SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.’’ (ઉ.પૃ.૪૪૩) ‘બોધામૃત ભાગ-૩'માંથી :- આપે અઢાર પાપસ્થાનક વિષે કેમ વિચાર કરવા એમ પૂછાવ્યું તે વિષે ટૂંકામાં જણાવવાનું કે નિરાંતનો વખત એને માટે દિવસે કે રાત્રે થોડો રાખવો અને સવારથી સાંજ સુધી કે સાંજથી સવાર સુધી જે જે પ્રવૃત્તિ થઈ હોય તે ઉપર દૃષ્ટિ ફેરવી જવી. જેમકે : પહેલે પ્રાણાતિપાત – આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મન, વચન, કાયાથી કરવા– કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે ૮૪ લાખ જીવાયોનિનો પાઠ છે તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય જીવોની યોનિ કહી છે તેમાંથી કોઈ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું ? એવી રીતે અકાય એટલે સચિત પાણી વગર પ્રયોજને ઢોળ્યું છે ? પાણી વાપરતાં આ કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેની પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે ? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે? પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિ મનુષ્ય સુધીમાં કોઈ પ્રત્યે ક્રુરતાથી વર્તાયું છે ? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. = બીજું મૃષાવાદ જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું છે? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. ત્રીજું ચોરી -- કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે ? અનુમોદ્યું છે? તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન -- મન વચન કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે ? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પાંચમું પરિગ્રહ – લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વધારે મૂર્છા કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ઘન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરીયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? છઠ્ઠ ક્રોધ -- કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોઘ થયો છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. ૧૬૩
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy