________________
સાતસો મહાનીતિ
પૂજા કરીશ તોય તે કલ્યાણનું કારણ થશે; પણ અંબોડા, હાર, ગજરા વગેરે માટે એક પણ પુષ્ય કદી વાપરવું નહીં.
હવે લીલાવતી પ્રતિદિન પ્રભુની પૂજા કરવા લાગી. એનો ભાઈ ગુણધર પણ ન બેનના કહેવાથી પૂજા ભક્તિ કરવા લાગ્યો. અહીંથી દેહ છોડી લીલાવતી સુરપુરના રાજાની વિનયશ્રી નામે પુત્રી થઈ અને તેનો ભાઈ પદ્મપુરના રાજાને ત્યાં જ નામે કુમાર થયો. પૂર્વના સ્નેહના કારણે બન્નેના લગ્ન થયા. એક મુનિના ઉપદેશથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે ભાઈ-બહેન હતા, ને આ ભવે પતિ-પત્ની થયા છીએ. તેથી વૈરાગ્ય પામી બન્નેએ દીક્ષા લઈ પોતાનું કલ્યાણ સાધ્યું. પૂર્વે અજ્ઞાનવશ એમ ઘણા અંતરાયકર્મ બાંધ્યા. માટે હવે સત્કાર્ય કરવામાં ક્યાંય આડો આવું નહીં. (પૃ.૧૬) પૂજાસંચયમાંથી -
કરપી ભૂંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. કરપી-૧ કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે થર્મ; ઘર્મ વિના પશુ પ્રાણિયો રે, છેડે નહીં ફકર્મ. કરપી-૨ દાન તણા અંતરાયથી રે, દાનતણો પરિણામ;
નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી-૩ અર્થ – આ સંસારમાં કૃપણ મનુષ્ય અત્યંત ભંડો કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે શ્રેણિક રાજાના દરબારમાં રાજાનો હુકમ થયા છતાં પણ મુનિરાજને દાન દીધું નહીં. દેવાની ચોખી ના પાડી.(૧)
કૃપણ મનુષ્યો શાસ્ત્રો સાંભળતા નથી. તેથી ઘર્મ પામતા નથી. ઘર્મ સાંભળવા જઈએ તો ગુરુ કાંઈક ખર્ચ કરવાનું બતાવશે, માટે ગુરુ પાસે જતા નથી, તેથી ઘર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણી જેવા રહે છે અને કુકર્મોને છાંડતા નથી. (૨)
પૂર્વે કોઈને દાન દેતાં અંતરાય કર્યો હોય તો આ ભવમાં દાનાંતરાયનો ઉદય થાય છે. તેવા મનુષ્યો ગુરુના ઉપદેશથી પણ દાન કરવાના ભાવને પામતા નથી. લોકો પ્રભાતમાં તેનું નામ પણ લેતા નથી. માટે હવે સારા કામોમાં અંતરાયરૂપ થાઉં નહીં. (૩) (પૃ.૧૪૦) ૪૮૧. પાછો પાડવા પ્રયત્ન કરું નહીં.
પોતાનું સારું દેખાડવા બીજાને હલકો પાડવા પ્રયત્ન કરું નહીં. તેમ કરવાથી ઈર્ષાભાવને લઈને આવતા ભવમાં પોતાનો સર્વત્ર પરાભવ થાય, કોઈ ભાવ પૂછે નહીં અથવા હલકા કુળમાં ઉત્પન્ન થવું પડે. માટે તેમ કરું નહીં. પણ કોઈના સગુણ જોઈને રાજી થાઉં.
“જૈન હિતોપદેશ ભાગ-૧'માંથી :- સગુણીને દેખી રાજી થવું એ પ્રમોદભાવ કહેવાય છે. ચંદ્રને દેખી ચકોર જેમ ખુશી થાય તથા મેઘની ગર્જના સાંભળી મયૂર જેમ નાચે, તેવો હર્ષ સદગુણીના દર્શન માત્રથી ભવ્ય ચકોરને થવો જોઈએ. સામાના સદગુણોની ખાત્રી થયા છતાં પણ તેમના પર દ્વેષ ઘરવો એ દુર્ગતિનું જ દ્વાર છે. માટે કેવળ દુઃખદાયી એવી દ્વેષ બુદ્ધિને તજી દઈ સદા સુખદાયી એવી ગુણ બુદ્ધિ ઘારણ કરીને વિવેકી હંસવ થવા ગુણવાનને દેખી પરમ પ્રમોદભાવ ઘારણ કરું.
૩૬૯