________________
સાતસો મનનીતિ
પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે.?
(૧૯૬) આંખ, જીભાદિ ઇંદ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અધવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની સરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સર્ગાસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ (કામેન્દ્રિય) એ ત્રણ ઇંદ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે.
(૧૯૭) હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમજ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રક્ષિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે, જ્યારે જેની ન જરૂર પડે ત્યારે તેનો ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે.’’ (વ.પૃ.૭૫૭)
એક શિથિલ પરિણામી વણિકનું દૃષ્ટાંત – ‘એક વિણકને બટાકા ન ખાવાની બાધા હતી. બીજે ગામ જમવા બેઠો ત્યારે બીજું કાંઈ ન હોવાથી વણિકે પીરસનારને કહ્યું—બટાકાનો રસો આવવા દો. તે રસો પીરસતા એકાદ બટાકાનો ટુકડો તેના ભાણામાં પડવા લાગ્યો ત્યારે વણિક કહે—આમ રડયો ખડ્યો ટુકડો આવી જાય તો વાંધો નથી, કારણ કે વણિકે મનમાં એમ વિચાર્યું કે આ શાક કંઈ મારા માટે બન્યું નથી.’” આમ શિથિલ પરિણામી થવાથી ત્યાગનો જ ત્યાગ થઈ જાય છે.
‘‘અંશે પણ ત્યાગ કરવો તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. (૬.પૃ.૭૫૭)
99
ત્યાગના ચાર પ્રકાર - ૧. કોઈ જીવો સિંહપણે ત્યાગ લે અને સિંહપણે પાળે.
૨. કોઈ જીવો શિયાળપણે ત્યાગ લે અને સિંહ વૃત્તિથી પાળે.
૩. કોઈ જીવો સિંહપણે ત્યાગ લે અને શિયાળપણે પાળે.
૪. કોઈ જીવો શિયાળપણે ત્યાગ લે અને શિયાળપણે પાળે.
પહેલાના બે પ્રકાર ઉત્તમ છે. પછીના બે પ્રકાર કર્ત્તવ્યરૂપ નથી.
‘બોધામૃત ભાગ-૧'માંથી – “ત્યાગ અવસ્થામાં જ્ઞાનીનો યોગ હોય તો વધારે લાભ થાય. સંસારની વાસનાનું નિર્મૂળપણું થઈ જાય એટલી એમાં યોગ્યતા છે, સારું હોત તો છોડવા ન કહેત, પણ સારું નથી. અજ્ઞાનને લઈને સારું લાગે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલો ત્યાગ કરવો, પણ તે મોળો મોળો નહીં. મર્મની વાત છે. ત્યાગમાં સુખ છે એ જીવને સમજાયું નથી. ગ્રહણ કરવામાં સુખ માને છે. ત્યાગમાં સુખ છે તેનો મર્મ સમજાયો નથી. ત્યાગ કરે તો સુખ લાગે; પણ ત્યાગનું નામ લેતાં જ એને દુઃખ
૧૬૧