________________
સાતસો મનનીતિ
ગુટીકાના પ્રભાવથી તે બહુ સુંદર બની ગઈ. એક દિવસ ચંડપ્રદ્યોત રાજા ત્યાં આવ્યો. તે દાસીને જોઈ મોહ પામ્યો અને તેને સાથે આવવા જણાવ્યું. પણ તેણીએ કહ્યું કે ભગવાનની પ્રતિમા લો તો જ હું આવું, નહીં તો નહીં. તેથી રાજા ચંડપ્રદ્યોત ભગવાનની
પ્રતિમા તથા દાસી બન્નેને લઈ ગયો. ઉદયન રાજાને ખબર પડવાથી તેની સાથે યુદ્ધ કરી ચંડમલોત રાજાને પકડી લાવ્યો અને તેના કપાળમાં દાસીપતિ એવો પટો કરી ચોંટાડ્યો. જ્યારે પર્યુષણ પર્વ આવ્યા ત્યારે ઉદયન રાજાએ ઉપવાસ કર્યો અને રસોયાને કહ્યું કે ચંડપ્રદ્યોત રાજાને જે ભાવે તે પૂછીને બનાવ. રસોઈઆએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આજે કેમ પૂછે છે? કોઈ દિવસ તો પૂછતો નથી. ત્યારે રસોઈઆએ કહ્યું કે આજે તો અમારા ઉદયન રાજાને ઉપવાસ છે. ત્યારે ચંડપ્રદ્યોતે વિચાર્યું કે કદાચ મને મારવા માટે એમ કર્યું હશે એમ ધારી તેણે કહ્યું : મારે પણ આજે ઉપવાસ છે. તે વાત સાંભળીને ઉદયન રાજાએ વિચાર્યું કે અહો ! આ તો મારો સાધર્માભાઈ થયો. તેથી તેને કેદમાંથી મુક્ત કરાવ્યો અને પોતે પણ માન મૂકી તેની
ક્ષમા માગવા ગયો. ક્ષમા માગી પોતાના રાજ્યમાં પાછો મોક્લાવી દીધો. (ઉપદેશાપ્રાસાદ ભાષાંતર ભા.૩ આમ સહધર્મી ભાઈબહેનો પ્રત્યે ખરા અંતઃકરણથી ખમાવું; પણ ખમાવવામાં માન રાખું નહીં. ૨૫૨. ગુરુના ઉપદેશને તોડું નહીં.
સદ્ગુરુ ભગવંત જે ઉપદેશ આપે તેને પોતાના અંતઃકરણમાં આદરપૂર્વક ધારણ કરું, કોઈક વખત સ્મૃતિ દોષથી શબ્દ કોઈ બીજો બોલાઈ જાય તો પણ સભાસમક્ષ ગુરુને ઠા પાડવા અર્થે ગુરુના ઉપદેશને તોડું નહીં કે વચ્ચે બોલું નહીં. એમ કરવું તે ગુરુની પ્રત્યક્ષ આશાતના છે.
‘બોધામૃત ભાગ-૧'માંથી –
"जे आवि मंदत्ति गुरुं वईत्ता, डहरे ईमे अप्पमुअत्ति नच्चा । हीलन्ति मिच्छं पडिवज्जमाणा, करंति आसायण ते गुरुणं ॥ २ ॥
(યશવૈહિત ૪.૧, ઉદ્દેશ ૧) ભાવાર્થ – વળી ગુરુ મંદ છે એટલે ક્ષયોપશમની વિચિત્રતાથી શાસ્ત્રયુક્તિ વડે સમાલોચના કરવા અસમર્થ છે, સત્પ્રજ્ઞાથી રહિત છે, એમ જાણી અગંભીર દ્રવ્યસાધુ કે સાધકવર્ગ પોતાને આચાર્ય માની, કોઈ કારણસર નાની ઉંમરના કે અલ્પશ્રુતના અભ્યાસી એવાને આચાર્ય તરીકે જ્ઞાનીએ સ્થાપેલા હોય તેમની ઇર્ષ્યાદિકથી મશ્કરીમાં અવગણના એવી કરે કે ‘તમે તો વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો;' અથવા સ્પષ્ટ રીતે ‘હું પ્રજ્ઞારહિત છે,' ઇત્યાદિ રીતે કહે તો તે સાધુ કે સાચકવર્ગ મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની અવગણના, તિરસ્કાર આદિ કરવા યોગ્ય નથી. ગુરુને હલકા પાડવારૂપ આશાતના કરનાર તે
૧૬૭