી મરવાનું છે. તથા આ શ્રીપાળકુંવર તો જગતમાં કેવડાના વૃક્ષની જેમ અન્યનો ઉપકારી છે. તથા એનો આટલો બધો પ્રભાવ તમે પ્રત્યક્ષ જોયો છે તો તેને કેમ મરાય? કલ્પવૃક્ષની શાખાને કુહાડીથી કેમ છેદાય? ૩૫૪ Page #409 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આ કુંવરે જ તમને એક વખત બબ્બરરાજાના હાથથી અને બીજી વખત કનકકે, રાજાના હાથથી, એમ બબ્બે વખત છોડાવ્યાં છે, તથા એ સાથે હતો તેથી તમારો માલ સામાન અને ઘન બધું બચી ગયું છે. વળી એણે જ તમારા થંભી ગયેલા છે વહાણ આગળ આવીને ચલાવી આપ્યાં છે. માટે આના જેવો પુરુષરત્ન તો જગતમાં બીજે ક્યાંય મળશે નહીં. જો આના ઉપર દ્રોહ કરીને તેનું બુરું ચિંતવશો તો આયુષ્ય પૂર્ણ નહીં થયે છતે ક્યાંક મરી જશો!વળી એને એના ભાગ્યથી બઘી ઋદ્ધિ મળી છે, તેમાં આટલી બધી દુર્બુદ્ધિ તમારે ગળે કેમ વળગી છે. છેવટે બીજા મિત્રની સલાહથી શ્રીપાળકુંવરને ઘવળશેઠે સમુદ્રમાં નાખી દીધો. ઉપકારનો બદલો અપકારરૂપે આપી તે સાતમી નરકે ગયો. માટે કોઈના કરેલા ઉપકારને કદી ઓળવું નહીં. ભગવાન મહાવીર પાસે ગોશાળે તેજો વેશ્યા શીખી અને પાછી ભગવાન ઉપર જ તે મૂકી. એમ ઉપકારનો બદલો અપકાર આપે તે કૃતધ્રી કહેવાય. કલ્પસૂત્ર'માંથી - કૃતઘ્ની બની તેજોવેશ્યા મૂકી તો તે પોતાને જ બાળનાર થઈ ગોશાળાનું દ્રષ્ટાંત - ગોશાળો ક્રોધથી ઘમઘમતો જ હતો. તેણે આવતાવેત જ પ્રભુને ઉદ્દેશી આક્ષેપક વાણીમાં કહ્યું કે:- અરે કાશ્યપ!તું એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળો તો કંખલીનો પુત્ર છે. તે તારો શિષ્ય તો ક્યારનોય મરી ગયો. હું તો એક જુદો જ માણસ છું તેની મને ખબર નહીં હોય. અલબત્ત, આ શરીર ગોશાળાનું છે પણ તે તો મેં પરિષહ સહન કરવાને ખાતર પસંદ કર્યું છે. ગોશાળાનું શરીર પરિષહો વેઠવામાં ઠીક કામ આવશે એમ ઘારીને જ મેં તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે, બાકી હું પોતે કંઈ મંખલિપુત્ર ગોશાળો નથી.!” ગોશાળાની તોછડાઈ અને અમર્યાદા જોઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જોઈ ન શક્યા. તેઓ વચમાં ઉત્તર આપવા જતા, ગોશાળે તેજ વખતે તેજલેશ્યા છોડી બન્ને સાથુને બાળી નાખ્યા. સાઘુઓ તો કાળ કરી સ્વર્ગે ગયા. પ્રભુએ પોતાની અતિ શાંત, મૃદુ અને હિતકારક વાણીમાં ગોશાળાને સંબોઘી કહ્યું કે – “કોઈ માણસ ચોરી કરતાં પકડાઈ જાય અને તે વખતે કીલ્લો, પર્વત કે ગુફા જેવું છુપાવાનું સ્થાન ન મળતાં પોતાની આંગળી કે મોટું કોઈ તણખલા નીચે સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે છુપાવી શકે? તારો બચાવ પણ બરાબર તેવો જ છે. તું તે જ ગોશાળો છે, તું બીજો કોઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છૂપાવે છે?' આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ ક્રોઘ કરી ભગવંત ઉપર પણ તેજોલેશ્યા મૂકી. પરંતુ એવા દુરાત્માની, તેજોલેશ્યા પ્રભુ જેવા મહા પ્રતાપી, તપસ્વી અને સંયમી પુરુષને શી અસર કરે? તેજોલેશ્યા પ્રભુની આસપાસ ત્રણવાર પ્રદક્ષિણા દઈ, પાછી ગોશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર અંદરથી દાઝવા લાગ્યું અને તેથી સાત દિવસ સુધી ભયંકર વેદના વેઠી સાતમી રાત્રીએ તે મરણને શરણ થયો. (પૃ.૬૬) કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય તેને કદી ભૂલું પ turn injur ૩૫૫ Page #410 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નહીં. પણ પોતે કોઈનું ભલું કર્યું હોય તે ભૂલી જવા કહ્યું. જેમ ચંદન વૃક્ષને કોઈ કાપે તો તે કાપનારને પણ સુગંઘ જ આપે. એવો સ્વભાવ સત્પરુષોનો હોય છે. - “જૈન હિતોપદેશ'માંથી :- કતજ્ઞી માણસ કરેલા ઉપકારને કદાપિ વિસરતો નથી, જે ઉપકારને વિસરે છે તે કૃતધ્રી કહેવાય છે. વળી ઉપકારીનું પણ ઊલટું અહિત કરવા ઘારે તેને મહા કૃતધ્ર સમજવો. માતા, પિતા, સ્વામી અને ઘર્મગુરુના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી, છતાં કૃતજ્ઞ માણસ તેમની બનતી અનુકૂળતા સાચવી, તેમને ઘર્મકાર્યમાં સહાયભૂત થવા પૂરતો પ્રયત્ન કરે તો કદાપિ અનૃણી થઈ શકે. સર્વજ્ઞ ભાષિત સત્યઘર્મ પમાડનાર ગુરુનો ઉપકાર સર્વોત્કૃષ્ટ છે, સુવિનીત શિષ્ય તેમની પવિત્ર આજ્ઞાને અનુસરવા પૂર્ણ કાળજી રાખે છે; તેથી વિરુદ્ધ વર્તનાર ગુરદ્રોહી–મહાપાપી ગણાય છે. (પૃ.૫૬) ઉત્તમ માણસો અવગુણ ઉપર પણ ગુણ કરે છે. મધ્યમ માણસો સામાએ ગુણ કર્યો હોય તો પોતે પણ વખતે પોતાથી બનતો બદલો વાળવા ઘારે છે. પરંતુ અઘમ માણસો તો કર્યા ગુણનો લોપ કરે છે. આવી અઘમ વૃત્તિવાળા અજ્ઞાની અવિવેકીજનો કરતાં કૂતરાં પણ સારાં ગણાય છે, કે જેઓ કિંચિત્ માત્ર ભોજનના બદલામાં પોતાની પૂછડી હલાવી ખુશ થઈ પોતાનું કૃતજ્ઞપણું જાહેર કરી ઘરની રાતદિવસ ચોકી કરે છે. કૃતધ્ર માણસો શ્વાન કરતાં પણ હલકા ગણાય છે. એમ સમજી કૃતજ્ઞતાને આદરી કાંઈ પણ ઘર્મ આરાઘન કરી માનવપણું સાર્થક કરું. અન્યથા માતાની કુખને લજવી ભૂમિને કેવળ ભારરૂપ થયા એમ માનું. કૃતજ્ઞી એવા વિવેકી રત્નોની માતા રત્નકુક્ષી કહેવાય છે. આવું ન્યાયનું રહસ્ય સમજી સ્વપર હિતકારી એવા કરેલા ઉપકારને કદી ઓળવું નહીં. (પૃ.૬૫) ૪૬૪. મિથ્યા સ્તુતિ કરું નહીં. કોઈની ગુણ વગર સ્તુતિ એટલે પ્રશંસા કરું નહીં. ભોજરાજાના દરબારમાં એક ઘનપાળ નામના કવિ હતા. તે દ્રઢ જૈનધર્મી હતા. તેમણે આદિનાથ ભગવાનનું ચરિત્ર રચ્યું. તેમાં ભગવાનના ગુણગાન અર્થે સ્તુતિ આવે. તે સાંભળી ભોજરાજા બોલ્યો કે તેવી સ્તુતિ તું મહાદેવની કર. તેના વિષે ઘનપાળ કવિ જણાવે છે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી - મિથ્યાદેવની સ્તુતિ કદી કરું નહીં ઘનપાળકવિ તથા તિલકમંજરીનું દ્રષ્ટાંત-એકદા ઘનપાળનું ચિત્ત વ્યગ્ર જોઈને ભોજરાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હું હાલમાં યુગાદીશનું ચરિત્ર રચું છું, તેથી મન તેમાં વ્યસ્ત રહે છે.” પછી તે ચરિત્ર પૂર્ણ થયું ત્યારે રાજાએ તેનું શ્રવણ કરવા માંડ્યું. તેનો અત્યભુત રસ સાંભળતા રાજાએ વિચાર્યું કે “ આનો અર્થરૂપ રસ ભૂમિ પર ન પડો.” એમ ઘારીને તે પુસ્તકની નીચે એક મોટો સુવર્ણનો થાળ રખાવ્યો. એવી રીતે તે ચરિત્રના રસનું પાન કરતાં તે રાજાને રાત દિવસની પણ ખબર પડી નહીં. તે ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી રાજાએ ઘનપાલને કહ્યું કે “હે પંડિત! જો તું આ ગ્રંથમાં અયોધ્યાનગરીને સ્થાને અવંતિ નગરી, ભરતચક્રીને સ્થાને મારું નામ અને આદીશ્વરને સ્થાને મહાદેવનું નામ સ્થાપન કરે, તો હું તને એક કરોડ સોનામહોર આપું” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે – “હે રાજા! મેરુ પર્વત અને સરસવના કણમાં, હંસ અને કાગડામાં તથા ગઘેડા અને ગરુડમાં જેટલું અંતર છે તેટલું અંતર (અનુક્રમે) અવંતિ, તું અને મહાદેવ તથા અયોધ્યા, ભરત અને આદીશ્વરમાં છે.” ૩૫૬ Page #411 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ I S A પંડિતે તેને સર્વ તે સાંભળીને અતિ ક્રોધયુક્ત થઈ રાજા બોલ્યો કે “અરે ઘનપાળ! આવાં વચન બોલતાં તારી જિલ્લાના સહસ્ત્ર કકડા કેમ ન થયા? તે સાંભળી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે – બે મુખવાળા, નિરક્ષર અને લોહમતિવાળા હે નારાચ (ત્રાજવું) અમે તને કેટલું કહીએ! તે ચણોઠીની સાથે સુવર્ણને તોળ્યું ! તે કરતાં તે પાતાળમાં કેમ ન ગયો?” આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને રાજાએ અતિ ક્રોધથી તે ગ્રંથને બાળી નાખ્યો. ઘનપાળ રાજાના ભયથી અને ગ્રંથના નાશથી ઉદ્વેગ પામી શોકસહિત ઘેર આવ્યો. ત્યાં તેની તિલકમંજરી નામની પુત્રીએ પૂછ્યું કે “હે પિતા! તમે આજ શોકાતુર કેમ છો?” ત્યારે પંડિતે તેને સર્વ વૃત્તાંત કહ્યું. પુત્રી બોલી “હે પિતા! ટેલ તેમ જ ફિકર કરો નહીં, જો કે , આ ( કે છે મારે મુખે તે આખો ( રે ગ્રંથ છે, આપ લખી લ્યો.” તે સાંભળીને હર્ષ પામી પંડિતે તે ગ્રંથ લખી લીધો અને પુત્રીના નામની યાદગીરી માટે તેણે તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું. પછી રાજાના ભયથી ઘનપાળ પોતાના કુટુંબ સહિત અન્ય ગ્રામે જઈને રહ્યો. એકદા ભોજરાજાની સભામાં કોઈ પંડિતે આવી સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; તેથી ખેદ પામીને રાજાએ જાતે જઈ ઘનપાળને મનાવી આદરસત્કારપૂર્વક પોતાની નગરીમાં આણ્યો. ઘનપાળને આવેલો સાંભળતાંજ તે વિદેશી પંડિત ભય પામીને રાત્રિને સમયે ગુપ્ત રીતે નાસી ગયો. લોકમાં જૈનઘર્મની ઘણી પ્રશંસા થઈ. ઘનપાળ રાજાની પાસે સુખેથી રહ્યો અને ઘર્મનું આરાધન કરી અંતે સ્વર્ગે ગયો. “દ્રવ્યથી મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ભાવથી પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાળે સર્વ દોષરહિત સમકિતને દ્રઢ ઘારણ કર્યું. (પૃ.૭૭) મરણાંત ભયને પણ ગણ્યા વિના રાજાના કહેવાથી મિથ્યાદેવની સ્તુતિ ઘનપાળે કરી નહીં, તેમ સમકિતને દ્રઢ કરવા પ્રયત્ન કરું. ૪૬૫. ખોટા દેવ સ્થાપું નહીં. રાગદ્વેષથી યુક્ત તે સર્વ ખોટા દેવ છે. રાગદ્વેષ રહિત વીતરાગ તે જ સાચા દેવ છે. માટે ખોટા દેવની સ્થાપના કરું નહીં. તેથી મિથ્યાત્વ ગાઢ થાય છે. “શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થમાંથી - “હું અડગ શ્રદ્ધાથી કહું છું કે હવે પછી શ્રી વીતરાગ પ્રભુ વિના અન્ય કોઈપણ દેવની પૂજા-સેવા-આરાઘના ક્યારે પણ કરવાનો નથી. હૃદય પ્રેમથી ભરેલા આવા ઉદ્ગારો તેમના સાચા સમ્યત્વની પ્રાપ્તિ સૂચવે છે. એવા જીવને ઘર્મરંગ અસ્થિમજ્જામાં પરિણમેલો હોય છે. તેના રગેરગમાં ઘર્મના અંગે અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટ દેખાય છે. ૩૫૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એવા જીવો આત્મજાતિના પુરુષાર્થમાં આવી પડતાં અનેક વિદ્ગોને દૂર કરી અલ્પકાળમાં સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. સુખ દુઃખ માત્ર કર્મના જ વિપાકો છે. એ હકીકતને માનનારા છતાં કેટલાએક જૈન ભાઈઓ જરા કષ્ટ કે આપત્તિ પ્રાપ્ત થયે ગભરાઈ જઈ મનોબળને નબળું કરી હિંમત ગુમાવી બેસી અન્ય ગમે તે દેવ દેવી સંબંધી ગમે તે પ્રકારની માન્યતા સ્વીકારવા તૈયાર થઈ જાય છે અને તેમ કરીને પોતાના જૈનત્વને ભૂલી જાય છે. એવાઓએ આ હકીકત ઉપરથી ઘડો લઈ બહુ સમજવા જેવું છે. આવે વખતે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો પુણ્યોદય હશે તો કોઈ કાંઈપણ કષ્ટ આપવા સમર્થ નથી અને પાપોદય હશે તો કોઈપણ દેવ કે દેવી તેના ફળ-પરિણામને રોકવા શક્તિમાન નથી. આમ વિચારી શ્રદ્ધામાં શિથિલ ન થતાં ઘર્મનું સવિશેષ સેવન કરવું કે જેથી અશુભનો ઉદય સર્વથા નાશ પામી જીવનું કલ્યાણ થાય.” “સમાધિસોપાન'માંથી :- સૂર્ય, ચંદ્ર, મંગલ આદિ ગ્રહોને સોના-રૂપાના બનાવી ગળામાં પહેરવા, ગ્રહ નડે નહીં માટે દાન દેવું, ઉત્તરાયણ,વ્યતિપાત, સોમવતી અમાસ માની દાન કરવું, સૂર્ય ચંદ્રને અર્ધ્વ આપવું, ઊમરો પૂજવો, સાંબેલું પૂજવું, વિનાયક નામે ગણેશ પૂજવા, દીવાની જ્યોતિ પૂજવી, દેવની બાધા રાખવી, જટા કે ચોટલી રાખવી, દેવતાને ભેટ મૂકવાના કરારથી પોતાનાં સંતાન જીવશે એમ માનવું, છોકરા દેવે આપ્યાં એમ માનવું, પોતાને લાભ થાય કે કાર્ય સફળ થાય માટે એવી વિનંતી કરવી કે જો મારાં સંતાનનો રોગ મટી જશે કે મને સંતાન પ્રાપ્ત થશે કે આટલો મને લાભ થશે કે શત્રુનો નાશ થઈ જશે તો હું તમને છત્ર ચઢાવીશ, મકાન બનાવીશ કે આટલું ઘન ભેટમાં મૂકીશ એવી શરત કરીને દેવતાને લાંચ આપીને કાર્ય સફળ થવાની ઇચ્છા રાખવી, રાતે જાગરણ કરવું, અપવિત્ર દેવીને પૂજવી, શીતળા પૂજવી, લક્ષ્મી-પૂજન કરવું, સોનું રૂપું પૂજવું, ખડિયો પૂજવો, પશુની પૂજા કરવી, અન્નની, જળની પૂજા કરવી, શસ્ત્ર પૂજવા તથા અગ્નિને દેવ માનીને પૂજવો એ લોકમૂઢતા છે. તે બધું મિથ્યાદર્શનના પ્રભાવથી શ્રદ્ધાનું વિપરીતપણું છે, તે ત્યાગવા યોગ્ય છે.” (પૃ.૧૬૦) “જે રાગી, દ્વેષી, કામી, ક્રોધી, લોભી, શસ્ત્ર આદિ સહિત, મિથ્યાત્વ સહિત છે તેમનામાં સમ્યઘર્મ નથી હોતો, તેથી કુદેવ છે તે અનાયતન છે.” (પૃ.૧૬૧) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - પુણ્ય વગર કોઈ દેવ પણ આપી શકે નહીં ભોગસારનું દ્રષ્ટાંત – કાંડિલ્યપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ઘારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ સ્વામીનો પ્રાસાદ કરાવ્યો હતો. ત્યાં હમેશાં નિષ્કામ ભાવથી તે ભગવાનની ત્રણ કાળ ભક્તિપૂર્વક પૂજા કરતો. એકદા તેની સ્ત્રી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી. ત્યારે “તે સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં” એમ માની તે બીજી સ્ત્રી પરણ્યો. તે સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી ગુપ્ત રીતે ઘન એકઠું કરીને જુદી ગાંઠ કરવા લાગી અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વ ઘન નાશ પામ્યું, તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બન્ને પ્રકારની જિનપૂજા કદી ભૂલતો નહીં. તેમાં પણ ભાવ પૂજા તો હમેશાં ત્રિકાળ કરતો. એકદા તેની સ્ત્રીએ તથા બીજા લોકોએ તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી!નિગ્રહ કે અનુગ્રહરૂપ ફળને નહીં આપનાર એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો? તેની ભક્તિ કરવાથી તો ઊલટું તમને પ્રત્યક્ષ દારિદ્ર પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વિગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત તો પૂર્ણ કરે.” ૩૫૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે “અહો! આ લોકો પરમાર્થના અજાણ છે અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મનાં ન્યૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુણ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વિગેરે દેવો શું ન્યાલ કરી દે છે ? ‘જેવું વાવીએ તેવું જ લણાય છે.’ તેમાં કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુઃખોનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમકે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નાશ પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરષોને ધિક્કાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ અથવા પૂર્ણ થયા પછી પરમાત્માની સ્તુતિનાં વાક્યો વડે સ્તુતિ કરે છે કે ‘અહો! આ ભગવાન સત્ય છે. તેણે મારું કાર્ય તરત પાર પાડ્યું. મારાં પુત્રપુત્રીના વિવાહાદિક સંબંધો ક્યાંયથી પણ લાવીને મેળવી આપ્યા. કેટલાએક એમ પણ બોલે છે કે ‘પરમેશ્વરે આ યુદ્ધમાં મને મોટો યશ આપ્યો.' ઇત્યાદિ પોતપોતાના સાસારિક કાર્યોમાં મિથ્યા પ્રભુનો પ્રયત્ન માને છે.'' આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ અણગમો ધારણ કર્યો નહીં. માટે ઘનાદિની ઇચ્છાએ ખોટા દેવની કદી સ્થાપના કરું નહીં. (પૃ.૨૪૯) ૪૬૬. કલ્પિત ધર્મ ચલાવું નહીં. પોતાની અજ્ઞાન બુદ્ધિ વડે કલ્પના કરીને ધર્મ સ્થાપી, તેને ચલાવું નહીં. એમ કરવાથી સંસારમાં મહા મોહનીય કર્મ બાંધી પોતે બૂડે અને બીજાને પણ બુડાડે, તેવું કરું નહીં. 1 છ દર્શન ઉપર દૃષ્ટાંત – ‘છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીનો રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ ફૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પોતા પાસે હોય છે, તેટલા પૂરતો તો રોગીનો રોગ દૂર કરે છે અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રોગ વધે છે; પણ દવા સસ્તી આપે છે એટલે લોભના માર્યા લોક લેવા બહુ લલચાય છે અને ઊલટા નુકસાન પામે છે. આનો ઉપનય એ જે, સાચો વૈદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મોહ, વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રોગીને મોંઘા પડે છે, ભાવતાં નથી; અને બીજા પાંચ ફૂટવૈદ્યો છે, તે કુદર્શનો છે; તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે, તેટલા પૂરતી તો રોગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસાર વૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મ બહાને વાત કરે છે તે પોતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતો તો મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીનો રોગ ટાળે છે (૨) નીરોગીને રોગ થવા દેતું નથી અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે અર્થાત (૧) જીવનો સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વ રોગ ટાળે છે, (૨) સમ્યજ્ઞાન વડે જીવને રોગનો ભોગ થતાં બચાવે છે અને (૩) સમ્યક્ચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.’' (વ.પૃ.૬૭૭) ૩૫૯ Page #414 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૪૬૭. સૃષ્ટિ સ્વભાવને અધર્મ કહું નહીં. સૃષ્ટિમાં એટલે જગતમાં ઋતુઓના પરિવર્તન, ગર્મી કે ઠંડી વગેરે જે કંઈ પણ થાય છે તે બધા સૃષ્ટિના ઘર્મ છે. કાળ પ્રમાણે સૃષ્ટિના નિયમો ચાલે છે. માટે તેને અધર્મ કહ્યું નહીં. “મોક્ષમાળા વિવેચન'માંથી :- “ “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે' - જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદે–એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ઘર્મો છે તે પ્રમાણે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે. “આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.” (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુણો હોય તે નિયમથી પરિણમે છે.” “ફળદાતા ઈશ્વર તણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.”-(પૃ.૨૨૩) માટે સૃષ્ટિના પરિવર્તનશીલ સ્વભાવને અઘર્મ કહું નહીં. ૪૬૮. સર્વ શ્રેષ્ઠ તત્વ લોચનદાયક માનું. અનાદિકાળથી અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલા પ્રાણીને વીતરાગ પુરુષો દ્વારા ઉપદિષ્ટ સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનને લોચનદાયક એટલે જ્ઞાનરૂપ નેત્ર આપનાર માનું. જે વડે હિતાહિતનું ભાન થાય, સુખદુઃખનું સાચું જ્ઞાન થાય તથા સંસારના ઘોર અજ્ઞાનરૂપ અંઘકારમાંથી નીકળી અનંત આત્મપ્રકાશસ્વરૂપ એવા કેવળજ્ઞાનને જીવ પામી શકે. “મહાદેવ્યાઃ કુષિરત્ન, શબ્દજીતરવાત્મજ રાજચંદ્રમહં વંદે, તત્ત્વલોચન દાયક....” ભાવાર્થ-મહાદેવી એવાં દેવમાતાની કૂખે જન્મેલા રત્નરૂપ તથા ભાષા ઉપર જેનો કાબૂ છે એવા સાક્ષાત્ સરસ્વતીરૂપ અને રવજીભાઈના પુત્ર શ્રીમદ્ રાજચંદ્રદેવને હું નમસ્કાર કરું છું. કારણ કે, મને તત્ત્વલોચન એટલે આત્માને ઓળખવાની આંખ દેનાર (સમજણ આપનાર) તેઓ છે. ઉપદેશપ્રાસાદ ભાષાંતર'ના આઘારે – સર્વશ્રેષ્ઠ તત્ત્વ વીતરાગ પ્રણીત ઘર્મ પુષ્પચૂલાનું દ્રષ્ટાંત – એક નગરમાં પુષ્કકેતુ નામે રાજા હતો. તેની રાણી પુષ્પવતીને પુત્ર પુત્રી સાથે જોડકું જન્યું. તેમનાં નામ પુષ્પચૂલ તથા પુષ્પચૂલા પાડ્યાં. બન્ને વચ્ચે અત્યંત પ્રેમ હોવાથી રાજાએ યુક્તિથી પ્રધાન વગેરેની સમ્મતિ લઈને ભાઈબેનના જ લગ્ન કરી દીધા. આ બધું જોઈને રાજાની રાણી પુષ્પવતીને સંસારનું સ્વરૂપ વિચિત્ર ભાસ્યું અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અંતે સમાધિમરણ કરીને તે દેવલોકે ગઈ. ત્યાંથી પોતાની પુત્રી પુષ્પચૂલા જે હમણાં રાણી છે તેને દીક્ષા અપાવવા માટે સ્વપ્નમાં ૩૬૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ભયંકર નરકનું વાસ્તવિક સ્વરૂપ દેખાડ્યું. તે વાત તેણીએ પુષ્પચૂલ રાજાને કરી. ત્યારે રાજાએ બૌદ્ધમત વગેરેના સાધુઓને બોલાવી નરકનું સ્વરૂપ પૂછ્યું. તેના જવાબમાં નરકને ગર્ભાવાસના કેદખાના જેવું કહ્યું. પણ રાણીને તે બરાબર લાગ્યું નહીં. તેથી અન્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે સાત નરકોનું વર્ણન કર્યું. ત્યારે રાણી બોલી કે શું આપને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે ના અમને સ્વપ્ન આવ્યું નથી પણ ભગવાનના કહેલા આગમ વડે તે સર્વ જાણીએ છીએ. આગમ એ તત્ત્વલોચન છે. તેના વડે સર્વ જણાય છે. પુષ્પચૂલાને બીજે દિવસે દેવલોકનું સ્વપ્ન એની માતાએ દેખાડ્યું. તે વિષે પણ અન્નિકાપુત્ર આચાર્યને પૂછ્યું ત્યારે એનું પણ આબેહૂબ વર્ણન કરવાથી રાણીને એ વાત બેસી ગઈ. પછી શું કરવાથી નરકે જવાય? શું કરવાથી દેવલોકે જવાય? વગેરે રાણીના પૂછવાથી શ્રી ગુરુએ કહ્યું કે વિષયસેવનાદિકથી નરકે જવાય. શ્રાવકધર્મ તથા મુનિધર્મ આરાઘવાથી સ્વર્ગે કે મોક્ષે જવાય. એ સાંભળી પુષ્પચૂલાએ રાજાની આજ્ઞા લઈ ગુરુ પાસે દીક્ષા લઈ લીધી. અંતે કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. આ બધો પ્રભાવ તત્ત્વજ્ઞાનનો છે. તત્ત્વજ્ઞાનરૂપ લોચન એટલે આંખથી ત્રણે લોકમાં શું શું છે તે સર્વ જાણી શકાય છે. માટે સર્વજ્ઞ પ્રણીત આગમને અને શ્રી ગુરુ ઉપદિષ્ટ તત્ત્વને લોચનદાયક માનું. ૪૬૯. માનતા માનું નહીં. કોઈ દેવી દેવતાની માનતા માનું નહીં. કોઈ એવી માન્યતા કરે કે જો મારે છોકરો થશે તો છોકરાના ભારોભાર કેસર ચઢાવીશ અથવા તમારા દર્શન કરવા આવીશ. અથવા તેને વાળ રાખીશ. પછી તે કુળદેવી આગળ જઈ ઉતરાવે એવી માનતાઓ જીવો અજ્ઞાનવશ કરે છે. ઘણા લોકો લક્ષ્મી મળશે એમ માની લક્ષ્મીને પૂજે, કોઈ પદ્માવતી વગેરેની માનતા રાખી એક પગ ઉપર ઊભા રહી માળા ગણે, છતાં એમની સ્થિતિ એવીને એવી જોવામાં આવે છે. મારે સારી કમાણી થશે તો તમને નારિયેળ ચઢાવીશ, સુખડી ચઢાવીશ. પણ એ બઘું કર્મને આધીન થાય છે. કર્માનુસાર નહીં થતું હોય તો ભગવાન મહાવીરનો બોધેલો કર્મ સિદ્ધાંત મિથ્યા ઠરે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સત્પુરુષની ઇચ્છો.’’ (વ.પૃ.૧૫૭) “શ્રી રણછોડભાઈ ધારશીભાઈ ઘર્મપુરના પ્રસંગ'માંથી – એક વયોવૃદ્ધનું દૃષ્ટાંત – “એકવાર મોરબીમાં એક વયોવૃદ્ધ જેના પ્રત્યે મને આદરભાવ હતો. તેમણે ગોંડલ કોઈ નિમિત્તે કુળદેવીના માન્યતાએ જવાનું નક્કી કર્યું. ત્યારે કૃપાળુદેવે તેમને વાર્યા અને જણાવ્યું કે તેમાં કંઈ બીજું થાય તો તેનું જોખમ બધું અમારે શિરે રાખીએ છીએ. છતાં એ ભાઈને કુળદેવીની માન્યતાએ જવાનું થયું. તેથી તેઓ હેરાન થયા હતા. આ વાત પાછળથી તેમને સમજાઈ હતી.’ ‘શ્રી યશોવિજયજી કૃત ચોવીશીના અર્થ’માંથી :– ‘હે પ્રભુ! આપ વિના અન્ય દેવ મને જરાપણ પ્રિય લાગતા નથી. અન્ય દેવો તો ઊલટા મારી સેવાભક્તિની આશા રાખે છે; તેઓ મારી મનઃકામનાને શું પૂરી કરી શકે? એવું તેમનામાં સામર્થ્ય જ ક્યાં છે? તેથી મેં તો તારક તરીકે આપ સમર્થને જ સ્વીકાર્યા છે ! આપને મૂકી અન્ય દેવને હું ક્યારે પણ આરાધવાનો નથી. આ મારી ખાસ હાર્દિક અને અચળ ટેપ્રતિજ્ઞા છે. જે પામરજનો અનેક પ્રકારની સાંસારિક આશાઓની પૂર્તિને માટે અનેક ૩૬૧ Page #416 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ દેવોને સેવે છે, તેઓના ઇષ્ટકાર્યોની સિદ્ધિ થતી નથી. માટે મોક્ષાર્થી જીવે પૂર્ણ પરીક્ષા કરીને, જે સર્વ દોષથી રહિત હોય તેવા એક સત્યદેવને જ ત્રિકરણયોગે પૂર્ણ શ્રદ્ધા રાખીને સેવવા જોઈએ.” “વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ' વીતરાગ સમાન કોઈ દેવ ત્રણેકાળમાં થયો નથી અને થશે પણ નહીં. હે પ્રભુ! યથાર્થ દ્રષ્ટિને અભાવે હું ખરા દેવને પ્રથમ ઓળખી શક્યો નહીં. મારી રાગદ્વેષી દ્રષ્ટિએ રાગીષી દેવોમાં જ દેવપણું માન્યું અને તેથી મને ઘણું નુકસાન થયું. કોઈ એવી માન્યતા કરે કે મારો ધંધો સારો ચાલશે તો તમારા દર્શન કરવા પગે ચાલીને આવીશ. આવી બઘી માન્યતા કરવાથી મિથ્યાત્વ જે છોડવાનું છે તે વિશેષ ગાઢ થાય છે. આ મિથ્યાત્વ જ જીવને અનંત સંસાર રઝળાવનાર છે. એક દરિદ્રીનું દ્રષ્ટાંત – નસીબમાં ન હોય તો આપેલું પણ રહે નહીં. એક દરિદ્રીએ એક દેવ પાસે અઠ્ઠમ તપ કરીને ઘન માંગ્યું. ત્યારે દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારા નસીબમાં નથી. પણ દરિદ્રીએ હઠ કરી તેથી દેવે એક કિંમતી રત્ન આપ્યું. તે લઈને વહાણમાં બેસી આગળ ચાલ્યો. રસ્તામાં એને કર્માનુસાર એવી મતિ સૂઝી કે આ પૂર્ણિમાની રાત્રિમાં આ રત્ન કેવું ચમકતું હશે એમ વિચારી ખુલ્લામાં આવી તે જોવા લાગ્યો. તેટલામાં તેના હાથમાંથી તે સમુદ્રમાં સરી પડ્યું. નસીબમાં ન હોય તો કોઈ આપી શકતું નથી, ગમે તેટલી માનતા કરો. નસીબ સીધું હોય તો જ્યાં હાથ નાખો ત્યાં ચરુ મળે, તેજપાળ, વસ્તુપાળને મળ્યા હતા તેમ. તેઓ પોતાના ઘનને સુરક્ષિત રાખવા માટે ખાડો ખોદવા જતાં તેમાંથી વળી બીજા ચરનાં ઘડા નીકળ્યા હતા. માટે સુખી થવા કોઈ દેવદેવીની માનતા માનું નહીં. પણ ભગવાને કહેલા કર્મ સિદ્ધાંત પર શ્રદ્ધા રાખી ભગવાનની ભક્તિ કરીને સત્કર્મ કર્યા કરું, જેથી સર્વ સુખની પ્રાપ્તિ થાય. સુખ પ્રાપ્તિનો એ જ ખરો ઉપાય છે. ૪૭૦. અયોગ્ય રીતે પૂજન કરું નહીં. દેવ દેવીનું અયોગ્ય રીતે પૂજન કરું નહીં. જેમાં જીવોની હિંસા થાય એવું કોઈ પૂજન કરું નહીં. યશોઘરાજાનું દ્રષ્ટાંત – કોઈના પણ આગ્રહથી કદી અયોગ્ય પૂજન કરું નહીં. શ્રી યશોઘર રાજા હતો. તેને દીક્ષા લેવાના ભાવ થયા. તેથી રાણીને દીક્ષાની વાત જણાવી. રાણીએ પણ ઉપરથી દીક્ષા લેવાના ભાવ દર્શાવ્યા, પણ અંતરમાં દીક્ષા લેવાના ભાવ નથી. કારણકે રાણીને રાજમહેલના રક્ષપાળ એવા કુબડા સાથે સંબંધ હતો. રાત્રે યશોઘર રાજાએ દુઃસ્વપ્ન દીઠું “હું સફેદ રાજમહેલમાં સિંહાસન પર બેઠેલો છું, ત્યાંથી મારી માતા યશોઘરાએ મને નીચે પાડી નાખ્યો. હું ગબડતો ગબડતો સાતમી ભૂમિ સુઘી ગબડ્યો. મારી પાછળ મારી માતા પણ ગબડતી નીચે આવી. હું પછી પાછો ઊભો થઈ મેરુ પર્વત ઉપર ચઢી ગયો.” જ્યારે યશોઘર રાજા રાજસભામાં આવીને બેઠો ત્યાં માતા આવી. માતાને નમસ્કાર કરીને પોતાના દીક્ષાના ભાવ દર્શાવ્યા અને આ દુઃસ્વપ્નનું નિવેદન પણ કર્યું. માતાએ કહ્યું કે અમંગળ સ્વપ્નને નિવારવા માટે વેદમાં કહ્યા પ્રમાણે પ્રથમ કુળદેવી આગળ કૂકડાનું માંસ મૂકી પૂજન કરીને શાંતિકર્મ કર. ત્યારે યશોઘરે કાનમાં આંગળી નાખી સાંભળવાનું બંધ કર્યું અને માતાને કહ્યું કે હે માતા! શું જીવઘાતથી શાંતિકર્મ થાય? “અભયદાન દેવાથી લાંબુ આયુષ્ય, સારું રૂપ, નિરોગીપણું પ્રાપ્ત થાય અને તે જન્માંતરમાં પણ સર્વ લોકમાં પ્રશંસાનું સ્થાન પામે છે.” ૩૬૨ Page #417 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માતાનો આગ્રહ જોઈ યશોઘર રાજા બોલ્યો “હે માતાજી! જો હું તમને પ્રિય હોઉં તો દુર્ગતિના ખાડામાં ઘકેલનાર આવી આજ્ઞા ન કરો અથવા હું પોતે જ મરી જાઉં અને મારા માંસ વડે કુલદેવતાનું અર્ચન કરો.” એમ કહી મ્યાનમાંથી તલવાર ખેંચી ત્યારે માતાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે લોટનો કૂકડો બનાવી વઘ કરીને પણ મારું વચન માન્ય કર. માતાના ઘણા આગ્રહથી તે વાત માન્ય કરી. પછી લોટનો કૂકડો કુળદેવી આગળ મૂક્યો. માતાની આજ્ઞાથી તેનો વઘ કર્યો. પછી માતાએ માંસની કલ્પના કરી ખાવાની વાત કરી ત્યારે પણ આગ્રહથી રાજાએ તેમ કર્યું. તેથી ભવપરિભ્રમણ વધી ગયું. બીજે દિવસે કુમારનો રાજ્યાભિષેક કરીને યશોઘર રાજાએ દીક્ષાની તૈયારી કરી. નયનાવલીએ કહ્યું કે હે આર્યપુત્ર! આજે પુત્રના રાજ્યાભિષેકનું સુખ અનુભવો. કાલે આપણે દીક્ષા લઈશું. હવે ભોજનના અંતમાં નયનાવલીએ પાચન ગોળીની સાથે તાલપૂટ વિષ આપી દીધું. તેથી થોડીવારમાં જ તે જડ જેવો થઈને નીચે પડ્યો. તે જોઈ પહેરગીરે વિષને હરવાવાળા વૈદ્યને બોલાવ્યો. તેટલામાં રાણીએ આવીને મોઢા ઉપર સાડીનો છેડો નાખી રાજાના કંઠને અંગૂઠા તથા આંગળીઓ વડે દબાવી મારી નાખ્યો. યશોઘર રાજા મરીને મોર થયો. તથા તેની માતા પણ આર્તધ્યાન કરીને તે જ દિવસે મરીને કૂતરી થઈ. ત્યાંથી મરીને રાજા નોળિયો અને માતા સર્પ થઈ. ત્યાંથી મરીને રાજા રોહિત મસ્ય અને માતા સુસુમાર જળચર થઈ. ત્યાંથી મરીને રાજા બકરો અને માતા બકરી થઈ. બકરો મરીને પાછો પોતાની માતા બકરીને પેટે રાજા બકરો થયો. પછી રાજાનો જીવ પાછો બકરો અને માતા પાડો થઈ. પછી કૂકડો અને કૂકડી થયાં. તે ભવમાં મુનિ ભગવંત પાસે પૂર્વભવ સાંભળવાથી જાતિસ્મરણજ્ઞાન થયું અને શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. તે વખતે ગુણધર રાજાએ શબ્દભેદી બાણ મારવાથી કૂકડો કૂકડી બેય મરી ગયા અને ગુણધર રાજાના જ પુત્ર પુત્રી તરીકે ઉત્પન્ન થયાં. ગુણધર પૂર્વભવમાં રાજા યશોઘરનો પુત્ર હતો. તે આજે પિતા થયો. મુનિ ભગવંતે ઉપદેશમાં પૂર્વભવ કહ્યાં તેથી જાતિસ્મરણશાન થવાથી વૈરાગ્ય પામ્યા અને બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. અહીંથી દેહ છોડી સ્વર્ગે ગયા. આમ અયોગ્ય પૂજનનું ફળ ઘોર દુઃખ પામ્યા. યશોઘર રાજાની પત્ની નયનાવલી, જેને કુબડા સાથે સંબંધ હતો તેથી રાજાને વિષ આપ્યું હતું; તે આ ભવમાં ઘણી વેદના ભોગવીને નરકે ગઈ. (જૈન કથાસાગર ભાગ-૩) શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'માંથી - ગમે તેવી આપત્તિમાં પણ પૂજન છોડ્યું નહીં અહંજયનું દ્રષ્ટાંત – ચંપાપુરીનો નિવાસી અર્ધન્નય નામે એક શ્રાવક વ્યાપાર કરવા માટે વહાણમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યો હતો. તે વખતે ઇંદ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અર્ધન્નયના જેવો કોઈ દ્રઢ શ્રાવક નથી.” તે સાંભળી ઈર્ષ્યાવાન થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જેવો પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વ્યાપારીઓ પોતપોતાના ઇષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંન્નયે સમાધિસ્થ થઈ પચખાણ ૩૬૩ Page #418 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કર્યું કે “જો આ વિપ્નમાં મારું મૃત્યુ થાય તો હવે મારે અનશન વ્રત (ચારે પ્રકારના આહારનો ત્યાગ) છે.' તે વખતે પેલા દેવે રાક્ષસરૂપે આકાશમાં રહીને કહ્યું કે “હે અહંન્નય! તું તારો ઘર્મ છોડી દે ને મારું વચન માન; જો તું માનીશ નહીં તો આ વહાણને ઘડાની ઠીબની જેમ હું ફોડી નાખીશ અને પરિવાર સાથે તને આ જળજંતુઓનું ભક્ષ્ય કરીશ.” આટલું કહેતા પણ જ્યારે અર્કન્નય ઘર્મથી ચલિત થયો નહીં, ત્યારે તે દેવે તેને ખમાવ્યો અને ઇંદ્રે કરેલી પ્રશંસા સંબંથી વાર્તા કહી સંભળાવી. પછી તે શ્રાવકને બે મનોહર દિવ્ય કુંડળની જોડી આપી, ઘોર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ સ્વસ્થાનકે ગયો. તેમ આપત્તિકાળે પણ સન્જર્મ તજી અયોગ્ય રીતે વર્તન કે પૂજન કરું નહીં. ૪૭૧. રાત્રે શીતળ જળથી નાહું નહીં. રાત્રે નાહવું તે લોહીથી નાહવા બરાબર છે. ઉનાળાના દિવસોમાં લોકો દુકાન કે નોકરીથી ઘેર આવી જમતા પહેલા સ્નાન પણ કરે. રાત્રે નાહવાથી બાથરૂમ વગેરેમાં સૂર્યાસ્તથી ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ જીવો શાંતિથી બેઠા હોય તેની હિંસા થાય છે તથા જલકાય જીવોની પણ હિંસા થાય છે. માટે રાત્રે ઘરે આવી નાહવાની ટેવ રાખું નહીં. મોક્ષમાળા વિવેચન'માંથી - “अस्तंगते दिवानाथे आपो रुधिर मुच्यते । अन्नं मांससमं प्रोक्तं मार्कण्डेयमहर्षिणा ॥" “સુર્ય આથમ્યા પછી પાણી લોહી જેવું કહેવાય છે અને અન્ન માંસ જેવું કહેવાય છે.” એમ માર્કડેય મહર્ષિ કહે છે.” (પૃ.૬૯) ૪૭૨. દિવસે ત્રણ વખત નાહું નહીં. ગૃહસ્થ હોવાથી શુદ્ધિ માટે એક વખત નાહવું પડે તો નહાય છે. બીજી વખત કોઈનું મરણ થયું હોય ત્યારે સ્મશાનમાં જવું પડે તો નહાય છે. પણ ત્રીજી વખત નાહું નહીં. તે શરીર ઉપર તીવ્ર રાગ સૂચવે છે. શરીરની શોભા કરવામાં જ વખત જતો રહે. ઉનાળામાં લોકો ત્રણ વખત પણ નહાય. એમ જો બહુ નાહવામાં જ વૃત્તિ રહે તો માછલા કે મગરમચ્છ થવું પડે કે જે સદા પાણીમાં જ પડ્યા રહે છે અર્થાત્ તિર્યંચનો અવતાર આવે છે. ૪૭૩. માનની અભિલાષા રાખું નહીં. માનની ઇચ્છા રાખું નહીં. કારણ બીજા પાસે માનની અપેક્ષા રાખવી તે પરાધીનતા છે. કોઈ માન આપે તો કોઈ વળી નિંદા પણ કરે; આખું જગત કંઈ માન આપે નહીં. ભગવાન જેવાની પણ નિંદા કરનાર લોકો હતા અને સ્તુતિ કરનાર પણ હતા. દુનિયાના બે ન્યાય છે. આપણે માનની અપેક્ષા રાખ્યા વગર પોતાના આત્માનું કલ્યાણ કેમ થાય તે વિચારીને પ્રવર્તવું કે જેથી આપણને છૂટવાનું કારણ થાય. લોકો આપણને માન આપે એવો ગુણ પણ આપણામાં ક્યાં પ્રગટ્યો છે? સમ્યક્દર્શન વગર ખરી રીતે એક પણ ગુણ પ્રગટતો નથી. જે માનની ઇચ્છા રાખે તેને માન ન મળે ત્યારે તે બીજાની નિંદા કરે છે. પોતે સારો દેખાડવાની ૩૬૪ Page #419 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કોશિશ કરે એના કરતાં સારો બનવાની કોશિશ કરતો હોય તો સારો બની જાય. માનની ઇચ્છા ન હોય તે બીજામાંથી ગુણ જાએ અને ગ્રહણ કરે. એમ કરતાં ગુણોનો ભંડાર થઈ જાય. શ્રી કૃષ્ણ જેવા ગમે ત્યાંથી પણ ગુણ ગ્રહણ કરતા હતા. પ્રજ્ઞાવબોઘ'માંથી – “જગમાં સર્વના શિષ્ય થવા સદ્ગુરુ ઇચ્છતા, રાજચંદ્ર પ્રભુ એવા તેમને પ્રણમું સદા. ૧ દાસત્વ સર્વનું ઇચ્છે મુમુક્ષુનું વિશેષ જે, તેનામાં માનને સ્થાન ક્યાંથી? જ્યાં ન પ્રવેશ છે. ૨ ‘પાપમૂલ અભિમાન’ પ્રસિદ્ધ જગમાં અતિ, નિષ્પાપી નિરભિમાની વિનયાન્વિત સન્મતિ.”૩ “મોક્ષમાળા વિવેચન'માંથી :- “આપવડાઈ – પોતાની પ્રશંસા પોતે કરે તે આપવડાઈ. તે માનનો બીજો ભાઈ-બીજો પ્રકાર છે. માન હોય તેટલા પ્રમાણમાં આપવડાઈ કરે. માન વઘારવા માટે પોતાના વખાણ કરે. જે ઉત્તમ હોય તે પોતાના વખાણ ન કરે. ક્વચિત્ અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગોપાત્ત કરે તેમાં આપવડાઈનો હેતુ નથી. પરંતુ હું સારો દેખાઉં? મને લોક કેમ વખાણે? એમ વિચારે ત્યાં પરમાર્થદ્રષ્ટિ નથી.” (પૃ.૨૧૯) શ્રી જૈન હિતોપદેશક ભાગ-૧'માંથી - આત્મપ્રશંસા કરવી નહીં “આત્મશ્લાઘા અથવા આપવડાઈ કરી ખુશી થવું, એ મહાન દોષ ગણાય છે. સજ્જન પુરુષો તો પરના પરમાણુ જેટલા ગુણોને પણ વખાણે છે અને પોતાના મેરુ જેવડા મોટા ગુણોને પણ કહેતા નથી. તો વિના ગુણે છલકાઈ જવું એ કેટલું ભૂલ ભરેલું છે તે વિચારવું. (પૃ.૫૯) પોતાના ગુણનો પણ ગર્વ કરવો નહીં – ઉત્તમ પુરુષો ગુણનો ગર્વ કરતા નથી. એમ સમજીને કે ગર્વ કર્યાથી ગુણની હાનિ થાય છે. સંપૂર્ણ ગુણી જ્ઞાની, ધ્યાની કે મૌની સમુદ્રની પેરે ગંભીર હોય છે તે ગર્વ કરતાં નથી. ફકત અધૂરા હોય તે જ છલકાય છે. આપવડાઈ કરવા જતાં પરનિંદાનો પ્રસંગ આવે છે. પરનિંદાના મોટા પાતકથી, ગર્વ-ગુમાન કરનારનો આત્મા પાપકર્મથી લેપાઈ મલીન થાય છે. જેથી મૂળ ગુણોની પણ હાનિ થાય છે. તો નવા ગુણોની પ્રાપ્તિ વિષે શું કહેવું? તેથી સ્વમુખે આત્મશ્લાઘા કરી માનની અભિલાષા રાખું નહીં. (પૃ.૭૯), ૪૭૪. આલાપાદિ સેવું નહીં. આલાપ એટલે વાર્તાલાપ. જેમાં કોઈનું અહિત થાય કે નુકસાન થાય અથવા ફ્લેશ ઉત્પન્ન થાય. એવા વાર્તાલાપ કે વાતચીત કરું નહીં. નારદમુનિનું દ્રષ્ટાંત - નારદ ઋષિએ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં આવેલ અમરકંકા નગરીમાં જઈને પક્વોત્તર રાજાને કહ્યું કે દ્રૌપદી જેવી કોઈ સુંદર સ્ત્રી આ દુનિયામાં નથી. તેથી તેણે દેવને આજ્ઞા કરી કે દ્રૌપદીને ઉપાડીને લઈ આવ. દેવ લઈ આવ્યો. પછી કૃષ્ણ તથા પાંચે પાંડવોએ ઘણું કષ્ટ વેઠી ઘાતકીખંડમાં જઈ લડાઈ કરીને દ્રૌપદીને લઈ આવ્યા. માટે ક્લેશ ઉત્પન્ન થાય એવા આલાપ આદિ લેવું નહીં અથવા સંગીતના રાગરાગીણીઓના આલાપાદિ સેવું નહીં. કે જેથી જીવને મોહ થાય. ૩૬૫ Page #420 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૪૭૫. બીજા પાસે વાત કરું નહીં. ઘરની ખાસ વાત હોય તે બીજા પાસે કઠું નહીં અથવા બીજા પાસે વ્યર્થ ગપ્પા ઉડાઉ કે નકામી વાતો કરું નહીં. એક બીજા સાથે વાતચીતો કરતાં બીજાની નિંદા થઈ જાય કે વિકથા કરવા બેસી જવાય. ખાવાપીવાની વાતો, રાજ્યની વાતો, દેશની વાતો કે સ્ત્રીકથા કરે; એમાં કર્મબંધ સિવાય બીજું હાથ ન આવે. કોઈને એવી ટેવ હોય કે થોડીવાર પણ બહાર જઈને વાતો ન કરે તો ચેન પડે નહીં. એમ આખી દુનિયાની વાતો મગજમાં ભરે તો આત્મહિત ક્યારે કરે? ૪૭૬. ટૂંકું લક્ષ રાખું નહીં. સંસારી જીવોનું ટૂંકું લક્ષ હોય છે. આ ઘર મારું, આ પુત્ર મારો; બાકી બધા પરાયા, એવો જે લક્ષ, તે ટૂંકો લક્ષ છે. જ્યારે સત્પુરુષોને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ છે. તે “अयं निज परोमेति, गणना लघु चेतसाम्; उदार चरितानाम्तु, वसुधैव कुटुम्बकम् ।” અર્થ – આ મારું, આ પરાયું છે એવી ગણના ટુંકા માનસવાળાની છે. જ્યારે ઉદાર ચરિત્રવાળાને મન તો આખી પૃથ્વી કુટુંબરૂપ છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મોટા આશ્ચર્યને પમાડનારાં એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની સૃષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અ ંત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ – અનાદિકાળનો – મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો. (વ.પૃ.૩૩૬) ‘બોધામૃત ભાગ-૨'માંથી :- “જીવોની દૃષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયા, પવન, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિના ગુણો જોવા જેવા છે, તેનું તો માહાત્મ્ય નથી અને પોતાનું નાનકડું ઘર, કે થોડા પૈસા હોય તેની પણ મહત્તા લાગે છે, તેનું અહંત્વ વર્તે છે. જીવને દૃષ્ટિ રાગ છે. જેમ છે તેમ જીવને જણાતું નથી. મોહથી જીવ અંધ થઈ ગયો છે. સત્સંગ, સત્પુરુષનું ઓળખાણ નથી. એ ભ્રાંતિ છોડવી હોય તો જ્ઞાનીને યોગે છૂટે.’’ (પૃ.૯૩) ‘પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી ગ્રંથ'માંથી :- સત્પુરુષને આખું વિશ્વ કુટુંબરૂપ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનું દૃષ્ટાંત – એક વખતે પૂજ્યશ્રીના દીકરા જશભાઈના વહુ પરદેશથી આવેલા. તેઓ કહેવા લાગ્યા કે બાપુજી, એક વખત ઘેર ચાલો અને અમને જમીન વગેરે ન્યાયથી વહેંચી આપો. ત્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કપાળે હાથ મૂકી કહ્યું : “બધું વહેંચાયેલું જ છે, દરેકના પુણ્ય પ્રમાણે થાય છે.’’ એમ જવાબ આપી જાણે જશભાઈના વહુ સાથે તેઓશ્રીને કંઈ સંબંધ જ ન હોય તેમ મોં ફેરવી મુમુક્ષુઓની સાથે સત્સંગ-બોધની વાતો કરવા લાગ્યા. તેમને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ હતું. (પૃ.૩૭) ‘મોક્ષમાળા વિવેચન’માંથી :– ‘લક્ષની બહોળતા – ખાવું પીવું એ ટૂંકું લક્ષ છે; નીચે ઢાળે જવું સહેલું છે; ઉત્તમ પુરુષો ઉત્તમ વસ્તુની ઇચ્છા કરે છે, અલ્પ તુચ્છ વસ્તુથી રાજી થતા નથી; મોક્ષ માટે ૩૬૬ Page #421 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જન્મ્યા છીએ તેનો વિચાર કરવો તો લક્ષની બહોળતા થાય.” (પૃ.૨૧૬) ૪૭૭. ઉન્માદ એવું નહીં. ઉન્માદ એટલે મોહની ઘેલછા અથવા ગાંડપણ. જેને ઘર્મની કંઈ પડી ન હોય, ઘર્મ પ્રત્યે અનાદર હોય એવા જીવો ઉન્માદને સેવે. માટે ઘર્મ પ્રત્યે આદરભાવ રાખી ઉન્માદને સેવું નહીં. મોક્ષમાળા વિવેચન'માંથી :- “ઉન્માદ પ્રકૃતિ - મન સમપણે ન રહે, નિરંકુશ થાય. ફાવે તેમ બોલે, ફાવે તેમ ફરે, ખાય, ઊંઘમાં પણ સ્વપ્ના આવે. એમ મન નિરંકુશ ન થવા દેવું. મન વિષયભોગમાં ચઢી ગયું તો ત્યાંથી પાછું વળે નહીં. ક્રોઘાદિને લઈને ઉન્માદ થાય. ક્રોધાદિ કષાયોનું જોર વઘી પડે ત્યારે મન વશ ન રહે. ન કરવાના વિચારો આવ્યા કરે, મનને ઉન્માર્ગે લઈ જાય. એવી ટેવ પડે તે ઉન્માદ પ્રકૃતિ કહેવાય. એ એક પ્રકારનું ગાંડપણ અથવા મનસ્વીપણું છે. ઘડી ઘડીમાં મિજાજ ખોઈ બેસે. કોઈ કહે તે સહન ન થાય.” (પૃ.૨૧૭) એવો ઉન્માદ સ્વપરને દુઃખકારક હોવાથી તેવું નહીં. ૪૭૮. રૌદ્રાદિ રસનો ઉપયોગ કરું નહીં. રૌદ્રરસ એટલે મારફાડ કરવામાં કે લડાઈ કરવામાં રસ આવે અથવા કોઈને મારી નાખે તો પણ દુઃખ ન થાય તે. અથવા બીજો શૃંગારરસ કે જેથી મોહ વધે અથવા બીભત્સરસ એટલે કોઈને ભય પમાડવો વગેરે આત્માને બંઘન કરાવનાર રસનો ઉપયોગ કરું નહીં. પણ શાંતરસ, વીરરસ કે કરુણરસ આદિનો પ્રયોગ કરી આત્મહિત કરું. ૪૭૯. શાંતરસને નિંદું નહીં. શાંતરસ આત્માને શાંતિ પમાડનાર હોવાથી મેળવું પણ તેની નિંદા કરું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષઘ છે.” (વ.પૃ.૬૨૯) માટે શાંતરસને નિંદુ નહીં, પણ ચિત્તસ્થિરતા માટે ઉત્કૃષ્ટ કારણ હોવાથી તેની પ્રશંસા કરું. પ્રજ્ઞાવબોઘ' માંથી - “અહોહો! પરમ શ્રત-ઉપકાર! ભવિને શ્રત પરમ આઘાર.--ધ્રુવ. પરમ શાંતિ પામ્યા તે નરને, નમું નિત્ય ઉલ્લાસે; પરમ શાંતિરસ પ્રેમે પાયે, વતું તે વિશ્વાસે. અહોહો. અર્થ - જે સત્પરુષો પરમ શાંતિને પામ્યા છે, તે મહાત્માઓને હમેશાં બહુમાનપૂર્વક હૃદયનાં ઉલ્લાસભાવે એટલે ઉમળકાથી નમસ્કાર કરે. કેમકે પ્રભુ પરમ શાંતિરસને પ્રેમપૂર્વક પાવે છે. માટે તેમના દ્રઢ વિશ્વાસે રહી આજ્ઞાપૂર્વક પ્રવર્તન કરું. “સત્કૃત શાંત રસે છલકાતું શાંત સરોવર જાણે, શાંત રસ-હેતુએ સર્વે રસ ગર્ભિત પ્રમાણે” અહોહો. અર્થ - સત્કૃત એટલે ભગવાને બોઘેલા સલ્ફાસ્ત્રો તે શાંતરસથી ભરપૂર ભરેલા છે. જેમ સરોવર પાણીથી છલકાતું હોય તેમ જાણે સત્કૃત પણ શાંતરસથી ઊભરાઈ રહ્યું છે. શાંતરસમાં બઘા રસો સમાયેલા છે. કારણ શૃંગારરસનું વર્ણન કર્યું હોય તેમાં પણ મહાપુરુષોની દ્રષ્ટિ તો શાંતરસમાં જ જીવને ૩૬૭ Page #422 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લઈ જવાની હોય છે. જીવોની વૃત્તિ વિષય કષાયવાળી હોવાથી સીઘી આત્માની વાત તેમના ગળે ઊતરે નહીં. તેથી રાજા રાણીની વાત કરે તો લોકોને તેમાં રસ પડે. પછી રાજાએ સંસારનું સ્વરૂપ દુઃખમય જાણીને તેનો ત્યાગ કર્યો, એ વાર્તા સાંભળીને ત્યાગની ભાવના જન્મ અથવા શૃંગારરસની લુબ્ધતાને કારણે લડાઈઓ કરીને મરી ગયા પણ શું સાથે આવું બધું અહીં જ પડ્યું રહ્યું વિગેરે વિચારો આવે. કરુણરસમાં જેમ બીજા જીવોની દયા ખાઉં છું તેમ મારા આત્માની દયા પણ મને ખાવી જોઈએ. એમ શાંતરસની પુષ્ટિ માટે બીજા સર્વ રસોનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે. ત્રિવિઘ તાપથી બળતા જગને સત્કૃત શાંતિ આપે, શાંત હૃદયના ઉદ્ગારો તે કળિયળ સર્વે કાપે.” અહોહો. અર્થ - આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિઘ તાપથી બળતા જીવોને સદ્ભુત શાંતિ આપે છે. જે એનો સ્વાધ્યાય કરે તેનો આત્મા શાંત થાય છે. હિતાહિતનું ભાન થાય છે. ગમે તેવા સંજોગોમાં પણ એને શાંતિનું કારણ થાય. સત્પરુષોના શાંત હૃદયના ઉદ્ગારો જીવોના સર્વ પાપરૂપી મળને ઘોનાર છે. (પૃ.૩૦) “પરમ શાંત રસપ્રતિપાદક જે વીતરાગની વાણી, તે સત્કૃત, ઔષઘ ઉત્તમ, દે ચિત્ત સ્થિરતા આણી.” અહોહો. અર્થ - પરમ શાંતરસનું પ્રતિપાદન કરનારી જે વીતરાગ પુરુષોની વાણી છે તે જ સત્કૃત છે. તે ચિત્તને સ્થિર કરવા માટે ઉત્તમ ઔષધ છે. સન્શાસ્ત્રો છે તે આત્માને શાંતરસનો અનુભવ કરાવનાર છે. એવા શાસ્ત્રોની નિંદા કરવી તે શાંતરસની જ નિંદા છે. ૪૮૦. સત્કર્મમાં આડો આવું નહીં. (મુગૃ૦) કોઈપણ ઉત્તમ કાર્યમાં વિદન કરું નહીં. દાન, શીલ, તપ, ભાવ એમ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. દાન, શીલ, તપ, ભાવ ઘર્મ આરાઘવામાં કે પૂજા, ભક્તિ, સ્વાધ્યાયમાં અંતરાય કરું નહીં. અંતરાય કરવાથી આગામી ભવોમાં તે તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી અને દુઃખના દિવસો દેખવા પડે છે. માટે સત્કર્મમાં આડો આવું નહી પણ ઉત્તેજન આપું. અંતરાયકર્મની પૂજાના અર્થમાંથી - લીલાવતીનું દ્રષ્ટાંત – ઉત્તર મથુરામાં લીલાવતી નામની એક વણિક પુત્રી હતી. તે વિનયરત્ન નામના વ્યવહારિયાને પરણી. વિનય રત્નને જિનમતિ નામની પહેલી પત્ની હતી. જિનમતિ હમેશાં ભગવાનની પૂજા કરતી. બગીચાના સુંદર ફૂલોનો હાર બનાવી ભાવપૂર્વક પ્રભુના કંઠે સ્થાપન કરતી. શોખીન એવી લીલાવતીને એ રુચ્યું નહીં. તે પોતાના અંબોડા માટે કે હાર ગજરા માટે કે સેજમાં ફુલો પાથરવા માટે જિનમતિને આગ્રહ કરતી. એક વાર જિનમતિએ પ્રભુ પૂજા માટે બનાવેલો હાર લીલાવતીએ ફેંકી દેવરાવ્યો; ત્યારે એ હાર તેને સર્પરૂપે દેખાયો. બીજી વાર અંબોડે વીંટ્યો તો ત્યાં સર્પનો ફંફાડો સંભળાયો. જિનમતિનો પૂજા માટેનો હાર તે લીલાવતીને હળાહળ ઝેરવાળો સર્પ બની ગયો. લીલાવતી ડરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. અને શોક્યના ચરણમાં પડી. એકદા મુનિ મહાત્માનો સમાગમ થતા તેણીએ બધી વાત તેમને કહી. મહાત્માએ કહ્યું : પોતાને જે અતિ પ્રિય હોય તે પ્રભુ ચરણે અર્પણ કરવું ઘટે. ભક્તિભાવથી પ્રથમ અંતઃકરણને સુગંધમય કરીને એક પુષ્પથી પણ પ્રભુની ૩૬૮ Page #423 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પૂજા કરીશ તોય તે કલ્યાણનું કારણ થશે; પણ અંબોડા, હાર, ગજરા વગેરે માટે એક પણ પુષ્ય કદી વાપરવું નહીં. હવે લીલાવતી પ્રતિદિન પ્રભુની પૂજા કરવા લાગી. એનો ભાઈ ગુણધર પણ ન બેનના કહેવાથી પૂજા ભક્તિ કરવા લાગ્યો. અહીંથી દેહ છોડી લીલાવતી સુરપુરના રાજાની વિનયશ્રી નામે પુત્રી થઈ અને તેનો ભાઈ પદ્મપુરના રાજાને ત્યાં જ નામે કુમાર થયો. પૂર્વના સ્નેહના કારણે બન્નેના લગ્ન થયા. એક મુનિના ઉપદેશથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે ભાઈ-બહેન હતા, ને આ ભવે પતિ-પત્ની થયા છીએ. તેથી વૈરાગ્ય પામી બન્નેએ દીક્ષા લઈ પોતાનું કલ્યાણ સાધ્યું. પૂર્વે અજ્ઞાનવશ એમ ઘણા અંતરાયકર્મ બાંધ્યા. માટે હવે સત્કાર્ય કરવામાં ક્યાંય આડો આવું નહીં. (પૃ.૧૬) પૂજાસંચયમાંથી - કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. કરપી-૧ કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે થર્મ; ઘર્મ વિના પશુ પ્રાણિયો રે, છેડે નહીં ફકર્મ. કરપી-૨ દાન તણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી-૩ અર્થ – આ સંસારમાં કૃપણ મનુષ્ય અત્યંત ભંડો કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે શ્રેણિક રાજાના દરબારમાં રાજાનો હુકમ થયા છતાં પણ મુનિરાજને દાન દીધું નહીં. દેવાની ચોખી ના પાડી.(૧) કૃપણ મનુષ્યો શાસ્ત્રો સાંભળતા નથી. તેથી ઘર્મ પામતા નથી. ઘર્મ સાંભળવા જઈએ તો ગુરુ કાંઈક ખર્ચ કરવાનું બતાવશે, માટે ગુરુ પાસે જતા નથી, તેથી ઘર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણી જેવા રહે છે અને કુકર્મોને છાંડતા નથી. (૨) પૂર્વે કોઈને દાન દેતાં અંતરાય કર્યો હોય તો આ ભવમાં દાનાંતરાયનો ઉદય થાય છે. તેવા મનુષ્યો ગુરુના ઉપદેશથી પણ દાન કરવાના ભાવને પામતા નથી. લોકો પ્રભાતમાં તેનું નામ પણ લેતા નથી. માટે હવે સારા કામોમાં અંતરાયરૂપ થાઉં નહીં. (૩) (પૃ.૧૪૦) ૪૮૧. પાછો પાડવા પ્રયત્ન કરું નહીં. પોતાનું સારું દેખાડવા બીજાને હલકો પાડવા પ્રયત્ન કરું નહીં. તેમ કરવાથી ઈર્ષાભાવને લઈને આવતા ભવમાં પોતાનો સર્વત્ર પરાભવ થાય, કોઈ ભાવ પૂછે નહીં અથવા હલકા કુળમાં ઉત્પન્ન થવું પડે. માટે તેમ કરું નહીં. પણ કોઈના સગુણ જોઈને રાજી થાઉં. “જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી :- સગુણીને દેખી રાજી થવું એ પ્રમોદભાવ કહેવાય છે. ચંદ્રને દેખી ચકોર જેમ ખુશી થાય તથા મેઘની ગર્જના સાંભળી મયૂર જેમ નાચે, તેવો હર્ષ સદગુણીના દર્શન માત્રથી ભવ્ય ચકોરને થવો જોઈએ. સામાના સદગુણોની ખાત્રી થયા છતાં પણ તેમના પર દ્વેષ ઘરવો એ દુર્ગતિનું જ દ્વાર છે. માટે કેવળ દુઃખદાયી એવી દ્વેષ બુદ્ધિને તજી દઈ સદા સુખદાયી એવી ગુણ બુદ્ધિ ઘારણ કરીને વિવેકી હંસવ થવા ગુણવાનને દેખી પરમ પ્રમોદભાવ ઘારણ કરું. ૩૬૯ Page #424 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘દ્રષ્ટાંત શતક'માંથી :- બીજાને હલકો પાડનાર પોતાની હલકી વૃત્તિ બતાવે ભંડ અને સિંહનું દ્રષ્ટાંત - એક વનમાં એક ભૂંડ અને સિંહનો ભેટો થયો. તે વખતે - ભૂંડ સિંહને કહેવા લાગ્યો કે, હે સિંહ! તું આજે ઘણા દહાડે મળ્યો છે, માટે તને હું છોડવાનો નથી. માત્ર તારે છૂટવાનો એક જ ઉપાય છે, તે એ કે તું મારી સાથે કાંઈક વાદ કર અને તેમાં તું જીતે તો તને જવા દઉં, અથવા વાદ ન કરે તો એમ કહે કે હું હાર્યો, તો પણ તને જવા દઈશ. ભૂંડનું આવું વચન સાંભળીને સિંહે વિચાર્યું કે, નીચ સાથે શું વાદ કરવો, તે મારા જેવાને ઉચિત નથી, તેથી સિંહે કહ્યું કે, અરે ભૂંડ! હું હાર્યો ને તું જીત્યો, માટે જા બધા લોકોને કહી દે કે સિંહ મારાથી હારી ગયો. સિંહમાં કેટલું બળ છે અને ભૂંડમાં કેટલું બળ છે તે બધા લોકોના જાણપણાની બહાર નથી. કથાનો સાર આ છે કે કોઈ પાછો પાડવા પ્રયત્ન કરે ત્યારે સજ્જન પુરુષોએ હલકા અને મૂર્ખ માણસો સાથે વાદવિવાદ કરવો નહીં. કેમકે કોણ કેવો છે તે સજ્જન પુરુષોના જ્ઞાનની બહાર નથી. (પૃ.૧૪) ૪૮૨. મિથ્યાહઠ લઉં નહીં. ખોટી હઠ લઉં નહીં. મહાપુરુષોએ જે કહ્યું તેથી વિપરીત કરવા હઠ રાખું નહીં. મહાપુરુષ કે વડીલ હોય અને પોતાના અનુભવથી કોઈ કામ કરવા ના પાડે તો તેમ કરવા હઠ રાખું નહીં. સપુરુષની આજ્ઞામાં રહેવાથી જીવનું પરમ કલ્યાણ છે, તેમ વડીલોની આજ્ઞામાં રહેવાથી પણ જીવનું વ્યવહારિક હિત સથાય છે. માટે પોતાના ખોટા આગ્રહોને સાચા પાડવા પ્રયત્ન કરું નહીં. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - રાજા ચિત્રસેનની મિથ્યાહઠ રાજા ચિત્રસેનનું દ્રષ્ટાંત – ભરતક્ષેત્રમાં કલિંગ દેશના વસંતપુરનો રાજા વીરસેનનો પુત્ર ચિત્રસેન હતો. નગરના લોકો રાજાને કહેવા લાગ્યા કે આપનો પુત્ર કામદેવ જેવો છે, માટે અમને તેમનો ત્રાસ છે. ત્યાં તો ચિત્રસેનકુંવર રાજાને પગે લાગવા ગયો ત્યારે રાજાએ મુખ ફેરવી દેશવટાનાં પાન આપ્યા. તેથી ચિત્રસેન અને પ્રધાનપુત્ર રત્નસાર બન્ને પરદેશ જવા ચાલી નીકળ્યા. રસ્તામાં જતાં જિનમંદિરમાં દર્શન કરી બધે ફરીને જોતાં લાકડાની પૂતળી દેખી ચિત્રસેનને મૂછ આવી. શીતોપચાર કરવાથી કેવળી ભગવાનને પૂછતાં તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં તેઓ હંસ અને હંસલી હતા. આ પૂતળી પદ્મપુર નગરના પદ્મ રાજાની પુત્રી પદ્માવતી છે. એ પુરુષ દ્વેષીણી છે. પદ્મનગરમાં બન્ને જણા જઈ ત્યાં હંસ હંસલીનું ચિત્ર દોરાવી રાજાની કુંવરીને બતાવ્યું. તેથી તેને પણ મૂછ આવી. શીતોપચાર કરવાથી શુદ્ધિ આવી. તેને પણ જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી રાજાએ ચિત્રસેન સાથે પદ્માવતીના લગ્ન કર્યા. ત્યાંથી વસંતપુર આવતાં રસ્તામાં એક વટવૃક્ષની નીચે રાત્રે વિસામો લીધો. બધા ઊંઘી ગયા પણ રત્નસાર જાગતો હતો. એ વૃક્ષ ઉપર યક્ષ અને યક્ષણી રહેતા હતા. પરસ્પર વાતો કરતાં યક્ષણીએ કહ્યું : એનો પિતા એને રાજ્ય આપશે કે નહીં? ત્યારે યક્ષ કહે : એની માતા મરી ગઈ છે. તેથી અપરમાતા પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે રાજા તેને વશ હોવાથી ચિત્રસેનને મારવા માટે એક તોફાની ઘોડો મોકલશે. તેમાંથી બચી જશે તો ચોગાનમાં એક મકાન પડી જાય તેવી ગોઠવણ કરી રાખશે. તેમાંથી બચશે તો રાણી ઝેરના લાડુ પીરસી મારી નાખવાનો પ્રયત્ન કરશે. એ ત્રણે સંકટોમાંથી જો બચી જશે તો એક સાપનો ભય તેને માથે રહેશે. એ બધામાંથી બચી જશે તો એ મહાપ્રતાપી રાજા થશે. આ બઘા સંકટો મિત્ર ટાળી શકશે. પણ એ વાત જો બીજાને કરશે તો તે પથ્થર થઈ જશે. આ વાત રત્નસારે પોતાના ૩૭૦ Page #425 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મનમાં રાખી. ત્રણે સંકટો દૂર કર્યા. હવે એક સર્પવાળું સંકટ બાકી હતું. શયનખંડમાં રાજા રાણી સૂતાં છે. રત્નસાર પ્રઘાન ખુલ્લી તલવારથી તેની ચોકી કરે છે, સર્પ આવ્યો કે તરત તેને મારી નાખ્યો. ત્યારે લોહીનું ટીપું રાણીની જાંઘ ઉપર પડી ગયું. તે લૂછી નાખતાં રાજાની આંખ ઊઘડી ગઈ અને પૂછ્યું કે શું છે? પ્રઘાને વિચાર્યું કે બન્ને બાજુ મરણ છે. છતાં પ્રઘાન કહે જો હું બધી વાત તમને કહીશ તો હું પથ્થર થઈ જઈશ. ત્યારે રાજાએ મિથ્યાહઠ લીધી કે આમ વાત કરતાં પથ્થર શી રીતે થઈ જવાય? વાત તો કરવી જ પડશે. ત્યારે પ્રઘાને બધી વાત કરતાં કરતાં તે પથ્થર થઈ ગયો. હવે રાજા વિલાપ કરવા લાગ્યો અને તેની સાથે મરવા તૈયાર થયો. રાણીએ કહ્યું મરવાથી કંઈ વળે તેમ નથી. પણ જ્યાં વૃક્ષ નીચે વિસામો લીધો હતો ત્યાં જાઓ તો કંઈ રસ્તો મળશે. પછી ત્યાં જાય છે. યક્ષ યણી બન્ને વાત કરે છે કે આ ચિત્રસેન રાજા છે એનો પ્રઘાન પથ્થર થઈ ગયો છે. ત્યારે યક્ષણી પૂછે છે કે તે પાછો સાજો થાય કે નહીં? યક્ષ કહે કોઈ શીલવતી સ્ત્રી જન્મેલા બાળકને ખોળામાં લઈ જ્યાં પ્રધાન પથ્થરનો થયેલો છે ત્યાં આવી પંચપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરી પ્રથાનના શરીર ઉપર હાથ ફેરવે તો ઊંઘમાંથી ઊઠે તેમ ચૈતન્યવંત થઈ જશે. પછી પદ્માવતીને પુત્ર જન્મ્યો એટલે યક્ષના કહેવા પ્રમાણે કરવાથી પ્રઘાન શુદ્ધિમાં આવી ગયો. માટે કોઈ બાબતમાં મિથ્યાહઠ રાખું નહીં, કે રાખે તેને પોષણ આપું નહીં. ૪૮૩. અવાચકને દુઃખ આપું નહીં. પૂર્વભવે અશુભ કર્મ બાંધ્યા હોવાથી કોઈ મનુષ્ય વાચા વગરનો હોય, તેને કોઈ પ્રકારનું દુઃખ આપું નહીં. એવા માણસને બીજા લોકો ચીડવે કે પત્થર મારે ત્યારે તે બિચારો બોલી શકે નહીં પણ મનમાં ઘણો દુભાય છે, માટે તેમ કરું નહીં અથવા અવાચક એવા પશુઓને પણ કોઈ પ્રકારનું દુઃખ આપું નહીં. ૪૮૪. ખોડીલાંની સુખશાંતિ વઘારું. “કુર્બનં પ્રથમં વધે સન્નનં તવનંતરમુ” જે દુર્જન હોય તેને પ્રથમ નમસ્કાર કરું. સજ્જનને ત્યાર પછી. જે ખોડીલો હોય તેની પણ સુખશાંતિ વઘારું. જેથી આપણા કાર્યમાં વિઘ્નરૂપ થાય નહીં અને તે પણ સુખશાંતિ પામે અથવા ખોડખાંપણવાળાને પણ સુખ ઊપજે તેમ કરું. ગાંધીજીનું દ્રષ્ટાંત - એકવાર ગાંધીજી રોડ ઉપર ચાલતા હતા. ત્યાં એક મુસલમાને આવીને ઘક્કો માર્યો કે ગાંધીજી ગટરમાં પડી ગયા. હાથમાં કંઈક આવી જવાથી બહાર નીકળ્યા. તે મુસલમાનને પકડીને લોકો મારવા લાગ્યા. ત્યારે ગાંધીજીએ જલ્દીથી આવીને કહ્યું કે એનો કંઈ દોષ નથી, દોષ તો મારો છે માટે એને મારો નહીં. એમ કહી તેને છોડાવી લીધો. તે માણસ ગાંઘીજીના પગમાં પડ્યો અને ક્ષમા માગી. આમ ખોડીલોની પણ સુખશાંતિ વઘારું. “ઉપદેશામૃત'માંથી - “વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ઘીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો હોય તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજું છું, આ તો કંઈ ૩૭૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સમજતો નથી. કહ્યું છે કે – “જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી, આગલો થાય આગ, તો આપણે થઈએ પાણી.” આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજુ છું. કોઈ અણસમજુ હોય તેનું મન દુભવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું, આપણું હિત થાય તેમ કરવું.” (પૃ.૧૦૭) વાનર સુગરીનું દ્રષ્ટાંત – વાનર ને શિખામણ દેતાં સુગરીનું ઘર જાય. સુગરીએ વાંદરાને કહ્યું કે તમે શિયાળાની ઠંડીમાં ટાઢે મરો છો, વરસાદમાં ભિંજાઓ છો, તો તમે ઘર કરીને રહેતા હો તો આવા દુ:ખ ભોગવવા ન પડે, એવી શિખામણ આપી. ત્યારે વાંદરાએ તરત જ સુગરીનો પણ માળો ભાંગી નાખ્યો. આવા ખોડીલાં હોય તેની સાથે વિચારીને વર્તવું કે જેથી પોતાનું પણ નુકશાન થાય નહીં. ગાંધીજીનું દ્રષ્ટાંત – ક્ષમા વડે ખોડીલાંને પણ સુઘારું. એક વખત ગાંધીજી થર્ડક્લાસના ડબ્બામાં બેઠા હતા. ત્યાં એક માણસ ગાડીના ડબ્બામાં ઘૂંક ઘૂંક કરે. તે જોઈ ગાંધીજીએ કહ્યું – બહાર ઘૂંકો, અહીં થંકાય નહીં. ત્યારે એ માણસ ચિડાઈને બોલ્યો કે શું તું અમારો ઉપરી થઈને આવ્યો છે? બીજી વાર થૂકતા ગાંધીજીએ પોતાનો હાથ ઘય કે આમાં ઘૂંકો. ત્યારે તે માણસે ગાંધીજીના હાથમાં ત્રણવાર થેંક્યું. પછી સ્ટેશન આવ્યું એટલે લોકો ગાંઘીજીની જય બોલાવા લાગ્યા. અને જેવા ગાંધીજી નીચે ઊતર્યા કે બધા તેમનો વિનય કરવા લાગ્યા. તે જોઈ તે માણસ ગળગળો થઈ ગાંધીજીને પગે લાગ્યો અને ક્ષમા માગી. એમ ખોડીલાંની પણ સુખશાંતિ વધારું. ૪૮૫. નીતિશાસ્ત્રને માન આપું. નીતિ એટલે સદાચાર. નીતિશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તે. થર્મનીતિ, રાજનીતિ કે વ્યવહારનીતિને માન આપું. તેથી વિરુદ્ધ કૃત્ય કરું નહીં. વિરુદ્ધ કૃત્ય કરવાથી આ લોકમાં નિંદા કે દંડને પાત્ર થાઉં અને પરલોકમાં પણ નીચ ગતિએ જાઉ. માટે નીતિશાસ્ત્રને સદેવ માન આપું. પરમકૃપાળુદેવે આપણા માટે આ સાતસો મહાનીતિ લખી છે. તે જાણીને એ પ્રમાણે વર્તવા પુરષાર્થ કરું. આ સાતસો મહાનીતિમાં શુદ્ધ વ્યવહારની મુખ્યતા છે. વ્યવહારશુદ્ધિથી પરમાર્થશુદ્ધિ પમાય છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત” -શ્રીમદ્ રાજચંદ્ર જે વ્યવહાર પરમાર્થને પમાડે તે જ વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત છે. માટે આપણે પણ તે જ માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. ૪૮૬. હિંસક ઘર્મને વળગું નહીં. જે ઘર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિંસાનું પોષણ હોય તેને ઘર્મ માનીને વળગું નહીં. જ્યાં હિંસા છે ત્યાં પાપ છે અને જ્યાં અહિંસા છે ત્યાં જ ઘર્મ છે. ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર દૃષ્ટાંત શતક' માંથી - ઘર્મને નામે હિંસા ભોજરાજાનું દ્રષ્ટાંત - એક વાર ભોજરાજાએ યજ્ઞ કરવા માંડ્યો અને યજ્ઞમાં હોમવાને બોકડો આપ્યો. તે બોકડો બૂમો પાડવા લાગ્યો. તે સાંભળી ભોજરાજાએ પોતાની સભાના એક પંડિતને પૂછ્યું : આ બોકડો શું કહે છે? પંડિત બોલ્યા : “એ બોકડો આપને અરજ કરે છે.” ૩૭૨ Page #427 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રાજા : “કેવી અરજ કરે છે?” પંડિત : “મહારાજની આજ્ઞા હોય તો કહું.' રાજા : “હા, કહો.” પંડિતે પછી ભોજરાજા આગળ નીચેનો શ્લોક કહ્યો : "नाहं स्वर्गफलप्रभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साह्वा न युक्ता तव ।। स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । ___ यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥" હે મહારાજ ! એ બોકડો એમ કહે છે કે, “હે રાજન!સ્વર્ગફળના ઉત્તમ ભોગની મને તૃષ્ણા નથી, તથા સ્વર્ગફળનો ભોગ અપાવવાને મેં તારી પ્રાર્થના પણ કરી નથી; હું તો નિરંતર ઘાસ-તરણાં ખાઈને સંતુષ્ટ રહું છું. માટે યજ્ઞમાં હોમવાને તેં મને આપ્યો છે તે યોગ્ય નથી. જો યજ્ઞમાં મરેલાં પ્રાણીઓ નિશ્ચય સ્વર્ગમાં જતાં હોય તો તારાં પ્રિય, મા-બાપ, દીકરા અને ભાઈ-ભાંડુઓને યજ્ઞમાં હોમીને પ્રથમ સ્વર્ગમાં શા માટે નથી મોકલતો? - પંડિતે કહેલું કાવ્ય સાંભળીને રાજાને જ્ઞાન થયું અને તેણે સઘળાં પશુઓને છોડી મૂકી તે દિવસથી વ્રત ધારણ કર્યું કે, ઘર્મમાં પ્રીતિ રાખીને યજ્ઞને વિષે પશુ આદિ જીવને હોમવા નહીં. આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે જે લોકો ઘર્મને નામે હિંસા અને બીજાં પણ દૂષિત કર્મ કરે છે. તે કરવાં ન જોઈએ. કોઈપણ પ્રાણીનો જેથી દ્રોહ થાય એવી વાત જે ઘર્મમાં હોય તેને ઘર્મ ન માનવો જોઈએ. “મોક્ષમાર્ગ પ્રકાશક'માંથી :- યજ્ઞમાં પશુવઘથી કાર્યસિદ્ધિ ન થાય – “વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ઘર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે, અગ્નિકાષ્ઠાદિકનો મહાઆરંભ કરે છે, તેમાં જીવઘાત થાય છે. વળી હવે તેમનાં જ શાસ્ત્રો વા લોકમાં હિંસાનો નિષેઘ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે- એ બધું કાંઈ ગણતા જ નથી. તેઓ કહે છે કે - “વજ્ઞાર્થ પશવઃ પૃથા:” અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યા છે, તેથી ત્યાં ઘાત કરવામાં કાંઈ દોષ નથી.” વળી એમ કરવાથી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષ ખાવાથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તેમ હિંસા કરી ઘર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પરંતુ તેમણે જેમની હિંસા કરવી કહી તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ખબર પડત; પણ પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બલ જીવોના ઘાતક બની પોતાનું અને અન્યનું બુરું કરવામાં તત્પર થાય છે. માટે આવા હિંસક ઘર્મને કદી વળગું નહીં.” (પૃ.૧૧૯) ૪૮૭. અનાચારી ઘર્મને વળગું નહીં. જે ઘર્મમાં આચાર, વિચાર કે સદાચારનું ઠેકાણું ન હોય તે ઘર્મને વળગું નહીં. ચાર્વાકમત કે નાસ્તિકમત એ અનાચારી ઘર્મ છે. તેમજ બીજા ઘર્મમતમાં પણ ઘર્મને નામે અનાચાર સેવાતો હોય તો તે ઘર્મ નથી પણ અઘર્મ છે. માટે એવા અનાચારી ઘર્મથી વેગળો રહું. “મોક્ષમાર્ગ પ્રકાશક'માંથી - નાસ્તિક મતની જૂઠી યુક્તિઓ – “ચાર્વાક મતમાં ખાનપાન, ભોગ-વિલાસ ઇત્યાદિ સ્વછંદ વૃત્તિનો ઉપદેશ છે. હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો ઉપદેશ આપ્યો? તું કહીશ કે “તપશ્ચરણ, શીલ, સંયમાદિ ૩૭૩ Page #428 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો છે.' પણ એ કાર્યોથી તો કષાય ઘટવાથી આકુળતા ઘટે છે અને તેથી અહીં જ સુખી થાય છે, યશ આદિ મળે છે. હું એને છોડાવી શું ભલું કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી પોતાનું વા બીજાઓનું બુરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની વિષય સેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.' (પૃ.