________________
સાતસો મહાનીતિ
નગરશેઠ સુજાતશ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈ મોહ પામી હતી. તેથી એકદા તે મંત્રીની એક સ્ત્રી, સુજાતશેઠનો વેષ લઈને દાસીઓની સાથે ક્રીડા કરતી હતી. તે જોઈ ઘર્મઘોષ મંત્રી પરમાર્થ (ખરીવાતો જાણ્યા વિના તે શેઠ ઉપર વેષ કરવા લાગ્યો. એક વખતે તેણે શેઠના નામથી , ફૂટ લેખ લખ્યો. તેમાં એવું દર્શાવ્યું કે સુજાતશેઠ વિક્રમ રાજાને લખે છે કે “અમારી આ વિજ્ઞપ્તિ ધ્યાનમાં લઈ તમારે અહીં સત્વર આવવું. હું અમારા રાજાને પ્રપંચથી મારી તમને રાજ્ય અપાવીશ.” આવો કૂટ લેખ પોતે લખી ગુપ્તચર મારફત પકડાયેલો છે એમ કહીને પોતાના રાજાને બતાવ્યો. રાજાએ ક્રોધથી સુજાતશેઠને મારી નાખવા માટે કાંઈક મિષ કરીને ચંદ્રધ્વજ રાજા પાસે મોકલ્યો અને તેની સાથે એક લેખ લખી આપ્યો. ચંદ્રધ્વજ રાજા તે લેખ વાંચી, સુજાતશેઠને નિર્દોષ જાણી વિચારવા લાગ્યા કે “અહો! ચંપાપતિએ આવું અયોગ્ય કાર્ય મને કેમ બતાવ્યું? આ શ્રેષ્ઠી તો નિઃસ્પૃહ જણાય છે.” પછી તે વાતનો નિશ્ચય કરી તેણે પોતાની પુત્રી સુજાતશેઠને આપી. નવોઢા (મુગ્ધા) સ્ત્રીના સંયોગથી વૃદ્ધ) શ્રેષ્ઠી રોગી થઈ ગયો. શેઠને રોગી જોઈ તેની પત્ની આત્મનિંદા કરવા લાગી. તે સાંભળી શ્રેષ્ઠી બોલ્યો - “હે સ્ત્રી! શોક શા માટે કરે છે? એમાં તારો દોષ નથી, મારા કર્મનો જ દોષ છે.” તે સાંભળી તેણીને વૈરાગ્ય થયો. દીક્ષા લઈ અનશનવડે મૃત્યુ પામી દેવી થઈ. ત્યાંથી અહીં આવી તેણે સુજાતશ્રેષ્ઠીને કહ્યું કે- “હે શ્રેષ્ઠી! તમારાં ઘર્મવચનો અંગીકાર કરી હું આવા પદને પામી છું, તેથી હવે કોઈ કાર્ય હોય તો કહો. સુજાતે કહ્યું – “મારું કલંક ઉતારો.” પછી તે દેવીએ શ્રેષ્ઠીને વિમાનમાં બેસાડી ચંપાનગરીના વનમાં મૂક્યા અને ચંપાનગરી ઉપર શિલા વિદુર્વા ચંપાપતિને ઉદ્યાનમાં બોલાવ્યો. તે ત્યાં આવીને સુજાતશ્રેષ્ઠીને નમ્યો. દેવીએ પૂર્વનો સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યો. તે સાંભળી રાજાએ ક્રોધથી ઘર્મઘોષ મંત્રીને દેશપાર કર્યો અને સુજાતશેઠને મોટા ઉત્સવ સાથે ઘેર લાવ્યા. અનુક્રમે સુજાતશ્રેષ્ઠીએ પણ દીક્ષા લીધી.” (પૃ.૯૫)
એમ કદી મર્મલેખ કરું નહીં. ૪૪૧. પર દુઃખે દાઝું.
બીજાના દુઃખ જોઈ આપણા અંતરમાં કરુણાભાવ હોય તો દુઃખ થયા વિના રહે નહીં.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” (વ.પૃ.૪) યથાશક્તિ તે દુઃખ નિવારવાનો પ્રયત્ન કરું.
બોઘામૃત ભાગ-૨'માંથી - અનાજના ભંડાર ભરેલા અને લોકો ભૂખે મરે એ ઠીક નથી
દામાજી પંતનું દૃષ્ટાંત – “દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણોતના (જમીનના ભાડાના) બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી રાખતા. બહુ મોટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડ્યું છે અને લોકો ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બઘાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. થોડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મંગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું મને ભજન કરી લેવા દ્યો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું. આ બાજા એક માણસ રાજા પાસે આવ્યો
૩૩૭