________________
સાતસો મનનીતિ
પ્રભુના નિર્વાણ પછી પાંચસો ચોરાશી વર્ષે સાતમો નિહ્નવ થવાનો હતો તે આ મિથ્યાવાદી ગોષ્ઠામલિ થયેલો છે. બધી વાત સાંભળીને ગોષ્ઠામહિલ બોલ્યો કે આ બિચારી અલ્પ ઋદ્ધિવાળી દેવી તેની મહાવિદેહમાં જવાની શક્તિ જ ક્યાંથી હોય? એમ કહી તેણે તે વાત માન્ય કરી નહીં તેથી સંઘે તેને ગચ્છ બહાર કર્યો. આમ ગુરુના ઉપદેશને તોડું નહીં પણ માન્ય કરું. ૨૫૩. ગુરુનો અવિનય કરું નહીં.
સદ્ગુરુ ભગવંત જે કંઈ કહે તે મારા હિતને માટે જ હોય, એમ મનમાં રાખી ગુરુનો અવિનય કરું નહીં. મારા દોષો દૂર કરવા ગુરુ વઢે ત્યારે પણ પોતાના મનમાં વિચારું કે મારા હિતને માટે ગુરુને કેટલી તકલીફ વેઠવી પડે છે, એમ પોતાનો જ દોષ જોઉં.
જ
ઘડાનું દૃષ્ટાંત – ગુરુની કૃપા વડે ઘણાનું કલ્યાણ. ઘડો આપણને ઉપદેશ આપે છે કે કુંભાર મને પ્રથમ માટીની ખાણમાંથી ખોદીને લાવ્યો. પછી પાણીથી પલાળી તેને ચોળીને પિંડ બનાવ્યો. પછી ચાક ઉપર ચઢાવી દંડ વડે ટીપીને મને ઘડાનો ઘાટ આપ્યો. ત્યારબાદ તડકે સૂકવી દઈ અગ્નિના ભઠ્ઠામાં મને પકાવ્યો. ત્યારે આજે લોકોને ઠંડક આપે એવું પાણી ભરવાને લાયક હું બન્યો છું. હવે મારા વડે લોકો ઠંડુ પાણી પીને આનંદ પામે છે.
તેમ ગુરુ ભગવંત પણ મને સારણ, વારણ, ચોયણ અને પડિયોયણ વડે ઘડીને તૈયાર કરે છે. માટે ગુરુનો અવિનય કદી કરું નહીં.
સારણ એટલે પ્રમાદને કારણે ધર્મ ભૂલી જતાં સંભારી આપવું. વારણ એટલે અનાચારમાં પ્રવર્તતા વારવા. ચોયણ એટલે ધર્મથી ભ્રષ્ટ થવારૂપ અકાર્યનું માઠું ફળ સમજાવવું તથા પડિચોયણ એટલે નિષ્ઠુર થયેલાને ધિક્કાર આપવા વડે સમજાવી તેનું હિત કરવું, એમ શ્રી ગુરુ શિષ્યને ઘડીને એવો તૈયાર કરે કે તે ઘણા લોકોને સન્માર્ગમાં વાળવા સમર્થ થાય, તથા શ્રી ગુરુનું નામ દિપાવી ધર્મની પ્રભાવના કરે. (ઉ.પ્રા.ભા.ભાગ-૩ પૃ.૮૭ના આધારે)
શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુએ શ્રીમદ્ લપુરાજ સ્વામીને ઘડીને એવા તૈયાર કર્યા કે તેમની છત્રછાયામાં તથા તેમની આજ્ઞાનુસાર ભક્તિક્રમ આરાથી ભવ્યજીવો આજે પણ પોતાનું ક્લ્યાણ સાથી રહ્યા છે. તેમજ પૂ.શ્રી બ્રહ્મચારીજીને પણ પ.પૂ.પ્રભુશ્રીજીએ અગિયાર વર્ષ ઘડીને તૈયાર કર્યાં હતા. જેથી ઘણા ભવ્ય જીવોને સમાર્ગમાં વાળવા તેઓ પણ સમર્થ થયા.
“ગુરુ કારીગર સારીખા, ટાંકી વચન વિચાર;
પત્થરસ પ્રતિમા કરે, પૂજા લકે અપાર.''-આલોચનાદિપદ સંગ્રહ
'મોક્ષમાળા પ્રવેશિકા'માંથી – “વિતની ઇચ્છાવાળો હોઈને સળગતા અગ્નિમાં પ્રવેશ કરે, કે મહા ઝેરી નાગને છંછેડે, કે હલાહલ વિષેનું ભક્ષણ કરે, તેના જેવું ગુરુને અપ્રસન્ન કરનાર શિષ્યનું વર્તન છે. અરે ! અગ્નિમાં પ્રવેશવા છતાં અગ્નિ ન બાળે, ઝેરી નાગ ચિડાવા છતાં ન કરડે, કે લાલ ખાવા છતાં પણ ન મરાય–એ બધું બનવું કદાચિત્ સંભવિત પણ છે; પરંતુ ગુરુની અવહેલના કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું એ તો અશક્ય વસ્તુ છે. આચાર્ય અપ્રસન્ન થાય તો બોધિનો જ નાશ થાય અને પરિણામે અનંત જન્મ-મરણ કરવાં પડે. માટે મોક્ષ-સુખાભિલાષીએ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો.
અગ્નિહોત્રી બ્રાહ્મણ જેમ વિવિધ પ્રકારની આહુતિઓ અને મંત્રો વડે અભિષિક્ત અગ્નિને નમસ્કાર કરે છે, તેમ અનંતજ્ઞાની શિષ્યે પણ ગુરુની વિનયપૂર્વક શુશ્રુષા કરવી. જેની પાસેથી ધર્મપદો
૧૬૯