________________
સાતસો મહાનીતિ
નિષ્કામભાવે માત્ર આત્માર્થે વીતરાગદેવને જ પૂજાં, અન્યને નહીં. ૬૦૯. ગુણસ્તવન સર્વોત્તમ ગણું.
પ્રભુના ગુણસ્તવનથી પોતાના પાપ ધોવાય છે અને મન નિર્મળ-પવિત્ર બને છે, તેમજ તે ગુણો ગ્રહણ કરવાનો ભાવ ઊપજે છે. માટે પ્રભુ ગુણસ્તવનને સર્વોત્તમ ગણું.
સૌઘર્મેન્દ્ર, પ્રભુને ઈશાન ઇંદ્રના ઉત્સંગમાં આપી સ્નાન, અર્ચન અને આરતિ કરી આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર ભાગ-૨ માંથી :- “હે ભગવન! વિશ્વનું પ્રતિપાલન કરનાર! મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા “તીર્થનાથ એવા સંભવનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. હે વિભો! જન્મથી જ પ્રાપ્ત થયેલાં “ત્રણ જ્ઞાન અને ચાર અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છો અને તમારામાં ફુટ રીતે એક “હજાર લક્ષણો રહેલા છે. હમેશાં પ્રમાદી પુરુષોના પ્રમાદના છેદનું કારણ એવું આ તમારું “જન્મકલ્યાણક આજે મારા જેવાના કલ્યાણને માટે જ થયું છે. હે જગત્પતિ! આ રાત્રિ આખી પ્રશંસા કરવાને યોગ્ય છે; કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છો. હે “પ્રભો! તમને વંદન કરવાને જા આવ કરતાં અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણા “સ્વર્ગલોકના જેવો જણાય છે. હે દેવ! તમારા દર્શનરૂપ અમૃતના સ્વાદથી જેઓનાં ચિત્ત “સંતુષ્ટ થયેલા છે એવા અમૃતભોજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરતક્ષેત્રરૂપી સરોવરમાં કમળરૂપ એવા હે ભગવન! તમારામાં ભમરાની પેઠે “મારો પરમલય થઈ જાઓ. હે અઘીશ! જેઓ હમેશાં તમારું દર્શન કરે છે તે મનુષ્યોને ધન્ય છે, કારણ કે તમારા દર્શનનો ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે.” (પૃ.૯)
હે નાથ! મારા નેત્રો સર્વદા તમારા મુખને જોઈ વિલાસ પામો. મારા હાથ તમારી ઉપાસના કરો અને મારા કાનો તમારા ગુણના શ્રોતા થાઓ. હે દેવાધિદેવ! કુંઠિત એવી મારી બુદ્ધિ જો તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તો તેનું કલ્યાણ થાઓ. કેમકે તેને બીજાથી શું થવાનું છે? હે નાથ! હું તમારો શિષ્ય, દાસ, સેવક અને કિંકર છું. એ પ્રમાણે તમે સ્વીકાર કરો; એથી વઘારે બીજાં કાંઈપણ હું કહેવા ઇચ્છતો નથી.” (પૃ:૨૧)
“ઉપદેશામૃત'માંથી :- “હે પ્રભુ! તમારાં વચનને ઘન્ય છે! હે માવતર! તમારો આધાર છે. હે પ્રભુ! આપનાં અમૃતતુલ્ય વચનનો આ રંકને જોગ મળ્યો તેથી કરીને હે પ્રભુ! જરા શાંતિ થઈ. નહીં તો હે નાથ! મારી કોઈ ગતિ નહોતી. હે પ્રભુ! તમારું શરણું ભવોભવ હજો. હે નાથ! નોંઘારાના આઘાર, હે પ્રભુ! એક જ્યારે આપનું શરણું ગ્રહણ કરું છું ત્યારે સંકલ્પ-વિકલ્પ બંધ પડે છે, અને તે પરમ શાંતિને આપે છે. તેથી વૈરી માત્રનો નાશ થાય છે અને મને ત્યારે સારું લાગે છે. જ્યાં તકરારવાની વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું, ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઊઠે તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય તેનો ઉપાય પણ હે પ્રભુ! એકચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. હે નાથ! એવી અપૂર્વ વસ્તુ તમોએ મને આપી છે. હે નાથ!તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારું ભવોભવ હજો શરણું, પ્રભુ તમારું. એ જ વિનંતિ.” (પૃ.૪)
૪પ૭