________________
સાતસો માનીતિ
લાગે છે. ધર્મ નહીં કરે તો લક્ષચોરાશીમાં ભટકવાનું છે અને ધર્મ કરે તો કર્મન્સય કરે તેવું છે.' (બી.૧ પૃ.૨૨૭)
૨૪૮. મૃષા ઇ૰ ભાષણ કરું નહીં.
મૃષા એટલે જાઠ પ્રપંચવાળી ભાષા બોલું નહીં પણ સત્યભાષા બોલું, તેમજ હિત મિત અને પ્રિય વચન બોલું. ન છૂટકે જ ભાષણ કરું; નહીં તો સ્મરણ કરું.
‘બોઘામૃત ભાગ-૧’માંથી – “માણસની કિંમત તેના બોલ ઉપરથી થાય છે. વચનથી જણાય છે. હરીશ્ચંદ્રે કેટલાં કષ્ટ વેઠ્યા પણ સત્ય ખોઈ ના બેઠો. સત્ય ખોઈ બેઠો તો બધી કમાણી ખોવાઈ જશે. કેટલો સંયમ રાખવાની જરૂર છે! એક ક્ષણ વ્યર્થ ભૂલ્યો તો આખો ભવ હારી જાય. જૂઠું બોલીને ઘરેણાં ભેગાં કરે તેથી આત્માનું કલ્યાણ શું થાય? પ્રશ્ન ઉત્તરની શક્તિ મનુષ્યભવમાં જ હોય છે.વચન એ મુખ્ય છે. સ્વાધ્યાયના ભેદો વચનોથી જ થાય છે. બહુ વિચારવા જેવું છે. જીવને ફરી જતાં વાર નથી લાગતી. વચનથી કર્મ બંધાય છે, તેની ખબર નથી. એક વખત જુઠ્ઠું બોલ્યો પછી આખો ભવ મુનિપણું પાળે તોપણ કોઈ વિશ્વાસ ન કરે. મનુષ્યનો બધો વ્યવહાર વચન ઉપર છે. જેનું વચન બગડ્યું તેનું બધું બગડ્યું. વગર વિચાર્યે બોલે, મશ્કરી કરે પણ તેનું કેવું ફળ આવશે? તેની ખબર નથી. વિચાર કરીને બોલવા જેવું છે.
ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાના વચનો કહેવાં, હાસ્ય, તે જૂઠ છે. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું તે જૂઠું છે.’’ (બો.૧ પૃ.૧૦૫)
‘સમાધિસોપાન'માંથી - ઉત્તમ સત્ય
ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે.” શ્રીમદ્ રાજચંદ્ર
“સત્ય વચન છે તે જ ધર્મ છે; સત્ય વચન દાધર્મનું મૂળ કારણ છે, અનેક દોષો દૂર કરનાર છે, આ ભવમાં તથા પરભવમાં સુખી કરનાર છે; સર્વને વિશ્વાસ ઊપજવાનું કારણ છે. સર્વ ધર્મોમાં સત્ય વચન મુખ્ય મનાયું છે; સંસાર સમુદ્ર ઓળંગવાનું તે જહાજ છે.; સર્વ સદાચરણોમાં સત્ય ઉત્તમ છે; સત્ય જ સમસ્ત સુખનું કારણ છે. મનુષ્યજન્મની શોભા સત્ય છે. સત્ય વડે સર્વ પુણ્ય કાર્યો દીપે છે; અસત્યવાદીનું મહા પુણ્ય કાર્ય પણ પ્રશંસાપાત્ર બનતું નથી. સર્વ ગુણોના સમૂહનો મહિમા સત્યને લઈને છે. સત્યના પ્રતાપે દેવ જેવા સેવા કરે છે, સત્યને આધારે અણુવ્રત કે મહાવ્રન રહેલાં છે. સત્ય વિના વ્રત, સંયમ નિષ્ફળ છે. સત્યના પ્રભાવથી સર્વ સંકટોનો નાશ થાય છે. તેથી જે વચન પોતાને અને પરને હિતકારક હોય તેવાં બોલવાં. કોઈને દુઃખ ઊપજે તેવાં વચન ન બોલવાં. પરને પીડાકારી વચન સાચું હોય તો પણ ન કહેવું. અભિમાન રહિત બોલો, પરમાત્માની પ્રતીતિ કરાવનાર વચનો બોલો; પરંતુ પુણ્ય-પાપ, સ્વર્ગનરક કંઈ નથી એવા ભાવાર્થનાં નાસ્તિક વચનો ન બોલો.'' (પૃ.૨૭૮)
ન
૨૪૯. કોઈ પાપ સેવું નહીં.
અઢાર પાપસ્થાનકમાંથી કોઈ પાપ સેવું નહીં.
:
'ઉપદેશામૃત'માંથી – “મુમુક્ષુ – પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યાં છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો?
પ્રભુશ્રી – ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ
૧૬૨