________________
સાતસો માનીતિ
૨૦૨. પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું.
વાત્સલ્યતા એ સમક્તિના આઠ અંગમાંનું સાતમું અંગ છે. વાત્સલ્યતાની જરૂર છે,
માટે પ્રત્યેકને વાત્સલ્યતા ઉપદેશું. ગાયનો વાછરડા ઉપર જેવો પ્રેમ છે તેવો નિઃસ્વાર્થ પ્રેમ થર્માત્મા પ્રત્યે રાખવો તે વાત્સલ્યતા છે. પ્રભુશ્રીજી કહેતા કે ‘સંઘ અમારા મા બાપ’. સંઘ આખો સાધુને માતા-પિતારૂપ છે. તમે અમને શિખામણ આપવા યોગ્ય છો. અમારો કોઈ દોષ હોય તો સંઘે અમને જણાવવું. આવા પરસ્પર વાત્સલ્યભાવની જરૂર છે.
“દેહ જોવાનો નથી પણ આ જીવ કોને ભજે છે? એ જોવું. કપાળુદેવને ભજે છે, તો એના ઉપર વાત્સલ્યભાવ રાખવો. જે જીવનું કલ્યાણ થવાનું હોય તે જ જીવ કૃપાળુદેવને શરણે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવને શરણે આવ્યા હોય તેના અમે દાસના દાસ છીએ. આપણે સેવા કરવી છે એમ ઇચ્છા રાખવી. મુમુક્ષુ છે તે સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઈએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થંકગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી તો લાવવો છે એમ રાખવું, સમ્યક્ત્વ થાય એવા ગુણો મારામાં ન આવ્યા તો બધું પાણીમાં ગયું. એમ મનમાં રાખવું. પહેલી દૃષ્ટિમાં પહેલામાં પહેલો ગુણ ‘અદ્વેષભાવ’ આવે છે.’’ ઓઘામૃત-ભાગ ૧ (પૃ. ૩૩૧) “સાધર્મિવત્સહે પુછ્યું, યદ્મવેત્તવોઽતિમ્ ।
ધન્યાસ્તે ગૃહિળોડવશ્ય, તત્વાશ્રૃતિ પ્રત્યદ’ ||૧||
ભાવાર્થ-‘સાધર્મીવાત્સલ્યે કરવામાં જે પુણ્ય થાય છે તે વચનથી કહી શકાય તેવું નથી, જે ગૃહસ્થો હમેશાં સાધર્મીવાત્સલ્ય કરીને જમે છે તેઓને ધન્ય છે.''
શ્રી સંભવનાથ પ્રભુનું દૃષ્ટાંત શ્રી સંભવનાથ પ્રભુએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકીખંડના એરાવત ક્ષેત્રમાં તેમાપુરી નગરીને વિષે વિમલવાહન નામે રાજા થઈ, મોટો દુકાળ પડતાં, સાધર્મી જનોને ભોજન આપવા વડે તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. પછી તે દીક્ષા લઈ આનત નામના નવમા દેવલોકે દેવતા થઈ સંભવનાથ નામે તીર્થંકર થયા. તેઓ ફાલ્ગુન માસની શુક્લ અષ્ટમીએ અવતર્યા, તે વખતે મોટો દુષ્કાળ હતો, પણ તેમના જન્મથી તે જ દિવસે સર્વ તરફથી ધાન્ય આવી પહોંચ્યું અને નવા ધાન્યનો સંભવ થયો તેથી તેમનું નામ સંભવ એવું પાડ્યું. ઇત્યાદિ દૃષ્ટાંતોથી સાધર્મીવાત્સલ્યનું પુણ્ય વચનથી કહી શકાય તેવું નથી, તેથી જે ગૃહસ્થો પ્રતિદિવસ તે આચરીને પછી ભોજન કરે છે તેઓને ધન્ય છે. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભા-૩માંથી
-
કુમારપાળરાજાના વાત્સલ્યભાવનું દૃષ્ટાંત – શ્રી હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાની આગળ જણાવીને કહ્યું હે રાજા ! તમારે બારમા વ્રતમાં સાધર્મીવાત્સલ્ય કરવું યોગ્ય છે.' પછી કુમારપાળે ત્યાં સુધી પોતાની આજ્ઞા ચાલતી હતી ત્યાં સુધી રહેનારા શ્રાવકોના ઉપરથી તમામ કર માફ કર્યો; જે કર વડે પ્રતિવર્ષ બોતેર લાખ દ્રવ્ય ઉપાર્જન થતું હતું. વળી તેણે સાધર્મી બંઘુઓના ઉદ્ધાર માટે ચૌદ કોટી દ્રવ્યનો વ્યય કર્યો.
પારણાને દિવસે પોતે કરાવેલા શ્રી ત્રિભુવનપાળવિહાર નામના પ્રાસાદમાં સ્નાત્રમહોત્સવના અવસરે જે સાધર્મીઓ એકઠા થતા તેઓની સાથે કુમારપાળ ભોજન કરતા હતા. ભોજન વખતે હમેશાં દીન, દુઃખી, અજ્ઞાત અને ક્ષુધાર્તાને અનુકંપાદાન દેવા માટે પડહ વગડાવતા અને તેમને અન્નદાન આપીને પછી ભોજન લેતા હતા. તેમણે પણી દાનશાળાઓ સ્થાપી હતી. પ્રા.ભા. ભાગ-૩માંથી
૯૬