________________
સાતસો મહાનીતિ
શ્રીભૂતિએ પ્રથમ તો છાણ ખાવા માંડ્યું પરંતુ પુરુ ખાઈ શક્યો નહીં તેથી મુક્કીઓ ખાવાનું કબૂલ્યું. દસ પંદર મુક્કીઓ ખાથી ત્યાં તો તે જમીન પર ઢળી પડ્યો અને તેના
પ્રાણ છૂટી ગયા. તે આર્તધ્યાનથી મરીને દુર્ગતિએ ગયો. (પૃ.૧૪૨) ‘હિતશિક્ષાના રાસનું રહસ્ય'માંથી - નીચ મિત્રે દ્રવ્ય પચાવી પાડ્યું
ઘનેશ્વર શેઠનું દ્રષ્ટાંત – “ઘનેશ્વર નામે એક શેઠ હતો. તેની પાસે આઠ રત્નો હતાં, દરેક રત્ન કરોડ સોનૈયાની કિંમતનું હતું. તે તેણે પોતાના મિત્રને ઘરે ગુપ્ત રીતે મૂક્યા, તે વાત પોતાની સ્ત્રીને કે પુત્રને પણ જણાવી નહીં, તેમ તેનું લખત કરાવ્યું નહીં કે સાક્ષી રાખ્યા નહીં. અન્યદા શેઠ બહારગામ ગયા, ત્યાં અચાનક માંદા પડ્યા, મંદવાડ વધી ગયો એટલે તેના સગાં વહાલાં વિગેરે એકઠાં થયાં. તેમણે શેઠને પૂછ્યું: ‘તમારૂ દ્રવ્ય ક્યાં ક્યાં છે તે કહો, તેથી તમારા પુત્રને અપાવીએ.” શેઠ બોલ્યાઃ “મારું ઘન તો ઠેકાણે ઠેકાણે છે, પણ તે મારા વિના મળી શકે તેમ નથી, પરંતુ મારા ગામમાં એક મારો અમુક નામનો મિત્ર છે. તેને ત્યાં મેં આઠ રત્ન કરોડ કરોડ સોનૈયાની કિંમતના મૂક્યા છે, તે મારા પુત્રને અપાવજો.” આ પ્રમાણે કહીને શેઠ મરણ પામ્યા.
આ સંબંધનો પત્ર બધી હકીકત સાથે તેના સ્ત્રી પુત્ર ઉપર સગાં વહાલાંઓએ લખ્યો. પત્ર વાંચતાં શેઠના મરણના સમાચાર જાણી બઘાં કલ્પાંત કરવા લાગ્યા. પ્રાંતે શોકનું નિવારણ કરી ફરી આખો પત્ર વાંચ્યો. તેમાં આઠ રત્ન મિત્રને ત્યાં મૂક્યાની વાત લખી હતી, એટલે શેઠના મિત્રને બોલાવ્યો અને રત્નો માગ્યા, એટલે તે કાંઈ બોલ્યો જ નહીં. પછી શેઠનો પુત્ર તેની સાથે લડવા લાગ્યો અને તેને ઘેર, જઈને લાંઘણો કરી. ત્યારે તે મિત્ર બોલ્યો કે- ‘તારા પિતા પાસે ઘન જ ક્યાં હતું કે જ્યાં ત્યાં આમ રત્નો નાખતો ફરે, વળી મને એવા મોટી કિંમતના રત્નો આપ્યા હોય તો તેનું કાંઈ લખત કરાવે, સાક્ષી રાખે; તે કાંઈ મૂર્ખ નહોતા કે એમ ને એમ આપી દે. માટે એમ ગળે પડવાથી તારું કંઈ વળવાનું નથી અને મને કાંઈ આપેલ જ નથી. આવો ચોખો જવાબ મળવાથી શેઠનો પુત્ર રાજા પાસે ફરિયાદ કરવા ગયો અને બધી વાત કરી. રાજાએ શેઠના મિત્રને બોલાવ્યો. તેણે ઇન્કાર કરી એટલે લખત સાક્ષી વિના રાજા કાંઈ કરી શક્યો નહીં અને શેઠના દીકરાને ઘન ખોઈને ઘેર આવવું પડ્યું. માટે એવી રીતે લખત સાક્ષી વિના કોઈને ત્યાં દ્રવ્ય મુકવું નહીં. તેમજ નીચની સાથે મિત્રતા પણ કરવી નહીં. આ મિત્ર નીચ હતો તેથી તેણે આવી નીચતા દેખાડી, ઉચ્ચ મિત્ર હોય તો વગર માગ્યે સામે આપવા આવે કે લ્યો, તમારા પિતાએ આટલું દ્રવ્ય મારે ત્યાં મૂકેલું છે.” (પૃ.૧૩૯) ૩૭૦. નગ્ન સૂવું નહીં.
નગ્ન સૂવું તે વિકાર થવાનું કારણ છે. જે ઉત્તમ કુળના હોય તે નગ્ન સુવે નહીં.
દાસીપુત્ર કપિલનું દ્રષ્ટાંત – નગ્ન થવું તે હલકી વૃત્તિ છે. એક બ્રાહ્મણને ત્યાં દાસી હતી. તેને કપિલ નામે પુત્ર હતો. બ્રાહ્મણ પાસે રહેવાથી તે બધી વિદ્યા શીખી ગયો. પછી બીજા શહેરમાં ગયો. ત્યાં રાજાને ખુશ કર્યો. તેથી ત્યાં પંડિત તરીકે ઓળખાયો. તે ગામના રાજ પુરોહિતે કપિલને પોતાની પુત્રી પરણાવી. એક દિવસ કપિલ નાટક જોવા ગયો હતો. ત્યાંથી રાત્રે પાછા આવતાં માવઠું થયું. તેથી સતી એવી સત્યભામા પતિને માટે કોરાં કપડાં લઈ દ્વાર પાસે ઊભી હતી. તેટલામાં કપિલ નગ્ન થઈને કપડાં બગલમાં ઘાલી દોડીને ઘેર આવ્યો. ઘરની બહાર ઊભો રહી કપડાં પહેરીને અંદર આવ્યો અને સત્યભામાને કહ્યું કે જો હું વિદ્યાના બળે પલળ્યો નથી. ત્યારે સત્યભામાએ અજવાળામાં જોયું તો તેનું
૨૬૮