૧૪૦) ૪૮૮. મિથ્યાવાદીને વળગું નહીં. ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી એ સર્વ મિથ્યાવાદીઓના મત છે. તે મિથ્યાવાદીઓથી સદૈવ દૂર રહું, ‘મોક્ષમાળા વિવેચન'માંથી :— “કેટલાક ધર્મો પરસ્પર મળતા છે. કેટલાક પરસ્પર વિરુદ્ધ છે. કેટલાક તો આત્માને પણ માનતા નથી તેથી નીતિરીતિ કંઈ પાળતા નથી. કેટલાક કહે છે કે નીતિ પાળીએ છીએ તે બહુ છે. કેટલાક તો પુસ્તકો વાંચવાં, ભણવાં તેને ધર્મ કહે છે. તો કેટલાક કંઈ ન જાણવું એમાં સુખ માને છે, તેથી અજ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક ભક્તિ કરવી તેને ધર્મ કહે છે. કેટલાક ક્રિયા કરવી તેને ધર્મ કહે છે. કેટલાક વિનય કરવો એ જ ધર્મ છે એમ કહે છે. કેટલાક તો શરીરને સાચવવું એને જ ધર્મ માને છે.’’ (પૃ.૧૩૨) ‘સહજસુખ સાધન'માંથી :– ‘મિથ્યાત્વ – પાંચ પ્રકારનાં છે. સાચી શ્રદ્ધા ન થાય અને જાવાદિ તત્ત્વોની મિથ્યા શ્રદ્ધા હોય તે મિથ્યાત્વ છે. એના પાંચ પ્રકાર છે. એકાંત – આત્મા અને પુદ્ગલાદિ દ્રવ્યોમાં અનેક સ્વભાવ છે. તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરવો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ દ્રવ્ય, મૂલ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે. પર્યાય બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. એમ નિત્ય-અનિત્ય વસ્તુ છે. તેવી ન માનતા એવી હઠ કરવી કે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે તે એકાંત મિથ્યાત્વ છે. અથવા આ સંસારી આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ છે, વ્યવહારની અપેક્ષાએ અશુદ્ધ છે એમ ન માનતાં તેને સર્વથા શુદ્ધ જ માનવો કે સર્વથા અશુદ્ધ જ માનવો તે એકાંત મિથ્યાત્વ છે. વિનય – ધર્મનાં તત્ત્વોની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વ બન્નેને એક સરખાં માનીને આદર કરવો તે વિનય મિથ્યાત્વ છે. જેમ પુજવા યોગ્ય વીતરાગ સર્વજ્ઞ દેવ છે, અલ્પજ્ઞ રાગી દેવ પૂજવા યોગ્ય નથી, તોપણ સરળ ભાવથી વિવેક વિના બન્નેની ભક્તિ કરવી તે વિનય મિથ્યાત્વ છે. જેમ કોઈ સુવર્ણ અને પિત્તળને સમાન માનીને આદર કરે તો તે અજ્ઞાની જ ગણાય છે. તે સુવર્ણની જગાએ પિત્તળ લઈને ઠગાય છે. સાચી સમ્યક્ત્વ ભાવરૂપ આત્મપ્રતીતિ તેને થઈ શકતી નથી. અજ્ઞાન – તત્ત્વોને જાણવાનો પરિશ્રમ લીઘા વગર દેખાદેખી કોઈ પણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ જલસ્તાનથી ધર્મ થાય છે, એમ માનીને જલસ્તાન ભક્તિથી કરવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. સંશય – સુતત્ત્વ અને કુતત્ત્વનો નિર્ણય ન કરવો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે, કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરવો તે સંશયમિથ્યાત્વ છે. કોઈએ કહ્યું રાગદ્વેષ જીવના છે. કોઈએ કહ્યું પુદ્ગલના છે, બન્નેમાં યથાર્થ કોણ છે તેમાં સંશય રાખવો તે સંશય મિથ્યાત્વ છે. ૩૭૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિપરીત - જેમાં ઘર્મ હોઈ શકતો નથી તેને ઘર્મ માની લેવો તે વિપરીત મિથ્યાત્વ છે, જેમ પશુયજ્ઞ કરવામાં ઘર્મ માની લેવો તે સાવ વિપરીતતા છે. (પૃ.૩૬૪) “વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુનયકે; વશ હોય ઘોર અઘ કીને, વચૌં નહિ જાત કહીને.” નિત્યક્રમ (પૃ.૮) માટે વીતરાગ પ્રરૂપિત સ્યાદ્વાદમતને મૂકીને આ મિથ્યાવાદીઓને વળગું નહીં. ૪૮૯. શૃંગારી ઘર્મને વળગું નહીં. જે ઘર્મમાં શૃંગારની વિશેષતા છે તે વીતરાગમાર્ગ નથી અને વીતરાગતા સિવાય મોક્ષની પ્રાપ્તિ નથી. વીતરાગમાર્ગમાં તો વૈરાગ્યની પ્રઘાનતા છે. વૈરાગ્ય વડે જ આત્માની સિદ્ધિ છે. શ્રીમદ રાજચંદ્રમાંથી - વૈરાગ્ય એ ઘર્મનું સ્વરૂપ છે – “એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ઘોઈએ તો તે ઘોઈ શકનાર નથી; પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ઘોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઊતરી ગઈ છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ઘારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ઘોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ઘર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સતુશાંતિ નથી. કારણ એ ઘર્મમત ગણીએ તો આખો સંસાર ઘર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે અને તે ઘર ઘર્મમંદિર કહેવું, તો પછી અથર્મસ્થાનક કયું? (પૃ.૯૯) “મોક્ષમાળા વિવેચન'માંથી - “અહીં લોહીથી રંગાયેલા વસ્ત્રનું દ્રષ્ટાંત આપ્યું છે તે બરાબર બંઘ બેસતું છે. જેમ વસ્ત્ર મૂળમાં શુદ્ધ છે તેમ આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધસમાન પવિત્ર છે. તે પ્રગટ કરવા ભગવાને ઘર્મ પ્રવર્તાવ્યો છે. પણ અનાદિ કાળથી આત્માને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે, તેથી પાંચ ઇન્દ્રિયના રસને પોષીને ઘર્મ કરવા જાય છે પણ એમ ઘર્મ થતો નથી. જગતમાં અનેક ઘર્મો પ્રવર્તે છે. કોઈ મનુષ્ય ઘર્મ વગરનો નથી. બથાય ઘર્મોમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ પણ હોય છે પણ તેમાં તફાવત છે. જ્યાં રંગરાગ ગાનતાનની મુખ્યતા છે, ઘર્મને નામે શૃંગાર પોષાય છે, ત્યાં વૈરાગ્ય નથી અને તેવા ઘર્મથી આત્માની મલિનતા ટળતી નથી. પક્ષપાત વગર જે ઘર્મ સાચો હોય તેને સાચો કહેવો છે. સંસારી ઘર્મથી આત્માનું કલ્યાણ થાય નહીં. જો શૃંગારને ઘર્મ કહીએ તો બઘાને ઘેર એ જ છે અને તેમ થતાં પછી ઘરમાં ને ઘર્મ-સ્થાનમાં ભેદ ન રહે. ઘર્મમંદિરમાં ઘર જેવું કરે તો ત્યાં પણ સંસાર જ છે. કોઈ એમ કહે કે ઘર્મ સ્થાનમાં તો અમે ભક્તિ કરીએ છીએ, પરંતુ જ્યાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને શૃંગાર પોષાય ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં ઘર્મ નથી. જ્યાં વૈરાગ્ય હોય ત્યાં જ ઘર્મ છે.” (પૃ.૧૩૦) ૪૯૦. અજ્ઞાન ઘર્મને વળગું નહીં. જે ઘર્મમાં આત્મજ્ઞાની પુરુષો દ્વારા બોઘેલા સમ્યકજ્ઞાનનો આધાર નથી પણ માત્ર કાયકલેશ કે ૩૭૫ Page #430 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ક્રિયા જડપણું છે તે સત્ય ઘર્મ નથી; પણ અજ્ઞાન ઘર્મ છે. એવા ઘર્મને કદી સેવું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે પ્રકાર પર જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈપણ અર્થની ઇચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી.” (પૃ.૩૬૪). “સહજ સુખ સાઘન'માંથી :- “અનેક મૂર્ખ મનુષ્યો કઠિન કાયક્લેશ કરે છે. પંચાગ્નિની છૂણી આદિ તપથી શરીરને સંતાપ આપે છે. ગાંજો, તમાકુ આદિ પીએ છે, નીચું મુખ રાખી ઊંધે માથે લટકાય છે. મહાવ્રતને ગ્રહણ કરી, ક્રિયામાં મગ્ન રહે છે, પરિષહ આદિ કષ્ટ સહન કરી મુનિપણાનો ભાર વહન કરે છે. પરંતુ જ્ઞાન વિના તેમની એ સર્વ ક્રિયાઓ દાણા વિનાના પરાળના પૂળા (ઢગલા) સમાન નિઃસાર છે. એવા જીવોને મુક્તિ કદી પણ પ્રાપ્ત થતી નથી. પવનના વંટોળિયા સમાન તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેના હૃદયમાં સમ્યગુજ્ઞાન છે તે જ મોક્ષ પામે છે, પરંતુ જે જ્ઞાનરહિત માત્ર ક્રિયા જ કર્યા કરે છે તે બ્રાંતિમાં ભૂલ્યા છે.” (પૃ.૬૦૧) માટે જ્યાં માત્ર ક્રિયા છે પણ જ્ઞાન નથી એવા અજ્ઞાન ઘર્મને વળગું નહીં. ૪૯૧. કેવળ બ્રહ્મને વળગું નહીં. માત્ર બ્રહ્મની વાતો કરનાર શુષ્કજ્ઞાની કે નિશ્ચયનય પ્રધાન હોય, પણ તે મુજબ જીવનમાં ત્યાગ, વૈરાગ્ય કે અનુભવ ન હોય; તેને વળગું નહીં. અથવા “બ્રહ્મ સત્ જગત મિથ્યા” કે “એકો બ્રહ્મો, દ્વિતીયો નાસ્તિ” એવા એકાન્તિક મતોને વળગું નહીં. “શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી - “અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાઘન રહિત થાય. ૨૯ અર્થ – “અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદુગર, સન્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાઘન રહિત વર્તે.” (૨૯) (પૃ.૨૨) કોઈ અધ્યાત્મ શાસ્ત્રો પોતાને સ્વચ્છેદે વાંચી લઈ જ્ઞાનની શુષ્ક વાતો દ્વારા મોક્ષમાર્ગ કલ્પી રહ્યા છે, તેમને પણ સુગતિ કે મોક્ષ પ્રાપ્ત થનાર નથી એમ જાણી જ્ઞાની પુરુષને દયા ઊપજે છે.” (પૃ.૩) “બોઘામૃત ભાગ-૨'માંથી :- “પૂજ્યશ્રી પ્રભુશ્રીજીએ જ્યારે સુરતમાં ચોમાસું કર્યું હતું તે વખતે કૃપાળુદેવે આ પત્ર તેમના ઉપર લખ્યો હતો. આ પત્ર લખ્યા પહેલાં “યોગવાસિષ્ઠ નામનું પુસ્તક વાંચવા ભલામણ કરેલી. એમાં બઘી આત્માની જ વાતો આવે છે. જેમ કે આત્મા શુદ્ધ છે, અસંગ છે, ‘વ્રશ્મિ ' એટલે હું પોતે જ પરમાત્મા છું. એવું વાંચ્યા પછી પ્રભુશ્રીજીને એમ થયું કે હું પરમાત્મારૂપ જ છું. પછી કૃપાળુદેવને પણ પત્ર લખ્યો કે અમે પરમાત્મા છીએ. તમે અમે એક જ રૂપ છીએ. આ પત્ર કૃપાળુદેવને મળ્યો. કૃપાળુદેવને એમ લાગ્યું કે ઊકળતા દૂધથી ઊભરો આવ્યો છે, પણ એ બેસી જવાનો છે. એમ વિચારી તે પત્રનો ઉત્તર લખ્યો નહીં, અને એમનો એમ મૂકી દીધો. પત્રનો ઉત્તર નહીં આવવાથી ૩૭૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ પ્રભુશ્રીજીએ બીજો પત્ર ફરીથી લખ્યો. તેનો ઉત્તર પણ કૃપાળુદેવે આપ્યો નહીં. ત્રીજો પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર લખ્યો હતો. ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે મારો કંઈ દોષ તો નથી થયો? તમારા વિના અમારો દોષ કોણ બતાવશે? માટે જવાબ આપવા કૃપા કરશો. ત્યારે કૃપાળુદેવે આ પત્ર (પત્રાંક ૫૩૪) જવાબરૂપે લખેલ છે.’’ (પૃ.૧૯૫) ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માંથી ઃ– એક અદ્વૈત – સર્વવ્યાપી પરબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો પહેલાં જ કહ્યું છે. વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો. કામક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ જાણવા તેને જ્ઞાન કહે છે; પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ કર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું ? પોતાને પ્રત્યક્ષ કામક્રોધાદિક થતા દેખાય છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય ? વળી તેઓ કહે છે કે “મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોરડી તે દોરડી છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતો, એ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે વર્તમાનમાં શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો, પણ પોતે કામક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય. ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ બ્રહ્મ માનવાથી શું સિદ્ધ છે? (પૃ.૧૨૩) માટે કેવળ બ્રહ્મને વળગું નહીં. ૪૯૨. કેવળ ઉપાસના સેવું નહીં. માત્ર દ્રવ્ય પૂજા કરીને સંતોષ માનું નહીં. પણ પ્રત્યેક ક્રિયા ભાવસહિત કરવાનો પ્રયત્ન કરું, ભાવ વગર કે સમજણ વગરની માત્ર બાહ્ય ક્રિયા કરનારને ક્રિયાજડ કહ્યા છે. ‘બોધામૃત ભાગ-૩’માંથી – “ચિત્ત પ્રસન્ને રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એ; કપટરતિ થઈ આતમ અપણા રે, આનંદધનપદ રે. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે.’’ “ચોવીશીની આ ગાથામાં જે ‘ચિત્તપ્રસન્નતા' કી છે તે, તેમજ ‘કપટરહિત થઈ આતમ અરપણા કહી છે, એ બન્ને પદ મુમુક્ષુ જીવાત્માને વારંવાર વિચારવા યોગ્ય છે. એ આખા સ્તવનનો લગભગ સંપૂર્ણ ચિતાર પરમકૃપાળુદેવે પરમકૃપા કરી ‘શ્રીમદ્ રાજચંદ્ર' પાન ૫૭૦થી ૫૭૪ સુધી વિસ્તારથી કર્યો છે તે અવકાશે વિચારશોજી.'' (પૃ.૪૪) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ઘનઘાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સપટ જ છે, કેમકે ૩૭૭ Page #432 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાઘ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે.” (વ.પૃ.૫૭૪) “શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી - “જગતમાં ઘણા જીવોને તો મોક્ષમાર્ગની કંઈ પડી નથી; કોઈને તેની ગરજ જાગે છે તો યમ નિયમ આદિ ક્રિયાની દોડમાં પડી આ ક્રિયાથી જ મોક્ષ થશે, જ્ઞાન આદિની જરૂર નથી એમ માને છે; છતાં તેથી તેમને મોક્ષ મળે તેમ નથી એટલે તેમને ક્રિયાજડ કહ્યા; દયાપાત્ર ગણાવ્યા.” (પૃ.૩) બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેઘતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ અર્થ-બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. (૪) ભાવાર્થ – ક્રિયાજડ જીવોનું સ્વરૂપ વર્ણવે છે – આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં જે રાચી રહ્યા છે, મગ્ન છે પણ અંતર ભેદાયું નથી; ક્રિયાનો મર્મ સમજાયો નથી. જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે, અમારે જ્ઞાનમાર્ગની જરૂર નથી; જ્ઞાનમાર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે, તેવા જીવો ક્રિયાજડ જાણવા. આત્મજ્ઞાન વિનાની ક્રિયા મોક્ષનું કારણ થતી નથી, પણ ક્રિયાનો આગ્રહ જેને છે તેવા ક્રિયાજડ જીવો બાહ્ય ક્રિયાથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને છે. “વહ સાઘન બાર અનંત કિયો તદપિ કછ હાથ હજુ ન પય” તે વાત ક્રિયાજડને સમજાતી નથી.” (૪) (પૃ.૩૧૪ ૪૯૩. નિયતવાદ લેવું નહીં. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. જે કાળે જેમ થવાનું હોય તેમ થાય એવી માન્યતાવાળા નિયતવાદને એવું નહીં; પણ પુરુષાર્થને જ પ્રઘાનતા આપું. પુરુષાર્થે સર્વ સિદ્ધિ છે એમ માનું. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” ૧૩૦ અર્થ- જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં.” (વ.પૃ.૫૫૬) “પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બઘાં ખોટાં આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી, શૂરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય.” (વ.પૃ.૭૨૪) પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી ૩૭૮ Page #433 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહો કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે.” (વ.પૃ.૬૭૦) બોધામૃત ભાગ-૨'માંથી – ‘તીર્થંકર જેવાનેય પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે કેવળજ્ઞાન થાય છે. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. કાર્ય થવામાં પાંચ સમવાય કારણ એટલા માટે જ્ઞાનીએ કહ્યાં છે – કાળ, સ્વભાવ, પૂર્વકર્મ, પુરુષાર્થ અને નિયતિ, કર્મથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તોય એ આત્માને શાંતિ ન આપે. કેટલો પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે, સમ્યક્ત્વ થાય છે! લબ્ધિસાર વાંચે તો ખબર પડે. જીવને સારા સંયોગ તો ઘણીવાર મળ્યા છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી. તેથી પુરુષાર્થ એ મુખ્ય છે.’' (બી.૨ પૃ.૮૨) ‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧૦'માંથી – નિયતવાદ કરતાં પુરુષાર્થ બળવાન છે આર્દ્રકમુનિ અને ગોશાળાનું દૃષ્ટાંત – આર્દ્રકમુનિ રાજગૃહ નગર તરફ જતાં હતા. માર્ગમાં પોતાના પાંચસો સામંતો જે ચોરીનો ધંધો કરતા હતા, તેમણે આર્દકમુનિને ઓળખી લીધા તેથી ભક્તિથી વંદના કરી. ત્યારે મુનિએ તેમને બોધ આપીને દીક્ષા આપી પછી સાથે લઈને શ્રી વીરપ્રભુને વાંદવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગોશાળો સામો મળ્યો. પુણ્યરહિત ગોશાળે આર્દ્રકમુનિની સાથે વાદ કરવા માંડ્યો. તે કૌતુક જોવાને મનુષ્યો અને ખેચરો તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. ગોશાળો બોલ્યો – ‘અરે ! મુનિ ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટરૂપ છે, કારણ કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા) તે જ છે. આર્દકમુનિ બોલ્યા કે – “અરે ગોશાળા ! જો તેમજ હોય તો આ જગતમાં સુખ નામની વસ્તુ જ નથી એમ કહે, અને જો સુખ છે એમ કહેતો હોય તો પુરુષાર્થને તેના કારણ તરીકે માની લે. કારણકે સમ્યક્ પુરુષાર્થથી પુણ્ય બંઘાય અને પુણ્ય વડે સુખ થાય છે, જો સર્વ ઠેકાણે નિયતિ જ કારણ માનતો હો, તો ઇષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ ક્રિયાઓ વૃધ્ધા થશે. વળી જો હું નિયતિ ઉપર નિા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી? ભોજનના અવસરે ભોજન માટે શું કામ પ્રયત્ન કરે છે? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરુષાર્થ કરવો તે પણ યોગ્ય છે, કારણ કે અર્થસિદ્ઘિમાં નિયતિથી પણ પુરુષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ જળ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉદ્યમ બળવાન છે” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નિરૂત્તર કરી દીઘો. તે સાંભળી ખેચર વિગેરેએ જય જય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી. (પૃ.૧૧૬) ૪૯૪. ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં. પર્યાય અપેક્ષાએ જોતાં સૃષ્ટિ અનાદિ પણ નથી અને અનંત પણ નથી. કેમકે દરેક દ્રવ્યની પર્યાય તો એક સમય માત્ર છે. બીજા સમયે તેનું રૂપ બદલાઈ જાય છે. માટે ભાવે એટલે પર્યાયે સૃષ્ટિને અનાદિ અનંત કર્યું નહીં. ૪૯૫. દ્રવ્યે સૃષ્ટિ સાદિઅંત કહું નહીં, જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. છએ દ્રવ્યો ૩૭૯ Page #434 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અનાદિ અનંત છે. માટે દ્રવ્યની અપેક્ષાએ જોતાં સૃષ્ટિની આદિ પણ નથી અને અંત પણ નથી. કેમકે દરેક દ્રવ્ય મૂળસ્વરૂપે ત્રિકાલિક છે. તેનો ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં કદી પણ નાશ થઈ શકે તેમ નથી. માટે દ્રવ્યે સૃષ્ટિને સાદિ અંત કહું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧માંથી = જમાલિનું દૃષ્ટાંત – ‘એકદા જમાલિએ ચંપાનગરીમાં આવીને શ્રી મહાવીરસ્વામીને કહ્યું કે ‘‘હૈ જિન ! મારા સિવાય બીજા બધા તમારા શિષ્યો છદ્મસ્થપણે જ વિહાર કરે છે; પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું તો સર્વજ્ઞ અરિહંત થયો છું.’’ તે સાંભળીને ગૌતમસ્વામી બોલ્યા કે “હે જમાલિ! તું એવું અસત્ય ભાષણ ન કર; કેમકે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈપણ ઠેકાણે સ્ખલના પામતું નથી. જો તું કેવળી હો તો મારા પ્રશ્નનો જવાબ આપ –આ લોક શાશ્વત છે કે અશાશ્વત? અને આ સર્વ જીવો નિત્ય છે. કે અનિત્ય છે?’’ તે સાંભળીને તેનો ઉત્તર નહીં સુઝવાથી જમાલિએ મૌન ધારણ કર્યું અને નિયંત્રિત કરેલા સાપની જેમ સ્થિર થઈ ગયો. તે જોઈને પ્રભુ બોલ્યા કે “હે જમાલિ! છદ્મસ્થ સાધુઓ પણ આ પ્રશ્નના જવાબ આપી શકે છે. તે આ પ્રમાણે – ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અપેક્ષાએ આ લોક નિત્ય છે અને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અનિત્ય છે, તેમજ દ્રવ્યરૂપે કરીને આ જીવ શાશ્વત છે અને તિર્યંચ, મનુષ્યો, નારકી તથા દેવપણાના પર્યાયવડે અશાશ્વત છે.'' આ પ્રમાણેના ભગવાનના વાક્યપર તે જમાલિને શ્રદ્ધા થઈ નહીં; તેથી તે પોતાને અને બીજાઓને પણ કુયુક્તિઓ વડે મિથ્યાત્વી કરવા લાગ્યો. છેવટે મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત્ત લીઘા વિના તથા આલોચના પ્રતિક્રમણાદિ કર્યા વિના એક માસનું અનશન કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિક્વિપી દેવ થયો. (આ જમાલિનું ચરિત્ર ભગવતીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે.) (પૃ.૩૧) ૪૯૬. પુરુષાર્થને નિંદું નહીં. બાંધેલા કર્મ ભોગવતા નવા કર્મ બંધાય નહીં તે માટે સત્પુરુષાર્થ કરું પણ પુરુષાર્થને નિંદુ નહીં. ‘ઉપદેશામૃત'માંથી – “મુમુક્ષુ – પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહીં? પ્રભુશ્રી – કર્મ છે તે પુદ્ગલ છે, આત્મા નહીં; અને પુરુષાર્થ તો આત્માનો છે. ઇન્દ્ર, ચન્દ્ર, - નાગેન્દ્ર બધાએ બાંધેલું ભોગવ્યું છે. જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં? રાખ છે. ભારે વાત દાઝની ભરેલી કહું છું. અનંતા કર્મ ઊડી ગયાં – નાશ થઈ ગયા પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ? તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી. પણ મોટી ભૂલવણી છે. તે કહો. શું ભૂલ આવી છે? કર્મ બકરાં છે, તે નાસી જાય છે.'' (પૃ.૧૮) શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી – “કેટલાક માને છે કે ભવસ્થિતિ પાકશે, કર્મ માર્ગ આપશે ત્યારે એની મેળે સમકિત થશે. અત્યારે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. પરંતુ એ રીતે પુરુષાર્થ વગર કોઈ કાળે કર્મ ખપે નહીં, સમર્પિત વગર ભવસ્થિતિ પાર્ક નથી એટલે કે સંસાર મર્યાદાવાળો થાય નહીં. પુરુષાર્થ કરી કર્મ ખપાવે ત્યારે સમકિત થાય અને સમકિત થાય તો જ હવે અમુક ભવ બાકી રહ્યા એમ કહેવાય.” (પૃ.૧૦૯) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – “જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી.” “જુઓ કે કર્મના વશથી ભોજનને વખતે જમવાનું તો મળ્યું, પણ ३८० Page #435 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હાથનો ઉદ્યમ કર્યા વિના મુખમાં કોઈ પણ પ્રકારે તે પેસતું નથી.’’ (પૃ.૧૧૪) ૪૯૭. નિષ્પાપીને ચંચળતાથી છળું નહીં. નિર્દોષ વ્યક્તિને લોભવશ ચંચળતાથી છવું નહીં. પણ તેની નિર્દોષતાને માન આપી વખાણું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાંસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે.’’ (વ.પૃ.૨૪૪) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'ના આધારે :- ભોળા ગોવાળને સોનીએ છેતર્યો એક ગોવાળનું દૃષ્ટાંત – રાજપુર નગરમાં એક ગોવાળ બહુ ધન કમાયો. તેથી તેને સોનાનું એક કડું બનાવવાની ઇચ્છા થઈ. સોની મિત્ર પાસે જઈ કડું કરવા કહ્યું. ત્યારે ધૂર્ત એવા સોની મિત્રે કહ્યું કે તું બીજા પાસે કરાવ. ગોવાળ કહે ના તું જ કરી આપ. ત્યારે સોની કહે જો હું કડું બનાવું તો લોકો આપણી પ્રીતિનો ભંગ કરાવશે. તે સાંભળી ગોવાળ બોલ્યો કે “હું કડાની પરીક્ષા કરાવીશ. પછી તે સોનીએ એક સોનાનું અને એક પીત્તળનું એમ બે એકસરખા જ કડાં બનાવ્યાં. તેમાં પ્રથમ સોનાનું કડું ગોવાળને આપ્યું. તે ગોવાળ લઈને બીજી દુકાને પરીક્ષા કરાવી. પરીક્ષકે કહ્યું “આ કડું સોનાનું છે, અને તેની આટલી કિંમત છે.’” ગોવાળને ખાતરી થઈ. પછી સોનીએ તે કડાને ઓપવા માટે પાછું માંગ્યું. એટલે ગોવાળે તેને આપ્યું ત્યારે સોનીએ પીત્તળનું કડું સોનાના ઝોળથી ઓપીને તેને આપી દીધું. પછી કોઈ વખતે કામ પડ્યે ગોવાળે એ કડું નાણાવટીઓને બતાવ્યું. ત્યારે તે જોઈને તેઓએ કહ્યું કે આ કડું પીત્તળનું છે. ત્યારે ગોવાળ બોલ્યો કે પ્રથમ તમે જ આને સાચું કહ્યું હતું, અને આજે ખોટું કહો છો; માટે મારા મિત્રનો આમાં કાંઈ દોષ નથી. આમ ભોળા એવા ગોવાળને સોનીએ છેતરીને, સોનાના બદલામાં પીત્તળનું કડું આપી દીધું, તેમ નિષ્પાપીને ચંચળતાથી છતું નહીં. ૪૯૮. શ૨ી૨નો ભસો કરું નહીં. શરીરનો એક ક્ષણનો પણ ભરોસો કરું નહીં. કેમકે ક્ષણવારમાં શીશીની જેમ ફૂટી જવાનો એનો સ્વભાવ છે. સડણ, પડણ અને વિધ્વંસણ એવો તેનો સ્વભાવ હોવાથી ક્યારે તે શરીર રોગગ્રસ્ત થઈ જશે કે વિણસી જશે તે કંઈ કહી શકાય નહીં. માટે આ શરીર વડે શીઘ્ર આત્મકલ્યાણનું કાર્ય સાધ્ય કરી લઉં, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. અનાથી મુનિએ પણ ભરયુવાનીમાં આંખની અસહ્ય પીડાના નિમિત્તે શરીરનો ભરોસો મૂકી દઈ, ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– “રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? એ મોહ મંગળદાયક નથી.'' (વ.પૃ.૧૧૦) ૩૮૧ Page #436 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘ઉપદેશામૃત’માંથી “કળિકાળ છે. આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણભંગર છે. બીજે ક્યાંય દૃષ્ટિ કરવા જેવું નથી. આપણે આપણું કરી વહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે. જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. ‘ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવાર.’ હે પ્રભુ! ઉદયાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે; પણ હરીફરીને શાની સામા જોવું? જે જ્ઞાનીની આજ્ઞા છે તે તૃષ્ટિએ રહેવું.'' (પૃ.૪) શ્રી જૈન કથાસાગર ભાગ-૨'ના આધારે : * નાગદત્ત શેઠનું દૃષ્ટાંત – શેઠ ચિત્રકારને સંબોઘના જણાવે છે કે તે ચિત્રકાર ! આ સાતમાળની હવેલીને ચણાવતાં મને બાર વર્ષ લાગ્યા છે. પૈસાને મેં આમાં પાણીની પેઠે વાપર્યા છે. તું એમાં આકાશની વાદળીઓ જેવા સુંદર રંગ પૂરજે અને સાત પેઢી સુધી ઝાંખા ન થાય તેવા કરજે. લોકો પણ જાણશે કે શેઠે શું હવેલી બનાવી છે અને તારી પણ પ્રશંસા કરશે કે શું કલાકારે એમાં રંગ પૂર્યા છે. મકાન બહારનો પણ રંગ, કોતરણી પ્રમાણે સુંદર રાખજે. ત્યાં થઈને પસાર થતા મુનિને જોઈ શેઠ તેમને પગે લાગ્યા. ત્યારે મુનિ ઘીમેથી ધર્મલાભ કહી સહેજ સ્મિત કરી આગળ ચાલ્યા. નાગદત્તને આશ્ચર્ય થયું કે ગંભીર ગણાતા મુનિએ શું જોયું હશે કે તેમણે સહજ સ્મિત કર્યું. ઘરે આવી પોતાની પત્નીને જમતી વખતે શેઠે કહ્યું કે આપણી હવેલી તો મહેલ જેવી બની છે. લોકો તો જોશે પણ દેવોય જોવા લલચાય એવા મારે તેમાં હવે રંગ પુરાવવા છે. સાતે પેઢી સુધી આપણી નામના રહે અને ઉદ્દેણી જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણને સંભારે એવું મારે કરવું છે. એમ બોલતા પોતાના છોકરાને ખોળામાં બેસાડીને રમાડતા કહ્યું. ત્યારે પત્ની યશોમતિએ પણ જવાબમાં કહ્યું – આ બધી મહેનત અને મમતા બાળબચ્ચાં અને નામના માટે જ તો છે ને ? લોકો કાંઈ થોડી જ આજીવિકા માટે મહેનત કરે છે? તેટલામાં શેઠે કહ્યું—દેવી! લે આ બાળકને. તેણે તો મારા કપડા અને આ થાળી બધું મૂત્રથી ભરી દીધું એમ કહ્યું, તેટલામાં મુનિ મહાત્મા ‘ધર્મલાભ’ કહી નાગદત્તને ઘેર વહોરવા પધાર્યા. યશોતિ મુનિને વહોરાવવા લાગી ત્યારે નાગદત્તે થાળીમાંથી મૂત્ર દૂર કરી તે જ થાળીમાં ભોજન લેતા મુનિએ જોયું, મુનિએ વહોર્યું પણ તેમની નજર મૂત્રવાળી થાળીમાં ભોજન લેતા શેઠ ઉપર ઠરી અને સહેજ સ્મિત કરી ફરી વિદાય લીધી. શેઠને વિચાર આવ્યો કે મુનિ ફરી કેમ હસ્યા હશે? કારણ વિના તે હશે નહીં. હવે ઉજૈનમાં બપોરે ત્રણ વાગે શેઠ પોતાની દુકાને ગાદી ઉપર બેઠા છે. ત્યાં એક અલમસ્ત બોકડો દુકાન ઉપર ચઢી ગયો. તેને પકડવા કસાઈ દોડતો આવ્યો અને કહ્યું મારો બોકડો છે. તમને એની દયા આવતી હોય તો બોકડાની ઉચિત કિંમત આપો. બોકડો બેં બેં કરતો દુકાનની અંદર અંદર પેસવા લાગ્યો. નોકરોએ ડંડા માર્યા છતાં ખસે નહીં. શેઠ જાતે ઊઠ્યા અને તેના બે કાન પકડી તેને બહાર ઘકેલવા લાગ્યા. કસાઈ પણ તેને પકડી લઈ જવા લાગ્યો. તેટલામાં તે મુનિ મહાત્મા ત્યાં થઈને પસાર થતા ફરી સહેજ હસીને આગળ ચાલ્યા. શેઠને થયું કે આજે મહારાજ ત્રણવાર કેમ હસ્યા હશે? રાત્રે ઉપાશ્રય જઈને જરૂર પૂછીશ. ઉપાશ્રયે જઈ શેઠે કહ્યું—મહારાજ! ચિતારાને હું ભલામણ કરતો હતો ત્યારે આપ કેમ હસ્યા? મુનિ બોલ્યા—નાગદત્ત ! માણસ સાત પેઢી સુધી ટકે એવી હવેલી બાબત કે રંગ બાબત વાત કરે છે પણ માણસ પોતે ક્યાં સુધી આ સંસારમાં ટકી રહેશે તેની થોડી જ ખબર છે? મહારાજ ! શું હું થોડા દિવસનો ૩૮૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ થિીઢતી શેઠે લીઘેલ દીક્ષા સાતમાળની હવેલી થાળીમાં મૂત્ર કરતો બાળક બકરો તે શેઠનો પિતા મુનિ શેઠના પ્રશ્નોના ખુલાસા કરે છે Page #438 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મહેમાન છું.? મુનિ બોલ્યા-નાગદત્ત! તે કહેવાય તો માણસ વધુ દુઃખી થાય માટે કહેવાય નહીં. નાગદત્ત કહેકહો પ્રભુ! કહ્યા વગર તો અમે કેમ જાણીએ, અને કેમ સુઘરીએ. મહાત્મા કહે–તારું આયુષ્ય તો માત્ર હવે સાત દિવસનું છે. અને મોહવશ જીવ સાત પેઢી સુધીની ચિંતા કરે છે. એવા સંસારના સ્વરૂપને જોઈ મને હાસ્ય આવ્યું. નાગદત્તના મનમાં દુઃખ થયું છતાં ફરી પૂછ્યું કે–ભગવંત! આપ વહોરતી વખતે ફરી કેમ હસ્યા? મહારાજ કહે—એ પણ સંસારનું વિચિત્ર સ્વરૂપ જોઈને. તું જેને પુત્ર ગણે છે, તેના મૂત્રને પણ વહાલું ગણી સૂગ લાવતો નથી; તે પુત્ર તારી સ્ત્રીનો જાર હતો. તેને તે ઘણો માર્યો હતો. તે જ આ ભવમાં તારી સ્ત્રીની કુક્ષિમાં અવતર્યો છે. તારો પુત્ર મોટો થશે, ત્યારે આ હવેલીને વેચશે, તારી સ્ત્રીને ઝેર દઈ મારી નાખશે અને તારી સાત પેઢીને લજવશે. આવું સંસારનું વિચિત્ર સ્વરૂપ જોઈ મને સહેજ હાસ્ય આવ્યું. ત્યારે નાગદત્ત શેઠ કહે–ભગવંત! હું ખરેખર ચારેબાજુથી ઠગાયેલો છું કે આવી સ્ત્રી અને આવા પુત્રના સાત પેઢીના સુખને હું ઝંખુ છું. હવે જલદી મને ત્રીજીવાર દુકાનમાંથી બોકડાને બહાર કાઢતા આપ હસ્યા તેનું કારણ જણાવો. મહાત્મા કહે–નાગદત્ત! જેને બોકડો માની દુકાનમાંથી બહાર કાઢતો હતો તે તારો પિતા હતો. જેણે તને આ બધી મિલકત સોંપી તેણે જીંદગીભર ખોટા તોલ માપ કરી ઘન સંઘર્યું હતું. તેથી તે બોકડો થયો. બોકડાને લાવનાર કસાઈના તેણે પૈસા પૂરા લઈ માલ ઓછો આપેલો તેથી દેવું રહી ગયેલું. આથી તે મરી બોકડો થઈ કસાઈનું દેવું ચૂકવવા આવ્યો હતો. રસ્તામાં પોતાની દુકાન દેખી તેને જાતિસ્મરણજ્ઞાન થઈ આવ્યું તેથી તે તારી પાસે આશ્રય લેવા આવ્યો. ચંડાળે તને કહ્યું –પૈસા આપો તો છોડી દઉં. પણ તેં લોભને કારણે તેને ન છોડાવ્યો. તે મારા હાસ્યનું કારણ હતું. હવે નાગદત્તને આ સંસાર અસાર લાગ્યો અને તુરંત ઊભો થઈ કસાઈને ત્યાં જઈ કહ્યું મને બોકડો આપ અને તારે જે પૈસા લેવા હોય તે લે. પણ ચંડાળે કહ્યું –શેઠ!તે બોકડો તો કપાઈ ગયો. હવે શું થાય? ત્યાંથી પાછો ઉપાશ્રયે આવી મુનિને પૂછ્યું કે ભગવંત! મારો પિતા મરીને ક્યાં ગયો? ત્યારે મહાત્મા કહે–નરકમાં. ભગવંત! હવે માત્ર સાત દિવસમાં હું શું કરીશ? મહાત્માએ કહ્યું –એક દિવસનું જ્ઞાન સહિતનું ચારિત્ર અનુત્તર વિમાને પહોંચાડે છે તો તારી પાસે તો સાત દિવસ છે. પછી નાગદત્ત શેઠે ભાવપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું અને પૂર્ણ આરાઘના કરી સમાધિમરણ સાથી સૌધર્મ દેવલોકમાં દેવરૂપે અવતર્યો. માટે શરીરનો ભરૂસો કરું નહીં. પણ સદ્ગુરુ ઉપદેશે માનવદેહમાં શીધ્ર આત્માની ઓળખાણ કરી આત્મકલ્યાણને સાધું. કેમકે આવો અમૂલ્ય અવસર વાર વાર આવતો નથી. સમાધિ સોપાન'માંથી :- અશરણ ભાવના – “આ સંસારમાં દેવ, દાનવ, ઇંદ્ર કે મનુષ્ય કોઈ એવો નથી કે જેના ગળામાં યમરાજાનો ફાંસો પડ્યો ન હોય. મરણ વખતે કોઈ શરણ નથી. આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે ઇન્દ્રનું ક્ષણવારમાં પતન થાય છે. જેને હજારો કેવો આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે છે, જેને હજારો 28દ્ધિઓ છે, અસંખ્યાત કાળથી જેનો સ્વર્ગમાં વાસ છે, રોગ, સુઘા, તૃષાદિક ઉપદ્રવથી ૩૮૩ Page #439 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રહિત જેનું શરીર છે અને અસંખ્યાત બળ પરાક્રમનો ઘારક છે એવા ઇંદ્રનું પણ પતન થાય છે તો અન્ય કોણ શરણ છે? જેવી રીતે નિર્જન વનમાં વાધે પકડેલા હરણના બચ્ચાને કોઈ બચાવવા સમર્થ નથી, તેવી રીતે મૃત્યુથી પકડાયેલા પ્રાણીને બચાવવા કોઈ સમર્થ નથી. આ સંસારમાં પૂર્વે અનંતાનંત પુરુષો નાશ પામ્યા છે ત્યાં કોણ શરણરૂપ છે? કોઈ એવું ઔષધ, મંત્ર, યંત્ર, ક્રિયા, દેવ, દાનવાદિક છે નહીં કે જે એક ક્ષણમાત્ર કાળથી બચાવે. જો કોઈ દેવ, દેવી, વૈદ્ય, મંત્ર, તંત્રાદિક એક માણસને પણ મરણથી બચાવે એમ હોત તો મનુષ્ય અક્ષય, અમર થઈ જાત. તેથી મિથ્યાબુદ્ધિ છોડી અશરણભાવના ભાવો. મૂઢ લોકો એવા વિચાર કરે છે કે મારા સર્ગોની સારવાર ન થઈ, ઔષધિ ન આપી, કોઈ દેવતાની મદદ કે શરણ ગ્રહણ ન કર્યું, ઉપાય કર્યા વગર મરી ગયો. આ પ્રકારે પોતાના સ્વજનનો શોક કરે છે. પણ પોતાનો વિચાર કરતો નથી કે હું જ મૃત્યુના મુખમાં દાઢની વચમાં બેઠો છું. કોટિ ઉપાયો વડે પણ ઇંદ્ર જેવાથી પણ કાળ રોકાયો નથી તેને મનુષ્યરૂપ કીડો કેવી રીતે રોકી શકશે? જેવી રીતે પરને મરતા દેખીએ છીએ તેવી રીતે મારે પણ અવશ્ય મરવાનું છે.' (પૃ.૭૨) જેથી શરીરનો ભરૂસો કરું નહીં. ૪૯૯, અયોગ્ય વચને બોલાવું નહીં. બીજાને દુઃખકર એવા અયોગ્ય વચનો વડે કોઈને બોલાવું નહીં. પણ સર્વને યથાયોગ્ય માન આપ્યું. ‘ઉપદેશામૃત'માંથી – ‘“પ્રભુશ્રી – માર્ગ કોઈ અપૂર્વ છે; મોક્ષે પહોંચાડે તેવો માર્ગ કૃપાળુદેવે કરી દીધો છે. એ દૃષ્ટિ ઉપર આવવું એ પૂરણ ભાગ્ય છે! : 'પ્રભુ, પ્રભુ', 'પ્રભુ, પ્રભુ! શબ્દ બોલવાની ટેવ મને (પ્રભુશ્રીને) છે; તે વિષે એક ભાઈએ મને જણાવ્યું કે એવું શું બોલો છો? પણ તેની આશાએ દીનપણું અંગીકાર કરી પ્રવર્તવું છે એટલે એ શબ્દ ઉપયોગપૂર્વક બોલાય તો સારું. એમાં કંઈ વાંધા જેવું છે? ‘અલ્યા’ અને એવું બોલાઈ જવાય તેના કરતાં બંગડીના વેપારીની પેઠે અભ્યાસ કરી મૂક્યો હોય તો મોઢે સારી જ વાણી નીકળે. કંઈ નહીં તો પુણ્ય બંઘાય. ‘પ્રભુ’ એ તો બહુ સરસ શબ્દ છે. આપણને તો એની આજ્ઞાએ એ શબ્દ હિતકારી છે. પ્રભુત્વ એને અર્પી આપણે દીનન્ય, દાસત્વ, પરમ દીનત્વમાં રહેવું ઘટે છે.'' (પૃ.૨૯૧) બંગડીના વેપારીનું દૃષ્ટાંત – “એક બંગડીઓનો વેપારી ગઘેડી ઉપર બંગડીઓ, ચૂડીઓ વગેરે લાદીને વેચવા માટે ગામડે જતો. તે ગધેડીને હાંકતા લાકડી મારીને બોલતો કે માજી ચાલો, બેન ચાલો, ફઈબા ઉતાવળે ચાલો. એમ માનભર્યા શબ્દો વાપરી લાકડી મારતો. વાટમાં બીજો કોઈ માણસ મળ્યો તેને એમ લાગ્યું કે આ આમ કેમ બોલતો હશે?' એટલે તેણે તેને પૂછ્યું ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “અમારે ગામડામાં ગરાસિયા વગેરેની બાઈઓ સાથે બંગડીઓનો ધંધો કરવો પડે છે, તેથી આવું સારું બોલવાની ટેવ પાડી મૂકી હોય તો અપશબ્દો બોલી જવાય નહીં. જો ભૂલેચૂકે ગધેડી જેવા શબ્દો બોલી જવાય તો ગરાસિયા લોકો મારું માથું કાપી નાખે; માટે સારો અભ્યાસ પાડવા આમ બોલું છું.'' (પૃ.૨૯૨) ‘સમાધિ સોપાન'માંથી – “મશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં પ્રેરનાર અને પ્રેમ ઊપજે તેવાં વચન તે હાસ્ય નામે ગર્ભિત અસત્ય વચન છે. કોઈને એમ કહેવું કે તું મંદ ૩૮૪ Page #440 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ છે, મૂર્ખ છે, અજ્ઞાની છે, ઇત્યાદિ કર્કશ વચન છે. દેશ, કાળને યોગ્ય નહીં તેવાં પોતાને અને પરને મહા સંતાપ ઉપજાવનાર વચન અસમંજસ વચન છે. પ્રયોજન વગર ઉત્તપણે બવાદ કરવો તે પ્રલપિત વચન છે.'' (પૃ.૨૮૨) “હે જ્ઞાનીજન! જગતમાં પ્રિય, હિતકર, મધુર વચન બહુ ભર્યાં છે; સુંદર શબ્દોની ખોટ નથી; તો નિંદ્ય વચન શા માટે બોલવાં? નીચ પુરુષને બોલવા લાયક હૈ, તું' ઇત્યાદિ તોછડાં ટુંકારાભર્યાં વચન પ્રાણ જતાં પણ ન બોલો. અધમપણું કે ઉત્તમપણું વચન પરથી જ પરખાઈ આવે છે. નીચ જાતિનાં લોક બોલે તેવાં નિંધ વચન છોડીને પ્રિય, હિતકર, મધુર, સામાને અનુકૂળ, ધર્મમય વચન બોલો.. જે અન્યને દુઃખદાયી વચન કહે છે, ખોટાં આળ ચઢાવે છે તેના પાપે અહીં જ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, જીભ ાઠી પડી જાય છે, આંધળા થાય છે, પાંગળા થાય છે, દુર્ધ્યાનથી મરીને નરક તિર્યંચ આદિ દુર્ગતિનો યોગ પામે છે; અને સત્યના પ્રભાવથી અહીં જ ઉજ્જવળ યશ, વચનસિદ્ધિ, દ્વાદશાંગ આદિ શ્રુતજ્ઞાન પામીને પરભવમાં ઇંદ્રાદિક મહર્ષિક દેવ થઈને, તીર્થંકર આદિ ઉત્તમ પદ પામીને નિર્વાણ પામે છે. તેથી ઉત્તમ સત્યધર્મ ધારણ કરો.'' (પૃ.૨૮૫) અને અયોગ્ય વચને બોલાવો નહીં. ૫૦૦. આજીવિકા અર્થે નાટક કરું નહીં. આજીવિકા અર્થે વર્તમાનમાં પોતે કે પોતાના બાળકોને સિનેમાની શુટીંગમાં મોકલે તો તે નાચ કરતા થઈ જાય. હલકા લોકોની સંગતિથી સાતે વ્યસનો વળગી પડે અને જીવન બરબાદ થઈ જાય. પછી એક બીજાને મોહ કેમ પમાડવો એ જ એમનો ધંધો થઈ પડે છે. ઉત્તમ કુળ પામ્યા છતાં નીચકુળ જેવા કામો થઈ જાય છે. માટે આજીવિકા અર્થે નાટક ભજી નટ થાઉં નહીં. સુર સુંદરીને પોતાની આજીવિકા અર્થે ઇચ્છા વગર નાટક કરવું પડ્યું હતું તે વિષે જણાવે છે : ‘શ્રીપાલ રાજાના રાસ'માંથી – પુણ્ય પાપના ફળો સુરસુંદરીનું દૃષ્ટાંત – સર્વે સ્વજન વર્ગ ભેગો થયે છતે આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે, ત્યારે તેજવંત એવા શ્રીપાલ રાજાએ નાટક કરવા માટે નૃત્યકારોને આદેશ આપ્યો. તે સમયે નાટકનું પહેલું ટોળું નાચવા માટે પોતાની ઇચ્છાનુસાર ઊભું થયું. પરંતું તેમાં જે એક મુખ્ય નટી હતી તે ઘણા પ્રકારે હેવા છતાં પણ ઊઠતી નથી. ત્યારે તેને ઘણી મહેનતે ઊભી કરી તો પણ તે નટી મનમાં ઉત્સાહ ધારણ કરતી નથી, અને પેદસહિત હા! હા! બોલીને મુખથી નીચે પ્રમાણે કહેવા લાગી. ‘‘ક્રિઠા માલવ કિતા શંખપુર, કિતા બબ્બર દિઠા નટ્ટ, સુરસુન્દરી નચાવીએ, દૈવે દળ્યો વિમરટ્ટ (ગર્વ)'' અહો ! ક્યાં મારો માલવ દેશમાં જન્મ? ક્યાં શંખપુરના ધણી સાથે પરણવું? ક્યાં બરકુળમાં મને વેચવી? અને નાટક કરતા શીખવું? હા! હા! ભાગ્યે મારો ગર્વ ગાળી નાખ્યો અને નાચતી કરી. આ પ્રમાણેનાં વચનો સાંભળી માતાપિતા વગેરે સર્વે મનમાં વિસ્મિત ચિત્તવાળા થયાં છતાં વિચારવા લાગ્યાં કે અહો! આ આપણી પુત્રી સુરસુંદરી હશે કે શું? પણ તે આ સ્થિતિમાં ક્યાંથી હોય? એટલામાં તો સુરસુંદરી રડતી રડતી પોતાની માતાના ગળામાં વળગી પડી. ત્યારે રડતી પોતાની પુત્રીને રાજાએ દુઃખસ્થિતિનું કારણ પૂછ્યું, ત્યારે સુરસુંદરી સર્વ હકીકત કહેવા લાગી કે હે પિતાજી! તમે જે મને સર્વ સંપત્તિ સહિત વિદાય આપી. ત્યાર પછી શું બન્યું તે વૃત્તાંત હવે કહું છું. ૩૮૫ Page #441 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ હે પિતાજી! તે સર્વ ઋદ્ધિ સહિત હું શંખપુરી નગરીની પાસે જઈ પહોંચી, પરંતુ સારું મુહૂર્ત ન હોવાથી પ્રવેશના મુહૂર્ત માટે પતિની સાથે નગરીની બહાર ઉદ્યાન ભાગમાં રહી. ત્યાં કેટલાક સુભટો પોતાના ઘેર ગયા અને અમે થોડા સુભટો સાથે રાત્રિએ ત્યાં રહ્યા. તેવામાં ત્યાં ઘાડ પડી. એટલે તમારા જમાઈ પોતાનો જીવ બચાવવા નાસી ગયા, અને હું તે હું ઘાડપાડુઓના હાથમાં પકડાઈ ગઈ. વળી ઘાડપાડઓના સુભટોએ નેપાલદેશમાં મને ધન લઈને વેચી. ત્યાં એક સાર્થવાહે વેચાતી લીઘી. અહો! જે લલાટમાં લખ્યું હોય તે જ પ્રમાણે ફલીભૂત થાય છે. પછી તે સાર્થવાહે મહાકાલ રાજાના બબ્બરકુળમાં વેશ્યાની દુકાને મને વેચી. વેશ્યાએ વેચાતી લઈ નૃત્યકળા શીખવી નટી બનાવી. નાટકના મહાશોખીન મહાકાળ રાજાએ નાટકની મંડળીઓ ખરીદી, તેમાં મને પણ વેચાતી લીઘી. મારી પાસે અનેક પ્રકારનાં નૃત્યો કરાવ્યાં. પછી મહાકાળ રાજાએ મદનસેનાના લગ્નમાં મદનસેનાના પતિને દાયજામાં મને આપી. પછી હે પિતાજી! તે મદનસેનાના પતિની આગળ નાટક કરતાં ઘણા દિવસો વ્યતીત થયા. પરંતુ આજે આપણું કુટુંબ જોઈને મારું દુઃખ ઉભરાઈ આવ્યું અને તમોને પણ દયા આવી. વળી, તમે મને પરણાવી ત્યારે મયણાને કોઢીયા સાથે પરણાવી તે દુઃખને જોઈને મેં પોતાની મોટાઈનો ગર્વ કર્યો હતો, તે ગર્વ આજે મને મયણાસુંદરીના પતિના દાસી સ્વરૂપે પ્રગટ થયો, અર્થાત્ તે અભિમાનથી આજે મારે મયણાના પતિની દાસી થવું પડ્યું. હવે સુરસુંદરી મયણાની પ્રશંસા કરતાં કહે છે કે – મયણાસુંદરીએ ખરેખર ! સ્વજનવર્ગમાં એક વિજયપતાકા પ્રાપ્ત કરી છે. કારણકે જેના શીયળવ્રતનો મહિમા લીલાસહિત કસ્તુરીની જેમ જગતમાં મહેકી રહેલ છે. વળી મયણાસુંદરીએ આરાધના કરેલ બળવાન એવો જૈનધર્મ આજે કલ્પવૃક્ષના જેવો ફળ્યો છે, અને મેં સેવેલો મિથ્યાધર્મ આજે મને વિષવૃક્ષના વિષફળોની જેમ પ્રગટ થયો છે. (પૃ.૨૩૭) ૫૦૧. મા, બહેનથી એકાંતે ૨હું નહીં. મા, બહેન સાથે પણ એકાંતમાં રહ્યું નહીં. પ્રધુમ્નકુમારનું દૃષ્ટાંત – માતારૂપે પાલન ક૨વા છતાં ભાવમાં વિકૃતિ. પ્રદ્યુમ્નકુમારના પૂર્વભવનો શત્રુ દેવ થયો હતો. તેણે પ્રદ્યુમ્નકુમારનો જન્મ થતા જ તેને હરી જઈ, તેને એક ટંકશિલા ઉપર મૂકી ચાલ્યો ગયો. ત્યાં એક વિદ્યાધર રાજા આવ્યો અને તેને લઈ જઈ પોતાની સ્ત્રીને પુત્ર ન હોવાથી આપ્યો. તેના લાલનપાલનથી તે ૧૬ વર્ષનો યુવાન થયો. એક દિવસે તેનું રૂપ જોઈ વિદ્યાધર રાજાની સ્ત્રી જેણે માતારૂપે પુત્રનું પાલન કર્યું છે તે તેના પર મોહિત થઈ ગઈ. તે જોઈ પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે તું તો મારી માતા છે. ત્યારે તેણીએ કહ્યું કે હું તારી ખરી માતા નથી. છતાં કુમાર મહેલની બહાર નીકળી ગયો. માટે મહાપુરુષો કહે છે કે મા, બહેન કે પોતાની દીકરીની સાથે પણ એકાંતમાં રહેવું નહીં; કારણ વિષયોની પ્રબળતા ભલભલાને ભૂલાવી દે છે. ‘શ્રી વીશ સ્થાનક તપ આરાધન વિધિ'માંથી – અપ૨માતાનો પુત્ર પ્રત્યે અશુભ રાગ પુરંદર કુમારનું દૃષ્ટાંત – વણારસી નામે નગરીમાં વિજયસેન રાજા પ્રજાનું પાલન કરતો હતો. તેને પુરંદર નામે રાજકુમાર હતો. તે કામદેવ સમાન સ્વરૂપવાન હતો. તેની અપરમાતા તેનું રૂપ જોઈ તેના ઉપર રાગવાળી થઈ. ૩૮૬ Page #442 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એક દિવસ દાસી દ્વારા પુરંદર કુમારને પોતાના મહેલમાં બોલાવ્યો અને કહ્યું કે તમારા પિતા વૃદ્ધ વૃષભ સમાન થઈ ગયેલા હોવાથી મને જરાપણ પ્રિય નથી. આપણે સમાન વયના છીએ માટે હું તમને ઇચ્છું છું. હું તમારી દાસી છું. કર્ણમાં સીસું રેડ્યાની રે પેઠે રાણીનાં આવા વચનો સાંભળી કુમાર કાને હાથ દઈને બોલ્યો – માતાજી કામરૂપી અગ્નિથી વિવેકશૂન્ય ચિત્તવાળાં થઈ તમે શા માટે દુઃખ વહોરી લ્યો છો? પરસ્ત્રીલંપટ પુરુષ અને પરપુરુષલંપટ સ્ત્રીને સ્વપ્ન પણ સુખ હોતું નથી. વળી ગુરુપત્ની, પિતાપત્ની, બંઘુપત્ની અને પુત્રપત્ની સાથે જે અઘમ પુરુષ સંગમ કરે છે તે નીચ ભયંકર રૌરવ નરકમાં પડી અનંત દુઃખનો ભોક્તા થાય છે. વિષ ખાઈને મૃત્યુ પામવું સારું, અગ્નિમાં પ્રવેશ કરવો તે પણ ઉત્તમ, પણ પરસ્ત્રી સાથે સંગમ કરવો ઇષ્ટ નથી. આવાં ક્ય કદી કરવા નહીં. વિવેકશૂન્ય ચિત્તવાળી માતા જરા હૃદયમાં વિચાર કરી મનને કબજે રાખી વિકારથી વિમુખ થઈ અરિહંત ભગવાને કહેલા ઘર્મમાં ચિત્ત જોડો એમાં તમારું કલ્યાણ છે. એમ કહી કુમાર આવ્યો હતો તે જ રસ્તે પાછો ચાલ્યો ગયો. (પૃ.૧૯૧) ‘ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર પર્વ-૧૦'માંથી - પોતાની પુત્રી સાથે કરેલ પાણી ગ્રહણ રિપુપ્રતિશત્રુરાજાનું દ્રષ્ટાંત – આ ભરતક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રિપુપ્રતિશત્રુ નામે એક પરાક્રમી રાજા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેને ચાર સ્વપ્નોથી સૂચિત થયેલો અચલ નામે એક બલભદ્ર પુત્ર થયો, અને મૃગાવતી નામે મૃગલોચના પુત્રી થઈ. એક વખતે યૌવનવતી અને રૂપવતી એવી તે બાળા જ્યારે પિતાને પ્રણામ કરવા ગઈ ત્યારે તેણીને રાજાએ પોતાના ઉત્સંગમાં બેસાડી. તે વખતે રાજાના ભાવ બદલાઈ ગયા. તેણીની સાથે પોતે પાણિગ્રહણ કરવાનો ઉપાય વિચારીને તેને વિદાય કરી. પછી રિપપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધજનોને બોલાવીને પૂછ્યું કે, “આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય? તેનો નિર્ણય બતાવો.” તેઓએ કહ્યું કે “તે રત્ન તમારું કહેવાય.” એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લોકો લજ્જા પામ્યા. રાજા ગાંધર્વ વિધિથી મૃગાવતી પુત્રીને સ્વયંસેવ પરણ્યો. તે જોઈ લજ્જા અને ક્રોધથી આકુલ થયેલી, ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલકુમારને સાથે લઈને નગર બહાર નીકળી ગઈ. (પૃ.૬) હવે વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવી સાતસ્વપ્નાઓ વડે જેનું વાસુદેવપણું સૂચવ્યું છે એવો તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ ત્રિપુષ્ટ વાસુદેવ રાખવામાં આવ્યું એ ભગવાન મહાવીરનો જીવ છે. અચ્છેદક પાખંડીનું દ્રષ્ટાંત – પોતાની બહેન સાથે દુર્વ્યવહાર. એકવાર સિદ્ધાર્થ દેવે લોકોને અચ્છેદક પાખંડીના ચોરી વગેરે બે દુશ્ચરિત્ર કહ્યાં. પછી કહ્યું કે એનું ત્રીજું પણ દુરિત્ર છે પણ તે હું કહીશ નહીં. ત્યારે ગામના લોકો આગ્રહથી વારંવાર બોલ્યા કે, “ભગવન પ્રસન્ન થાઓ, અને તે અમને થોડું પણ કહો. તમારી કહેલી અર્ઘકથા પણ અમને ઘણી રમણીક લાગશે'. સિદ્ધાર્થ બોલ્યો કે, “હું તો તે કહીશ જ નહીં, પણ જો તમારે જાણવાનું કુતૂહલ હોય તો તે અચ્છેદકને ઘેર જઈ તેની સ્ત્રીને પૂછો, તે કહેશે.” એટલે લોકો તેને ઘેર ગયા. હવે તે દિવસે તેણે પોતાની સ્ત્રીને મારેલી હતી તેથી તે રોષવતી થઈ નેત્રમાં અશ્રુ લાવી આ પ્રમાણે ચિંતવતી હતી કે, “આ દુરાશય પતિ અચ્છેદકનું દુશ્ચરિત્ર જો લોકો હમણાં મારી પાસે આવે તો સર્વ ખુલ્લું કરી દઉં, કે જેથી એ પાપી મને મારવાનું ફળ પુરેપૂરું મેળવે. તેવામાં તો ગામના લોકો ત્યાં આવ્યા, અને તેઓએ તે સ્ત્રીને અચ્છેદકના દુશ્ચરિત્ર વિષે પૂછ્યું. એટલે તે બોલી, “એ ૩૮૭ Page #443 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ પાપીનું નામ પણ કોણ લે, એ દુષ્ટ કર્મચાંડાળ પોતાની બેનની સાથે વિષય ભોગવે છે અને કદી પણ મારી ઇચ્છા કરતો નથી.” આ વાત સાંભળી કકળાટ કરતા ગામના લોકો અર્બુદકની નિંદા કરતા કરતા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી એ ભિક્ષુક સર્વ ઠેકાણે ‘પાપી, પાપી’ એમ કહેવાતો તિરસ્કારને પામ્યો. “પ્રતિષ્ઠા રહિત પુરુષને ધિક્કાર છે.’’ (પૃ.૩૦) માટે મનની વૃત્તિઓનો સદા ભય રાખી, મા, બહેન કે બેટી સાથે પણ એકાંતે રડું નહીં. ૫૦૨. પૂર્વ સ્નેહીઓને ત્યાં આહાર લેવા જઉં નહીં. દીક્ષા લીધા પછી પોતાના પૂર્વના સગાંવહાલા હોય, તેમને ત્યાં આહાર લેવા જઉં નહીં; કારણ ત્યાં જવાથી મોત જાગ્રત થાય અને મમત્વ વધે. દીક્ષા લીધા પછી આ અમારા સંસારી ભાઈ છે, બેન છે એમ કહે અથવા મળવા ન આવે તો કહે કે કેમ કોઈ વંદન કરવા આવતા નથી? એમ કહી ઠપકો આપે. તેથી પૂર્વના સગાંવહાલાઓને, તેમને સારું દેખાડવા પણ વંદન કરવા જવું પડે. દીક્ષા લીધા પછી તો આખું જગત કુટુંબતુલ્ય છે એવો ભાવ હોવો જોઈએ. તેના બદલે સગાંવહાલાઓમાં જો મૂર્છા છે, મમત્વભાવ છે તો તે સાચો ત્યાગ નથી. આવા નામ માત્ર ત્યાગથી જીવનું કલ્યાણ થાય નહીં. ૫૦૩. તત્ત્વધર્મનિંદક પર પણ રોષ ધરવો નહીં. સન્દેવ, સદ્ગુરુ અને સદ્ધર્મરૂપ ત્રણતત્વની જે નિંદા કરે તે ઉપર પણ રોષ એટલે ક્રોધ કરવો નહીં. તે નિંદક દયાને પાત્ર છે, રોષને પાત્ર નથી. મરેલાને શું મારવો તેના જેવું છે. કૃપાળુદેવનું દૃષ્ટાંત સ્થાનકવાસી સમાજના લોકો કૃપાળુદેવની નિંદા કરતા હતા. તે જૂઠાભાઈથી સહન ન થવાથી કૃપાળુદેવને લખ્યું કે લોકો આપની નિંદા કરે છે. ત્યારે કૃપાળુદેવે જવાબમાં લખ્યું કે તે બધું અમે જાણીએ છીએ. પણ એ પ્રત્યે લક્ષ આપવા યોગ્ય નથી. દુનિયા તો સદાય એવી જ છે. જ્ઞાનીઓ હાજર હોય ત્યારે લાકડીઓના માર પડે તોય ઓછું, અને જ્ઞાની ન હોય ત્યારે તેમના નામના પછાણાને પણ પૂજે. નિત્યનિયમાદિ પાઠ'માંથી – — “દુર્જન ક્રુર કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રહ્યું મેં ઉન પર ઐસી પરિણતિ હો જાવે,' અર્થ – “દુર્જન, માયાવી, પ્રપંચી, ક્રુર, હિંસકપરિન્નામી અને કુમાર્ગમાં આસક્ત એવા મિથ્યાત્વી અજ્ઞાની પરધર્મી જીવોને જોતાં તેમના પ્રત્યે ક્રૂર, ક્રોધ પરિણામથી મારા અંતરમાં ક્ષોભ, વિક્ષેપ, ખળભળાટ, અશાંતિ ન થાઓ, પરંતુ તેઓ બિચારા કર્મને આધીન છે તેમાં તેમનો શું દોષ છે? એમ વિચારી તેમના પ્રત્યે સામ્યભાવ, મધ્યસ્થ ભાવના રહે એવી આત્મપરિણતિ થઈ જાઓ.’’ (પૃ.૩૧૦) શ્રી યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી – “ગમ્યાગમ્ય, ભક્ષ્યાભક્ષ્ય, કર્તવ્યાકર્તવ્યાદિ, વિવેક વિનાના અને તેથી ક્રૂર કર્મ કરવાવાળા, નિઃશંકપણે દેવગુરુની નિંદા કરનારા અને સદોષ છતાં પણ પોતાની પ્રશંસા કરવાવાળાં આ જીવો ધર્મ દેશનાને અયોગ્ય જણાતાં તેઓની ઉપેક્ષા કરવી, તેને માધ્યસ્થ ભાવના કહે છે.’’ ૫૦૪. ઘીરજ મૂકવી નહીં. ધીરજના ફળ મીઠા છે એમ કહેવાય છે. જિંદગીમાં અનેક પ્રકારનાં સુખદુઃખના પ્રસંગો બને પણ ૩૮૮ Page #444 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ તેમાં ધીરજ રાખવાથી ગમે તેવી મુશ્કેલીમાંથી પણ પાર ઊતરી શકાય છે. ધીરજથી કરેલ કોઈપણ કામ સારું થાય; પસ્તાવોનો વખત ન આવે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘સંસારી ઉપાધિનું જેમ ધતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ઘીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.’’ (વ.પૃ.૩૨૫) ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોઘ પામવાનો મુખ્ય માર્ગ છે.” (વ.પૃ.૩૩૧) તમારી (શ્રી સૌભાગ્યમાઈની) અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેઠવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય છે, અને તમને તેવી જ સ્થિતિમાં જોવાને જેટલી મારી ઇચ્છા છે અને જેટલું તમારું તે સ્થિતિમાં હિત છે, તે પત્રથી કે વચનથી અમારાથી જણાવી શકાય તેવું નથી.'' (વ.પૂ.૪૪૨) “તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુદૃઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મક્લ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષઠો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષષ્ઠ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શક્વા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાઘ્ય થાય છે.'' (વ.પૃ.૨૮૩) “જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિનો નાશ હોય છે, અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે.’” (વ.પૃ.૩૨૮) ‘ઉપદેશામૃત'માંથી । – “ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાના વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક માણસે આફ્ત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય ‘સમતા ક્ષમા ઘીરજ' છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં, અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.'' (ઉ.પૃ.૬૬) જ “સહનશીલતા, ધીરજ, ક્ષમા, ખમીખૂંદવું એ ગુણ ઘારણ કરવાથી સારી ગતિ થાય છે. વેદનીયથી ગભરાવું મૂંઝાવું નહીં. જે આવે છે તે જવાને માટે આવે છે અને એથી વિશેષ આવો એમ કહેવાથી વધારે આવનાર નથી કે એ વેદનીય જતી રહો કહેવાથી જતી રહે તેમ નથી. ‘નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધિ ન પીજિયે, જેથી ચિંતા જાય.' આથી અનંતગણી વેદના જીવે નરનિગોદમાં ભોગવી છે. તો પણ તેનો નાશ થયો નથી. તડકા પછી છાંયો અને છાંયા પછી તડકો આવે છે; તેમ વેદના ૩૮૯ Page #445 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પણ રાખી મૂકવી હોય તોપણ રહેનાર નથી. જે થાય તે જોયા કરવું, જોયા વગર છૂટકો નથી.” (ઉ.પૃ.૧૨૨) સમભાવ, ઘીરજ, ક્ષમા, ખમી ખૂંદવું - એ વીતરાગની આજ્ઞા છે. સમજની જરૂર છે. ગમે તેવા પાપી, ગુણકા અને ચંડાળ જેવાના પણ ઉદ્ધાર થઈ ગયા છે. ચીલો બદલવાની જરૂર છે. ગાડાનો ચીલો બદલતાં મુશ્કેલ તો પડે; પણ પછી ચીલો બદલાયો એટલે દિશાફેર જ થઈ જાય છે. આભ જમીનનો ફેર પડે છે.” (ઉ.પૃ.૩૨૨) “કષાયનું સ્વરૂપ જ્ઞાની જ જાણે છે. મરણ સમયે કષાય તોફાન મચાવે છે, વેશ્યા બગાડે છે. માટે પહેલો પાઠ શીખવાનો છે. તે એ કે ‘ઘીરજ'. ઓહો! એ તો હું જાણું છું, એમ નહીં કરવું. ઘીરજ, સમતા અને ક્ષમા આ ત્રણનો અભ્યાસ વઘારવો. રોગ કે વેદની ખમી ખૂંદવાનો અભ્યાસ કરવો.” (ઉ.પૃ.૩૫૬) “બોઘામૃત ભાગ-૧'માંથી – “ઘીરજ રાખવી, પવિત્ર રહેવું. એટલું કરે તો એનો પાપનો ઉદય દૂર થયે, પુણ્યનો ઉદય થાય. પાપનો ઉદય કૈ હમેશાં ન રહે. કોઈના ઉપર દોષ આરોપિત ન કરવા. મારે જ એવા કર્મનો ઉદય છે, એવા જ કર્મ બાંધ્યાં હતાં તેથી આવું થયું, એમ કરી ઘીરજ રાખવી. (બો.૧ પૃ.૨૯૨) “બોઘામૃત ભાગ-૨'માંથી - “જીવનો સ્વભાવ એવો છે કે આ કરી નાખું, ફલાણું કરું, પણ એનું ઘાર્યું કશું થતું નથી. પાપના ઉદયમાં જે જે પુરુષાર્થ કરે તેમાં પાછો જ પડે. તે વખતે ભક્તિ કરવાની છે. પાપકર્મનો ઉદય ભોગવ્યા વિના છૂટકો નથી. પાપના ઉદયમાં ભક્તિ કરી લેવી એ સારું છે. જ્યારે પાપનો ઉદય હોય ત્યારે વધારે વ્યાપાર આદિ કરવામાં દોડ ન કરતાં ભક્તિ કરવી; નહીં તો ગભરામણમાં વધુ ગભરામણ થાય. જરા ધીરજ રાખીને કામ કરે તો સારું થાય. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષ છે. કામમાં જીવ તણાઈ જાય છે. માનમાં અને ઉતાવળમાં પણ જીવ તણાઈ જાય છે. ઘીરજ રાખીને કામ કરવું જોઈએ. જીવ ઉતાવળિયો થાય છે. પાપનો ઉદય હોય ત્યારે લાભ થતો નથી માટે દોડ ન કરતાં ભક્તિ કરવી. પાપના ઉદય વખતે બહુ ઝાંવાં ન નાખવાં, ઘીરજ રાખવી એમ કૃપાળુદેવે સોભાગભાઈને લખ્યું છે.” (બો.૨ પૃ.૨૦૫) “બોઘામત ભાગ-૩માંથી :- “જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીના આંસુ ઢોળ્યાં છે, હાડકાંની અને માંસની સૂકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંઘારુ, ઝાંખરા, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભયો અને ત્રાસો આવવાના જ છે; તેમ છતાં નામર્દ ન થઈએ અને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં ‘પાછા હઠવું’, ‘હાર ખાવી’, ‘પલાયન કરવું' એવી વસ્તુ જ નથી.” “ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું” સદ્ગુરુ-શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગ નીકટતા છેજી.” (બો.૩ પૃ.૩૯૭) “અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે.” (૫૭૦) એ વાક્યનો વારંવાર વિચાર કરી ઘીરજ વઘારવા યોગ્ય છે.” (બો.૩ પૃ.૩૮૭) પૂર્વે જીવે જેવું કોકડું વાંચ્યું છે તેવું જ ઊકલે છે, એમાં કોઈનો દોષ નથી. અત્યારે સત્પરુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અઘીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સગુરુશરણે ઘીરજ રાખી સત્પરુષાર્થમાં ૩૯૦ Page #446 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ મંડ્યા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તો પૂર્વ પ્રારબ્ધનું ફળ છે, જે થાય તે જોયા કરવું, જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું.'' (બી.૩ પૃ.૫૮૮) “દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ આવ્યા કરે છે. તેને સમજુ જીવો સમભાવે સહન કરે છેજી. રામ, પાંડવો અને ગજસુકુમાર જેવા રાજવંશીઓને માથે અસહ્ય આપત્તિઓ આવી પડી છે તો આપણા જેવા હીનપુણ્યને સંકટો આવે તેમાં નવાઈ નથી. પણ તેમણે ધીરજ રાખી ભારે દુઃખમાં પણ આત્મહિત ન વિસાયું તેવી ધીરજ અને ધર્મભાવ આપણને વર્ષો અને મરણકાળ સુધી ટકી રહો એવી ભાવના કર્તવ્ય છેજી.'' (બી.૩ પુ.૪પ૮) જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ’ એમ કોઈ અપેક્ષાએ વિચારવા કૃપાળુદેવે કહેલું છે. સત્તાઘનમાં પ્રવર્તવાનું આપણું કામ છે, તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું, ઘીરજ એ મોટો ગુણ છે. ‘ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર’ ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ઘીરે ધીરે પણ મક્કમપણે જે કરવા યોગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે, તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષો જન્મે છે. માટે દોષો જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યો તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી તેની સામે થયે તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાર્થી બન્યા રહેવું. લાગ જોતા રહેવું.'' (ધો.૩ પૃ.૩૩૦) 66 ‘ ‘હિંમતે મરદા તો મદદે ખુદા' એ કહેવત પ્રમાણે જે પ્રસંગ આવી પડે તેમાં ધીરજ, સહનશીલતા અને દીર્ઘદૃષ્ટિ (જ્ઞાનીના યોગે મળેલી દૃષ્ટિ)થી વર્તવા યોગ્ય છે.'' (બી.૩ પૃ. ૩૧૩ “બાળક ગર્ભ અવસ્થામાં શું કરે છે? તેને કંઈ ભાન છે? છતાં તેનું પોષણ આપોઆપ થયે જાય છે. તે ફિકર કરે, ઉતાવળ કરે કે ક્લેશિત રહ્યા કરે તોપણ તેને જેટલી મુદત તે દશામાં રહેવાનું છે તેમાં ફેરફાર થાય તેમ છે? જે ભૂમિકામાં જે કર્તવ્ય છે તેટલું કરતા રહી જેમ બને તેમ શાંતિનું સેવન કરતા રહેવાથી સરળ રીતે આગળ વધાય છે.'' (બો.૩ પૃ.૩૨૧) “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી'' (r) એવું પરમકૃપાળુદેવનું વચન સર્વ અવસ્થામાં શાંતિ પ્રેરી ઘણી ધીરજ આપે તેવું છે, તે વિચારવા વિનંતી સહ વિરમું છુંજી.'' (બો.૩ પૃ.૨૫૮) ૫૦૫. ચરિત્રને અદ્ભુત કરવું. પરમકૃપાળુદેવના વચનામૃત અનુસાર જીવનને ઘડી મારું ચરિત્ર અદ્ભુત કરું; અર્થાત્ સાત વ્યસન, સાત અભક્ષ્યનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળનો ત્યાગ, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન વગેરે ગુણો પ્રાપ્ત કરી ચરિત્રને અદ્ભુત કરું, કે જેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવાય. વળી અવસર આવ્યે નિરંતર સત્સંગમાં રહી નિર્મોહી થવા, વૈરાગ્ય ઉપશમ વધારવા ભક્તિ સ્વાધ્યાયમાં કાળ ગાળું. ‘બોધામૃત ભાગ-૩’માંથી – સદ્ગુરુ સમાગમે પ્રાપ્ત થયેલ નિર્મોહીપણું નિર્મોહી કુટુંબનું દૃષ્ટાંત “એક રાજા મોટું રાજ્ય સંભાળતો હતો છતાં તેને સદ્ગુરુનો અપૂર્વ યોગ થયેલો તેથી તેનું ચિત્ત તો આત્મઠિત થાય તેવું શાનીએ જણાવેલું તેમાં જ મગ્ન રહેતું હતું, તેના આત્માને શાંતિ રહેતી. તે લાભ રાણીજીને પ્રાપ્ત થાય તે અર્થે તેણે રાણી આગળ તે મહાત્માના ગુણગ્રામ કર્યા અને પોતાને તેમનો યોગ થયો ત્યારથી તે ભવ ફરી ગયા જેવું થયું, તે કહ્યું. તેથી રાણીજીને ૩૯૧ - Page #447 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પણ તે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરવા ભાવના થવાથી તે સરુનો યોગ મેળવી તેમણે જણાવેલું સાઘન તે કરવા લાગ્યાં. તેમને પણ તે સાઘનનો પ્રગટ અનુભવ થયો એટલે કુંવર યુવાન હતો છતાં તેને સરુનો સમાગમ કરાવ્યો અને તેને પણ ઘર્મની લગની લાગી. કુંવરે તેની સ્ત્રીને સમજાવી તેથી તેણે પણ સદ્ગુરુની ઉપાસના કરી શાંતિ મેળવી. આ પ્રમાણે આત્માર્થે બઘાં સત્સાઘન આરાધતાં અને પૂર્વકર્મના યોગે સુખદુઃખ ભોગવવાના પ્રસંગો આવે તેમાં ઉદાસીન રહેતાં, તેનું માહાભ્ય કોઈને લાગતું નહીં. દેવલોકમાં ઇન્દ્ર એક વખત આ રાજાના આખા કુટુંબના વખાણ કર્યા. તે સાંભળી એક દેવને થયું કે ઇન્દ્રનું કહેવું ખરું લાગતું નથી. પુરુષો તો કંઈ સમજે પણ બૈરાંમાં ઘર્મ સમજવાની બુદ્ધિ ક્યાંથી હોય!તે તો મોહમાં જ આખો ભવ ગાળે છે. તેથી પરીક્ષા કરવા તે રાજાની રાજધાનીને દરવાજે આવી ઊભો રહ્યો. થોડીવારમાં રાજકુમાર વનક્રીડા કરવા એક ટુકડી લશ્કરની લઈ જંગલમાં જતો હતો, તે જોઈ દેવે બાવાયોગીનું રૂપ ઘારણ કર્યું ને રાજસભામાં ગયો. આંખોમાં આંસુ લાવી, ગળામાં ડૂમો ભરાયો હોય તેવો દેખાવ કરી તેણે કહ્યું : હે રાજાજી!મોટી ઉંમરે આપને એક કુંવરની પ્રાપ્તિ થઈ, તે રાજ્ય ચલાવે તેવા થયા ત્યારે શિકાર કરવા આવ્યા હશે તે મારી ઝૂંપડી પાસે વાઘે મારી નાખેલા મેં જોયા, ત્યારથી મારી આંખોમાં આંસુ સુકાતા નથી. રાજ્યનું હવે શું થશે? રાજાએ યોગીને આસન પર બેસાડી પૂછ્યું: યોગીરાજ! આપ કેટલાં વર્ષથી જંગલ સેવો છો? યોગી બોલ્યા, પચ્ચીસ વર્ષથી. ત્યાં શું કરો છો? તો કહે, ઈશ્વરભજન. રાજાએ કહ્યું : બાવાજી! આપ આટલો ક્લેશ કરો છો તો તમને સાચા ગુરુ મળ્યા નથી એમ લાગે છે. નહીં તો પોતાનો દીકરો મરી જાય તો પણ ક્લેશ કરવો નકામો સમજાવો જોઈએ. જો તમને પારકા છોકરાનું આટલું બધું લાગી આવે છે, તો વૈરાગ્ય વિના ઈશ્વરભજન કેવું કરતા હશો? માટે હવે સદ્ગુરુ શોથી સાચો વૈરાગ્ય પામી ઈશ્વરને ઓળખી મનુષ્યભવ સફળ કરો. એમ કહી રજા આપી. ત્યાંથી રાણી પાસે તે ગયો. બૈરાં આગળ વળી વઘારે ફેલ દેવમાયાથી તે કરવા લાગ્યો. હાંફતો હાંફતો છાતી કૂટતો તે કહેવા લાગ્યો : રાણીજી! સત્યાનાશ વળી ગયું, કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝુંપડી પાસે જ મેં જોયા. તેથી દોડતો દોડતો તમને ખબર કહેવા આવ્યો છું. રાણીજીએ તેને બેસાડી પાણી પાયું. મોં-માથું સાફ કરી સ્વસ્થ થવા કહ્યું એટલે તે બેઠો, પાણી પીધું. રાણીજીએ કહ્યું : બાવાજી, આ ચોગાનમાં આ આંબો છે. તેના ઉપર ઘણી કેરીઓ બેસે છે. તેમાંથી ઘણી તો ગરી જાય છે. કોઈ વઘે તે બીજા તોડી લે છે. તેમ મને ઘણા સંતાન થયાં અને મરી ગયાં. આયુષ્યબળે યુવાવસ્થા આ કુંવર પામ્યો ત્યાં વળી કાળે તેનો પ્રભાવ જણાવ્યો. બનનાર છે તે ફરનાર નથી. અમને સદ્ગુરુનો યોગ થયો છે તેથી અમને ભક્તિ એ જ આ ભવમાં અત્યંત પ્રિય છે, તેટલી પ્રીતિ કુંવર પ્રત્યે પણ નથી. હવે જિંદગી ટકશે ત્યાંસુધી ભક્તિ કરી આ આત્માનું હિત કરીશું. પણ આપને આટલો ક્લેશ થાય છે તે જાણી નવાઈ લાગે છે. ત્યાંથી ઊઠી તે દેવ કુંવરની પટરાણી પાસે ગયો. ત્યાં જઈને વાળ તોડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો. તે જોઈ પટરાણીએ પૂછ્યું : બાવાજી! આમ કેમ કરો છો? તેણે કહ્યું : તમારું નસીબ ફૂટી ગયું. કુંવરજીને વાધે મારી નાખેલા મારી ઝૂંપડી પાસે જંગલમાં જોયા ત્યારથી મને ચેન પડતું નથી. તમને ખબર કહેવા આટલે દૂર આવ્યો છું. તે બાઈ બોલી : બાવાજી! આવ્યા તે સારું કર્યું. પણ મારી વાત સાંભળો હું ક્યાં જન્મેલી, ક્યાં ઊછરેલી અને પૂર્વના સંસ્કારે આ કુટુંબમાં આવી ચઢી, પણ મોટો લાભ તો અમને સદ્ ગુરુનો યોગ થયો અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારથી અમે બધા કુટુંબના જાણે મરી ગયાં હોઈએ અને ૩૯૨ Page #448 -------------------------------------------------------------------------- ________________ 3 ETV નિર્મોહી પુત્રવધૂની પરીક્ષા નિર્મોહી કુટુંબ W www ચર ગૃ wwwww નિર્મોહી રાજાની પરીક્ષા ૧ નિર્માી રાણીની પરીક્ષા esse ૨ WISIANA }} દૈવી પ્રગટ થઈ સર્વ નિર્માઠી કુટુંબની પ્રશંસા કરી ** Page #449 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અહીં માત્ર રાજ્યને જોવા માટે આવ્યાં હોઈએ તેમ મહેમાન તરીકે રહીએ છીએ. ભગવાન સિવાય અમને કશું ગમતું નથી. તેની બધી ઇચ્છા સુખકારી અમે માનીએ છીએ. આપ હવે ક્લેશ કરશો નહીં. સદ્ગુરુકૃપાએ અમે સુખી થયાં છીએ અને સુખી જ રહીશું. ત્યાં રાજા રાણી આવ્યા એટલે તે દેવ બાવાનું રૂપ તજી દેવ થયો. તે કુંવર મરી નથી ગયો. માત્ર તમારી પરીક્ષા કરવાને આવ્યો હતો એમ કહી તેમને નમસ્કાર કરી તે પાછો દેવલોકે ગયો.” (બો.૩ પૃ.૬૮૫) રોઢમુનિનું દ્રષ્ટાંત - હાથી વહોરાવે તો જ આહાર લેવો. દિલ્લીમાં રોઢ નામના મુનિ નિસ્પૃહભાવે વિચરતા હતા. એક વખત એમણે એવો અભિગ્રહ કર્યો કે હાથી મને વહોરાવે તો જ આહાર લેવો. રોજ બપોરના સમયે આહાર લેવા નીકળતા. ન મળે તો તપની વૃદ્ધિ થઈ એમ માનતા. એક દિવસ રાજાને ત્યાં રહેલો હાથી આલાભથંભને તોડી ગાંડો થઈને દિલ્લીમાં દોડવા લાગ્યો. તે જોઈને લોકો નાસભાગ કરવા લાગ્યા અને મેડી ઉપર ચઢી ગયા. ત્યાં - મુનિને સામે આવતા જોઈ લોકો કહેવા લાગ્યા કે ઉપર ચઢી જાઓ, પણ મુનિ તો શાંતભાવે ઈરિયાસમિતિપૂર્વક ચાલતા હતા. મુનિને જોઈ હાથી શાંત થઈ ગયો અને દુકાનમાંથી લાડુ લઈને મુનિને આપવા લાગ્યો. મુનિએ કહ્યું - તારી માલિકીના નથી. તે સાંભળીને ઉપરથી માલિક બોલ્યો કે-હે મુનિ! ભલે આપ લાડુ લો એમાં હું = રાજી છું. હાથીએ મુનિને લાડું વહોરાવ્યા. તેમના અદ્ભુત ચરિત્ર વડે લોકોને આશ્ચર્ય ઊપજ્યુ. પ૦૬. વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત કરવાં. પાંચ ઇન્દ્રિયો, છઠ્ઠું મન અને ચાર કષાય તેના પર જેણે વિજય મેળવ્યો તે સર્વપક્ષી કીર્તિ કે વિજય મેળવી શકે છે. એ દશે ઉપર વિજય મેળવવાથી અંદર રહેલો પારસમણિ સમાન આત્મા પ્રાપ્ત કરી શકાય છે. વિષય કષાયથી આત્મા મલિન થયેલ છે. તે માટે સત્પરુષના બોઘ વડે તે મલિનતા કાઢે તો આત્મા નિર્મળ થતો જાય. તેનું આચરણ શુદ્ધ થવાથી તેની કીર્તિ ચારે દિશાઓમાં સ્વાભાવિક ફેલાય છે. જેમકે કૃપાળુદેવે શતાવધાન કર્યા તેથી દેશવિદેશમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમના વિષે કોઈ કહે એ તો મહાન કવિ છે અથવા સાક્ષાત્ સરસ્વતીના અવતાર છે વગેરે તેમના યશોગાન સર્વત્ર થયા તેમજ કેવળ લગભગ ભૂમિકા’ પ્રાપ્ત કરી સદ્ગુરુ પદે બિરાજી; વિજય, કીર્તિ, યશ સર્વ પક્ષી પ્રાપ્ત કર્યા. વિષયકષાયના સંપૂર્ણ વિજયી એવા સર્વજ્ઞ તીર્થકરોની કીર્તિ તો ત્રિલોકમાં સર્વત્ર ફેલાયેલી જ છે. આપણે પણ વિષયકષાયને વશ ન થઈએ તથા આપણું આચરણ કલંક રહિત હોય તો તેની છાપ લોકો ઉપર સહેજે પડે છે. અને કીર્તિની ઇચ્છા ન હોય તો પણ તે ફેલાય છે. સારા દેખાડવાના ભાવ કરતા સારા થવાની ભાવના આપણે કેળવીએ તો વિજય, કીર્તિ, યશ સર્વપક્ષી પ્રાપ્ત થાય. ૫૦૭. કોઈનો ઘરસંસાર તોડવો નહીં. પતિ પત્ની શાંતિથી રહેતા હોય. તેમાં સાસુ સસરા પોતાના પુત્રને સમજાવે કે તારી પત્નીને તો કેટલું કહીએ તો પણ તે માનતી નથી. એ તો એવી જ છે. એમ અનેક વાર પુત્રને કહેવાથી તે પણ પોતાની ૩૯૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પત્ની પ્રત્યે અભાવવાળો થાય અને ઠપકો આપે કે ક્લેશ કર્યા કરે તેથી બેયનો ઘરસંસાર દુઃખમય બની જાય. એમ કોઈનો ઘરસંસાર તોડવો નહીં. એમ કરવાથી આપણને પણ કર્મબંઘન થઈ દુઃખના દિવસો દેખવાનો અવસર આવે છે. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ચંદરવો બાંધવો હોય તો તારા પિયરે જા. મૃગસુંદરીનું દ્રષ્ટાંત - સંતપુર નગરમાં દેવદત્ત નામે એક વણિક વેપારી હતો. તેનો પુત્ર ઘનેશ્વર મિથ્યાત્વી હતો. તે વ્યાપાર કરવાને માટે મૃગપુર નામના નગરે આવ્યો. ત્યાં જિનદત્ત નામે શેઠ રહેતો હતો. તેની પુત્રી મૃગસુંદરી નામે હતી. તે બહુ સ્વરૂપવાન હતી. મૃગસુંદરીએ ત્રણ અભિગ્રહ લીધેલા. (૧) જિનેશ્વરની પૂજા કરવી, (૨) મુનિને દાન આપવું અને (૩) રાત્રિભોજનનો ત્યાગ. ઘનેશ્વર તે કન્યા ઉપર રાગવાળો થયો. તેણે વિચાર્યું કે આ શ્રાવક મને પુત્રી આપશે નહીં. તેથી કપટથી શ્રાવક થયો. પછી તેના પિતાને સમજાવી મૃગસુંદરીને પરણી પોતાને ઘેર આવ્યો. હવે જૈન ઘર્મની ઈર્ષ્યાથી મૃગસુંદરીને પૂજા કરવાનો નિષેઘ કર્યો. તેથી તેને ત્રણ ઉપવાસ થયા. તે વિષે મૃગસુંદરીએ મુનિમહારાજને પૂછ્યું એટલે ગુરુએ લાભ અલાભનો વિચાર કરીને કહ્યું કે ચૂલા ઉપર ચંદરવો બાંઘ. તેથી તેણે ચૂલા ઉપર ચંદરવો બાંધ્યો. તે જોઈને તેના સાસુ સસરાએ પોતાના પુત્ર ઘનેશ્વરને કહ્યું કે આ તારી સ્ત્રી કાંઈક કામણ કરે છે. તે સાંભળી ઘનેશ્વરે ચંદરવો ખેંચી કાઢ્યો. એમ સાત વખત ચંદરવો તેણે બાંધ્યો અને ઘનેશ્વરે કાઢી નાખ્યો. હવે ક્રોઘ કરીને કહ્યું કે જો તારે ચંદરવો બાંધવો હોય તો તારા પિયરે જા. તે બોલી – તમે બધા કુટુંબ સાથે મને પાછી પિયર મૂકી જાઓ. પછી બઘા તેને મૂકવા ચાલ્યા. રસ્તામાં જતાં એના સસરાના સગાંનું ગામ આવ્યું એટલે ત્યાં રોકાયા. તે લોકોએ મહેમાનો માટે રસોઈ બનાવી. રાત્રે બધાને જમવાનું કહ્યું. ત્યારે મૃગસુંદરીએ ના પાડવાથી તેના સાથે આવેલા બીજા પણ જમ્યા નહીં. પછી તેમના ઘરના લોકો બઘા જમ્યા. પણ રાત્રે રસોઈ બનાવવામાં સર્પનું વિષ આવી જવાથી તે બઘા મરી ગયા. પછી સાસુ-સસરા વગેરે બઘાએ મૃગસુંદરીને ખમાવી ત્યારે મૃગસુંદરી બોલી કે આ કારણથી જ મેં ચંદરવો બાંધ્યો હતો અને એટલા માટે જ હું રાત્રે ભોજન કરતી નથી. બઘાને જીવિતદાન મળવાથી હવે તેને કુળદેવીની જેમ માનવા લાગ્યા અને વહુ સહિત બધા પાછા ઘેર આવ્યા. પછી ઘનશ્વર પણ જૈનઘર્મી બની ગયો. આમ કોઈનો ઘરસંસાર તોડવામાં કારણરૂપ થઉં નહીં. (પૃ.૨૧૮) ૫૦૮. અંતરાય નાખવી નહીં. કોઈને પણ ઉત્તમ કાર્ય કરતાં અંતરાયરૂપ થાઉં નહીં. પણ અનુમોદન કરનારો થાઉં કે એ લોકો કેવું સારું કામ કરી રહ્યાં છે; એવું હું પણ ક્યારે કરીશ. “અંતરાય કર્મ નિવારણ અષ્ટ પ્રકારી પૂજા' માંથી : “ભણતાને કર્યો અંતરાય, દાન દિયતા મેં વારિયા રે; ગીતારથને ફેલાય, જૂઠ બોલી ઘન ચોરિયાં રે. જળપૂજા કરી જિનરાજ આગળ વાત વીતી કહો રે.” અર્થ- વિદ્યાનાં ઉપાસકોને વિદ્યા ભણવામાં અંતરાય કર્યો કોઈ દાન આપતું હોય તો આડો હાથ કરી તેને વાર્યો, જ્ઞાનીજનોની નિંદા કરી, અને જૂઠ બોલીને ઘન મેળવ્યું તે ઘનની ચોરી કર્યા બરાબર છે. (પૃ.૬) જળ પૂંજતી દ્વિજ નારી, સોમસિરિ મુગતિ વરી રે; શુભવીર’ જગત આઘાર, આણા મેં પણ શિર ઘરી રે. જળપૂજા.” ૩૯૪ Page #451 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ જળથી પ્રભુની પૂજા કરનારી બ્રાહ્મણ સ્ત્રી સોમશ્રી મુક્તિને પામી સોમશ્રીનું દ્રષ્ટાંત - બ્રહ્મપુર નામે નગર. સોમિલ નામે વિપ્ર. સોમશ્રી નામે પુત્રવધૂ. સોમશ્રી એકવાર જળનો કુંભ ભરીને આવતી હતી. ત્યાં તેણે સાંભળ્યું કે ભગવાનની જળથી પૂજા કરવાથી નિર્મળ જ્ઞાન મળે અને આત્મા અભયને પામે. સોમશ્રી સંસ્કારી હતી. તેથી જળનો ભરેલો ઘડો અભિષેક માટે પ્રભુ પાસે મૂકી દીઘો. સાસુને આ વાતની જાણ થઈ. એ લાકડી લઈને ઘરના દ્વારમાં ઊભી રહીને બોલી : “ઘડા વગર ઘરમાં પેસવા નહીં દઉં, વહુ!” સોમશ્રી પાછી વળી. કુંભારને ત્યાં ગઈ અને પોતાના સુવર્ણ વલયના બદલામાં ઘડો આપવા વિનંતી કરી. કુંભાર સંસ્કારી હતો. એણે પૂજાનું નિમિત્તે જાણી ઘડો મફત આપ્યો. ઘડો લઈને સોમશ્રી ઘરે આવી. આમ સોમશ્રી જળપૂજા કરવાથી બીજા ભવમાં કુંભશ્રી નામે રાજકુમારી થઈ અને કુંભાર અનુમોદના કરવાથી શ્રીધર નામે રાજા થયો. સાસુ અંતરાય કરવાથી દુર્ગતિ પામી. રાજકુમારી કુંભશ્રી પાંચમે ભવે મોક્ષપદને પામી. આ દ્રષ્ટાંત આપતાં આ પૂજાના રચયિતા કવિશ્રી વીર વિજયજી મહારાજ કહે છે કે હે જગતના આઘાર પ્રભુ! આપની આજ્ઞાને મેં પણ શિર ઉપર ઘારણ કરી છે. કેમકે આજ્ઞાનું આરાધન એ જ ઘર્મ છે. (પૃ.૭) અંતરાય કર્મ – માણસ મહેનત કરે, પણ ફળ ન મળે; દાન આપવા ઇચ્છે પણ આપી ન શકે, કોઈનું સારું કરવા ઇચ્છે પણ સારું કરી ન શકે, એ બઘો અંતરાયકર્મનો પ્રભાવ છે. જેમ રાજા દાન દેવાનો હુકમ કરે પણ દીવાન કે ભંડારી આપે નહીં, અંતરાય ઊભો કરે અથવા બહાનાં કરીને ટાળે તેમ. (પૃ.૨૦) સતી અંજનાનું દ્રષ્ટાંત – પૂજામાં બે ઘડીના અંતરાયથી બાવીસ વર્ષ પતિનો વિયોગ. કારણવશાત્ સતી અંજનાએ જંગલમાં વાસ કર્યો. ત્યાં મુનિ ભગવંતના દર્શન થયા. મુનિએ શ્રાવક ઘર્મનો ઉપદેશ આપ્યો તેથી તેણીએ શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. પછી સતી અંજનાએ મુનિ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછ્યો. તેના જવાબમાં મુનિ બોલ્યા કે પૂર્વભવમાં કનકરથ રાજાને કનકોદરી અને લક્ષ્મીવતી બે સ્ત્રીઓ હતી. તેમાં કનકોદરી તે તું હતી. તારી શોક્ય લક્ષ્મીવતીને પ્રતિદિન ભગવાનની પૂજા કરવાનો નિયમ હતો. તે સિવાય તે ભોજન કરતી નહીં. તેના પ્રત્યે તું દ્વેષ રાખતી હતી. તેથી એક દિવસે તે પ્રતિમાને લઈ જઈ તું ઉકરડામાં દાટતી હતી ત્યાં વિહાર કરતા જયશ્રી સાધ્વી આવી ચઢ્યાં. તેણે આ જોઈ કહ્યું કે આ તું શું કરી રહી છે. આ મહાપાપનું કારણ છે. તેથી તેં એ પ્રતિમા પાછી જ્યાં હતી ત્યાં લાવી મૂકી દીધી. પણ બે ઘડી સુધી પૂજાનો તારી શોક્યને અંતરાય કર્યો તેના ફળમાં તને તારા પતિનો ૨૨ વર્ષ સુઘી વિયોગ સહન કરવો પડ્યો છે. માટે કોઈને પણ શુભ કાર્યમાં અંતરાય કરવો નહીં. નહીં તો અનેકગણું તેનું માઠું ફળ જીવને ભોગવવું પડે છે. ૩૯૫ Page #452 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ (૬ થી ૫૦૯. શુક્લ ઘર્મ ખંડવો નહીં. શ્રી જિનેશ્વર ભગવંતે ભાખેલો સ્યાદ્વાદયુક્ત ઘર્મ તે જ ખરેખર શુક્લ એટલે ઉજ્જવળ પવિત્ર ઘર્મ છે. તેનું કોઈ દિવસ પણ ખંડન કરું નહીં. સ્યાદ્વાદયુક્ત ઘર્મનો મર્મ યથાર્થ ન સમજાય તો સમજવાની કોશિષ કરું, પણ તેનું ખંડન તો કદી કરું નહીં. શ્રીમદ રાજચંદ્રમાંથી :- “જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાક મેં સે ઉત્પન્ન હુઆ હૈ,” એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરો. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપો કે જૈન, વેદથી કઈ વસ્તુમાં ઊતરતો છે; એનું જ્ઞાન, એનો બોઘ, એનું રહસ્ય અને એનું સતુશીલ કેવું છે તે એકવાર કહો! આપના વેદવિચારો કઈ બાબતમાં જૈનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજાં કંઈ સાધન રહે નહીં. જે સત્પરુષોનાં વચનામૃત અને યોગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે! પરંતુ જગત મોહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારુ છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો; ગમે તો પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જાઓ, તેમ જૈનતત્ત્વને પણ જાઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો પણ તત્વને વિચારો. (વ.પૃ.૧૨૭) પ૧૦. નિષ્કામ શીલ આરાઘવું. સંસારના સુખની કાંઈપણ ઇચ્છા કર્યા વિના શીલની અથવા સંયમની આરાધના કરું. શીલ પાળીને આ લોક સંબંધી સુખ કે પરલોક સંબંધી દેવલોક આદિના સુખની ઇચ્છા રાખવાથી તે શીલ મોક્ષનું કારણ થતું નથી. પણ સંસારનું જ કારણ થાય છે. માટે માત્ર આત્માર્થના લક્ષે જ નિષ્કામ શીલ આરાધું. અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - જિનદાસ, સૌભાગ્યદેવીનું અખંડ શીલ. જિનદાસ, સૌભાગ્યદેવીનું દ્રષ્ટાંત – વસંતપુરમાં શિવંકર નામનો વ્રતધારી એક શ્રાવક રહેતો હતો. ત્યાં એક વખતે ઘર્મદાસ નામના સૂરિ પઘાર્યા. તેને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરુ પાસે કેટલીક આલોયણ લીધી. પછી હર્ષપૂર્વક બોલ્યો કે – “હે ભગવન્! મારા મનમાં લાખ સાઘર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે, પરંતુ તેટલું ઘન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો તે મનોરથ પૂર્ણ થાય?” ગુરુએ કહ્યું કે - “તું મુનિસુવ્રત સ્વામીને વાંચવા માટે ભરુચ જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે, તેની ભાર્યા સૌભાગ્યદેવી નામે છે; તે બન્નેને તારી સર્વ શક્તિથી ભોજન, અલંકાર ક આદિના સુખની ઇચ્છા નિષ્કામ શીલ ૩૯૬ Page #453 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાથર્મીને ભોજન આપ્યા જેટલું પુણ્ય થશે.” આ પ્રમાણે ગુરુનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિ વડે જિનદાસની સેવા કરી. ત્યારપછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછ્યું કે - “આ જિનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?” ત્યારે લોકોએ કહ્યું કે- “હે ભાઈ! સાંભળ, આ જિનદાસ સાત વર્ષનો હતો, ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુના મુખથી શીલોપદેશમાલાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એજ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીલ પાળવાનું અંગીકાર કર્યું. દૈવયોગે તે બન્નેનું જ પરસ્પર પાણિગ્રહણ થયું. પરંતુ શીલ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છુટો હતો તે દિવસ સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસ સૌભાગ્યદેવને છુટો હતો તે દિવસ જિનદાસને નિયમ હતો. આવી હકીકત બનવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે- “હે સ્વામી!હું તો નિરંતર શીલ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો.” તેણે કહ્યું કે- “મારે તો ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યોગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું અને પહેરામણી વિગેરે કરીને શ્રીસંઘનો પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાલબ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જિનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો.” (પૃ.૩૯) પ૧૧. ત્વરિત ભાષા બોલવી નહીં. રત એટલે શીધ્રપણે વિચાર્યા વગર બોલું નહીં. સમજી વિચારીને જ જવાબ આપું. દ્રૌપદીનું દ્રષ્ટાંત – ત્વરિત ભાષા બોલવાનું ફળ - મહાભારતનું યુદ્ધ. પાંડવોએ પોતાના મહેલમાં એવી રચના કરેલી કે જ્યાં પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. એકવાર દુર્યોધન ત્યાં આવ્યો અને જ્યાં જમીન હતી ત્યાં કપડાં ઊંચા કર્યા અને જ્યાં પાણી હતું ત્યાં કપડાં હાથમાંથી મૂકી દીઘા. તે જોઈ ઉપર ગોખમાં બેઠેલી દ્રૌપદી બોલી કે, “આંધળાના પુત્ર આંધળા'. આ પ્રમાણે ત્વરિત ભાષા વિચાર વગર બોલવાથી દુર્યોધનનાં મનમાં વેર વસી ગયું અને તેના ફળસ્વરૂપ આપ્યું મહાભારતનું યુદ્ધ રચાયું. માટે વિચાર્યા વગર કદી ત્વરિત ભાષા બોલું નહીં. ૫૧૨. પાપગ્રંથ ગૂંથું નહીં. જે ગ્રંથ રચવાથી લોકોમાં મોહની વૃદ્ધિ થાય તે સર્વ ગ્રંથ, ઉપન્યાસ વગેરે પાપના જ ગ્રંથો છે. બનારસીદાસનું ડ્રષ્ટાંત - બનારસીદાસે શૃંગારશાસ્ત્ર કવિતામાં રચ્યું હતું. તેને લોકો ઘણા પ્રેમપૂર્વક સાંભળતા પણ જ્યારે સમયસાર વગેરે ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો ત્યારે તેમને લાગ્યું કે ખરેખર આ શૃંગારશાસ્ત્ર તે પાપરૂપ ગ્રંથ છે. કોઈના હાથમાં આવશે તો માત્ર મોહને વઘારશે એમ જાણી તે ગ્રંથને ગંગાનદીમાં વહેતો કર્યો. માટે કદી એવા પાપગ્રંથને ગૂંથું નહીં. પ૧૩. શૌર સમય મૌન રહું. સૌર એટલે હજામત. હજામત કરાવતા સમયે મૌન રહું. મુનિઓ પણ જ્યારે લોચ કરે ત્યારે મૌનપણે કરે છે. હજામત વખતે મૌન રહી વિચાર કરું કે ક્યારે હું આ દેહથી સર્વથા મુક્ત થઈ સિદ્ધપદને પામીશ કે જેથી ફરી ફરી આ દેહની સુશ્રુષા કરવી પડે નહીં. ૩૯૭ Page #454 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૧૪. વિષય સમય મૌન રહું. વિષય સમય મૌન રહ્યું અને પોતાનું સ્વરૂપ ભૂલાય નહીં તેવી જાગૃતિ રાખું, તથા પોતાના આવા કૃત્યને હૃદયથી ધિક્કાર આપું, અને ભગવાન પ્રત્યે આવા કૃત્યોથી છોડાવવાની અંતરથી પ્રાર્થના કરું, શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “ભોગના વખતમાં યોગ સાંભરે એ હળુકર્મીનું લક્ષણ છે.” (વ.પૃ.૧૫૬) પ૧૫. કલેશ સમય મૌન રહ્યું. ક્લેશ સમયે મૌન રહું તો ક્લેશ વધે નહીં. ઝઘડો આપોઆપ શમી જાય. પત્થરથી પત્થર ટકરાય તો અગ્નિ ઝરે. માટે માણસ ગમે તેમ બોલે, અન્યાય કરે તો પણ સહન કરવાની ટેવ પાડું અર્થાત ફ્લેશ વઘવાના કારણ જાણી મૌન રહું, તો બન્નેને શાંતિનું કારણ થાય. વઢકણીરાણીનું દૃષ્ટાંત – વહુ ચણા ખાય અને રાણીને અંગૂઠો બતાવે. એક શહેરમાં રાજાની રાણી વઢકણી હતી. ગમે તેની સાથે વઢવાડ કરે ત્યારે જ એને શાંતિ વળે. ગામના લોકો કંટાળી ગયા. તેથી રાજાને ફરિયાદ કરી. ત્યારે રાજાએ કહ્યું કે ગામમાંથી એક એકના ઘરમાંથી પ્રતિદિન એક જણ આવી રાણી સાથે વઢવાડ કરવી. એમ વારો બાંધ્યો. વારા પ્રમાણે એક ડોશીનો વારો આવ્યો. તેને ત્યાં છોકરાની વહુ તરત પરણીને આવી હતી. તેણે ડોશીને કહ્યું કે, માજી! તમારા બદલે મને જાવા દ્યો. સાસુએ ના પાડી કે તું તો નાની છે, તારું કામ નહીં. છતાં આગ્રહ કરવાથી સાસુએ જવાની રજા આપી. તે ગઈ ત્યારે સાથે એક શેર ચણા લેતી ગઈ અને થોડી મોડી ગઈ. તેથી રાણી વધારે ક્રોધે ભરાણી અને વહુને ગમે તેમ બોલવા લાગી. પણ તે વહુ તો બોલી જ નહીં. રાણી જ્યારે ખૂબ બોલી ચૂપ રહી કે વહુએ મોઢામાં ચણાનો એક ફાકો મારી રાણીને અંગૂઠો બતાવ્યો. તેથી રાણી ફરી વઘારે બોલવા લાગી. પણ વહુ તો બોલ્યા વગર માત્ર ચણા ખાતી જાય અને રાણીને અંગૂઠો બતાવતી જાય. એમ સાંજ સુધી કરતાં રાણી બોલીબોલીને થાકીને લોથ જેવી થઈને પડી. પછી રાણીને વિચાર આવ્યો કે એ કંઈ નહીં બોલવાથી કેવી સુખે સુખે ચણા ખાતી રહી અને હું જ દુઃખી થઈ. હવે વઢવાડ કરવી જ નથી, એમ નિશ્ચય કરીને રાજાને જણાવ્યું તેથી રાજા પણ આનંદ પામ્યો. એમ ક્લેશ સમયે મૌન રહેવાથી બેયને શાંતિનું કારણ થાય છે. શેઠશેઠાણીનું દ્રષ્ટાંત - ફ્લેશ સમયે મૌન રહેવાથી સર્વને શાંતિ. એક શેઠ શેઠાણી હતા. તે બન્ને વચ્ચે રોજ વઢવાડ થાય. તે જોઈ પાડોશણે કહ્યું કે જો તમારે રોજની માથાફોડથી મુક્તિ મેળવવી હોય તો મારી પાસે તેની દવા છે. જરૂર હોય તો આપું.ત્યારે શેઠાણીએ કહ્યું કે આપો તો ઘણું સારું થાય. રોજની કંકાસથી માથું ચઢી જાય છે. ત્યારે પાડોશણે શીશીમાં ભરીને દવા આપતા કહ્યું કે શેઠ ઘરે આવે ત્યારે તમારે આ દવા મોઢામાં ભરી દેવી. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે શેઠ ઘરમાં હોય ત્યાં સુધી તમારે એ દવા મોઢાંમાં જ રાખવી; ગળે ઉતારવી નહીં. તો આ દવાના પ્રભાવથી તમને જરૂર શાંતિ થઈ જશે. શેઠ આવ્યા, ગમે તેમ બોલવા લાગ્યા. ત્યારે શેઠાણીએ તો દવા મોઢામાં ભરી દીધી. તેથી શેઠના સામું તેમને ખોટું લાગે તેમ બોલી શકી જ નહીં. અંતે શેઠ પણ બોલતા બંઘ થયા અને કજીઓ કંકાસ થયો નહીં. તે દવા શું હતી? તો કે માટલાનું ઠંડુ પાણી. પણ તે મોઢામાં રહેવાથી ફ્લેશ સમયે મોટું મૌનપણું ઘારણ કરીને રહ્યું તેથી એકપક્ષી ફ્લેશ કેટલો ચાલે? અંતે તેને બંધ થયે જ છૂટકો છે. ૩૯૮ Page #455 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૧૬. જળ પીતાં મૌન રહું. જળ પીતાં મૌન રહી વિચાર કરું કે જળ પીવું એ મારા આત્માનો સ્વભાવ નથી. જળના એક એક ટીપામાં અસંખ્ય જીવો છે. જે મારા વડે હણાય છે. એવો સમય ક્યારે આવશે કે જ્યારે હું દેહરહિત પરમાત્મા બની આ જળકાયના જીવોને સર્વથા અભયદાન આપીશ. ૫૧૭. જમતાં મૌન રહું. જમતાં મૌન રહી વિચારું કે પરમકૃપાળુદેવે કહ્યું છે કે – “સ્વાદનો ત્યાગ એ જ ખરો આહારનો ત્યાગ છે માટે મારે સ્વાદની વિશેષ લોલુપતા ન રાખવી જોઈએ. આહારનું પ્રયોજન માત્ર શરીરને ટકાવવા પૂરતું છે, કે જેથી આત્માર્થ સાધી શકાય. માટે આવા વિચાર કરવા અર્થે જમતાં મૌન રહું. “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - “આહાર, નિહાર તથા ભોગ આદિ સમયે જ્ઞાનનો ઉચ્ચાર કરવા વગેરેથી મોટા જ્ઞાનાવરણીયકર્મનો બંધ થાય છે.” (પૃ.૨૦) ‘હિતશિક્ષાના રસનું રહસ્ય'માંથી :- “ઉત્તમ પુરુષે સાધુની જેમ ભોજન કરવું, એટલે કે જમતાં સમયે ભોજનને વખાણવું કે વખોડવું નહીં. જમી રહ્યા પછી નિર્મળ જળનો એક કોગળો ગળે ઉતારી જવો. બીજો કોગળો મુખશુદ્ધિ માટે બહાર કરવો. જમ્યા પછી સો ડગલાં ભરવા, કેમકે જમીને બેસી રહેવાથી પેટ વધે છે. પછી ડાબે પડખે થોડો વખત જાગતાં સૂવું. સીધા સૂવાથી કફ ઉત્પન્ન થાય છે અને ડાબે પડખે સૂવાથી સ્વસ્થતા વધે છે.” (પૃ.૮૧) ૫૧૮. પશુપદ્ધતિ જળપાન કરું નહીં. પશુ જેમ વાસણમાં સીધું મોટું નાખીને પાણી પીવે તેવી રીતે જળપાન કરું નહીં. મૂર્ખનું દ્રષ્ટાંત - ગામમાં એક જણને લોકો મૂખ કહેતા હતા. તેથી તેના મનમાં એમ થયું કે અહીં લોકો મને મૂખોં કહે છે માટે આ ગામ છોડીને બીજા ગામે ચાલ્યો જાઉં. ત્યાં મને કોઈ ઓળખતું નથી. એમ વિચારી તે બીજે ગામ ગયો. તે ગામની ભાગોળે પહોંચતા તેને તરસ લાગી. તેટલામાં ત્યાં પાણીનો હોજ દીઠો. તે હોજમાં પશુની જેમ મોટું ઘાલી પાણી પીવા લાગ્યો. તે જોઈ લોકો કહેવા લાગ્યા કે અરે મૂર્ખ તને પાણી પીતાં પણ આવડતું નથી. તે સાંભળી તેના મનમાં થયું કે આ ગામના લોકોને પણ કેમ ખબર પડી ગઈ કે મને બઘા મૂખોં કહે છે. મૂર્ણ છે કે ડાહ્યો છે એ તો તેના વર્તન પરથી જણાઈ આવે છે. મૂર્ખતા કંઈ છાની રહે નહીં. માટે પશુપદ્ધતિએ જળપાન કરું નહીં. પ૧૯. કૂદકો મારી જળમાં પડું નહીં. આજે તો સ્વીમીંગપુલ બનાવવામાં આવે છે. તેમાં ઉપરથી કૂદકા મારીમારીને અંદર પડે. અણગળ પાણીના જીવો કેટલા દુઃખ પામે છે તેનો પોતાની મોજ ખાતર કોણ વિચાર કરે છે. પણ જ્યારે પાપના ફળ ઉદયમાં આવશે ત્યારે વિવિલાટ કરતાં પણ છૂટશે નહીં. માટે કૂદકો મારી જળમાં પડું નહીં, પણ બને તેટલું ઓછું પાણી ડોલમાં લઈ શરીર સ્વચ્છ કરું. પ૨૦. સ્મશાને વસ્તુમાત્ર ચામું નહીં. સ્મશાનમાં મડદું બળતું હોય તે વખતે કોઈપણ વસ્તુ ચાખું નહીં. પણ અત્યારે કલિયુગના પ્રભાવે સ્મશાનમાં પણ લોકો ચા વગેરે પીતા થયા છે. સ્મશાન વૈરાગ્ય પણ નષ્ટ થવા લાગ્યો છે. નહીં તો ૩૯૯ Page #456 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સ્મશાનમાં બેઠા હોય ત્યાં સુધી સંસારની અસારતા વિચારવાનો અવકાશ હતો કે અહો ! એક દિવસ બધાને આ પ્રમાણે મરણને શરણ થવાનું છે તો હવે શામાં મોહ કરું. બધું ક્ષણિક છે, નાશવંત છે. માટે સાથે આવે એવું ભક્તિ સત્સંગ વડે સંસ્કારધન એકઠું કરી લઉં કે જે પરભવમાં પણ સુખનું કારણ થાય. પરમકૃપાળુદેવ કોઈના મરણની વાત સાંભળતા તો આહાર પણ કરતા નહીં, એવો તેમના અંતરમાં વૈરાગ્ય હતો. ૫૨૧. ઊંધું શયન કરું નહીં. ઊંધું શયન કરવાથી વિકાર ઉત્પત્તિનો સંભવ હોઈ શકે, માટે ઊંધું શયન કરું નહીં. ૫૨૨. બે પુરુષ સાથે સૂવું નહીં. તે સ્વજાતિ વિકારવૃત્તિનું કારણ છે. જગતમાં એવા પુરુષો પણ છે કે જેને સ્ત્રીને જોઈ આકર્ષણ થતું નથી, પણ પુરુષોને જોઈને આકર્ષણ થાય છે. તેથી બે પુરુષે પણ કદી સાથે સૂવું નહીં. ૫૨૩. બે સ્ત્રીએ સાથે સૂવું નહીં. એ પણ વિકાર સ્મૃતિનું કારણ થાય છે. માટે બે સ્ત્રીએ પણ સાથે સૂવું નહીં. ૫૨૪. શાસ્ત્રની આશાતના કરું નહીં. સત્પુરુષોએ લખેલા શાસ્ત્રોનું બહુમાન કરું, પૂજા કરું પણ આશાતના કરું નહીં. આશાતના કરવાથી ગુણમંજરીની જેમ કે વરદત્તની જેમ મૂંગી અને મૂર્ખની સ્થિતિ પ્રાપ્ત થાય છે. જ્યારે શાસ્ત્રનો વિનય કરવાથી કે ભાવપૂર્વક પૂજા કરવાથી શ્રી કુંદકુંદાચાર્ય જેવી વિદ્વતા પ્રાપ્ત થાય છે. જેમણે સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક ગ્રંથોની શ્રેષ્ઠ રચના કરી છે. આ બધું પૂર્વભવમાં કરેલ શાસ્ત્ર વિનયનું ફળ છે. ‘સમાધિસોપાન'માંથી :- શાસ્ત્રવિનય - ‘બહુ આદરથી સત્શાસ્ત્ર ભણવું, સાંભળવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને દેખીને વ્યાખ્યાનાદિ કરવું. શાસ્ત્રમાં કહેલાં વ્રત, સંયમાદિ પોતાનાથી ન બની શકે તોપણ આજ્ઞાનો લોપ કરવો નહીં, એટલે સૂત્રની આજ્ઞા હોય તે પ્રમાણે જ કહેવું. જે સૂત્રની આજ્ઞા હોય તે એકાગ્ર ચિત્તથી શ્રવણ કરવી. શ્રવણ કરતી વખતે બીજી વાત કરવી નહીં. આદ૨પૂર્વક મૌનપણે શ્રવણ કરવું. કંઈ સંશય થાય તો સંશય દૂર કરવાને વિનયપૂર્વક થોડા અક્ષરો વડે સભામાં લોકને અથવા વક્તાને ક્ષોભ ન ઊપજે તેવી રીતે વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ઉત્તર મળે તે આદરથી અંગીકાર કરવો તે શાસ્ત્રવિનય છે. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પોતે તેનાથી નીચે બેસવું, પ્રશંસા સ્તવના કરવી ઇત્યાદિ શાસ્ત્રનો વિનય કરવો. આ પ્રકારે દેવ, ગુરુ, શાસ્ત્રનો વિનય છે એ ધર્મનું મૂળ છે. (પૃ.૧૭૦) ‘ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી : પેથડશ્રાવકનું દૃષ્ટાંત “શ્રી ધર્મઘોષ સૂરિના ઉપદેશથી સંઘવી પેથડે તેમના મુખથી એકાદશાંગી સાંભળવાનો આરંભ કર્યો, તેમાં પાંચમા અંગમાં જ્યાં જ્યાં “ગોયમા’’ (હે ગૌતમ !) એવું પદ આવે ત્યાં ત્યાં સુવર્ણમહોરથી તેણે પુસ્તકની પૂજા કરી; એમ દરેક પ્રશ્ને સોનામહોર મૂકવાથી છત્રીશ હજાર સોનામહોર થઈ. પછી એટલું દ્રવ્ય ખર્ચીને તેણે સમગ્ર આગમનાં પુસ્તકો લખાવ્યાં, અને તેને ૪૦૦ Page #457 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રેશમી વસ્ત્રનાં બંઘન કરાવીને ભરુચ, સુરગિરિ, માંડવગઢ, અર્બુદાચલ વિગેરે સ્થાનોમાં સાત જ્ઞાનનાં ભંડારો કર્યા. શ્રી કુમારપાળ રાજાએ સાતસો લહીયા પાસે છ લાખ અને છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમની સાત પ્રતો સોનેરી અક્ષરથી લખાવી, અને શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા સાડા ત્રણ કરોડ શ્લોકની એકવીશ પ્રતો લખાવીને એકવીશ જ્ઞાનના ભંડાર કર્યા. કહ્યું છે કે હાલના સમયમાં કાળના અનુભાવથી તથા મતિની મંદતાથી પુસ્તક વિના જ્ઞાન રહી શકતું નથી, માટે શ્રાવકોએ નિરંતર પુસ્તકો લખાવવાં તે અત્યંત યોગ્ય છે''. “જિનપ્રતિમા કરાવ્યા કરતાં પણ સિદ્ધાંતોને લખાવવામાં તથા તેનું શ્રવણ કરવામાં મોટું પુણ્ય છે; કેમકે જ્ઞાન વિના પ્રતિમાનું મહત્વ શી રીતે જાણી શકાય? તેથી જ્ઞાનના ભંડારો ઘર્મની દાનશાળાની જેવા શોભે છે. ગુરુ વિના શિષ્યને જ્ઞાન થતું નથી તેમ પુસ્તકો વિના વિકતા પણ આવતી નથી”. ઇત્યાદિ ઉપદેશ સાંભળીને વસ્તુપાળ મંત્રીએ અઢાર કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભુ નામના શ્રેષ્ઠીએ ત્રણ કરોડ દ્રવ્ય ખર્ચીને સર્વ સૂત્રની એક એક પ્રત સોનેરી અક્ષરથી અને બીજા ગ્રંથોની એક એક પ્રત શાહીથી લખાવી હતી. કહ્યું છે કે - “જે મનુષ્ય સિદ્ધાંતના પુસ્તકો લખાવે છે તેઓ દુર્ગતિને, મૂકપણાને, જડતાને, અંઘતાને અને બુદ્ધિરહિતપણાને પામતા નથી.” (પૃ.૧૫) પ૨૫. ગુરુ આદિકની તેમ જ. શાસ્ત્રની જેમ દેવગુરુની પણ આશાતના કરું નહીં, પણ તેમનો પૂરેપૂરો વિનય કરું. એ ત્રણે તત્ત્વની આશાતના કરવાથી અનંતસંસારની વૃદ્ધિ થાય છે. માટે દેવ ગુરુ ઘર્મની કોઈ રીતે પણ મારાથી આશાતના ન થાય તેની કાળજી રાખું. “સમાધિસોપાન'માંથી - દેવવિનય – “સમવસરણ વિભૂતિ સહિત, ગંદકુટીમાં સિંહાસન ઉપર અંતરીક્ષ વિરાજમાન, ચોસઠ ચમરો, ત્રણ છત્ર આદિ આઠ પ્રાતિહાર્યો (આકર્ષક આશ્ચર્યા) વડે શોભતા, કરોડ સૂર્ય સમાન તેજસ્વી, પરમ ઔદારિક શરીરવાળા, બાર સભાઓની મધ્યે દિવ્યધ્વનિ વડે અનેક જીવોને ઉપકારી અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે મન વડે પરોક્ષ દેવવિનય છે. તેમનું વિનયપૂર્વક સ્તવન કરવું તે વચન વડે પરોક્ષ વિનય છે. બે હાથની અંજલિ જોડી માથે ચઢાવી નમસ્કાર કરવો તે કાયા વડે પરોક્ષ વિનય છે. જિનેન્દ્ર કે પ્રતિબિંબની પરમ શાંત મુદ્રાને પ્રત્યક્ષ નેત્ર વડે નિહાળીને મહા આનંદથી મનમાં ધ્યાન કરીને પોતાને કૃતકૃત્ય માનવા તે મન વડે પ્રત્યક્ષ વિનય છે. જિનેન્દ્ર કે પ્રતિબિંબની સન્મુખ જઈને સ્તવન કરવું તે પ્રત્યક્ષ વચન-વિનય છે. માથે અંજલિ ચઢાવી વંદન કરવું તથા જમીન પર અંજલિ સહિત મસ્તક મૂકી ઢીંચણ વડે જમીનનો સ્પર્શ કરીને નમસ્કાર કરવો તે કાયા વડે પ્રત્યક્ષ વિનય છે. સર્વજ્ઞ, વીતરાગ. પરમાત્મા જિનેન્દ્રના નામનું સ્મરણ, ધ્યાન, વંદન, સ્તવન કરવું તે બઘો પરોક્ષ વિનય છે. આ પ્રકારે દેવનો વિનય સમસ્ત અશુભ કર્મોનો નાશ કરનાર કહ્યો છે. ગુરુવિનય - નિગ્રંથ, વીતરાગી મુનિશ્વરોને દેખીને ઊભા થવું, આનંદ સહિત સામા જવું, ૪૦૧ Page #458 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સ્તવન કરવું, વંદના કરવી, ગુરુને આગળ કરી પાછળ ચાલવું, કદાપિ સાથે ચાલવું પડે છે તો ગુરુની ડાબી બાજુએ ચાલવું, ગુરુને જમણી બાજુ રાખી ચાલવું કે બેસવું. ગુરુની હાજરીમાં ઉપદેશ પોતે ન દેવો, કોઈ પ્રશ્ન કરે તો પણ ગુરુ હોય તો પોતે ઉત્તર ન દેવો, ગુરુની ઇચ્છા પ્રમાણે ઉત્તર દેવો, ગુરુની હાજરીમાં ઊંચે આસને ન બેસવું, ગુરુ વ્યાખ્યાન ઉપદેશ આદિ દે ત્યારે બે હાથ જોડી અંજલિ કરી બહુ આદરભાવથી ઉપદેશ ગ્રહણ કરવો, ગુરુના ગુણોમાં અનુરાગ કરી આજ્ઞા પ્રમાણે વર્તન કરવું અને બીજા ક્ષેત્રમાં દૂર હોય તો તેમની આજ્ઞા હોય તે પ્રમાણે પ્રવર્તવું, દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવા તે ગુરુનો વિનય છે.” (પૃ.૧૬૯) પ૨૬. સ્વાર્થે યોગ, તપ સાધું નહીં. લોકોમાં મારો પ્રભાવ ફેલાય, હું તપસ્વી કે યોગી ગણાઉં, લોકો મને માન આપે; એવા તુચ્છ સ્વાર્થને માટે અષ્ટાંગ યોગ કે તપ સાથું નહીં. ઋદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી લોકોને બતાવવાનો પ્રયત્ન કરું નહીં. જેમ દેવબોઘીએ શરીર હલકું બનાવવા વગેરેની વિદ્યા મેળવીને કુમારપાળ રાજાને પોતાના સ્વાર્થ માટે શિવઘર્મી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ કરું નહીં. તે નીચે પ્રમાણે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા૧'માંથી - સર્વજ્ઞ કહેલો જૈનધર્મ જ સત્ય છે કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત - એકદા વાયુને સ્થંભન કરવાની ક્રિયામાં એટલે શરીરમાં ચાલતા વાયુને રોકીને શરીરને હલકું બનાવવાની ક્રિયામાં નિપુણ એવો દેવબોધિ નામનો બ્રાહ્મણ કમલના નાલના દાંડા કરી, કેળના પાંદડાનું આસન (શિબિકા-પાલખી) કરી, કાચા સુતરના તાંતણાથી તે નાળ અને પાંદડા બાંધી તે શિબિકા નાના શિષ્યોના સ્કંઘ પર ઉપડાવી, પોતે તેમાં બેસીને રાજસભામાં આવ્યો. તે જોઈ વિસ્મય પામેલા કુમારપાળ રાજાએ તેને સન્માન આપ્યું. પછી પૂજાને સમયે જિનેશ્વરની પૂજા કરતા રાજાને જોઈને દેવબોધિએ કહ્યું કે- “હે રાજા! તારા કુળધર્મનું ઉલ્લંઘન કરવું તને યુક્ત નથી”. કહ્યું છે કે નીતિશાસ્ત્રમાં નિપુણ એવા પુરુષો નિંદા કરો અથવા સ્તુતિ (પ્રશંસા)કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, આજે જ મૃત્યુ પ્રાપ્ત થાઓ, અથવા બીજા યુગમાં મૃત્યુ થાઓ, તોપણ ઘીર પુરુષો તેની કાંઈપણ દરકાર રાખ્યા વિના ન્યાયના રસ્તાથી એક પગલું પણ ચલિત થતા નથી.” માટે હે રાજા! તારે કુલપરંપરાનો શિવઘર્મ છોડવો યોગ્ય નથી. તે સાંભળીને રાજા બોલ્યો કે સર્વ કહેલો હોવાથી જૈનધર્મ જ સત્ય છે.” દેવબોધિ બોલ્યો કે “હે રાજા! જો તને શિવઘર્મની પ્રતીતિ આવતી ન હોય તો મહેશ્વરાદિક ત્રણે દેવતાઓ અને તેમની પૂજા કરતા તારા પૂર્વજોને સાક્ષાત્ અહીં આવેલા જોઈને તારા મુખથી જ તેમને પૂછી નિશ્ચય કર.” એમ કહીને તેણે પોતાની વિદ્યા શક્તિથી તે દેવોને તથા કુમારપાળના પૂર્વજોને પ્રત્યક્ષ દેખાડ્યાં. તે દેવો અને પૂર્વજો બોલ્યા કે - “હે વત્સ! તારે દેવબોધિના કહેવા પ્રમાણે કરવું.” તેથી રાજા વિસ્મય પામીને જડ જેવો બની ગયો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે “હે રાજા!હેમસૂરિ પણ અનેક વિદ્યામાં કુશળ છે'. તે સાંભળીને રાજા પ્રાતઃકાળે દેવબોધિ વિગેરેને લઈને સૂરિ પાસે વંદન કરવા આવ્યા. તે વખતે હેમચંદ્રસૂરિ શરીરની અંદરના પાંચે (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) વાયુને સંઘીને આસનથી કાંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે વખતે પૂર્વથી સંકેત કરી રાખેલા શિષ્યોએ સૂરિની નીચેથી આસન (પાટ વિગેરે) ખેંચી લીધું, એટલે સૂરિ જમીનથી ઘણા ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે જોઈ રાજા વિગેરે સર્વ મહા આશ્ચર્ય પામ્યા. પછી સૂરિ ૪૦૨ Page #459 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મહારાજે ‘અમારા દેવોને જો’. એમ કહી કુમારપાળ રાજાને એક ઓરડામાં લઈ ગયા. ત્યાં સમવસરણમાં રહેલા ચોવીશ તીર્થંકરોની પૂજા કરતા તેના એકવીશ પેઢીના પૂર્વજોને તેણે જોયા. તેઓ (તીર્થંકરો) પણ બોલ્યા કે ‘દયાધર્મ પાળવાથી જ તું વિવેકી છો, આ હેમસૂરિ તારા ગુરુ છે, તે જેમ કહે તેમ કરજે’. તથા પૂર્વજો પણ બોલ્યા કે – “હે વત્સ ! તેં જૈનધર્મનો આદર કર્યો તેથી અમે સુગતિના ભાજન થઈ આવી મહાઋદ્ધિ પામ્યા છીએ.’’ એમ કહી તે સર્વ અંતર્ધાન (અદૃશ્ય) થયા. તે જોઈ હીંચકા ખાતા મનવાળા રાજાએ સૂરિને તત્ત્વ પૂછ્યું કે “હે મહારાજ ! દેવબોધિએ બતાવ્યું તે સત્ય કે આ સત્ય? આ બાબતમાં મારું મન ચકડોળે ચડ્યું છે.’” ત્યારે સૂરિ બોલ્યા કે – “હે રાજા! પ્રથમ દેવબોધિએ તને જે આ બતાવ્યું તથા મેં તને જે બતાવ્યું તે સર્વ ઇન્દ્રજાળ છે. આકાશપુષ્પની જેમ અસત્ય છે; તે સાંભળીને રાજાએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને અનુક્રમે તે બાર વ્રતધારી શ્રાવક થયા. (પૃ.૧૧૨) ૫૨૭. દેશાટન કર્યું. દેશાટન એટલે જુદા જુદા દેશોમાં જવું તે. જ્યાં તીર્થસ્થાનોમાં જ્ઞાનીપુરુષોનો ભેટો થવાની સંભાવના હોય ત્યાં જરૂર દેશાટન કરું. જેમકે ઉદયાઘીન પરમકૃપાળુદેવનું મુંબઈમાં રહેવું થયું હોય તો તેમના સમાગમ માટે પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી સોભાગભાઈ જેવા પણ જતા હતા કે જેથી સત્સંગનો જોગ થાય. માટે આત્માર્થે દેશાટન કરું પણ બીજી રીતે નહીં. ‘ઉપદેશામૃત'માંથી – ‘શ્રી લલ્લુજી સ્વામીના ભાવ તો શ્રીમદ્ રાજચંદ્રના સમાગમ માટે વર્તતા હતા અને મુંબઈમાં સં.૧૯૪૯નું ચોમાસું ગાળવાનું નક્કી થયું એટલે મુંબઈ પહોંચ્યા પછી શ્રીમદ્ ના સમાગમ માટે તેમની દુકાને ગયા. શ્રીમદે પૂછ્યું, “તમારે અહીં અનાર્ય જેવા દેશમાં ચાતુર્માસ કેમ કરવું પડ્યું.? મુનિને અનાર્ય જેવા દેશમાં વિચરવાની આજ્ઞા થોડી જ હોય છે?’’ શ્રી લલ્લુજીએ કહ્યું, “આપના દર્શન-સમાગમની ભાવનાને લીધે અહીં ચાતુર્માસ કર્યું છે.’ શ્રીમદે પૂછ્યું, “અહીં આવતાં તમને કોઈ આડખીલ કરે છે?’’ શ્રી લલ્લુજીસ્વામીએ કહ્યું, “ના; હંમેશાં અહીં આવું તો કલાક કલાકનો સમાગમ મળશે?’’ શ્રીમદે કહ્યું, ‘“મળશે.’’ અવસરે અવસરે શ્રી લલ્લુજી શ્રીમદ્ના સમાગમ અર્થે પેઢી ઉપર જતા. તેમને દેખીને શ્રીમદ્ દુકાન ઉપરથી ઊઠી એક જુદી પાસેની ઓરડીમાં જઈ ‘સૂયગડાંગ’ સૂત્ર વગેરેમાંથી તેમને સંભળાવતા, સમજાવતા. (પૃ.૭) ૫૨૮. દેશાટન કરું નહીં. માત્ર મોજશોખ કરવા માટે કે ફરવા માટે દેશવિદેશમાં દેશાટન એટલે ફરવાપણું કરું નહીં. એથી આત્માની શુભ વૃત્તિઓમાં ઘણી મોળાશ આવે છે અને મોહમાં વિશેષ ખેંચાવાનું થાય છે. જેથી આત્મા કર્મોથી ભારે થઈ વિશેષ મલિન થાય છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જ્યાંસુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી.’’ (પૃ.૫૧૭) ‘બોધામૃત ભાગ-૩'માંથી :– “ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગોનો સંભવ છે. એવા ૪૦૩ Page #460 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વખતમાં જાણીજોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વહોરી લેવી? લોભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હોય તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મહિત કેટલું સઘાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે, પછી પૈસા આબરૂ વગેરે.” (પૃ.૩૭૦), પ૨૯. ચોમાસે સ્થિરતા કરું. ચાર મહિના વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિરતા કરું. મુનિને ચાર મહિના ચોમાસામાં એક ગામમાં સ્થિરતા કરવાની ભગવાનની આજ્ઞા છે. તેમ શ્રાવક પણ વિચાર કરીને જરૂર પૂરતા જ ગમનની છૂટ રાખી નિયમ લઈ શકે છે. કારણ ભૂમિ જીવાકુળ થયેલી હોવાથી જીવહિંસાનો વિશેષ સંભવ છે. એવું જાણી શ્રીકૃષ્ણ પણ ચાર મહિના પોતાના નગરની બહાર નહીં જવાનો નિયમ ભગવાન નેમિનાથના ઉપદેશને સાંભળી લીધો હતો. તેમ શ્રી કુમારપાળ રાજાએ પણ તેમના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યનો ઉપદેશ સાંભળી ચોમાસાના ચાર મહિના સુધી ચૈત્યદર્શન તથા ગુરુ દર્શન સિવાય પોતાના નગરમાં પણ ભ્રમણ ન કરવું એવો નિયમ ગ્રહણ કર્યો હતો. તે આ પ્રમાણે – “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - દયા માટે વર્ષાઋતુમાં એક સ્થાને સ્થિતિ કુમારપાળ રાજા અને યવનપતિનું દ્રષ્ટાંત - એક વખતે પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજાની પાસે છઠ્ઠી વ્રત વિષે આ પ્રમાણે કહ્યું કે, “હે રાજેન્દ્ર! વિવેકી પુરુષોએ સર્વદા જીવદયાને માટે છઠું વ્રત ગ્રહણ કરવું. તેમાં પણ વર્ષાકાળમાં તો વિશેષપણે ગ્રહણ કરવું. કહ્યું છે કે વાર્થ સર્વ નીવાનાં, વર્ષાવેવત્ર સંવયેત્ ” સર્વ જીવોની દયાને માટે વર્ષાઋતુમાં એક સ્થાને જ રહેવું. પૂર્વે શ્રીનેમિપ્રભુના ઉપદેશથી શ્રી કણે પોતાના નગરની બહાર નહીં જવાનો નિયમ લીઘો હતો. આ પ્રમાણે સાંભળી ચૌલુક્યસિંહ કુમારપાળે પણ એવો નિયમ લીઘો કે, “સર્વ ચૈત્યોના દર્શન કરવા જવું અને ગુરુને વંદન કરવા જવું, તે સિવાય હું પ્રાયે નગરમાં પણ ભમીશ નહીં.” તેનો આ નિયમ સર્વત્ર પ્રખ્યાત થઈ પ્રસરી ગયો. આ નિયમની વાર્તા બાતમીદારો દ્વારા ગીજનીના રાજા શક યવનપતિ (બાદશાહ) ના જાણવામાં આવી, તેથી તત્કાળ ગુર્જર દેશની સમૃદ્ધિ ગ્રહણ કરવાને અને તે દેશને ભાંગવાને યવનપતિએ ચડાઈ કરી. આ વૃત્તાંત ચરલોકથી જાણી ગુર્જરપતિ કુમારપાળ મંત્રી સહિત મોટી ચિંતામાં પડ્યા. પછી ઉપાશ્રય આવી ગુરુને કહ્યું કે- “ભગવન્! જો હું તે યવનપતિની સામે નહીં જાઉં તો તેથી દેશનો ભંગ તથા લોકને પીડા થશે; અને જો જાઉં છું તો મારા નિયમનો ભંગ થાય છે.” ગુરુ બોલ્યા- “હે રાજન! તમે આરાધેલો ઘર્મજ તમારી સહાય કરશે, માટે ચિંતા કરશો નહીં.” આ પ્રમાણે રાજાને ઘીરજ આપીને શ્રી હેમચંદ્રસૂરિ પદ્માસન કરી કોઈ ઇષ્ટ દેવતાનું ધ્યાન ઘરવા બેઠા. એક મુહર્ત વ્યતીત થયું તેવામાં આકાશમાંથી એક પલંગ ઊતરતો દીઠો. તે પલંગમાં એક પુરુષ સૂતો હતો, તે ઊઠીને ગુરુની આગળ ઊભો રહ્યો. રાજાએ પૂછ્યું કે, “આ કોનો પલંગ છે?” ત્યારે ગુરુએ જે હતું તે યથાર્થ કહ્યું. તે પલંગમાં સૂતેલો પુરુષ યવનપતિ બાદશાહ હતો, તે પલંગમાંથી ઊઠીને આસપાસ જોતાં વિચારમાં પડ્યો કે, “તે સ્થાન ક્યાં ગયું કે જ્યાં મારું સૈન્ય છે? આ ધ્યાન ઘરનાર કોણ છે? વળી આ રાજા પણ કોણ છે? ઇત્યાદિ ચિંતવન કરતો જોઈ સૂરિ બોલ્યા- “હે યવનપતિ! તું શું વિચાર કરે છે? જે પૃથ્વી ઉપર પોતાના ઘર્મનું એકછત્ર ઐશ્વર્ય ઘારણ કરે, તેને દેવતા પણ સહાય કરે છે. માટે જો તારે સ્વહિત કરવું હોય તો દેવતાઓ પણ જેની શક્તિનું ४०४ Page #461 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ઉલ્લંઘન કરી શકતા નથી એવા આ વપંજરરૂપ ધર્માત્મા રાજાને શરણે જા.' તત્કાળ યવનપતિ ભય, ઉદ્વેગ અને લજ્જાને પ્રાપ્ત થયો. પછી સુરિને પ્રણામ કરી શ્રીકુમારપાળ રાજાને નમ્યો અને બોલ્યો કે – ‘હે રાજન! મારા અપરાધને ક્ષમા કરો, આજથી હું યાવજ્જીવ તમારી સાથે સંધિ કરીશ. અત્યારે મારા જીવની રક્ષા કરીને * જગવપાલક' એવા તમારા બિરુદને સત્ય કરો. પ્રથમ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું પણ a ભુલી જઈને હું અહિં આવ્યો. હવે કદી પણ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં. તમારું કલ્યાણ થાઓ; અને મને મારા આશ્રમમાં પહોંચાડો.'' રાજર્ષિ બોલ્યા કે – “હે યવન ! જો તું તારા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવે તો હું છોડું. તારે મારી એટલી આજ્ઞાનો અમલ કરવો તેજ મારી ઇચ્છા છે. બળાત્કારથી કે છળથી પણ જીવરક્ષા કરાવવી એવો મારો નિશ્ચય છે અને એમ કરવાથી મને અને તને બંનેને પુણ્ય થશે.’’ યવનરાજ આવું તે બલિષ્ટ રાજાનું વચન ઉલ્લંઘન કરવાને સમર્થ થયો નહીં. પછી કુમારપાળ રાજા તેને પોતાના મહેલમાં લઈ ગયો અને ત્રણ દિવસ સુધી રાખી ઘણો સત્કાર કરી જીવદયાની શિક્ષા આપીને પોતાના આપ્તજનની સાથે તેને સ્થાનકે પહોંચાડ્યો. કુમારપાળના સેવકો ગીજનીમાં છ માસ સુધી જીવરક્ષા કરાવી, યવનપતિએ આપેલી અશ્વ વિગેરેની ભેટો લઈને કુમારપાળની પાસે પાટણમાં આવ્યા અને તે વાર્તા કહીને ચૌલુક્યપતિને આનંદ પમાડ્યો. આ પ્રમાણે સર્વ રાજાઓએ અને મુનિઓએ સ્તુતિ કરેલા માર્ગમાં ચાલનારાં કુમારપાળરાજાએ સેંકડો કષ્ટ ભોગવીને પણ દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતનું પાલન કર્યું. (પૃ.૧૪૯) ૫૩૦. સભામાં પાન ખાઉં નહીં. રાજસભા હોય, ધર્મની સભા હોય કે ભક્તિમંડળની સભા હોય અથવા જ્યાં વડીલો બેઠા હોય ત્યાં પાન વગેરે ખાઉં નહીં. તેમ કરવાથી મોટા પુરુષોનો અવિનય થાય, મર્યાદા ઘર્મનું ઉલ્લંઘન થાય તથા પોતાની અયોગ્યતાનું પણ પ્રદર્શન થાય. માટે સભા વગેરે ઉત્તમ સ્થાનોમાં પાન વગેરે ખાઉં નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨માંથી – ‘તાંબુલ’ એટલે પાન, સોપારી, કાથો વિગેરે સ્વાદિષ્ટ દ્રવ્ય. તેમાં પત્ર તે નાગરવેલ વિગેરેના સમજવા. નાગવલ્લીપત્ર હમેશાં જળથી મિંજેલા રખાય છે તથા તેમાં લીલ, ફુગ, કંથુવા તથા ઇંડા પ્રમુખ ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે અને તેમની વિરાધના થાય છે; તેથી પાપભીરુ પુરુષો તેનો રાત્રે ઉપયોગ કરતા જ નથી. તેમ છતાં જેઓ ઉપયોગ કરે તેઓ દિવસે પણ સારી રીતે શોષીને ઉપયોગ કરે ‘શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર'માં પણ કહ્યું છે કે, “વનસ્પતિમાં જ્યાં એક બાદર પર્યાપ્ત જીવ હોય ત્યાં તેની નિશ્રાએ પ્રત્યેક વનસ્પતિમાં અપર્યાપ્ત જીવ સંખ્યાતા અથવા અસંખ્યાતા હોય અને સાધારણ વનસ્પતિમાં તો નિયમા અનંતા જીવો ઉત્પન્ન થાય છે.'' એવી રીતે નાગરવેલના એક પાન વિગેરેમાં અસંખ્ય જીવો હણાય છે અને તદાશ્રિત લીલફુગના હોય તો અનંત જીવો હણાય છે, તેથી તેનો અવશ્ય નિયમ (ત્યાગ) કરવો. (પૃ.૧૫૮) ૪૦૫ Page #462 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘હિત શિક્ષાના રાસનું રહસ્ય'માંથી :- પાન સડેલ કે કોહવાયેલ હોય તો પણ તેને ખાનારા તેટલો ભાગ કાઢી નાખી ખાતાં અચકાતાં નથી. ક્વચિત્ પ્રાણહારી જંતુ પણ ?િ તેના ડીંટના મૂળમાં ઉત્પન્ન થાય છે તેથી પાન ખાવામાં અનેક પ્રકારની સાવચેતી રાખવા યોગ્ય છે. પાનની અણી ખાવાથી પરસ્પર વિરોઘ ઉત્પન્ન થાય છે, મધ્યની નસ ખાવાથી લક્ષ્મીની હાનિ થાય છે, બીટ ખાવાથી આયુષ્ય ઘટે છે અને રાત્રે મોઢામાં રાખીને સુવાથી મુખરોગ થાય છે તથા બુદ્ધિનો નાશ થાય છે. તેથી પાન આખું ખાવું નહીં, તેમ તેની નસો રાખીને પણ ખાવું નહીં. (પૃ.૮૩) પ૩૧. સ્વસ્ત્રી સાથે મર્યાદા સિવાય ફરું નહીં. વર્તમાન દુષમકાળમાં મર્યાદા ઘર્મ લોપ થઈ ગયો છે. પોતાની સ્ત્રી સાથે જનસમૂહમાં કેટલી મર્યાદાપૂર્વક વર્તવું જોઈએ તેનું પણ ભાન નથી. દિવસે દિવસે આ અવસર્પિણી કાળમાં મોહની વૃદ્ધિ થતી જોવામાં આવે છે. માટે જ્ઞાની પુરુષોના વચનો દ્વારા મોહને મંદ કરી, લોકોમાં પોતાના મોહનું પ્રદર્શન ઘટાડી સ્વસ્ત્રી સાથે મર્યાદા સહિત હરવા ફરવાનું રાખું. જેથી પોતાનો મોભો જળવાય અને ઘાર્મિક દ્રષ્ટિએ મર્યાદા ઘર્મ પાળતા જીવને પુણ્યબંધનું કારણ પણ થાય. ૫૩૨. ભૂલની વિસ્મૃતિ કરવી નહીં. આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો તેને ભૂલી જવી નહીં. પણ અવસરે તેની સ્મૃતિ કરી પશ્ચાત્તાપ કરીને ફરી તેવી ભૂલ થાય નહીં એવી કાળજી રાખવી જોઈએ. તેના વિષે – વૃઢપ્રહારી ચોરનું દ્રષ્ટાંત - જેમકે દ્રઢપ્રહારી ચોરે જીવોની ઘણી હત્યાઓ કરી. અંતે એક બ્રાહ્મણી, બ્રાહ્મણ, તેનો બાળક તથા ગાયને મારવાથી તેનું વાછરડું પેટમાંથી બહાર નીકળી તરફડતું હતું, તે જોઈ તેને પોતાના સર્વ ઘાતકી કૃત્યોની સ્મૃતિ આવી, અને વિચાર્યું કે મેં સર્વ મોટી હત્યાઓ કરી છે. હવે પાપથી છૂટવા પહાડ ઉપરથી પડતું મુકું. એ સિવાય કોઈ ઉપાય નથી. તેમ કરવા જતાં મુનિ ભગવંતે તેને દીઠો, અને બોલાવી કહ્યું કે દોષથી છૂટવાનો ઉપાય આ આપઘાત નથી, પણ તું જો દીક્ષા લઈ આરાધના કરે તો છૂટી શકાય, વગેરે ઉપદેશ સાંભળી તેણે મુનિ ભગવંત પાસે દીક્ષા લીધી. પછી એવો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી મારા દોષોની સ્મૃતિ રહેશે ત્યાં સુધી હું આહાર ગ્રહણ કરીશ નહીં. એવો અભિગ્રહ લઈને શહેરના ચારેય દિશાઓમાં આવેલ ચારેય દરવાજા પાસે દોઢ દોઢ મહિના સુધી ધ્યાનમાં સ્થિતિ કરી. લોકોએ તેમને પત્થર વગેરેથી ખૂબ કદર્થના કરી છતાં પોતે સમભાવમાં રહી પોતાની જ કરેલી ભૂલનું ફળ જાણી બધું સહન કર્યું. તેનું ફળ શું આવ્યું? તો કે છ મહિનાના અંતે શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યા. આમ પોતાની કરેલ ભૂલોની વિસ્મૃતિ કરું નહીં પણ વારંવાર કરેલ પાપનો પશ્ચાત્તાપ કરી આત્માની શુદ્ધિ કરું. પ૩૩. કં૦ કલાલ, સોનીની દુકાને બેસવું નહીં. કંજુસ વ્યક્તિની દુકાને બેસવાથી આપણામાં પણ કંજુસપણાના સંસ્કાર પડે. તેમજ ઉદાર વ્યક્તિની પાસે બેસવાથી આપણામાં પણ ઉદારતાનો ગુણ પ્રવેશે. જેવો સંગ તેવો રંગ જીવને લાગે છે. કલાલની દુકાને બેસવાથી ઘીરેધીરે પોતે પણ દારૂ પીતો થઈ જાય. તે વ્યસનીઓને ભેગા થવાનું સ્થાન છે. ત્યાં કુસંગતિનો રંગ ઝડપથી લાગે છે. ४०६ Page #463 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સોનીની દુકાને બેસવાથી કોઈ દિવસ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો આપણા ઉપર પણ શંકા ઊપજે અને તે ચિંતાનું કારણ થઈ પડે છે. માટે મહાપુરુષોના કહેવાથી ઉપરોક્ત જણાવેલ કંજાલ, કલાલ કે સોનીની દુકાને બેસવું નહીં. “શ્રી જૈન હિતોપદેશ'માંથી :- “જેવો સંગ તેવો રંગ’ એ ન્યાયે હીણાની સોબતે હીનપત આવે અને ઉત્તમની સંગતે ઉત્તમતા આવે. શું ગંગાનું શુદ્ધ, મિષ્ટ જળ પણ જલધિમાં ભળવાથી લૂણપણું નથી પામતું? તેમજ અન્ય સ્થળથી આવેલું જળ ગંગાના પવિત્ર જળમાં ભળવાથી શું તેવી મહિમાને નથી પામતું? પામે છે. માટે શાણા પુરુષોએ કુસંગ સર્વથા ત્યજી સદા સુસંગતિ જ સેવવી યોગ્ય છે. (પૃ.૭૧). “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - નીચ માણસો સાથે મિત્રતા કરવી નહીં હંસ અને ઘુવડનું દ્રષ્ટાંત – કોઈ એક વનને વિષે પદ્મસરોવરમાં મંદરક્ત નામનો હંસ રહેતો હતો. ત્યાં એક વખત કોઈ ઘુવડ આવ્યો, તેને હંસે પૂછ્યું કે “તું કોણ છે? અને આ વનમાં ક્યાંથી આવ્યો?” ઘુવડ બોલ્યો કે – “તમારા ગુણ સાંભળીને હું તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું.” એમ કહેવાથી હંસે તેને રહેવા દીધો. અનુક્રમે સાથે ક્રીડા કરતાં મિત્રતા થઈ. પરંતુ હંસે મનમાં વિચાર ન કર્યો કે -કલ્યાણને ઇચ્છનાર પુરુષે નીચનો પરિચય કરવો નહીં.' કહ્યું છે કે – "नीच सरिस जो कीजे संग, चडे कलंक होय जसभंग; हाथ अंगार ग्रहे जो कोय, के दाझे के कालो होय.” १ પછી એક દિવસ ઘુવડ હંસની રજા લઈને પોતાને સ્થાને ગયો. તે વખતે હંસને કહ્યું કે- “તમારે પણ એક વખત મારે સ્થાને આવવું.” પછી હંસ પણ એક વખત ઘુવડને સ્થાને ગયો પણ તેને ત્યાં જોયો નહીં. ઘણે સ્થાને શોધ કરતાં કોઈ વૃક્ષનાં કોટરમાં પેઠેલો દીઠો. તેને હંસે કહ્યું કે – “હે ભાઈ! બહાર આવ, બહાર આવ, હું હંસ તને મળવા આવ્યો છું.” ઘુવડ બોલ્યો કે “હું દિવસે બહાર નીકળવા શક્તિમાન નથી, માટે તું અહીં રહે. આપણે રાત્રે ગોષ્ટી કરીશું.” પછી રાત્રે બન્ને જણ મળ્યા અને કુશળ વાર્તા કરી. તે રાત્રે હંસ તેની સાથે જ સૂતો. હવે તે વૃક્ષ નીચે રાત્રે એક સાથે રાત્રિવાસો રહ્યો હતો. તે પાછલી રાત્રે ત્યાંથી ચાલવા તૈયાર થયો. તે વખતે ઘુવડ મોટા વિસ્તારથી શબ્દ કરી ઝાડના કોટરમાં પેસી ગયો અને હંસને ત્યાંનો ત્યાં જ રહેવા દીધો. ઘુવડનો શબ્દ સાંભળી સાર્થપતિને ક્રોઘ ચડ્યો, તેથી તે અપશુકનની નિવૃત્તિ કરવા માટે તેણે શબ્દવેધી બાણ માર્યું, તે વાગવાથી હંસ મૃત્યુ પામ્યો; માટે નીચ સાથે કદી મિત્રતા કરવી નહીં. (પૃ.૧૯૪) પ૩૪. કારીગરને ત્યાં (ગુરુત્વે) જવું નહીં. કારીગરને ત્યાં જઈ પોતાની મોટાઈ બતાવવી નહીં કે “હું બહુ પૈસાદાર છું કે શેઠ છું.” એવી મોટાઈ બતાવવાથી તે કામના વઘારે પૈસા માગશે અથવા કામનું એટલું લંબાણ કરશે કે થાકીને પણ વઘારે પૈસા આપવા પડે. માટે કારીગરને ત્યાં પોતાની મોટાઈ બતાવવાનો પ્રયત્ન કરવો નહીં. પ૩૫. તમાકુ સેવવી નહીં. તમાકુ સુંઘવાથી કે ખાવાથી શરીરમાં કેન્સર જેવા રોગ થવાનો સંભવ છે. તમાકુના પાંદડા ઉપર અનેક ઝીણી જીવાત હોય છે. પાંદડાને વાળતાં તે જીવાત તેમાંજ દબાઈ ચોંટી જાય છે. તમાકુની જેને ४०७ Page #464 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આદત પડી જાય તેને તે છોડવું ઘણું વસમું પડે છે. વ્યસન જીવને ગુલામ બનાવી દે છે. એક મુમુક્ષુ બેનને કોઈના સંગથી તમાકુ સુંધવાની ટેવ પડી. તેથી છીંકણીની ડબ્બી ખિસ્સામાં જ રાખે. જમે કે તરત સંઘવી પડે. ન સુંઘે તો જાણે જમી જ નથી એમ લાગે. એક દિવસ પુષ્પમાળાનું વાક્ય ૮૭ વાંચવામાં આવ્યું જેમાં પરમકૃપાળુદેવે જણાવ્યું કે — “તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર –(૦)નવીન વ્યસન કરતાં અટક.’’ આ વાક્યમાં કૌંસમાં, જે મીંડુ મુકેલ છે તે જાણે એમ સૂચવે છે કે જૂના વ્યસન ઉપર મીંડુ મૂક અને નવીન વ્યસન કરતાં પણ અટક. એવું વાંચી તે દિવસે એ બેને છીંકણી તથા ચાનો પણ નિયમ લઈ લીધો. કોઈ છીંકણી છોડીને દાંત ઉપર તમાકુ ઘર્સ અથવા બીડી પીવે, કોઈ વળી ચાનું વ્યસન છોડી કોફીનું વ્યસન વળગાડે. પણ તમાકુ વગેરે એક પણ વ્યસન સેવું નહીં તેની કાળજી રાખું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “એક પાઈની ચાર બીડી આવે હજાર રૂપિયા કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાંશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો એવો બેરિસ્ટર મૂર્છાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.'' (વ.પૂ.૬૬૨) ‘બોઘામૃત ભાગ-૩માંથી – “આપનો પત્ર મળ્યો. તેમાં બીડીનું પચખાણ લેવા ભાવના જણાવી છે તે પ્રમાણે આ વર્ષ આખર સુઘીની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કારપૂર્વક કરી લેવા ભલામણ છેજી. સાત વ્યસનનો વિશેષ વિચાર જીવને જાગશે ત્યારે કોઈ પણ વ્યસન હશે તે જીવને ખેંચશે; તેનો ત્યાગ કરવા તત્પર થશે તથા નવા વ્યસનનો તો પ્રસંગ પણ નહીં રહે. ઊંડા ઊતરી જ્ઞાનીપુરુષનાં વચનોનો વિચાર કરી આ આત્માને અનંત બંધનથી છોડાવવા જાગ્રત જાગ્રત રહેવાની જરૂર છે. એવી અંતર્દયા જાગવા આવા ત્યાગ કરવાના છેજી. (બો.૩ પૃ.૭૧૩) “આપે જે નિયમો સંબંધી પુછાવ્યું તે નિયમો એક વર્ષ ચાલુ રાખવા પરમકૃપાળુદેવ આગળ નમસ્કાર કરી ભાવના કરશો. વિશેષ સૂચના કે બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો પહેલા અભ્યાસ ન કર્યો હોય તો બાર મહિના સુધી સાથે લનું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશો. કેટલાક નિયમ લઈને, પછી માથું દુઃખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તોડી નાખે છે; માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીઘો હોય અને બરોબર પાડ્યો હોય તો પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતી છે. વૃત્તિ બીજેથી રોકાય અને આત્મતિમાં વિશેષ અવકાશ મળે તથા આત્મતિની વસ્તુ સુખરૂપ લાગે તેવો ઉદ્દેશ આવા નિયમોનો છે, તે લક્ષ રાખવા વિનંતી છે. (બો.૩ પૃ.૬૨૮) એક ખેડૂતનું દૃષ્ટાંત – શ્રી દયાળજીભાઈ સુરતવાળા જણાવે છે કે “મને બીડીનું વ્યસન હતું. પુજ્યશ્રી બ્રહ્મચારીજીએ મને દૃષ્ટાંત આપીને સમજાવ્યું : “એક ખેડૂત હતો, તેના ઘરમાં રૂ ભરેલું હતું. પારણામાં નાના છોકરાને સુવડાવી બીડી પીતો પીતો તે ખેતરે ગયો. બીડીનો તણખો રૂમાં પડવાથી આગ લાગી. બારણા પણ બંધ હતા. ખેડૂત જ્યારે ખેતરથી ઘરે આવ્યો ત્યારે જોયું તો છોકરો અને ઘર બધું બળીને રાખ થઈ ગયાં હતાં. એ વૃષ્ટાંત સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા અને મેં કહ્યું, “મને બીડીનું પચખાણ આપો.’’ ૪૦૮ Page #465 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૩૬. સોપારી બે વખત ખાવી. અમુક લોકોને સોપારી અનેકવાર ખાવાની ટેવ પડી હોય, અથવા એના વગર ચાલતું ન હોય તેવા લોકોને માટે કૃપાળુદેવ કહે છે કે સંપૂર્ણ ત્યાગ નહીં થઈ શકતો હોય તો બે વખતથી વધારે સોપારી ખાવી નહીં. ઉપરના વાક્ય સાથે આ વાક્ય સંબંઘ ઘરાવે છે. જેમકે “તમાકુ સેવવી નહીં” તેમ સોપારી પણ ખાવી નહીં. પણ ટેવ પડી ગઈ હોય તો બે વખત જ ખાવી. જો ન ખાતો હોય તેને બે વખત ખાવાનો ઉપદેશ નથી. કૃપાળુદેવે બે વખત સોપારી ખાવાની કહી છે તેથી ખાવામાં બાધ નથી. એવો ઊંધો અર્થ લેવો નહીં, પણ સવળો અર્થ લેવો કે જેથી આપણે સહુરુષના વચનની વિપરીત પ્રરૂપણા કરી ન ગણાય. ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - સોપારી બે કટકા કરી અંદરનો ભાગ તપાસ્યા વિના ખાવી નહીં. કારણ તેની અંદર ફૂગ વળેલી પણ હોય છે. તેમાં ઝીણા ત્રસ જીવ ઉત્પન્ન થાય છે માટે ખાતાં પહેલાં પૂરી સાવચેતી રાખવી. (પૃ.૮૨) પ૩૭. ગોળ કૂપમાં નાહવા પડું નહીં. નાહવાની ઇચ્છા થાય તો કુવામાંથી કે વાવમાંથી પાણી ડોલમાં કાઢી, તે પાણીને ગાળીને સ્નાન કરું. પણ કદી કૂપ એટલે કૂવામાં નાહવા પડું નહીં. તેમ કરવાથી અસંખ્યાત જીવોની હિંસા થાય છે. તેના શરીરને સ્પર્શતા જ જળકાયના જીવો મરી જાય છે. માટે તેમ કરવા મહાપુરુષોએ મનાઈ કરેલ છે. પ૩૮. નિરાશ્રિતને આશ્રય આપું. જેને કોઈ આશ્રય આપનાર નથી, અનાથ જેવા છે; તેને જે જે વસ્તુની જરૂર હોય તે યથાશક્તિ આપી તેના આત્માને શાંતિનું કારણ થાઉં. શ્રી જૈન હિતોપદેશ'માંથી - અનાથને વિવેકપૂર્વક સહાય કરું સ્વ આજીવિકાનું જેમને કાંઈ સાધન નથી, જેઓ કેવળ નિરાધાર છે, એવા અશક્ત અનાથને યથાયોગ્ય આલંબન આપવું, એ દરેક શક્તિવંત દાની માણસની ફરજ છે. સીદાતા- દુઃખી થતા દીનજનોનું દુઃખ દિલમાં ઘરી તેમને ખરે વખતે વિવેકપૂર્વક સહાય કરનાર સમયને અનુસરી મોટું પુણ્ય ઉપાર્જે છે, તેમજ તેના પુણ્યબળે લક્ષ્મી પણ અખૂટ રહે છે. કૂવાના જળની પેરે મોટી ઉદાર વપરાશ છતાં તેની લક્ષ્મી પુણ્યરૂપી શેરોથી પાછી પૂરાય છે; છતાં કૃપણને આવી સુબુદ્ધિ પૂર્વ કર્મનાં અંતરાયના યોગે સૂઝી આવતી નથી, તેથી તે બિચારા કેવળ લક્ષ્મીનું દાસત્વ કરી અંતે આર્તધ્યાનથી અશુભ કર્મ ઉપાર્જ ખાલી હાથે યમને શરણ થાય છે. બીજા ભવમાં પણ અશુભ અંતરાય-કર્મના યોગે તે રંક અનાથને મહાદુઃખ ભોગવવું પડે છે. ત્યાં કોઈ ત્રાણ-શરણ-આધારભૂત તેને થતું નથી, પોતાની જ ભૂલ પોતાને નડે છે. કૃપણ પણ પ્રત્યક્ષ દેખે છે કે કોઈ એક કોડી પણ સાથે લાવ્યો નથી, તેમજ આગળ બાંધી લઈ જઈ શકતો નથી. છતાં બાપડો મમ્મણ શેઠની પેરે મહા આર્તધ્યાન ઘરતો ઘન ઘન કરતો ઝૂરી કરે છે, અને અંતે તે મહા માઠા વિપાકને પામે છે. આ સર્વ કૃપણતાનાં કટુફળ સમજી પોતાને પણ તેવા જ માઠા વિપાક થવા ન પામે તેમ “પાણી પહેલા પાળ''ની પેઠે પ્રથમથી ચેતી સ્વલક્ષ્મીના દાસ નહીં થતાં તેને વિવેકપૂર્વક યથાસ્થાને વાપરી તેની સાર્થકતા કરવા સદગૃહસ્થ ભાઈઓને જાગ્રત થવું જોઈએ. નહિતો પોતાની કેવળ સ્વાર્થ વૃત્તિરૂપ મોટી ભૂલને કારણે પોતાને જ સહન કરવું પડશે”. ૪૦૯ Page #466 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ૫૩૯. સમય વિના વ્યવહાર બોલવો નહીં. અવસર આવ્યા વિના વ્યવહારમાં બોલવું નહીં. સમય આવ્યે બોલવાથી તે વાતની કિંમત થાય છે અને કાર્યસિદ્ધિ પણ થાય છે. શ્રી જૈન હિતોપદેશ'માંથી – ''ઉચિત અવસર પામ્યા વિના બોલવું નહીં. ઉચિત અવસર પામીને પણ પ્રસંગને લગતું જ મિત ભાષણ કરવું. વિના અવસરે તેમજ માપ વિનાનું બોલવાથી મનગમતું કામ થઈ શકતું નથી; પણ ઊલટું કામ બગડે છે, એમ સમજી સદા સત્ય, હિત, મિત ભાષણ વિવેકથી જ કરવા ખપ કરવો. અપ્રસ્તાવે ભાષન્ન કરનાર બહુ બોલવામાં-ગાંડામાં ખપે છે તે યાદ રાખવું”. ૫૪. પુત્ર લગ્ન કરું, ગૃહસ્થ છું તો પુત્રનાં લગ્ન કરવાં પડે તો યોગ્ય ગુણવાળી કન્યા સાથે કરું. પણ લોભને વશ થઈ ગમે તેવી કન્યા સાથે લગ્ન કરાવું નહીં. એમ કરવાથી બન્નેને ફ્લેશનું કારણ જીવનપર્યંત થાય. સરખા ધર્મવાળા, ગુણ સંસ્કારવાળા શોધવાથી સુખી થાય અને માતાપિતાના મનને પણ શાંતિનું કારણ થાય છે. ૫૪૧. પુત્રી લગ્ન કર્યું. ગૃહસ્થ હોવાથી પુત્રીના લગ્ન કરવા પડે તો યોગ્ય ગુણવાળો છોકરો જોઈ પોતાની પુત્રી આપું, જો પુત્રી વિશેષ ભણેલ હોય અને છોકરો થોડું ભણેલ હોય અથવા પોતાની પુત્રી ભણેલી ન હોય અને છોકરો વિશેષ ભણેલો હોય તો પણ મેળ ન ખાવાથી બન્નેના મન અશાંત રહે, ક્લેશના કારણ પણ બને, અથવા પરસ્પર તલાક લઈ લે. માટે પ્રથમથી જ બન્નેના ગુણધર્મ યોગ્ય જોઈ કન્યાના લગ્ન કરું. જેથી પોતાને ભવિષ્યમાં ફરીથી કન્યા વિષેની ચિંતા કે ઉપાધિ રહે નહીં. ૫૪૨, પુનર્લગ્ન કરું નહીં. પુનર્લગ્ન કરવાથી વૃત્તિ વિશેષ ચંચળ થાય અને આત્માર્થ સાધવાનો અવસર હાથમાંથી ચાલ્યો જાય. જીવનપર્યંત ઉપાધિ જ ભોગવવાનું દુર્ભાગ્ય લલાટે લખાય; માટે પુનર્લગ્ન કરું નહીં. શ્રી વ્રજદાસભાઈના પ્રસંગમાંથી : એક વણિકનું દૃષ્ટાંત – હું ઉત્તરસંડા હતો ત્યારે ત્રણ વાણિયા પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા. તેમાંના એક ભાઈને પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમોએ પ્રથમ ચારિત્ર લેવાનો વિચાર રાખેલો અને પછી પરણ્યા કેમ? આ વિચારો પલટાવી ખાડામાં શું કામ પડ્યા? આ હકીકત વગર કીધે સાહેબજીએ જણાવી જેથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામ્યા હતા, અને તે વખતે જવાબમાં કીધું કે પહેલાં દીક્ષા લેવાનો વિચાર થયો હતો પણ મારો છોકરો ગુજરી ગયો, જેથી મારે ફરીથી લગ્ન કરવાં પડ્યાં હતાં. શ્રી મનસુખભાઈ દેવસીભાઈ લીંબડીવાળાના પ્રસંગમાંથી : શ્રી રાચચંદ રતનશીનું દૃષ્ટાંત – પરમકૃપાળુદેવે મને બોટાદવાસી શ્રી રાયચંદ રતનશીના ખબર પૂછતાં હું ખચકાયો. પણ પરમકૃપાળુદેવે ફરીથી મને પૂછ્યું, તેથી મેં જણાવ્યું કે તેમની સ્ત્રી ગુજરી જવાથી તેઓએ ફરી વાર લગ્ન કર્યું છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમને સંતતિ શું છે ? મેં જણાવ્યું કે બે ત્રણ દીકરા છે અને બે ત્રણ દીકરીઓ છે અને દીકરાના ઘેર દીકરા છે. ત્યારે પોતે પ્રકાશ્યું કે –‘આ પ્રમાણે હોવા છતાં અને અનાયાસે સ્ત્રી-પરિગ્રહથી મુક્ત થયા છતાં ફરી લગ્ન કરે અને બીજી તરફ આત્મજ્ઞાનની તથા કેવળજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી વાર્તા લખે; તો મોક્ષદશા અથવા આત્મદશા એવી ૪૧૦ Page #467 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સરળ નથી કે અનાયાસે પુરુષાર્થ કર્યા વગર તે પ્રાપ્ત થાય! અનાયાસે ઉપાધિથી મુક્ત થયા છતાં ચાહીને ઉપાધિમાં પડવું અને પછી મોક્ષ મેળવવાની આશા રાખવી એ નહીં બનવા જેવું છે. આત્મદશાની વાતો કરવાથી તે પ્રાપ્ત થાય એમ નથી.” આ પ્રસંગ ઉપરથી મેં તો મારા માટે એવો નિર્ણય કર્યો કે હવે મારે ફરીથી પરણવું નહીં. પ૪૩. પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં. પુત્રીને અવશ્ય ભણાવું. ભણાવવાથી બુદ્ધિનો વિકાસ થાય, હિતાહિતનું ભાન થાય તેમજ નિર્ભયતા આવે. વ્યવહાર કે પરમાર્થ બન્નેમાં ભણતર કામનું છે. જે ભણેલ હોય તે વ્યવહારમાં આવેલ મુશ્કેલીઓનો સહેલાઈથી ઉકેલ લાવી શકે. તેમજ પરમાર્થ સમજવા માટે પણ ભણતરની જરૂર છે. ભણેલ હોય અને પાપના ઉદયે પતિ તલાક આપી દે અથવા મરી જાય તો પણ તે પોતાના પગ ઉપર ઊભી રહીને જીવન સુખે ગુજારી શકે. અભણ હોય તો આર્તધ્યાન કરી પોતે કાળ કાઢે અને ઘરના બીજાને પણ ભારરૂપ થાય. પણ ભણેલ હોય તો જ્ઞાનીપુરુષના બોઘેલા વચનોને વાંચી વિચારીને આત્મશાંતિ મેળવી કલ્યાણ સાથી શકે. પરમકૃપાળુદેવે અભણ સ્ત્રીને ધિક્કાર આપ્યો છે. તે નીચે પ્રમાણે ગરબીમાં જણાવેલ છે – “સ્ત્રી નીતિ બોઘકીમાંથી : અભણ સ્ત્રીને ધિક્કાર (પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની – એ રાગ) ધિક્ક છે ધિક્ક છે ધિક્ક છે રે, બહુ અભણ નારીને ધિક્ક છે; ભણ્યા વિના અઠીક છે રે, બહુ અભણ નારીને ધિક્ક છે. ભણ્યા વિના છે પશુસમાનિક, ભણ્યાથી સુખ અધિક છે રે- બહુ૦૧ જીવતર ભણ્યા વિનાનું એળે, માટે ભણ્યાની શીખ છે રે - બહુ૨ ભણ્યા વિના નહીં સુખ લગારે, વળી ભયાથી ઠીક છે રે- બહ૦૩ હેમી વદે છે નારી ભણ્યાથી, બગડી જવાની બીક છે રે- બહુ૦૪ પણ અભણ તે ઢોર ગણિજે, ઊંથી બુદ્ધિ અઠીક છે રે- બહુ૦૫ કૂડું કરમ વિદ્યા અટકાવે, માટે ભણવું ઘટિત છે રે- બહુ૦૬ સજ્જનમાં વખાણ ન પામે, લક્ષણ બહુ અઠીક છે રે- બહુ૦૭ હિત ઇચ્છે જો તારું પોતાનું, વિદ્યા ગુણો અધિક છે રે - બહુ૦૮ માટે ભણી લે ભાવથી મૂરખી, નહિ તો તુજને ધિક્ક છે રે- બહ૦૯ ભણ્યા થકી બહુ ગ્રંથ વાંચીને, સાર લેવો ઘટિત છે રે- બહુ ૧૦ રાયચંદ હેતે કહે છે તુજને, અભણતાથી ધિક્ક છે રે- બહુ૦૧૧ માન કહેલું મારું પ્રીતે, ભણતર સગુણ-નીક છે રે - બહુ૦૧૨ (પૃ.