________________
સાતસો માનીતિ
દ્રવ્યસાધુ કે સાચકવર્ગ તત્ત્વને અન્યથા માની ગુરુની સ્થાપનાના અબહુમાન કરવા વડે એક ગુરુની આશાતના કરતાં સર્વ આચાર્યવર્ગની આશાતના કરે છે; અથવા પોતાના સમ્યગ્દર્શનાદિ ભાવના નાશરૂપ આશાતના, ગુરુની આશાતનાના નિમિત્તે આચરે છે.’’ – શ્રી હરિભદ્રસૂરિની ટીકાના આધારે
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪માંથી
ગુરુ જેને યોગ્ય જાણી આચાર્યપદ આપે તે જ સંઘને માન્ય હોય
આર્યરક્ષિત સૂરિનું દ્રષ્ટાંત – મથુરા નગરીમાં કોઈ નાસ્તિકવાદી ઉત્પન્ન થયો. તેની સામે પ્રતિવાદી તરીકે ત્યાં કોઈ નહીં હોવાથી સંઘે વિચાર કર્યો કે હાલના સમયમાં વજસ્વામી પાસે નવપૂર્વથી કંઈક અધિક ભણેલા આર્યરક્ષિત સૂરિ યુગપ્રધાન છે, એમ ઘારી સંઘે બે સાધુઓને દાપુર મોકલ્યા. તે આવીને આર્યરક્ષિત આચાર્યને મળ્યા. ત્યાંની નાસ્તિકવાદીની બધી હકીકત જણાવી. આર્યરક્ષિત સૂરિ વૃદ્ધ હોવાથી જવાને અશક્ત હતા, તેથી વાદ લબ્ધિને ધારણ કરનાર ગોામહિલને મોકલ્યા. ત્યાં જઈને નાસ્તિકવાદીનો પરાજય કર્યો. સંઘના આગ્રહથી ચાર્તુમાસ ત્યાં મથુરામાં જ કર્યો. આર્થરક્ષિત સૂરિએ પોતાનો અંત સમય નજીક આવેલો જાણી વિયાર્યું કે યોગ્ય શિષ્યને જ ગણઘર (સૂરિ) પદ આપવું જોઈએ. કહ્યું છે કે – “ગૌતમ આદિ ઘીર પુરુષોએ વહન કરેલો ગણધર શબ્દનો અર્થ જાણતો સતો તેને જ અપાત્રમાં સ્થાપન કરે તે મહાપાપી કહેવાય.”
આચાર્યપદને યોગ્ય તો દુર્બલિકા પુષ્પમિત્ર મુનિ જ છે. સર્વ સાધુઓ મારા મામા ગોષ્ઠામહિલને અથવા મારા ભાઈ ફાલ્ગુરક્ષિતને ઇચ્છે છે. એમ વિચારી સૂરિએ સર્વ સંઘને બોલાવી કહ્યું – ત્રણ પ્રકારના ઘડા હોય છે. જેમ કે એક વાલનો, તેલનો અને ઘીનો ઘડો. વાલના ઘડાને ઊંઘો કરીએ તો આખો ખાલી થઈ જાય. તેલના ઘડાને ઊંઘો કરવાથી તેમાં કંઈક તેલ ચોંટી રહે. તથા ઘીના ધડાને ઊંઘો કરવાથી તેમાં વધારે ઘી ચોંટી રહે છે. તેવી રીતે દુર્બલિકા પુષ્યમિત્ર, સૂત્ર અને તેના અર્થ સંપૂર્ણ શીખ્યા છે. વાલના ઘડાની જેમ તેણે મારી પાસેથી સર્વ સૂત્રાર્થ ગ્રહણ કર્યાં છે. જ્યારે ફાલ્ગુરક્ષિતે તેલના ઘડાની જેમ તથા ગોષ્ઠામહિલે ઘીના ઘડાની જેમ સુત્રાર્થ ગ્રહણ કરેલ છે. આર્યરક્ષિત સૂરિની વાત સંઘે માન્ય કરી. તેથી સૂરિએ દુર્બલિકા પુષ્પમિત્રને આચાર્યપદવી આપી. પછી સૂરિ અનશન કરીને સ્વર્ગે ગયા.
ગોષ્ઠામહિલ જ્યારે મથુરાથી પાછા દશપુર આવ્યા ત્યારે પૂછ્યું કે સૂરિએ પોતાના સ્થાને કોર્ન સ્થાપ્યા ? ત્યારે વાલ વગેરે સર્વ ઘડાના દૃષ્ટાંતપૂર્વક વૃત્તાંત કહ્યો. તેથી તે ખેદ પામી બીજા ઉપાશ્રયમાં રહીને પુષ્પમિત્ર સૂરિની નિંદા કરવા લાગ્યા. તેમજ બીજા સાધુઓને અવળું સમજાવવા લાગ્યા.
પુષ્પમિત્ર સૂરિએ પ્રેમપૂર્વક ગોષ્ઠામહિલ સાથે ઘણા પ્રત્યાખ્યાન વગેરેના પ્રશ્નો કર્યા. તેના ઉત્તરો આપીને ઘણા સમજાવ્યા પણ સમજ્યા નહીં. ત્યારે સૂરિએ બીજા ગચ્છના આચાર્ય બહુશ્રુત પાસે લઈ જઈને પણ સમજાવ્યા. તેમણે કહ્યું કે એ પુષ્પમિત્ર સૂરિ જેમ કહે છે તેમજ આર્યરક્ષિત સૂરિએ પણ પ્રરૂપણા કરેલી છે. સ્થવિર મુનિઓએ ગોદામલિને કહ્યું કે તું મિથ્યા અભિનિવેશ ન કર. એમ કરવાથી તીર્થંકરની આશાતના થાય છે. તો પણ ગોષ્ઠામહિલે માન્યું નહીં. પછી સંઘે કાયોત્સર્ગ કરીને શાસનદેવીને બોલાવી. ત્યારે તે ભદ્રક દેવીએ આવીને કહ્યું : મને આજ્ઞા કરો. હું શું કાર્ય કરું? સંઘે કહ્યું ઃ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થંકર પાસે જઈ પૂછી લાવો કે સંધ કહે તે સત્ય છે કે ગોષ્ઠામહિલ કહે છે તે સત્ય છે ? દેવી તરત ત્યાં જઈ ભગવાનને પૂછીને આવી અને સંઘને કહ્યું કે શ્રી તીર્થંકરે મને કહ્યું છે કે સંઘ કહે છે તે સત્ય છે. વીર
૧૬૮