________________
સાતસો મહાનીતિ
શીખ્યા હોઈએ, તેના પ્રત્યે વિનયથી વર્તવું જોઈએ, તથા હમેશાં માથું નમાવી, હાથ જોડી, મન વાણી કાયાથી તેનો સત્કાર કરવો જોઈએ.
મુમુક્ષુ જીવને વિશુદ્ધ કરનાર લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણોનો જે ગુરુ મને સતત ઉપદેશ આપે છે, તે ગુરુને હું પણ સતત પૂજ. જેમ રાત્રિ પૂરી થયા બાદ સૂર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ પોતાના શાસ્ત્રજ્ઞાનથી, ચારિત્રથી અને બુદ્ધિથી સંપૂર્ણ પદાર્થોનું સ્વરૂપ પ્રકાશિત કરે છે.
ગુરુસેવા બાબત આ બઘા ઉપદેશો સાંભળીને મુમુક્ષુએ આચાર્યની પ્રમાદરહિતપણે શુશ્રષા કરવી. તેમ કરનારો શિષ્ય અનેક ગુણોની આરાધના કરીને અંતે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમ હું કહું છું.” (દશવૈકાલિક વિનય અધ્યયન) (મો.પ્ર.પૃ.૧૬૯)
“યોગશાસ્ત્ર ભાષાંતર'માંથી - ગુરુને જોતાં જ ઊભા થઈ જવું, આવતાં સાંભળી સન્મુખ જવું, દૂરથી મસ્તકે હાથ જોડવા, બેસવાને પોતે આસન આપવું, ગુરુ બેઠા હોય ત્યાં સુધી પોતે આસન ઉપર ન બેસવું, ભક્તિથી વંદના તથા સેવા કરવી. અને ગુરુ આવ્યું છતે તેની પછાડી કેટલાંક પગલાં જવું તથા ગુરુ પાસે ઘર્મ સાંભળવો, આ સર્વ ગુરુની ઉચિત આચરણા કહેવાય છે. (પૃ.૧૮૯)
ઉપદેશામૃત'માંથી -
ચંડરુદ્રાચાર્યનું દૃષ્ટાંત – એક ગામમાં એક જ્ઞાની મુનિ શિષ્યો સાથે પધાર્યા. મુનિનો સ્વભાવ ક્રોઘી હોવાથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે પોતે દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. સાંજના, હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિના દર્શનાર્થે આવ્યો. મિત્રો મશ્કરા હોવાથી એક સાધુને કહ્યું : મહારાજ અને સાધુ કરો. સાધુઓએ એક પછી એક બતાવતાં મોટા ગુરુ મહારાજ પાસે ગયા. ત્યાં પણ વારંવાર દીક્ષાનો આગ્રહ કરતાં જોઈ ગુરુ ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉખાડી નાખી મુનિ બનાવ્યો. ત્યારે મિત્રો તો ભાગી ગયા. પછી નવીન પરણેલાએ મારા પર મહારાજે મોટી કૃપા કરી એમ માનીને ગુરુજીને જણાવ્યું કે હવે આપણે અહીંથી વિહાર કરવો ઉચિત છે. નહીં તો પરિષહ પડશે. આપનાથી ન ચલાય તો હું મારા ખભે બેસાડી લઈશ. એમ નક્કી કરી ખભે ઉપાડી પર્વત તરફ ચાલી નીકળ્યા. રાત પડી ગઈ તેથી જમીન પુરી દેખાતી નથી. ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે, હેલકારો આવે ત્યારે ગુરુજી તેના લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ શિષ્યના મનમાં ગુરુના દોષ ન વસ્યા. ઊલટું એમ વિચાર્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે ગુરુને વિહાર કરવો પડ્યો અને વૃદ્ધાવસ્થામાં તેમને આમ અડચણ વેઠવી પડે છે. ગુરુ તેના ઉપર ક્રોઘ કરે કે શું દેખાતું નથી? કેમ આમ ચાલે છે? તેથી વઘારે વાંકો વળી નીચે હાથથી ખાડા ટેકરા તપાસતો ઘીમે ઘીમે ચડવા લાગ્યો. એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન ઊપર્યું. તેથી હવે બરાબર ચાલતા જોઈ ગુરુએ પૂછ્યું : શું જ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાયે. શું શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું આપના પસાયે. એમ એક પછી એક પૂછતાં અંતે કહ્યું : શું કેવળજ્ઞાન ઊપજ્યું? તો કહે આપના પસાયે. એટલે ગુરુજી ખભા ઉપરથી નીચે ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું એમ પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું.
૧૭૦