________________
સાતસો મહાનીતિ
‘દ્રષ્ટાંત શતક'માંથી :- બીજાને હલકો પાડનાર પોતાની હલકી વૃત્તિ બતાવે
ભંડ અને સિંહનું દ્રષ્ટાંત - એક વનમાં એક ભૂંડ અને સિંહનો ભેટો થયો. તે વખતે
- ભૂંડ સિંહને કહેવા લાગ્યો કે, હે સિંહ! તું આજે ઘણા દહાડે મળ્યો છે, માટે તને હું છોડવાનો નથી. માત્ર તારે છૂટવાનો એક જ ઉપાય છે, તે એ કે તું મારી સાથે કાંઈક વાદ કર અને તેમાં તું જીતે તો તને જવા દઉં, અથવા વાદ ન કરે તો એમ કહે કે હું હાર્યો, તો પણ તને જવા દઈશ.
ભૂંડનું આવું વચન સાંભળીને સિંહે વિચાર્યું કે, નીચ સાથે શું વાદ કરવો, તે મારા જેવાને ઉચિત નથી, તેથી સિંહે કહ્યું કે, અરે ભૂંડ! હું હાર્યો ને તું જીત્યો, માટે જા બધા લોકોને કહી દે કે સિંહ મારાથી હારી ગયો. સિંહમાં કેટલું બળ છે અને ભૂંડમાં કેટલું બળ છે તે બધા લોકોના જાણપણાની બહાર નથી.
કથાનો સાર આ છે કે કોઈ પાછો પાડવા પ્રયત્ન કરે ત્યારે સજ્જન પુરુષોએ હલકા અને મૂર્ખ માણસો સાથે વાદવિવાદ કરવો નહીં. કેમકે કોણ કેવો છે તે સજ્જન પુરુષોના જ્ઞાનની બહાર નથી. (પૃ.૧૪) ૪૮૨. મિથ્યાહઠ લઉં નહીં.
ખોટી હઠ લઉં નહીં. મહાપુરુષોએ જે કહ્યું તેથી વિપરીત કરવા હઠ રાખું નહીં. મહાપુરુષ કે વડીલ હોય અને પોતાના અનુભવથી કોઈ કામ કરવા ના પાડે તો તેમ કરવા હઠ રાખું નહીં. સપુરુષની આજ્ઞામાં રહેવાથી જીવનું પરમ કલ્યાણ છે, તેમ વડીલોની આજ્ઞામાં રહેવાથી પણ જીવનું વ્યવહારિક હિત સથાય છે. માટે પોતાના ખોટા આગ્રહોને સાચા પાડવા પ્રયત્ન કરું નહીં.
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - રાજા ચિત્રસેનની મિથ્યાહઠ
રાજા ચિત્રસેનનું દ્રષ્ટાંત – ભરતક્ષેત્રમાં કલિંગ દેશના વસંતપુરનો રાજા વીરસેનનો પુત્ર ચિત્રસેન હતો. નગરના લોકો રાજાને કહેવા લાગ્યા કે આપનો પુત્ર કામદેવ જેવો છે, માટે અમને તેમનો ત્રાસ છે. ત્યાં તો ચિત્રસેનકુંવર રાજાને પગે લાગવા ગયો ત્યારે રાજાએ મુખ ફેરવી દેશવટાનાં પાન આપ્યા. તેથી ચિત્રસેન અને પ્રધાનપુત્ર રત્નસાર બન્ને પરદેશ જવા ચાલી નીકળ્યા.
રસ્તામાં જતાં જિનમંદિરમાં દર્શન કરી બધે ફરીને જોતાં લાકડાની પૂતળી દેખી ચિત્રસેનને મૂછ આવી. શીતોપચાર કરવાથી કેવળી ભગવાનને પૂછતાં તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવમાં તેઓ હંસ અને હંસલી હતા. આ પૂતળી પદ્મપુર નગરના પદ્મ રાજાની પુત્રી પદ્માવતી છે. એ પુરુષ દ્વેષીણી છે. પદ્મનગરમાં બન્ને જણા જઈ ત્યાં હંસ હંસલીનું ચિત્ર દોરાવી રાજાની કુંવરીને બતાવ્યું. તેથી તેને પણ મૂછ આવી. શીતોપચાર કરવાથી શુદ્ધિ આવી. તેને પણ જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી રાજાએ ચિત્રસેન સાથે પદ્માવતીના લગ્ન કર્યા.
ત્યાંથી વસંતપુર આવતાં રસ્તામાં એક વટવૃક્ષની નીચે રાત્રે વિસામો લીધો. બધા ઊંઘી ગયા પણ રત્નસાર જાગતો હતો. એ વૃક્ષ ઉપર યક્ષ અને યક્ષણી રહેતા હતા. પરસ્પર વાતો કરતાં યક્ષણીએ કહ્યું : એનો પિતા એને રાજ્ય આપશે કે નહીં? ત્યારે યક્ષ કહે : એની માતા મરી ગઈ છે. તેથી અપરમાતા પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે રાજા તેને વશ હોવાથી ચિત્રસેનને મારવા માટે એક તોફાની ઘોડો મોકલશે. તેમાંથી બચી જશે તો ચોગાનમાં એક મકાન પડી જાય તેવી ગોઠવણ કરી રાખશે. તેમાંથી બચશે તો રાણી ઝેરના લાડુ પીરસી મારી નાખવાનો પ્રયત્ન કરશે. એ ત્રણે સંકટોમાંથી જો બચી જશે તો એક સાપનો ભય તેને માથે રહેશે. એ બધામાંથી બચી જશે તો એ મહાપ્રતાપી રાજા થશે. આ બઘા સંકટો મિત્ર ટાળી શકશે. પણ એ વાત જો બીજાને કરશે તો તે પથ્થર થઈ જશે. આ વાત રત્નસારે પોતાના
૩૭૦