૧૦૪) ૫૪૪. સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું. સ્ત્રી વિદ્યાશાળી શોધું કે જેથી તે પરમાર્થ આરાધી શકે. ઉત્તમ ગ્રંથો વાંચી પોતાની સમજણને સવળી કરી શકે. શ્રી લઘુરાજ સ્વામી કહે છે કે “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે'. ઘર્મ વિદ્યાનું જ્ઞાન વિશેષ મેળવવાથી પોતાના બાળકોને પણ સુસંસ્કાર આપી શકે તથા ઘરના સર્વને વિનય વિવેક વડે શાંતિ ઉપજાવી શકે. માટે સ્ત્રી વિદ્યાશાળી શોધું અથવા ન હોય તો આત્મવિદ્યા ૪૧૧ Page #468 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શીખવીને તેના આત્માનું કલ્યાણ કરે તેમ ગોઠવણ કરું. પ૪૫. તેઓને ઘર્મપાઠ શિખડાવું. સ્ત્રી કે બાળકને આત્મઘર્મનો પાઠ ભણાવવા ઘાર્મિક શિક્ષિકાની યોજના કરું તથા ઉત્તમ ગ્રંથો વાંચવા સર્વને પ્રેરણા કરું. મળેલ અમૂલ્ય સમયનો સઉપયોગ કરવા ભલામણ કરું. જેથી વિનય વિવેકની સર્વમાં વૃદ્ધિ થાય તથા સમ્યકજ્ઞાનના બળે સંસાર પ્રત્યે રહેલી આસક્તિ ઘટતી જાય અને સાચું આત્મિક સુખ મેળવવાની જિજ્ઞાસા જાગે. માટે કુટુંબને ઘર્મપાઠ શિખડાવવાનો ઉપાય કરું. પ૪૬. પ્રત્યેક ગૃહે શાંતિ વિરામ રાખવાં. ઘરમાં એવી એક રૂમ રાખું કે જેમાં પરમકૃપાળુદેવની સ્થાપના કરેલી હોય તથા જ્યાં શાસ્ત્રોનો સંચય હોય. ત્યાં જઈ સવાર સાંજ કે અવસર મળે બેસી ભક્તિ વાંચન વિચાર કરીને મારા આત્માને શાંતિ પમાડું. પહેલાના વખતમાં આનંદશ્રાવક વગેરે પોતાના ઘરના એક ભાગમાં ઉપાશ્રય જેવું રાખતા કે જેથી આઠમ, ચૌદસ અથવા પ્રતિદિનનો નિત્યક્રમ ત્યાં એકાંતમાં બેસી શાંતિપૂર્વક કરી શકતા તેમ હું પણ અનુકૂળતા હોય તો ઘરમાં શાંતિ વિરામ રાખવાની યોજના કરું. પ૪૭. ઉપદેશકને સન્માન આપું. ઉપદેશક એવા જ્ઞાની પુરુષોને સાચા હૃદયે સન્માન આપું કે જેથી તેઓનો કરેલ ઉપદેશ મારા આત્મામાં પરિણામ પામે. વિનય વિના વિદ્યાનું ગ્રહણ થતું નથી. માટે ઘાર્મિક જ્ઞાન આપનાર એવા શિક્ષકનો અથવા વ્યવહારિક જ્ઞાન આપનાર એવા વડીલનો પણ યથાયોગ્ય વિનય કરું. પ૪૮. અનંત ગુણધર્મથી ભરેલી સૃષ્ટિ છે એમ માનું. જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યથી ભરેલી આ સૃષ્ટિ છે. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણધર્મથી યુક્ત છે. માટે અનંત ગુણથર્મથી ભરેલી આ સૃષ્ટિ છે એમ માનું. લોકાકાશના એક પ્રદેશમાં અનંત જીવ દ્રવ્ય છે. પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનંતગુણ અને તેના અનંત પર્યાય રહેલા છે. તથા સંસારી જીવના એક એક પ્રદેશ પર અનંત કાર્મણ વર્ગણાઓ લાગેલ છે. એક કાર્મણ વર્ગણામાં અનંત પુગલ પરમાણ રહેલા છે તથા એક પરમાણુમાં અનંતગુણ અને તેના અનંત પર્યાય રહેલા છે. તે સર્વમાં જે પરિણમન થઈ રહ્યું છે તેમાં કાળદ્રવ્ય નિમિત્તરૂપ છે. તથા દ્રવ્યના ગમનાગમન કરવામાં ઘર્માસ્તિકાય દ્રવ્ય સહાયરૂપ છે, તેમજ દ્રવ્યને સ્થિર થવામાં નિમિત્તકારણ તે અધર્માસ્તિકાય દ્રવ્ય છે. ઉપરોક્ત પ્રકારે દ્રવ્યોનું સ્વરૂપ હોવાથી અનંત ગુણધર્મથી ભરેલી આ સૃષ્ટિ છે એમ માનું. પ૪૯. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. કોઈ સમયે સંસારમાં રહેલા જીવો જ્યારે તત્ત્વજ્ઞાન વડે આત્મસ્વરૂપને જાણી, સંસારના મોહથી નિવૃત્ત થશે ત્યારે દુનિયામાં રહેલા દુઃખોથી તે છૂટકારો પામશે એમ માનું. જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંઘ, મોક્ષ, નિર્જરા એ સાત તત્ત્વનું જ્ઞાન મેળવી ત્યાગવા યોગ્ય તત્ત્વોને ત્યાગી અને ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વોને ગ્રહણ કરી જે આત્મશુદ્ધિ કરશે તેનું દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. ૪૧૨ Page #469 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પપ૦. દુઃખ અને ખેદ ભ્રમણા છે. વાસ્તવિક રીતે જોતાં દુઃખ અને ખેદ એ આત્માનો સ્વભાવ નથી. પણ ભ્રાંતિથી તેમ મનાઈ ગયું છે. કર્મના ઉદયે શરીરમાં રોગ આવે ત્યારે મોહનીય કર્મના ઉદયથી જીવને દુઃખ અને ખેદ થાય છે. પણ જો દર્શનમોહનીયકર્મ મંદ થઈ સમકિત પ્રગટ્યું હોય તો શરીરમાં દુઃખ હોવા છતાં તે પોતાને દુઃખી માનતો નથી. મોહને લઈને હું દુઃખી છું એવી જીવને ભ્રાંતિ થાય છે. ભીલોનું દ્રષ્ટાંત – અજ્ઞાનને કારણે અરીસો જોઈ ત્રણે ભ્રાંતિમાં પડ્યાં. “જંગલમાં એક ભીલ રહેતો હતો. તેને એકવાર અરીસાનો ટુકડો હાથમાં આવ્યો. તેમાં પોતાનું મુખ દેખાયું તેથી તેને ભ્રાંતિ થઈ ગઈ કે આ તો મારા પિતા છે. ભીલની સ્ત્રીએ તે અરીસો હાથમાં લઈને જોયો તો તેમાં પોતાનું મોટું દેખાયું તેથી તે પણ ભ્રમમાં પડી ગઈ કે મારો પતિ બીજી સ્ત્રીના મોહમાં પડી ગયો છે. તેટલામાં ભીલોનો ગુરુ આવ્યો તેણે પણ અરીસો જોયો અને લાગ્યું કે આ તો મારા ગુરુ બાબા આદમ છે. આમ ત્રણેય ભ્રાંતિમાં પડી ગયા. તેવી રીતે આપણને પણ આ દેહ તે જ હું છું એવી ભ્રાંતિ થઈ ગઈ છે. તેથી દેહના નિમિત્તે આ જીવ દુઃખ અને ખેદ પામ્યા કરે છે. ગ્રંથ યુગલ'માંથી - હૂંઠામાં મનુષ્યની ભ્રાંતિ તેમ દેહને પોતાનો માનવાની ભ્રાંતિ “હૂંઠાને ભૂલથી માની-મનુષ્ય, જેમ વર્તતો; પ્રવર્તી તેમ પૂર્વે હું, દેહાર્દિ નિજ માનતો.” એક ગૃહસ્થનું દ્રષ્ટાંત - કરમસદ ગામના કોઈ એક ગૃહસ્થ ગંભીરા ગામે જવા, પાસે પૈસા લઈ ત્રણ-ચાર વાગ્યે રાત્રે નીકળેલા. થોડે દૂર ગયા પછી તેમને વાડમાં કોઈ છૂપાઈ રહ્યું હોય તેમ લાગ્યું. મનમાં વહેમ પડ્યો કે કોઈને બાતમી મળી હોય કે આ રાત્રે પૈસા લઈને જવાનો છે, તેથી રાહ જોઈને છૂપાઈ રહ્યો લાગે છે. તેથી મારે પણ તેને ખબર પડે તે પહેલાં સંતાઈ જવું ઠીક છે એમ જાણી, તે એક બાજા ઝાડવામાં લપાઈ રહ્યા અને નિર્ણય કર્યો કે તે દેખાતો બંઘ થાય એટલે થાકીને જતો રહે, ત્યાર પછી આગળ જવું. એમ કરતા સવાર થયું, ત્યારે પ્રકાશમાં જણાયું કે ત્યાં કોઈ માણસ નહોતું પણ હરેરાનું થડ ઘોળુ માણસ જેવું અંઘારામાં લાગતું હતું. થડ છે એમ નિર્ણય થયો નહોતો ત્યાં સુધી અનેક વિકલ્પો ઊઠતા કે જો હવે ન ખસે તો પાછા જઈ પોલીસને ખબર આપી તેને પકડાવવો કે બીજા ગામ ઉપર થઈ લાંબે રસ્તે જવું; તે એકદમ દોડી આવે કે બીજાં માણસોને લઈને આવે તો શું કરવું આદિ અનેક ભય અને બચાવના વિકલ્પો તે કરતા હતા. આ બનેલા બનાવ જેવું. ગ્રંથકારે દ્રષ્ટાંત આપ્યું છે કે ઝાડના પૂંઠાને પુરુષ માનવારૂપ ભ્રાંતિ જેને ઉત્પન્ન થઈ છે તે જેમ અનેક વિકલ્પો કરી શત્રુમિત્ર આદિ તરીકે તેને માને છે; તેથી તેને જીતવાની કે પ્રસન્ન આદિ કરવાની ફિકર કર્યા કરે છે, તેમ બહિરાત્મા થડ જેવા આ દેહને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિમાં પડ્યો હતો, ત્યારે દેહને ઉપકારક જે જે સામગ્રી મળે તે પ્રત્યે રાગ કરતો. તેવી તેવી સામગ્રી મેળવવા મથતો, કષ્ટ વેઠતો, ખર્ચ કરતો; દેહને પ્રતિકૂળ જણાય તે પ્રત્યે દ્વેષ કરતો, તેનું અપમાન કરતો, યુદ્ધો કરતો અને તે ટાળવા ઇચ્છા રાખતો, પુરુષાર્થ કરતો અને દુઃખી પણ થતો. અનંત કાળથી જીવની આ પ્રકારની ચેષ્ટા હતી; તેથી જીવ દુઃખી દુઃખી થઈ રહ્યો હતો. (પૃ.૧૧૪) ૪૧૩ Page #470 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી ગુરુ ભગવંત.” શ્રીમદ્ રાજચંદ્ર-આત્મસિદ્ધિ નળ રાજાના વિરહથી ઉન્મત્ત થયેલી દમયંતી સતી જેમ ઝાડના પૂંઠાને નળ રાજા માનીને પ્રેમપૂર્વક તેના તરફ જતી હતી, તેમ આત્મભ્રાંતિથી દેહને પોતાનું સ્વરૂપ જાણી આ અજ્ઞાની જીવે રત્નચિંતામણિ જેવો આ દુર્લભ માનવભવ અત્યાર સુધી દેહને અર્થે વૃથા પરિશ્રમ કરવામાં ગાળ્યો, એમ આત્મજ્ઞાન થાય ત્યારે અંતરાત્માને સમજાય છે. બહિરાત્મદશા છૂટતાં જીવનપલટો થાય છે અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે તથા માનવદેહને મોક્ષના સાઘનરૂપે વાપરે છે.” બોઘામત ભાગ-૧માંથી :- “ભ્રાંતિને લઈને જીવ દુઃખી થાય છે. ભ્રાંતિ એ મિથ્યાત્વ છે. દેહને આત્મા માને એ જ દુઃખનું કારણ છે. દેહને દેહ અને આત્માને આત્મા જાણે તો કર્મ ન બંઘાય તેથી પછી દુઃખ ન થાય.” (પૃ.૧૩૮) પપ૧. માણસ ચાહે તે કરી શકે. માણસ ઇચ્છે તે કરી શકે, એટલી એમાં શક્તિ રહેલી છે. શ્રી અમરચંદજીનું વૃષ્ટાંત - સિંહરાજ! કાં બરફી ખાલો કાં મુજે ખાલો. જયપુરમાં શ્રી અમરચંદજી જૈન હતા. રાજદરબારથી પશુઓના મ્યુઝિયમની દેખરેખ રાખવાનું કામ તેમના હાથમાં આવ્યું. તેમણે હુકમ કર્યો કે સિંહને પણ માંસ આપવું નહીં, પણ બરફી ખવરાવવી. સાત દિવસ થઈ ગયા છતાં સિંહ તે બરફી ખાતો નથી. એ સમાચાર મળતાં શ્રી અમરચંદજી પોતે સિંહના પાંજરાને ખોલી અંદર ગયા, અને બોલ્યા કે “હે સિંહરાજ! કાં બરફી ખાલો કાં મુજે ખાલો. એ સાંભળતાં જ સિંહરાજ બરફી ખાવા લાગ્યો. તેમ માણસ ધારે તે કરી શકે. પોતાને મોક્ષે લઈ જવો હોય કે નરકે લઈ જવો હોય તે બધું પોતાના હાથમાં છે. “મોક્ષમાળા વિવેચન'માંથી :- “માણસમાં વિચારશક્તિ છે તેથી હાથી, સિંહ જેવાને વશ કરી લે છે. પણ તે જ શક્તિ વડે પોતાના મનને વશ કરે-જીતે તો કેટલું કલ્યાણ થાય! મનુષ્યમાં શક્તિ છે પણ તેને વિષયભોગમાં અને કષાયમાં વેડફી નાખે છે, તેને બદલે આત્માને માટે પુરુષાર્થ કરવામાં વાપરે તો દોષોને દૂર કરે.” (પૃ.૧૦) પપ૨. શૌર્ય, બુદ્ધિ ઇ. નો સુખદ ઉપયોગ કરું. જે કાર્ય કરવાથી મને આ ભવમાં કે પરભવમાં સુખ ઊપજે તેવા ઉત્તમ કાર્યમાં મળેલ શૌર્ય એટલે શૂરવીરતા કે બુદ્ધિનો ઉપયોગ કરું. અથવા પરહિત માટે સજ્જન પુરુષોની રક્ષા કરવામાં શૂરવીરતા વાપરું. જેમકે હનુમાન વીર કહેવાય છે તેમણે પોતાની શૂરવીરતાનો ઉપયોગ સતી સીતાજીને લાવવામાં શ્રીરામને મદદ કરવામાં કર્યો. તેમજ બુદ્ધિનો ઉપયોગ આત્મધર્મ સમજવામાં કરું તથા વ્યવહારમાં કોઈનું ભલું થતું હોય તો પણ બુદ્ધિનો સુખદ ઉપયોગ કરું. “દૃષ્ટાંત શતક'માંથી - જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે સિંહસસલાનું દ્રષ્ટાંત – કોઈ વનમાં મદોન્મત્ત થયેલો એક સિંહ હમેશાં ઘણાં વનપશુઓને મારીને ખાઈ જતો હતો. તેમાંથી બચવા માટે એકવાર બઘાં વનપશુઓ એકઠાં થઈ વિચાર કરી સિંહની ૪૧૪ Page #471 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પાસે ગયા અને વિનંતી કરી : “હે વનરાજ!તમે દરરોજ અમારામાંથી અનેક પ્રાણીઓનો સંહાર કરો છો, તેથી થોડા દિવસમાં આખું વન પશુ વગરનું થઈ જશે; પછી ભૂખના માર્યા તમારો પણ નાશ થશે. માટે તમે આજથી વનમાં પશુ મારવા નીકળશો નહિ અને તમારી ગુફામાં બેઠા રહેજો. અમે દરરોજ પ્રાતઃકાળે એક એક પશુ તમારા આહાર માટે મોકલતા રહીશું. સિંહે તે વાત સ્વીકારી. હવે એક દહાડો કોઈ ઘરડા સસલાનો વારો આવ્યો, ત્યારે તે સૌના કરતાં મોડો નીકળ્યો અને માર્ગમાં ઘણી વાર લગાડીને મધ્યાહ્નકાળ થવા આવ્યો ત્યારે ગયો. સિંહ ભૂખથી અકળાઈને ઘણો જ ક્રોધે ભરાયો હતો અને વિચારતો હતો કે, “આજ તો આખા વનનાં પશુઓનો સંહાર કરી નાખું.” એવામાં ઘીમે ઘીમે આવતા સસલાને જોઈને બોલ્યો : “કેમ રે! દુષ્ટ! આટલી બધી વાર કેમ લગાડી? આજ હું તારા કુળનો જ નાશ કરી દઈશ.” સસલો નીચે નમી, પગે લાગી બોલ્યો : “મહારાજ! મારો વાંક નથી. આ વનમાં આપના જેવો જ કોઈ બીજો સિંહ આવ્યો છે, તેણે મને રોક્યો અને ખાઈ જવાનો વિચાર કર્યો. પણ મેં કહ્યું : “અરે અઘમ! અમારા મહારાજા મહાબળવાન છે તે જો જાણશે તો એક પળમાં તારો નાશ કરી નાખશે.' તેમ છતાં તેણે મને છોડ્યો નહીં. જેમ તેમ કરી તેની થાપટો ખાઈ નાસી આવ્યો છું. તેના પ્રહાર મને વાગ્યા છે, તેથી હું ઘીમે ઘીમે ચાલું છું.” આ વચન સાંભળીને પ્રથમથી ભૂખે અકળાઈ રહેલો સિંહ ક્રોધથી બોલી ઊઠ્યો : “અરે! એ ચંડાલ કોણ છે, જે મારા શિકારને ખાવાની બુદ્ધિ કરે છે! ચાલ, આગળ થા! તે પાપીને દેખાડ, એટલે પ્રથમ તેને હણીને પછી બીજી વાત. સસલાએ માથું નમાવી વંદન કરી કહ્યું : “મહારાજ ! અહીંથી થોડેક દૂર પેલા કૂવાના કાંઠા ઉપર તે ઊભો છે.' પછી બંને જણ ત્યાં ગયા, ત્યારે સિંહને સસલાએ કહ્યું: “મહારાજ તમને આઘેથી દેખીને હમણાં તે કૂવામાં સંતાઈ ગયો જણાય છે, ચાલો આપણે જોઈએ.” સિંહ વગર બોલ્ય કૂવા ઉપર ગયો અને અંદરના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેને સિંહ માની ગર્જના કરી. કૂવામાંથી પણ પડઘો પડ્યો અને પોતાની ગર્જના તેને સંભળાઈ; સિંહ ઊછળ્યો, કૂવામાં પડ્યો અને ડૂબીને મરી ગયો. સિંહને પોતાની બુદ્ધિના પ્રભાવથી મારીને સસલો ઘેર ચાલ્યો અને સર્વે વન-પશુઓને તે વાતની વઘામણી કહી રાજી કર્યા. કહ્યું છે કે “बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् । वने सिंहो मदोन्मतः शशकेन निपातितः ॥” । અર્થ – જેનામાં બુદ્ધિ છે તેનામાં બળ છે એમ સમજવું. જેનામાં બુદ્ધિ વગરનું એકલું અંગબળ છે, તેનામાં ખરું બળ નથી. ઉપરના દ્રષ્ટાંતમાં વનમાંનો સિંહ બળના મદથી ઉન્મત્ત છતાં તેને બુદ્ધિબળવાળા નિર્બળ સસલાએ પણ મારી નાખ્યો. (પૃ.૬૬) માટે શૌર્ય કે બુદ્ધિ ઇત્યાદિનો ઉપયોગ સ્વપર હિતાર્થ કરું. પણ કોઈને દુઃખી કરવામાં કરું નહીં. પપ૩. કોઈ કાળે મને દુઃખી માનું નહીં. સપુરુષ મળ્યા છે માટે કોઈ કાળે હવે મને દુઃખી માનું નહીં. “શ્રીમદ રાજચંદ્રમાંથી :- ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ ૪૧૫ Page #472 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૨૨૪) 2 “તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનાં દુ:ખનો એક દિવસ પણ નથી. પાંડવના તેર વર્ષનાં દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી, તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવું સંભવતું નથી.” (વ.પૃ.૩૭૪) “વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખે એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થકર કહેતા હતાં.” (વ.પૃ.૩૯૪) આત્મા મૂળ સ્વરૂપે અનંતસુખનું ઘામ હોવાથી કોઈ કાળે મને દુઃખી માનું નહીં. “સ્વયજ્યોતિ સુખધામ” એ વાક્યનો ઊંડો વિચાર કરું. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - આ જગતમાં મારા જેવી કોઈ દુઃખી હશે? નિર્નામિકાનું દ્રષ્ટાંત - ઘાતકીખંડના વિદેહક્ષેત્રમાં નંદી નામે એક ગામ હતું. ત્યાં એક નિર્ધન વણિક રહેતો હતો. માંડ માંડ આજીવિકા જેટલું તે કમાતો. ઉપરાઉપરી તેને સાત પુત્રીઓ થઈ. ફરી સ્ત્રીને ગર્ભ રહ્યો. હવે વિચાર્યું કે જો પુત્રી થઈ તો હું ઘર છોડી ચાલ્યો જઈશ. કર્મયોગે પુત્રીનો જ જન્મ થયો. તેથી તે ચાલ્યો ગયો. તેની મા પણ આ પુત્રી ઉપર અભાવવાળી થઈ. તેથી તેનું નામ પણ રાખ્યું નહીં. એક દિવસે નિર્નામિકાએ લાડું ખાવાની હઠ લીધી ત્યારે માએ કહ્યું લાડું તો શું પણ ખાવાનુંય નહીં મળે. જંગલમાં જઈ લાકડા લઈ આવે તો ખાવાનું મળશે. તેથી તે જંગલમાં લાકડા લેવા ગઈ. લાકડાનો ભારો લઈને આવતી હતી ત્યાં ઘણા માણસાને પર્વત ઉપર ચઢતા જોઈ પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો? તેઓએ કહ્યું – કેવળી ભગવાન આ પર્વત ઉપર પધાર્યા છે. તે સાંભળી તે પણ ભારો ત્યાંજ મૂકીને ભગવાન પાસે ગઈ. ભગવાનની દેશના સાંભળી નિર્નામિકાએ ભગવાનને પૂછ્યું –આ જગતમાં મારા જેવી કોઈ દુઃખી હશે? પછી ભગવાને નરકના દુઃખ, તિર્યંચના દુઃખ, મનુષ્યના દુઃખ, દેવલોકના દુઃખનું વર્ણન કર્યું. તે સાંભળી નિર્નામિકા બોલી હે ભગવાન! આવું દુઃખ તો મને નથી. પણ હવે હું એવું શું કરું કે જેથી મારે આ સંસારના દુઃખ ભોગવવા ન પડે? કેવળી ભગવાને તેને બારવ્રત સમજાવ્યાં. તે એને બહુ ગમ્યાં. તેથી તે વ્રતો અંગીકાર કરી પોતાના ઘેર ગઈ અને ઘર્મનું આરાઘન કરવામાં જીવન વિતાવ્યું. અંતે અનશન કરીને દેવગતિ પામી. દેવલોકમાં શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ લલિતાંગ દેવરૂપે હતો તેની તે પટ્ટદેવી થઈ. જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન થયા ત્યારે નિર્નામિકાનો જીવ બાહુબળીજીના પુત્રનો પુત્ર શ્રેયાંસકુમાર થઈ ભગવાનને શેરડીના રસનું પારણું કરાવી તેજ ભવમાં મોક્ષને પામ્યાં. પપ૪. સૃષ્ટિનાં દુઃખ પ્રનાશન કરું. સૃષ્ટિમાં જે દુઃખ છે તેનું કારણ રાગદ્વેષ અજ્ઞાન છે. માટે જ્ઞાની પુરુષોના ઉપદેશવડે અજ્ઞાનનો નાશ કરી કામ ક્રોઘાદિ કષાયભાવોને નિર્મળ કરવા પ્રયાસ કરું. જેથી મારી મોહમય રચેલ સૃષ્ટિના દુઃખનો નાશ થાય તથા સૃષ્ટિમાં રહેલ સર્વ જીવોનું સર્વ પ્રકારે દુઃખ નાશ પામો એવી ભાવના કર્યા કરું. ૪૧૬ Page #473 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘નિત્યનિયમાદિ પાઠમાંથી - “સુખી રહે સબ જીવ જગતકે, કોઈ કમી ન ઘભરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ઘર્મકી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે.” -પૃ.૩૧૨ પપપ. સર્વ સાધ્ય મનોરથ ઘારણ કરું. આત્મકલ્યાણમાં સહાયક એવા સર્વ સાધ્ય એટલે સર્વને સાધવા યોગ્ય પ્રાપ્ત કરવા યોગ્ય મનોરથ ઘારણ કરું. જેમકે સાચા દેવ, ગુરુ, ઘર્મ પ્રત્યે મને શ્રદ્ધા થાય, વિષયકષાય મારા મંદ પડી જાય, ક્રમે કરી સંપૂર્ણ ક્ષીણ થાય. હું સમ્યગુદર્શન પામું, શ્રાવકપણું પામું અને અંતે મુનિ બની સર્વ સંગ પરિત્યાગી થઈ કેવળજ્ઞાન પ્રગટાવું. એવા મનોરથોને ઘારણ કરું.. શ્રીમદ્ રાજચંદ્રમાંથી : “સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવઘારું; રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ઘાર થશે અપવર્ગ ઉતારું.”- મૃ.૯૦ “મોક્ષમાળા વિવેચન'માંથી – “પ્રશ્ન કરતાં, ઊંડા ઊતરતાં સંશય ન કરે. ગમે તેટલું ઊંડું વિચારું પણ મને જિનભગવાનના વચનમાં સંશયરૂપ બીજ ન ઊગો. મને ન સમજાય તો પણ સંશય ન કરું. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે મારો સદા એ જ મનોરથ છે તેને તું ઘારણ કર કે જેથી અપવર્ગ એટલે મોક્ષનો ઉતારુ-મુસાફર થઈશ. મિથ્યાત્વ ક્ષય કરી મોક્ષનો મુસાફર થઈને અવશ્ય મોક્ષે જઈશ.” (પૃ.૧૧૧) આલોચનાદિ પદ સંગ્રહ'માંથી - “પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ઘાર; અંત સમય આલોચના, કરું સંથારો સાર. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે, નિત મન્ન; શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન્ન.” (પૃ.૩૨) બોઘામૃત ભાગ-૨'માંથી - “શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. “મુનિપણું પાળવા જેટલી મારી શક્તિ નથી, એટલે હું શ્રાવક રહું છું.” એમ કરી ભાવમુનિ રહે છે. શ્રાવક રોજ સવારમાં ઊઠી વિચારે કે હું પાંચ મહાવ્રત ક્યારે પ્રાપ્ત કરીશ? હું પાપથી ક્યારે છૂટીશ? મારે સમાધિમરણ કરવું જ છે. એમ ત્રણ મનોરથ રોજ ચિંતવે.” (બો.પૃ.૩૮૩) પપ૬. પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓને પરમેશ્વર માનું. જે જ્ઞાની પુરુષોએ શુદ્ધ આત્માનો અનુભવ કર્યો છે એવા શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતને પરમેશ્વર માનું. એ પંચ પરમગુરુને પંચ પરમેષ્ઠિ પણ કહેવાય છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે. (વ.પૃ.૨૩૭) તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વરબુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું તે પરમ ૪૧૭ Page #474 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિનય’ કહ્યો છે. તેથી પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી જીવને જોગ્યતા આવતી નથી.'' (વ.પૃ.૨૮૯) ‘બોઘામૃત ભાગ-૨’માંથી :- “સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થઈ જાય તો પછી પરમ પ્રેમથી અર્પણબુદ્ધિ કરે.’’ (પૃ.૬૨) ‘બોધામૃત ભાગ-૩’માંથી ઃ– મોહની મીઠાશ ઓળખી તેને તજવા બળ કરનાર મુમુક્ષુદા પામે છે. તે મુમુક્ષુતારૂપ નેત્રો વિના સત્પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છેજી.’’ (પૃ.૨૬૨) ૫૫૭. પ્રત્યેકનું ગુણતત્ત્વ ગ્રહણ કરું. પંચ પરમેષ્ઠિમાં અનંતગુણ છે. તે શાસ્ત્રો દ્વારા જાણી, યથાશક્તિ તે ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરું તથા પ્રત્યેક પ્રાણીમાંથી ગુણ ગ્રહણ કરવાનો અભ્યાસ કરું. દોષ દૃષ્ટિ ન કરું. યુધિષ્ઠિરનું દૃષ્ટાંત – યુધિષ્ઠિરને ગુરુએ કહ્યું કે એક દોષીને શોઘી લાવ. યુધિષ્ઠિર આખા શહેરમાં ફર્યો પણ ક્યાંય દોષવાળો વ્યક્તિ જણાયો નહીં. બધામાં તેને કંઈ ને કંઈ ગુણ દેખાયા. તેથી ગુરુ પાસે આવી કહ્યું કે બધા દોષોનો ભંડાર તો હું જ છું, એમ જેને ગુણ જોવાની દૃષ્ટિ હોય તે તો ગમે ત્યાંથી ગુણને જ ગ્રહણ કરે. તેમ હું પણ પ્રત્યેકમાંથી ગુણ ગ્રહણ કરું કે જેથી મારો આત્મા સદા આનંદમાં રહે. ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી : શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત – “કોઈ વખત સૌધર્મ દેવલોકમાં સમગ્ર દેવોની સભા ભરાઈ હતી, તે વખતે સર્વ દેવોની સમક્ષ ઇન્દ્રે કહ્યું કે “અહો ! કૃષ્ણ વગેરે એવા સત્પુરુષ છે કે જેઓ લાખ દોષમાંથી પણ ગુણને જ ગ્રહણ કરે છે, તથા નીચયુદ્ધ વડે યુદ્ધ કરતા નથી.’’ તે સાંભળીને એક દેવતાને તેના વાક્યપર શ્રદ્ધા બેઠી નહીં, તેથી તેણે વિચાર્યું કે “એવું કેમ સંભવે? પરદોષનું ગ્રહણ કર્યા વિના કોઈ માણસ રહી શકતું જ નથી.’’ એમ વિચારીને તે દેવતા મૃત્યુલોકમાં આવ્યો અને દ્વારકાનગરીના રાજમાર્ગમાં એક ભયંકર અને અતિ દુર્ગંધવાળા કાળા કૂતરાનું મૃતક વિકુર્તીને મૂક્યું. તે કૂતરાના મુખમાં કુંદ પુષ્પના જેવી શ્વેત અને સુશોભિત દંતપક્તિ વિકુર્થી. તેવામાં શ્રી નેમિનાથને વાંદવા માટે કૃષ્ણવાસુદેવ સર્વ સૈન્ય સહિત નીકળ્યા. રાજમાર્ગમાં ચાલતા સૈનિકો દૂરથી જ શ્વાનની દુર્ગંધ આવવાથી આડે માર્ગે ચાલ્યા. વાસુદેવે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેઓએ કૂતરાનું મૃતક બતાવ્યું. તેની પાસે જઈને કૃષ્ણે કહ્યું કે “પુદ્ગલના નાના પ્રકારના સ્વભાવો હોય છે, તેમાં હર્ષ શોક કરવા જેવું નથી. પરંતુ જીઓ, એનું શરીર તો કૃષ્ણ વર્ણનું છે; પણ દાંત કેવા શ્વેત છે. તે મરકતમણિ જે કૃષ્ણ વર્ણની હોય પણ તેના ભાજનમાં ગોઠવેલી મુક્તાવલીની જેવા તે શોભે છે.’’ તે સાંભળીને પેલા દેવતાએ વિચાર્યું કે “ખરેખર આ વાસુદેવનું સેંકડો દોષોને મૂકીને પર ગુણગ્રાહીપણું છે તે સત્ય છે.’’ (પૃ.૨૩૮) એમ પ્રત્યેકમાંથી ગુણ ગ્રહણ કરું. ‘દૃષ્ટાંતશતક'માંથી – “સંસારમાં જે જીવો ગુણગ્રાહક હોય છે. તે સુખી હોય છે અને ઉપરના ઉદાહરણમાં કહેલા શ્રી કૃષ્ણની પેઠે જેઓ દંતરૂપી ગુણ જોનારાઓ છે, તેમને ઉત્તમ જાણવા. ઉદાર પ્રકૃતિવાળા મનુષ્યો બીજાઓના દોષ જોવા કરતાં ગુણમાત્ર જોઈને આનંદ પામે છે; કેમકે તેઓ એમ સમજે છે કે દોષથી ભરેલું તો આખું વિશ્વ છે, પણ તેમાં જો કાંઈ વખાણવા લાયક હોય તો તે માત્ર ગુણ છે. પુરુષ એવું નામ તો બધાનું છે. પણ દૂધ અને પાણી મિશ્ર કરીને મૂક્યાં હોય ત્યારે તેમાંથી દૂધને જુદું પાડી પી જાય અને પાણીને પડ્યું રાખે તે જ હંસ કહેવાય; અર્થાત્ ગુણગ્રાહી પુરુષ હંસની પેઠે શ્રેષ્ઠ ૪૧૮ Page #475 -------------------------------------------------------------------------- ________________ ગુણગ્રાહી શ્રીકૃષ્ણ શ્રી કી છીયાત કૃતામાંથી કીત જ શુષ્ક થયો Page #476 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ છે. જગતમાં પારકા દોષ જોનારા તો અસંખ્ય છે; પણ પારકા ગુણ જોનારા કોઈક જ છે. તેમાંય વળી પોતાના દોષ પોતે જ જાણનારા પાંચ કે છ હોય કે ન પણ હોય.’' (પૃ.૧૦૦) ‘મોક્ષમાળા પ્રવેશિકા’માંથી – ‘જેમની આપણે ભક્તિ કરીએ છીએ તેમનું : નામ લઈએ તે વખતે આપણને તેમના ગુણો, ઉપકારો સ્મૃતિમાં આવે તો જ ચિત્તમાં પ્રેમભાવ જાગે, અને પ્રમાદ જાય. ‘અરિહંત’નામ બોલતાં બાર ગુણોમાંથી દિવ્યધ્વનિ આદિથી આપણને જે કંઈ ઉપકાર થયેલો સમજાય, ‘સિદ્ધ’ બોલતાં અનંતસુખ આદિ ગુણોમાંથી એકાદની સ્મૃતિ થઈ તેની ભાવના થાય, ‘આચાર્ય’ બોલતાં શાસનનો આચાર શીખવનાર કે ધર્મના સ્તંભરૂપ છે, એનો ઉપકાર રે, ‘ઉપાઘ્યાય' બોલતાં તેમનો શાસ્ત્રસ્વાધ્યાય કે શિખામણ આપણી સ્મૃતિમાં આવે તથા ‘સાધુ’ શબ્દ બોલતાં તેમની દયા કે જિતેન્દ્રિય ગુણ પ્રત્યે પ્રમોદભાવ જાગે તો પંચપરમેષ્ઠી મંત્રની માળા ગણી લેખે આવે. આ પ્રમાણે આપણને લાભ થતો હોય તેવી બાબતમાં મન જરૂર ચોર્ટ, પણ માત્ર જીભે શબ્દ બોલાય અને મણકા હાથમાં ફર્યા કરે ત્યાં મન કેવી રીતે ચોટે? માટે આપણને લાભ થાય તેવી રીતે ધર્મક્રિયા કરવી ઘટે છે. (પૃ.૧૭૮) 1 ‘સાદી શિખામણ'માંથી – શ્વાનના દશ ગુણો સંત પુરુષો લે છે (૧) ભૂખ્યું રહેવું. (૨) ગૃહરહિતપણે રહેવું. (૩) સારી રાત જાગવું, અલ્પમાત્ર નિદ્રા. (૪) મર્યા પછી પાસે કાંઈ નીકળે નહીં. (પ) સ્વામીનું દ્વાર ન છોડવું, (૬) થોડું મળે તેમાં સંતોષ. (૭) જ્યાં બેઠો હોય ત્યાંથી કોઈ ઊઠાડી મૂકે તો ઊઠી જવું. (૮) કોઈ પાસે કાંઈ માંગવું નહીં. (૯) કોઈ બોલાવે ત્યાં જવું. (૧૦) કોઈ મારે તો ઘરતી સામું જોઈ માર સહન કરવો. (પૂ.) ૫૫૮. પ્રત્યેકના ગુણને પ્રફુલ્લિત કરું. કોઈના પણ ગુન્ન જોઈ રાજી થાઉં અને બીજા પાસે પણ તે ગુણોની પ્રશંસા કરું, ‘મોક્ષમાળા વિવેચન”માંથી – “ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ’ – જેમને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે, તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. “પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો.'' (૮૫) મુખ્યત્વે સમ્યક્દર્શનજ્ઞાનચરિત્ર એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય. ગુણ જોતાં આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ધોવાઈ જાય.'' (પૃ.૨૨૭) વસિષ્ઠઋષિનું દૃષ્ટાંત – વસિષ્ઠઋષિ બાલબ્રહ્મચારી વિશ્વામિત્રને દિવસમાં અનેકવાર વંદન કરતા. પણ વિશ્વામિત્ર જ્યારે સભામાં આવે ત્યારે વસિષ્ઠઋષિ તેમને કહે કે આવો રાજર્ષિ. તેથી વિશ્વામિત્ર ક્રોધ પામી વસિષ્ઠના એક એક કરતાં અનેક પુત્રોને મારી નાખ્યા. તો પણ વસિષ્ઠઋષિ વિશ્વામિત્રના વખાણ જ કરતા. એક દિવસ વિશ્વામિત્ર વસિષ્ઠઋષિને મારી નાખવા માટે આવીને સંતાઈ રહ્યા. તે સમયે વસિષ્ઠઋષિની પત્નીએ કહ્યું : બહાર ચંદ્રમાની ચાંદની કેવી શોભી રહી છે. ત્યારે વસિષ્ઠઋષિ બોલ્યા કે વિશ્વામિત્રનું જેવું તપ જળહળતું છે તેવી શોભી રહી છે. તે સાંભળી વિશ્વામિત્ર તરવાર નાખી વસિષ્ઠઋષિના પગમાં આવીને પડયા. એમ બીજાના વખાણ કરી ગુણોને પ્રફુલ્લિત કરું, અર્થાત્ ઉત્તેજન આપું. ૪૧૯ Page #477 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “પ્રજ્ઞાવબોઘ’માંથી :- “અન્યના ગુણાંશ આ ગિરિ સમા પ્રશંસતા, પ્રફુલ્લ તરુ કદંબ શા સુસંત વિરલ જાણ એ.” મૈત્રી. ૯ = અર્થ – અન્યના અલ્પગુણને પણ પહાડ સમાન માની તેની પ્રશંસા કરું. કદંબ નામના ફુલનું ઝાડ વિશાળરૂપે પ્રફુલ્લિત થાય છે. તેમ કોઈ વિરલા સન્દુરુષો જ બીજાના ગુણો જોઈ અતિ પ્રફુલ્લિત થાય છે. //. “ગાય ઘાસ ખાય તોય દૂઘ તો અમૃત જોય, જલધિમૂલ જલદનું ફલ ઇક્ષરસ સમાન છે.” મૈત્રી૧૦ અર્થ - ગાય ભલે ઘાસ ખાય પણ તેનું દૂધ અમૃત સમાન છે. એમ ગાયમાંથી ગુણ ગ્રહણ કરું. મેઘ ખારા પાણી જેવા સમુદ્ર જળને લઈને વાદળારૂપ બની વરસે છે. પણ તેજ વરસાદ શેરડીમાં પડતા ઈક્ષરસરૂપ મીષ્ટ ફળ આપે છે. ગુણગ્રાહીં દત્તાત્રય અનેક ગુગુણાલય, ગુણથામ લોકત્રય ગુણાનુરાગવાનને.” મૈત્રી. ૧૧ અર્થ - દત્તાત્રય ગુણગ્રાહી હતા. ગુણોના ઘરરૂપ તેમના અનેક ગુરુ હતા. ગુણાનુરાગી ત્રણે લોકમાંથી ગુણોને ગ્રહણ કરે છે, તેથી તે ગુણોના ઘરરૂપ બની જાય છે. ૧૧ાા પપ૯. કુટુંબને સ્વર્ગ બનાવું. સંપ અને સગુણો વડે સ્વયં ઉત્તમ ગૃહસ્થની જેમ વર્તી કુટુંબને ઘર્મમાર્ગે વાળું તો પોતાનું ઘર સ્વર્ગ જેવું બને. પુષ્પમાળા વિવેચન'માંથી – “(૨) તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંઘી છે.” સુગંઘવાળ પુષ્પ હોય તે દેવપૂજા વગેરેના કામમાં આવે તેમ ઉપર જણાવેલા કામ જો થયાં હોય તો આજનો દિવસ લેખે આવ્યો અર્થાત સુગંધવાળો થયો ગણાય. નહીં તો માત્ર દિવસ દેખવા પૂરતો હતો. જેમ સુગંધરહિત આવળનાં ફુલ દેખાય તેમ. વાક્યમાં બઘાની પહેલા “તારું' એમ પરમકૃપાળુદેવે લખ્યું છે. પ્રથમ પોતાના આત્માનું હિત પછી બીજા બધાનું માન, સન્માન લાભનું કામ (કર્તવ્ય) કરવા યોગ્ય છે. તારા આત્માના કલ્યાણ અર્થે, તારા કુટુંબનું હિત કે સત્યરુષનો વિનય વગેરે બઘા યથાશક્તિ કર્તવ્ય છે. આજનો દિવસ જીવવાનો મળ્યો તો પોતાના કે પરના હિતને અર્થે ગાળવા યોગ્ય છે; એ આ વાક્યનો સાર છે. માત્ર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓ પોષવા માટે તો પશુઓ પણ પ્રવર્તે છે પણ જે - “પશુ ટાલી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ રાજ તણો ન વિસારું, સંભારું દિનરાત રે.” - આઠ દૃષ્ટિની સઝાય મોક્ષમાળા વિવેચન'માંથી :“માબાપનો ઉપકાર છે તે બીજા કશાથી વળે તેમ નથી. તેમને પણ ઘર્મ પમાડે તો જ ઉપકાર વળે, તેથી તેમને ચર્ચા વગેરેથી ઘર્મ પમાડે. પોતાથી ન સમજે એમ હોય તો મુનિ દ્વારા પ્રેરણા કરે. કૃપાળુદેવે પોતાની માતાને ‘જ્ઞાનાવમુનિને વહોરાવવા સૂચના કરી પછી મુનિશ્રી પાસે તેમને બોથ અપાવ્યો હતો. ઘરમાં જે કામ થતાં હોય તેમાં પણ સ્વચ્છતા અને યત્ના રખાવે. ૪૨૦ Page #478 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વિચક્ષણતાથી વર્તી પોતાનું વર્તન ઉત્તમ રાખે તેથી બીજાને અસર થાય. સ્ત્રી, બાળકો બઘા ઘર્મપ્રેમી અને વિનયી બને. કુટુંબના નાના મોટા સઘળા માણસોમાં સંપ રહે તેમ કરે. કુટુંબનું વાતાવરણ સારું હોય તેથી બાળકો સારી રીતે વર્તતાં શીખે, દેખે તેવું કરે.” (પૃ.૨૯) : જૈન હિતોપદેશ'માંથી - માતાપિતાની સેવા કરી ઘર્મ માર્ગે વાળું. “માતાપિતાની આજ્ઞામાં રહેવું, તેમને પૂજનારા થવું, નિત્ય પ્રાતઃકાલે તેમને વંદન કરવું. પરદેશ જતી વખતે અને આવીને પણ વિનયપૂર્વક પાદપૂજન કરવું. જો વૃદ્ધ થયા હોય તો તેમને ખાવાપીવાની તેમજ પહેરવા ઓઢવાની શક્તિ મુજબ તજવીજ રાખવી. કોઈ વખતે પણ ક્રોઘ કરવો નહીં. કટુવચન વાપરવા નહીં, તેમના આદેશનું ઉલ્લંઘન કરવું નહીં. કદાપિ ગેરવ્યાજબી નહિ કરવા યોગ્ય કામ બતાવે તો મૌનવૃત્તિ ઘરવી. અયોગ્ય કર્મ કરવાથી થતા ગેરફાયદા વિનયપૂર્વક સમજાવવા પ્રયત્ન કરવો. તેમનો આપણા ઉપર અવર્ણનીય ઉપકાર છે. માતાએ નવમાસ સુધી ઉદરમાં રાખી ભાર વહન કરી, અનેક વેદનાઓ આપણે માટે સહન કરી છે; વિષ્ટા, મૂત્રાદિ સાફ કરવા. આપણું વારંવાર પ્રક્ષાલન કર્યું છે, વળી આપણે વ્યાધિ ભોગવતા હોઈએ તે વખતે સુઘા, તૃષા, વેઠી અનેક ઉપચારો કરી, આપણું શુદ્ધ બુદ્ધિથી પાલન કરેલ છે. એ સિવાય પરોક્ષ રીતે તેમના ઉપકારનો ઝરો નિરંતર વહ્યા કરેલ છે. માતાપિતા તો જગતમાં કલ્પવૃક્ષ સમાન છે. અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ત્રિશલાદેવીના ઉદરમાં આવ્યા પછી માતા દુઃખી થશે, એમ ઘારી કિંચિત્ વખત અચલાયમાન રહ્યા; તેટલામાં તો માતાએ અનેક કલ્પાંત કર્યા, મૂચ્છ ખાઈ ઘરતી ઉપર ઢળી પડ્યાં. તેજ વખતે ભગવંતે અભિગ્રહ કર્યો કે માતા પિતા સ્વર્ગે ગયા પછી જ દીક્ષા ગ્રહણ કરીશ. અહો પુત્રની પૂજનીક બુદ્ધિ તરફ દ્રષ્ટિ કર્તવ્ય છે. રામ અને લક્ષ્મણ તેમજ પાંડવોએ માતાપિતાની જે સેવા કરી છે, તેનું વર્ણન સહસ્ત્ર જિલ્લાથી કરવું મુશ્કેલ છે. તેમના કરેલા ઉપકારનો બદલો આપણે વાળી શકવાના નથી. તોપણ નિરંતર તેમને ઘર્મને રસ્તે જોડવા પ્રયત્ન કરી તેમની સેવા કરવી. (પૃ.૧૨૨/૩) આવું વર્તન કુટુંબ પ્રત્યે કરે તો કુટુંબ સ્વર્ગ જેવું બને. પ૬૦. સૃષ્ટિને સ્વર્ગ બનાવું તો કુટુંબને મોક્ષ બનાવું. પોતે સદાચારમાં વર્તી સૃષ્ટિમાં રહેલા જીવોના કષાય-કલેશ ઓછા થાય એવી વાર્તા કરું. જેથી તેમના કષાયો મંદ થાય કે ઇન્દ્રિય સંયમ પાળવાની વૃત્તિ જાગે તો તે જીવોને પણ સ્વર્ગે જવાનું કારણ થાય. પ્રથમ સૃષ્ટિને સ્વર્ગ બનાવું એના ઉપર એક દ્રષ્ટાંત નીચે મુજબ છે : મેઘરાજાનું દ્રષ્ટાંત – પ્રજાનું હિત ઇચ્છી સૃષ્ટિને સ્વર્ગ જેવી બનાવી. રંગાવતી નગરીમાં લક્ષ્મીપતિ નામનો રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરે છે. તેમની રાણી કમળાવતી દયાળુ અને પરોપકારી છે. તેમનો પુત્ર મેઘકુમાર છે. ગુરુકુળમાં ૭૨ કળાઓ શીખ્યો. મંત્રીએ પરીક્ષા કરવા ચાર પ્રશ્નો પૂછ્યા. તે આ પ્રમાણે—(૧) સંસારમાં સૌથી મોટું બળ શું? કુમારે કહ્યું–આત્મબળ. (૨) સૌથી મોટું તીર્થ કયું? માતાપિતા. (૩) સૌથી મોટો ઘર્મ કયો? સેવા. (૪) રાજાનું પ્રથમ કર્તવ્ય શું? પ્રજાનું હિત કરવું. રાજ્યને યોગ્ય થયો ત્યારે મેઘકુમારનું રાજતિલક કરી રાજ્યસન ઉપર બેસાડ્યો. રાજા થયા પછી તેણે મંત્રીને કહ્યું મારા રાજ્યના પાંચ આદેશ છે. તે સભાસદોને સંભળાવો. (૧) પશુપક્ષીની હિંસા થવી ન જોઈએ. (૨) પ્રજાને ખાનપાન શુદ્ધ અને યથાયોગ્ય મળે. (૩) વેપારીઓ સ્વેચ્છાએ રાજકોષમાં કર જમા કરાવી દે. (૪) રાજ્યમાં અશરણ, વૃદ્ધોને સહાય મળશે. (૫) સર્વ ઘર્મ સંપ્રદાયના લોકો પરસ્પર પ્રેમ, આદરભાવથી રહે. ૪૨૧ Page #479 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આ બધું સાંભળીને આજુબાજુના રાજાઓને ઈર્ષા થઈ. જેથી પાંચ રાજાઓએ એકઠા મળી મેઘકુમારનું રાજ્ય લેવા રંગાવતી પર આક્રમણ કર્યું. રાજાએ મંત્રીને સૈન્યની તૈયારી કરવા જણાવ્યું. સાંજે મેઘકુમારે પોતાની રાણી મદનમંજરીને લડાઈની વાત કરી. તેણીએ કહ્યું યુદ્ધ કરવાથી નિરપરાથી વ્યક્તિઓ બિચારા માર્યા જશે. માટે યુદ્ધ ન કરવું પડે એવો ઉપાય કરો. રાજા કહે આપણે માથે આવે ત્યારે યુદ્ધ કરવું પડે. રાણી કહે—યુદ્ધમાં પ્રજાના માણસો મરે એના કરતાં તો તે રાજાઓને આપણું રાજ્ય આપી દઈએ. આપણે સંયમ લઈ લઈશું. ત્યારે રાજા કહે—તેઓ એમ સમજશે કે આ રાજા તો અમારે શરણે આવી ગયો. ત્યારે રાણીએ ચિડાઈને કહ્યું તો જાઓ શસ્ત્ર ઉઠાવો, યુદ્ધનો ઘમસાન માંડો અને નિરપરાથી મનુષ્યોના ખુન કરી પોતાની કીર્તિને અમર કરો. એ સાંભળી રાજાનું પણ મન ફર્યું અને કહ્યું આપણે હવે યુદ્ધ કરવું નથી. ત્યારે રાણી બોલી–હજારો લોકોનું ભલું થશે. રાજાએ બીજે દિવસે દુતને મોકલી પાંચ રાજાઓને જણાવ્યું કે અહીંના રાજા લોકોની શાંતિને ઇચ્છે છે. માટે મંત્રણા કરવા બઘાને રાજમહેલમાં બોલાવે છે. ત્યારે તેમણે કહ્યું મંત્રણાને નામે અમને કેદ કરી લે તો. દુતે કહ્યું–તમને વિશ્વાસ ન હોય તો અમારા રાજા એકલા તમારી પાસે આવશે. પછી તેમણે રાજસભામાં આવવાની હા કહી. મંત્રણા સમયે મેઘકુમાર રાજાએ કહ્યું –રાજસત્તા માટે મારી પ્રજાનું ખુન કરવા હું ઇચ્છતો નથી. ત્યારે બીજા રાજાઓએ કહ્યું તો અમારી આધીનતા સ્વીકારો. મેઘરાજાએ કહ્યું–થોડો સમય આપો, હમણાં આવું છું. રાજા રાણી બન્ને સફેદ કપડાં પહેરી મંત્રણા કક્ષમાં આવ્યા. તે જોઈ રાજાઓ આશ્ચર્ય પામ્યા. મેઘરાજાએ કહ્યું તમને રાજ્ય સોંપી હું નિશ્ચિંત થઈ ગયો. હવે મને આત્મસાઘન કરવાનો અવસર મળી ગયો. એ સાંભળી બીજા રાજાઓએ આગ્રહપૂર્વક મેઘરાજા ઉપર પાછું મુગટ મૂક્યું અને બઘા રાજાઓ મિત્ર બની ગયા. આખી રંગાવતી સ્વર્ગ જેવી દેખાવા લાગી. કૃપાળુદેવે લખ્યું કે સૃષ્ટિને સ્વર્ગ બનાવું? તેમ આ રાજાએ કરી બતાવ્યું. કુટુંબને મોક્ષયોગ્ય બનાવવા સત્સંગમાં લઈ જાઉં, કે જેથી તે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે, તેથી ઘરમાં મોહનું તથા ક્લેશનું વાતાવરણ મટી જાય અને નિર્દોષ પ્રેમનું વાતાવરણ સર્જાય તો મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય. નિર્મોહી કુટુંબના દ્રષ્ટાંતમાં બઘાને જ્ઞાની પુરુષનો યોગ થવાથી એક બીજા પ્રત્યે મોહ રહ્યો નહીં. તેથી આખું કુટુંબ મોહરહિતપણે રહેતું હતું. તેમ કુટુંબને સપુરુષનું શરણ અપાવી નિર્મોહી કરી મોક્ષસ્વરૂપ બનાવું. સતી મદાલસાનું દ્રષ્ટાંત – સંસ્કારઘન સર્વોત્તમ. એક રાજા હતો. તેની રાણી મદાલસા સતી હતી. તેને આઠ પુત્રો થયા. તે બાળકોને ઝુલાવતી ઝુલાવતી મહાપુરુષોના ચરિત્રો સંભળાવતી અને વળી બોલતી કે, “શુદ્ધોfસ, યુદ્ધોતિ, નિરંગનો, સંસારમાયા. પરિવર્નતશિ.” એ ગાથા બોલવાથી નિર્દોષ બાળકોના અંતરમાં દ્રઢ સંસ્કાર પડ્યા અને તેના સાત છોકરાઓએ દીક્ષા લઈ લીધી. પછી એક છોકરો બાકી રહ્યો. ત્યારે રાજાએ કહ્યું કે એક તો રાજ્ય માટે રહેવા દો. પછી રાજાએ તે પુત્રને રાજ્ય આપી પોતે બન્નેએ દીક્ષા લીધી. તે છોકરાએ પણ ૩• TH ૪૨૨ Page #480 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પોતાને પુત્ર થયો કે તરત જ રાજ્ય આપી દીક્ષા લઈ લીધી. એમ સંસ્કાર કેવાં કામ કરે છે. ખરેખર બાળકોને સંસ્કારઘન આપવા જેવું છે. જેથી કોઈ દિવસ દુઃખ આવે તો પણ આ કર્મનું ફળ છે એમ સમજી તેઓ સમતાભાવ રાખી શકે. એવી રીતે સંસ્કારઘનવડે કુટુંબને મોક્ષમાર્ગે ચઢાવું. પ૬૧. તત્વાર્થે સૃષ્ટિને સુખી કરતાં હું સ્વાર્થ અર્પે. બીજા જીવોને તત્ત્વની સમજ આપવાનું કામ ખરી રીતે તો સત્યરુષો જ કરી શકે. તેઓ નિઃસ્વાર્થી, નિષ્કારણ કરુણાશીલ સ્વભાવવાળા હોય છે. યોગ્યતાનુસાર હું પણ તત્ત્વને અર્થે સૃષ્ટિને સુખી કરવા મારો સ્વાર્થ અર્પ, અર્થાત માનાદિની કે સાંસારિક સુખની ઇચ્છાનો ત્યાગ કરી આત્માર્થે યથાશક્તિ સ્વપરહિત કરવાનો પ્રયાસ કરું. સૃષ્ટિમાં રહેલા પ્રાણીને આત્મતત્ત્વ પામવાની ઇચ્છા હોય તો તેના માટે ગમે તેટલો ખર્ચ થાય તે કરવા શ્રી કૃષ્ણ મહારાજા તૈયાર હતા. જેને દીક્ષા લેવાની ઇચ્છા થઈ હોય તેનું આખું કુટુંબ તેઓ પાળતા તથા દીક્ષા લેવાના વરઘોડા વગેરેના ખર્ચ પણ કરતા હતા. એ શું સૂચવે છે? તો કે ઘર્મ પ્રત્યેનો એમનો પરમપ્રેમ. હું કરી શકતો નથી પણ જે કરતા હોય તેનું અનુમોદન તો કરું એવી ભાવના શ્રીકૃષ્ણના હૃદયમાં સદાય જાગ્રત હતી. શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “પ્ર.-આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. શ્રીમદ્ – લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત? મનસુખભાઈ – સાહેબ, બન્નેની જરૂર છે. શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત – શ્રીમદુ-શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયા. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાઘનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ઘારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ઘારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ઘર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગ માર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહાલ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે.” (વ.પૃ.૬૬૪) ૪૨૩ Page #481 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પક૨. સૃષ્ટિના પ્રત્યેક (C) ગુણની વૃદ્ધિ કરું. ક, સૃષ્ટિમાં રહેલ પ્રાણીઓમાં ક્ષમાગુણ, સત્યગુણ, સરળતા, પ્રેમ, દયા, અહિંસાદિ જે જે સદ્ગણો વિદ્યમાન છે, તે ગુણોની મારામાં વૃદ્ધિ કરું, જેથી મારા આત્માનું કલ્યાણ થાય. પ૬૩. સૃષ્ટિના દાખલ થતાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. જ્યાં સુધી સૃષ્ટિ મારા હૃદયમાં દાખલ છે ત્યાં સુધી પાપ પુણ્ય છે એમ માનું. અર્થાત્ મારામાં રાગદ્વેષના ભાવો છે ત્યાં સુધી પાપપુણ્યનો બંધ થશે એમ માનું. રાગદ્વેષનો નાશ થયે પાપપુણ્યનો પણ નાશ થઈ શુદ્ધભાવની પ્રાપ્તિ થશે અને આત્માની શાશ્વત સુખશાંતિ પ્રગટશે. પ૬૪. એ સિદ્ધાંત તત્ત્વઘર્મનો છે; નાસ્તિકતાનો નથી એમ માનું. ઉપરના વાક્યમાં પુણ્ય પાપની વાત કરી, તે સિદ્ધાંત તત્ત્વઘર્મનો છે, નાસ્તિકતાનો નથી. નાસ્તિક લોકો તો પુણ્ય પાપને માનતા નથી તથા પરભવ છે એમ પણ માનતા નથી. ૫૬૫. હૃદય શોકિત કરું નહીં. ગમે તેવા દુઃખના પ્રસંગ આવે તો પણ હૃદય શોકવાળું કરું નહીં. કારણ કે શોક કરવાથી કંઈ દુઃખ જતું નથી, પણ આર્તધ્યાન વડે નવીન કર્મનો બંઘ થાય છે. માટે મનને એવા પ્રસંગે ઘીરજ આપી શોક્તિ કરું નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “નિરંતર સત્પરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંઘી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો. ખરી ઘીરજ ઘરો. પૂર્ણ ખુશીમાં છું.” (વ.પૃ.૧૭૬) નિરંતર સમાથિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું, એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો.”(વ.પૃ.૧૮૪) “ઉપદેશામૃત'માંથી – આપશ્રીએ સદા આનંદમાં રહેવું. કૃપાળુદેવ સર્વની સંભાળ લે છે. દ્રષ્ટા તરીકે જોયા કરવું. જગતના સર્વ ભાવ ભૂલી જવા માટે પ્રયત્ન કરવું. સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા એટલે સમભાવ રાખી, હૃદયને નિર્મળ કરી, આખા જગતને ચૈતન્યવત્ જોવાના વિચારમાં મનને જોડજો. આ પ્રભુ એટલે કૃપાળુદેવ શ્રી સદગુરુ પ્રભુની મુદ્રાછબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસઘામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી.” (પૃ.૮) પ૬૬. વાત્સલ્યતાથી વૈરીને પણ વશ કરું. વૈરી હોય તેની સાથે પણ વિનયથી કે પ્રેમભાવે વર્તન કરવાથી તે વશ થાય. ઉપદેશામૃત'માંથી - “બધાનો સાર વિનય. વનો (વિનય) વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી; પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેનાં દાસ છીએ. “લઘુતા તો મેરે મન માની’ (ચિદાનંદજી) માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો – બ્રાહ્મી-સુંદરીએ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં ૪૨૪ Page #482 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે તો મૂક્ય છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬) સમતા, ધીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું.” (ઉ.પૃ.૪૨૮) ઘીરજ રાખવી. કોઈ ગમે તે કહે તે સહન કરવાની ટેવ પાડવી. તેથી બહુ લાભ થાય છે. ક્રોધી સ્વભાવ જેનો ન હોય તેના સર્વે મિત્રો બની જાય છે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ઘીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કય તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજો છું, આ તો કંઈ સમજતો નથી.” (ઉ.પૃ.૧૦૭) “આ બેઠા છે તે બધાને સૌથી પ્રથમ કરવા યોગ્ય છે તે શું? શાસ્ત્રમાં પણ એ જ કરવાનું કહ્યું છે તે શું? તો કે વિનય. ભૂંડુ કર્યું હોય તેનું પણ ભલું થાઓ.” (ઉ.પૃ.૩૯૪) પક૭. તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. કોઈપણ કાર્યને હું પણ સાધી શકું, એવો બળવાન નિશ્ચય હોય તો પુરુષાર્થ ટકે. પહેલાથી જ મનમાં ઢીલાશ હોય કે આપણાથી આ કાર્ય થઈ શકવાનું નથી તો એક બે મુશ્કેલી આવતાં તે કાર્ય પડી ભાંગે. પણ મરણીયો થઈને પણ આ કાર્ય સાઘીશ એવો જો આત્મવિશ્વાસ હોય તો ગમે તેટલી મુશ્કેલીઓ આવતાં પણ તે ડગે નહીં અને કાર્યની સિદ્ધિ થાય. “એક મરણિયો સોને ભારે” ‘ાર્ય સાધયમ વા વેઢું પાતામિ વા’ - ગજસુકુમાર તથા દ્રઢ પ્રહારીએ નિશ્ચય કર્યો કે મારે મોક્ષે જવું જ છે તો ગમે તેવા કષ્ટ આવ્યા તો પણ પોતે સમતાભાવ રાખવાનો પુરુષાર્થ છોડ્યો નહીં; એક હજાર ભવના કર્મોને બે ઘડીમાં જ બાળી નાખીને ગજસુકુમાર અંતકૃત કેવળી થઈ મોક્ષે પધાર્યા. એમ કોઈપણ કાર્ય પોતાના નિશ્ચયબળે તથા યથાર્થ પુરુષાર્થ કરવાથી સિદ્ધ થઈ શકે એમ છે. પ૬૮. શંકા ન કરું; ઉથાપે નહીં; મંડન કરું. જ્ઞાનીપુરુષના વચનોમાં શંકા ન કરું. મહાપુરુષોના વચનને કદી ઉત્થાપું નહીં, પણ તેનું સમ્યક્ પ્રકારે મંડન કરું અર્થાત્ દ્રષ્ટાંત, દલીલ આદિથી તે તે વાતોને પુષ્ટ કરું. “બોઘામૃત ભાગ-૧'માંથી :- “સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સમાન છે. તે સ્વરૂપ પ્રગટ કરવા, માટે સદગુરુની આજ્ઞા અને જિનદશા એ બેની જરૂર છે. ગમે તેમ હો પણ સદગુરુ કહે એમ કરવું. ભલે ૪૨૫ Page #483 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છે. પછી એ સોમલ આપે તો પણ ખાઈ જવો. એવી શ્રદ્ધા જોઈએ.” (બો.૧ પૃ.૪૮) બોઘામૃત ભાગ-૩'માંથી – “મુમુક્ષુએ સત્પરુષના દોષ જોવાથી તો પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તો તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દ્રષ્ટાંત પ.પૂ.પ્રભુશ્રીજીએ આપ્યું હતું. ગુરુ જે કંઈ કરે તે મારા હિતને માટે જ હોય એવી શ્રદ્ધા જોઈએ ગરશિષ્યનું દ્રષ્ટાંત - એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો ન આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? તેણે કહ્યું – કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચમ્મુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી પણ ગુરુને જોયા એટલે મીંચી દીઘી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછો વળી ગયો. આ શિષ્યની પેઠે મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોઘ પ્રાપ્ત થાય. પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજ.” (બો.પૃ.૩૫૯) “જેને જેને સત્પરુષની શ્રદ્ધા જેટલા પ્રમાણમાં થઈ હશે તેટલું આત્માનું કલ્યાણ થશે. મહાભાગ્યશાળી હશે તેને આવા હડહડતા કળિકાળમાં સાચા પુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે, તેના અનુયાયી વર્ગ પ્રત્યે પ્રેમપ્રતીતિ જાગશે. જપ, તપ, શાસ્ત્રજ્ઞાન આદિ સર્વ ઘર્મકાર્યનો પાયો પરમપુરુષ પ્રત્યેની શ્રદ્ધા છેજી. જેની શ્રદ્ધા બળવાન છે તેનો પુરુષાર્થ પણ લૂલો ન રહે. લોકો ભલે જાણે કે ન જાણે પણ તેનો આત્મા પરમાર્થ માટે તલપાપડ થઈ રહે. છૂટું છૂટું અંતરમાં થઈ રહ્યું હોય તે છાનું ન રહે. ભરત ચક્રવર્તીનું દ્રષ્ટાંત - ભરત ચક્રવર્તી લડાઈઓ લડતા હતા ત્યારે પુંડરિક ગણઘરે શ્રી ઋષભદેવને પ્રશ્ન કર્યો કે “હે ભગવાન!અત્યારે ભરત ચક્રવર્તી છ ખંડ સાથે છે અને મોટી લડાઈઓમાં પડ્યા છે તે વખતે તેમના આત્માનાં પરિણામ કેવા વર્તે છે?” ભગવાને ઉત્તર આપ્યો : “તારા જેવા.” ક્યાં ગણઘરની પ્રવૃત્તિ અને ક્યાં રાજ્યો જીતવાની પ્રવૃત્તિ! પણ આત્મા જેનો જાગ્યો છે તેને સંસાર કેવો લાગે, તેનું આ આબાદ દ્રષ્ટાંત છે. તે જ પરિણામ દ્રઢ રાખીને અરીસાભુવનમાં તેમણે કેવળજ્ઞાન પ્રગટાવ્યું. બહારથી કોઈ જાણે કે એ તો અકસ્માત્ કેવળજ્ઞાન થઈ ગયું હશે. પણ તેને માટે રાતદિવસ તેમનો કેટલો પુરુષાર્થ હતો? અને શ્રી ઋષભદેવ સ્વીકારે તેવાં આત્મપરિણામ ટકાવી રાખતા હતા. કર્યું થાય છેજી. માટે કર્મના સંયોગે ગમે ત્યાં રહેવું થાય પણ આત્મા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. માત્ર તેના તરફ લક્ષ રાખી મમતા મૂકતા રહેવાનો અભ્યાસ નિરંતર મારે તમારે કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૨૧૬) ૪૨૬ Page #484 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- એક જ સમયે એક જ ક્રિયા હોય, બે હોઈ શકે નહીં. ગંગાચાર્યનું દૃષ્ટાંત – આચાર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્ત અને ધનગુપ્તના શિષ્ય ગંગ નામે આચાર્ય થયા. તે ગંગાચાર્ય એકદા ઉલ્લુકા નદીના પૂર્વ કાંઠાપર ચાતુર્માસ રહ્યા હતા ને તેમના ગુરુ ધનગુપ્તાચાર્ય તે નદીના પશ્ચિમ કાંઠે ચાતુર્માસ રહ્યા હતા. એક વખત શરઋતુમાં ગંગાચાર્ય પોતાના ગુરુને વાંદવા જતાં માર્ગમાં ઉલ્લુકા નદી ઊતરતા હતા તે વખતે તેમના મસ્તકમાં ટાલ હોવાથી સૂર્યના કિરણોના સ્પર્શને લીધે તેમનું માથું તપી ગયું, અને પાણીમાં ચાલતા હોવાથી પગને શીતલતા જણાઈ. તે વખતે પૂર્વે બાંધેલ મિથ્યાત્વ મોહનીનો ઉદય થવાથી તેમને એવો વિચાર આવ્યો કે “સિદ્ધાંતમાં એક કાળે બે ક્રિયાનો અનુભવ ન હોય એમ કહ્યું છે; પણ મને તો અત્યારે એક જ સમયે બે ક્રિયાનો અનુભવ થાય છે. હું શીત ને ઉષ્ણ બંનેને વેદું છું; માટે અનુભવથી વિરુદ્ધ હોવાને લીધે આગમનું એ વચન યથાર્થ લાગતું નથી.’’ એવી શંકા ઘરાવતા સતા ગંગાચાર્ય ગુરુ પાસે આવ્યા, અને પોતાને થયેલી શંકા નિવેદન કરી. તે સાંભળીને ગુરુએ શિખામણ આપી કે “હે વત્સ ! છાયા અને આતપ જેમ સમકાળે ન હોય તેમ એક કાળે બે ક્રિયાનો અનુભવ અન્યોન્ય વિરુદ્ધ હોવાથી થઈ શકે જ નહીં; કેમકે જે અનુભવ થાય છે તે અનુક્રમે જ થાય છે; પરંતુ સમય આવલિકાદિક કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી અને મન પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણીજ ત્વરાવાળું હોવાથી તે અનુભવનો અનુક્રમ તારા જાણવામાં આવ્યો નહીં. ઇત્યાદિ અનેક ક્રિયા જીવ સમકાળે કરે છે, પરંતુ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તાતો નથી. ઉપયોગ તો એક ક્રિયામાં જ વર્તે છે.’’ આ પ્રમાણે અનેક પ્રકારની યુક્તિઓથી ગુરુએ તેને બહુ સમજાવ્યો, તો પણ જ્યારે તે શિષ્યે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. પછી તે વિહાર કરતો કરતો રાજગૃહી નગરીએ આવ્યો. ત્યાં તે પોતાના અસત્ય મતનું પ્રતિપાદન કરીને બીજા મુનિઓના ચિત્તને પણ વિક્ષેપિત કરવા લાગ્યો; કેમકે દુરાગ્રહી માણસ હડકાયા કૂતરાની જેમ બીજાને પણ પોતાની જેવા કરવા ઇચ્છે છે. રાજગૃહીમાં મહાતપસ્તીરપ્રભાવ નામે એક દ્રહ (તળાવ) હતો. તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદાની સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યો. તે સાંભળીને મણિનાગ યક્ષને કોપ ચડ્યો; તેથી તેણે કહ્યું કે “અરે દુષ્ટ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે? આજ સ્થાને શ્રી વર્ધમાન સ્વામીનું સમવસરણ થયું હતું. તે વખતે પ્રભુએ એક સમયે એક જ ક્રિયાનું વેદવું હોય એમ પ્રતિપાદન કર્યું હતું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળ્યું હતું. માટે આ દુષ્ટ વાસના મૂકી દે અને પ્રભુના વચનને અંગીકાર કર; નહીં તો હમણાં તને આ મુદ્ગરવડે શિક્ષા કરીશ. પ્રત્યક્ષ સિદ્ધ અર્થને તું ગોપવે છે તે યોગ્ય નથી. ઇત્યાદિ યુક્તિથી તે નાગયક્ષે તેને સમજાવ્યો, એટલે ગંગાચાર્યે તેનું કહેવું અંગીકાર કર્યું અને મિથ્યા દુષ્કૃત દીધો. પછી ગુરુ પાસે જઈ તે પાપની આલોચના લઈને પ્રતિક્રમ્યા. (પૃ.૨૪૦) જેમ ગંગાચાર્યે ભગવાનના વચનોમાં શંકા કરીને તેમના વચનોને ઉત્થાપ્યાં અને યક્ષના વચનથી ફરીથી મંડન કર્યું; તેમ વર્તન કરું નહીં. ૪૨૭ Page #485 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૫૯. રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું. પોતે રાજા હોવા છતાં પ્રજાને ભગવાને કહેલા સાચા મોક્ષમાર્ગે ચઢાવું. શ્રી કષ્ણ મહારાજા કે શ્રેણિક મહારાજા. કોઈને દીક્ષા લેવાના ભાવ થતાં તો તેનો દીક્ષા મહોત્સવ ખર્ચ તથા તેના કુટુંબના ભરણપોષણનો ખર્ચ પણ ઉઠાવી લેતા હતા. પ્રજા પ્રભુના માર્ગે ચઢે એમાં તેઓ રાજી હતા. “કલ્પસૂત્ર'માંથી - સંપ્રતિરાજાએ પોતાના સેવક રાજાઓને પણ જૈનધર્મી બનાવ્યા સંપ્રતિરાજાનું દ્રષ્ટાંત – સંપ્રતિ રાજાનો જીવ પૂર્વભવમાં ભિખારી હતો. સાધુ પાસે ભીખ માંગે છે ત્યારે સાઘુએ કહ્યું : ભિક્ષા જોઈએ તો સાધુ થવું પડે. ત્યારે તેણે હા કહી. તેથી તેમના ગુરુ આર્યસુહસ્તિએ તેને યોગ્ય જાણી દિક્ષા આપી. તે દિવસે આહાર ખૂબ કરવાથી અજીર્ણ થઈ બીમાર પડ્યાં. ત્યારે શેઠ, રાજા વગેરે પણ નવીન દીક્ષિત મુનિને સુખશાતા પૂછી સેવા કરવા લાગ્યા. તે જોઈ તેના મનમાં જૈન ઘર્મ પ્રત્યે ખૂબ જ આદરભાવ જભ્યો કે આ ઘર્મ કેવો મહાન છે કે જેથી રાજા, શેઠીયાઓ વગેરે પણ સેવા કરે છે. આવી જૈન ઘર્મ પ્રત્યેની ઉત્તમ ભાવના કરતાં કરતાં રાત્રે અજીર્ણ થવાથી મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી રાજા અશોક, તેનો પુત્ર કુણાલ. સંપ્રતિરાજા એ કુણાલનો પુત્ર સંપ્રતિ થયો, પછી ઉજ્જયિની નગરીનો રાજા થયો. એકવાર રાજમહેલના ગોખમાં બેઠો હતો. ત્યાંથી ચાર રસ્તા ઉપર થઈને ગુરુને જતાં જોઈ સંપ્રતિ રાજા વિચારમાં પડ્યો કે આમને મેં ક્યાંક જોયા છે. એમ વિમાસણ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ગોખમાંથી નીચે ઊતરી પૂર્વભવના શ્રીગુરુને નમસ્કાર કરી કહ્યું કે મને ઓળખ્યો? ગુરુએ ઉપયોગ દઈને જોયું તો આ ભિખારીનો જીવ છે. પછી રાજાએ કહ્યું : આ બધું આપની કૃપાથી મને મળ્યું છે. માટે આપ આ રાજ્ય સ્વીકારી અને કૃતાર્થ કરો. ગુરુએ કહ્યું : અમારે તો આ સર્વનો ત્યાગ છે. પરંતુ આ દ્રવ્ય વડે જૈન શાસનની પ્રભાવના કર. તેથી સંપ્રતિ રાજાએ અનેક દાનશાળાઓ ખોલાવી અને પ્રતિદિન નવા નવા મંદિરના પાયા નાખવાના સમાચાર સાંભળીને તેમને જવાહર વગેરેનું પણ દાન આપવા લાગ્યા અને નવી નવી મૂર્તિઓ પણ કરાવવા લાગ્યા. તેમના વિષે “કલ્પસૂત્ર'માં જણાવે છે કે સંપ્રતિ રાજાએ સવા લાખ જિનમંદિર, સવા કરોડ નવીન જિનબિંબ, છત્રીસ હજાર જુના મંદિરોના જિર્ણોદ્ધાર, પંચાણું હજાર પિત્તળની પ્રતિમાઓ બનાવરાવી. તથા પોતાના સેવક રાજાઓને જૈનઘર્મને વિષે રસ લેતા કર્યા. વિચરતા સાઘુઓને વસ્ત્ર, પાત્ર, આહારપાણી આદિ પ્રાસુક (જીવજંતુ વગરની) વસ્તુઓ મળી શકે એવી બધે વ્યવસ્થા કરાવી. સંપ્રતિ રાજાએ પોતાના સેવક રાજાઓને જૈનધર્મના રસિક બનાવવાથી તેની પ્રજા પણ સહજે સાચા માર્ગે ચઢે એવો ઉપાય આદર્યો. તેથી રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવું, એમ જણાવ્યું. પ૭૦. પાપીને અપમાન પાપી, દુષ્ટ અને સાતે વ્યસન સેવનારને મુખ્યતા ન આપવી તે તેને અપમાન આપ્યા બરાબર છે. પાપીઓને પોષણ આપવું તે પાપમાં ભાગીદાર થવા સમાન છે. પાપીને શિક્ષા મળે તો સુઘરી પણ જાય. મૂળદેવનું દ્રષ્ટાંત – કૌશલ્યનગરીમાં ઘનદેવ અને ઘનશ્રીનો પુત્ર મૂળદેવ નામે હતો. તે ૪૨૮ Page #486 -------------------------------------------------------------------------- ________________ 2 1 મંદિરના પાયાના સ સુવર્ણનું દાન આપતી મંદિર, મૂર્તિઓ તૈયાર થઈ × Ø 0 = છું. Page #487 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ કળાપાત્ર હતો. પણ વ્યસનથી દૂષિત હતો. તેથી તેના પિતાએ તિરસ્કાર કરી તેને ઘરથી બહાર કાઢી મૂક્યો હતો. પહેલાના વખતમાં રાજાને એકનો એક પુત્ર હોય, પણ દોષ કરે તો તેનું પણ અપમાન કરી પરથી બહાર કાઢી મૂકતા હતા. ૫૭૧. ન્યાયને ચાહું, વર્તે. ન્યાય નીતિને સદૈવ ઇચ્છું, અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું. તેના વિષે ‘શ્રી જૈન હિતોપદેશ'માં માર્ગાનુસારીના ૩૫ ગુજ્ઞ બતાવ્યા છે, તેમાંનો પ્રથમ ગુજ્ઞ ન્યાય સંપન્ન વૈભવ છે. તે આ પ્રમાણે ન્યાય સંપન્ન વૈભવ – સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહીં. નોકરી કરતાં ઘણીના સોંપેલા કાર્યમાંથી પૈસા ખાઈ જવા નહીં. લાંચ ખાવી નહીં. ઓછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવો નહીં. વ્યાજ વ્યાપાર કરનારે સામા ધણીને છેતરી વ્યાજના પૈસા વધારે લેવા નહીં, માલ ભેળસેળ કરીને વેચવો નહીં. સરકારી નોકરી કરનાર મનુષ્યે ઘણીને વ્હાલા થવા સારું લોકો ઉપર કાયદા વિરુદ્ધ જાલમ ગુજારવો નહીં. મારીયા, કારીગરનો ધંધો કરતા લોકોએ રોજ લઈ કામ બરાબર કરવું, ખોટું દિલ કરવું નહીં. નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતો હોય તે પોતાથી વિરુદ્ધમતવાળાને દ્વેષ બુદ્ધિથી ગેરવ્યાજબી ગુનેગાર ઠરાવવો નહીં. કોઈ માણસે આપણું બગાડયું હોય, તે દ્વેષથી તેના ઉપર ખોટો આરોપ મુકવો નહીં, અથવા તેને નુકસાન કરવું નહીં. કોઈને ખોટું કલંક દેવું નહીં. ધર્મગુરુને બહાને પૈસા લેવા સારું ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહીં અથવા સેવકની સ્ત્રી સાથે અયોગ્ય કર્મમાં પ્રવર્તવું નહીં. ધર્મ નિમિત્તે પૈસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવા નહીં. ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે ખોટી સાક્ષી પૂરી પૈસા લેવા નહીં. ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે આપણે ધર્મને વાસ્તે જુઠું બોલીએ છીએ, આપણાં કામ સારું બોલતા નથી; માટે તેમાં દેષ નથી; એમ સમજી ઊંઘુ ચતુ કરવું તે પણ અન્યાય છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાનો પોતાના ખાનગી કાર્યમાં વાપરવાં નહીં. અથવા તે ખાતાના માણસો પાસે ખાનગી કાર્ય કરાવવું નહીં. કોઈ માક્કસ નાત જમાડતો હોય તેમાં કોઈ કમી હોય, તેથી તેનો કરેલો ખર્ચ બગાડવા કંઈ લડાઈ ઊભી કરવી. પકવાન વગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડવા, સંપ કરી વધારે ખાઈ જવું, અને તેને તૂટ પડે એવી યુક્તિઓ કરવી, તે પણ અન્યાય જ છે. પરસ્ત્રી ગમન કરવું નહીં. સ્ત્રી અથવા પુરુષ કાંઈ સલાહ પૂછે તો તેને જાણવા છતાં ખોટી સલાહ આપવી નહીં. પોતાના ધણીના હુક્મ સિવાય તેના પૈસા લેવા નહીં. એક બીજાને લડાઈ થાય, તેવી સમજ આપવી નહીં. પોતાની માન પ્રતિષ્ઠા વધારવા સારું અસત્ય ધર્મોપદેશ દેવો નહીં. અન્ય મતાવલંબી ધર્મ સંબંધી ખરી વાર્તા કહેતો હોય, પણ એ ધર્મ વધી જશે, એમ જાણી તે વાત જુઠી પાડવાની કુયુક્તિ કરવી, તે પણ અન્યાય છે. પોતે અવિધિએ પ્રવર્તતો હોય, અને અન્ય પુરુષને વિધિથી વર્તતો જોઈ, તેના ઉપર દ્વેષ ઘારણ કરવો તે અન્યાય છે. જે પુરુષ વિધિથી વર્તે છે તેને ધન્યવાદ આપવો. અને પોતાથી તે પ્રમાણે વર્તાતું નથી, તેને માટે પસ્તાવો કરવો, તે અન્યાય નથી. સરકારની અથવા મ્યુનિસિપાલિટીની દાણચોરી કરવી, સ્ટેમ્પની ચોરી કરવી તે પણ અન્યાય છે, તેમજ ખરી પેદાશ છુપાવી થોડી પેદાશ ઉપર સરકારને કર આપવો તે પણ અન્યાય છે. ખાતર પાડવું. કુંચી લાગુ કરવી, અથવા લૂંટ કરવી તે પણ અન્યાય છે. ગુણવંત સાધુ મુનિરાજ ભગવંત અને ગુરુ ૪૨૯ Page #488 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મહારાજના અવર્ણવાદ બોલવા નહીં. કન્યાના પૈસા લઈ પોતે વિવાહ કરવો નહીં. આ સિવાય બહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વનો ત્યાગ કરી વ્યાપાર કરવો તે માર્ગાનુસારીનું પ્રથમ લક્ષણ છે. (પૃ.૧૧૮) પરમકૃપાળદેવે પણ ન્યાયને અર્થે સાતસો મહાનીતિ લખી. તેને ચાહી તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરું. પ૭૨. ગુણનિધિને માન આપું. ગુણના ભંડારરૂપ સત્પરુષ છે. તેમને માન આપું, વંદન કરું. પરમકૃપાળુદેવ સાચા સદ્ગુરુ હોવાથી જ્યાં જ્યાં ગુણ જુએ ત્યાં ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી આદિ પોતાના શિષ્યોને પણ નમસ્કાર કરે છે. કેમકે તેમને “આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે' એવો કિંચિત્માત્ર ભાવ નથી. તેમજ “આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દૃષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી.” એવા તેમના જ શબ્દો હોવાથી, તેમજ તેમનું આવું વર્તન હોવાથી સિદ્ધ થાય છે કે શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં ગુરુ થવાને સંપૂર્ણ યોગ્ય છે. એક પત્રમાં પરમકૃપાળુદેવ પ.પૂ.પ્રભુશ્રીજીને જે વિશેષણો લખે છે તેથી પરમકૃપાળુદેવની નિરભિમાનદશા તેમજ પ.પૂ.પ્રભુશ્રીજીની આત્મદશાનું ભાન થાય છે. તે આ પ્રમાણે – “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૪) આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે.” (વ.પૃ.૩૨૩) “મિથ્યાવાસના જેની બહ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુણિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શુન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ઘર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે! એવા ઘર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વઘારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય? બીજા સંગીઓનાં એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનનો લાભ અધિક કાળ તેમને થાય? મોક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાડ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો!” (વ.પૃ.