________________
સાતસો મહાનીતિ
સાથે પૂજ્યપણું છે ત્યાં ભક્તિ છે. બહિરાત્મપણું મટવા માટે આ કરવાનું છે. પછી જેણે આત્મા ઓળખ્યો તેણે આત્માની ઉપાસના કરવાની છે. શરૂઆતમાં સંસ્કારને લઈને સપુરુષ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય છે. સત્પરુષનો યોગ પહેલાં થાય ત્યારે ઠીક છે, સારું છે એમ લાગે. પણ જ્યારે તેનું માહાભ્ય ભાસે ત્યારે આત્મા ત્યાં ઢળે છે, અને તેમના પ્રત્યે પૂજ્યભાવ થાય છે, ભક્તિ ઉગે છે અને મનમાં થાય છે કે –
“અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ.” પછી ભક્તિમાર્ગમાં પ્રવેશ થાય છે.
અરિહંત સિદ્ધ આદિ પાંચે પરમ શ્રેષ્ઠી શુદ્ધ આત્મા છે માટે પૂજવા યોગ્ય છે. તેમને પરમેશ્વર માનું. જાદા જુદા કામ કરવા પડે તેથી આચાર્ય, ઉપાધ્યાય વગેરે જાદા જુદા નામ આપ્યા છે. ગુરુપૂજા, મૂર્તિપૂજા વગેરેમાં પણ આત્માને પરમેશ્વર માનું'. સૂત્ર જેવું આ વાક્ય કહ્યું. મૂર્તિ દેખીને પણ આત્મા સાંભરે, આંગી, મુકુટ, અલંકાર, રોશની વગેરેની પેલી પાર જે આત્મા રહ્યો છે તેને પરમેશ્વર માનું.
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ;
વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. -આત્મસિદ્ધિશાસ્ત્ર જે જિનેશ્વર ભગવાનના દેહ પ્રમાણને કે સમવસરણાદિ સિદ્ધિને જિનનું વર્ણન સમજે તે મતાર્થીનાં લક્ષણ છે; આત્માર્થીનાં નહીં. આત્માર્થી તો શુદ્ધ આત્માને પરમેશ્વર માને છે. ૧૯૩. પુત્રને તારે રસ્તે ચડાવું. (પિતા ઇચ્છા કરે છે.)
વાક્ય ૧૯૩ થી ૨૦૦ સુઘી પિતા, પુત્ર-પુત્રીના હિત માટે કેમ વર્તવું તે વિચારે છે.
માતાપિતાના વર્તનથી પુત્ર ઘણું શીખે છે. પુત્રને સારે રસ્તે ચઢાવવો હોય તો પોતાનું વર્તન સારું રાખવું. નાના છોડને જેમ વાળવો હોય તેમ વાળી શકાય. તેમ બાળકોને પણ જેવા દ્રષ્ટાંતો તેમની આગળ રજા કરાય તેવું તે શીખે છે. માતાપિતાએ પોતાનું વર્તન સુધારવા ઉપરાંત બાળક કોની કોની સોબતમાં જાય છે, કોની પાસે ભણે છે, કેવા પુસ્તકો વાંચે છે તેની પણ તપાસ માતાપિતાએ રાખવાની જરૂર છે. ૧૯૪. ખોટાં લાડ લડાવું નહીં. (પિતા ઇચ્છા કરે છે.)
મોક્ષમાળામાં જિતેન્દ્રિયતાના પાઠમાં આવે છે કે મન જે જે દુરિચ્છા કરે તે તેને આપવું નહીં, તેની સામે પડવું; તેવી રીતે બાળક પણ જે જે દુરિચ્છા કરે તે પોષવા યોગ્ય નથી. બાળકને મોઢે ચઢાવ્યું હોય તો તે નિરંકુશ થઈ જાય, પછી સારી અને હિતકારી શિખામણ પણ માને નહીં. મા બાપ એની જોઈતી ઇચ્છાઓ પૂરી કરે, પણ જગતના બધા માણસો કંઈ એની ઇચ્છા પ્રમાણે વર્તે નહીં. તેથી લાડ લડાવવા એ બાળકોને દુઃખી કરવાને રસ્તે ચઢાવવા જેવું છે. માટે ખોટાં લાડ લડાવું નહીં. ૧૫. મલિન રાખું નહીં. (પિતા ઇચ્છા કરે છે.)
નાનપણમાં બાળકને હિત અહિતનું ભાન હોતું નથી. તેથી મળ-મૂત્રમાં રમે, ધૂળમાં રમે અને માટી પણ ખાય. પણ સારી રીતભાતમાં તેને ઉછેર્યો હોય તો એને પણ સારો અભ્યાસ પડી જાય. પછી એને સારું જ ગમે, મલિન ન ગમે. ઘણા બાળકોના રોગો સ્વચ્છતાના અભાવે થાય છે માટે બાળકને રહેણી કરણીની રીતભાત શીખવું અને મલિન રાખું નહીં. ૧૯૬. અવળી વાતથી સ્તુતિ કરું નહીં. (પિતા ઇચ્છા કરે છે.)
ઘણા મા બાપને એવી ટેવ હોય છે કે બીજા આગળ પોતાના છોકરાની વાતો કરે કે અમારો