________________
સાતસો મહાનીતિ
સાતમે માન – પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી
વિચારવું. આઠમે માયા-- કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કોઈને ભોળવી લાભ આદિ વધાર્યો છે?
નવમે લોભ – પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી.
દશમે રાગ -- જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે એવો લક્ષ રહે છે? વગેરે વિચારવું.
અગિયારમે દ્વેષ -- પણ તેમ જ. બારમે કલહ -- થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખાન -- કોઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પૈશુન્ય -- કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે રતિ-અરતિ – ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પરપરિવાદ -- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ -- માયાથી જૂઠું બોલવું થયું છે?
અઢારમે મિથ્યાત્વશલ્ય -- આત્માને વિપરીત પણે માની લેવા જેવું કે કુસંગથી મારી ઘર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યથર્મીના યોગે થયેલી વાત વિચારી જવી.” (બો.૩ પૃ.૬૫૦)
જેમ સંસારમાં લોકો વેપાર કરે, પછી સાંજે સિલક મેળવે તેમ આ અઢાર પાપસ્થાનકોનો આખા દિવસમાં મન, વચન, કાયા વડે કેટલો વેપાર કર્યો, તેમાં નુકશાન થયું કે નફો થયો તેની સાંજે સૂતી વખતે સિલક મેળવી, બીજે દિવસે તેમાંથી કોઈ પાપ એવું નહીં એવો વિચાર કરી પાપથી પાછો હઠું. ૨૫૦. અબંધ પાપ ક્ષા
ભવિષ્યમાં પણ કોઈ પ્રત્યે પાપ થાય તેની પણ ક્ષમા માંગુ. ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. સ્વભાવમાં આવવું હોય તો ક્ષમા રાખું. ખમી ખૂંદુ, સહન કરું. જો સહન નહીં કરું તો નવા કર્મબંઘ થશે; તેથી ચારગતિરૂપ સંસારનું પરિભ્રમણ ટળશે નહીં અને આત્મા સ્વભાવમાં આવશે નહીં. માટે અબંધ પાપને પણ ક્ષમાવું. અબંઘ પાપ એટલે પાપનો હજા બંધ થયો નથી. તેવા પાપ પણ આત્માના અનુપયોગ ભવિષ્યમાં જો થાય તો તેને પણ ખરા અંતઃકરણથી ક્ષમાવું .
“શ્રીમદ્ રાજચંદ્રમાંથી - “અત્ર ક્ષણપર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે જે અપરાઘાદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું ; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું; અને તે ક્ષમારૂપભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ
૨
+ ૫0)
૧૬૪