૨૧૭) શ્રી બનારસીદાસ પણ ગુણનિધિને માન આપે છે– “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે, પુગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વઘારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના ૪૩૦ Page #489 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” (વ.પૃ.૬૦૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી - ગુણનિધિ એવી સુલતાને પ્રભુનો ઘર્મલાભ સતી સુલસાનું દ્રષ્ટાંત - એકદા ચંપાનગરીમાં શ્રીમહાવીરસ્વામીને નમીને અંબડ નામનો પરિવ્રાજક જે જૈનઘર્મ પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ ચાલ્યો. તે વખતે શ્રી જિનેશ્વરે તેને કહ્યું કે - “હે પરિવ્રાજક!તમે રાજગૃહી નગરીએ જાઓ છો તો ત્યાં સુસા શ્રાવિકા રહે છે, તેને અમારો ઘર્મલાભ કહેજો.” તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ પરિવ્રાજકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે – “ભગવાને પોતે જે સુલતાને ઘર્મલાભ કહેવરાવ્યો છે, તેણીની ઘર્મમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરું” એમ વિચારીને તે પરિવ્રાજકે નગરની પૂર્વદિશાના દરવાજા બહાર વૈક્રિયલબ્ધિથી ચાર મુખવાળા, હંસના વાહનવાળા અને જેના અર્થાઅંગમાં સાવિત્રી રહેલી છે, એવું સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ કર્યું. તે જોઈને નગરના સર્વ લોકો તે બ્રહ્માને વંદન કરવા ગયા; પરંતુ જૈનધર્મમાં દ્રઢ અનુરાગવાળી સુલસા ઘણા મનુષ્યોના કહ્યા છતાં પણ ત્યાં ગઈ નહીં. પછી બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર તે પરિવ્રાજક વૃષભના વાહનવાળા, અર્ધા અંગમાં પાર્વતીને ઘારણ કરનારા તથા આખા શરીરે ભસ્મથી શોભિત એવા શંકરનું સ્વરૂપ વિકવ્યું. ત્યાં પણ સુલસા વિના સર્વ લોકો વાંદવા ગયા. પછી ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજા બહાર ગરુડના વાહનવાળા, ચાર હાથવાળા અને લક્ષ્મીથી પરિવરેલા વિષ્ણુનું સ્વરૂપ વિકુવ્યું, ત્યાં પણ એક સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા. પછી ચોથે દિવસે ઉત્તર તરફના દરવાજા બહાર સમવરણમાં બિરાજેલા તીર્થંકરનું રૂપ વિકુવ્યું, તો પણ સુલતા તેને વંદન કરવા આવી નહીં. ત્યારે તેને બોલાવવા માટે તેણે કોઈ માણસને મોકલ્યો. તે માણસે જઈને સુલતાને કહ્યું કે “આપણા નગરની બહાર પચીસમા તીર્થંકર સમવસર્યા છે તેને વાંદવા માટે કેમ જતા નથી”તે સાંભળીને તુલસા બોલી કે – “હે ભાઈ!તે જિનેશ્વર નથી પણ કોઈ પાખંડી પચીશમાં તીર્થકરનું નામ ઘારણ કરીને લોકોને છેતરે છે” એવી રીતે સુલસા લેશ પણ ઘર્મથી ચલિત થઈ નહીં. પાંચમે દિવસે તે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેષ ઘારણ કરી સુલસાને ઘેર ગયો; એટલે સુલસાએ તેનો સારી રીતે સત્કાર કર્યો. પછી તેણે સુલતાને કહ્યું કે – “હે સુલસા! તમે પુણ્યશાળી છો, કેમકે મારા મુખે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તમને ઘર્મલાભ કહેવરાવ્યા છે''. તે સાંભળીને હર્ષિત થયેલી સુલસા ઊભી થઈ ભક્તિથી પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી “મોહરૂપી મલ્લના સૈન્યનું મર્દન કરવામાં શૂરવીર, પાપરૂપી પંકને ઘોવામાં નિર્મળ જળ સમાન અને કર્મરૂપી રજનું હરણ કરવામાં વાયુ સમાન એવા હે શ્રી જિનેશ્વર પતિ! આપ જયવંત વર્તો.” આ રીતે સ્તુતિ કરતી સુલસાની પ્રશંસા કરીને તે પરિવ્રાજક પોતાને સ્થાને ગયો. શીલગુણથી શોભતી સુલસા સતુધર્મનું આરાધન કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થશે.” (પૃ.૧૩૧) પ૭૩. તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખું. વીતરાગ ભગવાને જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગની સ્થાપના કરી છે તેને સર્વ ૪૩૧ Page #490 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રકારે માન્ય રાખું. અને તે પામવા અર્થે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિથી વર્તી સમકિત, દેશવિરતિ કે સર્વ વિરતિ વગેરે જે પ્રકારે તે મોક્ષપ્રાપ્તિનો ક્રમ બતાવ્યો હોય તે પ્રકારે યથાશક્તિ વર્તવાનો પ્રયત્ન કરી જીવન ઘન્ય બનાવું. પ૭૪. ઘર્માલય સ્થાપું. જ્યાં જીવો સુખે સુખે ઘર્મ આરાધના કરી શકે એવા સ્થાન તે જિનમંદિર, ગુરુ મંદિર કે સભામંડપ (ભક્તિસ્થાન) વગેરેની સ્થાપના કરું. સંપ્રતિ રાજાએ એવા ઘણા ઘર્માલયો સ્થાપ્યા હતા. તે વિષયમાં – “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - “પુષ્પાય ર્વત ધર્મશાહ એ નના: સા | तेषां स्याद्विपुलं पुण्यमामभूमिपतेरिव" ॥१॥ ભાવાર્થ-જેઓ હમેશાં પુણ્યપ્રાપ્તિને માટે ઘર્મશાળા વગેરે કરે છે તેઓને આમરાજાની જેમ ઘણું પુણ્ય થાય છે.” આમરાજાનું દ્રષ્ટાંત – ગોપગિરિને વિષે શ્રી બપ્પભટ્ટસૂરિના પ્રતિબોધથી શ્રી આમરાજાએ એક સહસ્ત્ર સ્તંભવાળી પૌષધશાળા કરાવી હતી. તે પૌષધશાળાને સાધુ અને શ્રાવકોની સુગમતાને માટે પ્રવેશ અને બહાર નીકળવાના ત્રણ ઉત્તમ ધાર કરાવ્યાં હતાં. તેમાં દૂર ભાગે પટ્ટશાલમાં બેઠેલા સાધુઓને પડિલેહણ તથા સ્વાધ્યાય વગેરે, સાત મંડલીની વેળા જણાવવા માટે મધ્યસ્તંભે એક મોટી ઘંટા બાંધી હતી; જેનો ટંકારવ તે તે વેળાએ થતો હતો. તે શાલામાં ત્રણ લાખ દ્રવ્ય ખર્ચા એક વ્યાખ્યાનમંડપ કરવામાં આવ્યો હતો. તે જ્યોતિરૂપ મણિમય શિલાઓથી આચ્છાદિત હતો અને ચંદ્રકાંત મણિથી તેનું તળિયું બાંધેલું હતું, તેથી બાર સૂર્યના જેવું તેજ પડતું હતું, એટલે રાત્રે પણ સર્વ અંધકાર હણવાથી પુસ્તકના અક્ષર વાંચી શકાતા હતા. આ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર જીવોની અવિરાથના થવા માટે તેણે મહાતેજસ્વી ઉપાશ્રય કરાવ્યો હતો. (પૃ.૮૯) પ૭૫. વિદ્યાલય સ્થાપું. “સા વિદ્યા યા વિમુક્ત” સાચી વિદ્યા છે કે જે મુક્તિ આપે. એવી ઘાર્મિક વિદ્યાનું જ્યાં જ્ઞાન મળી શકે એવા વિદ્યાલયો સ્થાપે. કોઈ કોઈ શહેરમાં આજે પણ આવી ઘાર્મિક પાઠશાળાઓ ચાલે છે. જેમાં બાળક, બાલિકાઓ ભાગ લઈ સુસંસ્કાર મેળવી જીવનને સદાચારી બનાવે છે. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “(૧) કેળવણીકાર એ મુખ્ય સમાજસેવક છે. કારણકે જીવનની પ્રથમ અવસ્થામાં માનવબાળને તેના ભાવિ આદર્શ જીવન માટે તૈયાર થવાની કેળવણી એ આપે છે, તેની શારીરિક માનસિક શક્તિઓ વિકસાવે છે અને વિવિઘ વિદ્યાઓ શીખવે છે; પરંતુ એ વાત સર્વમાન્ય છે કે ના વિદ્યા યા વિમુક્ત” જેથી મોક્ષ પમાય એ જ વિદ્યા સાચી છે. એ સાચી વિદ્યા મેળવવા સર્વજ્ઞપ્રણીત તત્ત્વ વિચારવાની ખાસ અગત્ય છે.” (પૃ.૨૬૨) પ૭૬. નગર સ્વચ્છ રાખું. નગર કે ગામો સ્વચ્છ રાખવાથી મચ્છર વગેરેનો ઉપદ્રવ થાય નહીં. જેથી રોગની વૃદ્ધિ થતી અટકે. રોગની વૃદ્ધિ થવાથી અનેક પ્રકારની દવાઓનો લોકોને ઉપયોગ કરવો પડે છે; તે કરતાં સ્વચ્છતા રાખવી કે જેથી રોગની ઉત્પત્તિ ન થાય અને આર્તધ્યાન કે ચિંતાઓના કારણો ઊભા થાય નહીં. ૪૩૨ Page #491 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૭૭. વઘારે કર નાખું નહીં. રાજા છું તો પ્રજા ઉપર વધારે કર નાખું નહીં. માત્ર રાજ્ય ચલાવવા પુરતું પ્રજા પાસે કર લઉં. વઘારે કર નાખી પ્રજાને દુઃખી કરું નહીં. વિક્રમાદિત્ય'માંથી - જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ વિક્રમાદિત્યરાજાનું દ્રષ્ટાંત – એક દિવસે મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા. તેમણે ભટ્ટમાત્રને કહ્યું “મંત્રીશ્વર! રાજા, પ્રજાને કંઈ રીતે સુખી રાખી શકે?” મહારાજ ! રાજા અને પ્રજાનો સંબંઘ બાપ-બેટા જેવો છે. રાજા, પ્રજાને સુખી કરવા વિચારે તો તેનું વર્તન પ્રજા પ્રત્યે બાપ જેવું હોવું જોઈએ.” મહારાજા વિક્રમ મંત્રીશ્વરના શબ્દો વિચારી રહ્યા. એ શબ્દોમાં કેટલું સત્ય રહ્યું છે તે જાણવા વેશ પરિવર્તન કરી નગરચર્ચા જોવા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર શેરડીના ખેતર પાસે આવ્યા ને તે ખેતરની માલિકણને કહ્યું : “મા, મને તરસ લાગી છે, તો શેરડીનો રસ આપશો?” “શા માટે નહીં?” કહેતી ખેતરની માલિકણે કહ્યું : “હું શેરડીનો રસ કાઢું છું તમે હાથ નીચે રાખો.” કહેતી ખેતરની માલિકણે શેરડીમાંથી રસ કાઢ્યો. મહારાજા પીને તૃપ્ત થયા. તે પછી મહેલે ગયા, ત્યારે તેમને વિચાર આવ્યો “એ ખેતરની માલિકણને સારી એવી ઊપજ થતી હશે. પણ તે રાજાને કર આપતી નથી. જો તે કર નહીં આપે તો તે ખેતર લઈ લેવામાં આવશે.” બીજે દિવસે ફરીથી રાજા તે ખેતરે ગયા અને રસ પાવા કહ્યું. ખેતરની માલિકણે હાથ નીચે રાખવા કહ્યું. તેણે શેરડીમાંથી રસ કાઢવા માંડ્યો, પણ ગઈ કાલ જેટલો રસ નીકળ્યો નહીં. એટલે રાજાએ પૂછ્યું “કાલ જેટલો રસ કેમ ન નીકળ્યો?” જવાબમાં ખેતરની માલિકણે કહ્યું : “કાલ સુધી રાજાની દ્રષ્ટિ સારી હતી, પણ આજે તે દ્રષ્ટિમાં ફેર પડ્યો હોવો જોઈએ.” (પૃ.૩૭૫) માટે વધારે કર નાખી, પ્રજાની રાજા પ્રત્યેની દ્રષ્ટિને મલિન કરું નહીં. પ૭૮. પ્રજા પર વાત્સલ્યતા ધરાવું. રાજા છું તો પ્રજા પર વાત્સલ્યભાવ રાખું. રામ વગેરે મહાન રાજાઓ પૂર્વે થઈ ગયા. તે પ્રજાને પોતાના પુત્ર સમાન વાત્સલ્યભાવે જોતાં. પ્રજાનું કેમ હિત થાય, તે કેમ સુખી થાય તેવા પ્રકારમાં જ જેનો પ્રયાસ હતો. જેથી પ્રજાને પણ રાજા પ્રત્યે ઘણો વાત્સલ્યભાવ રહેતો હતો. ‘વિક્રમાદિત્ય'માંથી - વિક્રમાદિત્ય રાજાનું દ્રષ્ટાંત - એકવાર રાજાએ ભટ્ટમાત્રને વાત કરી કહ્યું : “મારો વિચાર આ લાકડાં વેચનારાઓને શિક્ષા કરવાનો છે.” ભટ્ટમાત્રે કહ્યું : “તો મહારાજ! તેઓ પણ આપના પ્રત્યે એવું જ ઇચ્છશે. ચાલો હું એની ખાતરી કરાવું” કહી વેશ બદલી બંને નીકળ્યા ને લાકડાં વેચનારાઓને મળ્યા. “મહારાજા વિક્રમાદિત્ય મરી ગયા” એમ ભટ્ટમાત્રે કહ્યું. લાકડાં વેચનાર બોલ્યા : “સારું થયું અમારા લાકડા વેચાશે.” આ સાંભળી મહારાજા આગળ વધ્યા ને કહ્યું : “હું રબારીની સ્ત્રીનું સન્માન કરવા વિચારું છું.” “તો તેઓ પણ તમારું ભલું જ ઇચ્છશે”. એમ ભટ્ટમાત્રે કહ્યું. રબારીના નિવાસમાં આવી એક ૪૩૩ Page #492 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ વૃદ્ધ રબારીને ભટ્ટમાત્રે કહ્યું, “મહારાજા વિક્રમાદિત્ય આજે મરી ગયા.” ભટ્ટમાત્રના શબ્દો સાંભળતાં જ રબારીઓ ભેગા થઈ રડવા લાગ્યા. દહીંના વાસણો ફોડવા લાગ્યા. વાસણ ફોડતાં એક રબારણ રડતી રડતી કહેવા લાગી, “હે કરુણાસાગર વિક્રમાદિત્ય! તમે ક્યાં ચાલ્યા ગયા? આ પૃથ્વીનું પાલન હવે કોણ કરશે? એ રડતી રબારણને શાંત કરતા મહારાજા અને ભટ્ટમાત્ર તેને મહેલે લઈ ગયા ને ખૂબ ઘન આપ્યું. ફરી મહારાજા વિક્રમ નગરચર્ચા જોવા એક દિવસે નીકળ્યા ત્યારે એક શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દીવા બળતા હતા. તે જોઈ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા, “આ શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દીવા કેમ બાળવામાં આવતા હશે? શા માટે ઓછા કે વઘારે નહીં?” આ મનના સંદેહને ટાળવા મહારાજાએ તે શ્રેષ્ઠીને બીજે દિવસે સભામાં બોલાવી પોતાનો સંદેહ પૂછ્યો. તો શ્રેષ્ઠીએ કહ્યું: મારા ઘરમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ છે તેટલા દીવા બાળવામાં આવે છે.” તેના સત્ય ભાષણથી પ્રસન્ન થઈ મહારાજાએ કોષાધ્યક્ષને બોલાવી સોળ લાખ સોનામહોરો તેને અપાવી જેથી સમય જતાં તે કોટયાધિપતિ થઈ ગયો. મહારાજાએ પ્રજાના સુખ માટે જાગાર, માંસ, મદિરા, શિકાર, વેશ્યાગમન, ચોરી, વ્યભિચાર આ સાત વ્યસનો ન કરવા આદેશ આપ્યો. પરિણામે પ્રજા એ વ્યસનોથી દૂર રહેવા લાગી. મહારાજા વિક્રમ વ્યસનોને દેશવટો આપી રહ્યા હતા ત્યારે પણ કેટલાક ચોરો ચોરી કરતા. તેની ફરિયાદ કરવા સુવર્ણ, મણિ અને વસ્ત્ર બજારના વેપારીઓ મહારાજા પાસે આવ્યા. મહારાજાએ ફરિયાદ સાંભળી ઘટતું કરવાનું કહ્યું. તેના માટે ચાર રસ્તા પર ચોકીદારો ગોઠવ્યા છતાં તે ચોરોને પકડી શક્યા નહીં. તેથી ચોરોને પકડવા માટે તલવાર લઈ રાજા એકલા જ પોતે મહેલમાંથી રાત્રે બહાર નીકળ્યા. એમ પ્રજા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર રાજાઓ પણ હતા. પ૭૯. કોઈ વ્યસન એવું નહીં. મુખ્ય એવા સાતે વ્યસનમાનું એક પણ વ્યસન એવું નહીં. તેના ત્યાગની પ્રતિજ્ઞા જ કરું. કારણ વ્યસન જીવને નરકે લઈ જાય છે. કોઈપણ પ્રકારનું વ્યસન જીવને પરાધીન બનાવે છે. માટે એક પણ વ્યસન જીવનમાં એવું નહીં. “બોઘામૃત ભાગ-૩'માંથી :- સાત વ્યસનનો ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે તે લક્ષમાં રાખી ભૂલ થઈ હોય તો ફરી તેવી ભૂલ જીવનપર્યત ન થાય તેવી કાળજી રાખી વર્તશો તો શાંતિ મળશે, નહીં તો ઘર લાગતું હોય ને ઘાસ્તલ છાંટે તો તે ઓલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈ વર્તીએ અને શાંતિને ઇચ્છીએ તે ન બનવા જેવું છેજી. ખોટું લાગ્યું હોય તો ફરી ખમાવું છું. (પૃ.૭૯૦) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - કુમારપાળરાજાનું દ્રષ્ટાંત - “અહો! કુમારપાળ રાજાનાં અ-મારી કર્તવ્યનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં ધુતક્રીડામાં પણ કોઈ “મારી’ એવા બે અક્ષર બોલી શકતું નહીં.” એક વખત કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર મસિ લગાડી, ગઘેડે બેસાડી તેની આગળ કાહલ વિગેરે તુચ્છ વાજિંત્રો ૪૩૪ Page #493 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ વગાડતાં પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી, લાકડી તથા મુષ્ટિ વિગેરેથી તાડન કરાવી, તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકાવ્યા હતા. (પૃ.૫) ૫૮૦, બે સ્ત્રી પરણું નહીં. બે સ્ત્રી પરણવાથી બન્નેના મનને સાચવવામાં પુરુષને ઘણું વેઠવું પડે છે. તે એનું મન જાણે છે. તેમજ મોહને વધારવામાં કારણભૂત એવી બે સ્ત્રી કદી પરતું નહીં. 'સાદી શિખામણ'માંથી - બે સ્ત્રીના પતિની શિક્ષા મને દેશો માં ! એક શેઠનું દૃષ્ટાંત – એક શહેરમાં એક શ્રીમાનને બે સ્ત્રીઓ હતી. તેથી તેને ઘરમાં આખી રાત કજીયો થયા કરતો. એક વખતે તેના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો. પણ તેના ઘરમાં કંકાસને લીધે સર્વ જાગતા હોવાથી ચોર પકડાઈ ગયો. તેને કાજી સાહેબ પાસે લાવ્યા. કાજીએ તેની જુબાની લીધી. બીજા સાક્ષીઓને તપાસ્યા તો ચોરે ચોરી કરી નહોતી પણ બીજાના ઘરમાં ચોરી કરવાના હેતુથી આવેલો માટે તેને શિક્ષા કરવી જોઈએ, એમ કાજી સાહેબનો મત પડતાં તે ચોર બોલ્યો : કાજી સાહેબ! મ્હારા ઉપર રહેમ કરજો ને આપની મરજી પ્રમાણે ગમે તે પ્રકારની શિક્ષા કરજો તે હું ભોગવીશ; પણ બે સ્ત્રીના પતિ થવાની શિક્ષા મને મહેરબાની કરીને કરશો નહીં. કાજી સાહેબ કહે— ‘કેમ એમ?’ ચોર બોલ્યો. સાહેબ ‘હું જેને ત્યાંથી પકડાયો તેને બે સ્ત્રીઓ હતી. હું ચોરી કરવા પેઠો ત્યારે મેં એવું જોયું કે શેઠ તો દાદરાની વચમાં હતા. નીચેની સ્ત્રીએ શેઠનો પગ પકડ્યો હતો અને ઉપરની સ્ત્રીએ શેઠનો હાથ પકડ્યો હતો. બે માંથી કોઈ મૂકતી નહોતી. શેઠ પણ બેયમાંથી કોઈને કંઈ કહી શકતા નહોતા. નીચેની સ્ત્રી પગને આંચકો મારે અને ઉપરની સ્ત્રી હાથને જોરથી ખેંચે. શેઠ અધમુખ જેવા થઈ ગયા. આખી રાત આમ ખેંચતાણ ચાલી. માટે બે સ્ત્રીઓના ઘણી થવાની મને શિક્ષા કરો તો મારા પણ એવા જ હવાલ થાય. પેલો શ્રીમાન આ સાંભળી પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ખરેખર બે સ્ત્રીનો પતિ જગતમાં ઘણું માનસિક દુઃખ ભોગવે છે એ વાત નિર્વિવાદ છે. (૧૯૭૨) ૫૮૧, તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ. ભગવાને કહેલા નવતત્ત્વો કે તત્ત્વજ્ઞાન જેની મારે આવશ્યકતા છે; પણ તે જ્ઞાનનો મારામાં અભાવ હોવાથી અને સંસારમાં મોહ હોવાથી બીજી સ્ત્રી પરણું તે અપવાદ. ૫૮૨, બે ( ) પર સમભાવે જોઉં, પરણું તો બન્ને સ્ત્રી પ્રત્યે સરખી દૃષ્ટિથી જોઉં, પણ વિષમભાવ ન રાખું, ૫૮૩. સેવક તત્ત્વજ્ઞ રાખું. સેવક તત્ત્વજ્ઞ એટલે વસ્તુના મર્મને જાણનાર એવો હોશિયાર રાખું કે જે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ ઉપાય શોથી કાર્ય સિદ્ધ કરે, અથવા આત્મતત્ત્વને કિંચિત્ જાણનાર હોય તો સમાધિમરણમાં મદદ કરે. જેમકે પરદેશીરાજાનો મંત્રી તત્ત્વને જાણનાર હતો. તેથી કેશી સ્વામીને પોતાના દેશમાં બોલાવી નાસ્તિક એવા પોતાના રાજાને પણ સત્યધર્મ પમાડ્યો. એવા સેવક હોવા જોઈએ. પણ નાસ્તિક જેવા સેવક હોય તો રાજાને પણ અધર્મના કામોમાં પ્રેરી દુર્ગતિએ લઈ જાય. ૪૩૫ Page #494 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘દૃષ્ટાંતશતક'માંથી - તત્ત્વજ્ઞ સેવકનું દ્રષ્ટાંત - એકદા રાજાએ પોતાની સેવામાં રહેનાર પ્રધાનની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું કે, “આ નગરીમાંથી ચાર વસ્તુઓ લાવી આપો.” પ્રઘાને પૂછ્યું: એ ચાર વસ્તુઓ કઈ?” રાજા બોલ્યો : “એક તો છે ને છે; બીજી છે ને નથી, ત્રીજી નથી ને છે; અને ચોથી નથી ને નથી : એવી ચાર વસ્તુઓ લાવો.' આ સાંભળીને પ્રઘાને વિચાર કરીને પ્રથમ એક શેઠને તેડાવ્યો; બીજી એક વેશ્યાને બોલાવી; ત્રીજા સાધુપુરુષ અને ચોથો વાઘરી. એમ ચારેયને તેડીને પ્રધાન રાજા પાસે ગયો અને કહ્યું કે, “મહારાજ! આપે કહેલી ચારે વસ્તુઓ લાવ્યો છું.” એમ કહી ચારે જણને રાજા સમક્ષ ઊભા કર્યા. રાજાએ એનો અર્થ પૂછ્યો ત્યારે પ્રધાને પ્રથમ શેઠને દેખાડી કહ્યું કે, આ શેઠને તો આ લોકમાં ઘનસંપત્તિ આદિ વૈભવ છે અને તે વડે પુણ્યદાન સત્કર્મ કરે છે; માટે બીજે ભવે પણ એને એવું મળશે. માટે એને તો છે ને છે, એ પહેલી વસ્તુ જાણવી. આ વેશ્યાને અહીં સુખભોગનાં સાઘન છે, પણ તે પાપકર્મથી મેળવેલાં હોવાથી પરભવે કંઈ મળવાનું નથી, માટે એને તો “છે ને નથી' એમ જાણવું. આ મુનિને આ જન્મ ઘનવૈભવ કાંઈ નથી, પણ એ જે તપ કરે છે તેના પુણ્યથી બીજે ભવે વિવિઘ સુખ સંપત્તિ મળશે માટે “એમને નથી ને છે' એમ કહેવાય. તથા આ વાઘરીને આ જન્મે ખાવાપીવા મળતું નથી અને પાપકર્મ કરે છે તેથી બીજા જન્મમાં પણ નીચ જાતિમાં જન્મ પામશે. માટે એને “નથી ને નથી” એમ માની શકાય. પ્રઘાનની આવી ચમત્કારિક અને તીવ્ર બુદ્ધિ જોઈ રાજા આનંદ પામ્યો.” (પૃ.૧૨૩/૧૨૪) ૫૮૪. અજ્ઞાન ક્રિયા તજી દઉં. સમજણ વગરની ક્રિયાનો એટલે ક્રિયાજડપણાનો ત્યાગ કરું. કોઈપણ ક્રિયા કરવાનું પ્રયોજન પ્રથમ બરાબર સમજી, પછી યથાર્થપણે તે ક્રિયાને માત્ર આત્માર્થે આરાધું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાઘાન–સગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળઘર્મ દ્રઢ કરાવે છે, જેથી તેને સદ્ગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી અથવા તેવા યોગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.” (પૃ.૫૨૯) “જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયદિનું જેમાં તથારૂપ કિંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું.” (વ.પૃ.૫૨૭) માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ ૪૩૬ Page #495 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહી. એમ ક્રિયાજડને સાધનક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.’’ (વ.પૃ.૫૨૮) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી = જ્ઞાનવિજ્ઞાનયુક્તક્રિયા વિષે. ‘જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે ક્રિયા કરાય છે, તે પુરુષોને અવશ્ય ફળ આપનાર થાય છે; એજ કારણથી જ્ઞાન અને ક્રિયા તે બન્ને વડે મોક્ષ કહેલો છે.’’ = ધર્મબુદ્ધિસાધુનું દૃષ્ટાંત – કોઈ સાધુ માંદા પડ્યા નહીં જેથી સેવાનો લાભ ન મળ્યો. શ્રી નિગ્રંથગચ્છમાં ધર્મબુદ્ધિ નામે એક નાના સાધુ હતા. તે શાસ્ત્રના અભ્યાસમાં કુશળ હતા. પણ ૧. હેય, ૨. જ્ઞેય, ૩. ઉપાદેય, ૪. ઉત્સર્ગ અને ૫. અપવાદના સ્વરૂપને સમજી તેનું યથાયોગ્ય સ્થાપન કરી જાણતા નહોતા. તેણે ધર્મબુદ્ધિએ ચાતુર્માસમાં એવો અભિગ્રહ કર્યો કે – “આ ચાતુર્માસમાં મારે ગ્લાન (માંદા) સાધુની વૈયાવૃત્ય કરવી.’’ પણ તે ચોમાસામાં કોઈ સાધુ માંદા થયા નહીં, અને કોઈની સેવા કરવાનો સમય આવ્યો નહીં. તેથી તે મુનિ ખેદ સહિત વિચાર કરવા લાગ્યા કે – “બીજા સર્વ સાધુઓના અભિગ્રહ પૂર્ણ થયા, પણ મારો અભિગ્રહ પૂર્ણ થયો નહીં.’’ આ પ્રમાણે મનથી ચિંતવ્યું, તેથી તેને પાપ લાગ્યું. અન્યદા તેણે તે વાત ગુરુને કહી કે – “હે સ્વામી! આ ચોમાસામાં કોઈપણ સાઘુ માંદા પડ્યા નહીં, તેથી મારો અભિગ્રહ પૂર્ણ ન થવાથી મને શોક થાય છે.’’ તે સાંભળીને ગુરુએ કહ્યું – “તારો એ વિચાર સુંદર નથી, દરેક ક્રિયા જ્ઞાન વિજ્ઞાન સહિત કરવાથી જ તે ફળીભૂત થાય છે.’’ (પૃ.૯૮) દરિદ્રીપુરુષનું દૃષ્ટાંત – પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં તો બધું ખોયું. “કોઈ એક દરિદ્રી પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વિવિધ ઉપાય કરતો પૃથ્વી પર ભટકતો હતો, પણ કાંઈ મેળવી શક્યો નહોતો. એક દિવસ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરીને બોલ્યો કે – “હે કુંભ! શય્યા, ભોજન, સ્ત્રી ઇત્યાદિ સર્વ સામગ્રી સહિત એક મહેલ બનાવ.’’ તે સાંભળીને તે કામકુંભે સર્વ કરી દીધું. પછી પ્રાતઃકાળે તે સર્વનો ઉપસંહાર કરી દીધો. તે બધું જોઈને પેલા દરિદ્રી બ્રાહ્મણે વિચાર્યું કે – “મારે બીજો નિષ્ફળ ઉદ્યમ શા માટે કરવો જોઈએ ? આ વિદ્યાસિદ્ધનીજ સેવા કરું, તો સર્વ દારિદ્રનો નાશ થશે.’’ એમ વિચારી તે સિદ્ધની વિવિધ પ્રકારની સેવા કરીને તેને પ્રસન્ન કર્યા. એટલે એક દિવસે સિદ્ધે કહ્યું કે – “તારી શી ઇચ્છા છે?’' ત્યારે બ્રાહ્મણે પોતાની દરિદ્રી અવસ્થા જણાવી. તે સાંભળીને સિદ્ધે વિચાર્યું કે —‘દીન પુરુષોનો ઉપકાર કરવો તેજ સત્પુરુષોનું વ્રત છે, માટે આ બ્રાહ્મણનો ઉપકાર કરીને મારો જન્મ હું સફળ કરું.’’ તેથી વિદ્યાસિદ્ધ બ્રાહ્મણને કહ્યું કે – “વિદ્યાથી સાધેલો કુંભ આપું કે વિદ્યા આપું ?’’ તે સાંભળીને વિદ્યા સાધવામાં બીકણ અને કામભોગ મેળવવામાં ઉત્સુક એવા તે બ્રાહ્મણે કહ્યું કે — “વિદ્યાથી સાઘેલો કુંભ જ આપો.’’ એટલે વિદ્યાસિદ્ધ બ્રાહ્મણે તેને કામકુંભ આપ્યો. તે લઈને દરિદ્રી જલદીથી પોતાના ગામમાં ગયો. કુંભના પ્રભાવથી ઘર વિગેરે મનોરથ પ્રમાણે કરીને બાંધવાદિ કુટુંબ સહિત સ્વચ્છંદપણે ભોગ ભોગવવા લાગ્યો. એક દિવસ સુરાપાન કરીને તે બ્રાહ્મણ ખાંઘ ઉપર કુંભ રાખી નૃત્ય કરવા ૪૩૭ Page #496 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લાગ્યો. ઉદ્ધતાઈને લીધે તેના હાથમાંથી કુંભ છૂટી ગયો, અને પૃથ્વી પર પડી તેના સેંકડો કકડા થઈ ગયા. તે સાથે તે નિર્ભાગીના મનોરથ પણ ભગ્ન થઈ ગયા; એટલે કે કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલું ઘર વિગેરે સર્વ વૈભવ ઇંદ્રજાળથી બનાવેલા નગરની જેમ તત્કાળ અદ્રશ્ય થઈ ગયું અને પોતાની પાસે વિદ્યા નહીં હોવાથી તેવો નવીન કુંભ કરવાની તેની શક્તિ નહોતી; તેથી તે નવો કુંભ કરી ન શક્યો અને પાછો સદા દરિદ્રીપણાથી વ્યાકુળ રહ્યો.” હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે – “જ્ઞાન વિનાની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. આ બ્રાહ્મણે પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં, તેથી તે મંદબુદ્ધિવાળો આ લોકમાંજ દુઃખ પામ્યો; તેમ બીજા માણસો પણ જ્ઞાન વિના અનેક ક્રિયાઓ કરે, પણ તે અશુદ્ધ જ થાય છે.” (પૃ.૯૯) માટે અજ્ઞાન ક્રિયા તજી દઈ જ્ઞાનસહિત ક્રિયાને સેવું. ૫૮૫. જ્ઞાન ક્રિયા સેવવા માટે. અજ્ઞાન ક્રિયા (ક્રિયાજડ)નો ત્યાગ, જ્ઞાન ક્રિયા સેવવા માટે કર્યો. કેમકે જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ. કારણ તાળી બે હાથે પડે છે, પક્ષી બે પાંખથી ઊડે છે તેમ જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ. તો જ આત્માની યથાર્થ સિદ્ધિ થાય. બોઘામૃત ભાગ-૧'માંથી - “જગતમાં ભ્રાંતિ વઘારનાર અસદ્ગુરુ છે. માટે સદ્ગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજડ થઈશ નહીં, શુષ્કજ્ઞાની થઈશ નહીં. જે ક્રિયાજડ હોય છે તે માત્ર ક્રિયામાં જ રાચી રહ્યા છે. ક્રિયા શા માટે કરવી છે? એથી આત્માનું કલ્યાણ થાય છે કે નહીં? એ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરે અને જ્ઞાનને નિષેધે કે જ્ઞાનનું આપણે શું કામ છે? જ્ઞાનનું ફળ વિરતિ છે, તે તો આપણને આવી ગઈ છે. પણ “લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન.” એમ માત્ર ક્રિયામાં જ રાચી રહે છે, તે ક્રિયાજડ છે. કેટલાક શુષ્કજ્ઞાનીઓ છે. તે કહે છે કે આત્મા બંઘાયેલો નથી, તેથી તેનો મોક્ષ પણ નથી. આત્માને કંઈ કર્મ બંધાતા નથી, સિદ્ધ જેવો છે. માટે કંઈ કરવું નહીં. એમ કહે અને વર્તે પાછા મોહમાં. તે નરકે પણ જાય. જે ક્રિયાજડ છે તે તો કંઈક પુણ્ય બાંઘે; પણ શુષ્કજ્ઞાની તો પાપ જ બાંધે છે.” (પૃ.૬૦) “મુમુક્ષુ – જ્ઞાન અને ક્રિયા બન્ને યોગ કહેવાય? પૂજ્યશ્રી – હા. પણ જ્ઞાન કયું? સત્પરુષના બોઘે પ્રાપ્ત થયું હોય તે. બીજાં જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એમ તો જગતમાં ઘણા જ્ઞાન છે, તે નહીં. પ્રશ્ન – જ્ઞાનયોગ અને ક્રિયાયોગ બન્નેની જરૂર છે? ઉત્તર – હા, બન્નેની જરૂર છે.” (પૃ.૪૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - જ્ઞાનક્રિયાયુક્ત ફળદાયી છે. જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો હિતને માટે થાય છે. એટલું જ્ઞાન હિત કરી શકતું નથી. કહ્યું છે કે – “ક્રિયાવિરદિત દત્ત. જ્ઞાનમાત્રમન®ામ | ગત વિનાપથજ્ઞોગવિ, નાગ્નોતિ પુરનીક્ષિતY "I૧ ભાવાર્થ- “ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાઘનારું નથી; કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા વિના કદી પણ ઇચ્છિત પુરને પામતો નથી.” (પૃ.૧૦૬) ૪૩૮ Page #497 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૮૬. કપટને પણ જાણવું. હું આ કપટ કરું છું, તેને પણ ધ્યાનમાં રાખું. કપટને કપટરૂપે જાણે તો “માયા પ્રત્યે માયા સાક્ષીભાવની” રાખી શકે. શ્રી મલ્લિનાથ ભગવાને પૂર્વભવમાં કપટથી વઘારે તપ કર્યું તો તેમને પણ સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. તો આપણા જેવા સંસારમાં માયા કપટ કરે, તેનું ફળ કેવું આવશે તે જરૂર વિચારવા જેવું છે. માયાવી જીવો પશુગતિને અથવા સ્ત્રીદેહને પામે છે. “ઉપદેશામૃત'માંથી – “ઉપરથી સાધુનો વેશ હોય અને બાહ્ય ચારિત્રાદિથી જનરંજન કરી સાધુ કહેવરાવવા તથા માનપૂજા આદિ કારણે દેખાડવું કાંઈ સાધુપણું , અને અંતરથી વર્તન કાંઈ – વિષય કષાય મોહથી ભરપૂર, એવું હોય તો તે માયાશલ્ય કહેવાય. પોતાના આત્મા અર્થે ઘર્મ નહીં કરતાં, અંતરશ્રદ્ધા વગર જગતને ઠગવા ગુરુપણા આદિની અજ્ઞાનક્રિયા તે માયાશલ્ય છે.” (પૃ.૩૫૦) કહેવાતા ત્યાગીનું દ્રષ્ટાંત – મોડે વહેલે કપટ બહાર આવે. એક ત્યાગી હતો તે ખાય દરરોજ છતાં “કદી નિહાર કરતો નથી' એવી વાત બધે ફેલાવા લાગી. એ વાત એક જૈનના જાણવામાં આવી. તેથી તેની પરીક્ષા કરવા મીઠાઈ લઈને તે ત્યાગી પાસે ગયો. ભાવ દેખાડી, બરાબર જમાડી અને સેવામાં હાજર રહેવા રજા માગીને રહ્યો. આખો દિવસ કંઈ જણાયું નહીં. પણ સવાર થવા આવ્યું ત્યારે બાવાજી નાહવા જવા નીકળ્યા ત્યારે પેલો માણસ પણ સાથે ગયો. બાવાજી નાહતાં નાહતાં ડૂબકી મારી ગયા એટલામાં ઉપર વિષ્ટા તરી આવી. એટલે તે જૈને કહ્યું, બાવાજી હવે બહાર નીકળો, લીંડી ઉપર દેખાઈ. આમ લોકોને તમાસો દેખાડી જેણે આહાર કર્યો હોય તેને નિહાર તો હોય જ, એ વાત જણાવી પોગળ બહાર પાડ્યું. (પૃ.૨૮૩) “બોઘામૃત ભાગ-૧'માંથી - “સરલભાવ આવે ત્યારે માયા છૂટે. સરળતા એ મોટો ગુણ છે. જેટલી સરળતા હોય તેટલો બોઘ પરિણમે. સરલભાવ ન આવે ત્યાં સુધી બોઘ ન પરિણમે. સરળતાવાળો સીઘો છે અને માયાવાળો વક્ર એટલે વાંકો છે.” (પૃ.૬૫) “બોઘામૃત ભાગ-૩'માંથી – શ્રી આનંદઘનજીના સ્તવનના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે તે ફરી ફરી વાંચવાથી કપટનો અર્થ સમજાવવા યોગ્ય છેજી. પરમાત્માના ચરણમાં ચિત્તનું ચોટવું કઠણ છે. અને એ મનનું સમર્પણ થયું નથી ત્યાં સુધી સાંસારિક ભાવનામાં ચિત્તનું ભટકવું રહે છે તે જ કપટ પરમકૃપાળુદેવે કહ્યું છે તે વિચારવાથી સમજાશેજી. બીજી પંચાત મૂકી આપણાં પરિણામ દિન દિન સુધરતાં જાય, પરમકૃપાળુદેવનું માહાભ્ય વિશેષ વિશેષ લાગે તેમ કર્તવ્ય છેજી. (પૃ.૭૪૮) ‘સહજસુખસાઘન'માંથી - મુનિના કપટનું ફળ પશુગતિ એક મુનિનું દ્રષ્ટાંત - એક મુનિએ નગરની બહાર ચાર માસનો વર્ષાયોગ ઘારણ કર્યો હતો. વર્ષાયોગ પૂર્ણ થતાં બીજે દિવસે ત્યાંથી વિહાર કર્યો. બીજા એક મુનિ કોઈ પાસેના ગામથી આવી ત્યાં ઊતર્યા. નગરનાં નરનારીઓ ત્યાં આવી મુનિની વંદના પૂજા ભક્તિ કરતાં કહેવા લાગ્યા કે “આપે અમારા નગરની બહાર વર્ષાકાળમાં યોગ સાઘન કર્યું તેથી અમારું સ્થાન પવિત્ર થયું.” એ આદિ. તે સમયે તે મુનિએ કહેવું જોઈતું હતું કે, “હું તે મુનિ નથી.” પણ તે પોતાની પૂજા થતી જોઈ મૌન રહ્યા. કપટથી પોતાનો પરિચય આપ્યો નહીં. આ માયાના પરિણામથી તે મુનિએ પશુગતિનો બંઘ કર્યો અને મરીને તે હાથી થયા. (પૃ.૧૪). ૪૩૯ Page #498 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૫૮૭. અસૂયા સેવું નહીં. અસૂયા એટલે અદેખાઈ. કોઈની અદેખાઈ કરું નહીં. કોઈના છિદ્રો જોઉં નહીં. અદેખાઈ કરવાથી પોતાનું જ અહિત થાય છે. જે વસ્તુ નિમિત્તે બીજાની અદેખાઈ કરે, તે વસ્તુ પરભવમાં તે પામે નહીં. ‘ટચુકડી કથાઓ ભાગ-૧'માંથી - નયશીલ આચાર્યનું દ્રષ્ટાંત – નયશીલ આચાર્યના એક શિષ્ય બહુ વિદ્વાન હતા. તેઓમાં નમ્રતા પણ ઘણી જ હતી. તેથી અનેક સાધુઓ આ શિષ્યની પાસે સ્વાધ્યાય કરતા, પાઠ પણ લેતા. ગુરુદેવના સુખશીલીયા સ્વભાવને લીધે વ્યાખ્યાન પણ આ શિષ્ય કરતા. એથી લોકો આ શિષ્ય પાસે વધુ બેસતા અને તત્ત્વસંબંધી પ્રશ્ન પૂછતા. તે જોઈ ગુરુને આનંદ થવાને બદલે ઈર્ષા થવા લાગી. પણ શિષ્ય પાસેનો સાઘુઓ વગેરેનો સ્વાધ્યાય બંઘ કરાવી શક્યા નહીં. પણ મનમાં ઈર્ષાથી સતત બળતો-જલતો ગુરુનો આત્મા, એક દિવસ દેહ છોડીને ચાલ્યો ગયો. તે આત્મા હવે કાળો નાગ થયો. તે શિષ્ય ઘણા સાઘુઓ સાથે વિહાર કરતાં સહજે જ્યાં કાળો નાગ છે તે ઉદ્યાનમાં આવીને ઊતર્યા. સ્વાધ્યાય કર્યા પછી વિદ્વાન શિષ્ય ધ્યાનમાં જવા લાગ્યા. ત્યારે અપશુકન થયું. તેથી કેટલાક સાધુઓ પણ તેમની સાથે ગયા. ત્યાં પેલો કાળો નાગ દોડતો આવ્યો. તે જોઈ બીજા સાઘુઓ તેને દૂર મૂકી આવ્યા. પણ વિચારવા લાગ્યા કે આ વડીલ મુનિ ઉપર સાપ ક્રોઘ કેમ કરતો હશે. ત્યાંથી વિહાર કરી ગયા. રસ્તામાં વિશિષ્ટ જ્ઞાની મળ્યાં. તેમને પૂછ્યું કે કાળો નાગ આ મુનિ ઉપર કેમ ઘસી આવ્યો હશે? મહાત્માએ કહ્યું : એ નાગ બીજો કોઈ નથી. પણ ભારે ઈર્ષા કરવાથી તમારા ગુરુ નયશીલસૂરિનો જ આ જીવ છે. બધા વિચારવા લાગ્યા કે અહો! ઈર્ષા કરવાથી કેવી વિષમ દશા પ્રાપ્ત થાય છે. (પૃ.૧૫૩). ૫૮૮. ઘર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ના, ઇમ્પો MI[ તવો ” ઘર્મમાં આજ્ઞાનું પ્રદાનપણું છે. સંસારમાં વડીલોની આજ્ઞા માનીએ છીએ તે કરતાં પણ ઘર્મમાં ઉપદેશેલ આજ્ઞાઓને સર્વથી શ્રેષ્ઠ માનું. કારણ વડીલોની આજ્ઞા માનવાથી આ ભવમાં વિઘ્નોથી બચી શકાય. જ્યારે જ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે ધર્મમાં વતેવાથી ભવોભવ સુખી થવાય અને પ્રાંતે જીવનો મોક્ષ પણ થાય. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “સુઘર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે - ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. બાપ થી HITS તવો | આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. (આચારાંગ સૂત્ર)” (વ.પૃ.૨૬૦) “અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૬૩) “દ્રઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.” (પૃ.૬૯૧) ४४० Page #499 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ એક સાધુનું દ્રષ્ટાંત – ગુરુ આજ્ઞા આરાઘવાથી જ જીવનું કલ્યાણ. કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં તે જ્ઞાની પુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બધા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યો છે, માટે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાઘુ એમ કહે, “મારાથી એમ નહીં થાય; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મુકું, અથવા બીજાં ગમે તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે “ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.” ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત – “ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ઘર્તા હતા અને આનંદશ્રાવક પાસે ગયા હતા. આનંદશ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઊપસ્યું છે.” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હોય નહીં, માટે આપ ક્ષમાપના લો.” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તો પણ ભૂલ ખાઓ છો એમ કહેવું યોગ્ય નથી; ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ઘારી આનંદશ્રાવકે કહ્યું કે “મહારાજ! સભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં કે અસભૂત વચનનો મિચ્છા મિ દુક્કડં?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદુભૂત વચનનો મિચ્છા મિ દુક્કડ.' ત્યારે આનંદશ્રાવકે કહ્યું: “મહારાજ! હું મિચ્છા મિ દુક્કડ લેવાને યોગ્ય નથી.” એટલે ગૌતમસ્વામી ચાલ્યા ગયા, અને જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. (ગૌતમસ્વામી તેનું સમાઘાન કરે તેવા હતા, પણ છતે ગુરુએ તેમ કરે નહીં જેથી મહાવીરસ્વામી પાસે જઈ હકીક્ત કહી.) મહાવીરસ્વામીએ કહ્યું, “હે ગૌતમ! હા, આનંદ દેખે છે એમ જ છે અને તમારી ભૂલ છે; માટે તમે આનંદ પાસે જઈ ક્ષમાપના લો.’ ‘તહ” કહી ગૌતમસ્વામી ક્ષમાવવા ગયા. જો ગૌતમસ્વામીનો મોહ નામનો મહા સુભટ પરાભવ પામ્યો ન હોત તો ત્યાં જાત નહીં, અને કદાપિ ગૌતમસ્વામી એમ કહેત કે “મહારાજ! આપના આટલા બધા શિષ્ય છે તેમની હું ચાકરી કરું, પણ ત્યાં તો નહીં જાઉં.' તો તે કબૂલ થાત નહીં. ગૌતમસ્વામી પોતે ત્યાં જઈ ક્ષમાવી આવ્યા!” (વ.પૃ.૬૯૨) જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં જૂનાવિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં.” (વ.પૃ.૬૯૬) “જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કિંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાઘન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાથું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય તેવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બઘા માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાઘન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે ૪૪૧ Page #500 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને તે વાત જ્યારે જીવથી મનાય છે,ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.' (વ.પૃ.૪૧૧) “ઘણા શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.’’ (વ.પૂ. ૪૩૭) ૫૮૯. સદ્ગતિ ધર્મને જ સેવીશ. જે ધર્મ આરાધવાથી જીવની સદ્ગતિ થાય અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય એ ધર્મને જ સેવીશ. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘અનાદિકાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે; અને અધોગતિમાં પડતા આત્માને ઘરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ' કહેવાય છે.” (પૃ.૬૩) : મોક્ષમાળા વિવેચન'માંથી – ‘‘વસ્તુસ્વભાવધર્મ, રત્નત્રયધર્મ, દશલક્ષણધર્મ, અહિંસા થર્મ એમ અનેક પ્રકારે ધર્મ કહેવાય છે. એ સદ્ઘર્મ છે. બાકી ધર્મ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. રાજાનો ધર્મ, સ્ત્રીનો ધર્મ વગેરે – અહીં “ધર્મ' શબ્દ ફરજના અર્થમાં છે. અનાદિકાળથી આ આત્મા કર્મજાળનાં બંધનથી સંસારમાં રઝળ્યા કરે છે. જેમ માછલાં જાળમાં સપડાઈ જાય છે તેમ જીવ કર્મરૂપી જાળમાં સપડાઈ જાય છે અને દુઃખી થાય છે. સમય માત્ર પણ તેને ખરું સુખ નથી. ખરું સુખ = સમાધિ સુખ. સમકિત ન થાય ત્યાં સુધી એક સમય પણ તેની પ્રાપ્તિ નથી. આત્માનું શાશ્વત સુખ સમકિતની ફરસના થાય તેને સમજાય. આ આત્મા અધોગતિને સેવ્યા કરે છે. સંસારમાં દુઃખનાં પ્રમાણમાં સુખ અતિ અલ્પ છે. અનંતકાળની અપેક્ષાએ દુઃખમાં ઘણા ભવ ગાળ્યા પછી એકાદ ભવમાં સારી ગતિ મળે ને સાતા સુખ મળે. ઘર્મ આરાધે ત્યારે સારી ગતિ થાય અને મોક્ષ પણ પામે. ધર્મ આત્માને અધોગતિમાં પડતા અટકાવે છે. અધોગતિ એટલે નરતિર્યંચમાં ન જવા દે અને મનુષ્ય, દેવમાં લઈ જાય, તે ધર્મ.' (પૃ.૨૦) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – કામદેવ શ્રાવકની ધર્મતૃઢતા કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળ ભાવથી ઘારણ કરનાર વિવેકી અને નિગ્રંથવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્માસભામાં ઇંદ્રે એક વેળા કામદેવની ધર્મ અચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. તે બોલ્યો : ‘“એ તો સમજાયું! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મ‰ઢ. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.'' ધર્મવૃઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગુંદ્યો તોપણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર હુંકાર કર્યો, તોય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળ્યો નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષદ કર્યા, તોપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચાળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા; તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ઘારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેઠે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો. — ૪૪૨ Page #501 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોવ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ. રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને તે દ્રઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે? અને રાખે તો કેવી રાખે! એ વિચારતાં ખેદ થાય છે.” (વ.પૃ.૭૩) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :- “દેવતાએ બીજી પણ અનેક રીતે પોતાની શક્તિ પ્રમાણે સર્વ વીર્ય ફોરવ્યું તોપણ તે કામદેવ શ્રેષ્ઠીના દ્રવ્યભાવની શક્તિનો અલ્પમાત્ર પણ નાશ કરવાને તે સમર્થ થયો નહીં. છેવટે તે દેવતા થાક્યો, ત્યારે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે “હે શ્રાવક! તને ઘન્ય છે. માયારૂપી પૃથ્વીનું વિદારણ કરવામાં હળ સમાન એવા પરમ ઘીર શ્રી મહાવીરસ્વામીએ કહેલા ઘર્મમાર્ગમાં રસિક થયેલો તું સાચો છે. તારા આવા સુદ્રઢ સમકિતરૂપ આદર્શ (અરીસો)માં જોવાથી મારું પણ સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, અને અનાદિ કાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે, તારા ઘર્માચાર્ય તો શ્રી મહાવીર ભગવાન છે, પણ મારો ઘર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તેં પરીષહો સહન કરીને મને સમ્યક્તરૂપી સુગંઘ આપી છે, તે સર્વ મારો અપરાધ ક્ષમા કરજે.” ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કહી બતાવ્યું. વળી તે બોલ્યો કે “હું સ્વર્ગથી સમ્યત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તેં બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ વસ્તુથી મને ખાલી કર્યો અને એક સમ્યગ્દર્શનરૂપ વસ્તુના દાનથી મને ભરપૂર કર્યો. અહો! તારું ચાતુર્ય અકલિત છે.” એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો કરતો સ્વર્ગે ગયો. (પૃ.૨૬૨) પ૯૦. સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ઉપરના વાક્યમાં કહ્યું તેમ જે ઘર્મને આરાઘવાથી જીવની સદ્ગતિ થાય એવા વીતરાગ ઘર્મના સિદ્ધાંતને જ માનીશ તેમજ પ્રણીત કરીશ. સત્પરુષો જે કહે છે તે સૂત્રના સિદ્ધાંતના પરમાર્થરૂપ છે અર્થાત્ સૂત્ર, સિદ્ધાંતના રહસ્યને સમજાવનાર છે માટે તે સદૈવ ઉપાસનીય છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “સત્પરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે.” (વ.પૃ.૭૩૪) “સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે; અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં; ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી; અથવા ખંડિતપણાને પામતા નથી; અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી. સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દ્રષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તો પણ અસિદ્ધાંતપણાને ૪૪૩ Page #502 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી, કે સંસ્કૃત, કે પ્રાકૃત, કે ચીની, કે અરબી, કે પર્શિયન કે ઈગ્લિશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તો પણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ઘોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ ૮૦ અથવા ૮૨ થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું થાય છે. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળો અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ ક્ષયોપશમ થયો નથી, તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે “૯૮ થતા હોય તો કેમ ના કહી શકાય?” તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે તે સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરીને) એકથી નવ સુઘી આંકડા બતાવી નવવાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તો પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. સિદ્ધાંતના દાખલા (૧) “રાગદ્વેષથી બંધ થાય છે.” (૨) “બંઘનો ક્ષય થવાથી મુક્તિ થાય છે.” આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શક્તો નથી. બંઘન છૂટ્યું કે મુક્ત છે. બંઘન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવળજ્ઞાન' છે.” (વ.પૃ.૭૫૧) “જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે.” (વ.પૃ.૭૭૦) “સિદ્ધાંતના બાંઘા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસતુ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસતુ કહેવાં તે દોષ ગણાય.” (વ.પૃ.૬૮૪) ૪૪૪ Page #503 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ૯૧. ઘર્મ મહાત્માઓને સન્માન દઈશ. જે મહાત્માપુરુષો પોતાના આત્મઘર્મમાં રમણતા કરે છે તે શ્રી ગુરુ ભગવંત હો કે શ્રી સંત ઉપકારી સત્પરુષ હો, સર્વને બહુ ઉલ્લાસપૂર્વક સન્માન આપું. “સમાધિસોપાન'માંથી - આચાર્યભક્તિ ભાવના – “આચાર્યભક્તિ એ જ ગુરુભક્તિ છે. ઘન્યભાગ્ય જેનાં હોય તેને વીતરાગ ગુરુના ગુણોમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. ઘન્ય પુરુષો મસ્તક ઉપર સદ્ગુરુની આજ્ઞા ચઢાવે છે. આચાર્ય છે તે અનેક ગુણોની ખાણ છે. શ્રેષ્ઠ તપના ઘારક છે. એમના ગુણ મનમાં ધારણ કરીને પૂજવા લાયક છે, અર્ધ ઉતારવા લાયક છે, આગળ પુષ્પાંજલિ મૂકવા લાયક છે. એવી ભાવના કરવી કે આવા સદ્ગુરુના ચરણનું મને શરણ હો! જે અનશનાદિ બાર પ્રકારનાં ઉજ્જવલ તપમાં ઉદ્યમ કરે છે, છ આવશ્યક ક્રિયામાં સાવઘાન છે, પાંચ આચારના ઘારક છે, દશ લક્ષણ ઘર્મરૂપ તેમની પરિણતિ છે, મન, વચન, કાયાની ગુતિવાળા છે, એ પ્રકારે છત્રીસ ગુણો સહિત આચાર્ય હોય છે. સમ્યગુદર્શનાચારને નિર્દોષપણે તે ઘારણ કરે છે. સમ્યકજ્ઞાનની શુદ્ધતા સહિત છે. તે પ્રકારના ચારિત્ર (પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)ની શુદ્ધતાના ઘારક છે. તપશ્ચર્યામાં ઉત્સાહવાળા અને પોતાના વીર્યને નહીં ગોપવતાં બાવીસ પરિષહોને જીતવામાં સમર્થ છે. એવા પાંચ આચારના ઘારક આચાર્ય ભગવંત છે. અંતરંગ બહિરંગ ગ્રંથિથી રહિત નિગ્રંથમાર્ગમાં પ્રવર્તવા તે તત્પર છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ, પંદર કે માસોપવાસ કરવામાં તત્પર છે. નિર્જન વનમાં કે પર્વતોની ખીણો કે ગુફાઓમાં નિશ્ચલ શુભ ધ્યાનમાં નિરંતર મનને રાખે છે. શિષ્યોની યોગ્યતા સારી રીતે જાણી દીક્ષા દેવામાં અને શિક્ષા દેવામાં પ્રવીણ છે. યુક્તિથી નવ પ્રકારના નયને જાણનારા છે. પોતાની કાયા ઉપરથી મમતા છોડીને રાત્રિ દિવસ પ્રવર્તે છે. સંસારરૂપી કૂવામાં રખે પડી જવાય એવો ભય રાખે છે. મન વચન કાયાની શુદ્ધતા સહિત નાસિકાના અગ્રભાગ ઉપર જેમણે દ્રષ્ટિ સ્થાપી છે એવા આચાર્યોને સાષ્ટાંગ નમસ્કાર પૂર્વક વંદના કરીએ છીએ. એવા આચાર્યોના ચરણોના સ્પર્શથી પવિત્ર થયેલી રજને આઠ દ્રવ્યો વડે પૂજવા યોગ્ય છે. આચાર્યભક્તિ સંસારપરિભ્રમણના ક્લેશરૂપ પીડાનો નાશ કરનારી છે.” (પૃ:૨૧૨) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૨ તથા ૩'માંથી : અકબરબાદશાહનું દ્રષ્ટાંત – અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા. તે વખતે સૌએ પોતપોતાના ઘર્મનું વર્ણન કર્યું. તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ઘાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંધાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞપ્તિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતિપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ ! જેમ કેશીગણઘરે પ્રદેશીરાજાને બોઘ પમાડ્યો હતો, તેમ આપ પણ અકબર બાદશાહને બોઘ પમાડજો, આપના જેવા મહાત્મા પુરુષો વિશ્વના ઉપકારને માટે જ યત્ન કરે છે. શ્રી સંઘના આગ્રહથી શ્રી ગુરુ મહારાજે ત્યાં જવા વિહાર કર્યો. ૪૪૫ Page #504 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ફતેહપુર સંઘના મુખ્ય માણસોએ બાદશાહને સૂરિના આગમનના ખબર આપ્યા. પછી બાદશાહની આજ્ઞાથી શ્રીસંઘ મોટા ઉત્સવપૂર્વક ફતેહપુરથી બાદશાહની રાજધાનીના શાખાપુર (ગામ બહારનું પરું) સુધી સૂરિ સાથે આવ્યો. પછી બાદશાહના કહેવાથી બાહશાહનો સર્વશાસ્ત્રસંપન્ન શેખગુરુ, સૂરિને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સૂરિએ પ્રથમ તે શેખની સાથે જ ઘર્મગોષ્ઠિ કરીને તે શેખના મનના દરેક સંશયો દૂર કરી તેને પ્રતિબોધ પમાડ્યો. પછી સૂરિ અકબર બાદશાહ પાસે આવ્યા, તેમને બાદશાહે બહુ આદરપૂર્વક અનેક પ્રશ્નો પૂછ્યાં. તેના પ્રત્યુત્તરો આપીને ગુરુએ યમ, નિયમ અને જિન તીર્થાદિકનું સ્વરૂપ પ્રકાશિત કરી બાદશાહનું ચિત્ત દયાથર્મથી સુવાસિત કર્યું. પછી બાદશાહ સૂરિને પોતાની ચિત્રશાળામાં લઈ ગયા. ત્યાં બાદશાહે ત્રણ પગથિયાંવાળા ઊંચા સિંહાસન પર બેસીને ગુરુને કહ્યું કે “હે સૂરીશ્વર! રાજાઓને બેસવા લાયક આ સભાભૂમિમાં આચ્છાદન કરેલા ગાલીચા ઉપર આપના ચરણકમળ મૂકી તેને પવિત્ર કરો.” ગુરુ બોલ્યા કે “હે રાજ! કદાચ તેની નીચે કીડીઓ હોય, માટે અમે તેના પર પગ ન મૂકીએ.” બાદશાહે કહ્યું કે “હે ગુરુ! દેવલોકના મંદિર જેવી સ્વચ્છ આ સભામાં કીડીઓ વગેરે કાંઈ હોય જ નહીં.” ગુરુ બોલ્યા કે “અમારો આચાર જ એવો છે, માટે અમે જોયા વિના પગ મૂકતા નથી.મુમુક્ષુએ પોતાના આચરણનું ચિંતામણિ રત્નની જેમ રક્ષણ કરવું જોઈએ.” પછી બાદશાહે તે ગાલીચો ઊંચો કરાવ્યો તો તેની નીચે બાદશાહે પોતે જ અનેક કીડીઓ જોઈ, તેથી આશ્ચર્ય પામી તેણે સૂરિની અતિ પ્રશંસા કરી. પછી વિધિપૂર્વક યોગ્ય સ્થાને બેસી નિઃસ્પૃહ ગુરુએ ઘર્મના રહસ્યને પ્રકાશિત કર્યું. સૂરિને દાનને માટે બાદશાહે વારંવાર આગ્રહ કર્યો ત્યારે સૂરિએ પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માંગ્યું, એટલે બાદશાહે સર્વ પક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં બાર દિવસ સુધી અમારી પડહ વરતાવવાનું ફરમાન કર્યું. સરોવરમાં રહેલા માછલાદિક જંતુનો વધ કરવાનો સર્વથા નિષેધ કર્યો. આજથી શિકારવડે જીવ હિંસા કરીશ નહીં. એમ અનેક પ્રકારે પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિ અન્યત્ર વિહાર કરી ગયા. પછી બાદશાહના કહેવાથી ત્યાં વાચકેન્દ્ર એટલે ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજીને ઘર્મ સંભળાવવા માટે રાખી પોતે વિહાર કર્યો. એકવાર અટક દેશના રાજાના કિલ્લાને બાર વર્ષ સુધી ઘેરો ઘાલી રાખવા છતાં તે કિલ્લો તાબે થયો નહીં. ત્યારે મુસલમાનો, કાઝીઓ અને મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે- “હે અકબર બાદશાહ! તું હમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે.” બાદશાહે આ વૃત્તાંત વાચકેન્દ્ર ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસે કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમ જ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” ગુરુના આવાં વચન સાંભળી બાદશાહે પડહની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષઘ કર્યો અને પ્રાતઃકાળે તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક મ્લેચ્છો કહેવા લાગ્યા – “આ કાફર હિંદુ અકબરને શત્રના હાથમાં સોંપી દેશે.” અહીં વાચકેન્દ્ર શ્રી શાંતિચંદ્રજી ગુરુએ કિલ્લા પાસે આવી એક ફંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીથી, બીજી કુંકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફેંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને ४४७ Page #505 -------------------------------------------------------------------------- ________________ અકબર સવાસર ચકલીની જીભો ખાતો, - તે ગુરુએ બંધ કરાવી તેથી ચકલીઓને ઉડાવી દીથી. અકબરે શત્રુંજય તીર્થનું ટેક્સ માફ કર્યું. રહ करबन्द जजिया कर बन्द ચંપા શેઠાણીના છ મહીનાના ઉપવાસ સાંભળી અકબરનું આવ્યું છે છે. છેલર થઈ हिंसा बन्द અકબરના આમંત્રણથી શ્રી હીરસૂરિજીનું દરબારમાં આગમન GUJવીતારમાં પર્યુષણના દિવસોમાં હિંસા ન . કરવાનું અકબરે કરેલ લખાણને વાંચતી શ્રી ગુરુ, Page #506 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામી તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે- “હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના છે કરનું ચૌદ કોટી દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે – “તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો, તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે – આપનો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બઘા રવિવાર, ૧૨ સંક્રાતિઓની ૧૨ તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઈદના દિવસો, મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યા. વાચકેંદ્ર ગુરુમહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટશું કર્યું. એમ ઘર્મ મહાત્માઓને સન્માન આપવાથી ઉત્તમ ફળ આવે છે. પ૯૨. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગુ છું. સમ્યકજ્ઞાન વિના કે આત્મજ્ઞાન વિના બીજી બધી ઇચ્છાઓનો ત્યાગ કરું છું. કારણકે સમ્યક્ જ્ઞાન વિના સંસારના ત્રિવિધ તાપ કે જન્મજરામરણના દુઃખોથી સર્વકાળને માટે છૂટી શકાતું નથી. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યનસૂત્ર'માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી.” (વ.પૃ.૭૮૨) આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વઘારે, અને જ્ઞાન વઘુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વઘારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે.” “જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે છે તે તેને ફળે છે.” (વ.પૃ.૭૩૯) “જેમ દીવો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજે દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.” (વ.પૃ.૪૬૦) “અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્રદર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫) “જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.” (વ.પૃ.૪૬૨) “નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની ૪૪૭ Page #507 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બુદ્ધિની ગતિ છે તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉવલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદ્ભાગી છે.’’ (વ.પૃ.૧૧૮) તે *“સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મુર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી.’” (૧,પૃ.૫૨૭) *માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષોએ જ્ઞાન સંપાદન કરેલું છે તેના વચનોને મળતું આવવું જોઈએ; નહીં તો અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય. જ્ઞાન બે પ્રકારનાં છે :– એક બીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મોક્ષ થાય; અને બીજભુત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મોક્ષ થાય.’’ (વ.પૃ.૭૦૮) “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે,’' (પૃ.૪૫૧) ૫૯૩. ભિક્ષાચરી યાચના સેવું છું. મુનિઓ ભ્રમરની જેમ ભિક્ષાચરી કરે છે. ભિક્ષાચરી એ યાચના પરિષ છે તેને તે સહન કરે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માંથી :– “યાચના પરિષદ્ઘ – વાસ્તવમાં અણગાર ભિક્ષુની આ ચર્ચા હમેશાં દુષ્કર જ હોય છે. કારણ કે તેને વસ્તુ, પાત્ર, આહારાદિ બધું યાચનાથી મળે છે, તેની પાસે કંઈ પણ અયાચિત હોતું નથી. ગોચરી માટે ઘરમાં પ્રવિષ્ટ સાથેને ગૃહસ્થની સામે હાથ લાંબો કરવો તે સરળ નથી માટે 'ગૃહવાસ જ શ્રેષ્ઠ છે' એવું મુનિ ચિંતન ન કરે. (પૃ.૧૯) *ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી :- સ્વપરને હિતકારક ભિક્ષા બળરામમુનિનું દૃષ્ટાંત – જંગલમાં રહ્યકારોને જોઈને હરણે આવી બળરામમુનિને જણાવ્યું. તેના આગ્રહથી તે મહામુનિ ધ્યાનમાંથી જાગ્રત થયા અને તે રથકારો જ્યાં ભોજન કરવા બેઠા હતા ત્યાં મુનિને તે મૃગ લઈ આવ્યું. તે રથકારોનો જે અગ્રેસર હતો તે બળદેવમુનિને જોઈને ઘણો હર્ષ પામ્યો અને વિચારવા લાગ્યો કે 'અહો ! આ અરણ્યમાં સાક્ષાત્ ક્લ્પવૃક્ષ જેવા આ કોઈ મુનિ છે. અહો ! કેવું એમનું રૂપ ! કેવું તેજ! અને કેવી મહાન સમતા! આ મુનિરૂપ અતિથિ મળવાથી હું તો કૃતાર્થ થઈ ગયો, આ પ્રમાણે ૪૪૮ Page #508 -------------------------------------------------------------------------- ________________ જ - બળરામ મુની, મૃગ અને કઠિયારો છે છે .. મુનિને દાન આપતી કટિયારી અને તેની અનુમોદના કરતું હરણ Page #509 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ચિંતવીને તે રથકાર પાંચે અંગે ભૂમિનો સ્પર્શ કરી (પંચાગ પ્રણામ કરી) તેમને ભાતપાણી આપવા લાગ્યો. તે વખતે બળરામમુનિએ વિચાર્યું કે ‘આ શુદ્ધ બુદ્ધિવાળો શ્રાવક છે તે જે કાર્ય વડે સ્વર્ગનું ફળ ઉપાર્જન થઈ શકે એવી આ ભિક્ષા મને આપવાને ઉદ્યુક્ત થયો છે તે જો હું નહીં લઉં તો એની સદ્ગતિમાં મેં અંતરાય કરેલો ગણાશે, માટે હું આ ભિક્ષા ગ્રહણ કરું.' આ પ્રમાણે વિચારી કરુણાના ક્ષીરસાગર એવા તે મુનિ જે પોતાના શરીરમાં પણ નિરપેક્ષ હતા, એક મહિનાના ઉપવાસ થયેલા હતા એવા તેમણે તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરી. પેલો મૃગ મુનિને અને વનને છેદનારા ૨થકારને જોઈ મુખ ઊંચુ કરી નેત્રમાં અશ્રુ લાવી ચિંતવવા લાગ્યો કે ‘અહો! તપના આશ્રયભૂત અને શ૨ી૨ને વિષે પણ નિઃસ્પૃહ એવા આ મહામુનિ ખરેખરા કૃપાનિધિ છે કે જેમણે આ ૨થકા૨ની ઉપર અનુગ્રહ કર્યો, અને અહો ! આ વનને છેદનાર રથકારને પણ ધન્ય છે કે જેણે આ ભગવંત મહામુનિને અન્નપાનથી પ્રતિલાભિત કરીને પોતાના મનુષ્યજન્મનું મહાફળ પ્રાપ્ત કર્યું. માત્ર હું જ એક મંદભાગી છું કે જે એવું મહાતપ કરવાને કે આવા મુનિને પ્રતિલાભિત કરવાને સમર્થ નથી, તેથી તિર્યંચપણાથી દૂષિત એવા મને ધિક્કાર છે.’ આવી રીતે તે ત્રણ જણ જેવા ધર્મધ્યાનમાં તત્પર થઈને રહ્યા હતા, તેવામાં તેઓ જે વૃક્ષ નીચે ઊભા હતા તે વૃક્ષનો અર્થ ભાગ છેઠેલો હોવાથી મોટા પવનથી બાકીનો ભાગ ભાંગી જઈ તે વૃક્ષ તેમના ઉપર પડ્યું. તે પડવાથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામ્યા અને પાંચમા બ્રહ્મ દેવલોકને વિષે પદ્મોતર નામના વિમાનમાં ત્રણે દેવતા થયા. (પૃ.૩૬૦) માટે સ્વપરને હિતકારક એવી ભિક્ષાચરી યાચના મુનિઓ સેવે છે. ૫૯૪. ચતુર્માસે પ્રવાસ કરું નહીં. મુનિ ભગવંતો ચાતુર્માસમાં પ્રવાસ કરે નહીં. તેમ ચોમાસાના ચાર મહિનામાં શ્રાવક છું તો પણ પ્રવાસ એટલે બહાર ફરવા જઉં નહીં તેવો વિચાર રાખું. કારણ ભૂમિ જીવાકુળ હોવાથી આપણા નિમિત્તે જીવોનો ઘાત થાય. કોઈ અનિવાર્ય સંજોગે જવું પડે તો મનમાં ખેદ રાખું કે મારે ચોમાસામાં બહાર જવું પડે છે. પણ તે યોગ્ય નથી. ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૮'માંથી : શ્રી કૃષ્ણનું દૃષ્ટાંત – “અન્યદા વર્ષાઋતુના મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. શ્રી કૃષ્ણ ભગવંત પાસે આવી સેવા કરતા સતા પ્રભુને પૂછ્યું, ‘હે નાથ! તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કેમ વિહાર કરતા નથી?’ પ્રભુ બોલ્યા : ‘વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવોને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી.’ કૃષ્ણે કહ્યું કે, ‘ત્યારે હું પણ પરિવાર સહિત વારંવાર ગમનાગમન કરીશ તો તેથી ઘણા જીવોનો ક્ષય થશે, માટે હું પણ વર્ષાકાળમાં રાજમંદિરની બહાર નીકળીશ નહીં.' આવો અભિગ્રહ લઈને કૃષ્ણે ત્યાંથી જઈ પોતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો, અને દ્વારપાળોને આજ્ઞા કરી કે, વર્ષાઋતુના ચાર માસ પર્યંત કોઈને પણ રાજમહેલમાં પ્રવેશ કરવા દેવો નહીં. (પૃ.૩૪૬) ૫૫. જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. સત્પુરુષે જેની ના કહી હોય તેના વિષે કારણ શોધું નહીં કે તેનું કારણ માગું નહીં. સત્પુરુષે જે કહ્યું ૪૪૯ Page #510 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તે મારા હિતને માટે જ હોય એમ વિચારી મનમાં દ્રઢ શ્રદ્ધા રાખું. એક શિષ્યનું દૃષ્ટાંત – ગુરુ આજ્ઞામાં પ્રશ્ન નહીં. ગુરુએ શિષ્યની પાસે હરડેનું ફળ - મંગાવ્યું. શિષ્ય તે લઈ આવ્યો અને ગુરુ આગળ ઘર્યું. ત્યારે ગુરુએ કહ્યું કે તને વિચાર ન આવ્યો કે આ તો સચિત્ત ફળ છે માટે લેવાય નહીં. જવાબમાં શિષ્ય કહ્યું કે આપે જે આજ્ઞા કરી તેમાં મારે વિચાર કરવાનું હોય નહીં. ‘ગુરુણામ્ આજ્ઞા અવિચારણીયા” મારું તો આપની આજ્ઞા ઊઠાવવામાં જ કલ્યાણ છે એમ માનું છું. પ૯૬. દેહઘાત કરું નહીં. “આપઘાતી મહાપાપી” આપઘાત કરનાર મહાપાપી ગણાય છે. માટે ગમે તેવા દુ:ખના પ્રસંગ આવે તો પણ મરવાના ભાવ કરું નહીં. એકવાર જીવ જો આપઘાત કરે તો તેને જન્માન્તરમાં અનેકવાર આપઘાત કરવાનો અવસર આવે છે માટે દેહઘાત કરું નહીં. ભાવસાર જેઠાલાલ વસોવાળાના પ્રસંગમાંથી : શ્રી જેઠાલાલ ભાવસારનું દ્રષ્ટાંત - “અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મ સહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો થઈ ગયો છે. તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે છે, પણ આ દેહને એકદમ ઝટકેથી પાડી નાખીએ તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં? - પૂજ્યશ્રી આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતાકર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો જીવ મહાનચ ગતિને પાત્ર થાય. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમેધીમે દેહને દમવાથી અને ઇંદ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે''; તે કર્તવ્ય છે. ૫૯૭. વ્યાયામાદિ સેવીશ. કસરત કરવાથી કે શરીરના હલનચલન આદિથી પાચનશક્તિ સતેજ રહે છે. તેથી શરીરના અવયવો સ્વસ્થ રહે અને શરીરમાં સ્ફર્તિ બની રહે છે; જે આત્મકલ્યાણ કરવામાં પુરુષાર્થીને સહાયરૂપ છે. માટે વ્યાયામાદિ દ્વારા આવશ્યક શ્રમ શરીરને આપવા યોગ્ય છે. ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - શ્રાવકે અંગકસરત અવશ્ય કરવી. કસરતના અનેક પ્રકાર છે. તે બરાબર સમજીને પોતાના શરીરને માફક આવે તેવી કસરત કરવી. કસરત કરવાથી શરીર હલકું થાય છે, દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે જેથી ખોરાક પચે છે. વૃદ્ધાવસ્થા મોડી આવે છે, શરીરનું ભારેપણું દૂર થાય છે. માટે વ્યાયામાદિ સેવવા યોગ્ય છે. (પૃ.