SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ અસાર સંસારમાં કોઈ કોઈનું નથી. માટે હું તો અહીં પાદોપગમન અનશન કરીશ. એમ કી અનશન લેવા ચાલ્યાં. ત્યારે કુંવર પણ એમની પાછળ ચાલ્યો. બન્નેએ પાોપગમન અનશન કર્યું. રાત્રિ પડી ગઈ. સૈનિકો શોધવા લાગ્યા. પછી થોડે દૂર પર્વત ઉપર દીઠા. સૈનિકોએ જઈ રાજાને સમાચાર જણાવ્યા. તેને બહુ ક્રોધ આવ્યો. કુમારને બાંધીને પણ પરણાવીશ. શેઠને મારી નાખીશ એવા વિચારથી ત્યાં તેમની પાસે આવ્યો. ત્યાં વ્યાઘ્રાદિક પ્રાણીઓને સિંહશેઠ અને કુંવરની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. અનુક્રમે માસોપવાસના અંતે બન્ને કેવળજ્ઞાન પામી મોક્ષે પઘાર્યા. સિંહ શ્રેષ્ઠીએ પોતાના મનોવીરત્વની વૃદ્ધિ કરી અનશન લીધું. તેના સંગથી કુંવરે પણ Es પોતાનું મનોવીરત્વ વધારી કલ્યાણ કર્યું. એમ અવસર આવ્યે મનોવીરત્વની વૃદ્ધિ કરું. -ઉ.પ્રા.ભા.ભાગ-૨ ૧૯૧. પ્રત્યેક પરિષહ સહન કરું. પ્રત્યેક પરિષહ વખતે સમભાવ રાખું. પોતાના બાંધેલા કર્મના ઉદયે જ પરિષદ આવે છે. તે સમભાવે સહન કરવાથી નિર્જરી જાય છે. મોટા પરિષઠો કોઈક વખત આવે છે, પણ ક્ષુધા, પીડા, મચ્છર, માંકડ, ડાંસ, માંખ વગેરેના તુચ્છ પરિષદો ઘણીવાર આવે છે. તેમાં સમતા ધારણ કરવાનો અભ્યાસ કરી મૂક્યો હોય તો મોટા પરિષ વખતે તે અભ્યાસ કામમાં આવે છે. પણ એવા પ્રસંગો તો તુચ્છ છે, એમાં શું? એમ કરીને જવા દીધાં હોય અને અભ્યાસ ન પાડ્યો હોય તો મોટા પરિષદો આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે. મહાવીર ભગવાને પરિષહો કેવી રીતે સહન કર્યા છે તે ‘આચારાંગ સૂત્ર'ના આચારધર્મમાં આ પ્રમાણે આવે છે— ભગવાન મહાવીરનું દૃષ્ટાંત – ‘પોતાની સાધનામાં તે (ભગવાન મહાવીર) એટલા બધા નિમગ્ન હતા કે તેમણે આંખ પણ કદી ચોળી નથી કે શ૨ી૨ને ખંજવાળ્યું નથી. રિત તથા અતિનો પરાજય કરી તેમણે આ લોકના તથા દેવ, યક્ષ વગેરેના અનેક ભયંકર સંકટો તથા અનેક પ્રકારના શબ્દો અને ગંઘો સમભાવે સહન કર્યાં. કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂર્છા વિનાના તથા સાઘન દશામાં પરાક્રમ કરતાં તે ભગવાન જરાપણ પ્રમાદ ન કરતાં, પોતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા અને એ જ રીતે જિંદગી સુધી શાંત રહ્યા. મુમુક્ષુઓ એ જ રીતે વર્તે છે એમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે.'' ૧૯૨. આત્માને પરમેશ્ર્વર માનું. ‘પ્પા સૌ પરમપ્પા’ નિશ્ચયનયથી આત્મા એજ પરમાત્મા છે માટે શુદ્ધાત્માને પરમેશ્વર માનું. “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’ -શ્રીમદ્ રાજચંદ્ર જેને આત્માની ઓળખાણ નથી તેણે, સ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે એવા સદ્ગુરુના બોઘનું ચિંતવન તથા તેની આજ્ઞાની ઉપાસના કરવા યોગ્ય છે, જેથી અંતરાત્મા થઈને પરમાત્મા ભજાય છે. શરૂઆતમાં અંતરાત્મા થવા માટે સદ્ગુરુ, તેના વચન, અને તેના આશય પ્રત્યે પ્રીતિ, ભક્તિ રાખવા યોગ્ય છે. પ્રેમ ૯૨
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy