________________
સાતસો માનીતિ
“ તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાધ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છુંજી. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તે તૈયારી કરી તે વહેલો સુખી થશેજી. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વૈર મૈત્રીભાવ ધારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છેજી'' (બો.૩ પૃ.૫૨૪)
“ આપ મુમુક્ષુ ભાઈબહેનોમાં કોઈ સાંસારિક કારણે કે ધર્મના નિમિત્તે એક્બીજા પ્રત્યે વેરવિરોધનાં કારણો ઊભાં થયાં હોય તે પરસ્પર સમજી લઈને એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં આવતાં ન હોય, બોલાચાલીનો પ્રસંગ બંઘ થયો હોય તેવા નિમિત્તો સમજૂતીથી પાંચ જણ મળી પતાવી આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્ષે તો આ વર્ષના પર્યુષણ પર્વ યથાર્થ થયા ગણાય. પૂર્વકર્મને લઈને જીવની વૃત્તિ બીજાનું ભૂંડુ કરવામાં, નિંદા ઈર્ષા પોષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસોમાં સંપ કરાવવાનો પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે, “કલ્યાન્ન એટલે શું? એમ ઉપદેશછાયામાં પ્રશ્ન છે અને ત્યાં તેનો ઉત્તર પણ છે કે કષાય ઘટે તે કલ્યાણ'. તો આપણો અને બીજા આપણા સંબંધીઓનો કાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની યોજના કરી છે, કારણ કે જ્ઞાનીની આશા ઉઠાવવામાં, સત્સંગ ભક્તિ આદિના પ્રસંગોમાં વિઘ્ન કરનાર થાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવોની વૃત્તિ દોરાય, લોકોમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને તેવા પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઈબહેનોને ભલામણ છે.' (બી.૩ ૧.૩૪૭}
“પર્યુષણ પર્વ નિર્વર થવાને અર્થે છે. મુમુક્ષુઓમાં એકબીજા પ્રત્યે ઊંચુ મન રહેતું હોય તેમણે સાચા ભાવથી સામાના દોષોને ભૂલી જઈ પોતાના દોષોની ક્ષમા, જેના પ્રત્યે દોષ થયો હોય તેની યાચવી, ફરી પ્રસંગ ન આવે તેવી સાવચેતી રાખવી. આમ કરે તો નવા દોષો થવાનો પ્રસંગ ઓછો થાય, માન ઘટે અને થયેલું વેર પણ મટે; એવો લાભ આપનારું આ પર્વ છે.’’ (બો.૩ પૃ.૬૫૩)
“સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ થયો હોય તેની વિનયભાવે ક્ષમા ઇચ્છવા યોગ્ય છે અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ન હોય તો પણ સામાના ચિત્તને સમાધાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પરિણામ થાય તે મોટો દોષ છે. તેવાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફ્રી એકાસણું કરવું તે દ્રવ્ય પ્રાયશ્ચિત્ત છે.
જીવને ‘હું સમજું છું’ એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે : ‘તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ' એ આદિ ‘હું સમજું છું” એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. ‘હું અધમ છું’ એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે ‘આખું જગત મારા કરતાં સારું છે' એટલે કોઈથી પણ એને ક્લેશ થાય નહીં.’’ (બો.૩ પૃ.૬૨૬)
ઉદયન રાજાનું દૃષ્ટાંત સાધર્મી ભાઈ પ્રત્યે ક્ષમાચાયના કરું. ઉદયન રાજાને ત્યાં ભગવાનની પ્રતિમા હતી. તે પ્રતિમાને સાચવવા માટે રાજાએ એક દાસી રાખી. તે કુબજા હતી. પા
૧૬૬