________________
સાતસો મહાનીતિ
પ્રત્યેના પૂર્વકાળના, વિસ્મરણ કરવાને યોગ્ય છો.” (વ.પૃ.૩૫૧) ૨૫૧. ક્ષમાવવામાં માન રાખું નહીં. (મુનિ, સામાન્ય)
અજ્ઞાનવશ કોઈ પ્રત્યે મારાથી દોષ થયો હોય તેને નિવારવા અર્થે ક્ષમાવવામાં માન રાખું નહીં, અર્થાત્ હું કેવી રીતે માફી માંગુ એવું માન રાખું નહીં.
“બોઘામૃત ભાગ-૧'માંથી – “ક્ષમા જ્યારે હોય ત્યારે આત્મા સ્વભાવમાં હોય છે. ક્ષમા આત્માનો ગુણ છે. એ બગડી જાય ત્યારે ક્રોઘ થાય છે. એ વિકાર છે. વિકાર ન હોય ત્યારે પોતે જ શુદ્ધ સ્વભાવમાં રહે છે. કર્મના નિમિત્તે જીવનો સ્વભાવ પલટાય છે. કર્મને લઈને વિકાર થાય છે. કષાય એ વિકાર છે. એ જાય ત્યારે સ્વભાવ પ્રગટે છે. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. (૬૦૯) સ્વભાવમાં રહે તો કર્મ છૂટે. મોક્ષે જવું હોય તો ક્ષમા જોઈશે. માટે ક્ષમા ઘારણ કરો.” (બો.૧ પૃ.૧૧૧)
“મોક્ષે જનાર જે હોય તેને જ ક્ષમા ગુણ પ્રગટે છે. જેટલી ક્ષમા તેટલું મુનિપણું છે. પૃથ્વી જેમ બધું સહન કરે, તેવી રીતે સહન કરવું તે ક્ષમા છે. એક પણ કષાય જીતે તો બીજા કષાયોને જીતવાનું થાય. દશ ઘોંમાં ક્ષમા ઘર્મ આદિ (પ્રથમ) છે. જેને ઘર્મ કરવો હોય તે પહેલો ક્રોધ ન કરે. ક્રોઘ વખતે સમભાવ રાખવો એ જ ખરો ઘર્મ છે.” (બો.૧ પૃ.૧૧૨)
“બોધામૃત ભાગ-૩માંથી - “મૈત્રીભાવ વધે અને ક્લેશના કારણો નિર્મળ થાય તે ઉપર લક્ષ રાખવા સર્વ ભાઈ-બહેનોને વિનંતિ છેજી. અમુક સાથે તો મારે અબોલા, અણબનાવ કે વહેવાર પ્રત્યે જેના ઊંચા મન છે એમ હોય તે વિચારી દરેકે પોતાના આત્મહિત માટે નમતું મૂકી કંઈક ઘસાઈને કે તેને પગે પડીને પાઘડી ઉતારીને પણ વૈરભાવ ન રહે તેમ પ્રજ્ઞાપૂર્વક કર્તવ્ય છે. માત્ર ઉપર ઉપરથી દેખાવ કરવા નહીં પણ સાચા દિલથી બીજાના દોષ માફ કરીને તથા પોતાના દોષની ક્ષમા માગીને આ પર્વને સફળ કરવા યોગ્ય છેજી. પરમ વિનયપણું આપણે સર્વ પામીએ એ જ પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રાર્થના એજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૩૬૯)
““જ્યાં સંપ ત્યાં જંપ” એમ કહેવાય છે તો આ પર્યુષણ પર્વ આવીને ગયાં પણ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા. તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજ. ઘન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, બઘા પરમકૃપાળુદેવના સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીત ભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભકિત કરો છો એવા તમારા પત્રની રાહ જોઉં છું.” (બો.૩ પૃ.૩૬૯)
જેની સાથે વિરોઘ હોય, જાણતા હોઈએ છતાં વેર મટાડવા ઉપાય ન લઈએ કે વઘારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ છે તે પલટાવી હૃદયમાં વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું” આવું ઉદાર દિલ જ “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ” પામવા યોગ્ય છેજી. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમજ આચરવાની હિંમત ઘરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છેજી. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૬૦૧)
૧૬૫