________________
સાતસો મહાનીતિ
સમજતો નથી. કહ્યું છે કે –
“જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી,
આગલો થાય આગ, તો આપણે થઈએ પાણી.” આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજુ છું. કોઈ અણસમજુ હોય તેનું મન દુભવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું, આપણું હિત થાય તેમ કરવું.”
(પૃ.૧૦૭) વાનર સુગરીનું દ્રષ્ટાંત – વાનર ને શિખામણ દેતાં સુગરીનું ઘર જાય. સુગરીએ વાંદરાને કહ્યું કે તમે શિયાળાની ઠંડીમાં ટાઢે મરો છો, વરસાદમાં ભિંજાઓ છો, તો તમે ઘર કરીને રહેતા હો તો આવા દુ:ખ ભોગવવા ન પડે, એવી શિખામણ આપી. ત્યારે વાંદરાએ તરત જ સુગરીનો પણ માળો ભાંગી નાખ્યો. આવા ખોડીલાં હોય તેની સાથે વિચારીને વર્તવું કે જેથી પોતાનું પણ નુકશાન થાય નહીં.
ગાંધીજીનું દ્રષ્ટાંત – ક્ષમા વડે ખોડીલાંને પણ સુઘારું. એક વખત ગાંધીજી થર્ડક્લાસના ડબ્બામાં બેઠા હતા. ત્યાં એક માણસ ગાડીના ડબ્બામાં ઘૂંક ઘૂંક કરે. તે જોઈ ગાંધીજીએ કહ્યું – બહાર ઘૂંકો, અહીં થંકાય નહીં. ત્યારે એ માણસ ચિડાઈને બોલ્યો કે શું તું અમારો ઉપરી થઈને આવ્યો છે? બીજી વાર થૂકતા ગાંધીજીએ પોતાનો હાથ ઘય કે આમાં ઘૂંકો. ત્યારે તે માણસે ગાંધીજીના હાથમાં ત્રણવાર થેંક્યું. પછી સ્ટેશન આવ્યું એટલે લોકો ગાંઘીજીની જય બોલાવા લાગ્યા. અને જેવા ગાંધીજી નીચે ઊતર્યા કે બધા તેમનો વિનય કરવા લાગ્યા. તે જોઈ તે માણસ ગળગળો થઈ ગાંધીજીને પગે લાગ્યો અને ક્ષમા માગી. એમ ખોડીલાંની પણ સુખશાંતિ વધારું. ૪૮૫. નીતિશાસ્ત્રને માન આપું.
નીતિ એટલે સદાચાર. નીતિશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તે. થર્મનીતિ, રાજનીતિ કે વ્યવહારનીતિને માન આપું. તેથી વિરુદ્ધ કૃત્ય કરું નહીં. વિરુદ્ધ કૃત્ય કરવાથી આ લોકમાં નિંદા કે દંડને પાત્ર થાઉં અને પરલોકમાં પણ નીચ ગતિએ જાઉ. માટે નીતિશાસ્ત્રને સદેવ માન આપું.
પરમકૃપાળુદેવે આપણા માટે આ સાતસો મહાનીતિ લખી છે. તે જાણીને એ પ્રમાણે વર્તવા પુરષાર્થ કરું. આ સાતસો મહાનીતિમાં શુદ્ધ વ્યવહારની મુખ્યતા છે. વ્યવહારશુદ્ધિથી પરમાર્થશુદ્ધિ પમાય છે.
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત” -શ્રીમદ્ રાજચંદ્ર જે વ્યવહાર પરમાર્થને પમાડે તે જ વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત છે. માટે આપણે પણ તે જ માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. ૪૮૬. હિંસક ઘર્મને વળગું નહીં.
જે ઘર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિંસાનું પોષણ હોય તેને ઘર્મ માનીને વળગું નહીં. જ્યાં હિંસા છે ત્યાં પાપ છે અને જ્યાં અહિંસા છે ત્યાં જ ઘર્મ છે.
ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર દૃષ્ટાંત શતક' માંથી - ઘર્મને નામે હિંસા
ભોજરાજાનું દ્રષ્ટાંત - એક વાર ભોજરાજાએ યજ્ઞ કરવા માંડ્યો અને યજ્ઞમાં હોમવાને બોકડો આપ્યો. તે બોકડો બૂમો પાડવા લાગ્યો. તે સાંભળી ભોજરાજાએ પોતાની સભાના એક પંડિતને પૂછ્યું : આ બોકડો શું કહે છે? પંડિત બોલ્યા : “એ બોકડો આપને અરજ કરે છે.”
૩૭૨