________________
સાતસો મહાનીતિ
શ્રી કૃષ્ણની કન્યા એને પરણાવવામાં આવી અને વળાવી.
વીરાએ તો પહેલાં આ લગ્નની ના પાડી હતી. પણ શ્રી કૃષ્ણના આગ્રહથી તેને પરણવું પડ્યું. ઘેર લાવ્યા પછી શ્રી કૃષ્ણની કન્યાને તે માનપૂર્વક રાખે અને તેની સેવા કરે. કન્યા તો ઢોલીયા પર બેસી રહે. એક દિવસ શ્રી કૃષ્ણ વીરાને પૂછ્યું કે મારી પુત્રી તારી સેવા કરે છે ? એણે કહ્યું કે હું તેની સેવા કરું છું. પછી શ્રી કૃષ્ણ આંખ કાઢીને કહ્યું – એની પાસે તારા ઘરના બધા કામ નહીં કરાવે તો તને બંદીખાનામાં નાખીશ. પછી ઘેર જઈ એણે એની સ્ત્રીને કહ્યું –કેમ ઢોલીયા પર બેસી રહે છે, કામ કરતી નથી. ચાલ મને કામમાં મદદ કર. એની સ્ત્રીનો (શ્રી કૃષ્ણની કન્યાનો) મીજાજ ખસી ગયો અને કહ્યું કે અરે કોળી, તું મને જાણતો નથી કે હું કોણ છું? તે સાંભળી સાલવીએ તો દોરડું પડ્યું હતું તે લઈને એને ઝાપટવા માંડ્યું. ત્યાંથી રિસાઈને ચાલતી પિતાને ઘેર ગઈ. કૃષ્ણ પૂછ્યું કેમ આવી? ત્યારે કન્યાએ કહ્યું. મારે તો સ્વામિની થવું છે દાસી થવું નથી. ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું : હવે તો તે વીરા સાલવીને હાથ છે. અમે તને પરણાવી દીધી છે. તે કહે તેમ થશે. કન્યાએ કહ્યું –ગમે તેમ કરી મને છૂટી કરો. શ્રી કૃષ્ણ વીરા સાલવીને બોલાવી સમજાવીને કહ્યું કે એને સંસાર છોડીને સાધ્વી થવાની ઇચ્છા છે, પણ તું રજા આપે તો સાધ્વી થાય. એણે હા કહી એટલે તેનો દીક્ષા–મહોત્સવ કર્યો અને શ્રી નેમિનાથ ભગવાનને કન્યા સોંપી એનું કલ્યાણ કર્યું. ૧૯૯. સમવય જોઉં. (પિતા ઇચ્છા કરે છે.)
પૈસાની લાલચે કજોડાં કરું નહીં. કન્યાના મા-બાપ પૈસા લેવા હલકી વાતોમાં, કે ઉંમરનો ઘણો તફાવત હોય અથવા રોગીલો હોય પણ કુળ સારું છે એમ માનીને કન્યા આપી દે. પણ સ્વસ્થ અને સમવય જોઉં એટલે યોગ્ય ઉંમર જોઈને જ કન્યાનું વેવિશાળ કરું. ૨૦૦. સમગુણ જોઉં. (પિતા ઇચ્છા કરે છે.)
પુત્રી અને તેનો વર બેય ગુણોમાં લગભગ સરખા હોય તે જોઉં. સરખો સ્વભાવ અને સરખી વિદ્યા વગેરે જોઉં. કોઈ સારા ગુણવાળો પુત્રી માટે વર શોધી કાઢ્યો હોય પણ પોતાની દીકરીમાં એવી યોગ્યતા ન હોય તો તે સામાને અસંતોષનું કારણ થાય; તેથી પોતાની પુત્રી દુઃખી થાય અને તે જોઈ પોતે પણ દુઃખી થાય. તેથી એક બીજાને પરસ્પર સંતોષ થાય એવો સમગુણી વર, કન્યા માટે જોઉં. હવે પિતાની, પુત્ર, પુત્રી સંબંધીની વાત પૂરી થઈ. ૨૦૧. તારો સિદ્ધાંત ગુટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવું.
કપાળદેવે એવો નિશ્ચય કરેલો છે કે વેપારમાં કે ગમે તેમાં પણ જો આત્મલક્ષ ચૂકાય તો દેહત્યાગ કરું પણ અસમાધિથી વતું નહીં.તારો મુખ્ય સિદ્ધાંત સ્વરૂપનું વિસ્મરણ ન કરવું તે છે. માટે એ તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ચલાવું નહીં.
કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીઓ તુચ્છ નિમિત્ત થઈ પડે છે; તે વેળા તે વિવેક પર કોઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છે; પણ એવું ઝાઝો વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવર્તે એવી અત્યાર સુઘીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૧૬)
૯૫