૬૩) પ૯૮. પોષઘાદિક વ્રત એવું છું. મહિનામાં બે આઠમ, બે ચૌદશ આદિ દિવસોમાં ઘરની સર્વ પ્રકારની ઉપાધિનો ત્યાગ કરી એકાંત સ્થાનમાં રહી ભક્તિ, સ્વાધ્યાય, નિત્યક્રમમાં દિવસ રાત શ્રાવક ગાળે છે તેને પૌષઘવ્રત કહેવામાં આવે છે. તે દિવસે મુનિ જેવી ચર્યા સેવે છે. ભવિષ્યમાં મુનિ થવાના અભ્યાસરૂપ એ ક્રિયા છે. સહજસુખ સાઘન'માંથી :- (૨) પ્રોષથોપવાસ - એક માસમાં બે આઠમ અને બે ચૌદશ ૪૫૦ Page #511 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ પ્રોષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો ને પ્રોષઘોપવાસ છે. (૫) ભરતમહારાજા પણ મહિનામાં ચાર દિવસ પ્રૌષધવ્રત કરીને રાદિવસ ધર્મધ્યાન કરતા હતા. ૫૯૯. બાંઘેલો આશ્રમ સેવું છું. ચાર પ્રકારના આશ્રમના બાંધાને સેવું. (૧) બ્રહ્મચર્યાશ્રમ (૨) ગૃહસ્થાશ્રમ (૩) વાનપ્રસ્થાશ્રમ (૪) સંન્યાસાશ્રમ. 'શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “આર્ય ગ્રંથકર્તાઓએ બાંઘેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે! ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમે છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે સો વર્ષના આયુષ્યવાળો, તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછાં થતાં હોય એમ એ આશ્રમનાં બાંધા પરથી સમજાય છે.’’ (વ.પૃ.૨૦૮) “આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો; તેઓમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાવૃષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે । તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી; ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ.'' (વ.પૃ.૨૦૮) ૬૦૦, અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. જે ક્રિયા કરવા યોગ્ય નથી તે કરું નહીં, અને જે જ્ઞાન સાધ્ય કરવા યોગ્ય નથી તે સાધ્ય કરું નહીં. જે ક્રિયા કે જ્ઞાનથી મોહની વૃદ્ધિ થાય તે સર્વ અકરણીય ક્રિયા કે જ્ઞાન છે; તેને સાધું નહીં. મોક્ષમાળા વિવેચન'માંથી :– ‘(૭) અકરણીય વિલાસ - જરૂરત ઉપરાંતની વસ્તુઓને વિલાસ કહે છે. જ્ઞાનીપુરુષોએ ન કરવાનું કહ્યું હોય તે કરે તે અકરણીય વિલાસ અથવા ન કરવા યોગ્ય એવા બિનજરૂરી ભોગ તે અકરણીય વિલાસ. નહીં કરવા જેવા વિલાસ – મોજશોખમાં ખોટી થાય તો આત્માનું કરવાનું રહી જાય. જેની જરૂર નથી તેવી વસ્તુઓ ચા, પાનસોપારી, વધારે પડતું નાહવું, ઘોવું, સિનેમા, ફરવા જવું વગેરે એ મુમુક્ષુને જરૂરનાં નથી. એવા કામોની ટેવ પડે તો પછી આત્માનું કામ ન ૪૫૧ Page #512 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ થાય. સાતે વ્યસન, કુટેવો અને બધાં પાપ તે અકરણીય વિલાસ છે. (પૃ.૨૧૮) ૬૦૧, પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. જે વ્યવહારની પ્રવૃત્તિ કરવાથી પાપનો બંધ થાય તેવા પાપરૂપ વર્તન કરવાના નિયમો બાંઘું નહીં. પણ તેથી દૂર રહેવા પ્રયત્ન કરું. જેમકે કાલૌરિક કસાઈએ ૫૦૦ પાડા મારવાનો જાણે નિયમ બાંધ્યો હોય તેમ રોજ મારતો હતો. એક દિવસ શ્રેણિક રાજાએ તેને કુવામાં ઉતાર્યો છતાં ત્યાં પણ પાણીમાં પાડાઓ ચીતરીને માર્યા હતા. એવા કોઈ પાપ વ્યવહારના એટલે વર્તનનાં નિયમો બાંધું નહીં. ૬૦૨. દ્યુતરમણ કરું નહીં. જાગાર રમું નહીં. જુગારની રમતમાં ભાનભૂલી ધર્મરાજા યુધિષ્ઠરે પોતાની પત્ની દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીથી. એવા ભાન ભુલાવનાર ધૃત એટલે જુગાર વ્યસનને જીવનમાં કદી સેવું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મુંબઈમાં નાણાંભીડ વિશેષ છે. સટ્ટાવાળાઓને ઘણું નુકશાન ગયું છે. તમને સૌને ભલામણ છે કે સટ્ટા જેવે રસ્તે ન ચડાય તેનું પૂરતું ધ્યાન રાખશો.’ (વ.પૃ.૪૫૬) ‘ઉપદેશામૃત'માંથી – ‘નાનપણમાં કામ શીખવાની આવડત લાવે, ઉપયોગી બાબતોમાં વખત ગાળવાની કાળજી રાખે, તે આગળ જતાં મોટાં કામ કરી શકે તેવો હોંશિયાર બને છે. પણ જો નાનપણમાં મોજશોખની અને આળસુ બની ગપ્પા મારવાની ટેવ પડે કે ગંજીફા જેવી રમતો, નાટક, સિનેમા, સરકસ કે જુગાર વગેરેની લતે ચડી જાય તો તેનાથી કંઈ મોટું કામ કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. ઊલટો ઉડાઉ બની દુઃખમાં જુવાનીનો વખત ગુમાવે છે; અને વૃદ્ધાવસ્થામાં ગરીબાઈ અને રોગના દુઃખથી બેવડો દુ:ખી થાય છે તથા પરભવમાં અઘોગતિએ જાય છે. ‘જેને જેવો સંગ, રંગ પણ તેવો બેસે’ એમ કહ્યું છે; તેથી જેની સોબતે આપણે સારા બનીએ એટલે કામગરા, ભક્તિવાળા બનીએ તેની સોબત વધારે રાખવી; પણ જેની સોબતે ચા પીવાની, દારૂ પીવાની, તોફાન કરવાની, નાટક જોવાની, જુગાર રમવાની, અવિવેકી વર્તન કરાવે તેવાં વચન બોલવાની, ગમે ત્યાં હરવા ફરવાની, વિષયવિકાર, ગાનતાનથી લહેર કરવાની ટેવ પડે તેવી સોબત દૂરથી તજી દેવી, ગમે તેટલી સારી લાગતી હોય તો પણ તેવી સોબત ઝેર જેવી જાણી તેથી દૂર રહેવું.’' (પૃ.૯૯) ‘બોધામૃત'ભાગ-૩'માંથી – એક મુમુક્ષુનું દૃષ્ટાંત – “એક મુમુક્ષુભાઈએ બધી ભરસભામાં ઊભા થઈ પોતે પ.પૂ.પ્રભુશ્રીજી પાસે સટ્ટા નહીં કરવાનો નિયમ લીધેલો છતાં સટ્ટા કરી સર્વ મિલકત ખોઈ ઘરભંગ થયા છે તેનો પશ્ચાત્તાપ કરી, ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ નિશ્ચય કરી, લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે! શ્રી રથનેમિ અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં શ્રી રથનેમિનાં ભગવાને વખાણ કર્યાં કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. બધાને અસર થાય તેવો આ પ્રસંગ હતો. તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છેજી. હાર્યો જુગારી બમણું રમે એમ લોકોમાં કહેવાય છે તેમ આ જીવ અનાદિકાળથી જન્મમરણની બાજી રમતો આવ્યો છે. ઘણી ખોટ ગઈ, પામર થઈ ગયો છે, કર્મનો ગુલામ બની ગયો છે તો પણ તે બાજી ફેંકી દઈ, હવે નથી રમવી એમ આ અભાગિયો જીવ નિશ્ચય કરતો નથી. “ભવે ખેદ પ્રાણીદયા ત્યાં આત્માર્થનિવાસ.'' એમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું છે છતાં હજી આ જીવને ભવનો ખેદ પ્રગટ્યો નથી.’’ (પૃ.૩૧૪) ૪૫૨ Page #513 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી – જુગાર રમવાથી મતિ ભ્રષ્ટ પુરંદરરાજાનું દ્રષ્ટાંત - પુરંદર નામે એક રાજા હતો. તે દ્યુત રમવામાં બહુ આસક્ત હતો. તેથી મંત્રીઓ વગેરેએ તેને રાજ્ય પરથી ઉઠાડી દીધો, અને તેના પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો. રાજા પોતાની સ્ત્રીને લઈ બહાર નીકળી ગયો. ફરતો ફરતો ભીલોની પલ્લીમાં આવ્યો. ત્યાં ભીલ્લપતિ સાથે જુગાર રમતાં શરત કરી કે હું હારી જાઉ તો મારું મસ્તક આપું. તું હારી જાય તો તારી સ્ત્રીને લઉં. ધૃત રમતાં રાજા જિત્યો તેથી ભીલની સ્ત્રીને લઈ તે આગળ ચાલ્યો. રસ્તામાં જતાં કાળી મેશ જેવી આ ભીલડીએ રાજાની રાણીને કંઈ કારણ બતાવી કુવામાં નાખી દીધી અને રાજાને કહ્યું: તે તો કોઈ બીજાની સાથે ચાલી ગઈ છે. તેથી રાજા બહુ દુઃખી થયો. રાજા ભીલડીને લઈ નદી ઊતરતો હતો ત્યાં રાજાને મત્સ્ય ગળી ગયો અને ભીલડી મરીને નરકે ગઈ. રાજા પણ નરકે ગયો. માટે કોઈપણ વ્યસન સેવવું નહીં. વ્યસને જીવને દુઃખનું જ કારણ થાય છે. ૬૦૩. રાત્રે શૌરકર્મ કરાવું નહીં. વાળ કપાવવા તે ક્ષૌરકર્મ કહેવાય છે. તે રાત્રે કપાવું નહીં. રાત્રે કપાવવાથી નાહવું પડે તે હિંસાનું કારણ છે. રાત્રિમાં ભક્તિ કે ઘર્મધ્યાન કરવાનો ભગવાનનો ઉપદેશ છે. ૬૦૪. ઠાંસોઠાંસ સોડ મોટું ઉપરથી ઢાંકી પગ સુધી સોડ તાણીને સુવું નહીં. પણ બને તો તાજી હવા લેવા માટે નાકને ખુલ્લું રાખું; જેથી શરીરની સ્વસ્થતા જળવાય. સ્વસ્થ શરીર વડે ઘર્મધ્યાન સુખે કરી શકાય. ૬૦૫. અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. રાત્રે મોડા સુધી પત્તાબાજી વગેરે કોઈપણ જાતની રમત રમવી કે બાર બે વાગ્યા સુધી ટી.વી. જોયા કરવું વગેરે બઘી અયોગ્ય જાગૃતિ છે. તેથી શારીરિક અને માનસિક બન્ને પ્રકારે જીવને નુકશાન થાય છે. રાત્રિ તો ઘર્મધ્યાન માટે છે, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. તેથી રાત્રે શાંત વાતાવરણમાં આત્મચિંતન કરી મારા આત્માની શ્રદ્ધા દૃઢ કરું. ૬૦૬. રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. જીભના રસાસ્વાદમાં પડી શરીરઘર્મને બગાડું નહીં. પણ જીભની લંપટતાને જીતવાનો પ્રયત્ન કરું. બોઘામૃત” ભાગ-૧'માંથી :- “પ્રશ્ન – આયંબિલ કર્યું હોય અને રસવાળા પદાર્થોમાં મન જતું હોય તો શા વિચાર કરવા કે જે વિચારથી મને ત્યાં ન જાય? પૂજ્યશ્રી - ઘણું ખાધું છે. ખાધેલું શું થાય છે? – વિષ્ટા. જગત એંઠવાડા જેવું છે. “સકલ જગત તે એઠવ” આત્માનું હિત થાય એવું વિચારવું. ઘીથી હિત છે કે જ્ઞાનીનાં વચનોથી? જ્ઞાનીના વચનોથી આત્માનું હિત છે તો મારે ઘી નથી ખાવું. શું કરવા આવ્યો છું અને શું કરું છું? એ વિચારવું. જીવને ટેવ પડી ગઈ છે, પણ એનું ફળ શું આવશે એની ખબર નથી. કલ્પનાએ કે લોકના કહેતા કહેતી રસમાં લુબ્ધાય છે. રસને જીતે તો જ્ઞાનીના વચનોમાં રસ આવે. અભયદેવસૂરિનું દ્રષ્ટાંત – અભયદેવસૂરિને આયંબિલ કરવું ઠીક પડ્યું. બાર અંગની ટીકા લખતાં સુધી આયંબિલ જ કર્યા. આત્મા ભણી જાય તો લાભ થાય. ભારે ખાવું હોય તો પચાવવા મહેનત ૪૫૩ Page #514 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરવી પડે. આ આયંબિલનું ભોજન તો વહેલું ઠેકાણે પડી જાય. લોલુપતા છે એ જીવને નીચે લઈ જાય છે, અઘોગતિ થાય છે.” (બો.૧ પૃ.૨૧૯) “બોઘામૃત' ભાગ-૩'માંથી - સાધુજીવનમાં રસ ઘટાડવો મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે જઈ શકે અને સારામાં સારો ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લૂખો-સૂકો નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા. ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો, કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પોષાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી ઘર્યો દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” (૧૫) વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે ઘન, અલંકાર, સગાં આદિની મમતા. તે અર્થે દેહ ઘર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જિવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાઘવા જિજ્ઞાસા વધતી રહે અને સત્પરુષનાં વચનો સમજાય અને સમજાય તેટલું થોડું થોડું અમલમાં આચરણમાં મુકાય.” (બો.૩ પૃ.૪૯૬) ‘ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર પર્વ ૧૦માંથી - સ્વાદ લંપટતાથી કોઢની વ્યાધિ વળગી એડુકવિપ્રનું દ્રષ્ટાંત – સેડ઼કવિપ્રના અમુક કાર્યથી પ્રસન્ન થઈ શતાનીકરાજાએ તેને બોલાવીને કહ્યું કે, કહે, ‘તને હું શું આપું?” વિપ્ર બોલ્યો કે- “મારી સ્ત્રીને પૂછીને પછી માગી લઈશ.” “ગૃહસ્થોને ગૃહિણી વિના વિચાર કરવાનું બીજું સ્થાન નથી.” ભટજી ખુશી થતા થતા ઘેર આવ્યા અને બ્રાહ્મણીને બથી વાર્તા કહી સંભળાવી. બુદ્ધિશાળી બ્રાહ્મણીએ મનમાં વિચાર્યું કે, “જો હું રાજા પાસેથી ગામ ગરાસ મગાવીશ તો વૈભવના મદથી આ બ્રાહ્મણ જરૂર બીજી સ્ત્રી પરણશે.” આવો વિચાર કરીને તે બોલી કે – હે નાથ! તમારે પ્રતિદિન જમવાને ભોજન અને દક્ષિણામાં એક સોનામહોર રાજા પાસેથી માગી લેવી.” આ પ્રમાણે તેણે પોતાના પતિને સમજાવ્યું. એટલે તેણે જઈને તે પ્રમાણે રાજા પાસેથી માગી લીધું. રાજાએ તે આપ્યું. “ગાગર સમુદ્રમાં જાય તો પણ પોતાને યોગ્ય હોય તેટલું જ જળ પામે છે.” હવે પ્રતિદિન તે સેડૂક બ્રાહ્મણ તેટલો લાભ તેમજ સન્માન પામવા લાગ્યો. “આ રાજાનો માનીતો છે” એમ ઘારી લોકો નિત્ય તેનું આમંત્રણ કરતા હતા. “જેની ઉપર રાજા પ્રસન્ન હોય, તેનો સેવક કોણ ન થાય?” આ પ્રમાણે એકથી વધારે આમંત્રણો આવવાથી તે પ્રથમ જમ્યો હોય તો પણ દક્ષિણાના લોભથી પ્રતિદિન પહેલાં જમેલું વમી નાખીને પાછો અનેકવાર જમતો હતો. “બ્રાહ્મણોના લોભને ધિક્કાર છે.” વિવિઘ દક્ષિણાના દ્રવ્યથી તે બ્રાહ્મણ દ્રવ્ય વડે વધી ગયો અને વડવાઈઓથી વડના વૃક્ષની જેમ પુત્રપૌત્રાદિકના પરિવારથી પણ વૃદ્ધિ પામ્યો. પરંતુ નિત્ય અજીર્ણ અન્નના વમનથી આમ (અપક્વ) રસ ઊંચે જતાં તેની ત્વચા દૂષિત થઈ ગઈ, તેથી તે લાખવડે પીપળાના વૃક્ષ જેવો વ્યાધિગ્રસ્ત થઈ ગયો. અનુક્રમે તેના નાક, ચરણ અને હાથ સડી ગયા અને તે કુષ્ટી થઈ ગયો, તથાપિ અગ્નિની જેમ અતૃપ્ત થઈને તે રાજાની આગળ જઈ દરરોજ ભોજન કરતો હતો. એકદા મંત્રીઓએ રાજાને કહ્યું કે, “હે દેવ!આ કુષ્ટીનો રોગ સંપર્કથી ફેલાશે, માટે હવે તેને ભોજન કરાવવું યોગ્ય નથી. તેના ઘણા પુત્રો નિરોગી છે, તેમાંથી કોઈ એકને તેના વતી જમાડો, કેમકે જ્યારે કોઈ પ્રતિમા ખંડિત થાય ત્યારે તેને ઠેકાણે બીજી પ્રતિમા સ્થપાય છે.” રાજાએ તેમ કરવું સ્વીકાર્યું, એટલે મંત્રીઓએ તે બ્રાહ્મણને તેમ કહ્યું; તેણે પણ પોતાને સ્થાને પોતાના પુત્રનું સ્થાપન ૪૫૪ Page #515 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કર્યું અને પોતે ઘેર રહ્યો. મધપુડાની જેમ યુદ્ધ મક્ષિકાઓની જાળથી ભરપૂર એવા તે બ્રાહ્મણને તેના પુત્રોએ પણ ઘરની બહાર એક ઝુંપડી બાંધી દઈને તેમાં રાખ્યો. (પૃ.૧૪૪) એમ રસાસ્વાદમાં લંપટ બની શરીરના ઘર્મને મિથ્યા કરું નહીં. પણ અલ્પ આહાર વડે સંયમી બની આત્મઘર્મની પુષ્ટિ કરું. ૬૦૭. એકાંત શારીરિક ઘર્મ આરાધું નહીં. એકાંત એટલે માત્ર શરીરની સંભાળ રાખું નહીં. ગમે તેટલું ખવડાવવાં છતાં કે આરામ આપવા છતાં એક દિવસે એ શરીર દગો દેનાર છે એમ માનું. શરીરની યથાયોગ્ય સંભાળ રાખી એના વડે આત્મઘર્મ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરું. બોઘામૃત ભાગ-૩'માંથી - જેસીંગભાઈનો પ્રસંગ – “પ.ઉ.પ.પૂ.કરુણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમ – જીવન સમાધિમરણને પોષે તેવું યોર્યું છે. તેનો અનેક ભવ્ય જીવોએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાથે છે અને ભવિષ્યમાં સાઘશે; તો તમારા જેવા તેથી દૂર રહે તે ઘટતું તો નથી, પણ આપ જેવા સમજાને શું કહેવું? બઘી દવા વગેરેની કે શારીરિક અનુકુળતાઓ શહેરમાં સુલભ હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્વ જો હૃદયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં ક્યાં મળે? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ઉત્તમ ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તો પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ હવે તો વિશેષ વિશેષ વિચારી, લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમપૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને યોગબળે વિદ્યમાન છે, તો આ પાછલા દિવસો તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો તો સ્વપરના હિતનું કારણ સમજાય છે.” (પૃ.૬૦૭) “દોડ દવા કરવા કરું, ઢીલ ઘર્મમાં થાય; મહા મોહ મુઝવે મને, સ્વામી!કરો સહાય.” -સ્વદોષદર્શન ૬૦૮. અનેક દેવ પૂજ નહીં. સાચા દેવ વીતરાગ છે. “વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ' વીતરાગ સમાન બીજો કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી. વીતરાગ પરમાત્મા તે દેવોના પણ દેવ છે. બાકીના દેવો દેવગતિમાં રહેલા હોવાથી દેવ કહેવાય છે, પણ રાગદ્વેષથી યુક્ત હોવાથી તેઓ પણ સંસારી જ છે. માટે વીતરાગ સિવાય કોઈ પણ દેવને પૂજાં નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧'માંથી :- “ગુણદોષ જાણ્યા વિના જે મનુષ્ય સર્વ દેવોને વિષે પ્રથમાવસ્થામાં શ્રીઘરની જેમ ભક્તિમાન થાય છે તે પરિણામે સુખ પામતા નથી.” શ્રીઘરનું દ્રષ્ટાંત – ગજપુરમાં શ્રીધર નામે એક વણિક રહેતો હતો. તે સ્વભાવથી જ ભદ્રિક હતો. તેણે એકદા એક મુનિ પાસે જૈન ઘર્મનું શ્રવણ કર્યું, ત્યારથી તે હમેશાં શ્રી જિનેશ્વરની ત્રિકાળ પૂજા ૪૫૫ Page #516 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કરવા લાગ્યો. એકદા શ્રી પ્રભુ પાસે ધૂપ કરીને તેણે અભિગ્રહ કર્યો કે – “આ ધૂપ જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે નિશ્ચલ બેસી રહેવું, ખસવું નહીં.’’ દૈવયોગે ત્યાં એક સર્પ નીકળ્યો તથાપિ શ્રીઘર નિશ્ચલ જ રહ્યો; એટલે સર્પ તેની પાસે આવી ડસવા જાય છે, તેટલામાં તે શ્રીધરના સત્ત્વથી તુષ્ટમાન થયેલી દેવીએ તે દુષ્ટ સર્પને દૂર કરીને તેના મસ્તકનો મણિ લઈ શ્રીધરને આપ્યો. તે મણિના પ્રભાવથી શ્રીધરના ઘરમાં વૃષ્ટિથી લતાની જેમ લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. એકદા તેના કુટુંબમાં કોઈ પ્રકારનો વ્યાધિ આવવાથી કોઈએ તેને કહ્યું કે – “ગોત્રદેવીની પૂજા કરવાથી ગોત્રમાં કુશળતા રહે છે.’” તે સાંભળીને ભદ્રિક શ્રીધરે ગોત્રદેવીની પૂજા કરી. દૈવયોગે વ્યાધિ નિવૃત્ત થયો. અન્યદા પોતાને કાંઈ વ્યાધિ ઉત્પન્ન થયો, ત્યારે કોઈના કહેવાથી તેણે યક્ષની પૂજા કરી. એ પ્રમાણે લોકોના કહેવાથી શાંતિના લાભને માટે તેમજ ભાવીરોગની નિવૃત્તિ માટે તે હમેશાં અન્ય અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. ‘ભાવિકજનો સત્સંગથી ગુણ અને અસત્સંગથી દોષને પામે છે.’ કહ્યું છે કે – તુંબડા તો બધાએ એકજ જાતિના હોય છે; પરંતુ તેમાં કેટલાએક તુંબડા કે જેઓ યતિ–મુનિના હાથમાં આવે છે તે પાત્રની શોભાને પામે છે, કેટલાક (ગવૈયા પાસે જવાથી) શુદ્ધ વાંસની સાથે જોડાઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાએક સારા દોરડાથી ગુંથાઈને દુસ્તર એવા સમુદ્રથી મનુષ્યોને તારે છે અને તેમાંનાજ કેટલાએક તુંબડા (કાપાલીકના હાથમાં જવાથી) જ્વલિત (દુષ્ટ) છે હૃદય-મધ્યભાગ જેનો એવા થઈને લોહીનું પાન કરે છે, અર્થાત્ તે કાર્યમાં કામે લાગે છે.’’ એકદા તે શ્રીધરના ઘરમાં પ્રવેશ કરીને ચોરલોકોએ તેનું સર્વ ઘન ચોરી લીધું; તેથી તે શ્રીધર અત્યંત ખેદ પામવા લાગ્યો, અનુક્રમે તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કાંઈપણ વસ્તુ ન રહી અને ભોજનનો પણ સંદેહ થઈ પડ્યો. છેવટે અત્યંત દુઃખી થવાથી તેણે અઠ્ઠમ કરીને સર્વ દેવની આરાધના કરી. ત્રીજે દિવસે દેવતાઓ બોલ્યા કે “અરે ! તેં શા માટે અમારું સ્મરણ કર્યું?’’ શ્રીધર બોલ્યો કે –“મને સમૃદ્ધિ આપો.’’ ત્યારે તેઓ બોલ્યા કે –‘તારી કુળદેવી પાસે જા, તે આપશે.'' એટલે શ્રીઘર કુળદેવી પાસે જઈ અઠ્ઠમ કરીને બેઠો. ત્રીજે દિવસે તે પણ સમૃદ્ધિ માગવાથી બોલી કે – “હે દુષ્ટ ! મારી પાસેથી જલદી ઊભો થા, તું તારા ઘર આગળ જે દેવીની પૂજા કરે છે તે તને આપશે, તેમની પાસે જા.” તે સાંભળીને શ્રીધરે ગૃહદેવીની આરાધના કરી. ત્યારે અંદર અંદર હસીને તેઓ બોલવા લાગ્યા. ગણપતિએ ચંડિકાદેવીને કહ્યું કે “હે ચંડિકા ! તારા ભક્તને મનવાંછિત આપ.” ચંડિકા બોલી “તેને તો પેલો યક્ષ મનવાંછિત આપશે, કેમકે જુઓને તેને તેણે ઊંચા આસન પર બેસાડ્યો છે અને વળી મારા પહેલાં તે હમેશાં તે યક્ષની જ પૂજા કરે છે.’’ ત્યારે યક્ષ બોલ્યો કે “એનું મનવાંછિત શાસનદેવતા આપશે.’’ આ પ્રમાણે સર્વ દેવોએ તેનું હાસ્ય કરીને ઉપેક્ષા કરી. ત્યારે તે શાસનદેવીની આરાધના કરવા લાગ્યો. શાસનદેવી બોલી કે – “હે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી, હવે વિકથા અને હાસ્યમાં તત્પર એવા કુદેવોને મૂકીને જે દેવોના પણ દેવ છે, જેનાં આઠે કર્મો ક્ષીણ થયાં છે અને જે કૃપાના જ અવતાર છે, એવા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની અર્ચા કર કે જેથી બન્ને ભવમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય.’ તે સાંભળી શ્રીધરે તે પ્રમાણે કરવા માંડ્યું. પછી તેને આકાંક્ષારહિત દૃઢ નિશ્ચયવાળો જાણીને શાસનદેવીએ ફરીથી મણિ આપ્યો; તેથી પાછો સમૃદ્ધિવાન થયો અને પરભવમાં આસન્નસિદ્ધ થયો, અર્થાત્ થોડા કાળમાં સિદ્ધિપદને પામ્યો. “હે ભવ્ય જીવો! શાસ્ત્રનિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર મનુષ્ય શ્રીધરની જેમ હાસ્યનું પાત્ર થાય છે, માટે જિનશાસનને જાણનારાએ એ દોષ સેવવો નહીં.’’ (પૃ.૭૦) ૪૫૬ Page #517 -------------------------------------------------------------------------- ________________ G ક : શ્રીઘરની પ્રભુ ધ્યાનમાં નિશ્ચલતા શ્રીના શણી શૌરી અન્યદેવતાને પૂજતી શ્રીધર ફરીથી તપ કરી અન્ય દેવોની ઉપાસના શ્રીથની શાસનદેવીની ઉપદેશ | શાસનદેવીએ શ્રીધરને એક જિનેશ્વરદેવ ઉપર જ શ્રદ્ધા રાખવા કહ્યું Page #518 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ નિષ્કામભાવે માત્ર આત્માર્થે વીતરાગદેવને જ પૂજાં, અન્યને નહીં. ૬૦૯. ગુણસ્તવન સર્વોત્તમ ગણું. પ્રભુના ગુણસ્તવનથી પોતાના પાપ ધોવાય છે અને મન નિર્મળ-પવિત્ર બને છે, તેમજ તે ગુણો ગ્રહણ કરવાનો ભાવ ઊપજે છે. માટે પ્રભુ ગુણસ્તવનને સર્વોત્તમ ગણું. સૌઘર્મેન્દ્ર, પ્રભુને ઈશાન ઇંદ્રના ઉત્સંગમાં આપી સ્નાન, અર્ચન અને આરતિ કરી આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર ભાગ-૨ માંથી :- “હે ભગવન! વિશ્વનું પ્રતિપાલન કરનાર! મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા “તીર્થનાથ એવા સંભવનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. હે વિભો! જન્મથી જ પ્રાપ્ત થયેલાં “ત્રણ જ્ઞાન અને ચાર અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છો અને તમારામાં ફુટ રીતે એક “હજાર લક્ષણો રહેલા છે. હમેશાં પ્રમાદી પુરુષોના પ્રમાદના છેદનું કારણ એવું આ તમારું “જન્મકલ્યાણક આજે મારા જેવાના કલ્યાણને માટે જ થયું છે. હે જગત્પતિ! આ રાત્રિ આખી પ્રશંસા કરવાને યોગ્ય છે; કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છો. હે “પ્રભો! તમને વંદન કરવાને જા આવ કરતાં અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણા “સ્વર્ગલોકના જેવો જણાય છે. હે દેવ! તમારા દર્શનરૂપ અમૃતના સ્વાદથી જેઓનાં ચિત્ત “સંતુષ્ટ થયેલા છે એવા અમૃતભોજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરતક્ષેત્રરૂપી સરોવરમાં કમળરૂપ એવા હે ભગવન! તમારામાં ભમરાની પેઠે “મારો પરમલય થઈ જાઓ. હે અઘીશ! જેઓ હમેશાં તમારું દર્શન કરે છે તે મનુષ્યોને ધન્ય છે, કારણ કે તમારા દર્શનનો ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે.” (પૃ.૯) હે નાથ! મારા નેત્રો સર્વદા તમારા મુખને જોઈ વિલાસ પામો. મારા હાથ તમારી ઉપાસના કરો અને મારા કાનો તમારા ગુણના શ્રોતા થાઓ. હે દેવાધિદેવ! કુંઠિત એવી મારી બુદ્ધિ જો તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તો તેનું કલ્યાણ થાઓ. કેમકે તેને બીજાથી શું થવાનું છે? હે નાથ! હું તમારો શિષ્ય, દાસ, સેવક અને કિંકર છું. એ પ્રમાણે તમે સ્વીકાર કરો; એથી વઘારે બીજાં કાંઈપણ હું કહેવા ઇચ્છતો નથી.” (પૃ:૨૧) “ઉપદેશામૃત'માંથી :- “હે પ્રભુ! તમારાં વચનને ઘન્ય છે! હે માવતર! તમારો આધાર છે. હે પ્રભુ! આપનાં અમૃતતુલ્ય વચનનો આ રંકને જોગ મળ્યો તેથી કરીને હે પ્રભુ! જરા શાંતિ થઈ. નહીં તો હે નાથ! મારી કોઈ ગતિ નહોતી. હે પ્રભુ! તમારું શરણું ભવોભવ હજો. હે નાથ! નોંઘારાના આઘાર, હે પ્રભુ! એક જ્યારે આપનું શરણું ગ્રહણ કરું છું ત્યારે સંકલ્પ-વિકલ્પ બંધ પડે છે, અને તે પરમ શાંતિને આપે છે. તેથી વૈરી માત્રનો નાશ થાય છે અને મને ત્યારે સારું લાગે છે. જ્યાં તકરારવાની વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું, ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઊઠે તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય તેનો ઉપાય પણ હે પ્રભુ! એકચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. હે નાથ! એવી અપૂર્વ વસ્તુ તમોએ મને આપી છે. હે નાથ!તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારું ભવોભવ હજો શરણું, પ્રભુ તમારું. એ જ વિનંતિ.” (પૃ.૪) ૪પ૭ Page #519 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ co “બોઘામૃત' ભાગ-૩ માંથી :- “અહો! મૌન મુનિવર! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા! અહો!તારી સમતા! અહો! પરમકૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા! એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે !' (બો.૩ પૃ.૨૦) ૧૦. સગુણનું અનુકરણ કરું. પ્રથમ સર્વમાં સગુણ જોવાનો પ્રયત્ન કરું. પછી તે સગુણનું અનુકરણ કરું. સદ્ગણનું અનુકરણ કરનાર સ્વયં અનેક ગુણનો ભંડાર થાય છે. કૃષ્ટાંતશતક'માંથી :- સગુણ વગર સાધુપણું નથી ઘોબી અને સાધુનું દ્રષ્ટાંત – “કોઈ એક સાધુ શૌચથી પરવારીને એક ઘોબીની વસ્ત્ર ઘોવાની શિલા ઉપર ધ્યાન ધરીને ઊભો રહ્યો. કેટલીક વારે રાજાનો ધોબી તે શિલા ઉપર લૂગડાં ધોવા આવ્યો. તેણે મુનિને ધ્યાન ઘરી ઊભેલા જોઈને વિચાર્યું કે આ કોઈ સાધુ પરમેશ્વરની ભક્તિ કરે છે, તે થોડીવારમાં કરી રહેશે એટલે હું લૂગડાં ઘોઈશ. એમ ઘણીવાર સુધી રાહ જોઈ, પણ મુનિ તો ઊભા જ રહ્યા. તે જોઈને ધોબી બોલ્યો કે “બાપજી! તમે લગાર દૂર ઊભા રહીને ધ્યાન ઘરો તો સારું. મારે રાજાના કપડાં ઘોવાની ઉતાવળ છે.” મુનિ કાંઈ બોલ્યા નહિ, ત્યારે વળી થોડી વાર રાહ જોઈને ફરી કહ્યું. તથાપિ મુનિએ તે તરફ લક્ષ આપ્યું નહીં. ત્યારે ઘોબીએ છેવટે થાકીને તે સાધુનો હાથ ઝાલી તેને નીચે ઉતાર્યા. સાધુને આથી ક્રોધ ચડ્યો અને ઘોબીને ઘક્કો માર્યો. સાધુને ક્રોથી જોઈ ઘોબીની શ્રદ્ધા ઊઠી ગઈ, તેથી તેણે પણ સાધુને ઘક્કો માર્યો. એમ કરતાં કરતાં બંને બાથંબાથે આવ્યા. કોઈ કોઈને છોડે નહીં. છેવટે ઘોબીએ જોર કરી સાધુને ભોંય ઉપર નાખી દીધો અને તેના છાતી પર બેસી ગયો. તે વખતે સાઘુએ કાયર થઈ દેવતાની સ્તુતિ કરી કહ્યું કે, “હે દેવ! હું આટઆટલી ભક્તિ કરું છું તેમ છતાં તમે મને આ ઘોબી પાસેથી કેમ છોડાવતા નથી? આવા મારા સંકટ વખતે તમે ક્યાં ગયા? તે સાંભળી દેવે આકાશમાંથી જવાબ આપ્યો કે અમે હાજર છીએ, પણ ઘોબી કોણ અને સાધુ કોણ તે ઓળખાતું નથી; તો પછી અમારે કોને સહાય કરવી? દેવનું આવું વચન સાંભળી સાધુ સમજી ગયો અને ઘોબીને હાથ જોડી ક્ષમા માગી તેનાથી છૂટો થયો. પછી ક્ષમા વગેરે સાધુના લક્ષણ પ્રમાણે વર્તવા લાગ્યો. આ દ્રષ્ટાંતનો સાર એ છે કે બાહ્ય આકારે તે બઘાંય મનુષ્યો સરખાં છે, પણ ગુણે કરીને ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ પડે છે. માટે જેણે ઉત્તમ થવું હોય તેણે અઘમનાં લક્ષણો તજી ઉત્તમનાં લક્ષણો રાખવાં; પણ જે અઘમના જેવા આચરણ રાખી પોતાને ઉત્તમ કહેવડાવવા ઇચ્છે છે, તેને લોકો દંભી માની ઉત્તમ જેવું માન મનથી આપતા નથી. (પૃ.૧૨૨) ૧૧. શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. શૃંગારી ઘર્મના જ્ઞાતા એવા ઘર્મગુરુ ગમે તેટલા લોકોમાં મોટા ગણાતા હોય પણ તેને પ્રભુ માનું નહીં. અનાદિથી જીવોને શૃંગારરસ પ્રિય છે અને વળી શૃંગારને ઘર્મનું સ્વરૂપ આપવામાં આવે તો તે વઘારે પ્રિય લાગે. પણ શૃંગાર એ રાગ છે, અને રાગ છે ત્યાં સંસાર છે. જ્યાં સંસાર છે ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ક્લેશ છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં કર્મબંઘન છે. અને જ્યાં કર્મબંધન છે ત્યાં ચારગતિમાં ૪૫૮ Page #520 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ રઝળવાપણું છે; પણ મુક્તિ નથી. માટે શૃંગારી ઘર્મના જ્ઞાતાને પ્રભુ માનું નહીં; પણ ઘર્મથી વિપરીત માર્ગના જાણનાર અને પ્રરૂપનાર માનું. ૬૧૨. સાગર પ્રવાસ કરું નહીં. પહેલાંના વખતમાં બહાર દેશ જવા સ્ટીમરોમાં બેસવાનો રિવાજ હતો. સમુદ્રમાં ૧-૨ મહિને પોતાના ગંતવ્ય સ્થાને પહોચાતું હતું. સમુદ્રમાં જો તોફાન આવી જાય તો આખી સ્ટીમર ડૂબી જાય અને આપણને મળેલો અતિ દુર્લભ એવો મનુષ્યભવ હારી જવાય; અર્થાત્ આ દેહે કરવા યોગ્ય આત્માનું કલ્યાણ રહી જાય. વળી માછલા મરે, પાણીના જીવોની ઘાત થાય અને પાપનો બાપ જે લોભ છે તેને વશ થઈને સાગર પ્રવાસ કરું નહીં, પણ અહીં જે મળે તેમાં સંતોષ માની જીવું. ૧૩. આશ્રમ નિયમોને જાણું. વેદાંતમાં ચાર આશ્રમ કહ્યા છે તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યસ્થાશ્રમ છે. તે આશ્રમોના નિયમોને જાણી જે જે ભૂમિકામાં પોતે હોય તેને શુદ્ધ રીતે પાળવાનો પ્રયાસ કરું. અથવા વર્તમાનમાં પ.પૂ.પ્રભુશ્રીજીના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થઈ તેના અમુક પ્રકારના મુખ્ય નિયમોની યોજના પ.પૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં થયેલ છે તેને પ્રથમ જાણું; પછી શ્રદ્ધા કરી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરું. નિયમાવલી આ આશ્રમમાં સર્વ મુમુક્ષુ ભાઈ-બહેનોએ નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. (૧) આ આશ્રમમાં આવનાર અને રહેનાર ભાઈ-બહેનોએ લક્ષમાં રાખવાનું છે કે આશ્રમમાં સૌએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનો બોઘ ઉત્તમ રીતે પામી શકાય તે માટે માત્ર આત્માર્થે સત્સંગ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ કરી રહેવાનું છે. કોઈ પણ વિષયકષાય કે પ્રમાદ અર્થે આશ્રમમાં રહેવાની મનાઈ છે. (૨) સદાચાર ઘર્મનું મૂળ છે, તેથી નીચેના દુર્વ્યસનો તેમજ અભક્ષ્ય વસ્તુઓ આ આશ્રમમાં વર્જ્ય છે. (અ) સાત વ્યસનો – જુગાર, માંસ, મદિરાપાન, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, ચોરી અને શિકાર. (બ) સાત અભક્ષ્ય ફળો – વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉંબર ફળ, અંજીર (સુકા-લીલા) મઘ અને માખણ. (ક) કંદમૂળ - ડુંગળી, લસણ, બટાટા, શક્કરિયાં, ગાજર, રતાળ, મૂળા, આદુ, લીલી હળદર વગેરે. (૩) રાત્રિ ભોજનનો આશ્રમમાં સર્વથા ત્યાગ રાખવો. (૪) બ્રહ્મચર્યપાલન આશ્રમમાં રહેનાર અને આવનાર ભાઈ-બહેનો માટે અનિવાર્ય અને અવશ્યનું છે. આ આશ્રમનો મૂળભૂત પાયો છે. (૫) આશ્રમમાં યોજાયેલ ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમોમાં દરેકે હાજરી આપી ભાગ લેવો જરૂરનો છે. આશ્રમમાં થતા ભક્તિ, વાંચન, પૂજા ઇત્યાદિ નિયમિત કાર્યક્રમ તેમજ ટ્રસ્ટીઓની રજા લઈને કરવામાં આવતા વિશેષ કાર્યક્રમ સિવાય અન્ય કોઈપણ કાર્યક્રમ જેવા કે સ્વાગત-સમારંભ, વ્યાખ્યાન, ચર્ચા, વાંચન, ભાષણ, ઊજવણી આદિ કરવાની સદંતર મનાઈ છે. ૪૫૯ Page #521 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ આશ્રમમાં રહીને પરમાર્થ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ, જેવી કે વેપાર, ખેતી, નોકરી આદિ કરવાની સદંતર મનાઈ છે. (૮) આરોગ્ય હેતુએ આશ્રમમાં આવવાનો અને રહેવાનો પ્રતિબંધ છે. (૯) નાના બાળકો ભક્તિ-સ્વાધ્યાયના કાર્યક્રમો વખતે અંતરાય, અશાતના કે વિક્ષેપ ન કરે તેની ખાસ સંભાળ રાખવી. (૧૦) રજસ્વલા સ્ત્રીએ આશ્રમના મંદિર, સભામંડપ અને અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં ચાર દિવસ સુધી આવવું નહીં અને અશાતનાથી બચવું. (૧૧) તંબાકુ, બીડી, સિગરેટ, દૂકો વગેરે ધુમ્રપાન આશ્રમના મંદિરવાળા ચોકમાં કરવું નહીં. તેમજ મળ-મૂત્ર વગેરે બીજી કોઈપણ પ્રકારની ગંદકી અને અશુચિ તે ચોકમાં કરવી નહીં અને અશાતનાથી બચાય તેની પૂરેપૂરી સાવચેતી અને કાળજી રાખવી. ૧૪. ક્ષૌરકર્મ નિયમિત રાખવું. હજામત નિયમિત રીતે કરાવું. નહીં તો વિશેષ વાળ વઘવાથી જૂ વગેરે પડવાનો સંભવ રહે. ૬૧૫. સ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. તાવ આવતો હોય ત્યારે દરદીએ સ્નાન કરવું નહીં. વરમાં સ્નાન કરવાથી તાવની વૃદ્ધિ થવા સંભવ છે. ૬૧૬. જળમાં ડૂબકી મારવી નહીં. “નદિયનિ બિચ ચીર છુવાયે, કોસનકે જીવ મરાયે” આલોચના નદી, તળાવ કે સમુદ્ર વગેરેમાં વસ્ત્રો ઘોવાથી કે ડૂબકી મારી સ્નાન કરવાથી અનેક કોશ એટલે ગાઉ સુઘીના જીવોની હિંસા થાય છે. જ્યાં સુધી શરીરનો મેલ પાણીમાં વહ્યા કરે ત્યાં સુધી તેના સ્પર્શથી જળકાયના જીવોની હિંસા થાય છે. માટે કદી જળમાં ડૂબકી મારું નહીં. ૬૧૭. કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું. લેશ્યાઓ છ પ્રકારે છે. તેમાં કૃષ્ણ,નીલ અને કાપોત એ ત્રણ અશુભ અને પીત, પદ્મ અને શુક્લ એ ત્રણ શુભ છે. તેનું વર્ણન નીચે પ્રમાણે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી : પ્રિયંકરરાજાનું દ્રષ્ટાંત - “પ્રિયંકર રાજાએ ગુરુને કહ્યું કે- “હે સ્વામી! કોઈ વખત ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે, જેમ મારા પિતા કીડાનો ભવ પામ્યા; તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે – “જીવોને જેવી વેશ્યાના પરિણામ હોય તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે – “હે સ્વામી! લેશ્યા કેટલા પ્રકારની છે?” ત્યારે ગુરુએ છ લશ્યાનું સ્વરૂપ કહ્યું કે –“હે રાજા! આત્માના પરિણામ વિશેષને વેશ્યાઓ કહે છે તે છ પ્રકારની છે.” છ લેશ્યાઓનું સ્વરૂપ જે માણસ મહા રૌદ્રધ્યાની હોય, સદા ક્રોઘી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ઘર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષ કરીને કૃષ્ણલેશ્યાવાળો જાણવો.” ૪૬૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૩. કાપāત લેશ્યા... કૃષ્ણ લશ્યા છ લેશ્યાઓનું સ્વરૂપ નીલ વૈશ્યા * ૩ ૪ ૭ ૬ શુક્લ લગ્યા પીત લૅશ્યા. ૫. પદ્મ લક્ષ્યા Page #523 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ “નીલ લેશ્યાવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીક્સ અને નિરંતર અભિમાની હોય છે.'' “નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મપ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુઃખી અવસ્થાવાળા માણસની કાપોત લૈશ્યા કરેલી છે.'' “વિજ્ઞાન, કરુણાવાનું, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત (તેજો) લેશ્યા અધિક હોય છે.” “ક્ષમાયુક્ત, નિરંતર ત્યાગવૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, અહિંસા સત્યાદિ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મલેશ્યાવાળો હોય છે.’’ “રાગદ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત તથા પરમાત્મભાવને પામેલો મનુષ્ય શુક્લ લેશ્યાવાળો કહેવાય છે.” આ છ લેશ્યામાં પ્રથમની ત્રણ લૈશ્યાઓ અશુભ છે અને બીજી ત્રણ શુભ છે. તે છએનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. છ લેશ્માવાળા જીવોના ભિન્ન ભિન્ન પરિણામ છ લેશ્યાવાળા પુરુષોનું દૃષ્ટાંત – કોઈ એક અરણ્યમાં સુધાથી કૃશ થયેલા છ પુરુષોએ પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની સર્વ શાખાઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું વૃક્ષ જોયું. તે જોઈને સર્વે હર્ષિત થઈને બોલ્યા કે – “અહો ! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષુધાનો નાશ કરીએ.” પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે – “આ દુરારોહ એટલે મુશ્કેલીથી ચઢી શકાય એવા વૃક્ષ ઉપર ચડવાથી જીવનું પણ જોખમ થાય તેવું છે, માટે તીક્ષ્ણ કુઠાડાની ધાર વડે મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.’’ આવા પરિણામ પુરુષને કૃષ્ણ લેશ્યાથીજ થાય છે. (૧) પછી બીજો તેના કરતાં કાંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે – “આવાં મોટા વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે ? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલા ફળો ખાઈએ.’’ આ પુરુષ નીલ લેશ્યાના પરિણામવાળો જાણવો. (૨) પછી ત્રીજો બોલ્યો કે – “એવડી મોટી શાખાને કાપવાથી શું? માત્ર તેની એક પ્રશાખાનેજ કાપીએ.'' આ પુરુષ કાપોત લેમ્પાવાળો જાણવો. (૩) પછી ચોથો બોલ્યો કે – “તે બિચારી નાની શાખાને કાપવાથી શું વિશેષ લાભ છે? માત્ર તેના ગુચ્છા તોડવાથીજ આપણું કાર્ય સિદ્ધ થશે.'' આ માણસ પીત (તેજો) લેશ્યાવાળો જાણાવો. (૪) પછી પાંચમો બોલ્યો કે – “ગુચ્છા તોડવાથી પણ શું? માત્ર પાકેલાં અને ભક્ષણ કરવા લાયક જોઈએ તેટલાં ફળોનેજ તોડીએ.'' આ પુરુષ પદ્મલેશ્યાવાળો જાણવો. (૫) હવે છઠ્ઠો બોલ્યો કે – “ફળો તોડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં તો આ વૃક્ષની નીચે પડેલા જ મળી શકે તેમ છે. તો તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ વૃક્ષને કાપી નાખવા વિગેરેના વિચારો શા માટે કરવા જોઈએ ?”” આ છેલ્લો શુક્લ લેયાના પરિણામવાળો જાણવો. જુદી જુદી લેશ્યાના કારણે ભાવોમાં ભચંકરપણું છ ધાડપાડુઓનું દૃષ્ટાંત – ધનધાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છે અધિપતિઓએ એકત્ર ઘઈને એક ગામમાં ઘાડ પાડી. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે – “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વિગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાખવા.” આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાના ૪૬૧ Page #524 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બાળા રે સ્વભાવવાળાનું વાક્ય સાંભળીને બીજો નીલ વેશ્યાવાળો બોલ્યો કે – “માત્ર મનુષ્યનેજ મારવા, પશુઓને મારવાથી આપણને શું ફળ છે? ત્યારે ત્રીજો કાપોત લેશ્યાવાળો બોલ્યો કે – “સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ? માત્ર પુરુષોને જ મારવા.” ત્યારે ચોથો તેનો વેશ્યાવાળો બોલ્યો કે – “પુરુષમાં પણ શસ્ત્રરહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીનેજ મારવા.” તે સાંભળી પાંચમી પદ્મ લેશ્યાવાળો બોલ્યો કે- “શસ્ત્રથારીમાં પણ જેઓ આપણી સામા યુદ્ધ કરવા આવે તેને જ મારવા. બીજા નિરપરાધિને શા માટે મારવા જોઈએ? છેવટે છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો બોલ્યો કે – “અહો! તમારો કેવો ખોટો વિચાર છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો અને વળી બિચારા પ્રાણીઓને મારવા ચાહો છો; માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લ્યો, પરંતુ તેમના પ્રાણનું તો રક્ષણ કરો.” આ પ્રમાણેની છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે કૃષ્ણ વેશ્યાવાળો નરકગતિ પામે છે, નીલ વેશ્યાવાળો થાવરપણું પામે છે, કાપોત વેશ્યાવાળો તિર્યંચ થાય છે, પીત વેશ્યાવાળો મનુષ્યગતિ પામે છે, પદ્મ લેશ્યાવાળો દેવલોકમાં જાય છે અને શુક્લ લેશ્યાવાળો જીવ શાશ્વત સ્થાન પામે છે. આ પ્રમાણે ભવ્ય જીવોએ વેશ્યાનો વિચાર જાણવો.” ગુરુના મુખથી ઉપર પ્રમાણે વેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો અને નિરંતર શુભ લેગ્યામાં વર્તી શ્રાવકઘર્મને અંગીકાર કરી અંતે સદ્ગતિ પામ્યો.” (પૃ.૬૪) ૧૮. સમ્યફ સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. સમ્યક સમય એટલે સ્વાધ્યાય, ધ્યાન, પૂજા, સામાયિક વગેરેના સમયમાં અપધ્યાન એટલે આર્તરૌદ્ર ધ્યાનનો ત્યાગ કરે. ચાર ઘડી એટલે ૯૬ મિનિટ સૂર્યોદય પહેલાં સવારે ઊઠી બ્રહ્મમુહૂર્તમાં દોઢ કલાક ઘર્મધ્યાન કરું. બ્રહ્મમુહૂર્તમાં જે સૂઈ રહે તે આળસુ અને રોગી થાય છે. સવારમાં ઊઠીને પહેલા ઘરના કે સંસારના આરંભ સમારંભના વિચાર કરું નહીં. કેમકે એ બઘા પાપના કામો છે. પણ સવારમાં વહેલા ઊઠી સ્મરણમંત્ર, ભક્તિ, સ્વાધ્યાય વગેરે કરું. “શ્રાવક તો ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમેં સુમરે શ્રી નવકાર, વહ ઊતરે ભવજળસેં પાર.” ૬૧૯. નામભક્તિ સેવીશ નહીં. માત્ર શબ્દો બોલી ભક્તિ કરી લીધી એમ માનીશ નહીં. પણ, ભક્તિ સાથે ભાવ લાવવા પ્રયત્ન કરીશ. ખાલી દ્રવ્ય ભક્તિ કરીને સંતોષ માનું નહીં. પણ સાથે ભાવભક્તિ કરવાનો લક્ષ રાખીશ; અર્થાતુ ઉપયોગપૂર્વક ભાવથી ભક્તિ કરવાનો પ્રયત્ન કરીશ. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “વીતરાગ ભક્તિ એટલે જેના રાગ દ્વેષ મોહ ક્ષય પામ્યા છે એવા ઉત્તમ પુરુષની ભક્તિ. જગતમાં ઘણા ભક્તો ભક્તિ કરે છે અને ભક્તિને મુક્તિનું કારણ માને છે, તો પણ વીતરાગ ભક્તિ કહેવાનું કારણ શું છે? જેણે આ સંસારનું સ્વરૂપ ભયંકર જાણ્યું છે, જન્મ, જરા અને મરણનાં દુઃખ સર્વોપરી માન્યા છે, ઇન્દ્રિયોનાં સુખને દુઃખના કારણ માન્યાં છે તથા જન્મ, મરણનાં કારણ જે કર્મ તે કેમ બંઘાય છે અને તેથી કેમ મુક્ત થવાય તેનો જેને નિર્ણય થયો છે અને તે નિર્ણયને આરાધી જે પરમ સુખી બન્યા છે તેવા ૪૬૨ Page #525 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ક વીતરાગ ભગવંતનું દર્શન, તેમનાં વચન અને તેમની દશા સર્વ જીવોને કલ્યાણનું કારણ હોવાથી તે જિનેશ્વરોની જ ભક્તિ કર્તવ્ય છે. પ્રશ્ન- ત્યારે જે લોકો ડાકોર દ્વારકાદિની યાત્રાએ જાય છે, ઘર્મને નામે દાનાદિક કરે છે, મંડળીઓ કાઢીને સસાહ આદિ ભક્તિ રાતદિવસ કરે છે, તે ભક્તિ મોક્ષનું કારણ બને કે કેમ? ઉત્તર - જેમની તે ભક્તિ કરે છે તેમના જો રાગદ્વેષ અને મોહ ક્ષય થયા ન હોય તો તેમનો મોક્ષ સંભવતો નથી, તો જે તેમને ભજે તેને મોક્ષ ક્યાંથી મળે? “ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ઘર્મમતમાં હોય છે, અને તેથી તે ઘર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા' નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્ન - ભક્તિના કોઈ પ્રકાર હશે કે કેમ? ઉત્તર - નવઘા ભક્તિ મનાય છે. પ્રશ્ન- તે નવ પ્રકાર કયા? ઉત્તર- “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંવન, સેવન, ધ્યાન; ધુતા, સમતા, એકતા, નવધા મત પ્રમાન.” - શ્રી નારીવાલ (૧) શ્રવણ ઃ ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી તે શ્રવણ ભક્તિ છે; તેમના ગુણો સાંભળી તેમનું માહાભ્ય હૃદયમાં વસવાથી આપણી વૃત્તિ તેવા બનવા પ્રેરાતી જાય છે. (૨) કીર્તન : તેમના ગુણગ્રામ કરતાં તેમના સ્વરૂપમાં મન જોડાય છે અને ઉત્તમ ભાવના પોષાય છે. શ્રવણ કીર્તનનો ક્રમ ઘણા આરાધે છે પણ આગળનો ક્રમ આરાઘનાર બહુ વિરલ જીવો હોય છે. (૩) ચિંતવન : ચિંતવન એટલે મનન કરવું; કથાદિ સાંભળીને સ્તવન કરીને, તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો જરૂરનો છે. (૪) વંદન: વંદન એટલે નમસ્કાર આદિ વિનય ભક્તિ કરવી. (૫) સેવનઃ સેવન એટલે ગુરુ આદિ પૂજ્યજનોની સેવાચાકરી, તેમનાં વચનામૃતોનું, આજ્ઞાનું ઔષઘની સમાન સેવન કરવું અને આત્મભ્રાન્તિરૂપ રોગ દૂર કરવો. (૬) ધ્યાન : ધ્યાન એટલે મનોવૃત્તિ જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી અથવા ઘર્મધ્યાન આદિ વડે ઘર્મમૂર્તિ બનવું. (૭) લઘુતા : પોતાનામાં ગુણોની વૃદ્ધિ થયા છતાં છલકાઈ ન જવું; બાહ્ય પદાર્થોનું, શાસ્ત્રજ્ઞાન આદિનું માહાત્મ ન લક્ષમાં રાખતાં, ફળ બેસતાં વૃક્ષની ડાળ નમે તેવા નમ્રભાવે વર્તવું તે. (૮) સમતા : “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” સર્વ જીવને પોતાના સમાન માની રાગદ્વેષ ન થવા દેવા, તે પરમાત્મદશા પામવાનો માર્ગ છે. (૯) એકતા: એત્વ ભાવના, અસંગ દશા; ઇષ્ટદેવમાં તલ્લીન થઈ જવું તે.” (પૃ.૩૯) એમ ઉપયોગપૂર્વક નવધાભક્તિ કરીશ. પણ નામભક્તિ સેવીશ નહીં. ૬૨૦. ઊભા ઊભા પાણી પીઉં નહીં. શાંતિથી બેસીને પાણી પીઉં અને તે પીતા વિચારું કે પાણી પીવાનો મારા આત્માનો સ્વભાવ નથી. એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે આ પાણી પીવા વગેરેની ઉપાથિમાંથી સર્વકાળને માટે હું મુક્ત થઈશ; અને આ જળકાયના જીવોને અભયદાન દઈશ. ૬૨૧. આહાર અંતે પાણી પીઉં નહીં. આહાર કર્યા પછી તુરત પાણી પીવાથી પાચનશક્તિમાં મંદતા આવે છે. માટે આહાર કર્યા પછી ૪૬૩ Page #526 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બે કલાકે પાણી પીવું જોઈએ એવો આયુર્વેદનો પણ મત છે. ૨૨. ચાલતાં પાણી પીઉં નહીં. ચાલતાં ચાલતાં પાણી પીવાથી કોઈ વાર શ્વાસ નળીમાં પાણી ચાલ્યું જાય તો શરીરને નુકસાન થાય. માટે ચાલતા ચાલતા પાણી પીઉં નહીં, પણ સ્થિર બેસીને પાણી પીઉં. ક૨૩. રાત્રે ગળ્યા વિના પાણી પીવું નહીં. રાત્રે પાણી પીવું જ નહીં એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. છતાં ન છૂટકે પીવું પડે તો ગાળીને પાણી પીવું જેથી અણગળ પાણીનો દોષ ન લાગે. ક૨૪. મિથ્યા ભાષણ કરું નહીં. અસત્ય વચન બોલું નહીં. સત્ય વચન બોલવાનો જ હમેશાં લક્ષ રાખું. “મોક્ષમાળા પ્રવેશિકા'માંથી – “સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા યોગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે - (૧) કન્યાલીક, મનુષ્યસંબંઘી અસત્ય; (૨) ગોવાલિક, પશુ સંબંધી અસત્ય; (૩) ભૌમાલીક, ભૂમિ સંબંઘી અસત્ય; (૪) ખોટી સાક્ષી; (૫) થાપણ મૃષા, એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઇનકાર જવું તે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થસત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાનો નિયમ, તેને દેશથી વ્રત ઘારણ કરનારે અવશ્ય કરવા યોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.” (પૃ.૬૭૭) - શ્રીમદ્ રાજચંદ્ર -ખંભાતમાં કરેલા ઉપદેશનો સાર ૬૨૫. સશબ્દોને સન્માન આપું. અવિનાશી એવા આત્માની શ્રદ્ધા કરાવે તેવા શબ્દો અથવા આત્માને જન્મમરણનો ભય ટાળી નિર્ભય બનાવે એવા જ્ઞાની પુરુષોના જે શબ્દો છે તે બધા શબ્દો છે. તેથી જ્ઞાની પુરુષોના વચનામૃતોને સન્માન આપું. પ.પૂ.પ્રભુશ્રીજીનું દ્રષ્ટાંત – પરમકૃપાળુદેવનો જ્યારે પત્ર આવે ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી તે પત્રને ઊંચે આસને મૂકી પ્રથમ વારંવાર નમસ્કાર કરે. પછી પત્ર ખોલે અને જાણે અમૃતના ઘૂંટડા પીતા હોય તેમ તેને પ્રેમપૂર્વક વાંચે. એમ વચનામૃતોને સન્માન આપવાથી તે જીવનમાં પરિણમે. માટે સત્પરુષોના સલ્શબ્દોને સન્માન આપું. “બોઘામૃત ભાગ-૩'માંથી – “ઘણા કાગળો જાય ત્યારે કોઈક દિવસે ઉત્તર મળતો. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિરોઘી સાધુઓ હોવાથી કોઈ બીજાના સિરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ૪૬૪ Page #527 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ રોમાંચ થઈ આવતો. ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સત્પુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા.’' (પૃ.૨૧૯) દુર્યોઘનનું દૃષ્ટાંત – યુધિષ્ઠિર સત્યવક્તા હતા. મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું ત્યારે દુર્યોધન યુધિષ્ઠિર પાસે ગયો અને કહ્યું કે કાલે મારે ભીમ સાથે લડવાનું છે. એની પાસે ગદા છે તેથી હું જીતી શકું તેમ નથી; માટે કંઈ ઉપાય હોય તો બતાવો. ત્યારે યુધિષ્ઠિર જે સત્યવક્તા હતા તેણે કહ્યું કે જો તારી માતા ગાંધારી આંખનો પાટો ખોલી તારા શરીરનું નિરીક્ષણ કરે તો તારી કાયા વજ્રમય બની જાય. એ સાંભળીને દુર્યોધન રાજી થતો પોતાની માતાના મહેલ તરફ ચાલ્યો. તે જોઈ કૃષ્ણ વચ્ચે આવીને ઊભા અને પૂછ્યું કે કેમ દુર્યોધન ! આજે બહુ આનંદમાં છો. ત્યારે તેણે કહ્યું—યુધિષ્ઠિરે કહ્યું છે કે તારી માતાની દૃષ્ટિ તારા શરીર ઉપર પડશે તો તું વજ્રમય થઈ જઈશ. તેથી હું જાઉં છું. ત્યારે કૃષ્ણે કહ્યું કે તું મૂર્ખા છે. તારી માતા પાસે નગ્ન થઈશ તો તારી માતા તારી સામે જોશે નહીં. તેથી તેણે સાથળથી લગાવીને કમર સુધી ઢાંકી દીધું. પછી એની માતાએ તેને જોયો તેથી એનું શરીર વજ્રમય થઈ ગયું. કારણ કે એ સતી હતી. પછી કૃષ્ણે ભીમને કહ્યું કે હવે તું ઘ્યાન રાખજે. બીજે ક્યાંય એને વાગશે નહીં; એક સાથળ અને કમરે વાગશે. આ કથાનો સારાંશ એ કે વૈરી એવો દુર્યોધન પણ સત્યવક્તા એવા યુધિષ્ઠિરના સત્ય શબ્દોને સન્માન આપે છે. ૬૨૬. અયોગ્ય આંખે પુરુષ નીરખું નહીં. કુદૃષ્ટિથી કોઈને જોઉં નહીં. તેમ કરવાથી ખોટા ભાવ વડે કર્મ બાંધી જીવ સંસારમાં રઝળે છે. શ્રી જૈન હિતોપદેશ'માંથી :- • વિષમ દૃષ્ટિથી કે મોહવૃષ્ટિથી કોઈને જોઉં નહીં. સમ (સરલ) દૃષ્ટિથી જોઉં, એમાં અનેક લાભ સમાયેલા છે. એમ કરવાથી આપણા પ્રત્યે શંકાશીલતા ટળે, લોક વિશ્વાસ બેસે અને લોકાપવાદ થવા ન પામે. વિષમ દૃષ્ટિના કારણે વાંકુ બોલી, વાંકુ ચાલી, જીવો બહુ દુઃખી થાય છે. છતાં એ અનાદિ કુચાલ સુધારવી જીવને મુશ્કેલ પડે છે. જેની ભાગ્યદશા જાગી કે જાગવાની હોય તે જ સીધે રસ્તે ચાલી શકે છે; એમ સમજી ધુમાડાના બાચકા ભરવા જેવો મિથ્યા પ્રયાસ નહીં કરતાં સીથી સડકે ચાલી, સ્વહિત સાધવા સદ્વિચારમાં પ્રવર્તવું. આવી રૂડી મર્યાદા સાચવીને ચાલતાં કોપેલાં દુર્જનો પણ શું વિરુદ્ધ બોલી શકે? કંઈ પણ છિદ્ર નહિ દેખાવાથી આડું અવળું બોલી શકે નહીં, માટે નિરંતર શુભ દૃષ્ટિ રાખી ચાલવું, બોલવું જેથી કોઈને ટીકા કરવાનો અવસર સાંપડે નહીં. (પૃ.૫૩) ૬૨૭. અયોગ્ય વચન ભાળું નહીં. જે વચન બીજાને સુખકર ન લાગે અથવા બોલવા જોઈએ નહીં તેવા વચન બોલું નહીં. ‘સમાધિસોપાન'માંથી :— “પરમાગમ ઉપદેશે છે કે આ જીવ અનંતાનંત કાળ તો નિગોદમાં જ રહ્યો. ત્યાં વચનરૂપ કર્મ-વર્ગણા જ ગ્રહણ કરી નથી. કારણ કે પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં અનંત કાળ કે અસંખ્યાત કાળ રહ્યો ત્યાં તો જિહ્વા ઇન્દ્રિય જ પામ્યો નહીં, બોલવાની શક્તિ પણ પામ્યો નહીં. બેઇન્દ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને અસંશી પંચેન્દ્રિય એ ચાર વિકલ ચતુષ્ક અને સંશી પંચેન્દ્રિય તિર્યંચ (પશુ,પક્ષી)માં જિહ્વાઇન્દ્રિય તો પામ્યો, પણ અક્ષરસ્વરૂપ શબ્દો ૪૬૫ Page #528 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ નહીં. મનુષ્યપણામાં વચન બોલવાની શક્તિ પ્રગટ થાય છે. આવી દુર્લભ વચનશક્તિ અસત્ય બોલીને બગાડી દેવી એ મહા અનર્થ છે. મનુષ્યભવનો મહિમા તો વચન વડે જ છે. નાક, કાન, જીભ, આંખ તો પશુને પણ હોય છે; ખાવુંપીવું, કામ-ભોગ આદિ પુણ્ય-પાપ પ્રમાણે ઢોરને પણ પ્રાપ્ત થાય છે; આભરણ, વસ્ત્ર આદિ, કૂતરાં, વાંદરા, ગઘેડાં, ઘોડા, ઊંટ, બળદ ઇત્યાદિને પણ પ્રાપ્ત થાય છે. પરંતુ વચન બોલવાની શક્તિ, સાંભળીને સમજવાની શક્તિ તથા ઉત્તર દેવાની શક્તિ તેમજ ભણવા, ભણાવવામાં ઉપયોગી વચનશક્તિ તે મનુષ્ય જન્મમાં મળે છે. માટે મનુષ્ય જન્મ પામીને જેણે વચન બગાડ્યું તેણે આખો ભવ બગાડ્યો. મનુષ્ય જન્મમાં લેવું-દેવું, કહેવું-સાંભળવું, પ્રતીતિ-પરીક્ષા, થર્મ-કર્મ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વગેરે કાર્યો વચનને આધીન છે. જેણે વચન બગાડ્યું તેણે તો બધો મનુષ્ય જન્મનો વ્યવહાર બગાડી દૂષિત કર્યો. માટે પ્રાણ જતાં પણ પોતાનું વચન દૂષિત ન કરો. (પૃ.૨૭૮) ૬૨૮. ઉઘાડે શિરે બેસું નહીં. વડીલોની મર્યાદા અર્થે ઉઘાડે શિરે બેસું નહીં. ૬૨૯. વારંવાર અવયવો નીરખું નહીં. - શરીરના અવયવો એટલે હાથ, મોટું વગેરે વારંવાર જોઉં નહીં. કારણ મોહ થવાનું તે નિમિત્ત છે. ઘણા પોતાના શરીરને અરીસામાં નીરખ્યા કરે. તેથી શરીર પ્રત્યેની આસક્તિ વધે. માટે વારંવાર શરીરના અવયવોને નીરખું નહીં. ૬૩૦. સ્વરૂપની પ્રશંસા કરું નહીં. પોતાનું સુંદરરૂપ હોય તો પણ તેની પ્રશંસા કરું નહીં. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - સનતકુમાર ચક્રવર્તીનું દ્રષ્ટાંત - “ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેના વર્ણ અને રૂપ અત્યુત્તમ હતા. એક વેળા સુઘર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રુચિ નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનકુમારના અંતઃપુરમાં ગયા. સનત્ કુમારનો દેહ તે વેળા મેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથુ ઘુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ઘુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજ તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે; એથી વિશેષ છે પણ ઓછું નથી. સનકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ઘારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારા રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચક્તિ થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે ૪૬૬ Page #529 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પછી અમે રાજસભામાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.” (પૃ.૧૦૯) સ્વરૂપ પ્રશંસા કરવાથી સનત્કુમાર ચક્રવર્તીની કાયા પણ ઝેરમય બની ગઈ માટે સ્વરૂપની પ્રશંસા કરું નહીં. ૬૩૧. કાયા પર ગૃદ્ધભાવે રાચું નહીં. ગીધ પક્ષી માંસ ઉપર વૃદ્ધભાવે રાચે છે, તેમ અજ્ઞાની જીવ આ શરીર ઉપર ગૃદ્ધભાવે એટલે અત્યંત આસક્તભાવે રાચે છે; તેમ રાચું નહીં પણ જેમ બને તેમ શરીરની આસક્તિનો ત્યાગ કરી દેહાધ્યાસ ઘટાડું અને આત્મભાવને પોષણ આપું. ૬૩૨. ભારે ભોજન કરું નહીં. મિષ્ટાન્ન, દૂધપાક વગેરે ભારે ભોજન કરવાથી પ્રમાદ થાય, બ્રહ્મચર્યને હાનિ પહોંચે, માટે ભારે ભોજન કરું નહીં. સાદું ભોજન પણ અલ્પ કરી પ્રમાદનો જય કરું. જેથી ઘર્મધ્યાન વિશેષ કરી મોક્ષ પુરુષાર્થ સાધી શકું. ૬૩૩. તીવ્ર હૃદય રાખું નહીં. કઠોર હૃદય રાખું નહીં અથવા નાની વાતમાં પણ શીઘ્ર ઉત્તેજિત થઈ જાઉં એવું ઉતાવળીયું મન રાખું નહીં. પણ ખમી ખૂંદવાની કે સહન કરવાની શક્તિ કેળવું. ૬૩૪. માનાર્થે કૃત્ય કરું નહીં. દાન વગેરે કોઈપણ કામ, માન મેળવવા માટે કરું નહી; પણ આત્માર્થે કરું. ૬૩૫. કીર્ત્યર્થે પુણ્ય કરું નહીં. માન મોટાઈ મેળવવા માટે પુણ્ય કરું નહીં. દાન વગેરે કરું તે પણ પુણ્યની ઇચ્છાથી નહીં પણ જન્મમરણથી મુક્ત થવા અર્થે લોભનો ત્યાગ કરવા કરું. ૬૩૬. કલ્પિત કથાસૃષ્ટાંત સત્ય કહું નહીં. 658 મનની કલ્પનાથી કથાઓ કે દૃષ્ટાંતોને ઘડે તેને સત્ય ઠરાવું નહીં. જેમકે સાપ, શિયાળ અને સસલું ત્રણેને ભાઈબંધી હતી. એ કલ્પિત દૃષ્ટાંત ઉપદેશામૃતમાં આપ્યું છે. તેને સત્ય કહ્યું નહીં. પણ એના ઉપરથી મહાપુરુષોને જે બોધ આપવો છે તેને ગ્રહણ કરું. તેમજ કલ્પિત કથાઓ મોહી જન જોડે, તેને વાંચીને સત્ય માની મોહ વધારું નહીં. ૬૩૭. અજાણી વાટે રાત્રે ચાલું નહીં. જે રસ્તાની મને ખબર ન હોય તે રસ્તે રાત્રે ચાલું નહીં. કારણ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જાઉં. માટે એવી હિંમત કદી કરું નહીં. ૬૩૮. શક્તિનો ગેરઉપયોગ કરું નહીં. જે આપણને શક્તિ મળી છે, તેનો બીજાને પીડવામાં, દુઃખી કરવામાં કે માયા પ્રપંચ કરવામાં દુરઉપયોગ કરું નહીં. પણ એ શક્તિનો ઉપયોગ ભગવાનની ભક્તિ કરવામાં, કોઈનો ઉપકાર કરવામાં કે વ્રત સંયમ પાળવામાં કરું કે જેથી જીવનું કલ્યાણ થાય. Page #530 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ‘આલોચાનાદિ પદ સંગ્રહ'માંથી :– “તારા પસાયથી મન, વચન ને શરીર આદિ જે શક્તિ હું પામ્યો છું તે સર્વે શક્તિ હું ખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં. માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હમેશાં બચાવ.’’ (પૃ.૨૪) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : ચંદ્રસિંહરાજાનું દૃષ્ટાંત – “રાજા – હે મુનિરાજ ! આજે હું આપના દર્શન કરીને કૃતાર્થ થયો છું. એક વાર મારું અબઘડીએ બનેલું, તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મનો સત્ત્વગુણી ઉપદેશ કરો. આટલું બોલ્યા પછી તે બંઘ રહ્યો. મુનિ – હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ. રાજા – (મનમાં) અહો ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું ! હશે. એ વાત પછી. હમણાં તો પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન્ ! મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા. પરંતુ તે પ્રત્યેક ઘર્મમાંથી મારી કેટલાંક કારણોથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે ય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણો પણ હતાં. એક મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું. કોઈ ધર્મમાં ધર્મગુરુઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મૂકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુક્ત સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતો. ઘણા ધર્મની લે–મેલમાં મેં છેવટે એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સંસારીશૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી પુરુષનો સંયોગ છે, અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દૃઢ થવાથી મને જેમ રુચ્યું, મને જેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓના શિયળભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રિબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યા છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય ! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતા. આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી.’’ (વ.પૃ.૨૨) આવી રીતે શક્તિનો ગેર ઉપયોગ કદી કરું નહીં. ૪૬૮ Page #531 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૬૩૯. સ્ત્રીપક્ષે ધન પ્રાપ્ત કરું નહીં. પોતાના સ્ત્રી પક્ષે અર્થાત્ સાસરાથી ધન પ્રાપ્ત કરવાની આશા રાખું નહીં. પોતાની પુત્રીને તેઓ પ્રેમથી કે વ્યવહારથી જે આપે તે યોગ્ય ગણું. પણ પોતે આળસુ બની સ્ત્રી સાથે કંકાસ કરી તેના પિયરથી ઘન લાવવા માટે કદી કહ્યું નહીં. પણ સ્વયં પુરુષાર્થી બની જાત મહેનત કરી ધન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરું. ૬૪૦. વંધ્યાને માતૃભાવે સત્કાર દઉં. વંધ્યા એટલે પુત્ર વગરની. તેનો તિરસ્કાર કરું નહીં, પણ તેને માતા સમાન ગણી તેનો સત્કાર કરું. ૬૪૧. અકૃતધન લઉં નહીં. અકૃત એટલે મહેનત કર્યા વિના ચોરી કે બીજી કોઈ અયોગ્ય રીતે કોઈનું ઘન લઉં નહીં. ૬૪૨. વળદાર પાઘડી બાંધુ નહીં. અર્થાત્ વળ વગરની પાઘડી બાંધું. ૬૪૩. વળદાર ચલોઠો પહેરું નહીં. ચલોઠો એટલે ખેસ. તે વળ આપીને પહેરું નહીં. ૬૪૪. મલિન વસ્ત્ર પહેરું. મુનિના મલિન વસ્ત્ર એ એની શોભા છે. ‘નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે.' એમનો ઉપયોગ વસ્ત્રમાં હોય નહીં, પણ આત્મામાં હોય. ૬૪૫. મૃત્યુ પાછળ રાગથી રોઉં નહીં. કોઈ મરી ગયું હોય તેની પાછળ રાગથી વિલાપ કરી રડું નહીં. કારણ કે ગયેલ વ્યક્તિ પાછી આવનાર નથી. માટે રાગથી રડી નવા કર્મ ઉપાર્જન કરું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી :– “વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંઘીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેઠનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંઘવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે.’’ (વ.પૃ.૫૦૧) ૪૬૯ Page #532 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “હે આર્ય માણેકચંદાદિ, યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂર્છાને લીધે, તમને કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાયે નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.’' (વ.પૃ.૫૦૨) ‘બોઘામૃત ભાગ-૧’માંથી :– ‘૨ડવાથી અશાતાવેદની બંધાય છે. આપણને વિચાર નથી આવતો. કાલે શું થશે તેની શી ખબર છે ? કૃપાળુદેવનું શરણું રાખવું તો બધાનું કલ્યાણ થવાનું છે. કોઈનું દુઃખ લેવાય નહીં. આપણું સુખ કોઈને દેવાય નહીં. આપણને પણ મરણ આવવાનું છે. આપણે ગભરાઈ જઈએ તો તે વખતે મરણ બગડી જાય. જે થવાનું છે તે તલભાર આછુપાછું થવાનું નથી. આપણા મનને દૃઢ કરવું. મંત્રમાં ચિત્ત રાખવું. કૃપાળુદેવનું શરણ છોડવા જેવું નથી. મનુષ્યભવ રડવા માટે નથી મળ્યો. આખું જગત આપણને કર્મ બંધાવી લૂંટી લે એવું છે. જે થવાનું હશે તે થશે, રૂડા રાજને ભજીએ. ગમે તેવું દુઃખ પડે તો પણ રડવું નથી. રડવાથી કોઈને લાભ નથી. જેનો દેહ છૂટી ગયો હેાય તેને પણ રડવાથી લાભ નથી. હરતાં ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' કરવું. એથી બળ મળે. શૂરવીર થાય તો કર્મ આવતાંય ડરે. “ખેદ નહીં કરતાં શૂરવી૨૫ણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ખેદ કરવાથી કંઈ કલ્યાણ થતું નથી. રોજ મરણ સંભારવું. મહેમાન જેવા છીએ. જેનું આયુષ્ય પૂરું થાય તેને જવું પડે.'’ (પૃ.૩૩૫) ૬૪૬. વ્યાખ્યાનશક્તિને આરાધું. વ્યાખ્યાનશકિતને ખીલવું. જેથી પોતાનો ઉપયોગ ભગવાનના વચનોમાં સ્થિર રહે અને બીજાને પણ લાભ થવાનો હોય તો થાય. ‘ઉપદેશામૃત'માંથી – “એક વખત વાંચી, પછી યાદ રહેલું વિસ્તારથી કહી જવું. એવો અભ્યાસ પાડવો. એ સ્વાઘ્યાય છે. એ તપ છે. એથી વાક્યલબ્ધિ વધે છે.’’ (ઉ.પૃ.૩૫૪) “મનમાં એમ રહે કે ‘આ મહારાજ પધાર્યા એટલે એ બોલશે; એ કેમ બોલતા નથી? શું ઓછું થઈ જવાનું છે? એ બોલે તો સારું, મારે બોલવું ના પડે.’ એ બધું છોડવા જેવું છે. ઊલટું બોલવાથી સ્વાધ્યાય થાય, લબ્ધિ વધે, પ્રમાદ જાય. બે બોલ બોલવાથી કંઈ બગડી જવાનું હતું? કોઈનું અહિત થઈ જવાનું હતું? પરિણામ ઉપર મોટો આધાર છે. તમે અને હું અહીં બેઠા છીએ પણ જેના પરિણામ આગળ ગયાં તે મોટો.’' (ઉ.