________________
સાતસો મહાનીતિ
co
“બોઘામૃત' ભાગ-૩ માંથી :- “અહો! મૌન મુનિવર! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા! અહો!તારી સમતા! અહો! પરમકૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા!
એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે !' (બો.૩ પૃ.૨૦) ૧૦. સગુણનું અનુકરણ કરું.
પ્રથમ સર્વમાં સગુણ જોવાનો પ્રયત્ન કરું. પછી તે સગુણનું અનુકરણ કરું. સદ્ગણનું અનુકરણ કરનાર સ્વયં અનેક ગુણનો ભંડાર થાય છે.
કૃષ્ટાંતશતક'માંથી :- સગુણ વગર સાધુપણું નથી
ઘોબી અને સાધુનું દ્રષ્ટાંત – “કોઈ એક સાધુ શૌચથી પરવારીને એક ઘોબીની વસ્ત્ર ઘોવાની શિલા ઉપર ધ્યાન ધરીને ઊભો રહ્યો. કેટલીક વારે રાજાનો ધોબી તે શિલા ઉપર લૂગડાં ધોવા આવ્યો. તેણે મુનિને ધ્યાન ઘરી ઊભેલા જોઈને વિચાર્યું કે આ કોઈ સાધુ પરમેશ્વરની ભક્તિ કરે છે, તે થોડીવારમાં કરી રહેશે એટલે હું લૂગડાં ઘોઈશ.
એમ ઘણીવાર સુધી રાહ જોઈ, પણ મુનિ તો ઊભા જ રહ્યા. તે જોઈને ધોબી બોલ્યો કે “બાપજી! તમે લગાર દૂર ઊભા રહીને ધ્યાન ઘરો તો સારું. મારે રાજાના કપડાં ઘોવાની ઉતાવળ છે.” મુનિ કાંઈ બોલ્યા નહિ, ત્યારે વળી થોડી વાર રાહ જોઈને ફરી કહ્યું. તથાપિ મુનિએ તે તરફ લક્ષ આપ્યું નહીં.
ત્યારે ઘોબીએ છેવટે થાકીને તે સાધુનો હાથ ઝાલી તેને નીચે ઉતાર્યા. સાધુને આથી ક્રોધ ચડ્યો અને ઘોબીને ઘક્કો માર્યો. સાધુને ક્રોથી જોઈ ઘોબીની શ્રદ્ધા ઊઠી ગઈ, તેથી તેણે પણ સાધુને ઘક્કો માર્યો. એમ કરતાં કરતાં બંને બાથંબાથે આવ્યા. કોઈ કોઈને છોડે નહીં. છેવટે ઘોબીએ જોર કરી સાધુને ભોંય ઉપર નાખી દીધો અને તેના છાતી પર બેસી ગયો.
તે વખતે સાઘુએ કાયર થઈ દેવતાની સ્તુતિ કરી કહ્યું કે, “હે દેવ! હું આટઆટલી ભક્તિ કરું છું તેમ છતાં તમે મને આ ઘોબી પાસેથી કેમ છોડાવતા નથી? આવા મારા સંકટ વખતે તમે ક્યાં ગયા? તે સાંભળી દેવે આકાશમાંથી જવાબ આપ્યો કે અમે હાજર છીએ, પણ ઘોબી કોણ અને સાધુ કોણ તે ઓળખાતું નથી; તો પછી અમારે કોને સહાય કરવી? દેવનું આવું વચન સાંભળી સાધુ સમજી ગયો અને ઘોબીને હાથ જોડી ક્ષમા માગી તેનાથી છૂટો થયો. પછી ક્ષમા વગેરે સાધુના લક્ષણ પ્રમાણે વર્તવા લાગ્યો.
આ દ્રષ્ટાંતનો સાર એ છે કે બાહ્ય આકારે તે બઘાંય મનુષ્યો સરખાં છે, પણ ગુણે કરીને ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ પડે છે. માટે જેણે ઉત્તમ થવું હોય તેણે અઘમનાં લક્ષણો તજી ઉત્તમનાં લક્ષણો રાખવાં; પણ જે અઘમના જેવા આચરણ રાખી પોતાને ઉત્તમ કહેવડાવવા ઇચ્છે છે, તેને લોકો દંભી માની ઉત્તમ જેવું માન મનથી આપતા નથી. (પૃ.૧૨૨) ૧૧. શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં.
શૃંગારી ઘર્મના જ્ઞાતા એવા ઘર્મગુરુ ગમે તેટલા લોકોમાં મોટા ગણાતા હોય પણ તેને પ્રભુ માનું નહીં. અનાદિથી જીવોને શૃંગારરસ પ્રિય છે અને વળી શૃંગારને ઘર્મનું સ્વરૂપ આપવામાં આવે તો તે વઘારે પ્રિય લાગે. પણ શૃંગાર એ રાગ છે, અને રાગ છે ત્યાં સંસાર છે. જ્યાં સંસાર છે ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ક્લેશ છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં કર્મબંઘન છે. અને જ્યાં કર્મબંધન છે ત્યાં ચારગતિમાં
૪૫૮