________________
સાતસો મહાનીતિ
લઈ જવાની હોય છે. જીવોની વૃત્તિ વિષય કષાયવાળી હોવાથી સીઘી આત્માની વાત તેમના ગળે ઊતરે નહીં. તેથી રાજા રાણીની વાત કરે તો લોકોને તેમાં રસ પડે. પછી
રાજાએ સંસારનું સ્વરૂપ દુઃખમય જાણીને તેનો ત્યાગ કર્યો, એ વાર્તા સાંભળીને ત્યાગની ભાવના જન્મ અથવા શૃંગારરસની લુબ્ધતાને કારણે લડાઈઓ કરીને મરી ગયા પણ શું સાથે આવું બધું અહીં જ પડ્યું રહ્યું વિગેરે વિચારો આવે. કરુણરસમાં જેમ બીજા જીવોની દયા ખાઉં છું તેમ મારા આત્માની દયા પણ મને ખાવી જોઈએ. એમ શાંતરસની પુષ્ટિ માટે બીજા સર્વ રસોનું વર્ણન જ્ઞાનીપુરુષોએ કર્યું છે.
ત્રિવિઘ તાપથી બળતા જગને સત્કૃત શાંતિ આપે,
શાંત હૃદયના ઉદ્ગારો તે કળિયળ સર્વે કાપે.” અહોહો. અર્થ - આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિઘ તાપથી બળતા જીવોને સદ્ભુત શાંતિ આપે છે. જે એનો સ્વાધ્યાય કરે તેનો આત્મા શાંત થાય છે. હિતાહિતનું ભાન થાય છે. ગમે તેવા સંજોગોમાં પણ એને શાંતિનું કારણ થાય. સત્પરુષોના શાંત હૃદયના ઉદ્ગારો જીવોના સર્વ પાપરૂપી મળને ઘોનાર છે. (પૃ.૩૦)
“પરમ શાંત રસપ્રતિપાદક જે વીતરાગની વાણી,
તે સત્કૃત, ઔષઘ ઉત્તમ, દે ચિત્ત સ્થિરતા આણી.” અહોહો. અર્થ - પરમ શાંતરસનું પ્રતિપાદન કરનારી જે વીતરાગ પુરુષોની વાણી છે તે જ સત્કૃત છે. તે ચિત્તને સ્થિર કરવા માટે ઉત્તમ ઔષધ છે. સન્શાસ્ત્રો છે તે આત્માને શાંતરસનો અનુભવ કરાવનાર છે. એવા શાસ્ત્રોની નિંદા કરવી તે શાંતરસની જ નિંદા છે. ૪૮૦. સત્કર્મમાં આડો આવું નહીં. (મુગૃ૦)
કોઈપણ ઉત્તમ કાર્યમાં વિદન કરું નહીં. દાન, શીલ, તપ, ભાવ એમ ચાર પ્રકારે ઘર્મ કહ્યો છે. દાન, શીલ, તપ, ભાવ ઘર્મ આરાઘવામાં કે પૂજા, ભક્તિ, સ્વાધ્યાયમાં અંતરાય કરું નહીં. અંતરાય કરવાથી આગામી ભવોમાં તે તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી અને દુઃખના દિવસો દેખવા પડે છે. માટે સત્કર્મમાં આડો આવું નહી પણ ઉત્તેજન આપું.
અંતરાયકર્મની પૂજાના અર્થમાંથી -
લીલાવતીનું દ્રષ્ટાંત – ઉત્તર મથુરામાં લીલાવતી નામની એક વણિક પુત્રી હતી. તે વિનયરત્ન નામના વ્યવહારિયાને પરણી. વિનય રત્નને જિનમતિ નામની પહેલી પત્ની હતી. જિનમતિ હમેશાં ભગવાનની પૂજા કરતી. બગીચાના સુંદર ફૂલોનો હાર બનાવી ભાવપૂર્વક પ્રભુના કંઠે સ્થાપન કરતી. શોખીન એવી લીલાવતીને એ રુચ્યું નહીં. તે પોતાના અંબોડા માટે કે હાર ગજરા માટે કે સેજમાં ફુલો પાથરવા માટે જિનમતિને આગ્રહ કરતી. એક વાર જિનમતિએ પ્રભુ પૂજા માટે બનાવેલો હાર લીલાવતીએ ફેંકી દેવરાવ્યો; ત્યારે એ હાર તેને સર્પરૂપે દેખાયો. બીજી વાર અંબોડે વીંટ્યો તો ત્યાં સર્પનો ફંફાડો સંભળાયો. જિનમતિનો પૂજા માટેનો હાર તે લીલાવતીને હળાહળ ઝેરવાળો સર્પ બની ગયો.
લીલાવતી ડરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. અને શોક્યના ચરણમાં પડી. એકદા મુનિ મહાત્માનો સમાગમ થતા તેણીએ બધી વાત તેમને કહી. મહાત્માએ કહ્યું : પોતાને જે અતિ પ્રિય હોય તે પ્રભુ ચરણે અર્પણ કરવું ઘટે. ભક્તિભાવથી પ્રથમ અંતઃકરણને સુગંધમય કરીને એક પુષ્પથી પણ પ્રભુની
૩૬૮