________________
સાતસો મહાનીતિ
આશ્રમમાં રહીને પરમાર્થ સિવાયની કોઈપણ પ્રવૃત્તિ, જેવી કે વેપાર, ખેતી,
નોકરી આદિ કરવાની સદંતર મનાઈ છે.
(૮) આરોગ્ય હેતુએ આશ્રમમાં આવવાનો અને રહેવાનો પ્રતિબંધ છે. (૯) નાના બાળકો ભક્તિ-સ્વાધ્યાયના કાર્યક્રમો વખતે અંતરાય, અશાતના કે વિક્ષેપ ન કરે તેની ખાસ
સંભાળ રાખવી. (૧૦) રજસ્વલા સ્ત્રીએ આશ્રમના મંદિર, સભામંડપ અને અન્ય દર્શનીય સ્થળોના ચોગાનમાં ચાર
દિવસ સુધી આવવું નહીં અને અશાતનાથી બચવું. (૧૧) તંબાકુ, બીડી, સિગરેટ, દૂકો વગેરે ધુમ્રપાન આશ્રમના મંદિરવાળા ચોકમાં કરવું નહીં. તેમજ
મળ-મૂત્ર વગેરે બીજી કોઈપણ પ્રકારની ગંદકી અને અશુચિ તે ચોકમાં કરવી નહીં અને અશાતનાથી
બચાય તેની પૂરેપૂરી સાવચેતી અને કાળજી રાખવી. ૧૪. ક્ષૌરકર્મ નિયમિત રાખવું.
હજામત નિયમિત રીતે કરાવું. નહીં તો વિશેષ વાળ વઘવાથી જૂ વગેરે પડવાનો સંભવ રહે. ૬૧૫. સ્વરાદિકમાં સ્નાન કરવું નહીં.
તાવ આવતો હોય ત્યારે દરદીએ સ્નાન કરવું નહીં. વરમાં સ્નાન કરવાથી તાવની વૃદ્ધિ થવા સંભવ છે. ૬૧૬. જળમાં ડૂબકી મારવી નહીં.
“નદિયનિ બિચ ચીર છુવાયે, કોસનકે જીવ મરાયે” આલોચના
નદી, તળાવ કે સમુદ્ર વગેરેમાં વસ્ત્રો ઘોવાથી કે ડૂબકી મારી સ્નાન કરવાથી અનેક કોશ એટલે ગાઉ સુઘીના જીવોની હિંસા થાય છે. જ્યાં સુધી શરીરનો મેલ પાણીમાં વહ્યા કરે ત્યાં સુધી તેના સ્પર્શથી જળકાયના જીવોની હિંસા થાય છે. માટે કદી જળમાં ડૂબકી મારું નહીં. ૬૧૭. કૃષ્ણાદિ પાપ લેશ્યાનો ત્યાગ કરું છું.
લેશ્યાઓ છ પ્રકારે છે. તેમાં કૃષ્ણ,નીલ અને કાપોત એ ત્રણ અશુભ અને પીત, પદ્મ અને શુક્લ એ ત્રણ શુભ છે. તેનું વર્ણન નીચે પ્રમાણે –
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી :
પ્રિયંકરરાજાનું દ્રષ્ટાંત - “પ્રિયંકર રાજાએ ગુરુને કહ્યું કે- “હે સ્વામી! કોઈ વખત ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે, જેમ મારા પિતા કીડાનો ભવ પામ્યા; તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે – “જીવોને જેવી વેશ્યાના પરિણામ હોય તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે – “હે સ્વામી! લેશ્યા કેટલા પ્રકારની છે?” ત્યારે ગુરુએ છ લશ્યાનું સ્વરૂપ કહ્યું કે –“હે રાજા! આત્માના પરિણામ વિશેષને વેશ્યાઓ કહે છે તે છ પ્રકારની છે.”
છ લેશ્યાઓનું સ્વરૂપ જે માણસ મહા રૌદ્રધ્યાની હોય, સદા ક્રોઘી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ઘર્મથી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષ કરીને કૃષ્ણલેશ્યાવાળો જાણવો.”
૪૬૦