________________
સાતસો મહાનીતિ
ફલ્લુરક્ષિત મને તેના ગામે જવાની વિનંતી કરવા આવ્યો છે. આપની આજ્ઞા હોય તો એમને ત્યાં જઈએ. આચાર્યે તેને આચાર્યપદ આપીને વિદાય કર્યો. બીજા શિષ્યોમાં
સૌથી વધારે દસ પૂર્વ સુધી ભણેલા એ આર્યરક્ષિત હતા. દસમું પૂર્વ પૂરું થવા આવ્યું અને એમનું ભણવાનું પૂરું થયું.
ગણધરોએ પહેલા બારમું દ્રષ્ટિવાદ અંગ રચ્યું. તેના પાંચ ભેદ અર્થાતુ પંચ પ્રકરણ છે. તે પાંચ ભાગમાંના ચોથા ભાગમાં ૧૪ પૂર્વ છે. તીક્ષ્ણ બુદ્ધિવાળાઓ દ્રષ્ટિવાદ શીખી ગયા. પણ ઓછી બુદ્ધિવાળા અને સાધ્વીઓને ૧૨મું અંગ દ્રષ્ટિવાદ શીખવું અઘરું પડ્યું. તેથી દ્રષ્ટિવાદ લખનારા ગણઘરોએ ઓછા ક્ષયોપશમવાળાઓ ઉપર દયા લાવીને દ્રષ્ટિવાદમાં જે કહેવું છે તેનો ભાવાર્થ જેમાં આવે એવા અગત્યના વિષયો ગોઠવી ૧૧અંગની રચના કરી. ૧૧ અંગમાંના આચારાંગ વગેરે હાલ થોડાં જ રહ્યાં છે, બાકી વિચ્છેદ ગયાં છે. બારમું અંગ દ્રષ્ટિવાદ તો ભૂલાઈ જ ગયું છે.
૧૧ અંગમાંનુ મૂળ આચારંગ સૂત્ર ઘણું વિસ્તારવાળું હોવું જોઈએ એમ હાલના આચારાંગસૂત્રમાં છે. એમાં વૈરાગ્ય, ઉપશમ, સમકિત, ચારિત્ર, છૂટક છૂટક આત્મા સંબંઘીની સૈદ્ધાંતિક વાતો છે. બાકી કથાઓ તથા ઉપદેશોથ છે. મુખ્યપણે આમાં ઉપદેશબોઘ છે, સિદ્ધાંતબોધ તો થોડોક જ છે. માટે સિંઘુમાંથી બિંદુ જેટલાં રહેલા તત્ત્વજ્ઞાનને મેળવતાં કંટાળુ નહીં. પણ પ્રેમપૂર્વક ભક્તિભાવે તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરું.
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૪'ના આઘારે :
વરદત્તની કથા – ભરતક્ષેત્રમાં પદ્મપુર નગરમાં અજિતસેન રાજાને વરદત્ત નામે પુત્ર થયો. તેને ભણવા મૂક્યો પણ એક અક્ષર પણ આવડે નહીં અને પૂર્વકર્મના ઉદયથી તેને કોઢરોગનો વ્યાધિ થયો. એકદા નગરમાં જ્ઞાની વિજયસેન ગુરુ પધાર્યા. તેમને આનું કારણ પૂછ્યું ત્યારે તેમણે તેનો પૂર્વભવ જણાવ્યો. પૂર્વભવમાં તે વસુદેવ નામે મુનિ હતા. તે સિદ્ધાંતરૂપ સમુદ્રના પારગામી થઈ આચાર્ય પદવીને પામ્યા. હમેશાં પાંચસો સાધુઓને વાચના આપતા હતા. વારંવાર સાધુઓ પ્રશ્ન પૂછવા આવતા. એક દિવસ ઊંઘમાં અંતરાય થતાં મુનિને જ્ઞાન ઉપર દ્વેષભાવ ઉત્પન્ન થયો અને મૂર્ણપણું શ્રેષ્ઠ જણાયું. જેથી બાર દિવસ સુધી કોઈને વાચના આપી નહીં. અને અંતે મૃત્યુ પામી હે રાજા! એ તારો પુત્ર થયો છે. પૂર્વે બાંધેલા કર્મથી તે મૂર્ખ અને કોઢી થયેલ છે. માટે તત્ત્વથી કદી કંટાળું નહીં પણ પ્રેમપૂર્વક તત્ત્વની વાર્તા કરું.
ગુણમંજરીની કથા – ભરતક્ષેત્રના પદ્મપુર નગરમાં સિંહદાસ નામે શેઠ રહેતો હતો. તેને કપૂરતિલકા નામની પત્ની હતી. તેમની પુત્રી બાલ્યવયથી જ રોગી અને મૂંગી હતી. નગરમાં શ્રી વિજયસેન ગુરુ પઘાર્યા ત્યારે તેમને તેનું કારણ પૂછતા તેનો પૂર્વભવ જણાવ્યો કે ઘાતકી ખંડમાં ખેટકપુર નગરમાં જિનદેવ નામે શેઠ રહેતો હતો. તેને સુંદરી નામે પત્ની હતી. તેને પાંચ પુત્રો તથા ચાર પુત્રીઓ હતી. શેઠે પુત્રોને ભણવા મૂક્યા પણ તેઓ ભણે નહીં. તેથી પંડિતે એકવાર સોટીથી માર્યા. તેથી માતાએ પુત્રોને કહ્યું કે માસ્તર તમને તેડવા આવે ત્યારે તેને દૂરથી પથ્થર વડે મારજો એમ પુત્ર પરના રાગથી જણાવ્યું. અને પાટી પુસ્તક વગેરે સર્વ અગ્નિમાં નાખી બાળી દીઘાં. તેથી તે ત્યાંથી મરીને હે શેઠ! એ તારી પુત્રીરૂપે અવતરી છે. જ્ઞાનની આશાતનાને કારણે તે રોગી અને મૂંગી થઈ છે. માટે તત્ત્વથી કદી કંટાળું નહીં. પણ તત્ત્વ બતાવનાર શાસ્ત્રો કે શ્રી ગુરુનું બહુમાન કરું. (પૃ.૧૬)
પછી રાજા તથા શેઠ બન્નેના રોગ નાશનો ઉપાય ગુરુદેવને પૂછતાં શ્રી ગુરુએ કહ્યું કે જ્ઞાનપંચમીનું
૯૮