________________
સાતસો મહાનીતિ
રઝળવાપણું છે; પણ મુક્તિ નથી. માટે શૃંગારી ઘર્મના જ્ઞાતાને પ્રભુ માનું નહીં; પણ ઘર્મથી વિપરીત માર્ગના જાણનાર અને પ્રરૂપનાર માનું. ૬૧૨. સાગર પ્રવાસ કરું નહીં.
પહેલાંના વખતમાં બહાર દેશ જવા સ્ટીમરોમાં બેસવાનો રિવાજ હતો. સમુદ્રમાં ૧-૨ મહિને પોતાના ગંતવ્ય સ્થાને પહોચાતું હતું. સમુદ્રમાં જો તોફાન આવી જાય તો આખી સ્ટીમર ડૂબી જાય અને આપણને મળેલો અતિ દુર્લભ એવો મનુષ્યભવ હારી જવાય; અર્થાત્ આ દેહે કરવા યોગ્ય આત્માનું કલ્યાણ રહી જાય. વળી માછલા મરે, પાણીના જીવોની ઘાત થાય અને પાપનો બાપ જે લોભ છે તેને વશ થઈને સાગર પ્રવાસ કરું નહીં, પણ અહીં જે મળે તેમાં સંતોષ માની જીવું. ૧૩. આશ્રમ નિયમોને જાણું.
વેદાંતમાં ચાર આશ્રમ કહ્યા છે તે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યસ્થાશ્રમ છે. તે આશ્રમોના નિયમોને જાણી જે જે ભૂમિકામાં પોતે હોય તેને શુદ્ધ રીતે પાળવાનો પ્રયાસ કરું. અથવા વર્તમાનમાં પ.પૂ.પ્રભુશ્રીજીના નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થઈ તેના અમુક પ્રકારના મુખ્ય નિયમોની યોજના પ.પૂ.પ્રભુશ્રીજીની હાજરીમાં થયેલ છે તેને પ્રથમ જાણું; પછી શ્રદ્ધા કરી તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કરું.
નિયમાવલી આ આશ્રમમાં સર્વ મુમુક્ષુ ભાઈ-બહેનોએ નીચેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. (૧) આ આશ્રમમાં આવનાર અને રહેનાર ભાઈ-બહેનોએ લક્ષમાં રાખવાનું છે કે આશ્રમમાં સૌએ
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનો બોઘ ઉત્તમ રીતે પામી શકાય તે માટે માત્ર આત્માર્થે સત્સંગ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ કરી રહેવાનું છે. કોઈ પણ વિષયકષાય કે પ્રમાદ અર્થે આશ્રમમાં
રહેવાની મનાઈ છે. (૨) સદાચાર ઘર્મનું મૂળ છે, તેથી નીચેના દુર્વ્યસનો તેમજ અભક્ષ્ય વસ્તુઓ આ આશ્રમમાં વર્જ્ય છે.
(અ) સાત વ્યસનો – જુગાર, માંસ, મદિરાપાન, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, ચોરી અને શિકાર. (બ) સાત અભક્ષ્ય ફળો – વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા, ઉંબર ફળ, અંજીર
(સુકા-લીલા) મઘ અને માખણ. (ક) કંદમૂળ - ડુંગળી, લસણ, બટાટા, શક્કરિયાં, ગાજર, રતાળ, મૂળા, આદુ, લીલી હળદર
વગેરે. (૩) રાત્રિ ભોજનનો આશ્રમમાં સર્વથા ત્યાગ રાખવો. (૪) બ્રહ્મચર્યપાલન આશ્રમમાં રહેનાર અને આવનાર ભાઈ-બહેનો માટે અનિવાર્ય અને અવશ્યનું છે.
આ આશ્રમનો મૂળભૂત પાયો છે. (૫) આશ્રમમાં યોજાયેલ ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમોમાં દરેકે હાજરી આપી ભાગ લેવો જરૂરનો છે.
આશ્રમમાં થતા ભક્તિ, વાંચન, પૂજા ઇત્યાદિ નિયમિત કાર્યક્રમ તેમજ ટ્રસ્ટીઓની રજા લઈને કરવામાં આવતા વિશેષ કાર્યક્રમ સિવાય અન્ય કોઈપણ કાર્યક્રમ જેવા કે સ્વાગત-સમારંભ, વ્યાખ્યાન, ચર્ચા, વાંચન, ભાષણ, ઊજવણી આદિ કરવાની સદંતર મનાઈ છે.
૪૫૯