________________
સાતસો મહાનીતિ
પ્રખ્યાત હો તો હું તને વંદન કરું છું. એમ જ્ઞાની પુરુષો કહે છે. સંસ્કૃતમાં કહેવત છે કે“TUT: પૂના થાનં ગુણિપુ ર ર ઢિંકા ન વય: I’’ વેશ કે મોટી ઉંમર હોય તે પૂજાનું
સ્થાન નથી, પણ સગુણો જ પૂજાનું સ્થાન છે. સ્ત્રીનીતિબોઘક'માંથી -
“સીતા ને દમયંતી શાણી જે હતી, વળી અનસૂયા આદિ બહુ ગુણવાન જો; તેનાં લક્ષણ વેગે કરીને વાંચજે, રાખી લેજે સર્વે રીતનું ભાન જો.
સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી. ૫ સાસુ સસરો કહે તે વેગે માનજે, કરજે સેવા તેની તું તો બેશ જો; જેઠ દિયરની સાથે વર્તી ઠીક તું, વિરોઘ ન કીજે કે'થી ડાહી લેશ જો.
સાંભળ શાણી પુત્રી, શીખ આ માહરી.”૮ શ્રી જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - લોકોપવાદ પ્રવર્તે તેમ વર્તવું નહીં
જેનાથી લોકોમાં લઘુતા થાય, તેવું વગર વિચાર્યું અઘટિત કામ કરવું નહીં. જેથી ઘર્મને લાંછન લાગે, ઘર્મની વગોવણી થાય, શાસનની લઘુતા થાય, તેવું કામ તો ભવભીરૂ માણસે પ્રાણાંતે પણ ન કરવું. પૂર્વ મહાપુરુષોના સદ્વર્તન સામું લક્ષ રાખી જેમ પોતાની તેમજ પરની, યાવત્ જિન શાસનની ઉન્નતિ થાય તેમ વિવેક આણી વર્તવું. ‘ત્રોના વિરુદ્ધ વાહો’ એ સૂત્ર વાક્ય કદાપિ વિસરવું નહીં. જેથી સર્વ સુખ સાધવાના શુભ મનોરથ કદાપિ ફળિભૂત થાય. (પૃ.૬૭)
પ્રાણાંતે પણ સન્માર્ગનો ત્યાગ કરવો નહીં – જેમ જેમ વિવેકી સજ્જનોને કષ્ટ પડે છે, તેમ તેઓ સુવર્ણ, ચંદન અને શેરડીની પેરે ઉત્તમ વર્ણ, ઉત્તમ સુગંઘ અને ઉત્તમ રસ અર્પતા જાય છે, પરંતુ તેમની પ્રકૃત્તિ વિકૃત થઈને લોકોપવાદને પાત્ર થતી નથી. આવી કઠિન કરણી કરી ઉત્તમ યશ ઉપાર્જી તેઓ અંતે સદ્ગતિગામી થાય છે. (પૃ.૬૯) ૩૭૫. ઉતાવળે સાદે બોલું નહીં.
ગંભીરતાપૂર્વક ઘીમે સ્વરે બોલું. “શ્રી જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી - કોઈને પણ આક્રોશ કરીને કહેવું નહીં
કોપ કરીને ઉતાવળે સાદે સાચું પણ કહેવા જતાં લાભને બદલે ઊલટી હાનિ થાય છે, માટે તેમ નહીં કરતાં સ્વ પરને હિતકારી, નમ્રપણે સાચી વાત વિવેકપૂર્વક જ કહેવાની ટેવ પાડવી. સમજા માણસે લાભાલાભનો વિચાર કરીને વર્તવું ઘટે, એ જ સજ્જનની નીતિ છે, જે દરેક આત્માર્થીને અવશ્ય આદરવા યોગ્ય છે. (પૃ.૫૫)
જીહાને વશ કરવી. નકામું બોલવું નહીં. ઉતાવળે સાદે બોલવું નહીં. તેમજ રસ લંપટ થઈ, જીભને વશ થવાથી રોગાદિની ઉપાધિ ઊભી થાય, તેવું મર્યાદા બહાર જમવું નહીં. જીભને વશ પડેલાની બીજી ઇન્દ્રિયો કોપી, તેને ગુલામ બનાવી ભારે દુઃખ આપે છે, માટે સુખના અર્થીએ જીભને વશ નહીં થતા પોતે એને વશ કરવી. (પૃ.૫૩) ૩૭૬. પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી)
પતિ પ્રત્યેની પોતાની ઘર્મકરણી શું છે તે સાચવું. પણ પતિ પર દાબ રાખું નહીં. સતી સીતાની
૨૭૦