________________
સાતસો મહાનીતિ
અને કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું છે તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં
દામાજીને લઈને સિપાઈઓ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું કે તમારા વતી પૈસા કોણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બોલ્યા કે મારે માટે ભગવાનને તસ્દી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત થયો.” (બો.૨ પૃ.૫૫)
દીન દુ:ખી જીવોં પર મેરે, ઉરસે કરુણાસ્ત્રોત બહે” (નિત્યક્રમ પૃ.૧૭) “ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી - જગડુશાહની દાન આપવામાં ઉદારતા
જગડુશાહનું દ્રષ્ટાંત - “જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીરરાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલતાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. સો મણ ઘાન્યનો એક મુંડો કહેવાય.
તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી. દરરોજ પ્રભાતકાળે જગડુશાહ જે ઠેકાણે બેસીને યથેષ્ટ દાન આપતા હતા, ત્યાં કોઈ લજ્જાવાન કુલીન સ્ત્રીઓ વગેરે પ્રગટપણે દાન લઈ શકે નહીં, તેમને ગુપ્તપણે દાન આપવા સારું એક પડદો બાંધી રાખવામાં આવતો હતો કે જેથી તેઓ તેમાં હાથ નાખીને દાન લઈ શકે. એક દિવસ વિસલરાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને એકલો ત્યાં ગયો અને પડદામાંથી હાથ લાંબો કર્યો. જગડુશાએ શુભ લક્ષણવાળો હાથ જોઈને વિચાર્યું કે
જગતના મનુષ્યોને માનવા લાયક કોઈ રાજાનો આ હાથ છે; હાલમાં દૈવયોગે તે આવી સ્થિતિ પામેલો જણાય છે; માટે તે જીંદગી પર્યત સુખી થાય તેમ હું કરું.” એ પ્રમાણે વિચારીને પોતાના હાથની આંગળીમાંથી મણિરત્નજડિત મુદ્રિકા (વીંટી) કાઢીને હાથમાં મૂકી. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણવાર પછી વળી તેણે ડાબો હાથ પડદામાંથી લાંબો કર્યો, એટલે જગડુશાએ તે હાથમાં પણ બીજી વીંટી આપી. તે બન્ને મુદ્રિકા લઈને વિસલરાજા પોતાના મહેલમાં ગયો.
બીજે દિવસે જગડુશાને બોલાવીને “આ શું છે?' એમ કહી તે બન્ને મુદ્રિકા બતાવી. તે જોઈને જગડુશા બોલ્યા કે - “કાગડાઓ સર્વત્ર કાળા જ હોય છે, પોપટો સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ જ હોય છે અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ હોય છે.”
આ પ્રમાણે સાંભળીને ખુશી થયેલા રાજાએ જગડુશાનો પ્રણામ નિષેઘ કરીને તેને હાથી ઉપર બેસાડી તેને ઘેર મોકલ્યો. આ પ્રમાણે ઘાર્મિકપણું અનુકંપા દાન વડે જ શોભે છે. એ ત્રીજાં અનુકંપા દાન કહ્યું. (પૃ.૨૬) એમ પરદુઃખે દાઝી સ્વપરનું કલ્યાણ કરું.
“શ્રી ચંદ્રરાજાના રાસ'માંથી -
સુદર્શનાનું દ્રષ્ટાંત – ભરુચ નગરના જંગલમાં એક ઝાડ ઉપર એક સમળીએ બચ્ચાઓને જન્મ આપ્યો. એક વાર તે ખાવાનું મેળવવા મ્લેચ્છના પાડામાં ગઈ. ત્યાંથી ભક્ષ્ય લઈ આવતાં પાડાના માલિકે બાણથી તેને વીંઘી નાખી. તે માંડ માંડ પોતાના વૃક્ષ સુધી આવી. પણ વૃક્ષ ઉપર ચઢી શકી નહીં. તે બચ્ચાઓને જોઈ અને બચ્ચાઓ તેને જોઈ આક્રંદ કરવા લાગ્યા. ભાગ્યોદયે ત્યાં વિહાર કરતાં મુનિ આવી ચઢ્યા. સમળીની આવી દુર્દશા જોઈ તેને ઉપદેશ આપી મંત્ર સ્મરણ સંભળાવ્યું. સ્મરણ મંત્રના પ્રભાવે તે સમળી ત્યાંથી દેહ છોડી સિંહલદ્વીપ જે આજે શ્રીલંકા કહેવાય છે ત્યાંના રાજા ચંદ્રગુપ્તની પુત્રીરૂપે અવતરી.
૩૩૮