________________
સાતસો મહાનીતિ
છોકરો તો કોઈને મારે નહીં, બઘાનાં કામ કરી આપે, બઘાને આવકાર આપે, ભગવાનનું નામ લે વગેરે કહે. તે કદાચ છોકરાને મોઢે એવું ન કહેતા હોય તો પણ છોકરાં સમજી
જાય છે. તેથી એને માન પોષાય છે. તે એમ માની બેસે છે કે બધા છોકરા કરતાં હું ડાહ્યો છું, મોટો છું. પછી કોઈ તેનું અપમાન કરે તો એનાથી સહન થાય નહીં. માટે બાળકોની આવી પ્રશંસા કરવી તે તેના હિત માટે નથી.
મા બાપ જે કહે તે બધા ગુણ ખરી રીતે એનામાં હોતા નથી. પણ મોહવશ નાની વસ્તુને મા બાપ મોટી કરે છે, એમ અવળી વાતથી તેની સ્તુતિ કરું નહીં. ૧૭. મોહિનીભાવે નીરખું નહીં. (પિતા ઇચ્છા કરે છે.)
“ફેલે પ્રેમ પરસ્પર જગમેં, મોહ દૂર પર રહો કરે” -મેરી ભાવના સંસારી જીવને મોહ તો હોય છે જ, પણ પુત્રને નિમિત્તે તેને પોષણ મળે છે; અને તે મોહ વધ્યા કરે છે. જેના પ્રત્યે મોહ હોય તેના દોષ દેખાય નહીં. દોષ હોય તે પણ તેને ગુણ દેખાય. જેમકે પોતાનો છોકરો કોઈને સામો થઈ મારતો હોય તો પણ તેના વખાણ કરે કે મારો છોકરો કેવો બહાદુર છે! હારે એવો નથી. એવા દોષ દૂર કરવાના હોય પણ મોહથી ઊલટી તેની વૃદ્ધિ થાય છે માટે મોહિનીભાવે કુટુંબને નીરખું નહીં. ૧૯૮. પુત્રીનું વેશવાળ યોગ્ય ગુણે કરું. (પિતા ઇચ્છા કરે છે.)
પુત્રીના વેશવાળ એટલે સગપણમાં છોકરાના યોગ્ય ગુણો જોવામાં ન આવે તો પુત્રીની આખી જિંદગી દુઃખમાં જાય. સરખું ન મળ્યું હોય તો તેનું ઘર્મધ્યાન કરવાનું પણ ક્યાંય જતું રહે.
શ્રી કૃષ્ણ અને પુત્રીઓનું ડ્રષ્ટાંત – યુક્તિ વડે કન્યાની મુક્તિ. શ્રી કૃષ્ણ વાસુદેવને ઘણી કન્યાઓ હતી. તેમને પરણવાનો વખત આવે ત્યારે શ્રી કૃષ્ણ કન્યાને પૂછે કે તારે કેવો પતિ જોઈએ? સ્વામી થાય એવો કે સેવક થાય એવો? કન્યા કહે – “સ્વામી”. તે સાંભળી શ્રી કૃષ્ણ તેને નેમિનાથ ભગવાન પાસે મોકલી આપે. તેમના ઉપદેશથી કન્યા દીક્ષા લઈ લે. બઘી કન્યાઓ આ પ્રમાણે સાધ્વી થઈ ગઈ. એક કન્યા બાકી રહી. તેને તેની માતાએ શીખવી રાખ્યું કે તને શ્રી કૃષ્ણ પૂછે તો “સ્વામી”ને બદલે “સેવક” થાય એવો પતિ જોઈએ એમ કહેજે. તેણીએ શ્રી કૃષ્ણને એમ કહ્યું. તેથી શ્રી કૃષ્ણ તેમની પાસે એક સેવક હતો તેનું નામ વીરો સાલવી હતું, તેને પૂછ્યું કે તેં તારી જિંદગીમાં કંઈ બહાદુરીનું કામ કર્યું છે? તેણે કહ્યું કંઈ નહીં. પછી શ્રી કૃષ્ણે કહ્યું કે યાદ કર, કંઈ હોય તો જણાવ. ત્યારે તેણે વિચારીને કહ્યું કે એકવાર ચોમાસામાં ઝાડ પર કાંચીડો કે જેનું મોં લાલ હોય છે તેને મેં એક ઢેકું માર્યું હતું તેથી તે મરી ગયો હતો. (૨) ગાડાના ચીલામાં પાણીનો રેલો વહેતો હતો તેને ચોમાસામાં મેં ડાબે પગે રોકી રાખ્યો હતો. (૩) એક ઘડામાં માખો બમણતી હતી તે ઘડાનું મોટું મેં હાથ વડે ઢાંકી દીધું હતું. તેથી માખી અંદર જ બણબણ કરતી રહી ગઈ. તે સાંભળી શ્રી કૃષ્ણ રાજાઓની સભામાં એના વખાણ કર્યા કે આ વીરા સાલવીના પરાક્રમ એના કુળને ટપી જાય એવા છે. તેમાં પહેલું પરાક્રમ એ કે ઝાડ ઉપર લાલ ફેણવાળો નાગ હતો તેનો એણે ભૂમિશસ્ત્રથી (ઢેફાંથી) નાશ કર્યો. બીજાં એણે ચક્રથી (ગાડાના પૈડાથી) ખોદાયેલી જમીનમાં ગંગાનદી જેવો વહેતો પ્રવાહ ડાબા પગથી રોકી રાખ્યો હતો. ત્રીજાં ઘટપુરી નગરમાં (ઘડામાં) સેના હતી તેને એક હાથે એણે રોકી દીધી. એવો યથાર્થ નામવાળો આ વીરો સાલવી શૂરવીર છે, માટે એને મારી કન્યા આપું છું. બઘાએ જાણ્યું કે આપણને એની ખબર નથી પણ એવું કંઈ પરાક્રમ એણે કર્યું હશે. પછી
૯૪