પૃ.૩૩૦) “કોઈ પ્રશ્ન કરે તો ધીરજથી જે આપણને ઉત્તર સૂઝે તે કહેવામાં શી અડચણ છે? મરને પછી તર્કથી ગમે તેવો પ્રશ્ન કરેને. ખોટે ખોટો પ્રશ્ન ઊભો કર્યો હોય; તો પણ તેનો સરળતાથી પોતાને સમજાય તેવો દિલ ખોલીને ખુલાસો થાય તો સત્સંગમાં રંગ આવે. નહીં તો સત્સંગ શાનો? આપણે ક્યાં પકડ રાખવી છે? સમજમાં આવે તે કહેવું અને છેવટનું તો તે જ્ઞાની જ જાણે છે.’’ (ઉ.પૃ.૨૯૦) ‘પ્રભુશ્રી – જો ઉપદેશ દેવા જાય તો તો બંધ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. બાકી તો ઘ્યાન તે તરંગરૂપ થઈ પડે છે એ યાદ છે ને? તમે કહ્યું તે પણ ન્યાય છે. પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજી એકડો ૪૭૦ Page #533 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપવી રાખે તેનો કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો કે જે યાદમાં હોય કે સ્મૃતિમાં હોય તેનો – એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કાંઈ નુકસાન થવાનું છે ? ભલેને બધાય વહેલા વહેલા મોક્ષે જતા. કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ કોઈ તો નિકટભવી આમ કાને વાત પડતાં પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. અને કેટલાકને કેટલુંય સંઘર સંઘર કર્યું હોય છતાં પરિભ્રમણ કરવું પડે છે.'' (પૃ.૨૯૭) ૬૪૭. ધર્મ નામે ક્લેશમાં પડું નહીં. ધર્મના નામે ક્લેશ કરવાની ભગવાનની આજ્ઞા નથી. જેમકે કોઈ કહે સંવત્સરી ચોથની કરવી અને કોઈ કહે પાંચમની કરવી. પણ તેના નિમિત્તે કષાય ક્લેશ કરવા નહીં. ધર્મના નિમિત્તે જ ક્યાય ક્લેશ જીવ કરે તો પછી છૂટવાનો આરો ક્યાં રહ્યો. માટે ધર્મના નામે ક્લેશમાં પડું નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘સંવત્સરીનો દિવસ કંઈ સાઠ ઘડીથી વધતો ઓછો થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પોતાની કલ્પનાએ કરી કંઈ ફેર થતો નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમનો દિવસ ન પળાયો અને છઠે પાળે અને આત્મામાં કોમળતા હોય તો તે ફળવાન થાય. હાલમાં ઘણા વર્ષો તે થયાં પર્યુષણમાં તિથિઓની ભ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ઘર્મ કરે તો કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓનો ખોટો કઠાગ્રહ ન રાખતાં મૂકવો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાચ વધારે છે. હૂંઢિયા અને તપા તિથિઓનો વાંધો કાઢી-જાદા પડી – ‘શું જાદો છું' એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મોક્ષ જવાનો રસ્તો નથી. ઝાડને ભાન વગર કર્મ ભોગવવાં પડે છે તો મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભોગવવું પડે ? જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે.’’ (વ.પૃ.૭૦૭) વાડામાં ક્લ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. હૂંઢિયા શું ? તપા શું? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે કુંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હોય ! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિનો છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તો તે માનવું નહીં, એમ કલ્યાણ હોય નહીં. ઢુંઢિયાપણું કે તપાપણું માન્યું તો કષાય ચઢે; તપો ઢુંઢિયા સાથે બેઠો હોય તો કષાય ચઢે; અને ઢુંઢિયો તપા સાથે બેઠાં કષાય ચઢે; આ અજ્ઞાની સમજવા, બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહોરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો. જૈન માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યા જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે? તો તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે, જીવ અવળી સમજણ કરી પોતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા હૂંઢિયાના સાધુને, અને હૂંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પોતાના શિષ્યોને ૪૭૧ Page #534 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપદેશ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તો તો કષાય ઓછા થાય, નિંદા ઘટે. (પૃ.૭૩૦) સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. જે દિવસ જ્ઞાનીપુરુષોએ નિશ્ચિત કર્યો હોય છે તે આજ્ઞાનું પાલન થવા માટે હોય છે. જ્ઞાની પુરુષ આઠમ ના પાળવાની આજ્ઞા કરે અને બન્નેને સાતમ પાળવાની કહે અથવા સાતમ આઠમ વળી ભેગી કરશે એમ ઘારી છઠ કહે અથવા તેમાં પણ પાંચમનો ભંગ કરશે એમ ઘારી બીજી તિથિ કહે તો તે આજ્ઞા પાળવા માટે કહે. બાકી તિથિબિથિનો ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જો ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો.” (વ.પૃ.૭૦૩) ૬૪૮. તારા ઘર્મ માટે રાજદ્વારે કેસ મૂકું નહીં. તારા ઘર્મ સંબંઘી કોઈ વિક્ષેપનું કારણ ઊભું થાય તો પણ રાજકારે કેસ મૂકું નહીં. પણ પરસ્પર સમાધાન કરવાનો પ્રયાસ કરું. ૬૪૯. બને ત્યાં સુધી રાજદ્વારે ચટું નહીં. બને ત્યાં સુધી કોઈપણ કાર્ય નિમિત્તે રાજદ્વારે ચઢું નહીં. ૬૫૦. શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. શ્રીમંત અવસ્થામાં વિનય, વિવેક પ્રગટે એવી ઘાર્મિક વિદ્યાશાળાઓ સ્થાપી લોકોનું હિત કરું. પૈસાનો સદુઉપયોગ કરું. “સા વિદ્યા યા વિમુવત’ સાચી વિદ્યા તે જ કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે – “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.” (વ.પૃ.૩૯૦) “સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ઘર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ઘીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું.” (વ.પૃ.૧૨૭) ૬૫૧. નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. પૂર્વકર્મના ઉદયે ઘન વગેરે જતું રહ્યું હોય તો પણ ખેદ કરું નહીં. કારણ લક્ષ્મી વગેરે બધું નાશવંત છે. રાજા હોય તે રંક થઈ જાય અને રંક હોય તે રાજા થાય એવું સંસારનું સ્વરૂપ છે. માટે તેમાં શું શોક કે હર્ષ કરવો. જે થાય તે સમભાવે ભોગવું, જેથી નવા કર્મ બંઘાય નહીં અને જૂના છૂટી જાય. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ઘારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું ૪૭૨ Page #535 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે.'' (પૃ.૩૧૪) એક નિર્ધન મનુષ્યનું દૃષ્ટાંત – સર્વથી શ્રેષ્ઠ ધન સંતોષધન, એક મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. ત્યાં એક નિર્ધન માણસે આવી મહાત્માને કહ્યું કે મહાત્મા ! હું બહુ દુઃખી છું, તેનો કોઈ ઉપાય બતાવો. મહાત્માએ કહ્યું : જા સામે તળાવના કાંઠે રત્નચિંતામણિ પડ્યો છે તે લઈ લે. ત્યાં જઈ તેણે તે રત્નચિંતામણિ લીઘો અને તે વડે ઇચ્છિત વસ્તુ મેળવી પણ તેને વિચાર આવ્યો કે આ મહાત્માએ તે કેમ ન લીધો? પછી મહાત્મા પાસે જઈ પૂછ્યું કે આપે તે રત્નચિંતામણિ કેમ ન લીધો? ત્યારે મહાત્માએ કહ્યું : અમારી પાસે તેથી પણ વિશેષ સંતોષરૂપ ઘન છે, જેથી એ ઘન અમને ધૂળસમાન લાગે છે. એમ કર્મ ઉદયે નિર્ધનાવસ્થા પામ્યું તો હું પણ ભૌતિક સામગ્રીને તુચ્છ ગણી સંતોષભાવ કેળવવા પ્રયત્ન કરું. *હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – “ઉત્તમ મનુષ્ય કદી લાભાંતરાયનો ઉદય થવાથી પ્રાપ્ત થયેલ ઘન ખોવે તો પણ દિલગીર ન થાય, તેના કારણોનો વિચાર કરી તેવા તેવા કારણ તજે અને લક્ષ્મી મેળવવાના સદુપાયો ચિંતવી તે માટે પ્રયત્ન કરે; કારણ કે લક્ષ્મી ઉદ્યમવંતની દાસી છે. ઉદ્યમવંત જ તે મેળવી શકે છે; પરંતુ તે ઉદ્યમ ધર્મી જીવોને સત્વર ફળીભૂત થાય છે, માટે દરેક રીતે ધર્મ કરવો. જે વખતે સંપત્તિ ઘટે ત્યારે વિચાર કરે કે ‘કાપેલું વૃક્ષ પણ પાછું ફળે છે–વધે છે; ચંદ્ર કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલો શુક્લપક્ષમાં પાછો વધે છે; તેમ આપત્તિ પણ આવેલી પાછી જાય છે ને સંપત્તિ પ્રાપ્ત થાય છે.' માટે ઉત્તમ પુરુષે તો આપત્તિમાં ને સંપત્તિમાં બંનેમાં સમાન વૃત્તિ રાખવી. સંપત્તિ આવ્યે હરખાઈ જવું નીં અને વિપત્તિ આવ્યે અકળાઈ જવું નહીં. વળી આપત્તિ ને સંપત્તિ બંને મોટાને જ હોય છે. ગ્રહણ ચંદ્ર ને સૂર્યનું જ થાય છે, બીજા જ્યોતિષ-ચક્રનું થતું નથી. મૂળથી દરિદ્રીને આપત્તિ કે સંપત્તિ હોતી નથી. વળી ચિંતા પણ સુજ્ઞને હોય છે, મૂર્ખને હોતી નથી. મૂર્ખ તો સદા નિશ્ચિંત જ હોય છે. આના વિષે દૃષ્ટાંત નીચે પ્રમાણે – ― આભડશેઠનું દૃષ્ટાંત – પાટણશહેરમાં શ્રીમાળી જ્ઞાતિના નાગરાજ નામે શેઠ હતા. લોકો તેને કોટીધ્વજ કહેતા હતા. તેને મેલાદેવી નામે સ્ત્રી હતી. અન્યદા તે સગર્ભા થઈ, તેવામાં નાગરાજ શેઠ મૃત્યુ પામ્યા, એટલે રાજાએ તેને અપુત્રીઓ જાણીને તેનું સર્વ દ્રવ્ય લઈ લીધું. મેલાદેવી પોતાને પિયર ઘોળકે ગઈ. ત્યાં તેને અમારી પડહ વગડાવવાનો દોહલો થયો. તેના પિતા દ્રવ્યવાન હોવાથી તેણે અમારી પડહ વગડાવી, જીવહિંસા અમુક દિવસો સુધી બંધ રખાવી, તેનો દોલો પૂર્યો. અનુક્રમે તેને પુત્રનો પ્રસવ થયો. તેનું નામ તેના માતામહે અભય રાખ્યું, પરંતુ લોકોમાં તો તે આભડ નામથી પ્રસિદ્ધ થયો. પછી આભડ માતાની રજા લઈને યોગ્ય ઉંમરે પાટણ ગયો. ત્યાં પોતાના જીર્ણ ગૃહમાં રહેતાં તેમાંથી તેના પુણ્યયોગે દ્રવ્ય પ્રગટ થયું. તે દ્રવ્યવાન થઈને વ્યાપાર કરવા લાગ્યો, અને લાછલદે નામની સ્ત્રી પરણ્યો. અનુક્રમે કોટીજ થયો અને તેને પુત્ર થયા. વળી પાછો અશુભ કર્મનો ગાઢ ઉદય થવાથી તે નિર્ધન થઈ ગયો, એટલે તેની સ્ત્રી ત્રણે પુત્રોને લઈને પોતાને પિયર ગઈ. આભડ ઘરમાં એકલો રહ્યો. તે પોતાને ન છાજે તેવા ચર્મની કોથળી ઘસવી વિગેરે ઉદ્યોગ પેટને માટે કરવા લાગ્યો. એમ કરતાં એક માણું અનાજ મળે એટલે તે પોતાને હાથે દળે, હાથે રાંધે અને એકલો જમે. આ પ્રમાણે દુઃખમાં દિવસો વ્યતિક્રમાવવા લાગ્યો. કર્તા કહે છે કે – ૪૭૩ Page #536 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ચંદ્રમાં એક દિવસ ખાંડો, એક દિવસ ગોળ, એક દિવસ લાંબો ને એક દિવસ માત્ર લીટી જેવો દેખાય છે; તેના પણ સરખા દિવસો જતા નથી. તેમ આભડશેઠ પણ કોટીધ્વજ હતો, છતાં નિર્ધન થઈ જવાથી જ્યાં ત્યાં ભટકે છે; માટે હે પુરુષ!માન કરીશ નહીં, કેમકે જેવી કાલ તેવી આજ નથી. અન્યદા આભડશેઠ હેમચંદ્રાચાર્ય પાસે ગયા અને તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં પાંચમા વ્રતમાં પરિગ્રહનું પરિમાણ કરતાં તેણે સો પચાસ રૂપિયા રાખવા ઘાર્યું. ગુરુમહારાજે કહ્યું કે – આટલા દ્રવ્યથી તારું મન સ્થિર નહીં રહે; કારણ કે આગળ ઉપર તને ઘણી લક્ષ્મી મળવાની છે.” તેણે હજાર રાખવા કહ્યું, ગુરુએ તો પણ ના કહી, એટલે લાખ રાખવા ઇચ્છા જણાવી, લોકો હસવા લાગ્યા. પણ ગુરુમહારાજે તેટલાથી પણ નહીં સરે' એમ કહ્યું, એટલે નવલાખ રાખ્યા અને તેનાથી વધારે થાય તો પુણ્યકાર્યમાં ખર્ચીશ” એમ કહ્યું. ગુરુએ તેને તે પ્રમાણે નિયમ કરાવ્યો. હવે તેની પાસે પાંચ દામ હતા. તેટલા વડે એક બકરીના ગળામાં ઇંદ્રનીલ બાંધેલું હતું તે ખરીદું. પછી તેના ઘણા માણેક કર્યા અને લાખ લાખ રૂપિયે એકેક મણકો વેચાણો, તેથી તેની પાસે ઘણું દ્રવ્ય થયું. પાછો અનુક્રમે કોટી ધ્વજ થયો, એટલે સ્ત્રી પુત્ર પણ આવીને મળ્યા. તેણે નગરમાં દુઃખીઓનું દુઃખ ટાળવા પડહ વગડાવ્યો અને મુનિરાજને વૃત વિગેરેનું દાન દેવા લાગ્યો. આભડશેઠ લક્ષ્મી મળી એટલે આનંદથી સ્વામીવત્સલ કરવા લાગ્યા. જિનેશ્વરની પૂજા-ભક્તિ કરવા લાગ્યા. દાનશાળા મંડાવી. શ્રી સંઘની (તમામ જૈનબંધુની) વર્ષમાં બે વાર ભક્તિ કરવા લાગ્યા. જિર્ણોદ્ધાર, ચૈત્યોનો તેમજ પુસ્તકોનો કરાવ્યો. આ પ્રમાણે તેના ૮૪ વર્ષના આયુષ્યમાં કુલ સરવાળો કરતાં તેણે ૯૮લાખ દ્રવ્ય ખર્ચી. અંતસમયે તે સરવાળો જાણી તેને ખેદ થયો કે “હું એક કરોડ પૂરા ખર્ચે ન શક્યો?” તે સાંભળીને તેના પુત્ર તેના શ્રેયાર્થે આઠ લાખ બીજા ખચેવાનું કબૂલ કર્યું, અને દશ લાખ ખર્ચે એક ક્રોડ ને આઠ લાખનો સરવાળો કર્યો. આભડ શેઠ અનશન કરી મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે આભડશેઠનો પ્રબંધ સાંભળીને ઉત્તમ પુરુષે ઘન જાય ત્યારે શૈર્ય અને ઘર્મ છોડવો નહીં અને ઘન આવે ત્યારે ગર્વ કરવો નહીં. કદી પાછું ન આવે તોપણ હૃદયમાં ખેદ કરવો નહીં, સમભાવમાં રહેવું, કારણ કે જગતમાં સંતોષ જ સર્વ કરતાં વડો છે, શ્રેષ્ઠ છે, કલ્પવૃક્ષ સમાન છે. માટે નિર્ણન અવસ્થા આવ્યું પણ શોક કરવો નહીં. (પૃ.૧૧૩) ૬૫૨. પરદુઃખે હર્ષ ઘરું નહીં. બીજાનું દુઃખ દેખી આનંદ માનું નહીં, પણ તેનું દુઃખ નિવારવા યથાશક્તિ મદદ કરું. પરદુઃખે હર્ષ ઘરવાથી પરભવમાં પોતે પણ તેવા દુઃખનો ભોક્તા થાય. માટે સર્વ જીવો સદા સુખી રહો, નિરોગી રહો એવી ભાવના કર્યા કરું. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'ના આઘારે : બ્રાહ્મણનું દ્રષ્ટાંત - હસ્તિનાપુરમાં એક દિવસ મુનિ મહાત્મા ભિક્ષા માટે પધાર્યા. ત્યાં એક શેરી હતી. તેમાં કોઈ ચાલતું તો તરત મૃત્યુ પામતું. કારણ કે તે શેરી કોઈ વ્યંતરના ઉપદ્રવથી અગ્નિ જેવી તપેલી રહેતી. તે શેરી માણસના સંચાર વિનાની જોઈને મુનિએ ત્યાં ઊભા રહેલ બ્રાહ્મણને પૂછ્યું કે “આ શેરીમાં માણસો ચાલે છે કે નહીં?” તેણે ‘ભલે આ મુનિ બળી જાય એવા દુષ્ટ આશયથી કહ્યું કે “હા ચાલે ४७४ Page #537 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ છે.” તે સાંભળી મુનિ તે શેરીમાં ઈર્યાપથિકી પૂર્વક ચાલવા લાગ્યા. પણ તેમના તપના પ્રભાવથી તે શેરી શીતળ થઈ ગઈ. તે જોઈ બ્રાહ્મણને થયું કે “અહો! આ કોઈ તપસ્વી છે' એમ જાણી વિસ્મય પામ્યો અને મુનિ પાસે આવી કહ્યું – મેં આપને એ શેરીમાં આ જવાની આજ્ઞા આપી તે પાપથી હું કેવી રીતે છુટીશ? ત્યારે મુનિએ કહ્યું – દીક્ષા ગ્રહણ કર. તે સાંભળી તેણે દીક્ષા લીધી. પણ બ્રાહ્મણ હોવાથી જાતિમદ કર્યો. ત્યાંથી દેહ છોડી સ્વર્ગે ગયો. પણ જાતિમદના કારણે દેવલોકથી ચ્યવી ચંડાળને ઘેર ઉત્પન્ન થયો. ત્યાં ફરી દીક્ષા લઈ હરિકેશી મુનિ બની અનુક્રમે કર્મનો ક્ષય કરી પરમપદને પામ્યા. કથાના સારરૂપે, બીજા દુઃખી થાય તે જોઈ પરના દુઃખે હર્ષ માનું નહીં; પણ કોઈનું દુઃખ દૂર થાય એવો યથાશક્તિ પ્રયત્ન કરું. ૬૫૩. જેમ બને તેમ ઘવળ વસ્ત્ર સજું જેમ બને તેમ ઘવળ એટલે સફેદ વસ્ત્ર પહેરું. સાદગી સાથે તે પહેરવાથી મનની પવિત્રતા ઉપર તેની સારી અસર થાય છે. સફેદ કપડા સાદગી સૂચવે છે. રંગબેરંગી કપડાં પહેરવાનો મોહ ઓછો થાય તો સફેદ કપડા પહેરવાનું બની શકે એમ છે. ૬૫૪. દિવસે તેલ નાખું નહીં. “બોઘામત ભાગ-૩'માંથી – ‘દિવસે તેલ નાખું નહીં'=પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં; કારણકે હજામત, સ્નાન વગેરે સાધનોથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે.” (પૃ.૪૨૮) ૬૫૫. સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. બોઘામૃત ભાગ-૩'માંથી :- “રાત્રિએ તેલ નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મોહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તો દિવસે શરીર-સંસ્કાર કરી લે છે.” (પૃ.૪૨૮) ૬૫૬. પાપપર્વ એવું નહીં. હોળી વગેરે પર્વો પાપપર્વો છે. તે લૌકિક અને ભવની પરંપરાને વઘારનાર હોવાથી ઘર્મને જાણનાર એવા ઉત્તમ જીવોએ તે પર્વનો ત્યાગ કરવો. એની કથા નીચે પ્રમાણે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી – હોળીકાનું દ્રષ્ટાંત - એક પાપમાંથી અનેક પાપ થતાં સંસારની વૃદ્ધિ. હોળીકા મનોરથ શ્રેષ્ઠીની પુત્રી હતી. તે બાળ વિઘવા થઈ. “નવરો બેઠો નખોદ વાળે તેમ તે પણ નવરી બેઠી ખોટા વિચાર કર્યા કરતી. એક દિવસ તે ગોખમાં બેઠેલી હતી. ત્યાંથી કામપાલ નામના પુરુષને જતા જોયો. તેને જોઈ તેનો કામવિકાર જાગૃત થયો. ટૂંઢા નામની પરિવ્રાજીકાએ તે બન્નેનો મેળાપ કરાવી દીધો. એકવાર હોળીકા તથા કામપાલે વિચાર્યું કે આપણી ગુરૂવાત આ ટૂંઢા જ જાણે છે. કાલે ઊઠીને આપણી વાત તે બહાર પાડી દેશે માટે એને જ મારી નાખીએ; એમ વિચારી જે ઝૂંપડીમાં ઢંઢા સૂતી હતી તે ઝૂંપડીને જ સળગાવી દીધી. ટૂંઢા મરીને વ્યંતરી થઈ અને હોળીકા કામપાલ સાથે ઘરથી ભાગી ગઈ. પણ લોકોએ એમ જાણ્યું કે હોળીકા બળીને સતી થઈ છે માટે હોળીનું પર્વ ઉજવી તેને પૂજવા લાગ્યા. હવે પેલી ઢંઢા તાપસી જે મરીને વ્યંતર જાતિમાં દેવી થઈ તેણે વિભંગ જ્ઞાનથી જોયું કે “અહો! આ લોકો મહા ૪૭૫ Page #538 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અસતી એવી જીવતી હોળીકાને પૂજે છે, તેની સ્તુતિ કરે છે પણ મને કોઈ સંભારતું પણ નથી. “એમ વિચારીને તે ગામ ઉપર એક મોટી શિલા વિધુર્થીને તે બોલી કે “મને સંતોષ આપનાર એક મનોરથ શ્રેષ્ઠી વિના બીજા સર્વને હમણાં જ આ શિલાથી ચૂર્ણ કરી નાખીશ.’’ તે સાંભળીને રાજા વિગેરે સર્વ લોક, ભય પામી મનોરથ શ્રેષ્ઠીને શરણે ગયા. ત્યારે તે શ્રેષ્ઠીએ પૂજા વિગેરે કરીને કહ્યું કે '‘દેવ કે દાનવ જે હોય તે પ્રગટ થઈને જે ઇચ્છા હોય તે કહો, અમે નગરના સર્વ લોકો તે પ્રમાણે કરીશું’ તે સાંભળીને ઢૂંઢા વ્યંતરી પૂર્વનો સર્વ વૃત્તાંત કહીને બોલી કે ‘‘હોળીનું પર્વ આવે ત્યારે સર્વ પૌરજનો ભાંડચેષ્ટા કરે, પરસ્પર ગાળો દે, ધૂળ ઉછાળે, શરીરે કાદવ ચોળે ઇત્યાદિ કરે તો આ ઉપદ્રવ હું શાંત કરું.'' તે સાંભળીને લોકોએ તે પ્રમાણે અંગીકાર કર્યું. ત્યારથી ઘૂળેટીનું પર્વ સર્વત્ર પ્રસર્યું. “લોકો ગાડરિયા પ્રવાહ જેવા છે, તે પરમાર્થને સમજતા નથી.” અહીં ઉપદેશવચન આ પ્રમાણેના ઘારી રાખવાં કે “એક અસંબંધ વાક્ય બોલવાથી, ગાળી પ્રદાનાદિ કરવાથી જીવ અનેક ભવમાં ભોગવવું પડે તેવું પાપકર્મ બાંધે છે, માટે અશુભ પ્રલાપનો ત્યાગ કરીને દ્રવ્યથી હુતાશિની પર્વને (હોળીપર્વને) સર્વથા તજવું અને ભાવથી બુદ્ધિપૂર્વક શુભ વાક્યને અંગીકાર કરી સ્વપરને હિતકારી વાક્યો બોલવાં.’’ “દુષ્ટ વાક્યના વિસ્તારવાળું, મિથ્યાત્વથી ભરેલું અને સંસારસાગરમાં ડુબાવનારું આ હોળી લૌકિક પર્વ શ્રી જિનેન્દ્ર આગમના તત્ત્વની ઇચ્છાવાળા લોકોએ અવશ્ય ત્યાગ કરવું. (પૃ.૨૦૭ના આધારે) શ્રી પર્યુષણાદિ પર્વોની કથા'માંથી – વળી ગુરુ કહે છે કે “જે પ્રાણી બળતી હોળીની ઝાળમાં એક મુષ્ટિ ગુલાલ નાખે તેને દશ ઉપવાસનું આલોચણ આવે તથા જો એક લોટો પાણીનો રેડે તો એકસો ઉપવાસનું આલોચણ આવે, છાણાં નાખે તો પચીસ ઉપવાસ, એક ગાળ બોલે તો પંદર ઉપવાસ, હોળીના ગીત ગાય તો દોઢસો ઉપવાસ, છાણાનો હાર કરી નાખે તો સો વાર બળી મરવું પડે, શ્રીફળ નાખે તો હજાર વાર બળી મરવું પડે, એક સોપારી નાખે તો પચાસ વખત બળી મરવું પડે, હોળી સળગાવે તો હજાર વખત ચંડાળના કુળમાં ઊપજવું પડે, વળી જે પુરુષ હોળીમાં ભુખ્યો રહી વ્રત કરે તે એક હજાર વખત મ્લેચ્છના કુળમાં ઊપજે. માટે આવા મિથ્યાત્વને ગાઢ કરનારા પર્વનો ભાવથી ત્યાગ કરું. (પૃ.૫૯) ૬૫૭. ધર્મી, સુયશી એક કૃત્ય કરવાનો મનોરથ ધરાવું છું. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મમાંથી ઉત્તમ પ્રકારનું દાન આપીને કે મુશ્કેલીના વખતમાં પણ અખંડ શીલ પાળીને કે ઇચ્છાઓને રોકી તપ આરાધીને કે રાગદ્વેષના ભાવ ઘટાડવા માટે આત્મધર્મ પ્રબળપણે આરાધવાનો મનોરથ ધરાવું છું. જેનો સુયશ સહેજે ફેલાય પણ તેની ઇચ્છા ખરા આરાધકને હોતી નથી. ૫૮. ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. કર્મના ઉદયે કોઈ મને ગાળ દે તો શાંતિથી સાંભળું પણ સામી ગાળ દઉં નહીં. ગૌતમબુદ્ધનું દૃષ્ટાંત – કોઈ ગાળો આપે પણ પોતે ન લે તો? એક વખત ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી. ત્યારે બુદ્ધે કહ્યું કે ભાઈ ! કોઈ વસ્તુ આપે પણ સામો વ્યક્તિ ન લે તો તે કોની પાસે રહે ? તે ભાઈ કહે તે તો તેની પાસે જ રહે. ત્યારે બુદ્ધે કહ્યું કે તમે મને જે ગાળો આપી, તેમાંથી મેં કાંઈ ૪૭૬ Page #539 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લીધી નથી માટે તે બધી તમારી પાસે જ રહી. ગુરુ નાનકનું દ્રષ્ટાંત – ગુરુનાનકે સવળું લીધું. ગુરુનાનક સંત હતા. તેમના શિષ્યને કોઈએ કહ્યું - તારા ગુરુ તો કૂકડા જેવા છે. શિષ્ય ગુરુનાનકને વાત કહી. ત્યારે ગુરુનાનક કહે – એણે બરાબર કહ્યું છે. કૂકડો સવારમાં સુતેલાને જગાડે છે તેમ હું પણ મોહનિદ્રામાં સુતેલા જીવોને જગાડું છું. ૬૫૯. શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. જે વડે મારું અંતઃકરણ શુક્લ એટલે પવિત્ર થાય તેવા એકાંતનું નિરંતર સેવન કરું. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોઘ એવો કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી? તેનું સમાધાન તત્કાળ છે કે, તેઓ એકસ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે; અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ઘર્મધ્યાનપ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે.” (વ.પૃ.૭૫) ૬૬૦. સર્વ ઘાક મેળાપમાં જઉં નહીં. ઘાક એટલે ભય અથવા બીક. જ્યાં ભયના સ્થાન હોય તેવા સર્વ મેળાવડામાં જઉં નહીં. જ્યાં આત્મધર્મને પોષણ મળે તે સિવાય બીજા મેળાવડામાં જઉં નહીં. જ્યાં ખાવું, પીવું, રંગરાગ, ગાનતાન હોય અર્થાત જ્યાં ઘર્મના નામે પણ મોહનું વાતાવરણ જામ્યું હોય તેવા મેળાવડામાં જઉં નહીં અથવા જ્યાં તાળીઓ પાડીને ગમે તેમ ગાતા હોય અથવા જ્યાં મોટા મેળામાં કોઈ માણસ પગ નીચે દબાઈને મરી પણ જાય એવા ગાડરીયા પ્રવાહરૂપ મેળામાં જઉં નહીં. “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા'માંથી - શ્રી મનસુખભાઈ કીરતચંદનો પ્રસંગ – શ્રીમદ્ કહે મેળામાં ગયા હતા? ત્યાં શું જોયું? મનસુખભાઈ કહે–સાહેબ, ઘણું જોયું, વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ છે, તે જોયા. શ્રીમ કહે—લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગો વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે. (પૃ.૧૫૮) ૬૧. ઝાડ તળે રાત્રે શયન કરું નહીં. ઝાડ નીચે સુવાથી ઝાડ ઉપર બેઠેલ પક્ષી આપણા ઉપર વિષ્ટા કરે અથવા ઝાડની ડાળી તૂટી જાય તો મરણનો ભય રહે, તેમજ રાત્રે ઝાડમાંથી એક પ્રકારનો ખરાબ વાયુ છૂટે છે જે શરીરને પણ નુકસાન કર્તા છે માટે રાત્રે ઝાડ તળે શયન કરું નહીં. ४७७ Page #540 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૬૬૨. કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. રાત્રે કૂવાના કાંઠે બેસે અને ઊંઘનું ઝોકું આવી જાય તો કૂવામાં જઈ પડે. માટે રાત્રે કૂવાના કાંઠે બેસુ નહીં. ૬૬૩ ઐક્ય નિયમને તોડું નહીં. ઘાર્મિક સ્થાનોમાં કે સમાજમાં અથવા કોઈપણ સ્થાને ઐક્ય એટલે એકતા માટે જે નિયમો ઘડ્યા હોય તે નિયમોને તોડું નહીં; પણ એક્તા કેમ વધે તેમ કરું. કારણ કે એકતામાં બળ છે, એકલપણામાં બળ નથી.જેમ કે એક લાકડીને તોડી શકે પણ લાકડીનો ભારો હોય તો તોડી શકે નહીં. ૬૬૪. તન, મન, ઘન, વચન અને આત્મા સમર્પણ કરું છું. મન, વચન અને કાયા તેની આજ્ઞાએ પ્રવર્તાવું, ઘનનો પણ તેના કહ્યા પ્રમાણે સઉપયોગ કરું તેમજ આત્માનો ઉપયોગ પણ સત્પરુષના સ્વરૂપમાં કે વચનમાં રાખું તો તન, મન, ઘન, વચન અને આત્મસમર્પણ થયું ગણાય. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કોઈપણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાઘન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬) “તનસેં, મનમેં, ઘનસેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” (વ.પૃ.૨૯૬) ૬૬૫. મિથ્યા પરદ્રવ્ય કોઈએ થાપણ મુકી હોય અથવા ચોરી કરીને કે કોઈને ઠગીને અથવા હિસાબમાં ચૂકવીને કે રસ્તામાં પડેલું દ્રવ્ય મળ્યું હોય તે પારકું દ્રવ્ય લઉં નહીં. એવા મિથ્યા પરદ્રવ્યનો ત્યાગ કરું છું. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા-૨'માંથી :- પુત્ર વિના મરેલાનું પ૨દ્રવ્ય લેવાનો ત્યાગ કુમારપાળરાજાનું દ્રષ્ટાંત - એક વખતે રાજાની સભામાં ચાર મહાજનના મુખ્ય પુરુષો આવ્યા. રાજાને નમી વિલખા થઈને બેઠા. એટલે કુમારપાળ રાજાએ પૂછ્યું કે – “આજે સભામાં આવવાનું શું કારણ છે? અને તમે કેમ આમ વિલખા થઈ ગયા છો? શું કોઈની તરફથી તમારો પરાભવ તો નથી થયો? મહાજન બોલ્યા કે, “હે રાજેંદ્ર! આપના જેવા પ્રજાવત્સલ અને દયાળુ રાજા પૃથ્વી પર રાજ્ય કરતા સતા અમને પરાભવ કે દુઃખ શેનું હોય? પણ એક હકીત નિવેદન કરવાની છે તે માટે અમે આવેલા છીએ. તે હકીકત એ છે કે – આપણા ગુર્જરદેશન નિવાસી કુબેરદત્ત નામે એક મુખ્ય શ્રેષ્ઠી સમુદ્રમાર્ગે વ્યાપારાર્થે ગયેલો તે પાછો આવતાં માર્ગમાં મૃત્યુ પામી ગયો છે. તેથી તેનો પરિવાર તે શ્રેષ્ઠીને પુત્ર ન હોવાથી રુદન કરતો અમારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તેના ઘરનું દ્રવ્ય રાજા સંભાળી લઈને પોતાને સ્વાધીન કરે તો પછી અમે તેની મરણોત્તર ક્રિયા કરીએ. હે રાજન! તેનું ઘન અગણિત છે.” ગુર્જરપતિ બોલ્યા કે, “મહાજનો! મેં તો પુત્ર વિના મરેલાનું ઘન લેવાનો ત્યાગ કર્યો છે; પરંતુ ચાલો, તેના ઘરનો સાર તો જોઈએ, એમ કહી રાજા કુમારપાળ મહાજન વર્ગને સાથે લઈ તેને ઘેર ગયા. તે કુબેરશ્રેષ્ઠીનું ઘર કે જેના શિખર ઉપર સુવર્ણકલશની શ્રેણી હતી. શબ્દ કરતી ઘૂઘરીઓના નાદથી ४७८ Page #541 -------------------------------------------------------------------------- ________________ સાતસો મણનીતિ ‘છ દશ દિવ્યંડળને વાચાળ કરતી કોટીધ્વજપણાની નિશાનીરૂપ ધ્વજાઓ ફરકતી હતી, એક તરફ હસ્તિશાળા અને અશ્વશાળા શોભી રહી હતી. આવું રાજ્યદ્વાર જેવું કુબેરદત્તનું ઘર જોઈ ગુર્જરપતિ વિસ્મય પામ્યા. પછી તેની અંદર આવેલા ઉજ્જવળ સ્ફટિક મણિથી રચેલા ચૈત્યગૃહમાં ગયા. તેમાં મરકતમણિમય શ્રી નેમિનાથની મૂર્તિ બિરાજતી હતી, તેને નમસ્કાર કર્યા.તેની આગળ રત્ન તથા સુવર્ણના કલશ, થાળ, આરતી અને મંગલદીપ વિગેરે પુજાની સામગ્રી જોવામાં આવી. પછી ત્યાંથી બહાર નીકળી તેની વ્રતોની ટીપ વાંચવા લાગ્યા. તેમાં પરિગ્રહ પરિણામવ્રત વિષે જોતાં આ પ્રમાણે લખ્યું હતું – 'છ કોટી સુવર્ણ, આઠ કોટી રીખ દ્રવ્ય, મોટા મહામૂલ્યવાન દ મણિ, ધૃતના બે હજાર કુંભ, ધાન્યના બે હજાર મોટા માપ, પચાસ હજાર ઘોડા, એક હજાર હાથી, એંસી હજાર ગાયો, પાંચસો હળ, પાંચસો દુકાનો, પાંચસો ઘર, પાંચસો વહાણ અને પાંચસો ગાડાં, આટલી સમૃદ્ધિ મારે ઘેર વડીલોપાર્જિત છે, તે રહેવા દેવી અને હવે જે લક્ષ્મી હું મારે હાથે ઉપાર્જન કરીશ તે બધી હું પુણ્યધર્મમાં જ વાપરીશ.’’ આ પ્રમાણે સમૃદ્ધિપત્ર વાંચી રાજા હર્ષ અને વિસ્મય પામી જેવામાં તેના ઘરના દ્વાર પાસે આવ્યા તેવામાં કુબેરદત્તની માતા ગુણશ્રી આ પ્રમાણે રુદન કરતી બોલી કે, “હે પુત્ર!તું સમુદ્રમાર્ગે ગયો છું, તે પાછો ક્યારે આવી ઉત્તર આપીશ. તું આવીને તો જો, તારા વગર આ બધી લક્ષ્મી રાજ્યદરબારે જાય છે.’’ તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, “ઉત્તમ પુરુષો કહે છે કે, રાજ્યને અંતે નરક છે તે સત્ય છે; અને તે આવી રુદન કરતી સ્ત્રીઓના દ્રવ્ય લેવાના પાપથી જ છે,” કુમારપાળ રાજાએ તેની માતાને શાંતિ પમાડવા કહ્યું કે – તમારો પુત્ર આવશે, તમે તમારું દ્રવ્ય ધર્મના કામમાં વાપરો. તેટલામાં કુબેરશ્રેષ્ઠી વિદ્યાધરની પુત્રી સાથે લગ્ન કરીને વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. તે જોઈ કુમારપાળરાજા વગેરે સર્વ વિસ્મય પામી ગયા. (પૃ.૬૪) ૬૬૬. અયોગ્ય શયન ત્યાગું છું. અયોગ્ય રીતે સૂવું નહીં કે જેથી શરીરને નુકસાન થાય કે મનને વિકાર થાય. રાત્રે સીધા શવાસનમાં સૂવું હિતકારી ગણેલ છે. તેમજ જમ્યાં પછી સૂતા હોય તો ડાબે પડખે સૂવાનો આયુર્વેદનો મત છે. ૬૬૭. અયોગ્ય દાન ત્યાગું છું. કુપાત્રને, ધર્મબુદ્ધિએ દાન આપવું તે અયોગ્ય દાન છે. માટે ત્યાગુ છું, એક બ્રાહ્મણનું દૃષ્ટાંત – એક બ્રાહ્મણે, ઘર્મબુદ્ધિએ એક લાખ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. ત્યારે પોતાની પાડોશમાં રહેલ એક જણને કહ્યું કે તું મારે ત્યાં કામમાં રહીશ? તેણે કહ્યું ઃ હા રહીશ પણ મને તમારી વધેલી ભોજન સામગ્રી આપો તો રહ્યું. બ્રાહ્મણે તે કબૂલ કર્યું. હવે કામ કરવા રહેલ પાડોશી વધેલું ભોજન ઘરે લાવી મુનિઓને ભાવપૂર્વક વહોરાવવા લાગ્યો. તેથી તે પાડોશી મરીને સ્વર્ગે ગયો અને લાખ બ્રાહ્મણોને ધર્મબુદ્ધિએ જમાડનાર બ્રાહ્મણ અનેક યોનિમાંથી ભટકી સેચનક નામનો હાથી થયો. કુપાત્રે દાન દેવાનું ફળ આ મળ્યું અને વળી સંસારમાં પરિભ્રમણ કરવું પડયું. જ્યારે સત્પાત્રે દાન આપનાર પાડોશી સ્વર્ગમાંથી આવી શ્રેન્નિકરાજાનો પુત્ર નંદિણ થયો. એક વખત સૂચનક હાથીએ આલાનસ્તંભ ઉખેડી તાપસોનો આશ્રમ તોડી નાખ્યો. તે હાથીને પકડવા માટે રાજાએ નગરમાં પડહ વગડાવ્યો. નંદિષણકુમાર રાજાની આજ્ઞા લઈ તેને દમન કરવા ગયો. ૪૭૯ Page #542 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ તે સેચનક હાથી નંદિષણને જોઈ વિચારવા લાગ્યો કે આ કુમાર મારો કોઈ સંબંઘી જણાય છે. એમ વિચારતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તે તરત જ શાંત થઈ નંદિષેણ પાસે આવીને ઊભો રહ્યો. તેને આલાનસ્તંભે બાંધી દીધો. જ્યારે ભગવાન પધાર્યા ત્યારે શ્રેણિક રાજા પૂછે છે કે આ હાથી નંદિષણની પાસે આવીને શાંતિથી કેમ ઊભો રહ્યો? ત્યારે ભગવાને ઉપર પ્રમાણે તેનો પૂર્વભવ કર્યો. નંદિષણ શ્રેણિકરાજાએ ફરી પૂછ્યું કે હવે એઓનું ભવિષ્યમાં શું થશે? ભગવાને કહ્યું સુપાત્રદાનના ફળમાં નંદિષણ દિવ્ય ભોગ ભોગવી ચારિત્ર લઈ સ્વર્ગે જશે. અને અનુક્રમે મોક્ષપદને પામશે. તથા હાથી મરીને પહેલી નરકે જશે. પછી નંદિષેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. અન્યદા વૈરાગ્ય પામી ચારિત્ર લેવા તૈયાર થયો ત્યારે શાસનદેવીએ ના પાડી કે તારે હજી ભોગાવલી કર્મ બાકી છે. તો પણ માન્યું નહીં. ચારિત્ર લઈ ભગવાન સાથે વિચરવા લાગ્યા. કેટલાક કાળે તીવ્ર ભોગાવલી કર્મનો ઉદય થવાથી પહાડ ઉપરથી પડતું મૂકવા ગયા. ત્યાં શાસનદેવીએ ઉપાડી લીધો. દેવીએ કહ્યું કે ભોગાવલી કર્મ પૂર્ણ કર્યા વિના મરણ થવાનું નથી. છઠ્ઠના પારણે ગામમાં ફરતા અજાણ્યે ગણિકાના ઘરમાં જઈ ધર્મલાભ આપ્યો ત્યારે વેશ્યા બોલી અમારે ધર્મલાભનું કાંઈ કામ નથી, અર્થલાભ જોઈએ. મુનિએ ઉપરથી ઝાડનું એક તરણું ખેચ્યું કે લબ્ધિવર્ડ દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તે જોઈ વેશ્યા આશ્ચર્ય પામી તેમના ચરણે વળગી પડી અને બોલી તમને જવા નહીં દઉં. અનેક પ્રકારે પ્રાર્થના કરવાથી દેવીનું વચન યાદ આવ્યું કે ભોગાવલી કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. છતાં એવો અભિગ્રહ લીધો કે અહીં આવતા દશજણને પ્રતિબોધ કરી ભગવાન પાસે HOMOLO - ચારિત્ર લેવા મોક્લવા; ત્યારપછી જ આહાર લેવો. એવો અભિગ્રહ ધારણ કરીને રહ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયા. એક દિવસ નવ જણા બોઘ પામ્યા પણ દશમો બોધ પામ્યો નહીં. વેશ્યાએ બે વાર રસોઈ બનાવી પણ એ દશમો બોધ ન પામે ત્યાં સુધી જમે નહીં. ત્યારે વૈશ્યા હસતી હસતી બોલી દશમાં તમે; એટલે તે તરત સાથેના કપડાં પહેરી રવાના થયા. વેશ્યા પગમાં પડી ઘણી વિનવવા લાગી કે મારી ભુલ થઈ છતાં તેણે માન્યું નહીં. એમ સત્પાત્રે દાન આપવાનું ફળ મોક્ષ જાણી, અયોગ્ય દાનનો ત્યાગ કરું. ૪૮૦ Page #543 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી : શુભંકર શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત - શુભંકર શ્રેષ્ઠી પોતાના જન્મમાં એક લાખ જ્ઞાતિબંધુઓને ભોજન, એક લાખ કન્યાદાન, એક લાખ ગોદાન અને એક લાખ બ્રાહ્મણોને ભોજન એમ ચાર લાખ પૂરાં કરી મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને પોતાના ઘરની ભૂમિમાં જ્યાં દ્રવ્ય દાટેલું હતું ત્યાં સર્પ થયો. પછી દરરોજ પોતાના પુત્રાદિકને તે બીવરાવવા લાગ્યો. તેના ઘરની પડખે ઘર્મદાસ નામે એક શ્રાવક હતો. તે શુભંકર શ્રેષ્ઠી જેવો ઘનવાન નહોતો. તેથી વર્ષમાં એકવાર એક મુનિ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકાને ભાવપૂર્વક દાન આપતો હતો. તે પુણ્યથી તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એક દિવસે શુભંકર શ્રેષ્ઠીના પુત્રોએ પોતાને સર્પ બીવરાવે છે એ વાત ઘર્મદાસને જણાવી. તેથી ઘર્મદાસે તે પુત્રોને કહ્યું – “એ સર્પ તમારો પિતા છે. તેણે પૂર્વભવે લક્ષ જ્ઞાતિભોજન વગેરે કરી ષટું કાયનો આરંભ કરેલો છે. જ્ઞાતિભોજન કરાવતાં અનેક પત્રાવળીઓના ઢગલા ઉકરડા ઉપર થયા, તેમાં દ્વીંદ્રિય વગેરે અનેક જીવોની વિરાઘના થયેલી છે. એ પ્રમાણે ચાર લાખનું દાન કરતાં તેણે મહાપાપ ઉપાર્જન કરેલું છે તે તમે સ્વયમેવ સમજી લેજો. તે પાપથી આ ભવમાં તે સર્ષે થયેલ છે; તેમજ વળી તેણે મારા ઘર્મકૃત્યોની નિંદા કરી છે તેથી એ દુર્લભબોથી જીવ છે. અહીંથી મૃત્યુ પામીને તે નરકે જશે.' આવા ઘર્મદાસનાં વચન સાંભળી શુભંકર શ્રેષ્ઠીના પુત્રો પ્રતિબોઘ પામ્યા અને શ્રાવક થયા. ઘર્મદાસ તે જ ભવે મુક્તિને પામ્યા. પોતાના ત્રીજા ભવમાં શ્રી સંભવનાથનો જીવ, શ્રી દંડવીર્ય રાજા અને ઘર્મદાસ સાઘર્મી બંધુઓની સેવાથી પરમ સુખના સ્થાનને પ્રાપ્ત થયા.” (પૃ.૮૮) ૬૬૮. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તજે નહીં. બુદ્ધિનો વિકાસ થાય તેવા નિયમોને વળગી રહું, પણ ત્યાગુ નહીં. બુદ્ધિની વૃદ્ધિ કરવા અલ્પ આહાર કરું. વારંવાર ભોજન કરું નહીં, સમયસર સૂઉં અને સમયસર ઊઠું કે જેથી બુદ્ધિનો વિકાસ થાય. બુદ્ધિ વૃદ્ધિના નિયમો પાળી પ્રતિદિન સપુરુષોના વચનોના વિચારમાં નિયમિતપણે રહ્યું કે જેથી વસ્તુસ્વરૂપ જાણી સંસારનો મોહ મટી જઈ મારા આત્માનું કલ્યાણ થાય. બુદ્ધિના આઠ ગુણો – (૧) શુશ્રુષા (૨) શ્રવણ (૩) ગ્રહણ (૪) ઘારણ (૫) વિજ્ઞાન (૬) ઉહા (૭) અપોહ (૮) તત્ત્વાભિનિવેશ. એ આઠ ગુણો વડે બુદ્ધિનો વિકાસ થાય છે. ૬૬૯. દાસત્વ-પરમ-લાભ ૮ દાસપણું કરીને ઘણો લાભ થતો હોય તો પણ તેનો ત્યાગ કરું. કારણ દાસત્વ-દાસપણું તે પરાધીનતા છે. કહ્યું છે કે “પરાધીન સપને હું સુખ નાહી.” પરાથી વ્યક્તિને સ્વપ્નમાં પણ સુખ નથી. શ્રી યશોવિજયજી મહારાજે પણ આઠ દૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું કે સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” તેમજ “ઘન ખેતી ધિક્ ચાકરી, ઘન ઘન હો વ્યાપાર.” માટે દાસત્વપણામાં પરમ લાભ થતો હોય તો પણ તેને ત્યાગું અને સ્વતંત્ર જીવન જીવવા માટે ઉદ્યમ કરું. “શ્રી જૈનહિતોપદેશ'માંથી - કોઈની પાસે દીનતા દાખવું નહીં તુચ્છ સ્વાર્થની ખાતર અન્ય પાસે દીનતા કરવી યોગ્ય નથી. જો દીનતા-નમ્રતા કરવા ચાહો તો ૪૮૧ Page #544 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સર્વ શક્તિવંત સર્વજ્ઞની કરો. જેઓ પોતે પૂર્ણ સમર્થ છે, તેઓ સ્વ-આશ્રિતની ભીડ ભાંગી શકે છે; પરંતુ જેઓ પોતેજ અપૂર્ણ, અશક્ત હોય તેઓ શરણાગતની શી રીતે ભીડ ભાંગી શકે? સર્વજ્ઞ પ્રભુની પાસે પણ વિવેકપૂર્વક યોગ્ય માગણી જ કરવી ઘટે. વીતરાગ પરમાત્માની કે નિગ્રંથ અણગારની પાસે તુચ્છ સાંસારિક સુખની પ્રાર્થના કરવી ઉચિત નથી. તેમની પાસે તો જન્મમરણનાં દુઃખ દૂર કરવાની અથવા ભવભવનાં દુઃખ જેથી ટળે એવી ઉત્તમ સામગ્રીની જ પ્રાર્થના કરવી ઘટે છે. યદ્યપિ વીતરાગ પ્રભુ રાગદ્વેષ રહિત છે તો પણ પ્રભુ પ્રત્યેનો શુદ્ધ ભક્તિરાગ ચિન્તામણિ રત્નની પેઠે ફળીભૂત થયા વગર રહેતો નથી. શુદ્ધ ભક્તિ એ એક અપૂર્વ વશીકરણ છે. ભક્તિથી કઠીન કર્મનો પણ ક્ષય થઈ જાય છે, અને તેથી સર્વ સંપદા સહજ આવી મળે છે. આવો અપૂર્વ લાભ મૂકી બાવળે બાથ ભરવા જેવી તુચ્છ વિષયોની પ્રાર્થના પ્રભુ પાસે કે અન્યત્ર પાસે કરવી તે શાણા સજ્જનોને ઘટિત નથી. સર્વ શક્તિવંત સર્વજ્ઞ પ્રભુની પાસે પૂર્ણ ભક્તિરાગથી વિવેકપૂર્વક એવી ઉત્તમ પ્રાર્થના કરો, યાવત્ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞાને અનુસરવા એવો તો ઉત્તમ પુરુષાર્થ ખુરાવો કે, જેથી ભવભવની ભાવઠ ભાગી પરમ આનંદ પ્રગટે. અર્થાત્ અનંત અવ્યાબાઘ અક્ષય સહજ સુખ પ્રાપ્ત થાય. સેવા કરવી તો એવા જ સ્વામીની કરવી કે જેથી સેવક પણ સ્વામીને બરાબર થાય.” (પૃ.૫૭) ક૭૦. ઘર્મઘૂર્તતા ત્યાગું છું. ઉપરથી ઘર્માત્માનો દેખાવ કરવો અને અંદરથી બીજાને છેતરવાનો ભાવ રાખવો તે ઘર્મના નામે ઘૂર્તપણું છે તેનો ત્યાગ કરું છું. ‘વિક્રમાદિત્ય'માંથી :- ઘર્મના નામે લોકોને ઠગતા એવા ઘૂર્ત પાખંડી ધૂર્તતાપસનું દ્રષ્ટાંત – “દેશાટન કરવાથી બુદ્ધિ તીવ્ર થાય અને અવનવા અનુભવો થાય એમ વિદ્વાનોના મોઢેથી સાંભળી મહારાજા વિક્રમને દેશાટન કરવાની ઇચ્છા થઈ. તેમણે રાજકાજથી | નિવૃત્ત થઈ, ભંડારમાંથી પાંચ રત્ન લીધા અને પ્રયાણ કર્યું. અનેક શહેરો, પહાડો અને નદીઓ ઓળંગી તે પદ્મપુર નામના શહેરમાં આવી પહોંચ્યા. આ શહેર સાચે જ સુંદર હતું. પણ એ શહેરમાં વસનારા બધા જ ઘુતારા-ઇંગ હતા. આ શહેરના રાજાનું નામ હતું અન્યાયી અને મંત્રીનું નામ હતું સર્વભક્ષી અને પાષાણહૃદયી. શહેરથી પરિચિત થવા મહારાજા ફરતા ફરતા એક શાહુકારની દુકાને જઈ ચઢ્યા, ત્યારે એક તાપસ ત્યાં આવ્યો ને તેણે એક શેર ઘીની માંગણી કરી. તાપસની માંગણી સાંભળી શાહુકારે શેરને બદલે બશેર ઘી આપ્યું. ઘી લઈ તાપસ પોતાના ગુરુ પાસે આવ્યો. ને ઘી ગુરુ પાસે મૂક્યું. ગુરુની ઘી પર દ્રષ્ટિ પડતાં જ પૂછ્યું, “આ ઘી કેટલું છે? જવાબમાં શિષ્ય કહ્યું, “બશેર છે.” આ સાંભળી ગુરુ કર્કશ અવાજે બોલ્યા, “વઘારે ઘી શું કરવા લાગ્યો? ચોરીરૂપી પાપવૃક્ષનું ફળ આ ભવમાં વઘ-ફાંસી, બંઘન-કારાવાસ છે અને પરભવમાં નરકની વેદનાઓ છે, માટે પાછે પગલે જઈ વઘારાનું ઘી પાછું આપી આવ.” ગુરુની આજ્ઞા સાંભળતા જ શિષ્ય ઘી લઈ શાહુકારની દુકાને પાછો આવ્યો ને વઘારાનું ઘી પાછું લેવા આગ્રહ કરવા લાગ્યો. આ જોઈ વિક્રમાદિત્ય નિર્લોભી ગુરુની મનમાં પ્રશંસા કરતાશિષ્યની પાછળ પાછળ ચાલ્યા. આશ્રમમાં પહોંચતા જ ગુરુને નમસ્કાર કરી પોતાની પાસેના પાંચ રત્ન તેમની સમક્ષ મૂકી ૪૮૨ Page #545 -------------------------------------------------------------------------- ________________ સાનો માનતિ પ્રાર્થના કરતા કહ્યું, “હે મહાત્મા! હું દેશાટન કરવા નીકળ્યો છું. આપની કીર્તિની સુવાસથી આકર્ષાઈ અહીં આવ્યો છું. આ રત્નો સાથે દેશાટન કરવું ભયકારક થઈ પડ્યું છે, તેથી રત્નોને આપની પાસે રાખો. વિદ્વાનો કહે છે, જ્યાં મનુષ્યમાં સુંદર આકૃતિરૂપ છે ત્યાં ગુણો પણ હોય છે અને જ્યાં ઘન હોય ત્યાં ભય જરૂર હોય છે. તેથી આ રત્નો અહીં મૂકી જવા ઇચ્છુ છું, તો કૃપા કરી તે આપની પાસે રાખો અને મને નિર્ભય બનાવો. 3 મહારાજાના શબ્દો સાંભળી તાપસે મોઢેથી ન બોલતાં હાથથી ઇશારો કરતાં કહ્યું, ઘનને દેખવાની વાત તો દૂર રહી પણ અમે તેને સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે દ્રવ્ય સંગ્રહ એ દોષ છે.” કહેતા ગુરુએ રત્નો રાખવા આનાકાની કરતા કહ્યું જો ભાઈ, તારે રત્નો સાથે લઈ જવા ન હોય તો તારા જ હાથે પેલા નાળામાં તે મૂકી દે.'' તાપસની નિર્લોભી વૃત્તિની પ્રશંસા કરતા મહારાજાએ તાપસે બતાવેલા નાળામાં રત્નો મૂકી પ્રણામ કરી સંસારનાં કૌતુકો જોવા આગળ પ્રયાણ કર્યું. વિક્રમના ગયા પછી તાપસે લોકોને આવી રીતે ઠગી ઘણું ધન એકઠું કર્યું અને અલકાપુરીના મહેલ જેવો મઠ બંધાવી તેમાં રહી સાધુ વેશથી બધાને છેતરતો સમય વિતાવવા લાગ્યો. કેટલાક દિવસો પછી અનેક દેશો જોઈ જ્યાં તાપસ હતો ત્યાં મહારાજા આવ્યા ને આશ્રમને બદલે સુંદર મઠ જોઈને વિચારમાં પડ્યા. તપાસ કરતાં ‘એ તાપસે જ મઠ બંધાવ્યો છે' એવું જાણ્યું. એટલે તાપસ પાસે જઈ પ્રણામ કરી રત્નોની માગણી કરી. જવાબમાં તાપસે કહ્યું, “અરે, આ તું શું બોલે છે? કોની પાસે રત્ન માંગે છે? તેં કોને રત્ન આપ્યા છે? તું કોણ છે ? મેં તને ક્યારે જોયો હોય તેવું યાદ આવતું નથી. તારી બુદ્ધિ હરામ છે.' આ પ્રમાણે તાપસ ‘ચોર કોટવાળને દંડે' તે ક્લેવતાનુસાર વિક્રમ સાથે લડવા લાગ્યો. આ જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા કે, “આ ઢોંગી ઘુતારો-ગ તાપસ મારા રત્નો હજમ કરી જવા ઇચ્છે છે. સાચે જ ઠગ, દુર્જન, લુચ્ચા અને ક્રુર માણસો બહુ જ સાવધાન હોય છે.'' આમ મનમાં વિચારતા મહારાજાને સરોવર કિનારે જોયેલા બગલાનું દૃશ્ય મનમાં યાદ આવ્યું કે જાણે માછલી કઠી રહી હોય કે, “મહારાજ, આપ આ બગલાને ધાર્મિક વૃત્તિવાળો માનો છો, પણ તે દુષ્ટ છે. તેણે તો અમારા કુટુંબનો નાશ કર્યો છે. ઊજળું એટલું દૂધ એમ ક્યારે પણ માનતા નહીં.' ક્ષણો પસાર થતાં મહારાજાએ ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું, “આપના દર્શનથી પવિત્ર થઈ અહીંથી જતાં મેં પાંચ રત્નો નાળામાં તમારા કહેવાથી મૂક્યા હતા તે હવે કેમ ના પાડો છે? જવાબમાં તાપસ બોલ્યો, “ઓ ભાઈ, તારી ક્યાંક ભૂલ થાય છે, મારી પાસે નહિ કોઈ બીજા પાસે મૂક્યા હશે.” તાપસના શબ્દો સાંભળી મહારાજા વિક્રમને, ધર્મના નામે કેવું થૂર્તપણું જીવો કરી શકે છે તેનું ભાન થયું. (પૃ.૫૫) વેશ્યાએ કરેલ યુક્તિ – પછી તે રાજા વિચાર કરી એક વેશ્યાને મળ્યો. તેણે કહ્યું— ં યુક્તિ વડે તમને રત્નો પાછા અપાવીશ. પછી વેશ્યાએ એક દિવસે રત્નોનો થાળ ભરી સંન્યાસીની પાસે આવી કહ્યું કે મારી પુત્રી મારું માનતી નથી માટે આ બધા રત્નોનો થાળ આપને આપવા ઇચ્છું છું. તે જ સમયે સંકેત ૪૮૩ Page #546 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રમાણે રાજા વિક્રમે સાદા વેષમાં આવી પોતાના પાંચ રત્નો માંગ્યા. ત્યારે સંન્યાસીએ વિચાર્યું કે એ પાંચ રત્નો જો ન આપીશ અને આ વ્યક્તિ કાંઈ બોલશે તો વેશ્યાને પણ મારા ચરિત્ર પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થશે અને આ રત્નોનો થાળ આપશે નહીં. માટે તરત જ તે રત્નો વિક્રમને પાછા આપી દીધા. પછી વેશ્યાની ) દાસીએ આવીને તુરંત કહ્યું કે હવે તમારી પુત્રી સમજી ગઈ છે, હવે તે બધું તમારું કહેલું માનશે. માટે રત્નોનો થાળ પાછો લઈ આવો. એમ યુક્તિ કરી ઘર્મને નામે ધૂર્તતા કરનારા પાસેથી પણ રત્નો પાછા કઢાવી લીધા. માટે પાપના કારણરૂપ ઘર્મઘૂર્તતાને ત્યાગું છું. ક૭૧. માયાથી નિવત્ છું. માયાનો ત્યાગ કરું. મોક્ષે જવું હશે તો માયાનો ત્યાગ કરી સરળતા લાવવી પડશે. કારણ મોક્ષના દ્વારમાં પ્રવેશ કરવો હોય તો સીઘા થવું પડે. વક્રપણું હોય તો મોક્ષના દ્વારમાં પ્રવેશ કરી શકાય નહીં. સરળતા એ ઘર્મના બીજસ્વરૂપ છે. માયાથી સ્ત્રીપર્યાય મળે છે, અથવા તિર્યંચગતિમાં જવું પડે છે. માટે મરણાંત કષ્ટ આવી પડે તો પણ માયા કરું નહીં એવો ભાવ કેળવું. “મોક્ષમાળા વિવેચન'માંથી – “કપટ રહિત આચાર પાળવો.” લોકને દેખાડવા કરે તે કપટ છે. તે યોગ્ય નથી. આત્માર્થે કપટ રહિત આચાર પાળે તે યોગ્ય છે. ઉપરથી લોકને દેખાડવા કરે પણ અંતરમાં ભાવ ન હોય, વાસના બીજી હોય તો તે ક્રિયા કપટવાળી છે. (પૃ.૧૬૭) “માયામાં વર્તવાનું કારણ શું? કંઈક લોભ હોયચશનો, સારું દેખાડવાનો, તો માયા થાય. હોય એના કરતાં બીજો દેખાવ કરે તે માયા. માયાને શલ્ય કહે છે. માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણમાંથી એક શલ્ય હોય તો પણ તે વ્રતાદિ સાચા ન કહેવાય. વૃત્તિ રોકે તો વ્રત કહેવાય. માયાને લીધે વૃત્તિ રોકાય નહીં. માયાનું આવરણ નથી તૂટતું, એટલી નિર્બળતા છે. હિંમત કરે તો સાચું કહી દે. પ્રજ્ઞાસહિત સરળતા હોય, તો યોગ થાય.” (પૃ.૧૬૯) ૬૭૨. પાપમુક્ત મનોરથ સૃત કરું છું. સર્વ પ્રકારના પાપોથી મુક્ત થવાનો મનોરથ નિરંતર સ્મૃતિમાં રાખું. કારણ આ જીવ સવારથી તે રાત્રે ઊંઘમાં પણ પાપ જ કર્યા કરે છે. માટે “હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે.” અથવા આ મારો મનોરથ છે તેને હે નાથ! પૂર્ણ કરો. યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી - શ્રાવકોએ નીચેના મનોરથો કરવા જૈનધર્મથી રહિત થઈ ચક્રવર્તી પણ હું ન થાઉં; પણ જૈનધર્મથી વાસિત દાસ કે દરિદ્ર થાઉં તો તે પણ મને સંમત છે. અહો!હું આ સર્વ સંયોગોનો ત્યાગ કરી, જીર્ણપ્રાય વસ્ત્રવાળો થઈ, મળથી ભિંજાયેલા શરીરવાળો છતાં શરીર ઉપરથી નિરપેક્ષ બની માધુરી વૃત્તિવાળી મુનિચર્યાનો ક્યારે આશ્રય કરીશ? દુ:શીલોની સોબતનો ત્યાગ કરી, ગુરુ મહારાજની પાદરજને સ્પર્શ કરતો, યોગનો અભ્યાસ કરી આ સંસારનો નાશ ૪૮૪ Page #547 -------------------------------------------------------------------------- ________________ સભામાં શ્રી આનંદઘનજી અને શેઠ વગેરે શેઠ સાથે વાર્તાલાપ વાઘાજીની | લબ્ધિઓ, _| | બાદશાહના હુકમથી ઘંટી ફેરવતા શ્રાવકો શ્રી આનંદઘનજીઓ આપેલ સીટીથી ઘટી એંટી ગઈ ‘શ્રી આનંદધનજી અને બાદશાહનું મિલન છે. શ્રી આનંદધનજીના પ્રભાવે પીંજારો નીચે પડ્યો Page #548 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ક૨વાને હું ક્યારે સમર્થ થઈશ? મધ્યરાત્રિએ શહેરની બહાર કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા મને સ્તંભ જાણી બળદો પોતાના સંઘનું ક્યારે ઘર્ષણ કરશે? શત્રુ અથવા મિત્ર ઉપર, તૃણ કે સ્ત્રીના સમુદાય ઉપર, સોના કે પત્થર ઉપર, મણિ કે માટી ઉપર, મોક્ષ કે સંસાર ઉપર, એક સરખી બુદ્ધિવાળો રાગદ્વેષ વિનાનો હું ક્યારે થઈશ? આ પ્રમાણે મોક્ષ મળેલ ચઢવાને ગુણઠાણાની શ્રેણિરૂપ નિસરણી સરખા તથા પરમ આનંદરૂપ લતાના કંદ સરખા મનોરથો શ્રાવકોએ કરવા. (પૃ.૧૮૫) અપૂર્વ અવસરમાં ગુણસ્થાન આરોહણ ક્રમ અથવા પરમપદ પ્રાપ્તિની ભાવના પ્રતિદિન કરવા માટે પરમકૃપાળુદેવે પાપમુક્ત ઉત્તમ પ્રકારના મનોરથોની સ્મૃતિ આપી છે. ૬૭૩. વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. કોઈને પણ વિદ્યા શિખવવામાં છળ કરું નહીં. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને પ્રત્યેક વિષય સ્પષ્ટ સમજાવવા કોશિશ કરું. પણ તે મારી પાસે ઘરે ટ્યુશન લેવા આવે એવો ભાવ રાખી છળ કરું નહીં. પૂ.શ્રી બ્રહ્મચારીજીનું દૃષ્ટાંત – કાળજીપૂર્વક ભણાવવું. પૂ.શ્રી બ્રહ્મચારીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતાં એવા તલ્લીન થઈ જતાં કે પિરીયડ પૂરો થયાની ઘંટડી પણ તેમને સંભળાતી નહીં. પણ બીજા માસ્તરને દ્વાર પર ઊભેલા જાણી ભણાવવાનું બંધ કરતા હતા. ૬૭૪. સંતને સંકટ આપું નહીં. સંત એવા મહાત્માપુરુષોને કોઈ દિવસ સંકટ આપું નહીં. એમાં મારું જ મહાન અતિ છે એમ માનું, સંતોને સંકટ આપવા તે નરકનું દ્વાર શોધવા બરાબર છે. . 'ઉપદેશામૃત'માંથી – શ્રી આનંદઘનજીનું દૃષ્ટાંત – ‘આનંદઘનજીને વ્યાખ્યાન વંચાવવા સંઘે તેમના ગુરુ પાસે માગણી કરી. તે વૈરાગ્યમાં વિશેષ હતા. તેથી બધાને પ્રિય હતા. કોઈ કારણસર આગેવાન શેઠ મોડા આવ્યા તોપણ આનંદધનજીએ બીજા બધાને આવેલા જાણી વ્યાખ્યાન શરૂ કર્યું. પછી શેઠ આવ્યા. તેની સાથે વાતચીત થતાં ‘અમે છીએ તો તમે છો’, એમ શેઠે કહ્યું એટલે કપડાં મૂકી નગ્ન થઈ ગુરુ પાસે જઈ તે ચાલી નીકળ્યા. કોઈનું કહ્યું માન્યું નહીં. તેમના ગુરુ કાળ કરી ગયા પછી એક પીંજારો વિદ્યાના બળે આકાશમાં રહી બોલતો કે હૈ બાદશાહ! એક કર, એક કર. તેથી બધાને મુસલમાન કરવા બાદશાહે લોકોને કનડવા માંડ્યા. સંઘે મુસલમાન થવા ના પાડી, તેથી કેદમાં નાખી તેમની પાસે દળણાં દળાવવાં માંડ્યા. પછી બધા સાધુઓએ વિચાર કરી આનંદઘનજીને આ વાતની જાણ કરી. જેમ લબ્ધિધારી વિષ્ણુકુમારે બઘાને ઘર્મમાં પડતી મુશ્કેલી દૂર કરી હતી અને પછી પ્રાયશ્ચિત્ત લીધું હતું તેમ શાસનને નિર્વિઘ્ર કરવા આનંદઘનજીને તેમણે વિનંતી કરી. તે તેમણે સ્વીકારી અને એક સોટી આપીને કહ્યું કે તે ઘંટીને અડાડજો, તેથી ઘંટીઓ ચોટી જશે. “આમ કોણે કર્યું?' એમ પૂછે, તો એમ કહેવું કે અમારા ગુરુએ. અને જણાવ્યું કે અમુક જગાએ હું બપોરે બાર વાગે આવીશ. ત્યાં બાદશાહને આવવા જણાવજો. બાદશાહ ત્યાં આવ્યો પણ તેણે આનંદઘનજી પાસે પોળિયા જેવા બે વાઘ દીઠા. તેથી તે આગળ જઈ શક્યો નહીં. તેને બોલાવ્યો તો પણ ન જઈ શક્યો. એટલે વાધની પાસે થઈ આનંદઘનજી બાદશાહ પાસે ગયા અને કહ્યું, બધાને કેમ પીડે છે ? તેથી બાદશાહે ૪૮૫ Page #549 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ કહ્યું, બાર વાગે ખુદાનો હુકમ સંભળાય છે. એટલામાં તો બાર વાગ્યા અને આકાશમાંથી અવાજ આવ્યો એટલે આનંદઘનજીએ એક વસ્ત્ર ઊંચુ કર્યું કે પીંજારો નીચે પડ્યો અને કરગરવા લાગ્યો. તેમણે બાદશાહને કહ્યું, આ તો તારા ગામનો પીંજારો છે, હવે કોઈને ઘર્મ બાબત કનડીશ નહીં, અને પીંજારાને કહ્યું આમાં તારું કલ્યાણ નથી.” (પૃ.૩૨૧) આમ અજ્ઞાનવશ સંતોને સંકટ આપું નહીં પણ તેમની રક્ષા કરું. ૬૭૫. અજાણ્યાને રસ્તો બતાવું. કોઈ અજાણ્યો હોય અને રસ્તો ભૂલી ગયો હોય તો તેને રસ્તો બતાવું. જેમ મહાવીર ભગવાનના જીવે નયસારના ભવમાં, મુનિઓ જંગલમાં ભૂલા પડી ગયા હતા તેમને પોતે રસ્તો દેખાડી રાજમાર્ગ ઉપર છોડીને પાછા વળતાં નમસ્કાર કર્યા ત્યારે તેમણે પણ મોક્ષના માર્ગમાં અનાદિથી ભૂલા પડેલા એવા મહાવીર ભગવાનના જીવને ઘર્મ સમજાવી મોક્ષનો અંતરંગ માર્ગ બતાવ્યો હતો. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે.” “આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાઘે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૬૬૮) ૬૭૬. બે ભાવ રાખું નહીં. દુકાન ઉપર નાનો કે મોટો ગમે તે આવે પણ બધા માટે એક જ ભાવ રાખું. બે ભાવ રાખું નહીં. બે ભાવ રાખવાથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય. ક૭૭. વસ્તુમાં સેળભેળ કરું નહીં. લોભવશ વસ્તુમાં સેળભેળ કરી વેચું નહીં. જેમકે ઘીમાં ડાલડા કે ઢોરોની ચરબીનો ભેળ કરે અથવા ગમે તે વસ્તુમાં બીજી હલકી વસ્તુનો ભેળ કરી વેચે તેમ કરું નહીં. તેના ઉપર વંચકશેઠનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - અન્યાયોપાર્જિત દ્રવ્ય કોઈ પ્રકારે નાશ પામે વંચકશેઠનું દૃષ્ટાંત – કોઈ નગરમાં ફેલાક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને હેલી નામે સ્ત્રી અને ચાલક નામે પુત્ર હતો. તે શ્રેષ્ઠી મધુર ભાષણ, ખોટા તોલ માપની રચના, નવી જુની વસ્તુઓને ભેગી કરવી, રસપદાર્થોમાં સેળભેળ કરવી, ચોરીથી લાવેલ ચીજ વેચાણ લેવી વિગેરે પાપવ્યવહારના પ્રકારોથી ગામના મુગ્ધ લોકોને છેતરી ઘનોપાર્જન કરતો હતો. જો કે તે બીજાની વંચના કરતો હતો, તથાપિ પરમાર્થથી તો તે પોતાના આત્માનેજ વંચતો હતો. આ પ્રમાણે હેલાકશેઠે ઘણું દ્રવ્ય મેળવ્યું, પણ દરેક વર્ષને અંતે અન્યાયોપાર્જિત હોવાને લીધે ચોર, અગ્નિ અને રાજા વિગેરેથી હરાઈ જવા લાગ્યું. અનુક્રમે તેનો પુત્ર યૌવન વયને પ્રાપ્ત થયો, એટલે કોઈ પરગામના શુદ્ધ શ્રાવક શ્રેષ્ઠીની પુત્રી સાથે તેને પરણાવ્યો. પુત્રવધૂ શુદ્ધ શ્રાવિકા અને થર્મની જ્ઞાતા હતી તે શેઠને ઘેર આવી. હેલાકશેઠની દુકાન તેના ઘરની નજીક હતી. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે તેને આપવા તથા લેવામાં પુર્વે સંકેત કરી રાખેલા નામથી પુત્રની પાસે તોલના કાટલાં મંગાવે. જ્યારે લેવું હોય ત્યારે તે પાંચ પોષ્કર માગે, એટલે પુત્ર સવાશેરી આપે અને આપવું હોય ત્યારે ત્રિપોષ્કર માગે એટલે ૪૮૬ Page #550 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પોણાશેર આપે. આ સંકેતની વાત લોકોમાં જાહેર થવાથી લોકોએ હેલાકશ્રેષ્ઠીનું નામ વંચશ્રેષ્ઠી એવું પાડ્યું. એક વખતે થર્મજ્ઞ પુત્રવધૂએ પોતાના સ્વામીને પૂછ્યું કે, “તમારા પિતા તમને આ બીજા નામથી કેમ બોલાવે છે?” શ્રેષ્ઠીપુત્રે તેના ઉત્તરમાં વ્યાપાર સંબંધી સર્વ હકીકત પોતાની સ્ત્રીને નિવેદન કરી. તે સાંભળી ઘર્માર્થી વઘૂએ પોતાના સ્વસુર હલાકશ્રેષ્ઠીને વિજ્ઞપ્તિ કરી કે, “હે તાત! આવા પાપવ્યાપારથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઘર્મકાર્યમાં અને શારીરિક ઉપભોગમાં વપરાશે નહીં, તેમજ તે ઘરમાં પણ રહેશે નહીં, તેથી ન્યાયમાર્ગે દ્રવ્ય ઉપાર્જન કરવું ઉત્તમ છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે, “જો સાચા વ્યવહારથી ચાલીએ તો ઘરનો નિર્વાહ કેમ ચાલે? વઘૂએ કહ્યું કે, “ન્યાયથી મેળવેલું ઘન અલ્પ હોય તો પણ તે વ્યવહારશુદ્ધ હોવાથી તેના વડે બીજાં ઘણું મળે અને તે ઘરમાં પણ રહે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ, ઘણાં ફળવાળું હોઈ નિઃશંકપણે ભોગાદિકની પ્રાપ્તિને માટે થાય. કહ્યું છે કે, કૂટ માપ તોલ વિગેરેથી જે ઘન ઉપાર્જન કરાય છે તે તપાવેલા પાત્ર પરના જળબિંદુની જેમ નાશ પામતું જોવામાં આવે નહીં, પરંતુ નાશ પામે જ છે. વળી અન્યાયવડે મેળવેલું દ્રવ્ય અશુદ્ધ, તેનાથી લાવેલું અન્નાદિ અશુદ્ધ, તે અન્નનો આહાર અશુદ્ધ, તે વડે શરીર અશુદ્ધ અને તેના શરીર વડે કરેલું કૃત્ય પણ ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ સફળ થતું નથી. જો આ વિષે પ્રતીતિ ન આવતી હોય તો છ માસ સુધી કૂટ વેપારની વૃત્તિ છોડી ન્યાયવૃત્તિથી વ્યાપાર કરો, એટલે ખબર પડશે.” વધૂનાં આવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કર્યું, તો છ માસમાં તેણે પાંચ શેર સુવર્ણ ઉપાર્જન કર્યું. સત્ય વ્યવહારથી લોકો પાછો તેનો જ વિશ્વાસ કરીને તેને ત્યાંથી જ લેવા દેવા લાગ્યા અને સર્વત્ર તેની કીર્તિ પ્રસાર પામી. શેઠે તે સુવર્ણ લાવી વધૂને અર્પણ કર્યું. વઘૂએ ન્યાયોપાર્જિત દ્રવ્યની પરીક્ષા કરવાને માટે તે સુવર્ણની એક પાંચશેરી કરાવી. પછી તેની ઉપર ચામડું મઢાવી પોતાના સસરાના નામની મહોર કરી બે ત્રણ દિવસ ચૌટામાં રખડતી મૂકી, પણ કોઈએ તે લીધી નહીં. એક દિવસ તેને ઉપાડીને એક વ્યક્તિએ જળાશયમાં નાખી દીધી. ત્યાં એક મત્સ્ય તેને ગળી ગયો. તે મત્સ્ય ભારે થઈ જવાથી કોઈ ઢીમરની જાળમાં આવ્યો. તેને ચીરતાં પાંચશેરી નીકળી. તેને અમુક તોલું જાણી માછી એજ શ્રેષ્ઠીને દુકાને વેચવા લાવ્યો. શ્રેષ્ઠીએ તેના પર પોતાનું નામ હોવાથી થોડું દ્રવ્ય આપી તેની પાસેથી વેચાતી લીધી. પછી તેના પરથી ચામડું કાઢીને જોતાં પોતાના સોનાની પાંચશેરી જાણી તેને વધૂનાં વચન ઉપર ઘણી પ્રતીતિ આવી. પછી શુદ્ધ વ્યવહાર વડે તેણે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું અને સાતે ક્ષેત્રમાં અનેક પ્રકારે વાપર્યું. અનુક્રમે તેનો યશ ઘણી પ્રૌઢતાને પ્રાપ્ત થયો. ત્યારપછી સર્વ લોકો તે હલાક શેઠના દ્રવ્યને શુદ્ધ માની વ્યાપાર માટે તેનું જ દ્રવ્ય લેવા લાગ્યા. વહાણોમાં પણ નિર્વિદનતાને માટે તેનું દ્રવ્ય લઈને જ મુસાફરી કરવા લાગ્યા. આથી તેના દ્રવ્યની ઘણી વૃદ્ધિ થઈ અને તેનું નામ મંગલિક ગણાવા લાગ્યું. અદ્યપિ વહાણ ચલાવતી વખતે ખલાસી લોકો હેલાસા, હેલાસા એમ કહે છે. એ પ્રમાણે તે હેલાક શેઠનું પવિત્ર નામ અદ્યપિ જગતપ્રસિદ્ધ છે. (પૃ.૬૮) હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – “વસ્તુનું મૂલ્ય કદી બહુ જ વધી ગયું હોય તો પણ શ્રાવકે ત્રણગણાથી વધારે કિંમત લેવી નહીં. અને વેચી નાખેલા કરિયાણાના વખાણ કરવા નહીં કે ઓછે વેચી નાખ્યાનો પશ્ચાત્તાપ કરવો નહીં. તોલા માપાં કમી કે જાસ્તી રાખવા નહીં. ત્રાજવાના પાસંગ બે બાજાના નીચા ઊંચા રાખવા નહીં. હલકા ભારે રાખવા નહીં, ડાંડી મરડીને તોલમાં ફરક પાડી દેવો નહીં. ૪૮૭ Page #551 -------------------------------------------------------------------------- ________________ સાતસો માનીતિ રસ પદાર્થ વિગેરેમાં બીજી વસ્તુનો ભેળસેળ કરવો નહીં, ખોટા વાંધા પાડવા નહીં, લાંચ ખાવી નહીં. સારું કરવામાં વચ્ચેથી ખાઈ જવું નહીં, કરેલ સાટું ખોટું બોલીને ભાંગવું નહીં. ખોટું નાણું આપવું નહીં, પારકા ઘરાક ભાંગવા નહીં, વચન ફેર કરવું નહીં, અંધારે એકની બીજી અથવા ભારેને બદલે હલકી વસ્તુ આપવી નહીં, અક્ષર ભેદ કરવો નહીં, લખેલા અક્ષર ફેરવવા નહીં, પરપંચના કરવી નહીં, કોઈને ઠગવું નહીં, પરને ઠગનાર માણસ ખરી રીતે પોતે જ ઠગાય છે, સંસારમાં તેની હલકાઈ થાય છે અને સ્વર્ગ કે મોક્ષની તેવા માયાવી મનુષ્યને પ્રાસિ થતી નથી; માટે કિંદ પણ પરવંચના કરવી નહીં. સત્ય માર્ગે ચાલવું. સત્ય માર્ગે ચાલતાં અવશ્ય પુષ્કળ ઘનની પ્રાપ્તિ થાય છે.’’ (પૃ.૧૨૫) ૬૭૮. જીવહિંસક વ્યાપાર કરું નહીં. જે વ્યાપાર કરવાથી જીવોની હિંસા થાય તેવા વ્યાપાર કરું નહીં. અનાજનો વ્યાપાર કે ખેતી વગેરેના ધંધામાં ઘણી જીવ હિંસા થતી હોવાથી તેવા વ્યાપાર કરું નહીં. *હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી – અનાજનો વ્યાપાર જો કે શ્રાવકે બનતા સુધી તેમાં હિંસા વિશેષ હોવાથી ક૨વા યોગ્ય નથી, છતાં આજીવિકા નિમિત્તે કરવો પડે તો પણ દુષ્કાળ પડે તો ઠીક, એમ ચિંતવવું નહીં. વૈદ્યનો વ્યાપાર કરવો ઘટિત નથી, છતાં વૈદ્ય કે ડૉક્ટર થાઓ તો ‘ રોગની વૃદ્ધિ કે રોગની ઉત્પત્તિ થયે આનંદ માનવો નહીં.' વસ્ત્રાદિકના વ્યાપારમાં પણ જેથી ઘણા મનુષ્યોને ગેરલાભ કે હાનિ થાય તેવું મોંઘાપણું ચિંતવવું નહીં; કારણ કે મોંધુ થવાનું હોય તો અણચિંતવ્યું પણ થાય છે. માત્ર તેવા સંકલ્પ વિકલ્પથી જીવ ફોગટ કર્મ બાંધે છે. આવી બાબતમાં જેનું મન નિશ્ચળ છે તે પ્રશંસનીય છે અને જેનું મન માઠા વિચારવાળું છે તેને જોવાથી પણ પાપ લાગે છે. (પૃ.૧૨૩) ૬૭૯, ના કહેલા અથાણાદિક સેવું નહીં, ભગવાને જે અથાણા, મુરબ્બા વગેરેની ના કહી છે તેનું સેવન કરું નહીં. : ‘બોઘામૃત ભાગ-૩'માંથી – “લીલોતરીનો ત્યાગ કર્યો છે તેમાં અથાણાનો સમાવેશ થતો નથી. લીલોતરીમાં તો સચિત્ત ઊગેલી કે ઊગતી વનસ્પતિ સમાય છે અને અથાણામાં અચિત્ત થઈ ગયેલી વસ્તુઓ મુખ્યપણે હોય છે. એટલે કોઈ જીવોને મારે મારા આહાર અર્થે હણવા નથી એવી ભાવના લીલોતરીના ત્યાગીને હોય છે; કારણ કે બીજા જીવોને હણવાથી મારા આત્માને સંસાર-પરિભ્રમણનું કારણ રાગદ્વેષ છે તેમાં પ્રવૃત્તિ થાય છે, તે રાગદ્વેષ ટાળવા આ લીલોતરીના જીવો પ્રત્યે દયા રાખું છું એટલે મારા જીવને જ બચાવું છું. રસમાં લુબ્ધ થવાથી ઘણી વખત આ જીવ છેદાયો છે, ભેદાયો છે, શેકાયો છે, તળાયો છે અને વારંવાર સંતાપ પામ્યો છે, તે ભાન નહોતું; પણ પરમકૃપાળુદેવની કૃપાથી આ મૈં જીવની હવે તેવી દશા ન થાય તે અર્થે બીજા જીવો પ્રત્યે તેવા દુ:ખની આ જીવને હવે ઇચ્છા નથી. બીજું અથાણામાં ફૂગ આવે છે તે વનસ્પતિકાયના જીવો છે, અને ન સચવાય તો લીધેલા વ્રતમાં દોષ થવાનો સંભવ છેજી. જે વિચારવાન જીવો લીલોતરીનો ત્યાગ કરી શકતા નથી તેવા જીવો પણ અથાણાનો ત્યાગ એવી ભાવનાથી કરે છે કે એકેંદ્રિય જીવો બધા બચાવી શકાય તેમ હાલ લાગતું નથી, પણ બેઇંદ્રિય આદિ ત્રસ (હાલતાં ચાલતાં) જીવો અથાણામાં પડે છે તે એક જાતનો કહોવારો છે તે ખાવો ઘટતો નથી; તથા રસના લોભી જીવ અથાણા કરી રાખી, શાક ન મળી શકે તેવી મોસમમાં અથાણાથી ૨સ પોષવાનું કરે છે ૪૮૮ Page #552 -------------------------------------------------------------------------- ________________ મંદિરોની અંદર બનાવેલ વિશ્વવિખ્યાત બારીક કોતરણી આબુમાઉંટના પહાડ ઉપર બનાવેલ મંદિરો. જ્ઞાનભંડાર માટે શાસ્ત્ર ભણાવે છે. TET-II | પાના તેજપાલની પત્ની સાથણીને | LATEી શત્રુંજયનો ૧૩ વાર સંઘ કાઢ્યો, વસ્તુપાલ તેજપાલ યાત્રાળુઓના પગ ધુએ છે. બીચ્છાઓને અનુકંપાદાન આપે છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ તે રસ ઘટાડવાને અથાણાનો ત્યાગ કરે છેજી. જેમ જેમ દયાની લાગણી વધતી જાય તેમ તેમ જીવ પોતાના આત્માને પાપના કારણોથી બચવા થોડી વસ્તુઓથી પેટ પૂરતો ખોરાક નિર્દોષપણે લેવાની યોજના કરીને જીવે છેજી. (પૃ.૨૩૪) ૬૮૦. એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. કન્યાને પોતાના જ કુળમાં આપું નહીં અથવા પોતાના કુળની કન્યાને પુત્રવધૂ તરીકે લઉં નહીં. ૬૮૧. સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. પુત્ર કે પુત્રીના લગ્ન માટે સામા પક્ષના સગાં સ્વધર્મના જ શોધીશ. કારણ કે પુત્રી જૈનધર્મી હોય અને એના સાસરા પક્ષવાળા વૈષ્ણવ વગેરે હોય તો તેને ધર્મક્રિયા કરવામાં બાધા આવે, માટે સામા પાવાળા સ્વધર્મ જ ખોળા જ શ્રી જૈન હિતોપદેશ'માંથી :– સરખા ધર્મ આચરણવાળા સાથે વિવાહ કરવો; પણ ગોત્રીય સાથે કરવો નહીં. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં એક ગોત્રવાલા સાથે વિવાહ કરવાનો નિષેધ કર્યો છે. સ્ત્રી અને ભર્તારનો ધર્મ એક જ હોય તો ધર્મ સંબંધી તકરાર ઊઠવાનો સંભવ રહે નહીં. પણ ધર્મકાર્ય કરવામાં પરસ્પર એકબીજાને સહાયભૂત થાય. (પૃ.