________________
સાતસો મહાનીતિ
રાજા : “કેવી અરજ કરે છે?” પંડિત : “મહારાજની આજ્ઞા હોય તો કહું.' રાજા : “હા, કહો.” પંડિતે પછી ભોજરાજા આગળ નીચેનો શ્લોક કહ્યો :
"नाहं स्वर्गफलप्रभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणभक्षणेन सततं साह्वा न युक्ता तव ।।
स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो ।
___ यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥" હે મહારાજ ! એ બોકડો એમ કહે છે કે, “હે રાજન!સ્વર્ગફળના ઉત્તમ ભોગની મને તૃષ્ણા નથી, તથા સ્વર્ગફળનો ભોગ અપાવવાને મેં તારી પ્રાર્થના પણ કરી નથી; હું તો નિરંતર ઘાસ-તરણાં ખાઈને સંતુષ્ટ રહું છું. માટે યજ્ઞમાં હોમવાને તેં મને આપ્યો છે તે યોગ્ય નથી. જો યજ્ઞમાં મરેલાં પ્રાણીઓ નિશ્ચય સ્વર્ગમાં જતાં હોય તો તારાં પ્રિય, મા-બાપ, દીકરા અને ભાઈ-ભાંડુઓને યજ્ઞમાં હોમીને પ્રથમ સ્વર્ગમાં શા માટે નથી મોકલતો?
- પંડિતે કહેલું કાવ્ય સાંભળીને રાજાને જ્ઞાન થયું અને તેણે સઘળાં પશુઓને છોડી મૂકી તે દિવસથી વ્રત ધારણ કર્યું કે, ઘર્મમાં પ્રીતિ રાખીને યજ્ઞને વિષે પશુ આદિ જીવને હોમવા નહીં.
આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે જે લોકો ઘર્મને નામે હિંસા અને બીજાં પણ દૂષિત કર્મ કરે છે. તે કરવાં ન જોઈએ. કોઈપણ પ્રાણીનો જેથી દ્રોહ થાય એવી વાત જે ઘર્મમાં હોય તેને ઘર્મ ન માનવો જોઈએ.
“મોક્ષમાર્ગ પ્રકાશક'માંથી :- યજ્ઞમાં પશુવઘથી કાર્યસિદ્ધિ ન થાય – “વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ઘર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે, અગ્નિકાષ્ઠાદિકનો મહાઆરંભ કરે છે, તેમાં જીવઘાત થાય છે. વળી હવે તેમનાં જ શાસ્ત્રો વા લોકમાં હિંસાનો નિષેઘ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે- એ બધું કાંઈ ગણતા જ નથી. તેઓ કહે છે કે - “વજ્ઞાર્થ પશવઃ પૃથા:” અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યા છે, તેથી ત્યાં ઘાત કરવામાં કાંઈ દોષ નથી.” વળી એમ કરવાથી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષ ખાવાથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તેમ હિંસા કરી ઘર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પરંતુ તેમણે જેમની હિંસા કરવી કહી તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ખબર પડત; પણ પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બલ જીવોના ઘાતક બની પોતાનું અને અન્યનું બુરું કરવામાં તત્પર થાય છે. માટે આવા હિંસક ઘર્મને કદી વળગું નહીં.” (પૃ.૧૧૯) ૪૮૭. અનાચારી ઘર્મને વળગું નહીં.
જે ઘર્મમાં આચાર, વિચાર કે સદાચારનું ઠેકાણું ન હોય તે ઘર્મને વળગું નહીં.
ચાર્વાકમત કે નાસ્તિકમત એ અનાચારી ઘર્મ છે. તેમજ બીજા ઘર્મમતમાં પણ ઘર્મને નામે અનાચાર સેવાતો હોય તો તે ઘર્મ નથી પણ અઘર્મ છે. માટે એવા અનાચારી ઘર્મથી વેગળો રહું.
“મોક્ષમાર્ગ પ્રકાશક'માંથી - નાસ્તિક મતની જૂઠી યુક્તિઓ – “ચાર્વાક મતમાં ખાનપાન, ભોગ-વિલાસ ઇત્યાદિ સ્વછંદ વૃત્તિનો ઉપદેશ છે. હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો ઉપદેશ આપ્યો? તું કહીશ કે “તપશ્ચરણ, શીલ, સંયમાદિ
૩૭૩