________________
સાતસો માનીતિ
૨૪૬. આત્મ પરાત્મ સમાન માનું. (૨)
‘અપ્પા સૌ પરમપ્પા’ આત્મા એ જ પરમાત્મા છે. મારા આત્માને નિશ્ચયનયે મૂળ સ્વરૂપે પર એટલે ઉત્કૃષ્ટ આત્મા અર્થાત્ પરમાત્મા સમાન માનું,
‘ગ્રંથ યુગલ’માંથી :— “હું પરમાત્મારૂપે છું ને, પરાત્મા તે જ હું નકી;
તેથી ઉપાસના મારી, મારે કર્તવ્ય, એ સ્થિતિ.’’ સમાધિશતક ભાવાર્થ - સદ્ગુરુની ઉપાસના કરી, સદ્ગુરુકૃપારૂપ છેવટની પરમાત્મદશા પ્રાપ્ત કરવાની કૂંચી જેણે પ્રાપ્ત કરી તથા તેને આધારે પરમાત્મદર્શન પ્રાપ્ત કર્યું; તેને હવે સ્વાવલંબનથી આગળ વધવાનો માર્ગ કે પરમાત્મપદમાં અભેદભાવની ઉપાસના કેમ કરવી તે કહે છે.
સદ્ગુરુની આજ્ઞા આરાથતાં આરાથતાં આટલી હદ સુધી જે સુશિષ્ય આવ્યો છે તે જ પરમાત્મા સાથે અભેદભાવ આરાધે છે; ‘હું પરમાત્મા છું’ એમ માનવામાં, પ્રકાશવામાં તેને માનની પ્રેરણા નથી. કારણ કે ભક્તિમાર્ગ માન મૂકવાનો માર્ગ છે, ત્યાં અહંભાવનું દર્શન થતું નથી પણ સાચા સ્વરૂપનું જ દર્શન અટળ રહે છે.
જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હવે મારે મારી જ ઉપાસના કર્તવ્ય છે. બીજાની ઉપાસનાની જરૂર નથી. આવી સ્થિતિ કે દશા જે મહાત્માની પ્રગટ થઈ છે તે વંદનીય છે, સત્કારવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.’’ (પૃ.૧૨૪)
બીજી રીતે આમ પણ વિચારી શકાય કે –મારો આત્મા અને પરાત્મા એટલે પરના સર્વ આત્માઓને સમાન માનું. શક્તિ અપેક્ષાએ સમાન માનું. પણ કર્મને લઈને કોઈ આત્માએ ત્રસરૂપ પર્યાય અથવા સ્થાવરરૂપ પર્યાય ધારણ કરેલ છે. કોઈ કીડી કે હાથીના ભવમાં છે. તો કોઈ દેવ, નારકીરૂપે થયેલ છે. પણ આત્મસ્વરૂપે જોતાં સર્વ આત્માઓ અસંખ્યાત પ્રદેશી છે. જ્ઞાની પુરુષોની આવી દ્રવ્યદ્રષ્ટિ હોવાથી તે સર્વ આત્માઓને પોતા સમાન માને છે, તેથી રાગદ્વેષ કરતા નથી. તેમ હું પણ એવી દ્રવ્યદૃષ્ટિ કેળવી આત્મા પરાત્માને સમાન માની રાગદ્વેષનો ત્યાગ કરું.
૨૪૭. લીઘો ત્યાગ ત્યાગું નહીં.
જે વસ્તુનો ત્યાગ કર્યો તેને ફરીથી પ્રાણ જતાં પણ ન ઇચ્છું. ગમે તેવી મુશ્કેલીઓ આવ્યે પણ ત્યાગનો ત્યાગ ન કરું. રાજાની આજ્ઞા ભંગ કર્યું તે દંડને પ્રાપ્ત બને છે તેમ સન્દેવગુરુની આજ્ઞાનો ભંગ કરવાથી તે મહાન દંડને પ્રાપ્ત થાય છે. તેનું ફળ ચારગતિમાં ઘણા દુઃખો ભોગવવારૂપ આવશે, એમ જાણી લીધેલ ત્યાગનો ત્યાગ કરું નહીં. પણ લીધેલ ત્યાગનું માહાત્મ્ય સમજી તેમાં દૃઢતા કર્યું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી “(૧૯૩) તીર્થંકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ઘણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી.
(૧૯૪) ત્યાગના બે પ્રકાર છે – એક બાહ્ય અને અત્યંતર, તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે.
(૧૯૫) જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી
૧૬૦