૧૨૦) માટે સામા પક્ષનાં સગાં સ્વધર્મી જ ખોળીશ. ૬૮૨. ધર્મકર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. અથવા ક્ષમા આદિ દશલક્ષણરૂપ ધર્મ કહ્યો છે. તે ધર્મ કર્તવ્યમાં વિનય, વિવેક સહ ઉત્સાહપૂર્વક પ્રવર્તીશ જેથી શીઘ્ર કર્મોનો નાશ થાય. વસ્તુપાલ તેજપાલનું દૃષ્ટાંત મહા ગુજરાતના મહામંત્રી વસ્તુપાલ તેજપાલ થઈ ગયા. જેમણે ધર્મના અનેક કર્તવ્યો ઉત્સાહપૂર્વક કર્યાં. તે નીચે પ્રમાણે ઃ— (૧) જેણે અનેક સાધુ સંતોને દાન આપ્યા. (૨) જેણે અનેક ગરીબોના દુઃખ ફેડ્યા. (૩) જેણે અનેક યાત્રીઓના પગ ધોયા. (૪) જેણે સિદ્ધગિરીના ૧૩ યાત્રાસંઘ કાઢ્યા. (૫) જેણે અનેક જ્ઞાનભંડારો માટે શાસ્ત્રો લખાવ્યા. (૬+૭) તથા આબુ માઉન્ટ ઉપર જેણે ભવ્ય અદ્ભુત જિનાલયોનું નિર્માણ કર્યું. જે આજે પણ જગત પ્રસિદ્ધ છે. એમ ધર્મકર્તવ્યો કરવામાં સદા ઉત્સાહ આદિનો ઉપયોગ કરીશ. ૬૮૩. આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઈશ. પોતાની આજીવિકા પ્રાપ્ત કરતાં સામાન્ય પાપ થાય તો પણ કંપારી છૂટે કે આ પાપ મારે કરવા પડે છે એનો અંતરમાં પશ્ચાત્તાપ કરીશ, અને તે પાપ પણ છૂટે એવી ભાવના રાખીશ. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મને સુખી થતું નથી, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ન ન ચાલતાં ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર (અસત્ય અને સહજ માયા) સેવવો પડે તો મહાશોચથી સેવવો, પ્રાયશ્ચિત્ત ઘ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ – ૨. મિત્રથી વિશ્વાસઘાત ૧. કોઈથી મહા વિશ્વાસઘાત ૩. કોઈની થાપણ ઓળવવી ૪. વ્યસનનું સેવવું ૪૮૯ Page #554 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૫. મિથ્યા આળનું મુકવું ૬. ખોટા લેખ કરવા ૭. હિસાબમાં ચુકવવું ૮. જુલમી ભાવ કહેવો - ૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો ૧૦. ન્યૂનાવિક તોળી આપવું ૧૧. એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું ૧૨. કર્માદાની ઘંઘો – એ વાટેથી ૧૩. લાંચ કે અદત્તાદાન કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો.” (વ.પૃ.૧૭૯) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા૨'માંથી – “ખર કમ તજીને, ન્યાયવૃત્તિ મૂક્યા સિવાય, શુદ્ધ વ્યવસાયવડે ગૃહસ્થ દ્રવ્યવૃદ્ધિ કરે.” ખર કર્મ એટલે નિર્દય જનોને ઉચિત એવા કોટવાલ, ગુણિપાલ (જેલર) અને સીમપાલ (સીમાનો રક્ષક) વિગેરેની નોકરી કે જે અત્યંત પાપવ્યાપાર વાળી છે તે શ્રાવકે ન કરવી અને સજ્જનોને સ્તુતિ કરવા યોગ્ય એવી ન્યાયવૃત્તિ રાખવી. કહ્યું છે કે – “ડાહ્યા માણસો ન્યાયપરાયણપણે જ દ્રવ્ય ઉપાર્જન કરવાનો યત્ન કરે છે; કારણ કે સંપદા મેળવવાનો કષ્ટ વિનાનો ઉપાય ન્યાય જ છે.” અનુચિત એવા વ્યાપાર કરવા વડે દ્રવ્ય મેળવવું તે પણ અન્યાયવૃત્તિ છે. (પૃ.૧૮૯) ૬૮૪. ઘર્મમિત્રમાં માયા રમું નહીં. ઘર્મમિત્રોમાં કોઈ દિવસ માયા કરું નહીં. મહાપુરુષો માયા કરવાની જ ના પાડે છે તો પછી ઘર્મમિત્રમાં તો માયા કેમ કરું? ન જ કરું. સમાધિસોપાન'માંથી :- “સર્વ અનર્થોનું મૂળ કપટ છે; પ્રીતિ અને પ્રતીતિનો તે નાશ કરે છે. કપટીમાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાત આદિ ઘણા દોષો વસે છે. કપટીમાં ગુણો રહેતા નથી, માત્ર દોષોનો ભંડાર તે બને છે. માયાવી આ લોકમાં અપયશ પામે છે અને મરીને તિર્યંચ-નરક આદિ ગતિ પામે છે; ત્યાં અસંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરે છે. માયાચાર રહિત આર્જવઘર્મ-સરળતા ઘારે તેનામાં સર્વ ગુણો આવીને વસે છે; તે સર્વની પ્રીતિ, પ્રતીતિને પાત્ર બને છે; પરલોકમાં દેવોને પૂજ્ય ઇંદ્રપ્રતીંદ્ર આદિ થાય છે. માટે સરળ પરિણામ જ આત્માને હિતકારી છે. (પૃ.૩૧૫) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી - ઘર્મબુદ્ધિ તથા પાપબુદ્ધિનું દ્રષ્ટાંત – ભીમપુર નામના નગરથી પાપબુદ્ધિ અને ઘર્મબુદ્ધિ નામે બે મિત્ર દ્રવ્ય કમાવાને માટે દેશાંતરે ગયા. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી પાછા પોતાને ઘેર ત્વરાથી આવતા હતા. બોજો વધારે હોવાથી તેઓ કેટલુંક દ્રવ્ય ગામની બહાર દાટીને ઘેર આવ્યા. એક વખત પેલા બે મિત્રમાંથી પાપબુદ્ધિ રાત્રે જઈને દાટેલું દ્રવ્ય કાઢી લઈ તે ખાડો કાંકરાથી પૂરી ઘેર આવ્યો. અન્યદા ઘર્મબુદ્ધિએ પાપબુદ્ધિ પાસે આવીને કહ્યું કે, “હું દ્રવ્ય વિના દુઃખી થાઉં છું, માટે ચાલો, પેલું દ્રવ્ય કાઢી લાવીએ.’ પાપબુદ્ધિ બોલ્યો-“ચાલો જઈએ'. પછી બંને દ્રવ્ય લેવા ગયા. ત્યાં ખાડો ખોદીને જોતાં દ્રવ્ય રહિત જોઈ પેલો દાંભિક પાપબુદ્ધિ કપટથી માથું કૂટવા લાગ્યો અને બોલ્યો – “અરે ઘર્મબુદ્ધિ! આમાંથી તું જ ઘન કાઢી ગયો છે.” ઘર્મબુદ્ધિએ કહ્યું કે, “મેં લીધું નથી પણ તેં લીધું છે, અને આ ખોટી માયા કરે છે; મેં તો દંભવૃત્તિ કરવાના પચ્ચખાણ લીધા છે. આ પ્રમાણે વાદ-વિવાદ કરતાં બંને રાજદ્વારમાં ફરિયાદે ગયા. બંને પરસ્પર એક બીજાના દૂષણ કહેવા લાગ્યા. તે સાંભળી ૪૯૦ Page #555 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ન્યાયાધિકારીઓએ કહ્યું કે, “તમે બંને દિવ્ય કરી બતાવો.” એટલે પાપબુદ્ધિ બોલ્યો : “તમે અમારો ન્યાય બરાબર કર્યો નહીં. કેમકે ન્યાયમાં પ્રથમ દિવ્ય હોય જ નહીં. કહ્યું છે કે પ્રથમ તો વાદ-વિવાદ સાંભળીને ન્યાય આપવો, અને જો તે બરાબર ન જણાય તો , પછી સાક્ષીઓ લઈને ન્યાય આપવો, અને જો સાક્ષીનો અભાવ હોય તો પછી છેવટે દિવ્ય કરાવવું એમ વિદ્વાનો કહે છે. આ વાતમાં તો અમારે જ્યાં દ્રવ્ય હતું, તે વનની દેવી સાક્ષી છે, તે જે ચોર હશે તેનું નામ આપશે.” અધિકારીઓએ કહ્યું. “તે વાત સત્ય છે. કહ્યું છે કે, જો વાદ-વિવાદમાં એક ચંડાલ પણ સાક્ષી મળે તો ત્યાં દિવ્ય કરાવવું નહીં; તો જ્યાં દેવતા સાક્ષી હોય ત્યાં તો વાત જ શી કરવી?” આ પ્રમાણે ન્યાયાધિકારીઓએ માન્ય કરીને ઠરાવ્યું કે, “કાલે સવારે ત્યાં જઈ વનદેવતાને પૂછવું.” પાપબુદ્ધિ ઘેર આવ્યો અને રાત્રે પોતાના પિતાને કોઈ ખીજડાના વૃક્ષના કોટરમાં ગોપવ્યો. પછી તે વૃક્ષની આસપાસ સિંદુર અને તેલ લગાવ્યું. તેણે પોતાના પિતાને શિખવાડ્યું કે “અહીં જ્યારે વનદેવીને પૂછવામાં આવે ત્યારે તમારે સ્વર બદલાવીને કહેવું કે, ઘર્મબુદ્ધિ ગોમુખી વાઘ છે, તેણે આવીને ઘન કાઢી લીધું છે.” આમ શીખવીને તે ચાલ્યો ગયો. બીજે દિવસે ઘર્મબુદ્ધિ, પાપબુદ્ધિ, રાજા અને અધિકારી પ્રમુખ લોકો વનમાં ગયા. પછી વનદેવીની પૂજા કરીને પૂછ્યું કે, “હે વનદેવતા! આ દ્રવ્ય કોણે લીધું છે તે કહો.” એટલે ખીજડીના કોટરમાંથી એવો શબ્દ નીકળ્યો કે, “ગોમુખી વાઘ ઘર્મબુદ્ધિ દ્રવ્ય લઈ ગયો છે”. પછી અઘિકારીઓ ઘર્મબુદ્ધિને કહેવા તત્પર થયા કે, “આ દ્રવ્ય મેં લીધું છે. તેવામાં ઘર્મબુદ્ધિએ સર્વની સમક્ષ તે ખીજડાના વૃક્ષને અગ્નિ લગાડ્યો, જેથી તે વૃક્ષ બળવા માંડ્યું, એટલે જેનું અધું અંગ દશ્ય થયેલું છે અને જેની આંખો ફટી ગઈ છે તેવો પાપબુદ્ધિનો પિતા તેના કોટરમાંથી નીકળ્યો. તે જોઈ અધિકારીઓ આશ્ચર્ય પામીને બોલ્યા કે- “અરે શ્રેષ્ઠિ! આ શું? તેં વૃદ્ધાવસ્થામાં આવું પાપ કેમ કર્યું? શ્રેષ્ઠી બોલ્યો – “આ પાપ મને પુત્રે કરાવ્યું.” ત્યારથી તે બંને લોકમાં ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ એવા નામથી પ્રસિદ્ધ થયા. રાજાએ દાંભિક પાપબુદ્ધિનું સર્વસ્વ લુંટી લઈને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. રાજાએ શુદ્ધઘર્મી ઘર્મબુદ્ધિનાં ઘણાં વખાણ કર્યા અને તે સુખી થયો. આ બંને મિત્ર (ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ) ની વાર્તા સાંભળીને ગૃહસ્થ વ્રતધારીઓએ દંભ છોડીને વ્યવહાર કરવો, જેથી સૌભાગ્ય અને લક્ષ્મી પ્રાપ્ત થાય.” (પૃ.૨૦૧) માટે માયા કરું નહીં, પણ ઘર્મમિત્રમાં તો કદી માયા કરું જ નહીં એવો દ્રઢ નિશ્ચય રાખું. ૬૮૫. ચતુર્વર્તી ઘર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણ છે. તેમાં પોતે જે વર્ણમાં જન્મ ધારણ કર્યો હોય તે વર્ણના ઘર્મ એટલે કર્તવ્યને, વ્યવહારમાં ભૂલું નહીં. જેથી પોતાના સમાજમાં ટીકાને પાત્ર ન થાઉં. પણ ૪૯૧ Page #556 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ મુક્તિ અર્થે આત્મઘર્મ તો વીતરાગ પ્રરૂપિત સિદ્ધાંત અનુસાર જ ઉપાસવા યોગ્ય છે. ૬૮૬. સત્યવાદીને સહાયભૂત થઈશ. સત્યવાદીનો જ પક્ષ કરીશ. જે સત્યવાદી હોય તેને સહાયભૂત થઈશ. ગાંધીજીનું દ્રષ્ટાંત - જેમ મહાત્મા ગાંધીજીએ સત્યનો આગ્રહ રાખ્યો તો ભારત દેશના લોકોએ તેમને સહાય આપી. તેમાં માર પણ ખમવા પડ્યા. સત્યને માટે અનેક લોકોએ પોતાના પ્રાણ પણ આપી દીધા. એમ હું પણ સત્ય છે મત જેનો તેને મદદરૂપ થઈશ પણ સ્વાર્થવશ બની અસત્યવાદીઓને ટેકો આપીશ નહીં. ૬૮૭. પૂર્વ ત્યાગને ત્યાગું છું. સાધુપણું લઈ લોકોને ઠગવાથી દુર્ગતિનું કારણ થાય. આવા ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ઘર્મામૃત'માંથી - મરુભૂતિનું દ્રષ્ટાંત – “જ્યારે પાર્શ્વનાથ મરુભૂતિના ભવમાં હતા ત્યારે કમઠનો જીવ તેમનો મોટો ભાઈ હતો. મભૂતિ પ્રઘાન થયો અને રાજા અરવિંદ સાથે લડાઈમાં ગયો, ત્યારે મોટા ભાઈએ પોતાની સત્તાને બળે મરુભૂતિની સ્ત્રી સાથે દુષ્ટ આચરણ કર્યું તેથી રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. પછી તે ક્રોધથી હાથ પર શિલા રાખી તપસ્યા કરતો હતો. ત્યાં મરુભૂતિ તેની માફી માગવા ગયો ત્યારે શિલા તેના ઉપર નાખી તેને મારી નાખ્યો.” (પૃ.૧૨૩) કમઠનો ત્યાગ તે ધૂર્ત ત્યાગ હતો, સાચો ત્યાગ નહોતો. માટે આવા ઘૂર્ત ત્યાગનો ત્યાગ કરું. ૬૮૮. પ્રાણી પર કોપ કરવો નહીં. કોઈપણ પ્રાણી ઉપર ક્રોઘ કરવો નહીં. ક્રોઘ કરવાથી પોતાનો આત્મા પહેલો દુઃખી થાય છે. પછી બીજાને પણ દુઃખી કરવાનું કારણ ઉપસ્થિત કરે છે. ક્રોઘ પરસ્પર પ્રીતિનો નાશ કરે છે. માટે કોપ એટલે ક્રોઘને જીતવાનો પ્રયાસ કરું, જેથી હું સુખી થાઉં અને સામાવાળો જીવ પણ સુખી થાય. “સમાધિસોપાન'માંથી - “ક્રોઘ વેરીને જીતવો તે જ ઉત્તમ ક્ષમા છે. ક્રોધશત્રુ કેવો છે? આ જીવને વસવાના સ્થાનરૂપ સંયમભાવ, સંતોષભાવ, નિરાકુળતાભાવ, તે સર્વેને બાળનાર અગ્નિ સમાન છે; સમ્યક્દર્શન આદિ રત્નોના ભંડારને તે લૂંટી લે છે; યશનો નાશ કરે છે, અપયશરૂપ કલંકને ફેલાવે છે, ઘર્મ-અઘર્મના વિચારનો વિનાશ કરે છે. ક્રોથીને પોતાનાં મન, વચન, કાયા પોતાને વશ રહેતા નથી. ઘણા કાળની પ્રીતિ ક્ષણ માત્રમાં તોડી તીવ્ર વેર બાંધે છે. ક્રોધરૂપ રાક્ષસ જેને વળગ્યો હોય તે અસત્ય વચન, ભીલ, ચંડાળ આદિ બોલે તેવાં લોકનિંદ્ય વચન બોલે છે. ક્રોધને વશ જીવ પિતાને, માતાને, પુત્રને, સ્ત્રીને, બાળકને, સ્વામીને, સેવકને, મિત્રને મારી નાખે છે; સર્વ ઘર્મનો લોપ કરે છે. તીવ્ર ક્રોથી જીવ વિષથી, કે શસ્ત્રથી પોતે આપઘાત પણ કરે છે; ઊંચાં મકાન કે પર્વત ઉપરથી પડતું મૂકીને કે કૂવામાં પડીને આપઘાત કરે છે. કોઈ રીતે ક્રોઘીનો વિશ્વાસ રાખવા યોગ્ય નથી. ક્રોથી જીવ યમરાજ જેવો છે. ક્રોથી જીવ બીજા જીવોની ઘાતાદિ કરવા ઇચ્છે છે પણ તેથી તે પ્રથમ તો પોતાનાં જ્ઞાન, દર્શન, ક્ષમા આદિ ગુણોની ઘાત કરે છે, પછી સામા જીવનાં કર્મ પ્રમાણે બીજાની ઘાત તો થાય કે ન પણ થાય. ક્રોધના પ્રતાપે મહા તપસ્વી, નગ્ન વનવાસી ૪૯૨ Page #557 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ મુનિઓ પણ ધર્મથી ભ્રષ્ટ થઈ નરકે ગયા છે. ક્રોધ બન્ને લોકનો નાશ કરે છે; મહા પાપ બંધાવી નરકે પહોંચાડે છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, નિર્દયી બનાવે છે, બીજાએ આપણા ઉપર કરેલા ઉપકાર ભુલાવી કૃતી કરે છે, તેથી ક્રોધ સમાન પાપ નથી. ક્રોધાદિ કપાય સમાન આત્માની ઘાત કરનાર કોઈ નથી. જગતમાં જે પુણ્યવાન, મહા ભાગ્યશાળી હોય છે, અને જેનું આ ભવ તથા પરભવમાં ભલું થવાનું હોય છે તેને જ ક્ષમા નામનો ગુણ પ્રગટે છે.’’ (પૃ.૨૬૦) ક્રોથ જીતવાની ભાવના – “કોઈ દુર્વચન આદિથી દુઃખી કરે, ગાળો દે, ચોર, અન્યાયી, પાપી, દુરાચારી, દુષ્ટ, નીચ, ચંડાળ, કૃતજ્ઞી એવાં અનેક કુવચન કહે, ત્યારે જ્ઞાની એવો વિચાર કરે કે મેં આનો અપરાધ કર્યો છે કે નહીં? જો અપરાધ કર્યો હોય તથા રાગ, દ્વેષ, મોહને લઈને તેને કોઈ વાતે દુઃખી કર્યો હોય, તો હું અપરાધી છું. મને ગાળ દે છે, ધિક્કારે છે, નીચ, ચોર, કપટી, અધર્મી કહે છે વ્યાજબી છે; એથી વધારે દંડ દે તોપણ વ્યાજબી છે. મેં અપરાધ કર્યો છે તેથી મારે ગાળ સાંભળીને ક્રોધ કરવા યોગ્ય નથી, અપરાધીને નરકમાં શિક્ષા ભોગવવી પડે છે, તો મારા નિમિત્તે એને દુઃખ થયું એટલે ક્રોધમાં આવીને તે કડવાં વચન કહે છે; આવો વિચાર કરીને જ્ઞાની ક્ષમા કરે છે; ક્રોધ કરતા નથી.'' (પૃ.૨૬૨) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી : કુરુડ અને ઉકુરુડમુનિનું દૃષ્ટાંત – કુણાલાનગરીના દરવાજાની ખાળ પાસે કુરુડ અને ઉકુરુડ નામના બે મુનિ કાયોત્સર્ગ ઘ્યાનમાં રહ્યા હતા. તેમના પ્રભાવથી તેઓને જળનો ઉપસર્ગ ન થાય’ તેમ ઘારી મેઘ નગરની બહાર વરસતો હતો. તે હકીકત જાણીને લોકોએ એકઠા થઈ તેમને ઉપદ્રવ કરવા માંડ્યો અને કહેવા લાગ્યા કે, “તમારા બન્નેના મહિમાથી નગરમાં વરસાદ થતો નથી, તેથી અમને ઘણો પરિતાપ રહે છે, અને એ અમારે મોટા અરિષ્ટવિઘ્નરૂપ છે. માટે તમે અહીંથી નીકળો.’’ આ પ્રમાણે વારંવાર કહેવાથી તે બન્નેના ધ્યાનમાં ભંગ થયો અને તેમને તે લોકોની ઉપર રૌદ્રધ્યાન ઉત્પન્ન થયું. તેથી તે બન્ને આ પ્રમાણે શ્લોક બોલ્યા – वर्ष मेघ! कुणालायां दिनानि दश पंच च । नित्यं मुसलधाराभिर्न्यथा रात्रौ तथा दिने ||१|| ભાવાર્થ – “હે મેઘ! કુણાલાનગરીમાં મુશળધારાએ જેવો રાત્રીએ તેવો જ દિવસે એમ પંદર દિવસ સુધી રોજ વરસ.’ આટલું કહેતા મેઘ વરસવા લાગ્યો. તે એટલો વરસ્યો કે તેના જળપ્રવાહમાં આખું નગર તણાઈને સમુદ્રમાં ચાલ્યું ગયું. તેમાં તે બન્ને મુનિ પણ અશુભ ઘ્યાનમાં વર્તતા સતા તણાઈ ગયા. “આર્નાદિ અપઘ્યાનથી મેષની વૃષ્ટિ કરાવીને ક્ષમારહિતપણે આખા નગરને તણાવી તે બન્ને મુનિ અનર્થદંડ વર્ડ નરકગતિને પ્રાપ્ત થયા.” (પૃ.૨૧૧) ૬૮૯. વસ્તુનું તત્ત્વ જાણવું. વસ્તુનું તત્ત્વ એટલે વાસ્તવિક સ્વરૂપ જાણવું. જીવ કે અજીવ વસ્તુનું સત્ય સ્વરૂપ જાણવાથી પોતાને પોતાનું ભાન થાય છે. અનાદિકાળથી આત્મવસ્તુના તત્ત્વને ન જાણવાથી જીવ ચાર ગતિમાં રઝળ્યા કરે છે. માટે હવે વસ્તુના વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન મેળવું, ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “નવ તત્ત્વનું કાળભેદે જે સત્પુરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન ૪૯૩ Page #558 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે, તે સત્પરુષો મહાપુણ્યશાળી તેમજ ઘન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોઘ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં.” (પૃ.૧૧૯) બોઘામૃત ભાગ-૧'માંથી - “તત્ત્વ એટલે પદાર્થ. પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ. તત્ત્વ એટલે સ્વરૂપ. ભગવાનનાં વચનો વડે રૂપી અરૂપી પદાર્થો જણાય છે. મુનિએ આગમરૂપી આંખોથી આખા જગતને જાણે છે. શાસ્ત્ર ભણવાં એ પ્રવચન-ભક્તિ છે. આખા વિશ્વનું કેવું સ્વરૂપ છે તેને છ દ્રવ્ય અને નવતત્ત્વમાં કહ્યું છે.” (પૃ.૧૧૩) ‘બોઘામત ભાગ-૩'માંથી :- “અનંતકાળથી જીવ જન્મમરણ કર્યા કરે છે, પરંતુ શુભ સંયોગો પામીને સત્સંગયોગે જીવને પોતાના વિષે વિચાર કરવાની વૃત્તિ જાગે છે. હું હું હું કરું છું તેમાં હું કોને કહું છું? તેનો વિચાર ઉદભવતાં સત્યરુષની શોધ કરી તેનો નિર્ણય તે જ્ઞાની દ્વારા કરી લે છે એટલે જ્ઞાનીએ કહેલું આત્માનું સ્વરૂપ તેને માન્ય થાય છે – છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ - મૂળ એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ - મૂળ” મૂળમાર્ગમાં કહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મા એ સાત તત્ત્વનું પહેલું તત્ત્વ છે. તે જીવને કર્મનો સંગ છે તેથી બંઘ દશામાં છે; તે કર્મનું મૂળ કારણ જીવના અશુદ્ધ ભાવ અને તેથી પુગલ વર્ગણા (જડ સૂક્ષ્મ પરમાણુઓના જથ્થા) નું આવવું થાય છે તે તે જડ પુગલ દ્રવ્ય અજીવ છે. તેવાં જ બીજાં આકાશ, કાળ, ઘર્મ (ગતિમાં સહાયક), અધર્મ (સ્થિતિમાં સહાયક) અજીવ દ્રવ્યો છે. આમ પુગલ (રૂપ, રસ, ગંઘ, સ્પર્શ ને શબ્દવાળા પદાર્થો) આકાશ, કાળ, ઘર્મ અને “અઘર્મ - આ પાંચ અજીવ છે તે બીજું તત્ત્વ છે. જીવના અશુદ્ધભાવ અને તે નિમિત્તે આવતા પરમાણુઓના સમૂહને આસ્રવ નામનું ત્રીજાં તત્ત્વ કહે છે તે અશુદ્ધભાવને લઈને આવેલાં પરમાણુ આત્માના પ્રદેશોની સાથે દૂઘ ને પાણીની પેઠે એકમેક થઈને રહે છે, તેને ચોથું બંઘ તત્ત્વ કહે છે. મૂળમાર્ગમાં કહેલા ખાસ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં જીવ રહે છે ત્યારે સંવર નામનું પાંચમું તત્ત્વ પ્રાપ્ત થયું એમ કહ્યું છે; તેથી નવાં કર્મ-પરમાણુ આવતા નથી કે બંધાતા નથી. સંવરના પ્રભાવે પૂર્વે બાંધેલા કમ પણ આત્માની સાથેનો સંબંધ છોડીને અનુક્રમે ખરી જાય છે. દૂઘપાણીને ઉકાળી પાણી બાળી મૂકીએ તેમ પૂર્વ કર્મ ઘીમે ઘીમે બળી જાય છે તેને નિર્જરા નામનું છઠ્ઠું તત્ત્વ કહે છે. બઘાં કર્મ છૂટી જાય તેવો ભાવ થયે આઠે કર્મ આત્માથી છૂટાં પડી જાય અને શુદ્ધ આત્મદશા સદા કાળ રહે તે અવસ્થાને મોક્ષ નામનું સાતમું તત્ત્વ કહ્યું છે. આમ સાત તત્ત્વમાં પુણ્ય અને પાપ બે તત્ત્વો ઉમેરીને કોઈ કોઈ આચાર્યો નવ પદાર્થની સંખ્યા પણ કરે છે. આત્માને જાણવો અને આત્મારૂપ વર્તવું એ સર્વ તત્ત્વોનો સાર છે; તેથી મોક્ષ- નિશુદ્ધતા પ્રાપ્ત થાય છે.” (પૃ.૧૮૬) ૬૯૦. સ્તુતિ, ભક્તિ, નિત્યક્રમ વિસર્જન કરું નહીં. ભગવાનની સ્તુતિ તથા ભક્તિ કરવાનો જે નિત્યક્રમ છે. તેને કોઈ દિવસ ભૂલું નહીં. નિત્યક્રમ સદૈવ કરવાથી ઘર્મ પ્રત્યેની લાગણી સદા બની રહે છે. નહીં તો આત્મઘર્મનો લક્ષ ભૂલાઈ જાય અને આત્મા દુર્ગતિમાં પણ જઈ પડે. માટે ભક્તિ સ્વાધ્યાયનો નિત્યક્રમ વિસર્જન કરું નહીં. ૪૯૪ Page #559 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ૬૯૧. અનર્થ પાપ કરું નહીં. અનર્થ એટલે પ્રયોજન વગર કોઈ પાપ કરું નહીં અથવા પાપયુક્ત વચન પણ બોલું નહીં. જેમકે આને તો મારવો જ જોઈએ તો જ સીધો થાય. દુષ્ટને શિક્ષા અને સજ્જનોની રક્ષા કરવી જોઈએ. એવું વચન પણ તીવ્ર ભાવો વડે બોલવાથી દુઃખ ભોગવવા પડે છે. તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે – ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩'માંથી - કોઈને મારવાનું વચન પણ બોલવું નહીં શૂરસેન અને મહિસેનનું દ્રષ્ટાંત - બંઘુરા નામની નગરીમાં શૂરસેન અને મહિસેન નામે બે રાજપુત્ર હતા. તેઓ હમેશાં સદાચારવાળા અને પરસ્પર પ્રીતિવાળા થઈ સુખે રહેતા હતા. એક વખતે મહિસેનની જિલ્લા ઉપર અસાધ્ય રોગ ઉત્પન્ન થયો. વૈદ્યોએ તેને અસાધ્ય ઘારી છોડી દીધો. એ રોગથી તેની જિલ્લા એવી ગંઘાવા લાગી કે જેથી કોઈ તેની પાસે રહી શકતું નહીં. માત્ર તેનો બંધુ શુરસેન જ સ્નેહથી તેની પાસે રહેતો હતો. રોગની તીવ્ર વેદનાથી જ્યારે મહિસેન “અરે! અરે !” એવો પોકાર કરતો ત્યારે શુરસેન કહેતો કે – “હે બંધુ! શાંત થા અને સર્વ જગતને તારવા સમર્થ, તેમજ જ્ઞાનધ્યાનરૂપ અગ્નિથી આ ભવપ્રપંચ તથા કર્મજાલને ભસ્મ કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુનું સ્મરણ કર.” બંઘુના આવા ઉપદેશથી મહિસેને પંચપરમેષ્ઠીનું મનમાં ધ્યાન કરવા માંડ્યું. શૂરસેને પોતાના બંધુના જીવવાની આશા છોડી, પછી તેની પાસે પાપના અનેક નિયમો કરાવ્યા અને પ્રાસુકજળથી તેની જિલ્લા ઉપર જળસિંચન કરવા માંડ્યું. દૈવયોગે તે પ્રમાણે મંદમંદ જળસિંચન કરવાથી તેનો રોગ મૂળમાંથી ગયો. તેણે જે જે પચ્ચખાણ લીઘા હતા તે તે પાળવા માંડ્યા. એકદા ત્યાં શ્રી ભદ્રબાહસ્વામી પધાર્યા. તેમનું આગમન સાંભળી તે બંને ભાઈ તેમને વંદન કરવા ગયા. દેશના સાંભળ્યા પછી મહિને શૂરસેનને રોગ થવાનું કારણ પૂછ્યું એટલે ગુરુ બોલ્યા - મણિપુર નગરમાં મદન નામના કોઈ સુભટને વીર અને દીર નામે બે ઘર્મીષ્ઠ પુત્ર હતા. એક વખતે તે બંને વનમાં ફરવા ગયા. ત્યાં પોતાના મામા વસંત નામના મુનિને પૃથ્વી ઉપર પડેલા જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું, એટલે તેમાંથી કોઈએ કહ્યું કે - “એક સર્પ, કાયોત્સર્ગે રહેલા આ મુનિને ડસીને રાફડામાં પેસી ગયો છે. મામાના સ્નેહથી લઘુબંધુ ઘીર બોલ્યો કે- “અરે રાંક લોકો! તમે તે સર્પને નાસતાં મારી નાખ્યો કેમ નહીં?” તે સાંભળીને વીર બોલ્યો – “હે ભ્રાતા! આમ બોલીને વૃથા કર્મ શા માટે બાંધે છે?’ ત્યારે ઘીરે કહ્યું : “મુનિને ડસનારા સર્પને મારવાથી તો ઘર્મ જ થાય. કહ્યું છે કે – “દુષ્ટસ્થ વંદ: સ્વાનસ્થ પૂના, ચાયેન હોશસ્થ સંપ્રવૃદ્ધિઃ | . પક્ષપાતો રિપુરાષ્ટ્રવંતા, પંચૈવ યજ્ઞા કૃપડુંગવાન” ના “દુષ્ટને દંડ કરવો, સ્વજનની પૂજા કરવી, ન્યાયથી ભંડાર વઘારવો, કોઈનો પક્ષપાત કરવો નહીં અને શત્રના દેશની ચિંતા રાખવી- એ પાંચ ઉત્તમ રાજાઓને યજ્ઞ બરાબર છે.” માટે આપણને ક્ષત્રિયોને તેમ કરવાથી કાંઈ દોષ લાગે નહીં.” વીર બોલ્યો – “હે બંધુ! આપણને જૈનને તે ઘટે નહીં, જૈનોને તો લાકડી ભાંગે નહીં, દૂઘનું પાત્ર ફુટે નહીં અને દૂધ ઢોળાય નહીં; તેવી રીતે જીવનો વધ થાય નહીં તેમ કરવું જોઈએ. જીવાનંદ વૈદ્યની જેમ જૈનોએ તો વચન પણ વિચારીને બોલવું જોઈએ.” આ પ્રમાણેનું પોતાના બંધુનું વચન સત્ય માનીને તેમણે મુનિને યોગ્ય ઉપચાર વડે સજ્જ કર્યા. અનુક્રમે તે બંને ૪૯૫ Page #560 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ ક્ષત્રીપુત્ર મૃત્યુ પામીને તમે બે ભાઈ થયા છો. ઘીરના જીવે તે ભવમાં બોલેલા અનર્થદંડરૂપ વાક્યની આલોચના કરેલી નહીં હોવાથી આ મહિસેન જિલ્લાના રોગથી પીડિત થયો અને મુનિને ઉપચારવડે જીવાડ્યા હતા તેથી પ્રાપ્ત થયેલ લબ્ધિથી તારા પ્રયાસવડે તે નિરોગી થયો. આ પ્રમાણેનો પૂર્વભવ સાંભળી બંને ભાઈઓને જાતિસ્મરણજ્ઞાન થવાથી અનર્થદંડને મૂળમાંથી નિવારી બંને જણે મુનિપણું ગ્રહણ કર્યું. આ શૂરસેન અને મહિસેનના દૃષ્ટાંતથી પાપનું મૂળ જે અનર્થદંડ તેનો મૂળમાંથી ત્યાગ કરવો. (પૃ.૨) ૬૯૨. આરંભોપાધિ ત્યાગું છું. સર્વ પ્રકારના આરંભ તથા ઉપાધિનો ત્યાગ કરી મારા આત્માનું કલ્યાણ કરું. આરંભ ઉપાધિને લીધે ચિત્તની વૃત્તિ સ્થિર રહેતી નથી, તેમજ સત્સંગનો અવકાશ મળતો નથી; માટે પ્રવૃત્તિના મુખ્ય કારણભૂત એવા આરંભોપાધિને ત્યાગું છું. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– ‘ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.’’ (વ.પૃ.૨૬૨) ‘જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંઘપણે વિચરે છે, શત્રુમિત્ર પ્રત્યે જે સમાન વૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ઘ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથો પરમ સુખી છે.’’ (વ.પૃ.૧૦૬) ૬૯૩. કુસંગ ત્યાગું છું. કુસંગ એટલે ખરાબ સંગ. જેનાથી આત્માનું અહિત થાય તેવો સંગ. જેવો સંગ તેવો રંગ લાગે છે. માટે હવે કુસંગને ત્યાગી સત્સંગ કરી આત્માનું કલ્યાણ કર્યું. ‘બોધામૃત ભાગ-૩”માંથી : “નિર્વાણ માર્ગે સુવહાણ જેવા, કુસંગ-કાર્યોય મુકાવનારા; સન્માર્ગ આપીય ટકાવનારા, શ્રીમદ્ ગુરુ છે જગમાંહિ ન્યારા” ! ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છેજી. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમકૃપાળુદેવમાં ૪૯૬ Page #561 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પરમેશ્વરબુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી, તેથી જ્યાં ત્યાં માથાં ભરાઈ જાય છે. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે જાણી આત્મપરીક્ષા કરી પરમકૃપાળુદેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો પણ એમ ને એમ માનમાં વહ્યા જશે, તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી નમ્રતા ઘારણ કરી, વીસ દોહાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે જ” એ ભાવમાં આત્માને લાવશો અને અન્યજનોનાં વ્રતો અને પરમકૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલાં વ્રતોમાં આભજમીનનો ભેદ છે તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નીવેડો આવશેજી. (બો.૩ પૃ.૭૮૩) મંત્રનું સ્મરણ-જાપ વિશેષ વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. જેને મતનો આગ્રહ હોય તેવાના કુસંગથી જીવને ખોટો આગ્રહ પકડાઈ જાય છે ને જીવ કલ્યાણ માનવા લાગે છે. માટે બાઈઓના સંગ કરતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી એ વઘારે હિતકારી છેજી. પરમકૃપાળુદેવનાં પદ શીખવાં.” (બો.૩ પૃ.૭૫૫) શ્રી જેસીંગભાઈ શેઠનું દ્રષ્ટાંત – “અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે, એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છેજી. સમજવા માટે સદગત શેઠ જેસંગભાઈ ઊજમશીભાઈ (અમદાવાદ) ના જીવનનો પ્રસંગ લખું છું - પરમકૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું, અને અતિશયથારી પરમકૃપાળુદેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ઘરાવતા થયા. તેમના ગચ્છમાં દિવાળીબાઈ આર્જાને પણ તેમણે પરમકૃપાળુદેવની પ્રશંસા સંભળાવી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે તે અમારા મનની વાતો જાણી કહી દેખાડે છે. પરંતુ વિચક્ષણ આર્યા સમજી ગઈ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. તેથી અસત્સંગરૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષયોપશમ હોય પણ આખરે તો તે સંસારી જ ને? સાધુપણા વગર પૂજ્યતા ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. પછી ઘણી વખત પરમકૃપાળુદેવને મળેલા, તેમણે જાતે પીરસી તેમને જમાડેલા પણ અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઈ ગયું. આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પછી પણ રહ્યો. પરમકૃપાળુદેવે પરમશ્રત પ્રભાવક મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી; તેથી પ્રથમવૃત્તિ (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની) છપાઈ ત્યારે શેઠને ભેટ મળી, પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદયે બન્યો ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ. તે મુમુક્ષુઓને કહેતા કે ભાઈ, ભૂલેચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પ.પૂ.પ્રભુશ્રીજીની કપાને પાત્ર તે થયા, નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનુષ્યભવ વ્યર્થ જતો રહે.” (બો.૩ પૃ.૭૭૫) શ્રી દામજીભાઈનો પ્રસંગ – “શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદ્ગુરુના સત્સંગની ભાવનાથી રોકવું હોય તો રોકાય અને ભટકતું રાખવું હોય, અનાદિના સંસ્કારમાં, કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય તો તેમ પણ બની શકે છે. પણ તેનું ફળ ૪૯૭ Page #562 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પરિભ્રમણ ને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી તેને હજી લખચોરાશીમાં રખડવું છે એમ સમજાય છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષો કરે છે. પરમકૃપાળુદેવનું માહાત્મ્ય કોઈ સમીપમુક્તિગામી જીવને લાગે છે. તેવા જીવોનો યોગ મળે તો સત્સંગ કરવો, નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે સંસારને કાંઠે આવેલો બિચારો જીવ પાછો ભરસમુદ્રમાં તણાઈ જતાં વાર ન લાગે તેવું મોહનું બળ છે. માટે ચેતીને ચાલવા જેવું છે. જેનો તેનો સમાગમ કરવો અને તેને પરમકૃપાળુદેવના વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમકૃપાળુદેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ન બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય તેની અમને ખબર નથી તો તેનો માર્ગ કંઈ તમે જાણ્યો હોય તો બતાવો. આવા જીવને સત્સંગધામ અગાસની વાત કરવી યોગ્ય છે. બાકી બીજા ગરજ વગરના જીવો આગળ કઠે કહે કરવાથી તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય તે લક્ષમાં રાખવા લખ્યું છેજી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જીવો હોય છે તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોઠમાં તમે ન તણાશો એવી ભાવના છેજી.'' (ધો.૩ પૃ.૭૪૧) ‘પ્રજ્ઞાવબોધ'માંથી - “બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું વા સિંહસંગે એકલું. વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણો.” ૧૫-(પૃ.૪૬) ‘ચોસઠ પ્રકારી પૂજા'માંથી :- નીચના સંગથી મૃત્યુ કાગડા અને હંસનું દૃષ્ટાંત – એક વનમાં રાજા ક્રીડા કરવા માટે ગયો. ત્યાં એક વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. તે વૃક્ષ ઉપર એક હંસ અને કાગડો બેઠા હતા. તે બન્નેની મિત્રાચારી હતી. કાગડાનો સ્વભાવ ‘કા કા’ કરવાનો હોવાથી તે મોટે સ્વરે ‘કા કા’ કરવા લાગ્યો અને રાજાના માથા ઉપર ચરક્યો. રાજા બહુ ગુસ્સે થયો અને તેના પર બાણ મૂક્યું. કાગડો ચાલાક હોવાથી ઊડી ગયો અને બાણ હંસને વાગ્યું, તેથી તે રાજા પાસે ભૂમિ પર પડ્યો. તેને શ્વેત વર્ણવાળો જોઈ રાજાને આશ્ચર્ય થયું અને બોલ્યો કે ‘શું કાગડાઓ પણ શ્વેત હોય છે?” તે વખતે હંસ બોલ્યો કે – ‘હે મહારાજ! હું કાગડો નથી, હું તો માનસરોવરના નિર્મળ જળમાં વસનારો હંસ છું, પરંતુ આ નીચ કાગડાના સંગધી હું આ મરણદશાને પામ્યો છું.' આ દૃષ્ટાંતથી ઉત્તમ મનુષ્ય નીચનો સંગ કદાપિ કરવો નહીં. (પૃ.૭૮) જૈન હિતોપદેશ'માંથી :- સત્સંગતિ સત્પુરુષની ઇચ્છો “મુરખ સાથે ગોઠડી, પગ પગ હોય ક્લેશ'' એ ઉક્તિ અનુસારે મુર્ખ, કુપાત્ર સાથે પ્રીતિ બાંધવી નહીં; તેમ કરતાં પોતાની પણ પત જાય. રાગ બાંધવા ચાહો તો વિવેકી હંસ, સંત જ્ઞાનીપુરુષ સાથે જ બાંઘો, જેથી તમે અનાદિ અવિવેકને ટાળી સુવિવેક ધારવા સમર્થ થઈ શકો. જ્ઞાનીપુરુષના સમાગમ ૪૯૮ Page #563 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ સમાન બીજાં કોઈ સુખ નથી, તો એવો કોણ મૂર્ખ શિરોમણિ હોય છે, જે અમૃત સમાગમ ઠંડી હલાહલ વિષ જેવી અવિવેકી-કુશીલની સંગતિ ઇચ્છે; શાણો નર તો ન જ ઇચ્છે. બાકી ભૂંડ જેવી વૃત્તિવાળો તો, જ્યાં ત્યાં અશુભ સ્થાનમાં જ ભટકે તેમાં કાંઈ ૨ આશ્ચર્ય નથી. કેમકે તે તો તેનો જાતિ સ્વભાવ જ છે. આવા નીચ જનોની સોબતથી સારા સુશીલ માણસોને પણ ક્વચિત્ છાંટા લાગે છે. (પૃ.૬૬) માટે કુસંગતિનો સર્વથા ત્યાગ કરું છું. ૬૯૪. મોહ ત્યાગુ છું. મોહ એટલે રાગભાવ. રાગભાવ એ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ, દર્શનમોહને લઈને રહેલ છે. કોઈ પ્રત્યે વિશેષ મોહ રાખવાથી, તેના વિયોગ સમયે ઘણું દુઃખ થાય છે. માટે જેમ બને તેમ મોહને ઓછો કરવા પ્રયત્ન કરું. ‘ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહ્યા કરે.’ શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે. (વ.પૃ.૮૨૦) “મોહાદિ વિકાર એવા છે કે સમ્યવૃષ્ટિને પણ ડોલાયમાન કરી નાખે છે, માટે તમારે તો સમજવું કે મોક્ષમાર્ગ પામવામાં તેવા વિદનો ઘણાં છે.'' (વ.પૃ.૭૦૪) (મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ઘીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.” (વ.પૃ.૫૯૦) “જો કંઈપણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં, કેમકે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (વ.પૃ.૪૫૨) “અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાઘ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં.” (વ.પૃ.૪૫૩) મોહનીય કર્મ બે ભેદે છે – “એક દર્શનમોહનીય’ એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી “ચારિત્રમોહનીય'; તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોnક એવાં પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય” તે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયને આત્મબોધ અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોઘ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોઘ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે – તેમ બોઘ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે.” (વ.પૃ.૫૫૨) “મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનિશ્વરોને ૪૯૯ Page #564 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.” (વ.પૃ.૫૬૮) કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વઘારે છે. આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી.” (વ.પૃ.૭૪૩) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંછા, અજ્ઞાનાદિથી બોલાય છે; ક્રોઘાદિ મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજાં બધા કર્મથી વધારે એટલે (૭૦) સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતાં નથી; જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કહ્યાં છે; પણ આ કર્મની ઘણી મહત્ત્વતા છે, કેમકે સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળસ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે; આવું મોહનીયકર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે; એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી તેમ આ કર્મને માટે નથી. મોહનીયકર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લોભાદિ કષાય તથા નોકષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા કષાયો નિષ્ફળ કરી શકાય છે. નોકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે, એટલે કે તેને સારું બાહ્ય કાંઈ કરવું પડતું નથી.” (૨.૫.૯૭૬) “ઉપદેશામૃત'માંથી - “આખું જગત મોહનિદ્રામાં સૂતું છે, ઊંઘે છે. સત્પરુષનાં વચન તે ઊંઘમાંથી જાગૃત કરનાર છે. સત્સંગમાં તે વચનો-બોઘ સાંભળતાં કોટિ ભવ નાશ પામે છે. પાપના દળિયાં સંક્રમી જઈ પુણ્યરૂપ થઈ જાય છે. ‘ઝબકે મોતી પરોવી લે, નહીં તો ઘોર અંધાર.” માટે ચેતી લેવું. જ્ઞાનીને તો હવે તમને ઉઠાડવા છે, ઊંઘવા દેવા નથી. માટે જાગૃત થાઓ, ચેતી જાઓ, આત્માને ઓળખો.” (પૃ.૩૬૦) ૬૯૫. દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. જીવનમાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરીશ. પ્રાયઃ એટલે અપરાઘ અને ચિત્ત એટલે શુદ્ધિ. લાગેલા અપરાશની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે. પ્રથમ મારાથી સેવાયેલા અલ્પ પણ દોષોની સ્મૃતિ કરી ફરી ફરી તેનો પશ્ચાત્તાપ કરું. પછી તે દોષોથી નિવૃત્તવા માટે શ્રી ગુરુ આગળ જઈ થયેલ પાપને આલોચું; અર્થાત્ બાળકની જેમ બધા દોષો પ્રગટ કરું. પ્રત્યુત્તરમાં શ્રી ગુરુ મારી આત્મશુદ્ધિ અર્થે તે તે દોષોનું જે જે પ્રાયશ્ચિત્ત આપે તે આદરપૂર્વક અંગીકાર કરી દોષથી રહિત થાઉં. શ્રી ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. શિષ્યના દોષ કોઈને કહે નહીં તેવા હોવા જોઈએ. નહીં તો ભયંકર અનર્થ પણ થઈ જાય. આવા આત્મજ્ઞાની પ્રત્યક્ષ ન હોય ત્યારે ચિત્રપટ કે તેમની મૂર્તિને પ્રત્યક્ષ માની તે સમક્ષ પોતાના દોષ ભાવથી જણાવી ફરી તેવા દોષો ન કરવાની પ્રતિજ્ઞા લઈ આત્મશુદ્ધિ કરી શકાય. પણ ગમે તેવા પુરુષ આગળ દોષો જણાવવાથી આત્મશુદ્ધિ થઈ શકે નહીં. ૫૦૦ Page #565 -------------------------------------------------------------------------- ________________ સાતસો મનનીતિ ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – . “કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા છે." કોઈને કાંઈ દ્વેષથી કહેવાઈ જવાય તો પશ્ચાત્તાપ ઘણો કરજો, અને ક્ષમાપના માગજો. પછીથી તેમ કરશો નહીં.’’ (વ.પૃ.૧૨) “સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.” (પૃ.૨૦૧) “વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભુલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો.'' (વરૃ.૧૬¢} “પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રાદિ સાધન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.’' (વ.પૃ.૪૨૨) “શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલોકમય અને અનુકંપા છૂટે છે; આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇ॰ જે જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.'' (પૃ.૮૭) “નિકાચિત્ કર્મમાં સ્થિતિબંધ હોય તો બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તો તે વિચારે, પશ્ચાત્તાપ, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભોગવ્યે છૂટકો.'' (વ.પૃ.૭૩૪) “અનંતા જ્ઞાનીપુરુષોએ જેનું પ્રાયશ્ચિત્ત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે.'' (વ.પૃ.૭૯) : ‘ઉપદેશામૃત'માંથી – ‘‘ચોરી કરી હોય; પાપ કર્યા હોય તે આ ભવનાં તો આપણને યાદ હોય તે તેનો વિચાર કરીને પશ્ચાત્તાપ કરે કે અરેરે! મેં ક્રોધ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભપરિગ્રહ સેવીને હિંસા કરીને ઘણા પાપ ઉપાર્જન કર્યા છે. એવા અનિષ્ટ દુઃખનાં કારણ હવે નથી સેવવાં એવો નિશ્ચય કરે અને જે ઉદરપોષણ નિમિત્તે પાપ કર્યાં હોય તેના પશ્ચાત્તાપમાં ઉપવાસ કરવા, ઊણોદરી કરવી, રસત્યાગ કરવો કે એવાં તપ આદરે તો જે પાપનું ફળ આવવાનું હતું તે નિકાચિત ન હોય તો તે નિર્જરી જાય અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે. પરિણામ મોળાં પડવાથી નવો બંધ પણ નજીવો થાય.' (ઉં.પૃ.૨૯૫) “સમકિતી જીવ પશ્ચાત્તાપ કરે છે પણ ખેદ નથી કરતો, જે થયું તે અજ્ઞાનથી થયું, એમ યથાતથ્ય જુએ છે અને ફરી એમ ન થાય એ વિચારે છે. જેમ એક માણસ આખી રાત અંધારામાં ભટક્યો હોય અને સૂર્યોદય થતાં રસ્તો મળે તો વિચારે કે હું કેટલું નકામું આપડ્યો !'' (ઉ.પૂ.૪૧૬) “મુમુક્ષુ – પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? પ્રભુશ્રી – ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણમક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.’’ (ઉ.પૃ.૪૪૩) ૫૦૧ Page #566 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ શ્રી પોપટભાઈ મહોકમચંદનો પ્રસંગ – ‘એકવાર કીડી ચંપાઈ જતાં પ્રાયશ્ચિત્તરૂપે બાર માસ સુઘી દર માસે ૧-૨ એકાસણા કરવાની આજ્ઞા પરમપાળુદેવે કરી.'' ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫માંથી : પાપની ગુરુ પાસે આલોચનાથી શુદ્ધિ ધર્મરાજાનું દૃષ્ટાંત ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભવમાં ઘણા સ્થાવર અને અનંતકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તે પાપની ગુરુ પાસે આલોચના કરી. ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં પાછો મોટો શેઠ થયો હતો. લાખો સાધર્મિકોને અન્નદાન આપી સુખી કર્યા તેથી બીજો મનુષ્ય જન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો તે પડ્યો નહીં માટે તેનું નામ ધર્મરાજા રાખવામાં આવ્યું હતું. પ્રાયશ્ચિત્ત વિષેના દૃષ્ટાંતો — દોષનું પ્રાયશ્ચિત્ત ન ક૨વાના માઠા ફળ એક ગોવાળે બાવળની સૂળમાં જૂને પરોવી મારી નાખી, તેનું પ્રાયશ્ચિત્ત (પસ્તાવો) ન કરવાથી તે એકસોને આઠ ભવ સુધી સળીથી મરણ પામ્યો તો. મહેશ્વર નામના શ્રેષ્ઠીની સ્ત્રીએ એક જ જા મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈ તેના વડે તે જાના પ્રાયશ્ચિત્ત બદલ ચૂકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદશો ને ચુંમાલીશ ગ્રંથો બનાવ્યા હતા. (પૃ.૧૪) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧' માંથી — — શ્રી હરિભદ્રસૂરિનું દૃષ્ટાંત શિષ્યો હતા. તેઓ ગુરુની આજ્ઞા લઈ શ્રી હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે વિદ્વાન બૌદ્ધ ધર્મના શાસ્ત્રો ભણવા વેષ પરિવર્તન કરીને ગયા. અભ્યાસ કરી તેમના શાસ્ત્રના મર્મને જાણનાર થયા. તેમના ક્રિયા પ્રવૃત્તિથી આ શ્વેતાંબરી છે એવી શંકા આવી; તેની ખાતરી કરવા શાળાના દાદરના પગથિયા ઉપર ચોકથી અહંતનું બિંબ ચીતર્યું. ત્યારે તે બિંબના કંઠમાં ત્રણ રેખા કરી શરીરે વસ્ત્રનું આલેખન કરી પગથિયા ઉપર પગ દઈ તેઓ નીચે ઊતર્યા. પણ તેમને શંકા થઈ કે આપણી જાણ થઈ ગઈ છે માટે પોતાના પુસ્તકો લઈ ત્યાંથી નાઠા, તેથી ગુરુના કહેવાથી ત્યાંના બૌદ્ધરાજાએ પાછળ સૈન્ય મોહ્યું. તેણે બેયને મારી નાખ્યા. આ સર્વ વૃત્તાંત જાણીને હરિભદ્રસૂરિને મહાકોપ થયો. તેથી ઉકાળેલા તેલના કડાઈમાં તે ૧૪૪૪ બૌદ્ધોને હોમવા માટે આકર્ષણ કરવા સારું તેઓ મંત્રજાપ કરવા લાગ્યા. તે વૃત્તાંત એમના ગુરુએ જાણ્યો. તેથી બે સાધુઓને મોકલી સમજાવ્યા. તેથી પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપે ગુરુ આજ્ઞાએ ૧૪૪૪ ગ્રંથો નવા રંગવાનું કબૂલ કર્યું. તે શાસ્ત્રોમાં ષટ્કર્શન સમુચ્ચય, યોગદૃષ્ટિ સમુચ્ચય, સમરાદિત્ય દેવળી વગેરે છે. (પૃ.૧૧૯ના આધારે) - ૫૦૨ Page #567 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ માટે કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે તો પણ પાપના વિચાર કરું નહીં. કારણ એના ફળ ઘણા કડવા હોય છે. પછી રડતા પણ છૂટતા નથી. કદિ પાપના વિચારો આવી જાય તો તરત જ ભગવાન સમક્ષ ક્ષમાપના માંગી, પશ્ચાત્તાપ કરી પાપથી નિવૃત્ત થાઉં; કારણ સંસારથી છૂટવાનો એ જ ઉપાય છે. “ધર્મામૃત'ના આઘારે : પ્રાયશ્ચિત્ત તપ – પ્રાયશ્ચિત્ત તપ શા માટે કરવું? તો કે –પ્રમાદથી લાગેલા દોષોને દૂર કરવા માટે, વ્રતમાં જે જે દોષો લાગ્યા હોય તેનો ત્યાગ કરવા માટે અને ભાવની નિર્મળતામાં લાગેલા અતિચારરૂપ શલ્યથી રહિત થવા માટે. પ્રાયશ્ચિત્ત તપના દસ ભેદ - ૧. આલોચના - ગુરુ આગળ બાળકની જેમ સરળતાથી પોતાના દોષનું કહેવું તે પ્રાયશ્ચિત તપનો પ્રથમ ભેદ છે. ૨. પ્રતિક્રમણ - જે પાપ કર્યા હોય તેનાથી પાછા હટવું. પશ્ચાત્તાપ કરીને ફરી તે પ્રમાણે ન કરવાનો સંકલ્પ કરવો તે પ્રતિક્રમણ નામનો બીજો ભેદ છે ૩. તદુભય - આલોચના અને પ્રતિક્રમણ એક જ દોષને નિવારવા માટે બન્ને ક્રિયા કરે તે તદુભય. ૪. વિવેક - ભોજનમાં કંઈ જીવડું પડી ગયું હોય તેને કાઢી નાખે. ઈયળ વગેરે સાથે બફાઈ ગયેલ હોય તો તે ભોજનને દૂષિત જાણી તેનો ત્યાગ કરે. તે વિવેક નામનો પ્રાયશ્ચિત્તનો ભેદ છે. ૫. વ્યુત્સર્ગ - મળત્યાગ, દુઃસ્વપ્ન, દુઃચિંતન, મહા અટવી કે નદીને પાર ઊતરવા વગેરેથી અતિચાર લાગતાં અંતર્મુહૂર્નાદિ કાળ સુઘી કાયોત્સર્ગ (દેહ મમત્વના ત્યાગ) પૂર્વક સ્થિતિ કરવી તે વ્યુતસર્ગ નામનું પ્રાયશ્ચિત્ત છે. ૬. તપ - ભગવાને કહેલા આચરણમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર જે ઉપવાસ, એકાસણું, આંબેલ વગેરેનું ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે કરવું તે તપ છે. ૭. છેદ - લાંબાકાળના દીક્ષા પર્યાયમાંથી એક દિવસ કે પક્ષાદિ વડે તેને છેદવી-ઓછી ગણવી તેને આચાર્ય છેદ કહે છે. ૮. મૂળ - દીક્ષા લીધા પછી એવા દોષો લગાડે કે ગુરુ તેની સર્વ દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરી દીક્ષા આપે તે મૂળ છે. ૯. પરિહાર - પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે અમુક સમય માટે અપરાથી મુનિને સંઘમાંથી દૂર કરવો તે પરિહાર છે. ૧૦. શ્રદ્ધાન - સૌગતાદિ મિથ્યામતરૂપ મિથ્યાત્વ પ્રાપ્ત કરીને તેમાં સ્થિત રહેલા સાધુને ફરીથી દીક્ષા ગ્રહણ કરાવવી તે શ્રદ્ધાન નામનું પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે વ્યવહારનયથી પ્રાયશ્ચિત્ત દશ ભેદવાળું છે અને ભાવથી દોષના પ્રકાર પ્રમાણે તે અસંખ્યાત લોક પ્રમાણ ભેદવાળું ભાવ પ્રાયશ્ચિત્ત થાય છે. ૬૯૬. પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. થયેલા દોષો ગુરુ આગળ કહ્યાં પછી ગુરુ જે પ્રાયશ્ચિત્તાદિક આપે તેની વિસ્મૃતિ કરું નહીં. પણ તે • 1 ૫૦૩ Page #568 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પ્રકારે વર્તી દોષોનું નિવારણ કરું. દ્વાદશ પ્રકારના તપમાં પ્રાયશ્ચિત્ત નામનું એક અંતરંગ તપ છે. જેના વડે ગુરુ આજ્ઞાએ ઘણા પાપોથી હલકા થઈ શકાય અને નવીન કર્મ બંઘ થતો અટકાવી શકાય. ક્ષમાપના'માંથી :- “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી : ભગવાન મહાવીરના જીવે પૂર્વભવમાં કરેલ આલોચના નંદનઋષિનું દ્રષ્ટાંત – આ ભરતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ભદ્રા નામની પટ્ટરાણીએ નન્દન નામના પુત્રને જન્મ આપ્યો. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, એટલે તેને પિતાનું રાજ્ય મળ્યું. રાજ્યનું પાલન કરતાં તે નન્દનરાજાને જન્મથી આરંભીને ચોવીશ લાખ વર્ષ વ્યતીત થયાં. એકદા પોટ્ટિલ નામના આચાર્ય વિહારના ક્રમથી તે નગરીમાં સમવસર્યા. તેમને વંદન કરવા માટે નન્દન રાજા ઉદ્યાનમાં ગયા. ત્યાં ગુરુને વિધિપૂર્વક વંદના કરી ઘર્મ શ્રવણ કરવા બેઠા. ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે - આત્મપ્રદેશની સાથે સંલગ્ન થઈને રહેલાં કર્મોને તપાવવા એવા સૂક્ષ્મ જ્ઞાનને પંડિત પુરુષો તપ કહે છે. તેમાં પ્રાયશ્ચિત્તાદિક અત્યંતર એવું તપ ઇષ્ટ છે અને અનશનાદિક બાહ્ય તપ તે અત્યંતર તપને વૃદ્ધિ પમાડનાર છે, એટલે દ્રવ્યતા ભાવતનું કારણ છે, તેથી બાહ્યતા પણ ઇષ્ટ છે. જે તપ કરવાથી દુર્થાન ન થાય, મન, વચન અને કાયાના યોગની હાનિ ન થાય તથા ઇન્દ્રિયો ક્ષીણ ન થાય તેવું જ તપ કરવું. ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને પ્રતિબોથ પામેલા નન્દનરાજાએ વૈરાગ્યથી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી કલંકરહિત ચારિત્રનું પાલન કરીને આયુષ્યના અંતસમયે તેમણે નીચે પ્રમાણે આલોચના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળ, વિનય વિગેરે જે આઠ પ્રકારે જ્ઞાનાચાર હેલો છે, તેમાં કાંઈપણ અતિચાર થયો હોય તેને હું ત્રિવિશે (મન,વચન, કાયાવડે) નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારે દર્શનાચાર કહેલો છે. તેમાં મને જે કાંઈ અતિચાર લાગ્યો હોય તેને હું ત્રિવિધે વોસિરાવું છું. મોહથી અથવા લોભથી જે મેં સૂક્ષ્મ તથા બાદર પ્રાણીઓની હિંસા કરી હોય તેને પણ હું ત્રિવિશે વોસિરાવું છું. હાસ્ય, ભય, ક્રોઘ કે લોભાદિકના વશથી મેં જે કાંઈ અસત્ય ભાષણ કર્યું હોય તે સર્વની નિંદા કરવાપૂર્વક હું આલોચના કરું છું. રાગથી અથવા બ્રેષથી થોડું કે ઘણું જે કાંઈ અદત્ત એટલે પરદ્રવ્યનું મેં ગ્રહણ કર્યું હોય તે સર્વનો હું ત્યાગ કરું છું. મેં પૂર્વે તિર્યંચ, મનુષ્ય કે દેવ સંબંઘી મૈથુનનું મનથી વચનથી કે કાયાથી સેવન કર્યું હોય તેને હું ત્રિવિશે ત્રિવિધે તજું છું. લોભના દોષથી બહુ પ્રકારે મેં ઘન, ઘાન્ય અને પશુ વિગેરેનો જે સંગ્રહ કર્યો હોય તેને હું ત્રિવિધે તજું છું. સ્ત્રી, પુત્ર, મિત્ર, બન્યું, ધાન્ય, ઘર અને બીજી કોઈપણ વસ્તુમાં મેં જે કાંઈ મમતા કરી હોય તેનો હું ત્રિવિશે ત્રિવિધે ત્યાગ કરું છું. ઇન્દ્રિયોથી પરાભવ પામીને રસેંદ્રિયના પરવશપણાથી મેં જે ચારે પ્રકારનો આહાર રાત્રે ખાઘો હોય તેને પણ હું ત્રિવિષે નિંદુ છું. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ક્લેશ, ચાડી, પરનિંદા, જુઠું આળ અને બીજું પણ જે કાંઈ ચારિત્રાચાર સંબંધી મેં દુષ્ટ આચરણ કર્યું હોય તે સર્વને હું ત્રિવિધે તજું છું. બાહ્ય તથા અત્યંતર તપને વિષે જે કાંઈ અતિચાર ૫૦૪ Page #569 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ લાગ્યો હોય તેને હું ત્રિવિષે ત્રિવિશે નિંદુ છું. ઘર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચાર સંબંધી અતિચારની પણ હું ત્રિવિશે નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાઘને ખમો, હું તે સર્વને ખમું , સર્વની સાથે હું સમાન છું. મેં તિર્યંચના ભવમાં તિર્યંચોને, નારકીના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય-દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાધ ક્ષમા કરો, હું તે સર્વને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. આયુષ્ય, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ઘર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વ જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંઘ કરે? કોઈ ન કરે. અરિહંતનું મારે શરણ હો, સિદ્ધનું મારે શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ઘર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું. આ પ્રમાણે તે નન્દન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છએ પ્રકારની આરાધના કરીને ઘર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઠ દિવસનું અનશન પાળીને પચીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતારહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક અધિક કાંતિવડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિ હીન થાય છે અને વિદ્યારે મોહ પામે છે; પરંતુ તીર્થકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે, ત્યારે પણ દેહ કાંતિ વિગેરે ઘટવાને બદલે ઊલટા અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી ચ્યવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંકરપણે ઉત્પન્ન થયા. શ્રી વર્ધમાન સ્વામીના જીવે સમતિ પામ્યા પછીના પચીશમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહા ઉત્તમ ભાવમંગલરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિને આપો.” (પૃ.૧૭૦) ૬૯૭. સઘળાં કરતાં ઘર્મવર્ગ પ્રિય માનીશ. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ એટલે ચાર પ્રકાર છે. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંથી ઘર્મવર્ગને પ્રિય માનીશ, કારણ કે ઘર્મ પુરુષાર્થ વડે જ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેણે મરણની છેલ્લી ઘડી સુધી સત્યઘર્મનો આશ્રય ત્યાગ્યો નથી તેનો નિકટ ભવિષ્યમાં મોક્ષ નિશ્ચિત છે એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “ઘર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે “અર્થ” અને “કામ” એવા હોવા જોઈએ કે “ઘર્મ' જેનું મૂળ હોવું જોઈએ. એટલા માટે જ “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત શર્મસાઘન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વ સંગ પરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી.” (વ.પૃ.૨૦૭) ૫૦૫ Page #570 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં. ૧૯ ખ'માંથી :- “ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગ છે. તેમાં જેથી અભ્યદય એટલે સારી ગતિ અને મોક્ષ (અપવર્ગ) એ બેની સિદ્ધિ થાય તેને ઘર્મ કહીએ. જેથી (સાંસારિક) સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય તેને અર્થ કહીએ અને પોતાની કલ્પનાએ માની લીધેલા રસ સહિત (આસક્તિપૂર્વક) સર્વ ઇન્દ્રિયોની પ્રીતિ જેથી થાય તેને કામ કહીએ. ઘર્મ અને અર્થની હાનિ કરીને કેવળ કામને વિષે તન્મય થયેલો વનના હાથીની પેઠે દુઃખી થાય છે. વળી ઘર્મ તજીને ઉપાર્જન કરેલું ઘન બીજા લોક ભોગવે છે અને પોતે તો કેવળ પાપનું પાત્ર થાય છે. જેમ હાથીને મારનાર સિંહ બધું માંસ ભોગવી શકતો નથી, પણ પાપી બને છે. વળી બીજને ખાઈ જનાર કણબીની પેઠે મનુષ્યજન્મરૂપ બીજ પાપ કરવામાં ગુમાવી દે તે દુઃખી થાય છે. (મનુષ્યભવરૂપ બીજને ઘર્મરૂપ ખેતી કરવામાં વાવે તો તે સ્વર્ગ અને મોક્ષના ફળ મેળવી શકે છે.) જે પુરુષ પરલોક સંબંધી સુખનો વિરોઘ ન થાય તેમ આ લોકને વિષે સુખનો અનુભવ કરે છે, તે પુરુષ નિશ્ચય સુખી થાય છે. માટે ઘર્મની હાનિ ન થાય તેમ કામ અને અર્થ એ બેને વિષે બુદ્ધિમાન તો વર્તે.” (પૃ.૧૯૨) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી :- ત્રિવર્ગ એટલે ઘર્મ અર્થ અને કામ તેને પરસ્પર બાઘા થાય તેમ આસ્તિક પુરુષોએ કરવું નહીં. તે ત્રણમાં નિઃશ્રેયસ (કલ્યાણ) સુખને સાધનાર તે ઘર્મ કહેવાય છે. સર્વ અર્થ (પ્રયોજન) ની સિદ્ધિ કરે તે અર્થ કહેવાય છે; અને શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોને પ્રીતિ ઉપજાવે તે કામ કહેવાય છે. એ ત્રણમાંથી કોઈ પણ એકને આસક્તિવડે સેવવાથી બીજાઓને બાઘા થાય છે. અતિમુક્તકુમાર તથા જંબુસ્વામીની જેમ કોઈ એકલા ઘર્મનેજ સેવે છે. અહમદબાદશાહ અને દાસીનું દ્રષ્ટાંત - બાદશાહની ઘર્મ પ્રત્યે જાગૃતિ. મ્લેચ્છ કુળમાં પણ કેટલાક લઘુકર્મી થાય છે. તે વિષે એક એવી કથા છે કે, અહમદ બાદશાહ દરરોજ સવામણની પુષ્પની શય્યામાં સૂતો હતો. એક વખતે કોઈ દાસી કૌતુકથી તે શય્યામાં સૂઈ ગઈ. તત્કાળ તે નિદ્રાવશ થઈ ગઈ. તેવામાં બાદશાહ અકસ્માતું રાજસભામાંથી ત્યાં આવી ચઢ્યો, અને દાસીને સુતેલી જોઈ એક ચાબુક માર્યો. દાસી હસતી હસતી બેઠી થઈ ગઈ અને પૃથ્વી ઉપર ઊભી રહી. બાદશાહે આગ્રહથી તેને હાસ્ય કરવાનું કારણ પૂછ્યું. એટલે દાસી બોલી – “સાહેબ! આપે મને એક પ્રહાર કર્યો તેથી ફૂલની શધ્યામાં થોડીવાર સુવાનું મારું પાપ તો નષ્ટ થઈ ગયું, પણ આપ હમેશાં અનેક વૃક્ષોના ફુલો મંગાવી તેની શય્યા કરાવીને તે પર નિદ્રા કરો છો, તે પાપનો દંડ કેટલો થશે? તે વિચારતાં મને હાસ્ય આવે છે.” દાસીના આવા વચનો સાંભળીને બાદશાહે તે દિવસથી પુષ્પશધ્યામાં સુવાનું છોડી દીધું. બાદશાહ અને ઊંટનું દ્રષ્ટાંત - ઓહો! આવી રીતે ઓચિંતુ મરણ આવશે. એક વખતે તે જ બાદશાહ ચતુરંગ સેના લઈ ઉપવનમાં જતો હતો. માર્ગમાં કોઈ ઊંટ મુત્યુ પામ્યો, તેથી સર્વ સૈન્ય ઊભું થઈ રહ્યું. તે જોઈ બાદશાહે પૂછ્યું કે “સૈન્ય આગળ કેમ ચાલતું નથી?” અમાત્યે આવીને ઊંટના મૃત્યુની વાત કહી. બાદશાહ મૃત્યુના તત્ત્વ વિષે કાંઈપણ જાણતો નહતો; તેથી પૂછ્યું કે, “મૃત્યુ એટલે શું?” અમાત્યએ કહ્યું, “સ્વામી! કાને સાંભળે નહીં, આંખે દેખે નહીં અને ખાય પીવે નહીં તે મૃત્યુ.” રાજા તે સાંભળી વિસ્મય પામ્યો; અને મૃત્યુ પામેલા ઊંટ પાસે જઈને કહ્યું કે – “અરે પશુ! ઊઠ, ખાન પાન કર. ક્રોઘથી આવી નિદ્રા ન કરીએ.” ત્યારે બીજાઓએ કહ્યું કે, “સાહેબ! આ તો નિર્જીવ થયો છે.' એમ કહી ઘણી યુક્તિઓથી મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. તે ઉપરથી બાદશાહ પોતે વિચાર કરવા લાગ્યા કે – “અહો! આવું મૃત્યુ અણચિંતવ્યું આવશે ત્યારે આપણી કોણ રક્ષા કરશે? એમ વિચારી તત્કાળ સર્વનો ત્યાગ કરી પોતાની જાતિના શ્રેષ્ઠ ઘર્મ (ફકીરી)નો સ્વીકાર કર્યો. (પૃ.૨૦૨) ૫૦૬ Page #571 -------------------------------------------------------------------------- ________________ સાતસો મહાનીતિ “કોઈ ઘર્મ અને કામને જ સેવે છે, અર્થને સેવતા નથી. અર્થાત્ દ્રવ્યોપાર્જન કરવાની ચિંતા કરતા નથી. પણ એવી રીતે ઘર્મ અને કામની સેવા કરનારને કરજ વધે છે અને માનની હાનિ થાય છે. તેથી ગૃહસ્થ પ્રયત્નથી ઘન ઉપાર્જન કરવું. કહ્યું છે કે, “એવું કોઈ પણ કાર્ય નથી કે જે અર્થ વિના સિદ્ધ થાય', તેથી મતિમાન્ પુરુષે યત્નથી અર્થને સાધવો.” (પૃ.૨૦૫) “કોઈ અર્થ અને કામની જ સેવા કરે છે, ઘર્મને સેવતા નથી. સાગર શ્રેષ્ઠી અને ઘવળ શ્રેષ્ઠીની જેમ; પરંતુ અઘર્મીનું પરિણામ કાંઈ પણ કલ્યાણરૂપ આવતું નથી. “આ પ્રમાણે ઘર્મ, અર્થ અને કામની પરસ્પર અબાધાથી શુદ્ધપણે આરાધના કરનાર સુબુદ્ધિપુરુષ અનુક્રમે સ્વર્ગ અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરે છે.” (પૃ.૨૦૬) ૬૯૮. તારો ઘર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. હે ભગવાન! તેં જે મુનિઘર્મ, ગૃહસ્થઘર્મ કે આત્મધર્મ બોધ્યો, તે ઘર્મનું હું ત્રિકરણ એટલે મન, વચન અને કાયાએ કરી ત્રણે યોગથી શુદ્ધપણે પાળવામાં પ્રમાદ નહીં કરું, પણ ઉત્સાહથી ભાવપૂર્વક તે ઘર્મ આરાધવામાં મનને પરોવીશ, જેથી મારું શીધ્રપણે કલ્યાણ થાય. “ નિત્યનિયમાદિ પાઠ”માંથી - “પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર.” (વ.પૃ.૫૩૭) ભાવાર્થ – “અનાદિકાળથી જીવ રખડ્યો તે સદુગર યોગના અભાવે. તે યોગ આ ભવે પ્રાપ્ત થયો છે. એ કોઈ કાળે ન મળ્યો હોય એવો લાભ છે, આત્માને પરમ ઉપકાર કરનાર છે, તેથી તેને સફળ કરવા મન, વચન ને કાયા એ ત્રણે યોગથી તે સત્પરુષની જ આજ્ઞામાં વર્તે. એક શેઠનું દ્રષ્ટાંત – એક શેઠને ત્રણ દુકાન - કાપડ, સોનાચાંદી ને ઝવેરાતની છે. ત્યાં કાપડની દુકાનમાં ખોટ આવે તે સોનાચાંદીની દુકાનમાં નફો હોય તો પૂરી પડે, ને સોનાચાંદીની દુકાનની ખોટ ઝવેરાતની દુકાનના નફાથી પૂરી પડે. પણ ઝવેરાતમાં ખોટ જાય તો સોનાચાંદીની દુકાનમાંથી પૂરી ન શકાય, ને સોનાચાંદીની દુકાનમાં નુકસાન આવે તે કાપડના વેપારથી પૂરી ન શકાય. તેવી રીતે શરીરથી કોઈને હાનિ કરી હોય તેની અસર સારાં વચનથી ટાળી શકાય, ને વચન ખરાબ બોલાઈ ગયું તો પશ્ચાત્તાપ વગેરેના ભાવ કરવાથી તેની અસર ન રહે; પરંતુ મનના ભાવ ખોટા થતા હોય તેની અસરવચનથી મોઢે સારું બોલવાથી ટળે નહીં; તેમ વચન ખોટું બોલાયું હોય પછી શરીરથી કામ કરી આપે વગેરે મહેનત કરે પણ તેથી કંઈ વળે નહીં. આ રીતે પ્રથમ મન એટલે ભાવ સુધારવાની જરૂર છે. તેથી મનની વૃત્તિઓ સપુરુષની આજ્ઞામાં જોડેલી રાખે; સમકિતીને વૃત્તિરૂપી દોરી તેના હાથમાં હોય છે. બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં પ્રવર્તાવે. વચનને પણ સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આજ્ઞાપૂર્વક પ્રવર્તાવે. દેહને પણ સદ્ગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે જ પ્રવર્તાવે. ત્રણેય યોગ સ્વચ્છેદે વર્તતા કર્મબંધ કરાવે છે તેને સદ્ગુરુની આજ્ઞામાં જોડીને આત્માર્થમાં વાપરે તો આ અમૂલ્ય જોગ સાર્થક થાય.” (પૃ.૧૪૬) માટે તારો એટલે આત્માનો ઘર્મ પ્રગટ કરવામાં મન, વચન, કાયાથી શુદ્ધપણે પ્રમાદરહિત હું પ્રવર્તી એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રબળ પ્રાર્થના છે. - સંપૂર્ણ – ૫૦૭ Page #572 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠT છે. n 0 5 - Go 0 0 o 0 0 o 0 Go o 0 6 2 0 છે 2 62) 0 નું 4 0 ^ n 0 % Go 0 6 2 o @ 6 o = = o = P o = \ o = 6 આ ગ્રંથમાં આવતા રંગીન ચિત્રો તથા રેખા ચિત્રોની નામાવલી રંગીન ચિત્ર રંગીન ચિત્ર | રેખા ચિત્ર શ્રીમદ્ રાજચંદ્ર (16)| શેઠ નાગદત્ત 382 ઉદયન રાજા મહાનીતિનું સર્જન કરતા શ્રીમ | નિર્મોહી કુટુંબ 392 પરદેશી માણસો સુમતિ અને નાગિલ 14 ગુણગ્રાહી શ્રીકૃષ્ણ 418| શ્રી ઋષભ પ્રભુને) સતી સીતાજી 22| સંપ્રતિરાજા (428 પારણું કરાવ્યું નંદમણિકાર અકબર બાદશાહ અને શ્રી હીરસૂરિ 446 બે બ્રાહ્મણ ભાઈઓ પ્રીતિકરશેઠ 34| બળરામ મુનિ, મૃગ અને કઠિયારો |448 સુભદ્રા સતી પુણીઓ શ્રાવક 36] શ્રીઘરને શાસનદેવીનો ઉપદેશ |456| નયસાર અષ્ટાપદ પર્વત 37| છ લેશ્યાઓનું સ્વરૂપ 461| ઘન્યકુમાર 60| શ્રી આનંદઘનજીની લબ્ધિઓ (485 સિકંદર બાદશાહ મમ્મણશેઠ | શ્રી વસ્તુપાલ તેજપાલ 489 વજસ્વામીનાં 2 ચિત્રો કુમારપાળ, ફકીર અને શેઠ રેખા ચિત્રો - મેઘકુમાર જનક વિદેહી 80] પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અઍકારીભટ્ટા વરદત્ત અને ગુણમંજરી 98ii by by | પ્રસન્નચંદ્ર રાજર્ષિ સતી થવા તૈયાર થયેલ બાઈને ) તંદુલમસ્ય 13 સુઘર્માશ્રેષ્ઠિ શ્રી આનંદઘનજીનો ઉપદેશ | ચિત્ર અને સંભૂતિ 17 નંદિષેણમુનિ બાબરાભૂત 101 | અકબર અને બીરબલ 18| શ્રી કુમારપાળ રાજા અનંગદેવ 104| | શીલવતીના બે ચિત્રો 20| એક આચાર્ય ભગવાન મહાવીર 111| અંજનચોર 21 by by પુરોહિત અને મુનિ 144| શ્રીમતી 28 પાંચ આંધળા શ્રેણિકનો પૂર્વભવ સોમા સતી 29| સિદ્ધસેનદિવાકર ચંડરુદ્રાચાર્ય 17 | વિશ્વનંદી 31| કઠિયારામુનિ શ્રી શાંતિનાથ ભગવાન 174 | બ્રાહ્મણ 35 શાલિભદ્રનો પૂર્વભવ શ્રી શુભચંદ્રાચાર્ય રાવણની ભક્તિ 37 દરિદ્ર બનેલ શેઠ સમભાવનું ફળ રત્નાકરસૂરિ 40| મેતાર્યમુનિ શ્રીપાલ અને ઘવલશેઠ 186| ઘનપાળકવિ 41| ભીમસોની 196| શુભંકર બ્રાહ્મણ 45| શ્રી આનંદઘનજી સુલસ 208| | સ્થૂલિભદ્ર ગોશાળે મૂકેલ તેજલેશ્યા શ્રી જંબુકુમાર 244| ચારુદત્ત 87 ઘનપાળકવિના બે ચિત્રો એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્ય 258 88 અહંન્નય મદનરેખા 271| સિંહ શ્રેષ્ઠી 92 બંગડીનો વેપારી ઈલાચીકુમાર 285 ક્ષમા રાખનાર શેઠ રોઢમુનિ શ્રીમદ્ રાજચંદ્ર 288| શ્રેણિકરાજા સોમશ્રી સંસાર દર્શન (મધુબિંદુ) 289| ત્રિપુષ્ટ વાસુદેવના બે ચિત્રો 12| સતી અંજના જન્મથી મરણ પર્વતની અવસ્થાઓ 290| આષાઢાભૂતિ મુનિના 3 ચિત્રો | 124 કુમારપાળ રાજા કામ વિજેતા શ્રી યૂલિભદ્ર 291 બળભદ્રમુનિ 130| સતી મદાલસા કુંદકુંદસ્વામીનો પૂર્વભવ ઢંઢણકુમારમુનિ 131| ગુરુ શિષ્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ 326| અષાઢસૂરિનાં 3 ચિત્રો 134 નંદિષણના 3 ચિત્રો મુનિને દાન દેતો કઠિયારો 327| કંદમૂળમાં અનંતજીવો 139] ધૂર્ત તાપસ શેઠ જગડુશાહ ચંડ માતંગ 142 ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ સુદર્શના 339| શ્રી ઋષભદેવ ભરતાદિના પૂર્વભવ 152 શ્રી હરિભદ્રસૂરિ o 0 = o 0 પ Go 0 છે છ Go e o ( o છે 6 o જ o o = 2 o ટ કે o ટ છે o 1 Gઇ Go 1 << 0 Go 1 120 Go 6 Go 1 = 0 = 0 312 0 un 1 o 1 6 6 1 = જે 0 0 508