SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મનનીતિ ૩૬૯. છળ કરું નહીં. કોઈની સાથે છળકપટ કરું નહીં. બગલાઓ સ્થિર થઈને બેસી રહે કે જાણે ધ્યાન ધરતા હોય, પણ જ્યારે માછલું પોતાની નજદીકમાં આવે કે તરત તેને પકડી લે છે. બિલાડી પણ તેમજ છળ કપટ કરી ઉંદરને પકડે છે. તેમ હું પણ અવસર આવ્યે છળ કરીને કોઈને ઠગું નહીં. ‘સમાધિસોપાન'માંથી – “માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પોતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે તો પણ આખરે ઉંઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય કે છાની નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પોતાની આબરૂ બગાડવા બરાબર છે; ધર્મ બગાડવારૂપ છે, કપટીના સર્વે મિત્રો આપોઆપ શત્રુ થઈ જાય છે. કોઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એક્વાર જગતમાં જાહેર થાય તો તેને સર્વ લોક અધર્મી માની તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેનો વિશ્વાસ રાખતી નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતઘ્ની છે. વીતરાગ ધર્મ તો છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તલવાર પેસી શકે નહીં, તેમ વક્રપરિણામીના હૃદયમાં વીતરાગનો આર્જવ એટલે સરળ થર્મ પ્રવેશ કરી શકતો નથી. કંપીના બન્ને લોક બગડે છે. તેથી જો યશની ઇચ્છા હોય, આબરૂની ઇચ્છા હોય, ધર્મની ઇચ્છા હોય તો માયા કપટનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત, સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવા યોગ્ય નથી. આર્જવ ધર્મનો ધારક તો પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાનો, સંતોષી થવાનો સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ઘન, સંપત્તિ, કુટુંબ આદિને પોતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પોતાને ભિન્ન એક્લો જાણે તે ઘન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર–પરિભ્રમણથી મુક્ત કરવા ઇચ્છતા હો તો માયાચારનો ત્યાગ કરી આર્જવ ધર્મ ધારણ કરો.’’ (પૃ.૨૭૬) ‘ધર્મામૃત’માંથી :- બીજાને ઠગવાનું ફળ મૃત્યુ શ્રીભૂતિ પુરોહિતનું દૃષ્ટાંત - “સિંહપુર નગરમાં રાજા સિંહસેન અને રાણી રામદત્તા હતાં. ત્યાંનો પુરોહિત શ્રીભૂતિ મહાસત્યવાદી હોવા વિષે પોતાની ખ્યાતિ ફેલાવીને લાગ આવ્યે ભોળા માણસોને ફસાવતો. તેની ખ્યાતિ સાંભળીને સમુદ્રદત્ત નામનો પરદેશી વણિક પાંચ રત્નો તેને સોંપીને ધન કમાવા ગયો. પાછા ફરતાં વહાણ ડૂબવાથી તે ખાલી હાથે પાછો આવ્યો અને શ્રીભૂતિ પાસે રત્ન માગ્યાં. શ્રીભૂતિએ તેને પાગલ ઠરાવી કાઢી મૂક્યો. તે રત્નની વાત હમેશાં પોકાર્યા કરતો પણ કોઈ માનતું નહીં. આખરે રાણી રામદત્તાને તેના પર દયા આવી અને તેની બધી વાત સાંભળી. પછી રાણીએ પુરોહિતને બોલાવી યુક્તિથી ચોપાટ રમવા બેસાડ્યો અને તેની અંગૂઠી તથા જનોઈ જીતી લઈને દાસી સાથે મોકલાવી પુરોહિતની સ્ત્રી પાસેથી પેલા પાંચ રત્ન મંગાવી લીધાં. રાજાએ તે રત્નોને પોતાના ઘણાં રત્નો સાથે ભેળવીને સમુદ્રદત્તને બતાવ્યાં. સમુદ્રદત્તે તરત પોતાના પાંચ રત્નો ઓળખી કાઢ્યા. આથી રાજાએ તેને પ્રામાણિક જાણી રાજશ્રેષ્ઠી બનાવ્યો. પછી પુરોહિત શ્રીભૂતિના ચોરીના ગુનાઓની શિક્ષા કરવાનું મંત્રીઓને સોંપાયું. તેઓએ ત્રણમાંથી પુરોહિતને ગમે તે એક શિક્ષા કરવાનું બતાવ્યું. (૧) તેનું સર્વસ્વ હરણ કરીને દેશનિકાલ કરવો. (૨) તેણે પહેલવાનોની ૩૨ મુક્કીઓ ખાવી. (૩) ત્રણ થાળ ભરીને છાણ ખાવું. ૨૬૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy