SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ મનમાં રાખી. ત્રણે સંકટો દૂર કર્યા. હવે એક સર્પવાળું સંકટ બાકી હતું. શયનખંડમાં રાજા રાણી સૂતાં છે. રત્નસાર પ્રઘાન ખુલ્લી તલવારથી તેની ચોકી કરે છે, સર્પ આવ્યો કે તરત તેને મારી નાખ્યો. ત્યારે લોહીનું ટીપું રાણીની જાંઘ ઉપર પડી ગયું. તે લૂછી નાખતાં રાજાની આંખ ઊઘડી ગઈ અને પૂછ્યું કે શું છે? પ્રઘાને વિચાર્યું કે બન્ને બાજુ મરણ છે. છતાં પ્રઘાન કહે જો હું બધી વાત તમને કહીશ તો હું પથ્થર થઈ જઈશ. ત્યારે રાજાએ મિથ્યાહઠ લીધી કે આમ વાત કરતાં પથ્થર શી રીતે થઈ જવાય? વાત તો કરવી જ પડશે. ત્યારે પ્રઘાને બધી વાત કરતાં કરતાં તે પથ્થર થઈ ગયો. હવે રાજા વિલાપ કરવા લાગ્યો અને તેની સાથે મરવા તૈયાર થયો. રાણીએ કહ્યું મરવાથી કંઈ વળે તેમ નથી. પણ જ્યાં વૃક્ષ નીચે વિસામો લીધો હતો ત્યાં જાઓ તો કંઈ રસ્તો મળશે. પછી ત્યાં જાય છે. યક્ષ યણી બન્ને વાત કરે છે કે આ ચિત્રસેન રાજા છે એનો પ્રઘાન પથ્થર થઈ ગયો છે. ત્યારે યક્ષણી પૂછે છે કે તે પાછો સાજો થાય કે નહીં? યક્ષ કહે કોઈ શીલવતી સ્ત્રી જન્મેલા બાળકને ખોળામાં લઈ જ્યાં પ્રધાન પથ્થરનો થયેલો છે ત્યાં આવી પંચપરમેષ્ટિમંત્રનું સ્મરણ કરી પ્રથાનના શરીર ઉપર હાથ ફેરવે તો ઊંઘમાંથી ઊઠે તેમ ચૈતન્યવંત થઈ જશે. પછી પદ્માવતીને પુત્ર જન્મ્યો એટલે યક્ષના કહેવા પ્રમાણે કરવાથી પ્રઘાન શુદ્ધિમાં આવી ગયો. માટે કોઈ બાબતમાં મિથ્યાહઠ રાખું નહીં, કે રાખે તેને પોષણ આપું નહીં. ૪૮૩. અવાચકને દુઃખ આપું નહીં. પૂર્વભવે અશુભ કર્મ બાંધ્યા હોવાથી કોઈ મનુષ્ય વાચા વગરનો હોય, તેને કોઈ પ્રકારનું દુઃખ આપું નહીં. એવા માણસને બીજા લોકો ચીડવે કે પત્થર મારે ત્યારે તે બિચારો બોલી શકે નહીં પણ મનમાં ઘણો દુભાય છે, માટે તેમ કરું નહીં અથવા અવાચક એવા પશુઓને પણ કોઈ પ્રકારનું દુઃખ આપું નહીં. ૪૮૪. ખોડીલાંની સુખશાંતિ વઘારું. “કુર્બનં પ્રથમં વધે સન્નનં તવનંતરમુ” જે દુર્જન હોય તેને પ્રથમ નમસ્કાર કરું. સજ્જનને ત્યાર પછી. જે ખોડીલો હોય તેની પણ સુખશાંતિ વઘારું. જેથી આપણા કાર્યમાં વિઘ્નરૂપ થાય નહીં અને તે પણ સુખશાંતિ પામે અથવા ખોડખાંપણવાળાને પણ સુખ ઊપજે તેમ કરું. ગાંધીજીનું દ્રષ્ટાંત - એકવાર ગાંધીજી રોડ ઉપર ચાલતા હતા. ત્યાં એક મુસલમાને આવીને ઘક્કો માર્યો કે ગાંધીજી ગટરમાં પડી ગયા. હાથમાં કંઈક આવી જવાથી બહાર નીકળ્યા. તે મુસલમાનને પકડીને લોકો મારવા લાગ્યા. ત્યારે ગાંધીજીએ જલ્દીથી આવીને કહ્યું કે એનો કંઈ દોષ નથી, દોષ તો મારો છે માટે એને મારો નહીં. એમ કહી તેને છોડાવી લીધો. તે માણસ ગાંઘીજીના પગમાં પડ્યો અને ક્ષમા માગી. આમ ખોડીલોની પણ સુખશાંતિ વઘારું. “ઉપદેશામૃત'માંથી - “વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. સદાચાર સેવવા. મૈત્રીભાવ રાખશો. ઘીરજથી હળીમળી આનંદ લેવો. ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો હોય તો આપણે તેનો બદલો વાળવો, મીઠાં વચનથી, નમનતાથી સારાં વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાત્મા સમજુ હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વૈરી છે, તેને મનમાં લાવવા નહીં. અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજું છું, આ તો કંઈ ૩૭૧
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy