________________
સાતસો મહાનીતિ
૨૦૩. તત્ત્વથી કંટાળુ નહીં.
તત્ત્વજ્ઞાન મેળવતાં કંટાળું નહીં. ઘણા સાધુ થાય પછી શ્રુતનો અભ્યાસ કરતાં થાકે તેને માટે કહે છે. આત્માને હિતકારક જ્ઞાનીનાં વચનો છે, તેનાથી કંટાળવું નહીં પણ ઊલટો તેનો લોભ રાખવો. મોહનો ઉદય હોય છે ત્યારે જીવ થાકી જાય છે, કંટાળે છે. આ પ્રસંગે પરંપરામાં થયેલા છેલ્લા દશપૂર્વના અભ્યાસી શ્રી આરક્ષિતસૂરિની વાત નીચે પ્રમાણે છે :
આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત - એક આર્યરક્ષિત નામનો બ્રાહ્મણ હતો. તે વેદશાસ્ત્રમાં પારંગત થઈને ઘેર આવ્યો. રાજાએ અને લોકોએ તેને ખૂબ માન આપ્યું. પછી એની માને નમસ્કાર કરવા ગયો. માના મુખ પર હર્ષ જણાયો નહીં, પણ દુઃખની છાયા જણાઈ. તેથી એણે પૂછ્યું -“કેમ મા, બધા ગામવાળાઓને હર્ષ થાય છે અને તને હર્ષ કેમ થતો નથી?” માએ કહ્યું કે, “જૈનશાસ્ત્રનું બારમું અંગ દ્રષ્ટિવાદ ભણે તો ખરો, નહીં તો તારી ભણેલી વિદ્યામાં તો કંઈ માલ નથી.” પછી છોકરાએ કહ્યું : એ મને કોણ ભણાવે? માએ કહ્યું : તારા મામા તોસલીપુત્ર સાધુ થયા છે તે ભણાવશે. પછી ત્યાં જવાનો નિશ્ચય કર્યો. સવારમાં વહેલા ઊઠીને મામા હતા તે ગામ ભણી જવા માટે ચાલવા માંડ્યું. રસ્તામાં કોઈ બ્રાહ્મણે શેરડીનો સાંઠો એને આપવા માંડ્યો. તેણે કહ્યું કે મારી માને આપજો. માએ સાંઠો લીધો અને ગણી જોયું તો તેમાં ૧૦ પેઈઓ હતી. તેથી તેણે અનુમાનથી વિચાર કર્યો કે મારો પુત્ર ૧૦ પૂર્વ જ શીખશે. પછી આર્યરક્ષિત તેના મામા તોસલીપુત્ર સાધુ પાસે ગયો. તોસલીપુત્ર પાસે જેટલું જ્ઞાન હતું તે ભણીને વઘારે ભણવા તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યો. રસ્તામાં એક ગામમાં ભદ્રગુપ્તસૂરિ મળ્યા. તેણે ચેતાવ્યું કે ગુરુની સાથે તું ઊતરીશ નહીં બીજે ઊતરજે. શ્રી વજસ્વામી ગુરુનો પ્રેમ એવો હતો કે ગુરુનો દેહ છૂટી જાય તો શિષ્યોને પણ એટલો પ્રેમ આવે કે ગુરુની પાછળ એ પણ સંથારો લે. પણ એમને પહેલાંથી સૂચના એટલા માટે આપી કે બઘા સંથારો ગુરુની સાથે કરશે તો પાછળથી કોઈ શ્રુતજ્ઞાની રહેશે નહીં.
પછી તે અપાસરામાં જઈને બહાર બારણા આગળ ઊભો રહ્યો અને કોઈ અંદર શ્રાવક જાય તેની સાથે જવાનો વિચાર કર્યો. કેમકે તે વંદન વિધિ જાણતો નહોતો. એક શ્રાવક અંદર ગયો તેની સાથે તે પણ ગયો. તેણે કંઈ બોલીને નમસ્કાર કર્યા. તેમ આણે પણ નમસ્કાર કર્યા. શ્રી વજસ્વામીએ ઘર્મલાભ આપ્યો અને વાતચીત કરીને પૂછ્યું કે ક્યાંથી આવ્યો અને શા માટે આવ્યો વગેરે. ત્યારે આર્યરક્ષિતે કહ્યું: મારે દ્રષ્ટિવાદ અંગ ભણવું છે. આચાર્યે કહ્યું તે તો સાધુ થાય ત્યારે ભણાય એવું છે. તેથી સાધુ થયો એટલે એને ભણાવવા માંડ્યું. દશમું પૂર્વ ચાલતું હતું ત્યારે એનો ભાઈ ફલ્યુરક્ષિત બોલાવવા આવ્યો કે આપણા માતા-પિતા તને બહુ યાદ કરે છે અને તમારા દર્શન કરવાની બહુ ઇચ્છા છે. તમે ત્યાં આવો તો તે પણ વિશેષ ઘર્મ પામે. પછી જે ભાઈ બોલાવવા આવ્યો હતો એને કહ્યું કે તું આવ્યો છે તો તું તો ઘર્મ પામ. એમ કહી ભાઈને દીક્ષા અપાવી. પોતાને મોહથી મા-બાપ સાંભર્યા તેથી શિષ્ય ગુરુને પૂછ્યું કે હવે કેટલું શ્રુતજ્ઞાન ભણવાનું બાકી રહ્યું? આચાર્ય સમજી ગયા કે આ થાક્યો છે. આચાર્ય જવાબ આપ્યો કે સમુદ્રમાંથી જેમ સળી બોળીને બહાર કાઢે તો તે સળી ઉપર કેટલું પાણી આવે તેટલું ટીપું માત્ર તું હાલ ભણ્યો છું અને આખા સમુદ્રના પાણી જેટલું શ્રુત તો હજી ભણવાનું બાકી છે. એમનું કહેવું બરાબર હતું, કારણ કે આખું શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન જેવું છે. શ્રુતકેવળી પણ પરોક્ષ રીતે કેવળી જેટલું જાણે છે. તે સાંભળી શિષ્ય હવે વધારે થાક્યો કે આટલું તો ક્યારે પુરું થશે? તેથી આચાર્યને વિનંતી કરી કે મારો ભાઈ