________________
સાતસો મહાનીતિ
શરીર પલળેલું હતું. તેથી તેણે વિચાર્યું કે ઉત્તમ કુળવાળાને નગ્ન થવું સુઝે નહીં, પણ આ નીચ કુળનો જણાય છે. એવી મનમાં શંકા થવાથી તેનું મન આના ઉપરથી ઊઠી ગયું. પછી કપિલનો પિતા ત્યાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ દાસીપુત્ર છે. તેથી આ તે પોતાના પિયર ચાલી ગઈ. પછી રાજાએ સત્યભામાને પોતાની પુત્રી તરીકે પોતાની રાણીઓ પાસે રાખી. (શ્રી શાંતિનાથ ચરિત્રમાંથી) ૩૭૧. નગ્ન નાણું નહીં.
નગ્ન નાહવાથી પણ વિકારવૃત્તિ જન્મવાનો સંભવ છે, માટે મહાપુરુષોએ તેનો નિષેઘ કરેલ છે. અથવા કોઈ બીજાની દ્રષ્ટિ પડે; માટે નગ્ન થઈ નાહું નહીં. ૩૭૨. આછાં લૂગડાં પહેરું નહીં.
બહુ પાતળાં કપડાં પહેરવાથી અંદરનું શરીર દેખાય, તે એકબીજાને વિકાર થવાનું કારણ છે; માટે આછાં લૂગડાં પહેરું નહીં. “અતિ ઉભટ વેષ ન પહેરીએ રે લોલ.”
અતિ આછકલો વેશ પહેરવો જોઈએ નહીં, એ આદર્શ નાગરિકનો ગુણ છે. ૩૭૩. ઝાઝાં અલંકાર પહેરું નહીં.
આખા શરીરે દાગીનાનો શણગાર કરે. પહેલાના વખતમાં ૫૦-૧૦૦ તોલા સોનું અવસરે શરીર પર પહેરતા. આભૂષણોથી શરીરને શણગારી, આછા અને ચિત્ત આકર્ષક વસ્ત્રો પહેરવાથી લોકોની વૃત્તિ પોતા તરફ ખેંચાય, જેથી પોતાને વિકારના ભાવો જન્મ અને સામાને પણ વિકાર થવામાં આપણે નિમિત્તરૂપ થઈએ, તે કર્મબંઘનું કારણ છે. માટે બહુ અલંકાર ઘારણ કરું નહીં.
ઉત્તમજનો ઉદ્ધતતા જણાય તેવાં વસ્ત્ર, આભરણ પહેરે નહીં.” -સમાધિસોપાન (પૃ.૨૭૫) ૩૭૪. અમર્યાદાથી ચાલું નહીં.
વ્યવહારમાં વડીલોએ જે મર્યાદા કરી હોય તે પ્રમાણે વર્તે. વિનયવિવેક રહિત વર્તન કરું નહીં.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે.” (વ.પૃ.૭)
“પુષ્પમાળા વિવેચન'માંથી - “જ્ઞાનીપુરુષોની દ્રષ્ટિ ક્યાં હોય છે તે જણાવ્યું. બાહ્યમોટો અમલદાર હોય કે રાજાની રાણી હોય. લૌકિક દ્રષ્ટિમાં જીવોને જે માહાભ્ય હોય છે તે જ્ઞાનીને નથી હોતું. કોઈ રંક હો કે તિર્યંચ હો કે ગમે તે હોય પણ બાહ્ય સામગ્રી તરફ જ્ઞાની જોતાં નથી, પણ પરમાર્થ માર્ગ પામવા તરફ તેની કેટલી યોગ્યતા છે તે તરફ તેમનો લક્ષ હોય છે. નીતિ, સદાચરણ, વિનયાદિ જે ગુણો છે તે પરમાર્થ પામવામાં મદદગાર છે, તેથી એવા ગુણોવાળી બાઈ હોય તેને જ્ઞાનીઓએ પ્રશંસી છે. આ કહ્યું તેનો ભાવ વધારે સ્પષ્ટ રીતે નીચેના પુષ્પમાં જણાવે છે.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “સદ્ગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરું છું. (વ.પૃ.૭)
પુષ્પમાળા વિવેચન'માંથી :- લોકોનો મોહ – લોકો શાને વખાણે છે? કોઈની પાસે ઉત્તમ કુળ હોય, જાતિ, રૂપ, બળ, લક્ષ્મી, તપ, વિદ્યા, ઐશ્વર્ય આદિ મદના કારણો હોય ત્યાં લોકોની વૃત્તિ ઠરે છે અને તેને વખાણે છે. પણ જ્ઞાનીઓએ એને દોષનાં કારણ કહ્યાં છે. અને સગુણ વડે જો તું જગતમાં
૨૬૯